________________
નોકરાણી શેઠના કોટના ખીસામાંથી રુપિયાની નોટો કાઢી રહી હતી...આ જોઇને તેન આઘાત લાગવો જોઇતો હતો તેને બદલે આનંદ થયો...કારણ કે શેઠની વાત આ દ્રશ્યથી બોગસ સાબિત થઇ હતી...
એકદમ દોડીને શેઠને બોલાવી લાવ્યો...શેઠ ! શેઠ ! જલ્દી ચાલો, જોવા જેવું દ્રશ્ય સર્જાયું છે આપના ઘરમાં' શેઠ કાંઇ સમજ્યા નહિ...ઘર તરફ આવ્યા...પેલાએ તિરાડમાંથી બાઇને દેખાડી...કોટના ખીસામાંથી કાઢેલા રુપિયા બાઇ ગણી રહી હતી !
કેમ શેઠ ! હવે તો માનશોને કે કાંગડા બધેય કાળા જ હોય છે ? બોલો, હવે આ બાઇની ઇમાનદારી અંગે તમારો શો ખ્યાલ છે ? મિત્રે પૂછ્યું.
‘જો દોસ્ત ! ૪૫ વરસનો આ બાઇનો મને અનુભવ છે...તેણીની ઇમાનદારી નજરોનજર જોઇ છે...આ એક જ વખતના બેઇમાનીના દશ્યને જોઇને તેણીના ઇમાનદારી ભરેલા જીવનને કલંક લગાડવા હું હરગિજ તૈયાર નથી...હું તો ત્યાં સુધી માનું છું કે આવી ઇમાનદાર બાઇને ચોરી કરવાનું મન થયું તેમાં પણ જવાબદાર તો હું જ છું ! ૪૫ વરસથી નોકરી કરતી નોકરાણીને મેં જો પૂરતો પગાર આપ્યો હોત તો તેણીને આવી ચોરી કરવાની દુર્બુદ્ધિ જ ન થાત...પરંતુ મેં પગાર વધાર્યો નહિ તેનું આ પરિણામ છે...આ દ્રશ્ય મને ચેતવી દીધો છે...હું આજથી જ આ નોકરાણીનો ૫૦ રુપિયા પગાર વધારી દઉં છું...' આટલું બોલતા બોલતા શેઠની આંખમાંથી આંસુઓ ચાલી નીકળ્યાં...
પેલો મિત્ર તો આ સાંભળીને સ્તબ્ધ જ થઇ ગયો...!
કલ્પના કરી જોજો શેઠના આવા ઉદાત્ત દિલની ! નોકરાણીની ચોરી નજરોનજર જોવા છતાં તેણી પર આક્ષેપ મૂકવાની વાત તો ઘેર ગઇ પરંતુ તેણીનો પગાર વધારી દેવાની ઉદારતા શેઠે દાખવી એ બલિહારી કોની કહો, સામી વ્યક્તિની કે પરિસ્થિતિનો વિચાર કરવાની દ્રષ્ટિની !
આજે આવી દ્રષ્ટિનો લગભગ છેદ ઊડી ગયો છે...મોટા ભાગે સહુ માણસો પોતાની પરિસ્થિતિના આધારે સામી વ્યક્તિના જીવન-વ્યવહારની સમીક્ષા કરે છે અને તેના જ કારણે રોજિંદા જીવનમાં સંઘર્ષો લગભગ અનિવાર્ય બની ગયા છે..
|૩૩૯