________________
બસ...પ્રભુ વીરના આ ચાર વચનો અનિચ્છાએ પણ રોહિણયથી સંભળાઇ ગયાં. પિતાની આજ્ઞાનો ભંગ થઇ ગયો...‘વીર-વાણી ન સાંભળવાની પિતૃઆજ્ઞા હતી તેનું ઉલ્લંઘન થઈ ગયું...આ વાતોનો રૌહિણેયના મનમાં ભારે અફસોસ થવા લાગ્યો...પણ...હવે શું થાય ?
આ બાજુ રોહિણેયની જંગી ચોરીઓથી ત્રાસી ગયેલા નગરના શેઠિયાઓએ શ્રેણિક પાસે ફરિયાદ કરી: “રાજનું ! આપના જેવા મહાન રાજવીના રાજ્યમાં એક ચોર રોજ-બરોજ જંગી ચોરીઓ કરી જાય છે...છતાં આપના સિપાહીઓ કાંઇ કરી શકતા નથી. તો હવે અમારે આ રાજ્યમાં સુખે જીવવું શી રીતે ?''
ત્યારે રાજાએ કોટવાળ વગેરેને બોલાવીને ખખડાવી નાંખ્યા...અને કોઇ પણ ઉપાયે ચોરને તાબડતોબ પકડવા હુકમ કર્યો. ત્યારે કોટવાળે જ ફરિયાદ કરતાં કહ્યું “મહારાજ ! શું કરીએ ? આ ચોર કોઇ જાદુગર જેવો છે. અમે તેને પકડવા ઘણી કોશિશ કરી છે. પરંતુ તે દર વખતે અમને હાથતાલી દઇને છૂ થઇ જાય છે. વીજળીના ઝબકારા જેવો છે તે. આપ ચાહો તો અમારી નોકરી ઝૂંટવી શકો છો. પણ અમારાથી તે ચોર પકડાતો નથી.”
રાજા શ્રેણિક વિમાસણમાં પડી ગયા. તેમણે પોતાના પુત્ર અને મહાન મેઘાવી મંત્રી અભયકુમારને હુકમ કર્યો કે : “એ ચોરને કોઇ પણ રીતે પકડી
લાવો.”
અભયકુમારે પોતાની આખી સેના દ્વારા નગરને ઘેરો ઘલાવ્યો...રોહિણેયને આ વાતની જાણ ન હતી તેથી નગરમાં ઘૂસ્યો કે તરત જ તેને કોટવાળ વગેરેએ પકડી લીધો...અને રાજા સમક્ષ હાજર કર્યો.
ક્રોધાંધ બની ગયેલા શ્રેણિકે હુકમ કર્યો : “આ બદમાશને ફાંસીના માંચડે ચડાવી ઘો...” પણ ત્યાં જ બુદ્ધિનધાન અભયકુમાર ઊભા થઈ ગયા. તેણે શ્રેણિકને વિનંતી કરતાં જણાવ્યું “રાજનું ! આ એ જ ચોર છે...એનો આપણી પાસે છે કોઈ પુરાવો ? એ કોઈ મુદ્દામાલ સાથે પકડાય તો જ તેને આપ શિક્ષા કરી શકો. નહિ તો આપ “અન્યાયી ગણાશો.”
રાજા અભયકુમારની વાત સાંભળી વિચારમાં પડી ગયા. તેમણે રોહિણયને