________________
ગઇ. તેણે છેલ્લામાં છેલ્લી ફેશનનાં કપડાં પહેરેલાં હતાં. તે કપડાંમાં તેનાં અંગોનું પ્રદર્શન થઇ રહ્યું હતું. તેની આ સેકસી અદાએ અને ઉત્તેજિત વસ્ત્રોએ મારામાં સૂતેલી વાસનાને સળવળાવી મૂકી. હું તેનો શિકાર બની બેઠો અને આવું અકાર્ય કરી બેઠો. હવે આપ સાહેબને જે સજા ફરમાવવી હોય તે ફરમાવો. હું તે ભોગવી લેવા તૈયાર છું.”
કોર્ટ ચિક્કાર મેદનીથી ભરાયેલી હતી. યુવકના નિવેદનને સાંભળી સહુ આશ્ચર્યમાં ડૂબી ગયા. તે જ વખતે ન્યાયાધીશે તે કન્યાને, બની ગયેલા પ્રસંગ સમયે જે વસ્ત્રો તેણે પહેર્યા હતાં તે જ વસ્ત્રો પહેરીને કોર્ટમાં હાજર થવાનું જણાવ્યું. તે કન્યાનું ઘર બાજુમાં જ હોવાથી કન્યા તે જ વસ્ત્રોને તે જ રીતે પહેરીને કોર્ટમાં હાજર થઈ.
ન્યાયાધીશે તે કન્યાને ઝીણવટભરી નજરે જોઇ. અને બીજે દિવસે ચુકાદો આપવાની વાત કરી. બીજે દિવસે ન્યાયાધીશનો ચુકાદો આ પ્રમાણે હતો.
“બળાત્કારના આ કેસમાં દેખીતી રીતે જ આ યુવક ગુનેગાર છે. પોતાના ગુનાની તેણે કબૂલાત પણ કરી છે. આમ છતાં આ યુવકને હું નિર્દોષ જાહેર કરું છું. કારણ કે હું એમ માનું છું કે આ યુવક કરતાં પણ અપેક્ષાએ વધુ ગુનેગાર આ યુવતી છે. જેણે પોતાના ઉભટ વેશના પરિધાન દ્વારા યુવકના મનમાં રહેલી જાતીયવાસનાને ઉત્તેજિત કરી મૂકી. હું તો ત્યાં સુધી કહીશ કે..આ યુવકની જગ્યાએ કદાચ હું હોત તો હું પણ આવું જ અપકૃત્ય કદાચ આચરી બેઠો હોત.
આથી જ બળાત્કારના આ કિસ્સામાં આ યુવકને હું બા-ઇજ્જત છોડી મૂકું છું. એટલું જ નહિ પરંતુ યુવતીને છ મહિના જેટલી સજા કરું છું. તદુપરાંત સમાજના ચારિત્રની તંદુરસ્તી ઇચ્છનારા સહુ કોઇને હું વિનંતી કરું છું કે જો આપણે સમાજમાંથી આવાં અકાર્યોને નાબૂદ કરવા માગતા હોઇએ તો તેના મૂળમાં રહેલા-આવા ઉભટ વેશનાં પરિધાન આપણા બાળકોને કદી ન કરાવવાં. અશ્લીલ સિનેમાઓ અને અશ્લીલ સાહિત્ય આ તમામ ઉપર પ્રતિબંધ મુકાવો જોઇએ. એ વગર સમાજમાં સારા ચારિત્રનું નિર્માણ આપણે હરગિઝ કરી નહિ શકીએ.”
પાશ્ચાત્ય-સંસ્કૃતિમાં ઉછરેલા એક ન્યાયાધીશની જ્યારે આટલી ઊંડાણભરી વિચારણા હોય ત્યારે આપણે, ભારતીય સંસ્કૃતિના મહાન વારસામાં જ જન્મેલા
હકક
૨૧૩