________________
તમે તો બિલકુલ નિર્દોષ છો.”
એમ ?' તમે આનો ખુલાસો સવારના જ કરી દીધો હોત તો ?'
એવું છે ને કે એક જણને બદનામ કરવાનો આનંદ તો તમે લૂંટી લીધો, હવે બીજાને શા માટે બદનામ કરવો ?...હું તો જેવો છું તેવો જ છું સન્માનના સુખને અને અપમાનના દુ:ખને મેં સારી રીતે પચાવી જાણ્યા છે...' સંન્યાસીએ જવાબ આપ્યો...
- જવાબ સાંભળનારા શું બોલે ? સંન્યાસીના ચરણોમાં પડ્યા...સંન્યાસીની માફી માગી રડતી આંખે વિદાય થયા !..
ગુણમય જીવનની આ કઠોર વાસ્તવિકતા છે...એવા જીવનના સ્વામી બનવા માટે કેટકેટલી જાતની અગ્નિ પરીક્ષામાંથી તમારે પસાર થવું પડશે એની કલ્પનાય થાય તેમ નથી હા...એ અગ્નિ પરીક્ષા તમને વધુ ને વધુ વિશુદ્ધ બનાવતી જશે તેમાંય શંકા નથી...!
છે તૈયારી આવી પરીક્ષામાંથી પાસ થવાની ?
બાકી એક વાત ભૂલશો નહિ..કથીર ક્યારેય અગ્નિપરીક્ષા માટે તૈયાર હોતું નથી જ્યારે કંચન અગ્નિપરીક્ષા માટે ક્યારેય ઇન્કાર કરતું નથી...કારણ કે કથીરને પૂરો ખ્યાલ હોય છે કે અગ્નિ મને ઓગાળી નાખ્યા વિના નહિ રહે...જ્યારે કંચનને પૂરી ખાતરી હોય છે કે અગ્નિ મને વિશુદ્ધ બનાવ્યા વિના નહિ રહે !
સાધનાના જીવનમાં આવતા આ બધા કષ્ટોના અગ્નિ સામે આપણે જો કથીર જેવા પૂરવાર થશે તો જીવન હારી જઇશું અને કંચન જેવા પૂરવાર થશું તો આત્માને વિશુદ્ધ બનાવીને જ રહેશે !
હા...એટલું ખરું કે પ્રત્યેક જનમમાં આપણે અંધારા સાથે જ સંબંધ બાંધ્યો છે અને એટલે પ્રકાશ જોતાં જ આપણી આંખો બંધ થઇ જાય છે...પણ આ જનમમાં પ્રકાશ જોવા માટે આપણી આંખોને આપણે પ્રયત્નો કરીને પણ તૈયાર કરવી જ પડશે ! આંખનો અંધાપો હજી કદાચ ચલાવી લેવાય પણ અજ્ઞાનનો અંધાપો એક પળ પણ ચલાવી શકાય નહિ...કારણ કે અંધાપાએ તો અનાદિનું સંસાર પરિભ્રમણ અકબંધ રાખ્યું છે...એને હવે તોડયે જ છૂટકો છે...