________________
નાંખ્યો...“બાપુજી ! મને માફ કરો...મેં બહુ મોટી ભૂલ કરી છે...સિગરેટના રવાડે હું ચડી ગયો છું...પરંતુ આજથી પ્રતિજ્ઞા કરું છું કે જિંદગીમાં સિગરેટને ક્યારેય હાથ પણ નહિ લગાડું !' આમ બોલતો બોલતો છોકરો બાપના પગમાં પડી ગયો...
બાપના આનંદનો પાર ન રહ્યો ! આ પરિણામના મૂળમાં શું ? વાતચીતની રજુઆત કરવાની કળા...! ધાકધમકીથી બાપ દીકરાને સિગરેટ છોડાવવા ગયો હોત તો કદાચ આવું પરિણામ ન પણ આવત ! ' આનો અર્થ એવો નથી કે ક્યાંય કોઇપણ બાબતનો આગ્રહ જ ન સેવવો !... સામી વ્યક્તિને પોતાનું હિત શેમાં છે એનો બિલકુલ ખ્યાલ જ ન હોય તો તેનો આપણા પ્રત્યેનો સદ્ભાવ જળવાઇ રહે એ ખ્યાલમાં રાખીને તેને ક્યારેક કડક શબ્દોમાં પણ કહી શકાય...! પરંતુ આવો વ્યવહાર કવચિત્ જ કરવાનો હોય ! રોજિંદી જિંદગીમાં આવા આગ્રહો સફળ બનતા નથી...એટલું જ નહિ, એ કદાગ્રહો સામી વ્યક્તિના દિલમાં આપણા પ્રત્યેનો રહ્યો-સહ્યો પણ સર્ભાવ તોડાવ્યા વિના રહેતા નથી...પછી પરિણામે સામી વ્યક્તિ વધુ ને વધુ બગડતી જાય
સંસારના મીઠા સંબંધોમાં પણ જો આવા કદાગ્રહો-હઠાગ્રહો આગ લગાડી દેતા હોય તો પછી આધ્યાત્મિક જગતમાં તો પૂછવાનું જ શું ?
એક વાત ખાસ સમજી રાખજો કે અભિનિવેશ મોટે ભાગે સામી વ્યક્તિઓને આપના પ્રત્યે દુર્ભાવ જ કરાવે છે...અને તેના કારણે પરિણામ એ આવીને ઊભું રહે છે કે સામી વ્યક્તિ આપણી સાચી વાત પણ સ્વીકારવા તૈયાર થતી નથી. બીજાને સન્માર્ગે લાવવાની પહેલી શરત આ છે કે તેને આપણા પર સદ્ભાવ હોવો જોઇએ...એટલે સામાને સન્માર્ગે લાવવાના પ્રયત્નોની સફળતાની મુખ્ય આધારશિલા છે સદ્ભાવ...અભિનિવેશ અર્થાત્ હઠાગ્રહ-કદાગ્રહ આ આધારશિલાને જ તોડે છે...જેવો સદ્ભાવ તૂટયો કે સામી વ્યક્તિને સન્માર્ગે લાવવાના પ્રયત્નો પર ખંભાતી તાળાં લાગી ગયાં સમજો ! અભિનિવેશ દ્વારા શું કમાયા ? પુણ્ય જોર કરતું હોય તો આપણા આગ્રહ પાસે સામી વ્યક્તિ કદાચ દબાઈ પણ જાય પરંતુ તેટલા માત્રથી આપણે તેના દિલમાં સ્થાન નથી મેળવી શકતા... એ તો અવસર આવ્યે ખબર પડે છે...
(૩૩૫