________________
ભેટો કરાવી દેવો જોઇએ, જેના પ્રભાવ માત્રથી-સત્સંગ માત્રથી તે સંતાનોમાં ધર્મનો આરંભ અચૂક થઈ જશે. ના...એ માટે સાચા સાધુએ જબરજસ્તીથી “આ બાધા કર.” અને તે બાધા કર’ એવો આગ્રહ ચલાવવાની પણ જરૂર રહેતી નથી. સાચા સાધુ તો તેમના નિર્મળ ચારિત્રથી, હૃદયના ભારે વાત્સલ્યથી, અને સુમધુર સ્વભાવ વગેરે સગુણોથી જ સામાને જીતી લેતા હોય છે. પાસે આવનાર પુરુષ થોડી જ પળોમાં પોતાનો બની જાય એવી સુંદર તેમની શૈલી અને તેમનું સાન્નિધ્ય હોય છે.
क्षणमपि सज्जनसंगति रे का भवति मवाणवि तरणे नौका ||
એક ક્ષણની પણ સજ્જનપુરુષની સાધુપુરુષની સંગતિ (સત્સંગ) સંસારરુપી સમુદ્રને તરી જવા માટે નૌકા (નાવ) સમાન છે. સત્સંગના પ્રભાવે દારૂડિયો અધિષ્ઠાયક દેવ :
" એક સાળવીને દારુનું અતિ ભયંકર વ્યસન હતું. એ એક કલાક પણ દારુ પીધા વિના રહી ન શકતો. દારૂના નશામાં તે એવા દુરાચારાદિમાં પણ ફસાયો હતો કે એ ગામની સ્ત્રીઓ પણ તેનાથી નાસતી ભાગતી ફરતી.
શિષ્ટ પુરુષોને મન આ દારુડિયો દયાને પાત્ર હતો. સહુ એની દારૂની અતિ લતના કારણે એની થતી દુર્દશા જોઇને દુ:ખી થતા પણ તેને કોઇ દારુ છોડાવી ન શકતા.
એક દિવસ ગામમાં એક મુનિરાજ પધાર્યા. એમણે સુમધુર શૈલીમાં પ્રતિદિન પ્રવચન-ગંગા વહાવવા માંડી. સદનશીબે સાળવીનું ઘર બાજુમાં જ હતું. કોઇ કલ્યાણમિત્ર સાળવીને આ સાધુપુરુષના પ્રવચનમાં ખેંચીને લઇ આવ્યો.
' અને આશ્ચર્ય થઇ ગયું ! દારૂના નશાબાજને મુનિરાજનું પ્રવચન સાંભળવાનો પણ નશો ચડ્યો. પૂરા ચાર દિવસ મુનિરાજની હૃદય પર્શિલી વાણી સાંભળતા સાળવીનું ભારે હૃદય પરિવર્તન થઈ ગયું હતું.
જ્યારે મુનિરાજને વિહાર કરવાનો દિવસ આવી લાગ્યો ત્યારે સાળવી મુનિવર પાસે આવી બેઠો. વંદના કરીને તે ચોધાર આંસુએ રડવા લાગ્યો.
મુનિરાજે પૂછયું “ભાઈ શું છે ? કેમ આટલું રડો છો ?” આટલું કહીને માતાની અદાથી વાત્સલ્યભર્યો હાથ એના બરડે ફેરવ્યો.