________________
આજ કારણથી આવક અનુસાર જ ખર્ચ કરવો જોઇએ. એમ કરતાં યોગ્ય બચત પણ થાય અને ધર્મમાર્ગમાં પણ ઉચિત અને યથાશક્તિ ધનવ્યય કરી શકાય અને જો તેમ બને તો આ જન્મ પ્રસન્નતાપૂર્વક પસાર થાય અને પરલોક પણ સુખભરપૂર તથા ધર્મપ્રાપ્તિવાળો બની જાય...અને પરંપરાયે પરલોક (મોક્ષ)ની પ્રાપ્તિ પણ સરળ બને.
માટે જ સોડ પ્રમાણે સેજ તાણીએ” એ વડીલોની હિતશિક્ષાને ધ્યાનમાં રાખીને “ઉચિત-વ્યય ગુણને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપીએ.
તારી પોતાની ગઇકાલ કરતાં આજ સુધાર... વિષયદુષ્ટ અને કષાયદુષ્ટ બન્ને સંસાર માટે નાલાયક છે. અતિ રાગી અને અતિ દ્વેષી બન્ને સંસાર માટે નાલાયક છે. ભાગ્યને ભોગવવાના ભવ ઘણા છે પણ ભાગ્યને ઘડવાનો ભવ આ એક જ
• તિર્યંચોની વૃત્તિ જીવન ટકાવવા માટે હોય છે. જ્યારે મનુષ્ય ગતિ જીવન
સુધારવા માટે છે. • મનનું રક્ષણ મંત્ર કરે છે. જ્યારે દષ્ટિનું રક્ષણ મૂર્તિ કરે છે. • સદા, સર્વદા, સર્વત્ર પ્રભુના નામનું અવિસ્મરણ એજ સાચું દર્શન છે. • હે પ્રભુ!
જીવીશ તો તારી માટે જીવીશ અને મરીશ તો તારી પાસે આવીશ... નયનમાં આજ સુધી ઇર્ષાના, કેષના, દુર્ભાવના, વાસનાના, ક્રૂરતાના ઝેર સંઘરીને તો આપણે અનંતાભવ પસાર કર્યા. આવો, આ ભવમાં નયનોમાં ઇર્ષાદિના સ્થાને કરુણાના, વાત્સલ્યના, સ્નેહના, સહૃદયતાના અમૃતને ગોઠવી દઇએ.
૨૦૮