________________
શિષ્ટ પુરુષો એટલે સજ્જન, સદાચારી, ધર્મના નીતિ-નિયમોના જાણકાર અને યથાશક્યના આરાધક, આવા પુરુષો કહે તે પ્રમાણે વર્તવું.
તેમના આચારને અનિન્દ ગણવો તે જ બુદ્ધિમાનનું કર્તવ્ય છે.
શાસ્ત્રો પણ વાદ-વિવાદથી જ્યારે નીવેડો ન આવે તેવી વાતમાં “શિષ્ટ કહે તે પ્રમાણ” કહીને શિષ્ઠ પુરુષોના વચનને અત્યંત પ્રામાણિક ગણાવે છે. આનો અર્થ એ થયો કે અપેક્ષાએ શાસ્ત્રો કરતાં પણ તે તે વિષયના અનુભવી પુરુષો-શિષ્ટ પુરુષોનું આચરણ વધુ સન્માનનીય ગણાયું છે. માટે જ કહેવાયું છે ને..“મહાજનો યેન ગતઃ સપન્થા” જે માર્ગેથી મહાજન (મોટો પુરુષ-શિષ્ટ પુરુષ) ગયા હોય તે માર્ગ કહેવાય.”
શિષ્ઠ પુરુષો સર્વ કાળે, સર્વ સમાજમાં હોય જ છે. માત્ર તેને આપણી વિવેક દૃષ્ટિથી શોધી કાઢવાની જરૂર છે. જો આપણી વૃત્તિ નિન્ય પ્રવૃત્તિઓને જીવનમાંથી કાઢી નાખવા માટે પ્રબળ હશે તો આપણને સુયોગ્ય પુરુષો (શિષ્ટ પુરુષો) મળી જ રહેવાના. આથી શિષ્ટો ક્યાં શોધવા જવા ? એવો પ્રશ્ન પણ ઊભો થવાનો અવકાશ જ રહેવા પામતો નથી.
આવા શિષ્ટ પુરુષો દ્વારા જે આચારોને-પાપોને તજવા જેવા ગણાયાં છે તેનો જીવનમાં ત્યાગ કરવો તે એક મહાન કર્તવ્ય છે.
જેણે સારા (ઉત્તમ) માણસ તરીકેનું જીવન પણ જો સારી રીતે જીવવાની ઇચ્છા હોય તો તેણે શિષ્ટોને અમાન્ય એવી નિન્દ-પ્રવૃત્તિઓનો જીવનમાંથી ત્યાગ અવશ્ય કરવો ઘટે. ઉત્તમ ભવ, જાતિ અને કુળ કેમ નિષ્ફળ ?
કેવો મહાન મળ્યો છે આપણને માનવ-ભવ ! કેવી મહાન મળી છે આપણને માતા સંબંધી જાતિ ! કેવું ઉત્તમ મળ્યું છે આપણને પિતા સંબંધી કુળ !
આ બધું જ ઉત્તમ મળવા છતાં જો એને આપણે સફળ ન કરી શકીએ તો તેનું અતિ મહત્ત્વનું કારણ એ જ હોય કે શિષ્ટ પુરુષોએ અમાન્ય કરેલા અયોગ્ય (નિન્જ) આચારોને આપણે જીવનમાં સ્થાન આપ્યું ! અને આ જ કારણે મળેલા
૧૭૯