________________
૧૫૬
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૬૨
મુંબઈ, પોષ વદ, ૧૯૫ર સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.
યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજો, આતમરામ છે સાખી રે.’
- શ્રી શ્રીપાળાસ
(પત્રાંક) ૬૬૨. “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ. જીવ ગમે તે સ્થિતિમાં હોય સંસારમાં નિર્ભય નથી. ભોગે રોગ ભય. ભર્તુહરીએ ત્યાંથી શરૂઆત કરી છે. ભોગે રોગ ભય એમ કરીને. એટલે ગમે તે સંસારની અંદર ભોગ-ઉપભોગ પ્રાપ્ત હોય ત્યાંથી માંડીને ગમે તેટલી અનુકૂળતા હોય (તોપણ) જીવને ભયવાનપણું છે. એકલો ભય... ભય... ભય... ભયથી જીવો જીવી રહ્યા છે. નિર્ભયપણે કોઈ જીવતા નથી.
અથવા જ્યાં સુધી પોતાના શાશ્વત સ્વરૂપની નિઃશંકતા ઉત્પન્ન થતી નથી, પોતાના અવ્યાબાધત્વની નિઃશંકતા આવતી નથી કે હું અવ્યાબાધ સ્વરૂપ છું, મારા આત્માને કોઈ બાધા કરી શકે એવું નથી. ત્રણે કાળે શાશ્વત એવોને એવો છું. એમ
જ્યાં સુધી નિઃશંકપણું ન આવે ત્યાં સુધી નિર્ભયપણું આવે જ નહિ. કેમકે બાકીના બધા સંયોગો અનિત્ય છે. દેહ પણ અનિત્ય છે, બીજા સંયોગો પણ અનિત્ય છે. એટલે એ અનિત્યતાનો ભય, એમાં પ્રતીતિ નિત્યતાની હોવાને લીધે એ અનિત્યતાનો ભય ઉત્પન્ન થયા વિના રહે નહિ.
સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને..” સંસાર કેવો છે ? કે જેમાં જીવો ભયથી જ જીવે છે. અને ભયના દુઃખથી ક્યારેય મુકત નથી. લ્યો, આ પરિણતિ વિચારવી હોય તો અહીંયાં વિચારી શકાય એવું છે. પરિણતિની આપણે ચર્ચા ચાલે છે ને? સંસારીજીવને ભયની પરિણતિ હોય છે. ભયથી મુક્ત ક્યારેય ન હોય. એક દુઃખની પરિણતિ, ભયરૂપી દુઃખની પરિણતિ અને નિરંતર