________________
પ્રતિજ્ઞા પણ સલામત અને વચન પણ અભંગ ! બાકી પ્રતિજ્ઞા કે વચન બંનેમાંથી એકેયનો ભંગ તો થવા ન જ દેવાય.'’
અને એ જ સમયે રાજા ચન્દ્રયશે કેડેથી કટારી કાઢીને પોતાના ગળે ઝીંકી
દીધી.
પણ...આ શું ? રાજાનું મૃત્યુ કેમ ન થયું ? બીજીવાર...ત્રીજીવાર...એ જ રીતે ગળા ઉપર કટારી ઝીંકી છતાં રાજા ન મર્યો.
ત્યારે...તે જ પળે પેલી બંને દેવીઓ પોતાના મૂળ સ્વરુપમાં પ્રગટ થઇ અને રાજાને કહેવા લાગી: “રાજન્ ! તમારી પરીક્ષા ક૨વા જ અમે આ બધું નાટક કરેલું...આપની પ્રતિજ્ઞાના પાલનમાં અદભુત દૃઢતા જોઇને અમે ખરેખર પ્રસન્ન બની ગઇ છે.''
રાજા ચંદ્રયશને ભાવભર્યા પ્રણામ કરીને બંને દેવીઓ ત્યાંથી વિદાય થઇ
ગઇ.
કેવી વંદનીય રાજા ચંદ્રયશની પાપભીરુતા ! જેણે પ્રતિજ્ઞાભંગના પાપને આચરવાને બદલે મોતને વ્હાલું ગણ્યું !
પાપભીરુ બનવા પરલોકદૃષ્ટિ કેળવો
:
જો આપણે પણ જીવનમાં પાપભીરુતા કેળવવી હશે તો આપણી નજર માત્ર આલોક તરફ નહિ, પરંતુ સતત પરલોક તરફ રાખવી પડશે.
જે પરલોકને માને છે, એટલું જ નહિ જે સતત ‘“પરલોકમાં મારું શું થશે ?'' આ વિચારને જ પ્રધાનતા આપે છે, એ પાપભીરુ બન્યા વગર રહેતો જ નથી.
વર્તમાન સમાજમાં મોટા ભાગના લોકોની તો પરલોક પ્રત્યે શ્રદ્ધા જ નથી અને જે કેટલાક લોકોને પરલોક શ્રદ્ધા છે તેમની પણ દૃષ્ટિ...સતત પરલોક સમક્ષ રહેતી નથી. આ લોકના સુખનું આકર્ષણ એટલું પ્રબળ છે કે ભલ-ભલા ધર્માત્માઓને પણ ઘડીભર પરલોક વિસરાવી દે છે અને તેથી જ તેમને પણ પાપાચરણમાં પ્રવૃત્ત કરી મૂકે છે.
પણ જો જીવનમાં પરલોકદષ્ટિને વણી લેવામાં આવે તો પાપો આચરવાં
७८