________________
પ્રકરણ ૨ જી. ભાગ્યશાળી માતા
મહારાણી ચેલા જ્યારથી રાજગૃહીમાં આવ્યાં ત્યારથી મહારાજા શિમ્નિસારને તે પૂછી રહ્યાં હતાં, “મહારાજ, ક્રેટલાય દિવસથી હું આપને પૂછી રહી શ્રુ, છતાં આપ ત્રીસ પુત્રાની ભાગ્યશાળી માતા વિષે કાંઇજ કહેતાં નથી. જ્યારે જ્યારે હું પૂછું છું. ત્યારે ત્યારે આપ કહે! છે! કે. ‘સમય આવતાં કહીશ.' હવે આજે સમય આવી પહેચ્યા છે. આપે તેના પતિને મહારથિનું બિરૂદ અપ્પુ'. મારા લગ્નના અને આપના જન્મ દિવસના ઉત્સવ ઉજવાયેા. આવા સમય કરતાં બીજો કયા સમય યેાગ્ય કહેવાય ? ''
રાતના સમયે રાજગૃહીના સુવણુ મહાલયના સાતમા માળની અગાશીમાં આનંદ ગાષ્ટિ કરી રહેલાં રાજા રાણી પર સાળે કળાએ ખીલેલા આનંદીચંદ્ર પેાતાનું અમી વરસાવી રહ્યો હતા. ઉત્સવ પૂરેશ થઇ ગયા હતા. દેશ પરદેશથી આવેલા અતિથિએ પેાતપેાતાને સ્થાને જઇ રહ્યા હતા. મહારાજા બિસ્મિસારની પ્રખર કીતિમાં આવા જવલંત ઉત્સવથી ધણા વધારા થવા પામ્યુંા હતા.
L
જ્યારે બિમ્નિસાર ચેત્રણાનું હરણ કરીને રાજગૃહીમાં પ્રવેશ્યા ત્યારે તેમને સમાચાર મળ્યા કે, સતી સુલસાના બત્રીસે પુત્રો મહારાજાનું રક્ષણ કરતાં હણાયા છે, ત્યારે મહારાજાનાં નયનેમાંથી એફ઼ાદ એ અશ્રુબિન્દુ ટપકી પડયાં હતાં. તે સમયે ચેલણાએ પ્રશ્ન કર્યાં હતા કે, મહારાજ! રક્ષકાના મૃત્યુ માટે શેક કરતા અને અશ્રુબિન્દુ સારતા મેં આપને જોયા.’