________________
પત્રક-૬૭૯
તા. ૨૨-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯ પ્રવચન નં. ૩૦૬
૩૩૫
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પાનું-૪૯૬. નીચેનો છેલ્લો Paragraph છે. મુમુક્ષુજીવ વાણી ઉ૫૨થી કહેનાર જ્ઞાની છે કે કહેના૨ અજ્ઞાની છે એ પોતાની યોગ્યતા હોય તો એ તફાવત સમજી શકે છે. એ વિષય ચાલી ગયો. યોગ્યતાની સાથે સાથે વાણીમાં, લક્ષણોમાં શું છે ? ખાસ પ્રકારના લક્ષણો છે એ વાત પણ કરી. હવે વર્તમાન જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને એની વાણી ઉ૫૨થી ઓળખી શકે છે એવી એમના જ્ઞાનમાં શક્તિ છે એ વિષય લે છે.
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે;...' શું કહે છે ? પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય,...' વર્તમાનમાં વિદ્યમાન ન હોય. પણ એમના મુખેથી જે વાણી નીકળી હોય એ વાણી ફેરફાર વગર એમનેમ રહી ગઈ હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે;...’ એમ બીજા જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીની વાણીથી એ જ્ઞાની હતા એમ પણ જાણી શકે છે.
કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે,...' આશય ઉ૫૨થી જાણી શકે છે. શેના ઉ૫૨થી જાણે છે ? આશય ઉ૫૨થી જાણે છે કે આ વાણીમાં આત્મહિતનો આશય સ્પષ્ટ રહેલો છે. અને એવા જ શબ્દો હોવા છતાં એમાં આશય નથી રહેલો એમ જાણી શકે છે. અથવા વાણી તો વાણી છે, ભલે વાણીના શબ્દો લગભગ સરખા હોય તોપણ કહેનારના ઉદ્દેશને સમજી શકે છે કે અહીંયાં કહેના૨નો ઉદ્દેશ શું છે ? જ્યારે કહેનારનો ઉદ્દેશ એક આત્મહિત અથવા આત્માર્થનો જ હોય તો એ વાણીનો ધ્વનિ બીજી રીતે હોય છે. અથવા એ આશય સમજી શકાય છે, ઉદ્દેશ સમજી શકાય છે અને એમ ન હોય તો કોઈ અન્ય હેતુ હોય છે. જે આત્માર્થ સિવાયનો હેતુ હોય છે તે પણ સમજી શકાય છે. બહુ સારો મુદ્દો છે.