________________
હળવા થવાનું છે. અનુચિત-વ્યયનાં નુકસાનો :
મોટે ભાગે આજકાલ દેખાદેખીનાં પાપ બહુ ચાલી રહ્યાં છે. આજુબાજુવાળા પડોસીના ઘરે ફ્રીજ અને કલર ટી.વી. આવી ગયાં હોય અને પોતાના ઘરે તે સાધન-સામગ્રીઓ ન હોય તો તેનો સતત અજંપો રહે છે. તેને ઘરે જલદી કેવી રીતે લાવવાં ? તે માટેનો પ્રયાન નિરંતર ચાલુ થઇ જાય છે. એ માટે વધુ ધનની જરૂરિયાત ઊભી થાય અને એ માટે અન્યાય અને અનીતિનો માર્ગ પણ લેવાનું મન થયા વગર રહે નહિ.
આ રીતે અનુચિત-વ્યયના કારણે ઘણાં નુકસાનો ઊભા થવા લાગ્યાં. આવું દુઃસાહસ કદી ના કરો :
કેટલાક લોકો પોતાના વ્યાપાર-ધંધા વગેરેમાં પોતાની તમામ મૂડી રોકી દેતા હોય છે. ઉપરાંત બીજાના પણ પુષ્કળ પૈસા વ્યાજે લાવીને ધંધો કરે. પોતાની મૂડી પાંચ લાખની હોય અને પિસ્તાળીશ લાખ બીજાના લઇને પચાસ લાખનો વ્યાપાર કરે. પુય સલામત હોય ત્યાં સુધી તો ઠીક પણ પાપોદય જાગે અને બધું સાફ થઇ જાય તો શું થાય ?
ગૃહસ્થોએ આવું દુ:સાહસ કદી કરવું ના જોઇએ. આમ કરવાથી જો ધંધામાં નુકસાની આવે અને જ્યાં સુધી ગામનું દેવું ચૂકતે ના થાય ત્યાં સુધી ઊંઘ અને શાંતિ હરામ થઈ જાય અને જો તીવ્ર પાપોદયે દેવું ભરપાઈ ન થાય તો સમાજમાં પ્રતિષ્ઠા ખલાસ થઈ જાય. ધર્મ ઉપરનો અને ધાર્મિક વ્યક્તિઓ ઉપરનો વિશ્વાસ તૂટી જાય.
આજ કારણથી નીતિશાસ્ત્ર સંપત્તિના ચાર ભાગ કરવાનું જણાવ્યું. તેમાં જે એક ભાગ જમા ખાતે રાખવાનું છે કે, જે ધંધામાં નુકસાની આવે તોય આજીવિકાને વાંધો ન આવે. ચાર ભાગ પાડવાને કારણે મૂડી તો સલામત જ રહે.
જો આવકના પ્રમાણે જ વ્યય કરવામાં આવે તો કોઇ પ્રશ્ન જ ન રહે અને ઉપરોક્ત સંભવિત અનેક નુકસાનોમાંથી ઊગરી જવાય.
આટલી વાતોનો નિશ્ચિત નિર્ણય કરો :
૨૦૫