________________
૩૫
પત્રાંક-૬ ૭૯ હોય છે, આત્મભાવનાની પૂરક હોય છે. એવી જ્ઞાનીની વાણી હોય છે. આ ખાસ લક્ષણો છે.
ત્રીજું, “અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. આ વિષય વધારે ગૂઢ છે. ઘણો ગૂઢ ભાવ આ જગ્યાએ નિરૂપિત કરેલો છે. આત્મા છે એ અતિ ગંભીર તત્ત્વ છે. આત્મસ્વરૂપ, આત્મસ્વભાવ એ ઘણું ગંભીર તત્ત્વ છે. અને એ વિષયના ભાવ સ્વાનુભવપૂર્વક જ્યારે જ્ઞાનીની વાણીમાં આવે છે, ત્યારે એ ભાવ અને એ ભાવના નિમિત્તે ચાલતો જે વચનવ્યવહાર, એમાં અપૂર્વતાની એક ઝલક હોય છે. એ અપૂર્વતા જેને ભાસે છે એને સ્વભાવ ભાસે છે. તેની તે વાત હોય તોપણ એમાં અપૂર્વ અપૂર્વ ભાવો આવતા હોય છે. શબ્દો કદાચ તેના તે હોય પણ ભાવની અપૂર્વતા હોવાને લીધે વાણીમાં પણ અપૂર્વતા છે એમ કહેવામાં આવે છે. કેમકે ભાવને પકડવાનું નિમિત્ત તો વાણી છે. એટલે વાણી પણ અપૂર્વ છે અને ભાવ પણ અપૂર્વ છે. આ વિષય ઘણો ગૂઢ છે. અને તે કેટલીક યોગ્યતાએ પહોંચ્યા પછી એ અપૂર્વતાનો અનુભવ થાય છે, એ અપૂર્વતા ભાસે છે. નીચેની યોગ્યતામાં એ અપૂર્વતા ભાસતી પણ નથી. એને તો જ્ઞાની અને અજ્ઞાનીની વાણી સમાન લાગે છે. કોઈકવાર તો અજ્ઞાનીની વાણી પણ વધારે સારી લાગે છે. પણ અપૂર્વતાની બહુ ખબર નથી હોતી.
“અને અનુભવસહિતપણું હોવાથી.” એક અનુભવની ઝલક એ પણ જ્ઞાનીની વાણીની વિશિષ્ટતા છે કે જેમાં અનુભવની ઝલક છે. આત્માનુભવની પણ ઝલક છે અને બીજી વાત કરે તો પણ એ દરેક વાતમાં અનુભવપ્રધાનતા વિશેષપણે ઝળકે છે, વિશેષપણે આવે છે. કેમકે એમની કાર્યપદ્ધતિ પણ અનુભવપદ્ધતિ છે. અને અનુભવની જ સર્વત્ર પ્રધાનતા છે. તેથી અનુભવસહિતપણું અછાનું રહેતું નથી.
એવું “અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.” સાવધાન કરનાર હોય છે. ખાસ કરીને હિત-અહિતના વિષયમાં. મારા પરિણામથી મને અહિત થાય છે કે હિત થાય છે ? એ વિષયમાં મારી જાગૃતિ ન હોય તો કેવી રીતે હિત સધાશે ? અને કેવી રીતે અહિતથી બચી શકાશે ? બેમાંથી એકેય વાત નહિ થાય. એ વિષય બહુ સારી રીતે અનુભવપ્રધાનપણે અને સાંભળનારને પણ એ વિષયની જાગૃતિ ઉત્પન્ન થઈ આવે એ પ્રકારથી, એવા વિશિષ્ટ પ્રકારથી જો કોઈ કહી શકતું હોય તો તે જ્ઞાનીની વાણી છે. અજ્ઞાનીની વાણીમાં ભલે ગમે એટલી છટા હોય, ભલે ગમે તેવી સારી હોય તો પણ આ પ્રકાર નથી આવી