________________
માર્ગાનુસારીના ગુણોમાં તેરમા નંબરનો ગુણ છેઃ ઉચિત-વેશ વેશ એટલે પોષાક, વેશ એટલે પરિધાન, વેશ એટલે પહેરવાનાં કપડાં
વસ્ત્રો.
ગૃહસ્થ હોય કે સાધુ, વેશની જરૂરિયાત સહુ કોઇને છે. વેશ અનિવાર્ય છે. વેશ જીવનની અતિ પ્રાથમિક અને અગત્યની બાબત છે.
તો..વેશ કેવો પહેરવો અને કેવો વેશ તે ઉચિત કહેવાય ? યોગ્ય ગણાય? તેની વિચારણા આપણે આ ગુણની વિચારણામાં કરવાની છે. વેશ, વિત્ત અને વય વગેરેને અનુસાર પહેરો :
યોગશાસ્ત્રના કર્તા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે: “વ્યય માયોતિ પુર્વન, વેષ વિજ્ઞાનુસારતઃ !''
અર્થ : “ધનનો વ્યય આવક પ્રમાણે કરવો. અને વેષ પોતાના ધન પ્રમાણે પહેરવો.”
વેષને ધન અનુસાર, પોતાની સંપત્તિ અનુસારે પહેરવાની વાત પૂજ્યશ્રી જણાવે છે. અહીં ‘વિત્ત” શબ્દ મૂક્યો. વિત્ત=ધન. તેના અનુસાર વેશ પહેરવો. 'વિત્ત શબ્દ ઉપલક્ષણ છે. તેનાથી બીજી પણ કેટલીક વાતો સમજવાની છે.
જેમ આવક અનુસાર વેશ-પરિધાન કરવું તેમ પોતાની વય, અવસ્થા, દેશ-કાળ અને જાતિ વગેરેનો પણ વિચાર કરીને તે વય વગેરેને અનુરુપ વેશ પરિધાન કરવું જોઇએ, તેમ સમજવાનું છે.
વર્તમાનકાળનો વિચાર કરતાં એમ લાગે છે કે આજકાલ બહુજન સમાજ ઉચિત-વેશ ધારણ કરતો નથી. દેહને વેશની જરૂરિયાત છે એમ સમજીને વેશ પહેરવાના બદલે માત્ર પોતાના મોજ-શોખને અને વર્તમાન ફેશનને નજર સમક્ષ રાખીને જ આજકાલ વસ્ત્ર-પરિધાન થતું રહે છે.
જીવનના વ્યવહારમાં કપડાં બહુ મહત્ત્વની ચીજ છે તે ભૂલવા જેવું નથી. વેશ-પરિધાન રસ-રુચિને પ્રગટ કરે છે ?
વેશના પરિધાનથી તમારાં રસ, રુચિ અને શક્તિ પ્રગટ થાય છે. બીજાને તેનો ખ્યાલ આવે છે. તમારા મનનું પ્રતિબિમ્બ પડે છે-તમારાં કપડાં-લત્તા ઉપર.
૨૧૦