________________
૧૨
કયવનાશેઠનું સૌભાગ્ય
હ૨ણ વખતે મહા પ્રતાપી નાથ સારથિ અને તેમનાં પત્ની સતી સુલાસાના બત્રીસ પુત્રો ખપી ગયા હતા. તેમના શોકમાં તે સમયે ઉત્સવ બરાબર ઊજવી શકાય નહોતે. સતી સુલસાએ પોતાના બત્રીસે પુત્રો ખપી જવા છતાં ઉત્સવ ઉજવવાને મહારાજને નમ્ર વિનંતી કરી હતી. પણ મહારાજને પણ માનવીનું કામળ હૈયું વરેલું છે. એક માતાના બત્રીસ પુત્રો એકી સાથે ખપી જવા છતાં * ઉત્સવ ઉજવાય ખરો? અને જેના નિમિત્તે તે ખપી ગયા, તેનાથી
તો તે નજ ઊજવી શકાય. મહારાજાએ પોતાની ફરજ સમજીને તે -સમયે ઉત્સવ માંડી વાળ્યો હતો.
આજને ઉત્સવ તે નિમિત્તે જ ઊજવાઈ રહ્યો છે. દેવી ચેલાને મહારાણી પદે સ્થાપવામાં આવ્યાં છે. તે પોતે જ્ઞાત પુત્રનાં અનુયાયી છે. તેમની ઈચ્છાને માન આપીને મહારાજા જાહેર કરે છે કે, બને ત્યાં સુધી યુદ્ધના પ્રસંગે ઉપસ્થિત ન થાય અને હિંસાનું પ્રમાણ ધટે, તેવી રાજ્યવ્યવસ્થા થવી જોઈએ. માણસ માણસને પ્રેમથી છત, શથી નહી; એવા શિક્ષણ અપાતાં થાય; તે ઉપરાંત મહારાજા
જાહેર કરે છે. કે ચેટકરાજયને શત્રુ નહી, પણ સમાન મિત્ર તરીકે -લેખવા.”
વિશેષમાં પિતાના ત્રણ પુત્રોને મહારાજ માટે ભેગ આપનાર પ્રશંસનીય નાગ સારથિને મહારાજ તરફથી મહાસારથિનું મહારથિનું બિરુદ આપવામાં આવે છે.” " એટલું બોલીને અભયકુમારે મહારાજાનો જયઘોષ કયો, આખી રાજસભામે તે ઝીલી લીધે