________________
બીજાની ખરાબ ચેષ્ટાઓને જોશો નહિ અને ત્રીજો વાંદરો કાન ઉપર હાથ મૂકીને એમ જણાવે છે : બીજા નિન્દા કરતા હોય ત્યારે તે તમે સાંભળશો નહિ. નિદાથી થતાં અનેક નુકસાનો : ૧) પારકાની નિન્દા અને પોતાની પ્રશંસા કરવાથી ક્રોડો ભવો થવા છતાં ન છૂટે
તેવું ચીકણું નીચ ગોત્ર કર્મ બંધાય છે. મરીચિના ભવમાં અભિમાન કરીને ભગવાનશ્રી મહાવીરદેવના આત્માએ ભારે ચીકણું નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું.
જેના કારણે પ્રભુને વ્યાસી દિવસ સુધી દેવાનદાની કૂખે રહેવું પડયું હતું. ૨) નિન્દક માણસને શત્રુ ઘણા હોય. આથી તેને હંમેશાં જાનનું જોખમ હોય.
વળી, તેના શત્રુઓ તેના કામમાં હંમેશાં પથરા ફેંકતા હોય. તેથી તેને કામ
કરવામાં ઘણી મુશ્કેલી નડે. ૩) નિન્દા કરવાથી એક દુષ્ટ સ્વભાવ કેળવાય છે જે ક્યારેક પોતાના ઉપકારીઓ
સુધ્ધાંને છોડતો નથી. ૪) નિન્દાના કારણે અંહકાર અને ઇર્ષ્યા વગેરેને સતત પુષ્ટિ મળ્યા કરે છે. ૫) નિન્દા કરવાના સ્વભાવવાળો માણસ વાસ્તવિક રીતે ધર્મ કરવાને લાયક રહેતો
નથી. ૬) જેની તમે નિન્દા કરો તે માણસ સુધરવાને બદલે વધારે વકરે છે. ૭) જે દુર્ગુણની તમે નિન્દા કરો તે દુર્ગુણ તમારામાં પ્રવેશ પામી જાય છે.
આ અને આવા અનેક કારણોસર જીવનમાંથી નિન્દાના પાપને વહેલી તકે તિલાંજલિ આપવી જોઇએ.
દાન એ ધનનું આભૂષણ છે.
શીલ એ દેહનું આભૂષણ છે. તો સત્ય એ વાણીનું આભૂષણ છે.
૧૧૪