________________
દુર્યોધન ! આ સંસારમાં તું જ સૌથી મહાન પાપી છે. દ્રોણાચાર્ય, ભીખ પિતામહ, કર્ણ, શકુનિ, ધૃતરાષ્ટ્ર, વિદુર વગેરે અનેક વડીલોની ઉપસ્થિતિમાં પણ તે દ્રોપદીનું ભરસભામાં વસ્ત્રાહરણ કર્યું. તને લેશ માત્ર શરમ ના આવી. તારું આ બેશરમ કૃત્ય એવું ભયંકર છે કે આ એક જ તારું પાપ તને અતિદુષ્ટ અને અતિ પાપી માણસ તરીકે સિદ્ધ કરવા સમર્થ છે. યુધિષ્ઠિરે જવાબ આપ્યો.
યુધિષ્ઠિર પાસેથી પાછા ફરીને દુર્યોધને બીજે દિવસે ગુપ્ત રીતે ભીષ્મ પિતામહના ભોજનમાં પોતાનું થોડું ભોજન ભેળવી દીધું. દુર્યોધનના ભ્રષ્ટ અને ખાવાથી ભીષ્મ પિતામહનું મન બગડયું. અને એ દિવસના યુદ્ધમાં ભીષ્મ પિતામહ પાંડવ સેનાને તોબાહ પોકરાવી દીધી. પાંડવ સેનાના અનેક સૈનિકોને ભીખે ધરતી ભેગા કરી દીધા.
આપણા જીવનમાં ભોજનની કેવી જોરદાર અસર થાય છે ! એ વાત ભીષ્મ પિતામહનો આ પ્રસંગ આપણને સમજાવી જાય છે.
જો જીવનને સદ્ગણોની સુરભિથી સુવાસિત અને સુશોભિત કરવું હોય...મળેલા માનવદેહ દ્વારા મોક્ષના મંગલ માર્ગ ઉપર વેગપૂર્વકની સાધના કરવાનું સદભાગ્ય પામવું હોય તો “અજી ભોજન ત્યાગ” અને “કાળે માફક ભોજન' આ બે ગુણોને જીવનમાં અમલી બનાવજો. | • જે તે ખાઇશ નહિ. • જે તે જોઇશ નહિ. • જ્યાં ત્યાં જઇશ નહિ.
જેની તેની સાથે ફરીશ નહિ. ધુમ્રપાનના કારણે ગત સાલે ૬,૩૦,૦૦૦ માણસો મૃત્યુ પામવાની વાત બહાર આવી છે. વિવિધ પાઉચમાં વેંચાતી પાન મસાલાની પડીકીઓ હૃદયની ઇલેકટ્રીકલ એકિટવિટી
પર અસર કરે છે. • તમાકૂ તમારા શરીરના ૪૩ રંગસૂત્રોને તોડે છે અને કેન્સરની ભેટ આપે છે. • તમાકુમાં આવતું નિકોટીન તમારા જ્ઞાન તંતુઓને ખલાસ કરી નાંખે છે અને
ફેંફસાઓ ને પોલા કરી નાંખે છે. • વધુ પડતી સાદી સોપારી ખાવાથી પણ એનિમીયા, કમળો અને કેન્સર થાય છે.