________________
ઓડકાર આવે. આવા પ્રકારનાં લક્ષણોવાળું અજીર્ણ “રસશેષ' કહેવાય છે.
ખાધેલા ખોરાકનું પાચન ન થયું હોય અને જો ભોજન લેવામાં આવે તો અનેક વ્યાધિઓ પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે સમજવું કે પહેલાં ખાધેલા ખોરાકનું બરાબર પાચન થઇ ગયું છે.
ભૂખ લાગ્યા વગર, માત્ર રસની લાલસાને ખાતર ખાવામાં આવે અથવા પોતાના પેટની જરૂરિયાત કરતાં વધુ ખાવામાં આવે તો અજીર્ણ થાય છે. કારણ કે પોતાની જઠરાગ્નિની જેટલી તાકાત હોય તેના કરતાં વધુ પ્રમાણમાં અન્ન પેટમાં પધરાવવામાં આવ્યું હતું. જઠરાગ્નિ જેટલો પ્રદીપ્ત હોય તેટલા જ પ્રમાણમાં ભોજન લેવું જોઇએ. ક્યાંક એમ લાગે કે આજે ભોજનનું પ્રમાણ વધારે થઈ ગયું છે તો બીજા ટંકે જમવાનું કેન્સલ કરવું જોએ. અથવા બીજા દિવસે ઉપવાસ કરી લેવો જોઇએ.
ઉપવાસ એ તો જીવનનું અમૃત છે. જે માણસો ક્યારે ય ઉપવાસ કરતા નથી. અને રોજે-રોજે સારો-મઝેદાર ખોરાક જમ્યા કરે છે. તેઓ અવશ્ય બીમાર પડે છે.
જૈન શાસ્ત્રકારોએ પાંચ તિથિના દિવસોમાં દરેક મહિનાની સુદ પક્ષની પાંચમ, તથા સુદ અને વદ બન્ને પક્ષની આઠમ અને પૂનમ અમાસ યા વિશિષ્ટ ઉપવાસાદિ તપ કરવાનું જે જણાવ્યું છે તે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ જ હિતકર છે. પ્રત્યેક મહિને પાંચ તિથિએ ઉપવાસ કરનાર માણસ આધ્યાત્મિકલાભની સાથોસાથ આરોગ્યનો લાભ પણ અવશ્ય પામે છે.
મહિનામાં પાંચ તિથિ ઉપવાસ ન કરી શકનારે છેવટે પ્રત્યેક પખવાડિયાની પખ્ખીએ તો ઉપવાસ કરવો જોઇએ. દર પંદર દિવસે કરાતો ઉપવાસ વાસના-શાન્તિ રુપ આધ્યાત્મિક લાભ આપે છે તેમ સાથોસાથ પંદર દિવસે જઠરાગ્નિ વગેરેને આરામ મળવાથી શરીરનું આરોગ્ય પણ જરુર આપનારો બની જાય છે.
વર્તમાનકાળમાં એસી-પંચ્યાસી ટકા લોકો અજીર્ણના રોગથી પીડાતા હોય છે. આનું મુખ્ય કારણ જ્યાં ને ત્યાં ખાવું, અને જે તે (બઝાર વગેરેનું) ખા ખા કરવું તે જ છે. વળી રસદાર-ચટાકેદાર અને મસાલેદાર ખાવાનું મળી ગયું તો
૨૭૧
જ