________________
જવું પડે તેમ નથી. સંસ્કૃતિનાશક વિચારો :
કેટલાક સંસ્કૃતિનાશક વિચારોના આ છે નાદરણીય નમૂના :
(૧) પોતાના સુખ અને સગવડતાની ખાતર છૂટાછેડા. (Divors) લેવામાં કશું ખોટું નથી.
(૨) સંતતિને અટકાવવા માટે બ્રહ્મચર્યનું પાલન આજે અશક્ય છે. તેથી ગર્ભપાત અને ગર્ભનિરોધ અપનાવવા જ જોઇએ.
(૩) કરોડો પશુઓની કતલ કરીને, તેને મારીને તેનો નિકાસ કરીને ભારત સરકારે હૂંડિયામણ કમાવવું જ જોઇએ. (અને સરકાર તેમ કરે જ છે.) (૪) પુરુષને જેટલી અને જેવી સ્વતંત્રતા છે, તેવી અને તેટલી સ્વતંત્રતા સ્ત્રીને પણ આપવી જ જોઇએ. `ન સ્ત્રી સ્વાતન્ત્યમતિ' વગેરે જૂનાં ઋષિવચનોને વર્તમાનયુગમાં ‘અનફીટ’ હોવાથી ફગાવી જ દેવાં જોઇએ. ભલે પછી એમ કરતાં સ્ત્રીનું શીલરુપી અમૂલ્ય-ધન લુંટાઇ જતું હોય તોય વાંધો નહિ. ‘શીલ’ ને ગૌણ કરીને બીજાં અનેક ભૌતિક સુખ-સગવડો મળતાં હોય તો મેળવી જ લેવાં જોઇએ. સૌંદર્ય સ્પર્ધાઓ યોજો.
(૫) વર્ણ-વ્યવસ્થા વગેરે વર્તમાન-યુગમાં સાવ નકામાં છે. છૂત-અછૂતની માન્યતાને સંપૂર્ણપણે ફગાવી દેવી જ જોઇએ.
(૬) ગરીબીથી અને ભયંક૨ બીમારી વગેરેથી પીડાતા / પીસાતા બીમારોને તથા ઘડપણથી ત્રાસ પામતાં ઘરડાં માણસોને મારી નાખવાથી તેમને ‘છુટકારો મળે છે. તેથી તેમને મારી નાખવા તે ‘અનુકંપા-પ્રેરિત મૃત્યુ' હોવાથી તેમ કરવામાં ‘દયા' જ છે.
(૭) અત્યારનો જમાનો Fast છે. દરેક વસ્તુ Fast થવી જોઇએ. આયુર્વેદ કોઇ પણ રોગને જલ્દીથી મટાડવા માટે અયોગ્ય છે. તે માટે તો એલોપેથિકપદ્ધતિ જ શ્રેષ્ઠ છે. આથી એલોપેથિક દવાઓનો જ પ્રચાર કરવો જોઇએ.’’
આ અને આવા અનેક કુવિચારોનો બુદ્ધિવાદીઓ દ્વારા એટલા જોરશોરથી અને એટલા વેગથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આજે આ વિચારોની
૨૩૬