Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 366
________________ લાગ્યા નથી અને એટલે જ આપણે એ ગુણો પ્રત્યે ભારે બેદ૨કા૨ છીએ... બેદ૨કારીએ જ આપણને ગમે તેવાં હીન સ્થાનોમાં રખડતા કર્યા છે અને ગમે તેવા અયોગ્ય કાળોમાં આપણને ફરતા રાખ્યા છે...એ બેદરકારીને તોડવા માટે આ ગુણના પાલનની અતિ જરુર છે... એક વાત ખાસ સમજી રાખજો કે આપણો આત્મા એ અત્યારે તો પાણી જેવો છે...પાણીને તમે જેવા વાસણમાં નાખો તેવા આકારને એ ધારણ કરે. તપેલીમાં નાંખો તો એ તપેલીમાં ઢળી જાય...લોટામાં નાંખો તો એ લોટામાં ગોઠવાઇ જાય’...આ જ રીતે જેવા વાતાવરણમાં આપણો આત્મા જાય છે, સામાન્યતયા એ એવો જ બની જાય છે...સિનેમા જોવા જાય તો એમાં તન્મય થઇ જાય છે અને ભક્તિની રમઝટ મચી હોય એવા સ્નાત્ર મહોત્સવમાં જાય તો એમાંય તન્મય થઇ જાય છે... ! જ્યારે પરિસ્થિતિ આવી જ છે ત્યારે એક વાત તો નિશ્ચિત્ત થઇ જાય છે કે જો સતત સારાં સ્થાનોમાં જવાનું રાખવામાં આવે તો સારા થવાની શકયતા ઘણી છે અને એ જ રીતે હીન સ્થાનોમાં વારંવાર જવાનું જો બને તો જીવન સાવ તુચ્છ બની જવાની શક્યતા ઘણી છે... આ બંને પ્રકારની શકયતાને નજર સામે રાખીને જીવન જીવવાનું શરુ કરવામાં આવે તો અનંતકાળે દુર્લભ એવા આત્મગુણોની મૂડી સુરક્ષિત થયા વિના ન રહે...અરે ! શરીરની સ્વસ્થતા અને ધન-માલની સુરક્ષા પણ આ ગુણના પાલનમાં સમાવિષ્ટ જ છે... ઇલાજ કેન્સરનો એક દર્દી ડોકટ૨ પાસે આવ્યો...ડોકટરે દવા વગેરે આપ્યા પછી શું ખાવું અને શું ન ખાવું ? ઇત્યાદિ સૂચનાઓ આપી...દસ દિવસ બાદ પાછા આવવાનું સૂચન કર્યું... પેલો દર્દી ઘેર ગયો...તેને સિગારેટ પીવાનું ભારે વ્યસન હતું...આવી સખત બિમારીમાંય તે સિગારેટ છોડી શકતો નહોતો...પંદરેક દિવસ બાદ ડોકટ૨ પાસે આવ્યો...ડોકટરે શરીર તપાસ્યું...કેન્સર ઘટવાને બદલે વધી ગયું હતું. ‘જુઓ દવા લેવા કરતાં તમે હવે જેમ બને તેમ વધુ ફિલ્મો જોવાનું રાખો...શક્ય છે કે એમ કરવાથી કેન્સરમાં કાંઇક રાહત થઇ જાય !' ડોક્ટરે ૩૫૯

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394