________________
ગ
૧
માર્ગાનુસારી ગુણોમાં છઠ્ઠો નંબર આવે છે ઃ નિન્દાનો ત્યાગ. * નિન્દા એટલે પોતાના સિવાયના જગતના શ્રેષ્ઠ, સજ્જન અથવા દુર્જન, કે કોઇ પણ માણસોની હલકાઇ કરતાં, તેમને ખરાબ વર્ણવતાં વચનો બોલવાં.
વચનો દ્વારા બીજાના ગુણો ઉપર, બીજાની સજ્જનતા ઉપર પ્રહારો કરવા તે નિન્દા છે. બીજાને ઉતારી પાડવાની કોશિશ કરવી તે નિન્દા છે.
બીજો ખરાબ છે એ નિન્દા દ્વારા જણાવીને આડકતરી રીતે હું સારો છું” એ બતાવવાનો નિર્દકોની ભાવના હોય છે. નિદા-કોઇનીય-ઉપાદેય નથી :
આથી જ જ્ઞાનીઓ કહે છે કે નિન્દા કોઇ પણ સંયોગોમાં સારી નથી. ઉપાદેય નથી. આચરવા જેવી નથી. પુરુષોની નિન્દા તો ત્યાજ્ય છે જ પરંતુ દુર્જન માણસોની નિન્દા પણ કરવી ન જ જોઇએ. - કોઇ એમ દલીલ કરે કે, “દુષ્ટ માણસોની દુષ્ટતાને રજૂ કરતી સાચી વાત કરવી તેમાં શો વાંધો ? તે કાંઇ નિન્દા થોડી કહેવાય ?” - આનો જવાબ એ છે કે સાડી સત્તરવાર વાંધો છે. પહેલી વાત તો એ છે કે દુષ્ટોની દુષ્ટતાને જાહેર કરવાનો ઇજારો લેવાની આપણને કોઈ જરૂર નથી. બીજી વાત એ છે કે નિન્દા-પછી ભલે તે દુર્જનની હોય કે સજ્જનની-કરવાથી આપણી જીભ ગંદી થાય છે. તેનાથી આપણું તો ચોક્કસ જ અહિત થાય છે. રામાપતિ મિશને મદનમોહનજીનો સુંદર જવાબ:
અહીં યાદ આવે છેબનારસના સુપ્રસિદ્ધ વિદ્વાન, મદનમોહન માલવીયા અને પંડિત રમાપતિ મિશ્રની વાત.
બંને વચ્ચે કોઇ કારણસર ભારે વિરોધ ચાલતો હતો, છતાં બંને પોતપોતાની રીતે ઘણા સજ્જન અને સદગુણી પુરુષો હતા.
એકવાર પંડિત રમાપતિએ કહ્યું “મદનમોહનજી ! આપ મને સો ગાળ દો તો પણ હું મારું મગજ નહિ ગુમાવું, આપ પ્રયત્ન કરી જુઓ.”
ત્યારે મદનમોહનજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો: “તમારી વાત જરુર સાચી હશે, પરંતુ તમારી સહિષ્ણુતાની પરીક્ષા તો સો ગાળ આપ્યા બાદ થશે,
છે