Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 389
________________ ગુણ ૩૨ : સૌમ્યતા વિષમતાના નિમિત્તમાંય જેનું મુખ, જેનું હૃદય, જેની વાણી અને જેની આંખ શાન્ત અને શીતલ રહે તે સૌમ્યતા. આ ગુણનો આધાર સ્વભાવ ઉપર આધારિત છે. જીવનને જે કડવું બનાવવા દે નહીં અને વાતાવરણને સદા હળવું બનાવી રાખે તે સૌમ્યતા. અરે ! દુમન પણ ઘણીવાર આ સ્વભાવના કારણે આફ્રીન પોકારી જાય. દુશ્મનાવટના ભાવને ખતમ કરાવી દેનારી આ ગુણની ઉપાસના છે. સંપર્કમાં આવેલાને સગળાવી દઇએ એ કાંઇ સ્વભાવનું વરદાન નથી. ધરતીકંપ થાય કે જવાળામુખી ફાટે તોય સૂરજ પર કોઈ અસર ખરી ? બસ સૌમ્ય સ્વભાવી આવો હોય. કલ્પના બહારનું બની જાય છતાં એની મન ઉપર અસર ન હોય. જે બાહ્ય નુકશાનોની અસર મન પર લેતો નથી અને અહંકારને ગૌણ બનાવવાની પૂરેપૂરી તૈયારી હોય તેજ આવા સૌમ્યતાનો સૌભાગ્ય પામી શકે છે. જેનો ઉકળાટ કરવાનો, બળતળિયા જેવો સ્વભાવ હોય તો તેવા સ્વભાવની મુખમુદ્રા અને વાણી ઉપર અસર થતી જ હોય છે. ખરેખરી મહેનત સ્વસ્થ, શાંત અને શીતલ રહેવા માટે કરવાની છે. ભાષા એ તો માનવમનની આત્મકથા છે. બોલાતા શબ્દો એ ચાલતા વિચારોની ચાડી ખાય છે. દ્રષિલાપણું, ઇર્ષા, ગમગીનતા, ગર્વ, ગુસ્સો, સ્વાર્થોધતા, ચીડિયાપણું, કેવળ અનુકૂળતાનો રસ, સંજ્ઞાઓની પરવશતા, અપેક્ષાની પૂર્તિ વગેરેને જીવનમાં પ્રવેશવા દેજો નહિ...એના બદલે સ્વભાવ આનંદી, પ્રફુલ્લિત, ઠંડો, દયાળુ, નમ્ર, મૃદુ, વિનયી ગુણદર્શી અને સારું જ જોવાની ટેવવાળો રાખવો જેના કારણે હૃદય...મુખમુદ્રા અને ભાષા પ્રયોગ સૌમ્ય બન્યા રહે. પરિસ્થિતિ નહિ, મન:સ્થિતિ ફેરવી દઇએ...વસ્તુ કે વ્યક્તિમાં નહિ, સ્વભાવમાં ફેરફાર કરી દો ! ઉકળાટ નહિ, ઉપશમ લાવો...બસ આખું જગત મસ્ત લાગશે. સૌમ્યતાના પાયા ઉપર કરાતો જીવન વ્યવહાર સુખ, શાન્તિસંપ, સંપત્તિ, સન્માન, સદ્ભાવ, સમાધિ સદ્ગતિ વગેરેને આપનારો બને છે. મૈત્રીની મહેક પાથરતા આ સૌમ્યતાના ગુણને આત્મસાત્ કરી લો ! ૩૮૨

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394