________________
આપણો જન્મ થઇ ગયો, એમાં વળી ઉપકાર કેવો ?”
છે ને કેવો વિકૃતિ-ભરપૂર સવાલ ! આજનું શિક્ષણ મેળવીને કોરો બુદ્ધિવાદી બનેલો યુવક શું આવા જ કુતર્કો કરશે ? પેલા ચિંતક પ્રતિભાશાળી હતા. તેમણે કહ્યું “દોસ્ત ! ભલે માની લઇએ ઘડીભર તારી વાત સાચી છે...પણ તને અને મને, તારી અને મારી માતા ગર્ભકાળમાં જીવવા દીધા, અને નવ-નવ , માસ સુધી પેટમાં લઇને માતા ફરી અને કારમી પીડા સહીને જન્મ આપ્યો અને આજ સુધી જીવતો રહેવા દીધો...એ આજના Abortion ક્રૂર અને કાતિલ જમાનામાં માતાનો ઉપકાર ખરો કે નહિ ?
“આપણા જીવનું ગર્ભાવસ્થામાં Abortion કરાવી નાખ્યું હોત તો એમનાં ભોગ-સુખોને ક્યાંય ઊની આંચ આવવાની ન હતી. પણ...“આપણે જીવતા છીએ એ જ એ માતા-પિતાનો કેવો અજબ ઉપકાર છે !”
યાદ રાખજો ઃ આવા સવાલો કરવા તે આજના અતિ-બુદ્ધિ-વાદની અને વિલાસિતાની વિકૃતિનું પરિણામ છે ! આપણે તેમાં તણાવું ન જોઇએ.
ગર્ભાવસ્થા દરમ્યાન પણ માતાએ આપણા માટે કેટ-કેટલી કાળજીચિંતા કરી હોય છે. માતાની કોઇ નાની-સરખી ભૂલ પણ બાળકના દેહને, મનને અને સંસ્કારોને ભારે મોટું નુકસાન કરી બેસતી હોય છે.
કલ્પસૂત્ર-ગ્રંથમાં સુબોધિકા ટીકાના કર્તા મહર્ષિ-પુરુષે ગર્ભવતી સ્ત્રીના અતિ રડવાના, હસવાના, અંજન આદિના અને કામસેવન વગેરેનાં કેવાં નુકસાનો બાળકને ભોગવવાં પડે છે તે વિસ્તારપૂર્વક જણાવેલું છે, જેને ભાવિક શ્રોતાજનો વ્યવસ્થિતપણે સાંભળતા હશે તો તેનો તેમને ખ્યાલ હશે. માતા-પિતા દ્વારા મળેલ દેહનું મૂલ્ય કેટલું?
આ બધી ચિંતાજનક સમય-સ્થિતિમાંથી આપણી માતાઓએ આપણને હેમખેમ પસાર કરી દીધા..અને આપણને સર્વાગપરિપૂર્ણ માનવ-દેહની ભેટ ધરી એ ઉપકાર શું ઓછો છે ? જો કોઇ શેઠ તમને ધંધામાં મદદ કરે..ધનસંપત્તિ આપે...કોઇ સસ્તા ભાડાનું રહેવાનું ઘર આપે...આપત્તિના કાળમાં કોઇ આપણને ધનથી, મનથી, હિંમત આપવા દ્વારા કે સમય અને શક્તિ દ્વારા આપણી મદદ કરે છે ત્યારે તે તે વ્યક્તિઓનો આપણે કેટલો ઉપકાર માનીએ છીએ. વિશિષ્ટ
૧૫૮