________________
‘મીઠાશ કેટલી છે એની તો ખબર નથી પણ તમે એટલા દૂ૨ જાઓ તો ત્યાંથી તમારા આલાપનો અવાજ અહીંયાં જરા પણ ન આવે અને અમે શાન્તિથી સૂઇ શકીએ...' પડોશીએ જવાબ આપ્યો.
સંગીતકાર શું બોલે ?
આ શું ? બળાબળની વિચારણાનો અભાવ ! આ તો ઠીક છે કે પડોશીએ પોતાની કહેવાની વાત વ્યંગમાં જણાવી દીધી...નહિતર તો અડધી રાતે ઊંઘ બગડે તો કદાચ લાફોય મારી દે અને પછી તેમાંથી ભયંકર મારામારીય શરુ થઇ જાય !
માત્ર સંગીત માટે જ નહિ, મોઢામાંથી નીકળતા બોલ બોલતા પહેલાય પોતાનું ગજું વિચારવું જોઇએ કે હું જે કાંઇ બોલું છું તેમાં મારું સ્થાન ક્યાં ? બોલેલું પાર પાડવામાં મારું ગજું કેટલું ?...બોલ્યા પછી પરિણામ જે આવે તે ભોગવવાની મારી પહોંચ કેટલી ? આ વિચારીને જો બોલાય તો પોતાના મોભા કે દરજજા બહારનું વચન ન નીકળે...તેમ કાયમી વિરોધ-શત્રુ ઊભું કરનારું વેણ ન બોલાય !
સહેજ નજ૨ ફેરવો ચારેય બાજુ ! વ્યક્તિગત જીવનમાં...તેમજ સામાજીક ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે સર્જાઇ રહેલી અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિ આવા જ કો'ક કારણને આભારી છે...મનમાં તરંગ આવ્યો કે તુર્ત પ્રવૃત્તિ ચાલુ કરી દીધી...મનમાં સ્ફુરણા થઇ કે તુર્ત બોલવાનું ચાલુ કરી દીધું...મનમાં વિચાર જાગ્યો કે તરત જ ધંધામાં ઝંપલાવી દીધું !...એની પાછળની પોતાની તાકાત વિચારી જ નહિ અને પછી ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવ્યું ત્યારે રોવા બેઠા !
આજના કાળની અનેક પ્રકારની અશાન્તિઓ આ ગુણના પાલનના અભાવને આભારી છે...‘બાજુવાળાએ પોતાના ઘરમાં આવેલ લગ્ન પ્રસંગે રુપિયા લાખ ખર્ચ્યા તો તેનો સમાજમાં વટ પડી ગયો તો લાવ, હુંય વટ પાડવા રુપિયા લાખ ખર્ચી દઉ...' બસ, આ વિચારને અમલમાં મૂકવા પછી દેવું કરે...આડા રસ્તે
૩૬૬