________________
(૫) ઘરની સજાવટ સંસ્કાર પોષક :
ઘર કેવું હોવું જોઇએ ? એના જવાબમાં ઘણા દરવાજાવાળું કે એક જ દરવાજાવાળું ન હોવું જોઇએ. એ જેમ પૂર્વે કહ્યું, તેમ ઘરની અંદર સજાવટ વગેરે પણ વિકારોત્તેજક નહિ હોવાની વાત પણ સમજી લેવી જોઇએ.
અયોગ્ય દશ્યો, નટ-નટીઓના ફોટાઓ, જેનાથી વિકાર-વાસનામાં વૃદ્ધિ થાય તેવા દ્રશ્યોવાળા ફોટાઓ વગેરેથી ઘરને શણગારવું જોઇએ નહીં. '
કેલેન્ડરો, ફર્નિચર અને શોકેસ વગેરે પણ બીજાને ધર્મ પમાડે તેવાં જોઇએ.
આજે પણ ઘણા શ્રાવકોના ઘરમાં શોકેસમાં મેના-પોપટ અને કપ-રકાબી મૂકવાને બદલે, રજોહરણ પાત્રો અને ચરવળો-કટાસણું તથા જ્ઞાનનાં સાધનો અને પુસ્તકો જોવા મળે છે. જેને જોતાં જે ચારિત્રની યાદ આવે. આ ઉત્તમ સજાવટ કહેવાય.
ઘરમાં દીવાલ ઉપર ભવ્ય શત્રુંજયનો ફોટો કે નવકાર-મંત્ર વગેરે લગાવેલા હોય તો ઘરમાં પ્રવેશ કરતાં જ સાધુ-સાધ્વીને કે બીજા શ્રાવકોને ખબર પડી જાય કે આ શ્રાવકનું જ ઘર છે. જો નટ-નટીઓના ફોટાઓ હોય તો શી ખબર પડે કે આ કોનું ઘર છે ? (૬) ઘર જિનાલય-ઉપાશ્રયની પાસે જોઇએ ?
દિવસના બીજા કે ત્રીજા પ્રહરે, બાજુના શિખરબંધી જિનાલયની ધજાનો પડછાયો ન પડે તેવું ઘર જોઇએ. હા..જો ઘર અને જિનાલયની વચ્ચે એક મોટર પસાર થઈ જાય તેટલો વિશાળ રસ્તો હોય તો ધજાના પડછાયાનો બાધ નથી.
ઉપરોક્ત વિધાન એમ સૂચવે છે કે ઘર જેમ ઉત્તમ પડોસમાં જોઇએ તેમ જિનાલય અને ઉપાશ્રયની બાજુમાં હોવું જોઇએ.
'જિનમંદિર નજદીકમાં હોય તો ક્યારેક મોડું થાય તો પણ જિનપૂજા વગેરેથી વંચિત ન રહી જવાય. સાંજે પણ જિનદર્શન-વંદનનો લાભ મળે.
ઉપાશ્રય નજદીકમાં હોય એટલે સાધુ અગર સાધ્વીજી મહારાજનો સંજોગ હોય ત્યારે ગોચરી-પાણી વહોરાવાનો-સુપાત્રદાનનો લાભ અવશ્ય મળે. મુનિજનોનો
૧૩૭