Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 384
________________ ગુણ ૨૮ : લોકપ્રિયતા લોકપ્રિયતાનો સીધો અર્થ છે લોકોના હૈયામાં સ્થાન મળવું. સદ્ભાવ પામવું, પ્રેમ જીતવો. આપણા ઔચિત્ય ભર્યા, વિવેકી, ઉદાર, ન્યાયી અને મર્યાદાબધ્ધ ભલા આચારથી / વર્તાવથી દિલ જીતી શકાય છે. લોકપ્રિયતા માટે પાંચેક ગુણ કેળવવા ખૂબ અનિવાર્ય છે. ૧) નિંદાનો ત્યાગ : જીવનમાં કલેશ અને કંકાસની હોળી સળગાવનારું ભયંક૨ પાપ છે નિંદા. ગુણવાનો પ્રત્યે દ્વેષ કરાવે. અઠ્ઠમ કરવી સહેલી પણ ત્રણ દિવસ કોઇ નીચ નિંદા ન કરવી અતિ કઠિન છે. નિંદા એ ઇર્ષ્યાનું પ્રગટી ક૨ણ છે. નિંદા કરવી નહિં તેમ સાંભળવી પણ નહિ. અધમ અને ક્ષુદ્રકક્ષામાંથી જે બહાર નીકળે તેજ સાચો લોકપ્રિય બને. ન ૨) નિંદ્યપ્રવૃત્તિનો ત્યાગ ઃ લોકપ્રિય થવામાં નિંદા જેમ બાધક તેમ નિંદા પ્રવૃત્તિ પણ બાધક છે. જે પાપો ડંખતા દિલે થતા હતા તે પાપો મજેથી થઇ જાય. જુગાર, હોટેલ, બાર ચલાવવું, દેશદ્રોહી પ્રવૃત્તિઓ, સાતેય વ્યસનની પ્રવૃત્તિઓ, વિશ્વાસઘાત, ઉપકારી પ્રત્યે ઉધ્ધતાઇ ભર્યું વર્તન આ બધુ નિંઘ પ્રવૃત્તિ છે. ઝેર ખાનારો કદાચ બચી જાય પણ આ પ્રવૃત્તિઓમાં પડનારો ગુણને ટકાવી રાખે તે કોઇ કાળે સંભવિત નથી. ૩) દાનરુચિ ઃ ઉદારતા એ તો સઘળા ધર્મોની જનેતા છે. ઉદારતા મૈત્રી વધારે શીલવાન બનાવે. દુશ્મનાવટ તોડે અને લોકપ્રિય બનાવે. લોકપ્રિય બનવા ‘દાન'ના ઉગમને અમલીકરણ બનાવો. બીજાના દુ:ખે દુ:ખી બનવા જેટલું આપણું દિલ કોમળ બને ત્યારે જ દાનરુચિ ઊભી થાય. સંપત્તિની કાતિલ મૂર્છા રાખનારો લોકપ્રિય થાય તે સંભવ નથી. :: ૪) વિનય : લોકપ્રિય આત્મા વિનયી તો હોય ! માન વિનયનો નાશ કરે છે. ઝૂકી જનારા દુનિયામાં જીતી ગયા છે. અકડ રહેનારા હારી ગયા છે. આરાધનાઓનું પ્રવેશ દ્વાર વિનય છે. પ્રસન્ન વાતાવરણ સર્જવાની તાકાત વિનયમાં છે, અત્ર-તત્ર-સર્વત્ર લોકપ્રિય બનાવે. ૫) શીલવાન ઃ ઉદાર હોય, વિનયવાન પણ હોય પણ આચારના ઠેકાણાં ન હોય તો તે લોકપ્રિય ન બને. શીલ એટલે સદાચાર, શીલ એટલે ૩૭૭

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394