________________
ભક્તિભાવ હતો.
આમ ઊંચા પડોસીઓના કારણે મળેલા ઊંચા સંસ્કારોએ તેને મુનિરાજને ખીર વહોરાવી દેવાની સદભાવના જગાડી દીધી અને ઉત્તમ ભાવોલ્લાસ સાથે સંગમે મુનિવરને બધી ખીર વહોરાવી દીધી.
મુનિને વહોરાવ્યા પછી પણ પોતે કરેલા સત્કૃત્યની સતત અનુમોદના કરતો રહ્યો. એ જ રાત્રે તેને મૃત્યુ આવ્યું. ત્યારેજ મોતની પારાવાર વેદના વચ્ચેય તેનું હૈયું સતત સુકૃતના અનુમોદનમાં ઝૂલતું રહ્યું અને મરીને તે ગોભદ્ર શેઠના પુત્ર શાલિભદ્ર તરીકે જન્મ પામ્યો.
મમ્મણ શેઠ અને શાલિભદ્ર બંનેના પૂર્વભવના પ્રસંગો વિચારતાં ખ્યાલ આવશે કે જીવનમાં પડોસનું કેવું અને કેટલું મહત્ત્વ છે ? મમ્માને પૂર્વભવમાં મળેલા દુષ્ટ પડોસે સુકૃતની નિન્દા કરતો કરી મૂક્યો:ઍ જ્યારે સંગમને મળેલા સારા પડોસના કારણે સંગમમાં મુનિને દાન આપવાની ઉત્તમ ભાવના જગાવી. * સુકૃતની અનુમોદના કરતો તે ઉત્તમ ધર્મપરંપરાનો સ્વામી બન્યો.
શુભ આલંબન વગર સદ્ગુણ ન
ટકે
:
જીવને જેવા પ્રકારનાં નિમિત્તો અગર આલંબનો મળે છે તેવો જ પ્રાયઃ જીવ બનતો હોય છે. આથી જ જીવનમાં શુભ આલંબનોની બહુ ઊંચી કિંમત છે. શુભ આલંબનો વિના સદ્ગુણો મળવા દુર્લભ. મળે તો ટકાવવા દુર્લભ અને મળેલ સદ્ગુણો કદાચ ટકી જાય તોય વધારવા અતિ દુર્લભ.
આથી જ સારા આલંબનોવાળા સ્થાનમાં ઘર વસાવવાનો ખૂબ આગ્રહ રાખવો જરુરી છે. ઘણાં સમજુ લોકો નવું ઘર લેતાં કે ફ્લેટની પસંદગી કરતાં ‘લોકાલિટી' કેવી છે તેનો ખૂબ જ આગ્રહ રાખતા હોય છે. એના કારણે પચાસ હજાર કે લાખ રુપિયા વધુ ખર્ચવા પડે તો તેનેય સ્વીકારી લેતા હોય છે તે ખૂબ જ યોગ્ય છે. કારણ જીવનમાં રુપિયા કરતાં ઉલ્ટા સદગુણોનું ખૂબ મહત્ત્વ છે. રુપિયા તો અનેકવાર પ્રાપ્ત થનારી ચીજ છે, પણ ગુમાવેલા સદગુણો જલદી જલદી કદી મળતા નથી. આથી જીવનમાં રુપિયાને વધુ મહત્વ ન આપતાં ગુણોની પ્રાપ્તિને જ વધુ મહત્ત્વ આપવું જોઇએ. અને એ ગુણપ્રાપ્તિ જ્યાં વધુ સુલભ હોય તેવા સ્થાનમાં ‘ઘર' વસાવવું જોઇએ.
૧૨૭