________________
અને ઉછરેલા, આપણી વિચારધારા કેવી ઉત્તમ હોવી જોઇએ ? અશુભ નિમિત્તોથી જાતને રક્ષીએ :
વાસ્તવિકતા જ્યારે આ જ છે ત્યારે આપણે આટલું નક્કી કરી લઇએ. આપણા આત્માને બને ત્યાં સુધી અશુભ નિમિત્તોમાં જવા ન દેવો અને બીજાઓને અશુભ નિમિત્તો આપવાં નહિ...ઉપરાંત શુભ નિમિત્તોને સતત જીવનમાં આવકારતા રહેવું. આમ કરવાથી આત્મામાંથી કુસંસ્કારોનું જોર ઘટતું જશે અને શુભ સંસ્કારોથી આત્મા સુવાસિત બનતો જશે.
વર્તમાનકાળ ખરેખર દૂષિત બનતો ચાલ્યો છે. ચારે બાજુ અશુભ નિમિત્તોના જંગ ખડકાયા છે. દુકાન કે બજાર, સ્કૂલ હોય કે કોલેજ, હોસ્પિટલો હોય કે ધર્મશાળાઓ, નાટયગૃહ હોય કે સિનેમાગૃહ, જ્યાં જાઓ ત્યાં મનમાં સળગતી વાસનાના જિવંત પ્રતીકસમાં વસ્ત્રોનાં પરિધાન કરેલાં નર અને નારીઓ જ આંખે ચઢશે. આવા, ચારે બાજુ કુનિમિત્તોથી કલુષિત થયેલા વાતાવરણમાં આપણી જાતને બચાવવી એ ઘણું કપરું કામ છે. કઠણ છે, આમ છતાં સાવ અશક્ય તો નથી જ. જો આપણી પાસે સાચી સમજણ અને વિવેકભરી પ્રજ્ઞા હોય તો આવા દૂષિત વાતાવરણમાંય આપણે આપણી જાતને જરુર રશી શકીશું. મોટું કુનિમિત્ત ઉભટવેશ :
જીવનમાં પ્રવેશેલાં અનેક કુનિમિત્તોમાંનું એક મોટું નિમિત્ત છેઃ ઉભટવેશ. પૂર્વના કાળમાં વેશ-પરિધાનની બાબતમાં ખૂબ જ સંભાળ રખાતી. ઉભટવેશ લોકોમાં પ્રાયઃ જોવા ન મળતો. અને તેના પરિણામરૂપે મર્યાદાઓના સુન્દર પાલન પણ જોવા મળતાં. પરંતુ જેમ જેમ અંગ્રેજી-શિક્ષણ વધતું ગયું, વિજ્ઞાન પ્રત્યેની ભક્તિ વિકસતી ગઈ તેમ તેમ મોર્ડનતાના નામે વિકૃતિઓ દાખલ થતી ગઇ. ઉભટવેશ લોક-જીવનમાં આદર પામતો ગયો.
મર્યાદા અને વિવેકવાળું વસ્ત્રપરિધાન ઓછું થતું ગયું અને ખુલ્લાં કપડાં, જાતિયતાને ઉશ્કેરે તેવાં કપડાંનું પરિધાન વધતું ગયું. મર્યાદાયુક્ત વસ્ત્ર-પરિધાન માનવના શીલ અને સદાચાર રૂપી મૂલ્યવાન આંતર-ઝવેરાતને સાચવવા માટે તિજોરીની ગરજ સારતું. તિજોરીમાં રહેલું ધન જેમ સુરક્ષિત રહે છે, તેમ મર્યાદાપૂર્ણ વસ્ત્ર-પરિધાન કરવાથી શીલ-સદાચારની મૂડી સુરક્ષિત રહે છે.