Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 374
________________ પૈસાની કમાણી કરે...ચોરી પણ કરે...બીજાના પૈસા દબાવી પણ દે...અરે ! બધીય જાતના પ્રયત્નો કરવા છતાંય પૈસા ન મળે તો અવસરે બીજાની હત્યા પણ કરી દે ! “મોંઘવારી વધી છે'ની બૂમ કદાચ સાચી હોય તોય બીજી બાજુ તપાસો તો સ્પષ્ટ દેખાશે કે જરૂરિયાતો પણ વધી છે...વટ પાડવાની વૃત્તિ પણ વધી છે...અને એ બધું સાચવવા ખાતર દુઃખીય થવું પડતું હોય તો તેની તૈયારી છે... એ તો નહિ જ ખોલું ! ઊનાળાની બપોરે સખત તાપમાં પૂર ઝડપે રસ્તા પરથી મોટર પસાર થઇ રહી હતી. મોટરમાં ડ્રાઇવિંગ કરી રહેલા શેઠે તમામ બારીઓના કાચ બંધ જ રાખ્યા હતા...શેઠની બાજુમાં બેઠેલા મહેમાન પસીનાથી રેબઝેબ થઇ ગયા હતા. તેમને થયું કે “શેઠ બારીઓના કાચ કેમ નહિ ખોલતા હોય ? બંધ રાખીને મોટર કેમ ચલાવતા હશે ?' - શેઠને પૂછ્યા વિના જ તે બારીના કાચ ખોલવા ગયા. ત્યાં તો શેઠની નજર તેમના પર પડી...તરત જ શેઠે-બૂમ પાડી..“મહેરબાન ! બારીના કાચ ખોલશો જ નહિ.' પણ શરીર પરથી પસીનો ચાલ્યો જાય છે તેનું શું ?' ભલે ચાલ્યો જતો !' ‘પણ કાચ ન ખોલવાનું કારણ શું ?' એ તમને નહિ સમજાય...' “પણ છે શું ?' “મારી આબરુનો પ્રશ્ન છે' “એટલે ?' “એટલે એ જ કે અમારા ગામમાં એવો ખ્યાલ છે કે મારી પાસે એરકન્ડીશન મોટર છે...એ ખ્યાલ આ બારીના કાચ બંધ રહે ત્યાં સુધી જ સલામત રહે તેમ છે...જો બારીના કાચ ખોલી નાખું તો બધાને ખ્યાલ આવી જાય કે મારી છે ૩૬૭. ક

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394