________________
જીવન-પરિવર્તનને પામ્યો હતો. ચાતુર્માસ કરવા ચોરપલ્લીમાં આવેલા આચાર્યદેવને સપરિવાર ત્યાં એ શરતે રહેવાની વંકચૂલે રજા આપી કે તેમણે તેને વંકચૂલને) ચાતુર્માસ સુધી ધર્મનો કશો જ ઉપદેશ ન આપવો અને આચાર્યભગવંતે તે શરત મંજૂર રાખી.
આચાર્યભગવંત વગેરે મુનિવરોના અતિ ઉત્તમ જીવન-વ્યવહારને જોઇને પ્રભાવિત થયેલો વંકચૂલ જ્યારે, ચાતુર્માસ બાદ આચાર્યભગવંત વિહાર કરવા લાગ્યા ત્યારે વળાવવા ગયો. વર્કચૂલની હદ જ્યાં પૂરી થઇ ત્યાં આચાર્યભગવંત ઊભા રહ્યા અને વંકચૂલને આજે ધર્મના બે શબ્દો સાંભળવાનું સૂચન કર્યું. આચાર્યશ્રી પ્રત્યે સદ્ભાવ પામેલા વંકચૂલે તે સૂચન સ્વીકાર્યું.
ત્યારે આચાર્યશ્રીએ તેને પ્રતિજ્ઞાનો પ્રભાવ સમજાવ્યો અને તેને યોગ્ય ચાર નિયમો સ્વીકારવાનું સૂચન કર્યું. ૧) જે ફળને તું જાણતો ન હોય તેવાં અજાણ્યાં ફળ તારે ખાવાં નહિ. ૨) કોઇ પણ જીવને મારવો તે પાપ જ છે પણ તે પાપ-ત્યાગ સંપૂર્ણપણે તારાથી
ન બને તો કોઇના ઉપર પ્રહાર કરવો હોય તો તે પહેલાં સાત-આઠ ડગલાં
પાછા હટવું. ૩) સંપૂર્ણપણે ઊંચો સદાચાર પાળવો. છતાંય તે ન જ બને તો રાજાની રાણી સાથે
તો અસદાચાર ન જ સેવવો. ૪) કોઇ પણ જાતનું માંસ ખાવું તે પાપ છે છતાં તે ન જ બને તો કાગડાનું માંસ
તો ન જ ખાવું.
* વંકચૂલને લાગ્યું કે આ નિયમો તો ઘણા સહેલા છે એટલે તેણે વિનયપૂર્વક બે હાથ જોડીને એ ચારેય નિયમો આચાર્ય મહારાજ પાસે લીધા અને એ ચારેય નિયમોનો અદભુત ચમત્કાર જુદે જુદે સમયે અનુભવીને વંકચૂલ અપૂર્વ પ્રતિજ્ઞાપાલક બનીને પોતાનું આત્મકલ્યાણ સાધી ગયો. કુસંગનો ત્યાગ કરો :
આપણને ઉત્તમ કોટિના સદગુરુઓ-સંતો મળવા છતાં આપણા જીવનમાં જો પરિવર્તન આવતું ન હોય, છ મિનિટ નહિ, બાર મિનિટ કે ચોવીશ મિનિટ નહિ, પરંતુ ચારસો દિવસ સુધી કે ચૌદસો કલાકો સુધી પણ જો સંતોનો સંગ