________________
થયો. તેણે તે બંને સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે પેલી બે રૂપવતી સ્ત્રીઓએ શરત મૂકી કે, “અમે જે કહીએ એ જ તમારે કરવું પડશે. તો જ અમે તમારી સાથે લગ્ન કરીશું.” - તે રૂપવતી સ્ત્રીમાં આસક્ત બનેલા રાજાએ તે શરત પણ સ્વીકારી લીધી. ' થોડા દિવસો બાદ ચૌદસ આવી. રાજાને દરેક ચૌદસે પૌષધવ્રત આરાધવાની પ્રતિજ્ઞા હતી.
- ચૌદસના આગલા દિવસે ચન્દ્રશે પોતાની પ્રતિજ્ઞાની વાત પેલી નવપરિણીત સ્ત્રીઓને કરી. ત્યારે તે બંનેએ રાજાને પૌષધ લેવાની ના પાડી દીધી: “અમે તમારા વગર રહી શકીએ તેમ નથી, તેથી તમારે પૌષધ કરવાનો નથી.”
ત્યારે રાજાએ જણાવ્યું “મારે ચૌદસના પૌષધની પ્રતિજ્ઞા છે અને તેનો ભંગ હું કદી કરી શકું તેમ નથી.”
ત્યારે નવીન પત્નીઓએ જણાવ્યું “તમારે પૌષધ કરવાનો નથી. તમને સ્પષ્ટ શબ્દોમાં અમે જણાવી દીધું છે.”
ચન્દ્રયશ કહે: “પણ...મારી પ્રતિજ્ઞાનું શું ? શું હું પ્રતિજ્ઞાનો ભંગ કરું? તો તો મારો જન્મ-જન્માંતરમાંય છૂટકારો ન થાય. મારાથી પ્રતિજ્ઞાભંગની વાત કદી નહિ બને.”
ત્યારે પેલી સ્ત્રીઓ બોલી: “સ્વામિન્ ! તમે પ્રતિજ્ઞાભંગ કરી શકો તેમ નથી તો વચનભંગ કરવા તૈયાર છો ? યાદ...કરો...લગ્ન વખતે તમે અમને વચન આપેલું કે “તમે જેમ કહેશો તેમ કરીશ.” હવે એ વચનને તમે તોડવા તૈયાર થયા છો ?”
નવ પરિણીત સ્ત્રીઓની વાત સાંભળીને રાજા મુંઝાઇ ગયા. હવે શું કરવું ? એક બાજુ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે...જો પ્રતિજ્ઞા સાચવવા જાય તો વચનનો ભંગ થાય છે.
રાજાએ બંને રમણીઓને સમજાવવા ભારે કોશિશ કરી...પરંતુ નિષ્ફળ !
છેવટે રાજાએ વિચારી લીધું “જો જીવતો રહું તો મારે પ્રતિજ્ઞાભંગ અગર વચનભંગનો અવસર આવે ને ? તો લાવ...આજે જ જીવનનો ભંગ કરી નાખું...પછી