________________
અને આપને “બીજના ચાંદ' કહ્યા તેથી આપ ખફા થયા છો ને ?
: “પણ જહાંપનાહ ! મેં જે કહ્યું છે તે બિલકુલ બરોબર છે. પૂનમનો ચાંદ પછીના દિવસથી ક્ષય તરફ આગળ વધી રહ્યો હોય છે. તેથી મેં તે રાજાને આડકતરી રીતે એમ જણાવ્યું કે હવે આપ અસ્ત તરફ જઇ રહ્યા છો. જ્યારે અમારા રાજા અકબર તો બીજનો ચન્દ્ર છે. (સુદ પક્ષની) બીજનો ચન્દ્ર તો નિરંતર વૃદ્ધિ પામતો જતો હોય છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે અકબર દિન-પ્રતિદિન પ્રગતિ સાધી રહ્યા છે.”
બિરબલના આ જવાબથી અકબર ખુશખુશાલ થઇ ગયો અને બિરબલને ભેટી પડ્યો. આત્મહિતલક્ષી બુદ્ધિ જ પ્રશંસનીય :
જે સૂક્ષ્મ બુદ્ધિના સ્વામી હોય છે તે પ્રસંગને અનુકૂળ અને અનુરુપ એવી ચમત્કૃતિ દેખાડતા હોય છે કે જે ખરેખર બેનમૂન હોય છે.
પણ જ્ઞાની પુરુષો કહે છે કે જે બુદ્ધિ દ્વારા આત્માનું હિત સધાતુ હોય...આત્મા પરમાત્મ-પંથે પ્રગતિ સાધી શકતો હોય તે જ બુદ્ધિની પ્રશંસા કરજો...બીજીસંસારપક્ષી અને સંસારસુખલલી બુદ્ધિની કદિ નહિ.
ચાલો ત્યારે...આપણે પણ આત્મલક્ષી અને આત્મહિતલક્ષી બુદ્ધિના સ્વામીઓનાં વખાણ કરીએ અને એવી જ બુદ્ધિને પામવા પ્રયત્નશીલ બનીએ.
આત્માના પ્રત્યેક પ્રદેશોને નિર્મળ બનાવવા બુદ્ધિને પ્રભુની સાથે જોડો. • બહિંયાત્રા બુદ્ધિથી ચાલે છે અંતરયાત્રા/શ્રદ્ધાથી ચાલે છે... • જીવનમાં પુણ્ય દૃષ્ટિ કેળવજો. • મૃત્યુમાં મંગલ દૃષ્ટિ રાખજો... • સુખમાં પ્રસાદ દષ્ટિ રાખવી... • દુ:ખમાં ભાવ દૃષ્ટિ સજાવવી... • પ્રભુમાં પ્રેમ દૃષ્ટિ કેળવવી... • સ્ત્રીમાં પવિત્ર દૃષ્ટિ રાખવી. • સૃષ્ટિમાં કાવ્ય દૃષ્ટિ સમજવી... • જીવોમાં ભદ્ધ દૃષ્ટિ રાખવી...
કાંઈક
૨૪૨