________________
બન્યું કે ગાંઠ અત્યંત મજબૂત થઈ ગઈ હતી તે કેમેય કરીને છૂટતી જ ન હતી. ગાંઠ મડાગાંઠ બની ગઇ હતી. તેથી તેને છોડવાની જેમ જેમ કોશિશ તે કરતો તેમ તેમ તે વધુ ને વધુ મજબૂત બનતી જતી હતી.
હવે શું થાય ? દારુની તલપ વધતી જતી હતી. તેના હાથ-પગની નસો ખેંચાતી હતી. હવે એનાથી દારુ વગર જીવવું અશક્ય બની ગયું હતું. - સાળવીનો સ્વજન-પરિવાર તેની આવી કરુણ સ્થિતિ જોઈ શકતો ન હતો. તેથી પરિવારે તેને પ્રતિજ્ઞાનો ભંગ કરીને દારૂ પી લેવાની સલાહ આપી. પરંતુ સાળવીએ પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞાભંગ કરવાની અને તે રીતે દારૂ પીવાની વાતનો અસ્વીકાર કર્યો.
અંતે થોડાક સમય બાદ શુભ ધ્યાનમાં સાળવીનો આત્મા મૃત્યુ પામ્યો અને મરીને તે દેવલોકમાં દેવરુપે જન્મ પામ્યો.
અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને તેણે જ્યારે પોતાનો પૂર્વભવ જોયો ત્યારે પોતાને આવી પ્રતિજ્ઞા આપીને દારૂડિયામાંથી દેવ બનાવનાર ગુરુ ભગવંત પ્રત્યે તેને અત્યંત પૂજ્ય ભાવ પેદા થયો અને તે તુરંત ગુરુ મહારાજ પાસે આવ્યો.
વંદન કરીને ગુરુને કહે: “ભગવંત ! આપે મને આપેલી પ્રતિજ્ઞાનું સુંદર પાલન કરતાં હું દારુડિયામાંથી દેવ બન્યો. પાપમુક્ત બન્યો. પરંતુ પાપમાંથી મુક્ત બનેલો હું આપના ઉપકાર-ઋણમાં બદ્ધ બની ગયો છું. આપ મને કોઇ એવું મહાન કાર્ય સોંપો કે જેનાથી હું ઋણમુક્ત થઇ શકે.”
અને...ત્યારે ગુરુ મહારાજે તેને શત્રુંજય તીર્થની રક્ષા કરવાની પ્રેરણા કરી, ત્યારથી તે કદર્પ નામનો શત્રુંજય તીર્થનો અધિષ્ઠાયક બન્યો અને તીર્થરક્ષા કરીને ત્રણમાંથી મુક્ત થયાનો આનંદ માણવા લાગ્યો.
સત્સંગ કેવું અદભુત જીવન-પરિવર્તન કરવાનું સામર્થ્ય ધરાવે છે તેનું આ પ્રેરણાદાયી દૃષ્ટાંત છે ! શુભ-સંસ્કારોને જગાડવા સત્સંગ આવશ્યક :
પૂર્વના અનેક જન્મોમાં આપણા જીવાત્માને અનેક પ્રકારના સંસ્કારો મળેલા છે. એ સંસ્કારો શુભ પણ છે અને અશુભ પણ છે.