________________
આથી જ માતા-પિતાએ ગમે તેવી સંસ્થાઓમાં કે બોર્ડિંગોમાં, પૂરતી ચકાસણી વિના પોતાનાં બાળકોને મૂકી દેવાં તે અત્યંત અહિતકર છે. (૨) કુદ્દશ્યોનો કુસંગ :
કુમિત્રો જેટલો જ ખરાબ સંગ છે કુદશ્યોનો...કુદશ્યો એટલે સેક્સથી ભરપૂર અને મનને વિકારી બનાવતી ફિલ્મો અને બ્લ્યુ ફિલ્મોનું દર્શન.
જીવનનાં આંતરિક સત્ત્વને સૌન્દર્યને સંહરી નાખનારા સંસારભરના શત્રુ છે : આવી ફિલ્મોના અને વિકૃતિપૂર્ણ ચિત્રોનાં દર્શન.
જીવનને જેણે મંગળમય બનાવવું હોય, સદાચારથી સંયુક્ત અને સદ્વિચારથી સુયુક્ત બનાવવું હોય તેણે વિકૃતિને પોષનારાં અને પંપાળનારા કુદશ્યોને તિલાંજલિ આપવી જ જોઇએ.
જેને જોવાથી ક્ષણભરનો કૃત્રિમ આનંદ કદાચ મળે છે, પરંતુ તેના દ્વારા પોષેલા કુસંસ્કારો આત્માનું ભારે અહિત કરે છે...દુર્ગતિઓના દરવાજા ખોલી નાખે છે...અને જન્મ-જન્માંતરને માટે માનવ કે દેવ જેવી ગતિઓથી આપણને વંચિત કરી નાખે છે અને ઝાડ-પાન કે નિગોદના અનંત દુ:ખભર્યા ભવોમાં આપણને ફેંકી દે છે તેવા અહિતકર કુસંગોનો આપણે સંપૂર્ણપણે ત્યાગ જ કરવો જોઇએ. (૩) કુવાંચનનો કુસંગ :
કુમિત્રો અને કુદશ્યો જેટલો જ ખતરનાક સંગ છેઃ કુવાંચનનો.
આજે દુનિયામાં જેટલું સુસાહિત્ય સર્જાય છે, તેના કરતાં કદાચ દસ ગણું વધારે કસાહિત્ય સર્જાતું હશે. ઘણા વાંચનશોખીન માણસોને ખૂબ વાંચવાની આદત હોય છે.
વાંચનનો શોખ સારો છે પરંતુ તેમાંય વિવેકદષ્ટિ ખૂબ જરૂરી છે. સુસાહિત્યનું વાંચન માનવીને સંસ્કારી અને સદગુણી બનાવે છે, જ્યારે કસાહિત્યનું વાંચન માનવને વિકારી અને દુર્ગુણોનું ધામ બનાવે છે.
જો બીજું કાંઇ કામ ન હોય તો, હું તો ત્યાં સુધી કહીશ કે નવરા પડો તો ઊંઘી જજો, પરંતુ ગંદા સાહિત્યને કદી હાથ ન લગાડજો.
૧૪૭