________________
૫૮
રાજહૃદય ભાગ-૧૩ પોતાના સુખ-શાંતિનું છે. જેને પોતાના અનંતસુખનું નિધાન પોતામાં જોયું, અનંતશાંતિનું નિધાન પોતામાં જોયું, એ પછી પોતાની શાંતિ જ્યાં પોતામાં પરિપૂર્ણ છે તો એથી બહાર નીકળવાનું અને પ્રયોજન શું છે ? બહાર નીકળતાં તરત જ અશાંતિ થાય છે. ઈન્દ્રને ઇન્દ્રાસન ઉપર ઉપયોગ જાય એટલે સીધો એ વિકલ્પમાં દુઃખનો ભાવ થાય. દુઃખભાવ થાય. એટલે સમ્યગ્દષ્ટિ ઈન્દ્ર છે તે ઇન્દ્રાસન ઉપર બેસવા જવાનો વિકલ્પ કરે છે ત્યારે એ ઈન્દ્રાસન એને દુઃખરૂપ ભાસે છે. બીજા નીચેના પુણ્યવાળાને એમ લાગે છે, પુણ્યની ભાવનાવાળાને, કેવા મહાન મોટા પુણ્યશાળી છે ! આવું મજાનું ઈન્દ્રાસન બેસવા મળે છે. એને દુઃખરૂપ લાગે છે. બીજાને સુખની કલ્પના થાય છે, એને દુઃખની કલ્પના થાય છે. દુઃખનો ભાવ વાસ્તવિક થાય છે.
મુમુક્ષુ-
પૂજ્ય ભાઈશ્રી – વિકલ્પમાં તો આકુળતા થાય છે. ઉદાસીનતા એ વખતે દુઃખને લઈને આવે છે. એવું જે દુઃખ છે એ દુઃખ અનુભવવા યોગ્ય નથી માટે ઉદાસીનતા આવે છે. એ દુઃખની રુચિ નથી માટે ઉદાસીનતા આવે છે. દુઃખ ગમતું નથી માટે અણગમો તે ઉદાસીનતા છે. એમ છે. પણ દુઃખ છે એ દુઃખ જ છે.
જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં,...” કોઈનો પણ એવો સ્વભાવ ન દીઠો કે કોઈ આત્માનો કોઈ આત્મા થાય. “અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” સમાવેશ પામી ગયા, ઠરી ગયા. ઠરવાનું કામ મળી ગયું અને ઠરી ગયા.
“આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી. આ માણસ વટેમાર્ગ ઉનાળામાં ભર બપોરે ચાલતો હોય. ઝાડનો છાયો આવે તો થોડીવાર એને એમ થાય કે અહીંયાં (વિસામો કરું). ચાલતા ચાલતા એકધારો તડકો ઘણો લાગે છે. છાયો બહુ સારો છે. શીતળ છાંયડો છે. થોડોક વિસામો ખાઈ લઈએ તો એ સહેજે સહેજે જ વૃત્તિ આવે. જો તાપ લાગે તો સહેજે સહેજે ત્યાં રોકાવાની વૃત્તિ આવે. એમ અનેક પ્રકારના પરિણામમાં, અનેક વિકલ્પમાં જીવને જો આકુળતાનું દુઃખ થતું હોય તો આત્મા જે ઠરવાનું શાંતિનું ધામ છે. એમાં ઠરવાનો જ ભાવ આવે, બીજો ભાવ આવે નહિ.
મુમુક્ષુ - -