________________
તે ગૃહસ્થના મોટી ઉમરે એટલે કે લગભગ પાંત્રીસ વર્ષની વયે લગ્ન થઇ રહ્યાં હતાં. તેમના કુટુંબમાં આ લગ્નનો છેલ્લો પ્રસંગ હતો. તેની પહેલાં તેના બે ભાઇઓનાં અને એકની એક બહેનનાં લગ્ન ધામધૂમથી થઈ ગયાં હતાં.
આથી જ તે સગૃહસ્થની ઇચ્છા એવી હતી કે પોતાના લગ્ન સાદાઇથી કરવાં. તેમણે પોતાનાં માતા-પિતા તથા સાસરિયાંઓને સમજાવ્યાં પરંતુ માતાપિતા કહે: “બેટા ! આપણાં ઘરમાં હવે આ લગ્નનો છેલ્લો પ્રસંગ છે. નજદિકના ભવિષ્યમાં કોઈ લગ્ન પ્રસંગ આપણા ઘરે આવનાર નથી, તેથી આ લગ્ન તો ધામધૂમથી જ કરવાં.” સાસરિયાંના પક્ષે છોકરીનો પ્રથમ-લગ્ન પ્રસંગ હતો. આથી તેઓની ઇચ્છા પણ ધામધૂમથી લગ્ન લેવાની હતી.
- તે સદગૃહસ્થ બંને પક્ષોને ખૂબ સમજાવ્યાઃ “આ નકામા ખર્ચા છે માટે સાદાઇથી જ લગ્ન કરો તો સારું.” પણ કોઇ ન માન્યા. વડીલોની ખોટી જીદને પોષવા માટે તે સદગૃહસ્થ વીસ હજાર રૂપિયા ક્યાંકથી ઉછીના લીધા. વર્ષો પસાર થવા લાગ્યાં પણ તેઓ દેવું ભરપાઇ કરી ના શક્યા. આજે સ્થિતિ એ આવીને ઊભી છે કે પેલા સદગૃહસ્થ જેની પાસેથી વીસ હજાર રૂપિયા લીધા હતા તેને પોતાનું મોં બતાવી શકતા નથી.
આ પરિસ્થિતિ કેમ થઈ ? પોતાની શક્તિનો વિચાર ન કર્યો. પોતાનો પુત્ર ભવિષ્યમાં રકમ શી રીતે ભરપાઈ કરશે તે અંગે કશું જ વિચાર્યા વગર માતાપિતા ખોટી જીદ લઇને બેઠાં. માણસે પોતાની કક્ષા અને યોગ્યતાનો હંમેશા વિચાર કરીને જ પ્રત્યેક પગલું ઉઠાવવું જોઇએ. તમે એકલા જ કેમ ખરીદી માટે આવો છો ?
ઘણીવાર સ્ત્રીઓ પોતાના પતિની આવકનો વિચાર કર્યા વગર ખોટો ખર્ચ કરતી રહે છે અને બિનજરુરી-પણ માત્ર શોખની-ચીજો ખરીદીને પતિને પણ નાહકની મુશ્કેલીમાં મૂકતી રહે છે. બેનોએ પણ બિનજરૂરી ખર્ચ ઉપર અવશ્ય કાપ મૂકવો જોઇએ.
એક સજ્જન પોતાની પત્નીને લઇને ક્યારેય કોઇ શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા જતા નહિ. કોઇક મિત્રે તેમને પૂછ્યું “તમે એકલા જ કેમ ખરીદી કરવા આવો છો ? ક્યારેક ભાભીને લઈને આવતા હો તો ?'