________________
“પોતાની પ્રશંસા કરવી નહિ અને બીજાની નિન્દા કરવી નહિ.” આ તો આપણી સંસ્કૃતિના પાયાના ગુણો હતા અને કદાચ આથી જ પૂર્વના કાળના રાજાઓ જ્યારે સ્વયંવરમાં જતા ત્યારે તેમના ગુણોની વાત, સ્વયંવરા કન્યા પાસે બીજી દાસી વગેરે કરતી. રાજાઓ પોતે પોતાના ગુણો-શૂરવીરતા, સામ્રાજ્ય અને સદાચાર વગેરે-પોતે કદી ન કહેતા. ત્યારે....ત્રણે આંગળી તમારી તરફ :
બીજાની નિન્દા કરતાં જ્યારે તમે તેના તરફ આંગળી ચીંધો છો, ત્યારે બાકીની ત્રણ આંગળીઓ તમારી તરફ થાય છે. આ વાત એમ સૂચવે છે કે તમે જેની નિન્દા કરો છો, જેના દોષની વાતો કરો છો તેના કરતાં ત્રણ ગણા દોષપાત્ર તમે છો.
હવે તમને બીજાની નિન્દા કરવાનો શો અધિકાર છે ? જો આપણી જાત જ અસંખ્ય દોષોથી ભરેલી છે તો બીજાના દોષોની પંચાત કરવાનો આપણને કોઇ અધિકાર મળતો નથી. કબીરે કહ્યું છે :
માઁ સમ કૌન કુટિલ, ખલ, કામી... જિસને યહ તનુ દિયો, ઉસકો હિ વિસરાયો, ઐસો નિમકહરામી !!”
“મારા જેવો કુટિલ, ખલ (લુચ્ચો) અને કામ બીજો કોણ છે, જેણે આ દેહ મને આપ્યો. ભગવાને જ આ દેહ વગેરે આપેલું છે, એવી વૈદિક માન્યતાઅનુસાર આ વાક્ય છે એને જ હું ભૂલી ગયો, એવો નિમકહરામી હું છું.”
આ તમામને કદાચ લાગુ પડી જાય એવી વાત છે. જો આપણી જાત કદાચ કુટિલ, દુષ્ટ અને કામી છે તો આપણે કદી બીજાના તેવા જ કે બીજા પ્રકારના દુર્ગુણો પરત્વે ધિક્કાર કેળવવાના અધિકારી નથી.
જો આપણે કાચના જ ઘરમાં રહીએ છીએ તો બીજાના કાચના ઘર ઉપર પથ્થર મારીને આપણે કોઈ જ ફાયદો કાઢવાના નથી. સ્વયં પાપ બીજાને કેમ નિ?
એક બાઇએ એક પુરુષ સાથે દુરાચાર સેવ્યો હતો. તેનું તે પાપ જાહેર થઇ ગયું. તેથી ગામના પંચાતિયાઓએ તેને જાહેરમાં ઊભી રાખી લોકો દ્વારા
o૮]