Page #1
--------------------------------------------------------------------------
________________
ભાગ ૧૩
શ્રીમદ્ રાજચંદ્ર
શ૪હદય
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
રાજહદય
(ભાગ-૧૩) પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ
ઉપરના સળંગ પ્રવચનો) પત્રાંક-૬૩૮ થી ૬૮૭)
પ્રકાશક
વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
2015
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન વીતરાગ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૦, જૂની માણેકવાડી, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી માર્ગ
2
ભાવનગર-૩૬૪૦૦૧
ફોન : (૦૨૭૮) ૨૪૨૩૨૦૭
અન્ય પ્રાપ્તિ સ્થાનઃ
– શ્રી કુંદકુંદ કહાન જૈન સાહિત્ય કેન્દ્ર, ‘ગુરુ ગૌરવ’, સોનગઢ
– શ્રી ખીમજીભાઈ ગંગર (મુંબઈ) : (૦૨૨) ૨૬૧૬૧૫૯૧, મો. ૦૯૮૨૦૩૬૫૬૮૩
– શ્રી ડોલરભાઈ હેમાણી (કલકત્તા) : (૦૩૩) ૨૪૭૫૨૬૯૭, મો. ૦૯૭૪૮૭૧૨૩૬૦
પ્રથમાવૃત્તિ : ૧૩-૦૭-૨૦૧૪ (અષાઢ વદ ૧, મહાવીર ભગવાનની
દિવ્યધ્વનિ છૂટવાનો પ્રથમ દિવસ)
પ્રત: ૧૦૦
પૃષ્ઠ સંખ્યા ઃ ૪૮૪ + ૮ = ૪૯૨ પડતર કિંમત ઃ ૮૦૦/મૂલ્ય : ૨૦/
લેસર ટાઈપ સેટિંગ : પૂજા ઇમ્પ્રેશન્સ
૧૯૨૪/B, ૬, શાંતિનાથ બંગલોઝ, શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ પાસે ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : ૯૭૨૫૨૫૧૧૩૧
મુદ્રકઃ બુક પબ
ફોન : ૯૮૨૫૦૩૦૩૪૦
Page #4
--------------------------------------------------------------------------
________________
પદ્મોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી છાનજીસ્વામી
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ચજહૃદય ભાગ-૧૩નું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રકાશિત વચનામૃતો તથા પત્રો ઉપર સમાદરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી “શશીભાઈના પ્રવચનોનું પ્રકાશન છે. “ભાવનગરમાં ૧૯૮૯માં “શ્રી સીમંધર સ્વામી દિગંબર જિનમંદિરમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો સળંગ સ્વાધ્યાય ચાલ્યો હતો. પ્રસ્તુત ધ્વનિમુદ્રિત પ્રવચનોના સી.ડી. પ્રવચનો “શ્રી શશીપ્રભુ સાધના સ્મૃતિ મંદિરમાં નિયમિતરૂપે સાંભળવાનો નિત્યક્રમ ચાલી રહ્યો હતો. પ્રવચનો સાંભળ્યા બાદ ઘણા મુમુક્ષુઓને એવો ભાવ આવ્યો કે જો આ પ્રવચનો ગ્રંથારૂઢ થાય તો સર્વ મુમુક્ષુ સમાજને આત્મહિતમાં લાભનું કારણ થાય. આ ભાવનાના ફળસ્વરૂપે “રાજહૃદય' નામક ગ્રંથ પ્રકાશન કરવામાં આવી રહ્યો છે.
આપણાં પરમ તારણહાર, સાગર સમાન ગંભીર, અધ્યાત્મયુગ દિવાકર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો સમસ્ત મુમુક્ષુ સમાજ ઉપર અવિસ્મરણીય ઉપકાર વર્તે છે. આવા દુષમકાળમાં, તીર્થકર જેવા યુગપુરુષનો જન્મ એ આપણાં સૌનું મહાન સદ્ભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિશાળ અને ગહન શાસ્ત્ર અભ્યાસની શૃંખલામાં એક ગ્રંથ હતો શ્રીમદ્ રાજચંદ્ર' ! પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તન બાદ તેઓશ્રીએ આ ગ્રંથ ઉપર પ્રવચનો પણ આપેલા છે અને ત્યારે કોઈ પૂછે કે, અમારે કયુ શાસ્ત્ર વાંચવું?તો પૂજ્ય ગુરુદેવશ્રી' કહેતા, “શ્રીમદ્ રાજચંદ્ર વાંચો!
- પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં કૃપાળુદેવ પ્રત્યે કેટલું બહુમાન, ઉપકારબુદ્ધિ અને ભક્તિભાવ હતો તેનો પુરાવો છે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો'. પાને પાને કૃપાળુદેવના ગુણગ્રામ કરતો આ ગ્રંથ “કૃપાળુદેવનું પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં શું સ્થાન હતું તેની પ્રસિદ્ધિ કરે છે ! પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે કે, અત્યારે જે આ સમયસાર વંચાય છે તે “શ્રીમદ્ રાજચંદ્રનો ઉપકાર છે!” આપણા ગુરુવર ‘કહાન' પણ જેમનો ઉપકાર માને છે અને જેમના ગુણગ્રામ કરતાં થાકતા નથી તો આપણને તો કેટલો ઉપકાર, ભક્તિ અને બહુમાન હોવા ઘટે તે સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે.
જન્મ-મરણ, માનસિક અને શારીરિક દુઃખ, પીડા, બાધા, રોગ, શોક આદિ અનેક પ્રકારના દુઃખથી ગ્રસિત સંસારી જીવ અનેકવિડંબનાઓને ભોગવતા પરવશ બની કાળચક્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે. અનેક પ્રકારના કર્મજનિત ચિત્ર-વિચિત્ર ઉદય પ્રસંગોમાં રહેતું અસમાધાન, મૂંઝવણ આદિ મટાડવાનો ઉપાય શું ? તેનું અજ્ઞાન હોવાને લીધે ન ઇચ્છતા છતાં દુઃખની પરંપરા અનિવાર્યપણે ભોગવી રહ્યા છે. સુખની ઝંખના, સુખની પ્રાપ્તિ માટેના વલખાં અને દુઃખથી ત્રસ્ત સંસારી જીવ આજ પર્યત સાચું સુખ પ્રાપ્ત નથી કરી શક્યા એવાતવર્તમાન પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
આવી એક અણઉકેલી સમસ્યાનું સમાધાન ગવેષવા કોઈક વિરલ જીવ જાગે છે. તેને પહેલો વિચાર એ આવે છે કે, આ સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન આપનાર એવા કોઈ મહાપુરુષ છે ખરા? જો હોય તો મારે સાતમે પાતાળે પહોંચીને પણ આ સમસ્યાનો અંત લાવવો છે! અંતરંગથી ઉત્પન્ન
Page #7
--------------------------------------------------------------------------
________________
થયેલી સત્સમાગમની ભાવના સત્પરુષની શોધમાં પરિણમિત થાય છે અને કુદરતના નિયમાનુસાર તે જીવને એ દિવ્યમૂર્તિની પ્રાપ્તિ થાય છે. તે વિરલ જીવ જ્ઞાનીપુરુષ દ્વારા ઉપદિષ્ટ બોધ અનુસાર પ્રયત્ન કરતાં તેને તે સત્યસુખની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સંસારદુઃખથી પરિમુક્ત થાય છે.
કૃપાળુદેવે પૂર્વભવોમાં આત્મહિતાર્થે અનેક અથાગ પ્રયત્ન કર્યા હતાં છતાં એ સૌ નિષ્ફળ ગયા હતા પરંતુ કોઈ એક ભવમાં સન્દુરુષનો યોગ થયા બાદ તેઓશ્રીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અનંત જન્મ-મરણનો અંત આવ્યો હતો. માટે “કૃપાળુદેવે વર્તમાનમાં સ્વયંને પ્રત્યક્ષ સપુરુષનો યોગ થયો ન હોવા છતાં પત્રે પત્રે સસમાગમનો મહિમા નિષ્કારણ કરુણાથી માત્ર મુમુક્ષુજીવના કલ્યાણ અર્થે ગાયો છે. “કૃપાળુદેવના પરિચયમાં જે કોઈ સુપાત્ર જીવો આવેલા તેમને તે વખતની તેમની યોગ્યતાને જોઈને તેઓએ પત્રમાં માર્ગદર્શન આપેલું. આ માર્ગદર્શન વર્તમાનમાં આપણને સૌ કોઈને લાગુ પડે તેવું માર્ગદર્શન છે.
કૃપાળુદેવ ને સમષ્ટિગત ઉપદેશ આપવાનો ઉદય નહોતો પરંતુ વ્યક્તિગત ઉપદેશ આપવાનો ઉદય હતો. માટે આ વાતની મર્યાદા સમજીને કૃપાળુદેવે આપેલ માર્ગદર્શનને જો જીવનમાં અવધારવામાં આવે તો અવશ્ય દોષમુક્ત થવાય એ વાત નિઃસંશય છે. “કૃપાળુદેવની લખાણની ભાષા ગૂઢ હોઈ પ્રાયઃ જીવ તેમના અંતઃકરણને સમજી શકતો નથી. છતાં તેઓશ્રીના લખાણમાં એવો જ કોઈ ચમત્કાર છે કે આજે તેઓશ્રીની અનુપસ્થિતિમાં પણ હજારો લોકો તેમના બોધને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે!
કૃપાળુદેવના લખાણમાં રહેલી મધ્યસ્થતા, આશય ગંભીરતા, આત્મહિતનો પ્રધાન સૂર, નિષ્કારણ કરુણા, અંગ અંગમાં નીતરતો વૈરાગ્ય, પારલૌકિક વિચક્ષણતા, પુરુષાર્થની તીવ્ર ગતિ, સરળતા, પરેચ્છાનુગારીપણું ઇત્યાદિ અનેકાનેક ગુણોથી વિભૂષિત થયેલા તેમના પત્રો એક અમૂલ્ય રત્નોની નિધિ છે! તેઓશ્રીના લખાણમાં રહેલું ઊંડાણ તેમના હૃદયને – અંતરંગ પરિણતિને પ્રકાશે છે. અંતરંગ પરિણતિમાં વર્તતાદિવ્ય ગુણોની ઝલક તેમના લખાણમાં વ્યક્ત થઈ છે. પરંતુ આ ઝલકને પારખનારા પણ કોઈ વિરલા જીવ જ હોય છે. કોઈક જ વિરલા તેમના હૃદયને પારખી શક્યા છે, જેણે પારખ્યાતે પોતે તે દિવ્ય દશાને પામી ગયા! એ દિવ્ય હૃદયને પરખીને વર્તમાન મુમુક્ષુ સમાજ પર્યત તે હૃદયના ભાવોને પ્રકાશમાં લાવનાર છે –પૂજ્ય ભાઈશ્રી “શશીભાઈ !
રાજહૃદય' નામ અનુસાર “કૃપાળુદેવના અંતરંગને ખોલનાર પૂજ્ય ભાઈશ્રી “શશભાઈના અનુભવરસ ઝરતા આ પ્રવચનો અમૃતવેલડી સમાન છે. એક દિવ્યમૂર્તિને આકાર આપતા આ પ્રવચનો “કૃપાળુદેવ' જેવા મહાન સાધકની સાધકદશાને સ્વયંની અનુભવવાણીરૂપી યંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુજીવને દર્શાવે છે કે, આ છે “કૃપાળુદેવ આ છે “રાજહૃદય'. “કૃપાળુદેવના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રત્નોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂક્યા છે !! કોઈપણ જીવ ગ્રાહક થઈને લેતો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય!
ધન્ય છે પૂજ્ય ભાઈશ્રીના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષુજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા
Page #8
--------------------------------------------------------------------------
________________
મળે છે.
નાની ઉંમરથી જ “કૃપાળુદેવના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકજીવે આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે.
૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે ! એવા વચનોના, એ વચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાત્ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી', તભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન', ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય “નિહાલચંદ્ર સોગાનજી તથા શાંતમૂર્તિ, “રાજહૃદય' ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી “શશીભાઈના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ ક્યાંક ક્યાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી જગ્યા રાખવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રીના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો એ સપુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જ પ્રેસ ઉપર મોકલવામાં આવે છે.
સળંગ પ્રવચનો ‘ભાવનગર જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે ૫૦૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શ્રૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જપત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્રલિપી ગુજરાતી કરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં પત્રાંક ૬૩૧ થી ૬૩૭ ઉપરના પ્રવચનો ઉપલબ્ધ નહિ હોવાથી લેવામાં આવેલ નથી. આ ગ્રંથના બધા પ્રવચનોની સીડી પુસ્તક સાથે રાખેલ છે.
ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનો ઉલ્લેખ અન્યત્ર આપવામાં આવેલ છે તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે પૂજા ઇમેશન્સનો આભાર માનવામાં આવે છે. રાજહૃદયના બધા ભાગો www.satshrut.org ઉપર ઉપલબ્ધ છે.
અંતતઃ “રાજહૃદયમાંથી પ્રવાહિત આ અવિરત અમૃત સરવાણીને પીને પ્રત્યેક જીવ શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ.
જેઠ સુદ ૫, તા.૨૬-૨૦૧૪ (ઋતપંચમી)
ટ્રસ્ટીગણ વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
Page #9
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય' ભાગ-૧૩ના પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનરાશિ
સ્વ. ગોદાવરીબહેન હંસરાજ શાહ, ચેન્નાઈ
૪૧,૦૦૦/સ્વ. પ્રાણકુંવરબહેનહેમાણીના સ્મરણાર્થે, હ. શ્રી ડોલરભાઈ હેમાણી ૨૫,૦૦૦/શ્રીમતી વંદનાબહેન રણધીરભાઈ ઘોષાલ, કોલકાટા
૧૧,૦૦૦/શ્રીમતી લક્ષ્મીબહેન ખીમજીભાઈ ગંગર, મુંબઈ
૫૦૦૦/ડો. બી.એમ. સુથાર,કમ્પાલા, યુગાન્ડા
૫,OOO/બેલાબહેન અને પ્રશાંતભાઈ જૈન, ભાવનગર
૨,૧૦૦/શ્રી પિયૂષભાઈ નગીનદાસ ભાયાણી, કોલકાટા
પ000/સ્વ.હસમુખભાઈ અજમેરાના સ્મર્ણાર્થે, હ. અનસૂયાબહેન અજમેરા, કોલકાટા ૫,000/શ્રી ધર્મેન્દ્રભાઈ વોરા, ભાવનગર
૨,૫૦૦/શ્રી હેમંતભાઈ શાહ, મુંબઈ
૨,૫૦૦/કાજલ, જિગીશ ખારા, કોલકાટા
૧,૦૦૧/પ્રવિણાબેન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા
૧,૦૦૧/જિગીશ ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા,
૧,૦૦૧/પ્રજ્ઞેશ ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાતા
૧,૦૦૧/વૈશાલી પ્રજ્ઞેશ ખારા, કોલકાટા
૧,૦૦૧/ચિંતન ઉપેન્દ્રભાઈ ખારા, કોલકાટા
૧,૦૦૧/અનુજા ચિંતન ખારો, કોલકાતા
૧,૦૦૧/શ્રી પરિચંદજી ઘોષાલ, કોલકાટા
૧,000/શ્રીમતી ચારુબહેન નિલેષભાઈ જૈન, ભાવનગર
૧,OOO/શ્રીમતી અવનીબહેન મીતેષભાઈ શાહ
૫૦૦/શ્રીમતી સ્નેહલતાબહેન જયેન્દ્રભાઈ શાહ, ભાવનગર
૨૫૧/સ્વ. કસ્તુરીબહેન લક્ષ્મીચંદ શાહ, અમદાવાદ, હ કનુભાઈ શાહ
૨૫૧/સ્વ. મધુબહેન કનુભાઈ શાહ, અમદાવાદ,હકનુભાઈ શાહ
૨૫૧/
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાંજલી
શ્રી ગોદાવરીબેન હંસરાજ શાહ
જન્મ : ૧૮-૦૧-૧૯૮ દેહવિલય ઃ ૦૧-૦૨-૨૦૦૬
1:3
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
સ્મરણાંજલિ
જન્મ : ૮.૧૦-૧૯૧૦
દેહવિલય : ૫-૧૦-૨૦૦૩ ગં. સ્વ. પ્રાણકુંવરબહેન જમનાદાસ હેમાણીની
- પુણ્યસ્મૃતિમાં હેમાણી પરિવાર
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
સૌમ્યમૂર્તિ પૂજય ભાઈશ્રી શશીભાઈ
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રવચન અનુક્રમણિકા
પ્રવચનનું.
પાનાન.
૨૮૮,
૦૦૧
૨૮૯.
૦૨૦ ૦૩૭
૨૯૦. ૨૯૧.
o૫૧
૦૬૯
૨૯૨. ૨૯૩.
૦૮૫
૨૯૪.
૧૦૩
૨૯૫.
૧૨૨.
૨૯૬.
૨૯૭.
૧૪૧ ૧૬૦ ૧૭૮
૨૯૮.
૧૯૭
૨૯૯. ૩ .
પત્રાંક પત્રાંક-૬૩૮ થી ૬૪૨ પત્રાંક-૬૭૯ પત્રાંક-૬૪૨ થી ૬૪૪ પત્રાંક-૬૪૫ અને ૬પ૧ પત્રાંક-૬૪૬, ૬૪૭ પત્રાંક-૬૪૮ થી ૬૫૦ પત્રાંક-૬૫૧ થી ૬૫૫ પત્રાંક-૬ ૫૬, ૬પ૭ પત્રાંક-૬ ૫૮ થી ૬૬ ૨ પત્રાંક-૬૬૩ અને ૬૬૪ પત્રાંક-૬૬૪, ૬૬૫ પત્રાંક-૬૬ થી ૬૬૮ પત્રાંક-૬ ૭૦, ૬૭૧ પત્રાંક-૬૭૨ થી ૬ ૭૪ પત્રાંક-૬ ૭૪ થી ૬૭૭ પત્રાંક-૬ ૭૭, ૬૭૮ પત્રાંક-૬ ૭૯ પત્રાંક-૬ ૭૯ પત્રાંક-૬ ૭૯ પત્રાંક-૬ ૭૯ પત્રાંક-૬૭૯, ૬૮૦ પત્રાંક-૬૮૦થી ૬૮૨ પત્રાંક-૬૮૩ થી ૬૮૭ પત્રાંક-૬૮૭ પત્રાંક-૬૮૭ પત્રાંક-૬૮૭
૨૧૫
૩૦૧,
૨૩૪ ૨૫૬
૩૦૨.
૩૦૩.
૨૭૬
૩૦૪.
૨૯૪
૩૦૫.
૩૧૭
૩૩૫
૩૦૬. ૩૦૭.
૩પ૩
૩૦૮.
૩૭૨
૩૦૯.
૩૯૧
૩૧૦.
૪૧૦
૩૧૧
૪૨૮
૩૧૨.
૪૪૨
૩૧૩
૪૫૮
Page #17
--------------------------------------------------------------------------
________________
URRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
(હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીરા તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજા તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
શિખરણી) અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સૂયે તને રસનિબંધ શિથિલ થાય, જાયે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રૂચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુરુપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. છછછછછછછછછછછછછછછછ
R2X2X RURURKABKUROROORSAN RU RURBRANDURRRRRRRRRRRRRRRRRRRRRR
Page #18
--------------------------------------------------------------------------
________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
નમ: શ્રીસિદ્ધમ્યઃ
રાજહૃદય
ભાગ-૧૩
પત્રાંક-૬૩૮
રાણપુર (હડમતિયા), ભાદરવા વદ ૧૩, ૧૯૫૧ બે પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે.
છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે. સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશોઃ
(૧) ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે. પરમાર્થનવથી એ દ્રવ્ય પણ સક્રિય છે. વ્યવહારનયથી પરમાણુ, ગુગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે. સડવું યાવત્... વિધ્વંસ પામવું એ પરમાણુ પુગલના ધર્મ કહ્યા છે.
પરમાર્થથી શુભ વણદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે.પત્રખંડિત]
Page #21
--------------------------------------------------------------------------
________________
૨
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૩-૩-૧૯૯૧, પત્રાંક – ૬૩૮ થી ૬૪૨ પ્રવચન નં. ૨૮૮
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત. પત્ર-૬૩૮, પાનું-૪૮૪. ધારશીભાઈ કુશળચંદ, મોરબી’ ઉપર લખેલો પત્ર છે. પત્ર ‘રાણપુર’ અને બોટાદ’ વચ્ચે ‘રાણપુ૨’ની નજીકમાં ‘હડમતિયા’ કરીને ગામ છે. અત્યારે ‘હડમતાળા’ કહેવાય છે. નાનું ગામડું છે. ત્યાંથી લખેલો છે. ત્યાં એ કોઈ મુમુક્ષુનો ખ્યાલ નથી આવતો. ‘બોટાદ’થી ‘મણિભાઈ’ પણ ત્યાં ગયેલા. બીજા મુમુક્ષો પણ ત્યાં ગયેલા. એ અધ્યાત્મ ‘રાજચંદ્ર’માં ‘ડૉ. મનસુખભાઈ'એ એ બાબતમાં થોડો ઇતિહાસ આપ્યો છે. જેમ કોઈ નિવૃત્તિ ક્ષેત્રે જાય એમ કોઈ નાના ગામડામાં ગયેલા છે. ગાડા ૨સ્તે જવાય છે. ‘રાણપુર'થી ગાડા રસ્તે બે-એક માઈલ જેટલું છેટું છે. બે માઈલ નહિ પણ બે ગાઉ એટલે ચાર માઈલ જેવું થયું.
મુમુક્ષુ :– પહેલા એકવાર ‘હડમતિયા’ ગયા હતા.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ આ વખતે કે ગયે વખત ગયેલા. એ કાંઈ ખ્યાલ નથી આવતો. કદાચ એક વખત ગયા હોય અને આ વખતે જાય. એમ પણ હોય શકે. કોઈ મુમુક્ષુનું ઘર હોવું જોઈએ. કોણ છે એ કાંઈ ખ્યાલમાં નથી આવતું. ફરીને ૨૮મા વર્ષમાં જોવું હોય તો જોવું કોને ત્યાં ગયા હતા, કેવી રીતે. ૨૮મા ભાદરવામાં ગયેલા છે.
...
બે પત્ર મળ્યાં હતાં. ગઈ કાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવવું થયું છે. છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યાં હતાં તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે.’ ગત એટલે કાંઈ આડુંઅવળું મૂકાઈ ગયું છે. હાથ ઉ૫૨ નથી. ‘સંક્ષેપમાં ઉત્ત૨ નીચે લખ્યાથી વિચારશો :–' આ પત્ર પણ ફાટેલો જ મળ્યો છે. એટલે એક Paragraph એની અંદર આવ્યો છે.
ધર્મ, અધર્મ દ્રવ્ય સ્વભાવપરિણામી હોવાથી અક્રિય કહ્યા છે.’ અક્રિય કહ્યા છે એટલે શું ? કે જેને ગતિ નથી, ક્ષેત્રાંતર નથી અને જેમાં વિકૃતિ નથી. એટલે સ્વભાવપરિણામી કહ્યા હોવાથી, શુદ્ધપરિણામી કહ્યા હોવાથી એને અક્રિય કહ્યા છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૩૮
અક્રિય એટલે પરિણામ વિનાના એમ કહેવું નથી. ઉત્પાદ-વ્યય તો ત્યાં પણ છે.
પરમાર્થનયથી એ દ્રવ્ય પણ સક્રિય છે.’ એટલે પરમાર્થનયથી કહો કે ખરેખર સાચા જ્ઞાનથી જુઓ તો એમાં પણ ઉત્પાદ-વ્યયરૂપ પરિણામ થાય છે. વ્યવહા૨નયથી પરમાણુ, પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત્ સંબંધ પામે છે.' વ્યવહા૨નયથી એકબીજાનો સંયોગ થતો હોવાથી એને ગ્રહણત્યાગ કહ્યા. સંયોગ થયો ત્યારે ગ્રહણ કર્યા, સંયોગથી વિયોગ થયો ત્યારે ત્યાગ થયો એમ કહીને એને ક્રિયાવાન કહ્યા છે, સક્રિય કહ્યા છે.
૩
‘સડવું યાવત્...’ પછી કાંઈક કાગળ તૂટી ગયો છે. વિધ્વંસ પામવું એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે.' સડવું એટલે અનેક પરમાણુમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. જેમકે ફળ છે એ બગડી જાય છે તો કહે સડી ગયું. એવી રીતે શરીરમાં વિધ્વંસ પામવું એટલે નાશ પામવું અથવા પરમાણુ છૂટા પડવા, એ પર્યાય પૂરી થઈ જવી, કોઈ સંયોગિક પર્યાયનો નાશ થવો એને વિધ્વંસ પામવું કહે છે. પરમાણુનો કોઈ દ્રવ્યપણે નાશ થતો નથી પણ કોઈ એક સ્કંધની અથવા કોઈ પર્યાયનો નાશ થાય છે ત્યારે વિધ્વંસ પામી ગયો એમ કહેવામાં આવે છે.
એ પરમાણુ પુદ્ગલના ધર્મ કહ્યા છે. પરમાર્થથી શુભ વર્ગાદિનું પલટનપણું અને સ્કંધનું મળી વીખચવાપણું કહ્યું છે...' શુભવર્ણાદિ પલટનપણું એટલે રંગથી બીજો રંગ થઈ જાય છે. એક લીલા રંગનું પાંદડું હોય. લીલા રંગનું હોય એ સૂકાઈને પીળા રંગનું થઈ જાય. એકદમ ઘાટો લીલો રંગ હોય એ એકદમ પલટાઈને ઘાટો પીળો રંગ પણ થઈ જાય છે. એમ પલટનપણું પણ થાય છે. ‘સ્કંધનું મળી વીખરાવાપણું કહ્યું છે..' અનેક પરમાણુ ભેગા થાય તેને સંધ કહે છે. જથ્થો. જેમકે આના આટલા પરમાણુ ભેગા થયા. બળીને રાખ થાય. પરમાણુ છૂટા પડી જાય. એ વગેરે કોઈ ૫૨માણુ અને જીવના પરિણામો વિષેની ચર્ચાનો ખંડિત પત્ર છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૩૯
રાણપુર, આસો સુદ ૨, શુક, ૧૯૫૧ કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે.
(પત્રાંક) ૬૩૯ પણ “રાણપુરથી “નવલંચદ ડોસાભાઈ” ઉપરનો લખાયેલો પત્ર છે.
કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. આત્માર્થ એટલે આત્માના હિત સંબંધીની ચર્ચા થતી હોય. કોઈ પણ જગ્યાએ આત્માના હિત સંબંધીની ચર્ચા-વિચારણા થતી હોય તો ત્યાં જવા-આવવાનો અને શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. તો એવી જગ્યાએ જવું. કોઈપણ બે-એક માણસો, બે માણસો, ચાર માણસો એવા હોય કે જે આત્માના લાભનો, આત્માના હિતનો વિચાર કરતા હોય, વિચારણા કરતા હોય, ચર્ચા કરતા હોય તો એવાની સાથે હળવાભળવાનો પ્રસંગ રાખવો તે ઉચિત છે. એટલું કહેવું છે. કરવા યોગ્ય છે.”
ગમે તો જૈન સિવાય.” હવે જુઓ ! એની મર્યાદા ક્યાં સુધી રાખી ! સંપ્રદાય પૂરતી નહિ. આ તો તમે તમારા વર્તુળથી બહાર જાવ તો કહે અહીંયાં ગયા. અરે! ગમે તો જન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય.” ભલે કોઈ બીજા દર્શનના સિદ્ધાંતથી એ વાત ચર્ચતા હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. એનો વિચાર કરવો. એની યથાર્થતાનો, અયથાર્થતાનો, યોગ્યતાનો, અયોગ્યતાનો એમાં પરમાર્થ શું છે ? નથી તો કેવી રીતે ? છે તો કઈ રીતે લાગુ પડે છે ? એ બધો વિચાર કરવા યોગ્ય છે.
જુઓ ! ખુલ્લા મનથી, ખુલ્લા અભિપ્રાયથી લખે છે ! અથવા અભિપ્રાયની વિશાળતા કેટલી છે ! સંબંધ આત્માના હિત-અહિત સાથે છે. સીધી વાત આ છે. આ મુદ્દાને કેન્દ્રમાં રાખીને ગમે તે ચર્ચા ચાલતી હોય તો એની સાથે પ્રતિબંધ શું છે ? એની સાથે કોઈ પ્રતિબંધ રાખવા યોગ્ય નથી.
મુમુક્ષુ :- કુસંગ કહેવાય છે? જ્યાં.. પૂજ્ય ભાઈશ્રી :- જ્યાં આત્માના હિતની વાત થતી હોય ત્યાં કુસંગ લાગુ
Page #24
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૩૯
નથી પડતો.
મુમુક્ષુ :- શ્રદ્ધા તો વિપરીત છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પણ એની શ્રદ્ધા નહિ જ ફરે એમ કેમ માની લેવાય ? કોઈની શ્રદ્ધાને ધ્રુવપણું કેમ દઈ દેવાય ? જેમકે ત્યાં આત્માના હિત-અહિતની ચર્ચા કરવામાં એની કાંઈક ભૂલ છે. પણ એની ઇચ્છા અને અભિપ્રાય આત્માનું હિત ક૨વાનો છે. કોઈ અન્ય મતના બે-ચાર માણસો ભેગા થઈને સત્સંગ કરે છે. અમે તો આત્માના હિતની ચર્ચાઓ કરીએ છીએ. તમે પણ આવો. ગયા. એને તો પ્રમાણિકપણે હિત કરવું છે પણ એને ખબર નથી કે આમાં અહિત કેવી રીતે થાય. તો ચર્ચા થતાં એના વિચારોમાં ફેરફાર (દેખાય), જો એનો અભિપ્રાય પ્રમાણિક હશે કે આપણે તો કલ્યાણ જ કરવું છે. જે વાટે થતું હોય એ વાટે, જે રસ્તે થતું હોય એ રસ્તે. તો તરત જ ફે૨ફા૨ ક૨શે. અને એમ લાગે કે સાચી વાત મળ્યા છતાં પણ કદાગ્રહને લઈને એ ફે૨ફા૨ નથી કરતા તો છોડી દેવું. કેમકે ત્યાં હિતનો વિષય ન રહ્યો. તો એ સંગ છોડી દેવો. પણ અન્યમતમાં એવા જીવો હોય છે કે જે ખરેખર આત્મકલ્યાણ ઇચ્છતા હોય છે પણ એની પાસે માર્ગ મળે એવી પરિસ્થિતિ નથી હોતી. એવું સાહિત્ય નથી હોતું, એવો સત્સંગ નથી હોતો. તો એવા સાચા શ્રદ્ધા-જ્ઞાનવાળા જીવોથી બીજા જે વિપર્યાસમાં ઊભેલા જીવોને ફ૨વાનો, બદલવાનો અવકાશ મળે છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. અને એવી રીતે ભૂતકાળમાં ઘણા બદલ્યા છે. સંગ કર્યો તો ક્યારે કહેવાય ? કે પોતે એ ખોટું જે કાંઈ વિચારે છે, ભૂલથી વિચારે છે એને અનુસર્યે જાય તો. સત્યને છોડીને એને અનુસરવા લાગે તો કુસંગ થઈ જાય.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. એમાં શું છે કે એમ કહેવામાં આવે કે, ભાઈ ! અમે પ્રમાણિકપણે આત્મહિતની ચર્ચાઓ કરીએ છીએ. તમે જો એવો અભિપ્રાય રાખતા હોય તો અમારી વચ્ચે આવો. અમે પણ આવું ઇચ્છીએ છીએ. વિચાર-વિમર્શનો પ્રસંગ રહેશે. અને સત્ય ગ્રહણ કરવું છે. તો ત્યાં ખ્યાલ આવે કે આ તો ભૂલમાં છે. ભૂલ દેખાડતાં જો એ ફે૨ફા૨ ક૨વાના અભિપ્રાયવાળા હોય તો સંગ ચાલુ રાખવો જોઈએ. ભૂલ દેખાડતા પણ કહે, નહિ. અમારે તો અમારી પક્કડ છોડવાની નથી, અમારો સંપ્રદાય છોડીને અમે કચાંય ન જઈએ. તો પોતે છોડી દેવું જોઈએ. એ પ્રકારે.
- ...
-
Page #25
--------------------------------------------------------------------------
________________
ચજહૃદય ભાગ-૧૩
મુમુક્ષ:- વિચારાર્થે લખે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હાવિચારાર્થે લખ્યું. વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે. એ હેતુ લીધો છે. શા અર્થે લેવું. ગ્રહણ કરવા અર્થે નહિ, વિચારાર્થે. મુમુક્ષુને માટે એક બીજું એવું પણ બને છે કે મુમુક્ષુ પોતે એમ માનતા હોય છે કે આપણે બધું બરાબર સમજી ગયા છીએ. પણ કોઈ અન્યમતવાળા પણ કોઈ સબળ યુક્તિ આપે, સબળ તર્ક આપે એ વખતે પોતાને શંકા પડી જાય (કે) આની વાત પણ સાચી લાગે છે. આપણે કાંઈક આપણી સમજણફેર થતી હોય એવું લાગે છે. એવી રીતે પોતાની સમજણનું દૃઢપણું, બળવાનપણું ઠોસપણું, યથાર્થપણું, અયથાર્થપણું કેવી રીતે છે કે નથી ? એવો વિચાર કરવાને અર્થે પણ ગમે તે વાત સામે આવી તો એણે વિચારવી જોઈએ. કોઈપણ વાત સામે આવે તો એની સત્યતા, અસત્યતાની ચકાસણી કરવી, એને સત્યની કસોટી ઉપર લઈ જવી, એવી મુમુક્ષુની તૈયારી હોવી જોઈએ. એમ કહેવાનો આશય છે. એ વાતમાં થોડું માર્ગદર્શન છે.
જેને એકાંતે આત્મહિત કરવું છે એવી ભાવનાવાળો જીવ ભૂલતો નથી. મુમુક્ષુને ભૂલવાના પ્રસંગ અથવા અવસર ઘણા ઠેકાણા છે અને સંભવ પણ ઘણો છે. તોપણ કોઈ ભૂલે છે અને કોઈ નથી ભૂલતા. એમ બે પ્રકાર પડે છે. કોણ નથી ભૂલતા એનો જો વિચાર કરવામાં આવે અને એના ઉપરથી કોણ ભૂલે છે એનો પણ વિચાર કરવામાં આવે તો એ જીવો નથી ભૂલતા કે જે જીવો એકાંતે આત્મકલ્યાણની ભાવનામાં ઊભા છે. એ જીવો નથી ભૂલતા. હવે એ જીવો શા માટે નથી ભૂલતા ? કે જે કોઈ ભૂલવાનો પ્રકાર ઊભો થાય છે ત્યારે એના પરિણામની અંદર આ ભાવનાને ઠેસ પહોંચે છે. એટલે તરત જ એને જ્ઞાન સમ્યજ્ઞાન નહિ હોવા છતાં અથવા કોઈ વિશેષ એવું જ્ઞાન નહિ હોવા છતાં એની ભાવના વિરૂદ્ધતાને એ સંમત કરતા નથી. મારે તો મારું આત્મકલ્યાણ કરવું છે. આ પ્રકારે થાય કે ન થાય એ એની કસોટીનો પત્થર છે. સીધું ત્યાં ચડાવે છે કે મારી ભાવનાને અનુકૂળ છે કે મારી ભાવનાને પ્રતિકૂળ છે?
એટલે આત્માનો જ કુદરતી સ્વભાવ શુદ્ધરૂપે પરિણમવાનો છે, આત્મા શુદ્ધસ્વભાવપરિણામી દ્રવ્ય છે. અને જેને એવા આત્મકલ્યાણની, પોતાના સ્વભાવની જ ભાવના છે, એ ભાવના જેને થાય છે એ જીવને ભલે સમ્યજ્ઞાન નથી થયું તોપણ એ ભાવના વિરુદ્ધપણું સામે આવે છે તો એને એ તોળી શકે છે, માપી શકે છે. યથાર્થ, અયથાર્થપણે નિર્ણય કરીને એ સંબંધીનો વિધિ-નિષેધ એનો
Page #26
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૪૦ નિશ્ચય યથાર્થ હોય છે, સાચો હોય છે. એવું બને છે. એટલે એ પ્રકારે જેની ભાવના આત્મકલ્યાણની છે એને ડરવાનું કારણ નથી, એને ભય રાખવાનું કારણ નથી કે હું ક્યાંય ભૂલો પડી જઈશ તો? કોઈની વાત સાંભળીને હું ભૂલો પડી જઈશ તો? મારું કોઈ મગજ ફેરવી નાખશે તો ? એને એ ચિંતા કરવાની જરૂર નથી. ઓછો
યોપશમ હોય તોપણ એ ભૂલો નહિ પડે. અને વિશાળ ક્ષયોપશમવાળો પણ આ ભાવનામાં નહિ આવ્યો હોય તો ક્યાંકને ક્યાંક ગોથું ખાઈ જશે. એવો મુમુક્ષની ભૂમિકામાં એક પ્રકાર છે. એ આમા ૬૩૯ માંથી ગર્ભિતપણે નીકળે છે.
પત્રાંક-૬૪૦
મુંબઈ, આસો સુદ ૧૧, ૧૯૫૧ આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
અમ પ્રત્યે અનુકંપા રાખશો. કંઈ જ્ઞાનવાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ.
૬૪૦. “સોભાગ્યભાઈ' ઉપરનો પત્ર છે. “આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે.” “રાણપુર’ થઈને પછી “મુંબઈ ગયા છે. એટલે “વવાણિયાથી નીકળ્યા હતા. સુદ પૂનમ સુધી ક્યાંક વચ્ચે એકાદ અઠવાડિયું રોકાવું હતું. એમાં રાણપુર આવવાનું થયું છે. એટલે ગુજરાતના ક્ષેત્રમાં નથી ગયા. અંબાલાલભાઈને પૂછાવ્યું. કોઈ નિવૃત્તિ ક્ષેત્ર હોય તો લક્ષમાં રાખશો. “રાણપુર જવાનું બન્યું છે. આસો સુદ ૨, ભાદરવા વદ ૧૩ પણ ત્યાં છે. સુદ ૨ પણ ત્યાં છે. ૧૧ “મુંબઈ આવવાનું થયું છે. આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે.' એટલે ૧૦ સુધી ત્યાં રોકાણા છે.
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે,” વેદાંતની અંદર આ સાંખ્યનો અભિપ્રાય છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનવથી આત્મા તેમ જ છે. જિન પણ કહે છે એટલે જિનાગમમાં પણ
Page #27
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩ જિનેશ્વરદેવનું એવું વિધાન છે કે આત્મા અસંગ છે. ત્યાં તો નયજ્ઞાનનો પ્રયોગ છે એટલે નયનું કથન છે કે પરમાર્થનવથી આત્મા અસંગ છે. સંસારદશામાં પણ પરમાર્થનયથી આત્મા અસંગ છે. અત્યારે એને પરસંગના પરિણામ છે, ત્યારે તે વ્યવહારનયથી સંગી પણ છે. સંગવાળો પણ છે અને છતાં મૂળ સ્વરૂપે પરમાર્થનયથી અસંગ પણ છે.
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એટલે અસંગ છે. “એ જ અસંગતા સિદ્ધ થવી,...” એ અસંગતા પર્યાયની અંદર, અવસ્થાની અંદર પ્રાપ્ત થવી, એની પ્રાપ્તિ થવી, અવસ્થામાં પણ અસંગતાની પ્રાપ્તિ થવી. એને સિદ્ધ થવી કહે છે. પરિણત થવી. પ્રાપ્ત થવી, સિદ્ધ થવી, પરિણતિ થવી તે મોક્ષ છે.” મોક્ષ એટલે ભાવ પ્રતિબદ્ધતાનો અભાવ. એને મોક્ષ કહ્યો. જે ભાવ પ્રતિબદ્ધતા છે તે ભાવબંધ છે. પછી દ્રવ્યબંધ તો એના ફળસ્વરૂપે છે. એટલે ત્યાં ભાવે આત્મા બંધાયો. એને બંધ કહે છે. અને એ બંધ થયો ક્યારે ? કે સ્વરૂપમાં ન રહ્યો ત્યારે. પોતાનો ભાવ પોતાના સ્વરૂપઆશ્રિત ન રહ્યો એટલે સ્વરૂપથી સર્યો તે સંસરણ એટલે સંસાર. એ સંસાર અથવા બંધ. અહીંયાં કહે છે કે એ જ દશા અસંગપણે, અસંગ સ્વરૂપમાં લિન થતાં પરિણત થઈ ગઈ, પ્રાપ્ત થઈ ગઈ તેને મોક્ષ કહેવામાં આવે છે.
પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ. સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. જુઓ ! કાલનો ચર્ચાનો વિષય આવ્યો. કાલે પૂજ્ય બહેનશ્રી સાથેની ચર્ચામાં (એક મુમુક્ષુએ) પ્રશ્ન કાઢ્યો હતો. ૨૬૯ ઉપરથી કાઢ્યો હતો ને ? પાનું-૨૯૯ લ્યો. મોક્ષથી અમને સંતની ચરણ–સમીપતા બહુ વહાલી છે;” બહુ વ્હાલી છે. એમ કેમ લેવું? એનો ઉત્તર આવી ગયો. જુઓ? મોક્ષ તો મુમુક્ષુનું ધ્યેય છે તોપણ એવું મોક્ષરૂપ અસંગતા પરભારી એટલે સીધેસીધી સિદ્ધ થવી એટલે પ્રાપ્ત થવી એ અસંભવિત છે. તેવું બનતું નથી. કે સીધેસીધો કોઈ જીવ મોક્ષમાં ચાલ્યો જાય છે. ઘણું કરીને એટલે કોઈ એક જીવને બાદ કરીને.
કોઈ એક જીવને બાદ કરીને એટલે શું છે? કે કોઈ તીર્થકર જેવા પુરુષ હોય, તો એ જ્ઞાન લઈને તો આવ્યા છે. એ કોઈનો સંગ કરે ત્યારે આગળ વધે એવું કાંઈ નથી હોતું. પોતે જગદ્ગુરુ છે. ગમે તેવા રાજકાજમાં ચક્રવર્તી, ભરત, શાંતિનાથ,
Page #28
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૪૦
કુંથુનાથ આદિ હોય છે. જ્યાં એમનો કાળ પાકે છે અને લોકાંતિક દેવ આવે છે. પ્રભુ ! આપનો તો વૈરાગ્યનો સમય પાકી ગયો છે. એટલે દીક્ષાકલ્યાણકનો જ્યાં અવસર આવે છે ત્યાં Automatic કાંઈને કાંઈ એવું નિમિત્ત બને છે, કાં લોકાંતિક દેવ આવે છે.
સામાન્ય રીતે આ વાત છે કે પરભારી તેવી અસંગતા....” એટલે મોક્ષપણું સિદ્ધ થતું નથી. પ્રાપ્ત થતું નથી. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ...” “સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. તે પોતાના અનુભવથી કહે છે કે તે અત્યંત સત્ય છે. કોને કહ્યું? મુમુક્ષુને કહ્યું. મુમુક્ષુની વ્યાખ્યા અહીંયાં બીજી રીતે કરી.
“સર્વ દુખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી....” શું કહ્યું? સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને જેને દુઃખથી છૂટવું હોય એની વાત છે. વર્તમાનમાં સુખી નથી એવું જેને ભાન છે અને સર્વ દુઃખથી મુક્ત થવું છે. જો અત્યારે આનો ઉપાય નહિ કરવામાં આવે, નહિ સાધવામાં આવે તો ભવિષ્યની અંદર અનેક આપત્તિ, અનેક દુઃખ આવી પડવાની પૂરેપૂરી સંભાવના છે. શું કહે છે?
ફરીથી, પરભારી તેવી અસંગતા. એટલે મોક્ષપણું “સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ...” મુમુક્ષ માટે આટલું વિશેષણ વાપર્યું છે. મુમુક્ષુનો અર્થ જ એ કહ્યો છે કે જેને સંસારના સર્વ દુઃખોથી મુક્ત થઈ જવું છે. સામાન્ય રીતે એવી સ્થિતિમાં નથી એ કેવી સ્થિતિમાં હોય છે ? કે વર્તમાનની અમુક પ્રતિકૂળતાઓ દૂર થાય એટલો એ વિચાર કરે છે. પોતાના દેવ-ગુરુ-શાસ્ત્રના સંયોગમાં પણ એટલો જ વિચાર કરે છે કે આટલી એક પ્રતિકૂળતા દૂર થાય, એક આટલું મારું કામ થાય. એક એક કામ એને સામે રાખે છે. કાં આટલી અનુકૂળતા થાય, કાં આટલી પ્રતિકૂળતા જાય. બસ ! આટલું થાય ને તો મારે તો એટલા માટે તો કઈ ને કાંઈ ધર્મ કરવો જોઈએ. મુમુક્ષુ એ છે કે જેને આખા સંસારનો નાશ કરવો છે. આખા સંસારનો નાશ કરવો છે એટલે સંસારના સર્વ દુઃખોનો એને નાશ કરવો છે.
મુમુક્ષ:- “ગુરુદેવશ્રી’ પૂર્ણતાને લક્ષે શરૂઆત.... એ જ મુમુક્ષ.. - પૂજ્ય ભાઈશ્રી :- એ જ વાત પાછી ફરી ફરીને આવે છે. ફરી ફરીને એ જ વાત આવે છે કે મુમુક્ષુ એટલે જેને મોક્ષનું ધ્યેય છે અથવા જેને સંસારના સર્વ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
રાજહૃદય ભાગ-૧૩ દુઃખોનો નાશ કરવો છે. “એવા મમએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી.” એણે. સત્સંગ નિત્ય ઉપાસવો. સત્સંગ માટે એણે આતુર રહેવું અને ૬૦૯માં જે કહ્યું એ પ્રમાણે... આપણે એ પત્ર આવી ગયો કે, પ્રાણ જાય તેવી પ્રતિકૂળતા આવતી હોય તોપણ એને ગૌણ કરીને સત્સંગને ઉપાસવો. ગૌણ ન કરવો. ૪૭૦ પાને. ચોથી લીટી. અગિયારમો Paragraph છે ને? અગિયાર નંબરનો.
તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. પણ સત્સંગને ગૌણ કરીને બીજા પદાર્થને મુખ્ય કરવો, બીજા પ્રસંગને મુખ્ય કરવો એમ કરવું નહિ. આપણે તો ઘણીવાર એ દષ્ટાંત વિચારીએ છીએ કે માણસ કમાવા માટે દેશ છોડીને “મુંબઈ જાય છે, “કલકત્તામાં જાય છે, “આફ્રિકામાં જાય છે, “અમેરિકામાં પણ જાય છે. દેશ-પરદેશમાં પોતાનું વતન, સગા-સંબંધી, કુટુંબ (મૂકીને) માણસને એકલા પણ જવું પડે છે. વર્ષો સુધી કુટુંબ છોડી છોડીને એકલા રહે છે કે નહિ ? એકલા રહેવું પસંદ તો કરતા નથી. પોતાના કુટુંબને છોડીને કોઈને એકલું રહેવું પડે એ તો કોઈ પસંદ કરતું નથી. છતાં પણ પોતાના આર્થિક પ્રયોજન માટે માણસ કરે છે. તો આત્મહિતના પ્રયોજન માટે એને એથી વધારે કાંઈક કરવું પડે તો એમાં શું વિશેષ કરે છે ? એ તો એક વર્તમાન પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનો સવાલ છે. જ્યારે અહીંયાં તો અનંત જન્મ-મરણનો સવાલ છે. જે સત્સંગને કારણે અસંગતા પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે.
એટલા માટે એ વાત લીધી છે કે, તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ.” એટલે વિશેષ રાગ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. અને પ્રાપ્ત હોય ત્યારે પણ જો પોતે પ્રમાદમાં હોય અથવા રસગારવ એટલે કોઈપણ ઇન્દ્રિયોના વિષયમાં વિશેષ રસવાળા પરિણામોમાં રહે તોપણ ચાલતો સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહિ.'
મુમુક્ષુ - ઓલાને માન, અપમાન, સમાલોચના, આલોચના કાંઈ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. બધું ગૌણ કરવું. સત્સંગ મળતો હોય તો બધું ગૌણ કરીને એક સત્સંગ ઉપાસવા યોગ્ય છે. એ વાત કરી. અને તે અત્યંત સત્ય છે.” એ જ્ઞાનીપુરુષની આજ્ઞા છે. એમ લેવું. એ જ્ઞાનીની આજ્ઞા છે અને એ આજ્ઞાનું
Page #30
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૦
૧૧
ઉલ્લંઘન ન કરવું જોઈએ. એમાં જ પોતાનું હિત છે. પોતાના હિત માટે એ વાત છે. બીજી કોઈ એની અંદર વાત છે નહિ.
‘અમ પ્રત્યે અનુકંપા રાખશો.’ લ્યો ઠીક ! સોભાગભાઈ’ને ક્યારેક ક્યારેક આવા વચનો લખે છે. અમ પ્રત્યે અનુકંપા રાખશો. કંઈ જ્ઞાનવાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ.’ એ રીતે એક Postcard છે તોપણ ‘સોભાગભાઈ’ને પણ (આમ લખે છે). જે સત્સંગના ઘણા કામી છે, ‘સોભાગભાઈ’ તો ‘શ્રીમદ્જી’ના સત્સંગના ઘણા કામી છે એને પણ સત્સંગ માટે આવી વાતો લખે છે. જુઓ !
મુમુક્ષુ :– એની ભાવનાને
પૂજ્ય ભાઈશ્રી :– એની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને પ્રેરણા આપે છે. ૬૪૦ (પત્ર પૂરો) થયો.
-
મુમુક્ષુ :– એના માટે – આ ભૂમિકામાં ન આવ્યો હોય એના માટે લખે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે એમ વિચારવા જેવું છે કે સત્સંગ કરવો એ નિમિત્તપ્રધાન ઉપાદાનની વાત છે. માત્ર નિમિત્તની વાત નથી પણ નિમિત્તપ્રધાન ઉપાદાનની વાત છે કે ઉપાદાનમાં આવો વિવેક જીવને થવો ઘટે છે. વાત નિમિત્તપરખ છે એટલું જ છે. તો નિમિત્ત આશ્રિત જે પરિણામ છે એ તો વાત લીધી. કાલના સ્વાધ્યાયમાં ૬૩૬માં વાત આવી ગઈ કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે એટલે એકદમ ઉત્સાહ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે એવા જીવને. આ મુમુક્ષુજીવ આવો હોય છે કે જે જે નિમિત્તોના સંગમાં જાય છે ત્યાં ત્યાં તેવા પરિણામ સહેજે કરી બેસે છે.
જ્યારે એવી સ્થિતિ છે ત્યારે જો એને સત્સંગ સંબંધિત વિવેક ન આવ્યો એટલે કે નિમિત્તો સંબંધીનો જેને વિવેક નથી એને પોતાના ઉપાદાન સંબંધી વિવેક પ્રાપ્ત થયો છે (એ વાત વિચારવા જેવી નથી). કેવા નિમિત્તો એને પોતાને હોવા ઘટે ? કેવા હોવા ન ઘટે ? એવો વિવેક વિચા૨ ક૨વાની જેની વિચારશક્તિ મુંઢાઈ ગઈ છે, બિડાઈ ગઈ છે તેવા જીવ પોતાના ઉપાદાનમાં પોતાના હિતનો વિચાર કઈ રીતે કરી શકે ? એ તો એ કરી શકે એ પ્રશ્ન જ નથી. એ કરી જ ન શકે. એમ લેવું જોઈએ. એ ૬૪૦ (પત્ર પૂરો) થયો.
Page #31
--------------------------------------------------------------------------
________________
રાજદ્રય ભાગ-૧૩
પત્રક-૬૪૧
મુંબઈ, આસો સુદ ૧૨, ૧૫૧ દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે?
૬૪૧મો પણ “સોભાગ્યભાઈ ઉપરનો છે. Postcard છે. “દેખતભૂલી ટળે તો સર્વ દુખનો ક્ષય થાય' એવો સ્પષ્ટ અનુભવ થાય છે;” આ જે અવતરણ ચિલમાં વાકય એક લખ્યું છે. એ વાક્ય “સોભાગભાઈનું લખેલું છે. એટલે અવતરણ ચિલમાં આપ્યું છે. તમે એમ લખ્યું કે “દેખતભૂલી ટળે તો સર્વ દુખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ ક્વતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે? આવો એક પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે.
દેખતભૂલ. દેખતભૂલી એટલે શું ? કે જગતની અંદર આ એક જે દોષની પરંપરાઓ ચાલી છે, ચાલી રહે છે એમાં આ દેખતભૂલ છે કે આણે આનું આમ કર્યું અને આણે આનું આમ કર્યું. એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ને કાંઈ નફોનુકસાન કરે છે. હિત-અહિત કરે છે, લાભ-અલાભ કરે છે એ જગતના જીવોની માન્યતા છે એ દેખતભૂલ છે. આ દેખાય આવે એવી ભૂલ છે. ખરેખર જો કોઈ કોઈને લાભ-નુકસાન પહોંચાડી શકતું હોય તો કોઈ વસ્તુ વ્યવસ્થા રહી શકે નહિ. કેમકે બધાના પરિણામ અનુસાર બધા કાર્યો થવા લાગે. સામે સામા પરિણામ હોય તો કોને થાય ને કોનું ન થાય? જગતની અંદર બે વિરુદ્ધ અભિપ્રાયવાળા અનેક જીવો હોય છે. તો પછી બંનેનું કામ તો થઈ શકે નહિ. કેમકે વિરુદ્ધ અભિપ્રાય છે. એકનું થાય છે એનો અર્થ કે એકના અભિપ્રાય અનુસાર થતું નથી. તો કોઈના પરિણામ અનુસાર થાય છે અને કોઈના પરિણામ અનુસાર નથી થતું તો આનો નિયમ શું? આનું Logic શું ? આનું કારણ-કાર્ય શું? વસ્તુસ્થિતિ શું છે? વસ્તુસ્થિતિ એ છે કે ખરેખર કોઈનું કાર્ય કોઈ કરી શકે એ વસ્તુસ્થિતિ છે જ નહિ. દરેક પદાર્થ પોતાના ગુણધર્મ અનુસાર, પોતપોતાના સ્વકાળમાં પોતાની પરિપક્વ
Page #32
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૧
૧૩ અવસ્થાએ પરિણમે છે, બીજી રીતે પરિણમવું અશક્ય છે. આ વસ્તુસ્થિતિ છે. છતાં એ દેખતભૂલ છે કે આણે આનું આમ કર્યું અને આણે આનું આમ કર્યું. એ દેખતભૂલ છે.
મુમુક્ષુ - દેખતભૂલ એટલે ભ્રમ?
પૂજ્ય ભાઈશ્રી – હા. દેખતભૂલ એટલે શું છે કે દેખાય એવી ભૂલ છે. ન દેખાય એવી ભૂલ નથી. આ તો દેખાય એવી ભૂલ છે. દેખતભૂલ. દેખી શકાય એવી ભૂલ છે.
મુમુક્ષુ - મિથ્યાત્વ... કારણે છે?
પૂજ્ય ભાઈશ્રી :- વસ્તુસ્થિતિથી વિપરીત એટલે મિથ્યાત્વ થઈ ગયું. મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધા-પ્રતીત. બેય થઈ ગયું. વિશ્વાસ કર્યો તે મિથ્યાપ્રતીત છે, જાણ્યું તે મિથ્યજ્ઞાન છે. એવી ભૂલ ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. ત્યારે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. એમ ભૂલ ટળીને થાય તો બધા દુઃખ મટી જાય. પછી કોઈના પ્રત્યે રાગ કરવાનું કારણ નથી, કોઈના પ્રત્યે દ્વેષ કરવાનું કારણ નથી. આણે બગાડયું, આણે સુધાર્યું. એ વાત કાંઈ રહેતી નથી. અને ચિંતા તો દરેકને પોતાની છે કે કોઈ મારું ખરાબ કરશે તો ? સારું કરે એનો તો કોઈને વાંધો નથી. પણ કોઈ મારું ખરાબ કરશે તો ? આ પ્રશ્નથી દરેક જીવ ભયવાન છે. જગતમાં કોઈ જીવ ભય વગરનો નથી. એટલા માટે ભયવાન છે કે મને ક્યારે કોણ નુકસાન કરશે એ કેમ ખબર પડે? કાંઈ ખબર પડે એવું નથી. ખરેખર એના આત્માને કોઈ નુકસાન નથી કરી શકતું. પણ એ તો પોતાના આત્માને છોડીને બીજી જગ્યાએ આત્માપણું કર્યું છે, ત્યાં જે ફેરફાર થાય છે એટલે મને નુકસાન થયું એમ માને છે. એ બધી દેખતભૂલ છે.
સંયોગોના ફેરફારથી મને નુકસાન થયું કે મને લાભ થયો એમ માનવું) એ પણ દેખતભૂલ છે. એ ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે;”” એ સ્પષ્ટ અનુભવી શકાય એવું છે. તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જીવ વહ્યો જાય છે, છતાં જગતના જીવો જે પ્રવાહમાં તણાતા જોવામાં આવે છે એનું કારણ આ દેખતભૂલના પ્રવાહમાં એ તણાય છે. તમામ પ્રકારના સંઘર્ષ, તમામ પ્રકારના વિગ્રહ, એક નાનામાં નાનાથી માંડીને વિશ્વયુદ્ધ સુધીના વિગ્રહો છે એ બધાનું કારણ આ છે કે દેખતભૂલી છે.
એ જ પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ
Aી
છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
રાજહૃદય ભાગ-૧૩ એવો આધાર છે ? હવે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યાં જીવોની જગતમાં આવી સ્થિતિ છે, આવો પ્રવાહ ચાલે છે અને એ પ્રવાહમાં જગતના જીવો તણાતા જોવામાં આવે છે. ત્યારે આ જગતને વિષે એવો કોઈ આધાર છે? કે જેનો આધાર લેવામાં આવે, જેનો આશ્રય લેવામાં આવે તો એ પ્રવાહમાંથી બહાર નીકળી જાય, તણાતો બંધ થાય એવો કોઈ આધાર છે ખરો ? એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. જિજ્ઞાસાને લઈને.
એવો આધાર છે. એક સન્દુરુષ એવો આધાર છે અથવા સજીવનમૂર્તિ એક એવો આધાર છે કે જો એનો આધાર લેવામાં આવે, એનો આશ્રય કરવામાં આવે તો જીવ એ પ્રવાહમાંથી છૂટી જાય. એમના અભિપ્રાયમાં જે વાત છે એ એ વાત છે. પોતે તો પ્રશ્ન મૂકીને વાતને રાખી દીધી છે. પણ ફરી ફરીને બધી વાત એ મુમુક્ષુ માટે સપુરુષના ચરણમાં જવા માટે લઈ જાય છે.
મુમુક્ષુ - મોટામાં મોટી ભૂલ થાય છે એ બધે આધાર અને આશ્રય કોનું કરવું, કોનું ન કરવું, એ વિષયમાં થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- સંસારીજીવને ભવરોગ લાગુ પડેલો છે. જેમ Cancer થી એક મરણ થાય છે. આ અનંત Cancer છે. ભવરોગ છે એ અનંત Cancer છે. અનંત મરણ એ ભવરોગમાં ઊભેલા છે. અને જીવ દવા પોતાની મેળે કરવા માગે છે. કયારેક થોડું ડહાપણ આવે છે તો એને એવું ડહાપણ આવે છે કે હું કોક ચોપડી વાંચીને, પુસ્તક વાંચીને મારી મેળે મારી દવા કરી લઉં. ત્યારે અહીંયાં જ્ઞાનીપુરુષો એમ કહે છે, કે એમ (કરવું) રહેવા દે, તારો પત્તો લાગવાનો નથી. તું કોઈ એના “સદ્દગુરુ વૈદ્ય સુજાણ.” એના જે Expert છે, નિષ્ણાંત છે, એ વિષયના તજજ્ઞ છે, એ વિષયના Master છે ખરેખર તો. એની સલાહ પ્રમાણે, એના માર્ગદર્શન પ્રમાણે, એની આજ્ઞામાં રહીને તું ચાલ. તને ક્યાંય ભૂલો પડવા નહિ દે. “બીજું કાંઈ શોધમા. એક સત્પરુષને શોધ. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” કેવી કેવી વાતો નીકળી છે!
મુમુક્ષુ:- પોતે પોતાનો આધાર લે. પૂજ્ય ભાઈશ્રી – એમાં એવું છે કે પોતાનો આધાર લે કયાંથી ? એ વસ્તુ ક્યાં જડે છે ? પોતાનું જે મૂળ સ્વરૂપ એ પોતાની મેળે કોઈ શોધી લે એવો એક Case બન્યો નથી. અત્યાર સુધીમાં જેણે સ્વરૂપનો આધાર લીધો અને મોક્ષમાર્ગમાં જે પ્રવેશ્યા એમાં એકેય વ્યક્તિ એવી નથી કે પુરુષ વગર સીધે સીધા મોક્ષમાર્ગને પામી ગયા હોય. એવું કોઈ દિ કોઈના માટે બન્યું નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫
પત્રક-૬૪૨
મુમુક્ષુ:- “શ્રીમદ્જીને કહેવાનો ભાવ
પૂજ્ય ભાઈશ્રી – એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે ? એમ કહે છે. જગતમાં કોઈ એવો એને આધાર છે? બહારની વાત છે. જગતમાં કોઈ એવો એને આધાર છે ? કે આ પ્રવાહમાંથી એ બચી શકે ? આ પ્રવાહમાંથી એ છટી શકે. એને છોડાવે એવો કોઈ આધાર છે ? એમ કહે છે.
રોગ વકર્યો હોય ત્યારે એ રોગનું પુસ્તક શોધીને વાંચવા બેસે અને એ રોગની દવા ગોતવા બેસે અને એ રોગ ટાળવાનો અભિપ્રાય રાખે તો એમાંથી કાંઈ રોગથી મુક્ત થઈ શકે નહિ અને એ કેવળ મૂર્ખતા સિવાય બીજું કાંઈ નથી. એમ આ વિષયમાં એમણે ફરીફરીને પુરુષ પ્રત્યે ધ્યાન દોર્યું છે. ૬૪૧ પત્ર પૂરો) થયો. બધા એક Postcard છે. નાના નાના પત્રો છે.
પત્રાંક-૬૪૨
મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય?
આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગષવા યોગ્ય છે.
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? શ્રી ડુંગરને પ્રણામ.
૬૪રમો પત્ર પણ “સોભાગ્યભાઈ ઉપર છે. “સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય ? જગતમાં રહીને. આખું જગત ઘણું કરીને પરકથામાં ઊભું છે. બીજાની ચર્ચા અને બીજાની વાત ચાલશે. એક સત્સંગ એવો છે કે જેમાં સત્સંગમાં આવેલા જીવો પોતાની વાત કરે છે કે મારામાં આમ થાય છે અને મારે આમાં ફેરફાર કરવો છે, મને આ દોષ થાય છે અને મારે એ મટાડવો છે. એવી આત્માની કથાની, સ્વરૂપની, પોતાના ગુણ-દોષની ચર્ચા સત્સંગમાં થાય છે. બાકી તો જગત આખામાં પરકથા ચાલે છે. અને આખું વિશ્વ પરવૃત્તિમાં વહ્યું જાય છે. આખા વિશ્વના સમસ્ત જીવો
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
રાજય ભાગ-૧૩
પરપદાર્થ આશ્રિત વૃત્તિ એને પરવૃત્તિ કહેવામાં આવે છે.
જે કાંઈ ઉપલબ્ધ સંયોગો છે, આજુબાજુના વર્તુળો છે એની માથાકૂટમાં પડેલા જોવામાં આવે છે. પછી જેને જેટલો લગવાડ ને ચિંતા કરવાનો પોતાનો પ્રકાર છે એટલે એનું ક્ષેત્ર લંબાઈ જાય છે. માણસ નથી કહેતા ? Cricket જોવે છે. T.V.માં જોવે કે પછી Stadium માં જઈને જોવે. કોઈ હાર-જીતે એમાં બીજા અંદરોઅંદર ઝઘડા કરી બેસે. હાર્યું કોઈ ને જીત્યું કોઈ. ઓલા અંદરોઅંદર પોતાની માથે ઓઢી લે છે. તકરાર કરી બેસે છે. એમ પછી ગમે તેટલું લંબાઈ જાય છે. પણ સામાન્ય રીતે જે સંયોગો સાથે પોતાને લાગેવળગે છે એવું માને છે, એ સંબંધીની વૃત્તિ જીવની છૂટી શકતી નથી. એને પર વૃત્તિ કહો, એને બાહ્ય વૃત્તિ કહો. અરે...! ધર્મના ક્ષેત્રમાં આવીને પણ જીવ બાહ્ય ક્રિયાકાંડથી પરવૃત્તિમાં જ રહે છે. ક્રિયાકાંડ કરે તોપણ બાહ્યવૃત્તિથી. કેવળ શુભભાવરૂપ. અને શાસ્ત્ર વાંચે તોપણ પરલક્ષી જ્ઞાન છે. પોતાને લક્ષમાં રાખીને, પોતાને કેન્દ્રમાં રાખીને એક એક વાતને પોતા ઉપર ઉતારે એવી રીતે ન કરે. એવી રીતે જગત આખું પરવૃત્તિમાં વહ્યું જાય છે.
તેમાં રહી.” એ જગતમાં રહીને. હું આ જગતવાળો. આ મારી સૃષ્ટિ, આ મારો સંસાર, આ મારા સંયોગો. આ બધાની વચ્ચે હું, આ બધું મારે છે. એમ એમાં રહીને, એમાં રહીને એટલે એની ઉપાધિમાં રહીને સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? સ્વરૂપસ્થિરતા ક્યાંથી આવવાની હતી ? જ્યારે ઉપાધિમાં પોતે ઘેરાયેલો રહે, તો એને કોઈ સ્થિરતા આવવાનો પ્રસંગ નથી. તેને સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય ? અથવા... એક પત્રમાં એવી વાત આવી છે કે, અસ્થિર કાર્યની પ્રવૃત્તિ કરવી, અનેક પ્રકારના અસ્થિર કાર્યોની પ્રવૃત્તિ કરવી અને આત્મામાં સ્થિરતા લાવવી-ઉપયોગ સ્થિર કરવો, એ ન બની શકવા યોગ્ય કાર્ય છે. તીર્થંકરાદિ પરમપરાક્રમી પુરુષો પણ એટલા માટે બધું છોડીને ચાલી નીકળ્યા. એક પત્રમાં એવી વાત આવે છે કે, આવા સમર્થ પુરુષો હતા, પરાક્રમી પુરુષો હતા, પુરુષાર્થવંત હતા. એણે પણ એ જોયું કે, આ કાર્યોની પ્રવૃત્તિમાંથી હવે છૂટી જવું છે. આ કાર્યોની પ્રવૃત્તિ રાખવી અને ઉપયોગ સ્થિર કરવો, (એ) બે વાતને બનવાનું નથી.
મુમુક્ષુ – દરેક પત્રમાં મૂળમાં જ ઘા માર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :- શૈલી બહુ સારી છે. કેવી સરસ શૈલી લીધી છે ! આમાં મુમુક્ષુને તો સીધો આમ સ્વલક્ષી વિચારણામાં દોરી જાય. આ શૈલી એવી છે કે જો ભાઈ ! તારી સૃષ્ટિ છે. એક જગતની રચના કરી છે તે. આ આટલું... આટલું...
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭.
પત્રાંક-૬૪૨ આટલું... આ બધું મને છે. આ બધાની વચ્ચે હું છું. હવે એમાં રહીને એ બધા કાર્યો કરીને એની ઉપાધિ રાખી અને પછી સ્વરૂપસ્થિરતા કેવી રીતે કરવાનો હતો ? એ બધાથી ભિન્ન પડડ્યા વિના, એ બધાની ઉપાધિ છોડ્યા વિના પોતે કોઈ સ્થિરતા પ્રાપ્ત કરી શકે એવું કોઈ રીતે બની શકે નહિ.
જ્ઞાનીઓ તો ગૃહસ્થમાં કે રાજકાજમાં હોય તોપણ આ Practice તો એમની ચાલ હોય છે. બીજી બાજુ વિચારીએ તો. અંદરમાં એમની Practice ચાલુ હોય છે કે ઉદયાધીન જે કાંઈ પરિણામો થયા તેમ છતાં અંદરમાં ગાંઠ મારેલી હોય છે કે હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. મારે કાંઈ લેવા-દેવા નથી. આટલા જે કાંઈ ઉદયાધીન પરિણામ થયા તે પણ વ્યર્થ થયા છે. આત્માને એથી જરાય લાભ નથી. જેટલો કોઈ પુરુષાર્થ વહેંચાઈને એ બાજુના પરિણામ ગયા એટલું નુકસાન છે.
એકવાર “ગુરુદેવશ્રીની સાથે એકાંત ચર્ચામાં એવી વાત નીકળી હતી કે, આ બીજાને સમજાવવાનો વિકલ્પ ઊઠે છે... પોતે તો રોજ વ્યાખ્યાન આપતા ને ? આ બીજાને સમજાવવાનો વિકલ્પ ઊઠે છે એમાં પણ એટલો પુરુષાર્થ વહેંચાઈને ઈ બાજુ જાય છે. જે પુરુષાર્થનો પર્યાય છે એમાં એક ભાગ વહેંચાઈ જાય છે કે બીજાને સમજાવવાનો વિકલ્પ ઊઠે છે. એમાં પણ એટલો પુરુષાર્થ વહેંચાઈ છે. એ વાત અનુકૂળ નથી. આત્માને એ વાત અનુકૂળ નથી. બનતા સુધી વાત તો કાંઈક ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશની “સોગાનીજી' સંબંધી ચાલી હતી. એમાં એક ચર્ચાનો મુદ્દો છે. “સુનનેવાલકો ઔર) સમજાનેવાલે કો દોનોં કો અપને અપને ભાવમેં નુકસાન હૈ.” કેમકે બંનેના પરિણામ બહાર ગયા. પરિણામ જેટલો બહાર જાય... ઉપયોગ બહાર નીકલા કી યમકા દૂત સમજો.” જ્યાં સુધી બાહ્યવૃત્તિ ઉપર આ સિદ્ધાંત તીરની જેમ લાગે નહિ ને, ત્યાં સુધી એ વૃત્તિ ઉપર ઘા પડે એવું નથી. બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય પરિણામનો જે રસ છે એ રસ ઉપર તીર લાગે એવી રીતે લાગવું જોઈએ. ત્યાં સુધી એ લક્ષ નહિ છૂટે. અને બાહ્ય લક્ષે છે ત્યાં સુધી અંતરલક્ષી પરિણામ નહિ થાય. એકવાર તો લક્ષ તૂટી જવું જોઈએ. જ્ઞાનીઓને લક્ષ તૂટી ગયું છે. અને એટલા માટે જે પરિણામ જેટલા અંશે બહાર જાય છે એના ઉપર એમનો નિષેધ ચાલુ રહે છે. અને એ નિષેધ ચાલતો હોવાને લીધે એમના બાહ્ય પરિણામમાં ઘાસણી ચાલું છે. ઘસાતો જાય એને ઘાસણી કહે છે. ચાલતી ક્રિયામાં એ ઘાસણી એમની ચાલુ છે. એ ઘસાતા-ઘસાતા ભૂંસાઈ જશે.
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
રાજહૃદય ભાગ-૧૩ સ્થિરતા કાંથી પ્રાપ્ત થાય ?” એટલે લોકસંગ તો છોડી દેવો, એમ કહે છે. લોકસંગ છોડી દેવો. આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી....' એક સમય પણ બચાવવો, એક સમય પણ ન જવા દેવો. અને કંઈ પણ તેમ થયા કરે છે...’ એટલે પરવૃત્તિમાં જવાનું થાય છે ‘તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે.' શોધવો. ગવેષવું એટલે ખોજ કરવી, શોધ ક૨વી. સિદ્ધાંત આ છે કે “અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી....’ જેમ માણસને ખોટી રીતે એક પૈસાનું પણ નુકસાન કરવું નથી. કે કરવું છે ? અમસ્તું અમસ્તું તો હાથમાંથી પરચુરણ ગણતા ગણતા એક નાનો સિક્કો પડી જાય તોપણ નીચો વળીને ઉપાડી લે છે. કાંઈ નહિ હવે એક ભલે પડી ગયો. એમ કહે ? આટલા બધા હાથમાં છે એકાદો ભલે પડી ગયો એમ રાખે છે ? કારણ વગ૨ નાનામાં નાનું નુકસાન પણ પોતે સહન કરવા તૈયાર નથી. એ રીતે મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે...’ એટલે પરવૃત્તિમાં સમય જાય છે.
‘તેનો ઉપાય...’ એને ગૌણ કરીને નહિ. વિશેષે કરીને એટલે મુખ્ય કરીને એનો ઉપાય એની મુખ્યતા લાવીને શોધવા જેવો છે અથવા એ એને વિચારવા જેવું છે, મુખ્યપણે એ વિચારવા જેવું છે. કાં કાંથી બચાવી મારા આત્મહિતાર્થે લગાવવો. આત્મહિત સિવાયની પ્રવૃત્તિમાં મારો સમય ન જાય અને મારો સમય માત્ર આત્મહિતની જ પ્રવૃત્તિમાં જાય એની શોધ કરીને, એની ખોજ કરીને, એની કાળજી રાખીને. વિશેષે કરીને એટલે એની એકદમ દરકાર કરીને. એ વાતને શોધવા જેવી છે, વિચારવા જેવી છે. એનો કાંઈ નિર્ણય ક૨વા જેવો છે.
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ?” જુઓ ! જ્ઞાની પોકારી ગયા. જ્ઞાનીએ પોકાર કર્યો છે. જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ એટલે જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈને. આવા જ્ઞાનીપુરુષ હોય, જ્ઞાનીપુરુષ તો આવા જ હોય, એમ જો ઓળખાણપૂર્વક નિશ્ચય થાય છે તો અંતર્ભેદ ન રહે. એટલે છેટું ન રહે. બે વચ્ચેનું અંતર ન રહે. ભેદ એટલે તફાવત.
એટલી આત્મીયતા આવે. જ્ઞાનીપુરુષ સાથેના ભાવમાં એટલી આત્મીયતા આવે, એટલી સમીપતા ભાવે આવે, એટલી નજીકતા આવે તો તેવા મુમુક્ષુજીવને આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. અનંત કાળમાં ન થયેલી અને અત્યંત અત્યંત દુર્લભ
Page #38
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૨
૧૯
ગણાતી એવી આત્મપ્રાપ્તિ આ જગ્યાએ સાવ સુલભ છે એમ કહેવું છે. જુઓ ! વાત કાંની કાં મૂકી દીધી ! જે આત્મજ્ઞાન અનંત કાળ પરિભ્રમણ કરતાં આ જીવને પ્રાપ્ત થયું નહિ હોવાથી અત્યંત દુર્લભ છે એમ સ્વીકારવું પડે છે. એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ સાવ સુલભ છે એવી પણ પરિસ્થિતિ છે ખરી એમ કહે છે. પણ ક્યારે ? કે જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈને બે વચ્ચે અંતર્ભેદ ન રહે ત્યારે.
માણસ નથી કહેતા ? કે, ભાઈ ! અમારા બંનેના હૃદય એક છે. અમારી કોઈ વાત આનાથી છૂપી નથી. જ્ઞાની સાથે અંતરભેદ ક્યારે ન રહે ? કે વીણી વીણીને ઝીણામાં ઝીણો દોષ એણે પ્રગટ કરી દીધો હોય. મારામાં તો આટલા હદ સુધીના મારા પરિણામ જાય છે અને આનો નિકાલ કરવા માટે આપની પાસે આવ્યો છું. કોઈ અંત૨ભેદ, અંતરપટ ન રાખે. નાનામાં નાનો પડદો પણ ન રાખે.
આ ‘સોભાગભાઈ'ની સ્થિતિ હતી. ‘સોભાગભાઈ’ની જે વિશેષ યોગ્યતા હતી, અસાધારણ પાત્રતા હતી એનું એક મોટું લક્ષણ આ છે કે એમણે ‘શ્રીમદ્જી’ પાસે કોઈ અંત૨૫ટ નહિ રાખેલો. જેટલા પરિણામ મુખ્યપણે એમને વર્તમાન પરિસ્થિતિની પ્રતિકૂળતા સંબંધીના થતા હતા એ બધા એ લખતા હતા, બધા કહેતા હતા. આટલા લખતા હતા તો રૂબરૂમાં તો કેટલા કહેતા હશે ! એ ઉપરથી એમણે જોયું કે આને છૂટવું છે. આ જીવને નક્કી છૂટી જવું છે એ વાત ચોક્કસ છે. એટલે એમણે એમ કહ્યું કે એવા જીવને તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે.
એવું જ્ઞાની પોકારી ગયા છતાં લોકો કેમ ભૂલે છે ? જ્ઞાનીએ તો આ વાત ખુલ્લી કરી નાખેલી છે. તો પછી લોકો કેમ ભૂલે છે ? કેમ હજી એ પરિસ્થિતિમાં આવતા નથી ? એમ કરીને એ વાતનો સંકેત કર્યો છે કે તમે જે Line ઉ૫૨ ચાલો છો એ Line બરાબર છે. આગળ વધ્યે જાવ. આત્મપ્રાપ્તિ તમને સાવ સુલભ થઈ જશે.
જીવ દોષથી હળવો ક્યારે થાય ? માણસ નથી કહેતા ? કોઈ મોટો આઘાત લાગ્યો હોય તો કહે, એને રડી લેવા દો હવે. હવે એને પેટ ભરીને રોઈ લેવા યો. કાં તો કોઈ બહુ ગુસ્સે થયો હોય તો એને ગુસ્સો બહાર નીકળી જવા ક્યો એમ કહે. નહિત૨ અંદ૨ ઉત૨શે તો સીધું B.P. અને Heart ઉ૫૨ આવશે. માટે એકવા૨ ઊભરો ઠાલવી લેવા દો. એમ માણસ હળવો ક્યારે થાય ? કે જ્ઞાનીપુરુષ સાથે પોતાના દોષને વ્યક્ત કરે છે. ત્યારે એકદમ હળવોફૂલ થઈ જાય. અને એનો અભિપ્રાય પણ છે કે આ હું એટલા માટે વ્યક્ત કરું છું કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે. જરાપણ દોષ મારે રાખવા નથી. એ રીતે સીધી સીધી...
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
પત્રાંક-૬૭૯
રાજહૃદય ભાગ-૧૩
મુંબઈ, ચૈત્ર સુદ ૧૧, શુક્ર, ૧૯૫૨
સદ્ગુરુચરણાય નમઃ
આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
ફાગણ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.
૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન’ કહેવા યોગ્ય છે.
૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.
જ્ઞાનીની વાણી પૂર્વાપર અતિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુકશાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.
એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કશાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે
Page #40
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૨૧
તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.
અજ્ઞાન અને શાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને શાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચનો સાદશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે.
પૂર્વકાળે શાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી ૫૨થી વર્તમાન જ્ઞાનીપુરુષ'ને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની' શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.
૩. જિનાગમમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મન:પર્યાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી. દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે.
સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા
Page #41
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી; ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અન્ન જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. - જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ , શતા યોગ્ય છે પણ આત્મદષ્ટિએ જોતાં તે સંદેહનો અવકાશ નથી.
૪. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં, જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે; માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયનો અભાવ
Page #42
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯
હોય ત્યાં કેવળજ્ઞાન હોય છે, માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાનીપુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ “વિચારયોગ કહ્યો છે એમ સમજવા યોગ્ય છે.
૫ શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંશે જાગૃતદશા ઉત્પન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઇચ્છા નથી થતી.
૬. કેવળજ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે, અને શ્રી ડુંગર કેવળકોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમાં તેમને ભાસે છે, માટે કહે છે. માત્ર કેવળકોટી છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્ય, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન” છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન” જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું
Page #43
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચમેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવતને કેવળજ્ઞાન કહ્યું છે, તે કેવળજ્ઞાનને કેવળ-કોટી' કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળજ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે; કેમકે માત્ર જગતજ્ઞાન’ તે કેવળજ્ઞાનનો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દૃષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે. તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છેઃ
આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન’ છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર કેવળ-કોટી' કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચમેં કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે. એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે;
Page #44
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૨૫
તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન’ છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.’
અત્રે શ્રી ડુંગરે ‘કેવળ−કોટી' સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે; પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમધાન સમાગમે ધા૨શો.
તા. ૭-૩-૧૯૯૧, પત્રાંક – ૬૭૯ પ્રવચન નં. ૨૮૯
‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ, પત્રાંક-૬૭૯. ૨૯મા વર્ષનો આ પત્ર છે. પાનું-૪૯૬. ‘સદ્ગુરુચરણાય નમઃ” એટલું પત્રનું મથાળું છે. આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.’ ‘સોભાગભાઈ' કેટલા પોતાની દશામાં વિકાસ પામ્યા છે એનું વિશેષણ જે શરૂઆતના પત્રોમાં વિશેષણ છે એના કરતા અહીં જુદું છે. ‘આત્મનિષ્ઠ...’ એવું વિશેષણ વાપર્યું છે. નિષ્ઠ-નિષ્ઠા એ શ્રદ્ધાન શબ્દ છે. એટલે આ બાબતમાં એમની શ્રદ્ધા આત્માને અનુસરવા પૂરતી યોગ્ય થઈ ગઈ છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે પ્રથમ શ્રદ્ધાન થાય છે. અને એ પૂર્વભૂમિકા પણ કેટલી યોગ્ય હોય તો તે સમ્યગ્દર્શનની સમીપ ગણાય એ અહીંથી નીકળે છે. એમનો જે છેલ્લો પત્ર હતો... ઘણું કરીને જેઠ મહિનામાં હશે. ૩૦મા વર્ષમાં તો નથી. ૨૯મા વર્ષમાં છે. મુમુક્ષુ :– જેઠ મહિનાનો છે
:
પૂજ્ય ભાઈશ્રી :- હા. આ અષાઢના પત્રો છે. એ તો ૩૦મા વર્ષના... ૩૦મા વર્ષમાં છે. જેઠ વદ ૧૨નો પત્ર છે. આર્ય શ્રી સોભાગે જેઠ વદ દસમના ગુરુવારે સવારે દસ ને પચાસ મિનિટે દેહ...’ ૩૦મા વર્ષમાં છે. એટલે બરાબર એક વર્ષ
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬
રાજહૃદય ભાગ-૧૩ પહેલાનો પત્ર છે. પરસ્પરનો પરિચય ઘણો છે. આપસનો પરિચય ઘણો છે. એટલે આ વિશેષણ એક વર્ષ પહેલા વાપરેલું છે- “આત્મનિષ્ઠ.'
ફાગળ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.” આ પત્રની અંદર એમણે છ મુદ્દા ઉપર એક એક મુદ્દાનો આંક બાંધીને વિસ્તારથી પત્ર લખ્યો છે અને એક એક વિષય જુદો જુદો આની અંદર ચાલ્યો છે. પણ મહત્વનો વિષય બીજા નંબરના મુદ્દામાં ... વિષય ચાલ્યો છે. મુમુક્ષુ માટે.
૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણશાન” કહેવા યોગ્ય છે.” નિરાવરણ જ્ઞાનની પરિભાષા કરીને એનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે જ્ઞાન આત્માને જાણવામાં અસમર્થ હોય, અશક્ત હોય અથવા અયોગ્ય હોય તે જ્ઞાનને આવરણવાળું જ્ઞાન કહ્યું છે. ભલે પછી એ જ્ઞાન અગિયાર અંગ અને નવ પૂર્વના ઉઘાડવાળું હોય તોપણ. “જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં” ... નવ પૂર્વ એટલે અગિયાર અંગ અને બારમા અંગના નવ પૂર્વ...માં તો.. અગિયાર અંગને અધ્યાર રાખી દીધા. નવ પૂર્વ એટલે
અગિયાર અંગ + નવ પૂર્વ. બારમાં અંગમાં ચૌદ પૂર્વ છે એમાંથી નવ પૂર્વ સુધી મિથ્યાત્વ અવસ્થાનો કાળ હોય છે. છેલ્લી હદનો વધુમાં વધુ કાળ. પણ એને યાદ નથી રહેતુ અથવા તો એ આવરણવાળું જ્ઞાન છે. વિદ્વાન હોય તો આગમના સિદ્ધાંત પ્રમાણે એના પ્રશ્નો . કે આને તો ઘણું આવરણ નથી . અગિયાર અંગ અને નવ પૂર્વનો ઉઘાડ છે. બીજાને તો જ્ઞાનનો દરિયો દેખાય. સામાન્ય માણસને તો મોટો જ્ઞાનનો દરિયો લાગે. અને આને આવરણવાળુ જ્ઞાન કહે.
જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મચ્યો છે...” એ તિર્યંચ હોય. મનુષ્ય હોય એને નવ તત્ત્વના નામ યાદ ન રહેતા હોય. ભાવ બરાબર સમજાતો હોય તો એ નિરાવરણ જ્ઞાન છે. અને પેલું આવરણવાળું જ્ઞાન છે. આ તો એ જાતનું. અહીં આટલો પ્રશ્ન ઊઠે તો અહીંયાં અધ્યાત્મનો વિષય છે. સામાન્ય રીતે કર્મનું આવરણ, કર્મનો ક્ષયોપશમ કોઈ કરણાનુયોગના આગમનો પણ ગ્રંથ છે. અને કરણાનુયોગના સિદ્ધાંત અનુસાર તો પ્રશ્ન યોગ્ય છે અને પ્રશ્ન ઉઠે એ વ્યાજબી છે. પણ અહીંયાં એ પ્રકરણ નથી એમ સમજવાનું છે. અહીંયાં અધ્યાત્મનું પ્રકરણ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૨૭
જે જ્ઞાન સ્વાનુભૂતિને આવ૨ણ કરે તે જ્ઞાનને આવિરત જ્ઞાન કહે અને ભલે અલ્પ ઉઘાડ હોય તોપણ સ્વાનુભૂતિમાં નિરાવ૨ણ થઈને સ્વાનુભવ થાય તો તેને નિરાવરણજ્ઞાન કહી શકાય છે. એની અધ્યાત્મની અંદર જુદી ગણત્રી છે. કરણાનુયોગની અંદર જુદી ગણતરી છે. એકનો સિદ્ધાંત બીજી જગ્યાએ લાગુ પડતો નથી. ચારે અનુયોગમાં, જિનાગમમમાં જે ચા૨ અનુયોગ છે એ ચારે અનુયોગમાં અનુયોગના સિદ્ધાંત છે. એટલે કે ચરણાનુયોગમાં ચરણાનુયોગ અનુસાર, કરણાનુયોગમાં કરણાનુયોગના સિદ્ધાંત, દ્રવ્યાનુયોગમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંત. એ ચારે અનુયોગમાં અધ્યાત્મનો વિષય પણ છે અને અધ્યાત્મના સિદ્ધાંતો એ ચાર અનુયોગથી વિશિષ્ટ પ્રકારના, વિલક્ષણ પ્રકા૨ના અને ચારેય અનુયોગના સિદ્ધાંતથી ઉત્કૃષ્ટ પ્રકારના એથી ૫૨ કક્ષાના છે, ઉપરની કક્ષાના છે. એટલે જ્યાં જ્યાં અધ્યાત્મના સિદ્ધાંતો મુખ્યપણે કહેવાતા હોય, સમજાવાતા હોય કે અધ્યાત્મના સિદ્ધાંતનો વિષય ચાલતો હોય ત્યારે ચારમાંથી કોઈપણ અનુયોગના સિદ્ધાંતને વચ્ચે નાખીને એ અધ્યાત્મના વિષયને Disturb નહિ કરવો જોઈએ. અથવા અધ્યાત્મનો વિષય સમજણમાં જાય અને અનુયોગનો સિદ્ધાંત મુખ્ય થાય એ આત્માને હિતકર નથી. એ આત્માને અહિતકર થાય છે. ભલે ચારે અનુયોગમાં શાસ્ત્રનું જ્ઞાન છે તોપણ તે આત્માને અહિતક૨ છે. કોઈપણ શાસ્ત્રનું અધ્યયન કરતી વખતે આ એક લક્ષમાં રાખવા જેવો વિષય છે. એટલે અહીંયાં એ એક જ વાતમાં તે બધું સમજવું જોઈએ.
જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે,...' એટલે કે દેહમાં સંયોગ સંબંધ હોવા છતાં મિથ્યાત્વ અવસ્થામાં તન્મયપણે અથવા એકત્વપણે દેહમાં પોતાપણે અનુભવ થાય છે તેને અધ્યાસ કહે છે અથવા મિથ્યાજ્ઞાન કહે છે. એવું જેને મટી ગયું છે. એટલે દેહમાં પોતાપણાનો ભાવ તેને અનુભવાતો નથી. અને અન્ય પાર્થને વિષે...' એટલે કે કર્મના ઉદય પ્રમાણે, વિષય પ્રમાણે જેટલા પદાર્થોનો બીજો સંયોગ થાય, કુટુંબ, પરિવાર, મકાન, આબરૂ, કીર્તિ, વેપાર, ધંધો, સમાજ, દેશ વગેરે જે કાંઈ હોય તે. તે અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી....' કચાંય મારાપણું લાગતું નથી. દેહમાં પણ મારાપણું નથી અને જે કાંઈ પૂર્વ કર્મના
જે કાંઈ પોતાનો ઉદય છે અને પોતાનો સંયોગ છે એમાં પણ મારાપણું નથી. તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે,...' મૂળ સ્વરૂપ જેવું છે એ સ્વરૂપમાં સ્વરૂપાકાર ઉપયોગ પરિણમે. ઉપયોગમાં સ્વભાવ અનુસાર, સ્વભાવ આકારે,
...
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
રાજહૃદય ભાગ-૧૩ સ્વરૂપ આકારે ઉપયોગ થાય છે એટલે સ્વાનુભવ થાય છે અને જ્ઞાન સ્વરૂપમાં ભળે છે તેવા જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહીએ છીએ. તે જ્ઞાનને નિરાવરણશાન કહેવા યોગ્ય છે.” ઉઘાડ થાય એને નિરાવરણશાન કહેતા નથી. આગમમાં તો ઉઘાડ થાય અને આવરણ જેટલું ખરૂં, જેટલું આવરણ ખસ્યું એટલો ઉઘાડ થયો એમ કહેવાય.
કોઈને અવધિજ્ઞાન સુધીનો ઉઘાડ થાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં અગિયાર અંગ અને નવ પૂર્વ અને અવધિજ્ઞાનનો ઉપયોગ થાય છે. નારકીમાં હોય છે. તો એટલું આવરણ ખસ્યું કે નહિ ? કે જે જ્ઞાન સ્વરૂપપણું ન ભજે એ જ્ઞાનનો ઉઘાડ રાગ-દ્વેષનું કારણ થાય. નારકીમાં અવધિજ્ઞાન એટલું થાય કે આ પૂર્વ ભવમાં મારો દુશમન હતો. મારામારી કરવા લાગી જાય. એ દ્વેષનું નિમિત્ત થાય છે. દેવલોકમાં મિથ્યાત્વ અવસ્થામાં અવધિજ્ઞાન હોય છે એ અત્યંત રાગનું કારણ થાય છે, તીવ્ર રાગનું કારણ થાય છે. તો જ્ઞાન એ નિરાવરણ જ્ઞાન શું કામનું ? જે જ્ઞાન પોતાનું અહિત કરે એ નિરાવરણ જ્ઞાન શું કામનું? એને નિરાવરણ કહેવું પણ શું? એમ કહે છે. એ તો નિરાવરણ કહેવાને યોગ્ય નથી, એમ કહે છે.
મુમુક્ષુ – સ્વરૂપપણાને ભજવું એમ કહે છે એટલે... .
પૂજ્ય ભાઈશ્રી – સ્વરૂપપણું ભજવું. જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. એટલે જ્ઞાનમાં સ્વરૂપ છે એ સ્વપણે અનુભવાય છે. જે નિજાત્મ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, એવું જે પરમતત્ત્વ, પરમાત્મતત્ત્વ પરમપારિણામિકભાવે રહેલું છે, એ સ્વરૂપપણે અનુભવાય છે. અત્યારે એના આવરણમાં શું થાય છે ? કે હું આ શરીરવાળો. દેહમાં અહંપણું થાય છે. આ બધા સંયોગવાળો તો એ સંયોગમાં અહંતા ને મમતા થાય છે. એ જ્ઞાન ગમે તેટલા ઉઘાડવાનું હોય, જગતમાં બધા વાહ વાહ કરતા હોય કે શું આનું જ્ઞાન છે ! શું આની બુદ્ધિ છે ! પણ જ્ઞાનીની દૃષ્ટિમાં એ જ્ઞાનની ઉપર ચોકડી મૂકે છે. આ જ્ઞાનની અમને કોઈ કિંમત નથી. પહેલા મુદ્દામાં એ વાત લીધી છે.
બીજો મુદ્દો છે. જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીનો તફાવત સમજવા માટેનો બીજો મુદ્દો છે. આ મુદ્દો બહુ પ્રયોજનભૂત છે. સામાન્ય રીતે જેને બોલવાની છટા, વક્તત્વકળા જેને કહેવામાં આવે છે, એ સારી હોય એટલે સમાજમાં બહુભાગ જીવો એના વ્યામોહમાં આવે છે. અને વારંવાર સાંભળવાની ઇચ્છા રાખે છે. સામો (જીવ) જ્ઞાની છે કે અજ્ઞાની છે એ તફાવત વાણી ઉપરથી બહુભાગ
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૯
પત્રાંક-૬ ૭૯ માણસો સમજી શકતા નથી. અહીંયાં “કૃપાળુદેવે' એ વિષય ઉપર બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે. અને જીવને પ્રયોજન એટલા માટે એ વાતનું છે કે આ જગ્યાએ જીવ ભૂલે છે તો અજ્ઞાનીની વાણીનું અનુસરણ કરે છે. અથવા તો અજ્ઞાનીને જ્ઞાની માની બેસે છે. અને એ લાભ થવાને બદલે મિથ્યાત્વનું કારણ થઈ જાય છે. એટલે આ વિષય મુમુક્ષુ માટે બહુ પ્રયોજનભૂત છે.
“સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને..” અહીં સર્વ જીવો એટલે સામાન્ય મનુષ્યો લેવા. જેમાં જે મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખે એને બાદ રાખવા. જેને ઓળખાણ પડે છે એને ન લેવા. એટલી અપેક્ષા મર્યાદા રાખીને સર્વ જીવો એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે.” સામાન્ય જીવોને બધાને સમજાય જાય એવી તો પરિસ્થિતિ કે વસ્તુસ્થિતિ પણ નથી. એ વાત યથાર્થ છે; કેમકે.” કેમ યથાર્થ છે?
કિંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે...” શાસ્ત્ર વાંચીને અથવા જ્ઞાનીને સાંભળીને, જ્ઞાનીના વચનોનું અધ્યયન કરીને, જેમ જ્ઞાની કહે એમ જ પોતે કહે. એવું થઈ શકે છે. એવી આવડત હોય છે. એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી.” જ્ઞાનીના વચનો અને અજ્ઞાનીના વચનો એકસરખા દેખાવાથી, જણાવાથી “શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. સામાન્ય મનુષ્યો તો જ્ઞાની માને પણ મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે.”
હવે સામાન્ય મનુષ્યો તો ભૂલ કરે. કેમકે એને એવો વિષય નથી, ઊંડા ઉતર્યા નથી. પણ મુમુક્ષુમાં પણ જો એની મુમુક્ષતા મંદ છે, એને પણ આ ભૂલ થવાનો સંભવ છે. પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈને પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી.” ઉત્કૃષ્ટ મુમુક્ષુ ઘણું કરીને આવી ભૂલમાં નથી આવતો. એને ખ્યાલ આવી જાય છે કે વાત જ્ઞાની જેવી કરે છે છતાં આ કહેનારની પાસે આ જ્ઞાન નથી. એ વાત એ સમજી શકે છે. કેવી રીતે સમજી શકે છે એનો વિસ્તાર પોતે કરશે. પણ આટલો ફેર સામાન્ય માણસ અને મંદદશાવાન તો ભૂલ ખાય. એમાં કાંઈ સવાલ જ નથી.
મુમુક્ષ :- મંદ દશાવાન એટલે શું ?
પૂજ્ય ભાઈશ્રી - મંદ દશાવાન એટલે નિજ હિતની સાવધાની જેને ઉપર ઉપરની છે. આત્મહિતની, આત્માર્થિતા જેને કહીએ એ ઉપર ઉપરની વાત છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
O
રાજહૃદય ભાગ-૧૩ અંતરની વાત નથી, હૃદયની વાત નથી. એવા જીવોને એ ભૂલ થવાનો ઘણો સંભવ છે. એ લગભગ ભૂલશે, એમ કહેવું છે. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ એટલે જેને આત્માર્થિતા ઘણી સારી છે, અંતરથી જે આત્માર્થ છે, આત્મહિતમાં જે સાવધાન છે, આત્મહિતમાં જે જાગૃત છે, સારી રીતે જાગૃત છે એ જીવ ભૂલ નહિ ખાય, એમ કહેવું છે.
કેમકે.” અહીંયાં એક કારણ લઈ લીધું છે. કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.” શુષ્કજ્ઞાની શબ્દ વાપરે છે પણ કોઈ શુષ્કજ્ઞાની તો એવા પણ હોય કે જે ઘણાં ભક્તિ પણ કરતા હોય તો ભક્તિ હોય એમાં શુષ્કતા કેવી રીતે હોય? આ બધા વિચારણીય મુદ્દા છે, વિચારવા યોગ્ય મુદ્દા છે. એટલે આ વિષયમાં ચારે પડખેથી ઊંડો વિચાર કરવો જોઈએ. તો ભૂલ ન થાય. નહિતર ભૂલ થવાની સંભાવના ઘણી છે. એટલે શુષ્કજ્ઞાની શબ્દ વાપર્યો છે ત્યાં માત્ર એમ ન લેવું કે એકદમ સ્વચ્છંદી અને જ્ઞાન શુષ્કતાવાળા છે અને ભક્તિબક્તિ કાંઈ એનામાં છે નહિ. એવું માત્ર ન લઈ લેવું. ભક્તિ કરે તોપણ ભક્તિરસમાં સારી રીતે આવી જાય. જોકે ભક્તિરસ કોને કહેવો એ અધ્યાત્મની દૃષ્ટિએ જુદો વિષય છે. રાગ-રાગીણીની દૃષ્ટિએ જુદો વિષય છે. કર્ણેજિયની દૃષ્ટિએ જુદો વિષય છે, મનોરંજનની દૃષ્ટિએ પણ એક જુદો વિષય છે. અને અધ્યાત્મની દૃષ્ટિએ એ તદ્દન જુદો વિષય છે. પણ અત્યારે ઓઘસંજ્ઞાએ ભજન ગાય, પદ ગાય અને ભક્તિ સમજવામાં આવે છે. તો એ ખરેખર ભક્તિનું સ્વરૂપ નથી. અથવા એને જ ભક્તિ માનીને ત્યાં જ્ઞાન શુષ્કતા નથી થતી કે ઓઘસંજ્ઞા નથી રહેતી એવું વિચારવા યોગ્ય નથી.
એટલે અહીંયાં તો એટલી જ વાત લીધી છે કે, એની વાણીમાં આશરે જ્ઞાનીની વાણીની તુલના...” એટલે એની સાથે તોળવામાં આવે. તો આશય જે છે એના તુલ-તુલ એટલે વજન દેવું. તોળે છે ને ? એમાં વજનનો Factor છે. તોલ માપવાનો. તો તલ દેવું. હિન્દીમાં તો તલ શબ્દ વજન દેવા ઉપર જ વપરાય છે કે આ વાત ઉપર તમારું કુલ ઘણું છે એમ . એ શબ્દ ત્યાં વપરાય છે. ગુજરાતીમાં તુલના શબ્દ કહેવાય છે. તુલના એટલે વજન દેવું. અથવા બરાબરીમાં જેને Comparative knowledge કહે છે, જ્ઞાનીની વાણીનો આશય અને અજ્ઞાનીની વાણીમાંથી એ જ આશયનું જ્ઞાન થવું, એ બંનેના આશયમાં કોનું વજન કેટલા અનુપાતમાં, કેટલા પ્રમાણમાં જાય છે, એ વાત જે માપી શકે, તોળી શકે, જોખી
Page #50
--------------------------------------------------------------------------
________________
_૩૧
પત્રાંક-૬૭૯ શકે. Comparative જ્ઞાન એનું બરાબર હોય તો એને તુલનાત્મક જ્ઞાન કહેવામાં આવે છે.
એક વિચાર કરીએ કે, સામાન્ય રીતે દરેક ધર્મમતોમાં પાપકર્યો અને પાપ પરિણામનો નિષેધ છે. અને શુભકાર્યો, સારા કાર્યો અને એ જાતના પરિણામનો નિષેધ નથી. આ તો દરેક સંપ્રદાયનો એક સામાન્ય વિષય આ છે જ. પછી કુરાન તમે લ્યો તોપણ એમ કહે છે. એ વાત તમને મળવાની. અને તમે બાઈબલ લ્યો તોપણ એમાંથી એ વાત મળવાની. તમે ગીતા લ્યો તોપણ, રામાયણમાંથી પણ એ વાત મળવાની અને જૈનશાસ્ત્રમાંથી પણ એ વાત મળવાની. છતાં તુલનાત્મકદષ્ટિએ એનો અભ્યાસ કરવામાં આવે તો જૈનદર્શનની ઉત્કૃષ્ટતા, વેદાંતદર્શનની બીજા અન્ય દર્શનો કરતાં ઉત્કૃષ્ટતા, જૈનદર્શનની સામે એની ઉત્કૃષ્ટતા નથી પણ બીજા દર્શન કરતાં એની ઉત્કૃષ્ટતા (છે). એ તુલનાત્મકજ્ઞાન જેને હોય, તુલનાત્મક દૃષ્ટિ હોય એ જ એ વાત સમજી શકે છે. નહિતર નથી સમજી શકતા. એને બધું સારું જ લાગે. આમાં પણ સારું છે. ધર્મમાં તો બધી સારી જ વાત હોય ને. ધર્મમાં કાંઈ ખરાબ વાત થોડી હોય. પણ તુલનાત્મક દૃષ્ટિએ એવો વિચાર કરવામાં આવતો નથી.
એમ શુષ્કજ્ઞાનીની વાણીનો આશય અને જ્ઞાનીની વાણીનો આશય, એમાં તુલનાત્મક દૃષ્ટિએ બહુ મોટો ફરક છે. એ વિષય વિચારીએ આપણે કે જ્ઞાનીની વાણીમાં વીતરાગતા ઉપરનું વજન ઘણું છે. “તેહ શુભાશુભ છેદતા ઊપજે મોક્ષ સ્વભાવ (ગાથા-૯૦) તો મોક્ષ ઉપરનું, મોક્ષમાર્ગ ઉપરનું કે જેમાં વીતરાગતા રહેલી છે એના ઉપર વધારે વજન છે. ત્યારે બીજી જગ્યાએ અશુભને છોડીને શુભ ઉપરનું વજન આવી જશે. અને એ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે જે અંતર્મુખી આત્માનો પુરુષાર્થ છે એ પુરુષાર્થ પ્રેરક વાણી જ્ઞાનીની હોય છે. જોકે ઘણી વાતો લેશે. નીચે તો પોતે ઘણા મુદ્દાઓ લીધા છે પોતે. પણ જ્યાં આશયને સંબંધ છે ત્યાં જ્ઞાનીની વાણીમાં મુખ્યપણે વીતરાગતાનો આશય છે, શુદ્ધતાનો આશય છે. એ શુદ્ધતાનો આશય જે જ્ઞાનીની વાણીમાં જળવાય છે અને જ્ઞાનીની વાણીમાં એના ઉપર જેટલું વજન આવે છે એટલું વજન અજ્ઞાનીની વાણીમાં આવી શકતું નથી. કદાચ કોઈ અજ્ઞાની નકલ કરવા જાય તો પણ એના અંતર પરિણમનમાં એ ચીજ નહિ હોવાને લીધે, કૂવામાં હોય તો અવેડામાં આવે ને ? જ્યાં કૂવામાં જ પાણી નથી તો અવેડામાં શું ઉતારવાનો છે ? એ વાત લાવી શકાતી નથી.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩ર.
રાજહૃદય ભાગ-૧૩ અથવા વીતરાગતા તે ધર્મ છે. તો તે વીતરાગતા તે પ્રકારના પરિણમનના રસને લઈને ઉત્પન્ન થાય છે. જ્યાં તે પ્રકારના પરિણમનના રસનો અભાવ છે એ રસના અભાવને અહીં શુષ્કતા કહી છે. વાણી તો કોઈવાર એવી હોય કે જ્ઞાની શાસ્ત્રની વાત કરે એના કરતા અજ્ઞાની તે જ શાસ્ત્રની વાત વધારે સારી રીતે કહી શકે કે સમજાવી શકે. એને ભૂલ ક્યાં થાય છે ? ત્યારે મુમુક્ષુજીવ છે, આત્માર્થી જીવ છે એ એકલી વાણી અને વક્નત્વકળા અને છટાને નથી જોતો. તે ક્ષયોપશમને સમજાવવાના ક્ષયોપશમને પણ નથી જોતો. એમાં વીતરાગતા સંબંધિત રસ કેટલો છે? આનું માપ કાઢતા એને આવડે છે.
જે વીતરાગતાનો આશય છે અને એ વીતરાગતાનું કેન્દ્રસ્થાન પોતાનું આત્મતત્ત્વ છે, પરમતત્ત્વ છે એનો રસ કેટલો છે ? સ્વભાવનો રસ કેટલો છે ? વીતરાગતાનો રસ કેટલો છે એટલે ? સ્વભાવરસ કેટલો છે ? એ માપતા એને આવડે છે, એ તોળતાં આવડે છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીની વાણીમાં એ ફરક છે. જ્ઞાની ફરી ફરી ફરી ફરીને આ મૂળ સ્થાન ઉપર આવી જશે. મૂળ ધર્મ અને મૂળ ધર્મના આશ્રયભૂત તત્ત્વ ઉપર આવશે. અજ્ઞાની નહિ આવી શકે. નકલ કરવા જશે તોપણ નહિ આવી શકે. એ સહેજે સહેજે બીજી રીતે એના વક્તવ્યમાં ચાલી જશે.
એક બીજા એના તપસ્યું કે આવો તત્ત્વજ્ઞાનનો જ્યાં વિષય ચાલતો હોય છે ત્યાં સિદ્ધાંત સમજાવવા દૃગંત પણ આવે છે. તો દૃષ્ટાંત એવું છે કે જે લોકોને રોજ અનુભવમાં આવતા હોય એવી વાતો દૃષ્ટાંતમાં આવતી હોય છે. તો દૃષ્ટાંતને એવા મલાવે, એમાં બધાને રસ પણ પડે ~ સમજાતી હોય એમાં થોડી કહેવાની પદ્ધતિ પણ Suspense story ની જેમ કહે એટલે જિજ્ઞાસા લંબાય, રસ પ્રગટ થાય. વīત્વકળામાં એવી પદ્ધતિ હોય. માણસ ત્યાં Engage થઈ જાય. અરે..! આ શું કહેવા માગે છે ? શું સમજાવવા માગે છે ? એને એમ થાય કે બહુ સરસ સમજાવે છે. પણ એણે કઈ કળા વાપરી એની સાંભળનારને સામાન્યપણે સામાન્ય મનુષ્યોને ખબર નથી હોતી. સિદ્ધાંતનો હોય તો સંક્ષેપમાં પતાવીને વાત પૂરી કરી નાખે. અને સમય ચાલ્યો જાય દૃષ્ટાંતની વાતને કહેવામાં. એ વિષયના જાણકાર હોય એને ખ્યાલ આવી જાય છે કે મૂળ વાતને તો ગૌણ કરી નાખે છે અને એનું દૃષ્ટાંત સમજાવવામાં આવડી મોટી વાત કરી અને લોકોનું મનોરંજન થાય એ વિષયને વધારે અપનાવે છે. એ પ્રથમ શૈલી એક વ્યામોહનો વિષય બની
Page #52
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૩ જાય છે. મુમુક્ષુએ કોઈપણ વક્તાને સાંભળતા ત્યાં સાવધાની રાખવાની જરૂર છે.
આપણે તો આત્મતત્ત્વ અને આત્મતત્ત્વ જેનાથી પ્રાપ્ત થાય છે એવું જે ધર્મ તત્ત્વ, વીતરાગી પરિણામ એ બેય ઉપરનો રસ કેટલો જામે છે ? એ પોતાને જો રસ હોય તો એમાં Inter link જેને કહેવામાં આવે છે એ સંબંધ જોડાય છે. શ્રોતાને એ રસ હોય તો સામા રસવાળાની સાથે લીન થઈ જાય છે, એકતાર થઈ જાય છે. જો પોતાને જે રસ હોય એ સામે રસ ન આવે તો એને રસ નથી પડતો.
વક્તાને અધ્યાત્મરસ હોય અને જો શ્રોતાને અધ્યાત્મરસ ન હોય તો શ્રોતાને નહિ મજા આવે. તો એને એમ થશે કે આવી બધી વાતો ઊંચી ઊંચી હોય. ગંભીર. બહુ ન સમજાય એવી સૂક્ષ્મ વાતો કરે છે), આ બધું શું ચાલે છે ? એને મજા નહિ આવે, એને રસ નહિ પડે. એટલે બે વચ્ચે સંબંધ નિમિત્ત-નૈમિત્તિક ક્યારે થાય છે ? કે યોગ્ય વક્તા અને યોગ્ય શ્રોતા હોય ત્યારે. બેમાંથી એક અયોગ્ય હોય એ જામતું નથી. અને બે અયોગ્ય હોય ત્યાં જામે, બે યોગ્ય હોય ત્યાં જામે. આ એનો નિયમ છે. નહિતર એકબીજાને મેળ પડતો નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય છે.
- એટલે અહીંયાં તો એમ કહેવું છે કે ભલે શાસ્ત્રની વાતો હોય, આત્માની વાતો હોય તોપણ જે આશય છે એની તુલના કરતા જો ન આવડે તો પોતે ... જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે...” આ જ્ઞાનીની વાણીના લક્ષણ લીધા. હજી બીજા કહેશે. અલ્પવિરામ છે. “અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. ચાર બોલ લીધા. “જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ....” હોય છે. એટલે કે જ્ઞાનીને વસુદર્શન હોવાથી પોતાની વાતને પોતે વિરોધાભાસમાં રાખે એવી બીજી વાત ક્યારેય જ્ઞાનીની વાણીમાં નહિ આવે. જોકે આત્મામાં કેટલાક વિરુદ્ધ ધર્મો પણ છે. આત્મા દ્રવ્યાયાર્થિકનયે નિત્ય પણ છે. પર્યાયાર્થિકન અનિત્ય પણ છે. પણ એ બન્ને વાત કરવા છતાં પણ એમાં અવિરોધપણું જ્ઞાનીની વાણીમાં આવે છે.
- પ્રવચનસાર' ૧૧૪ નંબરની ગાથા. છે ને ? પ્રવચનસાર ૧૧૪ ગાથા. દ્રવ્યાર્થિકનયના ચક્ષુને સર્વથા બંધ કરીને પર્યાયાર્થિકનયે જોવું, પર્યાયાર્થિકનયના ચક્ષુને સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિકનયે જોવું. એ વાત ચાલી છે ને? હવે શાસ્ત્રની અંદર તો નયને સાપેક્ષ કહ્યો છે. સાપેક્ષાનયા. જો નયની અપેક્ષા ન હોય અને સર્વથા એ વાપરવામાં આવે તો એકાંત કુનય થઈ જશે. તો પરસ્પર વિરોધ આવશે. હવે અહીં તો ભગવાન કુંદકુંદાચાર્યદેવનું કથન છે. તો જ્ઞાનીની વાણીમાં
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪
રાજહૃદય ભાગ-૧૩
એ વિષયમાં સ્પષ્ટીકરણ આવશે. આ કેવી રીતે કહેવા માગે છે ? કે જ્યાં એક નયનો વિષય ઉપયોગાત્મકપણે વિષય કરવો છે, ત્યાં બીજા નયનો વિષય ઉપયોગાત્મકપણે વિષય નથી થતો. વર્તમાનમાં તો પ્રમાણજ્ઞાન છે એટલે બીજા નયના વિષયની સાપેક્ષતા છે જ. પણ ખાલી શબ્દને પકડીને સર્વથા... સર્વથા... સર્વથા.. ઉ૫૨ વજન દઈ રે તો સૂત્ર અનુસાર વ્યાખ્યાન હોવા છતાં પણ એની અંદર એકાંત થયા વિના રહેશે નહિ. કથનની મર્યાદા સમજવી પડે. જ્ઞાનીની વાણીમાં એવું બનતું નથી. વસ્તુદર્શન હોવાથી કોઈપણ વાત કેટલી મર્યાદા લઈને આ જગ્યાએ કહેવાની છે એનો ખ્યાલ એને પડી જાય છે. એનું જ્ઞાન થઈ જાય છે. જ્ઞાનની આ એક વિશિષ્ટતા છે. એટલે કચારેપણ જ્ઞાન અનુસાર જે વચન ચાલે છે એમાં વિરોધાભાસની ઉત્પત્તિ થતી નથી, અવિરોધ વાણી આવે છે.
એવી જ રીતે નિશ્ચય વ્યવહા૨ છે. નિશ્ચયનો વિષય તદ્દન જુદો છે, વ્યવહા૨નો વિષય તદ્દન જુદો છે. અને બંને જુદા છે એમ નહિ, વિષયવિરોધ છે એમ કહેવાય છે. નિશ્ચયનયને અને વ્યવહારનયને વિષયવિરોધ છે. પણ જિનવાણી એને કહેવાય છે કે જ્યાં વિષયવિરોધ ટળી જાય છે. વિષય વિરોધ રહેતો નથી. અવિરોધપણું ... એ રીતે એ વાણી વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે અને ૫૨માર્થને સાથે સાથે સાધે છે. પાછું એકલી કાંઈ કથંચિત્ સ્યાદ્વાદની શૈલી આવડી જાય છે એવું પણ નહિ. સાથે સાથે પરમાર્થને સધાય છે. એવી જે પ્રયોજનની સિદ્ધિ છે એ જળવાઈને જરા પણ વિરોધાભાસી વાણી ન હોય, એવી વાણીને અવિરોધ વાણી કહે છે અને એ જ્ઞાનીને જ હોઈ શકે છે, અજ્ઞાનીને હોતી નથી. કેમકે એનું વસ્તુદર્શન નથી. ક્યાંક તો વિરોધ થઈ જ જશે. કાં તો એ પોતાની જ વાતને કાપશે. એ થયા વગર રહેશે જ નહિ.
એટલે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક,..' હોય છે. આત્માનું પ્રયોજન સિદ્ધ થાય એવો એમાં ઉપદેશ હોય છે. આ એનું ખાસ ચિહ્ન છે. કાંય આત્મહિતને ઠેસ વાગે, આત્મપ્રાપ્તિની ભાવનાને ઠેસ વાગે, આત્મભાવનાથી વિરુદ્ધ જાય એવો ઉપદેશ જ્ઞાનીની વાણીમાં ન આવે. આત્મભાવનાને કાંય ઠેસ ન વાગે. ઉલટાની આત્મભાવના વધે. ભાવના તો મૂળ ચીજ છે ને. છેક કેવળજ્ઞાન સુધીનો વિષય કૃપાળુદેવે’ લીધો છે. ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન.' ભાવના વિરૂદ્ધ ન જાય, આત્માર્થ ઉપદેશક જ હોય. આત્મભાવનાથી વિરુદ્ધ જ્ઞાનીની વાણી કદી જતી નથી. પણ આત્મભાવનાને પોષક
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૫
પત્રાંક-૬ ૭૯ હોય છે, આત્મભાવનાની પૂરક હોય છે. એવી જ્ઞાનીની વાણી હોય છે. આ ખાસ લક્ષણો છે.
ત્રીજું, “અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. આ વિષય વધારે ગૂઢ છે. ઘણો ગૂઢ ભાવ આ જગ્યાએ નિરૂપિત કરેલો છે. આત્મા છે એ અતિ ગંભીર તત્ત્વ છે. આત્મસ્વરૂપ, આત્મસ્વભાવ એ ઘણું ગંભીર તત્ત્વ છે. અને એ વિષયના ભાવ સ્વાનુભવપૂર્વક જ્યારે જ્ઞાનીની વાણીમાં આવે છે, ત્યારે એ ભાવ અને એ ભાવના નિમિત્તે ચાલતો જે વચનવ્યવહાર, એમાં અપૂર્વતાની એક ઝલક હોય છે. એ અપૂર્વતા જેને ભાસે છે એને સ્વભાવ ભાસે છે. તેની તે વાત હોય તોપણ એમાં અપૂર્વ અપૂર્વ ભાવો આવતા હોય છે. શબ્દો કદાચ તેના તે હોય પણ ભાવની અપૂર્વતા હોવાને લીધે વાણીમાં પણ અપૂર્વતા છે એમ કહેવામાં આવે છે. કેમકે ભાવને પકડવાનું નિમિત્ત તો વાણી છે. એટલે વાણી પણ અપૂર્વ છે અને ભાવ પણ અપૂર્વ છે. આ વિષય ઘણો ગૂઢ છે. અને તે કેટલીક યોગ્યતાએ પહોંચ્યા પછી એ અપૂર્વતાનો અનુભવ થાય છે, એ અપૂર્વતા ભાસે છે. નીચેની યોગ્યતામાં એ અપૂર્વતા ભાસતી પણ નથી. એને તો જ્ઞાની અને અજ્ઞાનીની વાણી સમાન લાગે છે. કોઈકવાર તો અજ્ઞાનીની વાણી પણ વધારે સારી લાગે છે. પણ અપૂર્વતાની બહુ ખબર નથી હોતી.
“અને અનુભવસહિતપણું હોવાથી.” એક અનુભવની ઝલક એ પણ જ્ઞાનીની વાણીની વિશિષ્ટતા છે કે જેમાં અનુભવની ઝલક છે. આત્માનુભવની પણ ઝલક છે અને બીજી વાત કરે તો પણ એ દરેક વાતમાં અનુભવપ્રધાનતા વિશેષપણે ઝળકે છે, વિશેષપણે આવે છે. કેમકે એમની કાર્યપદ્ધતિ પણ અનુભવપદ્ધતિ છે. અને અનુભવની જ સર્વત્ર પ્રધાનતા છે. તેથી અનુભવસહિતપણું અછાનું રહેતું નથી.
એવું “અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.” સાવધાન કરનાર હોય છે. ખાસ કરીને હિત-અહિતના વિષયમાં. મારા પરિણામથી મને અહિત થાય છે કે હિત થાય છે ? એ વિષયમાં મારી જાગૃતિ ન હોય તો કેવી રીતે હિત સધાશે ? અને કેવી રીતે અહિતથી બચી શકાશે ? બેમાંથી એકેય વાત નહિ થાય. એ વિષય બહુ સારી રીતે અનુભવપ્રધાનપણે અને સાંભળનારને પણ એ વિષયની જાગૃતિ ઉત્પન્ન થઈ આવે એ પ્રકારથી, એવા વિશિષ્ટ પ્રકારથી જો કોઈ કહી શકતું હોય તો તે જ્ઞાનીની વાણી છે. અજ્ઞાનીની વાણીમાં ભલે ગમે એટલી છટા હોય, ભલે ગમે તેવી સારી હોય તો પણ આ પ્રકાર નથી આવી
Page #55
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩ (શકતો). કેમ ? કે એ પોતે જ પોતાના સ્વરૂપને વિષે જાગૃત નથી. એ જાગૃતિનો વિષય એના Toneમાં કેવી રીતે આવશે ? તે ધ્વનિ નહિ આવે. શબ્દો આવશે તોપણ એનો Undertone ખલાસ છે એની અંદર, એ ધ્વનિ નહિ હોય, Force નહિ હોય.
આમાં શું છે કે જે વિષય ઉપર રસ અને વજન હોય છે તો વાણીમાં પણ એ વિષયનો Force ઊભો થાય છે. એ વસ્તુ કુદરતી છે. ભાવ અનુસાર ભાષા. એ અજ્ઞાની લાગે ક્યાંથી ? પોતાની જાગૃતિ નથી, પોતાને રસ નથી તો એ જાતનું એની વાણીની અંદર જોર નહિ આવે. એટલે અજ્ઞાનીની વાણી એ તત્ત્વથી ખાલી હોય છે. જ્ઞાનીની વાણીમાં આત્માને જાગૃત કરનાર નથી લીધું, સતત જાગૃત કરનાર હોય છે. કેટલી વાત સ્પષ્ટ લખી છે અને એકદમ Practical લખી છે. સતત જાગૃત કરનાર હોય છે. જ્ઞાનીની વાણી એ હોય છે કે આત્માને સતત જાગૃતિમાં લઈ આવે. એવી જે વાણી જેના લક્ષણ છે એ જ્ઞાનીની વાણી છે. અને ત્યાં એ વિષય જ્ઞાનીને ઓળખીને, ઓઘસંજ્ઞાએ નહિ પણ ઓળખીને એનું બહુમાન ને ભક્તિ કરે. ઓળખ્યા વગર ઓઘે આઘે બહુમાન, ભક્તિ કરે તો એની સાર્થકતા થતી નથી. સમય થયો છે, અહીં સુધી રાખીએ.
અન્ય પદાર્થને ગ્રહણ કરવારૂપ ભાવ, જે ઈચ્છા, તે જ્ઞાનને આવરણ કરે છે, તેથી કેવળ-નિરાવરણ-જ્ઞાન થયા પહેલા જે પૂર્ણ વીતરાગતા અર્થાત્ સંપૂર્ણ નિરીચ્છક ઉત્પન્ન થાય છે. આમ થયા વિના કદી કોઈને કેવળજ્ઞાન પ્રગટ થાય નહિ. તેમ છતાં જેઓ ગૃહસ્થાદિ દશામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ માને છે, તેઓ અધ્યાત્મની પ્રાથમિક ભૂમિકાની સમજથી પણ અજાણ છે. તેમ સમજવા યોગ્ય છે.
(અનુભવ સંજીવની-૧૫૦૨)
Page #56
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૨
૩૭
તા. ૧૫-૩-૧૯૯૧, પત્રાંક – ૬૪૨ થી ૬૪૪
પ્રવચન નં. ૨૯૦
.. છતાં કેમ લોકો ભૂલે છે ? જ્ઞાની પુરુષો આ વાત પોકારી-પોકારીને કહે છે. છતાં લોકો કેમ ભૂલે છે ? એ વિષયને કેમ અનુસરતા નથી ? બીજે રસ્તે કેમ જાય છે ? પ્રશ્ન ઊઠાવે છે. આશ્ચર્યવાળી વાત છે કે આવી વાત જ્ઞાનીઓ પ્રસિદ્ધ કરી ગયા છતાં લોકો કેમ ભૂલે છે ? એ રીતે એમાં પુરુષની સમીપ જવાથી આત્મપ્રાપ્તિ સુલભ થાય છે એ સિદ્ધાંત મૂક્યો છે. અને એટલો સપુરુષનો અહીંયાં મહિમા છે કે જેની સમીપ જવાથી અપૂર્વ એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- ઓળખે તો થાય. તો જ એટલી નજીકતા આવી શકે. તો એનું હૃદય પકડી શકે, એનો અભિપ્રાય પકડી શકે. એ કયા માર્ગે જાય છે એ માર્ગ પકડી શકે અને પોતે એ માર્ગને અનુકૂળ થાય. એવા જીવને આત્મપ્રાપ્તિ સુલભ છે એમ ન કહ્યું, “સાવ સુલભ છે....” એમ કહ્યું. એને તો “આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એટલે ખરેખર જે પુરુષના અંતેવાસી થઈને રહ્યા કે રહે છે એ જીવ તો તરી ગયા. એને ઓળખીને જે સર્વાર્પણબુદ્ધિએ એટલી સમીપમાં જાય છે કે એક હૃદય થઈ જાય. એને આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે એવું જ્ઞાની પુરુષોએ પોકારી પોકારીને કહ્યું છે.
મુમુક્ષુ:- .
પૂજ્ય ભાઈશ્રી :- . ક્ષેત્રથી તો નજીક રહેવાનું એ પોતે પણ .... જ્યારે ભાવમાં સમીપ જવું એ તો પાત્રતા માગે છે. પાત્રતા વગર એટલી સમીપતા ભાવમાં આવતી નથી. અને જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય એને એવો જ પ્રકાર ભજે. જેને જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય એને એવો જ પ્રકાર છે. જેટલું બહુમાન આવે, એટલી જ ભાવે સમીપતા એને હોય.
જ્ઞાનીપુરુષના જે આત્માના હિતવિષયક વચનો છે એ વચનો ઉપર
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
રાજય ભાગ-૧૩
પાત્રજીવને એટલી રુચિ, એટલી પ્રીતિ થાય છે કે જેને લઈને આત્મપ્રાપ્તિ સુલભ થાય છે. એવા ...પાનું-૪૧૯, પત્ર-પર૨. વચ્ચે છે. “સત્પષ મળે આ સત્યરુષ છે એટલું જાણી, સત્યરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે;સપુરુષની ઓળખાણ થયા પછી જીવ વૈરાગ્યમાં આવે છે. “અથવા સત્પરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી;” ત્યાં સાવ સુલભ કીધું. અહીંયાં કાંઈ દુર્લભ નથી એમ કહે છે. અસ્તિ-નાસ્તિથી એક જ વાત કરે છે.
“સત્યુઝષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ.” પણ ક્યારે ? કે તે “સપુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. એને આત્મહિતનો વિચારનો ઉદય થયો નથી. અને સત્પરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.” ખરેખર તો એને પુરુષનો યોગ થયો છે એવું એને ભાસ્યું નથી. એટલે જ એનું દુર્લક્ષ વર્તે છે. નહિતર તો એમના વચનને વિષે, એમના વચનને આશયને વિષે અત્યંત પ્રીતિ, ભક્તિ થયા વિના રહે નહિ. અને જો થાય તો એને આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી.
મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી :- કાંઈક ખ્યાલમાં તો વાત આવવી જોઈએ. જો વાત ખ્યાલમાં જ ન હોય તો તથારૂપ કોઈ પ્રયાસ ન થાય, પ્રયત્ન જ ન થાય. શું કામ કરવું છે એ ખબર ન હોય તો કેવી રીતે કામ થાય?
શ્રી ડુંગરને પ્રણામ.' ૬૪૨ (પત્ર પૂરો થયો).
પત્રક-૬૪૩
મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ શ્રી સ્તંભતીર્થવાસી તથા નિબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો. કરવા વેંગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ
Page #58
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૪૩
૩૯.
કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂકયા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.
૬૪૩ પત્ર “અંબાલાલભાઈ” ઉપર છે.
શ્રી સ્તંભતીર્થવાસી તથા નિબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે,...” બાજુમાં ગામ હશે. ત્યાંના મુમુક્ષુઓ પર પત્ર ખંભાત' લખ્યો છે. “શ્રી સ્તંભતીર્થ.”
કંઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો. કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે.” શું કહે છે ? કે જે કાંઈ કરવા યોગ્ય કહ્યું હોય તેનું વિસ્મરણ ન કરવું. લક્ષમાં રાખી લેવું કે આ વાત આપણને ઉપદેશી છે, આ વાત કહી છે એનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. તે વિસ્મરણ યોગ્ય ન હોય. એટલો ઉપયોગ એટલે સાવધાની રાખવી. એટલી જાગૃતિ રાખવી કે આ કાર્ય આપણને કરવા યોગ્ય કહ્યું છે અને તેનું વિસ્મરણ કરવા જેવું નથી. એવી સાવધાની રાખવી. અને એ સાવધાનીના ફળમાં આગળ વધીને. “ક્રમે કરીને..” એટલે આગળ વધીને તેની અવશ્ય પરિણતિ કરવી ઘટે.” એટલી ભાવનામાં આવવું જોઈએ કે એની પરિણતિ થાય.
આ વિષય પ્રત્યક્ષ ચર્ચામાં “પૂજ્ય બહેનશ્રી અવારનવાર કહેતા કે મુમુક્ષુને તો પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ ક્યારે થાય છે? કે જ્યારે જીવની ભાવના તીવ્ર થઈ જાય છે ત્યારે એ ભાવનાને કારણે વારંવાર ઉપયોગ થાય છે અને ઉપયોગના ફળમાં પરિણતિ થઈ આવે છે. ભાવના, ઉપયોગ અને પરિણતિ. આ પરિણતિ થવાનો ક્રમ છે. ભાવના વિના ઉપયોગ ન થાય એ પ્રકારનો જે પ્રકારનો થવો ઘટે. અને એ ઉપયોગ વારંવાર ભાવનાપૂર્વક થતાં એની પરિણતિ થઈ જાય છે. આ પરિણતિના વિષયમાં પણ મુમુક્ષુ વચ્ચે ~ રહ્યા છે.
અંતર અવલોકન નહિ હોવાથી પોતાની પરિણતિ અત્યારે કેવી છે એની ખબર નથી. પરિણતિ વગરનો કોઈ જીવ નથી. પણ પરિણતિ કેવી થઈ જવી જોઈએ? કે જે કાંઈ જ્ઞાની પુરુષે કરવા યોગ્ય કહ્યું હોય એની ભાવનામાં, એ
Page #59
--------------------------------------------------------------------------
________________
४०
રાજહૃદય ભાગ-૧૩
કર્તવ્યની ભાવનામાં આવીને, એનો વારંવાર ઉપયોગ કરીને એની પરિણતિ કરવી જોઈએ, પિરણિત થવી જોઈએ.
તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે.’ કેમકે પરિણતિ વગર જે કાંઈ ઉપયોગ થાય છે એ ઉપયોગ એટલો નિર્બળ હોય છે, નિરસ હોય છે કે એનું કાંઈ ફળ આવતું નથી. શાસ્ત્રમાં એવા દૃષ્ટાંત આવે છે. એક માણસને બદામનું તેલ જોઈતું હતું. કોઈ ઔષધિ માટે બદામનું તેલ, બદામમાંથી તેલ કાઢે. કેવી રીતે બદામનું તેલ કાઢવું ? બદામને પત્થર સાથે ઘસવી. પછી આજે એક વખત ઘસરકો માટે, પાછો ચોવીસ કલાકે ફરીને આવીને બીજો ઘસરકો મારે ત્યારે આગલું જે કાંઈ પત્થર ઉપર ચિકાશ થઈ હોય એ ઊડી ગઈ હોય, સુકાય ગઈ હોય. એટલે આખી બદામ ઘસાય જાય તોપણ એમાંથી એને કાંઈ તેલ મળે નહિ.
એમ ચોવીસ કલાકે થોડો સ્વધ્યાય ઉપ૨ ઉપરથી પિરણિત વગ૨ કરે, વળી પાછો ચોવીસ કલાકે ફરીને સ્વાધ્યાય કરે, પરિણતિ તો હોય નહિ. ૨૩ કલાકમાં અસત્સંગને કા૨ણે અને જગતના વિષયોમાં પરિણામ જવાને કારણે, સંયોગો આશ્રિત પરિણામ થવાને કા૨ણે અંદરનું વાતાવ૨ણ સાવ બદલાય ગયું હોય. પાછા ચોવીસ કલાકે ફરીને થોડો સ્વાધ્યાય કરે. આ રીતે એનો ઉપયોગ છે એ સફળ થતો નથી. એના કોઈ કાર્યનું ફળ આવતું નથી. એટલે અવશ્ય પરિણતિ કરવી ઘટે. એ સંબંધમાં લખે છે.
ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” જે આત્મજ્ઞાન પ્રગટ કરવું છે, આત્માની દશા પ્રગટ કરવી છે એ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ આવા જે પરિણામ છે એ તો સહજસ્વભાવરૂપ થઈ જવા જોઈએ. પરિણિત કહો કે સહજસ્વભાવરૂપ કહો. જેમકે અત્યારે પરિણતિ છે. મનુષ્ય છું એવી પરિણતિ છે. ફ્લાણો-ફ્લાણો હું માણસ છું. દેહાત્મબુદ્ધિની અને કર્મનિત જે અવસ્થા પોતાને અત્યારે વર્તે છે એની પરિણતિ થઈ ગઈ છે. એની એવી ભાવના ભાવી છે કે એની પરિણિત થઈ ગઈ છે. તો એ સહજસ્વભાવ થઈ ગયો છે. હું માણસ છું એમાં શું વિચારવાનું હોય ? એમાં શું કરવાનું હોય ? એ તો સહજસ્વભાવ થઈ ગયો.
?
મુમુક્ષુની ભૂમિકામાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ તો મુમુક્ષ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” આત્મદશા કચાંથી આવવાની ? આવી પરિણતિ જો નહિ થાય તો આત્મદશા ક્યાંથી આવવાની હતી ?
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૧
પત્રાંક-૬૪૩
એટલે આત્મદશા નહિ આવે એમ કહેવું છે. એને ઉદયમાં નિરસપણું. દેવ-ગુરુશાસ્ત્ર-સત્પુરુષ પ્રત્યે ભક્તિ, કષાયરસનું મોળાપણું તે ઉપશમ છે અને ત્યાગ એટલે અન્ય પદાર્થોની રુચિ મોળી થઈ જવી. એ તો એને સહેજે હોવું જોઈએ. એવું સહજપણે ન થઈ ગયું હોય એને આત્મદશા ક્યાંથી આવવાની હતી ? એને તો એથી વિરુદ્ધ જે પરિસ્થિતિ છે એમાં તો આત્મદશા ઉત્પન્ન થવાનો કોઈ અવકાશ હોતો નથી.
એવું ‘સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ?” આવી શકે નહિ. પણ શિથિલપણાથી, પ્રમાદથી...’ એટલે આવી વાતો સમજવા મળે છે, સાંભળવા મળે છે તોપણ પોતાના શિથિલપણાને લીધે પોતે એ વિષયમાં બળવાન પરિણામ નથી કરતો, શિથિલ પરિણામ રહે છે અને પ્રમાદ એટલે એ વિષયની જાગૃતિ નથી, અજાગૃતિ છે. એને લઈને એ વાત તો જાણે ભૂલાઈ જવા જેવી હોય છે. જાણે એવું કાંઈ ક૨વાનું છે કે કેમ એ જ વાત રહેતી નથી.
અથવા જેમ સંપ્રદાયની અંદર જીવ કોઈ ને કોઈ ક્રિયાના ચોકઠામાં ગોઠવાય જાય છે. કોઈ તપશ્ચર્યાના બહાને, ઉપવાસ આદિ કે એકાસણા આદિ કે એવી કોઈ ક્રિયામાં પડી જાય છે, તો કોઈ સામાયિક પ્રતિક્રમણની ક્રિયામાં પડી જાય છે, એવી રીતે કોઈ જપ-તપની ક્રિયામાં પડી જાય છે. એવી જ રીતે અહીંયાં પણ કાંઈને કાંઈ ક્રિયાની અંદર જીવ ગોઠવાય જાય છે કે ભાઈ ! આપણે રોજ આટલું તો કરવું જોઈએ. રોજ સ્વાધ્યાય તો કરવો, રોજ પૂજા-ભક્તિ તો કરી લેવા આપશે. એવી રીતે જીવ ગોઠવાય જાય છે અને પોતાને અંદરમાં કાંઈ લાભ થયો કે નહિ ? આત્મશુદ્ધિ થવાની દિશામાં કાંઈ પ્રયત્ન ચાલે છે કે નહિ ? એની કાંઈ જાગૃતિ ન રહે એનું નામ પ્રમાદ છે. ગોઠવાય જાય એ પ્રમાદ છે. જાગૃતિ વિના એ બધી જે કાંઈ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓને પ્રમાદ કહેવામાં આવે છે. અને એમાં આત્મહિત વિસ્તૃત થઈ જાય છે.’ એ Postcard લખ્યું છે ખાલી. મુમુક્ષુઓને ત્રણ લીટીમાં એ વાત કરી છે. ૬૪૪મો પત્ર પણ ‘અંબાલાલભાઈ’ ઉ૫૨નો છે.
મુમુક્ષુ – ...
પૂજ્ય ભાઈશ્રી :– એમાં તો શું છે કે ગુણ પ્રત્યેનું બહુમાન. ભગવાનની ભક્તિ કરે એટલે પદ ગાય એનું નામ ભક્તિ નથી. ચાલો આપણે ભગવાનની સામે બેસીને બે પદ ગાઈ નાખીએ એટલે ભક્તિ થઈ ગઈ, એમ નથી. ભગવાનના સ્વરૂપનું સ્મરણ થવું, એમના ગુણોનું સ્મરણ થવું. એમની દશામાં જે ગુણો
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
રાજહૃદય ભાગ-૧૩ પ્રગટ્યા છે એના પ્રત્યે બહુમાન આવવું, એ ગુણોને લક્ષમાં લઈને, એ દશાને લક્ષમાં લઈને બહુમાન આવવું. એ બહુમાન એમ સૂચવે છે કે પોતાને પણ એવી દશા પ્રાપ્ત કરવાની ભાવના છે એમ એ બહુમાન સૂચવે છે.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી :- અર્થતત્ત્વમાં આ છે. અર્થતત્ત્વ કહો કે એની દશામાં પ્રગટેલા ગુણોને લક્ષમાં લઈને બહુમાન કરવું એનું નામ અર્થ છે. અને એ દશામાં રહેલું જે સતપણું છે, સત્યપણું છે એ એનું તત્ત્વ છે. જે ગુણો પ્રગટ્યા એ એનું તત્ત્વ છે. તે જ અર્થ અને તત્ત્વ છે. બીજું કોઈ અર્થતત્ત્વ નથી. અર્થ એટલે શબ્દાર્થ નહિ. એનો ભાવ. ભાવ લક્ષમાં આવવો જોઈએ. એ પ્રકાર હોય છે. જેને આત્મગુણો પ્રાપ્ત કરવા છે, આત્મ ગુણોની જેને મહિમા છે. એને એ ગુણ જેને પ્રગટ્યા છે એવા સપુરુષથી માંડીને ઉપર ઉપરના ગુણસ્થાનમાં અને સતુદેવ, એ બધા પ્રત્યેનો મહિમા વારંવાર આવ્યા વિના રહે નહિ. એની ચર્ચા, એના ગુણાનુવાદ, એ સંબંધીનો.
પાનું-૨૫૦માં નીચે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો...” ત્યાંથી લેવું છે. સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચારિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું.” સપુરુષ કેવા હોય એનું ચિંતવન, વિચાર કરવો. “સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. ખરેખર ... “આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિવણિને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. કેવી વાત કરી છે !
અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સન્દુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. એટલે અનંત કરુણા જ્ઞાનીઓને મુમુક્ષુઓ પ્રત્યે હોય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪
મુંબઈ, આસો વદ ૩, રવિ, ૧૯૫૧ પત્ર મળ્યું છે.
અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિવા થવી કઠિન પડે; તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારના દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અભ્યસ્ત એવી મુમુક્ષતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.
સહજાત્મ સ્વરૂપે પ્રણામ.
૬૪૪. “અંબાલાલભાઈ' ઉપરનો પત્ર છે.
પત્ર મળ્યું છે. અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે...” પરિણતીનો વિષય ચાલે છે. અનાદિનો જીવને વિપરીત અભ્યાસ છે એટલે પરપદાર્થથી લાભ, પરપદાર્થથી શાંતિ, સુખ, પરપદાર્થથી મને અનુકૂળતા એ વગેરે વિપરીત અભ્યાસ અનાદિનો છે. અને તેથી તેમાં નિરસ પરિણામ. વૈરાગ્ય એટલે નિરસ પરિણામ અને ઉપશમ એટલે રસ વગરના પરિણામ અથવા શાંત પરિણામ. અશાંત પરિણામ, આકુળતાવાળા નહિ. ઉપશમાદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે એવી પરિણતિ અભ્યાસ થશે, થોડા લાંબા અભ્યાસે થશે. એકદમ ન થઈ શકે. કિવા થવી કઠિન પડે.” અથવા મુમુક્ષુની ભૂમિકામાં થવામાં કઠણ લાગશે. તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ રાખે અવશ્ય સિદ્ધિ થાય છે. એ પોતાને ખ્યાલ છે કે અનાદિ જેનો ઊંધો અભ્યાસ છે એને એ પરિણતિ થવી કઠણ છે. તોપણ જેનો એ ભાવો પ્રત્યે લક્ષ છે અથવા એવી પરિણતિ કરવાની જેની ભાવના છે એને અવશ્ય તેની સિદ્ધિ થાય છે. એ સફળ થાય જ છે. ન સફળ થાય એવું કાંઈ નથી. એટલે અશક્ય નથી. વિપરીત અભ્યાસને લીધે જરા કઠણ જરૂર છે પણ અશકય છે એવું તો નથી. એની “અવશ્ય સિદ્ધિ થાય છે.”
Page #63
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩ સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્ય-ક્ષેત્રાદિ ઉપાસવાં; સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે.’ અને મહાપુરુષનો, સત્પુરુષનો સમાગમ ન હોય ત્યારે વૈરાગ્ય અને ઉપશમ જે પ્રકારે વર્ધમાન થાય એ પ્રકારના સંયોગો વચ્ચે રહેવાનો પ્રયત્ન કરવો. ઉપાસવાનો અર્થ એ છે. એમના લખાણમાં મુખ્ય વાત એ છે કે એ માત્ર વિચા૨ ક૨વાનું નથી કહેતા. ઉપાસવું, અંગીકાર કરવું એમ કહે છે. એની ઉપાસના કરવી. એટલે ભલે પુણ્યયોગે બધી અનુકૂળતાઓ હોય તોપણ ઉપાસના એનું નામ છે કે એના પ્રત્યે ત્યાગ-વૈરાગ્યથી નિરસપણું કેળવે, એવા પ્રયોગ કરે એને ઉપાસના કરી એમ કહેવામાં આવે છે.
૪૪
મુમુક્ષુ :- ..
પૂજ્ય ભાઈશ્રી :- આવડે છે. અવળી ઉપાસના તો કરે જ છે. અથવા ઉલટો પ્રયોગ કરતા આવડે જ છે. જો જગતમાં પોતાના સંયોગોનો જીવ સંયોગ સંબંધીનો રસ કેવી કેવી રીતે કેળવે છે ? જો પોતાને પુણ્યયોગ ન હોય ને તો બીજાના ? સંયોગોની ચર્ચા ઉપાડી લે. ફલાણા ભાઈ તો એવો સરસ એને વેપાર-ધંધો ચાલે છે. બહુ કમાય છે. અત્યારે તો એમને એવું સરસ થઈ ગયું છે ને. બહુ સુખી થઈ ગયા. હવે એને કાંઈ લેવા-દેવા ન હોય, ત્યાંથી એક પાય-પૈસો મળે એવું ન હોય. પણ બીજાના બહાને પોતાનો રસ કેળવે છે એ વિપરીત ઉપાસના જ છે. એ વિપરીત ઉપાસના કહો કે સંયોગોનો રસ કેળવીને અસંગતત્ત્વની વિરાધના કહો. ખરેખર તો એ અસંગતત્ત્વની વિરાધના છે.
વિાધકભાવમાં કેટલો કેટલો આગળ વધતો જાય છે એનું કાંઈ પોતે ભાન ભૂલીને વર્તો જાય છે. એને એમ કે હું ક્યાં મારા સંયોગોની વાત કરું છું ? પણ બીજાના સંયોગોની વાત કરે છે એની પાછળ તારો અભિપ્રાય શું છે ? કે જ્યાં સુધી જગતના પદાર્થોની મહત્તા તને ભાસે છે, એ પ્રસંગોની, એ વાતોની, એ પદાર્થોની જ્યાં સુધી તને મહત્તા ભાસે છે ત્યાં સુધી એ પદાર્થો તને પણ વ્હાલા લાગે છે, પ્રિય લાગે છે. એ કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. એ સંસારગત વહાલપ હજી ઊભી છે એને. અને જ્યાં સુધી એ સંસારગત વહાલપ ઊભી છે ત્યાં સુધી આત્મામાં આત્માનું નિરાકુળ સુખ રહ્યું છે એ કદિ ભાસ્યમાન થાય નહિ. આત્મામાં આત્માનું સુખ પડ્યું છે એ તો એને ન ભાસ્યમાન થાય, પણ એ ભાસ્યમાન થવા માટે કહેના૨ જે શાસ્ત્રો અને સત્પુરુષના વચનો અને સત્સંગ આદિ જે કાંઈ પ્રસંગ
Page #64
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪
૪૫ છે એ પ્રસંગની પણ એને કિમત ન આવે. કિંમત ઓલી પડી છે માટે.
જગતના પદાર્થોની કિંમત પડી છે તો એને આત્મસ્વરૂપમાં રહેલા સુખની કિમત નહિ આવે અને સત્સંગની પણ એને કિંમત નહિ આવે. (એને એમ થાશે કે) ઠીક છે હવા એવી બધી વાતો ત્યાં થાય છે. આપણે ઘણીવાર સાંભળી છે, ઘણીવાર વાંચી છે. એ બધું આપણા ખ્યાલમાં છે. પછી તો જેમ બાળકને ગમે તેવું સારું રમકડું આપ્યું હોય પણ જો જૂનું થઈ જાય પછી એને રમવું ગમે નહિ. કોઈ નવું રમકડું આપો તો એને રમવું ગમે. સારામાં સારું રમકડું હોય તોપણ ફેંકી દે. એમ તેની તે વાત એને લાગે કે આ તો બધી એની એ વાતો છે. આત્મા-આત્મા કર્યા કરે છે, વૈરાગ્ય-ઉપશમની વાત કર્યા કરે છે, પુરુષની વાત કર્યા કરે છે. આવું તો અમારામાં પણ છે અને આપણને આ બધી ખબર છે. આ બધું આપણે જાણીએ છીએ. એ જાણે જૂનું રમકડું થઈ ગયું. હવે કાંઈક નવું મળે તો રસ પડે, નહિતર આનો રસ ખોઈ બેસે.
મુમુક્ષુ – અનંતાનુબંધીમાં...
પૂજ્ય ભાઈશ્રી :- હા. અનંતાનુબંધીમાં તો છે જ, ઊભો જ છે. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી અનંતાનુબંધીમાં તો ઊભો જ છે પણ એની રુચિ ... થઈ જાય છે ત્યારે એને સતુ અને સતુની વાર્તાનો રસ ઘટી જાય છે.
એટલે એમ કહે છે કે જ્યારે કોઈ સત્પરુષના સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય, એટલે કે આત્મપ્રત્યયી ભાવો અથવા વૈરાગ્ય, ઉપશમના ભાવો અથવા આત્મભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારનાં દ્રવ્યક્ષેત્રાદિ ઉપાસવાં;” તેવા દ્રવ્યોને ઉપાસવા, તેવા ક્ષેત્રોને ઉપાસવાં. વિરુદ્ધ દ્રવ્યો અને વિરુદ્ધ ક્ષેત્રોને ન ઉપાસવા એમ એમાં આવી જાય છે.
“સાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. અને એકલો હોય, આ ઉદાસીન યોગો લીધા. મુમુક્ષુઓ એવા હોય એના સત્સમાગમમાં રહેવું, સત્સંગમાં રહેવું અથવા એવા ક્ષેત્ર છે-નિવૃત્તિ ક્ષેત્ર એમાં રહેવું. અને જ્યાં વિશેષ કરીને આત્મવૃત્તિને લાભ થાય એ પ્રકારના સંયોગોમાં એને રહેવું.
મુમુક્ષુ – ઉપાસવો એટલે આદરવો ? પૂજ્ય ભાઈશ્રી:- હા, ઉપાસવો એટલે આદરવો. અંગીકાર કરવાનું.
સાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે.” આ તો દરેક કામમાં છે. કોઈપણ નવું કામ શરૂ કરવું હોય, કોઈ નવો ધંધો
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૬
રાજહૃદય ભાગ-૧૩
શરૂ કરવો હોય, કારખાનું શરૂ કરવું હોય, કોઈપણ નવું કામ કરવું હોય તો સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે,...' શરૂઆતમાં તો પરિશ્રમ કરવો પડે. પછી સહજપણે થાય છે, સહેલાઈથી થાય છે. ગાડીને પાટા ઉપર હોય તો પહેલી વખત ધક્કો મારતી વખતે જોર પડે છે. પછી જરા Motion માં આવી ગયા પછી એટલું જોર લગાવવું પડતું નથી. એમ સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે.' એમને તો અનુભવ ઘણો છે ને ? દરેક કાર્યની પ્રથમ ભૂમિકા તો વિકટ હોય છે.
‘તો અનંતકાળથી અનભ્યસ્ત...' એટલે જેનો અભ્યાસ નથી કર્યો, જેની Practice નથી કરી. એવી મુમુક્ષુતા માટે તેમ હોય...' તેમ હોય એટલે વિકટપણું હોય એમાં કંઈ આશ્ચર્ય નથી.' દરેક કાર્યોમાં શરૂઆતમાં કઠણપણું લાગે છે. એકડો ઘૂંટવો તોપણ. પહેલો એકડો પણ શીખવો કઠણ લાગે છે. તોપછી અનંત કાળથી જેનો અભ્યાસ નથી. અથવા અનંત કાળથી જેનો વિપરીત અભ્યાસ છે, ઊલટો અભ્યાસ છે. ‘એવી મુમુક્ષુતા માટે તેમ હોય...' એટલે કઠણપણું લાગે. એમાં કાંઈ આશ્ચર્ય નથી.' આ એક માર્ગદર્શન આપ્યું છે કે ભલે શરૂઆતમાં મુમુક્ષુને આ કાર્ય કઠણ લાગે તોપણ હારીને મૂકી દેવા જેવું નથી. આત્માને ૫૨મહિતનું કારણ છે, આત્માને પરમ સુખનું કારણ છે. એમ સમજીને એ સમજણપૂર્વક એની પાછળ અવશ્ય પરિશ્રમ કરવા યોગ્ય છે.
મુમુક્ષુ –
પૂજ્ય ભાઈશ્રી :– હા. પછી ગાડી પાટા ઉપર હોય છે. જીવને એકવાર પણ ખરી મુમુક્ષુતા આવી નથી. આમ છે. જે કાંઈ તકલીફ છે એ શરૂઆતમાં જ છે. પછી તકલીફ નથી. એમ વિચારીએ શરૂઆતમાં તો કોઈ પણ મુમુક્ષુજીવ એક વખત પણ જો પોતાનું ધ્યેય બાંધને, જેને દૃઢમોક્ષેચ્છા કહેવામાં આવે છે, કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું જ છે અને એના માટે જ મારે પ્રયત્ન કરવાનો છે. પૂર્ણ શુદ્ધિનો મારે પ્રયત્ન કરવાનો છે તો અહીંથી આગળની બધી Line સહજપણે ચાલુ થઈ જાય છે.
***
જે મુમુક્ષુતામાં આપણે એમ વિચાર્યું કે આત્મજાગૃતિ એ લક્ષણ છે. તો એવી આત્મજાગૃતિ સહેજે સહેજે આવે છે. મુમુક્ષુને સ્વરૂપપ્રાપ્તિની ભાવના હોય. એ ભાવના ઉત્કૃષ્ટ ભાવના અને સ્વરૂપપ્રાપ્તિની લગની લાગી જાય છે. જો એક એણે ધ્યેય બરાબર બાંધ્યું હોય તો. આ પહેલું ડગલું પણ માંડતો નથી. માની બેસે છે. હવે એ તો બધું ઊંધું છે. બધી વાત ઊંધે જ ચાલે ને. પછી ગડબડ કેટલી બધી
Page #66
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪ થાય? પાર વગરની ગડબડ થાય.
એક વિચાર આવ્યો હતો કે જેમ સમ્યગ્દર્શન થાય છે ત્યારે અકર્તાપણું થાય છે. એટલે કર્તવ્ય કરાય છે અને અકર્તવ્ય જીવ નથી કરતો. એમ દૃષ્ટિ જીવ કર્તવ્યને કરવા યોગ્યને કરે છે, નહિ કરવા યોગ્યને નથી કરતો. અને છતાં એમાં એને કર્તાપણું નથી. બરાબર ? એવી એક મોક્ષમાર્ગની જે Line છે એ સહજતાની Line છે. હવે મુમુક્ષુને સમ્યગ્દર્શન થયા પહેલા કર્તાપણું હોય છે. તો એ કર્તાપણું પણ કેવું હોય છે એનો એક પ્રકાર જુદો છે કે જે અકર્તાપણા સાથે મેળ ખાય છે. કેવી રીતે ?
જો કોઈપણ મુમુક્ષજીવને આ ધ્યેય બંધાય જાય તો એને સ્વરૂપ પ્રાપ્તિની આત્મભાવના કરવી એમ કર્તુત્વભાવે ન થાય, લગની લગાડવી એમ કર્તુત્વભાવે ન થાય, જાગૃતિ રાખવી એમ કર્તુત્વભાવે ન થાય. સહેજે સહેજે એ પ્રકારના પરિણામ થવા લાગે. એક ધ્યેયને વશ આ બધા પરિણામ આપોઆપ થાય, Automatic થાય. મુમુક્ષતાની ભૂમિકામાં છેક સ્વરૂપનિશ્ચય સુધી પહોંચે, આત્માની ઓળખાણ સુધી પહોંચે ત્યાં સુધીના બધા પરિણામ Automatic થાય. કર્તબુદ્ધિએ કરવા પડે અને ન થાય. એની જોકે કર્તબુદ્ધિ ગઈ નથી. કર્તા બુદ્ધિ નથી ગઈ એટલે શું છે ત્યાં સૂક્ષ્મ કર્તાબુદ્ધિ ? કે જે રાગભાવો થાય છે તો એમાં એકત્વ થાય છે. અને જ્યાં કર્તાકમપણું છે ત્યાં ઐકયપણું છે, જ્યાં ઐક્યપણું છે ત્યાં કર્તાકર્મપણું અવશ્ય છે. એ પ્રકારનું કર્તુત્વ છે. પણ મારે આ કરવું જોઈએ માટે હું કરું, મારે આ કરવું જોઈએ માટે હું કરું. મારે આ કરવું જોઈએ માટે હું કરું. એવી રીતે કર્તુત્વ ન થાય. એને સહેજે સહેજે થાય.
એવી સહજતાનો જે એક પ્રકાર છે એ પ્રકાર આગળ વધીને સમ્યગ્દર્શનથી, જ્યારથી સમ્યગ્દર્શન થાય ત્યારથી સહજ અકર્તાપણામાં પરિણમી જાય છે અને એ સહજતા સ્વભાવિક સહજતામાં ઉત્પન્ન થઈ આવે છે. ત્યારથી એને સ્વભાવિક સહજતા કહેવામાં આવે છે. એમ જે અકર્તુત્વ દશા થઈ, અકર્તાપણું જે મોક્ષમાર્ગમાં શરૂ થયું. એની સાથે શરૂઆતથી જ મુમુક્ષતાનું મેળવાળું પરિણમન છે. એને ખરેખર શરૂઆત થઈ એમ કહેવાય. બાકી શરૂઆત નથી. એકડા વગરના બધા મીંડા છે. શરૂઆત નથી, વાસ્તવિક શરૂઆત નથી.
મુમુક્ષુ – કર્તુત્વના પરિણામ નિરસ થઈ જાય? પૂજ્ય ભાઈશ્રી – એ પ્રકાર જ બદલાય છે, ભાઈ ! એમાં શું છે કે હું મુમુક્ષુ
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮
રાજય ભાગ-૧૩
છું માટે મારે શાસ્ત્રવાંચન કરવું જોઈએ, હું મુમુક્ષુ છું માટે માટે દેવદર્શન કરવા જોઈએ. હું તો મુમુક્ષુ છું ને માટે મારે દયા, દાન આદિ કરવા જોઈએ. એમ હું આમ છું માટે મારે આમ કરવું જોઈએ એમ વાત નથી રહેતી. જેણે ધ્યેય બાંધ્યું એને એ પરિણામ સહજપણે આવ્યા જ કરે. એને કરવું જોઈએ એ વાત નથી. આવ્યા જ કરે એને. એને આવતા રોકી ન શકાય. એવી એક સહજતાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ આવે છે. એ સહજતા આગળ વધીને અકર્તાપણામાં પરિણમી જાય છે. એટલે અકર્તાપણું જે મોક્ષમાર્ગમાં શરૂ થયું એને અનુસરતી Line એની મુમુક્ષુની ભૂમિકામાં હોય. અને એવા પ્રકારની પદ્ધતિ પરિણમનની હોય એ સહજ સ્વભાવિક સહજતામાં અકર્તાપણામાં આવે. એમ છે.
જ્ઞાની કોણ થાય ? કે જ્ઞાનીને થવા યોગ્ય એવા જેના પરિણામ હોય તે જ્ઞાની થાય. એના ચારે બાજુના બધા પડખાં એની સાથે મેળ ખાતા હોય છે. આવી એક સહજતા ઉત્પન્ન થાય છે. આપણે આ પ્રશ્ન આવે છે ને ? હમણાં પ્રયોગનો વિષય થોડો ચર્ચાય છે, જે લોકો આમાં રસ લે છે એ એક ફરિયાદ લઈને આવે છે. આ આપણા (એક મુમુક્ષુભાઈએ) ચર્ચામાં એ જ વાત કાઢીને ? પ્રયોગ કરવા જઈએ છીએ પણ ક્યારેક થાય છે અને થઈ શકતો નથી. એટલે એમાં શું વિચાર્યું છે ? કે એ વાત સાંભળીને પ્રયોગ કરવો જોઈએ માટે કરવામાં આવે છે. સહજ પ્રયોગ થાય છે એ પરિસ્થિતિ નથી. સહજ હોય તો સહેજે સહેજે ચાલ્યા કરે. કરવો જોઈએ અને કરે અને સહજ થાય એ બે વચ્ચે ફરક છે. એકમાં કૃત્રિમતા છે, એકમાં સહજતા છે. માર્ગ કૃત્રિમતાનો નથી, માર્ગ સહજતાનો છે એમ છે ખરેખર. મુમુક્ષુ :– પ્રયોગ નહિ થવાનું કા૨ણ ધ્યેય નથી બાંધ્યું ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એમ જ છે. ધ્યેય બંધાણું હોય તો Automatic જ પરિણામ ચાલે. જાગૃતિના, પ્રયોગના, ભાવનાના, લગનીના, રુચિના. એ સહેજે જ ચાલે. ક૨વા જોઈએ એમ ન આવે. એ પાયો તે શું ? એ પાયો એવો નંખાય છે, ધ્યેયનો પાયો એવો બંધાય છે કે એના ઉ૫૨નું આપોઆપ ચણતર ચાલુ થાય છે. પરિણમન તો સહેજે જ છે. પરિણમન તો કરવું પડે એવી ચીજ નથી. કેમકે પરિણમનશીલ દ્રવ્ય છે. દ્રવ્ય જ પરિણમનશીલ હોવાથી પરિણમન કરવું એ તો પ્રશ્ન જ નથી. પણ આવું પરિણમન કરવું... આવું પરિણમન કરવું... આવું પરિણમન કરવું... એવું જે કરવું... કરવું.. કરવું... છે એ આ Line ને અનુકૂળ નથી. એ આ Line ને અનુકૂળ નથી.
Page #68
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪
મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- કેવી રીતે ? એટલે જે સ્વભાવ સુધી નથી પહોંચ્યો, સ્વભાવને ઓળખ્યો નથી એણે શું કરવું? જ્યાં સુધી સ્વરૂપનિશ્ચય નથી થયો અને ઓળખાણ નથી થઈ એને શું થાય? કે જેથી વિપર્યાસ ન ઘૂંટાય ? વિપરીતતા ન આવે ? પર્યાયને સુધારવી છે છતાં કર્તુત્વભાવે નહિ. બિલકુલ નહિ. તો એ કેવી રીતે થાય)? કેમ થઈ શકે ? કે એમ થઈ શકે, કે જો એણે ધ્યેય બરાબર બાંધ્યું હોય તો આપો આપ જ એ બધા પરિણામ, એની Line, એનું અનુસંધાન બધું આપોઆપ બેસે. અને આપોઆપ બેસે તો જ એ બરાબર છે, કરવું પડે એમાં કાંઈ બરાબર હોઈ શકે નહિ.
મુમુક્ષુ:- પૂર્ણતાનું ધ્યેય બાંધવું.
પૂજ્ય ભાઈશ્રી :- પૂર્ણતાનું ધ્યેય બાંધે એને આપોઆપ ચાલે. અને જો ન બાંધ્યું હોય તો મારે કરવું જોઈએ, મારે આ કરવું જોઈએ એટલે હું કરું છું. મારું કર્તવ્ય છે અને મને કરવું જોઈએ એટલે હું કરું છું. એટલે બાહ્યક્રિયા સરખી હોય. બેય મુમુક્ષુની બાહ્ય ક્રિયા સરખી હોય. બેય સ્વાધ્યાય કરે, બેય પૂજા કરે, બેય ભક્તિ કરે, બેય દાન દે. બધું કરે પણ બેમાં ફરક છે. એક કરવું જોઈએ એમ સમજીને કરે છે અને એક સહેજે સહેજે એને એ પરિણામ આવે અને એનાથી થઈ જાય છે. એકને પરિણામ થઈ જાય છે, એકને પરિણામ કરવા જોઈએ એવું સમજણથી થતું નથી, કરવાના ભાવે કરે છે, કર્તુત્વભાવે કરે છે. બે વચ્ચે બહુ મોટો ફેર છે.
જેને સહેજે થાય છે એ તે જ Line માં વૃદ્ધિગત પરિણામ કરીને, આગળ વધીને સફળ થશે, મોક્ષમાર્ગ સુધી પહોંચી જશે અને જે કર્તૃત્વમાં આવ્યો છે એ થાકી જશે, એને થાક લાગશે. કેમકે એને આકુળતા થાય છે, આને આકુળતા નથી. આને આકુળતા મટતી જાય છે, ઓલાને આકુળતા થતી જાય છે. એ ટકી નહિ શકે. સહજતા વગર ટકી ન શકાય. કર્તૃત્વમાં કદિ ટકી ન શકાય. આ તો સમજી શકાય એવી વાત છે.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી:- પછી આપોઆપ જ ચાલવા લાગે. તો જ એણે ધ્યેય બાંધ્યું છે એમ કહેવાય. નહિતર એ માત્ર વિચાર થયો છે એમ કહેવાય, ધ્યેય બાંધ્યું છે એમ કહેવાય નહિ Automatic એની Line શરૂ થાય તો એ એનું લક્ષણ છે કે
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
રાજય ભાગ-૧૩
એણે ધ્યેય બાંધ્યું છે. ધ્યેય બાંધ્યાનું એ લક્ષણ છે. જો એવી રીતે Automatic સહજ પરિણામો ઉત્પન્ન થઈને વૃદ્ધિગત થતા ન જાય અને સહેજે જાગૃતિ ન રહે તો સમજવું કે હજી ધ્યેય બાંધ્યું નથી. એમ છે.
આ વખતે એ ચર્ચા બહુ ચાલી. ધ્યેય બાંધવામાં શું કહેવું ? અને કઈ રીતે ? એ તો કહ્યું છે કે ક્યારે જીવે કાર્યક્ષેત્ર બદલ્યું છે. સંસારના કાર્યોથી એક બીજી જાતનું આ કાર્યક્ષેત્ર છે. સંસારિક કાર્યો છે એનાથી આ એક બીજી જ જાતનું કાર્યક્ષેત્ર છે. તો શા કારણથી છે ? શું જોઈએ છે અને છે ? કયા લક્ષે છે ? ટૂંકામાં કયા લક્ષથી છે ? જરા તપાસી જુઓ કે આમ આ ક્ષેત્રમાં આવવા પાછળ કયા લક્ષે આવવું થયું ? આ જરાક પોતાને તપાસવાની (જરૂર છે).
જો આ ધ્યેય સિવાયનું બીજું કાંઈ લક્ષ હોય તો એ આત્માને નુકસાનકારક છે એમ સમજીને એ લક્ષ છોડી દેવું જોઈએ. એટલે ‘ગુરુદેવે’ લક્ષ શબ્દ વાપર્યો છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત એવો શબ્દ વાપર્યો છે. કેમકે મારે પૂર્ણ થવું છે એ વાત લક્ષમાંથી છૂટી નથી એને ધ્યેય બાંધ્યું એમ કહેવામાં આવે છે. એ લક્ષ બહાર જાય તો ધ્યેય બાંધ્યું છે એ વાત રહેતી નથી. એમ છે. એટલે એ પ્રકા૨માં આવે તો પરિણતિ પણ સહેજે થાય છે.
આ પરિણતિનો વિષય ત્યાંથી શરૂ થાય છે. એ પ્રકારે સહેજે સહેજે પરિણામ થતાં હોવાથી પરિણિત બંધાય જાય છે. સ્વરૂપપ્રાપ્તિની ભાવનાની પણ પરિણિત બંધાય જાય છે. અને એ પરિણિત બંધાય જાય છે ત્યારે એ કાર્યની સફળતા થવી એ સુગમ છે અને પરિણતિ વિપરીત પડી હોય તો કૃત્રિમપણે ગમે તેટલું બળ કરે પણ એ બળ એનું કામ આવતું નથી.
પરિણતિ છે એ ખીલા જેવી છે. ખીલો જમીનમાં ખોડે છે ને ? હલે નહિ એવો મજબુત. અને જે બાહ્ય પ્રવૃત્તિવાળા પરિણામ છે એ વાછડાના ઠેકડા જેવા છે. માનો માનો કે કોઈ ભક્તિ કરે છે. તો અજ્ઞાનીજીવનો, મુમુક્ષુજીવનો ભક્તિનો એવો ઉપયોગ દેખાય કે શું ભક્તિ કરે છે ! શું ભક્તિ કરે છે ! પરિણતિ છે ? આ સવાલ છે. કોઈ ઠેકડો મારે એની તાકાત વધારે ? કે ખીલો હલે નહિ એની તાકાત વધારે ? એની પરિણતિનો ખીલો હલતો નથી. ઠેકડા બધા નકામા જાય છે. પરિણિત જેની મજબુત છે એને વિરૂદ્ધ ઉપયોગ જાય તો પણ નકામો જાશે. કેમકે પરિણતિ એટલી મજબુત છે, તાકાત બધી એટલે મુમુક્ષુને તો અવશ્ય પરિણતિ કરવી ઘટે છે, પરિણિત થવી ઘટે છે. અને તે સાચા ધ્યેય વિના, સાચી ભાવના વિના પરિણતિ (થાય નહિ). (સમય થયો છે...)
Page #70
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૫
૫૧
પત્રાંક-૬૪૫
મુંબઈ, આસો વદ ૧૧, ૧૯૫૧ પરમનૈષ્ઠિક, સત્સમાગમ યોગ્ય, આર્ય શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા યથાયોગ્યપૂર્વક:- શ્રી સોભાગનું લખેલું પત્ર મળ્યું છે.
સમજ્યા તે શમાઈ રહ્યા,” તથા “સમજ્યા તે સમાઈ ગયા, એ વાક્યમાં કંઈ અર્થાતર થાય છે કે કેમ ? તથા બેમાં ક્યું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે ? તેમ જ સમજવા યોગ્ય શું ? તથા શમાવું શું? તથા સમુચ્ચયવાક્યનો એક પરમાર્થ શો ? તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે, અને વિચારગત હોય તે તથા વિચારતાં તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતિ. સહજાત્મસ્વરૂપે યથા. ૧. જુઓ આંક ૬૫૧
તા. ૧૬-૩-૧૯૯૧, પત્રાંક – ૬૪૫ અને ૬૫૧
પ્રવચન નં. ૨૯૧
પત્ર નાનો) હોવા છતાં એમાંથી પાંચેક પ્રશ્નો કાચા છે. પરમાર્થ લગભગ બંને વાક્યનો સરખો છે. તોપણ પોતે પાંચ પ્રશ્નો ઉઠાવ્યા છે. એક મુદ્દો હાથ ઉપર આવે છે. સામે આવે છે તો સામે આવેલી વાતને કેટલી સૂક્ષ્મતાથી અને કેટલા પડખાંથી પોતે વિચારે છે એ આ એક દૃષ્ટાંતમાંથી નીકળે છે.
ઉત્તર છે. આ બધા પ્રશ્નોનો ઉત્તર પોતે આપ્યો છે. “સોભાગભાઈ એ શું ઉત્તર આપ્યો હશે ? એ તો “સોભાગભાઈનો પત્ર વાંચવા મળે ત્યારે સમજાય. એમણે પોતે આસો વદ ૧૧ જે ૬૪૫મો પત્ર લખ્યો છે. ત્યારપછી ૬૫૧માં પત્રમાં પોતે જ એ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. એટલે વિશેષપણે ત્યાંથી આપણે વિચારશું. અત્યારે તો આ માત્ર પત્રની અંદર પ્રશ્નો પૂછ્યા છે. અને એ પ્રશ્નમાં પરમાર્થ બંનેનો
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
રાજહૃદય ભાગ-૧૩ એક જ વિચારવા જેવો હોવા છતાં કેટલા પડખાંથી એ વિચારે છે એ .. વગેરે એ વિષયનો ખુલાસો ૬૫૧માં કરશે. એમાં પણ નીચે લખ્યું છે કે “જુઓ આંક ૬૫૧' નીચે ફૂટનોટમાં નાખ્યું છે. ૬૫૧માં ફૂટનોટ છે એમાં જુઓ આંક ૬૪૫ લખ્યું છે.
મુમુ
પૂજ્ય ભાઈશ્રી – સાથે લેવો છે એમ? સાથે લઈ લઈએ. પછી બે પત્રો બાકી રહેશે. ૧, ૨, ૩, ૪, પ પત્રો વચમાંથી છોડીને ૬ પત્ર ૬પ૧મો છે. એ પત્ર પણ સોભાગભાઈ ઉપર લખ્યો છે.
પત્રાંક-૬૫૧
મુંબઈ, કારતક, ૧૯૫ર જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાકય “સમજીને શમાઈ રહ્યા તેનો અર્થ છે.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માર્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાકય સમજીને શમાઈ ગયા' તેનો અર્થ છે.
પર્યાયાંતરથી અથતર થઈ શકે છે. વાસ્તવ્યમાં અને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.
આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. *જુઓ આંક ૬૪૫
Page #72
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૧
૫૩
એ બને વાકય લોકભાષામાં પ્રવર્તી છે, તે “આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન માયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગા થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વતવવો ઘટે છે.
અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.
સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐકય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે.
અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિસંદેહ છે.
અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચી છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.
ૐ ૐ ૐ ૐ
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે.” સમજવું શુંએમાં એનો અર્થ આવી ગયો. એમાં સમજવાયોગ્ય શું ? “સમજ્યા તે શમાઈ રહ્યા....” અને સમજ્યા તે શમાઈ ગયા. રહ્યા અને ગયા એટલો જ ફેર છે. સમાઈ ગયા અને શમાઈ રહ્યા. રહ્યા અને ગયા એ સિવાય બે વાક્યોમાં એના એ જ શબ્દો છે. એમાંથી સમજવું શું છે ? કે જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે.' સમજવું એટલે અહીંયાં પોતાનું સ્વરૂપ સમજવાની વાત છે. સમજ્યા તે
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
રાજહૃદય ભાગ-૧૩ માયા. તો શું સમજ્યા તે શમાયા ? કે પોતાનું આત્મસ્વરૂપ જે સમજ્યા તે આત્મસ્વરૂપમાં સમાયા. આત્મસ્વરૂપ જેને સમજવામાં આવ્યું એ આત્મસ્વરૂપ જેવું સમજાયું, જેવું છે તેવું સમજાયું તો એ સ્વરૂપ એવું સમજાયું કે એને સમજતા પછી એથી બહાર નીકળવાનું ન રહ્યું. એ સમજ્યા તે સમાઈ ગયા. જે સમજ્યા એ સમાઈ ગયા.
તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. એ પણ એક પ્રશ્ન પૂછ્યો. સમજવાયોગ્ય શું? અને શમાવું એટલે શું? .... ઉત્પન્ન ન થવું તેનું નામ શમાવું. આચારંગનું એક સૂત્ર છે. “ગો / નાડુ સો સળું નાણું જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું. આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું. એકને એટલે આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું. જેણે સર્વને જાણ્યું તેને કુતૂહલ ગયું.
સામાન્ય રીતે વિકલ્પ કેમ છે ? કુતૂહલને લઈને છે. એ કુતૂહલવૃત્તિ બંધ થઈ જાય છે. આત્મજ્ઞાન થતાં કુતૂહલવૃત્તિ બંધ થઈ જાય છે. અથવા અન્યપદાર્થો વિષેની જે કુતૂહલવૃત્તિ છે એ પરરુચિને પ્રસિદ્ધ કરે છે. પરરુચિનું એમાં પ્રદર્શન થાય છે. એ જીવને પરપદાર્થની રુચિ ઘણી છે. એ રુચિના લક્ષણરૂપે પરપદાર્થ પ્રત્યેની કુતૂહલવૃત્તિ ... છે.
મુમુક્ષુની ભૂમિકામાં સ્વરૂપની તીવ્ર રુચિ થતાં અન્ય પદાર્થ પ્રત્યેની કુતૂહલ રુચિ, આત્મરુચિને કારણે પરરુચિ છે એ બંધ થાય છે. અને ત્યારપછી જીવ આગળ વધે છે. આત્મરુચિ ઉપરાંત જીવ આગળ વધે છે. એટલે પુરુષાર્થ કરે છે. રુચિ અનુયાયી વીર્ય. અને એ પુરુષાર્થના કોઈ એક તબક્કાએ નિર્વિકલ્પદશા ઉત્પન્ન થાય છે. ઉપયોગ વિકલ્પરહિત થાય છે ત્યારે એ આત્મામાં સમાઈ ગયો એમ કહેવામાં આવે છે. આત્મામાં ઠરી ગયો એમ કહો કે આત્મામાં સમાઈ ગયો એમ કહો.
એમ શમાવું એટલે શું ? કે આત્મામાં ઠરી જવું. પછી કોઈપણ વિકલ્પની ઉત્પત્તિ ન થવી. સર્વ વિકલ્પો બંધ થઈ જવા, અસ્ત થઈ જવા, ઉત્પન્ન થતાં બંધ થઈ જવા. એનું નામ સ્વરૂપમાં શમાવું છે. એનું નામ શમાવું છે.
વસુતાએ બંને એક જ છે. જે સમજવું છે અને જે શમાવું છે એ વસ્તુતાએ તો એક જ છે. અથવા જે આત્માને સમજે છે તે આત્મામાં અવશ્ય નિર્વિકલ્પ થઈને શમાઈ જાય છે. અને એવી રીતે જે આત્મામાં નિર્વિકલ્પ થઈને સમાવેશ પામે છે તે જ આત્માને સમજ્યા છે. જો એ આત્મામાં ન શમાતા હોય તો એ આત્માને
Page #74
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૫૧
૫૫
સમજ્યા નથી. એમ છે. વિકલ્પનો જે દફ્નાટ છે એ બંધ થઈ જાય છે. એને આત્મા સમજાયો અને એ આત્મામાં શમાયા. એટલે વસ્તુતાએ તો બંને એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો,...' જેમ છે એમ આત્મસ્વરૂપ સમજાવાથી, એ સમજાવાના કારણથી ઉપયોગ એમાં હર્યો. અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો...' પરિણામમાં પણ સ્વભાવરૂપ દશા થઈ એટલે આત્મા સ્વભાવમય થઈ રહ્યો.' પરિણામને ત્યાં આત્મા કહ્યો કે આત્મા પણ સ્વભાવને થઈ રહ્યો. એ પ્રથમ વાક્ય સમજીને શમાઈ રહ્યા' તેનો અર્થ છે.’ પહેલું વાક્ય સમજીને શમાઈ રહ્યા.' તો કહે છે, જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજાયું અને ઉપયોગ સ્વરૂપમાં શમાઈ ગયો. આત્મા સ્વભાવમય થઈને રહી ગયો. એ પ્રથમ વાક્ય સમજીને શમાઈ રહ્યા’ તેનો અર્થ છે.’
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો,...' હવે બીજા વાકયનો અર્થ કરે છે. આ અસ્તિથી લીધું-આત્માને અનુસરીને. હવે અન્ય પદાર્થને અનુસરીને નાસ્તિથી વાત કરે છે. ‘અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો,...’ દેહ તે હું છું. આ કુટુંબ પિરવાર તે મારો કુટુંબ પરિવાર છે. આ મકાન મારું છે. જ્યાં પોતાપણું નહોતું, જ્યાં પોતાનું સ્વરૂપ નથી, સ્વરૂપનું અસ્તિત્વ નથી ત્યાં પોતાપણું લાગે છે તે અધ્યાસ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો,...’ પ્રથમ જે ત્યાગ ક૨વાનો છે એ અધ્યાસનો ત્યાગ કરવાનો છે. બીજા પદાર્થનો ત્યાગ પણ તેના અધ્યાસના ત્યાગ અર્થે કરવાનો છે. ત્યાગ માટે ત્યાગ કરવાનો નથી. પ્રથમ જે ત્યાગ કરવા યોગ્ય છે તે અધ્યાસનો ત્યાગ કરવા યોગ્ય છે.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું,..' પોતાપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું.’ નાશ થઈ ગયું. નાસ્તિથી વાત લીધી ને ? અન્ય પદાર્થમાં જે અધ્યાસપણે આત્માપણું માન્યું હતું તે શમાઈ ગયું એટલે નાશ પામી ગયું. જુઓ ! અહીંયાં અર્થ એ કાઢ્યો. ઓલામાં શમાઈ રહ્યો એટલે અંદર સ્થિર થઈ ગયો-ઠરી ગયો. બીજો વિકલ્પ ઉત્પન્ન ન થયો. અહીંયાં શમાઈ ગયો. તો કહે છે, અધ્યાસનો નાશ થઈ ગયો. આમાંથી નાસ્તિ કાઢી. તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને શમાઈ ગયા’ તેનો અર્થ છે.’
પર્યાાંતરથી અર્થાંતર થઈ શકે છે.’ આ રીતે એક અસ્તિથી પડખું લઈએ, એક નાસ્તિથી પડખું લઈએ તો જુદો જુદો અર્થ કાઢી શકાય છે. અર્થાંતર એટલે
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૬
રાજહૃદય ભાગ-૧૩
બીજો અર્થ કરી શકાય છે. અંતર એટલે બીજું. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો ૫રમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.’ આ ત્રીજા પ્રશ્નનો ઉત્તર છે. ‘સમુચ્ચયવાકયનો એક પરમાર્થ શો ?” એનો ઉત્તર આપી દીધો કે સમુચ્ચયપણે બંને વાક્યનો એક જ ૫૨માર્થ નીકળે છે. વાસ્તવિકપણે કોઈ બીજો ૫૨માર્થ એમાંથી નીકળતો નથી. અસ્તિથી કહો તો ૫૨માર્થ એ જ છે અને નાસ્તિથી કહો તોપણ પરમાર્થ એક જ છે.
મુમુક્ષુ :– શમાઈ ગયાના બે અર્થ કર્યાં. શમાઈ ગયો અને બહારથી ખસી
ગયો.
પૂજ્ય ભાઈશ્રી :– બહારથી ખસી ગયો એ નાસ્તિથી. અધ્યાસ છૂટી ગયો તે નાસ્તિથી લીધું અને સ્વરૂપમાં ઠરી ગયો તે અસ્તિથી. મુમુક્ષુ :– ૫રમાર્થ એક જ છે.
પૂજ્ય ભાઈશ્રી :– ૫૨માર્થ એક જ છે. જે અધ્યાસથી ખસે એ સ્વરૂપમાં ઠરે અને સ્વરૂપમાં ઠરે તે અધ્યાસથી ખસે. અવિનાભાવી છે. અસ્તિપૂર્વક નાસ્તિ, નાસ્તિપૂર્વક અસ્તિ.
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :– પોતાના માટે તો એવું જ વિચારવાયોગ્ય છે. સ્વલક્ષે એવું જ વિચા૨વાયોગ્ય છે કે આપણે શું સમજ્યા ? જો અધ્યાસ ન છૂટ્યો, જો સ્વરૂપમાં સ્થિરતા ન આવી તો શું સમજ્યા ? સિદ્ધાંત કાંઈ સમજ્યા નથી. અને કાળ સાથે તો શું મતલબ છે ? એક દિવસમાં આવીને સોગાનીજી’ સમજીને શમાઈ ગયા. આપણી સામે જીવંત દૃષ્ટાંત છે. કથાનુયોગમાં તો આપણે કોઈવાર આવી કથા સાંભળી હોય કે સમવસરણમાં જીવ પહેલોવહેલો આવ્યો અને પામી ગયો. પણ આ તો ‘ગુરુદેવ’ના સમવસરણમાં... આ સમવસરણ જ કહેવાયને ! તીર્થંકર દ્રવ્ય છે. પહેલે જ દિવસે આવીને સમજીને શમાઈ ગયા. નજર સામે દાખલો છે. કાળ તો શું...?
....
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- ધર્મ તો એવી ચીજ છે કે મારે એની તલવાર. ભગવાન મહાવીરસ્વામી’ના સમવસરણમાં પણ એવું જ બન્યું, કે ઘણા જૈનો બેઠા હતા. સંપ્રદાયના જૈનો તો ઘણા બેઠા હતા. પણ ‘ગૌતમ’ ગણધર કુળધર્મથી અજૈન હતા અને વિરુદ્ધમાં બેઠા હતા. એ પ્રથમ ગણધર, મુખ્ય ગણધર, પટ્ટ ગણધર એ થયા.
=
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૭.
પત્રાંક-૬૫૧ અને કાળ ફરી ગયો તોપણ મોક્ષમાં ગયા. પાંચમો આરો બેસી ગયો. ભગવાનના નિર્વાણ પછી તો ચોથા આરાના ગણતરીના જ દિવસો બાકી હતા. પછી પાંચમો આરો બેસી ગયો. આમનું આયુષ્ય લાંબુ હતું. પંચમઆરામાં ચાલુ રહે એવું આયુષ્ય હતું. ભલે ને પાંચમો આરો બેસે. આરો એમને રોકી શકશે નહિ.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી – પોતાએ સમજવાનું છે. તલવાર લટકતી હોય એ કોની? કે મારે એની. બાકી... એમ ધર્મ તો પાળે એનો છે. વ્યક્તિગત વિષય છે.
જે જે (જીવો) સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ...” એટલે પોતાપણું શમાવી દીધું. જે જે જીવો સમજ્યા તેણે અન્ય પદાર્થમાં પોતાપણું, અમુક પદાર્થો મારા છે, આ ઘર મારું છે, પાડોશીનું ઘર મારું નથી, આ દીકરો મારો છે. બીજો દેખાય છે તે મારો નથી. મારું અને તાર બે વિભાગ કરી નાખ્યા. ખરેખર બે વિભાગ છે નહિ. એ આદિ અહંત, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં,” એ પદાર્થમાં એવો સ્વભાવ નથી. કોઈ જીવ પોતાનો છે, આ આત્માનો છે અને કોઈ જીવ આ આત્માનો નથી એવું ખરેખર છે નહિ. બધા જીવો આ આત્મા માટે તો એકસરખા છે. કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં.'
અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો.” અને પોતાનો જે સ્વભાવ છે એ તો ચિંતવનથી પાર એવો, ચિંતવનમાં પૂરો ન સમાય એવો, અચિંત્ય એટલે ચિંતવનમાં પૂરો ન સમાય એવો અને અવ્યાબાધસ્વરૂપ એટલે જેને કોઈ બાધા પણ ન પહોંચાડી શકે એવો, કેવળ ન્યારો એટલે સર્વથા ભિન્ન જોયો. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” જ્યારે મારું સ્વરૂપ સર્વથા અન્ય પદાર્થોથી જુદું છે તો પછી હું કોનામાં મારાપણું કરું ? અને આ મારું નહિ એમ ગણીને આ મારું અને આ મારું નહિ એમ કેવી રીતે કરું ? જ્યાં મારું જ કોઈ નથી તો આટલું મારું અને આટલું મારું નહિ એ હું કેવી રીતે કરું ? એમ જોઈ અને તેમાં જ સમાવેશ પામી ગયા. અને પોતાના અચિંત્ય સ્વભાવમાં સમાવેશ પામી ગયા. અથવા જે પોતાના સ્વરૂપને સમજ્યા, અચિંત્ય અવ્યાબાધ એવું જે પોતાનું સ્વરૂપ એને જે સમજ્યા તે એ સ્વરૂપમાંથી બહાર નીકળવા જેવું નથી એમ સમજ્યા અને એમાં સમાઈ ગયા, એમાં સ્થિર થઈ ગયા.
આ આત્માને મતલબ તો સુખ-શાંતિથી છે. જીવને પોતાને પ્રયોજન તો
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
રાજહૃદય ભાગ-૧૩ પોતાના સુખ-શાંતિનું છે. જેને પોતાના અનંતસુખનું નિધાન પોતામાં જોયું, અનંતશાંતિનું નિધાન પોતામાં જોયું, એ પછી પોતાની શાંતિ જ્યાં પોતામાં પરિપૂર્ણ છે તો એથી બહાર નીકળવાનું અને પ્રયોજન શું છે ? બહાર નીકળતાં તરત જ અશાંતિ થાય છે. ઈન્દ્રને ઇન્દ્રાસન ઉપર ઉપયોગ જાય એટલે સીધો એ વિકલ્પમાં દુઃખનો ભાવ થાય. દુઃખભાવ થાય. એટલે સમ્યગ્દષ્ટિ ઈન્દ્ર છે તે ઇન્દ્રાસન ઉપર બેસવા જવાનો વિકલ્પ કરે છે ત્યારે એ ઈન્દ્રાસન એને દુઃખરૂપ ભાસે છે. બીજા નીચેના પુણ્યવાળાને એમ લાગે છે, પુણ્યની ભાવનાવાળાને, કેવા મહાન મોટા પુણ્યશાળી છે ! આવું મજાનું ઈન્દ્રાસન બેસવા મળે છે. એને દુઃખરૂપ લાગે છે. બીજાને સુખની કલ્પના થાય છે, એને દુઃખની કલ્પના થાય છે. દુઃખનો ભાવ વાસ્તવિક થાય છે.
મુમુક્ષુ-
પૂજ્ય ભાઈશ્રી – વિકલ્પમાં તો આકુળતા થાય છે. ઉદાસીનતા એ વખતે દુઃખને લઈને આવે છે. એવું જે દુઃખ છે એ દુઃખ અનુભવવા યોગ્ય નથી માટે ઉદાસીનતા આવે છે. એ દુઃખની રુચિ નથી માટે ઉદાસીનતા આવે છે. દુઃખ ગમતું નથી માટે અણગમો તે ઉદાસીનતા છે. એમ છે. પણ દુઃખ છે એ દુઃખ જ છે.
જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં,...” કોઈનો પણ એવો સ્વભાવ ન દીઠો કે કોઈ આત્માનો કોઈ આત્મા થાય. “અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” સમાવેશ પામી ગયા, ઠરી ગયા. ઠરવાનું કામ મળી ગયું અને ઠરી ગયા.
“આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી. આ માણસ વટેમાર્ગ ઉનાળામાં ભર બપોરે ચાલતો હોય. ઝાડનો છાયો આવે તો થોડીવાર એને એમ થાય કે અહીંયાં (વિસામો કરું). ચાલતા ચાલતા એકધારો તડકો ઘણો લાગે છે. છાયો બહુ સારો છે. શીતળ છાંયડો છે. થોડોક વિસામો ખાઈ લઈએ તો એ સહેજે સહેજે જ વૃત્તિ આવે. જો તાપ લાગે તો સહેજે સહેજે ત્યાં રોકાવાની વૃત્તિ આવે. એમ અનેક પ્રકારના પરિણામમાં, અનેક વિકલ્પમાં જીવને જો આકુળતાનું દુઃખ થતું હોય તો આત્મા જે ઠરવાનું શાંતિનું ધામ છે. એમાં ઠરવાનો જ ભાવ આવે, બીજો ભાવ આવે નહિ.
મુમુક્ષુ - -
Page #78
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૧
૫૯
પૂજ્ય ભાઈશ્રી :– તાપ લાગે તો. ન તાપ લાગે તો જીવને સંસારના વિકલ્પનો ઉત્સાહ પણ ઘણો છે. ૫૨રુચિને કારણે અનેક પ્રકારના કાર્યોનો ઉત્સાહ અને ઉમંગ પણ ઘણો છે. એમાં દુઃખી થતો હોવા છતાં સુખની કલ્પના કરી કરીને વિકલ્પમાં ધોડે(દોડે) છે. એટલે જ્યાં સુધી એને થાક ન લાગે ત્યાં સુધી સહેજે સહેજે ત્યાંથી વિરામ પામવાનું ન બને. થાકે તો અટકી જાય. સહેજે અટકી જાય. કેમકે આમાં થાક લાગે છે. આમ તો વાસ્તવિક થાક લાગે જ છે પણ વિષય બદલી નાખે છે. એક કાર્યમાં થાક લાગે તો બીજા કાર્યમાં જોડાય છે, એમાં થાક લાગે તો ત્રીજામાં જોડાય છે, ત્રીજામાં થાક લાગે તો ચોથામાં જોડાય છે. આમને આમ પવિષય ને પવિષયમાં જીવ વિષય બદલીને થાકતો જાય છે તોપણ પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ થઈને ઠરવું જોઈએ એ પ્રકા૨માં જીવ આવતો નથી. એ દિશા જોઈ નથી. એ દિશાથી અજાણ્યો છે. અને પોતાને કોઈ રીતે એ દિશા સૂઝે તો અવશ્ય ઠરે એવો એ પોતાનો આત્મા પોતાનો વિષય છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- થાક લાગે છે એ બદલે છે. પણ અન્ય અન્ય વિષય બદલે છે. પરિવષય ને પવિષય જ બદલે છે. જેમકે માણસ ભક્તિ કરે, તો ભક્તિ કરતા કરતા થાકે તો વાંચન કરે, વાંચન કરતા કરતા થાકે તો પછી થોડો આરામ કરે. આરામ કરતા થાકે તો બીજું કામ કરે, સૂઈને થાકે તો કામ કરવા લાગે, કામ કરતા થાકે તો સૂઈ જાય. બહા૨ ને બહાર બીજા વિષયો બદલે છે. પોતાના સ્વરૂપમાં ઠરતો નથી. કેમકે એ માર્ગથી પોતે અજાણ્યો છે, એ દિશાથી અજાણ્યો છે. એટલે શું કરે ? એની પાસે બીજો ઉપાય નથી. વિષયો બદલવા સિવાય એની પાસે કોઈ ઉપાય નથી.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– એમાં શું છે કે કોઈ એવા જીવો હોય છે, હળુકર્મી જીવો, આસન્નભવ્ય જીવો કે અરે..! આમનેમ પવિષયમાં ક્યાં સુધી ઠેકડા મારવા ? અહીંયાં ઠેકડા મારું છું તોપણ થાકું છું... આ બાજુ ઠેકડા મારું છું તોપણ થાકું છું... આ બાજુ ઠેકડા મારું છું તોપણ થાકું છું. હવે મારે ક્યાંક મારામાં શાંતિથી ઠરવું છે. હવે મારે શાંત થઈને શમાઈ જવું છે અને એના માટે એ કોઈ રસ્તો શોધે છે. તો જે શોધે છે એને રસ્તો મળે છે. એમ થાય છે.
‘આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા;...
...
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦
રાજહૃદય ભાગ-૧૩ આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી, સ્વપણાની માન્યતા હતી તે ટાળી અને પરમાર્થે મૌન થયા. સ્વરૂપમાં શમાઈ ગયા એટલે પરમાર્થે મૌન થયા. “વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો,...’ વ્યવહારની ભાષામાં એમ બોલે. વ્યવહારની ભાષામાં લોકો બોલે એવું જ બોલે. તોપણ એ ખાલી ક્વચિત્ વ્યવહાર એમનો રહ્યો. ‘તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો.” પછી આત્માથી એને પોતાપણું દેખાતું નથી, આત્માથી અભેદપણું દેખાતું નથી. અથવા અજ્ઞાનદશામાં જે દેહાદિ પરપદાર્થમાં પોતાપણું ભાસતું હતું એવું પોતાપણું ભાસતું નથી. જુદા પદાર્થો જુદા જ ભાસે છે.
મુમુક્ષુ:- અમારું છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. અમારું છે, મારું નહિ પણ અમારું છે. બહુવચન વાપરતાને ! કોઈએ પ્રશ્ન કર્યો કે મારું નથી... મારું નથી એમ કહેવાને બદલે અમારું નથી એમ કહો છો ? તો કહે મારું નહિ તે અ-મારું. એ તો વિચક્ષણ બહુ હતા. એવો અર્થ કર્યો.
મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી – હા ચોક્કસ. પત્રોની અંદર આવું તત્ત્વજ્ઞાન (આવ્યું છે).
‘તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.” પરમાં (સ્વપણાની) જે માન્યતા હતી એ અધ્યાસ તૂટી ગયો, છૂટી ગયો. જેવું છે તેવું ભિન્ન ભિન્ન સ્વરૂપ થઈ ગયું. અને પોતાનું જે અચિંત્ય સ્વરૂપ છે એ માત્ર સ્વાનુવગોચરપદ છે. એ સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ ગઈ. એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્યા છે, તે “આત્મભાષામાંથી આવ્યા છે.” “સમજ્યા તે શમાઈ ગયા” અને “સમજ્યા તે શમાઈ રહ્યા' એવી લોકભાષામાં બોલણી પણ થઈ ગઈ છે. તો તે લોકભાષામાં તે બોલવાનું પ્રવર્તે છે. મૂળ તો આત્મભાષામાંથી એ વાત આવી છે.
જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાકયનો સારભૂત અર્થ થયો;”” કાઢ્યું ને? કે ઉપર કહ્યું એ પ્રકારે જે આત્મામાં શમણા નહિ તે ભલે આત્મા આત્મા કહેતા હોય કે કરતા હોય પણ જે આત્મામાં શાણા નથી તે ખરેખર આત્માને સમજ્યા નથી. એમ એ વાકયમાંથી સારભૂત અર્થ પણ, નીકળે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૧
૬૧
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– એમ જ છે. સમજ્યા એ શમાણા. તો ન શમાણા એનો અર્થ કે એ સમજ્યા નથી. એ તો આપોઆપ જ છે. એ તો આત્મા જ એવો છે. જેમાં નિર્વિકલ્પપણે શમાવું થાય, જેમાં ઠરી જવાય, જેને જોતાં ઠરી જવાય. કોઈ મહાઆશ્ચર્યકારી પદાર્થ બહારમાં જોવે તો માણસનો ઉપયોગ થંભી જાય છે કે નહિ ? ત્યારે આ તો અદ્ભૂતથી અદ્ભુત સિદ્ધ ભગવાનની મૂર્તિ જ છે ! સિદ્ધસ્વરૂપે આખી અરૂપી મૂર્તિ જ છે એ તો. એ અચિંત્યમૂર્તિ અદ્ભૂતથી અદ્ભૂત આશ્ચર્યકારી જે સ્વરૂપ, એને ઉપયોગ જોવે અને એ ઉપયોગ એમાં થંભે નહિ. એવું કોઈ દિવસ બને નહિ. થંભી જ જાય. એવું જ સ્વરૂપ છે. નથી થંભ્યા એનો અર્થ કે એને એ દેખાણું નથી. આ ચોક્કસ વાત છે.
“એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા....' પછી માર્ગની અંદ૨ જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા,..’ અમે કહીએ. એટલે બાકીનો અંશ છે એ વિભાવનો રહ્યો ને ? જેટલું બહાર નીકળાય છે, ઉપયોગ જેટલો બહાર ગયો એ શમાણો નહિ. એટલી સમજણ ઓછી. અહીંયાં સમજણ એટલે એટલી પ્રાપ્તિ ઓછી ગણવી. એમ. એટલી સાધના ઓછી ગણવી. જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે,...' એ એક વિભાગઅર્થ એટલે એનો પેટા અર્થ કર્યો. એટલે એમાંથી શું કાઢ્યું ? વિભાગાર્થ કરીને શું કાઢ્યું ? કે જ્ઞાની તો આની અંદર એક વખત ઠર્યાં. અને ઠર્યા પછી પાછા બહાર નીકળ્યા. તો જે ઠરવાનું ઠામ હતું એમાંથી બહાર નીકળ્યા શું કરવા ? બહાર નીકળવાની એમની ભાવના નહોતી. પણ બહાર નીકળી જવાયું. તો એટલી કચાશ રહી, એટલી કચાશ રહી. એક જગ્યાએ લખે છે, જેટલી કચાશ છે, એટલી ખટાશ છે. કેરી પણ જેટલી કાચી હોય એટલી ખાટી હોય. એમ જેટલી કચાશ છે એટલો વિભાવ ઊભો રહ્યો છે. અને એ વિભાવને એ પોતે કાપતા જાય છે. (જેટલા અંશે શમાયા) એટલા અંશે સમજ્યા, એમ કીધું. અથવા જે પ્રકારે શમાયા એવો વિભાગાર્થ કાઢ્યો. અસ્તિથી એટલું લેવું. એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. વાત વિચારી શકાય એવી છે. એવો ભેદ. વિભાગ એટલે ભેદ. એટલો ભેદ વિચારી શકાય એવું છે.
‘તથાપિ...’ એ મુખ્ય નથી એમ કહે છે. એ વાત મુખ્ય નથી. તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે.’ મુખ્યાર્થમાં એટલે જે અંદરમાં શમાઈ ગયા,
...
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
રાજહૃદય ભાગ-૧૩ સમજીને શમાયા. એવું જેને સમજણરૂપ જ્ઞાન થયું, એવો જે મુખ્ય અર્થ છે એની અંદર ઉપયોગને (વર્તાવવો ઘટે. મુખ્ય વાત એ લીધી. એમ કહેવું છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :- પત્રાંક ૬૪૫માં પોતે એટલે તો પ્રશ્ન ઉઠાવ્યા છે. એટલા માટે તો પોતે એટલા પ્રશ્ન ઉઠાવ્યા છે કે કેવી રીતે બે અર્થ નીકળે છે? કયું વાક્ય વિશેષાર્થવાચક જણાય છે ?” એટલે અસ્તિવાળું છે એ વિશેષ અર્થવાચક જણાય છે. સમજવા યોગ્ય શું ? કે પોતાનું સ્વરૂપ છે. શમાવું એટલે શું ? કે નિર્વિકલ્પ થવું તે છે. “સમુચ્ચય વાકયનો એક પરમાર્થ શો ? તો આ એક જ પરમાર્થ છે. અસ્તિથી કહો કે નાસ્તિથી કહો. એમાં જ આત્મહિત છે, તેમાં જ આત્માને શાંતિ છે, તેમાં જ આત્માને આનંદ છે. એ એનો પરમાર્થ છે.
અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમા એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ.” જો એકવાર પણ આત્મામાં આવી જાય તો પરિભ્રમણની નિવૃત્તિ થઈ જાય, એમ કહેવું છે. અનંત કાળ થયો એમાં આ જીવે યમ, નિયમ ઘણા કર્યા. શાસ્ત્રવાંચન પણ ઘણા કર્યા. છતાં આત્મા સમજાયો અને આત્મામાં સમાયો આત્મા, એવા પ્રકારમાં પોતે આવ્યો નહિ. એટલે પોતાના પરિભ્રમણનો નાશ ન થયો. અને પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહી ગયું.
“સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે... એટલે બને તો અવિનાભાવી જ હોય છે. સમજી અને પોતામાં જે સમાય જાય-એકાગ્ર થઈ જાય. “તે સ્વાનુભવપદમાં વર્તે.” તે પોતાના સ્વરૂપના અનુભવપદમાં, તે દશામાં વર્તે છે. તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. તેનું પરિભ્રમણ અવશ્ય નાશ પામે એ જીવને અનંત સંસાર હોય એવું કદી બને નહિ. એક મરણથી બચવા આકાશપાતાળ એક કરવા છે. એક મૃત્યુ ન થાય તો અભિપ્રાયમાં તો આકાશપાતાળ બેયને એક કરવાની તૈયારી છે. અનંત જન્મ-મરણની વાતમાં જીવ એટલી દરકાર કરતો નથી એ એનું અવિચારીપણું કેટલું છે એ એમાં પ્રસિદ્ધ થાય છે.
પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના. જોયું? એ પરમાર્થ કેમ ન જાણ્યો ? કે સદ્ગુરુની આજ્ઞામાં રહ્યો નથી. આ ભૂલ કરી છે. સદ્ગુરુ અનેકવાર મળ્યા છે પણ પોતે ભૂલ આ કરી છે. એક જગ્યાએ તો પોતે એવું લખે છે કે બાર અંગનું
Page #82
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૧ રહસ્ય જ આ છે. બધું સમજ્યો પણ આ વાત ન સમજી શક્યો. સમજવામાં તો બુદ્ધિ હતી એટલે ઘણું સમજ્યો. પણ આ એક વાત ન સમજી શક્યો કે મારે સપુરુષની, સદ્દગુરુની આજ્ઞામાં રહેવું જોઈએ. બહુ સરસ ખુલાસો કરે છે. પત્રાંક) ૬૪૭માં એ લીધું છે. ૪૮૬ પાને વાત છે. કેમ એમાં તકલીફ ક્યાંથી થઈ ? કેવી રીતે થઈ ?
અગમ અગોચર નિવણમાર્ગ છે... કેવો નિર્વાણમાર્ગ છે? મોક્ષનો માર્ગ છે એ તો અગમ અગોચર છે. ક્યારેય અનંત કાળમાં પોતે જાણ્યો નથી, સમજ્યો નથી, એ દિશા એણે જોઈ નથી. “એમાં સંશય નથી.” શંકા કરવા જેવી વાત નથી. અનંત કાળ કાઢ્યો છે એ બતાવે છે કે અગમ અગોચર નિવણમાર્ગ છે. પોતાની શક્તિ એટલે પોતાની મેળે. જુઓ ! પોતાના ડહાપણથી, પોતાની મેળે. સદ્દગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે...” આ પોતે પોતાના ઘણા ભવના અનુભવનો જાતિસ્મરણથી વિચારીને નિચોડ કાઢીને આ વાત મૂકી છે. એમણે પરિશ્રમ બહુ કર્યો છે. નિવણમાર્ગ પામવા માટે એમણે બહુ પરિશ્રમ કર્યો છે. અને પછી કોઈ સદ્દગુરુ મળતા જેમ ચપટી વગાડે અને કોયડો ઉકલી જાય એવી રીતે અંતર્મુખ થવાનો માર્ગ એમને સાંપડ્યો છે. એટલે એમ કહે છે કે “સગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો...” તે અસંભવ છે એમ ન લખ્યું. “અશકય છે;”” શક્ય જ નથી. શંકા કરીશ નહિ. “એમ વારંવાર દેખાય છે...” ફરી ફરીને અમને એ વાત દેખાય છે.
એટલું જ નહીં, પણ શ્રી સદ્ગશ્ચરણના આશ્રયે કરી બોલબીજની પ્રાપ્તિ થઈ હોય...” જ્ઞાનપ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્દગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. હજી તો જેને જ્ઞાનપ્રાપ્તિ થઈ નથી પણ જેને બોધબીજની પ્રાપ્તિ થઈ હોય ને ? એને પણ સદ્દગુરુનો આશ્રય કર્તવ્ય છે. આ “mતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.’ ટકી શકીશ નહિ, એમ કહે છે. તારી જ્યાં પરાલંબનની વૃત્તિ છે, હજી સ્વરૂપમાં નિરંતર સ્થિર રહી શકતો નથી, ચોથે ગુણસ્થાને આવે તો પા (O) Secondમાં તો બહાર નીકળી જાય છે. પા Second થઈ, ન થઈ ત્યાં તો સીધો બહાર ફેંકાય જાય છે. નીકળવું નથી. ઠર્યો ત્યારે એને નીકળવું નથી. પણ સીધો ફેંકાઈને બહાર આવે છે. આવી જ્યાં કુદરતી પરિસ્થિતિ, અનિવાર્ય પરિસ્થિતિ છે ત્યારે એને બહાર નીકળીને વિવેક કરવો ઘટે છે કે મારે
Page #83
--------------------------------------------------------------------------
________________
६४
રાજહૃદય ભાગ-૧૩ કયાં રહેવું જોઈએ અને મારે ક્યાં ન રહેવું જોઈએ? ઉપયોગ કયાં લઈ જવો જોઈએ અને ઉપયોગ કયાં ન લઈ જવો જોઈએ ? એનો વિવેક કરવો ઘટે છે.
મુમુક્ષુ-...
પૂજ્ય ભાઈશ્રી - આ તો ત્રણે કાળે મહત્ત્વપૂર્ણ વિષય છે. આ કાળમાં તો વિશેષે કરીને છે પણ ત્રણે કાળે આનું મહત્ત્વ એટલું જ છે. એ બહુ સૈદ્ધાંતિક વિષય છે.
મુમુક્ષુ - ...
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ પછી. આ વિષય ઉપર એ વિષયનું મૂલ્ય સમજાયું નથી, એ વિષયનો લાભ પણ સમજાયો નથી એટલે અણસમજણથી પ્રવર્તે છે).
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એમના જીવનમાં અંતરમાં આત્મા અને બહારમાં “ગુરુદેવ' સિવાય બીજું કાંઈ નહિ કોઈ વાત જ રાખી નહોતી. પછી તો સારી રીતે ત્યાં સમિતિમાં સ્થિર થઈ ગયા હતા. . એ પહેલા એમના જે ... ના પત્રો છે એમાં જ આ વાતનું ... આવ્યો છે. મને એવા પ્રસંગમાં મારું એમાં કામ નથી. . જે રીતે પતતું હોય એ રીતે પતાવો. મારો આગ્રહ તમે નહિ રાખો. કેમકે એ તો એક જુદી દુનિયામાં વસે છે. અંદરનું જે આત્મામય વાતાવરણ છે, એ દુનિયા જુદી છે. બહારની દુનિયા જુદી છે. બેને મેળ પડે એવું છે નહિ. એટલે જે પહેલેથી ત્યાગી જેવા જીવનમાં આવી ગયા, એને પછી ક્યાંય ભળવું ફાવે નહિ. જે પ્રારબ્ધયોગે વચમાં રહી ગયા એ ઉદાસીન ભાવે ગમે તેમ કરીને પ્રસંગ નિભાવે છે. એ નિભાવવો પડે છે એટલે નિભાવે છે. પાનો પડ્યો છે એ નિભાવી લે છે. છૂટી ગયા એને તો કોઈ રીતે ફાવે નહિ. - સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, જાણવાને પ્રતિબંધક અસત્સંગ,” શું છે ? એવો જાણવા માટેનો જ્ઞાનમાં પ્રતિબંધ ઊભો થાય છે. જ્ઞાનમાં એક આડશ ઊભી થાય છે, આવરણ ઊભું થાય છે. એ આવરણ કર્યું છે ? કે પોતાની રુચિ અસત્સંગ પ્રત્યે જાય છે. જે જીવોનો સંગ કરવો ન જોઈએ તેવા જીવોનો જીવ સંગ કરવા જાય છે. તો એને પરમાર્થ સમજાતો નથી. પરમાર્થ સમજવામાં એને આવરણ ઊભું થાય છે. એક તો એનો એ અસત્સંગ છે.
બીજો સ્વચ્છંદ) છે. સ્વચ્છેદ એટલે પોતે બધા નિર્ણય લઈ લે છે. મુમુક્ષુની ભૂમિકા તો જિજ્ઞાસામાં ઊભું રહેવાની છે. જ્યાં સુધી પરમાર્થનું ગ્રહણ ન થયું હોય
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૫
પત્રાંક-૬૫૧ ત્યાં સુધી એને તો જિજ્ઞાસામાં રહેવું યોગ્ય છે. એના બદલે નિર્ણયો બધા પોતે લઈ લ્ય છે. આ આમ કરવું જોઈએ, આ આમ ન કરવું જોઈએ. આ આમ કરવું જોઈએ અને આ આમ ન કરવું જોઈએ. કર્તવ્ય-અકર્તવ્યનું એને તો ભાન નથી. છતાં પોતે પણ જે નિર્ણયો લ્ય છે એ બધા સ્વચ્છંદપણે ત્યે છે.
જાણવાને પ્રતિબંધક અસત્સંગ,” જાણવાનો પ્રતિબંધક એવો જે “સ્વચ્છેદ અને અવિચાર....” એટલે ઊંધો વિચાર. લાભાલાભને ન સમજી શકે. પોતાના જ લાભ-અલાભને જે સમજી શકતા નથી એ અવિચાર છે. આપણે નથી કહેતા ? આ માણસ અવિચારી છે. પોતાને નુકસાન કરે છે એ સમજતો નથી, અવિચારી માણસ લાગે છે. એ જગતના વ્યવહારનો લૌકિક લાભ-નુકસાન છે. અહીંયાં આત્માનું અહિત થાય છે માટે તેને અવિચાર કહેવામાં આવે છે. તેનો રોધ કર્યો નહીં.” એટલે એને અટકાવ્યા નહિ. એ પ્રકારને અટકાવ્યા નહિ.
જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐકય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. એવો જે નિર્ણય છે એ પ્રસિદ્ધ નિર્ણય છે કે શા માટે આ જીવ સમજીને શમાય રહેવા સુધી પહોંચ્યો નહિ. “અત્રેથી આરંભી.... એટલે અહીંથી શરૂ કરીને ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. અહીંથી આરંભીને એટલે સદ્દગુરુની આજ્ઞામાં રહીને, ત્યારપછી પાત્રતામાં આવીને, જેટલી એની ઉપર ઉપરની મુમુક્ષુતાની ભૂમિકા છે, એ ઉપર ઉપરની ભૂમિકામાં ઉપાસના કરવામાં આવે. ઉપાસના કરવામાં આવે, હોં! જાણવામાં, વિચારવામાં આવે એમ નહિ પણ ઉપાસના કરવામાં આવે.
મુમુક્ષુ – પ્રયોગમાં...
પૂજ્ય ભાઈશ્રી :- એમ જ વાત છે. વિચારીને અટકી જાય એ વાત નથી. સમજીને અટકી જાય એ વાત નથી.
ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. તો અવશ્ય એ સમજીને શમાય ત્યાં સુધી પહોંચે. પહોંચે તે પહોંચે. આ તો સ્વભાવવાત છે. સ્વભાવમાં કયાંય ફેર પડે નહિ, સ્વભાવમાં કયાંય ફેર પડે નહિ. અગ્નિ કદિ શીતળતાને પામે નહિ, બરફ કદિ ઉષ્ણતાને પામે નહિ. આ સ્વભાવવાત છે. સ્વભાવના રસ્તે ચડે, સદ્દગુરુઆજ્ઞાએ જે રીતે રસ્તો બતાવે એ રસ્તે સ્વભાવના રસ્તે ચડે (અને) ન પામે એ ન ભૂતો ન ભવિષ્યતિ. બને જ નહિ એમ કહે છે. Guranteed વાત છે. પોતે Gurantee આપી જ છે ને ! એક
Page #85
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩ સપુરુષને શોધ, બીજું કાંઈ શોધ મા. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ
જે. જા, હું તારો જામીન થાવ છું. તારી મોક્ષપર્યાયનો હું જામીન થાવ છું. એમ કહે છે. તને ન મળે એ વાત રહેતી નથી. કેટલો માર્ગ સહેલો કરી દીધો ! એક સપુરુષને શોધીને, ઓળખીને એના ચરણમાં રહે. ઉપદેશ તો તને દેશે. પણ નહિ ઉપદેશ દે તોપણ તને એમાંથી આત્મજ્ઞાન થાય એવો બોધ મળશે. એવી તો એમની મુદ્રા અને ચર્ચા હોય છે. એ વાત નિઃસંદેહ છે. એ સમજીને સમાય જ.
અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો....” શું કહે છે ? બધા જ જ્ઞાનીપુરુષોએ પાછો આ જ માર્ગ ઉપામ્યો છે. એવું નથી કે કોઈ જ્ઞાનીને બીજી રીતે માર્ગ મળી ગયો હોય. એવું કોઈ દિવસ કોઈને બન્યું નથી. “અનંત જ્ઞાનીપુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો.... એનું ધ્યાન ખેંચાતુ નથી, એમ કહે છે. આટલી વાત પોકારી પોકારીને કહે છે તોપણ જીવને લક્ષમાં આવતું નથી. દિવ્યધ્વનિમાં આ વિષયનો એટલો બધો મહિમા આવેલો કે એમાંથી એક પંથ અત્યારે જુદો ચાલે છે. જેમ ધ્રુવની વાત ચાલી તો ધ્રુવનો એક સાંખ્યમત જુદો ચાલે છે ને ? સાંખ્યમત. કૂટસ્થ છે, અપરિણામી છે અને ધ્રુવ છે. સાંખ્ય ચાલે છે. એમ સદ્દગુરુનો મહિમા પણ દિવ્યધ્વનિમાં બહુ આવેલો છે.
અત્યારે તો ખાસ કરીને આ પંજાબનો જે Area છે. ખાસ કરીને શીખ લોકો છે, સીંધી લોકો છે, એ બાજુના માણસો છે એને ગુરુ એટલે બધું આવી ગયું. એ કોઈ બીજા ભગવાનને નથી માનતા. પછી એના નાનક હોય કે બીજા જે કોઈ બે-પાંચ અંદર થયા હોય. બસ ગુરુ વાહે ગુરુ. વાહે ગુરુ... વાહે ગુરુ સિવાય બીજું કાંઈ નહિ. ગુરુ એટલે અહો ગુરુ... અહો ગુરુ. એક આખો પંથ જ ચાલ્યો છે. ગુરુ સિવાય એને કાંઈ જાણે. બસ સદ્ગુરુ તેરી ઓથ. આવે છે ને ? એ લોકોનું આ Slogan છેસૂત્ર છે. સદ્દગુરુ તેરી ઓથ ઓથ શબ્દ કોઈ વાપરે, કોઈ ઓથ શબ્દ વાપરે. અમને તો એક તારો આધાર છે). એની અંદર ફોટા એના ગુરુના... પરોઢિયે ઊઠે તો એ વાહે ગુરુ. વાહે ગુરુ” એમ બોલતા બોલતા ... ગુરુ ઉપર એ લોકોને અઢળક પ્રેમ
પોતે બધા શાસ્ત્રનો સાર એ છે એ વાત એમણે નાખી છે. તમામ શાસ્ત્રનો આ સાર છે એમ વાત પણ એમણે નાખી છે. “અનંત જ્ઞાનીપુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન
Page #86
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૧ થયેલું ખેદ સહિત આશ્ચર્ય...” અમને તો આશ્ચર્ય થાય છે, ખેદ પણ થાય છે કે અરે.રે.! જીવ આવી ભૂલ કરે છે ! આવો સુગમ માર્ગ છે કે સદ્ગુરુના ચરણમાં જવાનું છે એમાં ભૂલ કરે છે. એની આજ્ઞામાં રહેવું છે, એમાં ભૂલ કરે છે? આ તે કઈ જાતની વાત છે ? એ ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ.” એમાં પણ સમાધાન કરી લઈએ છીએ કે હોનહાર જીવોનું એવું હોય, જ્યાં હજી એનું પરિભ્રમણ જ ઊભું હોય ત્યાં એને કયાંથી સૂઝવાનું હતું ? પુણ્યયોગે સદ્ગુરુ તો મળ્યા પણ એને બિચારાને સુઝશે કયાંથી ? એમ. એટલે એને પણ અમે શમાવીએ છીએ. “સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.'
મુમુક્ષુ:- .... પૂજ્ય ભાઈશ્રી :- હા, બધા સ. સ. સ. લગાડ્યા. મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી - હા, એ ચાર 3ૐકાર લખ્યા છે.
સપુરુષનો સત્સંગ કરવો જોઈએ, સદ્વિચારણામાં આત્મહિતની વિચારણામાં જીવે આવવું જોઈએ અને ત્યાંથી આગળ વધીને પોતાના સ્વરૂપમાં ઠરી જવું જોઈએ, સમાઈ જવું જોઈએ એ બધી ભૂમિકા જે આવે છે એ ભૂમિકામાં જે જે પદમાંથી જીવ પસાર થાય છે. તે બધા પદ અત્યંત સાચા છે. એ પરમસત્ય છે કે એમાં કાંઈ ફેર પડતો નથી. જે માર્ગે આગળ વધાય છે એ જ માર્ગે આગળ વધાય છે. એ જ પરમસત્ય છે. એમાં કાંઈ ફેરફાર વિચારવા જેવો નથી, કોઈ શંકા પણ, સંદેહ પણ કરવા જેવો નથી.
તે પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સહેલાઈથી સમજી શકાય એવા છે. ગમ પડે એવું છે. સહેલાઈથી અને સરળતાથી એ સમજી શકાય એવા છે. પણ સરળતા હોય તો. સરળતાએ કરીને એ સમજી શકાય છે. અસરળતા કરે તો જીવ એ વાતને ન સમજે અને વિપરીત માર્ગ પકડી લે. સુગોચર છે... એટલે સારી રીતે અનુભવગોચર છે, સમ્યફ પ્રકારે તે અનુભવગોચર છે. અને “સહજ છે....” ક્યાંય કૃત્રિમતા નથી. જુઓ ! બધી ભૂમિકા સહજ લીધી છે. સત્સંગ પણ સહજ સદ્વિચાર પણ સહજ અને ત્યારથી આગળ ચાલો તો બધા પર્યાયો પણ સહજ જ થાય છે. સહજતાથી ..
જ્યાં જીવને પોતાના જીવનનું ધ્યેય એક બદલી જાય, એક પોતાના જીવનનું
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૮
રાજહૃદય ભાગ-૧૩ ધ્યેય જ્યાં બદલી જાય ત્યાં બધું સહેજે સહેજે પછી એ જ રસ્તે જે ધ્યેય બાંધ્યું. હોય એ જ રસ્તે એને સહેજે સહેજે પગ વળે. પરિણામની ચાલ. પગ વળે એટલે પરિણામની ચાલ. આપણે જ્યાં જવું હોય ત્યાં સહેજે સહેજે પગ વળે છે કે નહિ? તો સહેજે સહેજે એ બાજુ પગ વળવા માંડે. પહેલી વાત એવી છે કે એણે નિર્ણય કરી લેવો જોઈએ કે મારા જીવનનું ધ્યેય શું છે? આખરમાં મારે કરવું છે શું ? આ » નિર્ણયમાં લેવી જોઈએ. જ્યાં સુધી એ વાત પાકી ન થાય ત્યાં સુધી કોઈ વાસ્તવિક શરૂઆત થતી નથી.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી - જ્યાં સુધી નિર્ણય ન બાંધે ત્યાં સુધી શરૂઆત નહિ થાય. અને કોઈ એમ માને કે મેં શરૂઆત કરી લીધી છે અથવા હું શરૂઆત કરીને આગળ પણ વધ્યો છું, એ બેય વાત ભ્રમણાયુક્ત છે. શરૂઆત સંબંધીની એની ભ્રમણા છે અને આગળ વધ્યો છે એ પણ એની ભ્રમણા છે. અવાસ્તવિક છે. બની શકે જ નહિ એવી વાત છે. એ તો બહુ પોતાના અનુભવમાંથી કાઢેલી વાત છે.
દરેક જીવ જ્ઞાનદશામાં અથવા માર્ગે ચઢ્યા પહેલા ઘણી રીતે એણે પ્રયત્ન કર્યો હોય છે, કપોળકલ્પનાએ પોતાની રીતે નિર્ણય લઈ લે છે. પણ જ્ઞાનીની આજ્ઞાએ નિર્ણય લેતો નથી. આ તો જ્ઞાનીની આજ્ઞા જ છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે ગુરુની આજ્ઞા થઈ ગઈ. શરૂઆત કરવી તો આમ થાય અને બીજી રીતે મારે શરૂઆત કરવાની હોઈ શકે નહિ. આ એક એને બરાબર દૃઢ નિશ્ચય કરી લેવો જોઈએ. નહિતર ભૂલવાના હજાર ઠેકાણા છે. ક્યાંય કૃત્રિમતા નહિ થાય, કયાંય અસહજતા નહિ થાય. બધે સહજતા થશે અને ક્યાંય ભૂલ્યા વગર કદાચ નાનીમોટી કોઈ ભૂલ થઈ ગઈ તો નીકળી જતા વાર નહિ લાગે. એ ભૂલમાંથી આપોઆપ જ છૂટી જશે. આ વિષયની આ એક વિશેષતા છે. અને એટલા માટે એક Master key આપી દીધી છે. પહેલી ચાવી આ લગાડજે.
મુમુક્ષુ – ધૃવકાંટો...
પૂજ્ય ભાઈશ્રી :- ધૃવકાંટો. અહીંથી નજર ફેરવીશ નહિ. જેમ ઉત્તરમાં ધ્રુવ છે એની સામું જોઈશ તો દિશા નહિ ભૂલ. એમ તારે દિશા ન ભૂલવી હોય તો આ એક વાત છે.
એ રીતે એ બધા પદ સાચા છે, બધી પર્યાયો સાચી છે, સુગોચર છે, સુગમ છે, સહજ છે. એમાં ક્યાંય શંકા પડે એવું નથી. (અહીં સુધી રાખીએ...)
Page #88
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૬
૬ ૯
પત્રાંક-૬૪૬
મુંબઈ, આસો, ૧૯૫૧ સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે.
વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાતું હોવાપણું ન હોય, તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે.
વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયા કરે છે; વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે.
પદર્શનસમુચ્ચય' કંઈક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીનાં વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. મારા યોગ્ય કામકાજ લખશો. એ જ વિનંતિ.
લિ. રાયચંદના પ્રણામ વાંચશો.
તા. ૧૦૩-૧૯૯૧, પત્રાંક – ૬૪૬, ૬૪૭
- પ્રવચન ન. ૨૯૨
શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-૬૪૬, પાનું-૪૮૫. પત્ર કોના ઉપરનો છે એ મળતું નથી. પણ મુમુક્ષુની ભૂમિકામાં કેવા પ્રકાર હોય એ વિષયનું આમાં
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૦
રાજહૃદય ભાગ-૧૩
નિરૂપણ છે. મુમુક્ષુજીવને સદ્વિચારણા કયાંથી શરૂ થાય છે, ત્યાંથી આ પત્રનો પ્રારંભ કર્યો છે.
સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે....' કયાંથી સદ્વિચાર ઉદય પામે છે ? કે દુઃખ તો કોઈ જીવને પ્રિય નથી. કોઈ જીવ દુઃખને ઇચ્છે નહિ. બધા જ જીવોને દુઃખ અપ્રિય છે. કોઈને દુઃખ જોઈતું નથી. છતાં દુઃખનો અનુભવ બધાને ક૨વો જ પડે છે. કોઈને જોઈતું નથી છતાં બધાને થાય છે. એટલે આ તો બધા જ જીવોની સમસ્યા થઈ કે આ જગતમાં દુઃખ શા માટે છે ? દુ:ખ કેમ આવી પડે છે ? જોઈતું નથી છતાં કેમ થાય છે ? આ જે અનુભવ અનિચ્છાએ પણ કરવો પડે છે. તો એ દુઃખરૂપી જે ફળ આવ્યું, કાર્ય થયું એનું કોઈ કારણ હોવું જોઈએ. જે જીવોની વિચારસરણીમાં ન્યાયપૂર્વક વિચાર ચાલે છે, આ ન્યાયનો વિષય છે, કે જ્યારે દુઃખરૂપી ફળ મળે છે તો એનું કારણ પણ કાંઈકને કાંઈક તો હોવું જ જોઈએ કે જેના કારણે દુઃખની ઉત્પત્તિ થાય છે.
સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે,...' કરવો નથી પણ કરવો પડે છે. તે દુઃખ સકારણ હોવું જોઈએ...' તે દુઃખનું કાંઈકને કાંઈક કારણ હોવું જોઈએ. કારણ વગર કાર્ય થાય એ ન્યાયની વિચારધારામાં નથી. કાંઈપણ એનું કારણ હોય એમાંથી જ એને અનુસરતું કાર્ય થાય. કારણ વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી. ત્યાંથી માંડીને કોઈપણ વિચારવાન જીવની વિચારશ્રેણી ઉદય પામે છે. પછી એ વિચાર લંબાય છે કે કોઈને કોઈ પ્રકારનું દુઃખ છે. કોઈને કોઈ પ્રકારનું દુઃખ છે, કોઈને કોઈ પ્રકારનું દુઃખ છે. પાછું બધાને એક પ્રકારનું દુઃખ નથી. એક માણસને તંદુરસ્તી સારી છે તો એ તંદુરસ્તીમાં ખાવા જોઈએ એટલું અન્ન મળતું નથી, રોટલો મળતો નથી. ભૂખ લાગે એટલું ભોજન મળતું નથી. એવી આર્થિક ત્રુટી છે. કોઈ જીવને પૈસા એટલા બધા વધારે પડતા આવી જાય છે કે કયાં રાખવા એની ચિંતા છે. એને એ પૈસાનો ઉપભોગ કરવો હોય તો એ ખાઈ શકતો નથી. બદામના રોટલા ખાઈ શકે એવા પૈસા છે પણ ઘઉંની રોટલી પચાવી શકે એવી પરિસ્થિતિ નથી. બદામ તો પચાવે ક્યાંથી ? (એમ) કોઈને કાંઈ દુઃખ છે, કોઈને કાંઈ દુઃખ છે. ચિત્ર-વિચિત્ર એવી જે દુઃખની પરિસ્થિતિ છે એ એમ સૂચવે છે કે એની પાછળ કાંઈને કાંઈ, કોઈને કોઈ કારણ રહેલું છે. આમ જે ન્યાયપૂર્વક વિચારે છે એની વિચારણા લંબાય છે, એની વિચારશ્રેણી, શ્રેણી એટલે વિચાર,
Page #90
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૪૬
૭૧
ઉપરાંત બીજો વિચાર, એની ઉપર ત્રીજો વિચાર. એ વિચાર લંબાય છે એને વિચારની હારમાળા કહે છે. એ વિચારની હારમાળા ઉદય પામી.
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે બીજા એવા અનુકૂળતાવાળા છે. એને પોતાને એવી અનુકુળતા નથી. એટલે મારા કરતા એ સુખી છે. હું એના કરતા દુઃખી છું એવો હિન ભાવ અનુભવે છે. બીજાની સામે જોઈને. એ એમ બતાવે છે કે એને તે તે પ્રકારના સંયોગી ચીજની ચાહના રહી છે.
એ (દુઃખ સંબંધી) વિચાર લંબાતા એના ઉપરથી અનુક્રમે આત્મા છે, કર્મ,...” છે. જીવ અનેક પ્રકારના પરિણામ કરીને કર્મ બાંધે છે. એ કર્મના ફળમાં આ લોક સિવાયના પરલોક વગેરે પણ હોવા યોગ્ય છે. ભાગ્યસ્થાનો. પરલોક એટલે ભોગ્યસ્થાનો. આ જીવ કર્મ બાંધે છે. તે કર્મ બાંધે છે એને ભોગવવાના સ્થાનો છે. એ કર્મની નિવૃત્તિ પણ થઈ શકે છે. એને મોક્ષ કહે છે. એ વગેરે ભાવોનું અથવા એ વગેરે પદનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે.
આ જે વિચારણા લંબાણી એ વિચારણામાંથી આત્મા, કર્મ, કર્મના ભોગવવાના સ્થાનો, કર્મની નિવૃત્તિ આ બધી વાતો જે કાંઈ બહાર આવી છે, પ્રસિદ્ધ થઈ છે, એ પ્રસિદ્ધ થવાના મૂળમાં જીવોને દુઃખ થાય છે એ દુઃખ કેમ થયું અને એ દુઃખ કેમ મટે ? આ કેન્દ્રસ્થાનમાં રાખીને આ બધી વાતો સાબિત થઈ, પ્રસિદ્ધ થઈ, સિદ્ધ થઈ એમ લાગે છે, એમ જણાય છે. હવે બહુ General વાત કરી છે એમણે. એક વિશાળ વિચારધારામાંથી એ વાતનો પોતે ન્યાય કાઢ્યો છે.
કોઈપણ વિચારવાન જીવને દુઃખ નથી જોઈતું. બુદ્ધિમાન જીવે છે. દુઃખ તો કોઈને જોઈતું નથી. બધા અનુકૂળ સંયોગો હોય. ઘરમાં જુવાન માણસ હોય એ ચાલ્યો જાય. અને બધું સરખું ચાલતું હોય. ઓચિંતું આવું બની જાય અને નહિ ધારેલું દુઃખ માણસને આવી પડે. એટલું બધું દુઃખ લાગે... એટલું બધું દુઃખ લાગે કે જાણે બધા સુખના સંયોગો એની પાસે કાંઈ નથી. એમાં ઉપરાઉપરી એવું બનવા માંડે પછી શું દશા થાય? આ તે શું કારણ છે ? કાંઈ સમજાતું નથી. અને કાંઈ ન હોય એમાંથી થવા માંડે. ત્યારે એણે માનવું પડે છે કે નક્કી કાંઈક આવું કારણ પોતે ભૂતકાળની અંદર ઉપામ્યું હોવું જોઈએ કે જેનું ફળ આવે છે. તો એને કર્મ માનવું પડે છે, કર્મનો ભોગવટો માનવો પડે છે. અને આ દુઃખની નિવૃત્તિ, દુઃખમાંથી મુક્ત થવું એવો ઉપાય શોધવો, એ ઉપાય પણ શોધી શકાય છે. પ્રાપ્ત
Page #91
--------------------------------------------------------------------------
________________
૭ર
રાજહૃદય ભાગ-૧૩ કરી શકાય છે. એ વિચારશ્રેણીમાંથી ઉદ્દભવ થયું હોય એવું જણાય છે. એટલે વિચારવાન જીવોની વિચારશ્રેણીમાંથી આ બધી વાતો પ્રસિદ્ધ થઈ હોય, સિદ્ધ થઈ હોય એવું લાગે છે.
હવે આત્મા જે છે એના ઉપર એક ન્યાય આપે છે. મુમુક્ષુજીવ કેવી રીતે વિચારે ? “વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે. આત્મા એટલે પોતે. જો અત્યારે પોતે હયાત છે. વર્તમાનમાં પોતાનું વિદ્યમાનપણું એટલે શું ? કે અત્યારે પોતે હયાત છે એ તો પૂછવાની જરૂર નથી. હું અત્યારે હયાત છું, મારી હયાતી છે એના માટે કોઈના Certicate ની જરૂર નથી. વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ.” અત્યારે હું છું તો ભૂતકાળમાં પણ હું હતો અથવા હોવો જોઈએ. અત્યારે મારી હયાતી છે તો ભૂતકાળમાં પણ મારી હયાતી હોવી જોઈએ અને ભવિષ્યમાં પણ મારી હયાતી હોવી જોઈએ. જ્યારે પણ હું મારો નાશ ઇચ્છતો નથી.
આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. પોતાની હયાતી, પોતાની વિદ્યમાનતા એ સંબંધીનો વિચાર આવે કરવો જોઈએ. વિચાર કરવો જોઈએ નહિ, એનો યથાર્થ વિચાર કરવો જોઈએ. જો પદાર્થ હોય તો એનો સર્વનાશ ન થાય અને પદાર્થ હોય તો શૂન્યમાંથી કાંઈ સર્જન ન થાય. માટે કોઈ પદાર્થની શૂન્યમાંથી કેવળ ઉત્પત્તિ થાય કે કોઈ પદાર્થનો નાશ થઈને કેવળ શૂન્યતા થાય એ વાત સંભવતી નથી. જો હું છું તો મારી હયાતી ભૂતકાળમાં હોવી જોઈએ, મારી હયાતી ભવિષ્યકાળમાં પણ રહેવી જોઈએ.
આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે.' કર્તવ્ય છે એટલે કરવા યોગ્ય છે. શા માટે કરવા યોગ્ય છે? એને પોતાને સુખી થવું છે માટે કરવા યોગ્ય છે. અત્યારે સુખી થવું છે ને? તો ભવિષ્યમાં દુઃખી થવું છે? ભવિષ્યમાં પણ સુખી જ થવું છે. જો સુખ અને દુઃખ કોઈ સકારણપણે ઉત્પન્ન થતી અવસ્થા છે, તો એનો પહેલાથી વિચાર કરવો યોગ્ય છે. વિચારવાન માણસે એનો વિચાર કરી લેવો જોઈએ. તો એનું વિચારવાનપણું છે. જો જીવ પોતાના ભવિષ્યના સુખનો વિચાર અત્યારે ન કરે તો તે વિચારવાનું નથી. એનું અવિચારીપણું છે એમ કહેવાની જરૂર નથી.
કોઈપણ વસ્તુનું પૂર્વપશ્ચાત્ત હોવાપણું ન હોય, તો મધ્યમાં પણ તેનું હોવાપણું ન હોય...” ભૂતકાળમાં ન હોય, ભવિષ્યમાં ન હોય તો વચ્ચે મધ્યમાં એ
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૩
પત્રાંક-૬૪૬ હોય એવો અનુભવ વિચારતાં થાય છે.” કે તો પછી એ વચ્ચે પણ ન હોય. અત્યારે એનું હોવાપણું હોય તો ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પણ એનું હોવાપણું સ્વીકારવું પડે. જો એનું હોવાપણું ન માનવામાં આવે તો વચ્ચે એનું હોવાપણું છે એ પણ માનવા જેવી વાત નથી. આ વાત એમણે એટલા માટે કહી કે, કેટલાક માણસો એમ વિચારે છે કે, ભાઈ ! આપણે આજ દીઠી છે. કાલ કાંઈ આપણે જોઈ નથી. કાલ એટલે મૃત્યુ પછી શું થાય છે એ આપણને ખબર નથી. તો પછી કોને ખબર કે શું થતું હશે ? માટે અત્યારે સુખી થવા માટે જે કાંઈ કરવું પડે તે બધું કરી લ્યો. એટલે એનું માનેલું સુખ મેળવવા માટે એ ગમે તેવા કાર્યો કરવા માટે તૈયાર થાય છે. એને એમ કહે છે કે, ઊભો રહે. એમ માનનારા, એમ વિચારનારા, એમ પ્રયત્ન કરનારાને એ ધારે છે એવું થઈ શકતું નથી. એને પણ નહિ ધારેલી વિપત્તિ કે આપત્તિ આવી પડે છે. એ સિવાય પણ જગતમાં જીવોના અનેક પ્રકારના સંયોગ-વિયોગ અણધાર્યા પણ જોવામાં આવે છે. એ સિવાય પણ મનુષ્ય સિવાયની જીવાયોની પણ જોવામાં આવે છે. એ બધું કારણ વગર કાંઈ નથી.
એક જીવ તિર્યચપણે જન્મે છે, પશુ-પક્ષીપણે જન્મ લે છે. કોઈ એક જીવ મનુષ્યપણે પણ જન્મ લે છે. એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. જાતિ અપેક્ષાએ જીવ તો બધા જીવ છે. એક જાતિના છે. એ એના પૂર્વપશ્ચાત્ હોવપણાનો આધાર છે. પૂર્વે એ જીવ હતો. એ જીવે કોઈ અમુક પ્રકારે કારણ ઊભું કર્યું છે. ભવિષ્યમાં એનું કાર્ય પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જ્યાં પ્રત્યક્ષ પરિસ્થિતિ છે તો એના પ્રત્યક્ષને બીજા પ્રમાણની કોઈ જરૂર નથી.
વિચારવાન જીવ એ બધો વિચાર કરે છે. આ આમ કેમ ? એનું કાંઈક કારણ હોવું જોઈએ. મનુષ્યને ઊભું શરીર મળે છે, પશને આડું શરીર મળે છે. આને ઊભું શરીર કેમ ? આને આખું શરીર કેમ ? મનુષ્યને વિવેક, વિચાર, બુદ્ધિ વિશેષ જોવામાં આવે છે. પોતાના સુખ-દુઃખનો એ જેટલો વિચાર કરે છે એટલો પશુ વિચાર કરી શકતો નથી. શું કારણ છે ? એનું જ્ઞાન આવરિત છે એનું શું કારણ છે. ? જ્ઞાન બિડાઈ ગયું છે એનું શું કારણ છે ? વિચારવાન જીવ હોય તો બધો વિચાર કરે છે. એમાં આત્માની જે શાશ્વતતા છે, આદિ-મધ્ય-અંતમાં આત્માનું હોવાપણું છે એ હોવાપણું એક તો નક્કી થાય છે, એનો નિશ્ચય થાય છે.
વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી,” કેવળ એટલે શૂન્યમાંથી
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
ચજહૃદય ભાગ-૧૩ વસ્તુ ઉત્પન્ન થાય, વસ્તુ હોય એનું શૂન્યપણું થઈ જાય એવું કદિ બનતું નથી. સર્વકાળ તેનું હોવાપણું છે...” દરેક પદાર્થનું સર્વ કાળે હોવાપણું છે. “રૂપાંતર પરિણામ થયા કરે છે.” એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરપણું થવું એવા પરિણામ થયા કરે છે. વસ્તુતા ફરતી નથી, કોઈ પદાર્થ સર્વનાશ થાય છે એવું બનતું નથી. અથવા વસ્તુ મટીને બીજી વસ્તુ થઈ જાય છે એવું પણ બનતું નથી.
એવો શ્રી જિનનો અભિમત છે. તે વિચારવા યોગ્ય છે. એવો જે જિનેન્દ્ર ભગવાનનો મત છે એ અવશ્ય વિચારવા જેવો છે. જિનેન્દ્ર ભગવાનનો મત છે એને તું માની લેજે એમ ન કહ્યું. તું પણ એનો વિચાર કર કે એ વાત ન્યાયસર છે કે નહિ ? એમાં કાંઈ તથ્ય છે કે નહિ? કે એમને એમ ભગવાન કહે છે માટે માનું છું? એમ નથી. એ વિચારવા યોગ્ય છે. અત્યારના વર્તમાન જે બુદ્ધિગમ્ય વિજ્ઞાન છે એમાં પણ એ વાત સિદ્ધ થઈ છે કે પદાર્થ રૂપાંતરપણાને પામે છે પણ કેવળ કોઈ પદાર્થ જગતમાં નવો ઉત્પન્ન થાય છે કે કેવળ કોઈ પદાર્થનો સર્વનાશ થઈ જાય છે એવું બનતું નથી. પરમાણુનું એ વિજ્ઞાન છે તો પરમાણુનું રૂપાંતરપણું સ્વીકારવામાં આવ્યું છે. કોઈ શૂન્યમાંથી કોઈ પરમાણુની ઉત્પત્તિ કે પરમાણુમાંથી શૂન્યપણું થવું એવું સિદ્ધ થતું નથી. એટલે જે જિનનો અભિમત છે તે વિચારવાથી તે સંમત થાય છે, તેનો સ્વીકાર થાય છે.
“ષડ્રદર્શનસમુચ્ચય' કંઈક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. જેને પત્ર લખ્યો છે અને આ એક ગ્રંથ વાંચવા માટે ભલામણ કરી હશે. “ષદર્શનસમુચ્ચય' એટલે કે છ દર્શન વિષયનો જેની અંદર વિસ્તાર કરેલો છે. ઘણું કરીને આ શ્વેતાંબરના આચાર્ય હરિભદ્રાચાર્ય થઈ ગયા. હરિભદ્રાચાર્યનો ગ્રંથ છે. કોને વાંચવા માટે ભલામણ કરી છે એ પત્રમાં નથી લખ્યું. નહિતર આ પત્ર કોના ઉપરનો છે એ નક્કી થઈ જાત. એ પત્ર આગળપાછળ ... કોને “ષડ્રદર્શનસમુચ્ચય' વાંચવા કહ્યું છે. પણ એમાં લખનારે ... સૂક્ષ્મ વિચારણાથી વાતો લખી છે અને ન સમજાય તો ફરી ફરીને વિચારવાથી કેટલુંક સમજાશે, એમ કહેવું છે.
જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ શાનીનાં વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. હવે શું કહે છે ? મુમુક્ષુજીવને જેટલી વિચારની નિર્મળતા છે, ઘણા કહે છે અમને અમુક શાસ્ત્રો સમજાતા નથી. એનું શું કારણ છે ? શાસ્ત્રનો વિષય કેમ નથી સમજાતો ? કે પોતામાં એ જાતની મતિની
Page #94
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૬
૭૫ નિર્મળતા નથી, ચિત્તશુદ્ધિ નથી. ચિત્તમાં જે મલિનપણું છે, રાગાદિ ભાવો, કષાયનું જે મલિનપણું છે, અપવિત્ર ભાવો, મલિન ભાવો ઘણા પ્રવર્તે છે એને લઈને જ્ઞાન છે એ મેલું થાય છે. એનાથી રંજિત થયેલું. મલિન પરિણામોથી, કષાય પરિણામોથી રંજિત થયેલું જે જ્ઞાન છે એને અશુદ્ધિપણું કહેવામાં આવે છે. મલિનપણું કહો કે અશુદ્ધિપણું કહો. જ્યાં સુધી ચિત્તનું શુદ્ધિપણું નથી હોતું ત્યાં સુધી એને સમજાતું નથી.
જ્ઞાનીના વચનોનો યથાયોગ્ય વિચાર થવો. કેવા શબ્દો વાપર્યા છે ? આત્માને હિત થાય એવા જ્ઞાનીના વચનો છે. અને આત્માનું હિત થાય એ રીતે તેનો વિચાર થવો તે જ્ઞાનીના વચનોનો યથાયોગ્ય વિચાર થવો એમ કહી શકાય. ફરીને. યથાયોગ્ય વિચાર થવો એટલે શું ? કે જે આત્માને હિત કરનારા વચનો છે, તેના દ્વારા આત્માનું હિત થાય એવો વિચાર કરી શકાય, એવી સમજણ કરી શકાય એને જ્ઞાનીના વચનોનો યથાયોગ્ય વિચાર થયો એમ કહી શકાય. એવા શાસ્ત્રો, એવા વચનો, એવા ગ્રંથો ઉપલબ્ધ હોવા છતાં એ ગ્રંથ વાંચતા સૂઝ પડતી નથી કે મારા હિત કેવી રીતે થાય અને એ વિષય સમજાતો નથી. એનું કારણ શું? વિચારની નિર્મળતા નથી. એ જીવ પાસે વિચારની નિર્મળતા નથી. બહુભાગ જીવોને તો વાંચવું ગમતું નથી. આવા જે આત્મહિતકારક વચનો જેમાં રહ્યા છે એવા જ્ઞાની પુરુષોના ગ્રંથો છે એ વાંચવા ગમતા નથી. વખત હોય તો બીજી રીતે બગાડે. બિનજરૂરી કાર્યોની અંદર (વખત બગાડે). નવરા હોય તો કહે, ચાલોને આપણે
લાણાના ઘરે મળવા જઈએ, ચાલોને ફલાણાના ઘરે બેસવા જઈએ. જરા કલાક બેસશું, મજા આવશે. વાતો-ચિતો કરશું. સાવ નવરા હોય તો કાંઈકને કાંઈક કામ ગોતી કાઢે). એને એમ ન થાય કે મારા આત્માનું હિત થાય એવી હું કાંઈ વિચારણા કરું, એવું કાંઈ હું વાંચન કરું.
મુમુક્ષુ :- એમ કેમ થતું હશે ?
પૂજ્ય ભાઈશ્રી :- અરુચિ. આત્મહિતની, આત્મસ્વરૂપની અરુચિ છે. આત્માની અરુચિ હોય ત્યારે એને આત્માના હિતનો વિષય (ચે નહિ). પછી વખત હોય તો એ વખત બગાડવા માટે બીજું બીજું કર્યા કરે, બીજું એને સૂક્યા કરે.
મુમુક્ષુ - ચિત્તનું શુદ્ધિપણું એટલે?
પૂજ્ય ભાઈશ્રી – ચિત્તનું શુદ્ધિપણું એટલે શું છે ? કે જેને આત્મહિત કરવું છે એવી ભાવના થઈ છે એ ભાવનાવાળાની ચિત્તશુદ્ધિ (કહેવાય છે. મારે મારા
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
રાજય ભાગ-૧૩
જીવનમાં મારું આત્મકલ્યાણ કરવું એ મારું મુખ્ય કાર્ય છે. મારું મુખ્ય કાર્ય શું ? કે મારું કલ્યાણ કરવું એ જ મારું મુખ્ય કારણ છે. એવી જેની ભાવના છે એ ભાવનામાંથી વિચારની નિર્મળતા, વિચારની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ થાય છે. એને ખબર પડે છે કે આત્માને હિત કરનારી વાત શું છે ? આત્માને અહિત ક૨ના૨ શું ચીજ છે ? એ એને સમજ પડે છે. એનો યથાયોગ્ય વિચાર એ કરી શકે છે.
મુમુક્ષુ :- માતાજી કહે છે, ભાવના વધારવી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ આ ભાવના છે. આત્મકલ્યાણની ભાવના તીવ્ર કરવી જોઈએ.
જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું...' છે. એટલે એમાં શું છે ? કોઈ ઓછી શુદ્ધિ છે, કોઈ વધારે શુદ્ધિ છે. એવા એની અંદર તબક્કા છે ખરા. જેમ જેમ ચિત્તની શુદ્ધિ મુમુક્ષુને વિશેષ હોય છે અને એ ચિત્તશુદ્ધિની સાથે સાથે ચંચળતાને પણ સંબંધ છે. વિચારની જેને નિર્મળતા છે એની ચંચળતા ઘટે છે. જેને વિચારની મલિનતા છે એની ચંચળતા પણ (વધે) છે.
જીવના વિચારજ્ઞાનને બે પ્રકારનો વિભાવ છે. એક કષાયની મલિનતાનો અને એક ચંચળતાનો. તીવ્ર ગતિથી જો વિચાર ચાલતા હોય, Speed થી જેને કહેવાય, અશાંત ચિત્તથી, તો એની અંદર યથાયોગ્ય વિચાર થઈ શકતો નથી. પણ જો શાંત ચિત્તથી ઠરીને, સ્થિર થઈને જો કાંઈ વિચારણા કરવામાં આવે છે, તો એ નિર્ણયો, એ વિચારણા યોગ્ય થાય છે. અથવા એમાં પોતાને નુકસાન ન થાય એવું વિચારી શકાય છે. એટલે માણસો નથી કહેતા ? કે, ભાઈ ! ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. કોઈ મહત્વનો નિર્ણય લેવો હોય તો ઉતાવળે ન લેવો. એટલે વિચારની ચંચળતાની પરિસ્થિતિમાં જે નિર્ણયો લેવાય છે, વિચારાય છે એ યથાર્થપણે વિચારી શકાતું નથી. એટલે એમ કહે છે કે, સ્થિરપણું એટલે શાંતપણું, અચંચળપણું એવું જેમ જેમ ચિત્તમાં હોય છે અને નિર્મળતા હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચા૨ યથાયોગ્ય થઈ શકે છે.
જ્ઞાનીપુરુષ કે જે પરિણામની શુદ્ધિમાં પ્રવર્તતાં પ્રવર્તતાં આત્માની શુદ્ધિ કેમ થાય એવા વચનો જેમના પ્રગટ થયા અને જેમને ચંચળતા મટી હતી. સ્વરૂપમાં સ્થિરત્વ, સ્વરૂપની સ્થિરતા ધારણ કરીને જે વચનો ઉત્પન્ન થયા એ વચનોનો વિચાર કોઈ યથાયોગ્ય ભૂમિકામાં કરવો જોઈએ. આપણે (ત્યાં) આ રુઢિ નથી પણ એની પાછળ કોઈ હેતુ છે. સ્વાધ્યાય પહેલા પ્રાર્થના કરવામાં આવે છે, મંગળિક
Page #96
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૬ કરવામાં આવે છે, ભલે મનમાં કરવામાં આવે. તે શું વાત છે ? કે જ્ઞાની પુરુષોના શાસ્ત્રોના જે વચનોનો વિચાર કરવો છે એ વિચાર કોઈ સ્થિર ચિત્તથી કરવો છે, કોઈ શાંત ચિત્તથી કરવો છે, કોઈ નિર્મળ ચિત્તથી કરવો છે.
એક તો આકુળતા... આકુળતા. આકુળતા... આકુળતામાં પરિણતિ ચાલતી હોય અને એ જ પરિણતિમાં ઉપયોગ પણ લાગેલો હોય અને પછી શાસ્ત્ર સાંભળવા બેસે. એને કોઈ વાત પલ્લે પડતી નથી. એ વાત સ્થાન ન પામે એને. એના વિચારમાં, એના અભિપ્રાયમાં એવી વાતને કોઈ સ્થાન મળતું નથી. ગ્રહણ કરવાની ભાવનાથી બેસે તો ગ્રહણ થાય. પણ પ્રકાર જ કોઈ ચિત્તનો વિચિત્ર પ્રકારે ચાલતો હોય કે જેમાં ગ્રહણ કરવાની કોઈ પરિસ્થિતિ જ ન હોય. તો એ ગમે તે સાંભળે, ગમે તે વાંચે, એને કાંઈ એનો લાભ થતો નથી. એને કોઈ નિમિત્તનૈમિત્તિક સંબંધ ઉત્પન્ન થતો નથી. એટલે જ્ઞાની પુરુષોના વચનોનો વિચાર કરવા માટે એ વિચારની ભૂમિકા પણ યથાર્થ અથવા યોગ્ય ભૂમિકા હોવી જોઈએ, તો એનો વિચાર યથાયોગ્ય થાય.
સર્વ જ્ઞાનનું ફળ....” ગમે તે પ્રકારનું ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો “તે સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે...” બધા જ્ઞાનનું ફળ શું આવવું જોઈએ ? પરિણામ સ્વરૂપમાં સ્થિર થઈ જાય, સ્વરૂપમાં શાંત થાય, ઠરે. ઠરવા યોગ્ય એવું જે પોતાનું સ્વરૂપ એ શાંતિનું નિધાન છે. એમાં શાંત ભાવે પરિણામ ઠરે એ બધા જ જ્ઞાનનું ફળ છે. અથવા ઘણું જ્ઞાન મેળવ્યા છતાં પણ જો પરિણામ આત્મામાં ઠરતું ન હોય, સ્થિર થતું ન હોય, આત્મસ્થિરતા ન આવતી હોય તો એ જ્ઞાન ખરેખર જ્ઞાન નથી. એમ લેવું.
સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાનનું ફળ આત્મસ્થિરતા છે એવું જે કહ્યું છે તે અત્યંત સાચું છે. નહિતર એને જ્ઞાન શું કહેવું? જો સ્વરૂપમાં ન ઠર્યો તો એ જ્ઞાનને જ્ઞાન શું કહેવું? એને જ્ઞાન કહેવાનું કોઈ કારણ રહેતું નથી. એ રીતે જ્ઞાનનું ફળ શું છે ? એટલે કે જેને જ્ઞાનનો અભ્યાસ છે, તત્ત્વનો અભ્યાસ છે, જ્ઞાનાભ્યાસ જેને કહેવામાં આવે છે એનું આ લક્ષ હોવું જોઈએ કે આ બધું જ્ઞાન મેળવીને સ્વરૂપમાં ઠરવાની દિશામાં મારી પ્રગતિ થાય છે ? એ દિશા બાજુ હું જઉં છું? સ્વરૂપમાં સ્થિર થવાને લક્ષે મારી જ્ઞાનપ્રાપ્તિનો અભ્યાસ ચાલે છે કે બીજા પ્રકારે ચાલે છે ? એ વાત એને લક્ષમાં હોવી જોઈએ. મારા યોગ્ય કામકાજ
Page #97
--------------------------------------------------------------------------
________________
રાજય ભાગ-૧૩
લખશો. એ જ વિનંતિ. લિ. રાયચંદના પ્રણામ વાંચશો.”
- કોઈ વાતને આડી લઈ લે છે, અસરળપણે લઈ લે છે એનું શું કારણ છે ? અસરળ પ્રકૃતિવાળા જીવો હોય ને ? વક્રતા પરિણામવાળા. તો વાત સીધી હોય અને લે આડી. એમ કેમ બને છે ? કે એના જ્ઞાનમાં એ પ્રકારની મલિનતા છે. બુદ્ધિ મલિન છે, મતિ મલિન છે. તો એને વાત સીધી હોય એ પણ સીધી દેખાતી નથી. એવી રીતે જ્ઞાની પુરુષોના જે વચનો છે એ સરળપરિણામી જીવો માટે અથવા ચિત્તશુદ્ધિવાળા જીવો માટે એ વચનો વધારે હિતકારક અને ઉપકારી થઈ શકે છે. એવી સ્થિતિ ન હોય તો એ વચનોનો યથાયોગ્ય વિચાર થતો નથી. અથવા જે કાંઈ જ્ઞાનીપુરુષ કહેવા ધારે છે, એ જે કહેવા ધારે છે એ વાત સમજવામાં નથી આવતી. કાંઈક જીવ પોતાની મતિકલ્પનાથી બીજું બીજું એમાંથી વિચારી લે છે. અને એ રીતે એનું એ સંબંધીનું વાંચન છે એનું કોઈ યથાયોગ્ય ફળ પણ આવતું નથી. એ માર્ગદર્શન આપ્યું છે. જ્ઞાની પુરુષોના વચનોનું અધ્યયન કરવું, પરિચર્યન કરવું તો ચિત્તશુદ્ધિમાં આવીને કરવા યોગ્ય છે. એમનેમ કરવાથી કોઈ લાભ થવાનો નથી.
એ પ્રશ્ન અવય થાય કે ચિત્તશુદ્ધિ કેવી રીતે કરવી ? અત્યાર સુધી અનંત કાળ તો અમારો સંસારમાં, સંસાર પાછળ ગયો છે એટલે સ્વભાવિક રીતે ચિત્તશુદ્ધિ ન હોય તો શું કરવું ? હવે ચિત્તશુદ્ધ કહો, પાત્રતા કહો. એ પાત્રતાનું બીજું નામ છે. એ વાત સ્પષ્ટ છે કે પાત્રતા ક્યારે આવે છે કે જીવને પોતાનું હિત કરવાનો વિચાર આવે છે, અભિપ્રાય થાય છે કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. જીવનની અંદર આ મારે કરી લેવા જેવું છે અને મારે મારી શક્તિનો ઉપયોગ મારા કલ્યાણ અર્થે કરવો જોઈએ. જ્યારે જીવ એવા અભિપ્રાયમાં આવીને પ્રવૃત્તિ કરે છે ત્યારે એને એ મલિનતા છે એનો અભાવ થાય છે, ચિત્તમાં શુદ્ધિ પ્રગટ થાય છે.
મુમુક્ષુ :- સરળતાનો.
પૂજ્ય ભાઈશ્રી - સરળતા એટલે કે જે જેમ છે તેમ ગ્રહણ કરવું. અન્યથા ગ્રહણ ન કરવું. કોઈ પૂર્વગ્રહને લઈને અથવા અસરળતાને લઈને બીજી રીતે ગ્રહણ ન થાય એવી રીતે દરેક વાત જોવી જોઈએ. સરળ એટલે સરળ.
મુમુક્ષુ - સરળતાના ફળમાં મનુષ્યપણું રહે, પછી...
પૂજ્ય ભાઈશ્રી – પછી મનુષ્યપણું ખોઈને પાછો તિર્યચપણામાં ચાલ્યો જશે. સરળપણાના પરિણામથી મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. મનુષ્યની પર્યાય થયા પછી એ જ સરળતાનો વિકાસ કરવામાં આવે તો જીવને અવશય સમ્યગ્દર્શન આદિ ધર્મની
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૯
પત્રાંક-૬૪૬
પ્રાપ્તિ થાય છે. એમ છે.
મુમુક્ષુ :– સરળતા...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ પાત્રતાનું એક લક્ષણ છે. પાત્રતામાં અનેક ગુણો છે એમાંનો એક ગુણ છે. સરળપણું છે એ પાત્રતાનો ગુણ છે. અસ૨ળપણું તે અપાત્રતા છે.
મુમુક્ષુ :– સરળતા વગર સહજતા આવે નહિ.
–
પૂજ્ય ભાઈશ્રી :– હા, સરળતા વગર તો સહજતા આવવાની નથી. વક્રતા તો પોતે જ કૃત્રિમ છે. એ કૃત્રિમતાને વધારનારી છે. સરળતા છે એ કૃત્રિમતાને નાશ કરનારી છે. સરળતા મુમુક્ષુની ભૂમિકામાં બહુ મોટો ગુણ છે. એ બહુ મોટો ગુણ છે. અને એના ઉ૫૨ વજન હોવું જોઈએ. આ એક સ૨ળતા સ્વપ્રાપ્તિ માટે બહુ ઉપયોગી ગુણ હોવાથી એના ઉ૫૨ વજન હોવું જોઈએ, એનું લક્ષ હોવું જોઈએ. નહિતર એ (અસ૨ળતાના) પાછા પરિણામ એવા છે કે પોતાને ખ્યાલ ન રહે, એવા અસ૨ળતાના પરિણામમાં પોતાને ખ્યાલ ન રહે.
મુમુક્ષુ :– પોતાને એમ લાગે..
પૂજ્ય ભાઈશ્રી :– હા. પણ આ દાખલા તરીકે સમ્યગ્દર્શન છે એ ખરેખર તો પરિણામની સ૨ળતાનું જ એક સ્વરૂપ છે. જેમાં તિર્યંચગતિના બંધનો વિચ્છેદ જાય છે. વિચ્છેદ થઈ જાય છે. તો એનો અર્થ શું થયો ? કે એવા અસ૨ળતાના માયાના પરિણામ આડા થતા નથી. એનો વિચ્છેદ જાય છે. સમ્યગ્દર્શન થનારને તિર્યંચગતિનો બંધ વિચ્છેદ થઈ જાય છે. એ પ્રકાર આ છે. એ ૬૪૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૪૭
મુંબઈ, આસો, ૧૯૫૧ અગમ અગોચ૨ નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦.
રાજહૃદય ભાગ-૧૩ (પત્રાંક) ૬૪૭. “અગમ અગોચર નિવણમાર્ગ છે, એમાં સંશય નથી.” જે મોક્ષનો માર્ગ છે, નિર્વાણનો માર્ગ છે એ અગમ અગોચર છે. એટલે કે ઇન્દ્રિયજ્ઞાન દ્વારા એનો પત્તો લાગતો નથી. દેખાતો નથી. અને જલ્દી એમાં સંસારીજીવને ગમ પડતી નથી. સમજણ પડતી નથી એ સાદો શબ્દ છે. એ જ વિષયનો કોઈ ગંભીર શબ્દ છે તો એને ગમ પડતી નથી. એ શબ્દ માર્મિક રીતે સમજણના ભાગમાં વપરાય છે. જેમ કે ગુરુગમ. ગુરુગમ વગર જ્ઞાન થાતું નથી, એમ કહે છે ને ? એમ. એવી રીતે એ ગમની આગળ અ લગાડેલો છે. એટલે અમુક ખાસ પ્રકારનું ઊંડું જ્ઞાન થાય ત્યારે એને એમાં ગમ પડી એમ કહેવામાં આવે છે. બહારમાં પણ કોઈ એવું મહત્ત્વનું કાર્ય હોય, ગમે તેને સોંપે તો એમ કહે, ભાઈ ! એને કાંઈ ગતાગમ નથી. શું કહે? ગતાગમ નથી, એને કયાં કામ સોંપ્યું ? કામ નહિ થાય. ઊંધું મારી દેશે. એટલે એ વિષયની ખૂબી જે છે એ ખૂબીને સમજી શકે એને ગમ પડી એમ કહેવામાં આવે છે.
જે નિર્વાણમાર્ગ છે એમાં ઘણી ખૂબીઓ છે. આમ સરળ અને સુગમ હોવા છતાં બીજી રીતે એનું એક પડખું એ પણ છે કે એકદમ Highly technical subject છે. જેમકે સમતુલનનો વિષય છે. ઘણો Technical છે. ક્યાં ખેચવું? કેટલું ખેંચવું? ક્યાં ઢીલું મૂકવું? અને કેટલું ઢીલું મૂકવું. બહુ Technical subject છે.
વસ્તુનું સ્વરૂપ તો દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. પણ સ્વરૂપનો આશ્રય કરવા માટે દ્રવ્યની જે મુખ્યતા કરવી, વર્તમાન અવસ્થાની ગૌણતા કરવી, તો એ મુખ્યતાનો પ્રકાર કેવો ? કેવા પ્રકારનો? ગૌણતાનો પ્રકાર પણ કઈ રીતનો ? એ બધું ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. પોતે જ એમ લે છે, “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.” એમ દ્રવ્ય-પર્યાયમાં સંતુલન જાળવવું, એવી જ રીતે પુરુષાર્થ જે છે અને જ્ઞાન છે એ બે વચ્ચે સંતુલન જાળવવું. નિશ્ચય અને વ્યવહારનું સંતુલન જાળવવું. કેટલા પડખાં છે ! એ રીતે જોઈએ તો એટલો બધો ખૂબીવાળો માર્ગ છે કે, “ધાર તલવારની સોહલી, સોહ્યલી દોહ્યલી ચૌદમા જિન તણી ચરણસેવા...” ભગવાનનો માર્ગ છે એ એટલો બધો સૂક્ષ્મ છે કે જરાક આઘો જાય (એટલે) સીધો જ માર્ગમાથી ઉન્માર્ગમાં ચાલ્યો જાય છે. માર્ગ તો ન હાથમાં આવે પણ ઉન્માર્ગમાં ચાલ્યો જાય છે. ગૃહતમિથ્યાત્વમાં વયો જાય એવી પરિસ્થિતિ ઊભી થાય.
વળી અનાદિથી પોતે આ માર્ગથી અજાણ્યો છે. આ માર્ગ એણે કદી જાણ્યો
Page #100
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૪૭
૮૧
નથી. અનુભવમાં આવ્યો નથી. એવો ‘અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી.’ અનંત કાળ કાઢ્યો છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે ધમપછાડા કાંઈ થોડા કર્યા નથી. ઘણી મહેનત કરી છે, ઘણા પરિશ્રમ કર્યા છે, ઘણા તપ તપ્યા છે, બહુ પરિશ્રમ લીધો છે તોપણ માર્ગ મળ્યો નથી એ વાત નિઃસંશય છે, એમાં કોઈ સંશય નથી.
..
પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના,...' એ માર્ગના જાણકાર વિના. પોતાની શક્તિએ તે માર્ગ શોધવો અશક્ય છે;...' અસંભવ નથી પણ અશક્ય છે. એમ વારંવાર દેખાય છે,' એવું અમને વારંવા૨ લાગે છે. માણસને એક ધંધો કરવો હોય, ગમે તે Line માં નવી Line માં ધંધો કરવો હોય, ચાલતો ધંધો બરાબર ન ચાલતો હોય અને એમ થાય કે કાંઈક બીજો ધંધો કરવો જોઈએ. પછી અનેક જાતના વ્યવસાય માટે વિચાર કરે કે આ ધંધો કરવા જેવો છે. તો એ સીધો કોઈ ધંધો શરૂ કરી દે છે ? એ ધંધાના અનુભવી માણસોને એ મળે છે. શું કરે છે ? જેને Survey કહેવામાં આવે છે. શું કરે છે ? એ Line નો Survey ક૨વામાં આવે છે તો શું કરે છે ? કે એ Line ની અંદર જે અનુભવી હોય, જે સફળ થયા હોય, જે નિષ્ફળ ગયા હોય. બેયને મળે. ભાઈ ! તમે આ દુકાન માંડી હતી. કેમ તમારે બંધ કરવી પડી ? કયા સંજોગોમાં બંધ કરવી પડી ? શું કારણ એવું ઊભું થયું કે તમે આવો સારો ધંધો બંધ કરી દીધો ? અમને તો આ સારો દેખાય છે. અમે તો કરવાનો વિચાર કરીએ છીએ. તો સફળ થાય એને પૂછે કે ભાઈ ! આની અંદર છે શું ? કેવી રીતે આ ધંધો ચાલે ? અનુભવીઓને મળ્યા વિના સીધો કોઈ એ ધંધો શરૂ કરી દે છે એવું જગતમાં પણ જોવામાં આવતું નથી. આ તો બધો સ્થૂળ વિષય છે. જે ધંધાધાપાનો જેટલો વિષય છે એ તો બધો સ્થૂળ વિચારથી સમજી શકાય એવો વિષય છે.
નિર્વાણમાર્ગ તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, ઘણો સૂક્ષ્મ છે. બાર અંગમાં કોઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય હોય તો આ માર્ગનો છે. તત્ત્વનું તત્ત્વ છે આ. તો પછી, સદ્ગુરુ એટલે અનુભવી પુરુષ, એ અનુભવી પુરુષના આશ્રય વિના એટલે એના માર્ગદર્શન વિના, એની આજ્ઞામાં રહ્યા વિના. લ્યો ! સીધી વાત એ છે. આજ્ઞાંકિતપણે એના ચ૨ણમાં નિવાસ કર્યા વિના. આટલી વાત છે.
‘ગુરુદેવ’ તો આવી બાબત આવે ત્યારે બહુ સરસ વાતો લેતા હતા કે, ભગવાનના સમવસરણમાં ૩૨ લાખ વિમાનનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર છે એ ગલુડિયાની જેમ બેસીને સાંભળે છે. નહિતર એ તો જ્ઞાની છે, હોં ! એ તો
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૨
રાજહૃદય ભાગ-૧૩ સમ્યગ્દષ્ટિ, એકાવતારી, ક્ષાયિકસમ્યગ્દષ્ટિ એકાવનારી છે. તોપણ જ્યારે ઉપદેશ સાંભળવા બેસે ત્યારે કેવી રીતે બેસે છે ? “ગુરુદેવ’ તો પાછા પોતે Action કરે. એટલો નગ્ન થઈને બેસે છે. ત્યારે એને જ્ઞાનપ્રાપ્તિ વિશેષ વિશેષ . જ્ઞાનનું પરિણમન થાય છે. ગ્રહણ કરવું છે ને ? ઉપદેશ શું... અને પાત્રતાનો પણ એ આંક છે કે જેટલી એને ગરજ છે એટલી પાત્રતા છે. જેટલી ગરજ નથી એટલી અપાત્રતા છે. પાત્રતાના જે લક્ષણો છે એમાં પોતાને આત્મહિત કરવાની કેટલી ગરજ છે? એટલી પાત્રતા અને પ્રાપ્ત થઈ છે. બાકી અપાત્રતા છે. એટલે એ વાત તો પોતે પોતાના અનુભવથી સ્પષ્ટ કરી છે.
કોઈ જીવ પોતાની શક્તિએ....” એમ માને કે બુદ્ધિ મારામાં ઘણી છે, શક્તિ મારામાં ઘણી છે. પુસ્તકો વાંચી વાંચીને, શાસ્ત્રો વાંચી વાંચીને હું મોક્ષમાર્ગને પકડી લઈશ. એ માર્ગ શોધવો અશક્ય છે. એવી રીતે શાસ્ત્રોમાંથી માર્ગ મળતો. નથી, એમ કહે છે. તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે....” એવું અમને વારંવાર લાગે છે. દેખાય છે એટલે ? વારંવાર એવું અમને લાગે છે.
એટલું જ નહીં,” હવે એથી આગળ વાત કરે છે. તદ્દન અજાણ્યો છે એને તો પત્તો લાગે નહિ એ તો સ્વભાવિક સમજી શકાય એવી વાત છે પણ “શ્રી સફ્યુચરણના આશ્રયે કરી...” જેણે સદ્ગુરુના ચરણનો આશ્રય કર્યો છે. એટલું નહિ આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્દગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. એણે વિચાર કરવો એમ ન કીધું. સદ્ગુરુના સમાગમનું આરાધન” કરવું. આરાધવાની વાત છે, વિચાર કરવાની વાત નથી. એ પણ એમ જ વિચારે છે કે જે સગુરુના ચરણમાં રહીને મને બોધબીજની પ્રાપ્તિ થઈ તો એ જ સદ્ગુરુના ચરણનું આરાધન કરવું, સમાગમનું આરાધન કરવું એ જ મારા માટે વધુમાં વધુ હિતાવહ છે. એ વાત તો એને અનુભવથી પણ સિદ્ધ થઈ ગઈ છે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- છે જ. “સોગાનીજી'ના પત્રો જુઓ ! જ્ઞાનપ્રાપ્તિ તો આવતાવેંત કરી છે. એટલી બધી પાત્રતા લઈને આવ્યા છે, ઉત્કૃષ્ટ પાત્રતા લઈને આવ્યા છે. કેટલી ? ચરમસીમાની ઉત્કૃષ્ટ પાત્રતા લઈને આવ્યા છે કે સાંભળતાવેંત અનુભવ લીધો. પણ શ્રીગુરુના ચરણમાં જવા માટે એમની વૃત્તિ છે એ વારંવાર, વિશેષપણે આતુર થઈ આવે છે. અને કોઈવાર તો એમને ગુરુનો
Page #102
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૭.
૮૩ વિરહ છે એ વિરહમાં એમને પોતાને આંખમાંથી આંસુ પડી જાય છે. એ શું બતાવે છે ? ઉપાદાનની શક્તિ અને નિમિત્તનો નિષેધ એમની વાણીમાં એટલો બધો જોરથી આવ્યો કે તીર્થંકરની આધારબુદ્ધિ પણ પોતાના સ્વરૂપસામર્થ્યનો અનાદર કરાવે છે. શું લીધું છે ? સાક્ષાત્ તીર્થંકરની આધારબુદ્ધિ પણ સ્વરૂપ સામર્થ્ય કા અનાદર કરનેવાલી હૈ. એ લખનાર એમ કહે છે, કે “ગુરુદેવનું જ્યારે મને સ્મરણ આવે છે ત્યારે મને એમ થાય છે કે, અરે..! અહીંયાં ક્યાં ? આ “કલકત્તામાં આ સંયોગ વચ્ચે હું ? મારે તો “સોનગઢ' જ રહેવું જોઈએ. એક પત્રમાં પત્ર લખનાર એમ લખે છે કે હવે તો તમારો નિવૃત્તિનો કાળ પાક્યો ગણાય. તમારે તો નિવૃત્તિ લઈને અહીંયાં ગુચ્ચરણમાં આવવું જોઈએ. તો કહે છે, તમારી વાત વાંચતા ઝણઝણાટી થાય છે. એમને નિવૃત્તિ પ્રત્યે કેટલી બધી પ્રીતિ અને રુચિ થાય છે !
એવા પુરુષને પણ સદ્દગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. આ તો શું છે કે જે એવો જે વિવેક છે, નિમિત્તનો વિવેક છે એ આધારબુદ્ધિથી નથી થતો. સાચા મુમુક્ષુને કે જ્ઞાનીને આધારબુદ્ધિથી એ વિચાર આવતો નથી, પણ એક વિવેક છે. અન્ય પણ જગતમાં નિમિત્તો છે અને આવા જ્ઞાનીપુરુષ પણ એક નિમિત્ત છે, તો એ નિમિત્તનો વિવેક એ ખરેખર એને પોતાના આત્માના ઉપાદાનનો વિવેક છે એમ સમજવા જેવું છે. જેને સત્સંગરૂપી સ્થળ વિવેક જાગ્યો નથી અને આત્માનો વિવેક થાય એ વાતનો વિચાર પણ કરવા જેવો નથી.
પૂજ્ય બહેનશ્રીએ પગલું લીધું. પંદર વર્ષની ઉંમરે “કરાંચી’ કેમ છોડ્યું ? સત્સંગ નથી. “કરાંચીમાં સત્સંગ નથી. પૂછ્યું હતું કે એટલી નાની ઉંમરે જ્ઞાનપ્રાપ્તિ હતી નહિ, છતાં આવું મોટું પગલુ ભરી લીધું એની પાછળ કયો વિચાર હતો ? કહ્યું, ત્યાં સત્સંગ નહોતો. આત્મકલ્યાણ કરવું હોય તો સત્સંગ વગર થઈ શકે નહિ એટલી સમજણ ઓછામાં ઓછી તે દિવસે હતી. અને એ ઓછી સમજણમાંથી જ્ઞાનદશા આવી છે. એવી જે યથાર્થ, ઓછી પણ યથાર્થ સમજણમાંથી જ્ઞાનદશા નીપજી, ઊપજી. જેને સત્સંગનો વિવેક નથી એને કાંઈ વિવેક જ નથી એમ કહેવું જોઈએ. પહેલું પગલું જે વિવેકનું છે એ ચૂકી ગયો છે. જે પહેલું પગલું ચૂક્યો એને બીજા પગથિયાનો કોઈ વિવેક થાય એ વાત તો વિચાર કરવા જેવી પણ રહેતી નથી.
એને “આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં.” શું કહે છે? આ જગતના પ્રસંગ જોતાં. અત્યારે જે ચિત્ર-વિચિત્ર જગતના પ્રસંગોની પરિસ્થિતિ છે એ જોતાં એમ જણાય છે.” જુઓ ! આ તો સો વર્ષ પહેલા આ વાત કરી છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩ સો નહિ તો ૯૫ તો પાકા થયા ને. ૪૭ ને ૫ = ૫૨. પાંચ ઓછા થયા. ૯૫ વર્ષ પહેલા એમ લખે છે કે જગતના પ્રસંગો જોતાં એમ લાગે છે, “એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના...” સત્સંગના સમાગમ અને સત્સંગના આશ્રય વિના નિરાલંબ બોધ..” આ અવલંબન છે. બોધને સ્થિર રહેવા માટેનું આ એક અવલંબન છે. શું કહે છે?
સત્સંગની અંદર જીવને જે કાંઈ આત્મહિતનો બોધ છે એનો રસ ઘૂંટવા માટેનું એક આલંબન મળે છે. આપણે સમૂહસ્વાધ્યાય છે એ એક સત્સંગનું રૂપ છે. ઉપદેશક, ઉપદેશ્ય એવો અહીંયાં કોઈ પ્રકાર આપણે નથી. સાથે મળીને આત્મરસ, આત્મહિતની વાર્તા, એ સંબંધીની વિચારણા, એ સંબંધીનો રસ એનો વિકાસ કરવો. સહિયારો પ્રયાસ જેને કહેવામાં આવે. એકલો જે પ્રયાસ ન થઈ શકે એ બીજા એવા સમવિચારવાળા જીવોની સાથે બેસીને એ પ્રયાસ સારી રીતે થઈ શકે છે. અને તે પ્રયાસ જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે એવું જે છઠ્ઠ ગુણસ્થાન ત્યાં સુધી ઉપદેશ્યો છે. જો તું તારા આત્મામાં સ્થિર ન રહી શકતો હોય અને તારો ઉપયોગ બહાર જાતો હોય તો તું વિવેક કરજે કે સત્સંગમાં રહે છે કે અસત્સંગમાં? આટલો વિવેક કરજે. જો તું એ વિવેક ચૂકી ગયો તો સમજી લે કે તારો પત્તો ખાવાનો નથી.
એટલે એ એક એવો જગતના પ્રસંગ જોતાં એમ વિવેક કરવા યોગ્ય છે કે આ “સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ...” આવા આલંબન વગર તેને નિરાલંબ કહે છે. નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.” સ્થાન નહિ પામે. તને એમ લાગશે કે આ વાત સારી છે. ગ્રંથમાં આ વાત કરી છે એ બહુ સારી છે. પણ એ વાતનું આત્મામાં સ્થાન પામવું, સ્થિર થવું એમાં સત્સંગ અનિવાર્ય છે. જ્યાં સુધી નિમિત્તાધીન વૃત્તિ છે ત્યાં સુધી તો નિમિત્તનો વિવેક કરજે. એ નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે એમ સમજવા યોગ્ય છે. આ ગુરુદેવના શબ્દો છે. નિમિત્તનો વિવેક છે તે આત્માનો વિવેક છે.’ લોકો એમ જાણ્યું કે “કાનજીસ્વામી તો નિમિત્તને ઉડાતતા હતા. ખરેખર એમણે એમ કહ્યું કે “નિમિત્તનો વિવેક છે તે આત્માનો વિવેક છે.” “પરમાગમસારમાં ૭૨૭મો બોલ છે કે નિમિત્તનો વિવેક છે એ આત્માનો વિવેક છે. અને એ વિના બોધ સ્થિર રહેવો વિકટ છે.” એટલે ન રહી શકે એવી આ જગતના પ્રસંગોની પરિસ્થિતિ છે. એટલા માટે બને તેટલો સત્સંગ ઉપાસવા યોગ્ય છે. એ વાત અહીંથી સ્પષ્ટ થાય છે. (અહીં સુધી રાખીએ...)
Page #104
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૮
પત્રાંક-૬૪૮
૮૫
મુંબઈ, આસો, ૧૯૫૧
ဆိ
દૃશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાતું યોગ્ય નથી.
તા. ૧૮-૩-૧૯૯૧, પત્રાંક – ૬૪૮ થી ૬૫૦ પ્રવચન નં. ૨૯૩
પત્ર કોના ઉપરનો છે એ જણાતું નથી. ૬૪૮. કોના ઉ૫૨ છે એ ... સત્પુરુષોનો મહિમા કર્યો છે. દૃશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.’ પુરુષાર્થનો વિષય લીધો છે. જ્ઞાનીપુરુષોનો પુરુષાર્થ છે એ આશ્ચર્યકારક પુરુષાર્થ છે. કેવો આશ્ચર્યકારક છે ? કે દૃશ્યને જેણે અદશ્ય કર્યું છે, અદૃશ્યને જેણે દશ્ય કર્યું છે. દૃશ્ય એટલે દેખાવા યોગ્ય. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા જે જે પદાર્થો જ્ઞાનગોચર થાય છે તે બધા પદાર્થોને દૃશ્યપદાર્થો-દેખાવા યોગ્ય પદાર્થો કહેવામાં આવે છે. એ પદાર્થો દેખાતા હોવા છતાં ન દેખાય એવા કર્યાં. પદાર્થ તો પદાર્થપણે રહ્યા. પણ પોતાના જ્ઞાનમાં ફેરફાર કર્યો. લક્ષ ઉઠાવી લીધું.
જેના ઉ૫૨ લક્ષ ન હોય તેનું જ્ઞાન નથી થતું. જેમકે સાંભળવામાં લક્ષ હોય તો અવાજ સંભળાય છે. નહિતર અવાજ થતો હોય તોપણ લક્ષ ન હોય તો સંભળાતું નથી. એમ દેખવામાં પણ લક્ષ હોય તો દેખાય છે. આંખ ખુલ્લી હોય છતાં પણ જો લક્ષ ન હોય તો નથી દેખાતું. જેણે લક્ષ ફેરવી નાખ્યું, કેવી રીતે અદૃશ્ય કર્યું ? કે પદાર્થ તો દેખાય એવા છે, જ્ઞાન પણ તેને દેખે એવું છે, તોપણ જેણે લક્ષ બદલી નાખ્યું, લક્ષ ઉઠાવી લીધું અને દેખાવા છતાં નહિ દેખાવા જેવું કર્યું. એવો પુરુષાર્થ કર્યો. લક્ષને બદલવાનો પુરુષાર્થ કર્યો. આ અપૂર્વ પુરુષાર્થ છે, આ આશ્ચર્યકારી પુરુષાર્થ છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૬
રાજય ભાગ-૧૩
‘અદૃશ્યને દશ્ય કર્યું...’ જે ઇન્દ્રિયજ્ઞાનથી દેખાવા યોગ્ય નથી પણ અતીન્દ્રિય જ્ઞાનથી દેખાવા યોગ્ય છે. એવું જે પોતાનું આત્મસ્વરૂપ, જે અરૂપી છે અને ઇન્દ્રિયજ્ઞાનથી અદૃશ્ય છે. તેને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જેણે દેખાવા યોગ્ય કર્યું. એટલે ફેરફાર તો પદાર્થોમાં નથી કર્યો. ન તો ૫૨૫દાર્થમાં ફેરફાર કર્યો છે, ન સ્વપદાર્થમાં ફેરફાર કર્યો છે, પણ જ્ઞાનમાં ફેરફાર કર્યો છે. શૈલી નિમિત્તપ્રધાન લીધી છે કે દૃશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દૃશ્ય કર્યું..’ પણ ખરેખર તો જ્ઞાન ફેરવ્યું છે. દૃશ્ય એવા કે અદૃશ્ય એવા પદાર્થો ફેરવ્યા નથી એ તો જેવા છે તેવા જ રહે છે.
એવા પુરુષાર્થથી જેણે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું. એવું ઐશ્વર્ય એટલે સામર્થ્ય. ઐશ્વર્ય એટલે સામર્થ્ય. પુરુષાર્થનું જે અનંત સામર્થ્ય છે તે વાણીથી કહી શકાવું યોગ્ય નથી.’ એને વાણી દ્વારા એ પુરુષાર્થને વર્ણવી શકાતો નથી. યત્કિંચિત્ જેટલું કહેવાય છે એટલું સામાન્ય રીતે કહી દીધું. પણ ખરેખર એનું વર્ણન કરવું હોય, એનો ચિતાર આપવો હોય તો આપી શકાતો નથી. અરૂપી એવો અંતર્મુખી પુરુષાર્થનો પર્યાય, એને વાણી દ્વારા કહી શકતા નથી. પણ આ એક પરિણામ આવ્યું કે જે દશ્યપદાર્થો છે એને નહિ દેખાવા બરાબર કર્યાં અથવા તો જે જે પદાર્થો જ્ઞાનમાં દેખાય છે, જણાય છે તે તે પદાર્થોની અસર નીચે આત્મા આવે છે. શું થાય છે ? જે જ્ઞાનના નિમિત્તભૂત પદાર્થો છે તે પદાર્થોને જાણતા જ્ઞાનમાં એટલે આત્મા ઉપર કાંઈક અસર આવે છે. એવી અસ૨ આવતી જેણે બંધ કરી દીધી. દૃશ્ય પદાર્થો દેખાવા છતાં, જણાવા છતાં એ સંબંધી રાગ, એ સંબંધી દ્વેષ, એ સંબંધીનો વ્યામોહ એને થતો નથી. એવો પુરુષાર્થ જેણે પ્રગટ કર્યો, એમ કહેવું છે. મુમુક્ષુ :- મુખ્ય-ગૌણ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. મુખ્ય-ગૌણ કર્યું. પણ એ ગૌણ કર્યું એટલું બધું ગૌણ કર્યું કે જાણે એ કાંઈ છે જ નહિ. રાગના નિમિત્તો પ્રાપ્ત થવા છતાં જેને રાગ નથી, એમ કહેવું છે. દ્વેષના નિમિત્તો પ્રાપ્ત થતાં જેને દ્વેષ નથી. અથવા જેને જગત એમ કહે છે કે આને લાભ થયો, એમાં એને લાભનો રાગ નથી, નુકસાન થયું એમાં નુકસાનનો દ્વેષ નથી. એવી રીતે જે જે પદાર્થો જણાય છે તે જાણે ન જણાવા બરાબર પરિસ્થિતિ ઊભી કરી. એ પુરુષાર્થનું કાર્ય છે, એમ કહેવું છે. ક્યાંક તો, કોઈ કોઈ જગ્યાએ તો આ વાચનું મથાળું (બાંધ્યું છે), એમણે પત્રનું મથાળું આ રીતે બાંધ્યું છે. દૃશ્યને જેણે અદૃશ્ય કર્યું, અદૃશ્યને જેણે દૃશ્ય કર્યું.
Page #106
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૮
૮૭ એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય...” છે. અનંત ઐશ્વર્ય એટલા માટે કહ્યું કે, કોઈપણ અનંત પદાર્થમાંથી કોઈપણ પદાર્થ સામે આવે. ભિન્નતા એક પદાર્થ સાથે નથી કરી, ભિન્નતા અનંતે અનંત પદાર્થ સાથે કરી છે. એટલે એ પુરુષાર્થને પણ અનંતતા લાગુ પડે છે, એમ કહેવું છે. અનંત પરપદાર્થો સાથેનો સંબંધ તોડ્યો. અનંતે અનંત પરપદાર્થ સાથેની ભિન્નતા કરી લીધી. એટલે એ અનંત પુરુષાર્થ છે.
મુમુક્ષુ:- જ્ઞાની આવા મહાન છે!
પૂજ્ય ભાઈશ્રી :- હા. એવા મહાન છે. જ્ઞાની એવા પુરુષાર્થથી, એવા ઐશ્વર્યથી મહાન છે કે, જેમના ઐશ્વર્યને, જેમના પુરુષાર્થને વાણીથી કહી શકાયું પણ યોગ્ય નથી, કહી શકાતું નથી. એવો મહાન પુરુષાર્થ જેમણે પ્રગટ કર્યો. એમની મહાનતાનું અહીંયાં બહુમાન કર્યું છે. એ ૬૪૮મો દોઢ લીટીનો જ ખાલી પત્ર છે.
મુમુક્ષુ:- અમારે શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી – બસ! જે જ્ઞાની પુરુષોએ કર્યું તે કરવું. જે જે પદાર્થ દેખાય છે તે જો ભિન્નપણે દેખાય તો તો પોતાને કાંઈ લેવા-દેવા નથી. પણ પોતે સંબંધ જોડે કે આનાથી મને આટલો લાભ, આમ થાય તો મને નુકસાન અને આમ થાય તો મને લાભ. અથવા આ પદાર્થ મને લાભદાયક, આ પદાર્થ મને નુકસાનકારક, એ રીતે જોવે છે તે દર્શનમોહ સહિત વ્યામોહથી જોવે છે. એટલે એને એ પદાર્થ ભિન્ન પદાર્થ સ્વરૂપે નહિ દેખાતા કાંઈને કાંઈ એની સાથે લાભ-નુકસાનનો સંબંધ છે એવી દૃષ્ટિથી જોવે છે. ખરેખર પદાર્થ એવો નથી છતાં. એ જીવની ભૂલ છે. એ પરિભ્રમણનું કારણ છે.
પોતાપણું થાય છે એ મિથ્યાત્વ છે. ભિન્ન પદાર્થ પોતાનો નથી, આત્માનો નથી. સચેત, અચેત, સચેતઅચેત મિશ્ર. કોઈ પદાર્થ આત્માનો નથી. છતાં એમાં પોતાપણું લાગે છે એ જીવનું મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, એ પરિભ્રમણનું કારણ છે. એ ૬૪૮ (પત્ર પૂરો થયો.
મુમુક્ષુ :- કાલ રાતના બધા બોલ આવી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ભેદજ્ઞાન એમાં આવી જાય છે. આ ભેદજ્ઞાનનો પુરુષાર્થ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
८८
રાજય ભાગ-૧૩
પત્રાંક-૬૪૯
મુંબઈ, આસો, ૧૯૫૧ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ!
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુખ અને આનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હીન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ. પરંતુ ક્યા સાધન વડે ?
૬૪૯. એ પત્ર પણ કોના ઉપર છે એ મળતું નથી. ગયેલી એક પળ પણ પાછી મળતી નથી.....” આ સમયના સદુપયોગ અને હિનોપયોગ (એ સંબંધીત વાત છે). હિન એટલો હીણો ઉપયોગ. હિન ઉપયોગનો અર્થ શું છે ? કે આત્માને નુકસાન થાય એ રીતે જે સમય પસાર થાય છે તે હિન ઉપયોગ છે અથવા આત્મહિત નથી થતું અને સમય પસાર થતો જાય છે એ હિન ઉપયોગ છે. “ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ ! આશ્ચર્ય ચિહ્ન મૂકયું છે. એક પળ ગઈ એને જોઈતી હોય તો? ન મળે. અથવા આયુષ્યસ્થિતિમાં એક પળ વધારવી હોય તો ? કે ભાઈ ! એક પળની અંદર એની પાસે જે વાત બોલાવવી છે એ બોલાવી લઈએ. કોઈ રાજા હોય, વારસદાર કોને બનાવવો ? એક પળ માટે એમ કહી દે, આંગળી ચીંધી દે કે આને. મળે ? પળ ગઈ તે ગઈ. આયુષ્ય પૂરું થયું તે પૂરું થયું. એક પળ માટે પણ આયુષ્ય કોઈને પાછું મળતું નથી.
આ પાણી જેવી વાત છે. પાણી મફતમાં મળે છે. માણસ ઢોળ્યાઢોળ કરે છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૯
૮૯ ઉપયોગી કે બિનઉપયોગી વગર મફતનું એટલું ઢોળી નાખે, એટલો વ્યય કરે. પણ પ્રાણ જાય એવી તરસ લાગી હોય અને પાણી મળતું ન હોય, એક ટીપું પાણી ન મળતું હોય તો એ પાણીની કિમત કેટલી ? માણસની જિંદગી જેટલી પાણીની કિમત થાય. કેટલી થાય ? માણસના જીવન જેટલી, જિંદગી જેટલી કિમત થાય, અમૃત જેટલી કિમત થાય. મરતો બચે તો પાણીને ત્યાં અમૃત કહેવાય. પણ આમ રોજ એટલું પાણી ઢોળી નાખે.
એમ આયુષ્ય પૂરું થાય તો એક પળ પણ ન મળે. પણ અહીંયાં કારણ વગર કલાકોના કલાકો બગાડે. અમથો-અમથો. કાં તો પારકી પંચાતમાં કાં તો જગતની પંચાતમાં આખા જગતનું ડહાપણ ડહોળ. આણે આવું નહોતું કરવું જોઈતું, આણે આવું નહોતું કરવું જોઈતું. “અમેરિકાએ આમ કરવું જોઈતું હતું, ફલાણાએ આમ કરવું જોઈતું હતું. આને આમ.. એના કરતાં પણ એને પોતાને વધારે બુદ્ધિ હોય એવી રીતે સમય વેડફે છે.
મુમુક્ષુ - આયુષ્ય..
પૂજ્ય ભાઈશ્રી - હા. એક એક સમય. કાળનો ઓછામાં ઓછો પરિમાણનો Unit જેને કહેવાય-એકમ એક સમય છે. એક એક સમય કરીને અનંત સમય પર્યત કાળનો પ્રવાહ ચાલે છે. એમાં એક સમય પણ આયુષ્ય વધારી ન શકાય. જે સમયે પૂરું થયું ત્યાંથી એક સમય ન વધારી શકાય. ગમે તેટલી કિંમત આપો એની.
મુમુક્ષુ :- શ્વાસોશ્વાસ...
પૂજ્ય ભાઈશ્રી :- કાંઈ લેવાદેવા નથી. આ તો અન્ય મતમાં એવી માન્યતા છે કે જે માણસ બહુ બોલે એનું આયુષ્ય ઘટી જાય. માટે માણસે મૌન પાળવું. એ લોકો મૌનવ્રત લે છે ને ? એ એટલા માટે. એટલું આયુષ્ય વધે એમ કહે છે. વર્ષો સુધી, મહિનાઓ સુધી, દિવસો સુધી, વર્ષો સુધી મૌન પાળે. એટલું આયુષ્ય, આપણું જીવન લંબાઈ જાય. ખોટી વાત છે. એક સમય ન વધે.
બીજું, શ્વાસોશ્વાસમાં એમ કહે છે કે, ભાઈ ! એક માણસને જેટલા શ્વાસોશ્વાસ લેવાના નક્કી થયા હોય એટલા શ્વાસોશ્વાસ લે. તો પછી આપણે શ્વાસને રોકી લઈએ. માનો કે એક Minute માં અઢાર વખત શ્વાસોશ્વાસ થતા હોય તો આપણે પવનને રોકી એને સોળ વખત કરીએ, પંદર વખત કરીએ, ચૌદ વખત કરીએ, Practice વધારીને આઠ વખત કરી નાખીએ તો પછી એટલા આઠ
Page #109
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩ શ્વાસ બચ્ય એટલું એનું આયુષ્ય વધે કે ન વધે ? એવી એક માન્યતા છે. એટલા શ્વાસોશ્વાસથી માણસ પવન રોકી શકે એટલું આયુષ્ય વધી જાય. એ ખોટી વાત છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- એટલે? મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- પૂરા કરવા પડ્યા ? પહેલા તો એક વાત છે કે પરમાણુની પર્યાયને કોઈ કાંઈ કરી શકે, શ્વાસોશ્વાસ વધારી શકે, શ્વાસોશ્વાસ ઘટાડી શકે, પવન પણ પરમાણુની પર્યાય છે, એને આત્મા સ્પર્શી શકે, એમાં આત્મા વધ-ઘટ કરી શકે એ કોઈ આત્માથી બની શકતું નથી. જિનેન્દ્ર પણ એમાં ફેરફાર કરી શકતા નથી. એટલે બે પદાર્થની ભિન્નતા જે જાણતા નથી એ બધા એવા ગપ્પા મારી દે છે. બે પદાર્થની ભિન્નતા છે. સંસારી આત્મા કે જિનેન્દ્રનો આત્મા હોય, કોઈ આત્મા એક શ્વાસને, એક શબ્દને, એક પરમાણને કોઈને કાંઈ કરી શકે એ વસ્તુસ્થિતિ નથી. પરમાણનું કાર્ય કરવા માટે આત્મા અયોગ્ય છે, લ્યો ! અશક્ય છે. એટલે આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું એ બધી વાતો ગપગપ્પામાં છે.
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી – એ બધી ગપગપા ઘણા આવે છે. વાણી ઉપર ભગવાનનું કોઈ લક્ષ નથી. ભગવાનનું વાણી ઉપર લક્ષ નથી. એ તો પોતે આત્મામાં ડૂબેલા છે. સર્વાશે એમના પરિણામ આત્મામાં લાગેલા છે, આત્મામાં ડૂબેલા છે. વાણી તો સ્વયં નીકળે છે ને સ્વયં બંધ થાય છે, સ્વયં નીકળે છે ને બંધ થાય છે. વળી શબ્દાત્મક વાણી પણ નીકળતી નથી. એમની વાણી ઢંકાર નાદ છે. એ ઉઠેકાર નીકળે છે. અનક્ષરી વાણી નીકળે છે. અક્ષરાત્મક વાણી જે છઘસ્થમાં મનુષ્ય બોલે એવી વાણી ભગવાનને હોતી નથી, એવી રીતે એ વાતચીત કરતા નથી.
ભગવાન ગંધકુટી ઉપર પાંચસો ધનુષ ઊંચે બિરાજે છે. સમવસરણમાં જે મધ્યમાં ગંધકુટી છે એના ઉપર, પાંચસો ધનુષ ઊંચી એ ગંધકુટી હોય છે, એના ઉપર પોતે બિરાજમાન હોય છે. અને ધર્મસભા છે એ પાંચસો ધનુષ નીચેથી એનું Ground શરૂ થાય છે. આમ તો જમીનથી પાંચસો ધનુષ ઊંચે સમવસરણ રચાય છે. એટલે ત્યાં Tractor લાવીને જમીન સરખી કરવી પડતી નથી. એક (વાત). એ સિવાય એ સમવસરણનું ધર્મસભાનું જે બેસવાનુ Level હોય છે, એનાથી પાંચસો ધનુષ ઊંચે ભગવાન બિરાજમાન હોય છે. એ જમીનથી તો એક હજાર ધનુષ ઊંચે
Page #110
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૯ હોય છે. પછી વાતચીત કરવાનો પ્રસંગ ક્યાંથી આવે? આપણે વાતચીત કરવી હોય તો નજીક બેસવું પડે. એવો કાંઈ વાતચીત કરવાનો ત્યાં પ્રસંગ હોતો નથી. ભગવાન કોઈની સામું જોતા નથી. કોઈની સાથે વ્યક્તિગત રીતે લક્ષ આપીને, ધ્યાન આપીને વાતચીત કરતા નથી. ગણધરદેવ સાથે પણ નહિ). બીજા તો નહિ પણ એમના ગણધરદેવ સાથે વાત નથી કરતા. હે ગૌતમ ! હું તને આમ કહું છું. એવી રીતે ગણધરદેવ સાથે એ વાત નથી કરતા. એ પ્રકારે જે શાસ્ત્રોની રચના છે એ રૂપક છે. ખરેખર એવી રીતે કોઈ પરિસ્થિતિ હોતી નથી.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ પણ એક શ્રેણી માંડીને જે મુનિરાજ કેવળજ્ઞાન પામે, જેવું કેવળજ્ઞાન પ્રગટ થાય એટલે એમનું જે દેહનું પુદ્ગલ છે એ જમીનનું આસન છોડીને આકાશની અંદર પાંચસો ધનુષ ઊંચે એટલે અરિહંત ભગવાન જે તીર્થકર ભગવાન છે એના સમકક્ષમાં આકાશની અંદર સમશ્રેણીએ બિરાજમાન થઈ જાય. અંતરીક્ષમાં. નીચે કાઈ આધારની જરૂર નથી. દેવો નીચે કમળની રચના કરે છે પણ એ કમળને અડતા નથી. એ તો ગંધકુટી ઉપર પણ કમળની રચના કરેલી હોય છે પણ એ કાંઈ એને અડતા નથી. એ તો અંતરીક્ષમાં એનાથી ઉપર બિરાજે છે, અડીને બેસતા નથી.
ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે” એનું મૂલ્ય આંકી ન શકાય એને અમૂલ્ય છે એમ કહે છે. તો પછી આખી આયુષ્યસ્થિતિ !”નું મૂલ્ય કેટલું? એમ કહે છે. આ જે સમય વેડફે છે એના માટે બહુ સારો પત્ર છે. જે પોતાના સમયને બરબાદ કરે છે.
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતા પણ વિશેષ હાનિકારક છે. એક પળનો પણ ખરાબ ઉપયોગ થાય તો તે કૌસ્તુભ મણિ નામનો એક અમૂલ્ય એવો મણિ થાય છે, એક રત્ન આવે છે એના કરતા પણ વિશેષ હાનિકારક છે. એક માણસનો મણિ ખોવાય જાય, રત્ન ખોવાય જાય અને એને નુકસાન થાય એના કરતા વધારે નુકસાન સમજવા જેવું છે, એમ કહેવું છે. અહીં તો થોડીક નાની-મોટી ચીજ ખોવાઈ જાય તો આખો દિવસ એની પાછળ ઉપયોગ જાય. સોય જેવી એક નાની ચીજ ખોવાય તો એની પાછળ ઉપયોગ રહ્યા કરે. આ ચીજ મળતી નથી, આ જડતી નથી. આ ચીજ ઘરમાં એક વાસણ ખોવાઈ જાય, નાની મોટી ચીજ ખોવાઈ જાય, એની પાછળને પાછળ પરિણામ લાગે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૨
રાજહૃદય ભાગ-૧૩ પણ આયુષ્ય ખોવે છે એની ચિંતા થતી નથી. વિચિત્ર વાત તો એ છે કે આયુષ્ય ખોવાતું જાય છે ને માણસ રાજી થતો જાય છે કે આજ તો મારો ૫૦મો જન્મદિવસ, હવે મારો પ૧મો જન્મદિવસ. ભાઈ ! તારા પ૧ ઓછા થયા. જેટલા ગણે છે એટલા ઓછા થયા, એટલા ગયા, ખોવાણા એટલા, નકામા ગયા. એમ છે.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. અનુકૂળતા વધે એટલે રાજી થાય, પાછી અનુકૂળતા ઘટે એટલે કરાજી થાય. ઉદય તો બેમાંથી એક તો આવવાનો જ છે. કાં અનુકૂળતાનો ઉદય આવશે એટલે અનુકૂળતાનો રસ ચડશે. પ્રતિકૂળતાનો ઉદય આવશે એટલે એનો ખેદનો રસ ચડી જશે. એક વખત રાગનો રસ ચડશે. એક વખત દ્વેષનો રસ ચડશે. બંને મોહના કારણે છે. અને જીવ દુર્ગતિમાં જવા લાયક કર્મને બાંધે છે. એવા કાળમાં જીવ દુર્ગતિમાં જાય એવા કર્મને બાંધે છે.
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેની સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ ? કેટલી હાનિ થવી જોઈએ ? એણે તો સાંઈઠ (૬૦) કૌસ્તુભ મણિ ખોયા. એક, બે નહિ પણ સાંઈઠ ખોયા. “એમ જ એક દિન, એક પક્ષ એટલે પંદર દિવસ. આ સુદી અને વદી બે પક્ષ હોય છે ને ? એક પક્ષ એટલે પંદર દિવસ, “એક માસ...” એટલે ૩૦ દિવસ. “એક વર્ષ” એટલે એવા બાર મહિના.
અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. ભારે હૃદય હશે તો નહિ આવે. શુક્લ એટલે ઉજળું, પવિત્ર, અશુક્લ એટલે મલિન, કાળું. શુક્લ એટલે સફેદ, અશુક્લ એટલે કાળું, મેલું. જેનું હૃદય ચોખ્યું હશે એને એ ખ્યાલ આવશે. કે અરે.રે. આ મનુષ્ય આયુ ગુમાવવા જેવું નથી. મનુષ્ય આયુ છે એ ખોવા જેવી ચીજ નથી. એનો સદુપયોગ જેટલો થાય એટલો પળેપળનો સદુપયોગ કરી લેવા જેવો છે. આવું શુક્લ હૃદયવાળાને સૂઝે છે. મલિન હૃદયવાળાને આ વાત સૂઝતી નથી, એમ કહેવું છે. ક્યાંની ક્યાં વાત લઈ ગયા ! સમયનું મૂલ્યાંકન કોણ કરી જાણે છે ? કે શુક્લ હૃદયવાળો જીવ કરી શકે છે, મલિન હૃદયવાળો જીવ કરી શકતો નથી.
૧૦૫ નંબરના પત્રમાં એમણે પાત્રતાના લક્ષણમાં એ વાત લીધી છે. પાત્રજીવ શુક્લ હૃદયવાળો કહો કે પાત્રજીવ કહો. છઠ્ઠો બોલ છે. મહાવીરના બોધને પાત્ર
Page #112
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૯
૯૩
કોણ ?” એ મથાળા નીચેનો પત્ર છે. આવું જેનું શુક્લ હૃદય હોય અને જે ઉપયોગથી...’ એટલે જાગૃતિપૂર્વક ‘એક પળ પણ ભરનાર,...' હોય. એક પળને પણ નકામી ગુમાવે નહિ, પ્રમાદે ગુમાવે નહિ, પોતાની આત્મજાગૃતિમાં રહીને ગુમાવે, પોતાની વિદ્યમાનતાના ભાનમાં રહીને એ પળ પસાર કરે ત્યારે એને ઉપયોગથી એક પળ પણ ભરનાર,...' એવો પાત્રતાવાળો જીવ કહેવામાં આવ્યો છે. એ જ વાતનો વિસ્તાર ૬૪૯ પત્રમાં કર્યો છે. ઉપયોગથી એક પળ પણ ભરનાર....’ એનો જ વિસ્તાર કરે છે ખરેખર તો. એ સૂત્ર જેવી વાત છે.
એ રીતે ‘આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે.' મનુષ્ય આયુ જેવું મનુષ્ય આયુ માત્ર દેહાર્યે વ્યતીત કરવામાં આવે છે. દેહાર્થે એટલે શરીરની અગવડ-સગવડ ખાતર. શરીરની અનુકૂળતા આપનારા કુટુંબીઓ ખાતર. લ્યો, ઠીક ! એકલા સાધનો નહિ. પોતાને અનુકૂળ રહે છે ને ? મારું કીધું કરે છે, હું કહું છું એમ કરે છે, મને અનુકૂળ વર્તે છે. મારે એના માટે ક૨વું જોઈએ. પોતાનો જે સમય છે એ દેહાર્થે વ્યતીત કરે છે. આત્માર્થે વ્યતીત કરવાને બદલે દેહાર્યે વ્યતીત કરે છે. તિર્યંચમાં અને મનુષ્યમાં શું ફેર ? આ ભૂંડ જે ઉકરડામાં આળોટે છે એ પણ એના પરિવા૨ માટે (બધું કરે છે). એને પણ ટોળું હોય છે. એને લઈ જાય કે ચાલ અહીંયાં નહિ, ઓલો ઉકરડો સારો છે. ત્યાં ચાલ એમ કરીને ત્યાં બધાને લઈ જાય. એ દેહાર્થે જે પ્રવૃત્તિ કરે છે અને અહીંયાં મનુષ્ય થઈને પછી ભલે બજારમાં જઈને પ્રવૃત્તિ કરે, કે જેને જે પ્રવૃત્તિનો યોગ હોય પ્રારબ્ધ કર્મ અનુસાર અને ત્યાં સમય વ્યતીત કરે. એનામાં અને આનામાં ફેર શું ?
મુમુક્ષુ – ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. ભરે પટારો છે એમને ? તો વધારે એ પટારામાં પૂરાય છે. એ પટારામાં વધારે પૂરાય છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- પણ એ પટારાને લઈને એ તિર્યંચમાં જવાના ભાવ કરે છે. કેવા ભાવ કરે છે ? તિર્યંચમાં જવાના ભાવ કરે છે.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :- જેમ જેમ પુણ્યયોગ વિશેષ હોય, તેમ તેમ સંયોગો પ્રત્યેનો રસ વિશેષ હોય એવો એક જીવનો સામાન્ય પ્રકાર છે. કોઈ વિશેષ જીવને બાદ
...
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૪
રાજહૃદય ભાગ-૧૩ કરીને. એવા હળુકર્મી વિશેષ જીવો હોય છે એ તો પુણ્યના યોગમાં પણ પરિણામ બગાડતા નથી. પણ સામાન્ય રીતે તો જેને પુણ્યયોગ વિશેષ, એના પરિણામ તીવ્ર રસવાળા થયા વગર રહેતા નથી. અને તે અધોગતિમાં જવાના ચોખે ચોખ્ખા કારણો છે. એમાં કોઈ બીજી શંકા કરવા જેવી જગ્યા નથી.
જેને સંયોગ છે એ છે એમાં ડૂબે છે. નથી એને નથી એમ કરીને એને લાવવા માટે જોર કરે છે. જુઓ ! કેવી ખરાબ પરિસ્થિતિ છે! જેને સંયોગનો અભાવ છે, પુણ્યયોગ નથી એને કેમ જલ્દી મેળવું, એને મેળવું, એને મેળવું. એની પાછળ મેળવવાની દોડ માંડે છે. જેને પ્રારબ્ધયોગે આવી ગયા એ એમાં રસ લઈને ડૂબી જાય છે. જીવ ત્યાંથી મુક્ત થઈ શકતો નથી અને પોતાના આયુષ્યના પૂરા સમયની હાનિ કરીને કેટલું મોટું અશ્રેય કરે છે એનો વિચાર શુક્લ હૃદય નહિ હોવાથી નથી થઈ શકતો. શુક્લ હૃદય હોય તો તરત થાય છે.
આમ તો આગળ પત્ર લખ્યો છે. ૬પ૩, પાનું-૪૮૮. “આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. આ સમય ન બગડે એટલા માટે (કહે છે. જેના તેના સાથે સંગ કરીને સમય બગાડે છે. તો કહે છે, આત્માને કલ્યાણ થાય એવું કારણ હોય, એવો એક જ સંગ કરવા જેવો છે, બીજો કોઈ સંગ કરવા જેવો નથી. એને સત્સંગ કહ્યો છે, બાકીનાને અસત્સંગ કહ્યો છે. “એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.'
વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. આમાં શું વિચાર આવે છે કે સામાન્ય રીતે સાધુપણું તો છઠા-સાતમા ગુણસ્થાને બાહ્ય ત્યાગરૂપ યોગ્ય છે. પણ કોઈ કોઈ જીવોને એવું છઠું-સાતમું ગુણસ્થાન પ્રાપ્ત ન થવા છતાં એ સાધુત્વ લે તો એને દોષ ખરો? આ વિચારણીય પ્રશ્ન છે. એક આત્મહેતુભૂત એવા સંગ સિવાય સર્વ સંગ...” ત્યાગવા માટે એણે એમ કર્યું હોય તો યોગ્ય છે. ત્યાગ પાછળ હેતુ શું છે ? ત્યાગનું મૂલ્ય ક્યારે ? કે એ ત્યાગનો હેતુ સ્પષ્ટ આત્મકલ્યાણ માટેનો હોય ત્યારે. નહિતર ત્યાગનું કોઈ મૂલ્ય નથી. એટલે એ પોતે. આમ તો લલ્લુજીને પત્ર લખ્યો છે. લલ્લુજી તો સાધુ હતા. પત્ર લલ્લુજી' ઉપરનો છે. એને એમ નથી કહ્યું કે તમે કપડા પહેરી લ્યો. આ સાધુપણું નથી માટે તમે હવે સંસારમાં જે રીતે લોકો રહે છે એવી જ રીતે વ્યવહારમાં આવી જાવ. સંસારના વ્યવહારમાં આવી જાવ એમ એમને ન રાખ્યું. અને ત્યાગી જીવનમાં રાખ્યા. એમ ન કહ્યું કે તમે સાધુપણું છોડી દ્યો. એને એમ કહ્યું કે તમારે જે બાહ્ય
Page #114
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૯
૯૫ ત્યાગ છે એ ત્યાગમાં તમે સમાજનો સંગ કરશો નહિ. એમની પાસે આવે છે એ તો ધર્મબુદ્ધિએ આવનારા જીવો છે. તોપણ અનેક માણસો જ્યારે પરિચયમાં આવે છે ત્યારે એ બધા માણસો આ કાળની અંદર ધર્મબુદ્ધિવાળા હોય એવું કાંઈ નથી.
જ્યાં માણસોની સંખ્યા ધર્મના ક્ષેત્રમાં પણ વધી જાય છે, એટલે સંપ્રદાય જ્યાં હોય છે ત્યાં કોઈ કોઈ જીવો ધર્મને પાત્ર હોય છે. બધા જીવો કાંઈ ધર્મને પાત્ર નથી હોતા. તો એમાં પણ સંગનો વિવેક કરવો કે આત્મહેતુભૂત સંગ હોય એટલો સંગ કરવો. બાકીનાનો સંગ ન કરવો). થઈ જાય સાધુ, કુટુંબ છોડે. એક કુટુંબ છોડે અને સેંકડો કુટુંબ સાથે સંબંધ રાખી લ્ય. આ ગામમાં અમે આટલાને ઓળખીએ, આ ગામમાં આટલા અમારાવાળા છે, આ ગામમાં આટલા અમારાવાળા છે, આ ગામમાં આટલા અમારાવાળા છે. એ બધું નવો સંસાર માંડવા જેવી વાત છે. એક સંસારનું ઘર બંધ કરીને બીજું સંસારનું ઘર ખોલ્યું. એક ભવમાંથી બીજા ભવમાં જાય છે એના જેવી વાત થઈ.
મુમુક્ષુ:--
પૂજ્ય ભાઈશ્રી - એ તો પછી તો શું છે કે એને અનુકૂળ કોણ રહે છે, એને માન કોણ આપે છે. એને અનુકુળ કોણ રહે છે. અને એના પ્રત્યે એને લાગણી રહે છે. એ સંસારીજીવ જેવી રીતે રાગ-દ્વેષ કરે છે એવી જ રીતે એને રાગ-દ્વેષ થાય છે. ગુણસ્થાન તો હજી પહેલું જ છે. ભલે બાહ્ય ત્યાગ કર્યો છે પણ ગુણસ્થાન તો પહેલું જ છે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- પ્રયોજન તો સુખનું છે. સમજણ કે વગર સમજણથી પ્રયોજન તો સુખનું છે.
આમાં પ્રશ્ન શું છે કે દ્રવ્યસંયમ છે એ ઉપદેશ્યો છે પણ સહેતુકપણે ઉપદેશ્યો છે, એમ લખ્યું. “શ્રી જિને ઉપદેશ્ય છે.' તો જિનેન્દ્ર ભગવાને જે દ્રવ્યસંયમ ઉપદેશ્યો છે એની પાછળ હેતુ એ છે કે તું સંગ છોડીને આત્મહેતુભૂત સંગ, બીજો સંગ છોડીને, અસત્સંગ છોડીને, આત્મહેતુભૂત સંગ કર. તો તારી નિવૃત્તિ ... નહિતર તે દ્રવ્યસંયમ લઈને સંસારના કાર્યો કરવા) યોગ્ય નથી. આ પ્રશ્ન જરા થાય છે. કેમકે ત્યાગ કરે એટલે દેખાવ બદલે. પોતે એમ માને છે કે મારામાં ગુણ કેટલા પ્રગટ્યા ? ભલે મેં ત્યાગ કર્યો. પણ ગુણ પ્રગટ્યા છે કે નહિ ? તો મારો ત્યાગ. કોઈપણ મૂલ્ય આંકે છે એ ઠીક કહેવાય. નહિતર એ બરાબર નથી. ગુણ ન
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૬
રાજહૃદય ભાગ-૧૩
પ્રગટ્યા હોય તો એ ત્યાગ બરાબર નથી. એવું જ જ્ઞાનમાં છે. જ્ઞાન ગમે તેટલું હોય પણ ગુણ ન પ્રગટ્યા હોય તો એ જ્ઞાન ગુણ પ્રગટવા માટેનું છે, (જો) ગુણ ન પ્રગટ્યા હોય તો એ જ્ઞાન નથી, ત્યાગ તે ત્યાગ નથી.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– એ તો બહુ આત્માર્થે નીકળેલા હતા.
=
...
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :- એ તો મુનિપણામાં રહ્યા. પોતાનું સમજેલું, માનેલું. અને ત્યારપછી ફેરફાર કરીને રહ્યા, તોપણ એમણે ક્યાંય લગવાડ રાખ્યો નથી. સગાસંબંધી સાથે તો નહિ પણ મુમુક્ષુઓ સાથે પણ નહિ. કાંઈક એમને થોડો ઘણો ભાવ આવે તો પાત્રજીવ પ્રત્યે આવે છે. જ્ઞાનીપુરુષને, સત્પુરુષને કાંઈક થોડો રાગભાવ જેને કહીએ તો એને પાત્રજીવ પ્રત્યે થોડી લાગણી થાય છે. આ જીવ આત્મહિત કરે એવી એની યોગ્યતા દેખાય છે, એવી પાત્રતા દેખાય છે. એના પ્રત્યે એમને વિશેષ કરુણાદૃષ્ટિ રહે, વિશેષ કૃપાદૃષ્ટિ રહે છે. બાકી કોઈની સાથે લેવા કે દેવા. કાંઈ નહિ.
...
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– કાંઈ નહિ. લગવાડ જ ન હોય ને. એ વિશેષતા... મુમુક્ષુ :- .
...
પૂજ્ય ભાઈશ્રી :- હોય, પાત્ર જીવ હોય.
સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે,...' જેટલા હયાતી ધરાવનારા જીવો છે, સત્ત્વ એટલે ... ‘સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુ...' જંતુ માત્રને સુખ અને આનંદ નિરંતર પ્રિય છે, છતાં દુઃખ...’ ભોગવે છે. આનંદ તો નથી ભોગવતા પણ દુ:ખ ભોગવે છે. અને માનેલો આનંદ, કૃત્રિમ આનંદ. જે આનંદ છે એ અહીંયાં કૃત્રિમ આનંદ ભોગવે છે. એનું શું કારણ હોવું જોઈએ ? ખરેખર તો એને સુખ અને નિરાકુળ આનંદ પ્રિય છે. છતાં દુઃખ અને આકુળતામય આનંદ ભોગવે છે એનું કારણ શું હોવું જોઈએ ? એટલું અપેક્ષિત લેવું અહીં. અથવા પરમાર્થે લઈએ તો એકાંતે દુઃખને ભોગવે છે. એનું શું કા૨ણ હોવું જોઈએ ? આ વિચાર કરવો જોઈએ.
અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ.’ આ એનો ઉત્તર છે. શા કા૨ણે તે દુઃખ ભોગવે છે ? કે સુખ સંબંધીનું અજ્ઞાન, આનંદ સંબંધીનું અજ્ઞાન. અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ.’ સમયનો જે હીન ઉપયોગ કરે છે
...
Page #116
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૪૯
એ દુઃખનું કારણ છે. એ પોતે એક અપરાધ છે એમ કહે છે. ઠીક ! સમયનો હીન ઉપયોગ થવો, આત્મકલ્યાણ ન થાય એ પ્રમાણે સમયનો ઉપયોગ થવો તે હીન ઉપયોગ છે. કેમકે પરિણામ વગ૨નો તો જીવ નથી. ક્યારેય કોઈ જીવ એક સમય પણ પરિણામ વગ૨નો નથી. તો પછી એના પરિણામ કેવા થાય છે ? આ એક પ્રશ્ન વિચારવા જેવો છે. કોઈ સમય ખાલી નથી. પાછા કોઈ પરિણામ નિષ્ફળ નથી. એવું એક પણ પરિણામ નથી કે ક્યારેય પણ નિષ્ફળ હોય. તો જો જીવ આત્મકલ્યાણ માટે સમય વ્યતીત ન કરે તો અવશ્ય એનો સમય આત્માના અકલ્યાણ માટે જાય છે. આ સીધે સીધી વાત છે. બે જ રસ્તા છે. બે જ દિશા છે-એક આત્મકલ્યાણની, એક આત્માના અકલ્યાણની. એટલે અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ.’ એના કારણે જીવ દુઃખને ભોગવે છે. એ અપરાધ છે, અપરાધનું ફળ દુઃખ છે.
હીન ઉપયોગ થતો અટકાવવાને પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ....’ અને તેથી હીન ઉપયોગ સમયનો થાય છે તે ન થાય અને સદુપયોગ થાય એવા પ્રકા૨ની ઇચ્છા બધા પ્રાણીને હોવી જોઈએ, પ્રત્યેક પ્રાણીને હોવી જોઈએ. પોતાના સુખ માટે, સુખની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરે, એના માટે પ્રયત્ન કરે એવી ઇચ્છા હોવી જોઈએ. પરંતુ કયા સાધન વડે ?” કરશે. એમ કરીને પત્ર અધુરો મૂકી દીધો છે. પણ કયા સાધનથી ક૨શે ? આ પણ એક જીવને મૂંઝવણનો પ્રશ્ન છે. એવું કર્યું સાધન છે કે જેના વડે એ પોતાના સમયનો હીન ઉપયોગ થતો અટકાવી શકે ? નિમિત્તાધીન જે પરિણામ છે, જ્યાં સુધી અંતર્મુખ પરિણામ નથી થયાં ત્યાં સુધી નિમિત્તાધીન પરિણામ છે. અને એ નિમિત્તાધીન પરિણામમાં સત્સંગ અને સત્શાસ્ત્ર એ બંને એક એવા આધાર છે કે જે જીવને આત્મકલ્યાણ પ્રત્યે દોરી જવામાં નિમિત્ત બની શકે એવા છે. એ સિવાય બાકીના જે કોઈ નિમિત્તો છે, એ નિમિત્તો એને હીન ઉપયોગમાં લઈ જશે, સમયનો હીન ઉપયોગ થશે. એનાથી સમયનો કોઈ સારો ઉપયોગ નહિ થાય. એ કયા સાધન વડે ? અહીં બાહ્ય સાધનમાં આ બે વિષય લીધા. સત્સંગ અને સત્શાસ્ત્ર.
62
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :- નહિતર પછી શું થાય ? જગ્યા પણ શું છે ? આ સિવાય બીજી શું જગ્યા છે ? બીજી કોઈ જગ્યા છે નહિ. બાકી બધો અસત્સંગ છે.
...
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– હા. ... ચોક્કસ વાત છે. ૬૪૯ (પત્ર) પૂરો થયો.
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૮
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૫૦
મુંબઈ, આસો, ૧૯૫૧ અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે.
૬૫૦મો ૨૮મા વર્ષનો છેલ્લો પત્ર છે. એ પણ કયા મુમુક્ષુ ઉપર છે એ નથી મળતું. “અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે? જુઓ ! અંતર્મુખ દૃષ્ટિ થઈ છે એટલે કે જ્ઞાનદશામાં જે પુરુષો, જે આત્માઓ આવ્યા, પુરુષો નામ જે આત્માઓ જ્ઞાનદશામાં આવ્યા તે પુરુષોને પણ સતત (આત્મ)જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે” આત્મજાગૃતિમાં જીવે રહેવું. એણે ગતમાં રહેવું નહિ. સમ્યગ્દર્શન થયું માટે હવે મને વાંધો નથી, એવું કોઈ સમ્યગ્દષ્ટિને હોતું નથી. એના બદલે વચનામૃતમાં પૂજ્ય બહેનશ્રીએ તો બીજી વાત લીધી છે કે જેમ ચક્રવર્તીને ચક્ર એના આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. એ એક શસ્ત્ર છે. એટલે ચક્રવર્તી પછી નિરાંત કરીને બેસી રહેતો નથી. જેવા એને ખબર મળે છે કે આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થઈ. જન્મ્યો ત્યારથી એને ખબર તો છે કે હું ચક્રવર્તીની પદવીધારી જીવ છું પણ એ પુણ્યનો ઉદય થાય ત્યારે આયુધશાળામાં એ બધા અશ્વ છે, ચક્ર છે એ બધા ઉત્પન્ન થાય છે. તરત જ એના પુણ્યયોગે એવા જ વિકલ્પ આવે. જ્ઞાની હોય તોપણ. ભરત ચક્રવર્તીને ...ચાલો છ ખંડ સાધવા નીકળો. ચક્ર આવી ગયું એટલે છ ખંડ સાધવા નીકળ્યા.
એમ જેને સમ્યગ્દર્શન પ્રગટ થયું, એ પણ એક સુદર્શન ચક્ર છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૫૦ સમ્યગ્દર્શન એ વિભાવોને કાપવાનું સુદર્શન ચક્ર છે, જેને ઉત્પન્ન થયું એનો પુરુષાર્થ કદી થંભતો નથી. એ નિરાંત વાળીને બેસતા નથી. જે પૂર્ણતાને લક્ષે એણે શરૂઆત કરી છે એ પૂર્ણતા સાધવા માટે આગળ વધતા જાય છે. એને એક વધુ સાધન મળ્યું. અંતરંગ સાધન. સમ્યગ્દર્શન રૂપી અંતરંગ સાધન મળ્યું. એનાથી એ પુરુષાર્થને વધારે ઉગ્ર સ્થિતિમાં આવવાને યોગ્ય થયા, એ પુરુષાર્થથી વધતા વધતા એ પૂર્ણતાને સાધી લ્ય છે.
મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- અખંડ દશા. છ ખંડ નહિ આ તો અખંડ દશા સાધવા નીકળ્યા છે. છ ખંડ સાધતા નથી, અખંડપણું સાધે છે.
ઉપદેશાત્મક રીતે વીતરાગદેવના ઉપદેશમાં અંતર્મુખદૃષ્ટિ જે પુરુષોની થઈ છે એવા પુરુષોને પણ એવી ભલામણ કરી છે કે તમે સ્વરૂપની જાગૃતિમાં રહેજો. સ્વરૂપ જાગૃતિ એ તમારા પરિણમનનો મુખ્ય દોર હોવો જોઈએ. એ દોર છોડવાની ક્યાંય વાત છે જ નહિ.
કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે....” આજુબાજુ જે સંયોગો છે, એનો ઘેરાવો છે એ કયા પદાર્થો છે ? કે જેના નિમિત્તે આ જીવ અધ્યાસિત થયો છે એવા જ પદાર્થો તેના તે જ રહ્યા છે. જ્ઞાન થયું પણ પદાર્થ, સંયોગ તો જે હતા એ તો તેના તે જ રહ્યા, શરીર તેનું તે રહ્યું, બીજા સંયોગો પણ તેના તે રહી ગયા. કે જેના આશ્રયે પોતે અધ્યાસ કર્યો છે, પોતાના આત્માને ભૂલ્યો છે. એના એ પદાર્થો છે માટે ચેતીને ચાલજે.
જુઓ ! વિશેષતા તો શું છે ? કે કોઈ સર્વસંગપરિત્યાગ કરીને સાતમા ગુણસ્થાનમાં, છઠા-સાતમા ગુણસ્થાનમાં વિચરે છે એવા જે ઉત્કૃષ્ટ સાધક, એને સાધુ કહેવામાં આવે છે. ઉત્કૃષ્ટ સાધકપણું હોવાથી જેને સાધુ કહેવામાં આવે છે. એ તો વિશેષ જાગૃતિમાં રહે છે. એટલે એને જે સમિતિ-ગુપ્તિનો વ્યવહાર છે, મનવચન-કાયાની ગુપ્તિ અને પાંચ સમિતિમાં જે પ્રક્રિયા છે, પોતાની મર્યાદિત પ્રક્રિયા છે. કેટલી? એકદમ મર્યાદામાં આવી ગયા છે. હાલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું. બધામાં મર્યાદા એકદમ કરી નાખી છે. એટલો સંક્ષેપ કર્યા છતાં પણ એ વ્યવહારમાં જાગૃતિ બહુ જોઈએ. વિચારવા યોગ્ય વિષય એ છે કે જાગૃતિ બહુ જોઈએ. ઇર્યાસમિતિથી ચાલે છે તો ચાર હાથ નીચું જોઈને ચાલવું. એવું શા માટે ?
એક તો એમનું ગમન-આગમન બહુ મર્યાદિત છે. એ તો પંચમ ગુણસ્થાનથી
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
રાજહૃદય ભાગ-૧૩
મર્યાદામાં આવતા ગયા છે. ક્ષુલ્લક, એલક થાય છે ત્યારથી. પછી જે સાધુદશામાં છે એ સાધુદશામાં ચાલે તોપણ કેટલી જાગૃતિપૂર્વક એક એક ડગલું ભરે છે ! કેટલી જાગૃતિ છે ! એવું નથી કે વધારે શુદ્ધિ થઈ ગઈ છે, ઘણું સાધ્યું છે, ઘણું પ્રાપ્ત કરી લીધું છે, ઘણા આગળ વધી ગયા છે માટે હવે વાંધો નથી, એમ નથી. વિશેષ વિશેષ જાગૃતિ શા માટે રાખે છે ? કે એવો શ્રી વીતરાગનો ઉપદેશ છે. વીતરાગદેવનો, જિનેશ્વરદેવનો એવો જ ઉપદેશ છે.
અહીં તો એના ઉપરથી મુમુક્ષુ ઉપર લઈ જવું છે. અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે,..' ચોથા ગુણસ્થાને. અને તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે.' દૃષ્ટિ પલટી જાય એમ કહે છે. જે પદાર્થો સુખરહિત છે એમાં જો સુખનો આભાસ થાય તો દૃષ્ટિ ઊલટી થઈ જાય. જે સુલટી થઈ છે એ ઉલટી થઈ જાય. કોઈ પદાર્થ સુખરૂપ નથી, કોઈમાં સુખનું નામનિશાન કે સુખની ગંધ નથી. જો એમાં સુખનો આભાસ થાય તો દૃષ્ટિ આખી ફરી જાય. ઉલટી થઈ જાય, વિપરીત થઈ જાય.
અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે... હોં ! જ્ઞાન ન લીધું, ચારિત્ર ન લીધું. ચારિત્ર ન લીધું. દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે.’ કોને ? જેની સમ્યગ્દષ્ટિ થઈ છે, અંતર્મુખ ષ્ટિ થઈ છે એટલે જેની સમ્યગ્દષ્ટિ થઈ છે એવા જીવે પણ બાહ્ય પદાર્થો સાથેના ચારિત્રમોહના પરિણામના કાળે, તેવા વ્યવહારના કાળે દૃષ્ટિ આકર્ષાય નહિ એવો ભય રાખવા જેવો છે. કેવી વાત કરી છે ! આ જ્ઞાનીઓને ઉપદેશ છે. જ્ઞાનીઓને પણ જો આવો ઉપદેશ આપવામાં આવે છે એટલે કે આવી ભૂમિકામાં પણ આ પ્રકારે ભલામણ ઘટે છે.’ અને એમ છે, એવી વસ્તુસ્થિતિ પણ છે પાછી.
તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે...’ એક એક પત્રની અંદર કેવી વાતો કરી છે ! કયાંથી વાત શરૂ કરે છે ! એમની શૈલી જુઓ ! જ્ઞાનીઓના ઉપદેશથી મુમુક્ષુની ભૂમિકા ઉપર વાતને લઈ આવ્યા છે પાછી. મુમુક્ષુ તો કહેવાય બધા મુમુક્ષુ, પણ જાગૃતિ રાખે ત્યાં મુમુક્ષુતા છે. જેને જાગૃતિનો અંશ નથી એ તો ખરેખર મુમુક્ષુ જ નથી. નામધારી છે. જેમ જૈનકુળમાં જન્મે એટલે જૈન. એમ આપણે ‘સોનગઢ’ આવે એ બધા મુમુક્ષુ. પણ જાગૃતિનો અંશ નથી તે મુમુક્ષુ નથી. હવે જેને જાગૃતિનો અંશ છે એમાં ... એમાં એક સરખી જાગૃતિ બધાને હોય
Page #120
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૫૦
૧૦૧
એવું (નથી). પણ સતત જાગૃતિ રાખવાનું મુમુક્ષુને કહેવામાં આવ્યું છે. જેટલી જાગૃતિ ઓછી એટલી મુમુક્ષુતાની હાનિ છે અથવા એટલી મુમુક્ષુતાની ક્ષતિ છે એમ સમજવા યોગ્ય છે. શું કહે છે ?
જ્ઞાનીને પણ અનંત કાળથી જેના અધ્યાસમાં પોતે રહ્યા છે એ જ પદાર્થોનો સંગ છે. અને એને એ ભય રાખવો જરૂરી છે કે કદાચ દૃષ્ટિને જો આકર્ષણ થશે ને દૃષ્ટિ એટલે શ્રદ્ધા અહીંયાં લેવી. ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ નહિ. કોઈપણ ઇન્દ્રિયનો વિષય હોય અને એ પ્રત્યે સુખાભાસથી જો પિરણામ જાય તો ચારિત્રમોહની સાથે સાથે દર્શનમોહની ઉત્પત્તિ થઈ જાય. જે દર્શનમોહ અંતર્મુખ દૃષ્ટિ કરતા અભાવ થયો છે તે દર્શનમોહ ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને હજી સત્તામાં રહ્યો છે. હજી કાંઈ સાવ ચાલ્યો ગયો નથી. અરે..! વેદનીનો તો ઉદય છે, સમકિત વેદનીનો તો ઉદય પણ વર્તે છે. પણ એ ઘાત નથી કરતી એટલું જ છે. બાકી તો સકિત વેદનીનો ઉદય તો ત્યાં છે. એને તો સીધો દર્શનમોહ છે. બાકીની પ્રકૃતિઓ જે ઉપશમેલી છે એ સીધી બહાર આવી જશે. એ પોતે ભાવદર્શનમોહ રૂપે પરિણમી જશે. એ પડી જશે. એટલે જ્ઞાનીને પણ આવી ભૂમિકા...' એટલે જ્ઞાનદશાની ભૂમિકામાં પણ આ પ્રકારે વીતરાગદેવે ભલામણ કરી છે કે તું ચેતીને ચાલજે, જાગૃતિમાં રહેજે, કાંય પણ ભૂલ કરતો નહિ. એમ છે...' જો આવી દશાવાળાને પણ ઉપદેશ આપ્યો છે એમ છે.
તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય,...' જોકે એમ કહેવામાં આવ્યું છે. પણ વગ૨ કીધે એ સમજવા જેવી વાત આપોઆપ થઈ જાય છે. જેની પાસે વધારે સંપત્તિ છે એને થોડા પૈસા વેડફાય તો એને કાંઈ દેખાશે નહિ. પણ જેની પાસે મૂડી નથી એને સામાન્ય બહુ અલ્પ મૂડી છે એની એ વેડફાઈ જાય તો એને તો રોટલાના સાસા પડી જાય. એના જેવું છે.
મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે...' હવે એ જાગૃતિ કેવી રીતે રાખવી ? કે મુમુક્ષુ જીવે જે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પાર્થ..’ જેનાથી સુખનો આભાસ થાય છે, જેને આપણે અનુકૂળ પદાર્થો કહીએ છીએ. આમાં દરેકની કલ્પના જુદી જુદી છે. જેને અનુકૂળતા કહેવામાં આવે છે. પરઅધ્યાસ થવા યોગ્ય પદાદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે.’
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
રાજહૃદય ભાગ-૧૩ પદાર્થનો ત્યાગ કરવાની વાત કરી. શા માટે ? અધ્યાસનો ત્યાગ કરવા માટે, અધ્યાસનો ત્યાગ કરવા માટે તે તે પદાર્થનો ત્યાગ કરવો. ભલે પૂર્વ પુણ્યથી એને ઉપલબ્ધ હોય તોપણ એણે એ અધ્યાસનો ત્યાગ કરવા માટે તે તે પદાર્થનો ત્યાગ કરવો ઘટે. એમાં કાંઈ વાંધો નથી. એટલા માટે આ જે ૬૫૩ પત્રનો આધાર લીધો... જે દ્રવ્ય તો તે શું કરવા ? કે એક તો સંગ છોડવા માટે. તે તે જીવોનો, તે તે પદાર્થોનો. શા માટે ? કે આત્મકલ્યાણ માટે, અધ્યાસ છોડવા માટે.
જે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય. જે પદાર્થો છે. જેનાથી પોતાને અધ્યાસ થાય એટલે સુખબુદ્ધિ લાગે, સારું લાગે, અનુકૂળ લાગે, પ્રતિકૂળ લાગે એવું કાંઈપણ થાતું હોય ત્યારે તે તે પદાર્થનો ત્યાગ કરવા યોગ્ય છે. એને અવશ્ય કરવો ઘટે છે. એ પદાર્થનો ... આ ચીજ ભાવે છે, મારે પ્રયોજન - કેમ ? કે સુખબુદ્ધિ થાય, એમાં ઠીક લાગે, ભાવતું થાય. આ તો ચાહીને બનાવડાવે. ભાઈ મને ભાવે છે એ બનાવજો, એમ કહે. અહીં બીજી વાત છે. મુમુક્ષને એ પ્રકાર હોતો નથી. જે પ્રિય ચીજ છે એનાથી એ દૂર રહેવા ચાહે છે. પ્રયોગ કરે છે. અધ્યાસ મટાડવાનો એ ત્યાગ દ્વારા પ્રયોગ કરે છે. અધ્યાસ મટાડવો છે, આત્મજાગૃતિમાં એને રહેવું છે એટલા માટે એ કરે છે.
મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી :- હા. આત્મા ભાવતો નથી એટલે પરચીજ એને ભાવે છે. જાગૃતિ રહેશે નહિ, એકાકાર થઈ જશે. જાગૃતિ નહિ રહે.
જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે. આરંભ પરિગ્રહનો ત્યાગ મુમુક્ષુને છોડાવ્યો છે ને ? મુમુક્ષુની ભૂમિકામાં ઓછામાં ઓછો આરંભ કરજે. ઓછામાં ઓછો પરિગ્રહ રાખજે એમ કહ્યું. શા માટે કહ્યું? કે તું અધ્યાસિત થઈ જઈશ. હું આ વાળો, આવા વાળો, આના વાળો... આના વાળો... આના વાળો... એ અધ્યાસ થઈ જશે.
આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતું. હોવાથી...” જેને અંતર્મુખ વૃત્તિ કરવી છે એને એ ત્યાગ કરવો તે એક પ્રયોગ છે. અંતર્મુખ વૃત્તિ કરવા માટેનું કારણ છે. હેતુ એટલે કારણ છે. એમ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે. જિનદેવે એ ત્યાગનો ઉપદેશ દેવા પાછળ આવું પ્રયોજન રાખીને ઉપદેશ્યો છે. અને તે પ્રયોજનની સિદ્ધિ અર્થે તે ત્યાગ કર્તવ્ય છે, એમ કીધું. ત્યાગને, મુમુક્ષુતાને, પ્રયોગને કેવી રીતનો સંબંધ છે ? (એ આ પત્રમાં સ્પષ્ટ થાય છે, અહીં સુધી રાખીએ....
Page #122
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૧
૧૦૩
તા. ૧૯--૧૯૯૧, પત્રાંક – ૬૫૧ થી ૬પપ
પ્રવચન ન. ૨૯૪
પ્રશ્નો પૂછયા છે. ૬૪પમાં. સમજ્યા તે શમાઈ ગયા અને સમજ્યા તે સમાઈ રહ્યા. સમજ્યા તે સમાઈ ગયા. એમાં આત્મામાં ઉપયોગ, સ્વરૂપમાં સમાઈ રહ્યો. સમજ્યા તે શમાઈ ગયા એટલે સહેજે સહેજે ઠરી ગયા. સમજીને શમાઈ ગયા. જે અન્ય પદાર્થને સમજ્યા કે આમાં કાંઈ સાર નથી. આત્માને સારપણું નથી-સુખપણું નથી. તેથી તે અધ્યાસ છૂટી ગયો. આત્માપણું માન્યું હતું તે છૂટી ગયું. એ સમજીને સમાઈ ગયા. એમ અન્ય પદાર્થને એટલે ત્યાં સમજીને સ્વસ્વરૂપમાં સ્થિર થયા. એ રીતે બંનેનો પરમાર્થ એક છે. કથનવિવક્ષા અસ્તિ અને નાસ્તિથી ભેદને પામેલી છે પણ બંનેનો પરમાર્થ એક છે.
એ બંને વાક્યના અર્થનો પછી વિસ્તાર કર્યો છે. જો પોતાના સ્વરૂપને સમજીને એકાગ્ર થાય તો પરિભ્રમણની નિવૃત્તિ થાય. આવો પરમાર્થ સદ્દગુરુની આજ્ઞા વિના કોઈ જીવે જાણ્યો નથી. કોઈ જીવ જાણી શકે નહિ એવું એક એનું રહસ્ય છે. તેથી તે જાણવા માટે અસત્સંગને છોડવો, સ્વચ્છંદને છોડવો, પોતાના હિત-અહિત સંબંધીનો અવિવેક છે તે અવિચારને છોડવો, એને અટકાવવો, સમજીને સ્વરૂપમાં એકાગ્રતા કરવી. એ અનંત જ્ઞાનીઓએ સંમત કરેલો માર્ગ છે. એનો સંક્ષેપ છે ૬ પ૧ પત્રમાં.
મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ ઓછી થઈ જાય છે. ત્યાં સુધી સત્સમાગથી જે લાભ થવો જોઈએ એ લાભ નથી થતો, વંચિત રહી જાય છે. એટલે મુખ્યતા કોને આપવી ? Priority કોને આપવી એ તો બહુ શરૂઆતથી જ નક્કી કરવા જેવો વિષય છે. કેમકે બે જ Priority છે. એક First અને એક Last અનાદિથી સંયોગની મુખ્યતા First priority માં રહી છે. આત્મહિત છે એ છેલ્લી કક્ષાએ રહ્યું છે. એના બદલે સર્વપ્રથમ અગ્રતા આપવી તો જ આખો સંસાર ગૌણ થાય. જેને આખો સંસાર ગૌણ થાય તેને જ સંસારનો અભાવ થાય. જે સંસારને ગૌણ પણ ન કરી શકે એને અભાવ થવાનો તો અવસર આવે જ નહિ. એ વાત સ્પષ્ટ છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
રાજહંય ભાગ-૧૩
પત્રાંક-૬૫ર
મુંબઈ, કારતક સુદ ૩, સોમ, ૧૯૫૨ શ્રી વેદાંતે નિરૂપણ કરેલા એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવાં સમ્યગ્દષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથા રૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહેમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ.
૬પર મો “લલ્લુજી ઉપરનો પત્ર છે. શ્રી વેદાંતે નિરૂપણ કરેલા એવાં મુમક્ષ જીવનાં લક્ષણ તથા શ્રી જિને નિરૂપણ કરેલાં એવા સમ્યગ્દષ્ટિ જીવનાં લક્ષણ સાંભળવા યોગ્ય છે; (તથારૂપ યોગ ન હોય તો વાંચવા યોગ્ય છે) વિશેષપણે મનન કરવા યોગ્ય છે; આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. મુમુક્ષુના લક્ષણ વેદાંતમાં કહ્યા છે. આ યોગવાશિષ્ઠ . એમાં પ્રકરણ છે. વૈરાગ્ય પ્રકરણ, ઉપશમ પ્રકરણ, મુમુક્ષતાનું પ્રકરણ. એ વાંચવા જેવા છે. અને જિનાગમમાં જે સમ્યગ્દષ્ટિ પુરુષોના લક્ષણ કહ્યા છે એ પણ વાંચવા અને સાંભળવા યોગ્ય છે. સાંભળવા યોગ્ય છે એમાં પ્રત્યક્ષ જ્ઞાનીથી સાંભળવા યોગ્ય છે. તેવો યોગ ન હોય તો તે ગ્રંથમાંથી વાંચવા યોગ્ય છે.
વિશેષપણે મનન કરવા યોગ્ય છે. એટલે ઉપર ઉપરથી નહિ પણ પોતાના ભાવનો આવિર્ભાવ થાય તે પ્રકારે વિશેષપણે મનન કરવા યોગ્ય છે. અને આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. એટલે એવા મુમુક્ષ અથવા પાત્રતા થવા યોગ્ય છે. વાંચવું કે શ્રવણ કરવું એનો હેતુ એવું પરિણામીપણું-એવું પરિણમન આવવું. એ હેતુથી તે શ્રવણ અને વાંચન કરવા યોગ્ય છે. એનું ફળ પણ આત્મામાં આવે એટલે પાત્રતા થાય એ થવા યોગ્ય છે. ખાલી વાંચવું, સાંભળવું ન લેવું, ખાલી મનન ન લેવું. પણ પરિણામી કરવું. આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. કેમકે પાત્રતા વિના, યોગ્યતા વિના એ જ્ઞાનપ્રાપ્તિ નહિ થાય.
પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને...” એટલે એવું કાર્ય કરવા, પરિણામી
Page #124
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૨
૧૦૫
કરવા માટે પોતાનું ક્ષયોપશમબળ, જ્ઞાનનો ક્ષયોપશમ અને વીર્યનો ક્ષયોપશમ-એ બે ક્ષોપશમ મુમુક્ષુદશામાં કામ કરે છે. એ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને...' માટે. ૫૨૫દાર્થમાં અહંપણું થાય છે, મમત્વ થાય છે એની પાસે પોતાનો પરાભવ થાય છે એના બદલે તે પરિણામનો પરાભવ થવો જોઈએ, પોતાનો વિજય થવો જોઈએ. એવું થવાને માટે નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું;...' પોતે હારી જાય છે એની ખામીને જોવી. હું કેમ હારી જાઉં છું ? મારો કેમ પરાભવ થાય છે ? કેમ મને ૫૨૫દાર્થમાં મમતા ઉપજે છે ? મારાપણું કેમ ભાસે છે ? લાગે છે ? એવી પોતાની ખામીને જોવી. પોતાનું ન્યૂનપણું દેખવું,...’
વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે.’ તેમ કોઈ પણ બીજા જીવોનો પ્રસંગ રહેતો હોય તો એનો સંક્ષેપ કરવો, ઓછો કરી નાખવો. પિરચય બહુ વધારવો નહિ. ‘લલ્લુજી” સાધુદશામાં સ્થાનકવાસીના સંપ્રદાયમાં ત્યાગી દશામાં રહેતા હતા. ત્યાગી દશામાં આજે પરિસ્થિતિ એ છે કે ઘણો પિરચય વધી જાય છે. સમાજ સાથેનો પરિચય ઘણો વધી જાય છે. એ પરિચય સંક્ષેપ કરવા યોગ્ય છે. વિશેષ સંગ, પ્રસંગ છે એ સંક્ષેપવો જોઈએ, ઓછો કરવો જોઈએ. આત્મહિતમાં સમય લાગે અને એ સિવાયનો સમય બરબાદ ન થાય, બગડે નહિ એની કાળજી લેવા જેવી છે. સત્સંગને ઘટાડવો એમ નથી કહેતા પણ બીજો સત્સંગ સિવાયનો કોઈ સંગ રહેતો હોય તો તે સંગ-પ્રસંગ ઘટાડવો જોઈએ, એમ કહેવું છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- એ લોકોએ જે મુમુક્ષુનું પ્રક૨ણ લખ્યું છે એમાં વૈરાગ્ય ઉપશમ સમ્યગ્દષ્ટિને હોય એવી પદ્ધતિથી લખ્યું છે. વૈરાગ્ય લાવવો તો જ્ઞાતા-દૃષ્ટા રહીને સાક્ષી ભાવે વૈરાગી થવું. એવી બધી વાતો લખી છે. મળતી-ભળતી. આમ તો આમાંથી લીધી છે ને ? એ લોકોએ વાતો તો બધી જિનવાણીમાંથી લીધી છે. એટલે ભળતી વાતો છે.
ખાસ કરીને જે વૈરાગ્ય પ્રકરણ છે એ ‘રામચંદ્રજી’ના ૧૬-૧૭ વર્ષની ઉંમ૨માં જે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો એ વૈરાગ્યને, એ વૈરાગ્ય મૂળ શાસ્ત્રમાંથી લીધો હોય તો રામચંદ્રજી' તો ક્ષાયિકસમ્યગ્દષ્ટિ હતા. વૈરાગ્ય આવવો એ સ્વભાવિક છે. ઘણો વૈરાગ્ય હતો. ‘રામચંદ્રજી’ને ૧૬-૧૭ વર્ષની ઉંમરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યાં પહેલા આ બાજુ એમના પિતાશ્રી દશરથરાજા’ એમને રાજગાદીએ બેસાડવાનો અને કોઈ સારે ઠેકાણે એમના લગ્ન કરવાનો વિચાર કરે
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
રાજહૃદય ભાગ-૧૩
છે. એક બાજુથી રાજ્યની અંદર એ વિચારણા ચાલે છે કે, પાટવીકુંવર ‘રામચંદ્રજી’ છે. એને કોઈ સારી જગ્યાએ એમના લગ્ન કરીને એમને રાજગાદીએ રાજતિલક કરીને બેસાડવા જોઈએ. રાજા એના મંત્રીઓ સાથે આવી વિચારણા કરે છે.
ત્યારે બીજી બાજુ ‘રામચંદ્રજી’નો ફાટ ફાટ વૈરાગ્ય.... આ જગતની અંદ૨ રાજકાજને ક૨વું છે ? અને આ વૈભવ અને ભોગની આ આત્માને કોઈ જરૂ૨ નથી. આ આત્માએ તો પોતાનું આત્મહિત જ કરી લેવા જેવું છે. એવો તીવ્ર વૈરાગ્ય એમને આ રાજ અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થયા પહેલા ઉત્પન્ન થયો. એમને રાજસભામાં બોલાવે છે પણ આવતા નથી. તમારે રાજસભામાં આવીને બેસવું. આ રાજના મંત્રીઓ, હોદ્દેદારો, રાજા બેઠા હોય ત્યારે તમારે પણ ત્યાં આવીને બેસવું. તો કહે છે, મારે ત્યાં આવવું નથી, મારું ત્યાં કામ નથી અને મને ત્યાં આવવું ગમતું નથી.
એટલો બધો વૈરાગ્ય હોય છે કે ખાવા-પીવામાં પણ પોતે એકદમ સંક્ષેપ કરી નાખે છે. બધી પ્રવૃત્તિનો સંક્ષેપ કરી નાખે છે. યુવાન વયના પોતાના જે કોઈ સાથીદારો હોય છે એને પણ મળતા નથી. એના અનુચરો છે એ બધા ચિંતામાં પડી જાય છે. એમના પિતાશ્રી દશરથરાજા'ને ફરિયાદ કરે છે કે આપે અમને ‘રામચંદ્રજી’ની સેવામાં મૂક્યા પણ અમારી કાંઈ સેવા એ લેતા નથી. એ તો એકદમ ઉદાસ થઈને સુનમુન થઈને બેસી રહે છે. અને એટલા બધા ઉદાસીનતામાં આવ્યા છે કે ખાવા-પીવા ઉપર પણ લક્ષ આપતા નથી. અને એમના શરીર ઉપર અસર થઈ હોય, વજન ઘટી ગયું એવું આખું એમનું જે વલણ છે એ અમને ચિંતા કરાવે છે. ત્યાં તો પછી એટલી બધી ઉપમા દીધી છે, કે એમના જે અનુચરો એની ચિંતા કરનારા છે એમના શરીર ઉપર ચિંતાની અસર થઈ છે. ‘રામચંદ્રજી’ની અવસ્થા જોઈને જે અનુચરોને ચિંતા થઈ, એ એટલા લાગણીવાળા હતા કે એને પણ એના શરીર ઉપર અસર થઈ ગઈ છે. એ ચિંતાથી દુબળા પડી ગયા છે. ‘રામચંદ્રજી’ તો દુબળા પડ્યા પણ એના ચિંતા કરનારા નોકર-ચાકરો દુબળા પડી ગયા. પછી એ ગંભી૨૫ણે દશરથરાજા’ને ફરિયાદ કરે છે. આનો કાંઈક ઉપાય કરો. નહિત૨ આમાંથી કાંઈક બીજું થઈ જશે. તમે આ બાજુ રાજ સોંપવાની વાત કરો છો અને પરણાવવાની વાત કરો છો. પરિસ્થિતિ કાંઈક બીજી થઈ જશે એવું લાગે છે. બહુ વૈરાગ્યમાં છે.
પછી એમના ગુરુ વિશિષ્ઠ'ને બોલાવે છે. ત્યાંથી એ શાસ્ત્રનું નામ
Page #126
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬ ૫ર.
૧૦૭
યોગવાશિષ્ઠ રાખ્યું. યોગ એટલે સંયોગ થયો ‘રામચંદ્રજીને. એ પછી એ દિશા બદલી. ત્યારે “રામચંદ્રજીના મુખેથી વૈરાગ્યના જે વચનો નીકળે છે એ મુમુક્ષુજીવે વિચારવા યોગ્ય છે, એમ કહેવું છે. બહુ વૈરાગ્યના વચનો નીકળે છે. જગતનું અસારપણું કેવું છે ? તમે મને રાજગાદીએ બેસાડવા માગતા હોય પણ મને એ વાત બિલકુલ પસંદ નથી. ઘણો વૈરાગ્ય છે. ...
એ બધા લક્ષણો મુમુક્ષુ જીવે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે શ્રવણ કરવા યોગ્ય છે, વાંચવા યોગ્ય છે, આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. એવું નિરસપણું, જ્યાં સુધી અત્યંત નિરસપણું નથી આવતું ત્યાં સુધી અંતર્મુખના વિષયમાં જે રસ આવવો જોઈએ, જે અધ્યાત્મરસ, આત્મરસ (આવવો જોઈએ) એ આવતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે. અહીંયાં લલ્લુજીને પણ વૈરાગ્ય અને ઉપશમ બાજુ વળવા માટે પ્રેરણા કરી છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી - નહિ. સમ્યગ્દષ્ટિ છે એ પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે. સમ્યગ્દર્શન થવું એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ થવું. એમનો વૈરાગ્ય, ઉપશમ, મુમુક્ષુતા, જ્ઞાતા-દૃષ્ટાપણું એ ઘણું વિચારવા યોગ્ય છે, એને અનુસરવા યોગ્ય છે. માત્ર વિચારવા યોગ્ય છે એમ નહિ પણ અનુસરવા યોગ્ય છે. એ વાત....
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી :- વૈરાગ્ય વગરનું જ્ઞાન છે એ જ્ઞાન ખરેખર તો... એને જ્ઞાન કહેવું પણ શું? એ તો એક જાણપણું માત્ર છે, માહિતી છે. માહિતી જેને કહેવાય ને ? જાણવા મળે. કોઈ વાત વાંચી, જેમ છાપું વાંચે તો જાણવા મળે. એમ એ જીવને જાણપણું થાય છે. બાકી એને એ જ્ઞાનની કોઈ અસર આત્મામાં નથી થતી. અનાદિથી એવી રાગની તીવ્ર પરિસ્થિતિ ઊભી છે. કેમકે જ્ઞાનમાં તો દેહથી પણ ભિન્ન ચૈતન્યનું જ્ઞાન કરવું છે. બીજી તો વાત એક બાજુ રહી. રાગ અને દેહ વિનાનો આત્મા છે એનું જ્ઞાન છે આ તો. એના બદલે એકત્વબુદ્ધિએ જે તીવ્ર રાગાદિ છે એમાં ફેર પડ્યા વિના, એ રસ ઓછો થયા વિના, ઘટ્યા વિના પેલું જ્ઞાન કઈ રીતે અસર કરે ? કોઈ રીતે એ જ્ઞાનની અસર આવતી નથી. પછી જાણપણું થાય છે, ધારણા થાય છે. એ ધારણા ઘણું કરીને તો અભિનિવેષને ઉત્પન્ન કરે છે. જાણપણાના અભિનિવેષને ઉત્પન્ન કરે છે.
મુમુક્ષુ :- બહારમાં દેખાય છે...
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
રાજહૃદય ભાગ-૧૩ પૂજ્ય ભાઈશ્રી – બહારમાં નથી દેખાતું પણ અંતરમાં ઘણો વૈરાગ્ય છે. બહારમાં જે પુણ્યના યોગ છે, સંયોગના બધા પદાર્થો છે એને લઈને કોઈને એવું લાગે કે આમાં વૈરાગ્ય કેવી રીતે હોય ? કેમકે કપડા એવા પહેરે, દાગીના એવા પહેરે, ખાણી-પીણી પણ એવી હોય. પણ એ અંદરમાં ભિન્ન પડી ગયા છે અને તેથી બિલકુલ નિરસ છે એ વાત એનું અંતરંગ તપાસ્યા વિના, સમ્યગ્દષ્ટિના અંતર પરિણતિએ પહોંચ્યા વિના એમની ઓળખાણ થતી નથી. એટલે ત્યાં માત્ર બાહ્યદૃષ્ટિએ જોવે તો જોનાર ભૂલો પડે છે. પણ બીજા કોઈ જીવે-મુમુક્ષજીવે એવા સમ્યગ્દષ્ટિના દૃષ્ટાંતે આધાર લેવો કે આલંબન લેવું તે યોગ્ય નથી. જુઓ ! સમ્યગ્દષ્ટિને આટલો વૈભવ છે. આપણે ક્યાં એટલો વૈભવ છે ? આપણે તો એનાથી ઓછો પરિગ્રહ છે. પણ સમ્યગ્દષ્ટિને મમતા નથી અને તને એથી અનંતગણી મમતા છે. એનું શું ? સંયોગનું માપ લે છે પણ મમતાના માપ શું ? પરિણામનું શું છે ? બાહ્યદૃષ્ટિમાં પરિણામનો વિચાર નથી હોતો, માત્ર સંયોગોનો જ વિચાર થાય છે. એ ભૂલ છે.
મુમુક્ષ:- અંતરંગ પરિણતિ જાણ્યા વિના
પૂજ્ય ભાઈશ્રી – હા. બને એવું. એના બાહ્ય પરિણમનનું લક્ષણ દેખાય નહિ. આમ તો શું છે કે નજર હોય તો દેખાય છે. દેખાવું, નહિ દેખાવું એ દેખનારા ઉપર આધારિત છે. નજર હોય તો દેખાય જ છે એને. એ જાતની નજર ન હોય તો નથી દેખાતું દેખનારા ઉપર આધારિત છે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી – અવધિનું (જ્ઞાન) નથી. મતિ-શ્રુત છે. અવધિ બધાને હોય એવું નથી. તીર્થકરને હોય છે. તીર્થકરને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. ચક્રવર્તીને એવું નથી હોતું કે ત્રણ જ્ઞાન હોય જ. એવો કોઈ નિયમ હોય એવું લાગતું નથી. પણ એનો કાંઈ મતલબ નથી આપણે. કોઈને બે જ્ઞાન હોય, કોઈને ત્રણ જ્ઞાન હોય એથી આપણને તો કાંઈ એનું પ્રયોજન નથી).
મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- ત્રણ જ્ઞાનની વાત છે. તીર્થકરને... મુમુક્ષુ :- સમ્યગ્દષ્ટિ જીવના લક્ષણ
પૂજ્ય ભાઈશ્રી – એમની જે અંતર પરિણતિ છે એને ઓળખવી જોઈએ. તો સમ્યગ્દષ્ટિપણે ઓળખાય છે. બાહ્ય પરિણામ અને બાહ્ય ચેષ્ટા બહુભાગ
Page #128
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ પર
૧૦૯ મિથ્યાદૃષ્ટિને મળતા પરિણામ હોય છે. એટલે એના ઉપરથી બાહ્યદૃષ્ટિવાળાને તો કાંઈ ખબર જ ન પડે. અંતરદૃષ્ટિવાળાને તો એના ઉપરથી પણ ખબર પડે છે. એને તો પછી જે સૂક્ષ્મ પરિણામો સુધી પહોંચે છે અને સ્થળ પરિણામોની ખૂબીઓ પણ જણાય છે. જે ઉદયભાવો છે એ સ્થળ પરિણામ છે અને અંતર પરિણતિ છે એ સૂક્ષ્મ પરિણામ છે. તો જેની સૂક્ષ્મ પરિણામ સુધી પહોંચે છે તે સ્થૂળ પરિણામની ખૂબીઓને પણ પછી જાણી શકે છે, સમજી શકે છે. એને તો પછી એના આખા પરિણમનનું એવું સરસ જ્ઞાન થાય છે કે જેને લઈને પોતાનો આત્માર્થ છે એ પણ એને સમજાય છે. એમ જાણતા પોતાના આત્માર્થને પણ એ સમજી શકે છે, પોતાના આત્માર્થ તરફ એ વળી શકે છે. અને ક્રમે કરીને, એ રીતે સમ્યગ્દષ્ટિને ઓળખનાર ક્રમે કરીને પોતે પણ સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દષ્ટિને ઓળખવાનું ફળ છે. એકવાર પણ જો સમ્યગ્દષ્ટિને જીવ ઓળખે તો એ સમ્યગ્દષ્ટિ થયા વિના રહે નહિ.
એટલે તો આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ કે ‘ગુરુદેવને ઓળખ્યા છે કે નથી ઓળખ્યા ? આ સવાલ છે. આપણે વંદન કરતા હતા, સન્માન કરતા હતા, અર્પણતા કરતા હતા માટે સમર્પણ કરીએ માટે ઓળખીએ છીએ એ વાતમાં કાંઈ માલ નથી. ઓળખાણ જુદી વસ્તુ છે. અને ઓઘસંજ્ઞાએ માન થાય, બહુમાન થાય, સમર્પણ થાય એ બધું ઓઘસંજ્ઞાએ પણ થાય અને ઓળખાણપૂર્વક પણ થાય. ઓઘસંજ્ઞાએ અનંત વાર કર્યું છે. ઓળખાણ તો એકવાર પણ થઈ નથી. અને એકવાર પણ ઓળખે એનો બેડો પાર થયા વિના રહે નહિ. એનો સંસાર ન રહે. એટલે તો એમણે પત્રાંક) ૭૫૧માં એને સમકિત કહ્યું છે. એને સમકિત એવું નામ આપ્યું છે. સમકિતનું કારણ જોઈને સમકિત કહ્યું છે. કારણ ગણી પ્રત્યક્ષ.” એ પ્રત્યક્ષ કારણ છે એમ કહે છે. સમ્યગ્દર્શન થવા માટેનું એ પ્રત્યક્ષ કારણ છે. એ બહુ મોટી વાત લીધી છે.
સમ્યગ્દષ્ટિની ઓળખાણ થવી એ બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. ઓળખે એ સમ્યગ્દષ્ટિ ક્રમે કરીને થાય, થાય ને થાય જ. Guranteed વાત છે. અનંત કાળમાં અનંત વાર એવા સમ્યગ્દષ્ટિનો, સપુરુષનો યોગ થવા છતાં એકવાર પણ ઓળખાણ નથી થઈ એ વાત નક્કી છે. એટલા માટે એ વાત લીધી છે કે એ વાંચવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે.
પોતાનું ક્ષયોપશમબળ હોય તોપણ એ પરાભવ પામે છે, પોતાનો પુરુષાર્થ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
રાજહૃદય ભાગ-૧૩ છે એ હારી જાય છે અને મમતા જોર કરી જાય છે તો પોતાના ન્યૂનપણાની ખામીને જોવી, પોતાની ન્યૂનતાને દેખવી અને બને એટલો સંગ-પ્રસંગ અન્ય જીવો સાથેનો ઓછો કરવો, સંક્ષેપ કરવો. એ ત્યાગી છે તોપણ સંગ ઘટાડવાની વાત કરી છે. એવી પરિસ્થિતિ સંપ્રદાયમાં ઊભી થઈ જાય છે. ૬૫૩ મો પત્ર પણ ‘લલ્લુજી’ ઉ૫૨નો જ છે. મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમ તો શું છે જે સમય બરબાદ કરે છે એ અસત્સંગમાં જ બરબાદ કરે છે. આત્મહેતુભૂત સંગ નથી એ બધો સંગ અસત્સંગ છે. અને એ સત્સંગની અંદર જીવને રુચિ છે, બુદ્ધિ છે. પોતે સંગ કરવા માટે ૨સ લે છે એ જીવને પોતાના અસંગ તત્ત્વ પ્રતિ વળવા દેતું નથી. એવા જે પરિણામ પોતાના અસંગ તત્ત્વ બાજુ એને જતાં રોકે છે, પ્રતિબંધક થાય છે.
પત્રાંક-૬૫૩
મુંબઈ, કાર્તિક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨
બે પત્ર મળ્યાં છે.
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યું છે. એ જ વિનંતિ.
સહજાત્મસ્વરૂપ
૬૫૩મો. એ પણ ‘લલ્લુજી’ ઉપરનો પત્ર છે. દસ દિવસમાં બીજા બે પત્ર એમને મળ્યા છે. એ પત્ર મળ્યાં છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.’ આ સંગ, પ્રસંગ ઘટાડવો એમ કહ્યું ને ? સંક્ષેપ ક૨વામાં. એમાં શું કહેવું છે ? પાછું એમાંથી પૂછ્યું હશે કે, સંગ, પ્રસંગ ઘટાડવાનું કહો છો. પણ અમારી પાસે તો જે આવે છે એ તો ધર્મબુદ્ધિએ આવે છે. સાધુમહારાજ પાસે તો ધર્મબુદ્ધિએ આવે. અત્યારની વાત જુદી છે. અત્યારે તો અનેક કા૨ણોથી માણસ જાય છે. સંસારના પ્રયોજનથી પણ સાધુને મળે છે. પોતાના પ્રયોજનની અને મુશ્કેલીઓની વાત કરે છે. એની પાસેથી એનો ઉપાય પણ માગે
Page #130
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૩
૧૧૧
છે. તે દિ’ તો એ જમાનામાં ૧૦૦ વર્ષ, ૯૫ વર્ષ પહેલા એવું કદાચ બહુ નહિ હોય. તોપણ સામાજિક ચર્ચા ચાલે. આનું આમ છે... આનું આમ છે... ફલાણાનું આમ છે. ઢીકણાનું આમ છે. એવી રીતે.
કહે છે કે, આત્માની રુચિવાળા જીવો હોય અને આત્મસ્વરૂપની ચર્ચા ચાલતી હોય અને જે ચર્ચાને લઈને આત્માના હિતનો હેતુ સરે. આત્મહિતનો હેતુ સરે એવો કોઈ સંગ હોય તો એ સંગ કરવો. નીચેની ભૂમિકામાં તો જીવ લગભગ સંગ વગરનો રહેતો નથી. કોઈને કોઈ જીવોના સંગમાં આવે જ છે. પણ કોનો સંગ કરવો ? ‘આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.' છોડી દેવો, ઓછો કરી નાખવો. ખાસ કરીને કુટુંબ અને કુટુંબ પરિવારના જે સગા-સંબંધીઓ છે એની અંદર આ જીવ વધારેમાં વધારે સમય વ્યતીત કરે છે. એક તો પોતાના કુટુંબ સાથે અને એક કુટુંબના જે સગા-સંબંધીઓ છે અથવા પોતાના જે મિત્રો જે કાંઈ હોય એની અંદર જીવ વધુમાં વધુ સમય વ્યતીત કરે છે. એ સંક્ષેપ કરી નાખવો. એ પ્રકારની રુચિ મટાડી દેવી. મળવા-હળવાની રુચિ ઘટાડી દેવી.
સંગ વધારવા માટે તો માણસો મંડળો કરે છે, Club કરે છે, Society ઓ બનાવે છે. છેવટે કાંઈ નહિ તો એમ કહે કે આપણે બધાએ અમુક દિવસે એક ઘરે ભેગા થવું. ત્યાં પછી ખાણી-પીણીની મજા કરવી. આ બધા ગોઠવણો કરે છે ને ? કેમકે જીવને સંગની રુચિ ઘણી છે. અસત્સંગની રુચિ જીવને ઘણી છે. એ એને અસંગ તત્ત્વ બાજુ જવા માટેનો મોટો પ્રતિબંધ છે.
એટલે કહે છે કે, ‘આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ...' એ સિવાય બધો સર્વસંગ. મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે,...’ એવી જે ૫૨સંગની રુચિ છે, અસત્સંગનો જે રસ છે એ ૫૨માર્થ એટલે આત્મકલ્યાણને ઉત્પન્ન નહિ થવા દે. આત્મકલ્યાણથી દૂર લઈ જશે. અકલ્યાણ કરાવશે. કલ્યાણ બાજુ જવા નહિ દે. ૫રમાર્થ એમાંથી આવિર્ભૂત થવો ઘણો કઠણ પડશે, પરમાર્થ બાજુ વળવું ઘણું આકરું પડશે.
અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યું છે.’ એટલે ત્યાગનો ઉપદેશ છે. ગુણસ્થાન આવ્યા પહેલા પણ ત્યાગ કરવાનું જે કહ્યું છે એની પાછળ આ હેતુ છે કે જીવને સંગ ઓછો થઈ જાય. સંસારીજીવોનો સંગ ઘટી જાય. એટલા માટે દ્રવ્યસંયમ પણ જે ઉપદેશ્યો છે એ એ હેતુથી ઉપદેશ્યો છે, એ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
રાજહૃદય ભાગ-૧૩ હેતુ યથાર્થ છે. ગુણસ્થાન ન આવ્યું હોય તોપણ આ હેતુથી જો દ્રવ્યસંયમ લેવામાં આવે તો તે દ્રવ્યસંયમ તેને લાભનું કારણ થશે, એમ કહેવું છે. અંતર નિવૃત્તિ ગ્રહણ કરવા અર્થે બાહ્ય નિવૃત્તિ પણ ઉપકારી છે એમ કહેવું છે. દ્રવ્યસંયમ થતાં શું થાય છે? કે જીવને બાહ્ય પ્રવૃત્તિ ઘટી જાય છે.
બાહ્ય પ્રવૃત્તિ છોડવા માટે દ્રવ્યસંયમને અંગીકાર કરે તો તે યથાર્થ જ છે. એ કાંઈ ખોટું નથી. જેમ કોઈ નાની ઉંમરમાં વ્યાપાર-ધંધાને છોડે છે તો “ગુરુદેવ’ એની પ્રશંસા કરે. ભલે એનામાં એટલી યોગ્યતા ન હોય તોપણ એની પ્રશંસા કરતા. શા માટે ? કે ચાલો આ વિષયની અંદર ઊંડા ઉતરવા માટે એનો જે સમય પ્રવૃત્તિમાં, વ્યવસાયની અંદર જતો હતો એ સમય ઘટાડીને, ત્યાંથી બંધ કરીને આ બાજુ સમય તો લીધો. પછી આ વિષયમાં, પરમાર્થના વિષયમાં જેટલો રસ લેશે એટલો એને લાભ થશે. અને જો રસ નહિ લે તો એને લાભ નહિ થાય. બાહ્ય નિવૃત્તિ લે પણ જો પારમાર્થિક વિષયની અંદર રસ ન લે તો એ નિવૃત્તિ એની નકામી જાય છે. પણ અંતર નિવૃત્તિ માટે અથવા આત્મકલ્યાણ માટે વધુમાં વધુ સમય ફાળવવો એવો અભિપ્રાય તો મુમુક્ષને હોવો ઘટે છે, એવો અભિપ્રાય હોવો જોઈએ. અને એ અભિપ્રાયને અનુસરીને એનો પ્રયત્ન અને પ્રયાસ પણ હોવો જોઈએ. એ વાત કરી છે. એટલે એમણે ક્યાંક એ પણ વાત કરી છે ને ? આગળ આવશે. ભલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને આવી રીતે પણ કોઈ દીક્ષા લે તો કાંઈ વાંધો નથી. ભલે લે. આત્માના કલ્યાણ માટે વિચાર કરવાને નવરો તો થાય છે. એમ કરીને. એવો હેતુ છે.
એટલે દ્રવ્યસંયમરૂપ સાધુત્વ ઉપદેશ્ય છે એ પણ કોઈ પારમાર્થિક હેતુને વશ ઉપદેશવામાં આવ્યું છે એમ સમજવું. માત્ર દ્રવ્યસંયમ ખાતર દ્રવ્યસંયમ નથી પણ ભાવસંયમ અંગીકાર થવા અર્થે દ્રવ્યસંયમ છે. અને એ રીતે એ દ્રવ્યસંયમમાં જો જીવનું લક્ષ હોય તો ભાવસંયમનું નિમિત્તત્ત્વ રહેલું છે માટે ઉપદેશ્ય છે. એમાં કોઈ ભાવસંયમનું નિમિત્તત્ત્વ જ નથી એમ વિચારવા યોગ્ય નથી. એ રીતે આંતરિક હેતુથી એનું માપ કાઢવાનું યોગ્ય છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૪
૧૧૩
પત્રાંક-૬૫૪
મુંબઈ, કારતક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨ પ્રથમ એક પત્ર મળ્યું હતું. જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પતું લખવાનો વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે બેય પત્ર લખ્યો તેથી કશી હાનિ નથી.
હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો. શ્રી સોભાગ અત્રે છે.
૬૫૪. એ “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે.
પ્રથમ એક મળ્યું હતું. જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું...” એમની જે અંતર દશા હતી એ અંતર દશાને કારણે બાહ્ય પ્રવૃત્તિમાં રસ લેવો એમનાથી બનતો નહોતો. છતાં બાહ્ય પ્રવૃત્તિ નિરસપણે કરવી પડે તો જરા કઠણ પડતી હતી, બોજારૂપ લાગતી હતી. અને કેટલીક વાર તો એ બોજો અસહ્ય થઈ પડતો હતો. એટલે એ પ્રવૃત્તિ છોડી દેતા હતા અથવા સંક્ષેપ કરી દેતા હતા. એ પ્રવૃત્તિમાં મુમુક્ષુજીવને પત્ર લખવાની પણ બાહ્ય પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.
એ પત્ર લખવાની બાબતમાં પણ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવાનું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પતું.” પતું એટલે Postcard ખાલી તમારા પત્રનો પહોંચ આપવા પૂરતું Postcard “લખવાનો વિચાર થયો હતો.” વિસ્તારથી તમારા પત્રનો ઉત્તર દેવાને બદલે ખાલી તમને એક Postcard થી તમારા પત્રો મળ્યા છે એવી ખાલી પહોંચ લખી નાખું છું. લાંબુ લખવાની અત્યારે વૃત્તિ કામ કરતી નથી. ઉપયોગ એટલો નથી લંબાતો, એમ કહેવું છે. એ પ્રવૃત્તિની અંદર ઉપયોગ લંબાતો નથી. છૂટી જાય છે. એટલે પતું લખવાનો
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
રાજહૃદય ભાગ-૧૩ વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજું પત્ર મળ્યું છે. એમણે એક પત્રનો હજી ઉત્તર નથી આપ્યો ત્યાં બીજો પત્ર પણ એમનો મળ્યો છે. પહોંચ લખવાની સાથે સાથે મુમુક્ષની ભૂમિકાની દોઢ લીટી આની અંદર નાખે છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે” છે? કે મુમુક્ષજીવો પણ એમને પોતાના અંતરંગ પરિણામોનું નિવેદન કરે છે. પોતાના દોષોનું પણ નિવેદન કરે છે અને એ સિવાયના પોતાના અંતર્લક્ષના પરિણામ થયા હોય તો એનું પણ નિવેદન કરે છે. અને એ વાતને કહીને, બતાવીને પોતે એના ઉપર પોતાનું માર્ગદર્શન પણ માંગે છે કે, આવી અમારી સ્થિતિ વર્તી રહી છે. તો પછી અમારે આગળ વધવા માટે કેવી રીતે કાર્ય કરવું જોઈએ? કેવી રીતે અમારી કામ કરવાની પદ્ધતિ હોવી જોઈએ ? એ વગેરે માર્ગદર્શન મેળવવા માટે જે કાંઈ વાતો લખે છે એ આમાંથી નીકળે છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. એટલે એમની વૃત્તિ ઉપર અભિપ્રાય આપી દીધો કે “અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે, તે અવશ્ય ઉપકારી છે. અને તે તે વૃત્તિ ક્રમે કરી.” એટલે અંતર્લક્ષવતુ જે કોઈ વૃત્તિ થાય છે, હજી અંતર્લક્ષ થયું નથી પણ એ વતુ-એના જેવી જે કાંઈ તમારી વૃત્તિ થાય છે એ વૃત્તિ તમારી ભૂમિકામાં લાભનું કારણ છે. ઉપકારી છે એટલે લાભનું કારણ છે. એવી “અંબાલાલભાઈની યોગ્યતા છે એ પણ આમાંથી સ્પષ્ટ થાય છે.
એક તો “અંબાલાલભાઈ પોતાના પરિણામનો વિષય નિવેદન કરતા હતા. પોતાના પત્રોમાં દર્શાવતા હતા એ વાત પણ નીકળે છે અને એના ઉપર શ્રીમદ્જી'નો અભિપ્રાય પણ વ્યક્ત થયો છે એ પણ આની અંદર સ્પષ્ટ થાય છે. એ પત્ર દ્વારા સત્સંગ છે. એ પોતાના પરિણામોને દર્શાવે છે.
મુમુક્ષુ:પૂજ્ય ભાઈશ્રી – ‘સોભાગભાઈને નથી, “અંબાલાલભાઈનો છે.
આપણે ત્યાં સામાન્ય રીતે સત્સંગનો પ્રસંગ છે પણ એમાં તત્ત્વચર્ચા, શાસ્ત્રના વિષયોના પ્રશ્નો, શાસ્ત્રચર્ચા એ બધું ચાલે છે. પરિણામોની ચર્ચા ગુરુદેવ પાસે જઈને કરતા હોય એવા મુમુક્ષુ કેટલા નીકળ્યા હશે ? કે મારા આવા પરિણામ થાય છે... મારા આવા પરિણામ થાય છે. મને એમાંથી માર્ગદર્શન કાંઈક મળે એવું કાંઈ બતાવો. મારી આવી યોગ્યતા છે. મારી આવી યોગ્યતા છે. એવી
Page #134
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૪
૧૧૫
ચર્ચા લાગે છે કે ભાગ્યે જ કોઈ મુમુક્ષુએ કરી હોય. જાણબહાર હોય એવું લાગે છે. જાણીને કોઈ એ પ્રકારની ચર્ચામાં આવતું નહોતું. બીજા અનેક પ્રશ્નો ઉઠતા. ત્યારે આ જે છે એ અંતર્લક્ષી ... છે.
બહિર્લક્ષે જાણપણું થાય એ કાંઈ જીવને એટલું ઉપયોગી નથી. જેટલું અંતર્વક્ષે કાંઈ પણ એ પોતે આગળ વધવા માટે સમજવાનો પ્રયત્ન કરે અને જ્ઞાનીપુરુષ પાસે પોતાના આત્મવિકાસ માટેનું માર્ગદર્શન માગે કે એમાંથી ચાહે અને જે માર્ગદર્શન મળે એ બીજા પરલક્ષી તત્ત્વજ્ઞાનના કે શાસ્ત્રમાંથી પ્રશ્ન ઉઠાવીને આત્મવિકાસ થાય એ પ્રકાર એમાં આવતો નથી. એ પ્રકા૨માં ફેર છે. સત્સંગ સત્સંગમાં બહુ મોટો ફેર છે. અને આવી જે ચર્ચા છે એ તો ઘણી સ૨ળતા હોય તો જ જીવ કરી શકે. અત્યંત સ૨ળતા હોય તો જ કરી શકે. નહિતર સરળતા વિના પોતાના પરિણામને પ્રસિદ્ધ કરવા અને કહેવા એ વાત બની શકતી નથી.
‘શ્રીમદ્જી’ પોતે પોતાના અંતર પરિણામ પણ મુમુક્ષુને એટલા માટે લખે છે કે, મુમુક્ષુજીવ પણ એ જ પદ્ધતિમાં વ્યવહાર કરે. નહિતર જ્ઞાની ઉઠીને મુમુક્ષુને પોતાના પરિણામની વાત કરે, તો જ્ઞાનીને તો કાંઈ મુમુક્ષુ પાસેથી માર્ગદર્શન માગવાનું નથી. છતાં એમણે બે વચ્ચેનો વ્યવહાર એવો રાખ્યો છે કે પોતાના પરિણામનું નિવેદન કરે છે. મુમુક્ષુજીવ પણ પોતના પરિણામનું નિવેદન કરે છે. મુમુક્ષુને એ લાભ થાય છે કે એમાંથી એને માર્ગદર્શન સાંપડે છે કે આવી ભૂલ થવી જ ન જોઈએ અને આવું થાય તો તે બરાબર થાય છે અને તમે આગળ ચાલો. હજી આગળ વધો. આ Line માં તમે આગળ વધો.
અહીંયાં એવી એક વાત કરી છે કે, તમારી જે અંતર્વક્ષવત્ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ કર્મે કરી ૫રમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે.’ આવી જો તમારી વૃત્તિ હશે તો તમને તે પરમાર્થ માર્ગનું જે યથાર્થપણું છે (એમાં ઉપકારી થશે). કારણ કે મુમુક્ષુની ભૂમિકામાં તો યથાર્થતા એ જ મોટી વાત છે. એક વાત સમજવી એમાં બે ભેદ પડે છે. એક યથાર્થપણે અને એક અયથાર્થપણે. ઉપરટપકે તો બંને વાત સરખી દેખાય છે કે કહે છે, જે શબ્દોથી કહે છે તે જ શબ્દોનું તેવું જ અર્થઘટન થાય છે. અર્થઘટન બરાબર હોય માટે યથાર્થતા હોય એવું કાંઈ નથી. અર્થઘટન બરાબર હોય અને સમજણ અયથાર્થ હોય. અર્થઘટન બરાબર હોય અને સમજણ યથાર્થ પણ હોય.
પરમાર્થના યથાર્થપણામાં ઉપકાર થાય છે એટલે આત્મકલ્યાણ યથાર્થપણે
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
રાજહૃદય ભાગ-૧૩ થવામાં તમારી વૃત્તિ જે પ્રકારે વર્તે છે તે બરાબર છે, યોગ્ય છે. એને લીલી ઝંડી આપે છે કે તમે આગળ ચાલો. બરાબર છે, આ ભૂમિકામાં તમારું જે પરિણમન છે એમાં વિકાસ થાય એ જ રીતે તમે આગળ ચાલો, એમ કહેવું છે.
મુમુક્ષુ - વિશિષ્ટ...
પૂજ્ય ભાઈશ્રી :- મુખ્યપણે તો જે અવલોકનનો વિષય છે... કેમકે એમાં પરલક્ષ ઘટે છે અને સ્વલક્ષી પરિણામો અંતર અવલોકનથી વિશેષપણે થાય છે. એટલે વાંચન, શ્રવણ અને મનન કરતાં પણ અંતર અવલોકન છે એ સ્વલક્ષી પરિણામમાં વધારે અનુકૂળ છે.
મુમુક્ષુ - અવલોકન...
પૂજ્ય ભાઈશ્રી - અવલોકન છે એ ચાલતા પરિણામોનું છે અને વિચાર છે એ મુખ્યપણે ભૂત-ભવિષ્યના પરિણામોનો વિચાર થાય છે. અથવા અવલોકનનો વિષય વર્તમાન છે, એટલે પ્રત્યક્ષ છે અને વિચારનો વિષય પરોક્ષ છે. આ અવલોકન છે એ પ્રયોગાત્મક પદ્ધતિના પરિણામની દેન છે જ્યારે વિચાર છે એમાં Theoretical વિષય વધારે ચાલે છે. એટલે Theory અને Practice માં જેટલો ફરક છે એટલો વિચાર અને અવલોકનમાં તફાવત છે. બેય કાર્યપદ્ધતિમાં ઘણો આંતરો છે. વિચારપદ્ધતિ સુધી ઘણા જીવો આવે છે, અવલોકન પદ્ધતિ સુધી કોઈ કોઈ જીવ જ આવે છે.
મુમુક્ષુ:-
પૂજ્ય ભાઈશ્રી :- એમાં લક્ષ ફરે છે. અંતર્લક્ષી પરિણામ કરવામાં અવલોકન જેવી કોઈ એકેય પદ્ધતિ જ નથી. ખરેખર તો વૈચારિક પદ્ધતિને એની સાથે સરખાવી ન શકાય એવો વિષય છે. કેમકે બેનો પ્રકાર જ જુદો પડે છે. મેળવાળો પ્રકાર હોય તો સરખાવી લે. પણ આ પ્રકાર આખો જુદો પડી જાય છે. પરલક્ષી જ્ઞાનમાં વાંચન, વિચાર, શ્રવણ, એની વિચારણા, તર્કણા બધું ઘણું ચાલે. અંતર્લક્ષી જે પરિણામ થવા છે એની અંદર તો અવલોકન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
બીજું, કે આત્મજ્ઞાન છે એ અનુભવજ્ઞાન છે. આત્મજ્ઞાન છે એ વિચારજ્ઞાન નથી પણ આત્મજ્ઞાન છે એ તો અનુભવજ્ઞાન છે. અને અનુભવજ્ઞાન થવા માટે અનુભવપદ્ધતિ અનુકૂળ છે. જે પરિણમનની અંદર અનુભવની પદ્ધતિ ન હોય અને માત્ર વૈચારિક પદ્ધતિ હોય તો તે અનુભવજ્ઞાન માટે સાનુકૂળ નથી. એટલા માટે અનુભવપદ્ધતિથી અનુભવ સુધી પહોંચાશે. વગર અનુભવપદ્ધતિએ અનુભવ સુધી
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૭
પત્રાંક-૬૫૪ પહોંચ નહિ આવે. એ વાત પણ લક્ષમાં રાખવા જેવી છે.
મુમુક્ષુ- ...
પૂજ્ય ભાઈશ્રી – હા. પોતા ઉપર જ આવે છે ને? પોતાના પરિણામને જોવે છે, પોતાના દોષને જોવે છે, પોતાના ભાવોનું અવલોકન કરે છે એમાં બીજો કયાં વચ્ચે આવ્યો ? એક તો પર્યાયમાં હુંપણું છે એટલે પોતે આખો આવી ગયો. કેટલો રસ લે છે, કેટલો એકત્વભાવે છે એ બધું એમાં આવી જાય છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી :- તો જ એને પોતાને સમજાય. બીજો ઉપાય જ નથી. સાવ સાચી વાત છે. એટલે એ સ્વલક્ષી જ્ઞાનની કાર્યપદ્ધતિ છે. ભલે તત્ત્વજ્ઞાનનો વિષય હોય, શાસ્ત્રવાંચન હોય કે શ્રવણ હોય પણ એ તો પરલક્ષીપણે એ પ્રવૃત્તિ થઈ શકે છે. જ્યારે અવલોકનની કાર્યપદ્ધતિમાં પરલક્ષીપણે એને કરવી હોય તોપણ ન થાય. મોટો ફાયદો એ છે કે જે લક્ષ ફેરવવું છે, અંતર્લક્ષવતુ જે વૃત્તિ થવી જોઈએ એ અવલોકન પદ્ધતિમાં થાય છે.
મુમુક્ષુ - સરળતા થઈ...
પૂજ્ય ભાઈશ્રી - ત્યાંથી સરળતા શરૂ થઈ જાય. જ્યાં પોતાના દોષનો પણ પક્ષપાત ન કરે તો બીજાના દોષનો તો કરે જ ક્યાંથી ? જ્યાં પોતાના દોષનો પણ જીવ પક્ષપાત ન કરે, એને ઢાંકે નહિ, એને પ્રસિદ્ધ કરે. અને એ ટાળવા માટે એનું અવલોકન કરે, બારીકમાં બારીક અવલોકન કરે, નાનામાં નાનો દોષ હોય તોપણ એને જાણ્યાબહાર ન જાય એટલી સરળતાથી અંતર્લક્ષે જે વૃત્તિ કામ કરતી હોય એને પ્રતિબંધ ઘટી જાય છે. એને પરમાર્થમાં પ્રતિબંધ મટી જાય છે. સીધી વાત છે.
મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- આપણે સ્વાધ્યાયમાં એ વિષય ઘણી વાર વિચારીએ છીએ. પણ હજી જે વિચારવું જોઈએ એના દસ ટકા જ છે. એ વિષય ઘણો ઊંડો છે અને વિષય થોડો વિશાળ પણ છે. એટલે હજી આપણે ત્યાં એની ચર્ચા કરીએ છીએ પણ એનું પરિમાણ લઈએ તો દસ ટકાનું માંડ છે. નેવું ટકા વિષય હજી બહાર રહી જાય છે. એટલો બધો વિષય ઊંડો અને સરસ વિષય છે. રસ લેવા જેવો વિષય છે. પણ એ વિષય ક્યારે વધારે ચાલે? કે એવી રીતે અંતર અવલોકન કરનારા એકથી વધારે મુમુક્ષજીવો હોય અને પોતાના અવલોકનની અંદર એ પ્રવૃત્તિ કરતા હોય, આગળ વધતા હોય કે પાછા પડતા હોય કે જે કાંઈ થતું હોય
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
રાજહૃદય ભાગ-૧૩ તે, એ પોતે પ્રયોગમાં આવ્યા પછી એના પ્રયોગની ચર્ચાઓ જ્યારે થતી હોય ત્યારે એ વિષય વિશેષ ખુલે છે. ત્યાં સુધી એ વિષય ખુલવામાં એક બીજું જોખમ એ છે કે જેવી રીતે માહિતી જ્ઞાન કરવાની આ જીવને આદત થઈ ગઈ છે, એવી રીતે એ વિષયની પણ માહિતી મેળવી લ્યે. અને જે પ્રયોગના વિષયને વિચારના ચોકઠામાં, જે જૂના ઢાંચામાં ઊભો છે ત્યાં Fit કરી દે. એટલે આખી પદ્ધતિ એની મારી જાય. કાર્ય કરવાની આખી જે લાઈન છે એ મારી જાય છે. એનો વિચાર કરવો ત્યાં સુધી બરાબર યોગ્ય ભૂમિકામાં તે સંબંધીની ચર્ચાઓ નથી ચાલતી. એટલે એ એક એવો તબક્કો છે કે વિચારથી આગળ ચાલીને જીવને જો પરિણમન લાવવું હોય તો. આપણે એમ કહીએ છીએ ને, વાતો કરવી નથી પણ એનો અમલ કરવો છે. અમલીક૨ણ જેને કહેવામાં આવે. એવા કોઈ તબક્કામાં પ્રવેશવું હોય ત્યારથી એ ચર્ચાઓ શરૂ થાય છે અને ત્યારથી એ વિષય ચાલે છે.
મુમુક્ષુ :
-
પૂજ્ય ભાઈશ્રી :– પ્રતિક્રમણ આ જે લોકો સંપ્રદાયમાં કરે છે એની વાત છે ? કયુ પ્રતિક્રમણ ?
મુમુક્ષુ :– અવલોકન કરવું.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે શું છે પોતાના દોષથી પાછા ફરવું એને પ્રતિક્રમણ પણ કહેવાય, પોતાના દોષ જોઈને દોષનો રસ તૂટે તો એ દોષથી પાછો પણ વળે છે. પોતાના દોષની, ચાલતા દોષની, હોં ! નિંદા ગર્હ કરે તો એને આલોચના પણ કહેવાય છે. પ્રતિક્રમણ એને જ કહેવાય અને આલોચના પણ એને જ કહેવાય. અને એવા દોષ મારે કરવા નથી, એવો દૃઢ નિર્ણય થાય તો એને પ્રત્યાખ્યાન પણ એને જ કહેવાય. ૫૨માર્થમાં તો ત્રણેય એક જ પરિણામને નામ આપવામાં આવ્યા છે. ત્રણે નામ એક જ પરિણામને કહેવામાં આવ્યા છે. આ જે સંપ્રદાયમાં પ્રતિક્રમણનો પાઠ બોલી જાય છે એ કોઈ ખરેખર પ્રતિક્રમણ નથી.
મુમુક્ષુ ઃ– વિધિ.
પૂજ્ય ભાઈશ્રી :– વિધિ ? વિધિ-બિધિ કાંઈ નથી. ખાલી ઘડિયા અહીંયાં ‘ભાવનગર’માં પહાડા કહે છે. ઘડિયા કહે, પહાડા કહે. બોલી જાય ને ત્રણ તેરી નવ, ચોકે ચોકે સોળ, પચો પચો પચ્ચીસ, છાયે છાયે છત્રીસ, સત્યો સત્યો ઓગણ પચાસ. ગોખી જાય. એવી રીતે પ્રતિક્રમણ બોલી જાય. એ કાંઈ વિધિ નથી. એ વિધિના નામે છેતરામણ થાય છે. ઉપયોગ ક્યાંય ફરતો હોય, વિકલ્પ કાંઈ
Page #138
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૪
૧૧૯ ચાલતો હોય અને રટણ કાંઈક ચાલતું હોય. એ બધી પરિસ્થિતિ ઊભી થઈ જાય. એવી કાંઈ વિધિ કહેવાય ? એને કાંઈ વિધિ કહેવાય ? એ તો અવિધિ થઈ.
મુમુક્ષુ - વિધિ તો એને કહેવાય કે જેનું પરિણામ...
પૂજ્ય ભાઈશ્રી – હા. વિધિ તો એને કહેવાય કે જે સુયોગ્ય કાર્યપદ્ધતિ હોય અને જેનું કાંઈ યથાર્થ પારમાર્થિક ફળ આવે તો એને વિધિ કહેવું અથવા સુવિધિ કહેવું એ બરાબર છે. નહિતર વિપરીત પદ્ધતિ તો છે જ.
મુમુક્ષુ:- .
પૂજ્ય ભાઈશ્રી :- એ તો છે જ. યથાર્થતા ન હોય ત્યારે પછી એમાં બધી ગડબડ તો થવાની જ છે. જ્યાં જ્યાં યથાર્થતા નથી ત્યાંથી કાંઈક ને કાંઈક વિકૃતિ ઊપજવાની જ છે. યથાર્થતા છે તે વિકૃતિનો નાશ કરીને અવિકૃત સ્વભાવિક સ્થિતિમાં જીવને મૂકે છે. પણ જ્યાં યથાર્થતા નથી ત્યાં તો કાંઈ ને કાંઈ વિકૃતિ આવવાની જ છે, આવ્યા વગર નહિ રહે.
અત્રે તમે બેય પત્ર લખ્યા તેથી કશી હાનિ નથી.” જુઓ ! પત્ર પણ અચકાતા-અચકાતા લખે છે. આપનો પત્ર આવ્યો નથી અને હું બીજો પત્ર લખું છું તો મારા તરફના કોઈ વિકલ્પ વધવાનું તો કારણ નથી થતું ને કાંઈ ? કેટલી અંબાલાલભાઈ'ની યોગ્યતા છે ! “સોભાગભાઈ પછી એમનો નંબર અંબાલાલભાઈનો આવે છે. ઘણા આજ્ઞાંકિતપણે એ રહ્યા છે. પત્ર લખવાની અંદર પણ જુઓ ! બે પત્ર લખ્યા તો બીજો પત્ર લખતા અચકાણા છે. હજી પહેલા કાગળનો જવાબ નથી આવ્યો અને હું તો બીજો પત્ર લગાડું છું. દસ દિવસે ઉત્તર આપ્યો છે. તો દસ દિવસે બીજો કાગળ મળ્યો છે. તો એમાં પોતે અચકાતા હતા. કાંઈ વાંધો નહિ, ભલે તમે લખ્યો. તેથી કોઈ હાનિ નથી. ભલે બીજો પત્ર તમારો આવ્યો.
હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો.’ એ બન્ને અન્યમતિના ગ્રંથો છે અને મુમુક્ષતાનો વિષય બંનેમાં સારો ચાલ્યો છે. એટલે યોગ્યતા અને પાત્રતા માટે એ વાંચવાની ભલામણ કરી છે. શ્રી સોભાગ અત્રે છે.” સોભાગભાઈ એ વખતે “મુંબઈ આવેલા છે. પ્રત્યક્ષ પરિચય માટે ... રહ્યા છે. નહિતર નિવૃત્તિ ક્ષેત્રમાં જતા પણ આ વખતે ઘણા વખતે “મુંબઈ - ૧૯૫ર ના કારતકમાં “મુંબઈ છે. પછી જે “સુંદરદાસજીનો ગ્રંથ વાંચવાનું લખ્યું છે એ બનતા સુધી પદમાં છે. એ પદ એક દોહરાવ્યું છે. પ્રેરણા કરી છે ને ? કે “સુંદરદાસજીનો ગ્રંથ તમે વાંચજો. પોતે પણ એ ગ્રંથ વાંચેલો છે. એમને તો યાદદાસ્ત ઘણી હતી. વાંચે એ તો ઘણું યાદ રહી જતું હતું. એક પંક્તિ, એક કડી એમાં નાખી છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
રાજદૃશ્ય ભાગ-૧૩
પત્રાંક-૬૫૫
મુંબઈ, કારતક વદ ૮, રવિ, ૧૯૫૨ નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબહિ નારાયન પાવે.
શ્રી સુંદરદાસજી
નિશદિન રૈનમેં નીંદ ન આવે,
નર તબહિ નારાયન પાવે. એ અન્યમતની અંદર પ્રભુદર્શનની એવી કોઈ ભાવના થાય છે અથવા પ્રત્યક્ષ સાક્ષાત્કાર પરમેશ્વરનો નથી થતો ત્યારે એના દર્શનથી આતર જીવને દિવસે કે રાત્રે.. નિશ એટલે રાત્રિ અને દિન એટલે દિવસ, રાત્રે કે દિવસે કે ઊંઘ ન આવે એવી જ્યારે એની પરિસ્થિતિ થાય ત્યારે તે મનુષ્યને નારાયણ એટલે ઈશ્વરના દર્શન થાય છે. આવી વાત એક “શ્રી સુંદરદાસજીએ લખી છે. એ મુમુક્ષુને લાગુ પડે છે. એમ કહેવું છે. જેને પોતાના પરમેશ્વરના દર્શન કરવા છે. ઓલા તો પર ઈશ્વરકર્તા માન્યા છે એ તો કોઈને પરમેશ્વર ઠરાવ્યા છે. ત્યારે અહીંયાં કહે છે કે પોતાનું જે પરમતત્ત્વ છે એ પરમતત્ત્વના દર્શન કરવા માટે જ્યારે દિવસે કે રાત્રે ઊંઘ ન આવે અને ઊંઘ ઊડી જાય એવી સ્થિતિ થાય ત્યારે સમજવું કે હવે એને આત્મદર્શન થવાની વાત કાંઈક બરાબર છે. યથાર્થતામાં આવ્યો છે. આવી એક પરિસ્થિતિ મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થાય છે. પોતાના પરમતત્ત્વનો વિયોગ એટલી હદે પોતાને દુઃખદાયી થઈ જાય છે. એને દુઃખદાયી કહે છે.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ જે ૧૯૦ નંબરનો પરમાગમસારનો બોલ છે. જંગલમાં આવી પડ્યો હોય ને એમાં સિંહની ગર્જનાઓ અને વાઘની ત્રાડો સંભળાતી હોય કેવી રીતે એને ઉંઘ આવે ? એમ જેને અનંત ભવભ્રમણની તલવાર લટકતી દેખાય અનંત જન્મ-મરણની તલવાર લટકતી દેખાય અને ચાર ગતિના દુઃખનો ભય, ભવનો ભય, બધા દુઃખનો ભય જેને લાગે એને એકવાર તો એ સ્થિતિનો નાશ કર્યા વિના ઊંઘ આવતી નથી. આ પરિસ્થિતિ તો એકવાર ખલાસ કરવી જોઈએ. માથે જોખમ ન જોઈએ.
જ્યાં સુધી સમ્યગ્દર્શન થયું નથી અને મિથ્યાત્વની અવસ્થામાં મનુષ્ય આયુ
Page #140
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૫
૧૨૧ જીવ પૂરું કરી નાખે (તો) બહુ મોટા જોખમમાં ચાલ્યો જાય છે. એવડું મોટું જોખમ એણે વહોર્યું છે કે હવે શું થાશે એ કહેવું મુશ્કેલ છે. એની કેવી ગતિ થાશે અને કેવી સ્થિતિ થાશે ? એ કહેવું મુશ્કેલ છે. એટલે એવી પરિસ્થિતિમાં કોઈ એક તબક્કે મુમુક્ષુજીવ આવે છે કે જેની ઊંઘ હરામ થઈ જાય છે. જ્યાં સુધી મને મારા પરમતત્ત્વના દર્શન ન થાય, સાક્ષાત યોગ ન થાય ત્યાં સુધી મને કયાંય ચેન પડશે નહિ. એવી બેચેન અવસ્થાને દર્શનપરિષહ કહેવામાં આવ્યો છે. શાસ્ત્રમાં એને તીવ્ર દર્શનપરિષહ કહ્યો છે. અને એ દર્શનપરિષહમાંથી પસાર થયા પછી જીવ આત્મદર્શન પામે છે. ત્યાં સુધી કોઈને આત્મદર્શન થતું નથી. બધા જ ધર્માત્માઓની પૂર્વભૂમિકા આવી જ હોય છે. કોઈની બીજી રીતે હોય એવું બનતું નથી. અને ત્યાં સુધી બીજા લગવાડ અને બીજા રસ છે એ ઘટતા નથી, યથાર્થ પ્રકારે છૂટતા પણ નથી. (અહીં સુધી રાખીએ.)
પક્ષાંતિક્રાંત થવા માટે આત્માર્થી જીવ સ્વરૂપ લક્ષે થતા વિકલાની પણ ઉપેક્ષા કરે છે. જેથી સ્વાનુભવ યોગ્ય સ્થિતિ થાય છે. - આ સિદ્ધાંતથી સ્વતઃ સિદ્ધ થાય છે કે આત્માર્થી જીવ તે પહેલાં સર્વ અન્ય દ્રવ્ય-ભાવથી સારી રીતે ઉદાસીન થયેલો હોય છે.
તેથી, જ્યાં સુધી આત્માર્થીની ભૂમિકામાં અપેક્ષાભાવ રહ્યા કરે ત્યાં સુધી પરમાર્થ માર્ગમાં આગળ વધી શકે નહિ. પરની અપેક્ષાવૃત્તિ જ જીવને સ્વરૂપ પ્રતિ – અંતર્મુખ વળવામાં રૂકાવટ કરે છે. જેથી જે જીવ અંતરમાં વળવા ઈચ્છે છે, તેણે પોતાની પર - અપેક્ષિત વૃત્તિને મટાડવી ઘટે છે. પર અપેક્ષિત વૃત્તિ સ્વયં દીન ભાવ છે, જે સ્વર્યના અનંત સામર્થ્યનો અનાદર ભાવ છે.
(અનુભવ સંજીવની-૧૫૦૫)
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૫૬,
મુંબઈ, માગશર સુદ ૧૦, મંગળવાર, ૧૯૫૨ શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષતાર્થે સંક્ષેપમાં કહ્યું હતું.
જે જે પ્રકારે પદ્રવ્યતવસ્તુ)નાં કાર્યનું સંક્ષેપણું થાય, નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું. એ જ વિનંતિ.
તા. ૨૩-૧૯૯૧, પત્રાંક – ૬૫૬, ૬૫૭
પ્રવચન . ૨૯૫
પત્ર ૬૫૬, પાનું-૪૮૯. “અંબાલાલભાઈ’ ઉપરનો પત્ર છે.
શ્રી ત્રિભોવનની સાથે તમારાં પ્રથમ પત્રો મળ્યાં હતાં એટલું જણાવ્યું હતું. તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને તે દશાની વિશેષાર્થે સંક્ષેપમાં કહ્યું હતું. કે તે પત્રો આદિથી વર્તતી દશા જાણીને. જે પત્રો એમણે લખ્યા છે એમાં પોતાની ચાલતી દશાનું નિવેદન કર્યું છે. અને એ જ દશામાં વિશેષ લાભ થાય એવા પ્રયોજનથી સંક્ષેપમાં લખ્યું હતું. એમ કરીને નીચે કદાચ એ જ વાતને દોહરાવે છે. સંક્ષેપમાં કહ્યું હતું.' લખ્યું હતું નહિ પણ કહ્યું હતું. એટલે ‘ત્રિભોવનભાઈ મળ્યા હશે તો એમને વાત કરી હશે. એ પત્રમાં લખે છે.
વિષય છે મુમુક્ષુની ભૂમિકા યથાર્થરૂપે કેવી હોય એ વિષય ઉપર લખે છે. જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)ના કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્ય કરે તે
Page #142
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬પ૬
૧૨૩ પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું.' જે કહ્યું હતું એ પત્રમાં દોહરાવે છે. ત્રિભોવનભાઈ પત્ર લઈને રૂબરૂ મળ્યા હશે. એટલે પત્રો મળ્યા હતા, એમની સાથે મળ્યા હતા એમ કહ્યું. એમને જે વાત કરી હતી એ વાત પોતે પત્રની અંદર લખે છે. ભલે પત્ર “અંબાલાલભાઈને લખ્યો છે પણ બધા મુમુક્ષુને આ લાગુ પડે એવી શિખામણ છે. શું કહ્યું?
જે જે પ્રકારે પદ્રવ્ય વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય...” એટલે કે જેટલા પોતાના કાર્યો છે એ કાર્યો સંક્ષેપ કરવા. સંક્ષેપ કરવા એટલે ઓછા કરવા. શું મતલબ છે ? કે જો કોઈપણ કામમાં પરિણામ ચીકાશવાળા વધારે થાય છે તો એ કાર્ય લાંબુ લાંબુ થતું જાય છે. એ કામની લાળ છૂટતી નથી. એ પરિણામની ચીકાશ બતાવે છે. જે કાંઈ ઉદય ભાવના કાર્યો છે એ સંક્ષેપમાં પતાવવા એમ કહેવું છે. એનું સંક્ષેપપણું કરવું એટલે સંક્ષેપમાં પતાવવા. થોડું આછું-પાતળું થાય (તો) આત્માને એથી કોઈ લાભ-નુકસાન નથી. પણ દરેક કામની અંદર બહુ ચીવટ, બહુ સાવધાની, બહુ ચોક્સાઈ અને ઘણી ચીકાશથી પરિણામ તે કામની અંદર કરવામાં આવે છે તો જીવના પરિણામ એટલા ચિકણા થઈને વધારે મલિન થાય છે. એ ભલે નિમિત્તથી વાત કરી છે પણ ઉપાદાનમાં એ પ્રકાર લેવાનો છે. જે જે પ્રકારે જે કાંઈ પદ્રવ્ય સંબંધિત કાર્યો છે એ સંક્ષેપમાં કરવા. જેમ જ્ઞાનીઓ ઉપરછલ્લા ઉપયોગથી કરે છે, મુમુક્ષુને તદ્દનુસાર પરિણામમાં રસ તીવ્ર ન થાય, ચીકાશ ન વધે એટલે મલિનતા ન વધે એ પ્રકારે સંક્ષેપથી કાર્યો પતાવવા. એક તો ઉદય ભાવમાં કેવા પ્રકારે પ્રવર્તવું એ વાત કરી.
નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે...” આ અવલોકનનો વિષય છે. પોતાના ચાલતા પરિણામમાં જે કાંઈ દોષિત ભાવો થાય છે, મલિન ભાવો થાય છે એને જોવાનો લક્ષ રાખે. લક્ષ રાખે નહિ પણ દઢ લક્ષ રાખે. જો અવલોકન કરવાનો વિચાર દઢ હોય તો એ કાર્ય બરાબર થાય છે. એ વિચાર સામાન્ય હોય તો ક્યારેક કોઈ પરિણામનું અવલોકન થાય, લગભગ બીજા એમનેમ ઉપરથી જાય. એટલે નિજ દોષ જોવાનો દઢ લક્ષ રહે...'
અને સત્સમાગમ, સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વત્યાં કરે....” સત્સમાગમનો પણ મહિમા રહે, એની કિંમત વિશેષ રહે, એનું આરાધન પણ વિશેષ રહે. “સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિ.... રહે. અને સન્શાસ્ત્રો
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
રાજય ભાગ-૧૩
પ્રત્યેની ભક્તિ પણ ઘણી સારી રહે. પરમ ભક્તિ વત્ય કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં... એ પ્રકારે પોતાના આત્મહિતને મુખ્ય કરીને, આત્મહિતના લક્ષે કોઈ એવા પરિણામ પત્ય કરે.
એ ઉપરાંત “જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી....” જ્ઞાનીપુરુષના જે વચનો છે એમને તો મુખ્યપણે “કૃપાળુદેવનો જે યોગ હતો અને એમના વચનોનો વિચાર કરવાથી. વિચાર કરવાનો અર્થ એ છે કે મારા આત્મહિતમાં આ વચનો કેવી રીતે ઉપયોગી થાય છે ? અથવા આ વચનોને વિષે કહેલો જે ઉપદેશ, એ હું કેવી રીતે અંગીકાર કરું ? એ વગેરે પ્રકારે વિશેષ વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં.” મુમુક્ષુની ભૂમિકામાં આગળ વધવાનું બને છે. દશા વિશેષ થાય છે એટલે પાત્રતા વિશેષ થાય છે અને યથાર્થ સમાધિને યોગ્ય પરિણામ) થાય....” છે. જે દશા છે એ નિર્વિકલ્પ સમાધિને યોગ્ય થાય એવી રીતે મુમુક્ષુની દશામાં આગળ વધવાનો લક્ષ રાખવો. એમ અમે ત્રિભોવનભાઈની સાથે તમારા પત્રો મળ્યા હતા ત્યારે કહ્યું હતું.” એમ કહ્યું હતું. એમ લીધું. “એ જ વિનંતિ.” ત્રિભોવનભાઈ વાત તો કરે જ કે આવી રીતે તમારા પત્રો મળ્યા પછી વાત કરી છે. પણ જે કાંઈ વાત માણસ ગ્રહણ કરે છે એ પોતાની ગ્રહણશક્તિને અનુસાર કરે છે. એમણે એ વાતને પત્રમાં દોહરાવી છે કે જે મારો કહેવા ધારેલો વિષય હતો એ આ પ્રકારે હતો. એમને પણ મેં વાત કરી છે. એ જ રીતે વાત મળી હોય અથવા જે વાત એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વાત જાય છે ત્યારે એમાં થોડો ફેર પડે છે. એવો ફેર ન પડે એટલા માટે એ વાત અમે પત્ર દ્વારા પણ લખી છે.
જુઓ ! સામાન્યપણે આ એક મુમુક્ષુની ભૂમિકામાં પ્રશ્ન રહે છે કે અમારે શું કરવું? કરવું શું? આ એક સીધી વાત છે કે પરપદાર્થોના કાર્યનો ઉદય હોય ત્યારે એના સંક્ષેપમાં જાવું, એના વિસ્તારમાં ન જાવું. પોતાના દોષ જોવાનો મુમુક્ષુની ભૂમિકામાં દઢ લક્ષ હોવો જોઈએ અથવા પોતાના પરિણામોનું અવલોકન કરવા જે અનુભવ થાય છે, પરિણામોનો તો અનુભવ થાય છે, એ અનુભવને અનુભવથી સમજવો. વિચારથી ન સમજવો પણ અનુભવથી સમજવો. અને એ સિવાયનો સમય સત્સમાગમ અને સશાસ્ત્રમાં પરમ ભક્તિએ વર્તવું. પરમ ભક્તિથી. એમ નહિ કે મારે આ કરવું પડે છે. એમ નથી. પણ પોતાના ઉમંગથી, ઉત્સાહિત વર્ષથી સત્સમાગમ અને સન્શાસ્ત્રને વિષે જેમ જેમ પરિણામ વર્ધમાન થાય, વધતા પરિણામ (થાય), આગળ ભાવ વિશેષ વિશેષ થયા કરે. એ પ્રકારે મુમુક્ષુ વર્તે તો
Page #144
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૭
૧૨૫ અવશ્ય એની દશામાં વિશેષતા થાય, વિકાસ થાય. વિશેષતા થાય એટલે પાત્રતાનો વિકાસ થાય. પાત્રતા વૃદ્ધિગત થાય અને એનું પરિણામ યથાર્થ સમાધિ કહો કે સમ્યક્ પરિણમન કહો, એ યથાર્થ સમાધિ છે. ત્યાં સુધી પહોંચે.
એટલા માટે એ પાત્રતા વધારવાના વિષયની અંદર માર્ગદર્શન આપ્યું છે. આ રીતે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થપણે વર્તના થવી જોઈએ. એ એક Postcard માં પહોંચ લખી છે તોપણ મુમુક્ષુની ભૂમિકાની બહુ સારી વાતો કરી છે. આ કામ કોઈ એવું લાંબુ નથી કે ન થઈ શકે. મુમુક્ષુ જો કરવાનો લક્ષ રાખે અથવા નિર્ધાર રાખે કે મારે આ રીતે મારા પરિણમનમાં કામ કરવું જ છે, તો એવું કોઈ અઘરું કામ નથી. સહેલાઈથી થઈ શકે એવું એ કામ છે. “એ જ વિનંતિ.” ૬૫૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬પ૭
મુંબઈ, માગશર સુદ ૧૦, ભોમ, ૧૯૫૨ શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ “અણગારત” નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા. યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્દગુરુ, સપુરુષ અને સાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. એ જ વિનંતિ.
૬૫૭નો લલ્લુજી' ઉપરનો પત્ર છે. “શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે. એમને બહારમાં દીક્ષાની ભૂમિકા છે ને ? એટલે એને યોગ્ય વાત લખે છે. “શુભેચ્છા...” એટલે આત્મહિતની ભાવના. એને શુભેચ્છા (કહે છે). આ બહારમાં જે સંયોગો સારા થાય એની શુભેચ્છાનો આ વિષય નથી. નહિતર તો માણસ એમ કહે કે તમે સુખી થાવ એવી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
રાજહૃદય ભાગ-૧૩ અમારી શુભેચ્છા છે. સુખી થાવ એટલે શું? તમારા સંયોગો તમને અનુકૂળ રહે. પ્રતિકૂળ સંયોગોમાં તમે ન જાવ. એ શુભેચ્છા કહેવાય છે. અહીંયાં એ પ્રકાર નથી. અહીંયાં શુભેચ્છા એટલે આત્મહિતની ઇચ્છા હોય, આત્મહિતની ભાવના હોય એને શુભેચ્છા કહે છે.
શુભેચ્છા, વિચાર” તત્ત્વ સ્વરૂપ, તત્ત્વનો વિચાર, પોતાના સ્વરૂપનો વિચાર અનેક પ્રકારના પડખાંથી, ચારેય પડખાંથી કેવી રીતે આત્મહિત થાય એ સંબંધીનો વિચાર અને “જ્ઞાન...” જ્ઞાનનો અભ્યાસ. “એ આદિ સર્વ ભૂમિકાને વિષે....” જેને જ્ઞાનાભ્યાસ કરવો છે, શાસ્ત્રનું અધ્યયન કરવું છે, આત્મવિચાર કરવો છે, આત્મહિત કરવું છે, એ જે મુમુક્ષુની ભૂમિકા છે એ “સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે....” એમાં બધાનો સંગ છોડવો એ વધારે ઉપકારી છે. સંગ ઉપર કેટલું વજન છે ! સંસારમાં સંસારી પ્રાણીઓનો જે સંગ છે એ સંગ જીવના પરિણામને અનુકૂળ નથી. જીવના આત્મહિતને એ અનુકૂળ નથી. એટલે કોઈ એ રીતે નિવૃત્તિ લે છે, આત્મહિતાર્થે નિવૃત્તિ લે છે અને પોતે અનુમોદન આપે છે. તમે આ પગલું ભર્યું, જે આત્મહિત માટે તો સારી વાત છે.
“સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાનીપુરુષોએ “અણગારત્વ' નિરૂપણ કર્યું છે. જ્ઞાનીપુરુષોએ અણગાર દશા એટલે ગૃહસ્થદશા છોડવાનો જે ઉપદેશ કર્યો છે એની પાછળ આ હેતુ રહેલો છે. હવે હેતુની ખબર ન હોય તો શું થાય છે ? કે જેવી રીતે સંસારીજીવો પ્રવર્તે છે એવી જ રીતે બીજાના સંગમાં અણગાર ધારણ કર્યા પછી પણ સાધુ લોકો પણ પ્રવૃત્તિ કરે છે. કોઈવાર તો સામાન્ય માણસ પંચાત ન કરે એટલી બધી પંચાતમાં પણ સાધુ થઈને પડે છે. એ આખો હેતવિરોધ, એ બધી વાત હેતુથી વિરુદ્ધ થઈ ગઈ.
અણગાર લેવાનું કારણ એ છે કે બીજા સંસારીજીવોનો સંગ છોડવાની વાત છે. વાસ્તવિક મુનિદશા આવે છે ત્યાં તો પરિસ્થિતિ જ એ થાય છે કે જે જીવ મુનિદશામાં આવી જાય છે એ એવી વીતરાગતામાં આવે છે કે એને લોકસંગ રુચતો જ નથી. લોકોના સંગ વચ્ચે રહેવું એ એમને ફાવતું જ નથી. અનુકૂળ પડતું નથી. એ તો અસહ્ય પરિસ્થિતિ થઈ જાય છે. એટલે ગમે તેવી અનુકૂળ પરિસ્થિતિ હોય તોપણ બધો સંગ છોડીને જે ભાવલિંગી મુનિ છે એ તો જંગલમાં જ વિચરે છે. એ વસ્તીની અંદર રહેતા નથી. જંગલમાં રહેવું અને વસ્તીમાં ન રહેવું એવું
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૭.
પત્રાંક-૬૫૭ સહજ પરિણમન ભાવલિંગ મુનિદશા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સહેજે સહેજે એમ જ પરિસ્થિતિ હોય. તો જેને એ દશાએ પહોંચવું છે અને સર્વ સંગ છોડીને પ્રવર્તવું એ જ એને અનુકૂળ છે. સંગમાં રહેવું તે તેને અનુકૂળ નથી.
આગળ પણ એમણે એ જ વાત કરી છે. ૬પ૩માં જે “લલ્લુજીનો ગયો પત્ર છે કે, “આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.” એમને તો પત્ર લખ્યો છે, એમને તો કાંઈ કુટુંબ-પરિવાર નથી કે દુકાન બજારમાં કોઈના સંગે જવાનું નથી. છતાં એમને એમ કેમ લખ્યું ? કે તમે એવો જ સંગ રાખજો એટલે સત્સંગ રાખજો કે જે આત્માના કલ્યાણમાં હેતુભૂત હોય. એવા જ જીવોનો સંગ રાખજો. એ સિવાય બીજા જીવોનો સંગ તમારે રાખવા યોગ્ય નથી. કેમકે એ એમને ખ્યાલ હતો કે ઉપાશ્રયમાં કે જ્યાં ઉતર્યા હોય ત્યાં ઘણા લોકો પરિચયમાં આવે છે અને જેનો સંગ ન કરવા યોગ્ય હોય એવા જીવોનો પણ સંગ કરાતો હોય છે અને એમને તો એ જ નુકસાનનું કારણ છે. બીજાને જેમ કુટુંબપરિવાર નુકસાનનું કારણ છે એમ જેણે દીક્ષા લીધી છે અને આવા જીવોનો સંગ કરવો એ નુકસાનનું કારણ છે.
મુમુક્ષુ – સંગ બાબતમાં....
પૂજ્ય ભાઈશ્રી - ઘણું વજન છે, ઘણું વજન છે. સંગ ઉપર ઘણું વજન છે. મુમુક્ષજીવે આત્મહેતુભૂત સંગ રાખવો. બસ ! એ General વાત કરી. પછી એ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય પણ આત્મહેતુભૂત સંગ રાખવો, એ સિવાયનો સંગ રાખવો નહિ. એટલે તમે એમ કે સર્વસંગ પરિત્યાગ કર્યો છે એ ઉપકારી છે, પણ આત્માના કલ્યાણના હેતુથી એ અસંગપણું વિચારવામાં આવે અથવા પાળવામાં આવે તો. નહિતર નહિ.
એમ જાણીને જ્ઞાની પુરુષોએ ‘અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે....” પરમાર્થથી એટલે વાસ્તવિકપણે. જોકે વાસ્તવિકપણે સર્વસંગપરિત્યાગ કયારે થાય ? કે આત્માને પોતાના સ્વરૂપનો, અસંગતત્ત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય ત્યારે. અને એ દશામાં પણ એ વીતરાગતામાં આગળ વધે ત્યારે. મુનિદશા તો વિશેષ વીતરાગતાની છે. આત્મજ્ઞાન થવા ઉપરાંત, યથાર્થ બોધ એટલે આત્માનો યથાર્થ બોધ એવું જે આત્મજ્ઞાન, તે ઉત્પન્ન થયા પછી પણ જીવ વિશેષ વીતરાગતામાં આવે, ત્યારે પરમાર્થથી સર્વસંગપરિત્યાગ પ્રાપ્ત થવા યોગ્ય છે. જીવને સંગ રુચે જ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
રાજહૃદય ભાગ-૧૩ નહિ. પાંચમા ગુણસ્થાને પણ જેમ જેમ ઉપર ઉપરની પ્રતિમામાં જાય છે તેમ તેમ એ મુનિદશાની સમીપ જતા હોવાથી, મુનિદશાને યોગ્ય એવા જ ફેરફારો એમની દશામાં થાય છે. એટલે એ જીવો પણ સંગ છોડે છે. ચોથા ગુણસ્થાને જ્ઞાનીઓ પણ જેનો-તેનો સંગ કરતા નથી. ગમે તેનો સંગ ન કરે. એ પણ સત્સંગ સિવાય બીજું કાંઈ ઇચ્છતા નથી.
સંગ કરવાની બાબતમાં એમણે લલ્લુજીને જ્યારે પત્ર લખ્યો છે ત્યારે એ વાત ઉપર ધ્યાન દોર્યું છે કે ખરેખર સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય? કે જીવને યથાર્થ બોધ થાય ત્યારે. જીવને એવો બોધ ન થયો હોય અને સર્વસંગપરિત્યાગ કર્યો હોય તો એને વિશેષ જાગૃત રહેવું પડે કે આત્મજ્ઞાન થયા પહેલા આ ત્યાગ કર્યો છે, તો એ ત્યાગ મારા ઉદ્દેશ્યને અને મારા ધ્યેયને અનુસરીને એ ત્યાગનું કાર્ય ચાલે છે ? કે એમાં કાંઈ પાછી વિરૂદ્ધતા આવી જાય છે ? એ વિચાર એણે મુખ્યપણે કરવા યોગ્ય છે.
યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતા છતાં....” એમ જાણવા મળે કે ભાવલિંગરૂપ મુનિદશા આવે ત્યારે જ વાસ્તવિક સર્વસંગપરિત્યાગ થાય એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્ગુરુ, સપુરુષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે. શું કહ્યું? કે સર્વસંગપરિત્યાગની જે મુનિદશા છે એ મુનિદશા ન આવી હોવા છતાં પણ જો સંગની નિવૃત્તિ અથવા દીક્ષા અંગીકાર કોઈ કરે છે એને એમ જાણવું યોગ્ય છે કે સત્સંગમાં નિત્ય નિવાસ કરવો. એવા જ પોતાના જેવા જીવો હોય કે જે નિવૃત્તિમાં આવ્યા હોય અને જે આત્મહિતને ઇચ્છતા હોય એવા જીવોનો સંગ કરવો. એ સિવાય બીજા જીવોનો સંગ ન કરવો. એવા જ “સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી....” પોતે અણગારત્વ ધારણ કરે તો સત્સંગનો લાભ વિશેષ મળવા યોગ્ય છે એમ જાણીને..
સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે....... એ રીતે જ્ઞાન થયા પહેલા જો દીક્ષા આપવામાં આવે છે તો આ હેતુ હોવો જોઈએ. દીક્ષા લેનારનો, દીક્ષા દેનારનો. બંનેનો. સર્વસંગપરિત્યાગ કરવામાં આવે છે તો પછી તો ઘણી નિવૃત્તિ રહેશે. મુનિદશામાં, બાહ્ય મુનિદશામાં, દ્રવ્યસાધુત્વમાં પણ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પત્રાંક-૬૫૭ નિવૃત્તિ ઘણી રહેવાની, સંસારીક પ્રવૃત્તિ નહિ રહેવાની, તો એણે સત્સંગમાં નિત્ય નિવાસ કરવો. એણે એવા જ પોતાને યોગ્ય એવા, સત્સંગને યોગ્ય એવા જીવોનો. આત્મહિત કરવા ઇચ્છતા એવા જીવોના સંગમાં નિત્યપણે રહેવું. એમ જાણીને એ વાતને ઉપદેશી છે.
કે જે નિવૃત્તિને યોગે..” બાહ્ય નિવૃત્તિનો યોગ થવાથી શુભેચ્છાવાન એવો જીવ શુભેચ્છા એટલે ફરીને એ વાત એટલા માટે લીધી. “શુભેચ્છાવાન એવો જીવ...” એટલે આત્મહિતની જેની ઇચ્છા છે એવો જીવ. “સદ્દગુરુ...”ની યથાયોગ્ય ઉપાસના કરે એટલે જ્ઞાની પુરુષોના સંગમાં જાય. જેટલું બની શકે એટલો સંગ સદ્દગુરુનો કરે, “સપુરુષ..”નો કરે અને બાકીનો સમય “સાસ્ત્રની..” ઉપાસનામાં રાખે. સ@ાસ્ત્ર તો એક એવું નિમિત્ત છે કે ગમે ત્યારે મુમુક્ષજીવને કામમાં આવે છે. બીજી વ્યક્તિનો જ્યારે સંગ કરવો હોય ત્યારે તો તે વ્યક્તિની અનુકૂળ પરિસ્થિતિમાં સંગ થાય છે અથવા પોતાને સંગ કરવાને અનુકૂળ પરિસ્થિતિ હોય તો જ સંગ થાય છે. નહિતર બીજો સત્સંગ મળવો એટલો સુલભ નથી. જ્યારે સાસ્ત્રનો યોગ છે એ તો સન્શાસ્ત્ર જેણે વસાવ્યા હોય એને તો ગમે ત્યારે શાસ્ત્ર ઉઠાવીને સત્વશાસ્ત્ર . પોતાનો સમય વ્યતીત કરી શકે છે. એને એટલા માટે નિત્યબોધક કહ્યા છે.
સપુરુષને, સદ્ગુરુને નિત્યબોધક નથી કહ્યા. એ તો જ્યારે યોગ થાય ત્યારે તત્કાળબોધક કહ્યા છે. તે કાળે બોધ આપે છે. જ્યારે શાસ્ત્ર તો સદાય બોધ આપે છે. એટલે સદ્ગુરુ તત્કાળબોધક છે અને શાસ્ત્ર છે તે નિત્યબોધક છે. એમ બંનેના યોગની અંદર પોતપોતાના ગુણ-દોષ છે. પોતપોતાના ગુણ છે, પોતપોતાના દોષ છે. જેમ કે શાસ્ત્ર પરોક્ષ છે ત્યાં સન્દુરુષ પ્રત્યક્ષ નથી. તો ભલે ઓછા કાળની અંદર પણ સદ્ગુરુ કે સત્પરુષનો યોગ થાય, એ ભલે તત્કાળબોધક હોય તોપણ એ પ્રત્યક્ષ યોગ છે એનો ગુણ બહુ મોટો છે. એટલો ગુણ શાસ્ત્રથી ન થાય, જેટલો ગુણ સત્પરુષના સત્સંગથી થાય એટલો શાસ્ત્રથી નથી થતો. એટલે દરેકને પોતપોતાના ગુણ-દોષ છે.
સપુરુષનો યોગ છે એ નિત્ય રહેતો નથી. એમને પણ પોતાના ઉદય અનુસાર આવાગમન હોય છે અને પોતાને પણ પોતાના ઉદય અનુસાર આવાગમન હોય છે. એટલે એ યોગ પણ કાયમ મળતો નથી. પ્રત્યક્ષ યોગનો લાભ વિશેષ હોવા છતાં એટલો વિશેષ યોગ ન રહે જેટલો સાસ્ત્રનો યોગ રહી
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
રાજહૃદય ભાગ-૧૩ શકે એટલો સપુરુષનો યોગ નથી રહી શકતો. પણ જ્યારે જે ઉપલબ્ધ હોય અથવા પ્રથમ જો સપુરુષના યોગની પ્રાપ્તિ હોય તો તેની ઉપાસના કરવી યોગ્ય છે. જો પુરુષનો યોગ ન મળે એવી પરિસ્થિતિ હોય તો સાસ્ત્રની ઉપાસના કરવી યોગ્ય છે.
સન્શાસ્ત્રની ઉપાસના કરવી અને સદ્ગુરુની ઉપાસના કરવી એ બંનેમાં જે તાત્પર્ય છે અથવા મુખ્યપણે જે વાત છે એ તો પરસમ્મુખતા છોડીને સ્વરૂપ સન્મુખતા કરાવવાની છે. સદ્ગુરુના બોધમાં પણ એ જ લક્ષ છે, શાસ્ત્રબોધનું પણ એ જ લક્ષ છે. એટલે બંને બાહ્ય નિમિત્ત હોવા છતાં અને બાહ્ય પરિણામે તેની ઉપાસના થતી હોવા છતાં અંતર્લક્ષ એ હોવા યોગ્ય છે કે મારા પરિણામને સાસ્ત્ર અને સદ્ગુરુના યોગે પણ અંતર્મુખ કરવા બાજુ મારે વાળવા. એ લક્ષ રાખીને અથવા એવું લક્ષ છોડ્યા વિના તે ઉપાસવા યોગ્ય છે. નહિતર એ માત્ર બાહ્યવૃત્તિ રહ્યા કરે.
જેમકે કોઈ જીવોને નિવૃત્તિ કુદરતી પુણ્યયોગે હોય છે. તો એ નિવૃત્તિમાં આવ્યા પછી શાસ્ત્રો વાંચ્યાવાચ કરે, એટલા બધા શાસ્ત્રો વાંચે અને એ વાંચ્યા પછી એટલા બધા એના વિકલ્પો વધે કે એક એક વાતની અંદર એને ખૂબ વિચારો આવવા માંડે. એક વાત સામે આવે ત્યાં એટલા બધા વિચાર ચાલે... એટલા બધા વિચાર ચાલે. કેમકે વાંચ્યું હોય અને ધાર્યું હોય ઘણું. પછી એ બધું સંઘર્યું હોય એમાંથી એ બધું એક વાત ઊભી થાય એને લાગુ કરવાનો સહેજે સહેજે અંતર એ પ્રકારે પણ સત્યાસ્ત્રની ઉપાસના કરવા યોગ્ય નથી.
જે જીવો સાંસારિક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી લેતા એવા જીવોને તો એમ કહેવામાં આવે છે કે પુરુષ અને સન્શાસ્ત્રની ઉપાસનામાં રહેવું. પણ જે નિવૃત્તિમાં આવ્યા છે અને સાસ્ત્રની ઉપાસનમાં રહે છે, એને એમ કહેવામાં આવે છે કે, એવી રીતે શાસ્ત્રમાં જ ઉપયોગ રહ્યા કરે અને આત્મામાં ઉપયોગ ન જાય તો એ સાસ્ત્રની યથાર્થ યથાયોગ્ય ઉપાસના નથી.
અહીંયાં એક શબ્દ વાપર્યો છે. વિચાર ત્યાંથી લંબાય છે. નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ...” શુભેચ્છા એટલે જેને પોતાનું આત્મકલ્યાણ કરવાની ઇચ્છા થઈ છે એવા જીવને નિવૃત્તિ હોય, હોઈ શકે છે તો એને “સદ્દગુરુ, સપુરુષ અને સન્શાસ્ત્રની ઉપાસના કરવી એમ ન કહ્યું પણ “યથાયોગ્ય ઉપાસના કરવી.” એટલો શબ્દ નાખ્યો. યથાયોગ્ય ઉપાસના કરવી. એટલે એકલા પરિણામ
Page #150
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬ ૫૭.
૧૩૧ બહારમાં જ કર્યા કરે. ચાલો આ નિમિત્તો તો સારા છે ને, આપણે આ નિમિત્તો તો સારા છે ને, આપણે કોઈ અશુભ નિમિત્તોમાં તો નથી જતા ને અશુભકાર્યોમાં તો નથી જતા ને માટે આ વાંચ્યવાંચ કરો કે સાંભળો. અત્યારે Tape recording નું એક સાધન વધ્યું છે. નહિતર સાંભળવામાં તો કોઈ સંભળાવનાર વ્યક્તિ મળે તો જ માણસને સાંભળવાનો યોગ થાય. અત્યારે તો સંભળાવનાર વ્યક્તિ ન મળે તો એની Tape recording મળી જાય છે. આપણે વાંચવામાં ઉપયોગ નથી લાગતો તો સાંભળવામાં ઉપયોગ રાખો. કોઈ જીવની પ્રકૃતિ એવી હોય છે કે એને સાંભળવામાં ઉપયોગ રહે અને વાંચવામાં એનો ઉપયોગ ન રહે. કોઈ જીવની પ્રકતિ એવી હોય છે કે એને સાંભળવામાં એટલો ઉપયોગ ન રહે પણ વાંચવામાં વિશેષ ઉપયોગ રહે. તો જેને જે અનુકૂળ પડે એ રીતે સાધન રાખે. પણ એ સાધનથી.
. સદ્દગુરુનો ઉપદેશ પણ તેમનાથી ઉન્મુખ કરાવીને સ્વરૂપસન્મુખ કરાવે છે. મેં તો એમ ગ્રહણ કર્યું છે, મેં તો એવો ઉપદેશ લીધો છે કે વૃત્તિને એમનાથી ઉન્મુખ કરાવીને પોતાના સ્વરૂપસન્મુખ કરાવે છે. એની યથાયોગ્ય ઉપાસના ક્યારે થઈ ગણાય કે ક્યારે થઈ કહેવાય ? કે એ કહે છે એવું પોતે કરે ત્યારે. એ એમ નથી કહેતા કે તું મારો ઉપદેશ એકાંતે સાંભળ્યા જ કરજે. ખરેખર તો એમ કહે છે કે હું કહું છું એમ તું કર. તો તે ઉપદેશ સાંભળ્યો છે અને હું કહું છું એવો પ્રયત્ન અને એવો પુરુષાર્થ ન કર તો એ ખરેખર સાંભળ્યું નથી અથવા યથાયોગ્યપણે સાંભળ્યું નથી.
એટલે એમ લીધું કે નિવૃત્તિ યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્દગુરુ, સપુરુષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસની કરી... શું કરે ? યથાર્થ બોધ પામે. એટલે યથાર્થ જ્ઞાનની એને પ્રાપ્તિ થાય. યથાર્થ જ્ઞાન એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. સદ્દગુરુ અને સાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરવાનો અર્થ જ એ છે કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, સ્વરૂપનો બોધ થાય તો એણે પુરુષની અને સાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી છે. નહિતર એવું અનંત વાર જીવ કરી ચૂક્યો છે. બહિર્લક્ષે, બહિર્ભવે તો અનંત વાર કરી ચૂકયો છે. અત્યારે પણ જો એમ જ કરે તો પછી એણે યથાયોગ્ય ઉપાસના કરી નથી અને એને યથાર્થ બોધ પણ આવવાનો અવસર નથી.
એટલે એમાંથી એ મેળવવાનું છે કે પ્રત્યક્ષયોગ હોય કે સલ્ફાસ્ત્રનો યોગ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
રાજહૃદય ભાગ-૧૩ હોય, એ કેવી રીતે જીવના પરિણામને અંતર્મુખ કરવામાં દોરી જાય છે ? આ વાત ઉપર લક્ષ કેન્દ્રિત કરીને એનો પ્રયોગ કરવામાં આવે તો અંતર્મુખ થાય. નહિતર માત્ર એ ધારણાનો વિષય થઈ જાય કે આમ કહેવા માગે છે... આમ કહેવા માગે છે. અહીંયાં આમ કહેવા માગે છે... આ શાસ્ત્રમાં આમ કહેવા માગે છે. આ જગ્યાએ આમ કહેવા માગે છે... આ જગ્યાએ આમ કહેવા માગે છે.
અપેક્ષાઓ અને વિવિક્ષાઓના, આગમ અનુસારના, શાસ્ત્ર અનુસારના જ્ઞાનથી સંતુષ્ટપણું થાય તો અંતર્મુખ થવાનો પ્રયત્ન, એનો ઉપાડ ન આવે. એટલે જેને એવા નિમિત્તોનો યોગ છે, તો એને એ વિશેષપણે લક્ષ કરવા યોગ્ય છે કે માત્ર મારે સમજણ કરવી છે એટલે માહિતી મેળવવી છે એમ નથી. પણ ખરેખર તો સમજણ થયા પછી મારા કાર્યની શરૂઆત મારે કરવાની છે. કાર્ય શરૂ થાય એ પહેલાની ભૂમિકા સમજણની છે. એ ભૂમિકામાં જો હું આવ્યો હોય તો કાર્ય કેવી રીતે મારે શરૂ કરવું ? એ વાતની મારે શરૂઆત કરવી જોઈએ. તો એ સમજણનો ઉપયોગ થાય છે. નહિતર સમજાયાનો સંતોષ થાય છે અને એ સમજાયાનો સંતોષ એ એક પાછી ભયંકર દશા છે. કેમકે પછી ત્યાંથી એને નીકળવામાં, સંતોષ થયા પછી ત્યાંથી નીકળવામાં પુરુષાર્થ કાર્યકારી થતો નથી અથવા જીવને પુરુષાર્થ ઉપડતો નથી.
વેપાર કરે તો પણ કમાણી થઈ કે નહિ એ જોવે છે. વેપાર થયો કે નહિ એમ નથી જોતા. પણ એમાં કમાણી કેટલી થઈ એમ જોવે છે. એમ સત્સંગમાં કે સાસ્ત્રમાં નિવૃત્તિયોગે પરિણામનો વ્યાપાર થયો તો પરિણામમાં લાભ થયો કે નહિ એમ જોવું જોઈએ. ફક્ત મેં શાસ્ત્ર વાંચ્યું કે આટલા કલાકનો સત્સંગ ઉપાયો એ વેપાર સામું ન જોવાય. લાભ થયો કે નહિ એના સામું જોવાનું હોય છે. કેમકે મતલબ તો, પ્રયોજન તો લાભથી છે એમનેમ કાંઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. એ ૬પ૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૫૮
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨ ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે ? તે લખવાનું બની શકે તો લખશો.
Page #152
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૫૮
૧૩૩
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે : “લૌકિક અને શાસ્ત્રીય'. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે.
૬૫૮મો પણ લલ્લુજીમુનિ' ઉપરનો જ પત્ર છે. “ત્રણે પત્રો મળ્યાં છે. એટલે જેમ પોતે પત્રો ઘણાં લખ્યા છે એમ પોતાને ઘણા પત્રવ્યવહારનો પ્રસંગ પણ હતો. મુમુક્ષુઓ પણ ઘણા પત્રો એમને લખતા હતા. આ સુદ ૧૦ અને ૬ દસ દિવસમાં એમના ત્રણ પત્રો મળ્યા છે. દસ દિવસે ફરીને પત્ર લખ્યો છે તો એમાં ત્રણ પત્રો તો લલ્લુજીના પહોંચેલા છે. બીજાઓના આવ્યા હોય એ જુદા છે. ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ કયારે ગમન થવું સંભવે છે ? તે લખવાનું બની શકે તો લખશો.” ખંભાત' તમે ક્યારે જવાના છો એ કાંઈ નક્કી થયું હોય તો લખજો. એટલે અત્યારે એ ખંભાત નથી. પણ કોઈ બીજા ગામમાં છે.
મુમુક્ષુ - “કઠોર'.
પૂજ્ય ભાઈશ્રી – “કઠોર' છે. એટલે આજુબાજુના ગામમાં (છે). એ લગભગ ખેડા', “નડિયાદ, ખંભાત' અને આજુબાજુના એ ચરોતરમાં જ લગભગ ત્યાં (રહેતા). મુમુક્ષુઓ પણ, “કૃપાળુદેવના અનુયાયીઓ પણ ત્યાં લગભગ રહ્યા છે. અને પોતે પણ એમના સત્સંગમાં અવારનવાર રહ્યા છે.
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. શું કહે છે ? હવે લલ્લુજી પોતે ત્યાગી છે. ત્યાગી હોવા છતાં, સપુરુષનો યોગ થવા છતાં મિથ્યાત્વનો ત્યાગ નથી થતો તો શું કારણ છે ? સંસારી માણસને તો એમ કહેવાય કે, એ સંસારી કાર્યમાં ડૂબેલો છે, એને ધર્મ પામવામાં તકલીફ થાય. પણ જેણે સંસાર ત્યાગ કર્યો, ગૃહસ્થદશા છોડી તો પછી એને ધર્મ પામવામાં હવે શું નડે છે ? જેણે સંસારિક કાર્યોથી નિવૃત્તિ લઈ લીધી. એણે ધર્મ પામવા માટે તો નિવૃત્તિ લીધી છે. તો એને હવે શું નડે છે ? કેમ એનું મિથ્યાત્વ છૂટતું નથી અને ધર્મ પ્રાપ્તિ થતી નથી ? આના ઉપર એમણે પ્રકાશ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
રાજહૃદય ભાગ-૧૩
પાડ્યો છે. જ્યારે જીવ નિવૃત્તિ લે છે અને નિવૃત્તિ લીધા છતાં પણ એને મિથ્યાત્વનો અભાવ થતો નથી, નાશ થતો નથી એમાં બે કારણ છે. બે પ્રકારના અભિનિવેશ. બે અભિનિવેશ એટલે બે પ્રકારના અભિનિવેશ મિથ્યાત્વનો ત્યાગ કરવામાં આડા આવીને ઊભા રહે છે, મિથ્યાત્વનો ત્યાગ કરવામાં અથવા ધર્મની પ્રાપ્તિમાં પ્રતિબંધ, અવરોધરૂપે આડા આવીને ઊભા રહે છે. આ જગ્યાએ બહુ સરસ વાત કરી છે.
તે આ પ્રમાણે :...’ કયા બે પ્રકારના અભિનિવેશ ? કે બ્લૌકિક' અને શાસ્ત્રીય” અભિનિવેશ. લૌકિક અભિનિવેશ એટલે લોકોની નજરમાં પોતે સારો દેખાય, જે દેખાય છે એથી પણ હજી વધુ સારો દેખાય. એવા પ્રકારની જીવની જે વૃત્તિ ચાલુ રહેવી, એવી પિરણિત ચાલુ રહેવી એને લૌકિક અભિનિવેશ કહેવામાં આવે છે. ઉપયોગ તો ક્યારેક થાય કે બીજાની નજરમાં આપણું સ્થાન, આપણી છાપ તો સારી છે ને.
પોતાની છાપ સારી રહે, સારી પડે અને સારી હોય તો વધુ સારી થાય એવો વિચા૨ ભલે ક્યારેક આવે પણ અભિપ્રાય હોય એટલે પિરણિત ચાલુ થઈ જાય. અભિનિવેશ થાય એટલે એ પરિણતિ ચાલુ રહે. અને પોતાનું તમામ વર્તન, પછી જે પોતાની વર્તના છે એ બધું બાહ્ય પ્રવર્તન એવી રીતે જ એ રાખે કે જેમાં પોતાની છાપ બગડે નહિ અથવા છાપ સારી ને સારી રહે. આવી રીતે જે પરિણતિ કામ કરે છે અને જે પિરણિત અનુસાર પછી ગમે તે પ્રવૃત્તિ એ પરિણતિ અનુસા૨ જ થવાની. ધર્મના ક્ષેત્રમાં નિવૃત્તિ લઈને જીવ આવ્યો તો હું ધર્મીજીવ છું એવી તો છાપ રહેવી જ જોઈએ ને, હું આત્માર્થી છું એવી તો છાપ રહેવી જોઈએ ને, હું મુમુક્ષુ છું એવી તો છાપ બધાને પડવી જોઈએ. એને અનુસરીને એવા લક્ષે જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે લૌકિક અભિનિવેશમાં જાય છે. અને આવો જે લૌકિક અભિનિવેશ છે એ જીવને મિથ્યાત્વ દૃઢ કરાવે છે. છોડવાનો તો અવસ૨ જ એને આવે નહિ.
જેમ ૫૨૫દાર્થમાં પોતાપણું થાય તો મિથ્યાત્વ થાય છે અથવા મિથ્યાત્વ દૃઢ થાય છે. એમ આવો લૌકિક અભિનિવેશમાં જીવ ધાર્મિક પ્રવૃત્તિ કરે, કોઈ શુભ પ્રવૃત્તિ કરે, શુભયોગની પ્રવૃત્તિ કરે, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધિત પ્રવૃત્તિ કરે તો એને મિથ્યાત્વ દૃઢ થાય છે, એને મિથ્યાત્વ છૂટતું નથી.
સામાન્ય રીતે જે સન્દેવ, ગુરુ-શાસ્ત્ર-સત્પુરુષ છે એમના યોગે તો મિથ્યાત્વ
Page #154
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૮
૧૩૫
મંદ થવું જોઈએ. અને મિથ્યાત્વ મંદ થાય એવા એ નિમિત્ત છે. પણ જો લૌકિક અભિનિવેશથી એમના કાર્યો કરવામાં આવે તો મિથ્યાત્વ ઉલટાનું તીવ્ર થાય છે. આ એક દર્શનમોહ સંબંધિત બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. ઘણો મહત્ત્વનો. એટલા માટે આપણે ત્યાં દાનની સાથે નામને મહત્ત્વ આપવામાં નથી આવતું એનો એક પારમાર્થિક હેતુ રહેલો છે. દાનમાં નામ નહિ જોડવાનો પા૨માર્થિક હેતુ આ છે કે લૌકિક અભિનિવેશ કરવો નથી, છે એ ઘટાડવો છે, વધારવો તો બિલકુલ નથી. માટે મારે મારા નામ સાથે કાંઈ લેવાદેવા નથી. અને જો કોઈ દાન દેનાર નામનો આગ્રહ રાખે તો એમ સમજવા યોગ્ય છે કે તીવ્ર લૌકિક અભિનિવેશમાં એ આવીને વર્તવા માગે છે. તો એને તો કરવું, કરાવવું કે અનુમોદવું એ જેને દર્શનમોહ પોતાનો ઘટાડવો છે એને કરવું, કરાવવું, અનુમોદવું ત્રણમાંથી એકેય પ્રકાર રાખવો જોઈએ નહિ.
મુમુક્ષુ :– ‘ગુરુદેવશ્રી’ બહુ વજન આપતા...
પૂજ્ય ભાઈશ્રી :– એટલે તો આપણે ત્યાં સોનગઢ’માં નામ રાખવાની પદ્ધતિ પહેલેથી નહોતી. હવે જે થોડી થોડી ક્યાંક ક્યાંક શરૂ થાય છે એ પણ સારું તો નથી જ. કેમકે એમાંથી જેનું નામ હોય છે એને તીવ્ર લૌકિક અભિનિવેશ વર્તવા લાગે છે કે જુઓ ! મારું અહીંયાં નામ છે... મારું અહીંયાં નામ છે... મારું અહીંયાં નામ છે. નામેય તારું નથી અને જે શરીરનું નામ છે એ શરીર પણ તારું નથી. બેમાંથી એક્કે તારું નથી. તારે કાંઈ લેવા કે દેવા. એક નામધારી કેટલા માણસો હોય છે ?
મુમુક્ષુ :- ઘણા શાંતિલાલ છે.
પૂજ્ય ભાઈશ્રી :- કેટલા ‘શાંતિલાલ’ મળે ? પાર વગરના મળે. અશાંતિલાલ પણ ‘શાંતિલાલ’ હોય અને ‘શાંતિલાલ’ પણ ‘શાંતિલાલ’ હોય. નામથી શું મતલબ છે ? દર્શનમોહને વશ જીવને એક વ્યામોહ થાય છે. મારું નામ... મારું નામ... મારું નામ... મારું નામ... એ થયા કરતું હોય છે. એ જીવને એનો રસ લેવો, લૌકિકપણે લોકો જાણે એવી રીતે મારા કાર્યો, મારા સારા કાર્યો લોકો જાણે એવા હોવા જોઈએ, હું સારા કાર્યો કરીશ પણ લોકો જાણે એવા હોવા જોઈએ, એવો જે રસ લેવો એ જીવને પોતાને ઝેર ખાવા બરાબર છે. એ લૌકિક અભિનિવેશને પરિણતિ જોઈને એને લોકસંજ્ઞા પણ એવું નામ પણ પોતે આપે છે. લોકસંજ્ઞા. અને કાળકૂટ ઝેર છે એમ કહ્યું છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
રાજહૃદય ભાગ-૧૩
કેમકે એવી લોકસંજ્ઞામાં આવેલો જીવ, લૌકિક અભિનિવશમાં ઊભેલા જીવને સમ્યક્ત્વ બહુ દૂર થઈ જાય છે. કેમકે મિથ્યાત્વ ઘણું દૃઢ થાય છે, દર્શનમોહ તીવ્ર થાય છે એ જીવ સમ્યક્ત્વથી દૂર થઈ જાય છે. એટલા માટે એનો જોરથી એમણે નિષેધ કર્યો છે. એટલે આ એક મુદ્દા ઉપર કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરતાં આ મુદ્દા ઉપર પોતે વિશેષ ધ્યાન દેવા જેવું છે. છેવટે એવું પણ જીવ બહાનું પકડે છે કે ભાઈ ! આપણે આપણું નામ બહાર પાડ્યું હોય તો બીજાને પણ પ્રેરણા મળે ને ! પણ એ તો સાધર્મીજીવો માટે લાગુ પડે છે. કોઈ ધર્માત્મા દાન દે છે. લૌકિક અભિનિવેશ વગર એમની એ દાનની પ્રવૃત્તિ હોય છે. એવી આદર્શ પ્રવૃત્તિ જોઈને બીજાને પણ એ જ પ્રકારે પ્રવૃત્તિ કરવાનું મન થાય એની વાત છે. પણ ગમે તેના નામથી બીજાને પણ એમ થાય છે એવું કાંઈ નથી. એવી રીતે બધાને કોઈ બધા અનુસરતા નથી. અથવા ગમે તેવા માણસને બધા અનુસરતા નથી. પણ જે ખરેખર દશાથી મહાન છે અથવા ગુણથી મહાન છે, ગુણ પ્રગટવાથી જે મહાન છે એને લોકો અનુસરે છે. ગુણવાનને અનુસરે છે. તો એનું નામ જોઈને એનું નામ બહાર પાડવામાં આવે છે કે ભાઈ ! આ જુઓ એમણે પણ આ જગ્યાએ પ્રારંભ કર્યો છે, એમની વૃત્તિ પણ આ જગ્યાએ દાન દેવાની થઈ છે. આપણે પણ એમને અનુસરો. એમ કરીને કોઈ ધર્માત્માની રકમ નાની હોય તોપણ પહેલા લખવામાં આવે છે. કેમકે એ એક માંગળિક થયું ને ? એમનો ભાવ છે એ મંગળભાવ છે. માટે એ રકમ પહેલી લખવામાં આવે છે.
મુમુક્ષુ :– માતાજીની રકમ પહેલી લખાય.
પૂજ્ય ભાઈશ્રી :- આપણે લખતા જ હતા ને. આપણે ફંડ કરતા હતા તેમાં ક્યાંક એમને પોતાને વિકલ્પ આવ્યો હોય કે મારા આટલા લખજો. તો બધા છ આંકડાવાળા પાછળ રહી જાય અને ચાર આંકડાવાળાની પહેલી રકમ લખવામાં આવે. બીજાએ ભલે લાખ લખાવ્યા હોય. એમના ભલે હજાર લખેલા હોય, અગિયારસો લખેલા હોય તોપણ એ પહેલા લખવામાં આવે છે. એનું કારણ શું ? કે બીજાને અનુસરવાનું એ નિમિત્ત બને છે.
મુમુક્ષુ :– પોતાને અંશ પણ ન હોય કે મારું નામ આવે.
પૂજ્ય ભાઈશ્રી :– એમને કાંઈ લેવાદેવા નથી. એ તો એમ સમજે છે કે એ રૂપિયા મારા હતા જ કે દિ’ ? એમના જ્ઞાનમાં તો એમ છે કે એ રૂપિયા કાંઈ મારા તો હતા જ નહિ. જ્યાં પડ્યા હોય ત્યાં એ મારા નહોતા અને જ્યાં હતા અને જેના
Page #156
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૮
૧૩૭ હતા એનો જો કોઈ સત્કાર્યમાં ઉપયોગ થતો હોય તો તે અનુમોદવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, કરાવવા યોગ્ય છે. બાકી નામનો તો એને વિકલ્પ સુદ્ધા આવતો નથી. કેમકે લૌકિક અભિનિવેશ ટળીને, મિથ્યાત્વ ગાળીને સમ્યકત્વમાં આવ્યા છે. એને પોતાના નામનો કે મહત્તાનો વિકલ્પ હોતો નથી.
મુમુક્ષુ :- ..
પૂજ્ય ભાઈશ્રી :- લૌકિક અભિનિવેશ જ છે. એ એનું નાસ્તિનું બીજું પડખું છે.
મુમુક્ષુ - સમજાણું નહિ.
પૂજ્ય ભાઈશ્રી – જેમકે સારા કાર્યોથી પોતાનું સારાપણું દેખાડવું છે. તો પોતાના જે દોષિત પરિણામ છે એ વ્યક્ત ન થાય અને ઢંકાઈ જાય તો લૌકિકમાં મારું ખરાબ ન દેખાય અને સારું દેખાય એ બેમાં શું ફેર છે ? એ બેમાં કાંઈ ફેર નથી. એટલે મુમુક્ષુએ પોતાના દોષ જોવા, પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોઈને તે પોતાના દોષને પ્રગટ પણ કરવા. એમ લીધું છે. પ્રગટ પણ કરવા. એ પ્રગટ કરવાનું એટલા માટે લીધું છે કે અભિનિવેશ ટાળવો છે. ખરેખર તો એ દોષ પ્રગટ કરનારની મહાનતા છે. એ એનો કાંઈ અવગુણ નથી. એ એનો ગુણ છે. એ ખરેખર તો એનાથી મહાન છે, એ એની મોટાઈ છે. એ એનું નાનાપણું નથી પણ મોટાપણું છે. પણ લૌકિક અભિનિવેશમાં તો અભિપ્રાય વિરુદ્ધ હોય છે. એટલે એ અભિપ્રાયને લઈને પોતે સારો કેમ દેખાય એટલું જ જોઈ શકે છે. અને એ જોવા માટે કૃત્રિમ પ્રયત્નો પણ અને કૃત્રિમ ભાવો પણ એમને આવે છે. એ આત્માના આનંદઅમૃતને પ્રાપ્ત થવા યોગ્ય એવું જે સમ્યગ્દર્શન એની વિરુદ્ધ એવું ઝેર છે. અમૃત તો મળતું નથી પણ ઝેર લેવાય જાય છે એ વાત વિશેષ કરીને લક્ષમાં રાખવા યોગ્ય છે.
મુમુક્ષુ -..
પૂજ્ય ભાઈશ્રી :- લૌકિક ક્ષેત્રમાં તો લૌકિક અભિનિવેશ હોય જ છે. લૌકિક ક્ષેત્રની અંદર તો જે લોકો પ્રવૃત્તિ કરે છે એ તો લોકની અંદર પોતાનું સ્થાન વધારેમાં વધારે સારું રાખવાનું તો સહેજે અભિપ્રાયમાં હોય છે. કેમકે એમાં તો અલૌકિક એવું જે સમ્યકત્વ અથવા મિથ્યાત્વનો ત્યાગ કરવાનો વિષય જ નથી. એટલે જે જીવો લૌકિક ક્ષેત્રમાં પડ્યા છે એ તો લૌકિક અભિનિવેશમાં અવશ્ય હોય જ છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
રાજય ભાગ-૧૩
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. હાસ્તો. કયાંય પણ, કોઈપણ જે લોકસંજ્ઞા છે. એટલે એમનું એમ કહેવું છે કે, ધાર્મિક સમાજમાં જ છાપ પાડવાની વાત છે ? કે જે લૌકિક સમાજ છે એમાં પણ છાપ પાડે એને લૌકિક અભિનિવેશ કહેવાય? મૂળ તો એમ પ્રશ્ન છે ને ? મૂળ પ્રશ્ન એમ છે કે, લૌકિક અભિનિવેશ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં, ધાર્મિક પ્રવૃત્તિ કરતા પોતાની છાપ વધારે સારી કરવામાં જ લૌકિક અભિનિવેશ ગણાય કે લૌકિક કાર્યમાં પણ પોતાની મહત્તા દેખાય એવા કાર્યો કરે અને પોતાનું મહત્ત્વ જળવાય એવી રીતે વર્તે તો એને પણ લૌકિક અભિનિવેશ કહેવાય ? બંનેને લૌકિક અભિનિવેશ કહેવાય.
ધાર્મિક ક્ષેત્રમાં તો એટલો અવસર છે કે આ લૌકિક અભિનિવેશ છે અને છોડવા યોગ્ય છે, બહુ મોટો દુર્ગણ છે એટલી ચર્ચાનો, એટલા વિચારો અને ત્યાંથી ખસવાનો કાંઈ પણ અવકાશ છે અને પ્રયત્ન છે. જ્યારે પેલા ક્ષેત્રમાં તો એ વિચાર જ નથી. બધા કરતા હું સારો દેખાવ અને મારી ખુરશી સૌથી વધારે આગળ હોવી જોઈએ. આ જે લોકો પુણ્યથી મોટા હોય છે ને ? એમને કોઈ General મોટી સભા હોય અને એમાં આમંત્રણ આપે કે ભાઈ ! ટાઉન હોલમાં મોટી સભા ભરાવાની છે. ગામના બધાને આમંત્રણ આપ્યું છે. તમે તો ગામની કોઈ વિશિષ્ટ વ્યક્તિમાં ગણાવ. માટે તમને ખાસ આમંત્રણ છે. તો પૂછે. બહુ મોટા માણસો હોય એના Severetary, Personal assistant એવા કોઈ હોય તો પહેલા તો આમંત્રણ દેનારને પૂછે કે કોણ કોણ આવવાના છે ? એટલે એના બરાબરીયા કોણ છે ? એનાથી મોટા કોણ છે? આવવાના છે તો બધાની ખુરશી કેવી રીતે ગોઠવાવાની છે ? મારા બોસ અથવા મારા સાહેબની ખુરશી ક્યાં રહેશે ? બીજાની ક્યાં રહેશે ? બધું નક્કી કરો. પછી આવવાનું નક્કી કરશે. ત્યાં સુધી તમારું આમંત્રણ સ્વીકારવામાં નહિ આવે. આવી બધી ચોખવટ થાય પછી સ્વીકારે. એવી રીતે એની Seat ન ગોઠવાય કે એ માણસ Degrade થયેલો ગણાય. Upgrade દેખાય એનો વાંધો નહિ પણ Degrade એનો દેખાવો ન જોઈએ. એવો દેખાવ નહિ થવો જોઈએ. એવી રીતે લૌકિક પ્રવૃત્તિઓ તો ચાલે જ છે.
લૌકિકમાં જે પુણ્યની મોટાઈ છે એમાં તો આવી બધી પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે અને એમાં તો એ લૌકિકભાવને છોડવાનો વિચાર સુદ્ધા નથી. ત્યાં તો એ ભાવો દઢ કરવાની જ પરિસ્થિતિ અને વાતાવરણ ચાલતું હોય. માહોલ પણ એવું
Page #158
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૮
૧૩૯
જ હોય કે કોણ કોનાથી સારો દેખાય ? આ બધા ભેગા થયા એમાં મારી છાપ સૌથી વધારે સારી દેખાય, મારું સ્થાન સૌથી આગળ દેખાય. ત્યાં તો એ જ પ્રકા૨નું વાતાવ૨ણ, અંતર-બાહ્ય એવું જ વાતાવરણ હોય છે. એક ખાલી એને બેસવું હોય તો એવી રીતે બેસે. પછી ત્યાં એને સીટ લેવાની હોય તો એવી રીતે સીટ લે કે જાણે કાંઈક પોતે ગુરુદેવ”ની ભાષામાં કહીએ તો ઠુંઠ થઈને બેસે. કાઠિયાવાડી ભાષા છે. ઠુંઠ થઈને બેસે. કહે છે કે લૌકિકમાં તો જીવે એ બધું ઝેર ખાધું જ છે. અનંત કાળથી એવા ઝેર પીધા છે અને પીતા પીતા અહીં સુધી આવ્યો છે. હવે એમ કહે છે કે એ લૌકિક અભિનિવેશ અહીંયાં ધર્મના ક્ષેત્રમાં આવીને તો છોડ. નહિતર ધર્મની પ્રાપ્તિ એવી કોઈ સુલભ નથી કે એવી રીતે લૌકિક અભિનિવેશ રાખતા પણ જીવને આત્મકલ્યાણ થઈ શકે એ બનવા યોગ્ય નથી.
મુમુક્ષુ :
=
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. ધાર્મિકવાળો તો વધારે અપરાધી છે. લૌકિકવાળો તો અપરાધી છે, ધાર્મિકવાળો તો વધારે અપરાધી છે. ઓલાને તો કોઈ સાનભાન રહ્યું નથી. એટલે સાનભાન નથી ને એની તો દુર્ગતિ નક્કી જ છે. એની તો કોઈ સારી ગતિનો વિચાર પણ કરી શકાય એવું નથી. પણ આ ક્ષેત્રમાં આવીને કાં (આ પ્રવૃત્તિ) ? જ્યાં એ છોડવાનું છે ત્યાં એ કાં તું વધારે તીવ્ર ક૨ ? એમ કહે છે. એ તો કરવા જેવું છે નહિ.
‘લલ્લુજી’ને આ વાત લખી છે. ત્યાગી છે, દીક્ષાધારી છે, પાત્રતામાં આવેલા જીવ છે. આ કાળે તો એ પાત્રતામાં આવેલા જીવ છે. સાધુ હોવા છતાં ગૃહસ્થી સત્પુરુષનો સમાગમ કરે છે, એમની વંદના કરે છે અને બહુ નમ્રતાથી પરિચય કરે છે. તોપણ એક લાલબત્તી મૂકી કે લૌકિક અભિનિવેશમાં તો વર્તતા નથી ને ? ધ્યાન રાખજો. કહેવાનું કારણ એ છે. પત્રની અંદર એ વાતનો ઉલ્લેખ કરવાનું એ કારણ છે કે કાંઈ લૌકિક અભિનિવેશમાં નથી વર્તતા ને ? દાનવાળા નહિ, પ્રવચન ક૨ના૨ને એ પણ વધારે લાગુ પડે છે. જે વક્તા હોય, લેખક હોય એને પણ સમાજની અંદર એની પ્રસિદ્ધિ થવાની. લેખક તરીકે એનું નામ આવે. વક્તાની અંદ૨ અનેક માણસો સાંભળવા બેસે. તો એને પણ લૌકિક અભિનિવેશ છે એ એકદમ જાગૃતિ રાખવાનો મુદ્દો છે. બહુ જાગૃતિ રાખવાનો મુદ્દો આ છે કે કોઈપણ જાહેર પ્રવૃત્તિની અંદર જાહેર રીતે આવવાનું થાય ત્યાં, પછી કોઈપણ હોય, ત્યાં લૌકિક અભિનિવેશ આડો આવીને ઊભો રહે તો મિથ્યાત્વ દૃઢ થાય, સમ્યક્ત્વની
Page #159
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
૧૪૦
પ્રાપ્તિ ન થાય. એ બહુ મહત્ત્વનો વિષય છે.
બીજો શાસ્ત્રીય અભિનિવેશ છે તે શાસ્ત્ર સંબંધિત છે. ક્ષયોપશમ વિશેષ હોવાને લીધે, જ્ઞાનનો ઉઘાડ વિશેષ હોવાને લીધે શાસ્ત્રજ્ઞાન પણ વિશેષ ધારણાયોગ્ય થાય છે. અને ત્યારે એમાં જે અહંપણું આવે છે, હું જાણું છું, હું સમજું છું, બીજા કરતા મારામાં જ્ઞાન વિશેષ છે એવો જે શાસ્ત્રજ્ઞાન સંબંધીનો પ્રકા૨ ઉત્પન્ન થાય છે એને શાસ્ત્રીય અભિનિવેશ કહે છે.
અથવા સત્સંગનો યોગ હોવા છતાં તે યોગ છોડીને જે શાસ્ત્રનું અધ્યયન રાખે છે એ સત્સંગ કરતાં શાસ્ત્ર ઉપર વધારે વજન આપે છે. ત્યાં પણ શાસ્ત્રીય અભિનિવેશ હોવાને લીધે એમ થાય છે. અને એમાં પણ સત્પુરુષનો યોગ હોય એ પ્રસંગ છોડીને જો કોઈ શાસ્ત્રના અધ્યયનમાં રોકાય છે એને તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો. એ એમણે પાછળના ૬૬૧ નંબરના પત્રમાં એ સંબંધીનો ખુલાસો કર્યો છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ. અવતરણ ચિહ્ન કરીને એવો શબ્દ વાપર્યો છે. અપ્રશસ્ત એટલે અશુભ પ્રકારનો. શાસ્ત્રના જ્ઞાનસંબંધીના પરિણામ તો શુભપરિણામ છે. શાસ્ત્રજ્ઞાનના પરિણામ તો શુભપરિણામ છે. તોપણ અહીંયાં પોતાના મહત્ત્વને ખાતર સત્પુરુષના સમાગમને ગૌણ કરીને જે જીવો શાસ્ત્રની પ્રધાનતા આપીને શાસ્ત્ર વાંચનમાં રહે છે અને એમ વિચારે છે કે અમે તો ગણધરદેવ જેવા અથવા તો આચાર્ય જેવા ઊંચા ગુણસ્થાનમાં બિરાજમાન પુરુષોના વચનોનું અધ્યયન કરીએ છીએ. આ સત્પુરુષ તો અવિરત સમ્યગ્દષ્ટિ છે. તો એને પોતાના મહત્ત્વનો એટલો બધો ત્યાં પોતાની મહત્તાનો અભિનિવેશ છે કે એને અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. અને એ વાત એમણે બહુ ઊંડાણમાં જઈને પ્રસિદ્ધ કરેલી છે. એ વિષય એમણે ઘણો ઊંડાણથી કહેલો છે. વિશેષ લઈશું...
Page #160
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૮
તા. ૨૨-૩-૧૯૯૧, પત્રાંક – ૬૫૮ થી ૬૬૨ પ્રવચન નં. ૨૯૬
૧૪૧
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર ૬૫૮ ચાલે છે. પાનું-૪૮૯. મિથ્યાત્વનો ત્યાગ અથવા મિથ્યાત્વનો નાશ નહિ થવાના કારણોની ચર્ચા છે. જીવ જૈન સંપ્રદાયમાં હોય અને સંપ્રદાયમાં વિહિત કરેલી ક્રિયાઓ કરતો હોય છતાં એને મિથ્યાત્વનો નાશ કેમ થતો નથી ? એનું કા૨ણ અભિનિવેશ છે.
અભિનિવેશ એટલે મિથ્યા અભિપ્રાય. મિથ્યા અભિપ્રાય રાખે અને મિથ્યાત્વનો નાશ થાય એ તો નહિ બની શકવા યોગ્ય છે. એમાં આ પત્રમાં બે પ્રકાર લીધા છે. લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ. શાસ્ત્ર સંબંધી અહંભાવ થાય, ક્ષયોપશમનું અહંપણું થઈ જાય એને શાસ્ત્રીય અભિનિવેશ કહે છે. અથવા આત્માર્થના આશય વિના કોઈપણ આશયથી શાસ્ત્રનું અધ્યયન થાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ છે. એક આત્માર્થે જ જો શાસ્ત્રનું અવગાહન થાય તો શાસ્ત્રીય અભિનિવેશ થવા યોગ્ય નથી. બાકી શાસ્ત્ર સિવાયની જેટલી ધર્મની બાહ્યક્રિયાઓ (છે) એ ક્રિયાઓમાં અહંપણું થવું અથવા લોકની અંદર, સમાજની અંદ૨, મંડળની અંદર, સંપ્રદાયની અંદર પોતાની ગણના કાંઈક કોઈપણ પ્રકારે લક્ષમાં રહેવી, પોતાના લક્ષમાં રહેવી કે મારી આવી કોઈ ગણના થઈ રહી છે. તો તે લૌકિક અભિનિવેશ છે.
ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વ’નો ત્યાગ થાય છે,...' આ અભિનિવેશ છૂટવાનું સાધન સત્સંગ છે, એમ કહે છે. સત્પુરુષના યોગે એ અભિનવેશ ન થાય અથવા છૂટવા યોગ્ય છે. અથવા આત્માર્થીઓના સત્સમાગમમાં પણ એ વિષયની ચર્ચા થતાં દરેક જીવ પોતે પોતાના માટે સાવધાની રાખે કે આ પ્રકારનો અભિનિવેશ જો થશે તો મિથ્યાત્વ છૂટી નહિ શકે, મિથ્યાત્વનો અભાવ નહિ થઈ શકે. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે,... અથવા મિથ્યાત્વનો નાશ ક્રમશઃ થાય છે. ક્રમશઃ એટલે જેમ જેમ દર્શનમોહનો અનુભાગ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪ર
ચજહૃદય ભાગ-૧૩
ઘટે છે તેમ તેમ જીવ મોક્ષમાર્ગની સમીપ આવતો જાય છે.
એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત વિચારવા યોગ્ય છે? શું કહે છે? કે આ અભિનિવેશના સંબંધમાં શાસ્ત્ર દ્વારા પણ જ્ઞાનીપુરુષોએ વારંવાર ઉપદેશ્ય છે. અનેક શાસ્ત્રમાં એનો ઉપદેશ છે. છતાં એ વાતને જીવ કેમ ગૌણ કરી જાય છે ? ગૌણ કરવું અને ઉપેક્ષા કરવી એનો એકાર્ય છે. મુખ્ય-ગૌણનો વિષય આપણે ચર્ચાય છે. એમાં ગૌણ કરવું એમ કહો, દુર્લક્ષ કરવું એમ કહો, ઉપેક્ષા કરવી એમ કહો, એનાથી ઉદાસીન થવું એમ કહો. એમ શા માટે જીવ એને ગૌણ કરી જાય છે? શા માટે આ ઉપદેશની ઉપેક્ષા કરે છે ? આ વાત આત્માર્થી જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, ફરી ફરીને વિચારવાયોગ્ય છે કે જેથી પોતાને કોઈપણ પ્રકારના અભિનિવેશમાં આવવાનું ન થાય.
અભિનિવેશથી થતું નુકસાન બંધ થાય તો સમ્યકત્વ સમીપ જવાનો પુરુષાર્થ કાંઈક જાગૃત થાય. પણ જો જીવને લોકમાં, સમાજમાં કાંઈપણ સ્થાન રાખવું છે, કાંઈપણ સ્થાન મેળવવું છે અથવા મળેલું જાળવવું છે કે એમાં વર્ધમાનપણું કરવું છે એ બધા લૌકિક અભિનિવેશના પ્રકારો છે. થોડું ચાલી ગયું હતું. ફરીને એ લીધું. એ ૬૫૮ થયો. ૬૫૯ (પત્ર).
મુમુક્ષુ :- અહીંયાં મિથ્યાત્વનો નાશ કરવા તો આવ્યા પછી પાછું આ ક્યાંથી ગરી ગયું?
પૂજ્ય ભાઈશ્રી:- એટલે એ મિથ્યાત્વ એક એવો પ્રકાર છે કે જીવને ક્યાં ક્યાં કેવી રીતે મિથ્યાત્વ થાય છે એ ખબર નથી પડતી. જેમ કે કોઈ માણસ દાન આપે છે. તો સામાન્ય રીતે જે માણસ દાન કરે છે એ તો ત્યાગ કરે છે. આ તો એક સામાન્ય વાત છે. પણ મેં મારા પૈસા આપ્યા, મારી મૂડીમાંથી મેં આટલા ઓછા કરીને આપ્યા. એમ પૈસામાં મારાપણું રાખીને દાન કરે છે તો મિથ્યાત્વ ઘાટું કરે છે. કરે છે શુભભાવ. પણ મિથ્યાત્વને દઢ કરે છે. એવી જ રીતે કોઈ ઉપવાસાદિ, વ્રત, નિયમાદિ, દેહનો સંયમ આદિ બાહ્ય સંયમને પાળે છે. તો શરીરની ક્રિયા, સંયમની ક્રિયા મેં કરી એવું મિથ્યાત્વ પોષતો-પોષતો પ્રતાદિ પાળે છે. થાય છે શુભભાવ, પણ મિથ્યાત્વ સાથે રાખીને. એ પ્રકારે જે જીવ કયાંય પણ પ્રવર્તે છે એમાં ચારિત્રમોહ મંદ થતો હોવા છતાં દર્શનમોહ તીવ્ર થઈ જાય છે. આટલું મોટું નુકસાન થાય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પત્રક-૬૫૮
મુમુક્ષુ :– આટલી લાલબત્તી બધી બતાડી એનું ધ્યાન રાખીને... પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર એની જાગૃતિ રાખીને કે મારાપણું કર્યાંય ન થાય. એક આત્મા સિવાય ક્યાંય મારાપણું ન થાય. હજી તો કુટુંબ, પરિવાર, મકાન, પૈસા એમાં જે મારાપણું છે એ તો અશુભ છે. દયા, દાન, વ્રત, નિયમ એ તો શુભ છે. પણ બેમાંથી એકેય જગ્યાએ મારાપણું થાય એટલે મિથ્યાત્વ તો સરખું જ થયું. અશુભમાં વધારે મિથ્યાત્વ થયું અને શુભમાં ઓછું મિથ્યાત્વ થયું એમ નહિ થાય. મિથ્યાત્વ સરખું થાશે. અને પહેલું જે ટાળવાનું છે એ આ મિથ્યાત્વ ટાળવાનું છે. મુમુક્ષુ :– આ બધી પંચાત કરવી એના કરતા ન કરે... એ કહો.
-
પૂજ્ય ભાઈશ્રી :– એમાં એવું છે કે એને સુખી થવાની ગરજ હોય તો પંચાત કરે. અહીંયાં કોઈ પરાણે તો પંચાતમાં લાવે એવું છે નહિ. એને એમ થાય કે હું સંસારમાં રખડું છુ, જન્મ-મરણથી દુઃખી થાઉં છું અને જ્યાં સુધી સત્યમાર્ગ, જિનમાર્ગમાં જ્યાં સુધી નહિ આવું ત્યાં સુધી દુ:ખી થઈ જઈશ. એટલે તો એમણે એ વાત ૨૩મા વર્ષમાં કરી કે અનંત જન્મ-મરણ કરીને હોથા નીકળી ગયા છે. દુઃખી થઈને હોથા નીકળી ગયા છે. અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા જે જીવને આવે છે એ આ માર્ગ પામવાનો અધિકા૨ી થાય છે. ત્યાં સુધી પાત્રતા કે અધિકાર નથી. એટલે પહેલા તો એને પોતાની દયા આવી છે કે નહિ ? આ વિચા૨વાની જરૂર છે. નહિતર તો સંસારમાં બધા લહેર કરે જ છે. તું પણ લેહ૨ ક૨. કોણ ના પાડે છે. અનંતા જીવો એ પરિભ્રમણના વંટોળમાં ચડેલા છે. સંસારમાં મોટો પરિભ્રમણનો વંટોળ ચાલે છે. એ વંટોળમાં ક્યાં કર્યું તણખલું પડે છે. એમ જીવ કર્યાં ઊડીને ક્યાં ક્યારે જાય છે, કોઈનો પત્તો નથી. આ તો એમાંથી નીકળી જવું હોય અને નીકળવા માટે તાલાવેલી લાગી હોય, તો સાંભળે એવી વાત છે. નહિતર તો વાત સાંભળે એવું નથી.
મુમુક્ષુ :– જેને જરૂ૨ હોય તે પંચાતમાં...
પૂજ્ય ભાઈશ્રી :– એ તો છે. સીધી વાત છે. જરૂર લાગી હોય તો વાત છે. ન જરૂર લાગી હોય તો એને તો આવી વાત કરતા પણ નથી. જ્ઞાનીપુરુષો જેને જરૂ૨ નથી એને તો વાત કરતા નથી. જે ગરજવાન થઈને સાંભળવા આવ્યો છે એને વાત કરે છે.
મુમુક્ષુ ઃ- ગરજુ થઈને આવ્યો હોય એના ઉ૫૨ કરુણા કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :– એના ઉ૫૨ કરુણા કરે છે. એ તો વ્યવહારે કહેવાય કરુણા
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪
રાજહૃદય ભાગ-૧૩ કરે છે. એમને તો પોતાના રસ્તે ચાલ્યું જવું છે અને રસ્તાની આંગળી ચીંધવી છે કે આ રસ્તો છે. આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, બાકી કાંઈ નથી. લેવા કે દેવા. કોઈ કરે, કોઈ ન કરે, કોઈ આવે, ન આવે. એનો કાંઈ વિચાર કરવાનો હોતો નથી.
પત્રાંક-૬૫૯
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫ર સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાનીપુરુષોએ એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે: “અંતસંબધીય, અને બાહ્યસંબંધીય'. અંતર્સયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાનીપુરુષોએ પણ કરી છે.
૬૫૯ મો પત્ર “અંબાલાલભાઈ ઉપરનો છે. “સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. લ્યો ! તીર્થકરોએ કહ્યું છે એમ નહિ. “જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે.' જુદી જુદી શૈલીથી પ્રતિપાદન કરે છે. જેમને કેવળજ્ઞાન પ્રગટ થયું છે અને ઉત્કૃષ્ટ વિવેકનું ફળ જેમણે પ્રાપ્ત કર્યું છે. જ્ઞાનવંત એટલે વિવેકપંત. મોક્ષમાર્ગમાં જેને વિવેક આવ્યો છે એમણે એ વાત કરી કે સર્વ દુઃખનું મૂળ શું છે? તો કહે છે, આ જીવ સંયોગ સાથે સંબંધ જોડે છે એ સર્વ દુઃખનું મૂળ છે. જેટલો બીજાની સાથે મારાપણાથી સાથે સંબંધ કરે છે ને ? તો કહે છે એ એને સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ) છે.. પછી દેહથી માંડીને જેટલા કોઈ સંયોગોમાં જીવ પોતાના સંબંધની કલ્પના કરે છે. વસ્તુધર્મે તો દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ એવા વસ્તુના સ્વચતુષ્ટયથી સર્વથા ભિન્ન હોવા છતાં, પૂરેપૂરી ભિન્નતા હોવા છતાં, કોઈપણ અપેક્ષા રાખીને અભિપણું, સંબંધપણું કહ્યું છે એ જ જીવને સર્વ દુઃખનું મૂળ છે. સર્વ દુઃખનું મૂળ છે.
મુમુક્ષુ:- કોઈ સંબંધ નથી...
પૂજ્ય ભાઈશ્રી :- હા. નાસ્તિ સર્વે અપિ સંબંધ. ખરેખર તો કોઈપણ પ્રકારનો સંબંધ છે જ નહિ. કેમકે એક એક પદાર્થ પોતે સર્વશક્તિમાન પોતે
Page #164
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૫૯
૧૪૫ પોતાના સર્વ ઐશ્વર્યથી સંપન્ન છે. પોતે જ પોતાનો પરમેશ્વર છે. જડ પરમાણુ જડેશ્વર છે, ચૈતન્ય આત્મા ચૈતન્વેશ્વર છે. પછી કોઈનો સંબંધ રાખીને અધિકાર કાંઈ સમજવો એ જીવની ભ્રાંતિ સિવાય બીજું કાંઈ નથી. અને એ ભ્રાંતિ, એ કલ્પના જીવને એકાંતે દુઃખનું કારણ છે. એ એકાંતે દુઃખનું જ કારણ છે. એમાં કથંચિત્ સુખનું કારણ થાય એવું પણ નથી. એકાંતે દુઃખનું કારણ છે. જેમ આત્મઆશ્રય એકાંતે સુખનું કારણ છે, એમ કોઈપણ સંબંધ પરાશ્રય એકાંતે દુઃખનું જ કારણ છે.
સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે.” જેવું તીર્થકરોએ કહ્યું છે એવું જ સમસ્ત જ્ઞાની પુરુષોએ દીઠું છે. જ્ઞાની પુરુષો પણ એમ જ અનુભવ કરે છે કે દુઃખનું કારણ આ છે, સુખનું કારણ આ છે. આખા જગતને સુખ-દુઃખની સમસ્યા છે. જગત આખાને સુખ-દુઃખની સમસ્યા છે. હારેલું જગત પરસંબંધમાં સુખ મેળવવા માટે ઝાવી નાખે છે. આખું જગત અન્ય પદાર્થમાં, ભિન્ન પદાર્થમાં સુખની પ્રાપ્તિ માટે ઝાવાં નાખે છે. એટલે એ સમસ્યાનો ઉકેલ જગતમાં કયાંય નથી. એક જૈનદર્શનનો આ પોકાર છે, કે ભાઈ ! તું જે પ્રયત્ન કરે છે એ સુખ મેળવવાનો કરે છે પણ ખરેખર દુઃખ મેળવે છો. દુખ મેળવવાનો તારો પ્રયત્ન ઊલટો પ્રયત્ન છે. તારો વિપરીત રસ્તો છે, ઉપાય વિપરીત છે.
જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે .” એવો જે સંયોગ છે એને બે પ્રકારે કહેવામાં આવ્યો છે. “અંતરસંબંધીય', અને બાહ્યસંબંધીય'.” એમ બે પ્રકારનો સંયોગસંબંધ કહેવામાં આવ્યો છે. “અંતરસંયોગનો વિચાર થવાને આત્માને બાહ્યસંયોગનો અપિરચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઇચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે.” શું કહે છે ? અંતરસંયોગ એટલે શું ? કે જે રાગાદિ વિભાવ છે અને અંતરસંયોગ કહે છે. આ ચૌદ પ્રકારના પરિગ્રહ કહે છે ને? કેટલા પ્રકારના પરિગ્રહ કહ્યા છે ?
મુમુક્ષુ :- બાહ્ય અને અત્યંતર.
પૂજ્ય ભાઈશ્રી :- હા. બાહ્ય અને અત્યંતર. એમાં આ રાગાદિ વિભાવ છે એને અત્યંતર પરિગ્રહ કહેવામાં આવ્યો છે. એ અંતર સંયોગ છે. બાહ્ય સંયોગ સ્થૂળ સંયોગ છે. અંતર સંયોગ એ સૂક્ષ્મ સંયોગ છે. સ્થૂળ સંયોગ સમજાય છે, સ્થૂળપણે પણ સમજી શકાય છે. અંતરસંયોગનો વિચાર કરવો પડે છે કે આ સંયોગ છે કે પોતે જ છે ? રાગ એ પોતે જ છે કે રાગ એ સંયોગ છે ? કે રાગાદિ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
રાજહૃદય ભાગ-૧૩ ભાવ છે એ સંયોગ છે. એ અંતર સંયોગનો વિચાર થવાને અર્થે, એ સૂક્ષ્મ વિષય છે. કેમકે સંયોગ છે એટલે ભિન પદાર્થ છે. તો એની ભિન્નતાનો વિચાર થવાને અર્થે, એનું ભેદજ્ઞાન થવાને અર્થે આત્માને બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. અપરિચય એટલે અરસપણું કરવું તે. રસ કરીને સંયોગમાં જાય ત્યારે એ ગાઢ પરિચય કરે છે. ગાઢ પરિચય નથી કહેતા ? ભાઈ ! અમારે ફલાણાની સાથે બહુ ઘનિષ્ઠ પરિચય છે. એનો અર્થ શું થાય છે? કે એકબીજા વચ્ચે રાગ પણ ઘણો છે. એકબીજાનો રસ એકબીજાને ઘણો છે. એવો બાહ્ય સંયોગનો રસ ઘટાડવો અને એ ઘટાડવા અર્થે ત્યાગ કરવાની પણ તૈયારી રાખવી. એમાં કાંઈ વાંધો નથી. અને એ રીતે એનો રસ તોડવો અથવા ભિન્નતા કરવી. એ અંતર સંયોગનો વિચાર થવાને અર્થે બાહ્ય સાધન ગણવામાં આવ્યું છે.
એવા “અપરિચયની સપરમાર્થ ઇચ્છા...” કેમકે એવો અપરિચય એટલે શું ? કે એવો ત્યાગ પરમાર્થે ઘણા નથી કરતા. લોકસંજ્ઞાએ પણ કરે છે, ઓઘસંજ્ઞાએ પણ કરે છે. તો એ પારમાર્થિક ઇચ્છાએ ત્યાગ થયેલો નથી. એણે સંયોગ તો ઘટાડ્યો. ચાલો, કુટુંબ છોડી દડ્યો, વેપાર છોડી દ્યો. પણ કેવી રીતે ? કે પારમાર્થિક આત્માનું કલ્યાણ થાય એવા આશયથી, એવા જ્ઞાનથી, એવી સમજણથી જ્ઞાનીઓ એવી ઈચ્છા કરે છે. તો એ યોગ્ય છે. એ પ્રકારે ઇચ્છા કરવી તે યોગ્ય છે, એમ કહેવું છે.
ફરીથી, “અંતરસંયોગનો વિચાર થવાને.” અર્થે. એટલે રાગાદિ વિભાવોની યથાર્થ ભિન્નતા થવાના પ્રયોગને અર્થે બાહ્યસંયોગનો અપરિચય...” એક પ્રયોગ થયો. બાહ્ય સંયોગનો અપરિચય કરવો તે પ્રયોગ થયો. એ કરવા યોગ્ય છે. એમ કરવામાં કાંઈ દોષ નથી. અને એ પ્રકારે બાહ્ય પદાર્થનો અપરિચય એટલે બાહ્ય પદાર્થનો ત્યાગ કરવાને સપરમાર્થ ઇચ્છા એટલે પરમાર્થના આશયથી એવો ત્યાગ કરવાનો વિકલ્પ જ્ઞાનીપુરુષોએ પણ કરેલો છે. મોક્ષમાર્ગની અંદર પ્રતિજ્ઞાપૂર્વક જેનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં પ્રતિજ્ઞા સંબંધીનો વિકલ્પ અવશ્ય હોય છે. એટલે એ ઇચ્છા થઈને ? એ ઇચ્છાનો વાંધો નથી. પણ આશય પરમાર્થનો હોવો જોઈએ. પરમાર્થના આશય વગર એ ત્યાગ ત્યાગ નથી અથવા ઓઘસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ કર્યો હોય તો એનું ફળ કાંઈ પારમાર્થિક કલ્યાણ આવવાનું નથી.
મુમુક્ષુ - મૂળ વાત ચુકાઈ ગઈ અને એકલો ત્યાગ રહી ગયો. પૂજ્ય ભાઈશ્રી :- હા. સાપ ગયા ને લીસોટા રહ્યા. ત્યાગ રહી ગયો અને
Page #166
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૦
૧૪૭
ત્યાગની પાછળ પરમાર્થ શું છે એ વાત સંપ્રદાયોમાં ભૂલાઈ ગઈ છે. આ હવે પછીના થોડા પત્રો છે એમાં એ વિષય ઉ૫૨ જરા એમણે આ વિષય ઉપર વધારે પ્રકાશ પાડ્યો છે. એ ૬ ૫૯ (૫ત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૬૦
મુંબઈ, પોષ સુદ ૬, રતિ, ૧૯૫૨
શ્રદ્ધા શાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે;
- ગાયો રે, ગાયો, ભલે વી૨ જગતગુરુ ગાયો.’
૬૬૦માં ખાલી એક પદ ‘સોભાગભાઈ’ને લખ્યું છે. ૬૫૫માં એક પદ ‘અંબાલાલભાઈ’ને લખ્યું હતું. અહીંયાં ‘સોભાગભાઈ’ને લખ્યું છે.
શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તોપણ, જો નવિ જાય પમાયો પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જો નાયો રે;
- ગાયો રે, ગાયો, ભલે વીર જગતગુરુ ગાયો.’ શ્રદ્ધા ને જ્ઞાન છે તોપણ પણ જો જીવને પ્રમાદ જતો નથી. એમ કહે છે. કેમકે શ્રદ્ધા-જ્ઞાન પછી ચારિત્રમાં આગળ વધવું જોઈએ. એટલે શ્રદ્ધા અને જ્ઞાન છે પણ જીવ પ્રમાદ ન છોડે તો વંધ્ય તરું. શ્રદ્ધા-જ્ઞાનનું ઝાડ તો ઊગ્યું પણ એને ફળ ન આવ્યું. વંધ્ય તરુ એટલે એને ફળ વગરનું ઝાડ. આ વંધ્ય કહે છે ને ? પુત્ર ન થાય એને વંધ્ય કહે છે ને ? એમ આને ફળ ન આવ્યું. ‘વંધ્ય તરુ ઉપમ...’ ઉપમ એટલે ઉપમા તે પામે. સંયમ ઠાણ જો નાયો રે;’ એ સંયમના ઠાણે આવી શકતો નથી, હજી નથી આવ્યો. એવી રીતે ભગવાન મહાવીરસ્વામી’નું જે શાસન છે એની અંદર આ વાત ગાવામાં આવી છે. એટલે કોઈ સાધુપુરુષને પણ સંયમ અથવા પ્રમાદ છોડવાનો ઉપદેશ (આપ્યો છે), શ્રદ્ધા-જ્ઞાન થયા છે એને પણ પ્રમાદ ત્યાગવાનો ઉપદેશ આપેલો છે. એવો એનો ટૂંકો અર્થ છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
રાજક્ય ભાગ-૧૩
પત્રાંક-૬૬૧
મુંબઈ, પોષ સુદ ૮, ભોમ, ૧૯૫૨ આજે પત્ર એક મળ્યું છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છેદના નિવહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ' છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી સાસ્ત્ર વિચારાય તો તે “શાસ્ત્રીય અભિનિવેશ' ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.
૬૬ ૧ છે એ ફરીને લલ્લુજી ઉપરનો પત્ર છે. શાસ્ત્રીય અભિનિવેશ ઉપર. આજે એક પત્ર મળ્યું છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે. જુઓ ! સ્પષ્ટ પરિભાષા કરી છે. એવો સુદ ૬નો પહેલો પત્ર લખ્યો છે, પછી એક દિવસ છોડીને પોષ સુદ ૮ ફરીને પત્ર લખ્યો છે. ત્રણે પત્રો પોષ સુદ ૬ના લખેલા છે. પછી પોષ સુદ ૮ ફરીને “લલ્લુજીને પત્ર લખ્યો છે. બે દિવસમાં વળી પાછો એક પત્ર મળ્યો છે. ઉપર ત્રણ પત્રોની પહોંચ લખી છે. વચ્ચે એક દિવસ ખાલી ગયો તો પાછો એક પત્ર લલ્લુજીનો મળી ગયો છે. કેટલો પત્રવ્યવહાર ચાલ્યો છે !
આજે એક પત્ર મળ્યું છે. આત્માર્થ સિવાય,...” કહે છે ને ? હું લાણા શાસ્ત્રને માનું છું. “સમયસાર આદિ શાસ્ત્રો અમને માન્ય છે. કોઈને કોઈ પ્રકારે પોતાના સંપ્રદાયમાં જે શાસ્ત્રો હોય છે એની માન્યતા જીવને હોય છે. અહીંયાં એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તું ગમે તે શાસ્ત્રને માનતો હો. આત્માર્થે માને છો કે કેમ ? આટલી જ વાત છે. જો આત્માર્થ સિવાય શાસ્ત્રને માનીને હું શાસ્ત્રને માનું છું એવી કૃતાર્થતા. કૃતાર્થતા એટલે સંતોષ. હું માનું તો છું ને? કાંઈ નાસ્તિક નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૬૧
૧૪૯
હું અમારા બધા આગમોને માનું છું. તો કહે છે કે એક આત્માર્થ સિવાય, શાસ્ત્રની કોઈપણ પ્રકારે જીવે માન્યતા કરી હોય અને એ માન્યાનો સંતોષ પણ એણે કર્યો હોય તો તેને અમે શાસ્ત્રીય અભિનિવેશ કહીએ છીએ. ભલે શુભભાવ કરે છે. એ શાસ્ત્રના નિમિત્તે ભલે શુભભાવ જીવ કરે છે તોપણ તે શાસ્ત્રીય અભિનિવેશ છે.
મુમુક્ષુ :- આત્માર્થમાં શબ્દમાં ભાવ શું ભર્યો છે ?
પૂજ્ય ભાઈશ્રી :- આત્માનું પ્રયોજન સરે. અર્થ નામ પ્રયોજન. આત્માના હિતરૂપ પ્રયોજન સરે તેને આત્માર્થ કહીએ. અર્થ નામ પ્રયોજન. જેની પ્રાપ્તિ કરવી છે તે. આત્મપ્રાપ્તિ કરવી તે આત્માર્થ છે. આ વિદ્યાર્થી કહે છે કે નહિ ? વિદ્યાની પ્રાપ્તિ માટે આવેલા માણસને વિદ્યાર્થી કહે છે. ધનની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરનારને ધનાર્થી કહેવામાં આવે છે. એમ આત્મપ્રાપ્તિ માટે જેનો પ્રયત્ન છે તેને આત્માર્થી કહીએ. આત્મપ્રાપ્તિ માટે જેનો પ્રયત્ન નથી તે ગમે તે કરતો હોય તોપણ તે આત્માર્થી નથી.
મુમુક્ષુ :- આત્માર્થીની ભાવના તો હોય છે પણ કાર્ય તો થતું નથી તો એ આત્માર્થી કહેવો કે નહિ ?
પૂજ્ય ભાઈશ્રી :– હવે એમાં એવું છે કે લગની ઉ૫૨ આધાર છે. કાર્ય થતું નથી તો કાર્ય થવા માટે કેટલી લગની છે ? જો આત્મપ્રાપ્તિની લગની લાગે તો તો આત્માર્થી છે. પણ એમનેમ ઓઘસંજ્ઞાએ પડ્યો રહે અને એમ કહે કે આપણે તો સત્શાસ્ત્રો વાંચીએ છીએ, સદૈવ-ગુરુ-શાસ્ત્રને માનીએ છીએ. કયારેક આપણો નંબર (લાગી જશે). કાળલબ્ધિ આવશે ને પાકી જાશે ત્યારે કાળલબ્ધિ પાકતા કાંઈક નંબર લાગી જશે. એનો અર્થ શું છે ? કે પોતાને પ્રાપ્તિ નથી છતાં એની દ૨કા૨ નથી. ઓઘસંશામાં જીવને ૨હેવાનું કારણ શું ? આ એક તપાસવા જેવો વિષય છે. અંદરમાં તપાસ કરવા જેવો વિષય છે કે જીવ કેમ ઓઘસંજ્ઞામાં રહી જાય છે ? અને ઓઘસંશા કેમ એની છૂટતી નથી ? કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી છૂટવા માટેની એની દરકાર નથી. નહિતર ઓઘસંજ્ઞા છૂટ્યા વગ૨ રહે નહિ. ત્યાં સંતોષાય જાય છે ?
મુમુક્ષુ
?
?
પૂજ્ય ભાઈશ્રી :– હા. સંતોષાય જાય છે. અથવા એમ છે ને કાંઈક તો કરીએ છીએ ને ? કર્યા વગર તો રહેતા નથી ને ? આટલું તો કરીએ છીએ ને ? એવી કાંઈકને કાંઈક એને ઊંડે ઊંડે (કલ્પના કરી લીધી છે). જે ખરેખર આત્મકલ્યાણ માટેના પરિણામ નથી એને આત્મકલ્યાણના પરિણામ માની લીધા છે કે આમ
-
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૩ કરતા કરતા થાશે... આમ કરતા કરતા થાશે... આમ કરતા કરતા થાશે. શાસ્ત્ર વાંચતા-વાંચતા થાશે. આપણે લ્યોને. આપણો વિચાર કરીએ. બીજી ક્રિયાને ન લઈએ. આ પણ એક બાહ્ય ક્રિયા છે ને ? શાસ્ત્ર વાંચતા-વાંચતા, શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા કરતા આત્માનું કલ્યાણ થઈ જશે. માટે આપણે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય તો કરવો. એમ શાસ્ત્ર સ્વાધ્યાય ક૨વામાં એને માન્યતા કરી લીધેલી છે. પણ પોતે કેવી રીતે આત્મહિત કરે છે કે નથી કરતો એ સંબંધીની એની દરકાર નથી. જેમ બીજા બીજી ક્રિયા કરે છે એમ આ આ ક્રિયા કરી લે છે. એમાં કાંઈ ફેર નથી. બાહ્યક્રિયામાં તો બંને એક જ વર્ગના છે. જુદા વર્ગના નથી.
મુમુક્ષુ :- આત્માર્થ કરવા શાસ્ત્ર સાધન કીધું તો સાધન કરીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. માટે અમને હવે વાંધો નથી, માટે આત્માર્થ અમારો થાય એમ માની લે છે. પણ એને પૂછે કે ઊભો રહે તું. આટલા બધા વર્ષ તેં શેમાં કાઢ્યા ? ઓઘસંજ્ઞાએ કાઢ્યા કે બીજા કોઈ કારણથી કાઢ્યા ? જ્યારે સાચા દેવગુરુ-શાસ્ત્ર નિમિત્તમાં છે અને સત્પુરુષ પણ મળ્યા. નહિતર તો એ દુર્લભ ચીજ છે અને હવે તો એની દુર્લભતા અસાધારણ થઈ જશે. પણ છતાં એવો જબરદસ્ત પુણ્યયોગ આવ્યો કે તીર્થંકર જેવા મળ્યા. છતાં આટલા વર્ષ શું કરવા કાઢ્યા ? ઓઘસંજ્ઞા વગર કાઢ્યા છે ? ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થઈ હોય તો આ રીતે પરિસ્થિતિ આવી રીતે સમય જાય નહિ. માટે ઓઘસંજ્ઞામાં જીવ રહ્યો છે એ વાત નક્કી છે અને એ ઓઘસંજ્ઞામાં છે એ આત્માર્થે રહ્યો છે એ વાત રહેતી નથી.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– પણ તરસ લાગી હોય તો એ પાણી ગોત્યા વગર કેવી રીતે રહી શકે ? બીજા કામે ચડી જાય ? ન ચડી જાય. એટલે કેટલી પ્રાપ્તિની તાલાવેલી છે, લગની છે એના ઉ૫૨ બધો આધાર છે. પૂજ્ય બહેનશ્રીના વચનામૃત' લ્યો તો એ વિષય ઉપર ઘણું એમનું વજન છે કે અંતરથી લગની લાગી છે તને ? અંતરથી લગની લાગવી જોઈએ.
...
મુમુક્ષુ :- અહીંયાં Day to day balance sheet છે. પૂજ્ય ભાઈશ્રી
:- હા. Day to day balance sheet શું ? એ તો પર્યાય પર્યાયે જાગૃતિ આવવી જોઈએ.
મુમુક્ષુ :– નુકસાનીની Day to day balance sheet છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– અત્યાર સુધી બધો ધંધો નુકસાનીનો જ કર્યો છે પછી એમ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૧
પત્રાંક-૬૬૧
જ હોય ને. બીજું શું થાય એમાં ?
અધિકાર ચાલતો હોય. એક વાત ઉપ૨ વિસ્તાર, દરેક વાત ઉ૫૨ વિસ્તારથી જે પ્રવચન આવતું હતું એનો આશય શું છે ? વિસ્તાર માટે વિસ્તાર ક૨વો છે ? નહિત૨ વળી એમ કરી જાય છે કે ભાઈ ! કેટલા દિવસ સુધી લંબાવ્યું. એમ નથી. આશય બીજો છે. વિસ્તાર થવા પાછળ આશય એ છે કે એમાંથી આત્માર્થ કઈ રીતે સરે છે ?
એક આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે માન્યતા કરીને કૃતાર્થતા માની હોય તો શાસ્ત્રીય અભિનિવેશમાં ચાલ્યો જઈશ. મિથ્યાત્વ નહિ છૂટે. સાસ્ત્રમાં તો મિથ્યાત્વનો અભાવ થવાની વાતો છે. અને છતાં મિથ્યાત્વ કેમ ન છૂટે ? એ શાસ્ત્રનું અધ્યયન કરતા પોતે તપાસતો નથી કે હું આત્માર્થે આ વાચું છું, એમાં કાંઈ મારું પ્રયોજન સરે છે ? આત્મપ્રાપ્તિ બળની દિશામાં હું કાંઈ આગળ વધું છું કે નથી વધતો ? એવી તપાસણી, એવું પોતાનું અવલોકન તો કાંઈક હોવું જોઈએ. એમનેએમ ગાડું હાંકે રાખ્યું. તો એ તો અનંત વા૨ એ જ કર્યું છે. ઓઘસંજ્ઞામાં જ અનંત કાળ કાઢ્યો છે. કાંઈ નથી કર્યું એવું નથી. બધું કર્યું છે પણ ઓઘસંજ્ઞાએ જ કર્યું છે. એ રીતે ભલે ગમે તેટલું કરે તોપણ તે શાસ્ત્રીય અભિનિવેશ છે. એ શાસ્ત્રીય અભિનિવેશમાં લઈ ગયા છે. એમાં અહંપણું કેવી રીતે થઈ ગયું ? અભિનિવેશમાં તો અહંપણું થાય છે. તો કહે છે, મેં આ શાસ્ત્ર વાંચ્યું ને ? આટલું ને મેં વાંચ્યું ને ? આ હું જાણું છું ને ? એવું જે આત્માર્થ એટલે આત્માનું પ્રયોજન સરતું નથી, આત્મપ્રાપ્તિની દિશામાં આગળ વધતો નથી અને એને એમ થયું કે ના મેં વાંચ્યું. એ અભિનિવેશમાં ચાલ્યો ગયો. જુઓ ! કેવી રીતે સૂક્ષ્મપણે અભિનિવેશ શરૂ થઈ જાય છે.
...
કોઈ અહંપણું કરીને વાદવિવાદમાં ઊતરે એ તો અભિનિવેશની ચોખ્ખી વાત છે. પણ અહીંયાં એવો સ્થૂળ અભિનિવેશ ન લ્યો. પણ પોતે વાંચ્યું છે, આ મેં વાચ્યું છું, આ હું સમજ્યો છું. આત્માર્થ કાંઈ સર્યો ન હોય. આત્મપ્રાપ્તિની જે દિશા છે એ દિશા ન પકડી હોય અને બહિર્લક્ષે જે કાંઈ એને વાંચવાની કૃતાર્થતા થઈ કે વાંચી તો લીધું મેં. આખું શાસ્ત્ર મેં પૂરું તો કર્યું. વાંચનારને અહીંયાં લાલબત્તી મૂકી છે. કે જો ભાઈ ! તું શાસ્ત્રીય અભિનિવેશમાં તો નથી આવી ગયો ને ? તા૨ો વર્ગ તપાસી લેજે. શાસ્ત્રીય અભિનિવેશમાં તો તું નથી વર્તતો ને ? શાસ્ત્ર વાંચીને શાસ્ત્રીય અભિનિવેશમાં રહીશ તો મિથ્યાત્વ નહિ છૂટે. એ મિથ્યાત્વ છોડવા માટે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫ર
રાજહૃદય ભાગ-૧૩ અહીંયાં જે કાંઈ લાલબત્તી મૂકી છે એ એટલા માટે ચેતવણી આપી છે. જરા સંભાળીને શાસ્ત્રનું અધ્યયન કરજે. આ વાતને સંભાળીને શાસ્ત્રનું અધ્યયન રાખજે. એમનેમ શાસ્ત્રનું અધ્યયન કરવાનો કોઈ અર્થ નથી. અભિનિવેશમાં ચાલ્યો જઈશ. સરી જઈશ. અભિનિવેશની અંદર સરી જાય છે.
સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છેદના નિવહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એને અપ્રશસ્તમાં લઈ ગયા. જુઓ ! શું કહ્યું ? કે જીવને એક તો સ્વચ્છંદતા ટળી નથી. એટલે જિજ્ઞાસામાં રહેવાને બદલે આ જીવ પોતે ધાર્મિક કારણોમાં, ધાર્મિક કાર્યોમાં પોતાનો નિર્ણય લે છે. જ્ઞાનીના નિર્ણયે ચાલતો નથી. જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તવાને બદલે પોતાના નિર્ણય અનુસાર જે જીવ પ્રવૃત્તિ કરે છે એને સ્વચ્છંદતા હજી ટળી નથી. હું પણ સમજું છું, મને પણ ખબર પડે છે. માટે મારે આમ કરવું જોઈએ, માટે મારે આમ કરવું જોઈએ. એ પોતે સ્વચ્છેદમાં વર્તે છે.
અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, એવો સત્સમાગમ પ્રાપ્ત થઈ શકે તેવું હોવા છતાં તે યોગે પણ સ્વચ્છેદના નિવહિને અર્થે...? શા માટે એને અપ્રશસ્ત કહ્યો ? કે પોતાના સ્વચ્છેદને નભાવવા માટે એ કામ કરે છે. શા માટે શાસ્ત્ર વાંચે છે અને સત્સંગ કરતો નથી ? જ્ઞાની ભલે રહ્યા. અમે તો અહીંયાં શાસ્ત્ર વાંચીએ છીએ. અમારે આ “સમયસાર' જ અમારે જ્ઞાની છે. લ્યો ! છે ? ‘ગ્વાલિયરમાં વિદ્વાન બોલ્યા હતા. ઘણા વર્ષથી આ બાજુ નહોતા આવતા. પછી આપણે તો વાંચનમાં આ બધો વિષય ચાલે. સત્સમાગમની શું મહત્તા છે, શાસ્ત્રની શું મહત્તા છે. તો કહે અમારે તો આ “સમયસાર' છે ને એ જ અમારે સત્સમાગમ છે. અમને કયાંય આવવું જવું હવે ગમતું નથી. એટલે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થઈ શકવા યોગ્ય હોવા છતાં શાસ્ત્રના અવલંબન લઈને, શાસ્ત્રના વાંચનની ઓથ લઈને જે સત્સમાગમની ઉપેક્ષા કરે છે તેને અપ્રશસ્ત એટલે અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ છે. પ્રશસ્ત એટલે શુભભાવવાળો. આને તો અશુભભાવવાળો છે. એને તો શુભ પણ નથી રહ્યું.
મુમુક્ષુ - સ્વચ્છેદ તો પોતે અશુભ પરિણામ છે. પૂજ્ય ભાઈશ્રી – હા એટલે જ અપ્રશસ્ત કહ્યો. સ્વચ્છેદ પોતે અશુભ
Page #172
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬ ૧
૧૫૩ પરિણામ હોવાથી અથવા એમાં કષાયની તીવ્રતા હોવાથી એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો.
મુમુક્ષુ:- કષાય ભલે મંદ દેખાતો હોય.
પૂજ્ય ભાઈશ્રી – મંદ દેખાયો હોય પણ અંદર ઘણો ભર્યો છે. સ્વચ્છેદ ઘણો ભર્યો છે. સત્પરુષ વિદ્યમાન હોય અને એની ઉપેક્ષાવૃત્તિ આવે તો એમાં તીવ્ર કષાય રહેલો છે. મંદ કષાય નથી પણ તીવ્ર કષાય છે. દેખાવ ભલે મંદ કષાયનો લાગે પણ અંદરમાં તીવ્ર કષાય ભરેલો જ છે એમ સમજવું.
મુમુક્ષુ - મિથ્યાત્વ તો તીવ્ર છે જ. પૂજ્ય ભાઈશ્રી :- એમાં મિથ્યાત્વ તો તીવ્ર થઈ જ જાય. મુમુક્ષુ - સાથે સાથે કષાય તીવ્ર થઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી – કષાય પણ તીવ્ર થઈ જાય છે. એટલે અપ્રશસ્ત લીધો છે. એમાં શું છે ? ઊંડાણ શું છે? કે જીવ એવું કયારે કરી બેસે ? વિદ્યમાન જ્ઞાની પુરુષ હોય છતાં પણ શાસ્ત્રની ઓથે જીવ એવું ક્યારે કરે ? કે પોતાની મહત્તાનું કારણ હોય તો જ. મારી મહત્તા ન જળવાય, ન સચવાય અથવા અમહત્તા થાય, અપકીર્તિનો ભય હોય, અપમાનનો ભય હોય, લોકભય હોય. એટલે લોકભયમાં બીજા એમ કહે કે લ્યો ! હજી તો ત્યાં જાય છે... હજી તો ત્યાં જાય છે. હજી તો સોનગઢ' જાય છે, હજી તો ફલાણે ઠેકાણે જાય છે. એમ લોકોની ચર્ચાનો ભય હોય. એવા કાંઈ પણ પ્રકાર હોય ત્યારે અભિમાનને વશ જે શાસ્ત્રની ઓથ લેવામાં આવે છે. એટલા માટે એને અપ્રશસ્ત નામનો શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો. કોઈપણ જીવ ક્યારે પણ એવું કરે છે ત્યારે એને એ પ્રકારનો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થઈ જાય છે.
બહુ ઊંડે જઈને આ વાત કરી છે. શાસ્ત્ર તો વાંચે છે. તે શાસ્ત્ર વાંચે છે છતાં એને અપ્રશસ્ત કેમ કહો છો ? તો કહે છે. એના અંતરમાં જે અભિમાનની મુખ્યતા છે એને લઈને શાસ્ત્રની ઓથ લઈને સત્સમાગમને ગૌણ કરે છે. અથવા બેયને સરખું માને. હવે આપણે શાસ્ત્ર વાંચીએ અને સત્સમાગમ કરીએ બધી સરખી જ વાત છે ને? ત્યાં પણ એ જ વાત આવવાની છે અને અહીંયાં પણ એ જ વાત છે. ચાલો, આપણે એમનું જ પુસ્તક વાંચીએ, જ્ઞાનીનું જ પુસ્તક વાંચીએ. ત્યાં ક્યાંય આપણે ધોડાધોડ કરવાની જરૂર નથી. આ એમણે જ વાત કરેલી છે ને ? આપણે એ જ વાંચો ને.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૩
મુમુક્ષુ :– આવવા-જવાની બે કલાક ખરાબ થાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. તો એ બધો પ્રકાર અપ્રશસ્ત છે. પ્રત્યક્ષ યોગનો લાભ શું છે એ વાત એને સમજાણી નથી. એવું જેનું જ્ઞાન સ્થૂળ છે એને તત્ત્વજ્ઞાનની સૂક્ષ્મતા હોઈ શકે એ વાત વિચાર કરવા જેવી પણ રહેતી નથી. એ વાત વિચારવાને યોગ્ય જ નથી એવો પ્રકાર છે.
મુમુક્ષુ :- Tape recorder પણ આવી જાય ને ?
પૂજ્ય ભાઈશ્રી :– હા Tape recorder પણ આવી જાય અને શાસ્ત્ર પણ આવી જાય. બેય આવી જાય. અત્યારે એક સાધન વધ્યું છે. આપણે વાંચતું નથી. ચાલો, આપણે એમનું પ્રવચન સાંભળો. ત્યાં સાંભળવા નથી જવું. ઘરે એમની જ આપણે ટેપ મૂકી યો ને. એ પણ ભૂલેલા છે. એને પ્રત્યક્ષ યોગની ખબર નથી. પ્રત્યક્ષની અસર શું આવે ? અને પરોક્ષની અસર શું આવે ? એ વિષયથી તે અજ્ઞાત છે, અજાણ છે અને કાંઈક પોતાની મહત્તા અર્થે આ ગમે તે બહાનું પકડે છે. તે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એને સમાન પણ ન ગણવું, એનાથી વિશેષ ન ગણવું. અને વિશેષ ગણવા માટે કોઈ શાસ્ત્રવચન પાછા પકડે. જુઓ ! શાસ્ત્ર તો નિત્યબોધક છે. જ્ઞાની તો તત્કાળબોધક છે. એ તો એટલા પૂરતો જ લાભ મળે. આ તો જ્યારે જોઈએ ત્યારે ચોવીસે કલાક આપણી પાસે (હોય). માટે જ્ઞાની કરતાં શાસ્ત્ર વધારે લાભનું નિમિત્ત છે.
મુમુક્ષુ :– એકવચનને બહુવચન કરે છે.
=
-
પૂજ્ય ભાઈશ્રી :– એકવચનને બહુવચન કરી દે. એટલે જ્યાં જેટલું વજન મૂકવું જોઈએ તેનાથી વધારે વજન મૂકવું એને બહુવચન કર્યું કહેવાય. બહુ એટલે બહુ ભાર આપ્યો. એવી રીતે એકવચનને બહુવચન જેવું જણાવે છે. અને કલ્યાણમાં મુખ્ય સાધન તો સત્યમાગમ છે. તેના સમાન શાસ્ત્રને ગણે છે. અથવા એમ કહે, ભાઈ ! જ્ઞાની તો ચોથા ગુણસ્થાને હોય અને શાસ્ત્ર તો છઠા-સાતમા ગુણસ્થાનવર્તી આચાર્યોનું છે. માટે શાસ્ત્રોને વધારે ભાર દેવો જોઈએ ને ? શાસ્ત્ર ઉપર વધારે વજન હોવું જોઈએ ને ? એ બધા તારા બહાના છે. એમણે તો પેટ પકડ્યું છે. તારા પેટમાં શું છે એ અમને ખબર છે. પેટમાં વાત કાંઈક બીજી છે અને બહા૨માં કોઈ વાત બીજી છે. બહારમાં શાસ્ત્ર વેંચાય છે અને અંદરમાં કોઈ વાત બીજી પડેલી છે.
મુમુક્ષુ – માન કષાય ?
Page #174
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૧
૧૫૫ - પૂજ્ય ભાઈશ્રી:- હા. તીવ્ર માનનું જ કારણ બન્યું છે. એ સિવાય બીજી રીતે બને નહિ. કેમકે સત્સમાગમમાં સપુરુષના યોગે જાવું હોય તો નમ્ર થઈને જવું પડે છે. ત્યાં તો પોતે પોતાની મોટાઈ રાખે એવું તો કાંઈ બને નહિ સપુરુષના ચરણમાં જવું હોય એને તો વિનમ્ર થઈને જવાનું બને છે. એનું નામ સત્સમાગમ છે.
મુમુક્ષુમાન કષાય જ્યાં ત્યાં આવીને ઊભો રહે છે. કરવું શું?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ બહુ છૂપો ચોર છે. બહુ વધારે જાગૃત રહેવું. કરવું શું શું ? વધારે જાગૃત રહેવું.
આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે....” ભલે એ આત્મા સમજવામાં નિમિત્ત છે. પણ કોને? અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને.” જેનો સ્વચ્છેદ ગયો છે એ ભલે સ્વતંત્ર રીતે શાસ્ત્ર વાંચે. પણ હજી જેનો સ્વચ્છેદ ગયો નથી એને સ્વતંત્ર રીતે શાસ્ત્ર વાંચવની આજ્ઞા નથી આપતા. “કૃપાળુદેવને તો એમના મુમુક્ષુઓ પૂછતા હતા કે, અત્યારે આ શાસ્ત્ર મારે વાંચવું કે ન વાંચવું ? અથવા આપ કહો તે શાસ્ત્ર અત્યારે હું વાચું. એટલી આજ્ઞા લઈને અધ્યયન કરતા.
આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છંદહિત પુરુષને; એટલો લક્ષ રાખીને સાસ્ત્ર વિચારાય તો તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા યોગ્ય નથી એટલે ક્યાંય પણ સ્વચ્છંદ ન થાય એ બાબતમાં જેની જાગૃતિ હોય અને જો શાસ્ત્રને વિચારવામાં આવે, શાસ્ત્રના વચનોને વિચારવામાં આવે તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. તો શું છે કે જે સ્વચ્છેદથી બચવા માગે છે તે આત્માર્થી છે. અને આત્માર્થી થઈને શાસ્ત્ર વાંચે છે તો એને આત્મા સમજવા માટે એ શાસ્ત્ર ઉપકારી થતું હોવાથી એને શાસ્ત્રીય અભિનિવેશ કહેતા નથી. “આ સંક્ષેપથી લખ્યું છે. આટલી વાત છે એ અમે સંક્ષેપથી કહી છે. વિશેષ વિસ્તાર એમ કે વિચારીને કરી લેવો. અને એ પ્રકારની ભૂલ થાય નહિ એ લક્ષમાં રાખવું જોઈએ. | મુમુક્ષુ - સ્વચ્છંદના બીજા લક્ષણો ક્યા લેવા? પોતાના પરિણામ તપાસવા ?
પૂજ્ય ભાઈશ્રી :- સ્વચ્છેદ ઉપર તો આપણે પ્રયોજન સિદ્ધિમાં એક બોલ ઉપર ઘણા પેટાભેદ લીધા છે એટલા માટે. બીજામાં એટલા પેટાભેદ નથી લીધા. પણ સ્વચ્છેદ છે એ મહાદોષ છે. મુમુક્ષુની ભૂમિકામાં આવી જે દોષ રહે છે એ બીજા બધા દોષ કરતા મહાદોષ છે. એટલે એ કેટલા કેટલા પ્રકારે થાય છે એ વિષયનો પ્રયોજન સિદ્ધિમાં વિસ્તાર કર્યો છે એટલા માટે છે અહીંયાં પ્રયોજના સિદ્ધિ' ? અહીંયાં નથી. એકદમ પાતળી ચોપડી છે. એ ૬૬ ૧ (પત્ર પૂરો થયો.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૬૨
મુંબઈ, પોષ વદ, ૧૯૫ર સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.
યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે, નવપદ તેમ જ જાણજો, આતમરામ છે સાખી રે.’
- શ્રી શ્રીપાળાસ
(પત્રાંક) ૬૬૨. “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ. જીવ ગમે તે સ્થિતિમાં હોય સંસારમાં નિર્ભય નથી. ભોગે રોગ ભય. ભર્તુહરીએ ત્યાંથી શરૂઆત કરી છે. ભોગે રોગ ભય એમ કરીને. એટલે ગમે તે સંસારની અંદર ભોગ-ઉપભોગ પ્રાપ્ત હોય ત્યાંથી માંડીને ગમે તેટલી અનુકૂળતા હોય (તોપણ) જીવને ભયવાનપણું છે. એકલો ભય... ભય... ભય... ભયથી જીવો જીવી રહ્યા છે. નિર્ભયપણે કોઈ જીવતા નથી.
અથવા જ્યાં સુધી પોતાના શાશ્વત સ્વરૂપની નિઃશંકતા ઉત્પન્ન થતી નથી, પોતાના અવ્યાબાધત્વની નિઃશંકતા આવતી નથી કે હું અવ્યાબાધ સ્વરૂપ છું, મારા આત્માને કોઈ બાધા કરી શકે એવું નથી. ત્રણે કાળે શાશ્વત એવોને એવો છું. એમ
જ્યાં સુધી નિઃશંકપણું ન આવે ત્યાં સુધી નિર્ભયપણું આવે જ નહિ. કેમકે બાકીના બધા સંયોગો અનિત્ય છે. દેહ પણ અનિત્ય છે, બીજા સંયોગો પણ અનિત્ય છે. એટલે એ અનિત્યતાનો ભય, એમાં પ્રતીતિ નિત્યતાની હોવાને લીધે એ અનિત્યતાનો ભય ઉત્પન્ન થયા વિના રહે નહિ.
સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સંસારને..” સંસાર કેવો છે ? કે જેમાં જીવો ભયથી જ જીવે છે. અને ભયના દુઃખથી ક્યારેય મુકત નથી. લ્યો, આ પરિણતિ વિચારવી હોય તો અહીંયાં વિચારી શકાય એવું છે. પરિણતિની આપણે ચર્ચા ચાલે છે ને? સંસારીજીવને ભયની પરિણતિ હોય છે. ભયથી મુક્ત ક્યારેય ન હોય. એક દુઃખની પરિણતિ, ભયરૂપી દુઃખની પરિણતિ અને નિરંતર
Page #176
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૨
૧૫૭ ચાલુ જ રહે છે. શું થશે ? કેમ થશે ? ક્યારે શું થઈ જશે ? એવી કાંઈ ને કાંઈ એને અંદરમાં શંકા હોય અને એ શંકાનો સંતાપ. સંતાપ એટલે દુઃખ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ.” જ્યાં જ્ઞાન છે ત્યાં નિર્ભયપણું છે, ત્યાં શંકા નથી થતી.
આ સંસારને વિષે તો સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક..” સંસાર તો સ્થાનક છે. એવા આ સંસારમાં જો નિર્ભય થઈને રહેવું હોય તો એકમાત્ર વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય સિવાય કોઈ અભય નથી. વૈરાગ્ય એટલે નિરસપણું. જેને અપેક્ષાવૃત્તિનો અભાવ છે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. નિરપેક્ષવૃત્તિ. આના આધારે આમ છે, આના આધારે આમ છે એમ કોઈને કોઈનો આધાર જીવ લે છે. આધારભૂત એવું જે ધ્રુવતત્ત્વ, અવલંબનભૂત એવું જે ધ્રુવતત્ત્વ એનો આધાર છોડ્યો અને ગમે તેનો આધાર લીધો એટલે એ ભયાન્વીત થયા વગર રહી શકશે નહિ. ત્રિકાળી તત્ત્વના આધારે જ નિર્ભયતા આવી શકે, બીજી રીતે નિર્ભયતા આવી શકે નહિ.
એવો એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય એટલે આ વૈરાગ્ય, હોં ! વૈરાગ્ય એટલે દુઃખગર્ભિત કે મોહગર્ભિત કે માનગર્ભિત કે લોભગર્ભિત કોઈ કષાયગર્ભિત જે વૈરાગ્ય છે અને વૈરાગ્ય નથી કહેતા. વૈરાગ્ય એટલે સ્વરૂપની અપેક્ષાવૃત્તિમાં અન્ય સર્વની ઉપેક્ષાવૃત્તિ, એને વૈરાગ્ય કહે છે.
મુમુક્ષુ - શ્રતુહરિનો શ્લોક છે ને ? વૈરાગ્ય... પૂજ્ય ભાઈશ્રી:- હા. વૈરાગ્ય એક જ અભય છે.” છે ને. બહુ સારો શ્લોક છે. મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- યાદ છે ? પદ નહિ યાદ હોય. સંસ્કૃત છે. પાછળ ૮૪૩ પાને પરિશિષ્ટમાં છે, જુઓ ! અને આમ છે ૩૩ પાને. “મોળે રોગમાં ભોગમાં રોગનો ભય છે. ભોગોપભોગમાં પડેલાને રોગ થયા વિના રહે નહિ. એ ભોગ જ રોગનું કારણ છે. “યુને યુતિમયે કુળની મોટી આબરૂ હોય તો કહે છે કે અમારી આબરૂ કાંઈક જાશે તો ? કાંઈક અમારી આબરૂ ઓછી થઈ જશે તો ? અમારી આબરૂ ઘટી જાશે તો ? “યુને યુતિમય વિત્તે કૃપાદ્ધિાર્થ અને પૈસામાં રાજાનો ભય છે. Tax નાખે છે ને ? રાજકર્તાનો ભય છે. પૈસાવાળાને એ ભય સતાવ્યા કરે છે. કયારે રેડ (Raid) પડશે ? કયારે કોણ આવી ચડશે ? “માને તૈન્યમય અને માનવાળાને દીનતાનો ભય છે. મારું માન ચાલ્યું જશે તો ? મારું માન ઘટી જશે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
રાજહૃદય ભાગ-૧૩
તો ? મારું અપમાન થશે તો ? “વને રિપુમયે અને શરીર બળવાન છે એને શત્રનો ભય છે. કેમકે શરીરની અંદર કોઈ શેરને માથે સવાશેર હોય જ છે. એટલે એને રિષભય છે. “પે તળ્યા મયા’ અને સ્ત્રીઓને રૂપનો ભય છે.
શાત્રે વાવે મળે જે શાસ્ત્રના જ્ઞાનની અંદર પાવરધો થયો એને વાદનો ભય છે. ઓલો મારી સામે આમ કહે છે. હું આમ કહું છું એની સામે આમ કહે છે. મારી સામે ઓલો આમ કહે છે. મારે આ કહેવું છે એની સામે “શાર વાવ માં એને વાદનો ભય થાય છે. “ગુણે રત્નમય અને જે લૌકિક ગુણ છે એમાં ગુણથી મ્યુતિ થવાનો ખલ ભય એટલે શ્રુત થવાનો ભય છે, અવગુણનો ભય છે. લૌકિકગુણની વાત છે, આત્મગુણની વાત નથી.
Tયે વૃતાન્તીય' અને શરીરે પણ કાંઈને કાંઈ એને નુકસાન થવાનો ભય છે. “સર્વ વસ્તુ મયાન્વિત’ જગતમાં જેટલા સ્થાન છે એ બધા ભયથી ઘેરાયેલા છે. કોઈ સ્થાન નિર્ભય નથી. ગમે ત્યાં જાય નહિ. કોઈ સ્થાન નિર્ભય નથી. “સર્વ વસ્તુ મર્યાન્વિત મુવિ નૃણાં વૈરાગ્યમેવાભયા' એક પુરુષને વૈરાગ્ય છે તે જ અભયનું કારણ છે. આ સિવાય કોઈ નિર્ભયતાનું કારણ નથી.
અથવા પોતાના પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન નિર્ભયતા લાવે છે. કે જ્યારે હું મારા સ્વરૂપથી જ પરિપૂર્ણ છું અને પરપદાર્થથી સર્વથા ભિન્ન છું. જગતમાં કોઈ ચીજ મારી છે જ નહિ. પરપદાર્થ સાથે લેવાદેવા નથી અને મારા સ્વરૂપથી પૂર્ણ છું. પછી મારે ભય શાનો? કે કોઈ ભય રાખવાની મારે જરૂર નથી. એ રીતે એક વૈરાગ્ય જ અભય છે. એ સિવાય બીજું કોઈ (અભય નથી).
આ રીતનો વૈરાગ્ય. પૂર્ણતાને લક્ષે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય. નહિતર અપેક્ષાવૃત્તિ નહિ જાય. અપેક્ષાવૃત્તિ તે રાગ છે, જે વૈરાગ્યથી વિરુદ્ધ છે. અપેક્ષાવૃત્તિ કોને છે ? કે જેને પોતાની પૂર્ણતાની પ્રતીત નથી તેને છે. ખાત્રી નથી એને છે. હું પૂર્ણ છું એવી ખાત્રીમાં અપેક્ષા નથી. કેમકે પૂર્ણતામાં કોઈની જરૂર નથી. અને જેને પોતાના પૂર્ણ સ્વરૂપનો વિશ્વાસ નથી, ખાત્રી નથી અને કાંઈક હોય તો ઠીક... કાંઈક હોય તો ઠીક. આમ હોય તો ઠીક... આમ હોય તો ઠીક... એ અપેક્ષાવૃત્તિ અને નિર્ભય નહિ થવા દે. એ હંમેશા ભયમાં જ જીવશે. આ એક ભય સંબંધીની સમસ્યા પણ જગતની અંદર એક બહુ મોટી સમસ્યા છે. તમામ જીવો ભયથી જીવે છે. જૈનદર્શનમાં આનો ઉપાય છે, કે તું ગમે તે પરિસ્થિતિમાં હો નિર્ભય થઈ જાય, તારા પરિપૂર્ણ સ્વરૂપનું અવલંબન લે ને. પૂર્ણ છો. અંદર સમાય
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પત્રાંક-૬૬૨ એવી જગ્યા જ નથી. અને નિરપેક્ષ નિરાલંબ તત્ત્વ હોવાથી આત્માને કોઈ ભય થવાનું કારણ નથી.
એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી. આવો જે નિર્ભયતાનો વિષય છે એમાં કોઈ કાળને વિષે શંકા પણ જીવને ન પડે. એવું નિઃશંકપણું, એવું નિર્ભયપણે એ નિઃસંગતાને ઉત્પન્ન કરી શકે છે. ૨૫૪નું આ મથાળું છે. જે ૨૫૪ પત્ર છે ને ? એનું એ મથાળું છે. “નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. નિઃસંગતા પ્રાપ્ત થાય. અસંગદશામાં કોણ રહી શકે? મુનિરાજ કેમ અસંગદશામાં રહી શકે છે ? કે નિઃશંક અને નિર્ભય છે માટે તે અસંગદશામાં રહી શકે છે.
એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.” પછી “શ્રીપાળ રાસનું એક પદ લખ્યું છે.
યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે,
નવપદ તેમ જ જાણજો, આતમરામ છે સાખી રે.’ અસંખ્ય પ્રકારના યોગ, પ્રયોગ કહ્યા છે. જેના ફળમાં રિદ્ધિ-સિદ્ધિ ઉત્પન્ન થાય છે. યોગના પ્રયોગથી ચમત્કાર મળે છે ને ? કહે છે કે પણ તારા “ઘટમાંહી રિદ્ધિ દાખી રે... તારા અંતરમાં જે આત્મા છે, અનંત ગુણનો વૈભવ જેમાં ભર્યો છે એ તારા આત્માની રિદ્ધિ-સિદ્ધિ તો તારામાં ભરી છે. બહારની પૌગલિક રિદ્ધિસિદ્ધિને કાંઈ લેવાદેવા નથી. એ તો કાંઈ છે નહિ. “નવપદ તેમ જ જાણજો,...” નવે નવ પદ છે, જે નમસ્કાર મંત્રથી માંડીને... એમાં પણ આત્માની જ વાત છે. અને અમારો આત્મા એનો સાક્ષી છે. એમાં પોતાનો આત્મા જ સાક્ષી છે. એટલે ક્યાંય યોગના, પ્રયોગના કોઈ બાહ્ય પ્રલોભનમાં આવવા જેવું નથી. આ રીતે ૬૬ ૨ (પત્ર) અહીંયાં પૂરો થાય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૬૩
મુંબઈ, પોષ, ૧૯પર ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.
તા. ૧૨-૪-૧૯૯૧, પત્રાંક – ૬૬૩, ૬૬૪
પ્રવચન . ૨૯૭
ફક્ત દોઢ લીટીમાં વાત લખી છે. “ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.” પરમપુરુષ એટલે તીર્થંકરદેવ. જ્ઞાનીઓને પણ આ ઉપદેશ આપતા હતા એમ કહેવું છે. ગૃહાદિ પ્રવૃત્તિના યોગે...” ગૃહસ્થદશામાં અનેક પ્રકારની જે અશુભયોગની પ્રવૃત્તિઓ હોય છે, એના કારણથી ઉપયોગમાં બે પ્રકારના વિભાવ થાય છે. એક તો ચંચળતા વધે છે અને કષાય તીવ્ર થતાં અથવા અશુભભાવ થતાં મલિનતા પણ વધે છે. બંને વિભાવ છે. મલિનપણું પણ વિભાવ છે અને ચંચળપણું પણ વિભાવ છે. એ બંને વિભાવ થવા યોગ્ય છે, હોવા યોગ્ય છે એમ જાણીને પરમપુરુષ એવા તીર્થંકરદેવે જ્ઞાનીઓને પણ સર્વસંગપરિત્યાગ કરવાનો ઉપદેશ કહેલો છે કે હે જ્ઞાનીઓ ! સર્વસંગપરિત્યાગ કરીને કેવળ સ્વરૂપસાધનામાં પ્રવર્તે.
જે કોઈ ગૃહાદિ પ્રવૃત્તિ થાય છે તે ગૃહાદિ પ્રવૃત્તિનું મૂલ્ય અને આત્મસાધનાનું મૂલ્ય એ બંનેનો વિચાર કરવામાં આવે તો જ્ઞાનીઓને પણ એમ જ લાગે છે. કેમકે તેઓ મૂલ્ય કરી જાણે છે કે આ કેવળ અમારો અવિવેક છે. જેનું મૂલ્ય આપવું જોઈએ એનું મૂલ્ય અપાતું નથી. અને સમય અને શક્તિનો વ્યય ગૃહસ્થની પ્રવૃત્તિમાં થાય છે આ વાત પોતે સંમત કરતા નથી.
એમનું પોતાનું ર૯મું વર્ષ છે. મુનિદશાની ભાવના કેવી રીતે જોર કરે છે કે એમના આવા પત્રો ઉપરથી સમજી શકાય છે. મુમુક્ષને એવી વાતનો કોઈ સંબંધ
Page #180
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૬૧
ન
નથી. પણ પોતાને સંબંધ છે એમ સ્પષ્ટ લાગે છે. સામાન્ય મુમુક્ષુને એમ ન કહે કે તું ઘરબાર, બૈરા-છોકરા છોડીને જંગલમાં ચાલ્યો જા. એ તો એને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવામાં પણ પગથિયા મૂકતા હતા. ત્યાગની વાત તો ત્યાર પછીની છે. પણ પોતાને જે મુનિદશાની ભાવના છે એ ભાવના આવી રીતે વ્યક્ત કરે છે કે, તીર્થંકરદેવ એવો ઉપદેશ આપતા હતા. આ તીર્થંકરદેવનો ઉપદેશ છે, જ્ઞાનીઓને પણ આ ઉપદેશ છે કે ગૃહસ્થની પ્રવૃત્તિમાં ભલે તમારો કષાય એટલો તીવ્ર નહિ થાય, રસ છૂટી ગયો છે, ઉદાસીનતા વર્તે છે તેથી અશુભમાં પણ કષાયરસ એટલો તીવ્ર નહિ થાય તોપણ આખરમાં અશુભ છે તે અશુભ છે, એ કાંઈ શુભ નથી.
કષાય તીવ્ર થાય, કષાયરસ મંદ રહે તોપણ ઉપયોગની ચંચળતા છે એનું શું ? જે ઉપયોગની ચંચળતા સ્વરૂપને વિષે સ્થિરત્વ થવામાં બાધક થાય છે તે ઉપયોગની ચંચળતા સંમત કરવા યોગ્ય નથી. પોતાની જે મુનિદશાની ભાવના છે એ આડકતરી રીતે વ્યક્ત કરે છે. એવું દોઢ લીટીના પત્રમાંથી સમજી શકાય છે.
પત્રક-૬૬૪
મુંબઈ, પોષ વદ ૨, ૧૯૫૨ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે.
ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.
સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થસંયમ’ કહ્યો છે. તે સંયમને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬ ૨
રાજય ભાગ-૧૩
કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.
પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે.
શ્રી ડુંગરની ઇચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા હતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે.
પ્રણામ.
૬૬૪મો પત્ર “સૌભાગ્યભાઈ' ઉપરનો છે. “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. જુઓ ! એ પણ મુનિદશાની જ એમની ભાવના છે. એ વારંવાર સહજપણે વ્યક્ત થઈ જાય છે. આ સંસાર કેવો છે? કે “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ....” છે. સંસારમાં કોઈ જીવ એવો નથી કે જે નિર્ભયતાથી રહી શકે. જેને જે પ્રકારના પુણ્યનો યોગ હોય તેને પ્રતિપક્ષમાં તે જ પ્રકારના પાપના ઉદયનો ભય સતાવ્યા વિના રહે નહિ. અને એ દુઃખદાયક પરિસ્થિતિનું નામ જ સંસાર છે. પુણ્યના ઉદયમાં પણ જીવો દુઃખી છે, પુણ્યના ઉદયકાળે પણ જીવો દુઃખી છે અને પાપના ઉદયકાળે જીવો દુઃખી છે એ કોઈ સમજાવવાની જરૂર નથી. આમ એકાંતે દુઃખના સ્થાનકરૂપ આ સંસાર છે. ભયના સ્થાનકરૂપ કહો કે દુઃખના સ્થાનકરૂપ કહો, એ તો બંને એક જ વાત છે.
એવા “આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. ફક્ત. એ સંસાર પ્રત્યે ઉદાસ થવું, સંયોગો અને જે કોઈ પ્રકારના ઉદયો આવે તે પ્રત્યે ભિન્નપણું અનુભવ કરીને નિરસ થવું. તે તે સંયોગોથી આ આત્માનું સર્વથા ભિનપણું છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૬૩
તેથી કોઈ સંબંધ નહિ હોવાથી ભય પામવાનું કારણ નથી, દુ:ખ પામવાનું કોઈ કારણ નથી. ભય તો ત્યાં છે કે જ્યાં મમત્વ છે ત્યાં ભય છે. જેને મમત્વ નથી એને ભય પણ નથી. એટલે એ વૈરાગ્ય જ અભય છે.
વૈરાગ્ય એટલે અહીંયાં જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય લેવો. જેને સ્વ-૫૨ ભિન્નતાનું જ્ઞાન છે અને ભિન્નપણું હોવાને લીધે અને ઉદયમાન પરિસ્થિતિનો આત્મા માત્ર શાયક હોવાને લીધે, માત્ર જાણનાર હોવાને લીધે, એવો જે અસંબંધભાવ, એને લઈને ઉત્પન્ન થયેલો જે વૈરાગ્ય. એ વૈરાગ્ય નિર્ભયતાને ઉત્પન્ન કરે છે. એવા વૈરાગ્યવાનને કોઈ ભય નથી.
મુમુક્ષુ :– એક લીટીમાં તો આખો સિદ્ધાંત મૂકી દીધો.
-
પૂજ્ય ભાઈશ્રી :– છે જ. એ તો એક એક લીટીમાં તત્ત્વ ભરેલું છે. એકે એક લીટીમાં. ‘ગુરુદેવ’ કહેતા હતા કે, છેલ્લા સો-બસ્સો વર્ષમાં આવો કોઈ પુરુષ નથી થયો. એમ કહેતા હતા. કેમકે એમનું જે નિર્દોષ થવાનું વલણ છે એ આજે સો વર્ષ પછી પણ કોઈ વાંચે તો એના આત્મા ઉપર એ અસર ઉપજાવે છે. વાંચનારના આત્મા ઉ૫૨ અસર ઉપજાવે છે. આજે એ પ્રકારનો એક વાણીનો અતિશય જેને કહી શકાય એ વાણીનો અતિશય આજે આ ગ્રંથમાં મોજૂદ છે. એ ચાલ્યા ગયા છે અને એમની વાણીએ હજારો મનુષ્ય આત્માઓને આકર્ષિત કર્યાં છે. એમના અનુયાયીઓ તો ભગવાનવત્ એમના પ્રત્યે બહુમાન ધરાવે છે. જોકે જ્ઞાનીઓ પ્રત્યે એ પ્રકારનો ભાવ ઊચિત જ છે.
મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્યું છે.’ શૈલી જોઈ ! ત્યાગનો મહિમા ઓઘસંજ્ઞાએ પણ આજે સમાજની અંદર ઘણો છે. ત્યાગી જોવે, જ્ઞાન વગરના ત્યાગી જોવે તોપણ લોકો આજે એ ત્યાગનો મહિમા કરીને આકર્ષાય છે, તો જેઓએ શાને કરીને ત્યાગને ગ્રહણ કર્યો છે એની તો મહિમા હોય એમાં કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. એવો ત્યાગ તીર્થંકરદેવોએ, ઋષભાદિ પુરુષોથી માંડીને મહાવીરભગવંત પર્યંતના મહાપુરુષોએ એવો ત્યાગ અંગીકાર કરેલો અને એવા ત્યાગનો અતિશય અતિશય મહિમા એમના કાળમાં થયેલો. એ સાપ ગયા પણ લીસોટા તો રહી ગયા. એટલે આજે ત્યાગને પણ લોકો માને છે કે જુઓ ! આપણે ત્યાગ નથી કર્યો પણ એણે ત્યાગ તો કર્યો છે. એમ કરીને માને છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
રાજહૃદય ભાગ-૧૩ એ પોતે કઈ શૈલીથી (વાત) લીધી છે ! કે, “મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો.” “મહાવીર ભગવાનને, “ઋષભદેવ’ ભગવાનને ગૃહસ્થવાસને વિષે વર્તતી હતી. મોટા મુનિઓ એટલે ભાવલિંગીની વાત નથી કરવી. અત્યારે સંપ્રદાયમાં જેની આબરૂ બહુ મોટી છે, મોટા મોટા મુનિઓ કહેવાય છે એવા મુનિઓને, પણ એવો વૈરાગ્ય નથી દેખવામાં આવતો કે જેવો
ઋષભદેવ ભગવાનને અને “મહાવીર ભગવાનને ગૃહસ્થદશામાં હતો. એવો વૈરાગ્ય નથી જોવામાં આવતો. ભલે ત્યાગી છે પણ અંતરંગ વૈરાગ્ય જોવામાં આવતો નથી. એવા તો એ ગૃહસ્થદશામાં વૈરાગી હતા. અને એવો વૈરાગ્ય એમને વર્તતો હતો છતાં એમને વૈરાગ્ય છે એટલે વાંધો નહિ. અમને ઘણો વૈરાગ્ય વર્તે છે, તદ્દન ઉદાસીનતા વર્તે છે, કેવળ ઉદાસીનતા વર્તે છે માટે અમને વાંધો નહિ, એ પ્રકારે તેઓએ ગૃહસ્થદશાને પસંદ નહોતી કરી. જ્ઞાનદશા હતી. ત્રણ જ્ઞાન તો તે જન્મથી માતાના ઉદરમાં લઈને આવેલા હતા. જ્ઞાનદશા સમ્યફ શ્રુતજ્ઞાન, સમ્યક મતિજ્ઞાન અને સમ્યકુ અવધિજ્ઞાન. ત્રણ સમ્યકુશાન, ત્રણેને સમ્યકુપણે લાગુ પડે છે, એ સહિત હતા અને વિશેષ વિશેષ વૈરાગ્યભાવે પરિણમતા હતા. તોપણ એ વૈરાગ્ય હોવા છતાં ગ્રહણ કરતા ત્યાગ ઉચિત છે. શું ઊંડાણ પકડવું છે?
ભલે પરિણામમાં વૈરાગ્ય હોય માટે અન્ય પદાર્થનું ગ્રહણ કરવું, ભોગોપભોગનું ગ્રહણ કરવું એમાં વાંધો નથી. કેમકે વૈરાગ્ય અમને વર્તે છે, અમને જ્ઞાનદશા વર્તે છે. અરે...! અમે ક્ષાયિકસમકિત લઈને આવ્યા છીએ. કંઈ જેવા તેવા નથી. અમે તો ચરમશરીરી છીએ. આ ભવે તીર્થંકર થઈને જગતગુરુપણે ઉપદેશ દેવાના છીએ. બધી ખબર છે. ખબર નથી એવું નથી. અવધિજ્ઞાન તો વર્તે છે. છતાં પણ એવો અભિપ્રાય જ્ઞાનદશામાં કોઈ જ્ઞાનીનો હોતો નથી, કોઈ તીર્થંકરદેવનો પણ હોતો નથી. વૈરાગ્ય જ ઉચિત છે અને વૈરાગ્યને ત્યાગ સાથે સુસંગતતા છે, વૈરાગ્યને વૈભવ સાથે સુસંગતતા નથી. આ તો ન્યાયનો વિષય છે ને ? વૈરાગ્યને ત્યાગ સાથે સુસંગતતા છે, વૈરાગ્યને વૈભવ સાથે, સંસારના શૃંગારો સાથે એને કોઈ સુસંગતતા નથી.
મુમુક્ષુ - પોતાને તીર્થંકરપણાનું જ્ઞાન વર્તે છે એ પોતાના પરિણામ ઉપરથી જ ખ્યાલ કરે ?
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. પોતાને જાગૃતિ છે. અસાધારણ આત્મજાગૃતિ છે. જે પુણ્યનો ઉદય છે. તીર્થકરો તો પુણ્યશાળી હોય છે, મોટા મોટા રાજાઓ
Page #184
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૬૫ હોય છે. રાજપાટમાં એમનો જન્મ થયેલો હોય છે, રાજકુંવર તરીકે તો જમ્યા હોય છે. ઘણો વૈભવ, ઘણી સાહેબી હોય છે. છતાં પણ અંતરંગમાં જાણે છે કે આ આત્માને કાંઈ લેવા-દેવા નથી. એક પરમાણને સ્પર્શી શકે, ભોગવી શકે એ વસ્તુના સ્વરૂપની બહારની વાત છે. તેથી એમાં મને કાંઈ રસ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તોપણ જે કાંઈ ચારિત્રમોહને લઈને પરપદાર્થના ગ્રહણાદિના પ્રકારમાં વર્તવું પડે છે એ પોતાના પરિણમનને અનુકૂળ નથી. એટલું પણ એ પરિણમનને પ્રતિકૂળ છે એમ જાણે છે, બાધક છે એમ જાણે છે. બાધકદશાને સાધકપણું માનતા નથી. બાધકપણાના અંશમાં, કોઈ એક અંશમાં અલ્પમાં અલ્પ અંશમાં પણ સાધકપણું તેઓ માનતા નથી. એવું જેનું ચોખ્ખું નિર્મળ શ્રુતજ્ઞાન વર્તે છે. શ્રુતજ્ઞાન છે ને ? નિર્મળ અને ચોખ્ખું શ્રુતજ્ઞાન છે. એક કણને, દોષના એક કણને ગુણમાં ખતવે નહિ, ગુણના એક કણને દોષમાં ખતવે નહિ.
મુમુક્ષુ - ત્યાગ માટેની આટલી ઊંચી અનુમોદના તો... પૂજ્ય ભાઈશ્રી – ખરી વાત છે. શાસ્ત્રમાં કોઈ શૈલી જોવામાં નથી આવતી. મુમુક્ષુ - મુનિ જેવી દશા વર્તે છે છતાં ત્યાગ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. હમણા બહાર ગયા હતા ત્યાં એ થોડી ચર્ચાઓ ચાલી. કે વર્તમાન જે મુનિઓના, આચાર્યોના, ભાવલિંગીના સંતોના જે શાસ્ત્રો ઉપલબ્ધ છે, એમાં ન્યાયો નથી એવા કેટલાક ન્યાયો જ્ઞાનીઓના વચનોમાં મળે છે. આ એક વિશિષ્ટતા છે ! શાસ્ત્રમાં ગોતવા જાવ તો ન મળે. ગુરુદેવના વચનોમાં મળે છે, શ્રીમદ્જીના વચનોમાં મળે છે, “સોગાનીજી'ના વચનોમાં મળે છે. જો કે એક ન્યાય તો “ગુરુદેવે’ સ્પષ્ટ કર્યો છે કે, “બાર અંગધારી જે ન્યાય કાઢે તે ન્યાય સમ્યગ્દષ્ટિ કાઢે છે.” મુનિઓ અને આચાર્યો નહોતા જાણતા એ પ્રશ્ન અહીંયાં નથી. એ તો વિચારવા જેવી પણ વાત નથી. કેમકે બે વચ્ચે ઘણો ફેર છે. અને મુનિદશાને તો એ જ્ઞાનીઓ પોતે ભાવનામાં ભાવે છે કે એવો અપૂર્વ અવસર મને ક્યારે આવે? અને એ તો એના દાસાનુદાસપણે પોતાને જાહેર કરે છે. એ વાત બીજી છે અને આ પડખું એક બીજું છે.
કેમકે આ એક ક્ષયોપશમભાવ અને ઉદયભાવ છે. ઉદયભાવે ક્ષયોપશમ છે. ન્યાય કાઢવો, જે તે વિષય સમક્ષ આવે, શાસ્ત્રમાં કે વિચારતાં જે વિષય, મનનમાં જે કાંઈ વિષય સામે આવે એ વિષયનો ન્યાય કાઢવો એ જ્ઞાનના ક્ષયોપશમ અને ઉદય સાથે મિશ્રપણે સંબંધ ધરાવે છે. ત્યારે કોઈને કેવો પ્રકાર ક્યારે હોય છે,
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬
રાજહૃદય ભાગ-૧૩ કોઈને કેવો પ્રકાર હોય છે, કોઈને કેવો પ્રકાર હોય છે. અધ્યાત્મ પરિણતિ તો મુનિરાજની છઠા-સાતમા ગુણસ્થાને જ ઉચ્ચ કોટીની છે એ તો સમજાવવાની કે કહેવાની જરૂ૨ નથી. પણ મુમુક્ષુઓને જે ન્યાયો આત્મહિતમાં નિમિત્તભૂત થાય, કારણભૂત થાય એવી ઘણી વાતો જે-તે સ્થાનેથી ગ્રંથમાંથી ન નીકળે, શાસ્ત્રમાંથી ન નીકળે અને એ જ સ્થાનેથી (જ્ઞાનીપુરુષો કાઢે).
જેનો આશ્રય એ મુનિરાજ કરે છે એનો જ આશ્રય સ્વરૂપસન્મુખ થઈને, અંતર્મુખ થઈને એ ધર્માત્માઓ પણ કરે છે અને એમાંથી, આત્મામાંથી બધું નીકળે છે. જે કાંઈ નીકળે છે તે મુનિરાજોના પણ આત્મામાંથી નીકળે છે અને તે ધર્માત્માઓના, સમ્યગ્દષ્ટિઓના પણ આત્મામાંથી નીકળે છે. અને એ આત્મા બન્નેનો એકસરખો છે, વિષય એકસરખો છે. આત્માનો વિષય તો બંનેને એકસરખો છે. એમાં અનંત અનંત જ્ઞાન ભંડાર ભરેલો છે અને એ ભંડારમાંથી ક્યારેક કો'ક કંઈક Item કાઢે છે તો કો'ક કંઈક Item કાઢે છે. વિધવિધ પ્રકારના ન્યાયોના અલંકારો ભરેલા છે, આભૂષણો ભરેલા છે. કોઈક આભૂષણ ક્યારેક કોઈ કાઢે છે, કોઈક આભૂષણ ક્યારેક કોઈ કાઢે છે. એવું થાય છે.
એ વાત ‘ગુરુદેવ’ પણ કરતા હતા. ‘સમયસાર'ની ૭મી ગાથા અને ‘સમયસા૨’ની ૧૧મી ગાથાનો જે ભાવાર્થ પંડિત જયચંદ્રજી’એ લખ્યો છે એમાં વિશિષ્ટ ન્યાયો કાઢ્યા છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્યે’ જે ન્યાયો કાઢ્યા છે એથી બીજા ન્યાય, વધારાના પણ ન્યાયો એમણે કાઢ્યા છે કે જે ટીકામાં નથી એ ન્યાય કાઢ્યા છે. અને બહુ સુંદર ન્યાયો કાઢ્યા છે. ગુરુદેવ’ ખૂબ પ્રસન્ન થતા હતા. એવી જ વાત એક જગ્યાએ એમણે નિર્જરા અધિકાર'માં કરી છે. એ ગાથા મને યાદ નથી.
મુમુક્ષુ – પૂજ્ય ભાઈશ્રી :છે ને. સ્પષ્ટ છે. ૭ અને ૧૧ ગાથામાં તો સ્પષ્ટ જ છે. બે નમુના તો મને યાદ છે. એક તો મેં વાંચેલો છે એ નિર્જરા અધિકા૨’માં છે. એ ચારેક જોઈ લઈશું. ૧૧(મી) ગાથામાં વ્યવહારનય અભૂતાર્થ દર્શિત શુદ્ધનય ભૂતાર્થ છે. એ વાત છે ને ? એમણે ન્યાય કાઢ્યો છે કે, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ ૫રસ્પર કરે છે.' એકબીજાને કહે છે, જુઓ ! આમ ન હોય આમ હોય, આમ ન હોય અને આમ હોય. વ્યવહારની વાતોમાં.
Page #186
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૬૪
૧૬૭
વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ઘનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે;...' જિનવાણીમાં જો Volume તપાસવામાં આવે, કદ તપાસવામાં આવે તો વ્યવહારનયના વિષયનો વિસ્તાર ઘણો છે. નિશ્ચયનયમાં વિસ્તાર થઈ શકવાની બહુ જગ્યા નથી. અને વ્યવહારનયમાં તો અનેક ન્યાયો, અનેક ભંગભેદો છે. એટલે એનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ...’ એ શુદ્ઘનયને હસ્તાવલંબ એટલે પ્રથમ પગથિયે કામમાં આવે છે એમ જાણીને હાથને ટેકો મળે, શુદ્ઘનયને ટેકો મળે. હસ્તાવલંબ એટલે ટેકો આપવો. શુદ્ઘનયના ટેકારૂપે વાત કરી છે. વ્યવહારનયની વાત કેવી રીતે કરી છે ? કે શુદ્ઘનયને ટેકો મળે એવી રીતે કરી છે. વ્યવહારનયની વાત વ્યવહાર ખાતર નથી કરી. શુદ્ઘનયને ગ્રહણ કરવા ખાતર કરી છે. એવો ટેકો મળતા શુદ્ઘનય સુધી પહોંચી જાય.
પણ એનું ફળ સંસાર જ છે.’ આના ઉ૫૨ ‘ગુરુદેવ’ બહુ પ્રસન્ન હતા. શુદ્ઘનયને ટેકો આપનાર. કોણ ? શુદ્ઘનયને ટેકો આપનાર એક કોરથી કહે છે, વળી એનું ફળ સંસાર બતાવે છે. આ વાત ગજબ કરી છે. શુદ્ધનયને ટેકો આપનાર છે એમ સમજીને જે વ્યવહારાભાસી વ્યવહાર પ્રીયતાવાળા છે એ તો ચોંટી પડે છે, વળગી પડે છે કે જુઓ ! શુદ્ધનયને પણ ટેકો મળે છે. આ વ્યવહાર કેવો છે ? શુદ્ધનયને ટેકો આપનાર છે. જુઓ ! આ શુદ્ઘનયનો ટેકેદાર છે. એને તમારે ધક્કો ન મારવો. ત્યારે એ તરત જ ધક્કો મારે. પણ એનું ફળ સંસાર જ છે.’ એનું ફળ મોક્ષ નથી. એ ‘ગુરુદેવ’ને બહુ પસંદ પડ્યું હતું કે એનું ફળ સંસાર છે. સીધું કહી દીધું. જિનવાણીમાં જેનું પ્રતિપાદન છે એનું ફળ સંસાર છે. એવી ચોખવટ મૂકી છે. ભારે ચોખવટ કરી છે, કહે.
જીવોને શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે—ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે.' એ વ્યવહારનયનું ફળ સંસાર છે એ વાત ટીકામાં નથી એ વાત જયચંદ્રજી'એ ૧૧મી ગાથાના ભાવાર્થમાંથી કાઢેલી છે.
એવી જ વાત એમણે ૭મી ગાથાની ટીકામાં કરી છે. આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા; તેથી વસ્તુના કોઈ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
રાજહૃદય ભાગ-૧૩ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.'
અહીં કોઈ કહે કે પયય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ?’ એ તો ખરેખર નિશ્ચય અંગ છે. વસ્તુનું એ નિશ્ચય અંગ છે. પ્રમાણના વિષયવાળો આખો પદાર્થ લઈએ તો પર્યાય તો એનું એક અંગ છે. તેનું સમાધાન – એ તો ખરું છે. એટલે દ્રવ્યાનુયોગનો અમને ખ્યાલ છે કે એનું અંગ છે. પણ.... આ ન્યાય બહુ વિશિષ્ટ કાઢ્યો છે. પણ કહીને. પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અહીંયાં ઉપદેશ શાનો છે ? દ્રવ્યદૃષ્ટિના વિષયભૂત પદાર્થ જે અભેદ છે એનો ઉપદેશ છે. પ્રમાણના વિષયને અહીંયાં અમારે બતાવવો નથી, એમ કહે છે. અમારે દ્રવ્યદૃષ્ટિનો વિષય બતાવવો છે). ૬ અને ૭ ગાથાનો વિષય આ છે એ દ્રવ્યદૃષ્ટિનો વિષય અમારે બતાવવો છે.
પ્રમત્તો - મિત્તો અપ્રમત્ત ને પ્રમત્ત પર્યાય તે હું નહિ. એમ લીધું છે. એ મારું અંગ છે એમ ન કીધું. તે હું નહીં એમ કહી દીધું છે.
અહીંયાં તો દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે... આ પણ વાત વિશેષ કાઢી છે. કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી.” ભલે તે ગુણભેદ અને પર્યાયભેદ વસ્તુના અવયવો હોય તોપણ એની દૃષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે...જીવ સરાગી હોવાથી તેને વિકલ્પ રહ્યા કરે છે). વીતરાગીને વાંધો નથી. જે સર્વજ્ઞ વીતરાગ છે એને ગુણભેદ અને પર્યાયભેદ પૂરેપૂરા જણાય છે. એટલા તો છઘસ્થને કોઈ દિવસ જણાતા નથી. અનંતે અનંત ગુણોનો પ્રત્યેક ભેદ, અનંતેઅનંત પર્યાયનો પ્રત્યેક ભેદ, અનાદિઅનંત પર્યાયો અને એક એકનો પર્યાયનો અવિભાગ પ્રતિચ્છેદ એનો પ્રત્યેક અવિભાગ પ્રતિચ્છેદ. એટલા ભેદો એમને જણાવા છતાં એમને રાગ નથી થતો. કેમકે વીતરાગી અવસ્થામાં, સંપૂર્ણ વીતરાગી અવસ્થામાં એ જ્ઞાન થાય છે. પણ સરાગી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૯
પત્રાંક-૬૬૪. અવસ્થામાં.... આ વિવેક કર્યો છે. જ્ઞાનને કારણે નહિ સરાગીપણાને કારણે. જુઓ ! સૂક્ષ્મતા શું છે ? ભેદને જાણવું એ રાગનું કારણ નથી પણ સરાગી અવસ્થામાં ભેદને જાણવું તે રાગનું કારણ છે, એમ કહે છે. કેમકે જાણતા એટલું અવલંબન લેવાય છે. એ ભેદને જાણતા જ્ઞાનીને પણ ચારિત્રમોહથી અસ્થિરતા આવે છે. એટલા એવા ભેદને જાણતા.
ભેદદૃષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સાગીને વિકલ્પ રહ્યા કરે છે...” સરાગી એટલે છઘ0 લઈ લેવા. “માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ.' જ્ઞાનીને પણ જ્યાં સુધી રાગાદિક સર્વથા મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. આ અમારો ઉપદેશ છે. કેમકે આચાર્ય મહારાજે તો એમ કહી દીધું છે, ટીકાની અંદર એવા શબ્દ વાપર્યા છે કે આત્માને બંધપણું, અશુદ્ધપણું, કર્મબંધના નિમિત્તથી ઉદયમાં જોડાવાથી અશુદ્ધપણું થાય એ તો છે જ નહિ. ત્રિકાળી શુદ્ધ ધ્રુવ આત્માને, દૃષ્ટિના વિષયને. પણ એ શુદ્ધાત્માને, ધ્રુવ આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ વિદ્યમાન નથી. ભેદનો નિષેધ કરવો છે એટલે એને ત્રણ પ્રકાર જ નથી, એવા કોઈ પ્રકાર જ નથી. ખરેખર તો ભાષા ચોખ્ખી એમ આવવી જોઈએ ... જોરમાં ને જોરમાં વાત કરે છે. અને એ જોર અભેદપણું પમાડે છે. અભેદનું જોર અભેદભાવ ઉપજાવે છે.
અભેદના જોરમાં એવી ભાષાનો સંક્ષેપ થવો એ દોષ નથી. નહિતર કોઈ વિદ્વાન એમ કહે કે, સાહેબ ! આપે એમ કહેવું હતું કે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે એનો ભેદ વિદ્યમાન નથી એમ કહો. પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ કહેશો તો વેદાંત થઈ જશે. અથવા શૂન્ય મતવાદિ જે છે એનો પ્રસંગ આવશે કે તો પછી આત્મામાં ગુણભેદ નથી એટલે આત્મા તો ગુણો વગરનો શૂન્ય છે. એનામાં કાંઈ છે જ નહિ. તો એ તો જેને વિપરીતતા થવી હોય એનું એ જાણે. અમારે અહીંયાં. કેમકે સાંભળનારને ખબર છે કે આચાર્યો તો દ્રવ્યાનુયોગના પારંગત છે. દ્રવ્યાનુયોગ નથી જાણતા એ શંકા એમના વિષે કરી શકાય એવી જગ્યા નથી, કોઈ અવકાશ નથી. એવા આચાર્યો જ્યારે એમ કહે કે આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ વિદ્યમાન નથી ત્યારે એની અંદર, એવા જોરની અંદર કોઈ પારમાર્થિક રહસ્ય રહેલું છે એમ સમજવું ઘટે છે.
કૃપાળુદેવે એ વાત કાઢી છે કે, “દિગંબર આચાર્યોના આવા તીખા વચનો જોઈને રહસ્ય કાંઈક સમજાય છે. શું સમજાય છે ? રહસ્ય સમજાય છે. ભાવાર્થ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦
રાજહૃદય ભાગ-૧૩ સમજાય છે એમ ન કહ્યું, શબ્દાર્થ સમજાય છે એમ ન કહ્યું. રહસ્ય સમજાય છે. અને એ પણ કાંઈક અમને સમજાય છે. એનું ઊંડાણ ઘણું છે. કાંઈક સમજાય છે કે કાંઈક વાત કોઈક પારમાર્થિક દૃષ્ટિની કોઈ અલૌકિક વાત કહેવા માગે છે. એવું કાંઈક સમજાય છે. અને એ અધ્યાત્મના વચનો તો એવા તીખા જ નીકળેલા છે. આચાર્યોના અને જ્ઞાનીઓની દ્રવ્યદૃષ્ટિને સૂચક જે વચનો છે એ ઘણા તીખા છે. અને એવી તીખાશ છે એ પારમાર્થિક લાભનું કારણ છે. તે વચન કહેનારને તે ભાવમાં આવીને તે વચનો કહેવાયા છે. શુષ્કતાથી એ વચનો કહેવાયા નથી પણ અધ્યાત્મરણમાં આવીને એ વચનો કહેવાયા છે. અને સુયોગ્ય પાત્રોને એવા વચનોથી એવો જ અધ્યાત્મરસ ઉપજવા યોગ્ય છે. એમ સ્વ-પર બંનેને એ હિતકારક છે.
મુમુક્ષુ :- દર્શન-જ્ઞાન-ચારિત્ર...
પૂજ્ય ભાઈશ્રી – ગુણભેદ ઉડાડી દીધો. એટલે ગુણ નથી એમ કહી દીધું. કેમકે એનાથી વિકલ્પ મટતો નથી. જ્યાં સુધી એ ભેદના વિચારો ચાલે છે ત્યાં સુધી વિકલ્પ મટતો નથી. અને એવા અભેદતત્ત્વને ભેદ સિમિત છે. અભેદ અસીમ છે. ભેદ મર્યાદિત છે અને અભેદતા અમર્યાદિત છે. એટલે પણ એની કિંમત વધારે છે. એના ઉપર વધારે વજન દેવા પાછળ પણ વસ્તુસ્થિતિ છે. અને તેથી પારમાર્થિક લાભના હેતુથી એમ કહેવામાં આવે તો તે અત્યંત સમ્યફ છે અથવા સમ્યફ એકાંત છે. એકાંત લાગે તોપણ એ સમ્યફ એકાંત છે, સમ્યફ થવા અર્થે તે એકાંત છે, સમ્યકપણું પામવા અર્થે તે એકાંત છે એટલે તે ઉચિત જ છે.
મુમુક્ષુ – ગુણભેદથી ગ્રહણ ન કરવું એ તો સમજાય છે પણ ગુણભેદ..
પૂજ્ય ભાઈશ્રી :- હા, ખરેખર તો ચોખ્ખું એમ કહેવું જોઈએ કે ગુણભેદ ગ્રહણ ન કરવા. પણ જોરમાં ને જોરમાં એમ કહેવું છે, એમાં થોડું રહસ્ય એવું છે કે અભેદને જોનાર ભેદને એ વખતે જોતો નથી. અથવા અભેદને અનુભવનારને ભેદનો અનુભવ થતો નથી. અનુભવ નથી થતો. જાણવું અને વેદનું બે જ્ઞાનની પર્યાય છે. આપણે આ વિષય ઉપર થોડી ચર્ચા કરીએ છીએ. તો ન તો અભેદ અનુભવકાળે ભેદ જાણવામાં આવે છે કે ન તો અભેદ અનુભવકાળે ભેદનું વેદન થાય છે. બેમાંથી એકપણ થતું નથી. તો કહે જો મારો અનુભવ આમ કહેતો હોય તો હવે બે નથી એમ કહી દો ને. પછી શું વાંધો છે ? ઊડી ગયું ? જ્ઞાનમાં ઉડતા નથી. Balance રહે છે. દ્રવ્યાનુયોગનું જે જ્ઞાન છે એમાં ગુણભેદ છે એમ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પત્રાંક-૬૬૪ જાણવામાં છે અને એમ જાણવામાં હોવાથી મિથ્યા એકાંત થઈને એ Balance out થતા નથી. પણ એટલું જોર દીધા વિના પ્રયોજનની સિદ્ધિ નથી થતી.
અહીંયાં જે પ્રયોજનની સિદ્ધિ થવાનું જે પ્રયોજન છે એ પ્રયોજન સુધી લક્ષ પહોંચાડવું છે. સામાને પણ એનું લક્ષ કરાવવું છે કે જો આમાં કાંઈક વાત જરા વિશેષ અમે કહેવા માગીએ છીએ. “નિયમસાર’ની ૫૦મી ગાથામાં બંને મુનિરાજો કુંદકુંદાચાર્યદેવ’ અને ‘પદ્મપ્રભમલધારિદેવ' આચાર્ય અને મુનિરાજ છે. ટીકાકાર મુનિરાજ છે, આચાર્ય નથી. બંને એમ કહે છે કે, આ ચારે ભાવ છે એ પરભાવ હેય ઇતિ. પરદ્રવ્ય પરભાવ હેય ઇતિ. ત્રણ શબ્દો વાપર્યા છે. તો એ તો પર્યાય છે એટલે દ્રવ્ય તો નથી. છતાં પરદ્રવ્ય કહીને પરદ્રવ્યવ કહી દીધું.
મુમુક્ષુ – ઉદય, ઉપશમ, ક્ષયોપશમ...
પૂજ્ય ભાઈશ્રી :- ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ સુધ્ધા. ચારેચાર પર્યાયો. ચારે ભાવને પરદ્રવ્ય, પરભાવ અને હેય ત્રણ શબ્દો વાપર્યા છે. બરાબર છે ? તો પોતાની પર્યાયને પરભાવ કહે હજી ત્યાં સુધી તો હજી કાંઈક એમ લાગે કે થોડુંક ઓછું કીધું. સારું થયું બહુ ન કીધું. પણ એને પરદ્રવ્ય કીધું તો આચાર્યદેવને ખબર નથી કે આ પોતાની પર્યાયનો ભાવ છે ? પરદ્રવ્ય તો પુદ્ગલાદિ પાંચ દ્રવ્યો છે. છતાં એટલું બધું જોર શું કરવા મારે છે ? પરદ્રવ્ય સુધી કહે છે.
ગુરુદેવ’ એનો ખુલાસો કરીને ન્યાય બહુ સરસ આપતા. ત્રણ આંગળી રાખીને વાત કરતા. પરદ્રવ્યના લક્ષે અને આશ્રયે જીવને રાગ થાય છે. પર્યાયના આશ્રયે, રાગના આશ્રયે પણ જીવને અશુદ્ધ પર્યાય એવી રાગના આશ્રયે પણ જીવને રાગ જ થાય છે. એમ પરિપૂર્ણ શુદ્ધ પર્યાય, એનો આશ્રય કરવા જાય તોપણ રાગની ઉત્પત્તિ થાય. એમ ત્રણે રાગનું કારણ થતું હોવાથી, જેને પરિપૂર્ણ શુદ્ધ પર્યાય છે એને તો એનું લક્ષ થતું જ નથી અથવા તો જેને શુદ્ધ સ્વરૂપનું લક્ષ થઈ ગયું એને તો શુદ્ધાશુદ્ધ પર્યાયનું લક્ષ થતું જ નથી પણ જે નથી સમજતા એને અનાદિનું લક્ષ પડ્યું છે અને આ ત્રણે એક જ પ્રકારનો વિભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્ત થતા હોવાથી ત્રણેને એક ખાતામાં મૂકી દીધા.
કુંકુંદાચાર્યદેવે તો એમ કહીને દ્રવ્યદૃષ્ટિનો વિષયભૂત જે પરમપારિણામિકભાવ છે એની ભાવના ભાવી છે. એમણે તો પોતાની ભાવના માટે ગ્રંથ લખ્યો છે. શુદ્ધાત્માની, ધ્રુવ આત્માની ભાવના ભાવવાની એમની એક રીત હતી. આચાર્ય મહારાજની એ રીત હતી. એ રીતે એમણે પોતાના સ્વરૂપની ભાવના
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
રાજહૃદય ભાગ-૧૩ ભાવી છે. તો એ જે રીતે ભાવના ભાવી છે અને એવી રીતે જે તીખા વચનો નીકળ્યા છે એ કોઈ પારમાર્થિક પરિસ્થિતિમાં પહોંચાડવા માટેની વાત છે એમ સમજવા યોગ્ય છે. ત્યાં વચ્ચે દ્રવ્યાનુયોગની અપેક્ષા લાગવી ન જોઈએ. એવી વચ્ચે દ્રવ્યાનુયોગની અપેક્ષા ઊભી કરીને તે ૫૨માર્થિક પ્રયોજનને ઢીલું પાડવું, પ્રયોજનને ઢીલું પાડવું એ વાત યોગ્ય નથી પણ અયોગ્ય છે.
‘સોગાનીજી’એ તો એ ન્યાય આપ્યો છે, સ્પષ્ટીકરણ આપીને ખુલ્લો ન્યાય આપ્યો છે. કેમકે પોતે એવા તીખા વચનોથી ચર્ચા કરતા. ત્યારે કોઈ અપેક્ષા ખોલીને એ વિષયને સ્પષ્ટ કરતા. જોકે અપેક્ષા ખોલીને સ્પષ્ટ કરવા પાછળ એ કા૨ણ હતું કે ચર્ચામાં ઘણા બેઠા હોય. કોઈ અનર્થ ગ્રહણ કરી લે, ભાઈ નવા નવા છે, એમને લોકો ઓળખતા નથી, સમજતા નથી અને આવી તીખી વાતમાંથી કોઈ અનર્થ ગ્રહણ કરી લેશે. એવા એક વિચારથી, એવી શંકાથી પણ સ્પષ્ટીકરણ આપતા ત્યારે એ સ્પષ્ટીકરણ પ્રત્યે પણ એમણે નારાજગી વ્યક્ત કરી. અને એ નારાજગી એવા શબ્દોમાં વ્યક્ત કરી કે જ્યારે મૂળ પ્રયોજનથી કોઈ તીખી વાત કરવામાં આવતી હોય ત્યારે બીજી પણ અપેક્ષાથી આમ પણ છે.
જેમકે અહીંયાં દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ કહીને ભેદને ઉડાડ્યા છે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર જ નથી. ત્યારે એમ કે કોઈને શૂન્યવાદ આવી જશે એમ સમજીને લાવને આપણે આ વાતનું સ્પષ્ટીકરણ કરીએ. એટલે કોઈ વિદ્વાન વાંચનકાર હોય એ બીજા પડખાંને ખોલે કે જુઓ ! ભાઈ ! અહીંયાં એકાંત કરવાનો નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ નથી એમ કહેવા માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ આચાર્યદેવ કહે છે. ભેદ નથી એવો શબ્દ, ભેદવાળો શબ્દ એમણે ઉડાડ્યો છે. પણ વસ્તુ તો ભેદાભેદ સ્વરૂપ છે. અપેક્ષાએ ભેદ પણ વસ્તુમાં રહેલા છે. તો એ જે ભેદની અપેક્ષા એ વખતે વચ્ચે લાવવી એ અભેદના Force ને તોડી નાખવાની વાત છે. એટલે એ એમ કહે કે એવી કોઈ બીજી વચ્ચે અપેક્ષા લાવીને આનું જોર ઉદ્દેશ્ય, પ્રયોજન છે એનું જોર શિથિલ કરી નાખે એ વાત મને ગમતી નથી. બીજા ખુલાસો આપે છે, એ કહે છે કે મને આ નથી ગમતું. સ્પષ્ટ કહ્યું. એવી રીતે પોતે એ વિષયને ખોલી નાખ્યો હતો.
અપેક્ષાજ્ઞાન છે એ એક ન્યાયે વિપરિતતાને ટાળવામાં ઉપયોગી હોવા છતાં પણ એ જ અપેક્ષાજ્ઞાન અધ્યાત્મની તીખાશ માટે વચ્ચે લાવવામાં આવે તો એ તીખાશને તોડી નાખવાનો અપરાધ થઈ જાય છે. એટલે એમની ચર્ચામાં જ્યાં જ્યાં
Page #192
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૬૪
૧૭૩
કૌંસ ભર્યાં છે ત્યારે એ બહુ સાવધાની રાખવી પડતી હતી કે એવી કોઈ અપેક્ષા ખોલવી નથી કે એમની તીખાશ તૂટી જાય. નહિતર એમનાં જ અભિપ્રાય વિરુદ્ધ એ પ્રવૃત્તિ થઈ જશે. કૌંસ ભરતી વખતે એ વિચાર ઘણીવાર આવેલો કે આ તો એમનો અભિપ્રાય એમણે ખોલી મૂકેલો છે. કૌંસ ભરવા જતા એની વિરુદ્ધ પાછું ન થઈ જાય. એક બાજુ સમાજ અજાણ છે એને ગે૨સમજણ ન થાય એ એક ખ્યાલમાં હતું, બીજી બાજુથી એમનો અભિપ્રાય કચાંય ઢીલો ન પડે કે તૂટી ન જાય એ ખ્યાલમાં રાખવાનું હતું. અને બેની વચ્ચેથી રસ્તો કાઢીને મર્યાદિત રીતે સ્પષ્ટીકરણ કૌંસમાં આપવું. એ વિચાર બહુ આવેલો.
મુમુક્ષુ :દ્રવ્યાનુયોગના રચયિતા પોતે ‘કુંદકુંદસ્વામી’ છે, ‘પ્રવચનસાર’, પંચાસ્તિકાય’ એ તો એમનું પોતાનું રચેલું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો દ્રવ્યાનુયોગના Jaint master જેને કહી શકાય એવા છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવને પ્રવચનસાર’માં ખોલ્યો છે, અસાધારણ ! એના ઉ૫૨થી તો બીજા આચાર્યોએ ગ્રંથો રચ્યા છે. પ્રવચનસા૨’ આદિ ગ્રંથો ઉપરથી ત્યાર પછીના આચાર્યોએ પંચાધ્યાયી' આદિ બીજા ગ્રંથોની રચના કરી છે. ‘ઉમાસ્વામી’ વગેરે.
મુમુક્ષુ :– શાસન ચાલુ છે એ ‘કુંદકુંદાચાર્યદેવ'ના નિમિત્તે છે, નહિતર શાસનનો લોપ થઈ ગયો હોત.
પૂજ્ય ભાઈશ્રી :– હા. લોપ થઈ ગયો હોત. અધ્યાત્મનો વિષય જો એમના શાસ્ત્રોથી ન રચાણો હોત તો આજે શું પરિસ્થિતિ હોત એનો અંદાજ કાઢવો મુશ્કેલ પડી જાય.
મુમુક્ષુ :- જેટલો તીર્થંક૨ ભગવાનનો ઉપકાર છે એટલો જ ‘કુંદકુંદાચાર્યદેવ'નો ઉપકાર છે.
પૂજ્ય ભાઈશ્રી :– એટલો ગણધરદેવનો, એટલો જ ‘કુંદકુંદાચાર્યદેવ’નો અને એટલો જ ‘ગુરુદેવ’નો છે. કેમકે એ વાત પણ લુપ્તપ્રાય થઈ ગઈ હતી. ‘કુંદકુંદાચાર્યદેવ’ના ગ્રંથો પણ પોથીમાં વીંટાળેલા હતા અને ધૂડ ખાતા હતા. જે-તે દિગંબર શાસ્ત્ર ભંડારોની અંદર કોઈ ખોલતું નહોતું. એ આજે ઘરે ઘરે વાંચતા થયા અને એના ઉ૫૨ પણ એક એક શબ્દ ઉપર અને એક એક વચન ઉ૫૨ ‘ગુરુદેવે’ સ્પષ્ટીકરણ આપ્યું. આજે ભલે સમ્યજ્ઞાન નથી પણ માણસ સમજવાની કોશિશ કરે તો એમના પ્રવચનો સમજી શકે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
રાજદય ભાગ-૧૩ મુમુક્ષુ – પચાસ વર્ષ પહેલા એ લોકો કહેતા કે આ મુનિ થયા પછી જ આ વંચાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમ જ કહેતા, એમ જ કહેતા કે આ તો મુનિને વાંચવા જેવું છે. આપણું કામ નહિ આમાં. આપણું કામ નહિ.
મુમુક્ષુ - આજે પણ એમ કહે છે.
પૂજ્ય ભાઈશ્રી :- આજે હજી તો અંધારું છે બધું. ત્યાં સંપ્રદાયમાં તો એવું જ છે. કાંઈ ખબર નથી. શુદ્ધોપયોગ તે જૈનધર્મ છે એ આજે પંડિતોને ખબર નથી. એના ઉપર તો નિસાસાં સર્વ' સંકલન કર્યું છે.
એ ન્યાય એમણે વિશેષ કાઢ્યો છે કે “અહીં એવો અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે...” જેવો ભેદનો વિચાર કરે એટલે સીધો વિકલ્પ ચાલુ થાય. કેમકે એ સરાગ અવસ્થામાં ભેદનું જ્ઞાન રાગ નિમિત્તક થઈ પડે છે. જ્ઞાનનું કારણ નથી, છે રોગનું કારણ. પણ ત્યાં અવિનાભાવી રાગ અને જ્ઞાનને સંબંધ છે એ બહુ સૂક્ષ્મ વિષય અહીંયાં તારવ્યો છે. એવા ન્યાયો જે મુનિઓએ, આચાર્યોએ નથી કાઢ્યા એ સમ્યગ્દષ્ટિએ કાઢ્યા છે. એ વિશેષતા છે.
એવું જ અહીંયાં કે ત્યાગનું ઉત્કૃષ્ટપણે જે જિનવાણીમાં આવ્યું છે એનું કારણ આ છે. જિનેન્દ્રદેવોએ પણ પોતાની ગૃહસ્થદશામાં ત્રણ ત્રણ જ્ઞાનના ધણી હોવા છતાં અને ત્યાગીઓને પણ વૈરાગ્ય ન હોય એવો ગૃહસ્થદશામાં જેને વૈરાગ્ય હતો. મોટા મોટા ત્યાગીઓને પણ એ વૈરાગ્ય ન હોય એવો વૈરાગ્ય જેને ગૃહસ્થદશામાં હતો એણે પણ ત્યાગ જ અંગીકાર કર્યો છે. એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું સિદ્ધ કરે છે અને તીર્થંકરદેવની વાણીને એ પોતે સમર્થન કરે છે. અનંત તીર્થકરોની વાણીને એ સમર્થન કરે છે. એમ કહીને એટલી વાત એમણે કરી દીધી. એમ કહીને એટલી વાત કરી દીધી કે ભલે જ્ઞાન થાય પણ વૈભવ-વિલાસ સાથે એને સુસંગતતા નથી.
જ્ઞાન થાય એને ત્યાગ સાથે સુસંગતતા છે. ઉદાસીનતાને ત્યાગ સાથે સુસંગતતા છે, ઉદાસીનતાને પર પદાર્થોના ગ્રહણ સાથે સુસંગતતા નથી. પંચેન્દ્રિયના વિષયોના ગ્રહણ સાથે એને સુસંગતતા નથી. એમ એ વાત એમનાકૃપાળુદેવના હૃદયમાં એટલી બધી હતી કે પોતે એક સમર્થ જ્ઞાની હોવા છતાં અને શાસન ચલાવવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં, જ્યાં સુધી પોતે સર્વસંગપરિત્યાગ કરીને ત્યાગી દશા ગ્રહણ ન કરે ત્યાં સુધી ઉપદેશ માર્ગ પ્રવર્તાવવો નહિ. અને જો
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૫
પત્રાંક-૬૬૪ પ્રવર્તાવવામાં આવે તો અનંત તીર્થકરોની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એમ એ માનતા હતા.
મુમુક્ષુ - એ લખ્યું છે, ઘણું કરીને...
પૂજ્ય ભાઈશ્રી – હા. છે ને. ૮૩૭માં ચોખું છે, ચોખ્યું છે. કાઢો પત્રાંક) ૮૩૭.
મુમુક્ષુ – ક્યારેક સમ્યગ્દષ્ટિ...
પૂજ્ય ભાઈશ્રી - એ તો શું છે કે માર્ગના જ્ઞાતા છે એટલે બતાવી શકે છે, કહી શકે છે પણ ઉપદેશમાર્ગ પ્રવર્તાવવો એ બીજી વાત છે, ઉપદેશક થવું એ બીજી વાત છે એમ કહે છે. ઉપદેશક ન થવું. એ તો બહુ Balance રાખીને લખે છે. પાનું-૬ ૨૩. પહેલી લીટી છે.
ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં. એટલે મુમુક્ષ અને વિદ્વાનોને તો ઉપદેશકપણું હોય શકે જ નહિ. કેમકે એ તો ચોથેથી નીચે પહેલા ગુણસ્થાને છે. કેમકે ત્યાં માર્ગની, આત્માની....” ખબર નથી, પ્રતીતિ નથી, “તત્ત્વની પ્રતીતિ નથી, “જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગુ વિરતિ નથી;...” વિરતિ કદાચ હોય, કોઈએ ત્યાગ લઈ લીધો હોય ... તોપણ સમ્યફ વિરતી નથી. “અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્ય વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી,” શેની પ્રરૂપણા કરવી ? જે પોતાને નથી એની પ્રરૂપણા કરવી. એની ભાવના કરવી બીજી વાત છે, પ્રરૂપણા કરવી એ બીજી વાત છે. આપણે ભાવના કરવા બેઠા છીએ, પ્રરૂપણા કરવા નહીં. એમ ધ્યાનમાં રહેવું જોઈએ. આ વિચારો ઉપરથી ઘણો વિચાર ચાલ્યો છે. હમણા બહાર હતા.
આપણે ત્યાં જે સ્વાધ્યાયનો આખો ઢાંચો છે એ બદલવાની જરૂર છે. .. એ છે કે એક વક્તા થાય અને બીજા બધા શ્રોતા થઈને સાંભળે. પછી શું થાય ? કે વક્તાને એમ થઈ જાય કે હું તો ઉપદેશક છું અને આ બધા મારા ઉપદેશ સાંભળનારા છે. એમાંથી આ મોટી ગડબડ ઊભી થઈ જાય, મોટી વિપરિતતા થઈ જાય. એના બદલે એક માર્ગે જવા માટે નીકળેલા આત્માઓ સાથે બેસીને તત્ત્વવિચાર કરે, પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન કરે અને એ રીતે સત્સંગની ભાવનાથી મળે અને સત્સંગ કરે. ઉપદેશક થઈને ઉપદેશ ન કરે. એવી કોઈ પદ્ધતિ ફેરવવી જોઈએ. એવો વિચાર આવ્યો. એટલે હમણા કયાંક ક્યાંક કહું છું. “મુંબઈ ગયો હતો. ત્યાં વાત થઈ કે ભાઈ ! અમારે ત્યાં વાંચનકાર નથી. હમણાં શું થયું કે
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૩ સાંતાક્રુઝમાં એક નવું મંડળ થયું છે, એક બોરીવલીમાં નવું મંડળ ખુલ્યું છે, એક “વસઈની અંદર નવું મંડળ થયું છે). ત્રણ નવા મંડળ થયા છે. એ લોકોને વિટંબણા થાય છે કે અમારે ત્યાં કોઈ વાંચનકાર નથી. બધા ભેગા થઈએ છીએ. કોઈ વખત ભક્તિ કરે તો કોઈ વખત ચર્ચાઓ કરે પણ વાંચનકાર નથી, વાંચનકાર નથી એવો એક અફસોસ રહે. મેં કહ્યું, વાંચનકારની જરૂર નથી.
મુમુક્ષુ - મલાડથી.
પૂજ્ય ભાઈશ્રી :- શરૂઆત “મલાડથી કરી છે. બધા હલી ગયા. બધાને આશ્ચર્ય થયું હતું. પણ મેં કીધું, વિદ્વાનોની કે પંડિતોની કાંઈ જરૂર નથી. તમે પાંગળા શું કરવા થાવ છો ? આપણે આત્મકલ્યાણ કરવું છે અને આત્મહિત કરવું છે. એના માટે આપણે એ રસ્તામાં આગળ વધી શકીએ એવા વિચારો, વિચારોનું આદાન-પ્રદાન કરવા અને જ્ઞાનીઓના અને આચાર્યોના ગ્રંથો સાથે રાખીને એના ઉપર આપણે સ્વતંત્ર રીતે આપણું સંશોધન કરીએ, આપણા વિચારોમાં આપણે કેવી રીતે વધારે ઊંડા ઊતરી શકીએ, આગળ વધી શકીએ. એ જાતનો સામુહિક પ્રયાસ એટલા માટે કરીએ કે એકલા ને એકલાને પોતાની ભૂલ ન દેખાય. હું કાંઈક વિચારતો હોઉં અને તમને ભૂલ ખ્યાલમાં આવે, તમારી ભૂલ મને ખ્યાલમાં આવે. એમ કરતા કરતા એકબીજાની ભૂલ એકબીજાથી નીકળી જાય.
અથવા પોતાના દોષોનું પણ પોતે જો સરળતા હોય તો નિવેદન કરે. તો એ દોષોને કેવી રીતે કાઢવા એની પણ ચર્ચાઓ ચાલે, સરળતા વધે, એની ચર્ચાઓ ચાલે. અને જે ભાવના કરવા યોગ્ય છે એની ભાવનાઓ થાય. અથવા સત્યરુષના ગુણગ્રામ થાય, સપુરુષ પ્રત્યે અનુમોદના થાય, સપુરુષ પ્રત્યે બધાને બહુમાન વધે. સામુહિક રીતે એવું એક વાતાવરણ ઊભું થાય. અને એ રીતે ભાવનાનું વૃદ્ધિગતપણું થાય તોપણ દર્શનમોહ મંદ પડે. કેમકે એ નિર્મોહીપુરુષ પ્રત્યેનું બહુમાન છે. જે કોઈ આત્માઓ હોય, જ્ઞાનીઓ, પુરુષો, આચાર્યો. એ રીતે દર્શનમોહને મંદ થવાના અનેક જે પ્રકારો છે એ પ્રકારની અંદર સાથે મળીને... કાંઈ એમાં વિદ્વાન હોય તો જ થાય અને નહિતર ન થાય એવું કાંઈ નથી. એ રીતે આ લોકો તો સારી ચર્ચાઓ ગોઠવે છે. “સાંતાક્રુઝમાં જે બધા ભેગા થાય છે એ બધા ભાઈઓ તો ઠીક ઠીક ચર્ચાઓ કરે છે. પણ અઠવાડિયામાં એક વખત. હજી તો એવી રીતે રાખ્યું છે. કેમકે એ લોકોને જગ્યાની વ્યવસ્થા નથી. એટલે કોઈના ઘરે (બેસે). કો'ક દિ આના ઘરે, બીજા અઠવાડિયે આના ઘરે, ત્રીજે અઠવાડિયે આના ઘરે શરૂ કર્યું છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૭૭ અહીંયાં તો ઉપદેશક થવું, પ્રરૂપણા કરવી એ પ્રગટ મિથ્યાત્વ છે. શું છે ? પ્રગટ મિથ્યાત્વ છે. કુગુપણું અને માર્ગનું વિરોધપણું છે. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં સમ્યક્ દેશવિરતિપણાને લઈ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. એટલે એમને પણ એમણે અધિકારી નથી ગણ્યા.
મુમુક્ષુ - આખો કરુણાયોગ કહી દીધો અને...
પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલે ઉપદેશકપણું એમને પણ નથી. કેમ ? કે માર્ગનો વિરોધ લાગે કોઈને. સંપૂર્ણ વીતરાગતાનો ઉપદેશ કરવો અને પોતાને વીતરાગતા ન દેખાય એવી પ્રવૃત્તિમાં વર્તવું એ માર્ગનું વિરોધપણું દેખાય છે. વિરોધાભાસી વાત ઊભી થાય છે. બીજાને વિરોધાભાસી લાગે એવી પ્રવૃત્તિ છે. આ તો વાત આમ કરે છે અને વર્તે છે આમ. તો એવી રીતે શા માટે વાત કરવી ? જે વાત કરી એ પ્રમાણે વર્તવાની શક્તિ ન થાય ત્યાં સુધી એનો ઉપદેશ ન કરવો. ભાવના ભાવવી બીજી વાત છે. ઉપદેશ ન કરવો, ઉપદેશક થઈને ન વર્તવું. એ ન્યાય એમણે બહુ સારો કાઢ્યો છે. ઘણો સારો ન્યાય કાઢ્યો છે.
પોતે કોઈ કોઈ બીજા પત્રોમાં એ વાતની વધારે પાછી ચોખવટ કરી છે. કેમકે એમના સંપર્કમાં આવેલા જે મુમુક્ષુઓ હતા એ એમને આગ્રહ કરતા હતા કે તમે શાસન ચલાવો, માર્ગનો ઉપદેશ આપો. અત્યારે સમાજની અંદર અંધારું થઈ ગયું છે. તો કહે છે, કે ભાઈ ! એ વાત સારી છે, આત્માને શક્તિ પણ છે પણ હજી હું એમ વિચારું છું કે જ્યાં સુધી હું સર્વવિરતિમાં ન આવે ત્યાં સુધી મારે ઉપદેશકપણે કોઈ વાત ન કરવી. તમે બધા આવો છો. મને માર્ગની પ્રતીતિ છે. એ વાત હું તમને કહું છું એ જુદી વાત છે. એમાં મારી ભાવનાનું કારણ છે. મારી પણ ભાવના એ વખતે વિશેષ ઘૂંટાય છે પણ હું હજી ઉપદેશક થઈને વર્તવા માગતો નથી. બહુ પોતે ચોખ્ખી સમજણમાં પ્રવૃત્તિ કરે છે.
એ વાત થોડી વિશેષ આ પત્રમાં પણ ઓછાવત્તા અંશે આવવાની કે એ પોતે શા માટે એમ કરે છે. ત્યાગ સંબંધીનું માર્ગદર્શન આ હવેની ચાર લીટીમાં છે. ત્યાગ સંબંધીનું માર્ગદર્શન છે કે ત્યાગમાં પાછું કર્તાપણું જે આવી જાય છે કે આનો ત્યાગ કરું, હું આને છોડું, હું આને છોડું, મારું છે ને છોડું, ધણીપણું રાખીને છોડે, મારું હતું ને છોડી દીધું અથવા મેં છોડ્યું, મેં એનો ત્યાગ કર્યો. એ જે પ્રકાર છે એ પ્રકાર પણ યથાર્થ ત્યાગ સમ્યવિરતિ નહિ આવવા દયે. એટલે એ વિષયની અંદર બહુ સ્પષ્ટીકરણ અને માર્ગદર્શન હવે પછીના Paragraph માં લઈશું...
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૩-૪-૧૯૯૧, પત્રાંક – ૬૬૪, ૬૬૫
પ્રવચન ને. ૨૯૮
પત્રાંક-૬ ૬૪. બાહ્ય ત્યાગના વિષયમાં માર્ગદર્શન આપ્યું છે. શ્રી મહાવીર આદિ તીર્થકરોએ બાહ્ય ત્યાગ અંગીકાર કર્યો છે. જન્મથી સમ્યજ્ઞાન સહિત ત્રણ જ્ઞાન હોવા છતાં બાહ્ય ત્યાગ ગ્રહણ કર્યો, સર્વસંગપરિત્યાગ કર્યો એ એના ઉત્કૃષ્ટપણાને સિદ્ધ કરે છે. અથવા જ્ઞાનીને પણ અસંગ આત્માના શ્રદ્ધાન-જ્ઞાન સાથે અસંગપણું સુસંગત છે, સંગપણે સુસંગત નથી. એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપે છે. એક Paragraph થઈ ગયો છે. બીજા Paragraphથી.
“ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી,....” એવો સિદ્ધાંત નથી કે જે ગૃહસ્થદશામાં હોય અને આત્માનું જ્ઞાન ન થાય અથવા આત્માનું જ્ઞાન થાય તેને ગૃહસ્થપણાનો બહારમાં ઉદય અથવા વ્યવહાર ન હોય એવો કોઈ સિદ્ધાંત નથી, એવી કોઈ વસ્તુસ્થિતિ નથી. અર્થાત્ ગૃહસ્થવ્યવહાર હોય તેમાં પણ આત્મજ્ઞાન થઈ શકે છે, આત્મજ્ઞાન થાય ત્યારે ગૃહસ્થપણાનો વ્યવહાર ચાલુ રહે તો આત્મજ્ઞાનને બાધા આવતી નથી. તેથી કોઈપણ ગૃહસ્થ મનુષ્ય, પોતાને અત્યારે લાગેવળગે છે ત્યાં સુધી, વર્તમાન પરિસ્થિતિમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને અનંત ભવનો છેદ કરી શકે છે અને તે થઈ શકવા યોગ્ય છે. આ સિદ્ધાંતિક વાત થઈ. પછી જીવ તથારૂપ પ્રયત્ન કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને ન પણ કરે. પણ શક્યતા રહેલી છે. એવું નથી કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા પહેલા જેણે અમુક પ્રકારે ત્યાગ કર્યો હોય તેને જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. અંશે ત્યાગ કે સવશે ત્યાગ કર્યો હોય તેને જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી કોઈ પૂર્વશરત નથી. આ એક માર્ગની સુવિધા છે.
ફરીને, ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં.” તેમ છતાં ગૃહસ્થદશામાં પણ જ્ઞાનીને, ગૃહસ્થદશામાં રહેલા “જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની
Page #198
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૬૪
૧૭૯
ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે;...’ તેવા જ્ઞાનીઓને જે ઉપદેશ છે, ઉપદેશના ત્રણ તબક્કા છે. તીર્થંકરદેવના ઉપદેશમાં મુમુક્ષુજીવને ઉપદેશ કર્યો છે એની ભૂમિકાનો, જ્ઞાનીઓને ઉપદેશ કર્યો છે એની ભૂમિકાનો, મુનિઓને પણ એની ભૂમિકાનો ઉપદેશ કર્યો છે. દરેકના સ્તર જુદા જુદા હોવાથી ઉપદેશનો વિષય પણ અલગ અલગ હોય છે.
અહીંયાં પણ જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ગૃહસ્થદશા છે એટલે બાધા નથી તોપણ. એમ કહે છે. ગૃહસ્થદશાની આત્મજ્ઞાનને બાધા નથી તોપણ, એને પણ ‘ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે;...' પરમપુરુષો એટલે તીર્થંકરદેવોએ. તેને પણ એવો ઉપદેશ કર્યો છે કે પૂર્વપુણ્યના યોગે ભોગોપભોગના સંયોગો તમને વર્તતા હોય તોપણ તે ભોગોપભોગના સંયોગોમાં વર્તતા આત્મજ્ઞાનને ભલે બાધા ન થતી હોય તોપણ તમારે તેનો ત્યાગ કર્તવ્ય છે. એવો ઉપદેશ કર્યો છે. બાધા નથી માટે વાંધો નથી માટે ભલે તમે વર્તો એવો ઉપદેશ નથી કર્યો. જુઓ ! કેવી રીતે વાતને કઈ ઢાળમાં ઢાળે છે ! અરે...! મુમુક્ષુને પણ ત્યાગનો ઉપદેશ છે. જ્ઞાનીને તો ત્યાગનો ઉપદેશ છે એમ નહિ પણ મુમુક્ષુને પણ ત્યાગનો ઉપદેશ છે. એવું કાંઈ નથી કે મુમુક્ષુ હોય એટલે ત્યાગ ન કરી શકે. એની શક્તિ ન હોય તો જુદી વાત છે. એ પરિણામની શક્તિ જોઈને ક૨વાનો વિષય છે. અથવા અલ્પ શક્તિ હોય તો પ્રથમ આત્મજ્ઞાન થવા અર્થે તેનો ઉપયોગ કરવો પણ ત્યાગાદિમાં જઈને એનો ઉપયોગ કરતા આત્મજ્ઞાન કરવામાં પોતાની શક્તિ ન બચે કે ન રહે તો તે પ્રકારે અવિધિએ શક્તિનો ઉપયોગ કર્તવ્ય નથી. એટલું વિચારી શકાય.
તેમ છતાં પણ શાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે,...' જે-તે પદાર્થનો ત્યાગ કરતા તે પદાર્થ વિના પણ વૃત્તિ શુદ્ધ રહે છે, વૃત્તિમાં કોઈપણ જાતનો ક્લેશ નથી થતો અને વૃત્તિનું શુદ્ધપણું રહે છે એ એના ઐશ્વર્યને, સામર્થ્યને સૂચવે છે કે એને ૫૨૫દાર્થની જરૂર પડતી નથી. જે પદાર્થનો ત્યાગ કર્યો છે તે પદાર્થની તેને જરૂ૨ પડતી નથી, એને આવશ્યકતા નથી. તે ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે, એના સામર્થ્યને સ્પષ્ટ કરે છે, એની મોટાઈને સ્પષ્ટ કરે છે.
તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી...' બીજાને પણ એ અનુસરણનું કા૨ણ બને છે. બીજા લોકોને ઉ૫કા૨નું એ કા૨ણ બને છે. જેમકે એક જ્ઞાની એવા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
રાજહૃદય ભાગ-૧૩ છે કે જે કોઈ શ્રીમંત હોય, રાજા મહારાજા હોય, ચક્રવર્તી હોય તો એ ત્યાગી દશામાં ન રહી શકે. એને એના સંયોગો અનુસાર રહેવું પડે. મોટા રાજા હોય, રાજસભામાં આવે તો એના એ જાતના આભૂષણો પહેરીને આવે, એ જાતના કપડા ઊંચી જાતના, એ જાતના આભૂષણ એ પહેરીને આવે. અને કોઈ બીજા એવા જ્ઞાની હોય કે જે એકદમ સાદાઈથી અને ત્યાગી દશામાં કોઈ બ્રહ્મચારી હોય, બિલકુલ ગૃહસ્થ હોવા છતાં, ચોથા ગુણસ્થાને હોવા છતાં પણ એકદમ આહાર, પાણી, કપડાં, રહેણી, કરણી અને જીવનની અંદર એકદમ સાદગીથી રહે. તો બીજાને ઉપકારભૂત પેલા નહિ થઈ શકે. જે વૈભવવાળી પરિસ્થિતિમાં જેનો બાહ્ય દેખાવ છે એ બીજા મુમુક્ષુજીવોને, બીજા લોકોને માર્ગમાં આવવા માટે ઉપકારનું કારણ નહિ થઈ શકે. જ્યારે જે અનુસરતા હશે, ત્યાગને અનુસરતા હશે એવા જ્ઞાની હશે તો બીજા જીવોને ઉપકારનું કારણ થઈ શકશે. એટલો બીજાની અપેક્ષાએ ફેર પડે છે. એના આત્મજ્ઞાનની અપેક્ષાએ એવો કોઈ મોટો ફેર પડતો નથી.
મુમુક્ષુ :- ‘ગુરુદેવશ્રી’...
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. ગુરુદેવશ્રી’ અને ‘શ્રીમદ્જી’નું જુઓ. કેવો ફેર પડ્યો છે ? કે ‘શ્રીમદ્જી’ પોતે ગૃહસ્થ વ્યવહારમાં હતા તો બહુ મર્યાદિત માણસોને ઉપકારમાં નિમિત્ત થયા. ‘ગુરુદેવશ્રી’ ત્યાગી અવસ્થામાં હતા તો હજારો-લાખો માણસોને ઉ૫કા૨માં નિમિત્તભૂત થયા. એ રીતે બીજાઓને ઉપકાર થવામાં એ નિમિત્ત પડે છે.
એમના ‘ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.' જુઓ ! કર્તાપણાના ભાવથી ત્યાગ કર્તવ્ય નથી. મેં આ છોડ્યું, મેં આનો ત્યાગ કર્યો છે એ પ્રકારે ત્યાગ કર્તવ્ય નથી. પણ અકર્તાપણા ભાવે હું ભિન્ન હોવાથી, ખરેખર ૫૨૫દાર્થો અને મારે સર્વથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સર્વથા ભિન્નપણું હોવાને લીધે મારે એના ત્યાગનું કર્તાપણું તો કરવાનો પ્રશ્ન જ નથી. સહેજે મારી વૃત્તિ તે તે પદાર્થોને ગ્રહણ કરવા પ્રત્યે જતી નથી. એવું સહજ મારું જે પરિણમન છે તે પદાર્થોને નહિ ગ્રહણ કરવામાં મારે વૃત્તિનું દમન કરવું પડતું નથી, મને ક્લેશ થતો નથી, મારા પરિણામ બગડતા નથી. સહજપણે તે તે પદાર્થોનો ત્યાગ કરતા જો મને મારા પરિણામની સ્થિતિ બરાબર જળવાય રહે છે તો એ પદાર્થોનો મેં ત્યાગ કર્યો છે એ વાત પણ મારા
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પત્રાંક-૬૬૪ જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં તો છે નહિ. તેથી તે અકર્તાપણા ભાવે એ ત્યાગ કર્તવ્ય છે. કરવા યોગ્ય છે. એમ થતું હોય તો એ બીજાને પણ ઉપકારનું કારણ થશે. “એમાં સંદેહ નથી.” અને પોતે પણ એટલા અશુભથી બચશે. - હવે એ જ વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ આપે છે કે, “સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થસંયમ' કહ્યો છે. શુદ્ધોપયોગ થઈને સ્વરૂપસ્થ દશા ઉત્પન્ન થઈ જાય એ તો પરમાર્થસંયમ છે. કેમકે ઉપયોગ જ જ્યાં બહાર ન ગયો, પરિણામ જ્યાં પરપદાર્થને આશ્રયે ન થયા, અવલંબને ન થયા, પરસમુખ ન થયા એ તો પરમાર્થ સંયમ છે, ઉત્કૃષ્ટ સંયમ છે, વાસ્તવિક સંયમ છે. “તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહારસંયમ' કહ્યો છે.' એવા પરમાર્થ સંયમના કારણભૂત, એવા ત્યાગ કરવાના જે કાંઈ, ત્યાગ કરવાના નિમિત્તો ગ્રહણ કરવા, ત્યાગના નિમિત્તો ગ્રહણ કરવા એમ લીધું. ભોગોપભોગના નિમિત્તો ગ્રહણ કરવા એમ નહિ, સંયમના નિમિત્તો ગ્રહણ કરવા એટલે કે એ જાતના વ્રતાદિ જે કાંઈ છે તે સંયમના પ્રતિજ્ઞા આદિ ગ્રહણ કરવા તેને વ્યવહારસંયમ કહ્યો છે. કોને વ્યવહાર સંયમ કહ્યો છે? પરમાર્થસંયમને કારણભૂત થાય એવા. આ શરત મૂકી છે. જો પરમાર્થસંયમને એટલે શુદ્ધોપયોગને કારણભૂત ન થાય તો એને વ્યવહારસંયમ એવું નામ આપવામાં આવતું નથી. તેને વ્યવહારસંયમ કહ્યો છે.
કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. એવા સંયમનો અને ત્યાગનો કોઈ જ્ઞાની નિષેધ કરતા નથી. જે વ્યવહારસંયમ દ્વારા, પરમાર્થે સંયમને પ્રાપ્ત કરી શકાય. પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત.” તે વ્યવહારને અમે વ્યવહાર તરીકે સંમત કરેલો છે, તીર્થંકરદેવોએ પણ સંમત કરેલો છે. એટલે કોઈ જ્ઞાનીપુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. ક્યાંક ક્યાંક તો નિષેધ આવે છે. તો એની અપેક્ષા બતાવે છે હવે કે કયાં નિષેધ આવે છે.
પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર)...” શુદ્ધાત્માના લક્ષ વિના. હજી શુદ્ધાત્માનું તો લક્ષ કર્યું નથી. લક્ષમાં પોતાનું સ્વરૂપ તો લીધું નથી. પરમાર્થની ઉપેક્ષા...” અને એની ઉપેક્ષા વર્તે છે. પોતાના શુદ્ધાત્માનું લક્ષ કરવું, એનું જ્ઞાન કરવું, એમાં સ્થિર થવું એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ છે એની તો ઉપેક્ષા વર્તે છે. લક્ષ નહિ હોવાથી. પરમાર્થની ઉપેક્ષા લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે છે અને બાહ્યસંયમ પાળીને ધર્મ કરીએ છીએ એમ માને છે. પરમાર્થસંયમ તો ધર્મ છે. એટલે જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
રાજહૃદય ભાગ-૧૩ રાખે.” આજે સંપ્રદાયમાં ચાલે છે એ પરિસ્થિતિ. ‘તેના વ્યવહારર્સયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પાછો એમાં પણ કે એવો વ્યવહારસંયમ પાળતા એ વ્યવહારસંયમનો નિયમથી અભિનિવેશ થાય છે, તેનું અભિમાન થાય છે. અમે ત્યાગી છીએ, અમે સંયમી છીએ, અમે મુનિ છીએ, અમે આમ છીએ, અમે આમ છીએ. એ જે કાંઈ એનો અભિનિવેશ છે અથવા અહંભાવ છે અથવા અસત્ અભિમાન છે. જે મન-વચન-કાયાના બાહ્ય સંયમની પ્રવૃત્તિ આત્મામાં અસ્તિત્વ ધરાવતી નથી, અસત્ છે, એનું અહંપણું કર્યું તેને અસતુ અભિમાન કહેવામાં આવે છે. એને અભિનિવેશ કહે છે. એનો નિષેધ કર્યો છે. ખરેખર સંયમનો નિષેધ નથી કર્યો પણ એ અભિનિવેશનો નિષેધ કર્યો છે.
પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.' પણ એવો વ્યવહારસંયમ પાળે અને એ પરમાર્થસંયમનો પુરુષાર્થ કરે તો એને એ સહાયક છે, એને એ અનુકૂળ છે, એના એ કાર્ય માટે અનરૂપ છે. એનો નિષેધ કરવામાં આવ્યો નથી. જુઓ ! એક Paragraphની અંદર કેટલી ચોખવટ આપી છે ! વિષયની ચોખવટ કેટલી બધી છે ! વ્યવહારસંયમ શું ? નિશ્ચયસંયમ શું ? વ્યવહારસંયમ અને નિશ્ચયસંયમને સંબંધ ક્યા? સંબંધ ન રહે તો અવગુણ થાય, જ્ઞાનીઓ એનો નિષેધ કેવી રીતે કરે છે. એ બધી વાત પાંચ લીટીમાં મૂકી દીધી.
મુમુક્ષુ - નિશ્ચય અને વ્યવહારનો ખુલાસો પણ ઘણો આપ્યો.
પૂજ્ય ભાઈશ્રી :- બધો એકદમ સ્પષ્ટ ખુલાસો આપ્યો છે. એમને તો એ આખો વિષય જ્ઞાનમાં રમે છે. આખો વિષય જ્ઞાનની અંદર સ્પષ્ટ રમે છે. એટલે તો એકધારાએ ૧૪૨ કડી લખી. બધી વાતો ફટાફટ એવી નીકળી છે કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” એ બધું ક્યાંથી નીકળ્યું) ? એકદમ ધારામાંથી નીકળે છે. પોતાના જ્ઞાનની અંદર તો વિષય એકદમ સ્પષ્ટ ચોઓ તરે છે.
મુમુક્ષ:- વ્યવહાર સંયમમાં કાંઈ પણ પરમાર્થની નિમિત્તતા... પૂજ્ય ભાઈશ્રી:- નથી. એવું નથી કહ્યું. નથી કહ્યું. મુમુક્ષુ:- તો કથંચિત્ નિમિત્ત ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, નિમિતત્ત્વ છે. વ્યવહાર સંયમમાં નિશ્ચયસયમનું નિમિત્તતત્ત્વ છે. અને છઠા-સાતમા ગુણસ્થાને પ્રમત્ત ગુણસ્થાનના પંચ મહાવ્રતાદિ વ્યવહારને નિમિત્તભૂત ભાવ કહ્યા છે. છઠા ગુણસ્થાને મુનિરાજને શુદ્ધોપયોગ નથી.
Page #202
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૮૩
ઉપયોગમાં તો પંચ મહાવ્રતાદિ અઠ્યાવીશ મૂળગુણનો વ્યવહારસંયમ છે. પરિણતિમાં શુદ્ધ પરિણિત છે. બરાબર ? તો એ શુદ્ધ પરિણતિ છઠા ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિને રહેવાનું સ્થાન શું છે ? કે તે વખતનો જે વ્યવહા૨સંયમ છે એ છે. અઠ્યાવીશ મૂળગુણમાંથી એક ગુણ તૂટે એટલે છઠા ગુણસ્થાનને યોગ્ય સાધુપણું ત્યાં ન હોય.
આપણે કેમ ‘ગુરુદેવ’ એમ કહેતા હતા કે, અત્યારે લોકો દિગંબર દીક્ષા લે છે. તોપણ ચોકો એનો થાય છે કે નથી થાતો ? એમ કેમ પૂછતા હતા ? એમનો ચોકો થાય છે કે નથી થતો ? ચોકો એટલે રસોડું. આપણે ગુજરાતીમાં રસોડું કહીએ. એને એ લોકો ચોકો કહે છે. રસોડું સાફ કરે એટલે ચોકા સાફ કરી નાખ્યા એમ કહે. તો એના માટે રસોડું થાય છે એટલે ઉદ્દેશિક આહાર થઈ ગયો. જે અનઉદ્દેશિક આહાર અઠ્યાવીશ મૂળગુણમાં મુનિરાજને પ્રાણ જાય તોપણ એક અન્નનો દાણો કે એક પાણીનું બિંદુ ન લે. આ “ગુરુદેવ’ના શબ્દો હતા. પાણીનું એક બિંદુ પણ ન લે. પ્રાણ જાય તો ભલે જાય. જે છઠ્ઠા ગુણસ્થાનની અત્યંતર શુદ્ધ પરિણતિ છે એને માપવાનું તો બહારમાં કોઈ સાધન નથી કે નગ્ન દિગંબર દશા છે અને એને છઠા ગુણસ્થાનની શુદ્ધ પરિણતિ વર્તે છે કે નથી વર્તતી ? તો શું કરવું ? કે એના અઠ્યાવીશ મુળગુણ ચોખ્ખા છે કે નહિ એ જોવું. દ્રવ્યલિંગીને તો અઠ્યાવીશ મુળગુણ ચોખ્ખા હોય. પછી શું કરવું ?
‘પ્રવચનસાર’માં ભગવાન ‘કુંદકુંદાચાર્યે’ આ ચર્ચા ઉપાડી. ત્રીજો અધિકાર લખ્યો- ચરણાનુયોગસૂચકચૂલિકા. એમાં આ વિષય ઉપાડ્યો. કે તો પછી અમારે શું કરવું ? તો કહે જેના અઠ્યાવીશ મૂળગુણ ચોખ્ખા દેખાય, નગ્ન દિગંબર દીક્ષાધારી મુનિ હોય તો દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી છે એ તો પરિચય કર્યા વિના ખબર નહિ પડે. એ હવે નગરમાં આગમન કરે છે અને ગૃહસ્થોને આહારદાન માટેનો ભાવ થયો છે. અનઉદ્દેશિક. એના માટે રાંધ્યું નથી. પોતે જે આહાર બનાવ્યો છે એમાંથી એને આહા૨ કરાવવો છે. અને પોતે એટલું ઉણું લેવું છે. તે દિવસે પોતે ઓછો આહાર લે. અને એ એના ઉત્સાહમાં. જેમ માણસના ઘરે બહુ ઉત્સાહનો પ્રસંગ હોય અને એમ કહે કે હવે ખાવામાં રસ નથી. ખાવું શું ભાવે ? અત્યારે આ ઉત્સાહ કેટલો છે ? એમ કરીને માણસ (ખાય નહિ). એટલો એને ઉત્સાહ આવે કે મારા ઘરે તો ભગવાન પધાર્યા. અને આજે મેં ભગવાનને આહારદાન આપ્યું. મુનિ ભગવંત ! તો એના ઉત્સાહમાં ઉણો આહાર લેવામાં જરા
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
રાજહૃદય ભાગ-૧૩ પણ પાછું પરિણામની અંદર સંકોચ ન થાય કે ક્લેશ ન થાય કે વિકલ્પ ન થાય. એટલો ઉત્સાહ હોય. દ્રવ્યલિંગી હોય તો એને આહારદાન દેવું. ત્યાં પોતે ખુલાસો આપ્યો.
મુનિરાજ આવતા હોય, અઠ્યાવીશ મૂળગુણ ચોખા હોય એટલે ઇર્યાસમિતિથી ચાલતા હોય. એ બધું પાછું એની ગમન-આગમનની બધી સ્થિતિ દેખાય આવે. એટલે એને આહારદાન આપવું. પછી જો એનો ઉપદેશ લેવો હોય તો એમની પરીક્ષા કરવી. કે ભાવલિંગી છે કે નહિ ? દ્રવ્યલિંગી હોય તો ન લેવી. કેમકે ગૃહસ્થ સમ્યગ્દષ્ટિ હોય, કોઈ પંચમ ગુણસ્થાનવ હોય. તો એ દ્રવ્યલિંગીનો ઉપદેશ ગ્રહણ ન કરે, અથવા એનો સંગ ન કરે, સત્સંગ ન કરે. સત્સંગ એ સમ્યગ્દષ્ટિનો કરે અથવા ભાવલિંગી મુનિનો કરે. એ પરીક્ષા કરવાની એમની યોગ્યતા હોય છે પાછી. એવી પરીક્ષા કરવાની એમની યોગ્યતા હોય છે. ત્યાં સુધી એ ત્રીજા અધિકારમાં પ્રવચનસારની અંદર એમણે વિષય સ્પષ્ટ કર્યો છે.
મુમુક્ષુ - અનુભવ થયા પછી પરીક્ષા લઈ શકે ને ?
પૂજ્ય ભાઈશ્રી :- ખુદ અનુભવે નહિ, એ તો થોડા પરિચયે પણ કરી લે. એક-બે પ્રશ્ન પૂછે ત્યાં ખબર પડી જાય. વિષય એવો છે કે જેને અંતરમાં ભેદજ્ઞાન વર્તે છે, ભેદજ્ઞાન કરવાની કળા–Technique છે એ જેને સાધ્ય છે. એ સામો જીવ ભેદજ્ઞાન કરે છે કે નથી કરતો ? એ પ્રશ્ન પૂછે ત્યાં સમજાય જાય. અંતરમાં સૂક્ષ્મ રાગના કણથી પણ કેવી રીતે ભિન્ન પડવું એ એક અંતરંગ અનુભવનો વિષય છે. અને એ અનુભવમાં આવ્યા હોય એ એ વિષયને પકડી લે છે કે આ ભેદજ્ઞાન કરી શકે છે કે નથી કરતા. તરત ખબર પડી જાય. શુદ્ધોપયોગનો વિષય હોય એની પણ એને ખબર પડી જાય. કે શુદ્ધોપયોગમાં કેવી રીતે આવે છે. અને જે મુનિદશાની ભાવના ભાવતા હોય એને તો મુનિદશાનું આખું ચિત્ર હોય છે એની પાસે.
ગુરુદેવ “બહેનશ્રીના વચનામૃતમાં મુનિદશાના વિષયો ક્યાંથી આવ્યા ? અત્યારે તો કોઈએ મુનિ જોયા નથી. આખું ચિત્ર હોય છે કે આવા મુનિ હોય છે. તો એ પ્રત્યક્ષ મુનિ આવે એટલે પરખી જ લે, ઓળખી જ લે. એને ખબર ન પડે એવું બને જ નહિ. એ એના પગમાં પડી જાય છે. અને જો ન હોય તો આહારદાન દીધો એનો કોઈ એને દોષ નથી. એનો કોઈ એને દોષ નથી. કેમકે એના બહારનો વ્યવહાર ચોખ્ખો હતો. જેનો બહારનો વ્યવહાર ચોખ્ખો ન હોય એને મુનિ તરીકે
Page #204
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૮૫ પડગાહન કરીને વિધિપૂર્વક આહાર ન દે. એ ધર્મબુદ્ધિએ એ જાતનો વ્યવહાર છે.
મુમુક્ષુ - બંને સમ્યગ્દર્શન તો થયું હોય ને ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. બહારમાં દ્રવ્યલિંગી હોય એને ન પણ હોય અને હોય પણ. બેય હોય. હવે એવા પણ દ્રવ્યલિંગી હોય કે જે ચતુર્થ ગુણસ્થાનવર્તી હોય અને પંચમ ગુણસ્થાનવર્તી હોય. પણ છઠા-સાતમા ગુણસ્થાનવર્તી ન હોય. તો સ્પષ્ટપણે પૂછી લે કે આપનો ભેદજ્ઞાન આદિ શુદ્ધોપયોગનો વિષય તો બરાબર છે. તો અત્યારે મુનિદશાયોગમાં આપની શુદ્ધ પરિણતિ છઠ્ઠા ગુણસ્થાનમાં અને અંતર્મુહૂર્તમાં આપને શુદ્ધોપયોગમાં આવવું થાય છે? જો ભાવલિંગી મુનિ હોય કે સમ્યગ્દષ્ટિ હોય તો સત્ય કહે. અસત્ય તો કહે નહિ. એમ કહે કે મેં દીક્ષા ધારણ કરી છે. પણ હજી મારી ગતિ ચોથા ગુણસ્થાન સુધી પહોંચી છે અથવા પંચમ ગુણસ્થાનવર્તી સુધી આવું છું. છઠ્ઠા-સાતમા ગુણસ્થાન માટેનો અભિલાષી છું, પ્રયત્નવંત છું, પુરુષાર્થ ચાલે છે. તો એને સત્સંગ કરવામાં બાધ નથી. સમ્યગ્દષ્ટિ હોય, પંચમ ગુણસ્થાનવર્તી હોય તો એનો સત્સંગ કરવામાં બાધ નથી. પણ મિથ્યાદષ્ટિ હોય તો એનો સંગ એટલા માટે ન કરે કે એની વિપરિત શ્રદ્ધા એના ઉપદેશથી પોતાની યોગ્યતા ન હોય તો એને એના પ્રત્યેનું બહુમાન થતા એને અવગુણ થવાનો અવસર આવે. એટલા માટે.
મુમુક્ષુ – સમ્યગ્દર્શન થયા પછી દ્રવ્યલિંગી કહેવાય ખરા?
પૂજ્ય ભાઈશ્રી :- હા. બહારમાં દીક્ષા ધારણ કરી એ તો દ્રવ્યલિંગી કહેવાય. જો મુનિદશાને ન પ્રાપ્ત થયા હોય તો. છઠું-સાતમું ગુણસ્થાન આવે એટલે ભાવલિંગી કહેવાય. એ પહેલા બધા દ્રવ્યલિંગી છે. દ્રવ્યલિંગીના ત્રણ પ્રકાર : મિથ્યાદૃષ્ટિ દીક્ષાધારી દ્રવ્યલિંગી, ચતુર્થ ગુણસ્થાનવર્તી દીક્ષાધારી દ્રવ્યલિંગી, પંચમ ગુણસ્થાનવર્તી દીક્ષાધારી દ્રવ્યલિંગી. પછી છઠ્ઠું-સાતમે આવે એટલે એ ભાવલિંગી કહેવામાં આવે છે. આમ ત્રણ પ્રકાર પડે છે.
મુમુક્ષ - એ છઠે ગુણસ્થાને આવે ત્યારે સમ્યગ્દર્શન થઈ જાય ને ?
પૂજ્ય ભાઈશ્રી – ચોથે થઈ જાય છે. ચોથે જ જાય પછી છઠ્ઠ ન થવાનો કયાં પ્રશ્ન છે ? એ પ્રશ્ન જ ક્યાં છે ? સોમાં નેવું આવી જ જાય ને. સો રૂપિયા છે તો કેવું છે કે નહિ? પણ સો હોય તો નેવું તો થઈ જ ગયા. પછી દસ વધ્યા પછી સો થયા છે. એટલે એ તો પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ :- સમ્યગ્દર્શન થયા પછી દ્રવ્યલિંગી રહે કેમ ?
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
રાજહૃદય ભાગ-૧૩ પૂજ્ય ભાઈશ્રી - ભાવલિંગ નથી માટે એને દ્રવ્યલિંગી કહેવાય છે. ભાવલિંગ સાધુપણું નથી આવ્યું. છઠ્ઠા-સાતમા ગુણસ્થાન સુધી એનો પુરુષાર્થ નથી વર્તતો
માટે.
મુમુક્ષુ – પ્રચુર સ્વસંવેદનનો વિષય છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. અંતમુહૂર્તમાં શુદ્ધોપયોગ થાય. ચોથા ગુણસ્થાને ન થાય. પાંચમા ગુણસ્થાને અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગ ન થાય, ન થઈ શકે. એટલે.
મુમુક્ષુ – પ્રશ્ન છે કે પ્રચુરસ્વસંવેદન થયું કહેવાય...
પૂજ્ય ભાઈશ્રી :- હા, પ્રચુરસ્વસંવેદન હોય અને અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગ હોય. એની પરિણતિમાં ફેર છે. ચોથા ગુણસ્થાનની પરિણતિ કરતા પાંચમાં ગુણસ્થાનની પરિણતિ ઉઝ છે અને પાંચમા કરતા છઠ્ઠાની પરિણતિ ઉઝ છે. વિકલ્પદશામાં. એ ફરક છે. અને શુદ્ધોપયોગના અંતરાળમાં પણ ફરક છે. ભાવલિંગી મુનિ હોય એને અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગ થાય. ચોથે-પાંચમે ગુણસ્થાને અંતર્મુહૂર્તમાં ન આવે. એને શુદ્ધોપયોગ થવામાં, નિર્વિકલ્પ થવામાં વધારે વખત લાગે.
અત્યારે તો આ ગુણસ્થાનનું જ્ઞાન ‘ગુરુદેવના અનુયાયીઓ સિવાય ક્યાંય નથી. “ગુરુદેવના વિદ્વાનો સિવાય ક્યાંય નથી. દિગંબરોને ખબર નથી. શ્વેતાંબરોને તો ક્યાંથી ખબર હોય ? શ્રીમદ્જીના અનુયાયીઓના વિદ્વાનોને એ વિષે સ્પષ્ટીકરણ નથી. અને દિગંબર સંપ્રદાયમાં નથી, એ લોકોને ખ્યાલ નથી. ગુરુદેવે આ વિષય સારી રીતે સ્પષ્ટ કર્યો છે. કેમકે એમની સામે આ બધી વાત આવી કે, ભાઈ ! દ્રવ્યલિંગી કોણ ? ભાવલિંગી કોણ ? કોનો સંગ કરાય ? કોનો સંગ ન કરાય ? એ બધો શાસ્ત્રમાં વિષય આવ્યો. એ “પ્રવચનસારમાં વિષય લીધો છે. દ્રવ્યલિંગી હોય તો આહારદાન આપીને સંગ છોડી દેવો. ભાવલિંગી હોય તો એના સંગમાં જાવું, એનો પરિચય કરવો, એની ભક્તિ કરવી, એનો ઉપદેશ સાંભળવો એ બધી વાત લીધી.
મુમુક્ષુ - અમે નાના હતા ત્યારે સાધુઓ સમજાવતા કે તમે શ્રાવક છો એટલે તમારું પાંચમું ગુણસ્થાન, અમે સાધુ છીએ તો અમારું છઠ્ઠ ગુણસ્થાન. અહીંયાં આવ્યા તો “ગુરુદેવે” Degrade કર્યા.
પૂજ્ય ભાઈશ્રી – Degrade કર્યા નહિ. હતા જ તેનું ભાન કરાવ્યું. જ્યાં હતા એનું ભાન કરાવ્યું. Degrade નથી કર્યા કાંઈ. પણ જે હતા એનું ભાન કરાવ્યું કે,
Page #206
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૮૭ ભાઈ! તમે હજી પહેલે ગુણસ્થાને છો અને જે છઠું માને છે એ પણ હજી પહેલે ગુણસ્થાને છે. એમ કીધું.
મુમુક્ષુ - દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા થઈ એટલે સમકિત આવી ગયું.
પૂજ્ય ભાઈશ્રી :- હા, સમકિત આવી ગયું નહિ, ગૃહીત મિથ્યાત્વ આવી ગયું. શું આવ્યું ? ગૃહીત મિથ્યાત્વ આવી ગયું. ગ્રહિત મિથ્યાત્વ કોને હોય ? ક્રિશ્ચન ગૃહીત મિથ્યાત્વી, બૌદ્ધ ગૃહીત મિથ્યાત્વી, મુસલમાન ગ્રહિત મિથ્યાત્વ, હિન્દુઓ ગૃહીત મિથ્યાત્વી. અન્યમત બધા ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. એમ આ બધા ગૃહીત મિથ્યાત્વમાં એ વર્ગમાં આવી જવાય. વાર ન લાગે.
મુમુક્ષુ – ગુરુદેવે” તો Upgrade કર્યા કે તું પરમાત્મા છો એમ બતાવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – ઠીક ને. તું પરમાત્મા છો એમ નક્કી કર. ગુરુદેવે એમ કહ્યું. શ્રાવક છો એમ નક્કી ન કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. એમ “ગુરુદેવે કહ્યું. ખરી વાત છે.
મુમુક્ષુ – પૂર્ણતાને લક્ષે શરૂઆત.. પૂજ્ય ભાઈશ્રી:- હા. ત્યાંથી તો શરૂઆત કરાવી છે.
મુમુક્ષુ – આ વાત પણ સરસ આવી કે ગૃહસ્થને મુનિને આહારદાનની પ્રસન્નતામાં Automatic આહાર ઉણો થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એને તો કોઈવાર તો ઉપવાસનો વિકલ્પ આવી જાય. કે આજ તો ઉત્સાહમાં અને ઉત્સાહમાં ઉપવાસ કરી નાખવો છે. સવારથી નક્કી કર્યું હોય કે આહારદાન કરાવીને આહાર લેવો. નહિતર ન લેવો. અને એમાં કોઈ મુનિરાજ આવી જાય અને આહારદાન કરાવે તો એને એટલો બધો ઉત્સાહ આવે કે આજે તો આહાર જ લેવો નથી. એટલો એનો સંગ કરવામાં સમય જાય. પછી શું છે કે આહાર કર્યા પછી જો એમને સમય હોય તો એમ કહે કે આપના શ્રીમુખેથી કાંઈક અમને પારમાર્થિક આત્મકલ્યાણનો વિષય સમજાવો. અને જો કાંઈ એવો યોગ બને તો એ પછી આખી એની વૃત્તિ જ પલટાય જાય. તો આહાર પણ ન લે એ તો. ઉણો લે શું! ન પણ લે એ તો.
મુમુક્ષુ – ગૃહસ્થમાં એમ થાય છે દીકરાને જમાડ્યા પછી તપેલી ખાલી થઈ જાય તો માને દુઃખ ન થાય. જમાડ્યાનો આનંદ જ આવે.
પૂજ્ય ભાઈશ્રી :- આનંદ જ આવે. એ તો સીધી વાત છે. સમજી શકાય એવી વાત છે. અને અમથા પણ ઉત્સાહનો પ્રસંગ હોય ત્યારે માણસ નથી કહેતા ?
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
રાજહૃદય ભાગ-૧૩ કે હવે આજે એને ચાં ખાવાનું ભાવવાનું હતું ? એને તો ઉમંગ માતો નથી એને કાં ખાવાનું ભાવવાનુ હતું. કહે પણ થોડું ખાઈ લે. તો કહે મને ભૂખ નથી લાગી. કેમકે એને બહારગામ જવાનો ઉત્સાહ છે. આ તો જીવનો સ્વભાવિક વિષય છે. એ ઉત્સાહમાં બીજા બધા વિષયોથી વૃત્તિ હટી જાય છે. એવો શ્રાવકોને, ધર્માત્માઓને એ પ્રકારનો ઉમંગ અને ઉત્સાહ ધર્મભાવ પ્રત્યેની લાગણી ઉત્સાહિત રીતે આવે છે.
મુમુક્ષુ :– એ જાતના એને પરિણામ હોય તો મુનિરાજની સાથે સાથે જંગલમાં ચાલ્યો જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એની સાથે સાથે એ એમ કહે હું અત્યારે શહેરમાં નહિ રોકાઉં. આપ અત્યારે ક્યાં વિહાર કરીને હમણા સ્થિરતા કયાં છે ? તો કહે ફલાણા ડુંગરની તળેટીમાં કે લાણા ઉપવનમાં કે આ દિશામાં. પાછળ પાછળ જાય. કાંઈ નથી ખાવું હવે. ખાવાની જરૂર નથી. આજે સત્સંગ મળવાનો છે. એટલે એ તો એની પાછળ વયા જાય. એ ચાલવા માંડે તો એની પાછળ પાછળ જાય. પછી જ્યારે સ્થિર થઈને બેસે. એમ લાગે ધ્યાનમાં નથી બેઠા અને વિકલ્પ દશામાં છે તો ઉપદેશ માટે વિનંતી કરે. (મુનિરાજ) બંધાયેલા નથી. એમને વિકલ્પ આવે તો ઉપદેશ આપે. જોવે કે આ ધર્મનો લોભી જીવ છે, અહીં સુધી આવ્યો છે અને પોતાને વિકલ્પ આવે તો એને ઉપદેશ આપે. ન્યાલ થઈ જાય.
મુમુક્ષુ :– અમે તો ઉપદેશ આપવા માટે ...
પૂજ્ય ભાઈશ્રી :– ઉપદેશ આપવાનો અધિકાર જ કર્યાં છે ? કાલે તો વિષય ચાલ્યો હતો. પહેલા તો ઉપદેશ આપવાનો અધિકાર જ ક્યાં છે ? ઉપદેશ શું ? સત્સંગ કરો. ઉપદેશ આપવાનો અધિકાર કોઈને નથી.
૫રમાર્થના કારણભૂત એવા વ્યવહારસંયમ'ને પણ પરમાર્થસંયમ કહ્યો છે.’ કોઈવાર એવા કા૨ણ ઉ૫૨ કાર્યનો ઉપચાર કરીને કોઈ શાસ્ત્રમાં વ્યવહારસંયમને પણ પરમાર્થસંયમ કહેવામાં આવ્યો છે તો ત્યાં કાંઈ શંકા કરવા જેવી નથી. કારણકાર્યનો ઉપચાર થઈ શકે છે.
શ્રી ડુંગ૨ની ઇચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. પ્રારબ્ધ છે, એમ માનીને શાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી...' હવે શું કહે છે ? કે મને એમ લાગે છે કે પ્રારબ્ધ છે માટે જ્ઞાની ગૃહસ્થની ઉપાધિ કરે છે એમ નથી. એમ માનીને નહિ. જાણવામાં બરાબર છે કે પૂર્વકર્મનો ઉદય છે અને પૂર્વકર્મનો ઉદય છે માટે
Page #208
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪
૧૮૯ આ ઉપાધિ છે. પણ એનો સ્વીકાર નથી. માનીને નહિ, સ્વીકારીને નહિ. તો પછી અંદરની વાત શું છે ? પ્રારબ્ધ છે માટે ઉપાધિ કરે છે એમ જણાતું નથી. એટલે શું? એટલે એમાં શું Tone છે? કે એ તો અજ્ઞાની પણ એમ કહે છે કે શું ભાઈ ! અમારે તો એવો ઉદય આવી પડ્યો એટલે બીજો રસ્તો નહોતો. પછી જ્ઞાની અને અજ્ઞાની સરખા ? તો કહે છે, એમ નહિ. જ્ઞાનીની વાત બીજી રીતે છે.
જ્ઞાનીને એમ છે કે પરિણતિથી છૂટ્યા છતાં.” અંદરની પરિણતિ છૂટી ગઈ છે. ‘ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે. એવા સંયોગો ઊભા થાય છે કે ત્યાગ કરી શકે એમ નથી. બાકી ત્યાગ કરવાનું સામર્થ્ય છે. છતાં ત્યાગ ન કરે એવી પણ એમની એક પરિસ્થિતિ છે. અથવા પરિણતિ અને ઉપયોગમાં એ ફરક છે કે ઉપયોગ જાય છે, પરિણતિ જતી નથી. ગૃહસ્થદશામાં અને મુનિદશામાં આ ફરક છે કે મુનિદશામાં ઉપયોગ પણ નથી જતો. ઉપયોગ નથી જતો. પરિણતિ તો નથી જતી પણ ઉપયોગ નથી જતો. જ્યારે ગૃહસ્થદશામાં પરિણતિ નથી જતી પણ ઉપયોગ જાય છે. અને ઉપયોગ જાય છે અને બાહ્ય કારણો સાથે એ સંબંધ કરે છે. તે બાહ્ય કારણો એવા ચિત્ર-વિચિત્ર છે કે જેને લઈને એમની પરિણતિ છૂટી ગઈ હોવા છતાં પણ તે પરિસ્થિતિને છોડી શકતા નથી. એટલે પ્રવૃત્તિમાં જોવામાં આવે છે. એ પ્રવૃત્તિ મારે કરવી જોઈએ, મારો ઉદય છે માટે હું કરી લઉં એ પ્રકારે એનો સ્વીકાર નથી. માન્યતામાં અસ્વીકાર છે. જ્ઞાનમાં જાણે છે કે ઉદય છે પણ માન્યતામાં એનો અસ્વીકાર છે. એમ છે.
મુમુક્ષુ – પુરુષાર્થની નબળાઈ કહેવાય ?
પૂજ્ય ભાઈશ્રી – પુરુષાર્થની નબળાઈ જરૂર છે. પણ નબળાઈનો વિચાર આપણે ન કરીએ. નીચેવાળા નબળાઈનો વિચાર ન કરે તો પરિસ્થિતિ તો સમજવી જોઈએ કે એમનું સામર્થ્ય કેટલું છે ? કે પરિણતિએ છૂટ્યા છે. એ થોડી મોટી વાત છે. સામાન્ય વાત નથી. પરિણતિથી છૂટ્યા છે એ બહુ મોટી વાત છે. બળવાન તો પરિણતિ છે. ઉપયોગ હજી એટલો કેળવાયો નથી કે ઉપયોગ જતો નથી. ઉપયોગ જાય છે. ગુણસ્થાન અનુસાર બે વચ્ચે ફરક છે.
જેમકે ગૃહસ્થદશામાં કોઈ તરસ્યો જોવે તો પાણી પાય. કોઈ બીજો મનુષ્ય કે તિર્યંચ તૃષાતુર હોય તો એને પાણી પાય. આ અવેડા બંધાવે છે. માણસો પરબ બંધાવે છે ને ! મુનિરાજ બીજાને તરસ્યા દેખીને પાણી ન પાય. કેમકે એને આરંભસમારંભનો ઉપયોગ નથી. ગૃહસ્થદશામાં સમ્યગ્દષ્ટિ હોય તો આરંભ-સમારંભનો
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૦.
રાજહૃદય ભાગ-૧૩ ઉપયોગ છે. આને ઉપયોગ નથી. પરિણતિ બેયની નથી. પરિણતિથી બેય છૂટ્યા છે. પણ ઉપયોગથી બેય નથી છૂટ્યા. તો એકને દોષ નથી, એકને દોષ છે. તે ભૂમિકાનો દોષ એકને નથી અને એકને છે. તો મુનિ નિર્દય છે એમ ન કહી શકાય. ગૃહસ્થ દયાવાન છે અને મુનિ નિર્દય છે એમ ન કહી શકાય. કેમકે એ તો એકેન્દ્રિયની પણ યતના પાળે છે. ગૃહસ્થ હોય તો એકેન્દ્રિયની ન પાળી શકે. ત્રણ જીવોની પાળે. સ્થાવર જીવોની ન પાળી શકે. પણ મુનિરાજ તો એકેન્દ્રિયની પાળે છે. અભિપ્રાયમાં બેય સરખા છે કે એક એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત કોઈને દુઃખ ન દેવાય. પણ આચરણમાં બંનેની ભૂમિકા જુદી જુદી છે. અહીંયાં આચરણનો વિષય છે.
પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, એટલે એને પ્રારબ્ધથી ઉપાધિ કરવી જોઈએ. કેમકે એનું પ્રારબ્ધ છે માટે એણે ઉપાધિ કરવી જોઈએ એમ શ્રદ્ધામાં સ્વીકાર નથી. માન્યતામાં એમ સ્વીકાર નથી. પણ પરિણતિથી છૂટ્યા....” છે અને ત્યાગવાનો પુરુષાર્થ પણ છે છતાં પણ “બાહ્ય કારણો રોકે છે. અમુક રીતે માનો કે નિર્દય થઈ શકતા નથી. એવી કોઈ કૌટુંબિક પરિસ્થિતિ હોય તો નિર્દય નથી થઈ શકતા, એવી કોઈ બીજી પરિસ્થિતિ હોય કે વેપાર કરવા બીજાની થાપણો લીધી હોય. પછી શું કરે ? છોડવા જતાં બાહ્ય કારણો રોકે કે ન રોકે ? હું તો બાવો થઈને નીકળી જઈશ પણ ઓલો મરી જશે.
મુમુક્ષુ:- અન્યાય અને અનિતિ થઈ જશે.
પૂજ્ય ભાઈશ્રી :- અન્યાય અને અનિતિ એવી થશે કે એની જિંદગી બગડી જશે. બાહ્ય કારણો રોકે છે એટલે શું ? કે આ બધામાં ઉપયોગમાં તો જાય છે. બધો વિચાર આવે છે એ ઉપયોગ જાય છે. મુનિરાજને એ પરિસ્થિતિ નથી. મુનિદશામાં આવે (તો) કાંઈ વિચાર ન કરે. ઘરનાનો વિચાર ન કરે, બહારનાનો પણ વિચાર ન કરે. છÈ-સાતમે ગુણસ્થાને આવી જાય, દીક્ષા ધારણ કરે તો એને કોઈ અપરાધ પણ ન લાગુ પડે. માનો કે તેથી કોઈને દુઃખ થાય. પરિવારના સભ્યોને પણ દુઃખ થાયબીજાને પણ દુઃખ થાય. એવું કોઈ પણ કારણ નિમિત્ત નૈમિત્તિકભૂતપણે (બને) તો એ અપરાધને યોગ્ય નથી. તે પૂજવાને યોગ્ય છે. ભલે અમારું જે થાવું હશે એ થશે. તમે મુનિદશામાં આવ્યા, ધન્ય છે તમને ! એના પગમાં પડી જાય. એ સ્થિતિમાં આવે અને જ્ઞાની પગલું ભરે. એ સ્થિતિમાં આવ્યા વિના બીજાને તકલીફમાં મૂકીને, હઠ કરીને પગલું ભરે એવું પાછું ન કરે. એને
Page #210
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૪-૬૬૫
૧૯૧ બાહ્ય કારણો રોકે છે એમ કહેવામાં આવે છે. એને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ચારેય પડખેથી કેવી રીતે વિવેક વર્તે છે. એમણે બહુ સરસ એવું ઝીણું કાંત્યું છે. કેમકે પોતાને ગૃહસ્થની ભૂમિકા છે ને ? એટલે એ ગૃહસ્થ ભૂમિકાની અંદર કેવી રીતે પોતે વર્તી રહ્યા છે. અંતર-બાહ્ય એની વર્તના કેટલી નિર્દોષ ! સાંગોપાંગ કેટલી નિર્દોષ છે ! એનો બહુ સુંદર ચિતાર એમની પોતાની કથામાંથી નીકળે છે. આ તો પોતાની જ કથા કરી છે. જીવંત દગંત છે સામે. એટલે સમજવાનું વધારે મળે.
બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. છતાં ભાવનામાં એ જ છે કે આનાથી છૂટવું છે. છૂટવું છે.. જેટલું વહેલું બને એટલું વહેલામાં વહેલું છૂટવું છે. એને ભજે છે. છતાં એની બાહ્ય નિવૃત્તિના લક્ષને તેઓ નિત્ય ભજે છે, નિરંતર ભજે છે અને નિવૃત્તિની ઝંખનામાં એ પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિની ઝંખનામાં પ્રવૃત્તિ નથી કરતા પણ નિવૃત્તિની ઝંખનામાં રહીને પ્રવૃત્તિ કરે છે. એવી એમની પ્રવૃત્તિની ભૂમિકા હોય છે.
મુમુક્ષુ - આ પત્રમાં ઘણો ખુલાસો આવ્યો. પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ સારી વાત લખી છે. ઘણી સારી વાત આવી છે. મુમુક્ષુ - બે-ત્રણ વાક્ય . આવી ગયા.
પૂજ્ય ભાઈશ્રી – એમાં તો ઘણું ભર્યું છે. એમની તો અંદરની પરિણતિ એવી છે અને પોતાનું એવું જીવંત દષ્ટાંત છે. જીવતું દષ્ઠત છે કે જુઓ ! આમ હોય. અમે તો સહજપણે આમ વર્તીએ છીએ. સંસારમાં, ધંધામાં, વેપારમાં બેઠા છીએ પણ આ સ્થિતિ છે ને બેઠા છીએ. કાંઈ એની અંદર બેસવા ખાતર બેઠા નથી અને ભાગવા ધારીએ તો ભાગી જઈ શકીએ એમ છીએ છતાં નથી ભાગતા તો સમજીને નથી ભાગતા. માન્યતા શું છે, આચરણ શું છે, જ્ઞાન શું છે. એ બધી રીતે (ખોલ્યું છે).
પત્રાંક-૬૬૫
મુંબઈ, પોષ વદ ૯, ગુરુ, ૧૫ર
દેહાભિમાનરહિત એવા સત્પષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
રાજહૃદય ભાગ-૧૩
જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્ચ્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર—અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી.
પત્રાંક-૬૬ ૫. દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.’ એ પત્રનું મથાળું બાંધ્યું છે. સત્પુરુષોને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે. દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને...' જેને દેહાભ્યાસ છૂટી ગયો છે, જેને દેહમાં અહંપણું રહ્યું નથી. દેહથી ભિન્ન આત્માનો જે અનુભવ કરે છે એવા દેહાભિમાન રહિત સત્પુરુષોને ચૈતન્યગોળો છૂટો પડી ગયો છે, એને નમસ્કાર કરે છે.
જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે,...' જ્ઞાનીપુરુષોએ વારંવાર મુમુક્ષુઓને પણ આરંભ અને પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું સમજાવ્યું છે અને ફરી ફરીને તે ત્યાગનો ઉપદેશ કર્યો છે. ‘ગુરુદેવ’ પોતાની ભાષામાં એમ કહેતા કે, કોઈ નાની ઉંમરમાં નિવૃત્તિ લે, ‘સોનગઢ’ આવીને રહી જાય. ભલે બહુ સમજણમાં ન હોય તોપણ. તોપણ એને સમર્થન આપે કે જુઓ ! નાની ઉંમરમાં એણે છોડી દીધું. આ મોટી મોટી ઉંમરવાળા હજી દુકાને જઈ જઈને થડે બેસે છે. એમ કરીને ઠપકો આપે છે. ૬૦ થયા, ૬૫ થયા, ૭૦ થયા. હજી દુકાન છોડતા નથી. એનો અર્થ એ કે નાની ઉંમરમાં પણ જો કોઈ છોડે છે તો એ અનુમોદન કરે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૬૫
૧૯૩ જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વત્ય છે.” પોતે પણ બની શકે એટલો આરંભ પરિગ્રહનો સંક્ષેપ કરીને અથવા ત્યાગ કરીને પોતે પણ એમ વર્યા છે. વર્તવાના પ્રયત્નવાન છે. માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. માટે કોઈપણ મુમુક્ષુએ પોતાના આરંભ પરિગ્રહનો બને એટલો સંક્ષેપ કરીને પરમાર્થના વિષયમાં, આત્મકલ્યાણના વિષયમાં સમય અને શક્તિ ફાળવી શકાય, બને એટલી વધારે ફાળવી શકાય એ રીતે કર્તવ્ય છે, કરવા યોગ્ય છે.
એમ છે કે ખરેખર જીવને જો આજીવિકા સહેલાઈથી, સારી રીતે ચાલવાનું સાધન મળ્યું હોય કે હોય, પૂર્વકર્મને આધિન છે, એ કોઈ વર્તમાન પ્રયત્નને આધિન નથી, તો વિશેષનું કોઈ બળ પ્રયોજન નથી. એથી વિશેષ પૈસા ભેગા થાય એનું કોઈ બહુ પ્રયોજન નથી. કેમ પ્રયોજન નથી ? કે એ પડ્યા રહેવાના છે. એનો કોઈ ઉપયોગ થવાનો નથી. મારી પાસે છે એનું મમત્વ, એનો રસ પોષી લેશે કે મારી પાસે આટલા થયા. પહેલા પાંચ લાખ હતા, હવે છ થયા છે, હવે આઠ થયા, હવે દસ-બાર છે, હવે પંદર છે, પચ્ચીસ છે. એમ એને મમત્વનો રસ પોષવા સિવાય બીજો એનો ઉપયોગ નથી. અને મમત્વ થશે એને ખર્ચી નહિ શકે. પછી જેમ જેમ મમત્વ વધશે એમ ખર્ચી નહિ શકે. એટલે એને તો પોતાના આત્માને બંધન થવા સિવાય એનાથી બીજું કાંઈ વધારે નિમિત્ત નથી. આત્માને વિશેષ બંધન થાય એટલું જ થવાનું છે. એ સિવાય બીજું કાંઈ નહિ થાય. એ પરિસ્થિતિ ઊભી થાશે.
એટલે જ્ઞાની પુરુષોએ મુમુક્ષને એ રીતે ઉપદેશ કર્યો છે કે વ્યાપાર, ધંધો કે પ્રવૃત્તિ છે એ સિમીત રાખવી, મર્યાદિત રાખવી. જેમકે દેહને પોષણ આપવું, ખાવુંપીવું, કુટુંબ-પરિવારનું ભરણપોષણ કરવું એ એક ફરજ હોય તો આત્માનું કલ્યાણ કરવું એ કાંઈ ફરક નથી ? આપણે ફરજની દષ્ટિએ સરખાવીએ. ભરણપોષણ કરવું પડે એવું છે અને કુટુંબ-પરિવારનું પણ ભરણપોષણ કર્યા વગર કાંઈ ચાલે નહિ. હા આત્માનું કલ્યાણ ન કરીએ તો ચાલે. પણ કુટુંબનું તો ભરણપોષણ કર્યા વગર ચાલે નહિ. એ વાત વ્યાજબી છે? નહિ.
મુમુક્ષુ - હિન્દીમાં. પૂજ્ય ભાઈશ્રી :- ગુજરાતી સમજાય છે ? માણસને એ જેમ જરૂરિયાત લાગે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
રાજહૃદય ભાગ-૧૩ છે એમ આત્મકલ્યાણ એ સૌથી વધારે જરૂરિયાતનો વિષય પોતાના નિર્ણયમાં હોવો જોઈએ. પ્રવૃત્તિ ભલે મર્યાદિત થાય. પણ Priority ની દષ્ટિએ, મુખ્યતાની દષ્ટિએ જીવનની અંદર આત્મકલ્યાણ સૌથી મુખ્ય રહેવું જોઈએ. અને તો જ ધર્મની પ્રાપ્તિ થવાનો પ્રસંગ અથવા અવસર આવે. તો જ ધર્મ પ્રાપ્ત થાય એટલો પુરુષાર્થ હોઈ શકે કે થઈ શકે. નહિતર થઈ જ ન શકે.
જો આપણે આપણા જીવના અનંત કાળનો ઇતિહાસ તપાસી લઈએ તો આ કર્યા વિના આપણે ધર્મના ઓઠા નીચે, ધર્મના બહાના નીચે કાંઈને કાંઈ ઘણી પ્રવૃત્તિ કરી છે. જુદા જુદા ધર્મમાં અનેક જાતની પ્રવૃત્તિ કરી છે. પણ એક આત્મકલ્યાણની મુખ્યતાવાળી પ્રવૃત્તિ એકવાર પણ નથી થઈ. જો આત્મકલ્યાણની મુખ્યતા થાય તો બીજી બધી પ્રવૃત્તિ થાય ખરી. છૂટી ન જાય પણ એમાં સંક્ષેપ આવે, એની ગૌણતા થાય. અને તો કાંઈક આત્મકલ્યાણનો વિષય સફળ થવાની શકયતા રહેલી છે. નહિતર ખરેખર તો શક્યતા જ નથી. અને બે જ Priority છે. આપણે તો ચર્ચા અહીંયા થાય છે. First & last. કાં સંસાર First priorityમાં છે, કાં આત્મકલ્યાણ અથવા મોક્ષમાર્ગ First priorityમાં છે. બેમાંથી એક તો હોય હોય ને હોય જ. હવે આ જ્યાં સુધી બદલાય નહિ, સ્થાનફેર ન થાય ત્યાં સુધી પ્રથમ અંશે ધર્મની પ્રાપ્તિ કોઈ જીવને થઈ નથી, થવાની નથી, થતી પણ નથી. આ ત્રણ કાળનો અબાધિત સિદ્ધાંત છે. એટલે જ્ઞાની પુરુષો જે ઉપદેશ આપે છે કે આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કરવું, સ્વીકારવું, માનવું અને પોતે પણ એ રીતે વર્યા છે. પાછા એમ નથી કે પોતે ખાલી ઉપદેશ ચે છે. પોતે જો એવી સ્થિતિમાં હોય તો ઉપદેશ ન આપે. અંતરંગ એનું બીજું હોય. ઉપદેશ ન આપે.
“મુંબઈ મુમુક્ષુઓ આવતા હતા. “શ્રીમદ્જી' ના પાડતા હતા. તમારે સત્સંગ અર્થે મુંબઈ ન આવવું. અમે નિવૃત્તિક્ષેત્રમાં હશું ત્યારે તમારે આવવું. એનું શું કારણ ? કે આપણને નિવૃત્તિની વાત કરે છે અને પોતે પાછા દુકાને જઈને વેપાર કરે છે. એમને તો પ્રવૃત્તિ કેટલી મોટી હતી ? કેવડો મોટો ધંધો કરે છે. આવડા મોટા મોટા ધંધા કરે છે અને પાછા ઉપદેશ આવી રીતે આપે છે?
મુમુક્ષુ – એમણે લખ્યું છે કે અમારી પ્રવૃત્તિ જોઈને તમને અંદેશો થશે.
પૂજ્ય ભાઈશ્રી – અંદેશો–શંકા પડી જશે. એટલે શંકા પડી જશે ત્યારે શું થાશે ? કે અમારામાં ગુણ જોવાને બદલે તમે દોષ જોશો. એટલે સત્સંગ કરવા આવવામાં તમે લાભ કરવાને બદલે નુકસાન કરીને જાશો. એને નુકસાનથી
Page #214
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૫
૧૯૫
બચાવ્યા છે. ના પાડી છે ત્યારે પણ એના લાભ ખાતર, મુમુક્ષુના લાભ ખાતર અને હા પાડી છે ત્યારે પણ મુમુક્ષુના લાભ ખાતર હા પાડી છે. પોતે એટલા વિચક્ષણ હતા. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને વાત કરતા હતા.
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર–અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે.' હવે પોતાના સંયોગોનો વિચાર કરીને, આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રકારથી જીવ કરી શકે છે અથવા નથી કરી શકતો ? સંક્ષેપ ક્યા ક્યા પ્રકારે કરી શકે અને ન કરી શકે ? એ બધો એને વિચાર કરવો. પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને સારી રીતે વિચાર કરવો. અને સત્સંગમાં મળીને એનો વિશેષ વિચાર કરવો કે ભાઈ ! મને આ પ્રકારના પરિણામ રહે છે, આ પ્રકારના મારા સંયોગો રહે છે, મારે નિવૃત્તિની ભાવના છે, મારે નિવૃત્તિમાં આવવું છે. પૂરું નિવૃત્તિમાં ન અવાય તો કેવી રીતે હું થોડો પણ આવી શકું ? કેમ છે કેમ નહિ, એની ચર્ચા. પોતાને માર્ગ ન સૂઝે તો બીજાને પૂછે. અરે..! પોતે ‘સોભાગભાઈ’ને પૂછ્યું છે કે મારે હવે શું કરવું ? મારી આ પરિસ્થિતિ છે. તમે ‘મુંબઈ’ આવો. મારી પરિસ્થિતિ નજરે જોવો અને આપણે આ વિષયમાં કાંઈક ચર્ચા કરીએ. મારે છૂટવું છે. શા માટે પૂછતા હતા ? મારે છૂટવું છે માટે પૂછતા હતા. આવી તો એમણે પોતે તૈયારી રાખી છે.
મુમુક્ષુ :- આ સમયમાં ત્યાગની વાત બહુ
.
=
?
પૂજ્ય ભાઈશ્રી :– બહુ જ. ૨૯મું વર્ષ છે ને ? ૨૯મું વર્ષ. ૨૪ વર્ષે જ્ઞાન થયું છે. પછી એમને પ્રવૃત્તિ છોડવાના વિકલ્પો દિન પ્રતિદિન વૃદ્ધિગત થતા ગયા છે. પાંચ વર્ષે તો ત્રાસી ગયા છે. અને આ વર્ષમાં તો એમણે લગભગ જેને એમ કહીએ કે Notice આપી દીધી હોય એવી રીતે કહી દીધું છે કે હું હવે બહુ આમાં રહી શકું એવી મારી પરિસ્થિતિ દેખાતી નથી. એટલે તમે મારો ભાગ કાઢી નાખવો હોય તો કાઢી નાખો. પણ હવે તમે મને છોડો. એ લોકો છોડવા તૈયાર નહોતા. કેમકે એમના ઉપર તો ધંધાનો બહુ આધાર હતો. એટલે એ લોકો છોડવા તૈયા૨ નહોતા. પછી ૩૦મા વર્ષે થોડો થોડો એમણે નિવૃત્તિનો વિશેષ અવકાશ લીધો છે અને પ્રવૃત્તિ ઓછી કરી છે. એ ક્રમ પડ્યો છે. અને ૩૧મા-૩૨મા વર્ષે તો બધું છોડી દીધું છે. અત્યારે તો ૩૦ વર્ષે હજી વેપારમાં દાખલ થાય છે કાં તો શીખતા હોય છે. આ ૩૦ વર્ષે છોડવાની પરિસ્થિતિમાં. પાંચ-છ વર્ષથી તો છોડવાના
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રાજહૃદય ભાગ-૧૩
પરિણામમાં આવી ગયા છે. જે માણસને એમ કહેવાય યુવાનીમાં ધંધો-વેપાર અને કમાણી ક૨વા પાછળ સારી રીતે લાગી જાય. એના બદલે એ જ ઉંમરમાં એ છોડવાની પરિસ્થિતિમાં આવ્યા છે. અને ૩૧-૩૧ વર્ષે છોડી દીધું. એટલે એ વિચારો એમને વિશેષ આવ્યા છે. મુમુક્ષુઓને પત્રમાં પણ પોતાને જે વિચારો ચાલે છે એ જ લખે છે.
માટે મુમુક્ષુઓએ અવશ્ય કરીને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર... કરીને. એ વિચારનો અંકુર ઉત્પન્ન કરીને. એમ. કાંઈક એનું ફળ આવે એવું કરવું જોઈએ. એટલે ખાલી વિચાર કરીને ન અટકવું જોઈએ પણ કાંઈક નિવૃત્તિમાં એણે આવવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે... જો તેવો પ્રયત્ન મુમુક્ષુજીવ ન કરે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.' જો એને નિવૃત્તિના વિચારો ન આવતા હોય, એ વિચારો આવીને કાંઈપણ એમાં એ ફેરફાર ન કરતો હોય, એનું ફળ ન લાવે, અંશે પણ ફેરફાર કરીને એનો અવકાશ ન કરે તો એને મુમુક્ષુતા છે જ નહિ એમ જ માનવું રહ્યું. નહિતર મુમુક્ષુતાને ગણવાનો કાંઈ પ્રશ્ન રહેતો નથી.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી...’ એની યોગ્યતાનો, યથાર્થતાનો વિચાર કરીને. પાછું એમનેમ નહિ. આ બીજા જેમ ત્યાગ કરી દે છે એમ નહિ. યથાર્થ પ્રકારે આત્મકલ્યાણના લક્ષે એવી રીતે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી...’ તે પહેલા વિચાર કરવો, પ્રારંભમાં એ વિચાર કરવો, મુખ્યપણે એ વિચાર કરવો. પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે.’ એટલે બહુ વિચારીને વાત છે. એમનેમ સીધો ઉલાળ્યો કરવાની વાત નથી. આત્મકલ્યાણ કેવી રીતે સાધવું છે એ રીતે બરાબર એની યથાર્થતાનો વિચાર કરીને એણે આ ફળ લાવવું જોઈએ
‘તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી.’ એને અત્યારે કોઈ એવો પ્રકા૨નો ઉદય છે કે આ વિષયમાં પોતાને ઘણા વિચારો આવે છે, ઘણા વિસ્તારથી આ વિષયને કદાચ એ લખત પણ અંદરમાં અને બહા૨માં એવો પ્રકાર ઉત્પન્ન થાય છે કે પત્રને પોતે લંબાવી શકતા નથી. ટૂંકાવીને છોડી દે છે. કેટલીક વાત લખાય જાય છે, કેટલીક વાત એમનેમ મનમાં રહી જાય છે. એ પરિસ્થિતિમાં પત્ર પૂરો કર્યો છે. (અહીં સુધી રાખીએ...)
Page #216
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૬
પત્રાંક-૬૬૬
૧૯૭
મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨
ဆိ
ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્ત્યા છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.
તા. ૧૪-૪-૧૯૯૧, પત્રાંક – ૬૬૬ થી ૬૬૮ પ્રવચન નં. ૨૯૯
પાનું-૪૯૧. ‘શ્રી ખીમચંદ લક્ષ્મીચંદ, લીંબડી’ના કોઈ મુમુક્ષુ છે. એના ઉ૫૨ Postcard લખેલું છે. ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણાં જે ચક્રવર્ત્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યાં છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.’ પોતાને ૨૯ વર્ષની ઉંમરમાં ત્યાગના પરિણામો, ગૃહસ્થદશામાં હોવાથી ગૃહસ્થદશા છોડીને સર્વસંગપરિત્યાગની દિશાની ભાવનામાં એ પરિણામો વિશેષ-વિશેષ આ દિવસોમાં ઘૂંટાયા છે અને પત્રોની અંદર એ વિષય વારંવાર એ દરેક મુમુક્ષુના પત્રની અંદર લખી રહ્યા છે. ૬૬૪માં પણ એ વાત છે, ૬૬૩માં પણ એ વાત છે, ૬૬૨માં પણ એ વાત છે. ૬૬ ૨થી પોષ મહિનાથી ચાલે છે.
શું કહે છે ? કે સામાન્ય પરિગ્રહ હોય તોપણ સંસારીજીવને મમત્વ ઘણું રહે છે. જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ મમતા અને મમત્વભાવનો રસ જીવને વધતો જાય છે. કોઈને તો પરિગ્રહ ઘટતો જાય તોપણ મમત્વ૨સ વધતો જાય છે. પણ સામાન્યપણે જેમ જેમ પરિગ્રહ વિશેષ તેમ તેમ મમત્વભાવ પણ વિશેષ થતો જોવામાં આવે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
રાજય ભાગ-૧૩
એને સમર્થ દૃષ્ટાંતથી અહીંયાં કહે છે કે, ચક્રવર્તીનું જે પદ છે એમાં પુણ્યનો ઉદય એટલો બધો હોય છે કે અત્યારે તો કોઈને જોવા પણ મળે નહિ. ઉત્કૃષ્ટ સંપત્તિ. મનુષ્યપર્યાયમાં કોઈને પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંપત્તિ હોય તો એ ચક્રવર્તીને હોય છે. ચક્રવર્તીનું પદ એ ઉત્કૃષ્ટ સંપત્તિનું ઠેકાણું છે તોપણ જે સમ્યગ્દષ્ટિ જ્ઞાની ચક્રવર્તી છે, એની અંદર બે ભેદ છે. કોઈ જ્ઞાની હોય, કોઈ જ્ઞાની ન પણ હોય. જો મિથ્યાત્વ અવસ્થામાં ચક્રવર્તીપદ હોય તો મમત્વનો રસ એટલો બધો તીવ્ર થાય કે એ જીવ મરીને સાતમી નારકીએ જાય. સામાન્યપણે પણ એવી લોકોક્તિ થઈ ગઈ છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી. રાજપાટ ભોગવવામાં એટલો બધો રસ હોય છે. કેમકે એની પાસે સંપત્તિ વધારે છે. એવા માઠા પરિણામ કરે છે, અશુભ પરિણામ તીવ્ર રસથી કરે છે. એના ફળમાં નકગતિમાં જાય છે, અધોગતિમાં જાય છે. પણ જે જ્ઞાની છે, ચક્રવર્તી હોવા છતાં પણ જે જ્ઞાની છે તેને પોતાની સંપત્તિ બાજુ ઉપયોગ જતાં મુખ્યપણે શું દેખાય છે ? કે આ તો ચાર દિવસની પણ ચાંદની નથી. એકદમ અનિત્યતા દેખાય છે.
૧૯૮
જ્યાં થોડો સમય રહેવું છે અને અચોક્કસ મુદ્દત સુધી રહેવું છે. સરકારી Ofcer ની બદલી થાય (એમ). સામાન્ય રીતે તો ત્રણ વર્ષે, પાંચ વર્ષે એને ફરવું જ પડે. એમ અહીંયાં ૫૦-૬૦ વટાવ્યા એટલે જાવું જ પડે. પણ નિયમ નથી. છ મહિનામાં પણ બદલી થાય અને છ દિવસમાં પણ બદલી થાય. ભલે ગમે તેવું સારું Quarter આપ્યું હોય, પણ અહીંયાં ઝાઝું રહેવાનું નથી એવા ભાન સાથે એ રહે છે. તેથી એમાં એને બહુ રસ પડતો નથી. પોતાનું ઘ૨ હોય, જાણે અહીંયાં કાયમ છાણા થાપીને રહેવું છે, અહીંથી હવે જાવું જ નથી, તો એને સુશોભિત ક૨વા માટે એટલો રસ લગાડે. એને સારામાં સારું દેખાવમાં, ચોખ્ખાઈમાં બધી રીતે. સારામાં સારી ગોઠવણીમાં એવું કરે કે ત્યાં એને રહેવું બહુ ગમે. રસથી રહેવું ગમે. જેને રસથી રહેવું ગમે એને ત્યાંથી નીકળવું કેમ ગમે ?
‘ગુરુદેવશ્રી’એ કોઈ મુમુક્ષુને ત્યાં પધરામણી કરી હશે. Furniture-બર્નિચર એવું સરસ Polish હશે, પોતે કહેતા હતા, એકે એક દાદરાનો કઠોડો Polish, ટીપાઈ Polish. બધું Polish-Polish લાદી Polish. બધું સારામા સારું. મને વિચાર આવ્યો કે.. જુઓ ! ‘ગુરુદેવ’ને કેવા પરિણામ છે ? કે આ બિચારાને અહીંથી નીકળવું કેવી રીતે ગમશે ? અહીં રહેવા તો દેવાના નથી. કાઢો-કાઢો તો થવાનું જ છે. હટ કાઢો... હટ કાઢો. આને કેવી રીતે નીકળવું ગમશે ? એ વખતે
Page #218
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૬
૧૯૯
એના પરિણામ એટલા બગડી જશે... એટલા બગડી જશે... એવા ખરાબ થશે... સુધસાન ગુમાવી બેસશે. જીવ એટલો દુ:ખી થશે કે એને છેલ્લે છેલ્લે (સુધ રહેતી) નથી. જ્ઞાનીજીવોને તો એ અનિત્ય દેખે છે, કે આ તો ચાર દિવસનીયે પૂરી ચાંદની નથી. અને એ ગમે તેટલા સારા વૈભવશાળી સંયોગો દેખાતા હોય તોપણ એમાં રાચવા જેવું નથી. એમાં રસ લઈને રાચવા જેવું નથી.
એવું અનિત્યપણું દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે;...’ સરવાળે એમને રસ તો નહોતો. રહ્યા ત્યારે પણ રસ નહોતો. રહ્યા ત્યારે કેવા પરિણામ હતા એ તો હજી હવે બીજી લીટીમાં કહેશે. પણ પહેલા એમણે સ૨વાળે શું કર્યું ? જીવનના ફળ સ્વરૂપે શું કર્યું ? એ પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે;...’ એનો ત્યાગ કર્યો. જેમાં એમની પરિણિત છૂટેલી હતી, પરિણતિએ ત્યાગ વર્તતો હતો પણ હજી ઉપયોગ જાતો હતો, ફરી ફરીને ઉપયોગ જતો હતો એ પણ ન જાય એટલા માટે એને છોડીને ચાલી નીકળ્યા. સરવાળે એ રીતે એમણે પોતાના આત્મહિતાર્થે એ ઉચિત સમજ્યા, એનો ત્યાગ કરવો એ ઉચિત સમજ્યા છે.
જ્યારે એ પ્રારબ્ધોદયે વાસ થયો...' જે સંયોગોમાં પૂર્વકર્મને ભોગવવા માટે વસવું પડ્યું. વસવું હતું નહિ પણ વસવું પડ્યું. તોપણ અમૂર્છિતપણે....' રહ્યા. એમાં મૂર્છા ખાધી નથી. પરિગ્રહને એ રીતે કહ્યો છે. ભગવાન ઊમાસ્વામી’એ મૂર્છા પરિગ્રહ (સૂત્ર કહ્યું છે), જેમાં પરિગ્રહને વિષે મૂર્છા થાય છે, જે ૫૨ સંયોગોને વિષે જીવ મૂર્છા ખાય છે એને પરિગ્રહ કહે છે. મૂળ ખાય છે ત્યારે શું થાય છે ? કે જીવ પોતાનું ભાન ભૂલે છે. એમ પોતાનું નિર્લેપ જ્ઞાનતત્ત્વ, શાયકસ્વરૂપ આત્મા છે, જેને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળ, ભાવથી કોઈ સંયોગો સાથે સંબંધ નથી. એ પોતાના સર્વથા ભિન્નપણાને ભૂલે છે અને અભિન્નપણું સ્વીકારે છે એ એની મૂર્છા ખાઈ ગયો છે. જ્ઞાનીઓ મૂર્છિતપણે એમાં રહેતા નથી.
પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે... એમાં મૂર્છા રાખ્યા વિના અને ઉદાસીનપણે...’ એમાં નિ૨સપણે. ઉદાસીનપણે એટલે નિરસપણે, રસ આવ્યા વગ૨. માત્ર પૂર્વકર્મનો ઉદય સમજીને વર્ત્યા છે કે આ એક પૂર્વકર્મનો ઉદય આવ્યો છે. છોડવા જતાં બાહ્ય કારણો રોકે છે. એ વિષય કાલે આવી ગયો. છોડવા જતાં બાહ્ય કારણો રોકે છે. એવી પરિસ્થિતિ સમજીને એ વર્યાં છે. અને વર્ત્યા છે ત્યારે પણ એમણે ત્યાગનો લક્ષ રાખ્યો છે.’ ગમે ત્યારે વહેલામાં વહેલી તકે આ છોડી દેવું છે. તકની રાહ જોવે છે. લાગ જોવે છે કે ક્યારે હું છોડું ? ક્યારે હું છોડું ? જેને
Page #219
--------------------------------------------------------------------------
________________
રાજહૃશ્ય ભાગ-૧૩
૨૦૦ છૂટવું છૂટવું થઈ રહ્યું છે અને એમાં રસ આવતો નથી.
આવી રીતે ચક્રવર્તીના બહાને પોતાના ત્યાગની ભાવનાને પોષે છે. પોતાને જે સંયોગોમાં રસ રહ્યો નથી, એને છોડવા છે એ સંયોગોને ત્યાગવાના પરિણામોનું રસનું સિંચન કરે છે. જુઓ ! ચક્રવર્તી વિચારવાન પુરુષો હતા. એમ કહીને (કહે છે). જ્ઞાની હતા એટલે ? વિચારવાન પુરુષો હતા. એમણે પોતાના આત્માના હિત ખાતર આવા ઉત્કૃષ્ટ વૈભવશાળી સંયોગોને છોડ્યા છે. એમ કરીને પોતાને પણ પ્રાપ્ત સંયોગો છોડવા છે એવી ભાવનામાં એ આવ્યા છે. એક Postcard લખ્યું છે તોપણ એવી વાત લખી છે. એમણે તો એમની ભાવના ઘૂંટી છે. મુમુક્ષુ જીવને, સામા જીવને એની યોગ્યતા અનુસાર જે સમજવું હોય તે સમજે, પરિણમવું હોય તે પોતાની યોગ્યતા અનુસાર પરિણમે પોતે તો પોતાની ભાવનાને ઘૂંટી છે, ભાવી છે. એ ૬૬૬ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૬૭
મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨ મહાત્મા બુદ્ધ ગૌતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હતા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાયો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુજ્ઞાશીલ એવા તે સત્પષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.
૬૬૭ “અંબાલાલભાઈ” ઉપરનો પત્ર છે. મહાત્મા બુદ્ધ ગૌતમ)...” એટલે આ ગૌતમબુદ્ધ થયા. અત્યારે જે બૌદ્ધ સંપ્રદાય ચાલે છે, Buddhisam કહે છે. ખાસ કરીને “ચીનમાં, જાપાનમાં, બર્મા"માં, લંકામાં, આપણા આજુબાજુના દેશોમાં આ સંપ્રદાય ઘણો વિસ્તર્યો છે અને હિન્દુસ્તાનના પૂર્વ ભાગમાં પણ એના ઘણા મંદિરો જોવામાં આવે છે. મુંબઈમાં પણ કયાંક કયાંક મંદિરો છે. પણ ખાસ કરીને ‘બિહારમાં તો એ વિચર્યા છે. અને “બુદ્ધગયા” “ગયાની પાસે નજીકમાં જ
Page #220
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૬૭
૨૦૧
પાંચ-સાત માઈલ દૂર બુદ્ધગયા’ નામનું સ્થળ છે ત્યાં તો એમનો મુખ્ય આશ્રમ છે. ગૌતમબુદ્ધનો મુખ્ય આશ્રમ છે અને ત્યાં બૌદ્ધના મંદિરો જુદા જુદા પરદેશવાળાએ પણ ત્યાં બાંધ્યા છે. જાપાન’વાળાએ બાંધ્યા છે, ચીન'વાળાએ બાંધ્યા છે, ‘રંગુન’વાળાએ બાંધ્યા છે, હિન્દુસ્તાનવાળાએ પણ ઘણા મંદિરો (બાંધ્યા છે). એ એમના વિષયમાં. એમને વૈરાગ્ય થયો હતો. વાત તો એટલી જ લેવી છે. સિદ્ધાંતિક વાત અહીંયાં નથી લેવી. કેમકે એ વાત તો ૨૭મા વર્ષમાં ‘ગાંધીજી’ને કહી ચૂકયા છે કે ગૌતમબુદ્ધ મોક્ષે ગયા નથી. ‘ગાંધીજી’એ પ્રશ્ન પૂછ્યો છે કે ‘ગૌતમબુદ્ધ’ મોક્ષે ગયા નથી. આપણા દેશમાં પણ રાજચિહ્નમાં, ધાર્મિકચિહ્નમાં બૌદ્ધધર્મનું ચિહ્ન છે. અશોકચક્ર છે ને ? ‘સમ્રાટ અશોક’ હતો એ બૌદ્ધ ધર્મને અનુસરનારો હતો. એનું ચક્ર આપણા રાષ્ટ્રધ્વજમાં છે. અશોકચક્ર જેને કહેવામાં આવે છે. અશોકસ્તૂપમાં છે એ. એટલે હિન્દુસ્તાનમાં પણ રાજ્યની અંદર તો બૌદ્ધધર્મની પ્રથા ચાલે છે, આજે પણ.
‘ગૌતમબુદ્ધ’ને એમના જીવનની અંદર જન્મ્યા ત્યારથી... એ રાજકુમાર હતા. એમના જોષ (જોવડાવેલા). એ તો રાજકુમા૨ જન્મે ત્યારે તો એના જોષ જોવડાવામાં આવે. સામાન્ય પૈસાદાર માણસો પણ કુંડળીને એ બધું કરાવે છે. ત્યારે રાજ્યની અંદર તો જ્યોતિષિઓને પૈસા આપવામાં આવતા હોય છે, એને પોષણ આપવામાં, દાન આપવામાં આવતું હોય છે. એટલે જ્યોતિષિઓ રાજકુમારના તો જોષ જોવે. ત્યારે એવી ભવિષ્યની આગાહી કરવામાં આવેલી કે આ રાજકુમાર કોઈ મોટા ધર્માત્મા થશે, ત્યાગી થશે. સંસારમાં આ માણસ રહેવાનો નથી. એવી કુંડળી જોયેલી ત્યારે એના મા-બાપને પસંદ નહિ પડેલું. મારો છોકરો રાજપાટ ભોગવ્યા વગર જંગલમાં ભાગી જાય એવું હું ઇચ્છતો નથી. એટલે એને કોઈપણ વૈરાગ્ય થાય એવા પ્રસંગો નજરે ન ચડે એવી રીતે એને રાજમહેલની અંદર સાચવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. આને ક્યાંય વૈરાગ્ય ન થાય. વૈભવવિલાસમાં પડી જાય એવી જ રીતે આને રાખો. ક્યાંય આ માણસને એવું ન લાગવું જોઈએ કે આ સંસારમાં દુઃખ છે, દુઃખી માણસોને કે દુઃખના પ્રસંગો એની નજરે ન ચડવા જોઈએ. અને આપણા રાજમહેલની અંદર તો ક્યાંય દુ:ખ ન દેખાય એવી વ્યવસ્થા કરી શકાય એવું છે. આજે નહિ તો એ જમાનામાં પણ.. આજે ‘નિલમબાગ’ જોઈએ છીએ તો બે-ચાર Square mile ના ઘેરાવામાં છે. મોટા મોટા રાજાને તો માઈલો સુધી કોઈ વસ્તી જ ન દેખાય, એના બાગ-બગીચા અને
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
રાજદય ભાગ-૧૩ એવા જ બધા અંદર સાધનો હોય કે ક્યાંય એને લોકસંપર્કમાં આવવાનું ન થાય. એટલે એમના લગ્ન થયા ત્યાં સુધી એને ક્યાંય પણ એવા પ્રસંગની અંદર આવવા નથી દીધા. ત્યારપછી એણે ત્યાગ કર્યો.
મહાત્મા બુદ્ધ ગૌતમ) જરા....” ઘડપણ, “દરિય...” એટલે ગરીબી, રોગ” અવસ્થા અને મૃત્યુ..” અવસ્થા. ત્રણ તો શરીરની અવસ્થા છે. ગઢપણની અવસ્થા, રોગની અવસ્થા અને મૃત્યુની અવસ્થા અને દારિત્ર્ય એટલે ગરીબાઈ. ગરીબાઈને લઈને થતું દુઃખ. “એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાય અજિત દેખી....” કે આ ઘડપણનું દુઃખ, દરિદ્રતાનું દુઃખ, રોગનું દુઃખ કે મૃત્યુનું દુઃખ એ ટાળવું હોય, એના ઉપર જીત મેળવવી હોય, ચારેય ઉપર, ચાર પ્રસંગ એમને જોવા મળેલા છે અને ચારેચાર પ્રસંગે એમને અંદરમાં ઘણો વૈરાગ્ય થયો છે અને એક રાતે, અડધી રાતે પોતાના શયનખંડને છોડીને, એની પત્ની રાણી અને દીકરાને છોડીને જંગલમાં ભાગી જાય છે.
મુમુક્ષુ - " પૂજ્ય ભાઈશ્રી :- સ્મશાન વૈરાગ્ય આવ્યો. ઘડીકમાં ઊડી જાય. ઘણાને તો ત્યાં ને ત્યાં ઊડી જાય છે.
સમજણને જરા પણ જીવનમાં, પરિણમનમાં ઉતારવાની કોશીશ નથી. એટલું ઉપરછલ્લું હોય છે, એ અવલોકન એટલું જાણવું, વિચારવું, એટલું ઉપરછલ્લું હોય છે કે જીવનમાં ઉતારવા સંબંધીનો, પ્રયોગમાં લાવવા સંબંધીનો કાંઈ પ્રયત્ન નથી હોતો. એટલે જીવની એ દશા થઈ જાય છે. અથવા પોતાના દુઃખના પ્રસંગને વિષે જીવને એટલી ગંભીરતા નથી આવતી. એવું પોતે ગંભીરપણે વિચારતો નથી કે આનો કાંઈ મારે ઉપાય શોધવો જોઈએ. આમને આમ જન્મવું અને મરવું, આમને આમ દુઃખી થયા કરવું આ તે કાંઈ જિંદગી છે? કોઈ ગંભીર રીતે પ્રયત્ન કરીને, ગંભીર રીતે વિચારીને આનો કોઈ નિવેડો લાવવો જોઈએ. એ રીતે જ્યાં સુધી જીવ વિચારતો નથી ત્યાં સુધી એને તે અંગેનો યથાર્થ પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ એ પુરુષાર્થ ઉત્પન્ન થઈ શકતો નથી.
“એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત....” એટલે ન જીતી શકાય એવા દુઃખના પ્રસંગો છે. જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે” એમ જાણીને જે સંસારને વિષે તેને ઉત્પત્તિનો હેતુ છે “એવા સંસારને છોડીને ચાલ્યા જતા હતા.' એને છોડીને ચાલ્યા ગયા. આ સંસારમાં રહીને આ પ્રમાણે દુઃખી થાવું છે ને ? આ
Page #222
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૭
૨૦૩
સંસાર જ ન જોઈએ. એમણે આત્મજ્ઞાન પહેલા સંસારનો ત્યાગ કરી નાખ્યો. બહુભાગ જીવોને આમ થાય છે. જેની બહુ ઊંડી વિચારણા નથી, એ સીધા કાર્યને સમજીને કાર્યને છોડે છે. કારણ સુધી પહોંચતા નથી. જોકે અહીંયાં તો આત્મજ્ઞાન એનું કારણ છે. એ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે છોડીને ચાલી નીકળ્યા એમ કહ્યું છે. પણ એમણે પોતે ‘કૃપાળુદેવે’ એ વાત સ્પષ્ટ કરી છે કે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો, નિરૂપણ જોતા, સિદ્ધાંતોનું પ્રતિપાદન જોતા એમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય અને એના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ વાત સંમત થઈ શકે એવી નથી.
એ તો ‘ગાંધીજી’એ પ્રશ્ન પૂછ્યો છે કે, ગૌતમબુદ્ધ' મોક્ષે નથી ગયા એમ તમે શા ઉ૫૨થી કહો છો ? એવું કહેવા માટે તમારી પાસે કોઈ પુરાવો છે ? બારિસ્ટર હતા ને ? એટલે પુરાવો માગ્યો છે. કે એમનેમ કહી દો છો ? વગર પુરાવે વાત કરો છો ? પુરાવા વગ૨ તો કોઈ વાત કરવી એ ખરેખર વાત કરવા માટે લાયક નથી. નિરર્થક વાત છે, સમજણ વગરની વાત છે, પુરાવો તો હોવો જ જોઈએ. એમના સિદ્ધાંતો એ પુરાવો છે. મોટો પુરાવો એમના સિદ્ધાંતો છે. ‘ગૌતમબુદ્ધ’ નહિ, કોઈપણ માણસના આવા સિદ્ધાંતો હોય અને એ મોક્ષે જાય એ બનવું અસંભવિત છે.
‘ગાંધીજી’ કેટલા વિચક્ષણ હતા એ બીજી વાત છે.. પણ ખરેખર કોઈ જીવ વિચક્ષણ હોય તો, એને એમ થાય કે જો ગૌતમબુદ્ધ”ના સિદ્ધાંતો મોક્ષને માટે યોગ્ય નથી તો કહેનાર માણસ આથી કોઈ વિશિષ્ટ મોક્ષના સિદ્ધાંતોના જ્ઞાતા છે, જાણકા૨ છે એમ એનું લક્ષ પહોંચવું જોઈએ.
મુમુક્ષુ ઃ- આટલી નાની ઉંમરમાં...
:
પૂજ્ય ભાઈશ્રી :– દુનિયાભરના સિદ્ધાંતોની ખબર છે એમને. કેમકે એમણે બધું પૂછ્યું છે. એમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ સંબંધીનું પૂછ્યું છે, ‘શ્રીરામ’ અને ‘શ્રીકૃષ્ણ’ને માનવાથી મોક્ષ થાય કે નહિ એ પણ પૂછ્યું છે, ચમત્કારોનો વિષય પણ પૂછ્યો છે, બાઈબલની વાત પણ પૂછી છે, બૌદ્ધધર્મની વાત પણ પૂછી છે, સહજાનંદસ્વામીની વાત પણ આવી છે. બધું વાંચી ગયા છે. એ બધા સિદ્ધાંતોની એમને ખબર છે. કોણે શું શું વાત કરી છે. નાની ઉંમરમાં તો એમણે એમ કહેવું જોઈએ કે આખા જગતના સાહિત્યને જાણે ડહોળી નાખ્યું છે અને એમાંથી રત્ન કાઢ્યું છે કે, આ જગતમાં જેમ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એમ જગતમાં જૈન છે તે અદ્વિતીય મોક્ષમાર્ગ છે. એની બરાબરીમાં (કોઈ નથી). અજોડ મોક્ષમાર્ગ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૩ કોઈ હોય તો તે જૈનધર્મનો છે. એમ કરીને એ વાત એમણે બહુ સ્પષ્ટ કરી છે.
મુમુક્ષુ - બે જૈન નથી.
પૂજ્ય ભાઈશ્રી – હા. જેમ એક મ્યાનમાં બે તલવાર નથી એમ આ જગતમાં બે જૈન નથી. બીજો કોઈ જૈન નથી. એમ કહીને એમ કહ્યું કે જૈનના અનેક સંપ્રદાયો છે એ બધા સાચા હોઈ શકે નહિ). બે ન હોઈ શકે નહિ. જૈન તો એક જ હોય. ગમે તે એક સાચો છે. વિચારવાન પુરુષો નક્કી કરે કે ખરેખર કોણ સાચું છે. એમ સંકેત તો કેટલોક કર્યો છે. ૨૦ વર્ષે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પત્ર લખ્યો છે તો એમાં એ વાતો લખી છે. ૨૦ વર્ષની ઉંમરે ! આ તો ૨૯ વર્ષની ઉંમર. પછી ૯ વર્ષ ગયા છે. ત્યારપછી તો જ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે), આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને આ તો લખે છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો રાષ્ટ્ર Levelના, દેશ Levelના જબરદસ્ત વિદ્વાન હતા.
(અહીંયાં, શું કહે છે ? કે, “એક આત્મજ્ઞાન વિના. કોઈ દુઃખને જીતી ન શકાય. અજિત છે. એમ જાણીને “જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હતા. હવે એના ઉપરથી વાત કરે છે કે, “શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે;” જૈનધર્મમાં પણ એવા અનંત જ્ઞાનીઓ થયા. તેમણે પણ સર્વસંગપરિત્યાગ કરીને, સંસારનો ત્યાગ કરીને એ પણ ચાલી જ નીકળ્યા હતા. એ લોકો પણ પૂર્વકર્મના યોગે રાજપાટમાં હોવા છતાં.
ઋષભદેવ ભગવાનના પુત્ર પોતે ચક્રવર્તી હતી. ભરત રાજા. જેના ઉપરથી આ દેશનું નામ હજી ભારતદેશ ચાલે છે. એક ક્રોડાક્રોડી સાગર ગયો. સમર્થ થઈ ગયા. એમણે પણ એ જ ઉપાય ઉપામ્યો હતો. એ પણ ચાલી નીકળ્યા. એમણે પણ ચક્રવર્તીપદને ક્ષણમાત્રમાં છોડી દીધું.
અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. એ રીતે પોતે પણ ત્યાગ કરીને બીજાને પણ ત્યાગનો ઉપાય ઉપદેશ્યો છે. એટલી વાત જરૂર છે કે તે ત્યાગ ક્યા પ્રકારે કર્યો હોય તો તે યથાર્થ કહેવાય? અથવા એવો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય ? તે પ્રથમ વિચારવાયોગ્ય છે. એ પહેલું વિચારી લેવું. પછી એ ત્યાગવાનો વિચાર-અંકુર વિશેષપણે ઉત્પન્ન થઈને એનો ત્યાગ થાય તો એનું ફળ અવશ્ય આવે. જોકે ત્યાગની પ્રધાનતા દિવ્યધ્વનિમાં પણ ઘણી ઘણી આવી હશે.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૫
પત્રાંક-૬૬૭. એટલે દરેક સંપ્રદાયમાં ત્યાગની પ્રધાનતા ઘણી છે અને ત્યાગનો મહિમા પણ ઘણો છે. પણ તે ત્યાગ કયા પ્રકારે હોય તો યથાર્થ કહેવાય ? એ વાત લુપ્તપ્રાય છે, લગભગ લોપાઈ ગઈ છે. એટલે માત્ર ત્યાગનો મહિમા રહી ગયો છે, એની યથાર્થતાને આજે સમજવામાં આવતી નથી. એટલે ત્યાગનું ફળ પણ જોવામાં આવતું નથી.
ત્યાંથી એ વાત વિશેષ વિચારવી જોઈએ કે, વૃત્તિનું દમન કરીને ત્યાગ કરવામાં આવે છે, પરિણામોને દાબીને જે ત્યાગ કરવામાં આવે છે તે ત્યાગ યથાર્થ પ્રકારે કરાયેલો નથી. પણ ત્યાગ અને ગ્રહણના ગુણ-દોષોને સમજીને સહજ વૃત્તિ ઉપરામ પામે, વિરામ પામે, ઉપશમિત થાય, શાંત થાય, એને દાબવી ન પડે એવા પ્રકારે જો ત્યાગ કરવામાં આવે તો એ ત્યાગનું સફળપણું થવું સંભવે છે. એમ યથાર્થ પ્રકારે ત્યાગ કરવાનો પ્રકાર હોવો જોઈએ. અયથાર્થ પ્રકારે ત્યાગ કરનારાઓ પણ એમાં નિષ્ફળ જાય છે. એ તો ત્યાગ કહો કે જ્ઞાન કહો. જ્ઞાન પણ યથાર્થ પ્રકારે થયું હોય તો તે સફળ છે. અયથાર્થ પ્રકારે થયું હોય તો તે નિષ્ફળ જાય છે અથવા નુકસાનનું કારણ થાય છે. એમ ત્યાગમાં પણ લાભનું કારણ થવાને બદલે પરિણામ બગડે ત્યારે નુકસાનનું કારણ થાય છે.
“તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને...” તે આત્મજ્ઞાન દુર્ગમ્ય, ઘણું કરીને તે જલ્દી સમજી શકાતું નહિ હોવાને લીધે. ત્યાં સુધી જીવો જલ્દી નહિ પહોંચી શકતા હોવાને લીધે એમ દેખીને “નિષ્કારણ કરૂણાશીલ એવા તે સત્પષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, સહજપણે જ્ઞાનમાં અને ત્યાગમાં પ્રવેશ કરવાની એક ભૂમિકા જ્ઞાનીઓએ મૂકી. અને ભક્તિમાર્ગની અંદર લઈ ગયા છે. ભક્તિમાર્ગ એટલે પદ ગવડાવવામાં લઈ ગયા છે એમ નહિ સમજવું. સત્પરુષોનું, દેવ-ગુરુશાસ્ત્રનું બહુમાન કરવું અને તે પણ ઓળખીને બહુમાન કરવું. એ એમણે એનો યથાર્થ રસ્તો બતાવ્યો છે.
જ્યાં સુધી દેવ-ગુરુ-શાસ્ત્ર અને સન્દુરુષને ઓળખીને એમના પ્રત્યેના બહુમાન તરફ ન વળાય અને સીધે સીધું કોઈ જ્ઞાનમાર્ગે કે ત્યાગમાર્ગે પ્રગતિ કરવા માગે છે તો કોઈ એક અપવાદને છોડીને લગભગ જીવો ભૂલાવામાં પડે છે અથવા ઉન્માર્ગે ચડી જાય છે. એવું જાણીને અને આત્મજ્ઞાનનું એવું દુર્ગમ્યપણું સમજીને તે પુરુષોએ નિષ્કારણ કરૂણાશીલ એવા (સપુરુષો), એમને આ રસ્તો ચીંધવામાં બીજું કોઈ કારણ નહોતું. જીવો આત્મહિત માટે, આત્મકલ્યાણ માટે
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
રાજહૃદય ભાગ-૧૩ પ્રયત્ન કરવા છતાં ખોટા રસ્તે ચડી જઈને નુકસાન કરી ન બેસે એટલા માટે એમણે આ રસ્તે ચડાવ્યા છે.
જે સર્વ અશરણને નિશળ શરણરૂપ છે,...” આ વાત એ ૬૯૩માં વિશેષપણે કરશે કે જ્ઞાનમાર્ગે કેટલા જોખમ રહેલા છે ? ત્યાગમાર્ગે કેટલા જોખમ રહેલા છે ? અને એટલા જ માટે ભક્તિમાર્ગથી શરૂઆત કરાવવામાં આવી છે. એમ કહીને એ વાતનું એમણે ત્યાં પણ પ્રતિપાદન કર્યું છે. ભક્તિનું સ્વરૂપ ન સમજે તો એ પણ ઓઘભક્તિએ જેમ એમના અનુયાયીઓની અંદર એ પરિસ્થિતિ છે અને બીજા સંપ્રદાયોમાં કે આપણે ત્યાં પણ જે ભક્તિની પરિસ્થિતિ છે. એ રીતે ભક્તિનું સ્વરૂપ સમજવા યોગ્ય નથી. એ ૬૬૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૬૮
મુંબઈ, માહ સુદ ૪, રવિ, ૧૯૫૨ પત્ર મળ્યું છે.
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.
હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા યોગ્ય નથી.
૬૬ ૮મો પત્ર પણ “અંબાલાલભાઈ ઉપરનો છે. પત્ર મળ્યું છે. અઠવાડિયા પછીનો પત્ર છે. દરમ્યાનમાં એમનો એક પત્ર સામેથી મળી ગયો છે. “અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી.” શું કહે છે? જો સર્વ દુઃખને નાશ કરવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે અને એક આત્મજ્ઞાન સિવાય યથાર્થ પ્રકારે કોઈ દુઃખનો નાશ કરી શકાતો નથી અથવા સર્વ દુઃખોનો નાશ કરી શકાતો નથી. તો એ આત્મજ્ઞાનને સુલભપણે પ્રાપ્ત થવા અર્થે અથવા અસંગ એવું આત્મસ્વરૂપનું જ્ઞાન થવા અર્થે. આત્મસ્વરૂપ કેવું છે ? અસંગ તત્ત્વ છે. જેને કોઈની સાથે કોઈ સંગ નથી. કોઈ આત્મા સ્વરૂપે કરીને
Page #226
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૬૮
૨૦૭
કોઈનો સંગ રાખે એ પરિસ્થિતિ સ્વરૂપમાં નથી. એ આત્માને કોઈ સગો નથી, એ આત્માને કોઈ સંબંધી નથી. મૂળ સ્વરૂપે જો આત્મસ્વરૂપ જોવામાં આવે તો એને કોઈ સગાસંબંધી છે નહિ. એને ન તો કોઈ જડના સંબંધો છે, ન તો કોઈ ચેતનના સંબંધો છે, ન તો સચેત-અચેત મિશ્ર પદાર્થોના પણ કોઈ સંબંધો છે. જેટલા સંબંધો છે એ કલ્પિતમાત્ર છે. કેવા છે ? કલ્પિત છે. વાસ્તવિકપણે જીવને કોઈ સંબંધ નથી. એવું જે અસંગ આત્મસ્વરૂપ છે એ જીવને સંગના યોગે સમજાતું નથી. જે સંગની કલ્પના કરીને બેઠો છે એ કલ્પનાની નિવૃત્તિ ન થાય, એ કલ્પના એની કલ્પના છે એમ જાણીને નાશ ન થાય ત્યાં સુધી જીવને અસંગ એવું આત્મસ્વરૂપ સમજાતું નથી, એનું જ્ઞાન એને થાતું નથી.
એવું આત્મસ્વરૂપ સમજવા માટે સત્સંગનો યોગ સૌથી સુલભ જણાવાનો યોગ છે. એનું સ્થાન બતાવ્યું, કે જુઓ ! આત્મજ્ઞાન અસંગ તત્ત્વનું જ્ઞાન કરવું હોય તો તું સત્સંગમાં જજે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સત્સંગનો ખુલાસો તો છે આગળ એક જગ્યાએ કરી ગયા છે કે, જેને સત્ પ્રગટ થયું છે એવા સત્પુરુષ એનો સ્વચ્છંદરહિતપણે એટલે પોતાના વિચારો છોડીને, પોતાના અભિપ્રાયો છોડીને વૈરાગ્યસમેત, ભક્તિસમેત એની ઉપાસના કરવી. એના સંગની, સમાગમની ઉપાસના કરવી, એને પરમસત્સંગ કહેવામાં આવે છે. એને પરમસત્સંગ એવું નામ આપ્યું છે. એવો સત્સંગનો યોગ ન હોય ત્યારે જેને સંસારથી છૂટવું છે એવા સંસારથી છૂટવાના જે કામી જીવો હોય, જેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે, જેને બીજો હેતુ નથી. એકમાત્ર હેતુ જેને છે એવા જીવોનો સંગ કરવો, એવા જીવોના પરિચયમાં રહેવું અને એ જ વિષય અર્થે વિચારણા કરવી, એના જ માટે વિચારણા કરવી, એ જ માર્ગમાં આગળ વધવા માટેની સાથે મળીને ખોજ કરવી એ વગેરે પ્રકારને સત્સંગ કહેવામાં આવે છે. સત્સંગ કેવી રીતે કરવો ? તેનો હવે પછી એક પત્ર આવે છે. ૬૭૦ નંબ૨માં એ વિષય આપણે લેશું. ૬૭૦ નંબર છે એ સત્સંગ મુમુક્ષુએ કેવી રીતે કરવો ? આત્મજ્ઞાન ન હોય તોપણ સત્સંગ કરવો હોય તો કેમ કરવો ? એ વિષય બહુ સારો લીધો છે.
અહીંયાં તો એટલો જ મુદ્દો છે કે, અસંગ એવા આત્મસ્વરૂપને જાણવા માટે સત્સંગ છે, સત્સંગનો યોગ (છે) એ સૌથી સુલભપણે સહેલાઈથી આત્મસ્વરૂપને જાણવાનું એ સ્થાન છે, એ પ્રસંગ છે એમાં બિલકુલ સંશય નથી. એમાં શંકા પણ કરવા જેવી નથી, એમ કહે છે. કેમકે એ પોતાના અનુભવથી વાત કરે છે. એમણે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
રાજહૃદય ભાગ-૧૩ પણ તરવા માટે ઘણા ધમપછાડા કર્યા છે. સત્સંગ સિવાયની ઘણી કરી જોઈ છે, ઘણો પરિશ્રમ કર્યો છે, ઘણી વાર નિષ્ફળ પણ ગયા છે અને સત્સંગના યોગે એ સફળ થયા છે. એટલે પોતાનો અનુભવને ઠામ ઠામ જાહેર કર્યો છે.
“અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું મહાત્મ...” તેથી કરીને, આ કારણને લીધે સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે...” આવી વાત કરી હતી કે કોઈ માણસ નિવૃત્તિ લઈને આવે, નાની ઉંમર હોય, ઓછું સમજે, ઓછી લાયકાત હોય તોપણ “ગુરુદેવ એની પ્રશંસા કરતા. કેમ ? કે સના યોગમાં સત્સંગમાં આવ્યો માટે. મુદ્દો તો એની અંદર એટલો જ છે, આથી વધારે મુદ્દો નથી. એણે સત્સંગને તો પસંદ કર્યો ને, એણે એટલો તો વિવેક કર્યો ને ! પછી કેટલું કામ કરે એ એની યોગ્યતા ઉપર આધારિત છે. પણ એણે જે સત્સંગ માટેનું કદમ ભર્યું, પગલું ભર્યું એ આવકારવા જેવું છે. એટલે ગુરુદેવ એને Response આપતા. એમ સર્વ જ્ઞાનીપુરુષોએ સત્સંગનું માહાસ્ય અતિશય કરીને કહ્યું છે. ઘણું ઘણું કહ્યું છે. વિશેષ કરીને કહ્યું છે. તે યથાર્થ છે. તે વાત યથાર્થ છે એમ કહે છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.” શૈલી કેવી કરી છે ! જો કોઈને એમાં પણ વિકલ્પ થાય તો એમ સમજવા યોગ્ય છે કે હજી એને વિચારવાનપણું આવ્યું નથી, કાચી બુદ્ધિ છે.
વિચારવાન એટલે પાકટ બુદ્ધિવાળો. Maturity જેને કહેવામાં આવે છે. વિચારવાનને તો એમાં કોઈ વિકલ્પપણ થવા યોગ્ય નથી કે આમ હશે કે નહિ હોય ? સત્સંગ લાભદાયી હશે કે નહિ લાભદાયી હોય? આપણે એકલા એકલા વાંચીને આપણે આપણું કરી લઈએ, આપણે આપણા ઘરે બેસીને આપણું કરી લેશું. એ વાતમાં કાંઈ માલ નથી. ભલે બે જ જણા હોય. એવું નથી કે ટોળું ભેગું થાય તો સત્સંગ થાય. બે જણા હોય, ચાર જણા હોય, ત્રણ જણા હોય, પાંચ જણા હોય. ભલે વિશેષ સંખ્યા ન હોય પણ હોય એવા. એવા પાત્ર જીવો હોય કે જે ખરેખર પામવા માટે તૈયાર થયા હોય. જેને આત્મસ્વરૂપ પામવું છે એવી અંદરમાં લગની અને ધગશ થઈ હોય એવા જીવોનો સંગ તે સત્સંગ છે. અથવા પામ્યા હોય એવા જીવોનો સંગ તે સત્સંગ છે. અને એમાં એ સત્સંગથી આત્મજ્ઞાન થવું સુલભ છે. એમાં કોઈ વિચારવાનને તો વિકલ્પ પણ થવા યોગ્ય નથી. એમાં પણ કોઈ વિકલ્પ કરે. આમ નહિ ને આમ. સત્સંગ કરતા આમ સારું છે, સત્સંગ કરતા વાંચી
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૯
પત્રાંક-૬૬૮ લેવું સારું છે, સાંભળી લેવું સારું છે. બે પ્રસંગ છે. આપણે એકાંતમાં ચિંતવન કરી લેવું સારું છે. ત્રીજી વાત આ છે કાં તો કહે આપણે સાંભળો. આ અત્યારે સાધન થઈ ગયા છે ને Tape recording ને બીજા-ત્રીજા. કાં તો આપણે ઘરે બેસીને વાંચો. કાં તો કહે એકાંતમાં બેસીને ચિંતવનમાં ઊતરો. કાંઈ સત્સંગની જરૂર નથી. અથવા આપણને એના કરતા આમાં પણ કાંઈક ઠીક લાગે છે. તો એણે હજી એ સત્સંગ સંબંધી કોઈ પાકટ વિચાર કર્યો હોય, પરિપક્વ વિચાર કર્યો હોય એવું દેખાતું નથી. “એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ...” વિકલ્પ એટલે કોઈ બીજો Alternative આના બદલે આ. એની બદલી, વિકલ્પમાં એની અવેજી. એ વાત મુમુક્ષુ જીવે વિચારવા જેવી નથી.
મુમુક્ષુ - બહુ દઢતાપૂર્વક લખ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી - બહુ અનુભવથી લખ્યું છે. એમણે પોતાના અનુભવનો નિચોડ કાઢીને વાત મૂકી છે. એ પોતે બહુ હેરાન થયા છે. પાછલા ભવોમાં એમણે કાંઈ પ્રયત્ન કરવામાં બાકી નથી રાખ્યું કે અત્યારે બીજા જીવો જે પ્રયત્ન કરે છે એથી ઓછો કર્યો હોય એવું નથી. બહુ પ્રયત્ન કર્યો છે અને ત્યારપછી જે સત્સંગથી સફળતા મળી છે એ ચપટી વગાડે એવી રીતે મળી છે. જેમ કહે છે ને કે. કર્યો કોયડો કોડીનો નહિ. એમ સત્સંગમાં કોઈ આત્મજ્ઞાની મહાત્મા એમને મળ્યા છે. અને ૧૯૪મો પત્ર એમણે જે લખ્યો છે એ એના ઉપર લખ્યો છે. કે એ મહાત્મા મળતા એમને જે આત્મજ્ઞાન થયું છે એ એવું સુલભપણે થયું છે કે એમને થયું કે આ ખોટો પરિશ્રમ કર્યો હતો. અત્યાર સુધી આ બધી માથાફોડ કરી એ ખોટે રસ્તે કરી, સાચો રસ્તો પકડ્યો નહિ અને તેથી મને આત્મજ્ઞાન ન થયું, હવે આત્મજ્ઞાન થતાં આ વાત મને સમજાય છે. ૧૯૪. પત્રની શરૂઆત બહુમાન કરીને કરી છે. પાનું-૨૫૯.
જે જ્ઞાનીપુરુષથી એમને જ્ઞાન થયું છે એના માટે એમણે કેટલાક બહુમાનવાચક શબ્દો વાપર્યા છે કે, “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષના ચરણારવિંદ...' ભક્તિથી શરૂઆત કરી છે. સીધી એમના ચરણકમળની વાત કરી છે. “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને (જ્ઞાનીપુરુષની) સમ્યપ્રતીતિ આવ્યા વિના...” એટલે ઓળખાણ થયા વિના, વિશ્વાસ આવ્યા વિના કે આત્મજ્ઞાની જ છે. “સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. થવાની જ નથી. જોકે
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
રાજય ભાગ-૧૩ સિદ્ધાંતિક રીતે સિદ્ધાંતશાસ્ત્રમાં તો દેશનાલબ્ધિનો સિદ્ધાંત જ છે કે કોઈ જીવને સત્પુરુષની દેશના ન મળી હોય અને આત્મજ્ઞાન થયું હોય એવો તો એક Case પણ છે જ નહિ. એ તો સિદ્ધાંત પારિણામિક ભાવે છે. અને આવ્યેથી...' એટલે સમ્યક્ પ્રતીતિ (આવ્યેથી).
મુમુક્ષુ :- Proper channel...
પૂજ્ય ભાઈશ્રી :- Proper channel છે. બહુ Full & nal વાત કરી નાખી છે.
તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ . તેણે સેવ્યાં છે, તેની દાને...’ એટલે જ્ઞાનીની દશાને એ પામે છે.' જો એને સભ્યપ્રતીતિ એટલે ઓળખાણથી વિશ્વાસ આવે. એકવાર પણ ઓળખાણથી વિશ્વાસ આવે અને એના પ્રત્યે અચળ પ્રેમ થઈ જાય. લૌકિકમાં પણ કહેવાય છે કે નિર્મળ પ્રેમ હોય ત્યાં વચ્ચે Condition નથી હોતી. શરતી પ્રેમ નથી થતો. એમાં કોઈ શ૨ત જ નથી હોતી. એમાં સમર્પણની જ ભાવના હોય છે. એમાં ઉંચ-નીચ નથી હોતું. સરખા Level ના હોય. મિત્રો-મિત્રો વચ્ચે હોય, પતિ-પત્ની વચ્ચે હોય, ભાઈ-ભાઈ વચ્ચે હોય, પિતા-પુત્ર વચ્ચે હોય, માતા-પુત્ર વચ્ચે હોય. ગમે તે હોય. જો ચોખ્ખો નિર્મળ પ્રેમ છે તો શરત નથી હોતી. શરત હોય છે ત્યાં સ્વાર્થ હોય છે, ત્યાં નિર્મળતા હોતી નથી. જ્ઞાનીના ચરણારવિંદ પ્રત્યે જે પ્રેમ હોય છે એ પ્રેમની અંદર તો શરત હોવાનો પ્રશ્ન રહેતો જ નથી. એને જ્યારે એવી સ્થિતિ થાય છે ત્યારે તે અવશ્ય જ્ઞાનદશાને પામે, પામે ને પામે જ.
આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે,...' ભૂતકાળમાં જે જ્ઞાનીઓ થયા એણે ભૂતકાળમાં આ માર્ગ સેવ્યો છે, વર્તમાનકાળમાં સેવે છે અને ભવિષ્યમાં પણ સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી...' ભૂતકાળમાં આ જ પ્રકારે અમને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે.’ ભવિષ્યકાળે પણ એ જ માર્ગ છે, વર્તમાનમાં એ જ માર્ગ છે, ભૂતકાળે તો અમારો પુરાવો છે.
સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ...' જુઓ ! સર્વ શાસ્ત્રોમાં ઉપદેશ છે ને ? એનો લક્ષ શું છે કે ? બધેં કહીને એ કેન્દ્રસ્થાને કયાં લઈ જવા માગે છે ? કે એ જોવા જઈએ તો હું કહું છું આ જે કહ્યું તે જ વાત છે. બધા શાસ્ત્રો પણ પોકારી પોકારીને
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પત્રાંક૬૬૯ આ વાત કરે છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે. જેને સંસારથી છૂટવું હોય એણે “અખંડ વૃત્તિથી...” એમાં ખંડ પડ્યા વિના, આંતરો પડ્યા વિના એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. બીજું બધું કર્યું છે પણ આ એક કર્યું નથી.
જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો; દઢ મોક્ષેચ્છા કરવી.” છૂટવા માટેની તીવ્ર ભાવના કરવી. અને “એ વિચારમાં અપ્રમત્ત રહેવું...” પ્રમાદ ન કરવો. “તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. પોતાની કલ્પનાએ, પોતાને ઠીક પડે એ રીતે અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી.” એ આ છે. કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે.” કે સત્પષના ચરણારવિંદમાં જવું. અચળ પ્રેમ કરી, સમ્યફ પ્રતીતિએ કરીને. એ વાત અમે જે પહેલા કરી છે એ જીવે કર્યું નથી. બીજું બીજું એણે ઘણું કર્યું છે. એ વાત સત્સંગને અનુસરતી અહીંયાં કરી છે કે, વિકલ્પ કરવા યોગ્ય નથી, વિચારવાન જીવને એમાં બીજો વિકલ્પ કરવા યોગ્ય નથી.
હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા યોગ્ય નથી.” કયારે મળી શકાશે, સમામગ થઈ શકશે એ વાત ચોક્કસ કરી શકાય એવું નથી. એ ૬ ૬ ૮માં પત્રના Postcard માં અઢી લીટીમાં પણ સત્સંગ વિષે બહુ સુંદર ભાષામાં, બહુ સુંદર શૈલીમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
પત્રાંક-૬૬૯
મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૫૨ અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું તો તે યોગ્ય છે. પ્રાપ્ત પ્રારબ્ધોદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાનો સંભવ છે. તથાપિ ત્રણ ત્રણ
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
રાજહૃદય ભાગ-૧૩
ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કઈ જ્ઞાનવાત લખવાનું નિયમિતપણે રાખશો. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે.
૬૬૯. “સૌભાગ્યભાઈ ઉપરનું Postcard છે. “અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે લખ્યું તો તે યોગ્ય છે.” શું કહે છે ? “સોભાગભાઈએ લખ્યું કે આપના તરફથી કોઈ વિગતવાર પ્રત્યુત્તર મળવામાં ઘણો વિલંબ થાય છે અને તેથી પ્રશ્ન લખવાનું સહેજે મન થતું નથી. જે વિચાર આવે એ લખી નાખતા. એમને એમ નથી લાગ્યું કે આમ લખવાથી મારો દોષ છે એની ખબર પડી જશે. એ એમણે વિચાર્યું નથી. મારા દોષ તો વીણી વીણીને મારે કહેવા છે, આગળ કરવા છે અને તો જ મારા દોષનું નિવારણ થશે, તો જ આ સપુરુષ મારા દોષ કાઢવાનો ઉપાય સરખી રીતે મને બતાવી શકશે. કેટલીક વાત હું કહીશ, કેટલીક છૂપાવીશ તો મારા દોષ મૂળમાંથી નીકળવાનો કોઈ રસ્તો બતાવી શકે નહિ કોઈ. એવી પરિસ્થિતિ છે.
ડોક્ટર પાસે પણ અડધી વાત છૂપાવે અને અડધી કહે તો ડોક્ટર સાચી દવા કરે કે ખોટી કરે ? પછી દવા સરખી કામ ન કરે ત્યારે એમ કહે કે, ભાઈ ! દવા લાગુ ન પડી. દવા લાગુ ન પડી પણ તમે કીધું હતું એના ઉપર તો આ જ દવા છે. તો કહે, પણ બીજું આમ પણ હતું. તો કહે, કેમ તમે બોલ્યા નહિ. એ વાત શું કરવા ન કરી? એને એ કહેવું પડે. આખો Case સરખી રીતે જાણે તો દવા થાય ને ?
એમ આ રોગ છે. જીવને દોષ થાય છે એ જીવનો રોગ છે, દશાનો રોગ છે. મૂળ સ્વરૂપ પરિપૂર્ણ નિર્દોષ હોવા છતાં જીવની દશાનો જે ભવરોગ છે, દોષનો રોગ છે એ અનાદિથી ઘર કરી ગયેલો Cronic Disease છે. ઘર કરી ગયેલો રોગ છે. મૂળમાંથી કાઢ્યા વગર એને કોઈ રીતે નિરોગી થવાનો ઉપાય નહિ મળે. અને એના માટે તો એણે પૂરેપૂરું નિવેદન કરવું એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- હા. ચાર ડૉક્ટરને બતાવે અને હમણા “મુંબઈની
Page #232
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૬૯
૨૧૩
હરકિસનદાસ હોસ્પિટલમાં ગયા હતા. આપણા એક મુમુક્ષુનું કીડનીનું હતું. ડૉક્ટર બહુ કડક હતો. સીધું કહી દે. મારી સૂચનાથી જરાક આઘુંપાછું કર્યું છે તો આ Case fail જાય એની મારી જવાબદારી નથી. Case fail જશે. ૩૦ વર્ષનો જુવાન માણસ હોય, એને બચાવવો હોય, Case fail ન કરવો હોય તો કેટલી Discipline જોઈએ. કે ભાઈ ! એની સાથે વાત કરવા જાય તો પહેલા બા૨ણે પાટીયું ટીંગાડેલું, Handle પાસે, દરવાજો ખોલે ત્યાં જ તે. જેટલા જાય એટલા ... એના સુવાના રૂમમાં દસ ફૂટ ખુરશી દૂર રાખેલી. ભાઈ ! આ તમારી ખુરશી. દર્દીએ અહીંયાં બેસવાનું અને મળવા આવે એને અહીં બેસવાનું. દસ ફૂટનું અંતર. કા૨ણ કે બેયના મોઢે પટ્ટી. ઓલાના મોઢે પટ્ટી અને આના મોઢે પટ્ટી. ઓલાને તો હજી ખુલ્લું રાખવા દેતા. પણ જે જાય એને તો પટ્ટી બાંધીને વાત ક૨વાની. ૧૦ થી ૧૧ સિવાય કોઈને આવવા નહિ દઉં. એક કલાકમાં જેને આવતું હોય આવી જાય. ગમે તે હોય. Intensive care માં અઠવાડિયું રાખ્યા તો કહે કોઈને મોઢું જોવા નહિ જવા દઉં. એની પત્નીને નહિ, એની માને નહિ, એના બાપને નહિ. કોઈને નહિ. વાત કરવી હોય તો Telephone થી Intercomથી કરો. તમને લાગે કે છોકરો શુદ્ધમાં છે, બેશુદ્ધમાં છે, જીવે છે કે નથી જીવતો. તમારે ખાતરી કરવી હોય તો Telephone ઉપાડીને વાત કરી લ્યો. અંદર નહિ જવા દઈએ. કડકમાં એટલું કડક Discipline. તમે ચંપલ બહાર કાઢો. ઓલાના સ્લીપર પહેરી લો. એક એક ઝીણી ઝીણી વાત. એ વખતે વિચાર આવ્યો હતો કે ગુરુઆજ્ઞા જો આ રીતે ઉપાસે તો બેડો પાર થઈ જાય.
ડોક્ટરની સૂચના જે રીતે ઉપાસે છે એ રીતે જો સત્પુરુષની આજ્ઞાને ઉપાસવામાં આવે કે ઝીણામાં ઝીણો એનો એક વિકલ્પ છે Out of discipline નહિ જવાનું. એને માન્ય રાખે તો વાંધો ન આવે. એક જીવની જિંદગી બચાવવા માટે બધાએ આ Discipline પાળવાનું. એને તો પાળવાનું (એટલું જ) નહિ, એની પાસે જવું હોય એ બધાએ પાળવાનું. આટલું કડક Diescipline.
ન
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- હા. આજ્ઞાંકિતપણે રહે એ બચે. કોણ બચે ? આજ્ઞામાં રહે એ. એક જિંદગી બચાવવા માટે આટલું Discipline પાળવું પડે તો અનંત જન્મ-મ૨ણ બચાવવા કેટલું Discipline પાળવું પડે ? એનો ગુણાકાર કરી લેવો જોઈએ. આટલું એને જ્યાં સુધી એની ગંભીરતા સમજવામાં ન આવે, આ લોકો
...
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
રાજહૃદય ભાગ-૧૩ તો રોગની ગંભીરતા સમજાવે છે. એમ કહીને રોગની ગંભીરતા સમજાવે છે કે, ભાઈ ! આને Infection લાગી જશે તો પંચાતના પાર નહિ રહે. બધી મહેનત કરેલી નિષ્ફળ જશે. બે-ત્રણ લાખ રૂપિયા તમે ખચ્ય એ તો ઠીક છે કે પૈસા પૈસાને ઠેકાણે પણ એને બચાવવા માટે મુશ્કેલ પડશે અને જોખમ જિંદગીનું ઊભું થઈ જશે. ઉંમર નાની છે. બધું પાળવા તૈયાર થઈ જાય. પોતાનો જીવ બચાવવા એટલું પાળવા માટે એટલો તૈયાર નથી. આવી વાત છે. એટલી ગંભીરતા જ્યાં સુધી, એટલી વાસ્તવિકતામાં જીવ આવતો નથી ત્યાં સુધી જીવને બચવાનો કોઈ આરોવારો નથી એમ સ્પષ્ટ સમજાય એવી વાત છે.
એટલે આ “સોભાગભાઈના દાખલા ઉપરથી એમ મળે છે કે આપનો પત્ર નથી આવતો તો અમારે પણ મન નથી થતું). વાત તમારી બરાબર છે. મારા પ્રારબ્ધોદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાનો સંભવ છે. તમારી વાત બરાબર છે. પોતે પણ કબૂલ કરે છે. તથાપિ ત્રણ ત્રણ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કંઈ જ્ઞાનવાર્તા લખવાનું નિયમિતપણે રાખશો. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે. તમારા ત્રણચાર, ત્રણ-ચાર દિવસે કાગળ આવશે તો મારે પણ કાંઈક નિયમિતતામાં આવવાનું બનશે. બાકી તમે લખવાનું ચાલુ રાખશો. એ વાત એમાંથી નીકળે છે. (અહીં સુધી રાખીએ.)
મુમુક્ષુજીવ તત્ત્વ – અભ્યાસ દ્વારા પોતાના આત્માનું ભિન્ન અસ્તિત્વ સમજીને સમ્મત કરે છે. પરંતુ જો ઉદયમાન કુટુમ્બ આદિ સંયોગમાં પોતાપણે વર્તે છે, તો ઉપરોક્ત સમજણ નિષ્ફળ જાય છે, અર્થાત્ ભિન્ન પદાર્થમાં પોતાપણું થવાથી અસ્તિત્વ અનુભવાવાથી) શ્રદ્ધામાં મિથ્યાત્વ દૃઢ થાય છે, તેથી નિજ સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ શ્રદ્ધામાં થઈ શકે નહિ, નિજમાં નિજબુદ્ધિ થવાથી પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ શ્રદ્ધાની શક્તિ તૂટે છે, અને તે ક્રમે કરીને ઉપશમે છે. ટુંકામાં પરમાં અસ્તિત્વ ગ્રહણરૂપ મિથ્યાત્વ નિજ અસ્તિત્વને ભૂલાવે છે.
(અનુભવ સંજીવની-૧૫૧૦)
Page #234
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૦
પત્રાંક-૬૭૦
૨૧૫
મુંબઈ, ફાગણ સુદ ૧, ૧૯૫૨
ૐ સદ્ગુરુપ્રસાદ
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.
સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી.. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી શાનીપુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.
સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૫-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૦, ૬૭૧
પ્રવચન નં. ૩૦૦
“શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-૬ ૭૭, પાનું-૪૯૨. “ૐ સશ્સ્પ્ર સાદ પ્રસાદ એટલે કૃપા. કેટલાક પત્રોમાં આ પ્રકારનું આવી રીતે Heading બાંધેલું છે. ચાર પત્રો તો અહીંયાં દેખાય છે. ચાર પત્રોમાં છે.
“જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.” વ્યવહાર ઉદયભાવ અનુસાર હોય છે પણ ઉદયભાવમાં પણ મૂળમાં, ઉદયભાવના અથવા વ્યવહારના મૂળમાં પણ જ્ઞાનીને પરમાર્થ રહેલો છે. વ્યવહાર એટલે દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેના જે કોઈ શુભ પરિણામ છે એ શુભ પરિણામની અંદર પરમાર્થનું લક્ષ હોવાને લીધે જે કાંઈ શુભભાવ થાય છે એ સ્વરૂપ લક્ષે થાય છે. સ્વરૂપનું લક્ષ છોડીને કોઈપણ પ્રકારનો વ્યવહાર જ્ઞાનીનો હોતો નથી. એટલે જ્ઞાનીના સર્વ વ્યવહારના મૂળમાં પરમાર્થ રહેલો છે અથવા એમનો બધો વ્યવહાર પરમાર્થમૂળ હોય છે એટલે એ વ્યવહારને પરમાર્થમૂળ કહેલો છે. કેમકે મૂળમાં પરમાર્થ રહેલો છે. ઉદયભાવની પણ આ જ સ્થિતિ છે.
‘ગુરુદેવશ્રી” જે સ્પષ્ટીકરણ કરતા કે, એક જ પ્રકારના દેખાતા શુભભાવમાં અજ્ઞાનીના શુભભાવ અને જ્ઞાનીના શુભભાવમાં જાતિ ફેર છે. જે જાતનો શુભભાવ જ્ઞાનીને હોય છે તે જ જાતનો શુભભાવ અજ્ઞાનીને નથી હોતો. દૃષ્ટાંત લઈએ કે જિનમંદિરમાં બધા જ ભક્તિ કરે છે. જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. એક પદ બધા જ ગાય છે, જે પદ ગવાય છે એ પદને અનુસરીને બધાને પ્રાયઃ એ વખતે શુભભાવ થયા કરે છે. પછી કોઈની વાત જુદી છે. બધાને સરખા પુણ્યબંધ થાય છે એવું નથી. એમાં પણ દરેકની વાત જુદી જુદી છે. પ્રત્યેકની વાત જુદી જુદી છે. પણ એ શુભભાવમાં-જ્ઞાનીના શુભભાવમાં અને અજ્ઞાનીના શુભભાવમાં જાત જ ફેર છે. જે જાતનો જ્ઞાનીને શુભભાવ થાય છે એ જાતનો અજ્ઞાનીને શુભભાવ થતો નથી. મોટો ફરક છે. શુભભાવમાં ને શુભભાવમાં મોટો ફરક છે. જોકે બંને
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૭.
પત્રાંક-૬ ૭૦. બંધભાવ છે તોપણ એમાં ફરક છે. બંનેને એક જાતના થતા નથી. કોઈવાર બંનેના ભાવો સરખા લાગે, કોઈવાર જ્ઞાનીનો ભાવ વધારે શુભ લાગે, કોઈવાર અજ્ઞાનીનો વધારે શુભ લાગે. દેખાવમાં જ્ઞાનીનો શુભભાવ ઓછો લાગે. તોપણ જે સ્તરનો શુભભાવ જ્ઞાનીને થાય છે એ સ્તરનો શુભભાવ અજ્ઞાનીને થતો નથી. આવું સ્પષ્ટીકરણ “ગુરુદેવશ્રી' આપતા હતા. એનું કારણ શું ? જ્ઞાનીના સર્વવ્યવહાર પરમાર્થમૂળ હોય છે. અજ્ઞાનીના વ્યવહારના મૂળમાં પરમાર્થ તત્ત્વ નથી. જ્યારે જ્ઞાનીના વ્યવહારના મૂળમાં પરમાર્થ તત્ત્વ રહેલું છે. બે વચ્ચે આ મોટો ફરક છે.
એવો ઉદયભાવ હોવા છતાં ‘તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.” એટલે કે ઉદય સમાપ્ત થઈ જશે. પછી એમને ઉદયભાવ નહિ રહે અને ઉદયભાવની જગ્યાએ આત્મભાવ જ રહેશે. એને ઉદય પણ આત્માકાર થઈ ગયો એમ કહેવામાં આવશે. જેમકે અરિહંત દશા છે એ આત્માકાર દશા છે. ત્યાં પછી કોઈ પ્રવૃત્તિ હોતી નથી. કોઈ શુભભાવની પ્રવૃત્તિનો વ્યવહાર અરિહંત દશામાં છૂટી જાય છે. બુદ્ધિપૂર્વકનો વ્યવહાર તો છઠા ગુણસ્થાનની મર્યાદામાં છે. છઠા ગુણસ્થાનથી ઉપર બુદ્ધિપૂર્વકનો શુભભાવ ઉત્પન્ન થાય એની મુનિને પણ મર્યાદા છે. સાતમા ગુણસ્થાનથી નિર્વિકલ્પ હોવાથી) બધા ઉપરના ગુણસ્થાનમાં ક્યાંય બુદ્ધિપૂર્વકના શુભભાવનો વ્યવહાર નથી પણ અબુદ્ધિપૂર્વકનો શુભભાવ રહે છે. દસમા ગુણસ્થાન સુધી. પછી નથી. અગિયારમાં નિર્મળ છે, બારમાં પણ યથાખ્યાત ચારિત્ર પ્રગટી જાય છે. તેમાં ગુણસ્થાને તો કેવળજ્ઞાનાદિ દશા ચારે ચાર અઘાતિનો નાશ થઈ જાય છે. એટલે આત્માકારદશા છે. પછી ઉદય પણ આત્માકારે છે. એ આત્મા થઈ ગયા-જેવા હતા એવા થઈ ગયા. એમ છે.
મુમુક્ષુ – જ્ઞાનીને પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય?
પૂજ્ય ભાઈશ્રી :- બંધાય. પુણ્યાનુબંધી પુણ્ય જ્ઞાનીને બંધાય. જ્ઞાનીને ન બંધાય તો કોને બંધાય?
મુમુક્ષુ – અજ્ઞાનીને ક્યો હોય ?
પૂજ્ય ભાઈશ્રી – અજ્ઞાનીને લગભગ પાપાનુબંધી પુણ્ય બંધાય છે. જ્યારે જ્ઞાનીને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એ ફરક પડે છે. છતાં કોઈ મુમુક્ષુને પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવાનો સંભવ છે.
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
રાજહૃદય ભાગ-૧૩
આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.’ ત્યારે તો એ સંસાર તરી ગયા, સદેહે મુક્તદશામાં આવી ગયા.
‘સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે,.. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય, જેને સંસારના સર્વ દુઃખથી મુક્ત થવું હોય એ મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે. આત્મજ્ઞાન એ એક એવો ઉપાય છે કે સંસારના સર્વ દુઃખોથી જીવને મુક્ત કરી દે છે. તે જ્ઞાનીના પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.’ કેવી શૈલી લીધી છે ! જ્ઞાનીપુરુષના આ વચન છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સર્વથી ઉત્કૃષ્ટ ઉપાય છે તે આત્મજ્ઞાન છે અને એ જ્ઞાનીપુરુષના વચનો અત્યંત સાચાં છે. એમાં ચાંય સંદેહ કરવા યોગ્ય નથી, બીજો વિકલ્પ કરવા યોગ્ય નથી. આત્મજ્ઞાનનો વિષય જૈનદર્શનમાં જેવો છે એવો ક્યાંય નથી. વેદાંતાદિમાં થોડી વાત આવે છે પણ વસ્તુના સ્વરૂપને સ્પર્શીને અથવા વસ્તુના વિજ્ઞાનને અનુસરીને એ વાત નથી.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.’ જ્યાં સુધી જીવને આત્મજ્ઞાન ન થાય એટલું ન કહ્યું તથારૂપ આત્મજ્ઞાન ન થાય...' જે આત્મજ્ઞાનનું સ્વરૂપ છે એવું, જેવું તીર્થંકરદેવ કહે છે, જિનેન્દ્રદેવ કહે છે એવું આત્મજ્ઞાનનું સ્વરૂપ. આત્મજ્ઞાનની વાતો બીજા પણ થોડાક કરે છે. એટલા માટે એટલું વિશેષણ લગાડ્યું છે કે તથારૂપ આત્મજ્ઞાન ન થાય. જેને આત્મજ્ઞાન કહીએ એવું આત્મજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવને બંધનની નિવૃત્તિ થાય, એનો બંધ ટળે અને મોક્ષ થાય એવું બની શકે નહિ. બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.”
‘તે આત્મજ્ઞાન થતાં સુધી...' હવે એવું આત્મજ્ઞાન થવા માટે શું કરવું ? જો બધા દુઃખ ટાળવાનો ઉપાય એક આત્મજ્ઞાન હોય તો એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું ? એ વાત કરે છે હવે. ‘એ આત્મજ્ઞાન...’ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી. થતાં સુધી....નો અર્થ એ છે. જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે,...’
મુમુક્ષુ :– અવશ્ય કરવા જેવો છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. કેવા છે સદ્ગુરુદેવ ? કે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ જ છે. એ તો આત્મજ્ઞાનની મૂર્તિ જ થઈ ગયા છે, એમ કહે છે. આત્મજ્ઞાન એ અરૂપી આત્માની અરૂપી દશા છે. અરૂપી દશા કહો કે અમૂર્ત દશા કહો. પણ જેને
Page #238
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૦
૨૧૯ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા શ્રીગુરુ એ તો મૂર્તિમંત જ આત્મજ્ઞાનસ્વરૂપ છે. અમૂર્ત જ્ઞાન નથી, એ મૂર્તિમંત જ્ઞાનસ્વરૂપ છે. આત્મજ્ઞાનની એ મૂર્તિ જ છે. કેવી ભાષા આવી છે !
ત્યાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો...” અથવા જ્ઞાની પુરુષનો. સદ્દગુરુદેવ કહો, જ્ઞાનીપુરુષ કહો, સપુરુષ કહો, ધર્માત્મા કહો. તેનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે. એનો આશ્રય કરવો જ જોઈએ. એ તો પૂછીએ છીએ કે કોઈ ગંભીર રોગ થયો હોય તો એ રોગનું પુસ્તક ખરીદવા બજારમાં જાય અને એ પુસ્તક વાંચીને એની અંદર જે દવા કે ઉપચાર લખ્યો હોય એ શરૂ કરે, એવી મૂર્ખામી કોઈ કરતું નથી. કરે ? પુસ્તકો તો બજારમાં મળે છે. દરેક રોગ ઉપરના ખાસ ખાસ પુસ્તકો મળે છે. જે રોગ થાય એનું પુસ્તક લઈ આવવું. વાંચીને એમાંથી દવા કરવી. ડોક્ટરને મફતના પૈસા દેવા, આવવું ને જાવું એ માથાકુટ કરવી. એ રોગ મટે નહિ પણ એ તો રોગ વધી જાય.
એમ જેને ભવરોગ મટાડવો છે, ભવબંધન મટાડવું છે, જન્મ-મરણનો રોગ જેને મટાડવો છે એણે શ્રીગુરુનો અવશ્ય આશ્રય કરવા યોગ્ય છે. ચોક્કસ એણે એ જ કરવું જોઈએ. બીજા બધા વિકલ્પ પડતા મૂકીને પહેલો વિચાર એને આ આવવો જોઈએ કે જો આત્મજ્ઞાનથી ભવબંધન નાશ પામતું હોય, જન્મ-મરણના દુઃખ મટતા હોય તો એવા આત્મજ્ઞાની પુરુષ કોઈપણ હોય તો એની પાસે મારે જવું જોઈએ. એની પાસેથી એ રસ્તો મારે મેળવવો જોઈએ, સમજવો જોઈએ. કામ મારે કરવાનું છે પણ હું અજાણ્યો છું. જે રસ્તે જવું છે એ રસ્તાથી હું અજાણ્યો છું.
(સદ્ગુરુદેવનો) આશ્રય કરવા યોગ્ય છે એમ નહિ નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે? નિરંતર તો એકબીજાના ઉદય એટલા બધા નથી હોતા. કોઈને હોય પણ છે. કોઈ એવા હોય છે કે જ્ઞાનીપુરુષના ચરણમાં રહી જાય છે, જીવનભર રહી જાય છે. એવા પણ કોઈ હોય છે. બની શકે. પણ બધાનો એ સંભવ નથી. પણ જેટલો બની શકે એટલો આશ્રય કરવા યોગ્ય છે. “એમાં સંશય નથી.” એમાં કોઈ શંકા કરાય એવી વાત નથી. નિઃસંશય વાત છે કે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ભવરોગ મટાડવા માટે કરવી હોય એણે આત્મજ્ઞાની સત્પરુષના ચરણમાં જવું જોઈએ.
બહુ શરૂઆતના ૧૦૫ નંબરના પત્રમાં પાત્રતાના વિષયમાં એ વાત લીધી છે કે સમ્યગ્દર્શનને પાત્ર કોણ ? સમ્યગ્દર્શન કહો, આત્મજ્ઞાન કહો, ભવરોગની દવા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
રાજહૃદય ભાગ-૧૩
કહો. સત્પુરુષના ચરણનો ઇચ્છુક. દસ વાતમાં આ વાત મુખ્ય કરી છે. દસ વાતની અંદર આ વાત મુખ્ય કરી છે. દસ વાત લખું છું પણ આના જેવી એકેય નથી.
તે આશ્રયનો વિયોગ હોય ત્યારે...' જુઓ ! એ પાછું સ્પષ્ટ કર્યું છે. આ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો છે કે, આત્મજ્ઞાની નથી, શું કરીએ ? હવે તો આત્મજ્ઞાની છે નહિ શું કરવું ? જાણે કે આત્મજ્ઞાનીના વિષયમાં કાંઈ હવે વિચારવું જ ન હોય એવું નથી. ન હોય તોપણ શું કરવું એ વાત સત્પુરુષો કહી ગયા છે. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.’ આશ્રય ન હોય તો આશ્રયની ભાવના એને નિત્ય હોવી જોઈએ અથવા થવી જોઈએ. એને કરવા યોગ્ય છે એમ કહ્યું. પણ એ સહજ જ થવી જોઈએ.
પાણીની તરસ લાગે અને પાણી ક્યાંય દેખાતું ન હોય તો માંડી વાળે ? કે આપણને તરસ લાગી છે પણ કયાંય હવે પાણી દેખાતું નથી. માંડીવાળો ને હવે. આપણે પાણી માટે કચાં દોડશું હવે. ક્યાંય દેખાતું તો છે નહિ. એવી રીતે મરવા કોઈ તૈયા૨ નથી. એકવાર પણ મરવા તૈયા૨ નથી. ગોતવા નીકળી પડે અને જ્યાં સુધી ન જડે ત્યાં સુધી એની ગોત પડતી મૂકે નહિ. એને એ શીખડાવવાની જરૂ૨ છે ? કે તને પાણી ન મળે ત્યાં સુધી પાણીની શોધ કરવી. એમ શીખડાવું પડે ? અહીંયાં શીખવાડવું પડે છે. ભાઈ ! તને આત્મજ્ઞાની ન જડે ત્યાં સુધી આત્મજ્ઞાનીની શોધ તું ચાલુ રાખજે. એ શોધમાં તારી આત્મજ્ઞાનીના ચરણમાં વાની ભાવના જીવંત રહેશે. જો શોધ પડતી મૂકાઈ જશે તો તારી ભાવના પણ ખલાસ થઈ જશે. ભાવનાવિહિન થઈ જઈશ.
એટલે જ્યાં સુધી એ આશ્રયનો વિયોગ હોય ત્યારે એ આશ્રયભાવનામાં રહેવું યોગ્ય છે. અને એ આશ્રયભાવનામાં રહેતા જે કર્મબંધન થશે, કેમકે એ શુભભાવ છે. એના ફળમાં એવા સત્પુરુષનો આશ્રય વહેલીતકે મળે એવી વ્યવસ્થા કુદરતના ઘરમાં રહેલી છે. એ કુદરતના ઘરની ચીજ છે. જો આશ્રયભાવનામાં હોય તો આશ્રય એને થવાનો જ છે. આજે નહિ ને કાલે. પણ જેણે માંડી વાળ્યું કે હવે કોઈ છે નહિ, ચાલો જવા દો. આપણે હવે આપણી રીતે બીજું કામ (કરો), બીજા કામે લાગી જાવ. એને ખરેખર ભવરોગ મટાડવાની ભાવના જ થઈ નથી. એમ છે.
એમણે ‘આત્મસિદ્ધિમાં સ્પષ્ટ કર્યું છે કે પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઊગે ન આત્મવિચા૨.' એને આત્મહિતનો
Page #240
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૦
૨૨૧ વિચાર ઊગ્યો જ નથી ને. એ કોટીમાં એને લઈ ગયા છે. ભલે ગમે તે કરતો હોય. અહીં સુધી વાત પુરુષના વિષયમાં લીધી છે. - હવે જેને વક્તાપણું અથવા ઉપદેશકપણાનો ઉદય છે એવા જીવને માર્ગદર્શન આપ્યું છે કે, “ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ....” મુમુક્ષુની ભૂમિકામાં આત્મજ્ઞાન થયા પહેલાની વાત છે. એવો કોઈ ઉદય હોય કે ઉપદેશકાર્ય કરવું પડતું હોય. દાખલા તરીકે આ પત્ર ઘણું કરીને તો “લલ્લુજી' ઉપર હોવો જોઈએ. કેમકે એમનો બહારનો વેશ ઉપદેશકનો હતો. સાધુ હતા. બીજા ગૃહસ્થ માણસો એમની પાસે, મહારાજ ! કાંઈક બે વાત અમને સંભળાવો, કાંઈક અમને સમજાવો, કાંઈક ઉપદેશ આપો, કાંઈ પચખાણ આપો, કાંઈક આમ કરો. આમ કરો.. કાંઈક તત્ત્વજ્ઞાનની વાત કરો. અથવા બીજી રીતે પણ કોઈનો ક્ષયોપશમ વિશેષ હોય, શાસ્ત્રનું અધ્યયન વિશેષ હોય અને સમજાવી શકે એવો એનો ક્ષયોપશમ હોય. તોપણ એની પાસે બીજા લોકો આવે, પૂછે કે, ભાઈ ! તમે વાંચ્યું છે, વિચાર્યું છે તો જરાક અમને આ બાબતની અંદર અમારે પૂછવું છે. આપણે વિચારીએ, ચર્ચા કરીએ. તોપણ એને ઉત્તર આપવાનું કારણ હોય તો એ જાતનો એને ઉદય થયો. તો એની પાસે લોકો આવે છે. અથવા આપણે ત્યાં વાંચનકારો હોય છે. આપણા ગુરુદેવ'ના અનુયાયીઓમાં એ પરિસ્થિતિ થઈ છે. - ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ.” તો એ મુમુક્ષુએ શું કરવું? મુમુક્ષુની ભૂમિકામાં એને એ ઉદય હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સપુરુષની ભક્તિ, સત્પષના ગુણગ્રામ, સત્પરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે...” જુઓ એ મુમુક્ષુ સત્સંગ કરે છે. ખરેખર તો ઉપદેશ નથી આપતા પણ સત્સંગ કરે છે તો કઈ રીતે કરે છે ? ખરેખર તો આ સત્સંગની પદ્ધતિ એમણે બતાવી છે. શબ્દ વાપર્યો છે ઉપદેશ. પણ ઉપદેશ તો કોઈ મુમુક્ષુની યોગ્ય ભૂમિકા છે જ નહિ. એટલે એને ઉપદેશ દેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ બહારનો વ્યવહાર એવો લાગે કે આ ઉપદેશ દે છે, બીજા ઉપદેશ લે છે, એનો ઉપદેશ સાંભળે છે. એટલે પ્રચલિત વ્યવહારની દૃષ્ટિએ ઉપદેશ શબ્દ વાપર્યો છે. ખરેખર ઉપદેશનો અધિકાર નથી. આપણે એને એમ લઈએ કે, એ સત્સંગ મુમુક્ષુ કેવી રીતે કરે ? બીજા મુમુક્ષુઓની વચ્ચે જઈને એ સત્સંગ કેવી રીતે કરે ? જેને કાંઈ કહેવાનો યોગ હોય એ તો કેવી રીતે કહે ?
Page #241
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
૨૨૨
પોતાના સત્સંગની અંદર મુમુક્ષુ કેવી રીતે વાત કરે ?
કહે છે, પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત...’ આટલું વિશેષણ વાપર્યું છે. ઓઘસંજ્ઞાએ નહિ. આત્મકલ્યાણનો માર્ગ એનું કારણ થાય એવા પ્રકારે. સત્પુરુષ છે તે આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની હોવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાનું એક સ્થાન છે. અને આ કાળમાં તો અત્યારે એક જ સ્થાન રહેલું છે. એવી જ લગભગ પરિસ્થિતિ છે. એટલે એણે એવા સત્પુરુષની ભક્તિ,...' એના પ્રત્યે ભક્તિ કરવી જોઈએ, એના પ્રત્યે ભક્તિ હોવી જોઈએ, એની ઓળખાણપૂર્વકની ભક્તિ હોવી જોઈએ. ઓઘસંજ્ઞાએ ભક્તિ થતી હોય તોપણ એ ઓઘસંજ્ઞામાં ન રહેવું જોઈએ. પરિચયમાં જઈને એમના અંતરંગ સુધી પહોંચીને એમનો પરિચય વિશેષ કરીને એમની ઓળખાણપૂર્વકની ભક્તિ એ ૫૨માર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત ભક્તિ છે. ઓઘભક્તિ છે એ ૫૨માર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત છે એમ સીધું લાગુ પડતું નથી. આ સીધું લાગુ પડે છે. પછી કોઈ ઓઘસંશા છોડે તો એને પરંપરા ગણવામાં આવે. પણ ખરેખર તો જે ઓળખીને ભક્તિ કરે છે એને જ ૫રમાર્થના માર્ગને અનુસરવારૂપ કારણ ગણવામાં આવે. કારણ કહો કે હેતુ કહો.
એવા પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ,...' કેવા કેવા ગુણ પ્રગટ થાય છે. કેમકે અનંત ગુણ પ્રગટે છે. તો કેવા કેવા ગુણ પ્રગટ્યા છે ? શ્રદ્ધા કેવી પ્રગટે છે ? આચરણ કેવા હોય છે ? એનું સમ્યગ્નાન કેવું હોય છે ? એક એક ગુણ પ્રગટે એના ધર્મો કેવા હોય છે ? સમ્યજ્ઞાનના કેવા ધર્મો હોય છે ? સ્વરૂપાચરણના કેવા ધર્મો હોય છે ? સમ્યક્ શ્રદ્ધાનના કેવા ધર્મો હોય છે ? એ બધો વિષય વિસ્તારથી લેવો. અને એમાં પુરાણોના દૃષ્ટાંતો આવે છે કે, જુઓ ! ક્ષાયિક સમ્યગ્દષ્ટિઓને ચારિત્રના પરિણામની અંદર ચારિત્રમોહના ઝંઝાવાત ઉત્પન્ન થયા ત્યારે પણ, એ ક્યારે પણ ક્ષાયિક સમ્યગ્દર્શનથી અથવા શ્રદ્ધાથી મુત થયા નથી. એવા એવા અનેક પ્રકારે ગુણગ્રામ કરવાના પ્રસંગો, સત્પુરુષોના ગુણગ્રામ કરવાના પ્રસંગો પોતે ચર્ચામાં લે, સત્સંગમાં લે.
સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના...' એમના પ્રત્યે બહુમાન વધતું જાય. એમના ગુણગ્રામ અને ભક્તિનો વિષય ચાલતા તે તે પ્રકારના પ્રમોદિત ભાવો. પ્રમોદિત ભાવો એટલે એકદમ બહુમાનનો ઉત્સાહ આવે એવા પ્રમોદિત ભાવો. એવી પ્રમોદભાવના થાય એવો પ્રકાર લે અને સત્પુરુષ પ્રત્યે વિરોધ હોય તો ટળી જાય.
Page #242
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૦
૨૨૩
અવિરોધભાવ ઉત્પન્ન થાય, એ પ્રકારની વાત મુખ્યપણે પોતે સત્સંગમાં ચર્ચા કરે.
નહિતર અહીંયાં પ્રશ્ન થવા યોગ્ય છે કે તત્ત્વની વાત કરે કે આવી વાત કરે ? આ એક જીવંત તત્ત્વ છે. સત્પુરુષ છે. આત્મજ્ઞાન છે તત્ત્વ છે. આત્મજ્ઞાની છે એ તત્ત્વના ધણી છે. એ પણ પોતે તત્ત્વ છે. એટલે એમાં તત્ત્વજ્ઞાન નથી (એમ નથી). એમની દશા વિચારતા, એમના ગુણો વિચારતા તત્ત્વજ્ઞાન નથી આવતું એ તો વાત છે નહિ. પણ બીજું તત્ત્વજ્ઞાન, બીજા પડખાંઓનો તત્ત્વજ્ઞાનનો વિષય આવે તોપણ મુખ્યપણે આ વાત કહે. બીજી વાત ભલે આવે તોપણ આ વાતની મુખ્યતા રાખે.
હવે એમાં શું હેતુ છે ? કે જે અધ્યાત્મનો વિષય છે, તત્ત્વનો વિષય છે એ જ્યાં સુધી ભાવ ભાસે નહિ ને અધ્યાત્મ તત્ત્વ એવો પોતાનો આત્મા લક્ષગત થાય નહિ ત્યાં સુધી એમાં શુષ્કતા આવવાની સંભાવના રહેલી છે. એ શુષ્કતા ન આવે એટલા માટે આ પડખું એને સાથે હોવું જોઈએ કે જેમાં સત્પુરુષ પ્રત્યે બહુમાન, અવિરોધભાવના, ગુણગ્રામ આદિ વિષય ચાલે તો એને શુષ્કતા ક્યાંય આવે નહિ. કેમ ન આવે ?
એ સત્પુરુષના પ્રત્યેના વિચારો, ભાવોથી સહેજે જ પોતાને અહંપણું થતું નથી. એમના બહુમાનમાં પોતાની લઘુતાનો ભાવ આપોઆપ જ આવી જાય છે. એ મહાન છે, એ આવા મહાન છે, આવા મહાન છે એમ વિચારતાં પોતાની લઘુતા આપોઆપ આવે છે અને એ કારણથી તત્ત્વનો, અધ્યાત્મનો વિષય ચાલતો હોવા છતાં પણ એની અંદર શુષ્ક જ્ઞાનીપણું ન આવે. એટલે બહુ જ વિચક્ષણતાથી આ વિષય એમણે જે નિરૂપણ કર્યો છે. એમાં ઘણી વિચક્ષણતા રહેલી છે.
જે પ્રકારે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે...' મતમતાંતરમાં ન પડે, એ વિષય બહુ ન ચર્ચો. ગૃહિત મિથ્યાત્વ ન થાય અને દોષથી બચાય એટલી વાત લે. બાકી મતમતાંતરનો આગ્રહ, મતમતાંતરની તીવ્રતા થાય એવો પ્રકાર ન લે. મુમુક્ષુ ન લે. જ્ઞાની (લ્યે એ) જુદી વાત છે, મુમુક્ષુની વાત જુદી છે. જે આખા માર્ગની એક જિંદગી લઈએ, માર્ગના જન્મથી માંડીને અંત સુધી, તો મુમુક્ષુતામાં જે માર્ગનો જન્મ થવાનો છે એમાં તો મુમુક્ષુ હજી બાળક છે. બહુ નાજુક પરિસ્થિતિ છે. એટલે એ જો મતમતાંત૨ની અંદર પોતાની શક્તિનો વ્યય કરે તો એ પરમાર્થિક માર્ગથી વંચિત રહી જાય છે. એમ જાણીને. મતમતાંતરનો અભિનિવેશ ટળે,...' મતમતાંતરને જાણવા એક વાત છે, મતમતાંતરનો અભિનિવેશ રાખવો તે બીજી વાત છે. તે સંપ્રદાયબુદ્ધિમાં જાય
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
રાજહૃદય ભાગ-૧૩
છે. મતનો અભિનિવેશ તે સંપ્રદાયબુદ્ધિમાં જાય છે. લ્યો ! ઠીક ! અમારામાં તો આમ હોય ને બીજું ન હોય. અમારે તો આ પુસ્તક વંચાય અને ઓલું પુસ્તક ન વંચાય, અમારે તો આની વાત કરાય અને પેલાની વાત ન કરાય. એ મતમતાંતરનો અભિનિવેશ થઈ ગયો. એ મતમતાંતરનો અભિનિવેશ ટળે,..’
અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય...’ વૃત્તિ થાય એટલું નથી કીધું. સત્પુરુષના વચનો ગ્રહણ કરવાની આત્મામાંથી વૃત્તિ ઉત્પન્ન થાય, આત્માના હિતની રુચિપૂર્વકની વૃત્તિ ઉત્પન્ન થાય એને આત્મવૃત્તિ કહેવામાં આવે છે. સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય...' તે પ્રકારે તે બધે સત્સંગની અંદર ચર્ચા-વાર્તા લે છે. ઉપદેશ નહિ. ઉપદેશ તો એ શબ્દ એમણે વાપર્યો છે. પણ ખરેખર એને પોતાના અભિપ્રાયમાં એ વાત સ્પષ્ટ છે કે છઠ્ઠા ગુણસ્થાન (પહેલા ઉપદેશકપણાની પ્રવૃત્તિ હોય નહિ).
સત્પુરુષની ભક્તિમાં નહિ આવે, સત્પુરુષના ગુણગ્રામમાં નહિ આવે, અવિરોધના બદલે વિરોધમાં પણ આવી જશે. આ બધા પ્રકાર જાણીને વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી શાનીપુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે,' જ્ઞાનીપુરુષોને ખ્યાલ આવ્યો છે કે વર્તમાન જીવોની યોગ્યતામાં હિનપણું ઘણું છે. એ હિણપતા જોઈને એમણે આ કાળનું નામ પણ દુષમકાળ એવું રાખ્યું છે. ‘અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.’ આ વાત પ્રત્યક્ષ દેખાય છે.
.....
જુઓ ! મુમુક્ષુએ સત્સંગ કેવી રીતે કરવો, ખરેખર તો એની વિધિ બતાવી દીધી છે. આત્મજ્ઞાન થયા પહેલા આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શું કરવું ? કે સત્સંગ ક૨વો. સત્સંગ કરવો એમાં પહેલા શું કરવું ? કે આત્મજ્ઞાની સત્પુરુષ હોય એના ચરણમાં ચાલ્યા જવું. ન હોય ત્યારે શું કરવું ? ન હોય ત્યારે એના આશ્રય ભાવનામાં રહેવું. પછી શું કરવું ? પછી ભેગા થઈને આ કરતું. એ સત્પુરુષની ઓળખાણ થાય એવો વિષય લેવો, એના ગુણગ્રામ અને એના પ્રત્યે પ્રમોદ (ભાવ વર્ધમાન થાય), એનો વિરોધ ટળી જાય એવી વાત લેવી, મતમતાંતર ન થાય એવી વાત લેવી. આ બધા મુખ્ય મુખ્ય મુદ્દા લીધા છે, અને સત્પુરુષોના વચનો આત્મામાં ગ્રહણ થાય, સમજાય એમ ન લીધું. જુઓ ! સમજવું એક વાત છે, ગ્રહણ કરવું બીજી વાત છે. ધારણા ક૨વી એને ગ્રહણ કર્યું એમ નથી. ગ્રહણ કરવું એટલે ઉપાસવું. ગ્રહણ કરવું એટલે ઉપાસના કરવી. એને પરિણમાવવાનો પ્રયાસ કરવો અને એની પ્રાપ્તિ કરવી. એને ગ્રહણ કર્યું એમ કહેવામાં આવે છે. એ પ્રકારે
Page #244
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૦
૨૨૫
સત્સંગ કરવો. આ પ્રકારના સત્સંગની અત્યારે હાનિ થશે એમ જાણીને, આવી વાત નહિ રહે એમ જાણીને આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.’ આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :– ગ્રહણ કરવાનો પ્રયાસ ન કર્યો એ વસ્તુને ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. હમણા અમારે અહીંયાં એ વાત ચાલી કે, ઓઘભક્તિ એક કહે છે. ઓળખાણ વગરની ભક્તિ.
મુમુક્ષુ –
·-...
પૂજ્ય ભાઈશ્રી :– એમાં શું થાય કે ઓઘભક્તિમાં લાંબો સમય રહે અને ઓઘભક્તિ નિવૃત્ત કરીને એમની ઓળખાણનો પ્રયત્ન ન કરે તો નુકસાનની સંભવિતતા ખરી. એમાં સિદ્ધાંત શું છે ? કે જીવને મોટામોટામાં મોટો દોષ તો દર્શનમોહનો-મિથ્યાત્વનો છે. એ દર્શનમોહ મંદ થવા અર્થે સત્પુરુષની ભક્તિ કહી. સત્પુરુષની અભક્તિ, સત્પુરુષની ભક્તિ અને ઓળખાણપૂર્વક સત્પુરુષની અત્યંત ભક્તિ. મુમુક્ષુની ભૂમિકામાં આ ત્રણ Stage ઉત્પન્ન થાય છે. જેને શંકા પડે અથવા અનુકૂળ ન પડે ત્યાં સત્પુરુષ પ્રત્યે એને વિરોધભાવ આવી જાય છે. જ્યાં એને ઓળખાણ ન હોય અને વિરોધભાવ ન હોય તો એને ભક્તિ પણ આવે છે. હવે એ ભક્તિ છે, એ ભક્તિમાં રહીને પોતે જો સત્પુરુષની ઓળખાણવાળી ભક્તિમાં આવે તો એ ભક્તિને પરંપરાએ કારણ કહેવાય. વિરોધમાં નહોતો ને ? ભક્તિમાં હતો ને ? એટલે એને ઓળખાણ થઈ. કેમકે ભક્તિથી પરિચયનો પ્રસંગ વિશેષ રહે છે. પણ ઓળખાણ ક૨વાનું જો એનું લક્ષ ન હોય અને બસ અમને તો સત્પુરુષ મળી ગયા, ઓઘે ઓઘે પણ, બધા કહે અને પોતે પણ માની લીધું, ઓળખાણ નથી, આપણને તો સત્પુરુષ મળી ગયા. હવે ભક્તિ કર્યા કરો. એટલે ભક્તિ કર્યાં કરો એટલે શું છે ? પદ ગાય, ગીતો ગાય, ફલાણું ગાય, ઢીંકણું ગાય એને એ ભક્તિ માને છે. ખરેખર એ ભક્તિ નથી. ઓળખાણથી મૂલ્યાંકન આવે એનું નામ ભક્તિ છે. તો જે પ્રારંભમાં ભક્તિથી દર્શનમોહ થોડો મંદ પડ્યો હોય, એ જો ઓઘસંજ્ઞાની નિવૃત્તિ કરવાના પ્રયત્નમાં જીવ ન રહે અને ઓઘસંશા ચાલુ રાખે તો દર્શનમોહ તીવ્ર થઈ જાય. દર્શનમોહની પ્રકૃતિ એવી છે.
બીજો એક ગુણભેદ લઈએ કે, એક માણસ ગૃહીત મિથ્યાત્વમાં છે. જૈન હોય કે અજૈન હોય. જૈનો પણ કુદેવને માનતા તો થઈ ગયા છે. ગૃહીત મિથ્યાત્વમાં છે. હવે એમાં એને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે લક્ષ ગયું કે, ભાઈ ! વીતરાગી દેવ
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૩ ગુરુ-શાસ્ત્ર સિવાય કોઈની માન્યતા કરવી ન જોઈએ. ઓઘે ઓઘે પણ એણે એ વાત તો બદલી નાખી. સંપ્રદાય હોય તો સંપ્રદાય ફેરવી નાખ્યો. ભાઈ ! આપણે એ સંપ્રદાયમાં હવે જાવું નથી. એ ઠેકાણે આપણે જાવું નથી. હવે આપણે આ ઠેકાણે જાવું છે. તો પહેલોવહેલો એના દર્શનમોહમાં ફેર પડ્યો. કયા દોષમાં ફેર પડ્યો ? દર્શનમોહના. ગૃહીતમાંથી અગ્રહિતમાં આવ્યો.
હવે એમાં જે ઝાઝો સમય એવી રીતે રહે કે અગૃહીતને છોડીને મુમુક્ષુની ભૂમિકામાં સમ્યમાં આવવાના પ્રયત્નમાં ન આવે અને ઉતરોત્તર દર્શનમોહનો અનુભાગ કપાય એવા પગલાં ન ભરે, એ માર્ગ પ્રત્યે જવાનો એ પ્રકારે વિકાસ ન કરે, એટલે કે સમ્યગ્દર્શનની કેડીએ ચાલવા ન માંડે, કેડી ન પકડે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર તો રાજમાર્ગ છે-National highway પણ એની જે કેડીએ જાવું છે એ કેડી ન પકડે. અને ઓઘસંજ્ઞામાં માને કે આપણે તો શાસ્ત્ર પણ વાંચીએ છીએ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ પણ રાખીએ છીએ અને આપણે દયા-દાન પણ કરીએ છીએ અને બધું મુમુક્ષુને યોગ્ય બધા કાર્યો કરીએ છીએ. એમ ઓઘેઓથે જો પડ્યો રહે તો વળી પાછો એ દર્શનમોહને તીવ્ર કરે અને તીવ્ર કરે એમાં ત્યાં સુધી તીવ્ર કરી જાય કે વળી પાછો ગૃહીતમાં આવી જાય. એને વાર ન લાગે. ચારે ગૃહીતમાં આવે એને ખબર ન પડે.
આવા એક ભેદ-પ્રભેદને દીપચંદજી’એ ‘અનુભવપ્રકાશમાં એમ કહ્યું છે કે ‘અગૃહીત મિથ્યાત્વ સાધક છે અને ગૃહીત મિથ્યાત્વ સાધ્ય છે.’ ઊલટી વાત લાગે. અગૃહીત મિથ્યાત્વ સાધક છે ? અને એનું સાધ્ય ગૃહીત મિથ્યાત્વ ? એ કેવી રીતે થાતું હશે ? કે ઓઘસંજ્ઞાએ અગૃહીત મિથ્યાત્વમાં લાંબો સમય પસાર કરતા તે જીવને દર્શનમોહ વૃદ્ધિગત થઈને ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે.
ગૃહીત મિથ્યાત્વની ભૂલો કેમ થાય છે ? આવું બધું સમજ્યા, ‘ગુરુદેવ’ની પાસેથી સમજ્યા, પ્રગટ સત્પુરુષની પાસેથી સમજ્યા, ગૃહીત શું કહેવાય, અગૃહીત શું કહેવાય. છતાં ગૃહીત મિથ્યાત્વની ભૂલો કેમ થવા માંડી ? કે જો પોતે ઓઘસંજ્ઞામાં લાંબો સમય રહે અને એ ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થવાનો પ્રયાસ જેને કહીએ એવા યથાર્થ કા૨ણોને અનુસરે નહિ અને પ્રયત્નમાં આવે નહિ તો એને ગૃહીત મિથ્યાત્વમાં જતા વાર લાગે નહિ. ચાલ્યો જાય. આ વિષય પ્રયોજન સિદ્ધિમાં જુદી જુદી રીતે ચર્ચો છે.
મુમુક્ષુ :– સમ્યગ્દર્શનમાં ... પાછો અનુભવ ન કરે તો મિથ્યાર્દષ્ટિ થઈ જાય,
Page #246
--------------------------------------------------------------------------
________________
રર૭
પત્રાંક-૬૦૦ ઈિ સિદ્ધાંત આમાં લાગુ પડે છે.
પૂજ્ય ભાઈશ્રી :- દરેકમાં એવું છે. ચારિત્રમાં મુનિદશાની અંદર જુઓ. કેવળજ્ઞાન સાધવા નીકળ્યા છે અને ન સાધે તો ચોથે વયું જાવું પડે. ભવાંતરમાં તો. પોતે એક જગ્યાએ લખે છે કે, આને આ ગુણસ્થાનમાં હજી આગળ આવશે. આપણે નથી આવ્યું. બહુ સમય રહ્યો. અમને હવે એમ લાગે છે કે આગળ નહિ ચાલીએ તો નક્કી કાંઈક નુકસાન થઈ જશે. એવો ભય લાગે છે હવે. એક જગ્યાએ એવું લખે છે. પોતે સંકેત કર્યો છે પોતાની ભાષામાં. એટલે એનો અર્થ જ એવો છે કે પરિણામ છે એ ચાલ છે અને વિકાસ બાજુ ચાલવું, આત્માના વિકાસ તરફ પરિણામને ગતિમાન રહેવું, પરિણામ તો ગતિમાન જ રહેવાના છે પણ વિકાસની દિશામાં ગતિમાન રહે એ વાત બરાબર સાવધાનીથી તપાસવી જોઈએ. નહિતર પાછળ જતાં વાર લાગે નહિ.
મુમુક્ષુ- મુમુક્ષુ માટે તો ...
પૂજ્ય ભાઈશ્રી – મુમુક્ષુની દશા તો એટલી બધી નાજુક અને નબળી છે કે વૈરાગ્યથી બહુ દીર્ઘકાળ સુધી સત્સંગને ઉપાસ્યો હોય અને એને પરિણામમાં ઠીક ઠીક પ્રમાણમાં મુમુક્ષતા આવી હોય અને એક પ્રસંગ ઉદયમાં એવો આવે. એક દિ ધોવાઈ જતાં વાર ન લાગે. દીર્ઘકાળ સુધી ઉપાસેલો સત્સંગ અને વૈરાગ્ય ઉપશમની એ બધી વૃત્તિઓ એ જ્યાં કોઈ એક એવો પ્રસંગ આવે તો બધું એકસાથે સાફ થઈ જાય. વાર ન લાગે. એટલે એને તો એક બાળક જેમ હાલતાચાલતા વારંવાર પડી જાય એમ એને તો પડવાની બહુ જ પરિસ્થિતિ છે. એટલે એણે તો વધારે સાવધાની રાખવા માટે એને સત્યરુષના આશ્રયમાં મૂકી દીધા છે. કે તું બાળક છો, તારે વાલીની જરૂર છે. બાળકને વાલી હોય ને ? એની દેખરેખ રાખનાર. એના મા-બાપને વાલી કહેવાય છે. કોઈપણ દેખરેખ રાખનારને વાલીGuardian કહેવાય છે. મુમુક્ષુને Safeguard કર્યા છે કે તું સત્યરુષના ચરણમાં રહે તો બચી જઈશ. નહિતર બચવાનો આરોવારો નથી.
મુમુક્ષુ – “શ્રીમદ્જીનો ઉપદેશ બધો ચેતવણીરૂપ જ છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. બહુ મુમુક્ષુને તો એટલો સરસ માર્ગદર્શનનો વિષય લીધો છે. બહુ Guideline આપી છે.
‘સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે. બધા જ કરવા યોગ્ય કાર્યમાં એક આત્માર્થ જ કર્તવ્ય છે. એ સંભાવના...” એવી જે આત્માર્થની ભાવના, સમ્યક
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
રાજહૃદય ભાગ-૧૩ ભાવના, સારી ભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.” મારે મારો આત્માર્થ પહેલો અને બીજું બધું પછી. કોઈપણ કર્તવ્ય કરતા આત્માર્થ ચૂકતો નથી ને? આ એણે તપાસી લેવું. કોઈપણ કર્તવ્ય કરતા આત્માર્થને પોષણ મળે છે ને ? એ પણ એણે તપાસી લેવું. અસ્તિ અને નાસ્તિ બેય પડખાં તપાસતા રહેવું. અને એમાં જાગૃતિ વિશેષ રાખવી. એ જાગૃતિ ત્યારે જ રહેશે કે જ્યારે આત્માર્થની ભાવના તીવ્ર હશે ત્યારે. કેમકે ભાવના એક એવી ચીજ છે કે એ ભાવનાને ઠેસ પહોંચે (એટલે તરત જ આત્મા જાગે છે. કે અરે.! મારો તો આત્માર્થ ઘવાય છે, મારો તો આત્માર્થ આમાં છૂટે છે, મારા આત્માર્થને આમાં હાનિ પહોંચે છે. આપણે ત્યાંથી દૂર થઈ જાવ.
મુમુક્ષુ:- “ગુરુદેવ’ મળ્યા પછી જે જે વાતમાં ભૂલ્યા છે એ મુદ્દો હવે આમાં...
પૂજ્ય ભાઈશ્રી - હવે એવું છે કે ઘણા પડખાંની વાતો છે, ઘણા પડખાંની વાતો છે. અને આ પડખાં તો બધા ક્ષયોપશમ અનુસાર ઉદયમાં વિચાર આવે અને કહેવાય, ભાષામાં આવે. કોઈ જ્ઞાનીને ક્યારે, કોઈ આચાર્યને ક્યારે, કોઈ જ્ઞાનીને કયારે. એ તો આપણે નથી લેતા ? કે આચાર્યે ટીકા આટલી લખી છે પણ ભાવાર્થની અંદર આટલી વિશેષ વાત જ્ઞાનીએ કાઢી. એવી રીતે દરેક જ્ઞાનીઓના વચનામૃતો, વિભિન્ન જ્ઞાનીઓના વચનામૃતોનું પરિચર્યન કરવાનું શું કારણ છે? કે કોઈએ કેવી વાત કરી છે... કોઈએ કેવી વાત કરી છે. કોઈએ આત્મહિતની કેવા પડખાંથી વાત કરી છે ? કોઈએ ક્યા પડખાંને સ્પષ્ટ કર્યું છે ? એવા ચારે બાજુથી પોતાને ક્યાંય પણ લાગુ પડે એવી વાત મળી જાય. બધી વાત તો પોતાને લાગુ ન પડે. એક વાત પણ બધાને લાગુ ન પડે. પણ પોતાને કઈ લાગુ પડે ? એનો ખોજી જીવ હોય છે. એ અનેક જ્ઞાનીઓના વચનામૃતોનું પરિચર્યન કરતા કરતા પોતાની વાત એમાંથી પકડી લે છે કે મને આ પ્રયોજન છે, મારી ભૂલ આવી થાય છે, આ પ્રકારે મારે ભૂલ કરવા જેવી નથી.
મુમુક્ષુ – ગુરુદેવશ્રી શરૂના વર્ષોમાં વાંચી ગયા.
પૂજ્ય ભાઈશ્રી :- હા, પહેલા આ વાચેલું છે અને Underline કરી છે. આખા પુસ્તકમાં કેટલી જગ્યાએ Underline કરી છે ! અને એમણે એટલી બધી વાર વાંચ્યું હશે કે એમનું ભાગ્યેજ કોઈ વ્યાખ્યાન ખાલી છે કે જેમાં “શ્રીમદ્જીના વચનામૃતનું એમણે ઉદ્ધરણ ન કર્યું હોય, દોહરાવ્યું ન હોય. એકે એક પ્રવચનની અંદર. કેમકે મુમુક્ષને યોગ્ય ઘણી વાતો આવી છે. આમ તો “સોનગઢ'ના વાંચનમાં
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૯
પત્રક-૬૭૧ (કહ્યું હતું કે મુમુક્ષુને યોગ્ય કોઈ માર્ગદર્શનનો ઉત્કૃષ્ટ ગ્રંથ હોય તો આ “શ્રીમદ્ રાજચંદ્ર છે અને બીજું “બહેનશ્રીનાં વચનામૃતમાં એ વિષય એમણે વધારે લીધો છે. જ્ઞાનીઓ અને મુનિઓના વિષય કરતા પણ મુમુક્ષુનો વિષય એમણે લીધા છે. બે ગ્રંથ મુમુક્ષુને માટે બહુ જ લાભનું કારણ છે. “ગુરુદેવશ્રીએ વચનામૃત પુસ્તકની વિશેષ જે વાત કરી એ મુમુક્ષુના હિત ખાતર વાત કરી છે. ૬ ૭૦ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૭૧
મુંબઈ, ફાગણ સુદ ૩, રવિ, ૧૯૫૨ તમારો કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્નો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા. યોગ્ય છે.
પ્રશ્રોથી ઘણો સંતોષ થયો છે. જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી.
શ્રી સુંદરદાસજીના ગ્રંથો પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તો કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પહોંચ લખી છે. એ જ.
ભક્તિભાવે નમસ્કાર..
૬૭૧. સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. તમારો કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્રો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા યોગ્ય છે. ડુંગરભાઈએ પ્રશ્નો લખાવ્યા છે. એ પત્રવ્યવહાર બધો “સોભાગભાઈ કરતા હતા. બંને મિત્રોમાં પત્રવ્યવહાર એ કરતા હતા. મહા વદ ૧૧ છેલ્લો કાગળ છે. પછી ફાગણ સુદ ૩ છે. તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા યોગ્ય છે.” કેમકે કોઈ પ્રશ્નનો ઉત્તર આપવામાં એ પહેલા બીજા કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવું યોગ્ય જાણીને એ પ્રશ્નનો સીધો ઉત્તર આપવાને બદલે એમ કહેતા કે સમાગમની અંદર આ વાત
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૦
રાજહૃદય ભાગ-૧૩ જરા તમે લક્ષમાં રાખજો. આપણે એ સંબંધીની ચર્ચા કરી લઈશું. પ્રશ્નોથી ઘણો સંતોષ થયો છે.’ જે પ્રશ્નો પૂછ્યા છે એ ઠીક પૂછ્યા છે, એનાથી ઘણો સંતોષ થયો છે.
જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે.’ શું કહે છે ? કે, મુંબઈમાં રહેવાનું થાય છે એ પ્રારબ્ધ ઉદયે રહેવાનું થાય છે. અત્રે સ્થિતિ એટલે મુંબઈ’માં. મુંબઈ’માં જે રહેવાનું થાય છે, સ્થિતિ એટલે રહેવાનું થાય છે તે પ્રારબ્ધના ઉદયથી છે અને તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય...’ એટલે સારી રીતે એને પૂરું કરી નાખવું છે હવે.
જેમ કોઈ એમ કહે કે, ભાઈ ! અશાતા વેદનીય છે. એને અશાતના વેદનીય જેવો ઉદય છે. કાંઈ એમને રુચિ નથી. તો કહે જોરથી આવ. રોગને શું કહે ? કે તું તારે જોરથી આવ. જેટલા ૫૨માણુ દેણું કર્યું છે. લઈ જા. વ્યાજસીખે તું લઈ જા. પણ હવે તારું ખાતું અમારે ચલાવવું નથી. ખાતું ચૂકતે કરવું છે. એને વિશેષ પ્રકારે પ્રારબ્ધનું વેદવું એમ કહેવામાં આવે છે. એટલે પ્રારબ્ધને અમે અત્યારે વેદીએ છીએ, એ કેવી રીતે વેદીએ છીએ ? કે વિશેષ પ્રકારે એટલે ફરીને આ પ્રારબ્ધમાં ન આવવું પડે એ પ્રકારે વેદીએ છીએ. અને એ પ્રકારે એમણે વેઠ્યું છે. હવે પછી ફરીને એ મનુષ્ય થાય અને વેપાર-ધંધામાં પડે એ નહિ બને. એ ખલાસ કર્યું. એ પ્રારબ્ધને વેદતાં-વેઠતાં એ ખાતું પૂરું કરી નાખ્યું. અત્યારે દેવલોકમાં તો વેપારધંધો છે નહિ. ત્યાં તો વ્યવસાય કરવાનો પ્રશ્ન હોતો નથી. એટલા પુણ્ય લઈને જાય છે. પણ પછી મનુષ્ય થશે તોપણ એમને વ્યવસાયમાં પડવું પડે એ પ્રકારના ઉદયમાં જ નહિ આવે. અહીંયાં એ બધું ખલાસ કરી નાખ્યું. પૂર્વપ્રારબ્ધ જે કાંઈ દેણું કર્યું હતું એ દેણું આપી દીધું. લેણદારને કીધું કે, ભાઈસાહેબ તું એક સાથે લઈ જાને. કટકે-કટકે શું કરવા લેવા આવે છે ? દેવા બેઠો છું અને મારી શક્તિ હવે દેવાની છે. તો પછી એકસાથે પૂરેપૂરું તારું વ્યાજસહિત જે હોય એ લઈ જા. હવે ખાતું ચૂકતે થવું જોઈએ. મારી અને તારી વચ્ચે લેણદેણ રહેવી જોઈએ નહિ. અહીંયાં એ વાતનો ધ્વનિ એવો છે.
જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે.’ એટલે એકદમ અમે તો બરાબર હવે પુરુષાર્થમાં આવી ગયા છીએ. ગમે તે પ્રારબ્ધ ઉદય હોય અમે હવે નવા બંધનમાં પડશું નહિ. જૂનું છોડી દેશું. જૂનું છૂટી જાય એના માટે અમે તૈયાર છીએ. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી.' અને એ પ્રકારના પુરુષાર્થમાં અમારા
Page #250
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૧
૨૩૧
કામમાં અમે લાગેલા છીએ એટલે બીજી નવરાશ રહેતી નથી. ધંધામાં પણ એ પ્રારબ્ધ છોડવાના પુરુષાર્થમાં લાગેલા છે. નિવૃત્તિમાં તો પુરુષાર્થ કરે પણ પ્રવૃત્તિમાં પુરુષાર્થ કરે છે.
એક જગ્યાએ લખે છે કે, નિવૃત્તિમાં પુરુષાર્થ કરત એના કરતા પ્રવૃત્તિમાં અમે વધારે પુરુષાર્થ કર્યો છે. કદાચ નિવૃત્તિ લીધી હોત અને પુરુષાર્થ કરત એના કરતા પણ પ્રવૃત્તિમાં રહીને અમે વધારે પુરુષાર્થ કર્યો છે અને વધારે નિર્જા કરી છે. કેમકે અમને કાંઈ રસ્તો હતો નહિ કે છે નહિ. એ રીતે અમે પ્રારબ્ધને ભોગવ્યું છે, વેધ્યું છે અને નિર્જરા કરી લીધી છે.
મુમુક્ષુ :– તીર્થંકર ચક્રવર્તી આમ જ કરે ?
પૂજ્ય ભાઈશ્રી :– એમ જ કરે છે. ચક્રવર્તી જે જ્ઞાની હોય છે, તીર્થંકરો હોય છે એ એમ જ કરે છે. મોટો પુણ્યોદય આવે છે. જબરદસ્ત. ગમે તે આવો. કોઈવાર કોઈને મોટો પાપનો ઉદય આવે છે. એ પણ ભલે આવો. ગમે તે આવો. હવે મને વાંધો નથી. અમારી શક્તિ થઈ ગઈ છે. એટલે કોઈ પૂર્વનું દેણું કરેલું છે એ બાબતમાં અમને કોઈ જાતનો સંકોચ થાય એવું નથી. એ શૂરવીર છે. એટલે તો આ શૂરવીરતાની વાત લેવી છે. મૂળ તો એમણે જે વાત લખી છે એ આત્મજાગૃતિમાં કેવી શૂરવીરતા આવે છે ? અને કર્મની નિર્જરા કરવામાં કેવા ઉલ્લાસિત પરિણામથી એ કરે છે. જેમ માણસ કોઈ દેણું દે છે ને કે, ભાઈ ! દૂધ ધોઈને લઈ જાવ. તમારા રૂપિયા તમને દૂધે ધોઈને આપી દઈએ. કેટલા છે ? કે પાંચ હજાર. વ્યાજ કેટલું થયું ? ૫૫૭૦. તો કહે, ૫૫૭૦. પણ તમે દૂધે ધોઈને લઈ જાવ. એમ આ ઉલ્લાસથી ઉદયને વેદવાના પરિણામમાં આવ્યા છે.
મુમુક્ષુ ઃ– પાપનો ઉદય ન રોકી શકે, પુણ્યનો ઉદય રોકી શકે ?
પૂજ્ય ભાઈશ્રી :- ના, ન રોકી શકે. એવું છે કે ઉદય છે એ પરદ્રવ્યના પરિણામ છે અને પદ્રવ્યના પરિણામ છે એમાં જીવને આઘુંપાછું કરવાનો કોઈ અધિકા૨ નથી. કેમકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવ અને પરમાણુ તદ્ન જુદા છે. કોઈનું કાર્ય કોઈ કરી શકે અને કર્તા-હર્તા થઈ શકે એ વસ્તુની મર્યાદામાં જ નથી, વિજ્ઞાનની બહારની ચીજ છે. એટલે એ ઉદયને તો કોઈ રોકી શકે નહિ. ન રોકી શકે એટલે તો જ્ઞાનીઓ ઉદયમાં દેખાય છે.
‘ગુરુદેવ’ એમ કહેતા કે, ત્રણે કાળના જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. શું એક અભિપ્રાય છે ? કે એક સમયમાં પરિપૂર્ણ થવાતું હોય-પૂર્ણ વીતરાગ, વર્તમાન
Page #251
--------------------------------------------------------------------------
________________
ર૩ર.
રાજહૃદય ભાગ-૧૩ એક સમયમાં પુરુષાર્થ કરતા જો પૂર્ણ દશા થતી હોય તો બીજો સમય એને જોતો નથી. કોઈ જ્ઞાનીને નથી જોતો. મારે હજી આ કામ બાકી રહી ગયું છે ને, એ પૂરું થાય ને પછી મોક્ષ મને આવે તો વાંધો નહિ. એ કોઈ જ્ઞાનીનો અભિપ્રાય નથી. હવે
જ્યારે બધા જ જ્ઞાનીઓનો એવો અભિપ્રાય છે કે અત્યારે જ પૂર્ણ થઈ જવાય તો સારું. છતાં કોઈને કેટલો કાળ લાગે. કોઈને કેટલો કાળ લાગે. કોઈને કેટલો કાળ લાગે. એનું શું કારણ છે ? કે પોતે પણ પૂર્વે એ પ્રકારના પરિણામ કર્યા છે એટલે પોતાની પણ જે મલિનતાની યોગ્યતાઓ છે એ ઊભી છે. એ સ્વપદાર્થને વિષે વિજ્ઞાન છે. પરપદાર્થમાં જેવા પરિણામ કર્યા છે એને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો પણ આવ્યા વિના રહેવાના નથી.
પોતે રાગ કર્યો છે એ અપરાધ પોતે કર્યો છે. તો અપરાધનો દંડ મારે ભોગવવો નથી. અપરાધ કરવો છે અને દંડ ભોગવવો નથી. એવી અપ્રમાણિકતા જ્ઞાનીઓને મોક્ષમાર્ગમાં તો હોઈ શકે નહિ. એ તો સ્પષ્ટ છે કે મારા બધા અપરાધો હું ભોગવી લઉં, સમભાવથી ભોગવી લઉં. વિષમ પરિણામે નહિ પણ સમભાવે હું ભોગવી લઉં અને મારી મુક્તિ થાય એમ જ હું ઇચ્છું છું. હું એમ ઇચ્છતો નથી કે મારા અપરાધ મારે ભોગવવા ન પડે અને હું મુક્તિમાં ચાલ્યો જાવ. એ પ્રકારના અપ્રમાણિકતાના વિચારો કે ભાવો જ્ઞાનીને હોતા નથી. અને એને કાંઈ ભોગવવામાં વાંધો નથી. એને દુ:ખેય નથી અને સુખેય નથી. ન તો પુણ્યના ઉદયમાં એને સુખ છે, ન તો પાપના ઉદયમાં એને દુઃખ છે. કેમકે એ સારી રીતે જાણે છે કે જે સંયોગો પ્રતિકૂળ-અનુકૂળ કહેવાય છે એ ખરેખર તો અનુકૂળ પ્રતિકુળ છે નહિ. જીવોને એની કલ્પના છે. મારે તો એ કલ્પના છૂટી ગઈ છે. જ્ઞાનદશા થતા એ કલ્પના મને છૂટી ગઈ છે. અને તે તે સંયોગો મને દુઃખ આપવા કે સુખ આપવા સમર્થ નથી. એમાંથી દુઃખ પણ આવતું નથી અને સુખ પણ આવતું નથી. પછી એ સંયોગો ઊભા થાય એમાં મારે વાંધો શું ? કે મારે કાંઈ મારે એની અંદર છે નહિ. ખુશીથી તમ તમારે આવો, તમારું લેણું લઈ જાવ. મને કાંઈ વાંધો આવે એવું નથી.
મુમુક્ષુ - જૈનદર્શન સ્ફટિક જેવું ચોખ્ખું છે.
પૂજ્ય ભાઈશ્રી :- ચોખે ચોખ્ખો માર્ગ છે. ચારે પડખેથી નિર્દોષ માર્ગ છે. એટલે એને સમ્યમાર્ગ કહેવામાં આવે છે.
બીજા લોકો તો એમ કહે છે કે, ભાઈ ! પાપ કર્યા હોય એને આપણે ધોઈ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૩
પત્રાંક-૬૭૧
નાખો. આપણે ફલાણા દેવ પાસે જાવ, ફલાણા ગુરુ પાસે જાવ, લાણી માન્યતા કરો, આટલા દાન દઈ દો, આટલા પુણ્ય કરો એટલે આપણા પાપ ધોવાઈ જાય. અહીંયાં એ વાત છે નહિ. અહીંયાં તો જે અપરાધ કર્યો એ ભલે ભોગવવો પડે. ભોગવવા માટે હું તૈયાર છું. જેમ ભૂલ કરે એ માફી માગવા તૈયા૨ છે. પ્રામાણિકતા કોને કહે ? ભાઈ ! હું ક્ષમા માગુ છું. મારી ભૂલ થઈ ગઈ. તો ક્ષમા વીરસ્ય ભૂષણું. એમ આ વી૨નું ભૂષણ છે, એમ કહે છે. કેટલા શૂરવીર છે એ જરા પણ પ્રતિકૂળતા-અનુકૂળતાની સામે ડરતા નથી. એટલે એમ કહે છે કે, અમે સારી રીતે વિશેષ પ્રકારે પ્રારબ્ધને વેદીએ છીએ.
?
શ્રી સુંદરદાસજીના ગ્રંથો પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તો કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્ત૨ સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પહોંચ લખી છે.’ એમના પ્રશ્નોનો જે ઉત્તર છે એ રૂબરૂમાં સમજાવવા યોગ્ય લાગવાથી તમને ફક્ત પહોંચ લખી છે. તમારા પ્રશ્નોનું સ્પષ્ટીકરણ આપ્યું નથી. એમ કરીને પત્ર પૂરો કરે છે. (સમય થયો છે...)
જિજ્ઞાસા : ભક્તિમાર્ગમાં આવેલ જીવના ભાવો કેવા હોય ?
સમાધાન : સત્પુરુષની ઓળખાણ થયે, તેમના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ, અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ ઉપરાંત, આશાઆશ્રિતપણે, સર્વાર્પણપણે રહીને વર્તે છે. તે જીવને યથાર્થ ભક્તિના જે અંતર વૈરાગ્યને તથા જ્ઞાનની નિર્મળતાને ઉત્પન્ન કરનારી હોય છે. (અનુભવ સંજીવની–૧૫૦૭)
જે મુમુક્ષુજીવ સત્સંગને અને આત્મકલ્યાણની યથાર્થ ભાવનાવાળા હોય, તે બીજા મુમુક્ષુની તથા પ્રકારની ભાવનાને ભલા પ્રકારે સમજે છે. તેથી તેની અનુમોદનાપૂર્વક તે ભાવના અને ભાવનાવાનનો વિશેષ આદર કરે છે. જો તેથી વિરૂદ્ધ પરિણામ હોય તો પોતાની ભાવના યથાર્થ નથી - તેમ સમજવા યોગ્ય છે. (અનુભવ સંજીવની-૧૫૦૮)
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૭૨
મુંબઈ, ફાગણ સુદ ૧૦, ૧૯૫ર
ૐ સદ્દગુસ્પ્રસાદ આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગરપ્રત્યે શ્રી સાયલા. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સ@ાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી સુંદરદાસાદિના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું. શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગરને વિનંતિ છે.
કાયા સુધી માયા એટલા કષાયાદિનો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તો યથાર્થ છે, તો પણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે, અને થઈ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કપાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય ચેષ્ટથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય.
શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં શૂરાતન અંગ” કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે - મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે,
ઈજિહુ કતલ કરિ કિયો રજપૂતો હૈં, માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર,
મારે મદ મછર , ઐસૌ રન રૂતો હૈ; મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોઉં,
Page #254
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૨
સબકો સંહાર કર, નિજ પદ પહૂતો હૈ;
સુંદર કહત ઐસૌ, સાધુ કોઉ શૂરવીર,
૨૩૫
વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ. –શ્રી સુંદરદાસ શૂરાતનઅંગ-૨૧-૧૧
તા. ૧૬-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૨ થી ૬૭૪ પ્રવચન નં. ૩૦૧
આત્માર્થી શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી સુંદરદાસાદિ’ના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું થાય તેમ કરવાને લખ્યું હતું.’ આગળના પત્રમાં ‘સુંદરદાસજી’ના ગ્રંથ પ્રથમથી છેવટ સુધી અનુક્રમે એટલે ક્રમશઃ વિચા૨વાનું થાય એમ કરશો એમ લખ્યું હતું. અત્યારે પણ ફરીને લખે છે કે મારા તરફથી વિસ્તારપૂર્વક તમોને કાગળ લખવાનું થઈ શકતું નથી પણ તમારા ચિત્તમાં વૈરાગ્ય અને ઉપશમ વિશેષ પ્રદીપ્ત રહે એટલે જાગૃત રહે, ચાલુ રહે એમ રહેવામાં સાસ્ત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી....' સત્શાસ્ત્ર છે એ વૈરાગ્ય-ઉપશમને પ્રદીપ્ત રહેવામાં એક સત્સંગ પછી એક વિશેષ નિમિત્તભૂત છે એમ જાણીને ‘શ્રી ‘સુંદરદાસાદિ'ના ગ્રંથનું...' એટલે બીજા પણ કોઈ ગ્રંથ કદાચ સૂચવ્યા હશે. નિયમિત રીતે એટલે હંમેશા. બેથી ચાર ઘડી...’ કલાક, બે કલાક, ત્રણ કલાક ‘વાંચવું પૂછવું થાય...' બે વાત લીધી છે. ખાલી વાંચી જવું એમ નહિ પણ પરસ્પર ચર્ચા કરવી. તેમ કરવાને લખ્યું હતું.’ આગળના પત્રમાં એવી વાત લખી હતી.
‘શ્રી સુંદરદાસના ગ્રંથો પ્રથમથી કરીને પ્રાંત સુધી વિશેષ અનુપ્રેક્ષાથી હાલ વિચારવા માટે તમને તથા શ્રી ડુંગ૨ને વિનંતિ છે.’ પોતે એ ગ્રંથો વાંચ્યા છે અને એ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૬
રાજહૃદય ભાગ-૧૩
ગ્રંથો આ બંને ભાઈઓ પણ વાંચે એવી એમને સૂચના લખી છે. ‘વિશેષ અનુપ્રેક્ષાથી...' ખૂબ ભાવનાથી. વારંવાર જેની ભાવના હોય, આત્મકલ્યાણની ભાવનાપૂર્વક, વિશેષે કરીને આત્મકલ્યાણની ભાવનાપૂર્વક એ વિચારવાનું થાય એ વિનંતિ છે. એ આગળના પત્રના અનુસંધાનમાં થોડી વાત છે. ત્યારપછીના Paragraphમાં વિષય બદલાય છે.
કાયા સુધી માયા (એટલે કષાયાદિનો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે...' એવો અભિપ્રાય આવ્યો છે કે, ભાઈ ! જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી જીવને શરી૨ સંબંધિત અનેક જાતના પરિણામો રહ્યા કરે. માયા એટલે મમતા. શરીરની મમતા હોય એટલે શરીરની જાળવણી, શરીરની સાચવણી, શરીરની સંભાળ એ પ્રકારના કષાયના જે પરિણામ છે, વિષય કષાયના પરિણામ, શરીર તંદુરસ્ત રહે તેના માટે ઉપાયો, આહારાદિ વિષયો, શરીરને પોષણ મળે એવા આહાર લેવા એ વગેરે વિષય. એમ કાયા હોય ત્યાં સુધી તો એ બધું રહ્યા કરે. ‘કાયા સુધી માયા...' એટલે કાયા કચાં સુધી હોય ? જિંદગીના છેડા સુધી. માયા કચાં સુધી હોય ? કે માણસ મરે ત્યાં સુધી પછી એને તો કાંઈ એ પરિણામ છૂટવાનો અવસર દેખાતો નથી. એટલો શરી૨ સાથેનો નિકટ સંબંધ છે. જીવની પણ એવી પોતાની યોગ્યતા જોવે છે. પૂર્વ સંસ્કાર પણ એ પ્રકારના શરીર સંબંધિત દેહાત્મબુદ્ધિના છે. એટલે એમને એમ લાગ્યું છે કે, જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી શરીરની માયા મૂકી શકાય, મમતા મૂકી શકાય કે કષાય મૂકી શકાય એવું લાગતું નથી. એવો જે ‘ડુંગરભાઈ’નો અભિપ્રાય છે તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તો યથાર્થ છે,...’ એટલે સામાન્યપણે બધા જીવો માટે તો એ લાગુ પડે છે. ઘણું કરીને તો એ બધાને લાગુ પડે છે.
‘તોપણ....’ સર્વથા નથી એમ કહેવું છે. તોપણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે,...’ છતાં પણ કોઈ એવા મહામુનિઓ હોય છે. એ મુનિરાજ સંજ્વલનકષાયમાં વર્તે છે. એ પણ વિશેષ પુરુષાર્થ કરીને ‘સર્વ પ્રકારના...’ એટલે ચારેય. ક્રોધ, માન, માયા, લોભ ચારેય સંજ્વલન આદિ કષાયનો અભાવ...’ એટલે ક્ષય કરી શકે છે, ક્ષય થઈ શકવા યોગ્ય છે. ક્ષય ન જ થાય એવું અમને લાગતું નથી. કોઈ પુરુષવિશેષ એટલે કે એવા કોઈ પુરુષાર્થધારી મુનિરાજ હોય, કેવળજ્ઞાન લેવાનો પુરુષાર્થ કરે તો એને કાયા હોય તોપણ એ કષાયનો ક્ષય કરીને, અભાવ કરીને કષાયરહિતપણે
Page #256
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૨
૨૩૭
પોતાના આત્માની સ્થિતિ થઈ શકવા યોગ્ય છે, એ વાત સંભવે છે, એ વાત તદ્દન અશકય દેખાતી નથી. કાયા હોય એટલે કષાય રહે જ એવો નિયમ બધાને લાગુ પડતો નથી. સામાન્ય સંસારીજીવોની વાત જુદી છે અને કોઈ પુરુષાર્થ વિશેષ એવા મુનિરાજ હોય તો એની વાત જુદી છે.
ફરીથી, “તે અભિપ્રાય પ્રાયે ઘણું કરીને) તો યથાર્થ છે, તોપણ કોઈ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઈ શકવા યોગ્ય લાગે છે,...’ કેવળ એટલે સર્વથા નાશ થઈ શકવા યોગ્ય લાગે છે, સંભવે છે. ‘અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઈ શકે.’ એનો અર્થ એ છે કે કોઈપણ શરીરધારી આત્મા સર્વથા રાગ-દ્વેષ રહિત પણ હોઈ શકે ખરો. શરીર હોય એટલે એને રાગ-દ્વેષના કષાયો હોય જ, એવો કોઈ નિયમ સંભવતો નથી. એટલે એ બની શકવા યોગ્ય છે.
રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં...' રાગ-દ્વેષ રહિત આ પુરુષ છે. કોઈ એક શરીરધારી જીવને જોઈને આ રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી.....' એના બાહ્ય વર્તણુંકથી, ‘સામાન્ય...’ એટલે બધા જીવો જાણી શકે એમ બની શકે નહીં.... જો એમ બની શકે તો તો બધા જ વીતરાગને ઓળખે. પણ સમવસરણમાં આવેલા પણ બધા ઓળખતા નથી. સમવસરણ બહાર રહી ગયા એને તો પછી વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ તો વિરોધ પણ કરી શકે છે. પણ સમવસરણમાં આવેલા બધા જીવો પણ વીતરાગને ઓળખતા નથી. નહિતર એ ઉત્કૃષ્ટ નિમિત્ત છે.
નીચેના ગુણસ્થાને તો રાગ-દ્વેષ સહિતની કેટલીક ક્રિયાઓ જોવામાં આવે છે. સત્પુરુષને, મુનિરાજને આહારાદિની. તો એને રાગ-દ્વેષ હજી છે એમ સાબિત થાય છે. પણ વીતરાગ તો જ્યારથી કેવળજ્ઞાન થયું ત્યારથી એ તો પ્રતિમાવત્ બિરાજમાન રહી જાય છે. ક્યારેક ક્યારેક દિવ્યધ્વનિ છૂટે તોપણ એમના હોઠ હલે, મોઢું ખુલે, કંઠ હલે કે આંખોમાં ફે૨ફા૨ થાય, છદ્મસ્થ માણસ બોલે (ત્યારે) એની આંખોની અંદ૨ ફેરફાર થાય અથવા મેષોન્મેષ-આંખના પલકારા થાય એવું કાંઈ બનતું નથી. ભગવાનને ધ્યાનસ્થ અવસ્થામાં આંખનો પલકારો પણ નથી થતો. એટલું પણ હલનચલન નથી. પ્રતિમાવત્ છે. પછી બીજી તો વાત રહેતી નથી. આંખનો પલકારો નથી પછી બીજી તો વાત રહેતી નથી કે બીજું હલનચલન થાય છે. એવા પ્રતિમાવત્ વીતરાગ હોય તોપણ જીવ ન ઓળખી શક્યો આ તે કેવી
Page #257
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
૨૩૮
મૂંઢતા ગણવી ! પોતાને વિચારવા જેવી છે. પોતે ગયો છે ને ?
અનંત વા૨ સમવસરણમાં પોતે જઈ આવ્યો છે. અને ત્યાં પણ વીતરાગને ન ઓળખ્યા ? રાગી-દ્વેષી હોય એને તો ન ઓળખી શકે કે, ભાઈ ! આને તો રાગ થાય છે, આને તો દ્વેષ થાય છે, આને તો મોહ દેખાય છે. ભલે ચારિત્રમોહ હોય. એ ક્યાં ઓળખે છે કે દર્શનમોહ કેવો અને ચારિત્રમોહ કેવો. એ તો હજી જીવ ભેદ નથી પાડી શકતો. પણ જે સર્વથા નિર્મોહદશાને પામ્યા અને મોહ રાગ-દ્વેષની કોઈ ચેષ્ટા જેને વિષે નથી એવા સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રને જીવ ન ઓળખી શક્યો એ એક આશ્ચર્ય જેવી વાત ગણવી જોઈએ ! કેમ એમ થયું હશે ? એ આજે વિચારતા તો નવાઈ લાગે એવું છે. પણ થયું છે એ વાત હકીકત છે. એટલે એમ લખે છે.
?
રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં...' સામાન્ય જીવોની સ્થિતિ એવી નથી કે વીતરાગને જોઈને પણ આ રાગ-દ્વેષ રહિત થયા છે એમ ઓળખી શકતા નથી. એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી;...’ સામાન્ય માણસો ન ઓળખી શકે માટે એમને કષાયનો અભાવ નથી થયો એવો અભિપ્રાય બાંધી લેવો એ વિચારવાન માણસોને માટે તો યોગ્ય લાગતું નથી. વિચા૨વાન માણસો એમ સામાન્ય માણસોના અભિપ્રાયથી દોરવાય કે ઝાઝાંને બધાને લાગે તે બરાબર. બધાને ઘણાને બરાબર ન લાગે તે બરાબર નહિ, એવો અભિપ્રાય વિચા૨વાન પુરુષોનો હોતો નથી.
જુઓ ! આ એક વિશેષ વાત લીધી. ધાર્મિક અથવા તાત્ત્વિક જે વિષય છે એ વિષયની અંદર સામાન્ય માણસોનો એટલે કે ઘણા માણસોનો એટલે કે બહુમતિનો એમાં અભિપ્રાય કામ લાગતો નથી. એમાં તો એ વિષયના જે તજજ્ઞો હોય એનો જ અભિપ્રાય કામ લાગે છે. અને દરેક એવા જે ખાસ વિષયો છે એમાં એ જ ધોરણ અપનાવવું પડે છે.
જેમકે ડૉક્ટર છે. તો ડૉક્ટર કહે એ સાચું ? કે બીજા પચાસ માણસો ડૉક્ટર ન હોય એવા કહે એ સાચું ? કોણ કહે એ સાચું ? તબીબી વિજ્ઞાનમાં તો એનો અભિપ્રાય સાચો. બીજા ગમે તેટલા કહે એનો અભિપ્રાય સાચો નહિ. એમ વકીલ હોય. કાયદાની બાબતમાં રસ્તે ચાલતા બજારના માણસો કહે એ વાત બરાબર ? કે કાયદાના જાણકાર છે એ કહે એ બરાબર ? તો કહે છે, એમાં બહુમતિ, એકમતિ, લઘુમતિનો સવાલ રહેતો નથી.
Page #258
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૨
૨૩૯ એમ અહીંયાં એમ કહ્યું કે, વીતરાગી જિનેન્દ્ર સર્વજ્ઞપુરુષ કષાયરહિત છે. એ સામાન્ય માણસો જાણી શકે એમ બને નહિ તેથી તે સંપૂર્ણ વીતરાગ ન હોય, ઘણા માણસો એમ ન જાણે, માટે તે વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન માણસો સિદ્ધ કરતા નથી, કબુલ કરતા નથી, સ્વીકારતા નથી.
અત્યારે લઈએ કે જૈન સંપ્રદાયની સંખ્યા ઓછી થઈ ગઈ. બીજા સંપ્રદાયોમાં મનુષ્યની સંખ્યા બહુ મોટી જોવામાં આવે છે. તો જે સંપ્રદાયમાં ઘણી મોટી સંખ્યા હોય એ સંપ્રદાય સાચો. જેમાં સંખ્યા ઘટી ગઈ હોય એ સંપ્રદાય ખોટો. એવું વિચારવાન માણસો સ્વીકારતા નથી. અત્યારે સૌથી વધારે ક્રિશ્ચયન છે. ત્યારપછી અત્યારે જગતમાં મુસલમાનોનો નંબર લાગે છે. આપણો જૈનોનો તો વીસમો નંબર પણ લાગવો મુશ્કેલ છે. અને એમાં પણ જૈનત્વ સમજનારા તો આંગળીના વેઢે ગણાય એવા નીકળે એવું છે. તો બહુ થોડા છે માટે એનો અભિપ્રાય બરાબર નહિ અને ઘણા છે એનો અભિપ્રાય બરાબર. એવું સત્ય-અસત્યનો નિર્ણય કરવામાં ધોરણ અપનાવી શકાય નહિ. એ ધોરણથી કોઈ અભિપ્રાય બાંધવો જોઈએ નહિ.
એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી; કેમકે બાહ્ય ચેષ્ટથી આત્મદશાની સર્વથા સ્થિતિ સમજાઈ શકે એમ ન કહી શકાય.’ બહારના વલણથી, બહારની વર્તણુંકથી એના આત્માની દશા કેવી છે એ સર્વથા એટલે પૂરેપૂરી એની સ્થિતિ સમજાય જાય એવું કહી શકાય એવું નથી. એ વખતે પણ જીવે તર્ક કર્યો છે. આ વીતરાગ થઈ ગયા પછી આ સમવસરણનો વૈભવ એમને શું કરવા હોવો જોઈએ ? ૩૪ અતિશય હોય છે ને ? આવી બધી એમને શું જરૂર છે? એમને તો જંગલમાં ગમે ત્યાં રહીને ઉપદેશ દેવો હતો. પણ એમનો એ વિકલ્પ નથી. વિકલ્પ કોઈ બીજાનો છે. અને તે પણ એમને કાંઈ લાગતું-વળગતું નથી. એ તો પાંચસો ધનુષ ઊંચે આકાશમાં બિરાજે છે. સમવસરણ-ધર્મસભા તો પાંચસો ધનુષ ઊંચે છે.
શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં “શૂરાતનભંગ' કહ્યું છે. અંગ (એટલે એવા પ્રકરણો લખ્યા હશે. એમાં એક શૂરાતન માટેનું પ્રકરણ લખેલું છે. “શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં “શૂરાતનભંગ' કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસપરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે –' બહુ સારું વર્ણન કર્યું છે એમ કરીને પોતે એમનું એક પદ ટાંક્યું છે. શોધવા માટેનો ૨૧-૧૧ એમનો આંક છે. એટલે ૨૧મું પ્રકરણ હશે અને ૧૧મું આ પદ હશે. એ ગ્રંથ કેટલો મોટો હશે એ
Page #259
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
૨૪૦
વિચારી શકાય છે, જેનું ૨૧મું પ્રક૨ણ શૂરાતનઅંગ છે.
મુમુક્ષુ :- આત્મજાગૃતદશ....
પૂજ્ય ભાઈશ્રી :– હા. આત્મજાગૃતદશામાં કહ્યું છે. લખ્યું છે. એમને જે લાગ્યું એ લખ્યું છે. કેમકે ભાવ તો બહુ સારા છે.
મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે,...' કોઈ હિન્દી કવિ છે. ભારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે,...' પીસી ડારે એટલે પીસી નાખે, દળી નાખે, ભૂક્કો કરી નાખે. ઇન્દ્રિહુ કતલ કરિ કિયો રજપૂતો હૈ;.’ એવા રજપૂત છે કે ઇન્દ્રિયોની તો કતલ કરી નાખી છે. માર્યો મહા મત્ત મન,... જે મત છે ઘણો. જે Control માં ન રહે, કાબુમાં ન રહે એને મત કહેવામાં આવે છે. આ પાગલ અથવા આ હાથી ગાંડા થાય છે ને ? માર્યો મહા મત્ત મન....’
ભારે અહંકાર મી,...' મીર-શક્તિશાળી. મારે અહંકાર મી, મારે મદ મછર હૂં...' મછર એટલે ઇર્ષ્યા. મદ અને ઇર્ષ્યા. મારે મદ મછ૨ હૂં. ઐસી રન રૂતો હૈ;... રણની અંદર એવો લડે છે... એવો લડે છે કે આ બધાયના ભૂક્કા બોલાવે છે. જેટલા જેટલા જીવના દુશ્મન છે એ બધાને આ રજપૂત છે એ રણની અંદર બરાબર હરાવે છે. મારી આશા તૃષ્ણા પુનિ,...’ આશા અને તૃષ્ણાને પણ ફરીને એણે મારી છે. પાપિની સાપિની દોઉ,...' જે પાપણી છે એવી આશા-તૃષ્ણા છે. અનેક પાપ કરાવે છે. એને પણ મારી સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો હૈ;...' એ બધાય કષાયોને મારીને જે નિજપદમાં પહોંચ્યો છે.
સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર....’ ‘સુંદરદાસ' કહે છે કે એવો કોઈ શૂરવીર સાધુ છે. વૈરી સબ મારિકે, નિશ્ર્ચિત હોઈ સૂતો હૈ.’ બધા વેરીને મારીને હવે તો એય..! નિશ્ચિંત થઈને સૂતો છે. હવે કોઈને મારવાના બાકી રહ્યા નથી. આરામથી સૂઈ ગયો છે. એવું એક પદ એમણે વાંચ્યું છે, જે અહીંયાં આ બંને ભાઈઓને વિશેષ પ્રે૨ણા માટે (ટાંક્યું છે). જુઓ ! કેવી ઉલ્લાસ પરિણતિથી એમણે લખ્યું છે ! કેવું એમનું શૂરાતન છે ! ‘સુંદરદાસજી’નું ભાવશત્રુને મારવા માટેનું કેવું શૂરાતન છે ! જુઓ ! એમ કરીને એ પદને દોહરાવ્યું છે.
મુમુક્ષુ ઃ:- સત્શાસ્ત્રની Lineમાં મુકયા છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. સત્શાસ્ત્રની Line માં મૂક્યા છે.
‘ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં સત્શાસ્ત્ર એક વિશેષ આધારભૂત
Page #260
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૩
૨૪૧
નિમિત્ત જાણી, શ્રી સુંદરદાસાદિના ગ્રંથનું...' વાંચન કરવાનું, નિયમિત વાંચન કરવાનું કહીએ છીએ. અને વાત પણ એમને તો વાણી ઉપરથી ખ્યાલ આવતો હતો કે આ જીવે કોઈ Line પકડી છે કે નહિ. આત્મજાગૃતિ એની સારી દેખાય છે. જાગૃતિ બે તબક્કામાં સમજવામાં આવે છે. એક તો જે સમ્યગ્દર્શનની સમીપ હોય એવા મુમુક્ષુને આત્મજાગૃતિ વિશેષે કરીને હોય છે અને એક સમ્યગ્દષ્ટિ ધર્માત્માને પણ આત્મજાગૃત દશા હોય છે. હવે ગમે તે હોય આત્મજાગૃતિ તો એમની જોવામાં આવી છે. એ સ્પષ્ટ લખેલું છે.
જુઓ ! એ સંપ્રદાય સામું નથી જોતા. એ જીવ કયા સંપ્રદાયમાં અત્યારે છે એમ નથી જોતા. એણે સંપ્રદાય છોડ્યો હતો કે નહોતો છોડ્યો એ નથી જોતા. કેમ ? કે આત્મજાગૃતિ તિર્યંચને આવે છે. ધર્મ તિર્યંચ પામે છે. એને કયાં સંપ્રદાય છે ? એમ મનુષ્ય પણ કોઈ પણ સંપ્રદાયમાં હોય તોપણ સંસ્કારી જીવ હોય તો ત્યાં પણ ફરી જાય.
‘ગુરુદેવ’ સંસ્કારી હતા તો હજી સંપ્રદાય નહોતો બદલ્યો. ‘શ્રીમદૂજી’ પોતે પણ સંસ્કારી હતા, સંપ્રદાય નહોતો બદલ્યો અને જ્ઞાનપ્રાપ્તિ બંનેને થઈ છે. આત્મજાગૃતિ મુમુક્ષુતા તો આવી પણ જ્ઞાનપ્રાપ્તિ પણ બંનેને થઈ છે. આપણી પાસે તો બહુ મોટા ઉદાહરણ છે. એટલે સંપ્રદાય ઉપ૨ નજર દોડાવવા જેવી નથી કે આ ‘સુંદરદાસ’નું લખ્યું છે એ કચા સંપ્રદાયમાં હશે ? જૈન હશે કે અજૈન હશે ? કોણ હશે ? અરે..! જે હોય તે. એણે લખ્યું છે શું ? બરાબર છે કે નહિ ? સત્યની કસોટી ઉ૫૨ ચડાવીને એ સત્ય છે કે અસત્ય છે એટલો જ નિર્ણય કરવો રહે છે. એ ૬૭૨ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૭૩
મુંબઈ, ફા. સુદ ૧૦, રવિ, ૧૯૫૨
ૐ શ્રીસદ્ગુરુપ્રસાદ
શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી.
યથાર્થશાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
રાજહૃદય ભાગ-૧૩
અસદ્ આગ્રહનો તથા કેવળ વેષવ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.
૬૭૩. એ ‘લલ્લુજી’ ઉ૫૨નો છે. ૐ શ્રી સદ્ગુરુપ્રસાદ' સદ્ગુરુની કૃપા, એની ભાવના.
મુમુક્ષુ :- સદ્ગુરુપ્રસાદ એમ ચા૨ વખત આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી :- :- હા. ચાર વખત આવ્યું. પ્રસાદ એટલે ગુરુની મહેરબાની, ગુરુની કૃપા. ગુરુનો અનુગ્રહ જેને કહેવામાં આવે છે. એ સદ્ગુરુના અનુગ્રહની ભાવના ભાવી છે.
શ્રી સાયલાક્ષેત્રે ક્રમે કરીને વિચરતાં પ્રતિબંધ નથી.' ક્રમે એટલે તમે વિહા૨ કરો છો એમાં ક્રમશઃ આગળ વધતા સાયલા' જાવ તો કાંઈ પ્રતિબંધ નથી. એટલે અમારા તરફથી એ બાબતમાં તમને રોકવાનું કા૨ણ નથી. એમ કે ગમે ત્યાં વિહાર કો પણ તમારો ત્યાગીનો વેષ છે અને લોકો તમારી પાસે ઉપદેશ સાંભળવા આવે છે. ઉપદેશકો માટે આ એક માર્ગદર્શન છે.
યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય...’ પ્રારબ્ધયોગે કરીને. હજી આત્મજ્ઞાન ઉત્પન્ન ન થયું હોય તોપણ બીજા જીવો એને પૂછવા આવતા હોય, એની વાત સાંભળવા આવતા હોય અને ઉપદેશક તરીકે માનતા હોય કે, ચાલો, આપણે એનો ઉપદેશ સાંભળવા જઈએ. પોતે શું માને છે એ બીજી વાત છે પણ બીજા તો એમ માને છે અથવા દેખાવ પણ એવો છે કે આ ઉપદેશ આપે છે. એનો ઉપદેશ બીજા ગ્રહણ કરે છે. એવું ‘ઉપદેશકપણું વર્તતુ હોય તે જીતે...’ પોતાના ઉપદેશમાં જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે,...' જુઓ ! સિદ્ધાંતની વાત ન લીધી. કેમકે સિદ્ધાંતની અંદર એ વિષય એટલો સૂક્ષ્મ છે કે પોતાની પહોંચ છે કે કેમ એ બીજી વાત છે.
આપણે ત્યાં વાંચનમાં અને વાંચનકારોના વિષયમાં સિદ્ધાંતિક વિષય મુખ્યપણે ચાલે છે. સિદ્ધાંતનો વિષય એટલો સૂક્ષ્મ છે કે એમાં ભાગ્યે જ કોઈકની સ૨ખી- યથાર્થ પહોંચ હોય. બાકી લગભગ અધૂરી પહોંચ હોય અને એમાંથી પછી
Page #262
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૩
૨૪૩ વિચારભેદો ઉત્પન્ન થવાની સંભાવના ઘણી રહે છે. અને એ પરિસ્થિતિ આજે સ્પષ્ટ જોવામાં આવે છે. એમને તો પહેલેથી જ Queue માં મૂકી દીધા છે. લલ્લુજી જેવાને Lineમાં મૂકી દીધા છે.
જો યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયું નથી. તો જે પ્રકારે જીવોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, ઉપશમ ઉત્પન્ન થાય અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત....” જે જે જીવો પ્રસંગે ઉપદેશ સાંભળવા આવતા હોય એવા જીવોને ઉપદેશ આપવો ઘટે. આ પ્રકારે તમારે મુખ્યપણે ઉપદેશ આપવો. સિદ્ધાંતની ચર્ચામાં આ તબક્કે તમારે જવા યોગ્ય નથી. એમ સ્પષ્ટ વાત છે. “અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ્ આગ્રહનો. અને જે તે સંપ્રદાયમાં રહેલા જીવોને આગ્રહ થઈ ગયા હોય, કદાગ્રહ થઈ ગયા હોય, અસઆગ્રહ થઈ ગયા હોય. આમ તો હોવું જોઈએ, પહેલા આમ તો એને કરવું જ જોઈએ, જેન હોય એને પહેલા આટલું તો હોવું જોઈએ, આમ તો એને થવું જ જોઈએ એમ કરીને જે આગ્રહમાં આવી ગયા હોય એવા “અસત્ આગ્રહનો તથા કેવળ વેષવ્યવહારાદિનો અભિનિવેશ ઘટે.” અને સંપ્રદાયની જે રૂઢી, રીવાજ, વેષ, વ્યવહાર. સંપ્રદાયના વેષ અને સંપ્રદાયના વ્યવહાર, એનો અભિનિવેશ ઘટે, એનું અહંપણું ઘટે, એનો આગ્રહ ઘટે, એનો અભિનિવેશ ઘટે તે પ્રકારે એને ઉપદેશ પરિણામી થાય. એવા જીવોને તે તે પ્રકારનો ઉપદેશ એના આત્મામાં સ્થાન પામે.
તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. તે પણ કેવી રીતે ? મુખ્ય લક્ષ આ છે. આત્મહિત કેમ થાય ? અર્થ એટલે પ્રયોજન. હિત થવાનું પ્રયોજન છે. એટલે જે કોઈ પ્રસંગે સાંભળવા આવે એ પ્રસંગ પ્રાપ્ત જીવોને ફક્ત એનું આત્મકલ્યાણ કેવી રીતે થાય ? એની મુખ્યતાથી વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો ઉપદેશ અત્યારે તમારે આપવો. એથી આગળ તમારે જાવું નહિ.
જુઓ ! ભલે લલ્લુજીને લખ્યું છે પણ યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા જે જીવોને કોઈને પણ બીજાને કહેવાનો પ્રસંગ હોય, ઉપદેશકપણું એટલે શું ? એમ નહિ કે ભાઈ ! વાંચનકાર છે માટે બધા સાંભળવા આવે છે એમ નહિ. ભલે પાંચ જણા પૂછવા આવતા હોય અને પોતે ઉત્તર દેનારો હોય. વાંચન ન કરતો હોય. પણ પાંચ-પચ્ચીસ એને પૂછવા આવે, એ પૂછવા જાય એવી પરિસ્થિતિ સમાજમાં ન હોય. એને લોકો પૂછવા આવે તો લોકો એનો કાંઈક આધાર પકડે છે ને? ભાઈ ! આ કાંઈક સમજદાર છે અથવા અધ્યયનવાળા છે, આણે જાણ્યું છે, આ કાંઈક
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૪
રાજહૃદય ભાગ-૧૩ સમજ્યા છે. અને આપણે આને કાંઈક પૂછો. આપણને ન સમજાતું હોય તો એને પૂછો. અથવા તો કાંઈક એમની પાસેથી મેળવો. મેળવવાની આકાંક્ષાથી યોગ્યતા જોઈને, ક્ષયોપશમ જોઈને કોઈપણ પ્રકારે એની પ્રાપ્તિ માટે જતા હોય, એ સર્વને બધાને લાગુ પડે છે.
મુમુક્ષુ :- મુમુક્ષુ મુમુક્ષુ અંદર આપસમાં ચર્ચા કરે, ચાલતા ચાલતા પણ કોઈવા૨ થાય, ઘરે પણ કોઈવાર થાય તો એમાં મુખ્યતા આ વિષયની હોવી જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી :– મુખ્યતા રહે. સત્સંગમાં તો અનેક વિષય ચર્ચાય, બધા પડખાં ચર્ચાય. અહીંયાં અપેક્ષા ઉપદેશક માટે છે. જે માણસ વિશેષ યોગ્યતામાં જેની છાપ હોય અથવા વિશેષ જાણકાર તરીકે, વિદ્વાન તરીકે, પંડિત તરીકેની જેની છાપ હોય. અને લોકો એને પૂછે. અને એના જવાબોને કાંઈક વિશ્વાસથી જોતા હોય. એના ઉત્તર સંબંધી વિશ્વાસ રાખતા હોય કે આની વાત આપણે ગ્રહણ કરવી. તો એણે શું કરવું એટલી વાત છે. જે Point છે એ આટલો છે. સત્સંગનો Point નથી. સત્સંગમાં તો અનેક ચર્ચાઓ નીકળે. બધી ચર્ચાઓ નીકળે એનો કોઈ સત્સંગમાં વાંધો નથી. કેમકે એમાં તો વિચારોની આપ-લેનો પ્રશ્ન છે. એની અંદર શું છે કે જે વાત આવે છે એને બે જણા, ચાર જણા Table ઉપ૨ વચ્ચે રાખીને તપાસે છે. કોઈક આ બાજુ બેસીને તપાસે છે તો કોઈક આ બાજુ બેસીને તપાસે છે તો કોઈક પેલી બાજુ બેસીને તપાસે છે કે ભાઈ ! મને તો આ વાત આમ દેખાય છે. ઓલો કહે કે મારી દૃષ્ટિમાં તો આ વાત આ રીતે આવે છે. તમને એમ લાગે છે એનું શું કારણ ? મને આમ લાગે છે એનું શું કારણ ? એમાં કોઈની વાત કોઈને સ્વીકારવી એ પ્રશ્ન, એ પરિસ્થિતિ ત્યાં નથી. જ્યાં સમગુણી અથવા સમકક્ષ જીવોનો
વિશ્વાસ હોય કે ભાઈ ! આપણે આની વાત ગ્રહણ કરવી. તો તમારે જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય એ પ્રકારે તમારે એ પ્રસંગપ્રાપ્ત જીવોને એવી વાત કરવી, એ વિષય તમારે લેવો. બીજો વિષય તમારે લેવો નહિ. એમ લલ્લુજીને સ્પષ્ટ સૂચના કરે છે.
મુમુક્ષુ :- કાગળ લખવાની કે પત્ર વ્યવહાર કરવાની
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ પત્રવ્યવહાર પણ કરે છે ને. પોતે પત્રવ્યવહાર પણ કરતા હોય તો.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૫
પત્રાંક-૬ ૭૩
મુમુક્ષુ – એમાં આ વૈરાગ્ય ઉપશમાદિની વાત કરવી.
પૂજ્ય ભાઈશ્રી:- હા, પોતે જો એ સ્થાને હોય તો. પોતે ઉત્તર દેવાના સ્થાને હોય તો. પૂછનાર હોય એની વાત જુદી છે, વિચારવાની વાત જુદી છે અને ઉત્તર દેનારની વાત જુદી છે. અહીંયાં તો વાત એમણે ઉત્તર દેનારની લીધી છે.
મુમુક્ષુ :- ... સરળ પરિણામી જીવો, મુમુક્ષુ ચર્ચા કરવા બેસે એટલે ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો છે જ કે સરળ પરિણામથી અને શુદ્ધ હેતુથી, શુદ્ધ અંતઃકરણથી સત્યને પામવા માટે અથવા આત્મહિતને પામવા માટે જો કાંઈ ચર્ચા કરવા બેસે, વિચારોની આપ-લે કરવા બેસે તો એનું ફળ સારું જ આવે, એનું ફળ ખરાબ ન આવે. એ વાત નક્કી છે. અને એટલા માટે એવા સત્સંગને અનુમોદવામાં આવ્યો છે, એવો સત્સંગ કરવો એમ સત્પરુષોએ પોકારી પોકારીને કહ્યું છે. એમ જ કરવું જોઈએ.
ક્રમે કરીને તે જીવો.” એટલે આ તો શું છે “લલ્લુજીને લખ્યું છે પણ જે જીવો વિદ્વાન હોય, પંડિત હોય, વાંચનકાર હોય, વાંચન ન કરતા હોય અને વિદ્વતાને લઈને બીજા એને પૂછતા હોય એ બધાને લાગુ પડે છે. આ વાત એ લોકોને લાગુ પડે છે. પૂછનારને લાગુ નથી પડતી. તેમ સત્સંગનો વિષય પણ જુદો રહે છે.
મુમુક્ષુ :- સામેથી તો કોઈને લખવાનું કે કહેવાનો સવાલ જ નથી. પૂજ્ય ભાઈશ્રી:- કોના માટે સવાલ નથી રહેતો ? મુમુક્ષુ :- મુમુક્ષુને.
પૂજ્ય ભાઈશ્રી :- હા. મુમુક્ષુને તો એ પ્રશ્ન જ નથી. બોલવામાં કે લખવામાં કોઈ તત્ત્વનો વિષય પોતે વિચારોની આપ-લે માટે છેડી શકે છે. અરસપરસ મુમુક્ષુઓ-મુમુક્ષુઓ વચ્ચે પત્રવ્યવહાર હોય. પોતાને જે વિચારમાં વાત આવી હોય, સમજવામાં આવી હોય એનું નિવેદન કરે. પોતાના દોષોનું, ગુણોનું બીજું-ત્રીજી રીતે. એ બધું તો થઈ શકે. પણ કહેવાનું એટલે ઉપદેશ આપવાનો પ્રશ્ન નથી રહેતો. સમજાવવાનો પ્રશ્ન નથી રહેતો. સમજવા માટે ગમે તે વાત થાય અને સમજાવવા માટે ગમે તે વાત થાય, બે વાત જુદી છે. હેતુ સમજવાનો છે કે હેતુ સમજાવાનો છે ? બસ ! ચોખ્ખી વાત થવી જોઈએ. મુમુક્ષુએ બીજાને તો સમજાવવાનો પ્રશ્ન રહેતો નથી. સમજવા માટે પરસ્પર ગમે તે વિચારોની આપ-લે કરે. પછી ભેગા થાય ત્યારે ચર્ચાના રૂપમાં કરે. ભેગા ન હોય ત્યારે પત્રોના રૂપમાં
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
રાજહૃદય ભાગ–૧૩ કરે. એ તો એકની એક જ વાત છે. | મુમુક્ષુ - ઘણી વખતે વિચારમાં એમ આવે કે પરિવારવાળા લોકો આ વાત સમજે તો સારું. એમને સમજાવવાનો ભાવ રહ્યા કરે અથવા કોઈ મિત્ર લોકો જે બહાર પ્રદેશ, દૂર ક્ષેત્રમાં રહેતા હોય. - પૂજ્ય ભાઈશ્રી – એમાં એમ કહી શકાય કે, ભાઈ ! આ વિષય આત્મહિતનો છે માટે તમે એમાં રુચિ કરો. આ આત્મહિતનો એક પરમ કલ્યાણકારક આખા જગતમાં ક્યાંય નથી એવો એક માર્ગ આત્મહિત માટેનો હોવાથી તમારા પ્રત્યેની મારી સદ્દભાવનાને લીધે તમે એ માર્ગમાં આવો, એની નજીક આવો, એ માર્ગની ઝચ કરો, એમ કહી શકાય. પણ માર્ગની પ્રરૂપણા ને નિરૂપણાનો અધિકાર નથી. બે વાત જુદી જુદી છે. એક હિતેચ્છુ તરીકે એ માર્ગ તરફ ખેંચવા એક વાત છે અને એ માર્ગનો ઉપદેશ કરવો એક બીજી વાત છે. એમાં યોગ્યતા ઘણી જોઈએ. એમાં ઘણી તૈયારી જોઈએ. એમાં અધકચરા જીવોનું એ કામ નથી, અધકચરા જીવો એ કાર્ય કરવા જાય તો એને માટે જોખમ ઘણું છે અથવા એને પોતાને પણ નુકસાન થાય, બીજાને તો લાભ થવાનો પ્રશ્ન જ રહેતો નથી. માટે એણે મર્યાદા શું રાખવી? કે ભાઈ ! આ એક આત્માના પરમકલ્યાણનો વિષય છે. મારું ધ્યાન મારી યોગ્યતા પ્રમાણે કાંઈક પહોંચ્યું છે. હું ઈચ્છું છું કે તમે પણ આ માર્ગને સમજીને અનુસરો. હું એમ કહેતો નથી કે તમે મારા કહેવાથી આંધળું અનુકરણ કરો. એટલી મધ્યસ્થતા રાખે. બીજાને કહે તોપણ એટલી મધ્યસ્થતા રાખે, કે હું એમ કહું છું કે તમે સમજીને અનુકરણ કરો કે અનુસરણ કરો. મારા કહેવાથી આંધળું અનુકરણ કરો એવું હું પણ કહેવા માગતો નથી.
મુમુક્ષ:- આચાર્ય ભગવાને એમ જ કીધું.
પૂજ્ય ભાઈશ્રી :- બધા એમ જ કહે. જ્ઞાની હોય અથવા મધ્યસ્થ સરળ મુમુક્ષુ હોય એ મુમુક્ષુની સરળતાથી માંડીને આચાર્યો પર્વતના બધા એમ જ કહે. બીજી રીતે કહે જ નહિ. હું કહું છું માટે તમે માનો એવો આગ્રહ કે એવો દુરાગ્રહ એ મધ્યસ્થતાનો અભાવ બતાવે છે. એમાં મધ્યસ્થતા નથી રહેતી.
ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. જુઓ ! શું કીધું ? “લલ્લુજી ઉપદેશ દેવાના ઠેકાણે છે તો એમ કહે છે કે એ જીવો માર્ગની સન્મુખ થાય, માર્ગની સમીપ થાય એવો તમારી શક્તિ પ્રમાણે ઉપદેશ કરજો. માર્ગની સમીપ આવવા માટેનો કે આ માર્ગ છે. અને લગભગ તો
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૭
પત્રાંક-૬૭૪ એમ જ કરતા. જે કોઈ “કૃપાળુદેવના સંસર્ગમાં આવેલા મુમુક્ષુ એ પોતે ઉપદેશક નહિ બનતા. એ પોતે “કૃપાળુદેવ બાજુ આંગળી ચીંધતા હતા. એક મહાપુરુષ છે, અમને પરિચય થયો છે. ગૃહસ્થ અવસ્થામાં છે, ગુપ્ત છે. તમે પણ પરિચય કરો. પરિચય કરીને કાંઈક તમને એમ લાગે તો સત્સમાગમ કરજો). અમને તો એમ લાગે છે કે આત્મકલ્યાણ કરવા માટે બહુ સારું ઠેકાણું છે, અમારી તો કાંઈ એવી શક્તિ નથી કે તમને કાંઈ સમજાવી શકીએ, કહી શકીએ, એ જે બતાવે છે એવું તમને બતાવી શકીએ એવી અમારી શક્તિ નથી. એમ કહે. પણ તમે એની પાસેથી કાંઈક પરિચય કરો, એના સંગમાં જાવ, સમાગમમાં જાય તો સારું. એવી રીતે એ લોકો દોરતા હતા. કેમકે પોતે પ્રત્યક્ષ વિદ્યમાન હતા ને એટલે. પછી એમના ગયા પછી તો ત્યાં પણ થોડી ગડબડ શરૂ થયેલી કેમકે પછી જે જે લોકોને જેટલું જેટલી કાંઈ જ્ઞાનપ્રાપ્તિ અથવા માહિતી હતી એ અનુસાર દરેક પોતપોતાની રીતે ચાલે એટલે નોખા નોખા પડે એ તો સ્વાભાવિક વાત છે. એ ૬૭૩ (પત્ર પૂરો થયો.
પત્રાંક-૬૭૪
મુંબઈ, ફા. વદ ૩, સોમ, ૧૯૫૨
૪ સદગુરુપ્રસાદ દેહધારી છતાં નિરાવરણાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ
નમસ્કાર આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રીસાયલા.
સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાની પુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં “અભાવ' શબ્દનો અર્થ ક્ષય' ગણીને લખ્યો
જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં, બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપુરુષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાની પુરુષો અથવા દૃઢ મુમુક્ષુ જીવી જાણે છે, તેમ જગતના જીવો શા માટે ન જાણે ? મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવી જાણે છે કે આ મનુષ્યાદિ છે, અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે, એ પદાર્થો
Page #267
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૪
૨૪૯
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો !!
શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયોગ્ય.
૬૭૪. એમાં પણ % સશ્સ્પ્ર સાદ શ્રીગુરુની કૃપા અથવા અનુગ્રહની ભાવના છે. બીજુ Heading બાંધ્યું છે. દેહધારી છતાં નિરાવરણશાન સહિત વર્તે છે. ૬૭રમાં જે ચર્ચા કરીને? કાયા સુધી માયા. તો કહે છે, એવું નથી. દેહધારી છતાં નિરાવરણશાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.” એવા જે વીતરાગો છે, અરિહંતો છે, જિનેન્દ્રો છે કે જે દેહધારી છતાં નિચવરણશાનસહિત વર્તે છે.” જ્ઞાનનું આવરણ જેને છૂટી ગયું છે. સદેહે મુક્તદશામાં વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.” એ મથાળું બાંધી લીધું. આગલા પત્રની અંદર ચર્ચા ચાલી છે એટલે વાતને સ્થાપી. એ વાતને Heading માં સ્થાપી દીધી. ત્યાં ચર્ચા કરી હતી. અહીંયાં તો સૂત્ર તરીકે સ્થાપી. નમસ્કારનું સૂત્ર છે એ.
“આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાની પુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં અભાવ શબ્દનો અર્થ ક્ષય' ગણીને લખ્યો છે. ૬૭૨માં જે ફાગણ સુદ ૧૦નો પત્ર છે અઠવાડિયા પહેલાનો એમાં જે અભાવ શબ્દ વાપર્યો છે, આમાં એ શબ્દ છે બીજી લીટીમાં. (પાનું) ૪૯૩માં છે ને ? સંજ્વલનાદિ કષાયનો અભાવ. એ અભાવ શબ્દ એક જગ્યાએ વાપર્યો છે. કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ...” અભાવ એટલે ક્ષય થઈ શકવા યોગ્ય લાગે છે....' ક્ષય શબ્દ એટલા માટે બોલવામાં લીધો હતો કે અહીંયાં એનો અર્થ એમણે ક્ષય કર્યો છે. અભાવ એટલે મંદતા નહિ એમ કહેવું છે. કષાયની મંદતા એ કષાયનો અભાવ નથી, ક્ષય નથી. કષાયની તીવ્રતા અને કષાયની મંદતા એ તીવ્ર મંદતાનો Factor જુદો છે અને કષાયનો અભાવ થવો એ મુદ્દો આખો જુદો છે. તીવ્રતા-મંદતામાં તો કોઈપણ જીવ આવે છે. નિગોદનો જીવ પણ કષાયની મંદતામાં આવે. એના ફળમાં બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય થઈ જાય. પણ કષાયનો અભાવ તો સમ્યમાર્ગની પ્રાપ્તિ થતાં જ
Page #268
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૪
૨૪૯
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો !!
શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયોગ્ય.
૬૭૪. એમાં પણ 35 સદ્દગુરુપ્રસાદ’ શ્રીગુરુની કૃપા અથવા અનુગ્રહની ભાવના છે. બીજુ Heading બાંધ્યું છે. દેહધારી છતાં નિરાવરણ જ્ઞાનસહિત વર્તે છે...” ૬ ૭રમાં જે ચર્ચા કરીને? કાયા સુધી માયા. તો કહે છે, એવું નથી. દેહધારી છતાં નિાવરણશાન સહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.” એવા જે વીતરાગો છે, અરિહંતો છે, જિનેન્દ્રો છે કે જે દેહધારી છતાં નિચવરણશાન સહિત વર્તે છે.” જ્ઞાનનું આવરણ જેને છૂટી ગયું છે. સદેહે મુક્તદશામાં વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.” એ મથાળું બાંધી લીધું. આગલા પત્રની અંદર ચર્ચા ચાલી છે એટલે વાતને સ્થાપી. એ વાતને Heading માં સ્થાપી દીધી. ત્યાં ચર્ચા કરી હતી. અહીંયાં તો સૂત્ર તરીકે સ્થાપી. નમસ્કારનું સૂત્ર છે એ.
આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાનીપુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં ‘અભાવ” શબ્દનો અર્થ “ક્ષય ગણીને લખ્યો છે.” ૬૭રમાં જે ફાગણ સુદ ૧૦નો પત્ર છે અઠવાડિયા પહેલાનો એમાં જે અભાવ શબ્દ વાપર્યો છે, આમાં એ શબ્દ છે બીજી લીટીમાં. પાનું) ૪૯૩માં છે ને ? સંજ્વલનાદિ કષાયનો અભાવ. એ અભાવ શબ્દ એક જગ્યાએ વાપર્યો છે. કેવળ સર્વ પ્રકારના સંજવલનાદિ કષાયનો અભાવ.” અભાવ એટલે ક્ષય થઈ શકવા યોગ્ય લાગે છે...” ક્ષય શબ્દ એટલા માટે બોલવામાં લીધો હતો કે અહીંયાં એનો અર્થ એમણે ક્ષય કર્યો છે. અભાવ એટલે મંદતા નહિ એમ કહેવું છે. કષાયની મંદતા એ કષાયનો અભાવ નથી, ક્ષય નથી. કષાયની તીવ્રતા અને કષાયની મંદતા એ તીવ્ર મંદતાનો Factor જુદો છે અને કષાયનો અભાવ થવો એ મુદ્દો આખો જુદો છે. તીવ્રતા-મંદતામાં તો કોઈપણ જીવ આવે છે. નિગોદનો જીવ પણ કષાયની મંદતામાં આવે. એના ફળમાં બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય થઈ જાય. પણ કષાયનો અભાવ તો સમ્યકુમાર્ગની પ્રાપ્તિ થતાં જ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
રાજહૃદય ભાગ-૧૩
અભાવ થાય છે ત્યાં સુધી સમ્યક્ પ્રકારે કષાયનો અભાવ થતો નથી. એટલે ત્યાં ક્ષય થાય છે એમ લેવું.
મુમુક્ષુ :– એટલે બારમે ગુણસ્થાને રહી શકે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, થઈ શકે છે. બારમે ગુણસ્થાને દેહ હોવા છતાં પણ કષાયનો ક્ષય થાય છે, એમ કહેવું છે. અને ચતુર્થ ગુણસ્થાનથી અંશે ક્ષય થાય છે. કેમકે પહેલી ચોકડી ગઈ. આ સંજ્વલનમાં છેલ્લી ચોકડી ગઈ. આ પહેલી ચોકડી ગઈ, પછી બીજી જાય, પછી ત્રીજી જાય. એમ ચોથે, પાંચમે અને છઠે ત્રણ ગુણસ્થાને ત્રણ ચોકડીનો ક્ષય થાય છે, એમાં અભાવ થાય છે. એમ.
ગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં...' સામાન્ય રીતે જગતના જીવોને કોને રાગ-દ્વેષ ગયા છે એની ખબર પડતી નથી. વીતરાગ સુધીની ખબર નથી પડતી બીજાની તો ક્યાં ખબર પડે, એમ કહે છે. ગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં....' જુઓ ! પણ ખુલ્લી વાત એ છે કે સંપ્રદાયબુદ્ધિ કેવું બુદ્ધિ ઉપર આવરણ મૂકે છે ! નહિતર દરેક સંપ્રદાયમાં બુદ્ધિજીવી માણસો નથી ? કોઈ સંપ્રદાયમાં Barrister, Judge, વકીલો, Doctor, Engineer એવા તીવ્ર બુદ્ધિશાળી માણસો બધાના સંપ્રદાયમાં છે. બરાબર છે ? બુદ્ધિ તો છે. હવે આ વાત ખુલી છે. ભલે (અત્યારે) વીતરાગ નથી પણ વીતરાગની પ્રતિમા કેવી હોય ? વીતરાગનું બિંબ તો મૂક્યું છે ને ? જેવા વીતરાગ છે એવું જ Exact જિનબિંબ મૂકયું છે. કોઈ તુલના નથી કરતું. આપણે તો આમ હોય અને એમનામાં આમ હોય પતી ગયું. આપણે આપણું કરીએ, એ એમનું કરે.
મુમુક્ષુ :- સંપ્રદાયબુદ્ધિની આડશ આવી ગઈ.
પૂજ્ય ભાઈશ્રી :– કેવી આડશ આવે છે ? આ રાગ-દ્વેષ રહિત થયા છે એ વાત ચોખ્ખી મૂકી છે. બીજાના પ્રતિમાઓમાં શ્રૃંગાર છે, બીજું છે, ત્રીજું છે, આયુધ છે. શ્રૃંગારથી પછી આગળ વધો તો કેટલાય અશસ્ત્ર-શસ્ત્રો રાખ્યા છે, એથી આગળ વધીને બીજા એમના જે પત્ની છે એને બાજુમાં સ્થાપનમાં મૂકે છે. એમ જે જે બધા પ્રકાર ચાલે છે, પ્રતિમા સ્થાપનના જે પ્રતિષ્ઠા વિધિના, એમાં અનેક પ્રકારો છે અને એમાં આ પ્રકાર છે એ બધાથી જુદો પડે એવો રાગ-દ્વેષ રહિત નિર્દોષ પ્રકાર છે તોપણ બુદ્ધિ કેટલા લોકો ચલાવે છે ? બુદ્ધિવાળા નથી એમ તો ન કહી શકાય. બુદ્ધિ છે છતાં બુદ્ધિની યોગ્યતા કયા પ્રકા૨ની છે, એના ઉ૫૨ એ બુદ્ધિનો આંક છે અથવા મૂલ્ય છે. બુદ્ધિ છે એનું મૂલ્ય નથી. બુદ્ધિમાં યોગ્યતા કેવા પ્રકારની
Page #270
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૪
૨૫૧
છે એનું મૂલ્ય છે. બુદ્ધિ તો ઘણાની હોઈ શકે. એથી શું થઈ ગયું ? એટલે એ તો એનો વિચાર કરીએ છીએ પણ આ જીવ સમવસરણમાં જઈને પાછો આવ્યો છે. વીતરાગને નથી ઓળખ્યા કે આ રાગ-દ્વેષ રહિત પુરુષ છે. એવી પ્રતીતિ નથી કરી. એવી પ્રતીતિ એકવાર કરી હોય તો અત્યારે અહીંયાં હોય નહિ. આમ છે.
મુમુક્ષુ :- આત્મલક્ષ વગ૨ જ મોક્ષમાર્ગમાં
પૂજ્ય ભાઈશ્રી :- હા. એમાં એવું છે કે સમવસરણમાં જનારા ઘણા તો શ્રીમંડપ સુધી પણ પહોંચતા નથી. સમવસરણની અંદર બહુ મોટો વિસ્તાર છે. એમાં જે બા૨ યોજનની સભાની આગળનો જે ભાગ છે એની અંદર અનેક જાતના વૈભવી આવાસો હોય છે. જેમ આપણે કોઈ ચિત્ર પ્રદર્શનમાં જઈએ તો શરૂઆતના ચિત્રોની અંદર જોવામાં એટલું બધું આકર્ષણ રહે કે Time પૂરો થાય ત્યાં સુધી આખું પ્રદર્શન જ ન જોઈ શકાય. એમ કેટલાક જીવો તો શ્રીમંડપ સુધી જ નથી પહોંચતા. એ બધું જોવામાં, ઝાકઝમાળ જોવામાં જ રહી જાય છે. માનસ્તંભથી આગળ વધીને સમવસરણમાં દાખલ થાય છે પણ શ્રીમંડપ સુધી નથી પહોંચતા.
શ્રીમંડપમાં એટલે જ્યાં ધર્મસભા છે અને બધા ભગવાનની દેશના સાંભળવા બેસે છે એમાં પણ આ જીવ અનંત વાર જઈ આવ્યો છે પણ છતાં વીતરાગ તરીકે નથી ઓળખ્યા. બધું જોવામાં રહી જાય. ઓહો..! ભગવાનનું ભામંડળ કેવું છે ! બધા અતિશય ત્યાં પણ ૩૪ અતિશય છે. દિવ્યધ્વનિ છે. સાડા બા૨ કરોડ વાજાં વાગે છે. આકાશની અંદર દેવો દુર્દુભીઓ અને વાજાંઓ વગાડે છે. ત્યાં એવું બધું ઘણું છે. જીવ એમાં રહી જાય છે. બહા૨નો મહિમા છે ને ? બાહ્યદૃષ્ટિ છે, બાહ્ય પરિણામો છે અને બહારનું બધું જોવા મળે છે એટલે એની અંદર એવો રોકાયેલો રહી જાય છે કે મૂળ મુદ્દો જ રહી જાય છે-ભગવાનને ઓળખવાની જ વાત રહી જાય છે. કેટલાક સાંભળીને ઊંધા પડે છે. આમ કેમ કહે છે ? મને તો આમ લાગે છે. મનમાં ને મનમાં. બોલી ન શકે. ભગવાનનો પ્રભાવ એવો છે કે ત્યાં અભિપ્રાય સામે કોઈ કાઢી ન શકે. પણ મનમાં એને ફેર પડી જાય. આમ કહે છે પણ મને આમ લાગે છે, હોં ! ભલે એ આમ વાત કરે પણ મને આમ લાગે છે. એવું ઘણી વા૨ કર્યું છે. તો કેટલીયે વાર ઓઘસંજ્ઞાએ પણ રહ્યો છે. ઓઘસંજ્ઞા ટાળીને કોઈવા૨ પણ એણે ઓળખાણ કરી નથી. આ સીધી વાત છે. એમ અનેક પ્રકારે જીવ અટકયો છે.
મુમુક્ષુ :– ઉદ્દેશ નક્કી કર્યા વગર જ સમવસ૨ણમાં ગયો.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨પર
રાજહૃદય ભાગ-૧૩ પૂજ્ય ભાઈશ્રી :- આત્મકલ્યાણ માટે જાવ છું અને આત્મકલ્યાણ કરી લેવું છે. આત્મકલ્યાણ કરવા માટે આ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. એની મારે ઓળખાણ કરવી જોઈએ, ઓળખાણ માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એ વાત હોતી નથી. પણ અત્યારની જિંદગીમાં જુઓને ! ઓળખવાનો પ્રયત્ન કેવી રીતે કર્યો છે અને કેટલો કર્યો છે અને કયારે કર્યો છે?
મુમુક્ષુ – વર્તમાન ઉપરથી બધું અનુમાન લાગી શકે છે.
પૂજ્ય ભાઈશ્રી :- લાગી શકે છે. જો અત્યારે આ જિંદગી એમ ગઈ છે તો આવી અનંત જિંદગીઓ આમ જ ગઈ છે એ વાત સમજી શકાય એવી વાત છે.
શું કહે છે? “સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાનીપુરુષને વિષે બને.... જિનેન્દ્ર. એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં “અભાવ' શબ્દનો અર્થ “ક્ષય' ગણીને લખ્યો છે. જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં.” બધા જગતના જીવોને કાંઈ એની ખબર પડતી નથી કે આ જીવને રાગ-દ્વેષ ચાલ્યા ગયા છે. બાકી જે મોટા પુરુષ છે.” એટલે કે એ Line ના જાણકાર છે, મહાપુરુષ છે, મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપુરુષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે...' ઉપશમને પણ કયારેક અભાવ કહેવાય છે. કેમકે ત્યાં ઉદય નથી ને ? એટલે ઉદયનો અભાવ ગણીને ઉપશમને પણ અભાવ કહેવામાં આવે છે. એટલે ચતુર્થ ગુણસ્થાને પ્રથમમાં પ્રથમ અભાવ થાય છે. ભલે ક્ષાયિકસમ્યગ્દર્શન ન થાય તો પણ અભાવ ગણવામાં આવ્યો છે.
મહાત્માપુરુષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાની પુરુષો અથવા દઢ મુમુક્ષુ જીવી જાણે છે...” જુઓ ! એટલું તો સોભાગભાઈ પોતે પણ લખે છે કે એવા મહાત્મા પુરુષને બીજા જ્ઞાનીપુરુષો જાણે અથવા જે દઢ મુમુક્ષુ હોય, યોગ્યતાવાળા મુમુક્ષુ હોય તે જાણે “તેમ જગતના જીવો શા માટે ન જાણે ?' આવી શંકા જ્યારે કરી એમાં બે વાત તો શંકામાં રાખી દીધી કે, જ્ઞાનીપુરુષો જાણે એવા મહાત્માઓને અથવા દઢ મુમુક્ષુઓ ઓળખી લે. પણ બીજા કેમ ઓળખતા નથી ? આવો એક પ્રશ્ન પોતે વિષય છેડવાને માટે ઊભો કર્યો છે.
મુમુક્ષુ:- પોતે નિર્ણય કર્યો છે?
પૂજ્ય ભાઈશ્રી - સોભાગભાઈએ પોતે આટલો તો નિર્ણય કર્યો છે. અને વધારે એ વિષયને છેડવા માટે પોતે પ્રશ્ન મૂક્યો છે. પછી એનો ઉત્તર આપે છે કે,
Page #272
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૪
આવો તમારો જે પ્રશ્ન આવ્યો, એનો ઉત્તર આ પ્રમાણે છે.
મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને ગતવાસી જીવો જાણે છે કે આ મનુષ્યાદિ છે,...’ અહીંથી ઉત્તર શરૂ થાય છે કે બધા મનુષ્યોને જોઈને જગતવાસી જીવો એમ જાણે છે કે આ બધા માણસ જ છે. હું જેમ માણસ છું એમ બીજા બધા પણ મારા જેવા માણસ છે. અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે,...' હજી પ્રશ્ન જ છે. સમાધાન તો બીજા Paragraph થી આવે છે. એ પદાર્થો જોવાથી બેયનું જાણવું સરખું વર્તે છે,...' મહાત્માપુરુષો પણ માણસને માણસ જાણે છે, બીજા માણસો પણ માણસને માણસ જાણે છે. ગાયને ગાય જાણે છે, ભેંસને ભેંસ જાણે છે, તિર્યંચને તિર્યંચ જાણે છે, પશુ, પક્ષીને એમ જાણે છે. તો પછી ત્યાં સરખું જાણે અને આમાં ભેદ વર્તે છે કે આ વીતરાગ છે અને આ વીતરાગ નથી એમ કેમ થાય છે ? એને પણ સરખું જાણવું જોઈતું હતું. આમાં કેમ ભેદ વર્તે છે. તેવો ભેદ થવાનાં કયા કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે ?” એવો જે પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન છે કે બે વચ્ચે કેમ ભેદ રહે છે ? કે અમુક માણસો ઓળખે, અમુક માણસો ન ઓળખે, જ્ઞાની ઓળખે, તીવ્ર મુમુક્ષુ હોય એ ઓળખે, ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય એ ઓળખે અને બીજા સામાન્ય માણસો કેમ ન ઓળખે ? એ પ્રકારે લખ્યું તેનું સમાધાન :...’ નીચે પ્રમાણે છે.
૨૫૩
મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચૈષ્ટાથી જાણે છે.’ આ Paragraphમાં જ્ઞાનીની ઓળખાણ વિષેની ચર્ચા આવી છે અને તે એમના જ પ્રત્યુત્તરમાં આવી છે. શ્રીમદ્જી'ના પોતાના શબ્દોમાં જ્ઞાનીની ઓળખાણ કરવા માટેની યોગ્યતા હોવી જોઈએ. એક વાત એ આવશે. કેમકે આમાં દ્વિપક્ષી વાત છે. જ્ઞાનીની ઓળખાણ કરવી છે એ જ્ઞાની એક પક્ષમાં છે. ઓળખાણ ક૨ના૨ એક બીજા પક્ષમાં છે. તો ઓળખાણ ક૨ના૨ની પણ અમુક તૈયારી હોય તો એની ઓળખાણ થાય એ પહેલી શરત છે. અને ઓળખાણ થવી, ઓળખાણ કેવી રીતે કરવી ? એ પાછી એક બીજી વાત થઈ ગઈ. એમ બે પ્રકારે વાત છે. અહીંયાં એમણે બહુ સારો વિષય લીધો છે.
મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે.’ મનુષ્યો બીજા મનુષ્યોને અથવા તિર્યંચોને જાણે છે. આદિમાં તિર્યંચો લઈ લેવા. તો એ દેહની પ્રવૃત્તિથી જાણે છે કે આ માણસ મનુષ્યને લાયક પ્રવૃત્તિ કરે છે, જ્યારે આ જીવ તિર્યંચને લાયક પ્રવૃત્તિ કરે છે. ભલે વાંદરો હોય
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
રાજહૃદય ભાગ-૧૩ તોપણ પાણી પીવા માટે મોટું આમ માંડશે. એને પ્યાલો આપશો તો પ્યાલથી પાણી નહિ પીવે. આપણે Try કરી હતી ને ? કે તિર્યંચ કેમ છે એ ? એનામાં માણસ જેવી ઘણી બુદ્ધિ હોય. “ઈડરમાં ત્યાં બહાર રોજ સાંજે વાંદરા આવતા હતા. ચણા ને એવું નાખો તો ખાય. એના માટે એમ થયું કે આ ઓલા ક્યારામાંથી મોટું માંડીને પાણી પીવે છે. ચાર પગે થઈ મોટું નીચે વાળીને નીચે પાણી પીવે. જેમ ગાય-ભેંસ પાણી પીવે એમ વાંદરા પાણી પીવે. તો Try કરી કે આને પાણીનો પ્યાલો આપોને. આપણી જેમ પીવે છે કે નહિ ? એવી રીતે ન પીવે. તિર્યંચ છે ને ? તો એ માણસ નથી. માણસ જેવી એની આકૃતિ અને ચેષ્ટા. એના હાથના આંગળા માણસ જેવા પંજા હોય. તોપણ એ તિર્યંચ છે એની બુદ્ધિ તિર્યંચ જેવી છે, એ એમ જ વળીને પાણી પીવે. ચાર પગે થઈને. કેમકે તિર્યંચ છે. એ માણસ નથી ને તિર્યંચ છે એ કેમ ખબર પડી ? દૈહિક ચેષ્ટથી. એના દેહની જે પ્રવૃત્તિ છે એના ઉપરથી આ માણસ છે, આ તિર્યંચ છે એમ જાણી શકાય છે.
એકબીજાની મુદ્રા એના મોઢા ઉપરથી પણ ખબર પડે છે કે આ માણસ છે. પછી ભલે કોઈ માણસની મુદ્રા વાંદરા જેવી હોય ને કોઈ વાંદરાની મુદ્રા માણસ જેવી હોય તોપણ ખબર પડી જાય કે આ માણસ છે, આ વાંદરો નથી, આ વાંદરો છે ને માણસ નથી. એવી રીતે.
“એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઈન્દ્રિયોમાં જે ભેદ છે...” પછી એની ઇન્દ્રિયોમાં હાથમાં, પગમાં અવયવોમાં જે ભેદ છે, તે ચક્ષ આદિ ઇન્દ્રિયોથી
mતવાસી જાણી શકે છે” દેખાવથી જ ખબર પડી જાય છે. ચક્ષુ ઇન્દ્રિયના જ્ઞાનથી ખબર પડી જાય છે કે આ માણસ છે ને આ પશુ છે. “અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે. અને પછી એની વાતચીત ઉપરથી પણ ખબર પડે છે કે આ માણસને આપણે ઓળખવો હોય તો આમ ઓળખવો. આનો અભિપ્રાય આવો છે, આનો અભિપ્રાય આવો છે. આ આ રીતે વિચારે છે, આ આ રીતે વિચારે છે. એમ વાતચીત ઉપરથી પણ એને ઓળખી શકાય છે.
તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે. એને પોતાને એ જાતની વિચારશક્તિ હોવી જોઈએ. એ વિચારશક્તિ ન હોય તો એકબીજાને ન પણ ઓળખી શકે. કેમકે તે તેના અનુભવનો વિષય છે.” એમ કરીને શું સિદ્ધાંત સ્થાપ્યો? કે જે વિષયમાં જેનો અનુભવ હોય તે વિષયમાં તે
Page #274
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૪
૨૫૫
માણસ તેની પરખ કરી શકે. આ સામાન્ય સિદ્ધાંત કાઢ્યો. જેમાં જેનો અનુભવ હોય તેમાં તેનો અભિપ્રાય ચાલે. પણ જેમાં જેનો અનુભવ ન હોય એમાં એનો અભિપ્રાય શું કામ આવે ? એમ જ્ઞાની અથવા વીતરાગોને ઓળખવામાં જેનો અનુભવ નથી એવા જગતવાસી જીવો એને કેવી રીતે ઓળખશે કે સમજી શકશે ? એ વાતને સિદ્ધાંતિક રીતે સ્થાપવા માટે સરવાળે અનુભવ સુધી વાત લઈ આવ્યા છે. વિશેષ કહેશે...
જિનાગમમાં મોક્ષમાર્ગ વ્યવસ્થિતપણે ગુણસ્થાન અનુસાર પ્રતિપાદન કર્યો. છે, પરંતુ તેટલું વ્યવસ્થિત મુમુક્ષુપણું નથી કર્યું. કેમકે તે ભૂમિકામાં યોગ્યતાઅયોગ્યતાના અનેક પ્રકાર છે, જેને લીધે ઉપદેશ પણ અનેકવિધ પ્રકારે પ્રવર્તો છે. પહેલા ગુણસ્થાનમાં મુમુક્ષુને સત્પુરુષના યોગ વિના મુંઝાવુ પડે, તેવો અનુભવ માર્ગના શોધક મુમુક્ષુઓને અવશ્ય થાય છે, કારણકે ઉન્નતિક્રમનું નિયત પ્રતિપાદન ઉપલબ્ધ નથી. તેથી શ્રી જિને તેનો સુગમ ઉપાય એ બતાવ્યો છે કે “એક સત્પુરુષને શોધ અને સર્વભાવ તેને અર્પણ કરી દઈ વર્તો જા.’’
સ્વચ્છંદનો ત્યાગ કરીને સર્વ ભાવે સત્પુરુષની આશા આધિનપણે વર્તવાનો દૃઢ નિશ્ચય અને અભિપ્રાય થતાં જીવ જ્ઞાનીની આશાએ, જ્ઞાનીના માર્ગે ચાલવા તત્પર થાય છે, તેથી તે સુગમપણે સંસાર તરી જઈ શકે છે.
જો કોઈપણ રીતે જીવમાં આટલો વિવેક ઉત્પન્ન થાય તો, તે વિવેક સંપન્નતા સ્વયં જીવના દર્શનમોહને ગાળી, આત્મહિતની અપૂર્વ સૂઝને ઉત્પન્ન કરે છે. અને મહાત્માઓએ જે ક્રમને અનેક પ્રકારે બોધ્યો છે, તેનું પોતાને વિષે અનુસંધાન કરી શકે છે અને પાત્રતા વર્ધમાન થઈ, માર્ગ પ્રવેશ થાય છે. જ્ઞાનમાર્ગે પાત્રતા સંભવિત છે, તથાપિ સ્વચ્છંદ થવાનો અવકાશ (સંભાવના) ઘણો છે.
(અનુભવ સંજીવની-૧૫૨૫)
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૭-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૪ થી ૬૭૭.
પ્રવચન નં. ૩૦૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, ૬૭૪મો પત્ર ચાલે છે. “સોભાગભાઈનો એક પ્રશ્ન છે કે જેમ માણસ બીજા માણસને-મનુષ્યને ઓળખી શકે છે તેમ જ્ઞાનીને કેમ નહિ ઓળખી શકતા હોય ? જાણવું તો જાણવું સરખું છે. છતાં એમ કેમ બને છે? ૪૯૪ પાને પહેલા Paragraphથી.
મનુષ્યાદિને જગતવાસી જીવી જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઇંદ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે....” મનુષ્ય અને તિર્યંચની મુદ્રામાં ફેર છે, આકારમાં ફેર છે, ઇન્દ્રિયોમાં અવયોમાં ફેર છે તે આંખ વડે “ચક્ષુ આદિ ઇંદ્રિયોથી. એટલે આંખ વડે જગતવાસી જીવ જાણી શકે છે; કેમકે તે તેના અનુભવનો વિષય છે;” અને જોવાનો એવો મહાવરો છે કે આ માણસ છે, આ પશુ, પક્ષી છે વગેરે.
પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, શું કહેવું છે ? કે જે જ્ઞાનીને ઓળખવા, ફલાણાના રાગ-દ્વેષ ગયા છે, મૂળ તો એ પ્રશ્ન છે કે જ્ઞાની પુરુષને રાગદ્વેષ ગયા છે, અભાવ થયો છે એવા જ્ઞાની છે એમ કેમ ખબર પડતી નથી ? એવી કેમ ખબર પડતી નથી ?
(ઉત્તરરૂપે) કહે છે, જ્ઞાનદશા છે અથવા જે વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી,...” એ શરીરનું સ્વરૂપ નથી. તે શરીરનું સ્વરૂપ નથી, શરીરની કોઈ પ્રક્રિયાનો એ વિષય નથી કે શરીરની ક્રિયા દ્વારા એ જણાય. “અંતરાત્મગુણ છે,” તો શું છે ? આત્માનો અંતરમાંથી ઉત્પન્ન થયેલો સ્વભાવ છે અથવા ગુણ છે. જ્ઞાનદશા, વીતરાગદશા એ તો આત્માના સ્વરૂપમાંથી, અંતર સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલો સ્વભાવ અથવા ગુણદશા છે. એ અંતરાત્મગુણ છે. ચક્ષુઇન્દ્રિયનો વિષય નથી. આત્માનો એ ગુણ છે. “અને
Page #276
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૪
૨૫૭
અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી,...' એવું અંતરાત્મપણું એ લોકોનો - બાહ્યદૃષ્ટિવાન જીવોનો વિષય નથી. એ સંબંધીમાં એ વિષયની અંદર બાહ્યદૃષ્ટિ જીવોને કાંઈ ખબર પડે એવું નથી. એ વિષયથી અજાણ્યા છે એમ કહેવું છે. અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી....' એવી એમને અનુભવમાં વાત આવી નથી. જગતવાસી જીવોને માત્ર બહિષ્ટિ છે અને આત્મામાં શાનદશા અને વીતરાગદશા કેવી થાય એ પ્રકારનો અનુભવ એમને દિ થયો નથી. એટલે એ વાત એમના અનુભવ બહા૨ની વાત છે.
તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જ્ગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી...' એ જ્ઞાનદશાનું અને વીતરાગદશાનું અનુમાન કરી શકે એવી યોગ્યતા નથી અથવા જ્ઞાનમાં એવા પ્રકારના સંસ્કાર લઈને આવ્યા નથી. અહીંયાં એ પ્રશ્ન એટલા માટે લીધો છે કે, કોઈ જીવો એવા હોય છે કે તદ્દન નવા વિષયોમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં એણે એ વિષયનો અનુભવ ન લીધો હોય, પણ કોઈ પૂર્વ સંસ્કા૨ના કારણે નવા જ વિષયની અંદર પારંગત થઈ જાય. જે તે વિષયમાં એકદમ નિપુણ થઈ જાય. અને એ વિષય એણે પૂર્વે કયારેય પણ એની Practice કરી હોય, એનો અભ્યાસ કર્યો હોય એવું ન બને. પણ કોઈ પૂર્વ સંસ્કારને કા૨ણે એવો ઉઘાડ થઈ જાય. તો કહે છે, જગતવાસી જીવોને એવા પૂર્વ સંસ્કાર પણ નથી કે જ્ઞાનદશાને કે વીતરાગદશાને એ ઓળખી શકે. તેમ વર્તમાન યોગ્યતા નથી. એ જાતની વર્તમાન યોગ્યતા પણ નથી. એ નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી.’ આ કારણથી ઓળખી શકતા નથી. જુઓ ! પહેલું પડખું એ લીધું છે. ઓળખવાની લાયકાત છે કે નહિ એ પહેલી વાત લીધી છે. એ જાતનો અનુભવ નથી, એવું અનુમાન કરવાની યોગ્યતા નથી, એવું કોઈ પૂર્વથી જ્ઞાન લઈને પણ જીવો આવ્યા નથી કે જ્ઞાનીને કે વીતરાગને ઓળખે.
‘કોઈક જીવ...’ તો પછી હવે કોણ ઓળખે છે ? ઓળખે છે તો કોણ જીવ ઓળખે છે ? કે કોઈક જીવ સત્સમાગમના યોગથી....' સત્સમાગમમાં જ્ઞાનદશા, વીતરાગદશા એની ચર્ચા, પરિચર્ચા એ વિષયને સમજવાનો પ્રકાર સત્સમાગમની અંદર વિચારવામાં આવે છે, સમજવામાં આવે છે. એટલે ‘કોઈક જીવ સત્યમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી... એ પ્રકારનો એનો શુભકર્મનો એટલે ખરેખર તો એને આત્માની ઉન્નતિનો ક્રમ છે અહીંયાં. શુભકર્મનો એટલે અહીંયાં કર્મપ્રકૃતિનો ઉદય નથી લેવો. પણ યોગાનુયોગ થાય તો
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
રાજહૃદય ભાગ-૧૩ એ પુણ્યયોગ છે અને ઓળખાણ થાય તો એ આત્મા ઉન્નતિના ક્રમમાં આવ્યો છે એમ સમજવા યોગ્ય છે. એટલે એનું હોનહાર સારુ હોવાથી. “સત્સમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને...” એવી કોઈ યોગ્યતા એનામાં આવે. જ્ઞાનમાં કોઈ એ જાતની પરિસ્થિતિ ઊભી થાય, નિર્મળતા આવે તો એ જ્ઞાનદશાને અથવા વીતરાગદશાને ઓળખી શકે અથવા પરખી શકે એવી ક્ષમતા આવે.
તથા૩૫ કઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે...' જ્ઞાનીને ઓળખે અથવા વીતરાગને ઓળખે. યથાશક્તિ એટલે પોતાની યોગ્યતા અનુસાર. પૂરેપૂરા ન પણ ઓળખે. એને એમ લાગે કે આ જ્ઞાની હોવા જોઈએ, જ્ઞાની તો આવા હોય એવો એને કાંઈક વિશ્વાસ આવે, એવી કાંઈક સમજણ આવે, યથાશક્તિ ઓળખી શકે. સામાન્યપણે.
હવે એવી ઓળખાણ હોય છે કે ત્યારે એને જ્ઞાની છે એમ લાગે તોપણ એનો નિશ્ચય રહેવો એ કઠણ છે. નિશ્ચય ન રહે. એને લાગે ખરું કે આ લાગે છે તો જ્ઞાનીપુરુષ પણ એને નિશ્ચય ન રહે. કોઈ એવો પ્રસંગ બને, કોઈ એનો એવો ઉદય જોવે (એટલે) ક્યાંયને ક્યાંય એને એ નિશ્ચય બદલવાની પરિસ્થિતિ એટલે સ્થિર દઢ નિશ્ચય ન આવી શકે. જે નિશ્ચયમાં ટકી શકે એવી દઢતા (ન રહે. નિશ્ચય થવો અને એ નિશ્ચયમાં દઢતાથી ટકવું. બે જુદી જુદી વાત છે.
મુમુક્ષુ - દૃષ્ટિ બહાર છે એટલે?
પૂજ્ય ભાઈશ્રી :- હા, દૃષ્ટિ બહાર છે અને કોઈક જીવને કાંઈક યથાશક્તિ થોડીઘણી ઓળખાણ આવે છે તો એટલી દઢતા નથી આવતી. એટલે ક્યારેક સ્વીકારે છે અને ક્યારેક એને વળી એમ થાય છે કે આમાં કાંઈક બરાબર નથી લાગ્યું. આ વાત બરાબર નહિ. આ બરાબર પણ આ બરાબર નહિ. એવું પણ એને થયા કરે છે.
તથાપિ ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય, બસ ! અહીંથી વાંધો નથી આવતો. ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય....” દઢ મુમુક્ષતા, તીવ્ર મુમુક્ષતા હોય. ખરી ઓળખાણ આવી હોય, સાચી પ્રતીતિ આવી ગઈ હોય એને પછી કોઈ શંકા પડતી નથી. એ નિઃશંક થાય છે. ગમે તે વાતમાં એને નિઃશંકતા આવે છે કે હું ઓળખું છું, એ ગમે તે વાત ગમે તેમ હોય નહિ. જે કોઈ હોય તે સમજણપૂર્વક હોય બીજી રીતે હોઈ શકે નહિ.
Page #278
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬ ૭૪.
૨૫૯ જેમકે “કૃપાળુદેવે અન્યમતિઓની વાત માગનુસારીની લીધી છે. આ સુંદરદાસની વાત લીધી, લ્યોને. તો જેની વિચારદશા અને જ્ઞાનદશા આટલી બધી ઊંડી છે એ આવી કોઈ ભૂલ કરે, સ્થૂળ ભૂલ કરે એ વિચારવા યોગ્ય નથી. જે કાંઈ એમના નિર્મળજ્ઞાનમાં ભાસે છે અને નિર્મળજ્ઞાનમાં આવે છે એમાં ફેર પડતો નથી. એવો પ્રકાર. જો એને પ્રતીતિ આવી હોય તો ખસે નહિ. દઢ મુમુક્ષતામાં એ પ્રતીતિ આવી હોય તો એને ક્યારેય શંકા ન પડે, કોઈ વચનમાં શંકા ન પડે, કોઈ ઉદયમાં, કોઈ પ્રવૃત્તિમાં ક્યાંય શંકા ન પડે એવી એક સ્થિતિ થાય છે.
તથાપિ ખરેખરું ઓળખાણ તો દઢ મુમુક્ષતા પ્રગટ્ય, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું.” “તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું...” એક પગલું વધારે લીધું. એવા જ્ઞાનીપુરુષના સત્સમાગમમાં એ જીવ આવ્યો હોય, એના ઉપદેશનું અવધારણ કર્યું હોય, ઉપદેશને અંગીકાર કર્યો હોય. એટલી યોગ્યતા વિશેષ હોય. ખાલી સાંભળ્યું હોય, જાણ્યું હોય, વિચાર્યું હોય નહિ, ઉપદેશને કોઈ અંશે પરિણમાવ્યો હોય. એવા પ્રયોગમાં અને પુરુષાર્થમાં જીવ આવ્યો હોય. અને આગળ વધીને અંતરાત્મવૃત્તિ પરિણમે અને પોતાની સન્મુખ થવા સુધીની યોગ્યાતમાં આવી ગયો હોય, કે પોતાનો જે આત્મા છે એની અંતર્મુખ થવામાં એને સૂઝ આવે, કે આમ અંતર્મુખ થવાય છે, હવે આ પુરુષાર્થ કરવા યોગ્ય છે, આ જ આત્માર્થ છે, આ રીતે આત્માર્થ સિદ્ધ થાય છે. આત્માર્થમાં આ રીતે કાર્ય થાય છે અને આત્માનું પ્રયોજન આ રીતે પામી શકાય છે. એ વગેરે જે પ્રકારમાં આવે ત્યારે એને અંતરાત્મવૃત્તિ પરિણમી છે. એટલે અંતરાત્મા થવાનો છે હવે. એ વૃત્તિએ કરીને શું થવાનો છે ? એ પોતે અંતરાત્મા થવાનો છે. એવી જે અંતરાત્મવૃત્તિ પરિણમે.
જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. આવી સ્થિતિમાં આવે ત્યારે ઓળખી શકે. કયો જીવ જ્ઞાનીને ઓળખી શકે એ વિષય ઉપર પોતે પ્રકાશ પાડ્યો છે. જ્ઞાનીને ઓળખવાનું ફળ બહુ મોટું છે, એનું ફળ સમ્યગ્દર્શનથી માંડીને નિર્વાણપદ સુધીનું છે. અને જ્ઞાનીને ઓળખવા જોઈએ એવી મુમુક્ષુની ભાવના પણ થાય કે જ્ઞાનીની ઓળખાણ કરવી જોઈએ, એની ઓળખાણ થાય તો સારું. પણ પોતાની યોગ્યતા કેવી થાય તો ઓળખાણ થાય, એ વાતનો ખુલાસો, સ્પષ્ટીકરણ આ જગ્યાએ એમણે આપ્યો છે. ૬૭૪ નંબરના પત્રમાં એ વાત એમણે આપી છે.
કેટલા મુદ્દા લીધા, જુઓ ! સત્સમાગમના યોગથી અને એવી કોઈ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
રાજહૃદય ભાગ-૧૩ યોગ્યતાવશ એ જાતના જ્ઞાનમાં સંસ્કાર એટલે નિર્મળતા આવે. અથવા દૃઢ મુમુક્ષુતા ઉત્પન્ન થાય. આ એક બહુ સારો મુદ્દો લીધો છે. અને સત્યમાગમથી કાંઈક ઉપદેશનું અવધા૨ણ કર્યું હોય. પોતાના આત્મામાં પરિણમાવવાનો પ્રયત્નવંત જીવ થયો હોય. અને અંતરાત્મવૃત્તિવાન થયો હોય ત્યારે તે જીવ શાનીને કે વીતરાગને ઓળખી શકે છે.
જગતવાસી એટલે જગતદૃષ્ટિ જીવો છે, તેની દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગતાની ઓળખાણ કચાંથી થાય ? એ બાહ્યદૃષ્ટિ જીવો છે, જગતવાસી જીવો છે. એની દૃષ્ટિ તો એવી છે કે એ દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગની ઓળખાણ થઈ શકતી નથી. એટલે જ્ઞાનીની ઓળખાણ થવા માટે યોગ્યતા અને પાત્રતા સારી રીતે ઉત્પન્ન થઈ હોય તો જ જ્ઞાની ઓળખાય, બાકી કોઈ જગતના જીવો જે રીતે પરિણમે છે, જે યોગ્યતામાં છે એ દૃષ્ટિથી, જગતની દૃષ્ટિથી, બાહ્યદૃષ્ટિથી જ્ઞાનીપુરુષની કે વીતરાગની, સર્વજ્ઞદેવની ઓળખાણ થતી નથી.
મુમુક્ષુ :– દૃઢ મુમુક્ષુતા...
પૂજ્ય ભાઈશ્રી :– મુખ્ય વાત લીધી છે. દૃઢ મુમુક્ષુતા. જેને છૂટવું જ છે, જેને જન્મ-મરણથી મૂકાવું જ છે. છૂટનારને કોઈ બાંધનાર નથી અને સ્વયં બંધાનારને કોઈ છોડાવનાર નથી જગતમાં. ગમે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય. જેને પોતાને બંધાવું છે), જે સ્વયં બંધાય એને કોઈ છોડાવી ન શકે. એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :- કૃપાળુદેવ ઉપર પૂરેપૂરો ભરોસો હોવાથી.... શું કારણ છે ?
પૂજ્ય ભાઈશ્રી :– એટલે એટલી યોગ્યતા ઓછી છે. એટલી વિશ્વાસમાં, પ્રતીતિમાં ખામી છે. એમના પ્રત્યે જે વિશ્વાસ ઓળખાણથી આવવો જોઈએ કે આ પુરુષની અંતરંગદશા આટલી બધી સ્પષ્ટ કરી છે એમણે. આ ૪૦૮ જોયો, ૪૧૪ જોયો. કેવા કેવા પત્રો હમણાં આપણે ચર્ચામાં આવી ગયા ! આવી જેની અંદરની આવી દશા છે તો એક દશાના સાત-આઠ પડખાં પોતે બધા ચોખ્ખા કરીને મૂકે છે. આમ પણ થાય છે અને આમ પણ થાય છે, આમ પણ થાય છે. એવી એમની અંદરની પરિસ્થિતિ છે કે કોઈના વિષે ગમે તેમ અભિપ્રાય આપી દે એ માની લેવા જેવું નથી.
‘ગુરુદેવ’ ઘણીવાર પ્રશંસા કરતા તો કાંઈ બધાની કરતા હતા એવું નથી. એમાં કોઈ વગ૨ વિચાર્યે કાંઈક પોતાનો અભિપ્રાય આપી દેતા હતા તો એને કહેવું પડતું. કે તો એમ કોને તમારા માટે ગુરુદેવ’ના શ્રીમુખેથી એવા શબ્દો લઈ
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૬૧
પત્રાંક-૬૭૪ આવો જોય. તો તમને ખ્યાલ આવશે કે છ મહિનામાં તમને એક વખત સંબોધન પણ કર્યું છે ? તો શું કારણ છે?
એમ એમના જ્ઞાનમાં જે વસ્તુ આવે છે એ કેટલું જ્ઞાન ઊંડું પરિણમીને આવે છે અને એ વિષયનું જ્ઞાન કેટલું બધું કાર્યક્ષમ છે, નિર્મળ છે અને એ વિષય એમને જણાય છે ! એટલે જો વિશ્વાસ આવી જાય તો એમની વાત આવતા જ એમ લાગે કે નક્કી કાંઈક હોવું જોઈએ.
જેમ આપણા કોઈ હિતેચ્છુ છે એ ખબર પડી ગઈ કે, ભાઈ ! આ હૃદયથી આપણું હિત ઇચ્છે છે. એ માણસ કોઈ વિષયમાં જરાક શંકા કરે તો માણસ પકડી લે છે કે નહિ ? એને એમ ન કહે કે તમે અધૂરી વાત કરી હતી. તમને જરાક ઇશારો કરી દીધો હતો કે આ બાજુ ચાલવા જેવું નથી. સંભાળવા જેવું છે. તો થોડીક વાત ઉપરથી માણસ ચેતી જાય છે કે નહિ ? તો ભલે એક જરાક વાત આવી હોય. એ તો યોગ્યતાનો જ વિષય છે.
એક દષ્ટાંત લેવા જેવું છે. છ આવશ્યક નથી અને એક આવશ્યક છે. એટલા જ શબ્દો ઉપરથી અજાણ્યા સ્થળે ૬૦૦-૭૦૦ કિલોમીટરનું અંતર કાપીને અજાણ્યા સ્થળે, અજાણ્યા ગામમાં, અજાણ્યા સમાજમાં કોઈને ઓળખતા નથી. એ દોડીને કેમ આવ્યા હશે ? એને ત્યાંથી સંકેત મળ્યો કે નક્કી આ કોઈ, વિકલ્પની જે જાળ ચાલે છે અને સહન થતી નથી, જે વિકલ્પથી હવે છૂટવું છે એ વિકલ્પને છોડાવાની કોઈ પદ્ધતિ અહીંયાં દેખાય છે. કદાચ માર્ગ મળે તો અહીંથી મળે એવું લાગે છે. તો સહેજ એક છેડો હાથમાં આવી ગયો ત્યાંથી આખી રસ્સી પકડી અને ઉપર ચડી ગયા. એટલી જ્ઞાનની અંદર યોગ્યતા ક્યાંથી આવી ? થોડી વાત ઉપરથી ઘણું પકડવાની યોગ્યતા ક્યાંથી આવી ? અને એ જમાનામાં કોઈ એટલો પરિશ્રમ કરે ! પાછું એવું નહોતું કે મોટરવાળા હતા એટલે ફટ લઈને ગાડીમાં બેસી ગયા. આર્થિક રીતે તો ઘણી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગયેલા હતા કે તરત જ ત્યાર પછી તો વર્ષ, બે વર્ષમાં દુકાન બંધ કરી દેવી પડી છે, ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે, ગામ છોડવાનો વારો આવ્યો છે, લ્યોને. ઘર છોડવાનો વારો આવ્યો છે, કુટુંબ છોડીને કમાવા જવા માટેનો વારો આવ્યો છે. એવી પરીસ્થિતિમાં એ આવ્યા છે. પણ એ દઢ મુમુક્ષતા પ્રગટવી જોઈએ. જ્યારે દઢ મુમુક્ષુતા પ્રગટે છે. » માર્ગને... આત્માને બંધનથી મૂકાવાના માર્ગને કોઈ કહેનાર મળે ત્યારે એને અંદરમાં Light થઈ જાય છે કે નક્કી અહીંયાં કાંઈક વાત છે. વાત છે તો કાંઈક
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૨
રાજહૃદય ભાગ-૧૩ અહીંયાં લાગે છે. એવી અંતરાત્મવૃત્તિ થઈ જાય છે. આત્મામાં પરિણમવાની તૈયારી થાય છે.
ગતવાસી એટલે જગતષ્ટિ.” જીવો છે એટલે જીવની જે અનાદિની દૃષ્ટિ છે તેની દૃષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગનું ઓળખાણ ક્યાંથી થાય ? એ દૃષ્ટિએ ન તો જ્ઞાનીની ઓળખાણ થાય, ન તો કોઈ વીતરાગની ઓળખાણ થઈ શકે. વીતરાગ તો વીતરાગભાવે બેઠેલા છે. જ્ઞાનીને તો બહારમાં વીતરાગભાવ ન દેખાય, રાગભાવ દેખાય. વીતરાગ તો વીતરાગભાવે બેઠેલા છે તોપણ ઓળખાણ નથી થતી. કેમકે એ ભાવને ઓળખવા માટેની જે યોગ્યતા જોઈએ એ યોગ્યતા.
જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભલેને ચોખા વીતરાગ સામે બેઠા હોય તોપણ પોતાને એ ભાવ સમજાતો નથી કે આમાં વીતરાગતા શું છે?
મુમુક્ષ:- દૃઢ મુમુક્ષતા હોય તો જ જિનેન્દ્ર પ્રતિમાને ઓળખી શકે?
પૂજ્ય ભાઈશ્રી – હા. તો જ જિનેન્દ્રને ઓળખી શકે. પ્રતિમાને નહિ, જિનેન્દ્રને ઓળખી શકે છે. એના ઉપરથી જિનેન્દ્રને ઓળખે છે કે આવા જિનેન્દ્ર હોય. પ્રતિમાજી ઉપરથી જિનેન્દ્ર આવા હોય એમ ઓળખી શકે છે. દઢ મુમુક્ષતા હોય તો. | મુમુક્ષુ - વિચાર એમ આવે છે કે “સોભાગભાઈને અને ડુંગરભાઈને ઊભા રાખવા માટે કહે છે.
પૂજ્ય ભાઈશ્રી - ઊભા રાખવાની, સોભાગભાઈને ઊભા રાખવાની એવી કોઈ જરૂર નથી. નવા નવા માણસને કોઈને ઊભા રાખે. પણ “સોભાગભાઈને તો એ જેટલું કહેવાય એટલું ચોખ્ખું ચોખ્ખું કહી દેતા હતા. એ બાબતમાં એમને પડદો, ઊભા રાખવા માટેનો કોઈ પડદો સોભાગભાઈ માટે રાખ્યો હોય એવું નથી દેખાતું. કોઈ નવા માણસ હોય એ જુદી વાત છે. “સોભાગભાઈને ચોખું કહેતા હતા. અને જેની એવી માન્યતા હોય એને એ બાજુથી ખસેડવાની વાત છે. એ બાજુ લઈ જવાની વાત નથી પણ ખરેખર તો ખસેડવાની વાત છે.
બે શબ્દો વાપર્યો છે. સતુશાસ્ત્ર શબ્દ વાપર્યો છે અને બીજી આત્મજાગૃતદશા-એવા બે શબ્દો વાપર્યા છે. અને આ શાસ્ત્રનો વધારે પરિચય કરવાની ભલામણ કરી છે કે તમે રોજ હમણા એનો સ્વાધ્યાય કરો. એમની યોગ્યતાને અને સુંદરદાસજીના વચનોને કાંઈક વિશેષ અસરકારકપણું થશે એમ જાણીને લખ્યું છે. એમના આત્મામાં ગુણ થવાને અર્થે લખ્યું છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૪
૨૬૩ જેમ અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં...” અંધારું હોય તો શું શું પડ્યું છે એ દેખી ન શકે. તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદૃષ્ટિ જીવ ઓળખી શકે નહીં. પદાર્થ અંધારામાં પડ્યો છે તો પદાર્થને આડે અંધારું એક પડદો થઈ ગયો. એમ આત્મા છે એને આડે શરીરરૂપી એક પડદો થઈ ગયો. શરીરને જોવે પણ આત્માના ભાવને ન જોઈ શકે. એમ. જેમ અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતષ્ટિ જીવ ઓળખી શકે નહીં. એ શરીરને જોવે છે. આંખ બંધ કરીને અથવા અડધી આંખ ખૂલી છે એ રીતે વીતરાગદેવની સ્થાપના છે. અને કોઈ માણસ એવી રીતે આંખ બંધ કરીને બેસે કે સૂતા હોય ત્યારે આંખ સહેજે બંધ હોય, બેઠા બેઠા કોઈ ઊંઘી જાય તો આંખ બંધ હોય તો આને જોવે અને આને જોવે એમાં જગતષ્ટિ જીવોને કઈ ફેર નથી દેખાતો. એ રીતે તો માણસની દશા થાય છે. એ તો ઊંઘતા હોય તો એવી રીતે દેખાય. વીતરાગભાવને કેવી રીતે ઓળખવા ? આ તો દેહને જોયો એમણે. અંદરના વીતરાગભાવને કેવી રીતે ઓળખવો ? એ આખો બીજો વિષય છે, એમ કહેવું છે.
“તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદષ્ટિ જીવ ઓળખી શકે નહીં. ફરીને. “જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે. એ અંધારામાં જો બેટરી મળી હોય, હાથમાં દીવો હોય, ફાનસ હોય તો એ ત્યાં શું પડ્યું છે એનો ખ્યાલ આવે. બીજા પ્રકાશની અપેક્ષા રાખે છે. આંખ હોવા છતાં બીજા પ્રકાશની એમાં અપેક્ષા રહે છે. તેમ જગતદષ્ટિ જીવોને... સમજણ તો છે, બુદ્ધિ તો છે એમ કહે છે. તેમ જગતદષ્ટિ જીવોને “જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. કાં તો એને સત્સમાગમ હોવો જોઈએ, કાં તો એની કોઈ યોગ્યતા એવી હોવી જોઈએ કે જે જ્ઞાની પુરુષને કે વીતરાગભાવને ઓળખી શકે. ગમે તે ઓળખી શકે, બધા ઓળખી શકે એ તો પરિસ્થિતિ છે જ નહિ. અને એને જ્ઞાન છે, સમજણ છે, બુદ્ધિ છે માટે ઓળખી શકે એમ પણ નથી. યોગ્યતા હોવી જરૂરી છે, એમ કહે છે. એ બીજો પ્રકાશ થયો. જેમ આંખ હોવા છતાં અંધકારવાળાને Battery જોઈએ એમ બુદ્ધિ હોવા છતાં યોગ્યતા વિશેષ જોઈએ, સત્સમાગમ જોઈએ અને તો જ એ જ્ઞાનીને ઓળખી શકે છે. એવી અપેક્ષા યોગ્ય છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪
રાજહૃદય ભાગ-૧૩ મુમુક્ષુ - સત્સમાગમ વખતે યોગ્યતા પ્રગટ થઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. સત્સમાગમ છે એ મુમુક્ષને ઉત્કૃષ્ટ સાધન છે. એના જેવું બીજું કોઈ સાધન છે નહિ. જ્ઞાની તો એમ કહે છે કે એના જેવું કોઈ બીજું સાધન અમે જોયું નથી. ઘણા સાધનોનો વિચાર કર્યો છે, ઘણા સાધનોનો પ્રયોગ કર્યો છે, અનુભવ કર્યો છે પણ સત્સમાગમ જેવું, સત્સંગ જેવું મુમુક્ષતા વર્ધમાન થવા અર્થે કોઈ સાધન અમે જોયું કે અનુભવ્યું નથી. આ એમનો એક નીચોડ છે, અનુભવનો નીચોડ છે.
મુમુક્ષુ :- સત્સમાગમમાં બે પ્રકારના લઈ શકાય ? જ્ઞાની ધર્માત્માનો સમાગમ અને સમવિચારવાળાનો સમાગમ ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે બંને સત્સમાગમ કહેવાય છે. પણ એક પરમસત્સંગ કહેવાય છે, એક સામાન્ય સત્સંગ કહેવાય છે. જ્ઞાની પુરુષનો સંગ થાય તો એ તો પરમસત્સંગ છે. અને સમવિચારવાળાના, યોગ્યતાવાળા જીવોના મુમુક્ષુઓનો સંગ થાય તો એને સામાન્ય રીતે સત્સમાગમ કહેવાય છે. જો માત્ર આત્મકલ્યાણના વિષયને વિચારતા હોય તો. બાકી ભેગા થઈને વળી બીજી વાત ચાલતી હોય તો એ વાતનો કાંઈ અર્થ નથી. એક પોતાના આત્મકલ્યાણનો વિષય ચાલવો જોઈએ.
જો તે યોગ પ્રાપ્ત ન હોય તો...” એવા સત્સમાગમાદિનો યોગ પ્રાપ્ત ન હોય તો. જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે...” બે ચીજ પડી છે એવું દેખાતું નથી. અંધારામાં એકલું અંધારું જ દેખાય છે. ભેદ ભાસતો નથી. બીજી ચીજ જુદી પડી છે એનો ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે;” બીજા કોઈ મનુષ્યોનો દેહ એવો દેખાય છે. આ જ્ઞાની કે વીતરાગનું શરીર પણ મનુષ્ય જેવું જ દેખાય છે. બીજા મનુષ્ય અને આ મનુષ્યમાં આમ તો કાંઈ ફેર લાગતો નથી. સૂવે ત્યારે માણસ શાંત હોય, પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પ્રવૃત્તિવાળો દેખાય. તો એવું તો એમને ચક્ષુ ઇન્દ્રિયોથી જોવે છે. બીજાની શાંતતા અને અશાંતતા બેય જોવે છે. એને ભાવની ઓળખાણ પડતી નથી.
હવે એમણે ભક્તિ કરી છે કે, જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી...” જુઓ ! દેહધારીથી વાત લે છે. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૫
પત્રાંક-૬૭૪ પરમભક્તિથી નમસ્કાર હો !” દેહ હોવા છતાં. આવી ભક્તિ યોગીન્દ્રાચાર્યદિવે પરમાત્મપ્રકાશમાં કરી છે. આપણે જે દ્રવ્યદૃષ્ટિપ્રકાશના બીજા ભાગમાં ગુરુદેવનું પ્રવચન લીધું છે એમાં એ ગાથા છે કે, જિનેન્દ્રદેવ કેવા છે ? કે, જે દેહમાં રહ્યા છતાં જેણે ઉત્પાદ વ્યય વિનાનો આત્મા જોયો છે એટલે ધ્રુવ આત્મા જોયો છે. દેહમાં રહીને સિદ્ધ થઈને જોયો છે એમ નથી, સિદ્ધ થયા પહેલા જોયો છે એમ કરીને એ વાત કરી છે. એમ અહીંયાં પણ દેહધારીપણું લીધું છે.
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો !” તે મહાત્માને નમસ્કાર હો એટલું જ નહિ. તે મહાત્મા વર્તે છે તે દેહને. પણ નમસ્કાર હો. દેહ તો જડ છે ને, પ્રભુ ! એ દેહને પણ નમસ્કાર કરવા યોગ્ય છે. તે દેહને નમસ્કાર હો. તે ભૂમિને..નમસ્કાર હો. જ્યાં એમના ચરણસ્પર્શ થયા છે એ ભૂમિને પણ નમસ્કાર હો. એ “ઘરને...” જ્યાં તેમણે નિવાસ કર્યો છે એવા એમના નિવાસસ્થાનને પણ નમસ્કાર હો, તે “માર્ગને નમસ્કાર હો. જે માર્ગે એ વિચર્યા છે, જે માર્ગે એ સંચર્યા છે એ માર્ગને પણ નમસ્કાર હો. તે આસનાદિ સર્વને નમસ્કાર હો? અને જે આસન ઉપર એ બેઠા છે એ આસનને નમસ્કાર હો. પેલા તો કહે, ફોટાને પગે ન લાગવું..
એ વાત નીકળી એ અરસામાં પૂજ્ય બહેનશ્રી દર્શન કરવા નીકળે ત્યારે ગુરુદેવના નિવાસ્થાનનો જે Room હતો એ Roomમાં પણ જાય અને ગુરુદેવ જે આસન ઉપર બેસતા હતા એને પણ નમસ્કાર કરતા હતા. પોતે જ્ઞાની છે. મુમુક્ષ હોય તો એમ કહે કે ભાઈ ! એને મિથ્યાદષ્ટિપણું છે એટલે ખબર નહિ પડતી હોય. આ તો જ્ઞાની છે. એવી વાત છે. જ્ઞાનીને એટલું બહુમાન સપુરુષ ... જ્ઞાનીને હોય છે. મુમુક્ષુને હોય એમાં તો કાંઈ મોટી વાત નથી. પણ જ્ઞાનીને કેટલું બહુમાન હોય છે. એ પોતે એમ કહે છે કે, તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો! નમસ્કાર હો નમસ્કારની વાત ચાર વખત લીધી છે. એ રીતે જ્ઞાની પુરુષની ઓળખાણનો વિષય લઈને દેહધારી મહાત્માને નમસ્કાર કર્યા છે કે જેમણે અજ્ઞાન અને કષાયનો ક્ષય કર્યો છે, અભાવ કર્યો છે. એને નમસ્કાર કર્યા છે.
મુમુક્ષુ - સર્વ અજ્ઞાન અને સર્વ કષાય લીધા, એ તેરમા ગુણસ્થાનના ? પૂજ્ય ભાઈશ્રી:- હા, એ વીતરાગમાં લીધું છે. એમણે વીતરાગમાં લીધું છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૬
રાજહૃદય ભાગ-૧૩ સર્વ અજ્ઞાન અને સર્વ કષાય એ વીતરાગમાં લીધું છે. પણ એ તો જેટલું વીતરાગને લાગુ પડે છે એટલું બધાને લાગુ પડે). એની જાત હોવાથી એને લાગુ પડે છે. રાજાને ત્યાં કુંવર જન્મે, રાજાને ત્યાં પહેલવહેલો કુંવર જન્મે ત્યારે રાજાને યોગ્ય બધું સન્માન અને કરે. શું કહે ? અરે! ભાઈ ! આ મારો રાજા આવ્યો. શું કહે ? આ અમારો રાજા છે. હવે આ રાજા થવાનો છે. એમ જ કહે, શું કહે ? નામમાં નૈગમનય ઉત્પન્ન થઈ જાય છે. એ એની Practical side છે. એ બહુમાન કરવાની Practical side છે. એ આવ્યા વગર રહે જ નહિ. જે બાળક જન્મ પામ્યો છે એ બાળકને દિનદશાનું ભાન નથી. રાજાના કુંવર તરીકે જે જન્મ્યો એ બાળકને કાંઈ દિનદશાનું ભાન નથી. ક્યાં સૂરજ ઊગે છે, ક્યાં આથમે છે, કોણ રાજા, કોણ પ્રજા, કોણ ગરીબ, કોણ તવંગર, કાંઈ એને ખબર નથી. પણ આખા રાજની અંદર બધા ઉત્સવ કરે છે. આ તો એક લૌકિકમાં આ પરિસ્થિતિ છે. આ તો જાગૃત છે. ઓલા બાળકને તો દિનદશાનું ભાન નથી. આ તો જેવો મોક્ષમાર્ગમાં જન્મ થાય છે, કોઈપણ જીવનો મોક્ષમાર્ગની અંદર નવો જન્મ થાય છે એટલે એ સીધો સિદ્ધપદને અનુભવે છે. પોતાના નિજ સિદ્ધપદને અનુભવે છે. પરમાત્મા થયો એમ કહે છે. “અમૃતચંદ્રાચાર્ય ૧૪૩ ગાથામાં કહે છે કે એ તો પરમાત્મા થયો.
મુમુક્ષુ - અનુભવ થયો એટલે એ સિદ્ધ થવાનો જ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. સિદ્ધ થવાનો અને પોતાના વર્તમાન સિદ્ધપદને તો અનુભવે છે. એટલે તો ચરમશરીરની ચર્ચા કરી કે ચરમશરીરીપણું છે એની શું કરવા માંગો છો? તમે ચર્ચા કરો છો કે આ કાળે હોય કે ન હોય. અત્યારે કોઈને ચરમશરીરીપણું હોય તો એક ભવ બાકી રહે. એવી ચર્ચા તમે શું કરવા કરો છો ? એ કથન ઉપર શું કરવા તમે વજન આપો છો ? અમે અત્યારે જ અમારા સિદ્ધાત્માને અનુભવીએ છીએ. ભાવનયે તો અમે સિદ્ધ જ છીએ. એમ કહે છે. ભાવનયે અમે સિદ્ધ છીએ એમ જો ન કહેવામાં આવે તો અમે નથી એમ કહેવું પડે એવું છે અમારે. એટલે અમે આ મોજૂદ ઊભા છીએ. સિદ્ધપણે અમે મોજૂદ છીએ, એમ કહે છે.
મુમુક્ષુ - ન્યાયસર વાત છે.
પૂજ્ય ભાઈશ્રી - ન્યાયસર વાત છે અને જોર છે એમનું. પોતાના સ્વરૂપ પ્રત્યેનું જોર છે. અને એ જોર વ્યક્ત થાય છે એમાં રહસ્ય છે. દિગંબરના તીખા વચનોમાં રહસ્ય સમજાય છે.” એ તીખા વચન જે છે એની અંદર રહસ્ય રહેલું છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૪
૨૬૭
જીવ એ રહસ્ય પામે છે ત્યારે એ આત્માર્થને પામે છે અને ત્યારે એ સિદ્ધિના માર્ગે સિધાવે છે.
મુમુક્ષુ :- સ્પર્યાં એવી ધુલીને પણ ધન્ય છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. ‘ગુરુદેવ’ની સ્તુતિ કરી છે એમાં એ વાત લીધી છે કે, ‘તુજ પાદપંકજથી સ્પર્શાય એવી ધુલીને પણ ધન્ય છે !” પૂજ્ય બહેનશ્રી' કહેતા કે, અહીંયાં તો સોનગઢ'માં રજકણે રજકણમાં ‘ગુરુદેવ’ના દર્શન થાય છે. ‘ગુરુદેવ’ સ્વર્ગમાં પધાર્યાં પછી એ વાત કરતા હતા કે અહીંયાં તો રજકણે રજકણમાં એમની સ્મૃતિ ભરી છે. અહીંનું એક એક રજકણ ‘ગુરુદેવ’નું સ્મરણ કરાવે છે. એટલે એ તો જ્યાં એ વિચર્યાં છે, રહ્યા છે, સાધના સાધી છે એ તીર્થનું પણ એટલું બહુમાન કરવામાં આવે છે અને તે યોગ્ય જ છે.
મુમુક્ષુ :– ગુરુદેવ’ જ્યારે ગોચરી કરતા ત્યારે...
પૂજ્ય ભાઈશ્રી :– હા. બહુમાન કરતા હતા અને એ વખતે પથ૨ણા કે એવું પાથરે. એટલે ધૂડવાળા પગ એના ઉપર આવે અને એ ધૂડ ખરે એ લઈ શકે. બરાબર છે. એ તો બહુમાનનો વિષય, ભક્તિનો વિષય છે.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– હા. બરાબર છે.
મુમુક્ષુ :– આ પત્રના Heading માં જ દેહધારી છતાં નિરાવરણજ્ઞાન સહિત વર્તે છે...
પૂજ્ય ભાઈશ્રી :- હા. Heading જ એ બાંધ્યું છે. દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.' ત્યાંથી માંડીને પછી નીચે એ વાત લીધી છે. એ ૬૭૪ (પત્ર પૂરો) થયો.
મુમુક્ષુ :– ચરણરજ લીધું છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, ચરણ૨જ. ખરેખર એમ જ છે કે એ ચરણ૨જનું પણ બહુમાન છે અને મુમુક્ષુજીવ તો એ પોતાનું સ્થાન સમજે છે કે અમે તો જ્ઞાનીપુરુષના, મહાપુરુષના એમના ચ૨ણની જે ૨જ ચોંટેલી હોય એ અમારું સ્થાન છે. એટલા વિનમ્ર ભાવે એ જ્ઞાનીપુરુષનું બહુમાન કરે છે. એને એ દર્શનમોહનો અનુભાગ કપાવામાં કા૨ણભૂત છે. એવું જે બહુમાન અને એવી જે ભક્તિ તે મોહરહિત એવા ધર્માત્માની હોવાથી, દર્શનમોહનો અનુભાગ તૂટવામાં, કપાવામાં એ કારણભૂત પરિણામ છે. એવું પણ એની અંદર (૨હસ્ય છે તેથી) એને
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૮
રાજહૃદય ભાગ-૧૩ રહસ્યભક્તિ કીધી છે. એને શું કીધું છે? રહસ્યભક્તિ કીધી છે. ઓઘભક્તિ અને રહસ્યભક્તિ બે જુદી જુદી વસ્તુ છે. નિષ્કામ ભક્તિ, રહસ્યભક્તિ. એનું નામ રહસ્યભક્તિ એવું નામ આપ્યું છે. એક જગ્યાએ એમણે એ શબ્દ વાપર્યો છે.
પત્રક-૬૭૫
મુંબઈ, ફાગણ વદ ૫, બુધ, ૧૯૫૨ બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્યફસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથા રૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે.
સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ”
૬૭૫. “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. “બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્મસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથારૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. મુંબઈથી પત્ર લખે છે. એમણે તાત્ત્વિક પ્રશ્ન પૂછ્યો છે. તો હમણાં થોડો વખત એનો ઉત્તર નહિ લખી શકાય એમ લખ્યું છે. એમને પણ “સુંદરદાસનું પદ લખ્યું છે, જુઓ ! એને પણ “સુંદરદાસનું પદ લખ્યું છે. ફક્ત “સોભાગભાઈ , ‘ડુંગરભાઈને લખ્યું છે એમ નથી પણ “અંબાલાલભાઈને પણ “સુંદરદાસનું પદ લખ્યું છે કે..
સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર,
વૈરિ સબ મારિકે, નિશ્ચિત હોઈ સૂતો હૈ. અંદરના વેરીઓને કામ, ક્રોધ, આશા, પીપાસાને મારીને મોહ-મત્સરને મારીને નિરાંતે સૂઈ ગયો છે. હવે એને કોઈ હેરાન કરી શકે એવું નથી. પુરુષાર્થનો જે શૌર્યરસ છે, વીર્યરસ છે એ સંબંધીનો વિશેષ ભાવ એમણે લીધો છે. આમ તો વીતરાગભાવ છે એ શાંતરસરૂપ છે. ભાષાની અંદર જે નવ રસ છે એની અંદર શાંતરસ છે એની અંદર સર્વે રસ ગર્ભિત છે અને એ શાંતરસની અંદર બધા રસો સમાય જાય છે. અને એ બધા રસોનો રાજા છે. એટલે શાંતરસને વીતરાગરસ,
Page #288
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૬
૨૬૯
ઉત્કૃષ્ટરસ ગણવામાં આવ્યો છે. એ જ વીતરાગરસનું એક રૂપ આ શૂરાતન, વી૨૨સ છે.
પત્રાંક-૬૭૬
મુંબઈ, ફાગણ વદ ૯, રવિ, ૧૯૫૨
આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું.
શ્રી ડુંગર આદિ મુમુક્ષુ જીવોને યથાયોગ્ય.
૬૭૬મો પત્ર સોભાગ્યભાઈ’ ઉ૫૨નો છે. આત્માર્થી જીવે વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા સહજ નિર્ણયાર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું.’ એટલે એમનો કોઈ પત્ર છે કે જે મુમુક્ષુજીવોને વિશેષ ઉપકારી થાય એવો પત્ર છે. એ વિષયમાં હવે પછી થોડા દિવસમાં પોતે કોઈ પ્રશ્નો પણ એની અંદર છે એનો ઉત્તર લખવાનું બન્યું છે. એમાં પણ આ લઈ લઈએ. ૬૭૬ નોંધ ક૨વા જેવો છે.
આ ફાગણ વદ ૯માં જેનો ઉલ્લેખ છે એ પત્રની અંદર મુમુક્ષુને ઉપકારી થાય એવા કોઈ પ્રશ્નો અને અનુપ્રેક્ષા કરવા યોગ્ય, આશંકાથી વાત ઉપાડીને કોઈ એ દૃષ્ટિકોણથી એમણે પ્રશ્નો પૂછ્યા છે. એનો ઉત્તર એ થોડા દિવસમાં લખશે. પછી લખ્યો છે કે નથી લખ્યો એ તો આગળના પત્રોમાં ખ્યાલ આવશે. પણ ઘણું કરીને કોઈ કોઈ પ્રશ્નમાં ચર્ચા શરૂ થઈ છે. (પત્રાંક) ૬૭૯થી ચર્ચા શરૂ થઈ છે. ફાગણ વદ ૬માં લખેલા કાગળોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો. એ એ લાગે છે. ફાગણ વદ ૯માં ઉત્ત૨ લખે છે ને ? તો ફાગણ વદ ૬ના પત્રનો ઉલ્લેખ એની અંદર છે. એ પાછો બહુ વિસ્તારવાળો પત્ર છે. એમાં Paragraph પાડીને એમણે છ Paragraphમાં ઉત્તર લખ્યો છે. ત્રણ Page માં આખો પત્ર છે. છ Paragraph ઉ૫૨ અને સાતમા પછી નીચે વધારાની વાત
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૩ લખી છે. કેટલોક વિષય જાણવાનો છે. પણ પહેલા જે બે Paragraph છે એમાં જ્ઞાનીપુરુષની વાણીનો વિષય (છે), જે વાણી ઉપરથી જ્ઞાનીપુરુષ ઓળખાય, ઓળખાણ કરી શકાય એ વાણીના શું લક્ષણો છે ? શું ચિહ્નો છે એ વિષયની બહુ સારી ચર્ચા ૬૭૯માં કરી છે. ઘણું કરીને એનો ઉત્ત૨ ૬૭૯ હોવો જોઈએ. અત્યારે યાદી કરી લ્યો. કાંઈ વાંધો નહિ.
મુમુક્ષુ :– ‘સોભાગભાઈ’ને...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ મળે તો ઇ લઈએ, એ બરાબર છે. હા, ઠીક છે. યાદી ક૨વામાં વાંધો નહિ. લખેલા પ્રશ્નોનું સમાધાન. પ્રશ્નો શું છે એ તો ‘સોભાગભાઈ’ના પત્રોમાં રહી જાય છે. ઉત્તર આમાં આવે છે.
પત્રાંક-૬૭૭
મુંબઈ, ચૈત્ર સુદ ૧, વિ, ૧૯૫૨ કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો :
પ્રારબ્ધોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે.
આત્માને વાસ્તવ પણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં શાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષો વર્તે છે ઃ (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે; (૨) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ
Page #290
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૭
૨૭૧
બનતું હોય તોપણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથા રૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે, અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે.
વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સન્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે.
જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે.
વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ.
Page #291
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
૬૭૭મો પત્ર છે. શ્રી કુંવરજી, આણંદજી, ભાવનગ૨’ભાવનગર’ના શ્વેતાંબર સંપ્રદાયના ધાર્મિક ક્ષેત્રના એક ગૃહસ્થ છે. દાણાપીઠમાં એની પેઢી હતી. ૫૨માણંદ કુંવરજી’.
૨૭૨
મુમુક્ષુ :– પરમાણંદ કુંવરજી’...
પૂજ્ય ભાઈશ્રી :– હા. પરમાણંદ કુંવરજી કાપડિયા”. “પરમાણંદ તારાચંદ'વાળા નહિ. એ બીજા. આ પરમાણંદ કુંવરજી'. બરાબર છે. ‘કાગળ પહોંચ્યો છે.’ એટલે એમના વંશજો અહીંયાં અત્યારે છે પણ એ લોકોનું ધ્યાન નથી કે અમારા વડવાઓ સાથે આ જાતનો પત્રવ્યવહાર છે.
‘કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે.’ ‘કુંવરજીભાઈ’ પોતાના ચિત્તમાં કેવી કેવી જાતની વૃત્તિઓ ઉત્પન્ન થતી હતી એ વૃત્તિઓ લખતા હતા. એમનો એક કાગળ વાંચવા મળેલો. મુમુક્ષુઓના જે કાગળ વાંચ્યા એમાં ‘કુંવરજીભાઈ'નો જે કાગળ વાંચ્યો હતો એ ઉપરથી એવું લાગે કે એ જીવે ઘણી સરળતાથી પોતાની વૃત્તિમાં ઉત્પન્ન થતા દોષોનું નિવેદન કર્યું છે. એમ કે મારા આત્માને હજી (આવા દોષિત ભાવો થાય છે). નહિતર બહારમાં એમની બહુ ધાર્મિક પ્રતિષ્ઠા હતી. એમના સમાજમાં એક ધાર્મિક વ્યક્તિ તરીકે પ્રતિષ્ઠાસંપન્ન ગૃહસ્થ હતા. છતાં જીવને અનેક જાતની દોષિત વૃત્તિઓ થાય છે. એ મનના પિરણામ એમણે ‘કૃપાળુદેવ’ની સામે નિવેદન કર્યાં છે. ઉંમરમાં પોતે મોટા છે. આ તો નાની ઉંમરમાં છે. ૨૯ વર્ષની ઉંમર એટલે બધા લગભગ એમનાથી તો મોટાભાગના જે સંપર્કમાં આવ્યા છે એ ઉંમરમાં મોટા છે પણ પોતાના મનના પરિણામો ખુલ્લા કરીને એમને લખ્યા છે. બહુ સરળતાથી લખ્યા છે. નવાઈ લાગે કે આવા પરિણામ પણ એમને નિવેદન કરનારા મુમુક્ષુઓ એ જમાનામાં હતા કે આજે એમાંથી અંશ ગોતવો મુશ્કેલ પડે. એવા સ૨ળ પરિણામી જીવ કોઈ હતા. એમની સાથે અનેક પત્રોથી એમને પત્રવ્યવહાર ચાલ્યો છે.
એમણે ઉલ્લેખ કર્યો છે કે, ‘કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે.’ એટલે તમારી ચિત્તવૃત્તિઓ તમે જે સામાન્યપણે લખી તે વાંચી છે. હજી તો સામાન્યપણે છે એનું વિશેષણ માંગ્યું. વિશેષપણે નથી લખ્યું. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી...' પોતાના દોષનું નિવેદન કરીને એમ લખે છે કે મારું હિત થાય અને મારા દોષ ટળે એવું કાંઈક હવે મને લખો તમે. મારી આ જિજ્ઞાસા છે. એટલા માટે હું મારા દોષનું વર્ણન કરું છું કે
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૩
પત્રાંક-૬૭૭. વિસ્તારથી તમે મને હિતવચન લખી શકો અને આ જિજ્ઞાસાથી આ બધું વિવેચન મેં મારા દોષોનું કર્યું છે કે હજી પણ આ આત્માને આવા આવા દોષ થાય છે. દોષ કાઢવાની નિર્મળ અને ચોખ્ખી વૃત્તિના આમાં દર્શન થાય છે કે આને નિર્દોષ થાવું છે હવે. હવે આને દોષમાં રહેવા દેવા નથી. એવો એનો જે અભિપ્રાય છે એ અનુસાર એ પ્રવૃત્તિ કરતા હોય છે. અને તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો - એ વિષયની અંદર સંક્ષેપમાં આ મારો પત્ર છે.
મુમુક્ષુ - આવો અભિપ્રાય હોય તો જ દોષ જાય?
પૂજ્ય ભાઈશ્રી:- તો જ દોષ જાય. જ્યાં સુધી જીવને દોષ છુપાવવા છે, ત્યાં સુધી જીવને દોષનું રક્ષણ કરવું છે, સંરક્ષણ કરવું છે. અને જ્યાં સુધી જીવ પોતે અનંત શક્તિનો ધણી પોતાના દોષને ટકાવવા અને રાખવા માગે છે, એનું રક્ષણ કરવા માગે છે, અને બીજો કોણ મટાડી શકે ? એને તો વીતરાગ પણ ન મટાડી શકે. એનો કોઈ બીજો ઉપાય નથી. પોતે કાઢવા તૈયાર થાય ત્યારે ખરેખર મુમુક્ષતા પ્રગટે છે, ત્યારે યોગ્યતા પ્રગટે છે અને પછી જ એ દોષ નીકળવાની શરૂઆત થાય છે. પછી એ માર્ગની-દોષ કાઢવાની શરૂઆત થાય છે. ત્યાં સુધી દોષ યથાર્થ પ્રકારે જતા નથી.
પ્રારબ્ધોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દૃષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે. આ પોતાની વાત લખી છે કે વર્તમાન પ્રારબ્ધના ઉદયથી જે પ્રકારનો વ્યવહાર ઉદયકાળે પ્રસંગમાં વર્તે છે તે પ્રત્યે દૃષ્ટિ દેતાં....” એટલે એનો વિચાર કરતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે...” પત્ર પણ સંક્ષેપપણે લખવાનું થાય તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય. પણ એ અભિપ્રાયને કારણે એ પ્રવૃત્તિ સંક્ષેપવાળી રહી છે. પત્ર સંક્ષેપમાં લખવા એવો અભિપ્રાય હોવા છતાં ૯૦૦થી ઉપરાંત પત્રોનો ગ્રંથ થયો છે. વિસ્તારથી લખ્યો હોત તો કેટલું થઈ જાત? લગભગ આવું એક બીજું પુસ્તક થઈ જાત. આ તો એમનો અભિપ્રાય છે કે પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવું. અને તે યોગ્ય લાગ્યું છે એટલે એમ કરું છું. અભિપ્રાયમાં એ વાત બરાબર છે.
મુમુક્ષુ :- બધા પત્રો તો મળ્યા નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. બધા મળ્યા નથી તોપણ. સંક્ષેપમાં લખાયેલા પાછા બધા નથી મળ્યા. એટલે બધા સો એ સો ટકા મળે એવું તો બને પણ નહિ. આજે
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૪
રાજહૃદય ભાગ-૧૩
પણ આપણા ઘરે આવેલા કાગળો આપણે કેટલા સાચવીએ છીએ. એ તો સમજવા જેવી વાત છે.
આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ...' આત્માનું હિત થાય, ઉપકાર થાય અને વાસ્તવિકપણે ઉપકાર થાય, ખરેખર ઉપકાર થાય એવો ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે,...' બીજા જીવોનું હિત થતું હોય તો એમાં હાથ ન બીડે. એમાં ઉદારતા રાખે એમ કહે છે. તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષો વર્તે છે ઃ...’ એક બહુ સારું શાનદશા વિષેનું એક પડખું, બહુ સારુ પડખું આ જગ્યાએ એમણે ખોલ્યું છે કે, સામાન્યપણે તો જો કોઈ પાત્ર જીવ હોય, જિજ્ઞાસુ જીવ હોય, પોતાના આત્મહિતની ભાવનામાં સારી રીતે આવેલો હોય તો શાની તો પોતાનું કાળજું કાઢીને એને આપી દે. તું પણ મારા જેવો જ્ઞાની થઈ જા. લે આ માર્ગ છે, આ પરિસ્થિતિ છે અને આ માર્ગનું રહસ્ય છે. તારી પાત્રતા થઈ છે, ગ્રહણ કરી લે. પણ જ્યારે એવી સ્થિતિ ન હોય ત્યારે જ્ઞાની પણ કયાંક સંક્ષેપ કરે છે અને એ સંક્ષેપ નીચેના કા૨ણોથી કરે છે. એમાં પહેલું કારણ.
‘(૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે... અથવા એવી યોગ્યતાને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય....' એની વર્તમાન પરિસ્થિતિ એવી હોય કે આને એના હિતનો ઉપદેશ કહેશું તોપણ અત્યારે પરિણામી નહિ થાય, અત્યારે એના આત્મામાં એ ઉપદેશ અંગીકાર, એ આ ઉપદેશને અંગીકાર કરશે, ઉપાડી લેશે એવું દેખાતું નથી. એવું જ્યારે જ્ઞાનીને ચોખ્ખું દેખાય કે જિજ્ઞાસા રાખે છે પણ આ ગ્રહણ કરવાને હજી એની તૈયારી દેખાતી નથી. તો એની વાણી સંકોચાય જાય છે, એને સંક્ષેપ થાય છે કે, આ કાંઈ અત્યારે ગ્રહણ કરી શકે એવી પરિસ્થિતિમાં દેખાતો નથી.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો વિશેષ પાત્ર હતા ને ! ઉત્કૃષ્ટ પાત્ર હતા.
-
--
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો આ પત્રોમાં આટલું બધું નીકળ્યું એનું કારણ ‘સોભાગભાઈ’ છે.
...
સામાન્ય રીતે જ્ઞાનીપુરુષની વાણી નિષ્ફળ જતી નથી. આવો ઘણો હીણો કાળ છે. હુંડાવસર્પિણી ઘણો વિચિત્ર અને ઘણો વિપરિત કાળ છે. તોપણ જ્ઞાનીની
Page #294
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬ ૭૭.
૨૭૫ વાણી નિષ્ફળ જતી નથી. કોઈ જ્ઞાનીથી બીજા જ્ઞાની પાકી જાય છે. જેમ બહેનશ્રીનો ઉદ્દભવ થયો, “સોગાનજીનો ઉદ્દભવ થયો. એમ અહીંયાં સોભાગભાઈનો ઉદ્દભવ થઈ ગયો છે. એમની વાણી ખાલી નથી ગઈ. અને એવું કોઈ હોનહાર હોય છે, કોઈ જીવનું પરમકલ્યાણ થવાનું કારણ હોય છે એટલે એમનું હૃદય છે એ બહાર, જ્ઞાની પુરુષોનું હૃદય બહાર આવે છે અને એ રહસ્ય બહાર ખુલ્લું થાય છે.
એ તો ગુરુદેવ’ તો સ્પષ્ટ કહેતા કે, ભાઈ ! આ તો એક એવી નદી વહે છે કે જેમાં મોતીઓ તણાય છે. પાણીના પ્રવાહ સાથે મોતીઓનો પણ પ્રવાહ છે. ભાગ્યવાન કર વાવરે.’ વાવરે શબ્દ કાઠિયાવાડી છે. હાથ આમ રાખે ત્યાં મુઠી ભરીને મોતી હાથમાં આવે. એક ખાલી હાથ આડો રાખે ત્યાં પ્રવાહની અંદર હાથ, વચ્ચે રાખે તો મુઠી ભરાય જાય મોતીની. “ભાગ્યવાન કર વાવરે એની મોતીયે મુઠીયું ભરાય.” અને પછી બીજું જોડતા કે, “અપાત્ર જીવો હોય એ કર હાથમાં રાખે તો એનું શંખલે મુઠીયું ભરાય.” એના હાથમાં કાંઈ ન આવે. શંખલાનું શું ઊપજે? કે એનો કાંઈ એક પૈસો પણ કોઈ આપે નહિ. એવું છે. ભાગ્યવાન એટલે પાત્રતાવાન જીવો. મળે તો ઘણું એમાંથી મળે એવું છે. લે તો. નહિતર એમાં કાંઈ હાથમાં આવે એવું નથી.
તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ વર્તતો ન હોય, તે ઉપદેશ વિસ્તારથી કર્યું પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય....” એવી યોગ્યતા ન હોય તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે;” તો એની ભાષા છે એ સંકોચાય જાય છે કે આને અત્યારે કાંઈ લાગેવળગે એવું છે નહિ. આને કહેવાનો કાંઈ અર્થ નથી. હજી એનો કાળ પાક્યો લાગતો નથી. એમ સમજીને પોતે એ વિષયને ગોપવી જાય છે. એવો એક પ્રકાર છે. બીજો પ્રકાર નીચે કહેશે... વિશેષ કહેશે)
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૬
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૯-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૭, ૬૭૮ પ્રવચન નં. ૩૦૩
પાનું-૪૯૫. પાંચમી લીટી છે. આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે,...' શું કહે છે ? બહુભાગે તો મુમુક્ષુજીવને ઉપકારભૂત થાય એવા પ્રકારનો ઉપદેશ જ્ઞાની કરે તો એમાં સંકોચ ન કરે, સંક્ષેપ ન કરે અથવા મોકળા મનથી, પ્રમોદભાવથી સ્વપર ઉપકારક એવી જ્ઞાનીપુરુષની વાણી ઘણું કરીને તો સંક્ષેપતાથી વર્તે નહીં. બહુભાગ તો આ પરિસ્થિતિ છે. કેમકે જ્ઞાનીપુરુષની ૫૨મ કારુણ્યવૃત્તિ બીજા જીવો, જગતના જીવો દુઃખથી મુક્ત થાય એવી પરમ કારુણ્યવૃત્તિ હંમેશાં વર્તે છે. તેમ છતાં કેટલાક કારણવશાત્ આવા પ્રસંગમાં પણ જ્ઞાની સંક્ષેપતાથી વર્તે છે એ વાત અહીંયાં સ્પષ્ટ કરવી છે. બહુભાગ તો એમ કરતા નથી, એમ થતું નથી. છતાં પણ ક્યારેક એવું થાય છે, તો ક્યારે થાય છે એ સ્પષ્ટ કરે છે. એના ઉપરથી એમ સમજવા યોગ્ય છે કે એવી સ્થિતિમાં જ્ઞાનીપુરુષના સમાગમમાં મુમુક્ષુએ ન રહેવું જોઈએ કે જેથી જ્ઞાનીપુરુષને પોતાના હિતની વાત કરવામાં સંક્ષેપ થઈ જાય.
પહેલું કારણ ફરીથી. આપણે પહેલું લેવાઈ ગયું હતું. ‘(૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશથી વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપ૫ણે પણ વર્તે છે;...’ બે પ્રકાર લીધા. એકના પેટાભેદમાં બે વાત છે કે, એક તો એ જીવ એવા સંયોગોને વિષે વર્તતો હોય કે જે સંયોગોને વિષે એને ઉપદેશ પરિણામી થાય એવા સંયોગો એ ન હોય.
જેમકે ઘણી ઉપાધિમાં ઘેરાયેલો હોય. ઉપાધિ સંયોગની કોઈ પ્રતિકૂળતાઓ અથવા ઘણા સંયોગની અનુકૂળતાઓના કાર્યમાં બહુ વ્યસ્ત હોય. એટલે ટૂંકમાં સંયોગાશ્રિત એવા તીવ્ર આકુળતાવાળા પરિણામની અંદર મુમુક્ષુજીવ વર્તતો હોય
Page #296
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૭.
૨૭૭ ત્યારે તેને તે ઉપદેશ પરિણામી થાય એવી પરિસ્થિતિ ત્યાં વર્તતી નથી. એવે વખતે જ્ઞાનીને એમ થાય કે અત્યારે આને કાંઈ કહેવાનો અર્થ નથી. અત્યારે તો એ એટલો દોડાદોડમાં છે, ભાગાભાગમાં છે કે એને કાંઈ કહેવાથી અથવા એટલા અત્યારે એને પ્રસંગો ઊભા થયા છે. આ ઘરે કોઈવાર એવા પ્રસંગો આવે, લગ્નોના પ્રસંગો આવે છે, બીજા પ્રસંગો આવે છે, ઘણા મહેમાનો હોય, બીજું હોય, ઘણા કામ હોય, ઘણું બાકી હોય અને માણસ Tension માં હોય. એવા અનેક પ્રકારના સંયોગોમાં જ્યારે જિજ્ઞાસ વર્તતો હોય ત્યારે જ્ઞાનીના ઉપદેશમાં સંક્ષેપ થાય છે કે અત્યારે આને કાંઈ કહેવાનો કોઈ અર્થ રહેતો નથી.
અથવા એ જીવની યોગ્યતા ન હોય એમ લાગે કે આ વાત કરીએ પણ આને એ ગ્રહણ કરી શકે કે અત્યારે એને કોઈ આ વાત સમજાય, બીજી ઘણી વાતો સમજવાની અને બાકી હોય અને એને જિજ્ઞાસા થઈ હોય કે મને આ વાત સમજાવો. (છતાં એ જીવની) યોગ્યતા દેખાતી નથી. એ જાતની પાત્રતા દેખાતી નથી તોપણ એ ઉપદેશ દેવામાં સંક્ષેપમાં વર્તે છે, સંક્ષેપપણે વર્તે છે. એક તો એ જિજ્ઞાસુ સંબંધીનું બે પ્રકારનું કારણ લીધું. હવે પોતાની side ની વાત કરે છે. અથવા પોતાને...
મુમુક્ષુ – જ્ઞાનીની એટલી બધી હોય કે બરાબર આમ જોઈ લે.
પૂજ્ય ભાઈશ્રી – હા. બરાબર જોઈ લ્ય કે અત્યારે આને કાંઈ કહેવાનો અર્થ નથી. તો સહેજે એમની વાણી છે એ સંક્ષેપપણે વર્તે છે. ખ્યાલ આવી જાય છે એટલે એમનો ભાવ પણ એમાં સંક્ષેપપણે વર્તે છે. એટલે વિશેષપણે કહેતા નથી.
અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય.” પોતાને-જ્ઞાનીને પોતાને બહારનો વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય....” પોતાનો ઉદય. એને આપણે કોઈ ઉપદેશરૂપ વાત કરશું તો એને ઉલટું પડશે, કે ભાઈ ! તમે જરાક નિવૃત્ત થાવ. આરંભ-પરિગ્રહ ઓછો કરો, આત્મા માટે કાંઈક નિવૃત્તિ લ્યો એમ કહે) અને પોતા પાછા દુકાને જઈને બેસે. પોતે એવા વ્યવહારમાં વર્તતા હોય તો એને એમ થાય કે અત્યારે આ વાત કરવી એ મને ઠીક લાગતી નથી. એટલે પોતે બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય.” ઉલટાનો એને અવરોધ થાય. એને ઊંધો તર્ક ઉઠે.
અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૮
રાજહૃદય ભાગ-૧૩ હેતુરૂપ થવાનું કારણ બનતું હોય.” અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય. તથારૂપ કારણ વિના એટલે શું ? આ વાત એમણે મોઘમ રાખી છે. “તથારૂપ કારણ વિના....” એટલે શું ? કે એ જીવને અત્યારે એમ કહ્યા વગર ચાલે એમ નથી. એને અત્યારે કહેવું જ જોઈએ. એને એ વાતનો ખ્યાલ આપવો જ જરૂરી છે. એવા કોઈ મહત્વના કારણ વિના જો એ રીતે પોતે ઉપદેશ કરે છે તો મુખ્યમાર્ગને વિરોધરૂપ પેલાને લાગે છે. કે આ તો વીતરાગનો માર્ગ છે. પોતે તો રાગી થઈને વીતરાગનો ઉપદેશ આપે છે. એમને તો બધું જોઈએ છે, બધી અનુકૂળતાઓ જોઈએ છે, કુટુંબ-પરિવાર જોઈએ છે, વેપાર-ધંધા જોઈએ છે, પૈસા જોઈએ છે. બધું જોઈએ છે. તો મુખ્યમાર્ગને એ વિરોધરૂપ છે. કેમકે ઉપદેશ તો મોટાભાગે મુનિઓ અને આચાર્યોએ કર્યો છે. અને એથી ઉત્કૃષ્ટપણે તીર્થંકરદેવાદિ કેવળદશામાં બિરાજમાન થઈને ઉપદેશ કર્યો છે. અને એ ઉપદેશની અંદર એમણે સર્વસંગપરિત્યાગ કર્યો હોવાથી ઉપદેશ કરનારને પ્રતિબંધરૂપ કે વિરોધરૂપ કોઈ બાહ્ય દેખાવ થતો નથી. ઉપદેશકની વિરોધાભાસી પરિસ્થિતિ નથી આવતી. ઉપદેશકની પરિસ્થિતિ વિરોધાભાસી હોય અને સામાને સંશયનું કારણ થાય અથવા એને એમ થાય કે આ તો માર્ગથી વિરુદ્ધ વાત કરે છે, વિરુદ્ધ વર્તીને વાત કરે છે. માર્ગ કાંઈક છે અને પોતે વર્તે છે કાંઈક એવા હેતુનું કારણ બનતું હોય તોપણ જ્ઞાની પુરુષો સંક્ષેપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન પણ રહે. એ બહુ થોડી વાત કરે, ઓછી વાત કરે, ન પણ કરે. એમ પણ બનવા યોગ્ય છે.
મુમુક્ષુ – મૌન પણ રહે.
પૂજ્ય ભાઈશ્રી :- મૌન પણ રહે. હા. મૌનેય રહી જાય. આમ કહેવાથી તો ઉલટું સામાને નુકસાન થાશે. એને કાંઈ સવળું તો નહિ પડે પણ ઉલટાનું અવળું પડશે. કાંઈ નહિ. અત્યારે આપણે મૌન રહી જાવ. એને યોગ્ય લાગે, ઠીક લાગે એમ ભલે કરે. એમ કરીને પોતે મૌન પણ થઈ જાય. જવાબ ન પણ દે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી.” પત્ર “કુંવરજીભાઈ “ભાવનગરના મુમુક્ષુ છે એના ઉપરનો છે. ખાસ કરીને દેરાવાસી જે શ્વેતાંબર મૂર્તિપૂજક છે એમાં દીક્ષા લેવાનો Craze ઘણો છે. કેટલાક તો આખા કુટુંબોએ દીક્ષા લીધેલી છે. કુટુંબના પાંચ-સાત-આઠ માણસો હોય એ બધાએ વારાફરતી દીક્ષા લઈ લીધી હોય એવા પણ એ લોકોમાં કુટુંબો છે. એ
Page #298
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૭.
૨૭૯ ઉપર પોતાના વિચારોનો પ્રકાશ પાડે છે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેટલાકને તો એવા સંયોગો હોય, કેટલાકને એવા સંયોગો ન હોય કે આપણે ઉપાધિ કરવી નથી. ચાલો ત્યાગ કરીને બેસી જાવ. તો એથી ત્યાગ કરવાથી કાંઈ ઉપાધિરહિત થઈ જાય છે એવું કાંઈ બનતું નથી.
કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય.” અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય “અને તથારૂપ માર્ગે ન પ્રવતય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે...' ભલે દીક્ષા લીધી હોય. પણ જ્યાં સુધી એને પોતાના પરિણામ ઉપર દૃષ્ટિ ન આવે કે મારા પરિણામ સુધરી રહ્યા છે ? પોતાના સ્વનું જ લક્ષ ન હોય કે, આમ કરતા મારા પરિણામમાં શું ફેર પડ્યો ? કે મેં ત્યાગ કર્યો, દીક્ષા લીધી એવું મને અહંપણું થયું? ફાયદો થયો કે નુકસાન થયું ? કે અસત્ ક્રિયાનો આગ્રહ કર્યો ? એવું કાંઈ કર્યું ? કે કોઈ મારા પરિણામની અંદર શુદ્ધિ પ્રગટી ? વિશુદ્ધિ થઈ ? શું થયું આમાં ? એવી કોઈ પોતાના પરિણામ ઉપર દૃષ્ટિ જ ન હોય કે અંતર પરિણતિ સુધરે છે કે બગડે છે, એ જાતનો અવલોકનનો અભ્યાસ પણ ન હોય.
“અને તથારૂપ માર્ગે ન પ્રવતયિ ત્યાં સુધી...” એવી યોગ્યતા, માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા પણ ન હોય. ત્યાં સુધી એ સર્વસંગપરિત્યાગ કરી બેસે, દીક્ષા આદિ ગ્રહણ કરે પણ નામમાત્ર થાય છે. બધા એને સાધુ કહે પણ) નામમાત્ર હોય છે. ખરેખર આત્માનું કોઈ સાધન સાધે એવી પરિસ્થિતિ એના આત્માને વિષે કાંઈ હોતી નથી. “અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. પછી તો પોતે બીજા કરતા ઊંચા પદમાં આવી ગયો. બીજા બધા વંદન-નમસ્કાર (કરે), મોટા-મોટા માણસો પણ સમાજમાં વંદન-નમસ્કાર કરે. એવા અવસરમાં અંતર પરિણતિ ઉપર એને દૃષ્ટિ દેવાનું ભાન પણ જીવને આવતું નથી. બહુ બહુ તો પછી પોતે ઉપદેશક થઈ જાય. બે વાત સમજી હોય, સાંભળી હોય, મંડે કહેવા. પોતાના પરિણામ ઉપર એને અંતરપરિણતિમાં શું થાય છે એના ઉપર એનું લક્ષ જાય, દૃષ્ટિ દેવી એટલે અહીંયાં એનું લક્ષ પણ જતું નથી કે મારું શું ? હું ક્યાં છું? પછી તો એ અવસર જ ખલાસ થઈ જાય છે. પછી એ પોતે સમાજના કોઈ ઉપદેશકના સ્થાને બેસી જાય છે એટલે પોતાના પરિણામ ઉપર એનું જરાપણ લક્ષ જતું નથી. એવો પ્રસંગ થઈ જાય છે. અને કઠણ છે. પછી તો
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
રાજહૃદય ભાગ-૧૩ એને એવું ભાન આવવું પણ કઠણ પડી જાય છે. ઉલટાનું મુશ્કેલ થઈ જાય છે.
“તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે.” એમણે આ એક બહુ સારી વાત કરી છે કે, જો જીવ લૌકિક અભિનિવેશમાં વર્તે તો એ લોકસંજ્ઞાના પરિણામ એવા પરિણામ છે અથવા લોકસંજ્ઞાના પરિણામમાં એવા બાહ્યદૃષ્ટિવાળા પરિણામ છે એ, એટલી દષ્ટિ બહાર ચોટેલી રહે કે એ પોતાના અંતર પરિણામ ઉપર લક્ષ આપી શકે એવી પરિસ્થિતિમાં એ જીવ આવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં આવી જાય છે.
ફરીથી, સંગપરિત્યાગ કરીને દીક્ષાદિ ગ્રહણ કર્યા પછી પણ જો જીવ પોતાના પરિણામનો ખ્યાલ ન રાખી શકતો હોય તો ગૃહસ્થ વ્યવહારમાં વર્તે અને લૌકિક અભિનિવેશપૂર્વક વર્તે એવી પરિસ્થિતિ હોય. એને તો પોતાના પરિણામ ઉપર દૃષ્ટિ દેવાનું કદિ બને નહિ. એને તો લોકો ઉપર અને સમાજ ઉપર જ દષ્ટિ રહ્યા કરે. સમાજ શું કહે છે ? સમાજ શું કહેશે ? સમાજમાં આનો પ્રતિભાવ શું પડશે ? સમાજને અનુકૂળ પડશે કે નહિ? સમાજને અનુકૂળ થાય એવું આપણે શું શું કરવું જોઈએ ? એટલે એ તો લોકસંજ્ઞાને લઈને લોકો ઉપર જીવના એટલા બધા બાહ્ય પરિણામ આવી જાય છે કે પોતાના પરિણામને તપાસવા, અવલોકન કરવું કે એમાં સુધાર-બગાડ થયો છે એનો ખ્યાલ રાખવો. બગાડ થયો હોય તો નુકસાન વધ્યું છે, સુધાર થાય છે કે નહિ? એ કાંઈ એને વિચારણા, સ્વલક્ષી વિચારણા બંધ થઈ જાય છે. લોકંજ્ઞાના પરિણામ કેટલા બધા ભયંકર છે એનો સંકેત આ જગ્યાએથી મળે છે.
ફરીને, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ.” એ તો ઘણું કઠણ પડી જાય પછી, ઘણું દુઃસાધ્ય થઈ જાય છે. એ જીવ એ બાહ્યદષ્ટિ ફેરવીને પોતાના તરફ જોઈ શકે એ વાત એને એના માટે ઘણી અઘરી પડી જાય છે. એ વિષયની અંદર એ ભાવમાં ઘણો દૂર નીકળી જાય છે.
મુમુક્ષુ :- એનું લક્ષ તો સમાજ ઉપર રહ્યા જ કરે.
પૂજ્ય ભાઈશ્રી - રહ્યા જ કરે. એને એટલી બધી એ બાબતની ચિંતા અને સાવધાની રહે. મૂળ શું છે ? લોકસંજ્ઞાને લઈને એટલી બધી સાવધાની રહે કે લોકોને શું લાગશે ? લોકો શું વિચારશે ? લોકો કેવો પ્રતિભાવ આપશે ? લોકોને
Page #300
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૭.
૨૮૧ કેવી કેવી રીતે આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ... તેમ કરવું જોઈએ... ફલાણું કરવું જોઈએ. તો લોકોમાં આમ થાય, આમ થાય. એટલી બધી લોકો તરફની સાવધાની થઈ જાય. એને પોતાના પરિણામના સુધાર-બગાડનો જરાય વિચાર આવે નહિ, જરાય તપાસણી થાય નહિ, જરાપણ અવલોકન ન આવે એવા દૂરવર્તી પરિણામ આત્મહિતના વિષયમાં થઈ જાય છે. તે વિચારવા યોગ્ય છે.” અને તે વિષય લોકસંજ્ઞાનો ફરી ફરીને જીવે વિચારવા યોગ્ય છે.
“વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે....... અને જ્યારે લોકોની વચ્ચે રહીને લોકવ્યવહારમાં જ્યારે જીવ ઊભો છે ત્યારે એને પોતાના અંતરપરિણતિ ઉપર કેટલું બળ રાખવું જોઈએ ? આત્મહિતનું કેટલું લક્ષ રાખવું જોઈએ ? કેટલી જાગૃતિનું બળ હોવું જોઈએ ? એ વાત વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે.' ફરી ફરીને એ વાત વિચારવા યોગ્ય છે. અથવા પ્રસંગે-પ્રસંગે અને કાર્ય-કાર્યો એ વાતને વિચારવા જેવી છે કે મારા પરિણામમાં હું મને નુકસાન કરું એવું તો કાંઈ નથી થતું ને ? એ પ્રકારમાં તો હું નથી આવતો ને ? લોકવ્યવહારની વચ્ચે રહીને પોતાનું હિત તો હું ચૂકતો નથી ને ? ચૂકી જતો નથી ને? ભૂલી જતો નથી ને ? એ ફરી ફરીને વિચારવા યોગ્ય છે.
“વધારે શું લખીએ?’ હવે માર્ગદર્શન આપે છે. જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ પોતાના જીવને સમજાવીને,...” જુઓ ! કેવી શૈલી લીધી છે ! જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છેઅહીંયાં વિચારવાન જીવ એટલે મુમુક્ષજીવ અને મુમુક્ષજીવ એટલે વિચારવાન જીવ.
મુમુક્ષુ – અભિપ્રાયની.... એને ખરાબલાગી જાય.
પૂજ્ય ભાઈશ્રી – હા. વાત સાચી છે. ગાળ દીધી હોય એવું લાગે. જો પોતાના હિતનો જીવ વિચાર ન કરતો હોય તો એ અવિચારીપણું નથી તો બીજું શું છે ? અને એમાં પણ આવો ઉત્કૃષ્ટ માર્ગ ચોખ્ખો સામે આવ્યો પાછો. એમ નથી કે બીજા જીવોને તો કાને વાત પડી નથી. એને કાંઈ ખબર નથી, સાંભળવા મળ્યું નથી, સમજવા મળ્યું નથી. કોઈ એવી પરિસ્થિતિમાં નથી કે એને જલ્દી આ વાત
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
રાજહૃદય ભાગ-૧૩ કોઈ કાને પડે. એ તો બિચારા પોતાના આત્મહિતમાં અગ્રેસર ન થઈ શકે કે આત્મહિતનો વિચાર ન કરી શકે. કેમકે જગતના જીવોની દોડ જ જગતના સંયોગો પાછળ છે. એટલે એને તો ઉપાય નથી. પણ જેને એ વિષય સામે આવ્યો, સમજવા મળ્યો, કાંઈક વિચારતો થયો. હવે જો એ પોતે આત્મહિતની દરકારમાં ન રહે તો બહુ મોટા અફસોસની વાત છે. કાંઠે આવીને બૂડવા જેવું થાય. એ બહુ સરસ વાત કરી છે), જેટલી પોતાની શક્તિ હોય તેટલી સર્વ શક્તિથી એમ કહે છે. પૂરી તાકાતથી. અથવા બધી શક્તિ આમાં લગાવી દેવી, એમ કહે છે. પૂરેપૂરી શક્તિ આ એક જગ્યાએ, એક લક્ષમાં લગાવવી.
સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી દેવો. મારે લોકોનું કાંઈ કામ નથી. મારે લોકોના અભિપ્રાયની કોઈ જરૂરિયાત નથી. કોઈ જાણે, ન જાણે. જુઓ ! “સોગાનીજીનું દગંત તો બહુ સરસ છે. કોઈ જાણે. ન જાણે, કુલ બાગમાં હોય કે જંગલમાં હોય. કોઈ સુંઘે કે ન સુંઘે, એની સુંદરતાનું મૂલ્ય છે એ તો એમનેમ અખંડિત છે. એમાં કાંઈ ફેર પડતો નથી. લોકો જાણે એટલે મારી કિંમત વધી જાય, લોકો ન જાણે તો મારી કિંમત ઘટી જાય, ઘણા જાણે તો ઘણી કિંમત થાય, ઓછા જાણે તો ઓછી કિમત થાય. આ બધી કલ્પના જીવને ઝેર ખાવામાં કામ આવે એવું છે. ખરેખર તો આત્માનું અહિત કરવામાં ભાવમરણનું વિષ છે આ. લોકસંજ્ઞા જેવું કાળકૂટ ઝેર બીજું એકેય નથી. આગળ એક જગ્યાએ કહેશે કે કાળકૂટ ઝેર છે. સર્પ તો એકવાર કરડશે અને ઝેર ચડશે. આ ઝેર ઉતરવું મુશ્કેલ છે. એટલે પૂરી શક્તિથી જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી, એમ કહે છે. પૂરેપૂરી શક્તિ આ જગ્યાએ કામે લગાડવી કે લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી દેવો. લોકોને જેમ જાણવું હોય, જેમ માનવું હોય, જેમ કહેવું હોય, જેમ વિચારવું હોય, મારે કંઈ લેવા કે દેવા. હું મારા રસ્તે ચાલવા માગુ છું. મારા માર્ગથી હું વિચલિત થવા માગતો નથી. - દુનિયામાં લૌકિક આદર્શો હોય છે ને ? એ લોકો પણ આવી દરકાર નથી કરતા. “ઝવેરચંદ મેઘાણીએ એક (કાવ્યમાં લખ્યું છે), ‘એકલો જાને રે, તારી સાથે કોઈ ન આવે તો એકલો જાને રે... એકલો જાને, એકલો જાને, તું એકલો જાને રે.” એક કાવ્ય લખ્યું છે. એ જરા દેશપ્રેમના કાવ્યો લખતા. તને સૌ લોકો સાથ ન આપે તો કાંઈ નહિ, તું તારે એકલો પણ તારે રસ્તે ચાલ્યો જજે. તારો રસ્તો કોઈ રીતે તું છોડીશ નહિ. વિચલિત નહિ થતો. લૌકિકમાં પણ આટલું તો વિચારે છે. ત્યારે
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૩
પત્રાંક-૬૭૭. આત્મહિતનો માર્ગ તો અમસ્તો પણ એકલાનો જ છે. એમાં તો સિદ્ધિ સુધી એકલાએ જ કામ કરવાનું છે. પુરુષાર્થ એકલા હાથે જ કરવાનો છે. જે પુરુષાર્થ કરવાનો છે એ આત્માએ આત્મામાં આત્માથી કરવાનો છે. પુરુષ તો આંગળી ચીંધે છે, શ્રીગુરુ તો માર્ગની આંગળી ચીંધે છે કે રસ્તો આ બાજુ છે તો એ બાજુ તું તારો પુરુષાર્થ લગાડ. સર્વશક્તિથી. શક્તિ કોની ? પોતાની. લક્ષ ક્યાં રાખવું એટલી વાત કરે છે. લૌકિક અભિનિવેશનો સંક્ષેપ કરી નાખ અથવા ઊડાડી દે. લૌકિક અભિનિવેશને તું છોડી દે.
કિંઈ પણ અપૂર્વ નિવારણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે.” હવે શું છે કે આ જે કુંવરજીભાઈ સગૃહસ્થ હતા એમની સમાજની અંદર ધાર્મિક વ્યક્તિ તરીકે શ્વેતાંબર સમાજમાં બહુ સારી છાપ હતી. સંપન્ન માણસ હોય અને વ્રત, નિયમ અને ધાર્મિક વિચારોની અંદર વિશેષ રસ લેતા હોય તો સ્વભાવિક રીતે ધાર્મિક આબરૂ તો બંધાય. તો કહે છે કે લોકો એમ કહે કે ભાઈ ! આ તો “કુંવરજીભાઈને બહુ જ્ઞાન છે. ફલાણા ભાઈને તો બહુ જ્ઞાન છે. લોકો ભલે ગમે તેમ કહે. આમને તો બહુ સમજણ છે, ઘણું જ્ઞાન છે. એની પાસેથી ઘણી વાતો સમજવા મળે, જાણવા મળે, લાણું છે, ઢીકણું છે. અંદરમાં આત્માએ બીજી રીતે વિચારવા જેવું છે કે મારા આત્મામાં અપૂર્વતા કેમ ન પ્રગટી? જે અપૂર્વતા પ્રગટીને જ્ઞાન નિરાવરણ થવું જોઈએ, આત્મા નિરાવરણ થવો જોઈએ તેવું અપૂર્વ નિરાવરણપણું મને કેમ પ્રગટ નથી થયું ? લોકો ભલે મને ગમે તેટલી કિંમત આપે, ગમે તેટલી આબરૂ આપે. એથી શું થઈ ગયું ? મને કેટલું મળ્યું છે ? મારા આત્મામાં કેટલો લાભ થયો છે ? કોઈ અપૂર્વતા પ્રગટ થઈ ? કોઈ નિરાવરપણું પ્રગટ થયું? કે નથી પ્રગટ થયું ? જો ન પ્રગટ થયું હોય, એવું પોતાને તપાસ કરતા દેખાતું ન હોય તો આ જીવે સમજણનું અભિમાન કરવા જેવું નથી. ભલે લોકો એમ કહે કે તમને ઘણી સમજણ પડે છે. તમે બહું વાંચ્યું છે, બહુ સાંભળ્યું છે, ઘણું સમજ્યા છો, બીજાને ઘણું સમજાવી શકો છો. પોતાએ જરાય લેવા જેવું નથી. આ સમજણનું અભિમાન કરવા જેવું નથી. માટે સમજણનું માત્ર અભિમાન છે એમ પોતાના જીવને અંદરમાં સમજાવવો કે, ભાઈ ! લોકો ગમે તે કહે, તને નિરાવરણપણું પ્રગટ્યું નથી. તો પછી સમજણનું માત્ર અભિમાન છે એવો ભાવ તને ન આવવો જોઈએ કે હું ઘણું સમજું છું, મને ઘણી ખબર પડે છે. કારણ કે એ સમજણ તો ત્યારે કહેવાય કે એના ફળમાં કોઈ અપૂર્વતા પ્રગટે ત્યારે. દશાની
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪
રાજહૃદય ભાગ-૧૩ અંદર કોઈ અપૂર્વતા ન પ્રગટે ત્યાં સુધી એ જ્ઞાન જ્ઞાન તરીકે શું કામમાં આવ્યું ? એમ એવી રીતે વાતને લેવી જોઈએ. જાણું છું અને સમજું છું એવી રીતે નહિ લેવી જોઈએ.
એમ જીવને સમજાવીને, જે પ્રકારે” એટલે યથાર્થ પ્રકારે. જે પ્રકારનો (અર્થ) ગમે તે પ્રકારે નહિ. યથાર્થ પ્રકારે “જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે...” આત્મા પોતાના સ્વરૂપજ્ઞાન, સ્વરૂપદર્શન અને સ્વરૂપચારિત્રને વિષે “સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી...” સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના માર્ગમાં આવવા માટે એમાં જ વૃત્તિને જાગ્રત કરવી, એને જોડવી. “અને ચત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું.... અને એની ચિંતા રહેવી), માર્ગમાં ન અવાય એની ચિંતા કેટલી રહેવી જોઈએ ? રાત-દિવસ એની ચિંતા થવી જોઈએ. ચિંતા એક આકુળતા જરૂર છે પણ આ ચિંતા તો થવા જેવી છે. આ ચિંતા ન થાય તો જીવને ભવિષ્ય ભયંકર છે એમ વિચારવા જેવું છે કે, અરે ! તને તારા આત્માના હિતની ચિંતા ન થઈ? તીવ્ર પાત્રતામાં તો એ ચિંતા રાત્રિ-દિવસ થાય છે એમ કહે છે. રાત્રે ઊંઘ ન આવે. ચિંતા એવી થાય કે રાત્રે ઊંઘ ન આવે. આયુષ્ય ક્યારે પૂરું થાશે એનો ભરોસો નથી. અને એમાં પણ જીવનના ઉતરાર્ધમાં પ્રવેશેલાને તો અર્ધ પૂરું થયા પછી એને ઉતરાર્ધ કહેવાય છે. અને અત્યારે ૭૫-૮૦નું અડધું કરો એટલે બાકીની ઉપરની ઉંમરમાં બધા ઉતરાર્ધમાં આવી ગયા. ૪૦ અને એથી ઉપરના બધા ઉતરાર્ધમાં આવી જાય છે. જોકે નીચેવાળાનો પણ ભરોસો તો નથી. પણ એને હજી ઉપર Ceiling નથી. માથું ભટકાય એવું નથી. આને તો ઉપર Ceiling આવી ગયું. એનું તો બાંધણું જ છે. આયુષ્યનું ઉપર તો બાંધણું છે. એના ઉપર તો આયુષ્ય જવાનું છે જ નહિ. અને જે ઘણું મોટાભાગનું ભોગવી ચૂકયા એને તો રાત્રિ-દિવસ ચિંતા થવી જોઈએ. જેટલી ચિંતા રાત્રે ન થાય એટલી દિવસે થાય અને દિવસે ન થાય એટલી રાત્રે થાય. એવી પરિસ્થિતિમાં આવવું જોઈએ એમ કહે છે.
“ચત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન...” જે જીવનમાં પરિણામો થઈ ગયા છે એ જોતાં તો આ કાળમાં તો ભાગ્યે જ કોઈ જીવ મનુષ્યપણું ફરીને પામે એવી પરિસ્થિતિમાં હોય છે. એટલે એને તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સન્શાસ્ત્ર અને સરળતાદિ નિગુણો ઉપકારભૂત છે.” નિમિત્ત અને ઉપાદાન બેયની વાત લીધી. નિમિત્તપણે એને ઉપકારભૂત સત્સંગ છે, સત્સંગ ન મળે તો સત્યાસ્ત્ર છે અને
Page #304
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૭
૨૮૫ સૌથી વધારે પોતાના સરળતાદિ નિજગુણો છે. સરળતા અને નિરસતા. પ્રાપ્ત સંયોગોમાં નિરસતા, મંદ રસપણું અને સરળ પરિણામે વર્તવું કે જેથી કરીને પોતાને સ્વરૂપમાં વળવામાં એ પ્રકારનું આડાપણું ન રહે. સરળપણું અને આડાપણું પરસ્પર વિરુદ્ધ છે. માયાના પરિણામ કહો, આડોડાઈના પરિણામ કહો, હઠના પરિણામ કહો, જીદના પરિણામ કહો, એ પ્રકૃતિ જે છે, પરરુચિના પરિણામ કહો એ બધા પરિણામ એવા છે કે જીવને સ્વસમ્મુખ થવામાં મુખ્ય પ્રતિબંધક છે. અસરળતાના પરિણામ જીવને સ્વસમ્મુખ થવાની અંદર મુખ્ય અવરોધ હોય તો આ અસરળતાનો છે.
એટલે સત્સંગ ઉપાસવામાં પણ “કૃપાળુદેવની મુખ્ય કોઈ સૂચના કહો કે મુખ્ય આજ્ઞા કહો તો એ છે કે સરળતાએ સત્સંગને ઉપાસવો. નહિતર સત્સંગ મળશે પણ સરળતા ન હોય તો એ સત્સંગનો કોઈ તારા આત્માને હિતમાં નિમિત્ત થવામાં કોઈપણ કારણ બનવાનું નથી), કોઈ અંશે પણ નિમિત્તપણે ભજવાનું નથી. સરળતા છે એ મુખ્ય વાત છે.
મુમુક્ષુ - સરળતા વગર મુમુક્ષતા આવે પણ નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- આવે પણ નહિ. સરળતા બહુ મોટી વાત છે. ભલે ગમે તે સંયોગોના ફેરફાર થાય, કહેવાતા લાભ-નુકસાન થાય ગમે તે હોય, પોતે સરળતાથી જ વર્તવું છે એ વાત તો એણે ગાંઠ મારવી જોઈએ.
મુમુક્ષુ - શાસ્ત્ર અસ્ત્ર થઈ જતા વાર નહિ લાગે. પૂજ્ય ભાઈશ્રી – થઈ જતા વાર નહિ લાગે. મુમુક્ષુ - સત્સંગમાંથી કુસંગમાં ચાલ્યો જશે.
પૂજ્ય ભાઈશ્રી - ચાલ્યો જશે. માનશે કે હું સત્સંગ કરું છું અને વર્તતો હશે કુસંગ. અને સાસ્ત્રમાંથી પણ મતિદોષ... કારણ કે મતિમાં અસરળતા છે તો મતિની અસરળતા શું કરશે ? કે પોતાના જે દોષિત અભિપ્રાય છે એની પુષ્ટી કરવામાં એ શાસ્ત્રનો ઉપયોગ કરશે કે જુઓ ! મને પણ આમ લાગે છે અને શાસ્ત્ર પણ આમ કહે છે. એકવચનને બહુવચનમાં લઈ જશે.
જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે જાગ્રત થવામાં અને વૃત્તિ જોડવામાં સત્સંગ અને સન્શાસ્ત્ર નિમિત્તપણે ઉપકારભૂત છે અને સરળતાદિ નિજગુણો પણ પોતાને ઉપકારભૂત છે, “એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. અને એ રીતે એ ત્રણે પદનો આશ્રય કરવો યોગ્ય છે. સત્સંગમાં પણ રહેવું, સાસ્ત્રનું પણ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૬
રાજહૃદય ભાગ-૧૩ અધ્યયન રાખવું અને સરળતાદિ નિજ ગુણોની પણ ઉપાસના રાખવી. જાગૃતિપૂર્વક. જુઓ ! હવે સરળતામાં વિચારનો ક્યાં પ્રશ્ન છે ? આપણે આ ચર્ચા ચાલે છે ને ? આમ સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને વિચાર કરીએ છીએ. વિચાર ઘણો કરીએ છીએ. વાંચી-સાંભળીને વિચાર તો કરીએ છીએ. સરળતા. રાખવી એમાં વિચાર કરવાનો છે કે વર્તવાનું છે ? કે સરળતામાં તો સરળપણે વર્તવાનું છે. કેટલીક વાત એવી છે કે એ વિચાર કરતા આગળની ચીજ છે. અને એ વાત સાથે સાથે, વિચારની સાથે સાથે જો ન હોય તો એકલો વિચાર એ કોઈ એને કામમાં આવે એવી ચીજ હોતી નથી.
જ્યાં સુધી.” જુઓ ! હવે “કુંવરજીભાઈ ગૃહસ્થ છે ને! સમાજના પ્રતિષ્ઠિત ગૃહસ્થ છે. એટલે કહે છે કે, “જ્યાં સુધી લૌકિક અભિનિવેશ.” એ વાત ફરી ફરીને કરે છે. દીક્ષા લેવામાં લૌકિક અભિનિવેશની વાત કરી, શાસ્ત્ર વાંચીને સમજણ થાય છે, કોઈ લોકો માને છે કે, ભાઈ ! આ જ્ઞાની છે, સમજદાર છે, ફલાણું છે, ઢીકણું છે તોપણ લૌકિક અભિનિવેશની વાત લીધી. હવે બીજા સંયોગોની વાત એટલે કે જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ... જુઓ ભાઈ ! બે પૈસા હોય તો લોકો બોલાવે. સાધારણ માણસને પુણ્ય ન હોય એને કોણ બોલાવે ? માટે કાંઈક આપણી પાસે હોવું તો જોઈએ જ. અભિપ્રાય, હોં ! પછી હોવું ન હોવું કાંઈ એના હાથની વાત નથી. પણ માણસ અભિપ્રાય એવી રીતે બાંધી લે કે આપણે કાંઈક આપણી પાસે સંપન્ન હોય તો લોકો કાંઈક આપણી કિમત કરે છે, નહિતર લોકો કિંમત નથી કરતા. એટલે એને એ લોભ છોડવાનો અવસર જ ન આવે. એ અભિપ્રાયવાળાને એમ થાય કે આપણી પાસે વધારેમાં વધારે હોય એટલું વધારે સારું છે. એ આપણને કામમાં આવે છે, અનેક રીતે કામમાં આવે છે.
મુમુક્ષુ - દુર્ગતિમાં જાવામાં...
પૂજ્ય ભાઈશ્રી:- ખરેખર. લગભગ અત્યારે તો સંપત્તિ નવાણું બાય નવ્વાણું દુર્ગતિનું જ કારણ થાય એવું છે. ઇચ્છવા જેવી નથી. નવાણ ઉપરાંત નવાણું ટકા દુર્ગતિનું કારણ થાય એવું છે. એકલા ભોગ-ઉપભોગના સાધનો અને બીજું-ત્રીજું વધ્યું છે અને એમાં પણ પછી તો જે નવી પ્રજા આવે છે એ તો એટલી ગડબડ કરી મૂકે છે. કેમકે એને તો પરસેવો પણ પડ્યો નથી. ઓલાએ તો હજી કાંઈક પણ મહેનત કરી છે. પરસેવા વગરનો તો પછી ક્યાંયનો ક્યાંય પહોંચી જાય છે. એને કોઈ સ્વચ્છંદનો પાર રહેતો નથી.
Page #306
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૭
૨૮૭
અહીં તો ધાર્મિક વિચારમાં આવ્યા છે એવા એક ગૃહસ્થને આ વાત કરે છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ...માં એમ હોય કે આપણી પાસે કાંઈક હોય તો લોકો કિંમત કરે, નહિત૨ લોકો આપણને બોલાવે નહિ, લોકો આપણી સામું ન જોવે, ક્યાંય આવકા૨ ન મળે. એ બધો લૌકિક અભિનિવેશ છે. અને એ પૈસાના આધારે એ અભિનિવેશને પોશવો છે. ‘તૃષ્ણા...' હજી વધારેમાં વધારે સંયોગો અનુકૂળતાવાળા થાય એ પ્રકારની તૃષ્ણા. દૈહિક માન...' પોતે જે કાંઈ દેહની ક્રિયા કરે એ બધું દૈહિક માનમાં જાય છે. ‘કુળ...’ અમારું તો કુળ (ઊંચું), અમે આ કુળમાં જન્મ્યા છીએ. જૈનકુળમાં જન્મ્યા. ઊંચામાં ઊંચા કુળમાં અમે ઉજળિયાત છીએ.
કુળ અને પોતાની જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય....' એની વિશેષતા માનવી હોય, એનો મોહ રહ્યો હોય અને તે વાત ન છોડવી હોય...' એ વાત છોડી દેવી જોઈએ એ હજી છૂટતી ન હોય, હજી એની પક્કડ આવ્યા જ કરતી હોય અને પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય,...' પરિચયમાં આવ્યા છે ને ? સંપ્રદાય નથી છોડી શકયા. એ પોતાની બુદ્ધિથી નક્કી કર્યું છે. આપણે ગમે તેમ થાય, હોં ! આપણો ધર્મ ન છોડવો. બીજી બધી વાતની હા પાડવી, ગમે ત્યાં જઈ ડોકું ધુણાવવામાં આપણે વાંધો નહિ. પણ આપણી વાત મૂકવાની નથી. આપણો સંપ્રદાય ન છોડાય. આપણે મૂકી ન દેવાય. બાકી સારી વાત આપણે ગમે ત્યાંથી લેવામાં વાંધો નહિ. ક્યાંથી પણ સારી વાત આવવાની હતી ? મૂળમાં મૂકવું નથી, આગ્રહ છોડવો નથી, કદાગ્રહ છોડવો નથી, મતાગ્રહ છોડવો નથી, ગચ્છનો આગ્રહ છોડવો નથી.
એકલું સ્થાનકવાસી શ્વેતાંબરને લાગુ નથી પડતું. અમે ‘કાનજીસ્વામી’વાળા એને પણ એ જ લાગુ પડે છે. આ તો પગ નીચે રેલો આવે એ તો પાછું વિચારવું જોવે કે નહિ ? અમે તો ‘કાનજીસ્વામી’વાળા. અમારે તો આમ જ હોય. બીજું કાંઈ અમારે હોય નહિ. અમારી જે પદ્ધતિ નક્કી થઈ ગઈ એમાં કાંઈ ફેરફાર થાય નહિ. એ સંપ્રદાયબુદ્ધિ આવી જાય છે. જ્યાં ટોળું જાજું થાય ત્યાં સંપ્રદાયબુદ્ધિ આવી જાય. અમે તો ‘શ્રીમદ્ રાજચંદ્રજીવાળા. અમારે તો આ જ વંચાય અને આ થાય અને આમ જ થાય અને બીજું થાય નહિ અમારે. એ બધું સંપ્રદાયબુદ્ધિમાં આવી જાય. એવી જ્યાં સુધી અંદરથી પક્કડ ન છોડવી હોય, એની વિશેષતા માનવી હોય, એનો મોહ રાખવો હોય, એ આગ્રહ છોડવો ન હોય ત્યાં સુધી જીવને
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૮
રાજહૃદય ભાગ-૧૩ અપૂર્વગુણ કેમ ઉત્પન્ન થાય?’ ત્યાં સુધી કોઈ રીતે જીવને સમ્યગ્દર્શનાદિ અપૂર્વ ગુણ ઉત્પન્ન થઈ શકે એવું નથી.
મુમુક્ષુ :-રત્નકરંડ શ્રાવકાચાર..
પૂજ્ય ભાઈશ્રી :- રત્નકરંડ મુમુક્ષુઆચાર છે. શ્રાવક તો હજી ક્યાં થયા છે. સમંતભદ્રસ્વામીએ તો પંચમ ગુણસ્થાનવાળાનું શ્રાવકાચાર લખ્યું. એનો રત્ન કરંડિયો છે. આ રત્નનો કરંડિયો મુમુક્ષુ માટેનો છે. રત્નકરંડ છે. ઘણી વાતો લખી.
મુમુક્ષ:- આવા બધા પરિણામ હોય ત્યાં મુમુક્ષપણું પણ આવવું મુશ્કેલ છે. પૂજ્ય ભાઈશ્રી – ન આવે. મુમુક્ષુપણું રહે નહિ. એ વાત સાચી છે.
ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ત્યાં તો એવો કોઈ અપૂર્વ ગુણ ઉત્પન્ન થવાનો અવકાશ જ નથી, એમ કહે છે. તેનો વિચાર સુગમ છે. એ સહેલાથી સમજી શકાય એવી વાત છે. કુંવરજીભાઈને લખે છે કે, જુઓ ! ભાઈ ! તમે વિચારી જુઓ કે આવું કાંઈ નથી ને? લૌકિક અભિનિવેશમાં વર્તતા નથી ને ? બહુ સરળ પરિણામી જીવ હતા, હોં ! એને આટલું લખ્યું છે. એનો એક પત્ર વાંચ્યો હતો એને પોતાના દોષોનું એટલું બધું નિવેદન કર્યું છે, આપણને નવાઈ લાગે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :- ના. આ છે “કુંવરજી આણંદજી, ભાવનગરના એક ગૃહસ્થ છે), એના ઉપરનો પત્ર છે. એને એમ લખ્યું છે કે હજી પણ કાંઈક મને એવું લાગે છે કે કાંઈક હજી કાં તો સમજમણનું, કાં તો કાંઈક લૌકિકદષ્ટિએ કુળ, માન, ગચ્છ કાંઈક ઊંડે ઊંડે હોવું જોઈએ. નહિતર જે ધ્યાન ખેંચાવું જોઈએ એ ધ્યાન હજી ખેંચાણું નથી એમનું. નહિતર થોડા વીર્યવાળા માણસ હોય તો એ તો પાછળ પડી જાય. એમ ખબર પડે કે આ કોઈ જ્ઞાનીપુરુષ છે એટલે જીવંત મોક્ષમાર્ગ છે અને જીવંત મોક્ષમાર્ગ હોવાથી હવે વળગી જેવા જેવું છે. કેમકે આપણે મોક્ષમાર્ગ જોઈએ છે. એ તો પછી કોઈની દરકાર કરે નહિ. પાછળ જ પડી જાય. કોઈ રીતે હવે લીધે છૂટકો છે, હવે છોડવાનું નથી.
મુમુક્ષુ :- કુંવરજીભાઈ સાધુઓને ભણાવતા. પૂજ્ય ભાઈશ્રી:- કુંવરજીભાઈ સાધુઓને ભણાવતા ? મુમુક્ષુ - વ્યાખ્યાન સાંભળવા બેસે તો કુંવરજીભાઈ સાધુઓની ભૂલ
કાઢે.
પૂજ્ય ભાઈશ્રી :- બરાબર. તમે જોયા હશે. એમણે તો જોયા હોય છે. એ
Page #308
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૭.
૨૮૯ હિસાબે સમાજમાં ઘણી સારી છાપ. એને એમ લખ્યું છે કે અપૂર્વ નિરાવરણપણું આત્માને ન દેખાતું હોય તો સમજણનું માત્ર અભિમાન છે. લોકો ભલે મોટી આબરૂ આપે પણ એ લૌકિક અભિનિવેશમાં જીવે રાચવા જેવું નથી.
મુમુક્ષુ – સમજણનું ફળ થવું જોઈએ એ ન થયું.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ ન થયું. એટલે કેટલીક હદે સરળતા હોય તોપણ કોઈ કોઈ બાબતની અંદર. ખાસ કરીને જે મત-ગચ્છનો આગ્રહ રહી જાય છે, સંપ્રદાયબુદ્ધિમાં જે જીવ આવી જાય છે. કુંડાળામાં પકડાય જાય છે અને કુંડાળા બહાર નીકળવામાં એને જે તકલીફ પડે છે એમાં એ પુરુષને અવગણી જાય છે, સપુરુષને એ પોતે ઓળખવા જોઈએ એ પ્રકારનું જે પડળ છે એ છૂટતું નથી. એક આડું પડળ છે એટલે જીવ ઓળખી શકતો નથી. એ રહી જાય છે.
વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું. તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે....' હજી મને એમ લાગે છે કે કોઈ પ્રસંગ આવશે તો વિશેષ કહેવાનો યોગ રહેશે. એટલે કોક વાત હજી Reserve રાખું તમારા માટે અમુક વાત અમુક પ્રસંગે કહેવા માટેની બાકી રાખું છું એમ સંકેત કર્યો છે. એટલે “કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે, એમ છે.
“તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાય તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે.' આટલું હું બીજાને કદાચ ન લખત. પ્રારબ્ધોદયને વેદતાં એટલે પ્રારબ્ધોદયમાં તો મારે પુરુષાર્થમાં રહેવાનું થાય છે. પ્રારબ્ધોદયને વેદવો. બહુ ગંભીર ભાષા છે. એ પ્રારબ્ધઉદયને હું સમ્યફ પ્રકારે વેઠું છું એટલે એ વખતે હું મારા પુરુષાર્થમાં વ્યસ્ત છું. અને એ મારા પુરુષાર્થમાં વ્યસ્ત હોવાને લીધે મને કોઈની બાબતમાં લખવું, કરવું મોટા ભાગે તો મારે Avoid કરવું પડે છે. કોઈને પત્રનો જવાબ નથી દેતો, કોઈને બહુ મોડો આપું છું. એવી પરિસ્થિતિ પ્રારબ્ધઉદયને વેદતાં જ રહે છે, એમાં) તમને ઘણું લખાઈ ગયું. સહેજે લખાય એના કરતા કાંઈ ઉદીરણા કરીને મારા આત્માએ લખ્યું છે એવું મને લાગે છે. જુઓ ! કેટલા સૂક્ષ્મ પરિણામ પોતે પકડીને વ્યક્ત કરે છે. સહેજે લખવું જોઈએ એના કરતા થોડું ઉદીરણા કરીને પણ મેં લખ્યું છે એવું મને લાગે છે. અને એ પ્રારબ્ધને વેદતાં વેદતાં આ રીતે તમને પત્ર લખાણો છે. વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ.” એ રીતે કુંવરજીભાઈ નો પત્ર ૬ ૭૭ નંબરનો અહીંયાં પૂરો થાય છે. બહુ સારો પત્ર છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
રાજહૃદય ભાગ-૧૩
એક તો એમણે જ્ઞાનીપુરુષ ક્યારેક મુમુક્ષુને પણ, જિજ્ઞાસુને પણ ઉપદેશ આપવામાં સંક્ષેપ કરે એમાં બે પડખેથી વાત કરી. પોતાના પડખેથી અને મુમુક્ષુના પડખેથી. અને બીજું ત્યાગ કરે અથવા ગૃહસ્થમાં હોય, વ્રતી હોય, નિયમ લીધા હોય, શાસ્ત્રોની સમજણ હોય, શાસ્ત્રના વિષયનું જ્ઞાન હોય તોપણ અપૂર્વ ગુણ પ્રગટે એ ઉ૫૨ એનું લક્ષ હોવું જોઈએ. ત્યાં સુધી એને કોઈ વાતનું મૂલ્ય આપવું ન જોઈએ અને લોકોની કોઈ છાપની ગણના પોતે ન કરવી જોઈએ. બીજા બીજાનું જાણે, પોતે તો સમજે કે મારું હજી કોઈ ઠેકાણું નથી.
મુમુક્ષુ :– લોકસંજ્ઞાની વાત બહુ...
પૂજ્ય ભાઈશ્રી :– હા, લોકસંજ્ઞાની વાત બહુ સારી આવી છે. એમને તો ખ્યાલ આવી જ જાય કે આ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ લોકસંજ્ઞામાં હશે, પ્રતિષ્ઠાને અંગે કોઈ લોકસંજ્ઞામાં રહી જશે અથવા જે મત સંપ્રદાયમાં છે એની પક્કડમાં રહી જશે (તો આના આત્માને નુકસાન થશે). જે અમુક સ૨ળતા છે એટલી સરળતાને લઈને જે કાંઈ એને લાભ થવો જોઈએ એ પરિસ્થિતિમાં એને લાભ નહિ થાય. કેટલીક સ૨ળતા બહુ સારી હતી. એમના પરિચયમાં આવ્યાને. પોતાના જે દોષ એમણે વર્ણવ્યા છે એ તો ભાગ્યે જ કોઈ વર્ણવે એવા દોષ એમણે વર્ણવ્યા છે. અને એવા પ્રતિષ્ઠાવાળા માણસે પોતાના દોષને વર્ણવ્યા છે. જો એ વસ્તુ બહા૨ આવે તો એની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે. હજી મને આવા પરિણામ છે... હજી મને આવા પરિણામ છે... હજી મને આવા પરિણામ થાય છે... એવા બહુ સ૨ળતાવાળા. જરા આશ્ચર્ય લાગે, ચોંકી જવાય એવી વાતો કરે છે. પત્ર છે.
બહુ સારો
એમ લાગે કે ‘કૃપાળુદેવ'ના પરિચયમાં આવેલા મુમુક્ષુઓમાં આવા આવા મુમુક્ષુઓ હતા કે એવી મુમુક્ષુતા આજે ગોતવા નીકળો તો જોવા મળે એવી ચીજ નથી. એવા સ૨ળતાવાળા ! એને એટલું લખ્યું છે કે હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે... હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે... હજી આ ધ્યાન રાખવા જેવી વાત છે. અને જો ધ્યાન આપે, મહાપુરુષના વચનો ઉપર સીધું એને કીધેલું છે, એનો તો છૂટકો થઈ જાય. એને તો અનંત ભવ ભાંગવાનો અવસર આવી જાય એવી ચીજ હોય છે. એ ૬૭૭ (પત્ર પૂરો) થયો.
Page #310
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૮
૨૯૧
પત્રાંક-૬૭૮
મુંબઈ, ચૈત્ર સુદ ૨, સોમ, ૧૯૫૨
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર
૬૭૮ મો એક Post card, નાનો પત્ર “સૌભાગ્યભાઈ' ઉપરનો છે.
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં...' આ જગતનો વ્યવહાર એવો છે. એક સમાચાર આવે કે, ભાઈ ! તમને આમાં મોટું નુકસાન થાય છે. ત્યાં એકદમ Depression માં આવી જાય. વળી અડધી કલાક, કલાક એકદમ પરિણામ ખરાબ થઈ ગયા હોય એમાં કહે ભાઈ ! એ તમારી વાત નહોતી, હોં! એ તો બીજા તમારા નામેરી છે. પણ એ બીજાની જ વાત હતી. તમને કાંઈ લાગતું વળગતું નથી એમાં. હેં ! એમ હતું ? સારું થયું ભાઈસાહેબ તમે કીધું. મને તો Tension આવી ગયું હતું. એક ક્ષણમાં વળી પાછો હરખમાં આવી જાય. આ જગતનો વ્યવહાર કેવો છે! જીવને ઉદયમાં જે પોતાપણું છે એ પોતાપણું જ એનો આત્મા થઈ પડ્યો છે. એટલે હરખનો અને શોકનો ધક્કો પણ લાગે છે. બે પ્રકારે ધક્કો અવળો-સવળો એવો જીવને લાગે છે. અને પોતાપણું હોય ત્યાં સુધી તો લાગ્યા વિના રહે નહિ.
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે... એ જ્ઞાનીઓ પાછા એવા જ વ્યવહારમાં ઊભા છે. ક્યાં ? બીજે નથી ઊભા. આ જગતના જીવો જે વ્યવહારમાં ઊભા છે, હરખ-શોકમાં પરિણમી રહ્યા છે એ જ વ્યવહારમાં ઊભા રહીને જે સમદશાથી વર્તે છે. જેને કાંઈ લેવા કે દેવા. શું માને છે ? કે મારે કાંઈ અડતું-આભડતું નથી. જે થાય છે એ મારા આત્માથી બહાર થાય છે. મારા જ્ઞાનમાં કાંઈ આવતું નથી, મારા
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૨
રાજહૃદય ભાગ-૧૩ જ્ઞાનમાંથી કાંઈ જતું નથી. પ્રત્યક્ષ છે, પોતાને એ પ્રત્યક્ષ છે. એવી સમદશાથી વર્તે છે. તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ;...” એની ભક્તિ પોતે કરે છે. જ્ઞાની થઈને પોતે એમની ભક્તિ કરે છે.
તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. સોભાગભાઈને પત્ર લખ્યો છે ને ! કયાંય હરખ-શોકમાં મુમુક્ષુએ પણ આવવા જેવું નથી. જ્ઞાની પુરુષની આવી દશા જોઈને, જ્ઞાની પુરુષનું આવું સ્વરૂપ જોઈને મુમુક્ષજીવે પણ એ જ દશાની ઉપાસના કરવી યોગ્ય છે. જ્યારે હરખ-શોકના પરિણામ થાય ત્યારે તો તપાસવું. તારા આત્મામાં શું આવ્યું અને શું ગયું ? જે સંયોગો વધ્યા કે ઘટ્યા એવા અને એથી અનંતગુણા ઘણા આવ્યા ને ઘણા ગયા. હવે તું રોવે છો એ નકામો રોવે છો. મોટા મોટા પથરા વાગ્યા ત્યારે રોયો નહિ અને હવે એક કાંકરો વાગે ત્યારે રોવા માંડ્યો ? એમ કહે છે. ઘા તો આથી મોટા પડ્યા છે. આવા સંયોગો અનંત વાર વધ્યા, અનંત વાર ઘટ્યા. આથી વધારે પ્રમાણમાં બધું થઈ ગયું. હવે થોડાક માટે ક્યાં તું આત્માને રોકી રાખે છો ? એમ કહે છે. જ્ઞાની પુરુષની દશા જોઈને મુમુક્ષુ જીવે એ જ ઉપાસવા યોગ્ય છે કે ક્યાંય પણ હરખ-શોકમાં પડવા જેવું નથી. ભલે ગમે તે પરિસ્થિતિ સંયોગોના ફેરફારની થયા કરે, મારે હરખ-શોકમાં પડવા જેવું નથી. એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ.”
“સોભાગભાઈને કહે છે, તમને પણ હું એ જ વિનંતિ કરું છું કે પરિણામમાં સમભાવે રહેવાનો પુરુષાર્થ કરો. જેટલો બને એટલો પૂરી શક્તિથી સમભાવે રહેવાનો, વિષમભાવ નહિ થવાનો પુરુષાર્થ કરો. એ જ આત્માને લાભકારી અને ઉપકારી છે. નહિતર તો આગળ દુર્ગતિ ઊભી જ છે. બેમાંથી એક તો ઉદય આવવાનો જ છે. કાં પુણ્યનો, કાં પાપનો. પુણ્યમાં હરખાઈ જઈશ, પાપમાં ખેદાઈ જઈશ. બેય પ્રકારના રસ તારા પરિણામને અધોગતિમાં લઈ જશે. પાછું બેયનું ફળ એક જ છે. પુણ્યના પરિણામમાં હરખાય એ અધોગતિમાં જાય, પાપના ફળમાં ખેદાય એ પણ અધોગતિમાં જ જાય. જીવ પ્રાયઃ અધોગતિમાં ચાલ્યો જાય છે. બે હજાર સાગરથી વધારે ત્રસપર્યાય નથી એનું કારણ એ જ છે કે, બેમાંથી એક ઉદય આવે છે અને જીવ હરખ-શોકમાં ડૂબે છે. એટલે સરવાળે અધોગતિમાં ચાલ્યો જાય છે. એ ચક્કરમાંથી, હરખ-શોકના ચક્કરમાંથી છૂટી જ શકતો નથી.
Page #312
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૮
૨૯૩
એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર.’ મુમુક્ષુ :– મુમુક્ષુને નમસ્કાર (કર્યા છે).
પૂજ્ય ભાઈશ્રી :- મુમુક્ષુને નમસ્કાર. માન-અપમાનનો તો એ આખો વિષય ગળી ગયા છે. ખલાસ કરી નાખ્યો છે. મારે માન, એમ કરીને આ ‘સુંદરદાસ’નું લીધું છે ને ? ‘એવો કોઈ રજપૂત નિશ્ચિંત હોય ને સૂતો હૈ.’ એમ નિશ્ચિંત થઈ ગયા છે. માન-ફાન શું વળી ? જીવને માન શું અને અપમાન શું ? જે છે ઇ છે જીવ. પોતે જે છે ઇ છે. કોઈના કહેવાથી છે કે કોઈના કહેવાથી નથી એ પ્રશ્ન જ કયાં છે ? અહીં સુધી રાખીએ...
દર્શનમોહનો અનુભાગ ઘટે, તેવા અનેકવિધ પરિણામો મુમુક્ષુજીવને થાય છે, તેની યથાર્થતા જ્ઞાનીપુરુષ સમજે છે. અનુભવથી યથાર્થ ક્રમ ઉપર લઈ જવાની સૂઝ તેમને હોય છે. તેથી તેમની આશાએ વર્તતાં માર્ગપ્રાપ્તિ સુલભ થાય છે. આજ્ઞાંકિતપણું ન હોય તો દર્શનમોહ વધે તેવા પરિણામો સાથે સાથે થતા હોવાથી જીવ માર્ગની સમીપ થતો નથી - જેથી છેવટ મૂંઝાવુ પડે છે, વા મિથ્યા સમતા આવે છે. (અનુભવ સંજીવની-૧૫૨૧)
ધ્રુવ તત્ત્વનું નિજાવલંબન અંગેનો તથારૂપ પુરુષાર્થ જ્ઞાનમાં સ્વસંવેદનનો આવિર્ભાવ ઉત્પન્ન કરે છે, અને જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી આત્મા નિજ જ્ઞાન સ્વભાવના સ્વતઃ. આલંબનમાં પરિણમી જાય છે-બંન્ને પ્રક્રિયા સમકાળે હોય છે. કથનમાં ક્રમ પડે છે, પરંતુ પરિણમનમાં અવિરોધ અને સમકાળ છે. જ્ઞાન–સામાન્યનો આવિર્ભાવ તે સ્વસંવેદનનો આવિર્ભાવ છે, જે જ્ઞાનવિશેષના તિરોભાવપૂર્વક થાય છે. પરિણમનમાં બંન્ને પ્રયોગ થવા યોગ્ય છે. તેથી બંન્ને પ્રકારે ઉપદેશ પ્રવર્તો છે. (અનુભવ સંજીવની-૧૫૨૨)
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૪
અજયે ભાગ-૧૩
પત્રક-૬૭૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૧, શુક, ૧૯૫ર
સદ્દગુરુચરણાય નમઃ આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ફાગણ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.
૧. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મચ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ-જ્ઞાન” કહેવા યોગ્ય છે.
૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કશાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા. યોગ્ય નથી, કેમકે શુષ્કશાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.
જ્ઞાનીની વાણી પૂવપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કશાનીની વાણીમાં તથા રૂપ ગુણો હોતા નથી, સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી, અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.
એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કશાનીની વાણીનું
Page #314
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯
૨૯૫
ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.
અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કશાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષને શુષ્કશાનીનાં વચનો સાશ્યપણે જોવામાં આવ્યાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો. સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે.
પૂર્વબળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે; કેમકે ત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી વર્તમાન જ્ઞાનીપુરુષને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની' શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિવણ પણ સુલભ જ હોત.
૩. જિનાગમમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૬
રાજહૃદય ભાગ-૧૩
દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે.
સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી; આત્મસ્વરૂપ વિચારતાં તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે.
જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાયા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદષ્ટિએ જોતાં તે સંદેહનો અવકાશ નથી.
૪. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘સમય’ છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણુ છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્મણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં, જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્મણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે, તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો
Page #316
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯
૨૯૭
પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવતપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન” પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્મણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં કેવળજ્ઞાન હોય છે, માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે, જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાનીપુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ વિચારયોગ' કહ્યો છે એમ સમજવા યોગ્ય છે.
૫. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંશે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઇચ્છા નથી થતી.
૬. કેવળજ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે, અને શ્રી ડુંગર કેવળકોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે. માત્ર કેવળકોટી છે, અને ભૂત ભવિષ્યનું કઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું
Page #317
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યું, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. કેવળજ્ઞાન'નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ ‘કેવળજ્ઞાન' છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આશાવર્તી એટલે જેમ મહાવીર સ્વામીના દર્શને પાંચસેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે “કેવળજ્ઞાન'ને ‘કેવળ-કોટી' કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ કેવળજ્ઞાન'ની જે વ્યાખ્યા કરે છે તે ‘કેવળજ્ઞાન'ની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે; કેમકે માત્ર જગતજ્ઞાન' તે કેવળજ્ઞાન'નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દૃષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છે ઃ
આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ
૨૯૮
Page #318
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૯
૨૯૯
પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન” છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર કેવળ-કોટી કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચમેં કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન' છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે” એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થયું તેનું નામ કેવળજ્ઞાન મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે; તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. “આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાસ્યથી કરી. બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.”
અત્રે શ્રી ડુંગરે કેવળ-કોટી સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ર લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે, પણ હાલ તે પ્રશ્રનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમ ધારશો.
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉOO
રાજહૃદય ભાગ-૧૩
તા. ૨૦-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯
પ્રવચન નં. ૩૦૪
શ્રીગુરુના ચરણને નમસ્કાર કર્યો છે. “સોભાગભાઈને વિશેષણ આત્મનિષ્ઠથી કર્યું છે. જેની નિષ્ઠા આત્મામાં છે, જેની શ્રદ્ધા આત્મામાં છે અને આત્મનિષ્ઠ કહેવામાં આવે છે. શ્રદ્ધાને પ્રાપ્ત ન હોય તોપણ શ્રદ્ધાને પ્રાપ્ત થવા યોગ્ય જાણીને (એ વિશેષણ વાપર્યું છે). ૨૯મું વર્ષ છે ને ? ૩૮માં વર્ષે એક વર્ષ પછી એ દશાને એ પ્રાપ્ત થશે.
શ્રી સાયલા. ફાગણ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.” પ્રશ્નો નથી લખ્યા. ફાગણ વદ ૬નો પત્ર છે. એનો ઉલ્લેખ કર્યો છે કે હવે પછી તમારા પત્રોનો ઉત્તર આપશું. પછી આ પત્ર લખ્યો છે. એમનો પત્ર ફાગણ વદ ૯નો. “સોભાગભાઈનો પત્ર ફાગણ વદ ૬નો છે. પોતે ઉત્તર આપ્યો છે ફાગણ વદ ૯મે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું. પંદર દિવસ પછી ચૈત્ર સુદ ૧૧ એ પ્રશ્નોનું સમાધાન લખેલું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ એમ કરીને પાંચ પ્રશ્નોનું સમાધાન આપ્યું છે.
મુમુક્ષુ :- બહુ મોટો પત્ર છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, મોટો પત્ર છે. અને વિસ્તારથી જરા ઉત્તર આપ્યો છે. પાંચ પ્રશ્ન હશે એટલે પોતે પણ પહેલો, બીજો, ત્રીજો એમ કરીને આંકડા બાંધ્યા છે.
એમાં પહેલી વાત છે કે નિરાવરણજ્ઞાન કોને કહેવું ? નિરાવરણજ્ઞાનનો વિષય કુંવરજીભાઈ, ભાવનગરના પત્રમાં લીધું છે કે જ્યાં સુધી પોતાને અપૂર્વ નિરાવરણપણું ન થાય ત્યાં સુધી અપૂર્વ નિરાવરણપણું પોતાની દશામાં દેખાતું નથી માટે ગમે તેટલું સમજ્યા હોય તોપણ તે સમજણનું માત્ર અભિમાન છે, એમ પોતાના જીવને સમજાવવો અથવા અભિમાન કરતા વારવો. અપૂર્વ નિરાવરણપણું નથી થયું તો પછી આ સમજણ તેને સમજણ શું કહેવી ? એ જ્ઞાનને જ્ઞાન શું કહેવું ? એમ. એ નિરાવરણજ્ઞાન કોને કહેવા યોગ્ય છે એ વિષય ઉપર પહેલો પ્રશ્ન
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૧
પત્રાંક-૬ ૭૯ હશે.
જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મચ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરવરણશાન” કહેવા યોગ્ય છે. સમ્યકજ્ઞાનની આ વ્યાખ્યા કરી છે. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે.” દેહ તે હું, શરીર તે હું એવો જે અનુભવ છે એ જૂઠો અનુભવ છે, ખોટો અનુભવ છે, મિથ્યા અનુભવ છે. એને દેહાધ્યાસ કહેવામાં આવે છે. શરીરનું વજન ઘટે તો મારું વજન ઘટયું, શરીરનું વજન વધે તો મારું વજન વધ્યું. હલકાપણું, ભારેપણું એ સ્પર્શગુણની પર્યાય છે. જીવમાં તો સ્પર્શ નામનો ગુણ જ નહિ હોવાથી જીવને વજન નથી.
ભૌતિકવિજ્ઞાનમાં વજનનો વિષય આવે છે. એ ભૌતિકવિજ્ઞાનના સાધનોથી વૈજ્ઞાનિકોએ તપાસ્યું તો એમને એ માલુમ પડ્યું છે કે શરીરમાંથી જીવ હોય ને ન હોય તોપણ શરીરના વજનમાં કોઈ ફરક પડતો નથી. અથવા ફરક પડે છે તો કોઈવાર વધે છે તો કોઈ વાર ઘટે છે. માટે જીવ વજનવાળો છે એવી વાત આમાં સાબિત થતી નથી. એવા પ્રયોગો કર્યા છે.
કોઈ એક પશુ-પક્ષીને વેક્યુમ Vacuum glass વાસણની અંદર મૂકી દે. અથવા વાસણની અંદર મૂકીને Vacuum કરી નાખે. હવા ખેંચી લે. વાસણ આખું કાટા ઉપર હોય-Balance ઉપર હોય. હવા બંધ થવાથી પ્રાણી તો જીવતું રહી શકે નહિ. જ્યારે એમ જોવે કે હવે આમાં કાંઈ છે નહિ. તો વજનમાં શું ફરક પડ્યો? કાંટો શું બોલે છે ? એનું કોઈ કારણ હજી સુધી કાઢી શક્યા નથી. કેમકે સ્પર્શ નામનો ગુણ નથી. જે ભૌતિકપદાર્થ નથી એને ભૌતિક દૃષ્ટિકોણથી અને ભૌતિકગુણો દ્વારા એને વિચારવામાં આવે, માપવામાં આવે કે સમજવામાં આવે તો એ રીતે એ પદાર્થને સમજી શકાતો નથી. એ સ્પષ્ટ છે.
અહીંયાં તો એમ કહેવું છે કે હું શરીરરૂપે છું, હું નાનો છું, હું મોટો છું, હું ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો છું, કુરૂપ છું કે સુરૂપ છું એવો બધો અનુભવ તે દેહાધ્યાસરૂપ મિથ્યા અનુભવ છે. જીવને ખરેખર એવું હુંપણું કરવું તે જ્ઞાનને આવરણ કરવાનું કામ છે. એમાંથી જ્ઞાન અપરાય છે. દેવસ્વરૂપે પોતે નહિ હોવા છતાં દેહસ્વરૂપે પોતાનો અનુભવ કરવો તે આત્માના જ્ઞાનને આવરણ લાવવાનું કાર્ય છે. એનાથી આત્માને આવરણ આવશે, બીજું કાંઈ નહિ થાય. અથવા આત્મગુણ-આત્માનો જ્ઞાનગુણ વિકાસ પામવાને બદલે, નિર્મળતા પ્રાપ્ત કરવાને
Page #321
--------------------------------------------------------------------------
________________
ચજહૃદય ભાગ-૧૩ બદલે મલિન થશે અને એ જ્ઞાન મૂંઢતું જશે, બિડાતું જશે. છેવટે પાંચ ઇન્દ્રિયમાંથી, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય બે ઇન્દ્રિય, એકેન્દ્રિયમાં ચાલ્યો જાશે. એ જ્ઞાનની પરિસ્થિતિ થશે. એટલે પોતાના ગુણનો ઘાત કરવો. બિડાવું એટલે ઘાત કરવો. ગુણના પરિણમનનો (ઘાત કરવો), ગુણ તો ગુણ રહે છે. એનો વિકાસ કરવો, એનું વિજ્ઞાન સમજવું જરૂરી છે. પોતાને માટે બીજાને માટે એ વાત નથી.
દેહ તે હું છું એવી માન્યતાથી આખું જગત જે કાંઈ કરે છે એના મોટા ભાગના પરિણામો જીવને અધોગતિમાં લઈ જનારા હોય છે. શરીર તે હું તેથી શરીરનું પાલનપોષણ કરવું. એ પાલનપોષણ કરવા માટે જે કાંઈ કરવું પડે તે કરવું. પછી એ કરવામાં જીવ કાંઈ બાકી રાખતો નથી. જેમકે ભૂખ લાગી. તો આહાર લેતા કેટલા જીવોની હિંસા થશે ? આહાર બનાવતા કેટલાની થાશે ? તૈયાર કરતા કેટલાની થાશે ? એનો કોઈ વિચાર કરવામાં આવે તો આહાર જ ન લઈ શકે અને આહાર લીધા વિના ચાલે એવું નથી. કેમકે હું તો દેહત્ત્વરૂપી છું. એટલે દેહ તે હું એમ માનીને આ જીવ જેટલું કાંઈ કરે છે એ બધું પાપમય, અજ્ઞાનમય અને પોતાને જ અધોગતિમાં દાખલ થવાનું કાર્ય કરે છે, એ સિવાય બીજું કાંઈ કરતો નથી. અથવા તમામ પાપનું મૂળ, સર્વ પાપ, અનિષ્ટ પરિણામોનું મૂળ આ દેહાભ્યાસ છે.
એવો જેના જ્ઞાનમાંથી દેહાધ્યાસ મટ્યો છે એટલે હું જ્ઞાનસ્વરૂપી આત્મા છું, દેહ સ્વરૂપે હું નથી પણ હું એક જ્ઞાનસ્વરૂપી આત્મા છું, એવું જેને પરિણમન અથવા જ્ઞાન થાય છે અને દેહાત્મપણાનો અનુભવ જેને મટે છે ત્યારે “અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી,...' પછી તો બીજા પદાર્થો તો દેહથી છટા છે. દેહથી જન્મ પામેલા એવા પુત્ર પરિવારાદિ લ્યો. દેહ સાથે સંબંધ ધરાવનાર એવા સંસારના કુટુંબીઓ અને સ્નેહી લ્યો કે બીજા મકાન, વૈભવ, કુટુંબ, પૈસા, દાગીનાથી માંડીને, આબરૂ-કીર્તિથી માંડીને જેટલા પુદગલો છે એ બધા વિષે મમતા મટે છે, અહંપણું મટે છે, મમતા મટે છે. દેહાધ્યાસ મટે તો.
જગતમાં એમ જોવામાં આવે છે કે જીવ દેહાધ્યાસ રાખે છે અને મમતા મટાડવા માટે બીજા પદાર્થોનો ત્યાગ કરે છે. દેહાધ્યાસ રાખે. કુટુંબ છોડે, ધંધોવેપાર છોડે, દીક્ષા ગ્રહણ કરે, ત્યાગી અવસ્થામાં રહે પણ દેહાધ્યાસ એવો ને એવો (રહે. એ રીતે દેહાધ્યાસ ચાલુ રહે અને બીજા પદાર્થનું અહંપણું અને મમત્વ છૂટી જાય એવું બનવા યોગ્ય નથી. થોડો Time એ પ્રકારનો કષાય Temporary મંદ રહે છે. પછી પાછા એ બધા કષાયો પાંગરી જાય છે. કેમકે મૂળમાં દેહાધ્યાસ જ
Page #322
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૯
૩૦૩
મટ્યો નથી. એટલા માટે જ્ઞાનીઓએ એવો ક્રમ સૂચવ્યો છે, અનુભવીઓએ એવો ક્રમ સૂચવ્યો છે કે પ્રથમ દેહાધ્યાસ મટવો જોઈએ અને જો દેહાધ્યાસ મટે તો અન્ય પદાર્થોને વિષે પણ અહંપણું અને મમત્વપણું આપોઆપ જ છૂટે. એ નાસ્તિથી વાત લીધી.
અસ્તિથી લઈએ તો ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે,...' તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન’ કહેવા યોગ્ય છે. એક તો જે જ્ઞાનમાં મિથ્યા અનુભવ છૂટ્યો (એ) નાસ્તિથી, અસ્તિથી ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. જે જ્ઞાનનો વેપાર છે એ પોતાના આત્મસ્વરૂપમાં અને સ્વભાવમાં તન્મયપણે, સ્વસંવેદન ભાવે પરિણમે છે અને જ્ઞાન સ્વરૂપપણું ભજે છે. જ્ઞાનમાં પોતાનું જે સ્વરૂપ છે એવા જ સ્વરૂપણે અનુભવ વર્તે છે, અનુભવ થાય છે. તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન’ કહેવા યોગ્ય છે.’ તે જ્ઞાન તે વખતે પણ નિર્મળ હોવાથી નિરાવરણ છે અને તે જ્ઞાન કેવળજ્ઞાનનું કારણ હોવાથી પણ એને નિરાવરણ જ્ઞાન કહેવામાં આવે છે.
જે કેવળજ્ઞાન સર્વથા નિરાવરણ છે એનું કારણ આવું સ્વભાવમાં ઉપયોગનું પરિણમવું એ એનું મૂળ કારણ છે. સ્વભાવ સર્વજ્ઞસ્વરૂપે છે. સર્વજ્ઞસ્વભાવી આત્મા છે. અને સર્વજ્ઞસ્વભાવને સ્પર્શીને જેને સ્વરૂપજ્ઞાન થયું, સર્વજ્ઞસ્વભાવમાં તન્મય થઈને, આશ્રય કરીને, સર્વજ્ઞસ્વભાવનું અવલંબન લઈને જે જ્ઞાન ઉત્પન્ન થયું તે જ્ઞાન સર્વજ્ઞશક્તિને પ્રગટ કર્યા વિના રહેશે નહિ. એ કેવળજ્ઞાનને પ્રગટ કરશે. આ વિષય ‘અનુભવપ્રકાશ’માં ‘દીપચંદજી’એ લીધો છે અને ‘ગુરુદેવશ્રી’ના પ્રવચનો એ વિષય ઉપર બહુ સારા આવ્યા છે. કેટલાક બોલ ૫૨માગમસા૨’માં ખેંચેલા છે.
જે જ્ઞાન સર્વજ્ઞશક્તિને અવલંબીને પ્રગટ્યું તે જ્ઞાન સર્વજ્ઞપણું ઉત્પન્ન કર્યા વગર રહેશે નહિ. પરમાગમસાર’માં એ વિષય છે. પરમાગમસારમાં ૬૮૧ નંબરનું વચનામૃત છે. નિર્વિકલ્પ કહો કે, આત્માનો અનુભવ કહો....' આ નિરાવરણજ્ઞાન. જ્ઞાન ઉપયોગમાં પરિણમે એટલે શું થાય ? કે “નિર્વિકલ્પ કહો કે, આત્માનો અનુભવ કહો, બન્ને એક જ છે. જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની છે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેઢે તેટલો જ્ઞાનનો વિકાસ થયો....' જુઓ ! અવલંબન ત્રિકાળીનું છે. વેદન જ્ઞાન જ્ઞાનને વેદે એ છે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેઢે તેટલો જ્ઞાનનો વિકાસ થયો તે અંશ...' એટલો જ અંશ. શાન સ્વરૂપને પોતાને (વેદે), પોતાના વેદનમાં આવી જાય. સ્વને પોતાને જ પોતે વેદનસ્વભાવી હોવાથી
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૪
રાજહૃદય ભાગ-૧૩ પોતાને જ વેદે, એટલા અંશે જો વિકાસ થાય તો “સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે. સર્વજ્ઞશક્તિ ત્રિકાળ છે. તેનું વેદન થયું. એક ન્યાયે તેનું પણ વેદન થયું. કેમકે અવલંબન તેનું છે. એટલે “સર્વજ્ઞ શક્તિના આધારે...” અવલંબને સ્વસંવેદન થયું છે, પુણ્ય-પાપના આધારે જ્ઞાન થતું નથી.” કે થયું નથી. એટલે જ્યાં સુધી જીવને અનાદિથી રાગના આધારે જ્ઞાનનું પરિણમન છે ત્યાં સુધી સ્વસંવેદન થતું નથી. જ્યારે એ સ્વભાવના અવલંબને આવે છે ત્યારે જ્ઞાન, જ્ઞાનને વેદતું પ્રગટ અનુભવગોચર થાય છે અને એ સર્વજ્ઞશક્તિને પ્રગટ કર્યા વિના નહિ રહે.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલે એ પોતે જ્ઞાની એમ કહે છે કે મારો ઉપયોગ તો હવે આત્માને જ અવલંબને છે.
મુમુક્ષુ – વસ્તુનું સ્વરૂપ એ છે. અજ્ઞાનીને નથી મળતું પણ જ્ઞાની તો વેદે છે, અનુભવે છે.
પૂજ્ય ભાઈશ્રી – વેદન અપેક્ષાએ એમ લેવાય કે ઉપયોગમાં તો ઉપયોગનું જ વેદન છે. જે ૧૭-૧૮ ગાથામાં લીધું કે આબાળ-ગોપાળને અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. પણ એનું લક્ષ પર ઉપર હોવાથી એને પોતાના વેદનનો તિરોભાવ વર્તે છે. તિરોભૂત થઈ જાય છે. આવિર્ભત હોય તો એને ખબર પડે છે. પણ આવિર્ભૂત નહિ થવાને લીધે એને પોતાને એ વિષયનો
ખ્યાલ નથી. એને અજ્ઞાન કહેવામાં આવે છે. એ રીતે અહીંયાં પહેલો પ્રશ્ન નિરાવરણ જ્ઞાનસંબંધીનો છે એને સ્પષ્ટ કર્યો છે.
બીજો પ્રશ્ન એમણે જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં શું તફાવત હોય ? કેવા પ્રકારનો તફાવત હોય ? જે વાણી દ્વારા જ્ઞાની-અજ્ઞાની ઓળખી શકાય છે એવો એ વાણીનો પ્રકાર છે કે જેને લઈને કહેનાર જ્ઞાની છે કે કહેનાર અજ્ઞાની છે એવી ઓળખાણ થઈ શકે છે. તો કયા મુદ્દા ઉપર એ ઓળખાણ થઈ શકે છે ? બે જુદા પાડી શકાય છે? એ વિષય આ પત્રની અંદર બહુ સારો આવ્યો છે. પાંચ Paragraphમાં એમણે આ ઉત્તર લખ્યો છે. આ પ્રશ્નોના ઉત્તરમાં એમણે પાંચ Paragraph લખ્યા છે. બહુ સારી વાત ખોલી છે. લગભગ આવી વાત, આવું સ્પષ્ટીકરણ આ ગ્રંથ સિવાય બીજા કોઈ શાસ્ત્રમાં મળતું નથી. જે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ, અધ્યયન કર્યું છે એ જોતા આ વાણી સંબંધીનું, જ્ઞાનીની વાણી કેવી હોય અને અજ્ઞાનીની વાણી કેવી હોય અને એને કેવી રીતે ઓળખી શકાય એ
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦૫
પત્રક-૬૯ સ્પષ્ટીકરણ આ ગ્રંથમાં આ પત્ર સિવાય બીજે આટલું સરસ ક્યાંય નથી. આવી એક વિશેષતા છે.
સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીનો વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે,...” એ વાત તો પ્રશ્રકાર સોભાગભાઈએ લખી છે, કે બધા જીવોને જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં શું તફાવત હોય ? ભેદ એટલે શું અંતર હોય ? શું તફાવત હોય ? એ બધા જીવોને સમજાય જાય એ વાત કઠણ દેખાય છે. એવું તો બને એવું દેખાતું નથી. એવું બનતું જોવામાં પણ આવતું નથી. તમારી એ વાત યથાર્થ છે. હું પણ તમારા એ અભિપ્રાય સાથે સંમત છું.
કેમકે કંઈક શુષ્કશાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે...” આમાં શું છે ? કયાં તકલીફ થાય છે ? કે સામાન્ય જે લૌકિકજીવો છે એ લૌકિકજીવોને તો જ્ઞાનનો વિષય નથી, આત્માનો વિષય નથી, આત્મજ્ઞાનનો વિષય નથી. એટલે એની તો એવી વાણી નથી. પણ આત્મજ્ઞાનીના સંપર્કમાં ગયા હોય, આત્મજ્ઞાનના ગ્રંથોનું અધ્યયન કર્યું હોય અને એથી આત્મજ્ઞાન વિષયક જે કાંઈ વાણી આવી હોય એવી વાણી પોતે પણ બોલવાનું શીખે. એવી પદ્ધતિ, એવી Style, એવી ભાષા, એવા વચનો અને એવો પ્રકાર. એવો જ્ઞાનીના જેવો શુષ્કજ્ઞાની, અજ્ઞાની પણ ઉપદેશ કરે છે.
એટલે તેમના વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માની લે છે. એને સરખું લાગે છે. ફલાણા મહાપુરુષ છે, જ્ઞાની છે એ પણ આમ કહે છે, આ પણ આમ કહે છે, એવી જ રીતે કહે છે, એવી જ વાત કરે છે, બીજી વાત કરતા નથી. વાત સરખી કરે છે માટે આ પણ જ્ઞાની છે અને આ પણ જ્ઞાની છે. એવી રીતે વિચારે છે.
મુમુક્ષુ :- શુષ્કશાનીનું લક્ષણ શું?
પૂજ્ય ભાઈશ્રી :- આમાં કહેશે. એ વાત આવશે. શુષ્કશાનીનું લક્ષણ શું ? જ્ઞાનીનું લક્ષણ શું? બે વચ્ચે શું ફેર છે ? સ્થળ ફેર કેવા છે? સૂક્ષ્મ ફેર કેવા છે? ઘણી વાતો કરશે. વિષય જરા સારો વિચારવા જેવો આવ્યો છે. જીવ ભૂલો ન પડે. આ ગ્રંથનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય તો જીવ ભૂલો ન પડે.
શું કહે છે ? તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી..” સરખાપણું જોયાથી. શુષ્કશાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને... સામાન્ય મનુષ્યો તો જ્ઞાની માને
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
રાજહૃદય ભાગ-૧૩
પણ મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે;...' જે મુમુક્ષુનો હજી વિકાસ નથી થયો, બહુ સામાન્ય કોટીના જે મુમુક્ષુ છે એને પણ એમ લાગે છે કે ખરેખર મહાપુરુષ જેવી જ વાત કરે છે, એમાં કાંઈ ફેર નથી. માટે આ જ્ઞાનીની વાણી છે. એનામાં પણ જ્ઞાન છે એમ આપણે સ્વીકારવું જોઈએ, એ જ્ઞાનને આપણે માનવું જોઈએ. એમ કરીને એ ભ્રાંતિ પામે છે અને એને જ્ઞાની તરીકે અનુસરણ કરવા લાગે છે.
મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદાવાન મુમુક્ષુ... મંદ દશાવાન મુમુક્ષુજીવો ભ્રાંતિ પામે પણ ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી...' શબ્દો એવા જ હોય. શબ્દો પણ એવા હોય, હાવભાવ પણ એવા હોય. તોપણ એમાં એને ભ્રાંતિ થતી નથી. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુને ભ્રાંતિ નથી થતી. હજી આગળ કહેશે કે, મધ્યમ દાવાન હોય છે એ પણ આની અંદર ભૂલ કરે છે પણ ઉત્કૃષ્ટ દશાવાન ભૂલ કરતા નથી. સામાન્ય માણસો તો ભૂલ કરે. જેનો આ વિચારેલો વિષય નથી એ તો ભૂલ કરે. પણ જે મુમુક્ષુઓ આ વિષયને થોડા અથવા ઘણા અંશે વિચારતા થયા એમાં પણ જેની મંદ દશા છે અને જેની મધ્યમ કોટીની દશા છે એવા મુમુક્ષુઓ આવી વાણી સાંભળીને ભ્રાંતિ પામે છે.
પણ ઉત્કૃષ્ટદાવાન મુમુક્ષુ પુરુષ..' શાનીની વાણી એની યોગ્યતા એ પ્રકારે માપવાની નથી એટલે ભ્રાંતિ પામે છે. પણ ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ પુરુષ છે, પુરુષ એટલે આત્મા, ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ હોય તે શુષ્કજ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણી એકસરખી જોઈને શબ્દે એના જેવી જોઈને પણ ભ્રાંતિ પામવા યોગ્ય નથી. એ ભ્રાંતિ ન પામે. ઉત્કૃષ્ટ દશાવાન ન પામે તો પછી જ્ઞાનીને તો પામવાનો પ્રશ્ન રહેતો જ નથી. કેમકે એ તો એથી આગળની દશામાં આવી ગયા. મુમુક્ષુ :- મધ્યમ દશાવાન અને મંદ દશાવાનને ... તો નુકસાન થઈ જાય
ને?
પૂજ્ય ભાઈશ્રી :– હા, નુકસાન થઈ જાય. નુકસાન થઈ જાય. બને. ખોટા રૂપિયાને સાચો રૂપિયો માની અને લે તો પછી કિંમત તો આવશે નહિ. એની કાંઈ કિંમત આવશે નહિ. એ પરિસ્થિતિ છે. એટલે એ પ્રકાર બનવા યોગ્ય છે.
કેમકે શુષ્કશાનીની વાણીમાં આશયે શાનીની વાણીની તુલના હોતી નથી.’ શું ફેર પાડ્યો ? હવે એમણે અહીંથી શરૂઆત કરી. આ મુદ્દો એમણે નીચેના
Page #326
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૯
૩૦૭ Paragraphમાં પણ વારંવાર દોહરાવ્યો છે કે શુષ્કજ્ઞાનીની વાણીમાં અને જ્ઞાનીની વાણીમાં આશય એકસરખા હોતા નથી. આશય એટલે શું ? વિચારણીય પ્રશ્ન છે તો આ છે કે આશય એટલે શું ? બહુ મોઘમ શબ્દ એમણે લખ્યો છે. પણ સામાન્ય આપણે જે આશય વિચારીએ છીએ એના કરતા થોડોક ઊંડો વિષય લેવો જોઈએ. કોઈ માણસ પ્રશંસા કરે તોપણ એનો સારો જ આશય હોય એવું નથી હોતું. પ્રશંસા કરે માટે આશય પ્રશંસા કરવાનો હોય એવું તો બનતું નથી. માટે શબ્દ પ્રમાણે આશય હોય એમ માનવાનો કે વિચારવાનો પ્રશ્ન ખરેખર રહેતો નથી. અને એ તો વ્યવહારિક રીતે, Practical રીતે સમજી શકાય છે. જો માણસ કહેનારનો આશય ન પકડી શકે તો શબ્દોથી દોરવાઈ જાય તો અવશ્ય ભૂલ ખાઈ જવાનો છે. એની ભૂલ થવાની જ છે. એટલે આશય એક જુદી વસ્તુ છે. એને પણ આપણે આશય કહીએ છીએ.
અહીંયાં જરા ઊંડાણથી વિચાર કરીએ તો આશયને એમ લેવું જોઈએ કે કહેનારનું કેન્દ્રસ્થાન શું છે ? કેન્દ્રબિંદુ શું છે ? એને આશય સમજવો જોઈએ. દાખલા તરીકે કે જ્ઞાનીની વાણીનો આશય શું હોય ? કે જ્ઞાનીની વાણીનો આશય એ હોય કે એ વાણીમાંથી આત્મહિત થાય. આત્માર્થ સધાય એ જ્ઞાનીની વાણીનું કેન્દ્રબિંદુ હોય છે. ગમે ત્યાંથી લ્યો એ વાતને. ગમે તે Stage માંથી એ આત્માનું હિત થાય, આત્માર્થ સધાય એવા કોઈ આશયને કેન્દ્રમાં રાખીને, પોતાના લક્ષમાં એ વાતને કેન્દ્રમાં રાખીને જ્ઞાનીની વાણી છૂટે છે. કારણ શું? પોતે પણ આત્મહિત સાધતા સાધતા એ વાત કરે છે. આત્મહિત સાધવાનું જે પ્રયોજન, એ પ્રયોજનને સાધતા સાધતા એથી વિરુદ્ધ તો એ કહેવાના જ નથી. કેમકે સાધી રહ્યા છે અને કહી રહ્યા છે. માટે પોતાની સાધના વિરુદ્ધ તો કોઈ જ્ઞાની ઉપદેશ કરે નહિ.
જ્ઞાનીની વાણીમાં આ આશય હંમેશાં જળવાયેલો હોય છે, જ્યારે અજ્ઞાનીની વાણીમાં તે પ્રકારનો આશય જળવાતો હોતો નથી. કેમકે એ પોતે પણ આત્માનું હિત સાધતા નથી અને આત્મહિત કેમ સાધવું એ સાધનની અને સાધનાથી એ અજાણ્યા છે. ભલે સાધનાની વ્યાખ્યા આવડતી હોય કે સ્વરૂપનું અવલંબન લઈને સ્વરૂપલીનતા કરે ત્યારે જે આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર પ્રગટે તેને મોક્ષમાર્ગરૂપી મોક્ષનું સાધન કહેવામાં આવે છે. વ્યાખ્યા સાચી છે. છતાં પણ એના ઉપદેશમાં એ આશય જળવાતો નથી, એ આશય સચવાતો નથી. કેમ ? કે એની ભીંસ એના ઉપર નથી.
Page #327
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
જ્ઞાની એ વાણી જ્યારે કહે છે ત્યારે એ પ્રકારના ભાવના આવિર્ભાવમાં આવે છે. પોતાના સ્વરૂપ ઉપર એની ભીંસ હોય છે. પુરુષાર્થની ભીંસ ક્યાં હોય છે ? અકષાયસ્વભાવ ઉપર પુરુષાર્થની ભીંસ હોય છે. અને એ ભીંસમાંથી જે વાણી છૂટે છે એમાં એ પ્રકારનો આશય જળવાઈને આવે છે. જ્યારે અજ્ઞાનીની વાણીને રાગનું અવલંબન અને રાગનો આધાર હોવાથી એની ભીંસ રાગ ઉપર ચાલે છે, વર્તી રહી છે. અને એ પ્રકારે એ વાણી નીકળવાની છે. એટલે બંનેનો એક આશય, સમતુલ્ય આશય વાણીની અંદર શબ્દે એકસરખો હોવા છતાં પણ એ આશય જળવાતો નથી, એ આશય સાચવી શકાતો નથી.
૩૦૮
‘કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.’ એ જેટલું તુલ એટલે વજન આપે છે તેટલું વજન (શુષ્કજ્ઞાનીની વાણીમાં હોતું નથી). આને તો સાધના વર્તે છે એટલે એ વજન જાય છે. આને સાધના વર્તતી નથી એ વજન લાવે ચાંથી ? આવે કચાંથી ? આવી શકે નહિ. કદાચ એવું જોઈને, જાણીને, સમજીને કરવા જાય તો કૃત્રિમતા આવી જાય. જે એની સ્વભાવિકતા છે, Naturality છે એ એની અંદર આવી ન શકે. કૃત્રિમતા તે કૃત્રિમતા છે, અસલિયત છે એ અસલિયત છે. અને એની પરખ ઉત્કૃષ્ટ મુમુક્ષુ-એ Line માં પ્રવેશવાનો અધિકારી થયો છે એને એની પરખ આવે છે કે આને કૃત્રિમતા છે કે સહજતા છે.
..કેટલાક મુદ્દાઓ પણ એમણે સ્પષ્ટ કર્યા છે. પહેલા જ્ઞાનીની વાણી કેવી હોય છે એ કહે છે કે, જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે;... પહેલા વચનમાં ત્રણ મુદ્દા લીધા. પહેલા વાકયની અંદર ત્રણ વાત લીધી છે કે, જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ...' હોય છે. વિરૂદ્ધ ધર્મનું પ્રતિપાદન કરતી વખતે પણ એ પૂર્વાપર અવિરોધ હોય છે. નિત્ય અને અનિત્ય, શુદ્ધતા અને અશુદ્ધતા. જ્ઞાની સુખી પણ છે અને જ્ઞાની દુઃખી પણ છે. વિરુદ્ધ ધર્મ છે ને ? મિશ્ર પર્યાય છે. એમ પદાર્થમાં આત્મા નિત્ય પણ છે આત્મા અનિત્ય પણ છે. અને સ્વભાવ અનુભયસ્વરૂપ પણ છે. નિત્ય અને અનિત્ય-ઉભય પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે. ઉભય સ્વભાવ પરસ્પર વિરોધી છે અને સ્વભાવ અનુભયસ્વરૂપ પણ છે. એટલે કે જેમાં નિત્ય-અનિત્યપણાનો ભેદ જોઈ શકાતો નથી, અનુભવી શકાતો નથી. એવું જે અવિરોધપણું છે એ જ્ઞાનીની વાણીમાં આવી શકવા યોગ્ય છે. અજ્ઞાનીની વાણીમાં એ પૂર્વાપર અવિરોધપણું ન
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૯
પત્રાંક-૬ ૭૯ આવી શકે. એ ખુલાસો એમણે ત્રીજી લીટીથી કર્યો.
સર્વથી ઉત્કૃષ્ટ ગુણ...” વાણીનો અને કહેનારનો સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કશાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી. અહીંયાં શું કારણ છે ? જ્ઞાનમાં પદાર્થદર્શન નથી, અનુભવ નથી, ભાવ ભાસ્યો નથી. માત્ર એણે શીખી લીધેલી વાત છે એમાં એણે કલ્પના મેળવી છે કે પદાર્થ આવો છે... પદાર્થ આવો છે... પદાર્થ આવો છે. હવે પદાર્થને તો એટલા બધા ગુણધર્મ છે કે કેટલાક પ્રસિદ્ધ હોય અને કેટલાક શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ ન હોય. વક્તવ્ય હોય તોપણ.
જેમકે એક દષ્ટાંત લઈએ કે, “ગુરુદેવની વાણીમાં આત્માનું જ્ઞાયકપણું બહુ પ્રસિદ્ધ થયું. આત્મા જ્ઞાયક છે, આત્મા જ્ઞાયકસ્વરૂપી છે એ વાત બહુ પ્રસિદ્ધ થઈ. પણ આત્મા અપરિણામી છે અને અજ્ઞાયક છે એ વાત પ્રસિદ્ધ ન થઈ. છે ખરો. અપરિણામી છે અને શક્તિપણે તો અજ્ઞાયક છે. અજ્ઞાયક એટલે શું ? કે જ્ઞાન કરવાનું એને કાર્ય નથી. પરિણામ રહિત હોવાથી ક એટલે કાર્ય કરનાર. અપરિણામી અને અજ્ઞાયકની એ વાત પ્રસિદ્ધ ન થઈ. અવેદક, અજ્ઞાયક. અવેદક શબ્દ તો પોતે પત્રમાં વાપર્યો છે. પોતે ને પોતે. અવેદક એવો, અપરિણામી એવો આત્મા. હવે જેને ભાવ ન ભાસ્યો કે જ્ઞાયક એટલે કેવો ? એને એમ થયું કે અપરિણામી કેવી રીતે હોઈ શકે ? સારું થયું કે એ વખતે પત્રો પ્રસિદ્ધ નહોતા એટલે અવેદક કે અજ્ઞાયક શબ્દ પ્રસિદ્ધ ન થયો. ખાલી અપરિણામી જ પ્રસિદ્ધ થયો. તોપણ કહે, એવું તો હોય જ નહિ. આત્મા એવો તો હોય જ નહિ. ગુરુદેવે’ કાંઈ આત્માને એવો કહ્યો નથી. એટલે ગુરુદેવે કહ્યું એટલે હું શીખ્યો છું. એથી વધારે હું કાંઈ શીખ્યો નથી. ગુરુદેવ કહે છે કે, ભાઈ ! મારી વાણીમાં પણ વાત તો મર્યાદિત આવશે. એ સિવાય જે વાણી બહાર એ વિષય રહી ગયો એ પણ જેમ છે એમ સમજવો તો રહે છે. ન સમજવામાં આવે તો આત્મા એવો નથી એમ કહેતા આત્માના વાસ્તવિક અસ્તિત્વનો એની અંદર નિષેધ થઈ જાય છે.
મુમુક્ષુ - કૂટસ્થ શબ્દ ... પૂજ્ય ભાઈશ્રી :- કૂટસ્થ અને અપરિણામી. કૂટસ્થ એટલે એમને એમ રહી જાય છે. જો એમનેમ ન રહે તો ત્રિકાળ રહે કેવી રીતે ? ત્રિકાળી કેવી રીતે હોય ? પાછો એકરૂપ શબ્દ સાંભળ્યો છે. જુઓ ! “સમયસારમાં અને પરમાત્મપ્રકાશમાં એકરૂપ શબ્દ અને એક શબ્દ તો અનેકવાર આવ્યો છે. તો એકરૂપ અને કૂટસ્થમાં
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
રાજહૃદય ભાગ-૧૩ ફેર શું છે ? એ કહો. એકરૂપ શબ્દ સમજ્યા, શબ્દનો અર્થ સમજ્યા, ભાવાર્થ સમજ્યા પણ ભાવ ન ભાસ્યો તો કૂટસ્થ આવ્યું ત્યાં એમ થયું કે નહિ, એવો ન હોય. તો પછી એકરૂપ અને કૂટસ્થમાં ખરેખર તો ફેર જ નથી. કૂટસ્થ કહો કે એકરૂપ કહો બંને એક જ છે. પણ એકરૂપની હા પાડે અને કૂટસ્થની ના પાડે. એનો અર્થ શું ? કે એકરૂપને સમજ્યા નથી. એમ એનો અર્થ છે.
મુમુક્ષુ:- અજ્ઞાયકની વાત જરા...
પૂજ્ય ભાઈશ્રી - અજ્ઞાયક એટલે શું? અજ્ઞાયક અને અવેદક એટલે શું? કે ક એટલે કાર્ય. તો એને એ કાર્ય નથી. અપરિણામી છે અને પરિણામરૂપી કાર્ય નથી. પરિણામરૂપી કોઈ કાર્ય નથી. બંધ અને બંધના કારણરૂપ પરિણામ, મોક્ષ અને મોક્ષના કારણરૂપ પરિણામ. એ કોઈ પરિણામથી એ અભાવરૂપ છે, શૂન્યરૂપ છે. ત્રણ શબ્દ વાપર્યા છે.
“જયસેનાચાર્યદેવે ૩૨૦મી ગાથામાં આ વાત કરતા ત્રણ શબ્દ વાપર્યા છે કે આત્મા નિષ્ક્રિય છે. ક્રિયા વિનાનો છે, પરિણામ વિનાનો છે. “નિયિ રૂતિ વશે અર્થ:' નિષ્ક્રિયનો શું અર્થ કરો છો ? કે કોઈ જાતના પરિણામ નહિ, કોઈ જાતની ક્રિયા નહિ. બંધની પણ નહિ અને મોક્ષની પણ નહિ. તો જ્ઞાન તો એક પરિણામ છે. જ્ઞાન પણ એક પર્યાય છે, ઉપયોગ એક પર્યાય છે. એ જેને નથી. જે શક્તિસ્વરૂપ છે. આ ઉપયોગ તો વ્યક્તિ છે અને આ શક્તિ છે. જે શક્તિ-વ્યક્તિનો ભેદ ન તારવી શકે અને તકલીફ પડે એવું છે.
મુમુક્ષુ:- જ્ઞાયક અને અજ્ઞાયક વચ્ચે શું ભેદ છે ?
પૂજ્ય ભાઈશ્રી :- જ્ઞાયક પણ એ જ છે અને અજ્ઞાયક પણ એ જ છે. જ્ઞાયકસ્વરૂપે કહો તોપણ સ્વભાવ કહેવો છે અને અજ્ઞાયકસ્વરૂપે પણ કહો તોપણ એને સ્વભાવ કહેવો છે. જ્ઞાયક કહીને જેનામાં જ્ઞાનની શક્તિ રહેલી છે એમ કહેવું છે. અજ્ઞાયક કહીને જેને કોઈ પરિણામ નથી એમ કહેવું છે. જ્ઞાનનું પણ જેને પરિણામ નથી એમ કહેવું છે.
મુમુક્ષુ – પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા, પ્રમત પણ નથી અને અપ્રમત્ત નથી. એક શાકભાવ છે.
મુમુક્ષુ – એ અજ્ઞાયક છે ? પૂજ્ય ભાઈશ્રી :- હા, એ અજ્ઞાયક છે. જ્ઞાયક તે જ અજ્ઞાયક છે. પણ એ
Page #330
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
શબ્દ અપ્રસિદ્ધ છે.
૩૧૧
મુમુક્ષુ ઃ– નિષ્ક્રિય પ્રસિદ્ધ થયો.
પૂજ્ય ભાઈશ્રી :- નિષ્ક્રિય પ્રસિદ્ધ થયો યસેનાચાર્ય'ની ટીકાથી. અને
અવેદક એમના પત્રમાં આવે છે. હજી અન્નાયક એ નહોતા લેતા પણ અવેદક લેતા હતા. પણ એ અવેદક શબ્દથી પણ ઘણા ભડકયા છે. હેં ! આત્મા વેદક નહિ !
અત્યારે તો એ જરા તકલીફ પડે એવો વિષય છે. ચર્ચામાં તો ઘણી વાત આવી છે. પણ બધી લીધી નથી. કેમકે એ તો સમાજમાં કા૨ણ વગ૨ મોટો ખળભળાટ થાય. એકવાર તો એ વાત કરેલી છે કે આત્મા હૈ સો અંધા હૈ.’ હવે અજ્ઞાયક કહો કે અંધો કહો એક જ છે કે નહિ ? પણ એ અવગુણવાચક છે. એટલે એવું બોલે નહિ જલ્દી, બોલાય નહિ. પણ છે તો એવા જ સ્વરૂપે. ગુણના ને અવગુણના બધા વિશેષણો આત્માને લાગુ પડે છે. એકેય વિશેષણો લાગુ ન પડે એવું નથી. અપેક્ષા લગાડતા આવડવું જોઈએ.
જેમકે આત્મા શૂન્ય છે. આ શૂન્યવાદ કચાંથી આવ્યો ? ભગવાનની વાણીમાંથી આવ્યો છે. જેમ સાંખ્ય ભગવાનની વાણીમાંથી પેદા થયો, બૌદ્ધ પણ ભગવાનની વાણીમાંથી ઉત્પન્ન થયો, એમ શૂન્યવાદ પણ ભગવાનની વાણીમાંથી જ ઉત્પન્ન થયો છે. આત્મા શૂન્ય છે. શેનાથી શૂન્ય છે.? કે પરથી શૂન્ય છે અને પરિણામથી શૂન્ય છે. કર્તૃત્વથી શૂન્ય છે. અકર્તાપણે છે. શૂન્યપણું આવે છે. પણ એના અનંત ગુણોથી શૂન્ય છે એમ નથી, એના સ્વભાવથી શૂન્ય છે એમ નથી. પણ અપેક્ષાએ શૂન્યપણું છે. પણ એ અવગુણ લાગે. આત્મા શૂન્ય છે તો અવગુણ લાગે. પણ એ અવગુણ અપેક્ષાએ તો લાગુ પડે છે. એ પણ એનો એક ગુણ જ છે. ખરેખર તો એ એનું સ્વરૂપ છે. એવી રીતે આચાર્યોએ પણ એવી ઘણી વાતો ખોલી છે. ઘણી વાતો ગ્રંથોમાં ખોલી છે કે આ વિશેષણ પણ લાગુ પડે છે, આ વિશેષણ પણ લાગુ પડે છે, આવું વિશેષણ પણ લાગુ પડે છે. દેખત રીતે લૌકિકમાં એ વિશેષણ સારું નથી કહેવાતું, તોપણ આત્માને અમુક રીતે લાગુ પડે છે. એવી ઘણી વાતો કરી છે. સમર્થ આચાર્યો હોય છે.
?
શું કહે છે ? કે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી;...' એટલે જ્ઞાનીને પદાર્થદર્શન હોવાથી એના જ્ઞાનમાં પદાર્થ બરાબર સામે છે અથવા પદાર્થ સન્મુખ એનું જ્ઞાન વર્તે છે અને પદાર્થને જોઈને વાત કરે છે. જે વાત કરે છે તે પદાર્થને જોઈને કરે છે. માટે એની વાણીમાં કચાંય પૂર્વાપર વિરોધ હોતો નથી.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૨
જહૃદય ભાગ-૧૩ જ્યારે અજ્ઞાનીની વાણીમાં “ઠામઠમ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.' એ વાણીમાં ક્યાંકને ક્યાંક એણે અનુમાન કર્યું છે, ક્યાંકને ક્યાંક એણે કલ્પના જોડી છે. મનથી એણે વિચાર કરીને આત્માને નક્કી કર્યો છે કે જે મનાતીત વિષય છે. એને મનથી એણે નક્કી કરી લીધો છે. એટલે જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે. ગમે તે વાત કરે તો જીવને આત્મહિત સધાય, આત્માનું દુઃખ ટળે અને આત્મા સુખી થાય એ આત્માર્થ છે ખરેખર તો. એવી આત્મહિતોપદેશક હોય છે.
અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે... આ એક વાત જરા ગૂઢ લીધી છે. જેને એ અર્થ સમજાય છે અથવા આત્માનો ભાવ એ વાણી ઉપરથી ભાસે છે એને એમ લાગે છે કે આ કોઈ અપૂર્વ વાણી છે કે જે અપૂર્વ અર્થને નિરૂપણ કરે છે, અપૂર્વ પદાર્થને બતાવે છે અને એમની વાણીથી અપૂર્વ એવો પદાર્થ મને ભાસ્યમાન થાય છે. પોતાના જ્ઞાનમાં અપૂર્વ પદાર્થનું ભાસ્યમાનપણું થતું હોવાને લીધે અને તે પ્રકારે જ્ઞાન અપૂર્વતાને પામ્યું હોવાને લીધે જે વાણીના નિમિત્તે એ જ્ઞાન થાય છે એ વાણી પણ અપૂર્વ છે એમ કહેવામાં આવે છે.
‘આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એમણે સદ્દગુરુના લક્ષણમાં એ વાત વાપરી છે. અપૂર્વ વાણી પરમકૃત સદ્ગુરુ લક્ષણ યોગ.” શ્રત તો વાણી છે, દ્રવ્યકૃત વાણી છે. એ પરમશ્રત છે, આત્માનું પરમ હિત કરનારી છે. એ અપૂર્વ છે એ શબ્દ એમણે ત્યાં પણ વાપર્યો છે.
અહીંયાં થોડું વધારે સ્પષ્ટીકરણ છે કે અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોવાથી ક્યારે પણ આત્મહિત થાય એ અપૂર્વ વાત એવો અર્થ, એવો ભાવ બીજાની વાણીમાં આવતો નથી, જે જ્ઞાનીની વાણીમાં આવે છે. અપૂર્વ પદાર્થને એ પ્રકાશિત કરે છે. અપૂર્વ ભાવને એ પ્રકાશિત કરે છે અને સાંભળનારને પણ તેવી જ અપૂર્વતા ભાસતી હોવાથી એ અપૂર્વ વાણી છે એમ કહેવામાં આવે છે.
એવા અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે;” આ શબ્દ “ગુરુદેવની વાણી માટે બહેનશ્રી” અવારનવાર વાપરતા. “ગુરુદેવ’નું વ્યાખ્યાન ગમે તેટલી વાર સાંભળીએ તોપણ અમને તો અપૂર્વ અપૂર્વ લાગ્યા કરે છે. એમ કહેતા અમને તો અપૂર્વતા જ લાગ્યા કરે છે. કેટલાક જીવોને કંટાળો આવે, કેટલાક જીવોને એમ થાય કે આ તો રોજ એની એ વાત આત્માની ને આત્માની કરે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપી છે અને ભિન્ન છે, રાગથી ભિન્ન છે, સ્વભાવથી અભિન છે. અને મોટા ભાગના
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૩
પત્રાંક-૬૭૯
શબ્દોની વાતો તો તેની તે પણ લાગે. પણ એ શબ્દો તેના તે છે, ભાવ તેના તે નથી. એ પોતે કહેતા હતા કે ભાવ અપૂર્વ આવે છે. તો જેને એ ભાવની અપૂર્વતા ભાસે છે એને કહેનારના ભાવની પણ અપૂર્વતા ભાસે છે અને પોતાને પણ પરિણામમાં અપૂર્વતા વર્તી રહી છે. એટલા માટે એને અપૂર્વ વાણી, અપૂર્વ અર્થનું નિરૂપણ ક૨ના૨ એવી વાણી કહેવામાં આવે છે.
‘અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવરહિતપણું હોવાથી....' જુઓ ! આ ચોથું વિશેષણ લીધું. પહેલા ત્રણ વિશેષણ લીધા ને ? પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર..' ચોથું અનુભવસહિતપણું હોવાથી...' એમાં એમનો અનુભવ ઝળકે છે. જ્ઞાનીની વાણીમાં અનુભવનો રણકાર હોય છે. પહેલા રોકડા રૂપિયા ખખડાવતા ને ? જોવામાં એકસરખો લાગે. અરે...! સાચા કરતા ખોટો, ઉજળો ને સરસ લાગે મજાનો. નવો તાજો પાડેલો હોય તો Highclass લાગે. પણ ખખડાવે તો સાચાનો જે ચાંદીનો રણકા૨ હોય એ ચાંદી વગરના રૂપિયાનો રણકા૨ હોય નહિ. અથવા ચાંદીમાં ભેળસેળ કરી હોય. કલાઈ, સીસું નાખી દીધું હોય તોપણ રણકા૨માં ફે૨ પડી જાય. માણસ રૂપિયા ખખડાવીને રણકા૨ ૫૨ખે છે. વાણીનો રણકાર ૫રખતા નથી, પકડતા નથી. આ સવાલ છે. રૂપિયાનો રણકાર બરાબર પણ.. શીખે. નવા નવા દુકાને બેસે તો શીખે. કે આ બરાબર ખખડે છે કે નહિ ? જો આવો ખખડે તો સાચો, આવો ન ખખડે તો સાચો નહિ. Practice ક૨વી પડે. સાંભળ્યાથી આવડે ? રૂપિયાનો રણકા૨-એનું વર્ણન ગમે તેટલું કરો. સાંભળવાથી એનો રણકા૨ પરખતા આવડી જાય ? એ તો સાંભળવા બેસવું જ પડે. ખખડાવાની Practice ક૨વી પડે. ૫૦-૨૦૦-૫૦૦ રૂપિયા ખખડાવે પછી એને બેસે કે આ રણકાર બરાબ૨, આ રણકાર બરાબ૨ નહિ. એ Practice નો વિષય છે, Prctical જ્ઞાન છે. Theortical જ્ઞાન એમાં કામ નથી આવતું, પહોંચતું નથી. એમ અહીંયાં પણ જ્ઞાનીની વાણી સાંભળીને, અજ્ઞાનીની વાણી સાંભળીને રણકાર પરખતા શીખવું જોઈએ કે જ્ઞાનીની વાણીનો કેવો રણકાર છે. ? તો જ્ઞાની-અજ્ઞાની જુદા પડે. નહિતર જુદા પડી શકે નહિ.
શું કહે છે ? ‘અનુભવસહિતપણું હોવાથી... અનુભવનો એમાં રણકાર હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.’ પાત્રતાવાળામાં શું વિશેષતા છે ? કે જે જીવ પાત્ર હોય છે એને પરખવા માટે જ્ઞાન લંબાવવું પડતું નથી. એ તો
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૪
રાજહૃદય ભાગ-૧૩ એમ જ કહે છે કે આ મહાપુરુષની, જ્ઞાની પુરુષની વાણી સાંભળીને મારા આત્મામાં મોક્ષના ભણકાર વાગે છે. એમનો રણકાર એવો છે કે મને અંદરથી ભણકારા આવે છે. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુને તો કુદરતી પડઘો અંદર બીજો પડે છે. એટલે એને પરીક્ષા સુધી જાવું જ નથી પડતું. એને સીધો એનો આત્મા જ પોકાર કરે છે કે આ વાણી જ્ઞાનીની છે, જ્ઞાની વગર આ વાણી આવી હોય શકે નહિ.
ગુરુદેવ’ આ વાત કરતા હતા કે અત્યારે જે વાણી આવે છે એ મોક્ષના ભણકારા લઈને આવે છે. જો જીવ પાત્ર થઈને સાંભળે તો એના આત્મામાંથી મોક્ષના ભણકારા વાગ્યા વિના રહે નહિ. બહુ શરૂઆતના પ્રવચનોમાં આત્મધર્મમાં એ વાતો વાંચેલી છે. મોક્ષના ભણકાર લેતી વાણી આવે છે. એનું કારણ “અનુભવસહિતપણું હોવાથી...” એ એક ચોથું વિશેષણ લીધું.
આત્માને સતત જાગૃત કરનાર હોય છે. એ પાંચમું વિશેષણ લીધું. સાંભળનાર જીવોને આત્મજાગૃતિમાં લઈ આવે. આત્માની જાગૃતિનો વિષય જે જ્ઞાનીની વાણીમાં આવે એ અજ્ઞાનીની વાણીમાં એટલા માટે ન આવે કે એને જાગૃતિ વર્તતી નથી. ક્યાંથી લાવે ? એ વિષય એની વાણીમાં આવે નહિ. કેમકે એ વિષય ત્યાં મૌલિકતા ધારણ કરે છે.
આત્મજાગૃતિનો જે વિષય છે, જેને આત્મજાગૃતિ વર્તતી હોય અને એ સંબંધીની મૌલિકતા આવી જાય છે. એ વાણીમાં એ મૌલિકતા ઝળકે છે તો સાંભળનારને પણ એમ લાગે છે કે આ વાણી મને જાગૃત કરે છે. મારા સ્વભાવને જાગ્રત કરનારો અંદર ધ્વનિ છે. આ વાણીનો અંતર ધ્વનિ આત્મજાગૃતિનો છે. એ આંતરધ્વનિને Under tone ને આત્મજાગૃતિને યોગ્ય જે મુમુક્ષજીવ હોય છે એ એને પરખી લે છે. એ પાંચમું વિશેષણ થયું.
શુષ્કશાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી. શુષ્કજ્ઞાનીની વાણીમાં આ જે કહ્યાં તેવા ગુણ તેની વાણીમાં હોતા નથી, હોઈ શકતા પણ નથી.
મુમુક્ષુ – ‘ગુરુદેવશ્રી’ ફરમાવતા પાંડે પાંડે ફોતરા ખાંડે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એટલે એ તો એમાં મૂળ માલ ન આવે. જે માલ આવવો જોઈએ એ માલ ન આવે. એ આશય શબ્દમાં એમણે એ વાત ગોઠવી છે. વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. એ આશય છે એ એનો માલ છે. આશય વગર બધું ફોતરા જેવી વાણી લાગે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૧૫ એ આદિ નાના પ્રકારના ભેદથી...” એ સિવાય પણ. આદિ એટલે વગેરે વગેરે. હજી નીચે એક-બે વાત કરશે. આ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કશાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને આ ઓળખાણ થવા યોગ્ય છે. ચાલુ મુમુક્ષુને, મધ્યમ કોટીના મુમુક્ષુને, જઘન્ય મુમુક્ષુને, સાધારણ મુમુક્ષુને એ ઓળખાણ થવા યોગ્ય નથી. એને અજ્ઞાનીની વાણી પણ જ્ઞાનીની વાણી જ લાગે છે અને એમાં એ ભ્રાંતિએ એ રીતે પામી જાય છે.
મુમુક્ષુ – શું કરવું તો ?
પૂજ્ય ભાઈશ્રી – ઉત્કૃષ્ટ મુમુક્ષુ થવું. ઉત્કૃષ્ટ મુમુક્ષુ ન થાવું અને જ્ઞાનીઅજ્ઞાનીની વાણીનો ભેદ ઓળખાય જવો એ બે વાત તો બનવાની નથી. ચમા આવ્યા હોય અને ચશ્મા પહેરવા નથી. બે વાત કેવી રીતે બને ? એને ઉત્કૃષ્ટતા, પોતાની મુમુક્ષતાની તૈયારી કરવી પડે એવું છે. જો મુમુક્ષુતાની તૈયારી ન કરે તો ગેરરસ્તે દોરવાઈ જાય, ભ્રાંતિમાં આવી જાય અને આખો રસ્તો બીજો થઈ જાય.
“એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કશાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે...” જ્ઞાની તો પોતે સહજસ્વભાવ પરિણમનશીલ છે એમનું તો. સહજસ્વભાવે પરિણમી ગયા છે. કેમકે પોતે ભાનસહિત છે. એને તો આત્માનું ભાન વર્તે છે. તો ભાનમાં કોઈ બોલે અને બેભાનપણામાં બોલે એને ખબર કેમ ન પડે ? ભાનવાળાને ખબર પડે. બેભાન હોય એને બેભાનપણાની ખબર ન પડે. ભાનવાળાને તો ભાનવાળાની પણ ખબર પડે અને બેભાનપણાની પણ ખબર પડે
- જ્ઞાનીપુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં” જુઓ ! બીજી વાર આ વાત લીધી. જ્યાં સુધી આત્મભાન ન હોય, આત્મભાન વર્તતું ન હોય ત્યાં સુધી એવો આશય વાણીની અંદર પ્રગટપણે ઉપદેશમાં આવી શકે નહિ. જે આત્માર્થને કેન્દ્રમાં રાખીને જે આશયથી વાણી નીકળે એ આત્માર્થ ન સાધતા હોય એવા જીવોને એ વિષય પોતાના લક્ષમાં અથવા ... હોવાને લીધે એ સંબંધીની વાણી એને એવી રીતે આવી શકતી નથી. આવે જ નહિ કરવી હોય તોપણ થઈ શકે નહિ. એ પરિસ્થિતિ કુદરતી હોય છે. એટલે ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.” એમ
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૬
રાજહૃદય ભાગ-૧૩ જ્ઞાની પુરુષ તો સહેજે જાણે છે કે આ જ્ઞાની છે માટે આવો આશય આવે છે. જ્ઞાની ન હોય તો આવો આશય આવે નહિ.
એવા આશયનો એક નમુનો વિચારવો હોય તો વિચારી શકાય છે. સમયસારનો ૪૭ શક્તિનો જે વિષય છે અને એ વિષય ઉપર ગુરુદેવના જે પ્રવચન છે એમાં આશયનો Common factor છે. લ્યો ઠીક ! આચાર્ય મહારાજે એ વાત બહુ ટૂંકા શબ્દોમાં સૂત્ર જેવી એક એક વચનમાં કરી છે. એક શક્તિની વ્યાખ્યાનું એક જ વચન લીધું છે. એમાં કોઈવાર તો ચાર શબ્દમાં એ વચન પૂરું કરી દે, તો કોઈ વખત ચૌદ શબ્દમાં પણ પૂરું કરે. પણ એક જ વચનમાં વ્યાખ્યા એક એક શબ્દની પરિભાષા કરી છે તોપણ એ પરિભાષાની અંદર વિશિષ્ટતા છે. એ વિશિષ્ટતા આશયરૂપ છે અને એ આશય ગુરુદેવના અને પોતાના જ્ઞાનમાં આચાર્ય મહારાજનો આશય ગ્રહણ થયેલો છે અને એ આશય એમની વાણીમાં પણ પ્રગટ થયેલો છે.
એની વાત એ છે કે ગુણની પરિભાષા હોવા છતાં. વાત તો શક્તિ એટલે ગુણ છે. શક્તિની એ વ્યાખ્યા હોવા છતાં એ શક્તિ શુદ્ધપણે આમ પરિણમે છે એ શૈલીથી વ્યાખ્યા છે. જે કહે છે એ તો વાદ અથવા પ્રવાદ છે. વાદ એટલે વાણી, પ્રવાદ એટલે વિશેષ વાણી. પણ એ વાણીમાં એનો દૃષ્ટિકોણ શું છે ? ક્યા Angle થી એ વાતને મૂકે છે.
‘ગુરુદેવ’ પણ જ્યારે ૪૭ શક્તિનો એ વિષય હાથમાં લે છે ત્યારે એ ઢબથી. લે છે કે, તારા આવા ગુણને જો. આવો પરિણમવાનો જેનો સ્વભાવ છે એવો ગુણ છે એમ જોતા એ ગુણ પરિણમવા લાગે છે. જુઓ ! આશય કયાં નીકળે છે? ગુણનો આમ પરિણમવાનો સ્વભાવ છે. શુદ્ધપણે પરિણમતા આમ પરિણમવાનો સ્વભાવ છે. એ સ્વરૂપે એ ગુણને જોતા જોનારનો એ ગુણ એમ પરિણમવા લાગે છે. એમ આશય સીધો લઈ લીધો છે. એ શૈલી જે લીધી છે એ શૈલી બહુ ઊંડાણથી અવગાહન કરવા જેવી છે, અવલોકન કરવા જેવી છે. એ આશય અજ્ઞાનીની વાણીમાં આવી શકે નહિ. વિશેષ લઈશું...
Page #336
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૯
તા. ૨૧-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯ પ્રવચન નં. ૩૦૫
૩૧૭
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્રાંક-૬૭૯, પાનું-૪૯૬. પહેલેથી પત્ર જ ફરીથી લઈએ.
ૐ સદ્ગુરુચરણાય નમઃ. આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ફાગણ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.’ પાંચ પ્રશ્નોના ઉત્તર આ પત્રમાં એમણે આપ્યા છે. ફાગણ વદ ૬ના પત્રનો ઉત્ત૨ ફાગણ વદ ૯મે એ રીતે આપ્યો છે કે હવે પછી થોડા વખતમાં તમને તમારા લખેલા પ્રશ્નોનો થોડા દિવસોમાં બનશે તો કેટલાક પત્રોમાં ઉત્તર લખી શકીશું.
પહેલો પ્રશ્ન નિરાવરણજ્ઞાન સંબંધીનો હોવા યોગ્ય છે. પ્રશ્નો આપણી પાસે નથી. પણ ઉત્ત૨ ઉપ૨થી આપણે અનુમાન કરી શકીએ કે પહેલો પ્રશ્ન નિરાવરણજ્ઞાન કોને કહેવું ? (એ હોવા યોગ્ય છે).
ક્ષયોપશમ વધે, જ્ઞાનાવરણીનું આવરણ એટલું ખસે એને નિરાવરણજ્ઞાન કહેવું ? કે નિરાવરણજ્ઞાન કહેવાનો કોઈ બીજો પ્રકાર છે ? સામાન્ય રીતે શાસ્ત્રના અને કરણાનુયોગના અભ્યાસી જીવો જ્ઞાનાવ૨ણીનો ક્ષયોપશમ થાય એટલે જ્ઞાનાવરણી જેટલું ખસે એટલું જ્ઞાન નિરાવરણ થયું એમ આગમપદ્ધતિથી માને છે. અહીંયાં ઉત્તર અધ્યાત્મપદ્ધતિથી છે, આગમપદ્ધતિથી નથી. જ્ઞાનાવરણી જેટલું ખસે એટલું જ્ઞાન આવ૨ણ ઘટે, આવરણ જ્ઞાનને ઘટે એ વાત આગમપદ્ધતિએ બરાબર છે તોપણ અહીંયાં એ પૂછવાનો પણ અભિપ્રાય નથી અને એ કહેવાનો પણ અભિપ્રાય નથી.
અહીંયાં કહે છે કે જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે,...' અથવા અનુભવનું આવરણ ખસ્યું છે, લ્યો ! જાણવું, ઘણું જાણવું, વધુ જાણવું, સર્વ જાણવું. એ જાણવાના વિશેષતા સાથે કષાયની મંદતાને સંબંધ છે. એમાં નિમિત્ત કષાયની મંદતા પડે છે. જેમ જેમ ઊઘાડ વધતો જાય છે. કષાયની મંદતા વધે તો સામે
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૮
રાજહૃદય ભાગ-૧૩ નિમિત્ત-નૈમિત્તકસંબંધ જ્ઞાનાવરણી ક્ષયોપશમ પણ વિશેષ થાય અને જ્ઞાન ઉઘડે. પણ જ્ઞાનના ઉઘાડમાં નિગોદથી માંડીને શરૂઆત થાય છે. નિગોદમાં જ્ઞાન ઘણું અવરાયેલું છે. અને નિગોદથી જ્યારે શરૂઆત થાય છે તો અનાદિ અજ્ઞાની જીવને બહિર્લક્ષી ઉઘાડ વધે છે. અને એવો ઉઘાડ...
મુમુક્ષુ - નિગોદથી માંડીને ?
પૂજ્ય ભાઈશ્રી - નિગોદથી માંડીને. નિગોદમાં એકદમ અવરાયેલું જ્ઞાન છે. પછી બેઇન્દ્રિય થાય, ત્રણઇન્દ્રિય થાય, ચતુરઇન્દ્રિય થાય, પંચેન્દ્રિય થાય, સંશી પંચેન્દ્રિય થાય. તો ત્યાં કષાયની મંદતાનું નિમિત્ત છે. બીજું કારણ નથી. કેમકે ત્યાં બુદ્ધિપૂર્વકનો બીજો કોઈ પ્રયાસ તો છે નહિ.
એ બહિર્લક્ષી જ્ઞાનનો જે વિકાસ થાય છે. એનાથી હજી આત્મહિત સધાતું નથી. આત્મહિત સાધવામાં એનું સાધન નથી. એ સાધનભૂત નથી. કેમકે એવો અનંત વાર ઉઘાડ વધ્યો છે અને ઉઘાડ વધીને અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી પણ અનંત વાર જ્ઞાનાવરણીના ક્ષયોપશમે પ્રવર્તવાનું રાખ્યું છે. તોપણ જીવને આત્મહિત સધાયું નથી.
આત્મહિત સાધવા માટે સ્વાનુભૂતિનું આવરણ ખસવું જોઈએ. એટલે ત્યાં જાણવાનો વિષય આવ્યો, અહીંયાં વેચવાનો, અનુભવવાનો વિષય આવ્યો. જુઓ ! અધ્યાત્મના પ્રકરણમાં અનુભવની પ્રધાનતા છે, જાણવાની નહિ. જ્ઞાની કેટલું વધુ જાણે છે એની સાથે સંબંધ નથી. (પણ) જ્ઞાની કેટલો વધુ અનુભવ કરે છે એની સાથે એનો સંબંધ છે. બે Branch જુદી જુદી છે. છે જ્ઞાનનો પર્યાય પણ બેય શાખા જુદું જુદું કામ કરે છે. જાણવાની શાખા જુદું કામ કરે છે, વેદનાની શાખા જુદું કામ કરે છે. બંનેનો સ્વધર્મ જુદા જુદા પ્રકારનો છે. “પંચાધ્યાયી”માં એ વિષયને સ્વાનુભૂલ્યાવરણ તરીકે લીધો છે. સ્વાનુભૂતિનું આવરણ મટે નહિ ત્યાં સુધી સ્વાનુભૂતિ ન થાય અને સ્વાનુભૂતિ ન થાય, ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ ન થાય, ત્યાં સુધી એને સમ્યગ્દર્શન ન થાય, ત્યાં સુધી સ્વરૂપાચરણ ન થાય અને મોક્ષમાર્ગ શરૂ ન થાય.
એટલે અહીંયાં કાલે આપણે વાંચ્યું છે પણ આજે વળી ખુલાસો બીજી રીતે આવે છે. કાલે આ વિષય એવી રીતે નથી ચાલ્યો. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે... કેમકે પ્રશ્ન નિરાવરણજ્ઞાનનો છે. નિરાવરણજ્ઞાન અમે કોને કહીએ છીએ ? અમારા લક્ષમાં નિરાવરણશાન એટલે કઈ વાત છે ? કે જે જ્ઞાનમાં દેહાદિ
Page #338
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૧૯
અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી... મારાપણું વર્તતું નથી. અન્ય પદાર્થને વિષે અહંતામમતા એટલે પોતાપણું થતું નથી. શરીર તો મારું નહિ પણ આ કુટુંબ પણ મારું નહિ, આ ઘ૨ મારું નહિ, બીજા જે સંયોગો પ્રારબ્ધકર્મના ઉદયથી લોકો એના માને કે, ભાઈ ! આ બધી ચીજ એની ગણાય, એમાં એનો અધિકાર છે, એનો સંબંધ છે, આપણો સંબંધ નથી. એવું જે પ્રારબ્ધને લઈને પોતાપણું વ્યવહારે જણાય છે એ સાચું નથી પણ જૂઠું છું. કેમકે આત્મા તો ભિન્ન-ભિન્ન રહે છે. કોઈ આત્મામાં આવતું નથી, આત્મા કોઈમાં જતો નથી. અથવા કોઈ ચીજ આત્માની થતી નથી. કોઈ કુટુંબ પરિવારનો એકપણ સભ્ય આત્માનો થતો નથી. ખરેખર કોઈનો કોઈ સગો નથી. ૫રમાર્થે જોવામાં આવે તો કોઈ આત્મા, કોઈ આત્માનો કોઈ સગો નથી.
‘આનંદઘનજી’એ તો એ ગાયું છે, “સાચું રે સગપણ સાધર્મી તણું, બાકી બધી જંજાળ રે.’ શું શબ્દ વાપર્યો છે ? કુટુંબના કાર્યોને, કુટુંબના સંબંધોને જ્ઞાનીઓએ જંજાળ ગણી છે અને સાધર્મીના સંબંધને કૌટુંબિક સંબંધ ગણ્યો છે. અને સાધર્મીમાં મુમુક્ષુથી માંડીને, જ્ઞાનીઓથી માંડીને, મુનિઓથી માંડીને, અરિહંતોથી માંડીને, સિદ્ધો સુધી બધા આવી જાય છે. એટલે ભગવાન કુંદકુંદાચાર્યે પંચ પરમેષ્ઠીને આમંત્રણ આપ્યું ને ? મારા દીક્ષાના પ્રસંગે હું આપ સૌને કંકોત્રી લખું છું. પધારજો.
‘ગુરુદેવ’ તો બહુ મલાવતા હતા. એમનો વિષય હતો ને ? સિદ્ધ ભગવાનને આમંત્રણ મોકલે તો સિદ્ધ ભગવાન કેવી રીતે ઉ૫૨થી નીચે આવે ? બીજા તો મનુષ્યલોકમાં છે. એને પણ નીચે ઉતારે છે. ભક્તો ભગવાનને નીચે ઉતારે છે. કેવી રીતે ઉતારતા હશે ? કે જ્ઞાનમાં લઈ આવે છે, ભાવમાં લઈ આવે છે કે તમે અમારા હૃદયમાં બિરાજો છો. અત્યારે તમે સિદ્ધાલયમાં બિરાજતા નથી પણ અમારા હૃદયમાં પ્રત્યક્ષપણે બિરાજો છો. એવી રીતે એમને નીચે લઈ આવે છે.
શું કહે છે ? કે જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મઢ્યો છે...' પત્ર ફરીથી લીધો છે. અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે,...' જુઓ ! ઉપયોગ પોતાના સ્વરૂપમાં પરિણમી જાય છે. વ્યાપ્યવ્યાપકભાવે અસંખ્ય પ્રદેશે સ્વભાવમાં તન્મય થઈને, લીન થઈને ઉપયોગ પરિણમે છે અથવા જ્ઞાન પોતાનું સ્વરૂપપણું ભજે છે. જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે હું મારા સિદ્ધ સ્વરૂપે છું, મારું સિદ્ધ સ્વરૂપ મને પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી મારું જ્ઞાન
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૦
જહૃદય ભાગ-૧૩ મારા સ્વરૂપને ભજે છે. સ્વરૂપરૂપે થઈને સ્વરૂપપણે ભજે છે. એવું જે જ્ઞાન એ જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહીએ.
હવે એને નિરાવરણ શું કરવા કીધું ? ઓલું આવરણ ન લીધું અને આ આવરણ શું કરવા લીધું? આવરણ એટલે આડશ. આવરણ એટલે આડશ. એક પડળ આડું આવી જાય. જેમ આંખમાં અંદરમાં કોઈ પડળ આવી જાય, અંદરમાં કચરો કે બીજું, ત્રીજું, તો આંખ જોવાનું કામ ન કરી શકે. એમ પોતાના સ્વરૂપને પોતે અનુભવી શકતો નથી, વેદી શકતો નથી ત્યારે એને પોતાના સ્વરૂપને અનુભવવા માટેનું કોઈ આવરણ છે. ભલે એ ભાવ આવરણ છે. પણ એ ભાવઆવરણ જ્યાં સુધી ખસતું નથી ત્યાં સુધી એ જ્ઞાન નિરાવરણપણાને પામ્યું નથી. પોતાનું સ્વરૂપ કેવું છે કે જેને ખબર નથી, એવો એક ભાવનો પડદો, મિથ્યાભાવનો પડદો આડો છે. એ જીવને આવરણ છે. એ આવરણ ખસે ત્યારે જ્ઞાન નિરાવરણ થયું કહેવાય. એ અપૂર્વ નિરાવરણતા છે. જ્ઞાનાવરણી વધઘટ થાય અને ખસે એ પૂર્વાપર નિરાવરણતા છે. એવો અનંત વાર મનુષ્ય થયો, અનંત વાર એકેન્દ્રિય થયો, અનંત વાર પાછો મનુષ્ય થયો.
મુમુક્ષુ - મિથ્યાત્વનું મોટું આવરણ છે.
પૂજ્ય ભાઈશ્રી :- મિથ્યાત્વનું, અજ્ઞાનનું મોટું આવરણ છે. અને એ પરપદાર્થને સ્વપણે, અહંપણે પોતારૂપે અનુભવે છે એ જ ભાવ છે, બીજો કોઈ ભાવ નથી. એ મિથ્યાત્વભાવ અથવા અજ્ઞાનભાવ શું છે ? કે શરીરને અને શરીર સિવાયના બીજા પ્રારબ્ધયોગે સંયોગમાં રહેલા પદાર્થોને પોતાપણે જાણે છે, અનુભવે છે, સ્વીકારે છે. તે જ એને સ્વાનુભૂતિમાં આવરણ છે.
મુમુક્ષુ :- આવરણ એટલે વ્યવહારનય... પૂજ્ય ભાઈશ્રી:- નહિ. આવરણ એટલે શું કે પોતાના.. મુમુક્ષુ:- વ્યવહારથી આવરણ છે એમ ?
પૂજ્ય ભાઈશ્રી - પર્યાયમાં જે આવરણ છે એ પર્યાય અપેક્ષાએ વ્યવહાર છે અને પોતાના જ પરિણમનમાં એ દોષ છે માટે એ અશુદ્ધનિશ્ચય પણ છે. વ્યવહાર પણ છે અને અશુદ્ધનિશ્ચય પણ છે. શુદ્ધનિશ્ચય નથી. શુદ્ધનિશ્ચયમાં પોતાનો શુદ્ધ આત્મા છે. એ નિરાવરણજ્ઞાન સંબંધીનો જે પ્રશ્ન છે એનો ઉત્તર આપ્યો છે.
બીજો પ્રશ્ન છે એ જ્ઞાની-અજ્ઞાનીની વાણી સમજવા સંબંધીનો છે. શાસ્ત્રજ્ઞાનવાળા એવું જ કહે તોપણ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? એ કેવી રીતે અમને
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૧
પત્રાંક-૬૯ સમજાય? મુમુક્ષની ભૂમિકામાં એવી એક સમસ્યા છે. એનો ખુલાસો છે.
સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે;” સામાન્ય માણસો આ જ્ઞાની છે કે અજ્ઞાની છે એમ વાણી ઉપરથી ભેદ પારખી શકતા નથી એ વાત યથાર્થ છે. કેમકે સામાન્ય માણસો એ વિષયના એ નિષ્ણાત નથી, એ વિષયના એ જાણકાર નથી. તેથી શબ્દ અથવા ઉપદેશ એવો જોઈને એને એમ લાગે છે કે આ પણ જ્ઞાની હોઈ શકે છે.
કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે” હવે અહીંયાં શુષ્કશાની શબ્દ શું કરવા વાપર્યો છે એ ખુલાસો નથી થયો. શુષ્કતા અને ભાવથી ભીંજાયેલું. બે પ્રતિપક્ષ છે. પરિણમનમાં જે પોતાનો સ્વભાવભાવ છે એ સ્વભાવભાવનો પરિણામમાં આવિર્ભાવ થાય ત્યારે એ પરિણામ સ્વભાવથી, સ્વભાવભાવથી રંગાયેલું પરિણામ છે. જેમાં એવો અધ્યાત્મભાવ, સ્વભાવભાવ જેના પરિણામમાં પ્રગટ નથી પણ છતાં એ જ ભાષાના વાચક શબ્દોનો પ્રયોગ, થાય છે. ભાવ નથી પણ ભાષાનો પ્રયોગ છે તો એ ભાવ વગરની વાણીમાં ભાવનું ભીંજાવાપણું આત્માને નહિ હોવાથી એ વાણીને શુષ્કવાણી અથવા એ જ્ઞાનને શુષ્કજ્ઞાન કહેવામાં આવે છે.
નહિતર જેવું જ્ઞાન હોય એવા ભાવથી એ જ્ઞાન રંગાયેલું હોવું જોઈએ. જેમ આ કષાયલેશ્યા થાય છે તો જ્ઞાન રંજાયમાન થાય છે ને ? કષાયયોગથી રંજીત થાય છે. એવી રીતે અકષાયભાવથી રંગાયેલું થવું જોઈએ. જો અકષાયભાવ ભાષાની અંદર પ્રયોગ થતો હોય તો ભાવમાં પણ અકષાયભાવનો રંગ ચડવો જોઈએ. એ અકષાયભાવનો રંગ નથી ચડતો, સ્વભાવભાવનો રંગ નથી ચડતો અને ભાષા એ સંબંધીની આવે છે તો એ ભાષાને પણ શુષ્કવાણી કહેવાય છે, એ જ્ઞાનને પણ શુષ્કજ્ઞાન કહેવામાં આવે છે. એવો અહીંયાં અર્થ સમજવો.
કેમકે કંઈક શુષ્કશાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી...” એટલે સરખું વચન જોયાથી “શુષ્કશાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને.... શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે;” સામાન્ય મનુષ્યોને એ ખબર નથી હોતી પણ મંદદશાવાળા મુમુક્ષુઓ હોય છે એને પણ ભ્રાંતિ થાય છે, એને પણ ખ્યાલ નથી આવતો કે આમાં જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૨
રાજહૃદય ભાગ-૧૩
વાણીમાં શું ફરક પડે છે, એ ખ્યાલ એને નથી આવતો. ભ્રાંતિ પામે એટલે એ શુષ્કજ્ઞાનીને શાની માને.
મુમુક્ષુ :- ....યોગ્યતા ન દેખાતી હોય,..
પૂજ્ય ભાઈશ્રી :– ન દેખાતી હોય. પૂજા કરે, ભક્તિ કરે, દયા-દાન કરે. એટલે શુભભાવમાં હોય, શુક્રિયામાં હોય પણ અધ્યાત્મભાવમાં ન હોય અને પરિણામમાં અધ્યાત્મક્રિયા ન હોય. શુષ્કજ્ઞાની એટલે ઘણા ઓલા સ્વચ્છંદી માની લે. કે અશુભયોગમાં પ્રવર્તે અને અધ્યાત્મની ભાષા બોલે માટે એ શુષ્કજ્ઞાની કે નિશ્ચયાભાસી છે, એવું નથી. એવું એકાંતે નથી. એવું પણ હોય કે જે વ્યવહારાભાસી અને જે વ્યવહારની ક્રિયા હોય એવી ઉભયાભાસીને પણ ક્રિયાઓ હોય છે. એમાં નિશ્ચયનો આભાસ હોય અને વ્યવહારનો પણ આભાસ હોય. બંને આભાસ હોય છે. અને બંને આભાસ હોય ત્યાં ભ્રાંતિ થવાનો સંભવ વિશેષ રહે છે. પોતાને પણ એ ભ્રાંતિ થાય, બીજાને પણ એ ભ્રાંતિ થાય છે.
પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી....' પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે તે જ્ઞાનીની વાણી જેવા જ શુષ્કશાનીના વાણીના શબ્દો જોઈને એને ઘણું કરીને ભ્રાંતિ નથી થતી. પ્રાયે એટલે ઘણું કરીને નથી થતી. હવે કેમ એમ છે ? કે, ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એ પોતે આત્માનો આશ્રય કરવા માટે તૈયાર થયો છે. એનામાં આત્માર્થાતા વર્તે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુમાં આત્માર્થાતા વર્તે છે. અને એ આત્માર્થ પોતાના ભાવમાં વર્તતો હોવાથી એવો આત્માર્થ કહેના૨માં વર્તે છે કે નહિ ? એની પરીક્ષા એને પોતાના અનુભવ ઉ૫૨થી, પોતાના ચાલતા પરિણામ ઉપ૨થી હોય છે. એટલે સામાન્ય મુમુક્ષુ અથવા મંદ દશાવાન મુમુક્ષુ અથવા મધ્યમ કોટીના મુમુક્ષુ અને ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ એવા ત્રણ ભેદ એમણે આ પત્રની અંદર મુમુક્ષુના પાડ્યા છે. પોતે તો પાડ્યા એમના જ્ઞાનમાં જે રીતે વાત હોય એ રીતે. આપણે કેવી રીતે સમજવું ?
જે જીવને હજી આત્માર્થ શરૂ નથી થયો, મુમુક્ષુને યોગ્ય પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરે પણ અંતરમાં પોતાનો આત્માર્થ હજી જેને શરૂ નથી થયોઆત્માર્થીપણું જેને નથી આવ્યું ત્યાં સુધી એને જ્ઞાનીની વાણીમાં રહેલો આત્માર્થ નથી સમજાતો અને અજ્ઞાનીની વાણીમાં એ આત્માર્થનો અભાવ છે એ નથી સમજાતો.
Page #342
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૨૩ આત્માર્થનો અભાવ અને આત્માર્થનો અભાવ પરસ્પર સાપેક્ષ છે. એક સમજાય તો બીજો સમજાય. તો જે જીવ આત્માર્થમાં નથી આવ્યો એ જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં આત્માર્થને જુદો નહિ પાડી શકતો હોવાથી એને ખબર નથી પડતી કે આ જ્ઞાની છે, કે આ અજ્ઞાની છે. અજ્ઞાનીને કદી જ્ઞાની પણ માનશે, જ્ઞાનીને કદી અજ્ઞાની પણ માની બેસશે. કેમકે એને ખબર નથી કે મારા ભાવમાં આત્માર્થ શું છે ? કહેનારના ભાવમાં આત્માર્થ શું છે ? એ વાતની એને ખબર નથી પડતી.
મુમુક્ષુ:- પ્રાય શબ્દ કેમ વાપર્યો છે ?
પૂજ્ય ભાઈશ્રી:- પ્રાય એટલે શું છે કે એટલી બધી પરિપકવતા આત્માર્થીની ન હોય. | મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી – હા. ઉત્કૃષ્ટ દશાવાન પુરુષ ઘણું કરીને તો ન ભૂલે. કોઈક અપવાદમાં કોઈ ભૂલે. સંભવ છે. કેમકે હજી જ્ઞાનદશા આવી નથી, ભાન થયું નથી. જે એમની આંખ છે એમાં બહુ ચો વિષય છે. ઝીણી વાત પણ એમણે લક્ષમાં લીધી છે. ઝીણામાં ઝીણી વાતને લક્ષમાં લીધી છે. જીવ ભૂલે તો કયાં સુધી ભૂલે ? એમ કહેવું છે.
કેમકે શુષ્કશાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.' શુષ્કશાનીની વાણીમાં, જે જ્ઞાનીની વાણીમાં આશય હોય છે તે આશય હોતો નથી. જ્ઞાનીની વાણીનું સર્વ વિસ્તારનું કેન્દ્રસ્થાન, કેન્દ્રબિંદુ એક આત્માર્થ જ હોય છે. એટલે તો એમણે એ વાત લીધી છે. આત્માર્થ ઉપેદશક એમની વાણી હોય છે. એમાં આત્માર્થનો ઉપદેશ રહેલો છે. (કોઈ કહે, પણ એવી ભાષામાં ઉપદેશ તો શુષ્કજ્ઞાનીની વાણીમાં પણ છે. તો એને આત્માર્થ ઉપદેશ કેમ ન કહેવો ? કે કેમ ન ગણવો ? એ આત્માને ઉપાસતા નહિ હોવાથી. જ્ઞાની આત્માને ઉપાસે છે તેથી એની વાણીમાં આત્માનો ઉપદેશ છે એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ જેને આત્માની ઉપાસના આવડતી જ નથી, ખબર જ નથી કરી શકતો નથી, એ રસ્તે આવ્યો નથી, ચડ્યો નથી, એ શબ્દો ભલે એવા કહે પણ એની અંદર ભાવ ક્યાંથી હશે ? એની વાણી સાથે ભાવનો સંબંધ નથી. એવો તર્ક કરી શકાય છે. આગળ કર્યો છે કે, ભાઈ ! ગમે તે શાસ્ત્ર સંભળાવનાર હોય અમને તો “સમયસાર’ સંભળાવે છે ને ! એમ ચાલે કે ન ચાલે? કે ન ચાલે. આમાં એવું નથી ચાલતું.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૪
રાજહૃદય ભાગ-૧૩
મુમુક્ષુ :- અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન.
પૂજ્ય ભાઈશ્રી :– અશુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાનમાં એવું છે કે કોઈ સંસ્કારી જીવ... શુદ્ધ ઉપાદાનમાં કોને લીધો છે ? સાંભળનાર કોઈ સંસ્કારી જીવને લીધો છે. ગમે તેને નથી લીધો. કેમકે શુદ્ધ ઉપાદાન એવું એનું વિશેષણ છે. એટલે જેની ઉપાદાનમાં શુદ્ધતા છે એ કાં તો સંસ્કારી છે અને કાં જ્ઞાની છે. બેમાંથી એક છે. અથવા ઉત્કૃષ્ટ દર્શાવાન મુમુક્ષુ છે. લ્યોને ! શુદ્ધ ઉપાદાનમાં આ જીવો આવે. એ અશુદ્ધ નિમિત્ત એવા જે ઉપદેશક છે એની જ્ઞાની જેવી વાણી જોઈને પણ સમજી લે છે કે આ વાત એવી કરે છે પણ એને ખબર નથી. એ શું સમજે છે ? આ વાત સાચી કરે છે એમ ન કહે. વાત સાચા જેવી કરે છે પણ સાચું શું એને ખબર નથી. એવું સમજે એને શુદ્ધ ઉપાદાન કહેવાય અને જે અશુદ્ધ નિમિત્તને સમજી લે છે કે આ નિમિત્તમાં હજી અશુદ્ધતા છે. એને ખબર નથી. એને અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. એ પ્રકારે નિમિત્ત-ઉપાદાનનો એક ભંગ છે.
ન
‘કેમકે શુષ્કશાનીની વાણીમાં આશયે શાનીની વાણીની તુલના હોતી નથી.’ એટલે એના કથનની અંદર આત્માર્થ કેન્દ્રબિંદુમાં નથી. શુષ્કજ્ઞાનીની વાણીમાં કેટલીક વાત એ સમજ્યો છે, શીખ્યો છે, એ પ્રમાણે એ કહે છે. પણ એને એનો ભાવ ભાસ્યો નથી.
હવે જ્ઞાનીની વાણીની વિશેષતાઓ કહે છે કે, જ્ઞાનીની વાણી પૂર્વપર અવિરોધ,...' હોય છે. વિરોધી ધર્મોને બતાવનારી એવી પણ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રુવ બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવી છે. ઉત્પાદથી વ્યય વિરુદ્ધ સ્વભાવી છે, વ્યયથી ઉત્પાદ વિરુદ્ધ સ્વભાવી છે. બંને ચલનાત્મક ભાવ છે. ચલનવાળા ભાવ છે. જ્યારે ધ્રુવ છે એ અચળભાવ છે. એ રીતે પણ ચળપણું અને અચળપણું એવા પણ વિરુદ્ધ ધર્મસ્વભાવવાળા પદાર્થને એવા અંગો છે, એવા ધર્મો છે, એવા એના ભાવ છે, એવી એની સ્થિતિ છે. વસ્તુસ્થિતિ એવી છે. તોપણ યથાસ્થિત પદાર્થદર્શન હોવાને લીધે. એ વાત એમણે છેલ્લી લીટીમાં લીધી કે કેમ એને શુષ્કજ્ઞાનીની વાણીને પૂર્વાપર વિરોધપણું આવે છે ? કે એને યથાસ્થિત પદાર્થદર્શન નથી. એના જ્ઞાનમાં સામે પદાર્થ નથી. જ્ઞાનમાં સામે પદાર્થ નહિ હોવાને લીધે એ ઠામ ઠામ એટલે અનેક ઠેકાણે પોતાની વાત કરવામાં પદાર્થને વિષે કલ્પના કરીને વાત કરે છે એટલે એ કલ્પનાયુક્ત વાણી હોય છે, એ કલ્પિતવાણી હોય છે અને એ કલ્પના વાસ્તવિકતાથી વિરુદ્ધ હોવાને
Page #344
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૯
૩૨૫
લીધે એને મિથ્યાભાવ કહેવામાં આવે છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે અને એના ફળને નિયમથી દુઃખની જ પ્રાપ્તિ થાય છે. કલ્પનાના ફળમાં સુખની પ્રાપ્તિ થતી નથી. આ નિયમ છે.
મુમુક્ષુ :– ૨૯મે વર્ષે બહુ ગજબ કામ કર્યું છે !
પૂજ્ય ભાઈશ્રી :- સમર્થ જ્ઞાનીપુરુષ છે. શરીરની આયુ ભલે ૨૯ વર્ષની છે પણ સમર્થ જ્ઞાનીપુરુષ છે. આવી વાતો એમણે જે વ્યક્ત કરી છે એ અનુભવમાં કલમ બોળી બોળીને લખેલી વાત છે.
મુમુક્ષુ :– ધર્મનો લોપ થઈ જાય.
=
-
પૂજ્ય ભાઈશ્રી :- ધર્મનો લોપ ન થાય, અધર્મનો લોપ થાય. જ્ઞાની દ્વારા ધર્મનો લોપ ન થાય. કેમકે પોતે ધર્મ પ્રગટાવ્યો છે અને બીજાને પ્રગટ થવામાં જ્ઞાની જ નિમિત્ત પડી શકે, બીજા તો નિમિત્ત પડી પણ ન શકે. અને જ્યારે બીજાને ધર્મ પ્રગટાવવામાં નિમિત્ત પડે ત્યારે એના અધર્મનો લોપ થાય, પણ કોઈ ધર્મનો જ્ઞાનીના નિમિત્તે લોપ થાય નહિ. માનેલો ધર્મ લોપાતો હોય એવું લાગે. પોતે જેને ધર્મ માન્યો છે, જે ધર્મ નથી એને ધર્મ માન્યો છે એ ધર્મનો લોપ થતો દેખાય. પણ જ્ઞાની દ્વારા ખરેખર સત્યધર્મનો લોપ થતો નથી.
મુમુક્ષુ :- મુમુક્ષુ આ જે કલ્પનાથી વાત કરે છે એ બરાબર પકડી શકે ? પૂજ્ય ભાઈશ્રી :– હા, પકડી શકે. એનું કારણ છે કે પોતે આત્માર્થમાં આવ્યો છે અને એની નજર આત્માર્થ ઉ૫૨ છે. કહેના૨ની વાત-શબ્દો ઉ૫૨ નથી. કયા શબ્દોમાં વાત કરે છે એના ઉ૫૨ એની નજર નથી. કહેનાર આત્માર્થને કેવી રીતે બતાવે છે ? આત્માર્થ બાજુ એનું વલણ કેવી રીતે કહેતા કહેતા આવે છે, એ સમજવાનો એ પ્રયોગ કરે છે. એટલે સાંભળનારના ભાવને કહેનારના ભાવ સાથે Interlink છે. સંબંધ જોડાય છે. ભાવનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. વાણીનો તો સ્થૂળપણે કહેવાય છે. ખરેખર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભાવથી ભજે છે. કહેના૨નો ભાવ અને સાંભળનારના ભાવને મેળ ખાય છે. ત્યારે મેળ ખાય એને નિમિત્તનૈમિત્તક સંબંધ કહ્યો. નો મેળ ખાય એને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી. આ સીધી વાત છે. એટલે એ રીતે Link મળે છે ત્યારે એ સમજે છે કે બરાબર છે. કહેનાર છે તે યથાર્થ છે.
મુમુક્ષુ :– મુમુક્ષુને પોતાના આત્મહિત તરફ...
-
પૂજ્ય ભાઈશ્રી :– હા, આત્મહિતને એ ખોજે છે, આત્મહિતની પાછળ એ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૬
રાજહૃદય ભાગ-૧૩
લાગેલો છે, આત્મહિતની પાછળ એની તાલાવેલી છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુની. એટલે આત્મહિતનો રણકાર છે એને એ પકડે છે. અને જેમાં આત્મહિતની વાત છે પણ બોદી લાગે છે. ‘સોગાનીજી’એ ન કહ્યું ? ‘હમકો તેરી વાણી કાગપક્ષી જૈસી લગતી હૈ.' શું કહ્યું ? શુષ્કજ્ઞાની કોઈ એવી નિશ્ચય પ્રધાનતાની વાત કરે છે તો કહે શું કહ્યું ? ‘હમકો તેરી બોલી કાગપક્ષી જૈસી લગતી હૈ.’ જુદી જુદી રીતે કેવી કેવી વાતો કરી છે ! જ્ઞાનીઓએ પણ જુદી જુદી રીતે ઘણી વાતો કરી છે. એમ એની વાણીમાં ફેર પડી જાય છે.
મુમુક્ષુ :– ભાવમાં જોર ન હોય.
=
પૂજ્ય ભાઈશ્રી :– ભાવમાં કાંઈ ન હોય. ભાવમાં ખાલી હોય. જેને પદાર્થ દેખાતો નથી એને તો અનાદિનું અંધપણું છે. એ પદાર્થની વાત કરે તો એ પદાર્થ સામે હોય અને વાત કરે અને પદાર્થ જોયા વિના વાત કરે એમાં ઘણો ફરક છે.
‘ધર્મદાસજી ક્ષુલ્લકે’ દૃષ્ટાંત આપ્યું છે ને ? કે એક કૂતરો ચોરને જોઈને ભસે છે. બીજી શેરીવાળાને ખબર પડે છે કે આ કો'ક ચોરને જોયો લાગે છે. નહિતર આવી રીતે ભસે નહિ. એની ભસવા-ભસવાની Style હોય છે. ચોરને જોઈ ગયો હોય તો જ આવી રીતે ભસે. એ શું ક૨વા ભસે છે ? બીજાને જગાડવા માટે. એટલે એ પણ એવી જ પ્રવૃત્તિ કરે છે. બીજાને જગાડવા માટે એ પણ એવું જ ભસવા માંડે છે. તોપણ જે ચોરને જોઈને ભસે છે અને ચોરને જોયા વગર ભસે છે, એને ત્રીજો કૂતો સમજી શકે, કે આ બે ભસે છે એમાં એક જોઈને ભસે છે, એક જોયા વગર ભસે છે. એ એની ભાષા સમજે છે એટલે. એ સમજી શકે છે કે આમાં બે ભસે છે પણ એક જોઈને ભસે છે, એક જોયા વગર ભસે છે. બેમાં ફેર છે. કેમકે એ ભાવની ભીંસ એમાં આવે નહિ.
‘આનંદઘનજી’એ ગાયું છે ને ? મહિમા મેરુ સમાન જિનેશ્વર.' કેવો મહિમા ભાસે છે ? મેરુ સમાન મહિમા જેને ભાસે છે. એની વાણીમાં સ્વરૂપનો મહિમા અછાનો રહે નહિ. અને જે મેરુ સમાન આવો મહિમા હોવા છતાં કાંઈ જેને ભાસતું નથી એ એના શબ્દો કહે તો ક્યાંથી આવે ? આનંદઘનજી શ્વેતાંબરમાં હતા તોપણ આવી વાત છે એ કાંઈક એમની બીજા પ્રકારની વિશિષ્ટતાને પ્રસિદ્ધ કરે છે. એમની કોઈ અસાધારણ યોગ્યતાને એ પ્રસિદ્ધ કરે છે.
મુમુક્ષુ :- માર્ગાનુસારી કહેવાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :- હા. કહી શકાય, ચોક્કસ કહી શકાય. અને એવા જીવો
Page #346
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૨૭
જ્ઞાન પામી ગયા હોય તો જગતને ખબર પણ ન પડે. વેષ એનો એ રહી જાય. ‘ગુરુદેવ’ને (સંવત) ૧૯૭૮ની સાલમાં જ્ઞાન થયું તો ત્યારપછીના ૧૯૯૧ની સાલ સુધી તો સ્થાનકવાસી સાધુ તરીકે જ બધાએ પૂછ્યા છે. હવે અંદરમાં જ્ઞાન થઈ ગયું છે. વેષ રહી જાય અને જ્ઞાન થઈ જાય. દિગંબરના સંપ્રદાયવાળા માનવા તૈયા૨ ન થાય. દિગંબર સંપ્રદાયવાળા એમ કહે કે નહિ, ન થાય. કુલિંગ છે. થાય નહિ. નહિ, ખોટી વાત છે. ગમે તે લિંગે થાય. આત્મજ્ઞાન ગમે તે લિંગે થઈ શકે છે. કોઈપણ લિંગે થાય.
મુમુક્ષુ :– નરકમાં, તિર્યંચમાં થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- નરકમાં થાય, તિર્યંચમાં થાય. કોઈપણ સંશી પંચેન્દ્રિય જીવનો અધિકાર છે, અબાધિત અધિકાર છે.
મુમુક્ષુ :- ‘ગુરુદેવશ્રી’ પણ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. સૈનિક કરતા વધારે Discipline માં ૨હે. પકડાય ન જાય એટલે. પણ સૌથી ભયંકર એ છે. એટલું જોના૨ જોનારમાં ફરક પડે છે. જોવાથી એ ખ્યાલ આવે છે.
શું કહે છે ? જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ...' હોય છે જેમાં એવી હોય છે. ‘આત્માર્થ ઉપદેશક,...' હોય છે. આત્માનું હિત થાય એવો ઉપદેશ એ વાણીમાં ફરીને ફરીને બધું ફેરવી ફેરવીને ત્યાં આવે. વાણીનો સાર ફેરવી ફેરવીને ત્યાં આવે કે આત્માનો ઉદ્દેશ. જુઓ ! નિરાવરણજ્ઞાનની વાત લીધી તો કેવી રીતે લીધી ? અનુભવથી લીધી. ઓલી ન લીધી, આગમપદ્ધતિ ન લીધી. આત્માર્થ ઉપદેશક હોય છે.
અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે;...' અપૂર્વ સ્વભાવને, અપૂર્વ સ્વરૂપને એ નિરૂપણ કરે છે અને જેને એ ભાવ ભાસે છે એને પણ એ વાણીની અપૂર્વતા ભાસે છે, કે અહો...! આ વાણી પણ કોઈ અપૂર્વ છે ! અપૂર્વ પદાર્થને બતાવનારી આ વાણી છે. કહેનારના ભાવો પણ અપૂર્વ છે. અને સમજે છે એને પણ અપૂર્વતા ભાસ્યા વિના રહેતી નથી.
અને અનુભવસહિતપણું હોવાથી...' આત્માનો અનુભવ વર્તમાન વર્તતો હોવાથી તે બીજા આત્માને સતત જાગૃત કરનાર હોય છે.' આ પણ એક અસાધારણ ચિહ્ન છે, જ્ઞાનીની વાણીનું અસાધારણ લક્ષણ છે. તે જાગૃતિમાં લઈ જાય. જે જીવ પોતાના આત્મહિતને વિષે અજાગૃત છે, (એ બીજા) જીવોને
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૮
રાજહૃદય ભાગ-૧૩
આત્મજાગૃતિમાં (લાવી ન શકે). જેમ કોઈ માણસ સૂતો હોય ને ચોંટિયો ભરી લે. એકદમ જાગી જાય. એમ એની વાણી એવી છે કે સૂતાને જગાડી દે છે. જુઓ ! ભાઈ ! તારું આત્મહિત સાધ, આત્મહિત સાધ. તું મનુષ્ય આયુમાં કાં આમનેઆમ હાલ્યો જા છો ? જેનું મૂલ્ય રત્નચિંતામણી કરતા પણ અધિક છે એવું આ મનુષ્ય આયુ છે એમાં આત્મજાગૃતિ કાં નહિ ? તારો આત્મા કેવો છે એ જોવા માટે જરા જાગ.... જરા જાગ... જાગી જા, સાવધાન થઈ જા. આયુષ્ય ખોવા જેવું નથી. એવો જે Undertone છે એ જ્ઞાનીની વાણીમાં જ આવે છે. જે પોતે જાગ્યો નથી એ બીજાને જગાડવામાં કેવી રીતે સમજે કે કેમ જગાડી શકાય ? પોતે જાગ્યો નથી એ બીજાને જગાડવામાં કેવી રીતે સમજી શકે કે તું આમ જાગ. એટલે એવું જે આત્માને સતત જાગૃત કરનાર હોય છે.’ જોયું ? જાગૃત કરનારમાં પણ સતત જાગૃત ક૨ના૨ છે. એવી પોતાની જાગૃતિ અનુભવસહિત વર્તે છે. તેથી એ વાણીની અંદર એ પ્રકા૨નો રણકાર આવ્યા વિના રહેતો નથી.
શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી;...' એ પ્રકારના ગુણો શુષ્કજ્ઞાનીની વાણીમાં હોતા નથી. ભાષા હોય છે પણ એ પ્રકારના ગુણ હોતા નથી. ‘સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું...' એ ચારેયમાં, પાંચેયમાં સર્વથી ઉત્કૃષ્ટ લીધું છે. એ સમજાવવાની દૃષ્ટિએ લીધું છે. આમ તો જે અપૂર્વતા છે, સતત જાગૃતિ છે એનું મૂલ્ય ઘણું છે. પૂર્વાપર વિરોધ ધર્મો પણ અવિરોધપણે પદાર્થમાં રહેલા છે એ પદાર્થના વિજ્ઞાનમાં જાય છે. અને એ પદાર્થનું વિજ્ઞાન છે એ પદાર્થ દર્શનને કા૨ણે એમાં એની મુખ્યતા લીધી છે. એમાં જે આત્મજાગૃતિ અને જે અપૂર્વપણું છે એ વાત પણ કાંઈ ઓછી મૂલ્યવાળી નથી.
સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કશાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી....' એ એટલા માટે લીધું છે કે શુષ્કજ્ઞાનીની વાણી બીજી રીતે તને નહિ પરખાય તો આ રીતે તો પરખાય જ જશે. ક્યાંક તો એ પોતાની વાતને પોતે કાપશે. એ વાત જે પોતે કહેવા માગશે એ જ વાતની વિરુદ્ધ વાત આવ્યા વગર એને રહેશે નહિ. અને એ બંને વિષયમાં અવિરોધપણું કેવી રીતે છે એનું એને અજ્ઞાન વર્તતું હશે. એટલે અહીંયાં બીજાને સમજાવવાનો વિષય છે તો એ મુદ્દાને ઉત્કૃષ્ટ અથવા મુખ્ય ગણીને કહેવા પાછળ હેતુ છે. અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.
પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે
Page #348
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૯
૩૨૯
યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.’ આ રીતે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના તફાવતને પોતે સારી રીતે અહીંયાં સ્પષ્ટ કર્યો છે. બીજા પણ બે-ત્રણ ભેદ નીચે લેશે.
‘એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે,....' જ્ઞાનીને તો સહજસ્વભાવે એની ઓળખાણ છે. એને તો કાંઈ ઉપયોગ લંબાવો પડતો નથી, સહેજે ખબર પડે છે. એમાં શું છે કે, વિરુદ્ધ સ્વભાવ હોવા છતાં એ વિરુદ્ધ સ્વભાવના પ્રતિપાદનમાં સંતુલન જળવાય છે કે નથી જળવાતું ? એ એની વાણી ઉ૫૨થી એના ભાવને જ્ઞાની માપી શકે છે. કેમકે એ સંતુલન જ્ઞાની સિવાય (બીજો) જાળવી શકે નહિ. એટલે એની ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો એને ખ્યાલ આવવા યોગ્ય છે. ઓછામાં ઓછી. એથી નીચેવાળાને નહિ. જ્ઞાનીને તો સહજસ્વભાવે જ એની ઓળખાણ છે. કેમકે એ પોતે જ એ ભાવની અંદર વર્તી રહ્યા છે, એ માર્ગે ચાલી રહ્યા છે. એટલે કેમ ચાલવું હોય, કેમ બોલવું હોય એની એને બરાબર ખબર છે.
જ
કેમકે પોતે ભાનસહિત છે.’ અને ભાનસહિત હોવાથી ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.’ આત્માર્થ ઉપદેશક ભાષા કહેવી અને આત્માર્થ ઉપદેશક ભાષા એ આશયના પ્રકારથી કહેવી-આ બે વચ્ચે ફક છે. ફરીથી. આત્માર્થ ઉપદેશક ભાષાનું કહેવું થાય અને આત્માર્થ ઉપદેશક આશય જળવાયને ભાષાનો (જે) પ્રકાર આવે એ પ્રકારથી પ્રકારાંત૨પણામાં જે ફેર પડે છે એ ભાનસહિત હોય તો ખબર પડી જાય છે કે આ ભાનસહિત બોલે છે. નહિતર આ એવી જ વાત બેભાનપણામાં બોલે છે એમ જ્ઞાનીને ખબર પડી જાય છે કે વાત તો એવી જ બોલે છે પણ એ બેભાનપણાની અંદર બોલે છે. એટલે ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં....’
કાલે આપણે દૃષ્ટાંત લીધું હતું. જરા સમજી શકાય એવું દૃષ્ટાંત લીધું હતું. રૂપિયાના રણકારનો દૃષ્ટાંત લીધો હતો અને એક ‘ગુરુદેવ’ની વાણીનું દૃષ્ટાંત લીધું હતું. ૪૭ શક્તિની અંદર એમણે જે વાત કરી છે એમાં જે આશયથી વાત કરે છે એ આશય પકડવા જેવો આશય છે. વાત શક્તિની છે-ગુણની છે તોપણ જેને એ ગુણના શુદ્ધ પરિણમન સ્વભાવનું અથવા એ ગુણના શુદ્ધ પરિણમનશીલતાનો
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૦
રાજહૃદય ભાગ-૧૩ ભાવ ભાસે છે એને એવો જ ગુણ પરિણમવા લાગે છે.
જેમ કે શુદ્ધઆત્મા જેવો છે, જેવો શુદ્ધાત્મા છે એવો જ જો શુદ્ધાત્મા જોવામાં આવે તો તેવું તદાકાર જ્ઞાન થઈને તે જીવને મોક્ષમાર્ગ પ્રગટ થઈ જાય. જેવો શુદ્ધાત્મા છે એવો જ શુદ્ધાત્મા જો જોવામાં આવે તો જોનારને શુદ્ધતા ઉત્પન્ન થઈ જાય, લ્યો. બીજી રીતે કહીએ તો જોનારને શુદ્ધતા ઉત્પન્ન થઈ જાય. એટલે શુદ્ધાત્મા કહેવો એક વાત છે અને જોઈને કહેવો તે બીજી વાત છે. જે જોઈને કહે છે એ કેવી રીતે જોતા શુદ્ધ થવાય છે એ વાત થઈને કહે છે - શુદ્ધ થઈને કહે છે. અને જેને એ જોતા જ આવડતું નથી એ શુદ્ધ થઈને કેવી રીતે કહે? અને એ વાત એને વાણીમાં કેવી રીતે આવે ? એ રીતે આશયફેર થાય છે. અહીંયાં આશય શબ્દનો પ્રયોગ કર્યો છે.
ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં.” બીજો જીવ પણ સ્વરૂપની ઉન્મુખતા છોડીને એને સ્વરૂપની સન્મુખતામાં વાળી શે, એવો જે વાણીનો પ્રકાર છે, એ પ્રકાર બીજાને આવી શકે નહિ. જ્ઞાની સિવાય એ પ્રકાર બીજાને આવી શકે નહિ. અને જેને એ પ્રકારનો સાક્ષાત્ અનુભવ થાય, જ્ઞાનીની એવી વાણીનો જેને સાક્ષાતુ અનુભવ થાય, કે જે ઉન્મુખ હતો એ એની વાણીથી સન્મુખ થઈ જાય. એને એમ લાગે કે હું મધદરિયે સંસારસમુદ્રમાં મધ્ય ડૂબતો હતો. કાંડુ પકડીને ઊપર ખેંચી લીધો છે. જેમ કોઈ કાંડુ પકડીને કાંઠે મૂકી દે એવી રીતે મને કાંઠે મૂક્યો છે. કેવી રીતે મને બચાવ્યો છે એની એને પ્રત્યક્ષ અનુભવથી સમજણ પડે છે અને એથી એને એમ કહે છે કે જ્ઞાની તો મારા માટે અનંત તીર્થકરથી પણ અધિક છે અથવા જ્ઞાની તો મારા માટે પરમાત્મા જ છે. આ જ્ઞાની કોઈ દેહધારી દિવ્યમૂર્તિ પરમાત્મા છે ! કેવા શબ્દો વાપર્યા છે ?
૨૨૩ પત્ર. આ જ્ઞાની છે એ દેહધારી દિવ્યમૂર્તિ પરમાત્મા છે. ૨૨૩માં લીધું છે. પાનું-ર૭૬. એમાં બીજો નહિ ને ત્રીજો Paragraph જે મોટો છે, પરમાત્મા શબ્દથી શરૂઆત થાય છે એમાં છઠી લીટી છે કે, “જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; કેમ ? કે નિજપરમાત્માની પ્રાપ્તિ થયા પહેલા જ્ઞાનીની ઓળખાણ થાય છે. પછી નિજ પરમાત્માની ઓળખાણ થાય છે. પહેલા વ્યક્ત પરમાત્માની ઓળખાણ થાય છે, પછી પોતાના અવ્યક્ત પરમાત્માની ઓળખાણ થાય છે. એટલે તેની
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૩૧
પત્રાંક-૬૭૯ ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ કદિ કોઈને થઈ નથી.
માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય.” સર્વ પ્રકારમાં કયો પ્રકાર બાકી રહેતો હશે ? અર્ધ બાકી રહી જાય કે ન રહી જાય ? ન રહે. સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ.” જુઓ ! કેવા શબ્દો વાપર્યા ! “એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના...” એટલે છેવટની હદ સુધીની ભક્તિ “એક લયે આધવી, એવો શાસ્ત્રલક્ષ છે. શાસ્ત્રના કથનનું કેન્દ્રબિંદુ આ છે, એમ કહે છે. આ જ્ઞાની પોતે, પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે. શું કહે છે ? જ્ઞાની છે એ પરમાત્મા પોતે જ આ દેહધારીરૂપે થયો છે
એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ થયે ભક્તિ ઊગે.” બુદ્ધિ થાય ત્યારે એને ભક્તિ ઊગે છે, ત્યાં સુધીની ભક્તિ બધી સમજવા જેવી છે. “અને તે ભક્તિ ક્રમે કરી પગભક્તિરૂપ હોય છે.” અથવા એ આત્માની અભેદભક્તિને એ પ્રાપ્ત કરાવશે. એટલે એ વાત એમણે લીધી છે કે ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહિ એમ સહેજે તે જાણે છે. એટલે એને પરીક્ષા કરવાનો કાંઈ પ્રયાસ પણ કરવો પડતો નથી. એને સહેજે સહેજે ખબર પડી જાય છે.
મુમુક્ષુ – જ્ઞાનીના વચન અનુસાર ન પરિણમે અને જ્ઞાનીની ભક્તિ કરે....
પૂજ્ય ભાઈશ્રી :- તો એ ઓઘભક્તિમાં જાય છે. અને પ્રયત્ન કરે તો સારી વાત છે. પ્રયત્નવાન થયો હોય તો બીજી વાત છે. એમાં બે પ્રકારના જીવો હોય. એક તો ઘભક્તિમાં પડ્યા હોય અને એક પ્રયત્નદશામાં આવ્યા હોય. એ પણ જ્ઞાનીની ભક્તિ કરે. ઓઘસંજ્ઞામાં પડ્યા હોય એ પણ જ્ઞાનીની ભક્તિ કરે. એમ બે ભેદ લઈ શકાય. પણ નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. કોઈ અપેક્ષા નહિ. કોઈ કામની નહિ, કોઈ વાતની નહિ. એક આત્મહિત સિવાયની કોઈ અપેક્ષા ન હોય એવી જ્ઞાનીની ભક્તિ, નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. તો એ ભક્તિ ફળે છે. નહિતર એ ભક્તિ ફળતી નથી. કાલે અહીં સુધી ચાલ્યું હતું.
અજ્ઞાન અને શાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. એટલે મૂળ વાત ભાવની છે. વાણી તો ભાવને પકડવાનો ચીપીયો છે. પણ મૂળ વાત તો એમાં ભાવની છે. એમાં જેને અજ્ઞાનભાવ સમજાય છે કે આ રીતે અજ્ઞાન થાય છે. પરમાં સ્વપણું થાય છે તે અજ્ઞાન થાય છે અને સ્વમાં સ્વપણું થાય છે તે જ્ઞાન થાય છે. એવો જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૨
ચજહૃદય ભાગ-૧૩ સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ પણ સહેજે સમજાવા યોગ્ય છે. જેને ભાવ ભાસ્યો છે એને દ્રવ્ય ભાસે છે કે આ દ્રવ્ય જ્ઞાનીનું છે, આ દ્રવ્ય અજ્ઞાનીનું છે. અહીંયાં દ્રવ્ય એટલે આત્મા.
અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભાંતિ કેમ કરી શકે ? જ્ઞાનીને અજ્ઞાનનો મોહ નથી. ભલે ગમે તેવો ઉઘાડવાળો જીવ હોય. અજ્ઞાનનો જ્ઞાનીને મોહ નથી. એનો અજ્ઞાન પ્રત્યેનો મોહ વિરામ પામી ગયો છે. ગમે તે પ્રકારનું અજ્ઞાન તે અજ્ઞાન છે અથવા તે વિપરીત જ્ઞાન છે. આત્માને એ હિત સાધતું નથી. એવો “અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે....” મટી ગયો છે, અટકી ગયા છે. એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? એને તો શુષ્કજ્ઞાની કે જે અજ્ઞાનના મોહમાં પડેલા છે. એ પોતે મોહમાં પડેલા છે. એને એ ભ્રાંતિ કેમ કરી શકે ?
બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કશાનીનાં વચનો સાશ્યપણે જોવામાં આવ્યાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ ભાંતિ થવાનો સંભવ છે. અહીંયાં મધ્યમ દશાવાળા લીધા છે. પહેલામાં મંદદશા લીધી હતી. પછી અહીંયાં મધ્યમ દશા પણ લઈ લીધી. બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કશાનીનાં વચનો સાદેશ્યપણે...” એટલે સરખાપણે જોવામાં આવવાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ એને લાગે છે અને એવી ભ્રાંતિ થવાની ત્યાં સંભાવના રહેલી છે. કેમકે એને ખબર નથી કે આત્માર્થ શું છે ? અને આત્માર્થના ઉપદેશમાં આત્માર્થનો રણકાર શું છે, એની એને ખબર નથી.
ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી....... ત્યાં પણ પ્રાય શબ્દ વાપર્યો હતો. અહીંયાં ઘણું કરીને લીધો છે. કેમકે આખરમાં હજી જ્ઞાન નથી થયું, આત્મભાન નથી થયું તે નથી થયું. “ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે? જ્ઞાનીના વચનો કેવો હોય ? શુષ્કજ્ઞાનીના વચનો કેવો હોય ? એની પરીક્ષા કરવાનું બળ છે, એની પાસે શક્તિ છે અથવા યોગ્યતા છે. એ પ્રકારની જ્ઞાનની ક્ષમતા રહેલી છે. એને પરીક્ષાબળ કહેવામાં આવે છે. એ પ્રકારની પરીક્ષા કરવાની ક્ષમતા જેના જ્ઞાનમાં છે અને પરીક્ષાબળ કહે છે. અને તે વિશેષપણે સ્થિર થયું છે. એ બરાબર ચોકસાઈ કરી લે છે કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે. એના અનુભવને એ
Page #352
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૩૩ પકડી શકે છે. ન કહે તોપણ પકડી શકે છે. નહિતર ઘણા પૂછી લે. આપણે પૂછી
લ્યો ને. ભાઈ ! એ પૂછવાનો વિષય નથી અને કોઈ કહે તો એ સાંભળવાનો વિષય નથી. કેમ ? કે એ પરખવાનો વિષય છે. કહે તેથી એ માની લેવું અને ન કહે તેથી ન માનવું. એ વિષય નથી. આ પરખવાનો વિષય છે. એટલે પરીક્ષાબળ હોવું જોઈએ. અને તે ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ બળ હોય છે. ગમે તેની પાસે એ બળ હોતું નથી.
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય....” Original, હોં ! કોઈએ પકડેલી વાતમાં ફેરફાર થવાનો સંભવ છે. આશય ફેર થઈ જાય. પણ પૂર્વકાળે જે જ્ઞાની થયા હોય અને તેમના શ્રીમુખેથી જે વાણી બહાર આવી હોય એ એમનેમ રહી ગઈ હોય અથવા પોતાના લખેલા પત્રો હોય, પોતાના લખેલા પદો હોય. ગદ્યમાં કે પદ્યમાં કોઈ પણ રીતે હોય. તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે.” બીજા જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને સમજી શકે કે આ જ્ઞાની છે. એ એની વાણી ઉપરથી નક્કી કરી શકે કે કહેનાર જ્ઞાની છે. એ સમજાય જાય છે.
આ વાણી જ્ઞાની પુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે. અહીંયાં પાછો આશય શબ્દ વાપર્યો છે. આ Paragraphમાં તો ત્રણ વખત આશય શબ્દ વાપર્યો છે. કેમકે ચત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે...” એમાં જે આત્માર્થ ઝળકે છે એ આમાં આવતો નથી. એકમાં પ્રકાશ છે અને એકમાં અંધારું છે. હીરો તો હીરો છે પણ જે સાચો છે એમાં પ્રકાશ છે અને જે ખોટો છે, કાચનો કટકો છે, ગમે તેવો ચળકાટ દેખાય તોપણ એમાં પ્રકાશ નથી એમ કહે છે.
મુમુક્ષુ – સાચા કરતાં પણ વધારે ચળકે.
પૂજ્ય ભાઈશ્રી – હા. પણ Eye glass મૂકો તો આંધળું લાગે. આમ નરી આંખે જુઓ તો ખોટા હીરાની ચમક વધારે લાગે અને સાચા હીરાની ચમક ઓછી પણ લાગે. બરાબર ધોયેલો ન હોય, સાફ કરેલો ન હોય, મેલ ચડેલો હોય. ઓછી પણ લાગે. ઓલાની એકદમ સાફસૂફ કરીને એવી રીતે મૂક્યો હોય, એના ઉપર Reflection પડે એવી રીતે. એમ લાગે કે આ હીરો બહુ સારો છે. હોય એ ખોટો. પણ જો એને Eye glass થી જોવામાં આવે તો સાચામાં જે Light દેખાય છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૪
રાજહૃદય ભાગ-૧૩
?
પત્થરનો Light જેને કહેવામાં આવે છે, જે પ્રકાશવાળો પત્થર હોય છે, તે ખોટા હીરામાં હોતા નથી. સાવ આંધળું લાગે. કેવો લાગે ? ઝવેરીઓની ભાષામાં એને આંધળો કહે છે. આ તો આંધળું નંગ છે એમ કહે. શું કહે ? આ નંગ સાવ આંધળું છે. ફેંકો એને બહાર ફેંકો, જુદું કાઢી નાખો.
મુમુક્ષુ :- પ્રકાશ નથી એટલે આંધળું.
પૂજ્ય ભાઈશ્રી :– હા, પ્રકાશ નથી માટે આંધળું. અંધારું દેખાય છે. એવો ફેર છે. અહીંયાં રાત્રિ-દિવસની વાત લીધી છે.
કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે,...’ આશય ભેદ તો તારવી શકે છે પણ તારતમ્યભેદ પણ જ્ઞાની તારવી શકે છે અને એ દૃષ્ટાંત ‘સોગાનીજી’નું પ્રસિદ્ધ છે. ‘સોગાનીજી’ની વાણી રહી ગઈ અને એ વાણીની તારતમ્યતા ઉ૫૨થી એમણે એમની ગતિમાં કેટલા ભવ બાકી છે એ પણ કાઢી લીધું. એટલે એમની પુરુષાર્થની જે ઉગ્રતા હતી એ પણ પ્રસિદ્ધ કરી દીધી. એ વિશેષપણે જ્ઞાની બરાબર સમજી શકે છે. વિશેષ લઈશું...
મુમુક્ષુજીવ માટે (દેવ,મુનિ,જ્ઞાનિ) સજીવનમૂર્તિનો યોગ પરમ કલ્યાણકારી છે. તથાપિ સત્પુરુષનો યોગ અધિક કલ્યાણને યોગ્ય નિવડે છે. કારણકે તેમનું પરિણમન મુમુક્ષુને વર્તમાન પ્રયોજન માટે એકદમ બંધ બેસતું (Fit) છે અને જ્ઞાનીપુરુષ પણ ખાસ કાળજી લઈને માર્ગદર્શન આપે છે. જ્યારે ઉપરના ગુણસ્થાનમાં વીતરાગતા વિશેષ હોવાથી તેઓ સ્વરૂપમાં ડુબેલાં રહે છે, અને ગ્રામ, નગરમાં તેમની ઉપલબ્ધિ પણ સુલભ નથી. જ્યારે જ્ઞાનીપુરુષ ઉપલબ્ધ હોય છે. નમસ્કાર મંત્રમાં સિદ્ધ ભગવાન પહેલા, અરિહંત ભગવાનને નમસ્કાર કર્યા છે, તેમાં આ’ સંકેત છે.
(અનુભવ સંજીવની–૧૫૨૪)
Page #354
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૯
તા. ૨૨-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯ પ્રવચન નં. ૩૦૬
૩૩૫
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પાનું-૪૯૬. નીચેનો છેલ્લો Paragraph છે. મુમુક્ષુજીવ વાણી ઉ૫૨થી કહેનાર જ્ઞાની છે કે કહેના૨ અજ્ઞાની છે એ પોતાની યોગ્યતા હોય તો એ તફાવત સમજી શકે છે. એ વિષય ચાલી ગયો. યોગ્યતાની સાથે સાથે વાણીમાં, લક્ષણોમાં શું છે ? ખાસ પ્રકારના લક્ષણો છે એ વાત પણ કરી. હવે વર્તમાન જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને એની વાણી ઉ૫૨થી ઓળખી શકે છે એવી એમના જ્ઞાનમાં શક્તિ છે એ વિષય લે છે.
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે;...' શું કહે છે ? પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય,...' વર્તમાનમાં વિદ્યમાન ન હોય. પણ એમના મુખેથી જે વાણી નીકળી હોય એ વાણી ફેરફાર વગર એમનેમ રહી ગઈ હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે;...’ એમ બીજા જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીની વાણીથી એ જ્ઞાની હતા એમ પણ જાણી શકે છે.
કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે,...' આશય ઉ૫૨થી જાણી શકે છે. શેના ઉ૫૨થી જાણે છે ? આશય ઉ૫૨થી જાણે છે કે આ વાણીમાં આત્મહિતનો આશય સ્પષ્ટ રહેલો છે. અને એવા જ શબ્દો હોવા છતાં એમાં આશય નથી રહેલો એમ જાણી શકે છે. અથવા વાણી તો વાણી છે, ભલે વાણીના શબ્દો લગભગ સરખા હોય તોપણ કહેનારના ઉદ્દેશને સમજી શકે છે કે અહીંયાં કહેના૨નો ઉદ્દેશ શું છે ? જ્યારે કહેનારનો ઉદ્દેશ એક આત્મહિત અથવા આત્માર્થનો જ હોય તો એ વાણીનો ધ્વનિ બીજી રીતે હોય છે. અથવા એ આશય સમજી શકાય છે, ઉદ્દેશ સમજી શકાય છે અને એમ ન હોય તો કોઈ અન્ય હેતુ હોય છે. જે આત્માર્થ સિવાયનો હેતુ હોય છે તે પણ સમજી શકાય છે. બહુ સારો મુદ્દો છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
રાજા ભાગ-૧૩
૩૩૬
જ્ઞાનીની વાણીમાં એનો ઉદ્દેશ છે આત્મહિતનો. એ બીજા જ્ઞાની પકડી લે છે. જ્યારે જ્ઞાનીની વાણી નથી હોતી પણ જ્ઞાનીની વાણી જેવી વાણી હોય તોપણ કહેનારના ઉદ્દેશમાં એ વાત નથી એ વાત એ સમજી શકાય છે, એ પકડી શકે છે.
આપણે કોઈ Negotiations નો વિષય હોય છે, જેને ગુજરાતીમાં વાટાઘાટ કહે છે. પહેલા માણસ વાટાઘાટ ને શરતો ઉપર બહુ ધ્યાન નથી દેતો. બુદ્ધિશાળી માણસ હોય એ વાટાઘાટમાં કઈ કઈ વાતો કરે છે, કેવી કેવી વાતો કરે છે એના ઉપર ધ્યાન નહિ થે. એની સમગ્ર વાતમાં ઉદ્દેશ શું છે. આટલી વાતો કરવા પાછળ એનો ઉદ્દેશ શું છે ? એ વાતો એવી કરે કે જે તમારા Favour ની હોય. બને કે ન બને ? જુઓ ! ભાઈ! અહીંયાં અમે તમારું હિત જોઈએ છીએ, અહીંયાં અમે તમારી જે વાત છે એ જ વાત અમે પણ કરીએ છીએ. અમારી વાત કર કે તમારી વાત કર પણ તારો ઉદ્દેશ શું છે? એ ખ્યાલમાં છે તો બધું ખ્યાલમાં છે. જો ઉદ્દેશ ખ્યાલમાં નથી તો કાંઈ ખ્યાલમાં નથી. જે ઉદ્દેશ સમજી લ્ય છે એ વાટાઘાટની અંદર ભૂલમાં નથી આવતો. અથવા પોતે પણ સામાના અને પોતાના ઉદેશને ચૂક્યા વગર જ વાટાઘાટમાં ચાલી શકે છે. નહિતર પોતે વિષયાંતર કરીને Slip થઈ જાય. મૂળ વાત રહી જાય અને બીજી ચાર વાતમાં પોતે ઉતરી જાય. ઉદ્દેશ ઉપર કાર્યસિદ્ધિનો આધાર છે.
આ એક ઉદ્દેશનો વિષય પણ થોડો સૂક્ષ્મતાથી વિચારવા જેવો છે. એના ઉપરથી એક બીજો મહત્વનો વિષય લઈએ. જ્ઞાનમાં જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાનમાં પર્યાયમાં, જ્ઞાનમાં ઉપયોગમાં, જ્ઞાનલક્ષણ, સ્વભાવલક્ષણ છે, આત્મલક્ષણ છે, સ્વરૂપલક્ષણ છે. તો જ્ઞાન એટલે જાણે. એમ સામાન્ય રીતે એવું વિચારવામાં આવે કે જાણે છે જ્ઞાન, આ બધું જાણે તે જ્ઞાન. હવે જ્ઞાનને એ રીતે જાણવું કે જ્ઞાનમાં સ્વભાવ શું છે? સ્વભાવ કેવો છે એવી જિજ્ઞાસાના ઉદ્દેશથી જ્ઞાનને જાણવું. આ બે વચ્ચે જાણવા જાણવામાં બહુ મોટો ફેર છે.
જ્ઞાનમાં જ્ઞાનસ્વભાવ છે એ જોવાનો જેનો ઉદ્દેશ છે એ જ્ઞાનલક્ષણથી જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરી શકે છે. એવા ઉદ્દેશપૂર્વક જ્યાં સુધી ઉપયોગમાં સ્વભાવને જોવાનો પ્રયત્ન નથી થતો ત્યાં સુધી સ્વભાવનો પત્તો નથી લાગતો. ઉદ્દેશ છે એ બહુ મહત્વનો મુદ્દો છે. એ બહુ વ્યવહારુ વિષય છે. Practical જેને કહેવામાં આવે એવો વિષય છે. ભણવાનો વિષય નથી પણ એ Practical વિષય છે. એમ જ્ઞાનીપુરુષ પણ ભૂતકાળમાં થયેલા જ્ઞાનીની વાણી ઉપરથી એનો ઉદ્દેશ
Page #356
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૯
૩૩૭ સમજે છે. પોતે પણ જે ઉદ્દેશથી પોતાનું કાર્ય સાધે છે એવો ઉદ્દેશ એ સામાની વાણીમાં તરત જ જોઈ શકે છે, તરત સમજી શકે છે કે બરાબર છે. આવી વાત જ્ઞાની સિવાય કરી શકે નહિ, અનુભવી સિવાય કરી શકે નહિ. સાધના કે આરાધના કે ઉપાસના કરતો હોય તે જ આવી આરાધનાની વાત સમજી શકે અને સમજાવી શકે કે કહી શકે. માત્ર વિદ્વાનનો કે પંડિતનો આ વિષય નથી. એ વાત જ્ઞાની સમજી શકે છે.
મુમુક્ષુ :- મુમુક્ષુ કોઈ હોય એને આ વાત બેસી, ધારણામાં વાત બેસી, સ્વરૂપની પ્રાપ્તિ તો થઈ નથી. આત્મહિતની ભાવના છે. સંયોગ થવાથી પ્રવચનો પણ કરે એને કેવી રીતે પકડે ? અંદર ભાવના તો એને આત્મહિતની છે.
પૂજ્ય ભાઈશ્રી :- એની યોગ્યતાનો ખ્યાલ આવી જાય. કેમકે અનુભવ સહિતપણું અને અનુભવરહિતપણામાં અંતર બહુ મોટું છે. અંધારાઅજવાળા જેટલું. અનુભવસહિતમાં જેવું આત્મસ્વરૂપ છે એવું પ્રગટપણે અનુભવગોચર થયું છે, વેદનગોચર થયું છે. અને જેને અનુભવ નથી થયો એને ખરેખર આત્મસ્વરૂપ કેવું છે, એ વિષયમાં એ અંધારામાં છે. એટલે અંધારાઅજવાળાનો જે ફેર છે એ તો કાંઈ અછાનો રહે નહિ. ભાવના હોય, અધ્યાત્મની સ્ત્રી હોય તો એના વાંચનમાં-પ્રવચનમાં એ વિષય પોતાની રુચિથી ચાલતો હોય, પોતાની ભાવનાથી ચાલતો હોય તો બીજા કરતા સારો આવે પણ છતાં અનુભવ જેને નથી એ જે આંતરો છે એ આંતરો તો ઊભો રહે છે. કેમકે વસ્તુ જોઈ છે અને વસ્તુ નથી જોઈ, વસ્તુ ચાખી છે અને વસ્તુ કદી ચાખી જ નથી. આ તો આસ્વાદનો વિષય છે. એ અંતર છે એ હંમેશા ઊભું રહી જાય છે.
મુમુક્ષુઃ- વેદનનું જે જોર છે...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ આવે નહિ. એને એ રસ ન આવે. રુચિ અને ભાવનાનો રસ અને અનુભવરસ, એમાં અંતર શું છે ? રુચિ અને ભાવનામાં એ વિષય શાસ્ત્રમાંથી સમક્ષ આવે છે ત્યારે કુદરતી પોતાની યોગ્યતાને કારણે એ વાત રુચે છે, ગમે છે અને એ પ્રકારે એ વાત આવે છે. જ્યારે અનુભવી જીવને તો ‘ગુણ અનંત કે રસ સબે અનંત ગુણનો રસ લઈને એ પરિણામ આવે છે. આખું જે પરમતત્ત્વ છે, સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે એ જ્ઞાનની અંદર પ્રગટ સમક્ષ છે, જ્ઞાનની સમક્ષ એ પ્રગટ છે. અને એનું પરિણમન અંદરમાં એક ધારા ચાલે છે. પાછી એની ધારા ચાલે છે. તદ્દનુસાર સાદશભાવે (ધારા ચાલે છે). એટલે એનો જે પ્રકાર છે
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૮
રાજહૃદય ભાગ-૧૩ અને ભાવનાનો પ્રકાર છે એમાં અંતર રહી જાય છે, અંતર પડે છે.
મુમુક્ષુ - અનુભવપૂર્વકની વાણીનું સ્વરૂપ જ જુદા પ્રકારનું છે.
પૂજ્ય ભાઈશ્રી :- એનો રસ જ જુદો આવે ને. અંદરથી જે રસ આવે, એમાં વિશેષ એક તો ધારા હોય છે. વિશેષ આત્મભાવનો એ વખતે આવિર્ભાવ થાય છે. એ વાત કરતા એ વિષયને હાથમાં લેતા એ વખતે અંદરથી આત્મામાં વિશેષ આત્મરસનો આવિર્ભાવ થાય છે. એ પ્રકાર પેલાને ક્યાંથી આવે ? ન આવી શકે. ભલે રુચિ હોય, ભાવના હોય, એની મર્યાદા છે. આ એ મર્યાદાથી ઘણો આગળનો વિષય છે.
અહીંયાં તો એવા રુચિવાળાને નથી લીધો. અહીંયાં તો જે શીખી લીધેલી વાત છે એની વાત કરે છે. પણ પોતાને કાંઈ એ બાજુનો રસ નથી, ભાવના નથી પણ છતાં વાત કરે છે. તો ત્યાં શું હોય છે કે ઉદ્દેશ બીજો હોય છે. એક સ્વરૂપપ્રાપ્તિના ઉદેશ અને ભાવનાથી વાંચન થાય અને એક એ સિવાયના અન્યથા ઉદ્દેશથી થાય. એમાં કોઈને કોઈ લૌકિક અભિનિવેશ, કોઈને કોઈ બીજો ભૌતિક કાંઈને કોઈ પ્રકાર જે અન્યથા હોય છે એ મોટો વિપર્યા છે. એટલે મુમુક્ષજીવ પણ રુચિ અને ભાવનાથી વાંચન કરે તો સારી વાત છે. કેમકે એ પોતાની રુચિ અને ભાવના એ નિમિત્તે વૃદ્ધિગત કરશે. એટલું પણ) જો ન હોય તો એણે તો વાંચન કરવું જ ન જોઈએ. એ પોતાનું અહિત કરશે. શું કરશે ? અહિત કરશે. કેમકે ઉપદેશ દેનારનું જગતમાં માન મોટું છે. ભલે કેવો ઉપદેશ દે છે એ વાત એક બાજુ મૂકો. પણ ઉપદેશ દેનારનું માન જગતમાં મોટું છે. અને મનુષ્યપર્યાયમાં માનપ્રકૃતિ જીતવી સૌથી વધારે કઠણ છે. એટલે એને અહિત થતા વાર ન લાગે.
‘ગુરુદેવ તો ઘણી અંગત ચર્ચાઓ કોઈ વાર કરતા હતા. એ ઉપરથી સમજવાનું શું છે ? ‘ગુરુદેવને તો વિકલ્પ આવ્યો ને કહ્યું પણ સમજવાનું એ છે કે આમાં વાંચન કરે એટલે વાંચન કરનારને લાભ જ થાય એવું નથી. વાંચન કરનારને શાસ્ત્રનું વાંચન કરતા કરતા નુકસાન થાય એવું પણ બને છે. એ પ્રશ્ન બહુ જ સંભાળીને વિચારવા જેવો છે.
એટલા માટે ફરીને ફરીને એ વિચાર આવે છે કે વાંચનની પદ્ધતિ છોડીને સત્સંગની પદ્ધતિમાં મુમુક્ષુએ આવવું. જે આપણે ત્યાં પણ પદ્ધતિ છે એ વાંચનની પદ્ધતિ ચાલુ રહી છે. પણ વાંચનની પદ્ધતિ કરતા સત્સંગની પદ્ધતિમાં મુમુક્ષુઓ. હોય તો વધારે લાભનું કારણ થાય અથવા તો કોઈને નુકસાનનું કારણ ન થાય.
Page #358
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૩૯ કારણ કે એ પણ Superiority of complex માં ન રહે. એ પણ એમ જ કહે કે ભાઈ ! આપણે બીજા જેમ વિચારોની આપ-લે કરે છે એમાં મારે પણ વિચારવાનું છે કે ક્યાંય મારી ભૂલ નથી થતી ને ? એમ સત્સંગમાં બેસતા એને પોતાને પણ એ ખ્યાલ રહે. આ એક સામુહિક પ્રયાસ છે કે જેમાં પોતાની ભૂલ ન દેખાતી હોય તો દેખાવાનો એક અવકાશ છે. એકલા એકલા પોતાની ભૂલ નહિ જડે. ચાર જણા બેઠા હોય ને વિચાર કરતા હોય ને પોતે વાત કરે તો બીજાને એમ થાય કે, ભાઈ ! તમે આ વાત કરી પણ આ વાતમાં આવો દોષ ન આવે ? મને તો એમ લાગે છે કે આ વાતમાં આવો પણ દોષ આવે. જરા ફરીને આ વાતને વિચારીએ તો પોતાને ખ્યાલ ન આવ્યો હોય એ બીજાને ખ્યાલ આવી જાય. અને જે ઉપદેશક તરીકેનું માન ચડવાનું છે એ પ્રસંગ ન રહે અને કોઈ વિદ્વાન કે વાંચનકાર હોય તો જ સત્સંગ અને સ્વાધ્યાય ચાલે એવી પાંગળી સ્થિતિ પણ ન રહે.
અહીંયાં તો જ્ઞાની બીજા જ્ઞાનીને-ભૂતકાળના જ્ઞાનીને ઓળખી લે છે એટલો મુદ્દો છે. ઠીક છે એ તો આપણે તો કાંઈ વિચાર્યું નથી પણ પ્રશ્ન નીકળે ત્યારે વાત વિચારમાં આવે છે. એ તો વિષયાંતર છે. અહીંયાં તો મુદ્દો જ્ઞાની જ્ઞાની વચ્ચેનો છે.
મુમુક્ષુ – એમાં પ્રશ્ન ઉઠે. પૂજ્ય ભાઈશ્રી – હા. એમાં એ પ્રશ્ન ઉઠે.
અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે.” એ જે આશય છે, આત્મહિતનો જે આશય છે એ પણ આત્મદશાના તારતમ્ય પ્રમાણે નીકળે છે. એટલે કે કોઈ જ્ઞાની વિશેષ ઉગ્ર પુરુષાર્થી હોય તોપણ એ વર્તમાન જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને એમ સમજી લે કે આ જ્ઞાનીની દશા ઘણી જોરદાર છે. આ જ્ઞાનીની દશા ઘણી પુરુષાર્થી જ્ઞાની છે. આ ભૂતકાળના કોઈ એકદમ તીવ્ર પુરુષાર્થી ધર્માત્મા લાગે છે. એ પોતે પકડી શકે છે. એનું જોર છે. વાણી ઉપરથી જે આશયનું જોર છે એ પણ પકડે. આશય પકડી લે નહિ, આશયનું જોર પણ પકડે. એટલે એનો પેટાભેદ થયો પાછો. આશય પકડે અને આશયનું જોર પણ પકડે.
આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય...” આ ત્રીજી વખત લીધું. તે આશય..” આ એક જ Paragraph માં ત્રીજી વખત શબ્દ વાપર્યો છે. તે આશય, વાણી પરથી વર્તમાન જ્ઞાનીપુરુષને સ્વાભાવિક દષ્ટિગત થાય છે. એને સ્વભાવિક જ દૃષ્ટિગત થાય છે. કેમકે એ પોતાનો વિષય છે. એ વિષયમાં પોતે નિપુણ છે, Expert છે એટલે એણે . સ્વભાવિકપણે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૦.
રાજહૃદય ભાગ-૧૩ ઓહો...! આવી વાત છે ! આવી વાત કરી ! ... થઈ જાય છે. નિમિત્ત-નૈમિત્તિકપણે. અંતરના અનુસંધાને. કહેનાર જબરદસ્ત પુરુષાર્થી ધર્માત્મા છે....
દષ્ટાંત તરીકે લઈએ તો એ વાત મોજુદ છે કે “સોગાનીજીની હયાતીમાં એ પ્રગટપણે જાહેર ન થયા અને એમના પુસ્તક વાંચ્યા પછી એટલી જાહેરાત પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી કે એક ભવ પછી એ નિર્વાણપદને પામશે. અમારે તો ચાર ભવ છે, પછી પોતે સાથેસાથે કહે છે કે અમારે તો હજી ચાર ભવ છે. ચોથા ભવમાં અમે જ્યારે દીક્ષા લઈને ણમો સિદ્ધાણં એવો ઉચ્ચાર કરશે ત્યારે અમારા નમસ્કાર એને પહોંચશે. એ બીજા અનંતા સિદ્ધો સાથે સિદ્ધાલયમાં હશે. અમારા નમસ્કાર એમને પહોંચશે.
મુમુક્ષુ – સોગાનીજી બોલ્યા હતા કે બાત બઢાકે કહના વહ હમારી પ્રકૃતિ નહીં હૈ.
પૂજ્ય ભાઈશ્રી:- નહીં હૈ. એ ફાવે જ નહિ ને. મુમુક્ષુ :- “ગુરુદેવ ને વાત કરો એમ કહ્યું ત્યારે જવાબ આપ્યો હતો. પૂજ્ય ભાઈશ્રી – હા. મારી સાથે વાત થઈ હતી. કોઈ બાત બનાકે જાના ઔર કહના યહ મેરે સે નહીં હો સકતા હૈ. મારાથી થઈ નથી શકતું. એ કરી જ ન શકે. એ રીતે આવડે નહિ ને ફાવે નહિ. પછી કોઈએ કીધું કે ભાઈ ! કોઈ આડીઅવળી વાત મૂકીદે એટલે આ વાત છે. તો કહ્યું, આપણે એવું કાંઈ અનુચિત તો કામ કરતા નથી. મને કહે છે, હમ કોઈ ઐસા અનુચિત તો કાર્ય નહિ કર રહે હૈ. ભલેને કોઈ ગમે તેમ વાત કરે. આપણે ક્યાં કાંઈ અનુચિત તો કરતા નથી. તો બસ! પછી ભય કિસ બાત કા ? ફિર ભય કિસ બાત કા ? પછી કઈ વાતનો ભય છે? સહેજ જે થાય તે થવા દો. સહજ જો હોવે સો હોને દો. કુછ કરના નહીં હૈ.
“તે આશય, વાણી પરથી વર્તમાન જ્ઞાનીપુરુષને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. આ જીવનો પુરુષાર્થ કેટલો છે એ પણ લક્ષગત થાય છે, એ જ્ઞાનમાં આવે છે. “અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. એ વર્તમાન જ્ઞાનીમાં કોઈ વિશેષ પ્રજ્ઞાવંત છે અથવા તો પ્રગટ બોધબીજ સહિત પુરુષ હોય તો પણ ઓળખી શકે. ” રહ્યું હોય, બોધબીજ પ્રગટી ગયું હોય એટલે સ્વરૂપ ભાસી ગયું હોય એ પણ પકડી લે. જ્ઞાની પણ પકડી લે. અને વિશેષ પ્રજ્ઞાવંત કોઈ બોધબીજ સહિતનો જીવ હોય તોપણ પકડી લે. એટલે
Page #360
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૪૧ સંસ્કારી જીવ હોય તોપણ પકડી લે એમ કહેવું છે. એમ કેમ લીધું? બહુ વિચારવા જેવો વિષય છે.
સંસ્કારી જીવ હજી તો મિથ્યાષ્ટિ છે તોપણ એ જ્ઞાનીના નિમિત્ત વગર પામી જાય છે એ ક્યાંથી પામે છે ? કે કોઈ બીજા જ્ઞાનીના શાસ્ત્રના વચન ઉપરથી પામી જાય છે. શાની સામે ઉપસ્થિત નથી, એના વચન જ ઉપસ્થિત છે. એના ઉપરથી પામી જાય છે એટલે એમ દેખાય છે કે એવા બોધબીજ સહિતના જે કોઈ પુરુષ હોય તો એ પણ ત્યાં સુધી, ત્યાંથી માંડીને બીજા જ્ઞાની, ઉપરના જ્ઞાની એ બધા પણ ભૂતકાળના જ્ઞાનીને સારી રીતે ઓળખી શકે છે.
મુમુક્ષુ બોધબીજસહિત એટલે પૂર્વે એનું બીજ રોપાય ગયું હોય?
પૂજ્ય ભાઈશ્રી :- હા. બીજ રોપાય ગયું છે. સંસ્કાર પડી ગયા છે. એમ. એવા જીવ ઓળખી લ્ય છે.
મુમુક્ષ – ગુરુદેવશ્રીએ “સમયસાર’ વાંચ્યું ને.
પૂજ્ય ભાઈશ્રી – હા. કેમ અનુભવ સુધી પહોંચી ગયા ? કેમકે એ જ્ઞાનીની વાણી છે એવી તો પ્રતીતિ આવી જ હોય. પ્રતીતિ વગર તો એટલી શ્રદ્ધા અને એટલી ભક્તિ આવે નહિ. અથવા ‘સમયસાર' વાંચતા એમનો ખાસ ભાવ પોતે જે પ્રસિદ્ધ કર્યો છે કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. આત્મા જે અશરીરી છે એમ થઈ જાય. આત્મા એવો અશરીર થઈ જાય અને રહી જાય એવું આ શાસ્ત્ર છે. દેહાધ્યાસ છૂટી જાય એવું શાસ્ત્ર છે. એ ભાવ ક્યાંથી ભાસ્યો ? સંસ્કારને લઈને ભાસ્યો છે. “સમયસાર તો બે હજાર વર્ષથી દિગંબર સંપ્રદાયમાં પડ્યું છે. જે કોઈ જ્ઞાની થયા. સંસ્કારી પુરુષો જ્ઞાની થયા એ એમાંથી થયા. એવા અનેક થયા. એટલે એ બોધબીજની વાત લીધી છે. ત્યાં સુધી આ શક્યતા છે. ભૂતકાળના જ્ઞાનીને ઓળખવાની શક્યતા બોધબીજ સહિતના પુરુષને છે. એમ લીધું છે. કેમકે એ ત્યાંથી પામી જાય છે.
જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિવણ પણ સુલભ જ હોત.” જુઓ ! કેવી વાત કરી છે ! જો બધા જીવ જ્ઞાનીની વાણીને ઓળખી શકતા હોય તો મોક્ષ તો બહુ સુલભ હોત. તો તો બધા પામવા માંડત. કો'ક જીવ પામે છે એ બતાવે છે કે એ એટલું સુલભ નથી અથવા યોગ્યતા માગે છે. એ વાતને સમજવાની કોઈ ચોક્કસ પ્રકારની, ખાસ પ્રકારની યોગ્યતા માગે છે. એ બીજા પ્રશ્નનો ઉત્તર પૂરો થયો. બીજો પ્રશ્ન જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીના
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૨
રાજહૃદય ભાગ-૧૩ ભેદને કેવી રીતે સમજવો, કોણ સમજે? કેવી રીતે સમજવો? એમાં ભેદ શું છે? અને એ ભેદ કોણ સમજે? આટલા પડખાંથી બીજા પ્રશ્નનો ઉત્તર ચાલ્યો છે. પ્રશ્ન ગમે તે હોય.
મુમુક્ષુ :- ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. ... અભિપ્રાય હતો જ ને ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. થઈ જ જાય એ તો. તરત ખબર પડી કે આણે શાંતિ જોઈ છે અને આણે શાંતિ નથી જોઈતી. એવું છે જરા. એ તો બોલ ઉપર તોલ થઈ જાય એવો વિષય છે. એક વાત કરે ને એટલે બોલ ઉપર તલ થઈ જાય. માપી લે. તોળવું એટલે માપી લે.
ત્રીજું. જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનનાં પાંચ પ્રકાર કહ્યા છે...... હવે મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને કેવળ એ જે પાંચ પ્રકારના નામ છે અને એ પાંચ પ્રકારની જે જ્ઞાનની વિશેષતાઓ છે તે જિનાગમમાં કહેલી યથાર્થ છે. એ સંદેહને યોગ્ય નથી. અથવા કોઈ ઊપમાથી, અલંકારથી, કોઈ અતિશયોક્તિથી જ્ઞાનને એવી રીતે બતાવવામાં આવ્યું છે એમ પણ વિચારવા યોગ્ય નથી. એવો ઉત્તર છે. પ્રશ્ન ગમે તે હોય પણ ઉત્તરમાં એ વાત છે.
જિનાગમમાં મતિ કૃત આદિ જ્ઞાનનાં પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. કોઈ ઉપમા આપી દીધી છે કે, ભાઈ ! કેવળજ્ઞાન તો જ્ઞાનનો સાગર છે માટે એ ઉપમા આપી છે એમ નથી. ખરેખર તો એ ઉપમા નાની પડે છે, ટૂંકી પડે છે. સાગર નાનો પડે છે, જ્ઞાન એટલું મોટું છે. ઉપમાવાચક નથી.
અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી.” અવધિજ્ઞાન એટલે ભૂત કે ભવિષ્યના કાળ અને ક્ષેત્રની મર્યાદાનું જ્ઞાન કરે. વર્તમાન નહિ. વર્તમાનમાં પણ વર્તમાન ક્ષેત્ર, એ તો ક્ષેત્ર તો બધા ત્રણે લોકના વર્તમાન છે પણ કાળમાં ભૂત અને ભવિષ્ય છે. એ સંબંધીનું અવધિજ્ઞાનથી ઉપયોગ લંબાવીને જાણવું થાય કે અત્યારે દેવલોકમાં આમ છે). ફ્લાણા દેવલોકમાં ફલાણા જીવ અત્યારે આ બધા આમ બેઠા અને ધર્મચર્ચા કરે છે. ઉપયોગમાં લાવે. અથવા ભૂતકાળમાં આનું આમ બન્યું હતું અથવા ભવિષ્યમાં આમ બનશે. અવધિ એટલે મર્યાદા. એવી જુદી જુદી ક્ષયોપશમ અનુસારની મર્યાદા હોય છે. કોઈને ઓછી, કોઈને વધારે. અને મન:પર્યયજ્ઞાન એટલે બીજાના મનના મુદ્દગલો જ્ઞાનમાં જણાય. જેમ એક માણસ બીજાનું શરીર જોવે છે, બીજાની આંખ જોવે છે, મોઢાના હાવભાવ જોવે છે. એના
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૩
પત્રાંક-૬૭૯
ઉપરથી એ શાંત છે કે ગુસ્સામાં છે કે હાસ્યમાં છે કે શોકમાં છે એમ ખબર પડે છે. શરીરના પુદ્ગલો, મુદ્રાના પુદ્ગલો, મુખાકૃતિના પુદ્ગલોથી. પરમાણુથી એના ભાવનું અનુમાન કરે છે ને ?
એમ અહીંયાં છાતીની જગ્યાએ વચ્ચે બહુ જ નાનું અંગુળના અસંખ્યમાં ભાગ જેટલું એકદમ ઝીણું આઠ પાંખડીનું કમળ છે. જે ચક્ષુઇન્દ્રિયથી જણાય એવું નથી. ચક્ષુ ઇન્દ્રિયથી નહિ પણ દુર્બાન કોઈ મૂકે તો દુર્બીનથી પણ જણાય એવું નથી. એટલા બધા સૂક્ષ્મ પુદ્દગલો છે. પણ મનઃપર્યયજ્ઞાન મુનિદશામાં ઉત્પન્ન થતું, શુદ્ધ ચારિત્રના નિમિત્તે ઉત્પન્ન થતું, ચારિત્રની વિશુદ્ધિના નિમિત્તે જ્યારે એ જ્ઞાન પ્રગટે છે ત્યારે એ પુદ્દગલો જણાય છે, જ્ઞાનમાં આવે છે. સામાની છાતીમાં રહેલા કમળના આકારે રહેલા મનના પુદ્ગલો એ જોઈ શકે છે. મન:પર્યયજ્ઞાનના ઉપયોગથી. ઉપયોગ મૂકે ત્યારે. ન મૂકે ત્યારે નહિ. અને એના હલનચલન ઉપરથી એ જીવ એના મનમાં શું વિચાર કરે છે ? એ જાણી શકે છે કે અત્યારે આ ભાઈના મનમાં આવો વિચાર ચાલી રહ્યો છે. એમ બરાબર પકડી શકે છે. ચોખ્ખો, અનુમાન નહિ. ઓલામાં તો થોડું અનુમાન પણ કરવું પડે. આને તો ચોખ્ખું પકડાય કે આવો વિચાર ચાલે છે... આવો વિચાર ચાલે છે.
મુમુક્ષુ :- એ કેટલામાં ગુણસ્થાને ? પૂજ્ય ભાઈશ્રી :– છઠ્ઠા ગુણસ્થાને.
=
મુમુક્ષુ :– એ નિમિત્તજ્ઞાન કહેવાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :– એ ચારિત્રની વિશુદ્ધિના નિમિત્તે થાય છે. મુનિદશા પહેલા એટલો જ્ઞાનનો ઉઘાડ કોઈને નથી થતો. અને બધા મુનિઓને થાય છે એમ પણ નથી બનતું. પણ કોઈ મુનિને થાય છે.
મુમુક્ષુ :- આ નિમિત્તજ્ઞાન કરી લે. કારણ કે આધાર એનો લ્યે છે તો નિમિત્ત કહેવાય કે નહિ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમ તો એ નિમિત્ત સંબંધીનું જ્ઞાન છે. મનઃપર્યયજ્ઞાન છે એ ૫૨ને વિષય કરે છે. અવધિજ્ઞાન પણ પરને વિષય કરે છે. પણ એવો એક જાતનો ઉઘાડ છે. (અત્યારે) એવા કોઈ ધર્માત્માઓ કે એવા કોઈ ઉઘાડવાળા જીવો જોવામાં આવતા નથી. વ્યવચ્છેદ જેવા એટલે કોઈ લગભગ નથી. તે ઉ૫૨થી...
મુમુક્ષુ :- બાહ્ય ચારિત્રથી થાય છે કે અંતરંગ ચારિત્રથી ?
પૂજ્ય ભાઈશ્રી :– અંતરંગ ચારિત્રથી, આ જે મન:પર્યયજ્ઞાન છે એ આત્માના
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪
રાજહૃદય ભાગ-૧૩ ચારિત્રથી થાય છે. સ્વરૂપાચરણ છે.
મુમુક્ષુ – એ વખતે ઉપયોગમાં સ્વરૂપાચરણ જુદું છે.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે એ તો પ્રગટ થઈ ગયું. એ લબ્ધિ થઈ ગઈ. મન પર્યયજ્ઞાનની લબ્ધિ થઈ ગઈ. આત્માના શુદ્ધ ચારિત્રને કારણે તે પરિણામ નિમિત્ત પડીને એવી એક જ્ઞાનમાં લબ્ધિ થઈ ગઈ. પછી એ લબ્ધિનો ક્યારેક ઉપયોગ કરે છે કે બીજાના મનમાં આ વાત જાણી શકે છે. જ્યારે ઉપયોગ કરે ત્યારે એ સ્વરૂપમાં ઉપયોગ ન હોય. પરિણતિ હોય. છઠ્ઠા ગુણસ્થાનની પરિણતિ હોય પણ ઉપયોગ ન હોય. પણ જે થયું છે એ ચારિત્રના-શુદ્ધ ચારિત્રના નિમિત્તે ઉઘાડ થયો છે. બીજાને ન થાય. મુનિદશા સિવાય કોઈને ન થાય. એમ કહેવું છે.
“તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી.” અત્યારે કોઈને નથી દેખાતું માટે આ બધી વાતો શાસ્ત્રોમાં કોઈ ઉપમાથી કરી છે કે કાંઈ ચડાવીને કરી છે, મીઠું-મરચું ભભરાવીને કરી છે એવું કાંઈ માનવા જેવું નથી. એવું ન વિચારવું. એ શાન મનુષ્ય જીવોને.” જુઓ ! એ જ વાત કરી છે. “એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપયયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. જોયું ? “એ શાન મનુષ્ય જીવોને...” મન:પર્યયજ્ઞાન મનુષ્ય સિવાય નથી હોતું. બીજાને નથી હોતું. કારણ કે છઠું ગુણસ્થાન મનુષ્ય સિવાય આવે નહિ. બાકીની ત્રણ ગતિમાં ચોથું અને પાંચમું ગુણસ્થાન છે. એક તિર્યંચમાં પાંચમું છે. દેવ-નારકીને તો ચોથાથી આગળ છે નહિ.
મુમુક્ષુ – ચારિત્ર પર્યાય એટલે સ્વરૂપસ્થિરતા લેવી? શબ્દફેર છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, સ્વરૂપસ્થિરતા. હા સ્વરૂપસ્થિરતા. સ્વરૂપસ્થિરતાના નિમિત્તે પ્રગટેલી એ લબ્ધિ છે.
વર્તમાનકાળમાં તે વિશદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે. એટલે કે જ્ઞાની હોય તોપણ એટલું વિશુદ્ધ ચારિત્ર અત્યારે હોય એવું જોવામાં આવતું નથી. આ કાળમાં ચારિત્રમોહની એટલી બધી વિશુદ્ધિ થાય એવું તો કાંઈ દેખાતું નથી. માટે આ કાળમાં એવા જ્ઞાનીઓ જોવામાં આવતી નથી.
સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છેએટલું બધું ઊંચી કોટીનું શુદ્ધ ચારિત્ર નહિ પણ સામાન્ય આત્મચારિત્ર છે એ પણ કોઈક જીવને જ વિષે વર્તવા યોગ્ય છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથીએટલે મનપર્યયજ્ઞાનની લબ્ધિ અત્યારે વ્યવચ્છેદ
Page #364
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૪૫ જાણે કે નાશ પામી ગઈ હોય એવી પરિસ્થિતિ દેખાય તો એમાં કાંઈ અમને આશ્ચર્ય લાગતું નથી.
મુમુક્ષુ - સામાન્ય ચારિત્ર એટલે શું કહેવા માગે છે?
પૂજ્ય ભાઈશ્રી :- સામાન્ય આત્મચારિત્ર એટલે ચોથું ગુણસ્થાન પણ કોઈક જીવને આવે છે. સામાન્ય આત્મચારિત્ર છે. જે છઠ્ઠા ગુણસ્થાનમાં મન:પર્યયજ્ઞાનની લબ્ધિ પ્રગટ કરે એ તો વિશેષ આત્મચારિત્ર છે, મુનિદશાનું ઉગ્ર આત્મચારિત્ર છે. આ તો સામાન્ય છે એ પણ કોઈક જીવને હોવા યોગ્ય છે.
‘તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ,” એટલે મનપર્યયજ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એટલે એને ઉપમાવાચક ન ગણવું. બરાબર એવું જ્ઞાન પ્રગટી શકે છે અને એ જ્ઞાનનું સામર્થ્ય છે. “આત્મસ્વરૂપ વિચારતાં તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી.” આત્મામાં તો એટલી બધી શક્તિ છે. જ્ઞાનશક્તિ જે કેવળજ્ઞાન પર્વતની સર્વજ્ઞશક્તિ છે એ જોતા તો કાંઈ મન:પર્યયજ્ઞાન પ્રગટે કે ન પ્રગટે એવું કાંઈ અસંભવિતપણું જરાય લાગતું નથી. એવી શક્તિ, આત્માનું સામર્થ્ય આત્મસ્વરૂપ વિચારતા દેખાય છે.
મુમુક્ષુ – અજ્ઞાની હોય એને ક્ષયોપશમ તીવ્ર હોય તો સામાના મનની વાત કરી જ દે છે તો આનો એક અંશ ઉઘાડ ખરો?
પૂજ્ય ભાઈશ્રી - ના એ અનુમાન છે. પેલું પ્રત્યક્ષ જ્ઞાન છે. મન:પર્યયજ્ઞાન છે એ પ્રત્યક્ષજ્ઞાન છે.
મુમુક્ષુ :- એની જાત જ જુદી?
પૂજ્ય ભાઈશ્રી – હા. જાત જ જુદી છે. આ પરોક્ષ છે. અનુમાનજ્ઞાન છે એ શ્રુતજ્ઞાનનો ભેદ છે અને એ પરોક્ષજ્ઞાન છે.
મુમુક્ષુ – “શ્રીમદ્જીને અનુભવ થયા પહેલા નાની ઉંમરમાં સામાના મનની વાત જાણી લે.
પૂજ્ય ભાઈશ્રી :- એ અમુક પ્રકારની એમની તો વિશુદ્ધિ હતી પણ મનપર્યયજ્ઞાનની નહિ. કેમકે મન:પર્યયજ્ઞાન મુનિદશા સિવાય...
મુમુક્ષુ :- મન:પર્યયજ્ઞાન નહિ હોય પણ એ કયા જ્ઞાનના બળથી એટલું બધું...?
પૂજ્ય ભાઈશ્રી - એવું છે કે લબ્ધિઓના અનેક પ્રકાર છે. અસંખ્ય પ્રકારની
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૬
રાજહૃદય ભાગ-૧૩ લબ્ધિ છે, અસંખ્ય પ્રકારની સામે વિશુદ્ધિ છે. એમાં તો ઘણા પ્રકારો છે. આપણું ભેજું કામ ન કરે એટલા. પણ એમનામાં અમુક સિદ્ધિયોગ હતો એ વાત તો આપણે ચર્ચામાં આવી ગઈ. તે પોતે સ્વીકારી છે કે સિદ્ધયોગ છે.
મુમુક્ષુ :- જ્ઞાનની શક્તિ ખરી ?
પૂજ્ય ભાઈશ્રી – હા. ઉઘાડ તો જ્ઞાનનો જ. પણ એની સાથે આરાધનાનું કાંઈક નિમિત્ત છે. આગળપાછળ આત્માના સ્વરૂપની વિશુદ્ધિનું નિમિત્ત છે. કેમકે સાધકજીવ છે ને? નહિતર તો એમનું જે અજ્ઞાન હઠયોગ જેને કહીએ, મેલી વિદ્યા જેને કહીએ એ રીતે પણ કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. અથવા કોઈ માર્ગાનુસારી જીવોને પણ સરળતાદિ ગુણને કારણે પણ એવી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. અને જ્ઞાની પુરુષને પણ એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રકાર છે. હમણાં આપણે એ ચર્ચામાં ચાલી ગયું.
સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. પાંચમાંથી ગમે તે જ્ઞાન પ્રગટ થાય અને એની સ્થિતિ હોય તો એ સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. આત્મા સિવાય બીજું કોઈ નથી. અંદર બધું ભરેલું છે, એમ કહે છે. એનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ?’ એમાં કાંઈ સંશય કરવા જેવું નથી. યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અશ જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે.” એ પણ કહી દીધું. અત્યારે કેટલાક શાસ્ત્રના, યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો છે. શાસ્ત્રમાં જે પરમાર્થ કહ્યો છે એ પરમાર્થથી જે અજાણ્યા છે એવા જીવો આવા બધા પદની વ્યાખ્યા કરવા જતાં અન્યથા પ્રકારે વ્યાખ્યા કરે છે, ક્યાંક વિરોધાભાસ ઉત્પન્ન થાય એવી વ્યાખ્યા કરે.
જેમકે કેવળજ્ઞાન. ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન પ્રગટી ગયું. ત્યારે એ કેવળજ્ઞાન પ્રગટ્યું છે એ બતાવવા એમણે એમ કહ્યું કે જાવ ભાઈ ! મારી તબિયત બગડી છે. એમને કાંઈ ડાયેરિયા જેવું થઈ ગયેલું અને લોહીના ઝાડા થઈ ગયેલા. એને શાસ્ત્રભાષામાં લોહી ખંડવા કહે છે. મારા રોગની દવા લાણા શ્રાવકના ઘરે એના ફલાણા ઓરડામાં એક ઘડો પડ્યો છે, એ ઘડાના ઉપરના તળિયે ચોટેલી છે. તમે ઘડામાં જોશો તો તમને ઘડો ખાલી લાગશે. પણ મારા કેવળજ્ઞાનમાં દેખાય છે કે એ ઉપરના તળિયે ચોટેલી છે. ત્યાંથી તમે ઉખાડીને લઈ આવો. એટલે એ દવાથી મારું દરદ મટી જશે. એમ કહીને કેવળજ્ઞાનની સિદ્ધિ કરી
Page #366
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૯
૩૪૭ કે જુઓ ! એના ઘરે ગયા વિના, એ ઘડો જોયા વિના, ઘરનો ઓરડો જોયા વિના, દવા જોયા વિના દવા ક્યાં પડી છે એ કહી દીધું કે નહિ કેવળજ્ઞાનીએ ? વિરોધાભાસ ક્યાં આવ્યો ? એવી રીતે કેવળજ્ઞાનીને ઉપસર્ગ હોય નહિ કેવળજ્ઞાન થયા પછી. એટલે એને કોઈ એવું દરદ થાય નહિ. દરદ થાય તોપણ દવાની યાચના છદ્મસ્થની જેમ કરે નહિ. મુનિ હોય તોપણ ન કરે. આ તો મુનિન્દ્ર છે, કેવળજ્ઞાની છે. પણ મુનિરાજ પણ દવાની યાચના કરે નહિ. એમને કોઈ ઔષધદાન આપે તો એ ઔષધી આહારમાં ભેળવી દે. બીજી વાર તો લેતા નથી ને. મૂનિ તો બીજી વાર આહાર લે નહિ. દવા ન લે, પાણી ન લે અને આહાર પણ ન લે. એટલે એમને તો કોઈ ઔષધ દાન આપે એટલે ખબર પડે કે આ મુનિરાજને કાંઈક આવો રોગ થઈ ગયો છે અને રોગનો ઉપસર્ગ એમને વર્તે છે. કોઈ બીજા શ્રાવક ધર્માત્મા હોય એ એને આહારદાન આપે ત્યારે અંદર ભેળવી દે. બાકી છૂટી દવા તો એ માગે પણ નહિ અને તે પણ નહિ. એમણે દવા મગાવી, એટલે યાચના કરી. એ બધો કેવળજ્ઞાનથી વિરોધાભાસમાં જાય છે. કેવળજ્ઞાનીની એવી સ્થિતિ હોતી નથી, એ પ્રકાર હોતો નથી. પણ કેવળજ્ઞાન...
એટલે એને એમ કહે છે યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અન્ન જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો...” અસંભવ છે એમ નથી. પરમાર્થે એવું જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. શાસ્ત્રમાં છે એ વાત બરાબર છે, શાસ્ત્રમાં કેવળજ્ઞાનની વાત ખોટી નથી કે લોકાલોકને જાણે. પણ એ પરમાર્થથી અજાણ્યા છે એવા જીવો એ વિષયને જાણતા નથી એટલે કાંઈક ગડબડ કરી જાય છે.
જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા...” લ્યો ! અહીંયાં પણ આશય શબ્દ લીધો. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય.” એટલે કે કષાયનો અભાવ થાય એવા આશયથી એ વ્યાખ્યા કરી છે કે આવું જ્ઞાન ક્યારે પ્રગટ્યું ? કે કષાયનો અભાવ થયો ત્યારે પ્રગટ્ય. ત્રણ કષાયનો અભાવ થાય ત્યારે મન:પર્યયજ્ઞાન થાય. ચારે ચાર કષાયનો એટલે સર્વથા કષાયનો પરિપૂર્ણ અભાવ થાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. એવા આશયથી એ વ્યાખ્યા કરી હોય. “અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી.....” એમાં તો કષાય આવી ગયો. લોભકષાય ક્યાં મૂક્યો? દસમા ગુણસ્થાને સૂક્ષ્મ સાંપ્રાય હોય છે તોપણ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૮
રાજહૃદય ભાગ-૧૩
વિકલ્પ નથી આવતો. દસમા ગુણસ્થાને સૂક્ષ્મ સાંપ્રાયમાં લોભનો સૂક્ષ્મ કણ છે એને પણ વિકલ્પ નથી કે મારે આહાર લેવો કે મારે દવા લેવી કે મારે કાંઈ જોઈએ કે કરે એવો એક પરમાણુનો લોભ નથી. તો તેરમા ગુણસ્થાને વીતરાગ દશામાં કચાંથી આવ્યો ? ત્યા૨પછી તો ક્ષીણકષાયનું બારમું ગુણસ્થાન આવ્યું. અને એ ગુણસ્થાન પાર કરીને કેવળજ્ઞાનનું તેરમું ગુણસ્થાન આવ્યું. તો ત્યાં કષાય કચાંથી આવ્યો ? કે લાવો દવા. એ તો કષાય છે. અને તે તીવ્ર કષાય છે પાછો. કષાય છે એમ નહિ પણ તીવ્ર કષાય છે. અશુભભાવ છે, શુભભાવ પણ નથી. દવા લેવાનો ભાવ તે શુભભાવ નથી, અશુભભાવ છે. આ તબિયત બગડે ને દવા લેવાનું મન થાય છે ને ? દવા માટે જેટલા વિચારો આવે એ બધા અશુભભાવ છે.
મુમુક્ષુ :– રોગ થાય એ તો અશાતાનો ઉદય છે. કેવળીભગવાનને અશાતા તો હોય નહિ.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એટલી અશાતા ન હોય. આમ તો એમને અનંતી શાતા વર્તે છે. પણ શાતા કે અશાતા પૂર્ણ પ્રકૃતિ કોઈ હોતી નથી. બધી પ્રકૃતિ અધૂરી જ હોય છે. એટલે કરણાનુયોગની અંદર અશાતાને ગણે છે. હિસાબકિતાબ મૂકનારા તો એનો હિસાબ મૂકે છે. કેટલો હિસાબ છે ? કે એક મોટા સમુદ્રની અંદર, સ્વયંભૂરમણ સમુદ્રની અંદર ઝેરનું ટીપું નાખો તો એ પાણી પીએ તો કોઈ મરે કે ન મરે ? ન મરે. એટલી અશાતા હોય છે. એમ. એટલે એ અશાતાવશ વિકલ્પ ન ઊઠે અને એ અશાતાવશ વિકલ્પ અનુસારની પ્રવૃત્તિ પણ
ન થાય.
માણસને કષાય થાય, કષાય તીવ્ર થાય, કષાય મનમાં થોડો અલ્પ થાય ત્યાં સુધી તો બીજાને ખબર પણ ન પડે કે કેવો કષાય અંદર વર્તે છે. પછી એ કષાય તીવ્ર થાય એટલે મોઢા ઉ૫૨ હાવભાવ આવે ત્યારે ખબર પડે કે આને આ જાતનો કષાય લાગે છે. પછી બહુ તીવ્ર કષાય થાય ત્યારે વાણી સુધીની પ્રવૃત્તિ થાય. તો ભગવાને જ્યારે વાણી કરી કે લાવો મારે માટે દવા. ત્યારે કેટલો તીવ્ર કષાય કર્યો હશે ? First stage માં આવી ગયા. એ તો કષાયનો First stage થઈ ગયો. એ તીવ્ર અશાતા થઈ. એટલો અશાતાનો ઉદય કોઈ કેવળજ્ઞાનીને હોતો નથી. કોઈ કેવળજ્ઞાનીને ન હોય. તીર્થંકર તો આમ તો અનંત પુણ્યના ધણી છે. એટલું પુણ્ય તો જગતમાં કોઈને નથી. ઇન્દ્રોને નથી, ચક્રવર્તીઓને નથી. કેમકે એ બધા એને વંદન કરવા આવે છે. સર્વોત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ હોય તો તીર્થંકર પ્રકૃતિ છે. અને એ
Page #368
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૪૯ પ્રકૃતિનો ઉદય આવ્યા પછી આવી અશાતા ઊભી થઈ. એ વાત તો કરણાનુયોગને સમજવાની નથી, કેવળજ્ઞાનને સમજવાની નથી, કષાયને સમજવાની નથી, આત્મસ્વરૂપને સમજવાની નથી. એકેય વાતની ક્યાંય સમજણ રહેતી નથી.
મુમુક્ષુ -... કરતા ઉત્કૃષ્ટ પુણ્ય ભગવાનના હોય.
પૂજ્ય ભાઈશ્રી :- આખા જગતના શત ઈન્દ્ર વંદિત છે-સો ઇન્દ્રથી વંદિત છે. જગતના ત્રણે લોકના જેટલા ઇન્દ્રો ગણો તો ઇન્દ્રો લઈ લ્યો તો એ બધાથી વંદિત છે. સર્વોત્કૃષ્ટ પુણ્યના ધણી છે. એને કાંઈ બીજાથી ઓછું પુણ્ય હોય (એમ હોય નહિ). એ તો ‘ોડરમલજી' એ દલીલ આપી છે કે, જે ઈન્દ્રોને હજારો વર્ષે આહારનો વિકલ્પ ઊઠે અને એટલી અશાતા ન થાય કે એને રાંધીને ખાવું પડે, કે રસોઈ બનાવડાવીને જમવું પડે. એને વિકલ્પ ઊઠે ત્યાં કંઠમાંથી અમી ઝરે. દસ હજાર વર્ષે એક વિકલ્પ આવે તો કંઠમાંથી અમી ઝરે અને શાતા થઈ જાય, ભૂખ બંધ થઈ જાય, તૃપ્તિ થઈ જાય. એ જેને વંદન કરે એને આહાર માટે શિષ્યને મોકલવો પડે કે જાવ તમે ક્લાસેથી આહાર લઈ આવો, ફલાણું લઈ આવો.
મુમુક્ષુ :- દેવ કરતા હીણા પુણ્ય થયા.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે એના પુણ્ય એના કરતા હીણા થઈ ગયા. દેવગતિના દેવ કરતા. આ તો દેવાધિદેવ છે. દેવ નથી પણ દેવોના પણ દેવ છે. દેવોના પણ આરાધ્ય દેવ છે, એમ છે ખરેખર તો. એને એવો પાપનો ઉદય હોય એ વાત કાંઈ બનવા જેવી નથી.
મુમુક્ષુ - છવસ્થ અવસ્થામાં ઘોર ઉપસર્ગમાં પણ ઇચ્છા નથી કરી.
પૂજ્ય ભાઈશ્રી :- તોપણ ઇચ્છા નથી કરી અને હવે કેવળજ્ઞાન થયા પછી કેવી રીતે કરી ? ઠીક છે, બરાબર છે. ઉપસર્ગમાં જો ઇચ્છા કરે તો ઉપસર્ગથી હારી જ ગયા છે. જ્યારે મુનિરાજને કે કેવળજ્ઞાનીઓને ઉપસર્ગજય વર્તે છે. ઉપસર્ગથી હાર નથી વર્તતી. ઉમાસ્વામીનું એક સૂત્ર છે. “એકાદશે જિને શું સૂત્ર છે ? અગિયારમાં અધ્યાયનું આ સૂત્ર છે-“એકાદશે જિને’. પછી (શ્વેતાંબરના એક સાધુ) પહેલી વખત મળ્યા ને ? ત્યારે એ દલીલ એમણે આપી હતી. કેવળજ્ઞાનની થોડી ચર્ચા નીકળી હતી.
જુઓ ! ભગવાનને આહાર હોય છે. કવલાહાર ન હોય પણ આહાર તો હોય છે. ઉમાસ્વામી મહારાજે અગિયાર પ્રકારના પરિષહ લીધા છે કે નહિ ? એ ‘ઉમાસ્વાતિ' કહે છે. “તત્ત્વાર્થસૂત્ર' ગ્રંથ તો બેયને માન્ય છે. મેં કીધું કેવી રીતે
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૦
રાજહૃદય ભાગ-૧૩ એનો અર્થ કરો છો ? જુઓ ! એમાં ક્ષુધાપરિષહ લીધો છે, તૃષાપરિષહ લીધો છે, લાણી પરિષહ લીધો છે. આ પરિષહ લીધો છે. એમ અગિયાર પરિષદના નામ છે. ભગવાનને પરિષહ થયો ને આહાર લીધો હોય. કીધું, અમે એવો અર્થ નથી કરતા.
અમે એવો અર્થ કરીએ છીએ કે પ્રકૃતિના પરમાણુનો જે અંદર સત્તામાં બંધ રહી ગયો છે એનો ઉદય આવે છે. પણ ભગવાન વીતરાગ હોવાથી અને નિર્મોહી દશા હોવાથી એના ઉપર વિજય મેળવે છે. એટલે કે એકાદશ ઉપસર્ગનો અથવા એકાદશ પરિષહનો એમને પરિષહ જય વર્તે છે એમ અમે પરિષહજયનો અર્થ કરીએ છીએ. અને તમે અર્થ કરો છો પરિષહહારનો. હવે કયો અર્થ યોગ્ય છે એ તમે વિચારો.
મુમુક્ષુ:- પરિષહ પરાજય થયો.
પૂજ્ય ભાઈશ્રી – ભગવાનને માટે પરિષહ પરાજય બરાબર છે કે પરિષહ જય બરાબર છે? પછી (શ્વેતાંબરના સાધુ) થોડા વિચારતા થયા કે આ વાત કાંઈક સમજીને કરે છે. આપણે એમનેમ સમજ્યા વગર દલીલ આપી દઈએ છીએ અને એ વાત કાંઈક સમજીને કરે છે.
મુમુક્ષ:- હા, ‘સિહોરમાં રહેતા.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ પહેલા અહીં ભાવનગરમાં “રાધનપુરી'ના વંડાનો ફાળો કરતા હતા ને? એ અરસામાં અમારે પછી ચર્ચાનો પ્રસંગ બન્યો હતો.
મુમુક્ષુ :- તમે કાંઈક શાસ્ત્રો આપેલા. પૂજ્ય ભાઈશ્રી – હા. શાસ્ત્રો આપેલા.
મુમુક્ષુ – એ તો બધી દૃષ્ટિ પરની થઈને ? દવા લેવું કરવું એ દૃષ્ટિની પરની થઈ ગઈ ને ? મૂળમાં જ ભેદ પડી ગયો ને.
પૂજ્ય ભાઈશ્રી - એ તો સામાન્ય દેહાધ્યાસી જીવ હોય ને સંસારમાં ? એના જેવા કેવળી ભગવાનને બનાવી દીધા. પછી એમાંથી આ લોકો, વૈષ્ણવ લોકોએ પછી છપ્પન ભોગ ધરાવવાના શરૂ કર્યા. એક આહાર શરૂ થયો એમાંથી પછી એક પગથિયું ઉતર્યા એ લોકો, બધા નીકળ્યા છે એકમાંથી જ, સમવસરણમાંથી જ બધા શરૂ થયા છે. એણે છપ્પન ભોગ શરૂ કર્યા. અને એના ઉપર પછી ભગવાન જમે એટલે પાનનું બીડું (આપ). ભગવાનને પાન પણ ખવડાવે.
પાંડુરંગ શાસ્ત્રીજી આવે છે ને ? જુઓ તો ખરા કે ઈશ્વરનું માનુષીકરણ કર્યું
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૫૧
પત્રાંક-૬ ૭૯ છે, એમ) કહે. વિદ્વાન છે ને ? શાસ્ત્રી છે. ઈશ્વરનું માનુષીકરણ કરી નાખ્યું. છપ્પન ભોગ એના ઉપર પાનનું બીડું. સારું છે કે બીડા ઉપર સીગરેટ આપતા નથી. એ રીતસર ટીકા કરે, હોં! એ પોતે સંપ્રદાય... પોતાના સંપ્રદાયમાં વિકૃતિ આવી હોય ને ? વિદ્વાનોએ શાસ્ત્રો વાંચ્યા હોય એટલે ખ્યાલ તો આવે કે આ તો બધી વિકૃતિ આવી. શાસ્ત્રોમાં તો આવી વાતો છે જ નહિ. આવું બધું ક્યાંથી ચાલ્યું ? અને પછી એ જાતની ટીકા કરતા હતા. એ તો જાહેરમાં બોલે. એના સંપ્રદાય વિરુદ્ધ જાહેરમાં બોલે. નહિતર પાન બીડાવાળો આખો સંપ્રદાય ચાલે છે. પછી એ પાનબીડાના પ્રસાદ એ બધાને કટકો... કટકો... કટકો આપે. આ ભગવાનની પ્રસાદી છે. આ બીડું ભગવાનને ધરાવેલું છે. ચાલે એ બધું, સંપ્રદાયમાં તો એવું જ ચાલે.
જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે. પણ આત્મદષ્ટિએ જોતા તે સંદેહનો અવકાશ નથી. એ ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે કે એક પડખે આવી રીતે ભૂખ લાગે, આહાર મગાવે અને બીજી બાજુથી આપણે આમ કરીએ, આ જ્ઞાન કઈ જાતનું? એ બધી વાતમાં અમુક શંકા પડે પણ આત્મદષ્ટિએ એટલા આત્માના સામર્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે, આત્મામાં કેટલી શક્તિ રહેલી છે, જ્ઞાનશક્તિ અગાધ છે એ દૃષ્ટિએ જો આત્માનો વિચાર કરવામાં આવે તો કેવળજ્ઞાનમાં શંકા પડે એવું નથી. અને એ ત્યાંથી નક્કી (થાય છે). ચક્ષુઇન્દ્રિયથી નક્કી થાય છે કે માણસની ચક્ષુઇન્દ્રિયમાં ચણાની દાળ જેટલો પ્રદેશોનો, વિશુદ્ધિનો ઉઘાડ છે. કેટલું માપે ? સામે મોટો હિમાલય હોય તો માપી લે કે આ તો આટલા હજાર Feet ઊંચો લાગે છે. જોવાની જગ્યા કેટલી છે ? ચણાની દાળ જેટલું પડળ હોય એટલું છે. અને એ તો સેંકડો માઈલ દૂર હોય, હજારો માઈલ દૂર હોય.
મુમુક્ષુ :- સૂર્ય, ચંદ્ર છે જ ને ? બે-ત્રણ લાખ માઈલ?
પૂજ્ય ભાઈશ્રી - હા. લાખો માઈલ, કરોડો માઈલ દૂર હોય. એને પણ માપે. એને પણ જોવે. અને એના સામે માપ કાઢી લે. એના અંતરનું માપ કાઢે, એના ક્ષેત્રનું માપ કાઢે. દેખાય છે આટલામાં. જ્ઞાનની શક્તિ કેટલી? એક માણસ નવું... નવું... નવું... નવું... નવું... જાણ્યા જ કરે છે. જન્મે ત્યારથી મરે ત્યાં સુધીમાં એટલો
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૨
રાજહૃદય ભાગ-૧૩ બધો અભ્યાસ કરે, એટલું બધું એને જાણવાનું મળે. જ્ઞાનમાં કયાંય ગડદી થાય છે ? કે હવે મારા જ્ઞાને એટલું બધું જાણ્યું કે હવે નવું જાણવાની જગ્યા જ નથી રહી. હવે અંદર કાંઈ માતું નથી. ઊલટાનો જે જાણનારો છે એ એમ કહે છે કે હજી જણાય તો સારું... હજી જણાય તો સારું... હજી જણાય તો સારું. હું ‘કાશમીર’ જોવા જાઉં, હું ‘અમેરિકા' જોવા જાઉં, હું દેશ-પરદેશ જોવા જાઉં. અરે....! દેવલોકમાં જવાતું હોય તો ત્યાં પણ જવા તૈયાર છે. આ ચંદ્રમાં ને બધે જાય જ છે ને ? કેમ ? કે જ્ઞાનમાં કોઈ ગડદી થાતી નથી. ક્ષેત્ર કેટલું છે ? શરીર પ્રમાણે. એ લોકો તો આટલું જ માને છે કે આ ભેજામાં બધું સમાય છે. પણ ગડદી થાતી નથી. ગમે તેટલું જ્ઞાન આવે. આમાંથી અવગાહન શક્તિ નીકળે છે. અવગાહે છે. જેટલા શેય આવે એ બધાની જગ્યા છે. જેટલું ય આવે એ બધાને, લોકાલોકને પી જવાની એને જગ્યા છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. આત્મદષ્ટિએ જોવામાં આવે તો જ્ઞાન અનંતુ જાણે, અનંતા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણે એમાં કોઈ સંદેહ થાય એવું દેખાતું નથી. સંદેહને કોઈ અવકાશ નથી. - એમ કરીને એ પાંચેય જ્ઞાન જિનાગમને વિષે જે કહ્યું છે એ યથાર્થ છે અને જે આશયથી કહ્યા છે એ પારમાર્થિક આશય પણ યથાર્થ છે. એ આશયસહિત એની સિદ્ધિ કરી છે. વિશેષ તો વાત એ છે કે હું આગમનો વિષય પણ આશયસહિત વાત કરે છે. આમાં પારમાર્થિક આશય રહેલો છે. એવી રીતે કેવળજ્ઞાનનો વિષય લેશે તો એમાં પણ પારમાર્થિક આશયનો વિષય લીધો છે. નહિતર આમ જાણવાનો વિષય છે પણ એમને પોતાને વાત કરવી છે તો પરમાર્થને સાથે રાખીને વાત કરે છે). એનો પારમાર્થિક દૃષ્ટિકોણ જોડીને કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. એક પરમાણુનું, એક સમયનું કે જે કેવળજ્ઞાનનો વિષય છે અને કેવળજ્ઞાનનું સ્વરૂપ. એ બહુ સારો વિષય લીધો છે. ચાર નંબરના Paragraphમાં ચોથા પ્રશ્નનો ઉત્તર એ લીધો છે. (અહીં સુધી રાખીએ...)
પાત્રતાનું આ લક્ષણ છે કે જીવને પોતાના અજ્ઞાનનો ભય લાગવો અને સંસાર કારાગૃહલાગવો.
(અનુભવ સંજીવની-૧૫૯૧).
Page #372
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૯
૩૫૩
તા. ૨૩-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯
પ્રવચન ન. ૩૦૭.
૬ ૦૯. પાનું-૪૯૭. ત્રણ પ્રશ્નના ઉત્તર થયા છે. ચોથા પ્રશ્નનો ઉત્તર. “જ. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે,....” છેલ્લો. જેના બે વિભાગ ન થઈ શકે એવો છેલ્લી હદે વિભાગ કરીએ તો એને સમય અથવા એક સમય કહેવામાં આવે છે. લૌકિકમાં અત્યારે એક સેકન્ડનો છેલ્લો ભાગ ગણવામાં આવે છે. પછી અડધી સેકન્ડ, પા સેકન્ડ. પણ સમયમાં અડધો સમય અને પા સમય નથી થતો. એક સમય એટલે કાળનું ઓછામાં ઓછું પરિમાણ છે-માપ છે.
રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણુ' છે....” “કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે,” અને “રૂપી” એટલે જડ, પુદ્ગલ. જડ પણ પુદ્ગલ. એ પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ' છે..” પછી અડધો પરમાણુ એવી રીતે એનો વિભાગ નથી થતો. “અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ બંને એના ક્ષેત્રનો વિષય લીધો છે. પરમાણુ આખું દ્રવ્ય છે અને અરૂપી પદાર્થમાં જીવ-ચેતન છે. અચેતનમાં આકાશ, કાળાણ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. એનો ક્ષેત્ર અપેક્ષાએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ છે અને એક પ્રદેશ કહેવામાં આવે છે અને એનું માપ એક પરમાણુ જેટલું છે.
એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે છે. શું લીધું ? જુઓ ! “એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે...' વિષયને ક્યાં લઈ ગયા? જ્ઞાનની નિર્મળતાને અને આ વિષયને અનુસંધાન છે, એમ કહેવું છે. નહિતર આ તો જાણવાનો વિષય છે. પુગલ પરમાણુ કોને કહેવાય ? એક સમય કોને કહેવાય? એક પ્રદેશ કોને કહેવાય ? અને એ શાસ્ત્રની વ્યાખ્યા અનુસાર કોઈ વ્યાખ્યા પણ કરે, તોપણ ખરેખર અતિ નિર્મળજ્ઞાન છે એ જ આવી સૂક્ષ્મતાને ગ્રહણ કરી શકે. એમ કરીને એ વાતને જ્ઞાનની નિર્મળતા સાથે જોડી.
એમની વાત કરવાની પદ્ધતિ શું છે ? કે જિનાગમમાં આવી વાત કરી છે એ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૪
રાજહૃદય ભાગ-૧૩ પણ કોઈ આત્મદષ્ટિપૂર્વક કરી છે, એમ કહેવું છે. આવી જે વ્યાખ્યાઓ કરી છે એનો આશય આત્મદષ્ટિ છે. નહિતર જાણવાનો વિષય છે. આપણે શું જાણીને કામ છે એમ કરીને માણસ છોડી દે. પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું એમાં એ વાત એમણે છેલ્લી ત્રણ લીટીમાં લીધી. એ જરા હેતુસૂચક છે. “જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ.છે. શું કહે છે? વ્યાખ્યા તો વ્યાખ્યા છે. અને એ તો કોઈ વિદ્વાન પંડિત પણ એ વ્યાખ્યાને કહી શકે, સમજી શકે, સમજાવી શકે. પણ કયા આશયથી એ વ્યાખ્યા જિનાગમમાં કહી છે અને એ આશય જાણ્યા વિના એ વ્યાખ્યાને જાણવું થાય એમાં બહુ મોટો ફરક છે, એમ કહે છે. | મુમુક્ષુ - યથાર્થતા સમજવામાં આવતી નથી.
પૂજ્ય ભાઈશ્રી - યથાર્થતા સમજવામાં ન આવે અને પોતાના પ્રયોજનની સાથે આને શું સંબંધ છે? એવું જે પ્રયોજન સાથે એ વિષયને સાંકળવું એ જ્ઞાનીને અથવા જે આશયથી એ વાત કહેવામાં આવી છે એ આશય ન સમજાય ત્યાં સુધી એ પ્રકારે એ વાતને સમજવામાં આવતી નથી. કોઈ અન્યથા પ્રકારે સમજવામાં આવે છે. અને અન્યથા પ્રકારે જ્યારે સમજવામાં આવે છે ત્યારે બીજાઓ એવું સમજતા નથી અને હું એવું સમજું છું, એ પ્રકાર આવ્યા વિના રહે નહિ. એટલે અભિનિવેશ થાય. જેને શાસ્ત્ર અભિનિવેશ કહે છે એ પ્રકાર ઉત્પન્ન થાય.
એટલે અહીંયાં એ વાત કરી કે, “એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે; સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. છવસ્થ જીવને સાક્ષાત્ એક સમયનું જ્ઞાન ન થાય, સાક્ષાત્ એક પરમાણુનું જ્ઞાન ન થાય. સાક્ષાત્ એક અરૂપી પ્રદેશ ન જણાય. સાક્ષાત્ ન જણાય એમ કહીને એમ કહ્યું કે પરોક્ષ જણાય ખરું. જુઓ ! આમાંથી શું નીકળે છે ? કે સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ ન જણાય, પણ પરોક્ષ જણાય ખરું. એટલે એના શ્રુતજ્ઞાનમાં છદ્મસ્થ જીવ એક સમયનો પણ નિર્ણય કરી શકે, એક પ્રદેશનો પણ નિર્ણય કરી શકે, એક પરમાણુનો પણ નિર્ણય કરી શકે છે પણ સાક્ષાતુ ન જાણી શકે. પરોક્ષપણે જાણી શકે, પ્રત્યક્ષ ન જાણે એમ કહેવું છે.
મુમુક્ષુ - યથાર્થ જ હોય. પૂજ્ય ભાઈશ્રી :- એ યથાર્થ હોય. સમ્યક્ શ્રુતજ્ઞાનમાં એવો નિર્ણય થાય તે
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૫૫
પત્રાંક-૬૭૯ યથાર્થ હોય છે. યથાર્થ હોય છે એનું કારણ છે કે પોતાના અનંત પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરીને નિર્ણય કર્યો છે માટે ત્યાં પણ પ્રત્યક્ષતાની અપેક્ષાએ સ્વપરખ આવે છે. પેલું જે પ્રત્યક્ષ જાણે એ પરપરખ છે. કેવળજ્ઞાનાદિ જાણે એ તો. અને અહીંયાં પોતે શ્રુતજ્ઞાનમાં જાણે તો પોતાને સ્વપણે પ્રત્યક્ષ જાણવાથી એવું જેનું પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપ જાણ્યું છે એ પરોક્ષપણે આવા સૂક્ષ્મ વિષયનો નિર્ણય કરે તો તે યથાર્થ કરે.
એટલે સાક્ષાતપણે નહિ થવાનું કારણ પણ એ છે કે સંસારી છબસ્થ જીવોનો ઉપયોગ અસંખ્યાત્ સમયવર્તી છે. એટલે અસંખ્યાત સમય સુધી વર્તે ત્યારે એ શેયને ગ્રહણ કરે. એક સમયમાં તો એનો અસંખ્યાતમો ભાગ આવી ગયો. ક્યાંથી ગ્રહણ કરે ? કે ન ગ્રહણ થઈ શકે. અસંખ્યાતવર્તીનો અર્થ કે અસંખ્યાત સમય સુધી વર્તે ત્યારે જ્ઞાનમાં શેય પ્રતિભાસે. તરત ને તરત ન પ્રતિભાસે. એટલે એક સમય એને ગ્રહણ થતો નથી. એવો સ્થૂળ ઉપયોગ છે એમ કહેવું છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી - તો જ્ઞાનમાં આવે. નહિતર જ્ઞાનમાં ન આવે. એક શેય ઉપર અસંખ્યાત સમય વર્તે ત્યારે એ શેયને ગ્રહણ કરે. જેમકે મતિજ્ઞાનથી ગ્રહણ કરવાનું શરૂ થાય છે. પછી શ્રુતજ્ઞાન તો આવે છે. તો અવગ્રહ, ઈહા અને અવાય. અવાયના Stage માં ગ્રહણ કરે છે. તો અસંખ્ય સમય પસાર થઈ જાય છે. એવું સ્થળ જ્ઞાન છે.
મુમુક્ષુ – નિર્વિકલ્પ સિવાય આ વાત કાંઈ નથી?
પૂજ્ય ભાઈશ્રી:- ના, બિલકુલ નથી. કેમકે આ તો કેવળજ્ઞાનમાં એક સમય પકડાણો, કેવળજ્ઞાનમાં એક પરમાણુ પકડાણો. અત્યારે જેને Atom એટલે પરમાણુ કહે છે એ તો સ્કંધ છે. એ કાંઈ પરમાણુ નથી પણ ઘણા પરમાણુઓનો જથ્થો છે એને સ્કંધ કહેવામાં આવે છે. અને એ કેવળજ્ઞાન અનુસાર આ વિષય શાસ્ત્રની અંદર પરંપરાએ વિદ્યમાન રહ્યો છે. જૈનદર્શન સિવાય કેવળજ્ઞાની નહિ હોવાથી, કેમ નથી ? કે ત્યાં કોઈ કેવળજ્ઞાની નથી. તો એ વાત કેવી રીતે કરે ? એ લોકોના જાણવામાં તો એ વાત આવી નથી, કરે કેવી રીતે ? એટલે જગતના કોઈ શાસ્ત્રોમાં એક સમયની વાત, એક પરમાણુની વાત, એક પ્રદેશની વાત.. અરે..! અરૂપી પદાર્થની વાત નથી આવતી. જીવ અરૂપી છે અને બીજા પણ પદાર્થો અરૂપી છે એ વાત પણ નથી. કેમકે અરૂપીપણું કેવળજ્ઞાનનો વિષય છે. એટલે જેટલા
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૬
રાજહૃદય ભાગ-૧૩ કેવળજ્ઞાનના વિષય છે (એ અન્યમતમાં ક્યાંય નથી આવ્યા.
જેમકે વેદાંત થોડી કર્મની વાત કરે છે કે, ભાઈ ! જેવું કર્મ બાંધે એવું ભોગવે. અથવા જેવું કર્મ કરે એને ઈશ્વર (એવું ફળ આપે). ઈશ્વરકર્તાવાળા હોય તો એને એવું ફળ એના કર્મ પ્રમાણે પછી ઈશ્વર આપે. એથી વધારે કર્મની વ્યાખ્યા નથી. જ્યારે જૈનદર્શનમાં કર્મના કાયદાના ગ્રંથોના ગ્રંથો ભરેલા છે. એટલા બધા છે કે સામાન્ય માણસની બુદ્ધિ ઓછી પડી જાય. સામાન્ય માણસની નહિ, ગણિતાનુયોગ છે, ગણિતની અંદર Expert હોય એની બુદ્ધિ ઓછી પડે છે.
એમ કહેવાય છે કે પ્રથમ જર્મન વૈજ્ઞાનિકો હિન્દુસ્તાનમાં આવ્યા. આ હિટલર પહેલાની વાત છે. અને એ લોકોએ જ્યારે કરણાનુયોગના શાસ્ત્રો જોયા અને એ લોકોએ કીધું કે આમાં તો કાંઈ સમજણ જ પડતી નથી કે આ લોકો શું ગણિતમાં કહેવા માંગે છે. કેમકે એમાં જે બધા ઘનાગુલ, પ્રતિષાંગુલ એ બધા શબ્દો છે એ તો હજી અત્યારે પણ આપણને ખબર નથી. કરણાનુયોગના જે શબ્દો વપરાય છે ઘનાંગુલ ને એવા બધા અનેક જાતના, એ શબ્દો તો આજે પણ હજી પ્રચલિત નથી. કેમકે કરણાનુયોગનો આપણે ત્યાં અભ્યાસ નથી. એ કહે, આ ગણિત જ સમજાતું નથી. ત્યારે કોઈએ એમ કહ્યું કે આ ગણિતથી પણ પાર એ લોકોનું પાછું ગણિત છે. Beyond mathematics જેને કહેવાય. જેમાં સંખ્યા પૂરી થયા પછી અસંખ્યાતના ભેદો આવે. અસંખ્યાતના ભેદો પૂરા થયા પછી અનંતના ભેદો આવે. જેનદર્શનમાં એવો ગણિત બહારનો ઘણો વિષય છે. તો કહે, આવું ભેજું કોનું હશે કહે? આવું મગજ કોનું હશે આટલું બધું? તો કહે આવું મગજ અહીંના દિગંબર મુનિઓનું હોય છે. તો કહે, દિગંબર મુનિઓ ! તો કહે હા. એ લોકો નિર્વસ્ત્ર રહે. એને વસ્ત્રના સગવડની જરૂર નહિ. અમારે ત્યાં તો Scientist હોય એને બધી સગવડ આપીએ. એને Air condition થી માંડીને ઠંડી હોય તો એને Heater આપીએ, ગરમી હોય તો Air condition આપીએ, એને ગાડી આપીએ, એને આ આપીએ, એને બધા જેટલા Allowances જોતા હોય એટલા આપીએ, જો એ Reaserch સારામાં સારું કરી શકતો હોય તો. તો કહે અમારા જે Research કરનારા છે એને કોઈ સગવડ વગર જ Research કરતા હતા. એ કોઈની સગવડ લે નહિ, કોઈની વ્યવસ્થા સ્વીકારે નહિ. એ લોકોને વાત બુદ્ધિમાં જ બેસતી નહોતી. આપણે ન સમજી શકીએ એવી બધી વાતો છે. આવી વાતો આપણે ન સમજી શકીએ. માણસને કપડા વગર ચાલે ખરું ? એને કોઈ ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા,
Page #376
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૯
૩૫૭
ભવિષ્યની અને વર્તમાનની નક્કી ન થઈ હોય અને એ જીવી શકે ખરો ? એ વિચારી જ ન શકે. એકદમ ધા૨ણા બહા૨નો અને કલ્પના બહારનો વિષય લાગે છે. અને આટલા બધા બુદ્ધિશાળી ! આ બુદ્ધિશાળી ન કહેવાય મોટા બુદ્ધિના બાદશાહો કહેવાય. Intellectual giants ! આવી બુદ્ધિ તો કોઈ સમજી ન શકાય એવી તો આ લોકોની બુદ્ધિ છે. એ પછી શાસ્ત્રો લઈને બધી જે શોધખોળ કરે છે એ આપણા શાસ્ત્રો ઉ૫૨થી ઘણી શોધખોળ કરે છે.
જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય...' એક સમય વર્તે એવો હોય અને શુદ્ધ હોય, પાછો નિર્મળ હોય. તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય;...' શાનની શુદ્ધતા અને સૂક્ષ્મતા બંને લીધી. તે ઉપયોગનું એક સમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે,...' શુદ્ધ એટલે શું ? જ્ઞાનનું શુદ્ધપણું એટલે શું ? કે જે આત્માની પર્યાયમાં કષાયનો અભાવ થાય એનું જ્ઞાન શુદ્ધ કહીએ. કષાયથી રંજિત થયેલું, રંગાયેલું જ્ઞાન હોય તે અશુદ્ધ જ્ઞાન છે.
મુમુક્ષુ :– કેવળજ્ઞાન લીધું ને ?
-
પૂજ્ય ભાઈશ્રી :– હા, કેવળજ્ઞાન લીધું. એક સમય કેવળજ્ઞાન સિવાય ન
પકડાય.
તે ઉપયોગનું એક સમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે...' જુઓ ! આ નિયમ લઈ આવ્યા. સરવાળે એક સમય ઉપરથી વાત કર્યાં લાવ્યા ? કે જીવના પિરણામમાં જે કષાય થાય છે તે એના જ્ઞાનને સૂંઢાવી દે છે. એના જ્ઞાનને આવરણ આવે છે, એના જ્ઞાનમાં સૂંઢતા આવી જાય છે. જેટલો કષાય તીવ્ર અથવા કષાયરસ તીવ્ર એટલું જ્ઞાન અવશ્ય અવશ્ય મૂંઢાઈ જ જવાનું, મૂંઢાયા વગર રહેશે નહિ. એમાં કોઈ ફેરફાર કરી શકે એવું નથી. કેમકે એ વસ્તુનું વિજ્ઞાન છે, વસ્તુસ્થિતિ છે.
મુમુક્ષુ – ...
પૂજ્ય ભાઈશ્રી :- હા. કષાયમાં તો પછી કોઈપણ કષાય હોય તોપણ શાન બીડાય જ. એકત્વબુદ્ધિનો સર્વથી વધારે ખરાબ કષાય છે. પછી બાકીના જે ત્રણ કષાય રહ્યા એમાં પણ જ્ઞાનને તો આવરણ જ કરે છે. કષાયનું કાર્ય જ જ્ઞાનને આવ૨ણ ક૨વાનું છે.
મુમુક્ષુ :– કષાય એટલે અહીં તો એકત્વબુદ્ધિ જ ને ? ક્રોધ કરે ને એ બધું...? પૂજ્ય ભાઈશ્રી :– એ બધા કષાય જ ગણાય. પણ એકત્વબુદ્ધિથી (થાય) એને
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૮
રાજહૃદય ભાગ-૧૩ પણ કષાય કહેવાય અને એ તીવ્રમાં તીવ્ર કષાય છે, વધારેમાં વધારે ખરાબ કષાય છે. બાકી જે ક્રોધ, માન, માયા છે, પ્રત્યાખ્યાનાવરણી, અપ્રત્યાખ્યાનાવરણી, સંજ્વલન અને એ બધાય કષાયનો ધર્મ જ જ્ઞાનને આવરણ કરવાનો છે. ગમે તે કષાય હોય એનો સ્વભાવ જ્ઞાનને આવરણ કરવાનો છે, આનંદનો આવરણ કરવાનો છે અથવા જ્ઞાન અને આનંદનું ખૂન કરવાનો છે. એટલે કોઈ એક જીવ બીજા જીવ ઉપર કષાય કરે છે, પોતા ઉપર તો કોઈ કરતો નથી, બીજા ઉપર કરે છે એ ખરેખર તો પોતાના આત્માને આવરણ કરે છે. હવે બીજા જીવને એના નિમિત્તે કષાય થાય તો એને પણ આવરણ થાય. પણ જો બીજો જીવ એમ કહે કે. ભાઈ ! મારે તો કાંઈ લેવા-દેવા નથી. એ બિચારો કષાય કરે છે એ ગાંઠનો સાબુ લઈને મારા કપડા ધોવા આવ્યો છે. શું આવ્યો છે ? સાબુ, સોડા એના લઈને આવ્યો છે અને કપડા મારા ધોવે છે. કેમ ? કે મારે એ પ્રકારનો કોઈ પાપનો ઉદય હશે, અત્યારે એમાં બિચારો નિમિત્ત પડે છે. હું તો એને બોલાવવા ગયો નથી પણ એ એમાં નિમિત્ત પડે છે.
મુમુક્ષુ - દેવું પૂરું થાય છે.
પૂજ્ય ભાઈશ્રી - એટલે પૂર્વકર્મને પ્રારબ્ધને શાંત કરે છે. જ્ઞાની તો પોતે પ્રારબ્ધને શાંત કરે છે. અને પેલો જે કષાય કરે છે એ નવા આવરણને બાંધે છે, એના જ્ઞાનને મૂંઢાવે છે.
મુમુક્ષુ - કોઈ સ્પષ્ટ સત્ય વાત હોય એ ન સમજાય તો સમજવું કષાયની તીવ્રતા છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. તો એ કષાય, અસરળતા બેય એની અંદર છે. કષાય એટલે કષાયથી અવરાયેલું જ્ઞાન છે, મલિન જ્ઞાન છે. વિપરિત જ્ઞાન છે અને મલિન જ્ઞાન છે.
કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે....... આદિમાં અસરળતા એ બધું આવી જાય છે. તેમ જ અસંખ્યાત સમયવતપણું ભજે છે.” આ જે અસંખ્યાત સમયવર્તીપણું ઉપયોગ છે એનું કારણ છે કે પોતે કષાયની સાથે જોડાયેલો છે. તે કષાયાદિને અભાવે એકસમયવર્તાપણું થાય છે. એક સમયના જ્ઞાન સાથે કષાયના અભાવને સંબંધ છે એમ જેણે જિનાગમની અંદર એક સમયનું સ્થાપન કર્યું છે એણે એ આશયથી સ્થાપન કર્યું છે કે કષાયનો અભાવ કરાવવાનો અમારો અહીંયાં આશય છે. એક સમયનું જ્ઞાન કરાવવા પાછળ શું આશય છે? કે
Page #378
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૫૯
કષાયનો અભાવ કર તું. જો એક સમયનું જ્ઞાન કરવું હોય તો કષાયનો અભાવ થવો ઘટે છે.
મુમુક્ષુ :– કોઈપણ અનુયોગ હોય એમાંથી અધ્યાત્મ નીકળે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. અધ્યાત્મ નીકળે જ છે. જ્ઞાનીઓ તો એ જ કાઢે છે. એમને તો મુખ્ય દૃષ્ટિકોણ જ એ છે. એ વિષયની અંદર અસાધારણ એમની આત્મદૃષ્ટિ પ્રવર્તે છે. કોઈપણ વિષય સામે આવે છે તો એ વિષયમાંથી આત્મદૃષ્ટિ ઉપર એ આવે છે એ તો એમની પોતાની સ્વતંત્ર આત્મદૃષ્ટિ કામ કરે છે એવું સ્પષ્ટ દેખાય છે. નહિતર વિષય તો જાણવનો વિષય છે. કરણાનુયોગથી જાણવાનો વિષય છે. એમાંથી કષાયના અભાવનો આશય કાઢ્યો છે.
‘અર્થાત્... હવે ફેરવીને કહે છે કે, કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું....' કોઈ જીવને અસંખ્ય સમયમાંથી એક સમયને જુદો પાડવાનું સામર્થ્ય કેમ નથી ? કે એને કષાયનો યોગ છે માટે. કષાયમાં જોડાણ છે માટે. તે કષાયાદિના અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે.’ જે સર્વજ્ઞ કેવળજ્ઞાની છે એ કષાયનો અભાવ કરીને એક સમયને પણ જુદો પાડીને અવગાહે છે.
એ તો જે ગણિત મૂક્યું છે એ તો સર્વજ્ઞતાને સિદ્ધ જ કરે છે. એક સમયની, એક જીવની કષાયની પર્યાય. એક સમયની, એક જીવની કષાયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ પકડ્યા છે. કેટલા ? એક સમયના અનંત અવિભાગ પ્રતિચ્છેદ પકડ્યા છે ! તારતમ્યતાએ. એ સમયનો ભાગ નથી. એ કષાયની તારતમ્યતાનો ભાગ છે. પછી શુદ્ધ પર્યાય હોય તો વીતરાગતાના અવિભાગ પ્રતિચ્છેદ છે અને નહિતર રાગના અવિભાગ પ્રતિચ્છેદ છે. પણ એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ હોય છે.
‘ગુરુદેવ’ સર્વજ્ઞતાની સિદ્ધિ કરતા ત્યારે ત્યાંથી કરતા. કે આ જગતની અંદર અનંતા અનંત જીવો છે. કેટલા ? અનંત જીવો. અનંતા અનંત જીવો છે. એ અનંતા અનંત જીવોમાંથી સિદ્ધાલયમાં જે જીવો છે એના કરતા સંસારમાં અનંતા જીવો છે. પણ સંસારમાં એક જે આ બટાટા આદિ જમીનકંદ છે, જમીનમાં થયેલી જે ગાંઠ. જેને કંદ કહેવામાં આવે છે, એની એક કણીમાં, સોયના ટોપકા જેટલી એક કણીમાં અસંખ્ય શરીર છે. કેટલા ? અબજો નહિ. અબજોથી પાર જાવું પડે ત્યારે અસંખ્ય આવે. Common body હોય છે. એક શરીરની અંદર અનંતા જીવ. એવા
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૦.
રાજહૃદય ભાગ-૧૧ અસંખ્ય શરીરમાં એક એક શરીરની અંદર અનંતા જીવ. કેટલા અનંતા ? કે સિદ્ધાલયમાં અત્યારે છે તેનાથી અનંતા. કોઈપણ વર્તમાનમાં સિદ્ધાલયમાં હોય એનાથી અનંતા. એ અનંત જીવોમાં એક એક જીવને અનંત ગુણ છે. એક એક જીવને અનંત ગુણ છે. એક એક ગુણને અનંતી પર્યાયો છે. એ અનંતી પર્યાયનો એક સમય છે એને એક સમયને અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. નિગોદમાં જે જીવ પડ્યો છે એની આ સ્થિતિ છે. આ સર્વજ્ઞના જ્ઞાનને સાબિત કરે છે.
મુમુક્ષુ – એ લોકો Computer મૂકે તો...
પૂજ્ય ભાઈશ્રી :- બંધ પડી જાય. એનું Computer બંધ પડી જાય. કેમકે Computer સંખ્યાને બતાવે છે. આ સંખ્યાથી બહાર જાય છે.
આ સર્વજ્ઞતાને સિદ્ધ કરે છે. અને એ સર્વજ્ઞતાને સિદ્ધ કરવા માટે એમ કહે છે કે શુદ્ધોપયોગ વગર સર્વજ્ઞતા નથી. ઉપયોગની શુદ્ધતા વગર સર્વજ્ઞતા નથી અને ઉપયોગની શુદ્ધતા કષાયના અભાવે ઉત્પન્ન થાય છે. શુદ્ધતા કહો કે નિર્મળતા કહો. એ નિર્મળતા કષાયના અભાવે ઉત્પન્ન થાય છે. માટે મૂળ માર્ગ છે એ કષાયનો અભાવ કરવાનો છે.
શું કહ્યું ? “કષાયાદિના અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. એને કેવળજ્ઞાન થાય એમ કહે તે સત્ય છે. જેને એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જ્ઞાન થાય એ કેવળજ્ઞાની હોય એમ કહેવું તે સત્ય છે. “કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી.....” કષાયસહિત હોય અને કેવળજ્ઞાન હોય એવું કદી બને નહિ. એટલે વાતો કરતા કરતા કે વિચાર કરતા કરતા કેવળજ્ઞાન થાય એવું છે નહિ. એને શુક્લધ્યાનના
સ્વરૂપની ખબર નથી. એને શુક્લધ્યાનના સ્વરૂપની ખબર નથી કે શુક્લધ્યાન કેવું નિર્મળ હોય છે !
કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. આવી સૂક્ષ્મતા નિર્મળતા વિના આવે નહિ અને એ નિર્મળતા કષાયના અભાવે ગણી છે, કષાયના સદ્ભાવમાં મલિનતા છે. એ મલિનતા તો જ્ઞાનને આવરણ કરનારી છે.
મુમુક્ષુ – મોટા શાસ્ત્રો લઈને બેઠા હોય......
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૬૧
પત્રાંક-૬૭૯
પૂજ્ય ભાઈશ્રી :- હા, એવું છે. આ તો પત્રોમાં આટલું લખ્યું છે. નિવૃત્તિ ક્ષેત્રમાં એમનો પ્રત્યક્ષ સત્સંગ કરનારને કેટલો માલ મળતો હશે! એના કોઈપણ પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપતા હશે? એ વિચારવા જેવો વિષય છે.
મુમુક્ષુ - એક વચન પરથી ખ્યાલ આવે છે. પૂજ્ય ભાઈશ્રી:- હા, ઘણી વાતો લખી છે.
માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કપાયરહિતપણું જોઈએ. અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં કેવળજ્ઞાન હોય છે. આ સાબિત કર્યું. કષાયના અભાવમાં કેવળજ્ઞાન છે, કષાયના સદ્દભાવમાં કેવળજ્ઞાન નથી. માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણું અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે.’ માટે “એક સમય, એક પરમાણું અને એક પ્રદેશનો જેને અનુભવ થાય....” એ સાક્ષાત્-પ્રત્યક્ષ જાણી શકે એ કેવળજ્ઞાની છે એમ કહેવાની જરૂર નથી. એ કેવળજ્ઞાન હોય તો જ જાણી શકે નહિતર જાણી શકે નહિ.
- “જીવને વિશેષ પુરુષાર્થને અર્થે...” જુઓ ! એક સમયની શું કરવા વ્યાખ્યા કરી છે ? એક પરમાણુની શું કરવા વાત કરી છે ? પ્રયોજન શું ? તો કહે છે, જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે.' એમણે આ મહત્વની વાત કરી. આ રીતે જો એક સમય, એક પરમાણુ, એક પ્રદેશનું જ્ઞાન કષાયરહિતપણે થતું હોય તો કષાયરહિત થવાનો પુરુષાર્થ કરવાને અર્થે (આ વાત કહી છે). જેટલો ઉપયોગને તું શુદ્ધ કર, જેટલો કષાયનો અભાવ કરીને ઉપયોગ શુદ્ધ થાય એટલું જ્ઞાન નિરાવરણ થાય, જેટલું જ્ઞાન નિરાવરણ થાય એટલું એ જાણી શકે. આ એક સુગમ ઉપદેશ કર્યો છે. કષાયરહિત થવા માટે પુરુષાર્થ કરવાનો આ એક સુગમ સાધનનો ઉપદેશ કર્યો છે.
સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. એટલે આ મુદ્દામાં ત્રણેને સાથે આવર્યા છે. કેમકે એ ત્રણે કેવળજ્ઞાનનો જ વિષય થઈ શકે છે. કોઈ સકષાય જ્ઞાનનો એ વિષય થઈ શકતા નથી.
અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. જીવ અંતરવિચારમાં વર્તી શકે, અંતરવિચારમાં આવે, એની વિચારણા અંતરવિચારમાં પ્રવેશ પામે તેના માટે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત પ્રકારે વાતો કરી છે. અસંખ્યાત યોગ કહ્યા છે એટલે અસંખ્યાત રસ્તા બતાવ્યા છે. આમ કર તું... તું આમ કર.... તું આમ કર... જ્યાં જ્યાં ઊભો છે ત્યાં. અસંખ્ય પ્રકારના દોષમાં ઊભો છે તો
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૨
અસંખ્ય પ્રકા૨ના દોષ નિવારણ ક૨વાની પણ વાત કરી છે, એમ કહેવું છે.
અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ વિચારયોગ’...’ એવી જે ઘણી વાતો કરી છે એમાંનો આ એક વિચારયોગ પણ તમને કહ્યો. એક આ વિચારયોગ’ કહ્યો છે એમ સમજ્વા યોગ્ય છે.’ પ્રશ્ન ગમે તે હોય પણ ઉત્તર એવો આપ્યો છે કે આ એક વિચારયોગથી તમે કષાયના અભાવનો પુરુષાર્થ કરવાના કોઈ અંતર વિચારમાં આવો. આવી એક વાત આવા એક હેતુથી આ વાત ચાલી છે. આની પાછળ આ પ્રયોજન છે. પરમાણુની વાત કરવા પાછળ બીજું કોઈ અમારું પ્રયોજન નથી.
રાજહૃદય ભાગ-૧૧
મુમુક્ષુ :- આ મર્મ ઉ૫૨થી તો દેખાતો નથી.
પૂજ્ય ભાઈશ્રી :– હા. વાત તો એ છે કે એમણે ઘણી વાત ખોલી છે. પોતે પોતાના ઉત્તર લખવામાં ઘણી વાત ખોલી નાખી છે. સામાન્ય રીતે સિદ્ધાંત શાસ્ત્રો જોઈએ, જેમકે પંચાસ્તિકાય'માં વાત લીધી છે. અરૂપી દ્રવ્યો કોને કહેવા ? એનો પ્રદેશ કોને કહેવો ? ૫૨માણુ કોને કહેવો ? એક પરમાણુ કોને કહેવો ? શુદ્ધ ૫૨માણુ કોને કહેવો ? સમય કોને કહેવો ? છએ દ્રવ્યોની વાત આવે ને ? પંચાસ્તિકાયમાં પાંચ અસ્તિકાયપૂર્વક ષટ્દ્રવ્ય વિવરણ છે. તો એ સિદ્ધાંત શાસ્ત્રમાં બધી વાત આવે. પણ એમાં આ હેતુ છે એ શાની સિવાય મર્મ ખોલી શકે એવું નથી. એ એમની વિશેષતા છે. આ તો સિદ્ધાંત છે એટલે સિદ્ધાંતનું પ્રતિપાદન કરી દીધું કે વસ્તુનું સ્વરૂપ આમ છે. પણ એ વસ્તુના સ્વરૂપને કષાયના અભાવ કરવાથી જાણવાનું છે એવા પ્રયોજનથી વાત એમણે મૂકી છે. એ વિશેષતા છે. એનો અર્થ એમ થાય છે કે કષાયનો અભાવ ક૨વા માટે આ વિષયનું પ્રતિપાદન કર્યું છે. એમ પોતે ગમે ત્યાંથી પોતાના પ્રયોજનને જોડી દે છે.
મુમુક્ષુ :- બાકીના પાંચે દ્રવ્ય સાથે આત્માને શું સંબંધ છે એ મોટી વાત છે. પૂજ્ય ભાઈશ્રી : :- હા. એટલે કોઈપણ વિષયનું જ્ઞાન થાય તો એ જ્ઞાન કેવી રીતે થયું ? કારણ કે તો પાંચ તો અરૂપી છે. અરૂપી પદાર્થનું જ્ઞાન કેવી રીતે થાય ? કે કેવળજ્ઞાન થયા વિના પ્રત્યક્ષ અરૂપી પદાર્થનું કોઈને જ્ઞાન થાય નહિ. કેવી રીતે કેવળજ્ઞાન થાય ? કે કષાયનો અભાવ કરે તો કેવળજ્ઞાન થાય. એમ કરીને એ વાતને અંતરવિચારના યોગમાં લઈ ગયા છે. એ સાધન કરી નાખ્યું એણે. અંતરવિચારમાં જવાનું સાધન બનાવ્યું. એ ચોથા પ્રશ્નનો ઉત્તર છે. પાંચમા પ્રશ્નનો વિષય લે છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૬૩
પ. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે.' અસંખ્ય ભૂમિકાઓ છે. શુભેચ્છાથી માંડી એટલે કોઈ જીવ શુભભાવમાં આવે, કષાયની મંદતામાં આવે. કષાય મંદ થાય એમાંથી એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય થાય. એટલો જ્ઞાનનો ઉઘાડ વધે. એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિય થાય. સ્પર્શેન્દ્રિયમાંથી રસનાઇન્દ્રિય સુધીમાં આવે, ત્યાંથી માંડીને કેવળજ્ઞાન થાય, સર્વ કર્મરહિતપણે જે સ્થિતિ થાય, એ સ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. મુખ્ય એના ચૌદ ગુણસ્થાન લીધા. પણ એક એક ગુણસ્થાનના અસંખ્ય ભેદ છે. એક ગુણસ્થાનના સ્થૂળપણે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદ લ્યો. સૂક્ષ્મપણે એક ગુણસ્થાનના અસંખ્ય ભેદ છે. એમાં આઠ, નવ, દસ, બાર, આ ચાર અને તેરમું ગુણસ્થાન પાંચમું, શ્રેણી માંડે તો અંતર્મુહૂર્તમાં આવે, એવા આઠમા ગુણસ્થાને વર્તતા એક સમયમાં આઠમા ગુણસ્થાને એકથી વધારે જીવો વર્તતા હોય તો દરેકની તારતમ્યતા જુદી. કહેવાય બધાને આઠમું અત્યારે વર્તે છે. જેટલા શ્રેણીમાં હોય એટલાને. દરેકની તારતમ્યતા જુદી. કેમકે એક સમયમાં એવા અનંત અવિભાગ પ્રતિચ્છેદ હોવાથી એક એક ગુણસ્થાનની અંદર દરેકની સમય સમયની યોગ્યતાની તારતમ્યતાના અસંખ્યાત ભેદ લીધા છે.
શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંશે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે.' બધા આત્માર્થી જીવો, મોક્ષમાર્ગી જીવો અનેક ભૂમિકામાંથી પસાર થયા છે, અનેક ભૂમિકાનું આરાધન કરીને આગળ વધ્યા છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે,... એને અમે આત્માર્થી ગણીએ છીએ અથવા એને અમે માર્ગાનુસારી ગણીએ છીએ.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે સંપ્રદાયમાં નહોતા. આત્માર્થી હતા. આત્માર્થી માર્ગાનુસારી હતા. આત્માર્થી કરતા પણ એને તો માર્ગાનુસારી કીધા છે.
...
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– ‘ગુરુદેવ’ને જ્યારે સમ્યગ્દર્શન થયું, આત્માર્થી પછી આગળ વધો ત્યારે શું આવે ? સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન હતું ત્યારે શું હતું ? ગુરુદેવને જ્યારે સમ્યગ્દર્શન હતું ત્યારે શું હતું ? કુલિંગમાં હતા. સ્થાનકવાસી
...
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૪
રાજહૃદય ભાગ-૧૧ સંપ્રદાયમાં જેનના સ્થાનકવાસીના સાધુ તરીકે પ્રસિદ્ધ હતા. સમ્યગ્દર્શન થયું. સંપ્રદાયબુદ્ધિમાં એ વાત સંમત થાય એવું નથી. આ લોકો ના પાડે છે. આપણા વિદ્વાનો જે મૂળ દિગંબરો છે એ ના પાડે છે કે ન થાય. પ્રશ્ન ચાલ્યો હતો.
ગુરુદેવના દેહાંત પછી “બહેનશ્રીની જે સમ્યકુંજયંતી હતી. પ૧ કે પરમી. ત્યાંથી એક-બે વિદ્વાનો આવ્યા હતા. એ કહે, આ તમે સમ્યક જયંતી ઉજવો છો એ ખોટું કરો છો. તો કહે કેમ ? તો કહે પ૧ વર્ષ પાછળ જાવ તો કેટલામી સાલ આવે ? ૧૯૮૯મી સાલ આવે. ગણવાની કાંઈ જરૂર નથી. એ તો પ્રસિદ્ધ જ છે. કે ૧૯૮૯ના ફાગણ વદ ૧૦મે સમ્યગ્દર્શન “વાંકાનેરમાં થયું. ૧૯૮૯માં જો એમને સમ્યગ્દર્શન થયું હોય તો “ગુરુદેવે તો ૧૯૯૧માં પરિવર્તન કર્યું છે. ગુરુદેવની દેશનાનું નિમિત્ત કેવી રીતે બને ? જ્ઞાનદશામાં જ બને ને ? અજ્ઞાનદશામાં કેવી રીતે બને ? વાત તો તમારી ગણતરીની દૃષ્ટિએ સાચી છે પણ તમને આ ગણતરી સમજાય એવું નથી. દિગંબર સંપ્રદાયમાં આ ન ચાલે. શું કહ્યું ? દિગંબર સંપ્રદાયમાં તો જાહેર રીતે પરિવર્તન કરે પછી જ દિગંબર ગણાય. ત્યાં સુધી દિગંબર ન ગણાય. એટલે આને તો ખોટું પાડી શકાય એવું છે. પણ તમે બહેનશ્રીનું સમ્યગ્દર્શન ખોટું પાડવા જતાં “ગુરુદેવને ખોટા પાડવા જાવ છો. ખોટા પાડવાની Try કરી જુઓ. તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આમાં ખોટું પડાય છે. પછી Try નહોતી કરી. એ અમારે થોડી ચર્ચા ચાલી હતી.
મુમુક્ષુ :- “ગૌતમ ગણધર બ્રાહ્મણ જ હતા ને?
પૂજ્ય ભાઈશ્રી :- બ્રાહ્મણ હતા, ઇન્દ્રભૂતિ હતા ત્યાં સુધી તો ગૃહીત મિથ્યાષ્ટિ હતા. જ્યારે ભગવાનના સમવસરણમાં આવે ત્યારે એને પહેલું વહેલું ગૃહીત છૂટ્યું. કે લાગે છે કોઈ આ. ઈશ્વર ભગવાન જેને કહીએ એ તો આવા જ હોય. ભગવાનનું શાંત-સ્વરૂપ જોઈને પરિણામ ફરવા માંડ્યા. ત્યારથી ગ્રહિત છૂટ્યું, પછી સમવસરણમાં અગ્રહિત છૂટ્યું, સમ્યગ્દર્શન પામ્યા, મુનિપણું પામ્યા અને ગણધરપદને પામ્યા. પણ એ બધો ફેરફાર તો બહારમાં કરતા ગયા. એનો ફેરફાર તો એ બહારમાં થતો ગયો. પણ કોઈ ફેરફાર એવા હોય છે. તિર્યંચદશામાં કેવી રીતે દિગંબર સંપ્રદાયને ગ્રહણ કરે? અને દિગંબર સંપ્રદાય તો આ કાળમાં છે. સામે શ્વેતાંબર છે એટલે. નહિતર આ સંપ્રદાયનું નામ દિગંબર સંપ્રદાય મહાવિદેહમાં નથી કાંઈ. ત્યાં તો નિગ્રંથ માર્ગ કહેવાય છે, સનાતન જૈન માર્ગ કહેવાય છે. અને પહેલા આપણે ત્યાં ટ્રસ્ટનું નામ એ હતું. સનાતન જૈન સ્વાધ્યાય,
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬૫
પત્રાંક-૬૭૯ સનાતન જૈનધર્મ એવું આપણે સનાતન જૈન મંદિર એમ લખેલું હતું. દિગંબર મંદિર નહોતું લખેલું. હવે બધે આપણે દિગંબર લખીએ છીએ. લખવા પાછળ હેતુ એ છે કે કાળે કરીને શ્વેતાંબરના હુમલા થાય છે અને દિગંબર મંદિરોમાંથી શ્વેતાંબર મંદિરો થઈ જાય છે. કેમકે એમને તો ખાલી દાગીનો ચડાવવો કે એ કરવું એટલું જ હોય છે. બીજું કાંઈ તો શ્વેતાંબર કરવામાં વાંધો નથી. બાકી મૂળમાં કોઈ દિગંબર-શ્વેતાંબરના ભેદ મૂળમાં નથી કાંઈ. એને તો શરૂઆતમાં તો ચોથા ગુણસ્થાને તો માન્યતા સાથે સંબંધ છે અને એ તો તિર્યંચદશામાં પણ પામે. એ ક્યાં જાહેર પરિવર્તન કરવાના હતા ? એને કોઈ જાહેર પરિવર્તન કરવાનો પ્રસંગ
નથી.
(સંવત) ૧૯૭૮ની સાલમાં ‘ગુરુદેવને સમયસાર' (હાથમાં) આવ્યા પછી ક્યારે સમ્યગ્દર્શન પામ્યા એ કોઈને ખબર નથી. ક્યાં પામ્યા એ પણ કોઈને ખબર નથી. પરિવર્તન ૧૯૯૧માં કર્યું છે. બાર વર્ષ પછી. અને બાર વર્ષના ગાળામાં ૧૯૮૯ની સાલમાં બહેનશ્રીને સમ્યગ્દર્શન થયું છે. એ પહેલા એમણે બે વર્ષ, ત્રણ વર્ષ સાંભળ્યું. એવું છે. સંપ્રદાયબુદ્ધિએ ગણિત મૂકવા જાય તો નામ સાંભળીને ભડકે. “સુંદરદાસ' માટે જુઓ કેવો શબ્દ વાપર્યો છે? આગળ તો વળી વાંચવા જેવું છે. પાનું-૪૯૩. પહેલી લીટી.
‘ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ પ્રદીપ્ત રહેવામાં માત્ર એક વિશેષ આધારભૂત નિમિત્ત જાણી, શ્રી “સુંદરદાસાદિના ગ્રંથનું બને તો બેથી ચાર ઘડી નિયમિત વાંચવું પૂછવું...” (રાખશો). સન્શાસ્ત્રની વાત કરીને સુંદરદાસના ગ્રંથની વાત કરી છે. નીચે કહે છે કહે છે, કે “શ્રી સુંદરદાસે આત્મજાગૃતદશામાં શૂરાતન અંગ’ કહ્યું છે તેમાં વિશેષ ઉલ્લાસ પરિણતિથી શૂરવીરતાનું નિરૂપણ કર્યું છે – એટલા શબ્દો વાપર્યા છે ! એમનો ઉપયોગ એ બાબતમાં સાધરણ નહોતો પણ અસાધારણ હતો. એમનો જે ઉપયોગ (હતો એ) આવા વિષયમાં અસાધારણ હતો. ભૂતકાળના જ્ઞાનીઓની એ તારતમ્યતા પકડી લેતા હતા. કોણ ક્યાં ઊભો છે, કોણ ક્યાં ઊભો છે, કોણ કયાં ઊભો છે.
કહે છે કે, શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો...' સાધુજનો એટલે એમના સંપ્રદાયના સાધુ હતા એ. “આત્માર્થી ગણવા યોગ્ય છે... એને આત્માર્થીની ભૂમિકા ગણવી યોગ્ય છે. “અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. માત્ર શુભભાવવાળા છે એમ ગણવા જેવું નથી. અત્યંત
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૬
રાજદ્રય ભાગ-૧૧
સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે. અને એ સ્વરૂપસ્થિતિમાં આવવા માટેની એમની જાગૃતિ અમને દેખાય છે. સ્વરૂપસ્થિતિમાં સારી રીતે આવી જાય. અત્યંત એટલે સ્થિર થઈ જાય એવી એમની જાગૃતિ અને એમના ચાલતા પરિણમનનો અનુભવ જોવામાં આવે છે.
એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હોલ આપવાની ઇચ્છા નથી થતી. આથી વધારે હવે નહિ કહું જે કહું છું એ મર્યાદિત રીતે અત્યારે કહું છું. આથી વધારે કહેવાની મારી ઇચ્છા નથી. એમ કહે છે કે, હજી થોડુંક વિશેષ કહી શકત. પણ કહેવાની ઇચ્છા નથી. શંકા-કુશંકાનું કારણ થાય એટલે કહેવાની ઇચ્છા નથી. પણ એમણે તે તે જીવોમાં ગુણની દૃષ્ટિએ બહુ સારા ગુણ જોયા છે. “કબીરમાં, “સુંદરદાસમાં ગુણની દૃષ્ટિએ ઘણા ગુણ જોયા છે. એમાં પણ સરળતા તો મુખ્ય ગુણ જોયો છે એમણે. વિશેષ જે વાત હોય છે, માર્ગાનુસારીપણાની મુખ્ય જે પરિસ્થિતિ છે એ સરળતાની છે. એટલે એ જીવો માર્ગ પામવામાં બહુ સમીપ છે અને નજીક છે એમ કહી શકાય.
મુમુક્ષુ - હજી કહેવાનું બાકી હશે.
પૂજ્ય ભાઈશ્રી – હા. કહેવાનું થોડું બાકી રાખ્યું છે એ ઇરાદાપૂર્વક બાકી રાખ્યું છે.
મુમુક્ષુ:-- પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે એમના ગુણો સંબંધી કેટલીક વાત એમના ખ્યાલમાં આવી હશે એ એમણે બાકી રાખી છે. એમના ખ્યાલમાં કેટલાક ગુણો એમના આવ્યા છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી – એ કોઈ બીજા હતા. જે “ધર્મજની અંદર કોઈ કબીરપંથી હતા એ હતા. “ધર્મજમાં એ કબીરપંથી આવ્યા હતા એ હતા. પણ, કબીરપંથીઓમાં એમની વાત ઉપરથી મુખ્ય વાત એ લાગે છે. કબીર' ઉપરથી અને કબીરના સાધુઓ પંથી ઉપરથી એ વાત લાગે છે કે, બહુ વૈરાગી હોય છે અને સરળ હોય છે. વૈરાગ્ય ઘણો હોય છે. એટલે “ખંભાતવાળા ભાઈઓને ત્યાં મોકલ્યા છે. ખંભાતથી ધર્મજ નજીક પડે છે. અત્યારે આ રોડ ઉપર આવે છે. આપણે જે “વડોદરા’નો નવો રસ્તો છે એમાં ધર્મજનો Milestone આવે છે. “વાસદ' પછી આ બાજુ “તારાપુર’ બાજુ આવે ત્યારે રસ્તામાં ધર્મજ આવે છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૬૭ ત્યાં તમે જજો અને એનો સત્સંગ કરજો. અને સત્સંગ કરવાનું એટલા માટે તમને કહું છું કે એનો વૈરાગ્ય જોઈને તમને ખ્યાલ આવશે કે મુમુક્ષુને વૈરાગ્ય કેવો હોય ? એનો વૈરાગ્ય-ઉપશમ જોઈને તમને ખ્યાલ આવશે કે મુમુક્ષુને કેવો વૈરાગ્ય હોય ? અમારું નામ ન દેતા. પૂછે તો એટલું કહેજો કે તમારે કેમ આવવું થયું ? તમે અહીંયાં મારી પાસે કેમ આવ્યા ? તો એમ કહેજો કે એક જ્ઞાનાવતારપુરુષે અમને મોકલ્યા છે. કેવો શબ્દ વાપર્યો ? પોતાના માટે વાપર્યો છે. એક જ્ઞાનાવતારપુરુષે તમારી પાસે અમને મોકલ્યા છે. તમારો સત્સંગ કરવાની શુભેચ્છાથી મોકલ્યા છે. એમણે પોતાનું નામ દેવાની ના પાડી છે. એ વૈરાગી છે પણ એમને સમ્યગ્દર્શન નથી એમ ચોખ્ખું કર્યું છે. એ સ્પષ્ટ લખ્યું છે. પણ એમનો સંગ કરવા યોગ્ય તો એ મુમુક્ષુ છે. એમ કરીને ખંભાતના મુમુક્ષુઓને સત્સંગ અર્થે મોકલ્યા છે.
મુમુક્ષુ – “સોભાગભાઈને પણ કહેલું ને? “સાયલા' ...
પૂજ્ય ભાઈશ્રી – હા. એમાં પણ કોઈ કબીરપંથી' જ હતા બનતા સુધી. કબીરપંથી જ હતા. તો એને કીધું કે તમે એના સત્સંગમાં જાજો. કેમકે એ લોકોની સરળતા અને વૈરાગ્ય અનુસરણ કરવા યોગ્ય હોય છે. સિદ્ધાંતની બાબતમાં તમે પડતા નહિ. એમના સત્સંગમાં જે કોઈ સિદ્ધાંતનો વિભાગ આવે એ વિષયમાં તમે નહિ પડતા. પણ તમે ઉપદેશનો જે વિષય છે એ બધો સારો છે. ઉપદેશનો વિષય તો કબીર” પોતે પણ બહુ સારો ઉપદેશ કરી ગયા છે.
પછી છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર છે. “૬. કેવળજ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ છે...” કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું હોય એ વિચારવું અથવા એ સમજવું સહેલું નથી. એક વાર ગુરુદેવની સમક્ષ એ ચર્ચા ચાલી હતી. વ્યાખ્યાનમાં જ ચાલી ગઈ હતી. આપણા બહુ અભ્યાસી ભાઈ હતા. અભ્યાસી હતા. નિવૃત્ત થઈને ત્યાં રહેલા. કેવળજ્ઞાનની બાબતમાં... એ તો વાંચન પણ કરતા હતા. પ્રવચન મંડપની અંદર વાંચન પણ કરતા હતા. કેવળજ્ઞાન સંબંધી ચર્ચા ચાલી હશે તો ‘ગુરુદેવે” નિષેધ કર્યો કે કેવળજ્ઞાનનું એવું સ્વરૂપ નથી. એટલે એમણે એમ કહ્યું કે પણ હું આમ સમજીને કહેવા માગુ છું. તો કહે એમ પણ નથી. તો કહે પણ હું આવી રીતે આ અપેક્ષાથી વાત કરું છું. તો કહે એમ પણ નથી. એમ ત્રણ-ચાર વખત એમણે ફેરવી ફેરવીને પોતાનો વિચાર સ્પષ્ટ કર્યો. કેવળજ્ઞાનનું સ્વરૂપ આવું મારી સમજણમાં છે અને આ રીતે હું પ્રતિપાદન કરું છું. તો કહે નહિ. કેવળજ્ઞાનનું સ્વરૂપ એવું નથી. પછી વિશેષ ખુલાસો નહિ કરેલો. ચાલુ વ્યાખ્યાનમાં એવી ચર્ચા
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૮
રાજહૃદય ભાગ-૧૧ ચાલી ગયેલી.
કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રના સિદ્ધાંતના અભ્યાસી જીવોને પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવું એ એટલું સહેલું નથી. અહીંયાં એ વાત કરે છે કે “કેવળજ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે, અને શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે...” ડુંગરભાઈ છે એ કેવળકોટી એવો શબ્દ વાપરીને એનો નિર્ધાર કરે છે. કેવળકોટી. કોટી એટલે કક્ષા, કક્ષા એટલે યોગ્યતા. કેવળ એટલે માત્ર આત્મા સંબંધીની યોગ્યતા આવે એના ઉપરથી કોઈએ કેવળજ્ઞાનના સ્વરૂપનો નિર્ધાર કરે છે તો એ કેવળકોટી કોઈ આમાં....
મુમુક્ષુઃ- વેદાંતમાં આવે...
પૂજ્ય ભાઈશ્રી - વેદાંતમાં નહિ પણ આમાં આવતો હોવો જોઈએ. આ લોકો સ્થાનકવાસી હતા ને? સ્થાનકવાસીમાં આવતો હોવો જોઈએ.
શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ, નથી,” જાણું છું એમ સમજીને નથી કરતા. એક એક વાતમાં કેટલું પકડે છે! સામાના પત્ર ઉપરથી એનો અભિનિવેશ છે કે નહિ એ પણ નક્કી કરે છે. એનો અભિનિવેશ નથી. પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે. એમના વિચારમાં એવું ભાસે છે કે કેવળકોટી અનુસાર કેવળજ્ઞાનનું સ્વરૂપ આવું હોવું જોઈએ. એવી કાંઈક રજુઆત કરવા માગતા હશે. એના ઉપરથી એમ કહે છે કે એમને એવું ભાસે છે એટલે એમ કહે છે. કોઈ અભિનિવેશથી વાત નથી કરતા.
માત્ર કેવળ-કોટી' છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. એટલે એમનું શું કહેવું છે કે કેવળજ્ઞાનમાં ભૂતભવિષ્યનો અનંતો ભૂતકાળ અને અનંતો ભવિષ્યકાળનું જ્ઞાન થાય એમ નહિ. કેવળ-કોટમાં આવી જાય, કેવળ આત્માને જાણવાની કક્ષામાં આવી જાય એવો કોઈ એમનો અભિપ્રાય લાગે છે. પણ એ માન્યતા કરવી ઘટતી નથી.
ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે.” એ ન જ થઈ શકે એવું કાંઈ નથી. પણ તે કોઈક વિરલા પુરુષોને,...” એ કોઈક જ વિરલા જીવોને થાય. “અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્ય...” ઘણું શુદ્ધ, એકદમ શુદ્ધ ચારિત્ર જેનું હોય, તારતમ્ય એટલે ઉગ્રતા હોય એને ભૂત ભવિષ્યનું કેવળજ્ઞાન પ્રગટ થવા યોગ્ય છે અને એ ચારિત્રની ખબર નહિ હોવાથી, અંતરંગમાં શુદ્ધ ચારિત્ર પરિપૂર્ણ વીતરાગતા કેવી હોય એના ભાવની જેને ખબર ન હોય એટલે તે સંદેહરૂપ લાગે
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬૯
પત્રાંક-૬૭૯ છે... એટલે એને એ જ્ઞાન અને સંદેહરૂપ લાગે છે.
એમાં-કેવળજ્ઞાનની અંદર શું વિચિત્રતા છે ? કે કેવળજ્ઞાની જીવનો જે ઉપયોગ છે એ પૂરેપૂરો (અંતર્મુખ છે). એને લબ્ધ ઉપયોગના બે ભેદ નથી એક તો. લબ્ધનો ભાંગો પૂરો થઈ ગયો. કેવળ ઉપયોગ જે છે એ ઉપયોગ નિરવશેષપણે એટલે કાંઈપણ એનો એક અંશ પણ રહ્યા વિના પૂરેપૂરો અંતર્મુખ છે. એક બાજુથી પૂરેપૂરી પોતાના સ્વરૂપમાં તન્મયતા છે, એ જ ઉપયોગની અંદર લોકાલોક અને અનંત કાળનું જ્ઞાન છે. લોકાલોકના સર્વ પદાર્થોનું અને સર્વ કાળની પર્યાયનું જ્ઞાન છે. લોકાલોકની સન્મુખ થયા વિના, એક અંશે પણ સન્મુખ થયા વિના, ઉપયોગને ફે ૨વ્યા વિના. આવું એક સાથે એક જ ઉપયોગની અંદર એના–સ્વપપ્રકાશકપણાના બે રૂપ છે. એક ઉપયોગના બે રૂપ છે. એટલે કેવળજ્ઞાનનો ઉપયોગ ઘણાને નથી સમજાતો કે કેવળજ્ઞાન કેવું? એ કેવી રીતે બને કહે? અંદર જોવે ને બહારનું દેખાય? બહાર જોયા વગર બહારનું દેખાય? અને તે બધું દેખાય પાછું ! અનંતકાળનું દેખાય ! આ વાત વિચારકોટીથી પોતાને ન સમજાય એવી છે. કેમ? કે વિચારની મર્યાદા બહારનો આ વિષય છે. વિચારમાં જો માણસ એમ લે તો Set નથી થાતું. કે અંતર્મુખ કેટલું? કે પૂરેપૂરું. થોડીક તન્મયતા હોય ને ? એક વિષયની અંદર એકાગ્રતા એકદમ થાય તો બીજા વિષયની ખબર ન પડે. છાપાની એક કોલમ વાંચે તો બાજુની કોલમનો ખ્યાલ ન આવે કે બાજુની કોલમમાં કયા સમાચાર હતા. કેમકે એક જ કોલમ ઉપર એને એમ લાગ્યું કે આમાં બહુ સારા સમાચાર છે અથવા બહુ ખરાબ સમાચાર છે. એકાગ્રતા થઈ જાય તો બાજુના અક્ષર ન વાંચે.
આમ એકાગ્રતાનો અભ્યાસ જે છદ્મસ્થ જીવોને છે એ એવો છે કે એ એક જ વિષયને ઉપયોગ કરી શકે, બીજા વિષયને ઉપયોગ વિષય જ ન કરી શકે. એવી પરિસ્થિતિમાં કેવળજ્ઞાન લોકાલોકના અનંતા પદાર્થોને અનંત સમયોને પણ વિષય કરી લે છે. એ વાત ઘડ બેસતી નથી. વિચારની ભૂમિકામાં એ ઘડ નથી બેસતી. કોઈ વિચારાતીત ભૂમિકાનો એ વિષય છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ ગુરુદેવને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે જરાક આનું દૃષ્ટાંત આપીને સમજાવોને. ત્યારે ગુરુદેવે” એમ કહ્યું, કે પાણીમાં તારા. એક તળાવ હોય કે નદી હોય એમાં સ્થિર પાણી હોય. અને અંધારી રાતે એમાં અસંખ્ય
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૦૦
રાજહૃદય ભાગ-૧૧
તારાઓનું પ્રતિબિંબ હોય. હવે પાણીનું જે ક્ષેત્ર નજરમાં હોય એ તો મર્યાદિત હોય પણ આકાશની અંદર જે અસંખ્ય તારા છે એ બધાનું પ્રતિબિંબ એની અંદર દેખાતું હોય. તો પાણીમાં નીચે જોવે તો ઉપરની ચીજ દેખાય કે ન દેખાય ? નજ૨ પાણી સામે છે. પાણી નીચે છે. પાણી ઉ૫૨ નથી. તારા છે ત્યાં પાણી નથી, પાણી છે ત્યાં તારા નથી. બેય ઉ૫૨ નીચે વિરુદ્ધ દિશામાં છે. હવે નજર કરે નીચે અને ઉપરની ચીજ કેમ દેખાય છે ? એની અંદર પ્રતીબિંબિત થયેલું છે.
?
એમ નિર્મળજ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થઈ ગયા છે. એને દેખાય છે તો પોતાની પર્યાય. એને શું દેખાય છે ? એ કાંઈ ઓલા લોકાલોક સામે નથી જોતા. દેખાય છે પોતાની પર્યાય પણ એની અંદર લોકાલોક પ્રતિબિંબિત છે એટલે લોકાલોક જણાય જાય છે. એમ કહેવામાં આવે છે. પાણીમાં તારા, એમ કહેતા હતા. પાણીમાં નીચેના કાંકા પણ દેખાય, પાણીમાં પાણી દેખાય અને રેતી હોય તો રેતીના કાંકરા દેખાય. પાણી પણ દેખાય અને તારા પણ દેખાય. એકબાજુ જોતાં બધું દેખાય કે ન દેખાય ? તો કહે હા. બસ એવી રીતે કેવળજ્ઞાનમાં બધું દેખાય છે. એમ.
એટલે ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને,..' તે કોઈ વિ૨લા પુરુષોને. અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યું, એટલે તે સંદેહરૂપ લાગે છે,..' કેમકે એ ચારિત્રની ખબર નથી એટલે સંદેહરૂપ લાગે છે. ‘કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે.’ એવો શુદ્ધ ચારિત્રવાન જીવ કોઈ જોવામાં આવતો નથી. કેવળજ્ઞાન”નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી....' શાસ્ત્રના જાણનારા પંડિતો કેવળજ્ઞાનની વાતો કરે છે એને કેવળજ્ઞાનના સ્વરૂપની ખબર નથી. એમ શ્રી ડુંગ૨ને લાગતું હોય તો તે સંભવિત છે;...' એની સાથે હું સંમત છું. ‘ડુંગર’ની આ માન્યતા સાથે હું સંમત છું કે કેવળજ્ઞાનને સમજવું એ શાસ્ત્રજ્ઞાનીઓનું કામ નથી. કેમકે શાસ્ત્રજ્ઞાનીઓ તો આંકડા મૂકશે, વિચા૨ ક૨શે અને આ તો વિચારાતીત પદાર્થ છે.
‘વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ ‘કેવળજ્ઞાન’ છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી.' જુઓ ! આ જરા વિશેષ વાત કરે છે. અહીંથી એમને એમ કહેવું છે કે લોકાલોકનું જાણવું, ભૂતભવિષ્યનું જાણવું, અનંતુ જાણવું એવી જે
Page #390
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૭૧
કેવળજ્ઞાન સંબંધીની વ્યાખ્યા પ્રસિદ્ધ છે પણ શાસ્ત્રકાર એ મુખ્યપણે એવી વાત કરવા માગતા નથી. આશય બીજો છે. એમ કહેવાની પાછળ આશય કોઈ બીજો છે. એમાં આશય એ છે કે જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું. આ આશય છે. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે,...' આ આશયથી એ વાત કરી છે. જ્ઞાનની શુદ્ધતાની સાથે તમારું પ્રયોજન છે. ઘણું જાણવા સાથે તમારું પ્રયોજન નથી.
જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે શાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે.’ એટલે કેવળજ્ઞાનની વાત કરીને આત્મસ્થિતિ અને આત્મસમાધિની વાત કહેવી છે એમને. એ આશયથી એ વાત ચાલી છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે,...’ એમ કરીને એમ કહેવું છે કે જે જગતનું જ્ઞાન, લોકાલોકનું જ્ઞાન થાય છે ત્રણ લોકનું, ત્રણ કાળનું, એ સામાન્ય જીવોને આકર્ષણ કરવા માટે પણ એ વાત કરી છે. કેમકે એ પહેલા શુદ્ધ ચારિત્રની તારતમ્યતાને સમજી શકે નહિ. અધ્યાત્મ એનો વિષય નથી. તો પછી એને આકર્ષણ માટે શું આ કરવી ? તો કહે છે, એની સામું જોયા વિના અંતર્મુખ રહીને લોકાલોકને અને ત્રણે કાળને જાણી લે એવો જેનો અતિશય હોય તેને કેવળજ્ઞાન કહ્યું છે.
જુઓ ! સામાન્ય માણસમાં અને આમાં કેટલો ફરક છે ? એમ કરીને એણે એક ચમત્કાર બતાવવા માટે પણ એ વાત કરી છે. એમ કરીને એ આકર્ષણનો વિષય બનાવ્યો છે. અન્યમતની અંદર એવો ચમત્કાર ઘણો છે અને અન્યમતવાળાને ખબર પડે કે ઓહો..! આવું કોઈ કેવળજ્ઞાન જૈનમાં છે ! તો એને તો બહુ મોટી વાત લાગે. પછી એ વિષયમાં ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે. એ દૃષ્ટિકોણ પણ એની અંદર છે. એટલે મુખ્યપણે એવી વાતો આવે છે. પણ ખરેખર મુખ્યપણે એવી વાત ક૨વાનો અભિપ્રાય નથી એમ કહે છે. (અહીં સુધી રાખીએ...)
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૨
રાજહૃદય ભાગ-૧૧
તા. ૨૪-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯, ૬૮૦ પ્રવચન નં. ૩૦૮
પત્ર-૬ ૭૯. પાનું-૪૯૮. કેવળજ્ઞાનનો વિષય ચાલે છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ સંબંધમાં ‘સોભાગ્યભાઈ’એ કોઈ પ્રશ્ન પૂછ્યો છે એનો ઉત્તર ચાલે છે. કોઈ કેવળકોટી એવા શબ્દથી એનું અર્ધઘટન અથવા એનું સ્વરૂપ વિચારવામાં આવે છે તે યોગ્ય નથી. કેવળકોટીમાં અનંત કાળનું ભૂત-ભવિષ્યનું જ્ઞાન ન થાય એવી માન્યતા છે. એ માન્યતા કરવી ઘટતી નથી. એવી માન્યતા કેવળજ્ઞાનના સંબંધમાં નહિ હોવી જોઈએ. કેમકે રાગ-દ્વેષ-મોહનો સંપૂર્ણ અભાવ થઈને વિશુદ્ધ ચારિત્ર થાય ત્યારે જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ થઈને, નિર્મળ થઈને લોકાલોકને જાણે એવું જ્ઞાનનું શુદ્ધ પરિણમન થાય છે. તેમ છતાં એ વિષયમાં કેટલાક શાસ્ત્રવેત્તાઓ કેવળજ્ઞાનનો જે કાંઈ બોધ કરે છે એ યથાર્થ નથી કરતા. કેમકે એમાં એટલું જ પ્રતિપાદન આવે છે કે માત્ર ભૂત-ભવિષ્યનું જાણવું એનું નામ કેવળજ્ઞાન છે. પણ એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. આઠમી લીટીથી લગભગ એ વિષય ચાલુ થાય છે. ૪૯૮ પાને.
જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને 'કેવળજ્ઞાન' જ્ઞાનીપુરુષોએ કહ્યું છે... જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું, લોકાલોકને જાણવું એવું મુખ્યપણે કહેવું નથી. જોકે કેવળજ્ઞાન લોકાલોકને નથી જાણતું એમ પણ અહીંયાં પ્રતિપાદન કરવું નથી. પણ મુખ્યપણે શાસ્ત્રકારને એવું કહેવું નથી. તો મુખ્યપણે શું કહેવું છે ? કે જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે.’ જે અત્યંત શુદ્ધ થવું કહ્યું છે તો અત્યંત શુદ્ધ કેવી રીતે થાય છે ? કે મુખ્ય તો આત્મસ્થિતિ-આત્મામાં સંપૂર્ણ સ્થિરતા થાય છે અને આત્મામાં સમાધિભાવ થાય છે, સંપૂર્ણ સમાધિદશા થાય છે એને કેવળજ્ઞાન જ્ઞાનીપુરુષોએ કહ્યું છે.
જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે,' એ પણ કહ્યું છે કે જગતનું જ્ઞાન થાય છે, લોકાલોકનું, ત્રણ કાળનું જ્ઞાન થાય છે પણ તે અપૂર્વ વિષયનું ગ્રહણ
Page #392
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૯
૩૭૩ સામાન્ય જીવોથી થવું અશકય જાણીને કહ્યું છે...' કયો અપૂર્વ વિષય છે ? આત્મસ્થિતિ અને આત્મસમાધિ એવો જે અપૂર્વ વિષય છે, અંતર્મુખનો વિષય છે, એ અંતર્મુખપણાનો વિષય સામાન્ય જીવોથી ગ્રહણ થવો અશક્ય જાણીને એને કેવળજ્ઞાનનું બાહ્ય અંગ દર્શાવ્યું છે.
એક કેવળજ્ઞાનની પર્યાયનો વિચાર કરવામાં આવે તો એના બે અંગ છે. એક એનું બહિરંગ છે એ લોકાલોક પ્રકાશક છે. એનું અંતરંગ છે તે કેવળ આત્મસ્થિરતા અને આત્મસમાધિ નિરવશેષ અંતર્મુખપણું એ એનું અંતરંગ છે. અંતરંગને જે જીવો નથી સમજી શકતા, કેમકે એ અજાણ્યા છે, એ વિષય પણ સૂક્ષ્મ છે અને અજાયો છે એટલે બીજા પદાર્થોને જાણે અને ઘણું જાણે એની જેમ મહત્તા છે. ગતમાં કોની મહત્તા છે ? ઘણું જાણે એની મહત્તા છે. થોડું જાણે એની એટલી મહત્તા નથી પણ ઘણું જાણે એની મહત્તા છે. કેવળી એક સમયમાં લોકાલોકને જાણે છે. એમ કરીને એને એ વિષયનું જ્ઞાન કરાવ્યું છે.
કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય.” એવા બાહ્ય દૃષ્ટિવાળાને પણ આત્માનું સામર્થ્ય સમજાવવા એમ કહે) કે જુઓ ! એક સમયમાં લોકાલોકને જાણે. કેટલું જ્ઞાનનું સામર્થ્ય ! કેટલું જ્ઞાનનું સામર્થ્ય ! પણ શાસ્ત્રકારે મુખ્યપણે એ વાત નથી કરી. મુખ્યપણે તો આત્મસમાધિની વાત કરી છે.
શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચમેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે કેવળજ્ઞાન” ને કેવળ-કોટી' કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. આ સંપ્રદાયની અંદર કેવળજ્ઞાન અને કેવળકોટી સંબંધીની કથા ચાલી હશે. “ઋષભદેવ ભગવાનને આમ હતું, “મહાવીર ભગવાનને અને એમના શિષ્યોને આમ હતું. તો એ વાત કાંઈક ભળતી છે. એમ કરીને એટલી સંમતિ પોતે આપી છે. આપણે સાંગોપાંગ કથા ન જાણીએ, પ્રસંગ ન જાણીએ ત્યાં સુધી એ વિષયનો પણ સરખો વિચાર ન થાય.
એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. આત્માના કોઈપણ નિશ્ચય ગુણધર્મનો નિષેધ કરવામાં આવે તો એક અંશનો નિષેધ થતા અંશીનો પણ નિષેધ થઈ જાય છે. એ ન્યાયે, એ સિદ્ધાંતે જો કેવળજ્ઞાનનો એકાંતે નિષેધ કરવામાં આવે તો એના આત્માનો નિષેધ કરવા જેવું છે.
લોકો હાલ કેવળજ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળજ્ઞાનની વ્યાખ્યા
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૪
રાજહૃદય ભાગ-૧૩ વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે;..’ એ ઉ૫૨ પણ કહ્યું કે, અત્યારે જે શાસ્ત્રવેત્તાઓ શબ્દબોધથી કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છે તે યથાર્થ નથી. એમ અત્યારે પણ કેવળજ્ઞાનની વ્યાખ્યા એ લોકો કરે છે એમાં વિરોધ દેખાતો હોય તો એ વાત ઠીક છે કે એમાં વિરોધ રહેલો છે. એની સાથે હું સંમત છું. તો તે સંભવિત છે.
કેમકે માત્ર જગતજ્ઞાન” તે કેવળજ્ઞાન”નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે.’ વર્તમાન પ્રરૂપણામાં એ અધૂરી વાત છે એમ કહેવું છે. માત્ર જગતને જાણે, લોકાલોકને જાણે, ત્રણ કાળને જાણે તે કેવળજ્ઞાન. એટલો જ જે વિષય પ્રરૂપણામાં ઉપદેશાય છે એ મર્યાદિત વાત છે. ખરેખર એટલું જ એનું સ્વરૂપ નથી અને મુખ્યપણે શાસ્ત્રકાર એ કહેવા પણ માગતા નથી.
‘કેમકે માત્ર જગતજ્ઞાન' તે કેવળજ્ઞાન'નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દૃષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશકય છે...' હવે આ પ્રકારનું તમને સમાધાન આપીએ છીએ તો એની સામે બીજી વિરોધવાળી વાત પણ દર્શાવવી જોઈએ, જે અમને ખ્યાલમાં આવે છે. લોકો આમ પણ દલીલ કરે, આમ પણ કહે, આમ પણ કહે. અને એ બધાનું સમાધાન જો દર્શાવવામાં આવે તો એ પત્ર ઘણો લાંબો લાંબો થઈ જાય. જોકે આ પત્ર પણ ઘણો જ લાંબો થયો છે. એટલે એ બનવું હાલ તરતમાં અશક્ય છે. તોપણ ‘તેથી સંક્ષેપમાં સમાધાન લખ્યું છે.’ તોપણ નીચે પ્રમાણે અમે સંક્ષેપમાં આ વિષય ઉપર સમાધાન તમને લખીએ છીએ. “સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છે ઃ–' કેવો શબ્દ વાપર્યો છે ? એમની ભાષા આગવી છે.
મુમુક્ષુ :– પોતાની સ્વતંત્ર શૈલી છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– પોતાની સ્વતંત્ર ભાષા શૈલી છે. ‘સમાધાનસમુચ્ચાયાર્થ આ પ્રમાણે છે ઃ–' એટલે અનેક પ્રકારના સમાધાનનો સમુચ્ચય અર્થ કરીએ તો આ પ્રકારે છે. બહુ સાદિ ભાષામાં આપણે એવું બોલીએ બધી વાતનો સરવાળો આટલામાં છે. આપણે સાદિ ભાષામાં શું કહીએ ? કે બધી વાતનો સરવાળો અમે આટલામાં મૂકી દઈએ છીએ. આ કહે છે કે બધા સમાધાનનો સમુચ્ચય અર્થ, સમુચ્ચય એટલે ભેગો કરેલો અર્થ નીચે પ્રમાણે છે. મુમુક્ષુ :– આખો નિચોડ.
-
Page #394
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૭૯
૩૭૫
પૂજ્ય ભાઈશ્રી :– નિચોડ મૂકી દીધો.
:
હવે અવતરણચિહ્ન કરીને લખે છે કે, “આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન' મુખ્યપણે છે...'' આ પોતે સીધી વ્યાખ્યા કરી કે “આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિને ભજે,..” એટલે જરાય મલિનતા ન રહે. પૂરેપૂરું નિરાવરણ શુદ્ધ જ્ઞાન થઈ જાય. કોઈપણ પ્રકારનો જ્ઞાનનો દોષ ન રહે. અલ્પત્વ પણ, અલ્પજ્ઞપણું પણ ન રહે. જ્ઞાનનો વિપર્યાસ તો ન રહે પણ અલ્પજ્ઞપણું પણ ન રહે, પરસન્મુખપણું પણ ન થાય. કાંઈ ન થાય. એકદમ અત્યંત સ્વભાવ સ્થિતિ, શુદ્ધ સ્થિતિ (થાય) તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે.
સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે...' એવી જે જ્ઞાનની સ્થિતિ તે સર્વ પ્રકારના રાગ-દ્વેષના અભાવમાં જ થાય. બીજી રીતે ન થાય. આ સ્પષ્ટ વાત છે. એમ કરીને એ સ્થાપ્યું છે કે અન્યમતિમાં પોતાના ઈશ્વરને આખા જગતના ત્રિકાળી જ્ઞાની, ત્રિકાળ વેત્તા તરીકે એ લોકો માને છે. અલ્પજ્ઞ નથી માનતા. એ તો સચરાચર બધું જાણે છે. એના જ્ઞાન બહાર એક પાંદડું હલતું નથી. એમ કહે. ઝાડનું એક પાંદડું ભગવાનની આજ્ઞા વિના હલતું નથી. એવી રીતે માને છે પણ સાથે રાગ-દ્વેષ જોડે છે. એમને પાછો આવો રાગ થયો, લાવ, મારા ભક્તોને બચાવું. વળી એવો દ્વેષ થયો કે આ ધર્મની હાનિ કરે છે માટે એનો હું નાશ કરું. ધર્મની ગ્લાનિ થાય અને સાધુને પરિત્રાણ ક૨વા માટે, સાધુ લોકોને બચાવવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું. ‘ગીતા’ની અંદર એ શ્લોક છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ...’ જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે પરિત્રાણાય સાધુનામ વિશાનાયચ દુષ્કૃતામ' જે દુષ્કૃત્ય કરનારા છે એનો નાશ કરવા માટે સંભવામિ યુગે યુગે.’ હું દરેક યુગે અવતા૨ ધારણ કરીશ. આમ ‘ગીતા’ની અંદર ‘શ્રીકૃષ્ણ’ના મુખેથી બોલાવડાવ્યું છે.
મુમુક્ષુ :– ‘ગીતા’ની મૂળ રચના કોની છે ?
પૂજ્ય ભાઈશ્રી :– આમ કહેવાય છે વ્યાસજીએ કરી છે એમ ગણાય છે. પણ એનું કોઈ Historical Proof નથી મળતું. પણ જે કીમતિ જેને કહીએ, દંતકથામાં વ્યાસજીનું નામ છે. પાત્રો ગોઠવ્યા છે. ‘શ્રીકૃષ્ણ’ અને ‘અર્જુન’ના સંવાદના બે પાત્રો ગોઠવેલા છે.
મુમુક્ષુ : જગ્યાએ આત્મા મૂકી દે...
પૂજ્ય ભાઈશ્રી :– હા, તો આવી જાય, તો આવી જાય. એમાં પણ સાંખ્યમાં
....
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૬
રાજહૃદય ભાગ-૧૩ તો એમાં આત્માની જ વાત લીધી છે. સાંખ્યમત જે છે એમાં આત્માના સ્વરૂપની વાત લીધી છે. એમાં અધ્યાત્મનો વિશેષ લીધો છે. વીતરાગભાવ લીધો છે. મનોકામના જેની છૂટી જાય છે અને આત્માથી આત્મામાં સંતુષ્ટ થાય છે એને સ્થિતપ્રજ્ઞ અમે કહીએ છીએ. એ બધી વાત લીધી છે.
શું કહે છે ? કે “સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાની છે; અને તે સંદેહ યોગ્ય નથી. અને જ્યારે રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય થઈ જાય અને શુદ્ધ જ્ઞાન સ્થિતિમાં જેટલું કાંઈ પ્રગટપણે જાણી શકાય અને એવી સ્થિતિ પ્રગટે તો એમાં કાંઈ શંકા કરવા જેવી નથી. નિર્મળતાને લઈને લોકાલોકનું પ્રતિબિંબ એમાં ઝળકે તો એમાં કાંઈ શંકા કરવા જેવી નથી.
શ્રી ડુંગર કેવળ-કોટી' કહે છે તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા. આજ્ઞાવર્તી પાંચસે કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જેને ડુંગર કેવળકોટી કહે છે એ કોઈ “મહાવીરસ્વામીના આજ્ઞાવર્તી પાંચસો શિષ્યો સંબંધમાં વાત કરી છે તો એ વાત કાંઈક સંભવિત છે. એ કાંઈક કોઈક ચર્ચાનો પ્રસંગ ચાલ્યો છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન' છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે.' આ પરમાર્થ છે. લોકાલોકને જાણે એમાં સીધો પરમાર્થ નથી. પણ જગતના જ્ઞાનનો લક્ષ છોડીને, લોકાલોકને જાણવાનો લક્ષ છોડી દઈને શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળજ્ઞાન છે અથવા જેની અંદર શુદ્ધ આત્મજ્ઞાન, અત્યંત શુદ્ધ સ્થિતિ જ્ઞાનની છે અને સ્વરૂપસમાધિ છે કે રાગ-દ્વેષનો ક્ષય થયો છે એ કેવળજ્ઞાન છે. એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે છે. એવું વિચારતાં એ આત્મદશા-આત્માને આત્મા તરફ વળવાની જે દશા છે એ દશાને એ વાત વધારે અનુકૂળ છે.
એટલે કેવળજ્ઞાનનું જે અંતરંગ છે એ કેવળજ્ઞાનના અંતરંગને મુખ્યપણે વિચારતા આત્મદશાને એ વધારે વિશેષપણું થવામાં લાભકારી છે. કેવળજ્ઞાનનું બહિરંગ વિચારતા એટલો કોઈ મતલબ સરતો નથી. ફક્ત એટલો દૃષ્ટિકોણ વિચારી શકાય કે આવું શુદ્ધ જ્ઞાન ક્યારે થાય કે જેમાં કયાંય અશુદ્ધિ ન હોય અને લોકાલોક અંદર પ્રતિબિંબિત થઈ જાય ? કે રાગ-દ્વેષનો ક્ષય થાય ત્યારે, જરા પણ રાગ-દ્વેષ ન રહે ત્યારે. એટલા પૂરતો પરમાર્થ લાગુ થાય.
એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે.” એ પ્રમાણે આ
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭૭.
પત્રાંક-૬૭૯ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. સમુચ્ચય સમાધાન લીધું ને ? સમાધાનસમુચ્ચય એ સંક્ષેપ આશય આ પ્રમાણે લીધો. હજી થોડુંક કહેશે. અહીંયાં મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા છે. એટલે કેવળજ્ઞાનમાં કયું પડખું મુખ્યપણે ઉપકારી થવા યોગ્ય છે એમ પારમાર્થિક દૃષ્ટિકોણને મુખ્ય કર્યો છે. જગતના જ્ઞાનને કેવળજ્ઞાનનો વિષય મુખ્ય ન કર્યો. કેમ ? કે અત્યારે એને આત્મદશામાં વિશેષપણું થવા માટે શું ઉપકારી છે ? એટલો અહીંયાં દૃષ્ટિકોણ વિચારીને મુખ્યતા કરી. એ જરા ધ્યાન ખેંચવા જેવો વિષય છે.
મુમુક્ષુ - મુમુક્ષુએ એ રીતે જ વિચારવું.
પૂજ્ય ભાઈશ્રી – હા, મુમુક્ષુએ એ રીતે જ વિચારવું. એટલે તો ધ્યાન ખેંચ્યું કે કેવળજ્ઞાનના સ્વરૂપને તમે એ રીતે વિચારો, જેમાં સંપૂર્ણ આત્મસમાધિ અને આત્મસ્થિરતા વર્તે છે. કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” એની મુખ્યતા કરો. જગતના જ્ઞાનની મુખ્યતા એટલા માટે નહિ કરો કે અહીંયાં મુમુક્ષુની ભૂમિકામાં અને છબસ્થ દશામાં જીવ ઘણું જાણવા જાય ત્યારે અનેક શેયો પ્રત્યે આકર્ષિત થઈને જાણવા જાય છે. અને એવી જે બાહ્ય પદાર્થોને જાણવાની કુતૂહલવૃત્તિ એ આત્માને સાધનામાં પ્રતિકૂળ છે અથવા એ પરરુચિ છે. આત્મરુચિમાં એ નથી જાતું. જેને આત્મરુચિ હોય એને ઘણું જાણવું, બહુ જાણવું, અનેક જાણવું એવી અન્ય અન્ય પદાર્થો વિષે રુચિ નથી રહેતી. એટલે પરરુચિ એ આત્માને અનુકૂળ નથી. મુમુક્ષુના આત્માને સ્વસ્વરૂપ રુચિ અનુકૂળ છે, પરરુચિ અનુકૂળ નથી. એટલે જગતના જ્ઞાન ઉપર વજન નથી દેતા. પણ સ્વરૂપસ્થિતિ ઉપર વજન દેવામાં આવે છે.
મુમુક્ષુ – જગતનું જ્ઞાન કરવા જાય તો એકત્વબુદ્ધિ છૂટે જ નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- એકત્વબુદ્ધિમાં તો પડ્યો છે અને પરરુચિથી તીવ્ર એકત્વબુદ્ધિ થયા કરે. ઘણું જાણવું... ઘણું જાણવું. ઘણું જાણવું ઘણું જાણવું... હજી આ જાણવું... હજી આ જાણું... હજી આ જાણું... એમાં પરરુચિ કેળવાય છે. આત્મચિ કેળવવી જોઈએ એના બદલે પરરુચિ મુમુક્ષુ કેળવે તો એને એ પોતાને આરાધનામાં બાધકભાવ છે. એ સ્વરૂપની સમીપ નહિ આવે, સન્મુખ નહિ થઈ શકે.
મુમુક્ષુ – શાસ્ત્ર છ કલાક વાંચવું જોઈએ તો કેવી રીતે વાંચવું? પૂજ્ય ભાઈશ્રી – શાસ્ત્ર છ કલાક વાંચવું તો સ્વલક્ષે વાંચવું. આત્મસ્વરૂપનું
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૩ લક્ષ થાય એના માટે વાંચવું અને આત્મસ્વરૂપનું લક્ષ થયું હોય તો એ લક્ષને મુખ્ય રાખીને વાંચવું અથવા શાસ્ત્રના શબ્દો વાચક છે અને એનું વાચ્ય છે એના ઉપર જ્ઞાનને લઈ જવું. એનું નામ શાસ્ત્ર વાંચવું છે. શાસ્ત્રના શબ્દો છે એ તો વાચક છે, એનું વાચ્ય પોતાનો આત્મા અને એનું વાચ્ય પોતાના આત્માનું આત્મસમાધિરૂપ કાર્ય. એ એનું વાચ્ય છે. આત્મા કેવો છે અને એની પ્રાપ્તિ કેમ થાય છે ? આ બે વાત છે એ એનું વાચ્ય છે. એ વાચ્ય ઉપર જ્ઞાનને લઈ જવું એનું નામ શાસ્ત્ર વાંચન છે. જો એમ ન થાય તો એ શાસ્ત્ર વાંચન નથી પણ બધી પછી પોથી ઉથલાવવાની વાત છે. શાસ્ત્રમાં પછી એવી જ વાત આવે કે એવી રીતે કોઈ શાસ્ત્ર વાંચીને પરમાર્થ ન સાધે, આ પ્રકારે પરમાર્થને ન સાધ, આત્મહિતને ન સાધે તો જેમ ગધેડા ઉપર કોઈએ શાસ્ત્રના ઢગલાને બોજો ઉપડાવે કે ભાઈ ! આ ૫૦-૧૦૦. શાસ્ત્રો છે અને આ જગ્યાએ લઈ જાવ. નાખો ગધેડા ઉપર મૂકીને, ઘોડા ઉપર મૂકીને. દાખલો તો ગધેડાનો જ દીધો છે. એમ આણે શાસ્ત્ર માથે ઉપાડ્યા છે. બીજું કાંઈ નથી. શાસ્ત્રનો બોજો ઉપાડ્યો છે, ભાર ઉપાડ્યો છે. જેમ ગધેડા ઉપર ભાર વેંઢારે એમ આણે મગજમાં ભાર વેંઢાર્યો છે. બીજું કાંઈ નથી. શાસ્ત્રની અનેક વાતો કરે છે પણ એણે કાંઈ પરમાર્થ સાધ્યો નથી.
મુમુક્ષુ - બીજાને સમજાવી તો શકે ને ?
પૂજ્ય ભાઈશ્રી :- બીજાને સમજાવી શકાય. પણ બીજો એનાથી સમજશે નહિ. એ માનશે એમ કે હું બીજાને સમજાવી તો શકું ને. પણ બીજો એનાથી સમજવાનો નથી. કેમકે એ પોતે) સમજ્યો નથી. કૂવામાં નથી અવેડામાં ક્યાંથી આવવાનું હતું?
મુમુક્ષુ :- ૧૩૯ પત્રમાં ખુલાસો કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમના જ પત્રમાં આવે છે. ખરી વાત છે. પાના નં)૨૨૭. નીચે છે ને ?
“અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે.' ઉપરથી ? નીચેથી. ચૌદ પૂર્વનું જ્ઞાન નિષ્ફળ થયું. મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલે ચૌદ પૂર્વનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો લખેલાંનાં પાનાં ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી... ઉપાડવા અને ભણવા એમાં કાંઈ અંતર નથી. લ્યો ! માથે ઉપાડવા કે
Page #398
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૭૯
૩૭૯ ભણવા. એમાં કાંઈ અંતર નથી. જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો.” બેય બોજો ઉપાડ્યો. એકે મનથી બોજો ઉપાડ્યો, બીજાએ શરીરથી બોજો ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. વાસ્તવિક લક્ષ્યાર્થ વિના. જે આત્માનું લક્ષ છે, અર્થ નામ પ્રયોજન, લક્ષ્યાર્થ એટલે લક્ષ થવાનું પ્રયોજન સર્યા વિના તે બધું જાણવું નિરૂપયોગી થાય એવી સમજણ છે. “અંબાલાલભાઈને પત્ર લખ્યો છે.
મુમુક્ષુ – મૂળ મુદ્દાની વાત લખી છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે શાસ્ત્ર વાંચવું એમાં બે વાત છે. બોજો ઉપાડવાનો નથી. લક્ષ્યાર્થ. આત્માનું લક્ષ થવું જોઈએ. જિનપદ નિજપદ એકતા.” લક્ષ્યનો વિષય શું છે ? “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, લક્ષ થવાને તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાઈ.” આ જિનપદ અને નિજપદ એક છે એવો લક્ષ થવા માટે બધા શાસ્ત્રો કહ્યા છે. હવે એવો લક્ષ ન કરે તો એણે શાસ્ત્રો વાંચ્યા નથી, બોજો ઉપાડ્યો છે. બીજું કાંઈ નથી. બીજાને સમજાવી તો ન શકે પણ સમજાવું છું એવો અભિનિવેશ જરૂર થાય. એને દુષ્ટ અભિમાન કહેવામાં આવ્યું છે.
મુમુક્ષુ – સમજાવી શકું એ ભાવ જ મિથ્યાત્વ દઢ થઈ ગયું. પૂજ્ય ભાઈશ્રી :- હા.
એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી...” જુઓ ! હવે પોતે એના ઉપર ખાસ ભલામણ કરે છે કે જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય...” કેમકે જગતના જ્ઞાનમાં તો આખા જગતને જાણવાની વાત આવી. એ તો પરરુચિમાં જાશે તારે. પણ “સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. આખા Paragraph આ મહત્ત્વનું વચન છે.
તમારે તો જેમ બને તેમ જગતના પ્રત્યેનો વિચાર છોડી..' તમને તો સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે.” આત્મજ્ઞાન કરવાનો પુરુષાર્થ કરો અને આત્મજ્ઞાન કેમ થાય તે દૃષ્ટિએ કેવળજ્ઞાનનો વિચાર કરો. જગતના જ્ઞાનને અને તમારે કાંઈ આગળ વધવા જેવું નથી. એ તો તમારી પરરુચિનો અનાદિનો વિષય છે. એને કાંઈ સમર્થન આપવા જેવું નથી અને એ રુચિનો વિકાસ કરવા જેવો નથી.
Page #399
--------------------------------------------------------------------------
________________
३८०
રાજહૃદય ભાગ-૧૩
જગતનું જ્ઞાન થવું તેનું નામ ‘કેવળજ્ઞાન’ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી.’ એ અર્થને તમારે મુખ્ય કરવો નહિ. તમારે માટે એ મુખ્ય ક૨વા માટે તમને લાભનું કારણ નહિ થાય. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે;...’ શાસ્ત્રકારોએ જગતના જીવોને વિશેષ લક્ષ થવા માટે. બહિર્દષ્ટિ જીવોને જ્ઞાનનું સામર્થ્ય બતાવવા માટે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે. અને તે કંઈ કલ્પિત છે એમ નહીં....' એમ હું કહેવા માગતો નથી કે એ વાત શાસ્ત્રાકારે ખોટી લખી છે. પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી.' કેવી સરસ માર્ગદર્શનની લાઈનદોરી આપી છે. એક જાણવાનો વિષય છે. એ અભિનિવેશ કરવાનો અને મુખ્યતા કરવાનો જરાય વિષય નથી. નહિતર તમે તો એની મારફત પરરુચિનું પોષણ કરી લેશો. કેવળજ્ઞાનની ચર્ચા ક૨શો અને તમારી પરરુચિનું પોષણ ક૨શો. એટલે એ તો કરવા યોગ્ય નથી.
‘આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે,...’ એટલે પોતાને Flow ઘણો છે. વિચારનો અંદર પ્રવાહ ઘણો આવ્યો છે, ઇચ્છા પણ થાય છે કે આમાં તો ઘણું લખી શકાય એવું છે. પણ અત્યારે તે ઇચ્છા રોકવી પડે છે. તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ.' હવે અવતરણચિહ્ન કરીને વળી લખ્યું છે. ફરી ફરીને.
આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન’ છે,’...’ આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી. જુઓ ! એમને આ મુખ્ય વાત કરવી છે. એટલે ભાર દઈને અવતરણ ચિહ્નમાં (લખ્યું છે). અવતરણ ચિહ્ન એટલા માટે આપ્યું છે કે અહીંયાં અમારું વજન છે કે “આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી...’’ એટલે તમામ પ્રકારનું શેયમાં શેયનિષ્ઠપણે હુંપણું થાય છે એ ટળી જાય.
‘સ્ફટિકની પેઠે...’ એકદમ શુદ્ધ સ્ફટિક, પારદર્શક હોય એની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન' છે.' એ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.” જિનાગમમાં જે વાત કરી છે એ બાહ્યષ્ટિ જીવો માટે વાત કરી છે. જે કેવળજ્ઞાનના અંતરંગને શુદ્ધ સ્ફટિક સ્વરૂપને નથી સમજતા એના માટે એવી વાત કરી છે. એનાથી પણ એને કાંઈ આકર્ષણ થાય કે એમ ! આવું સમર્થ જ્ઞાન હોય ! કે એક સમયમાં બધું જાણી લે ! એવું શાન શુદ્ધ
Page #400
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૭૯
૩૮૧ થાય ! એવું સમર્થ હોય ! તો એને કાંઈક વિચારમાં આવે અને બાહ્યદૃષ્ટિવાળાઓને એ બાજુ આકર્ષણ થાય. એટલા પૂરતી એ વાતને વારંવાર પણ કહેવામાં આવી છે. અત્રે શ્રી ડુંગરે કેવળ-કોટી’ સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી.” કેવળજ્ઞાનને છોડીને કેવળકોટી જ માત્ર કહેવી એ યોગ્ય નથી. કેવળકોટી એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની કક્ષામાં કોઈ જીવો આવી જાય છે. એવું થાય છે. કેવળજ્ઞાન-બેવળજ્ઞાન જેવું કાંઈ છે નહિ, એવું કાંઈક સ્થાનકવાસીમાં પ્રતિપાદન હશે. એવું કહેવું યોગ્ય નથી.”
અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. જે કેવળકોટીનો અર્થ તારવે છે એવો અમારો આત્મા સ્વીકારતો નથી. અમે માન્યું નથી એમ ન કીધું, અમે એવું માનતા નથી એમ ન કહ્યું. “અમે અંતરાત્મપણે પણ એવું માન્યું નથી. અમારો જે અંતરાત્મા છે, અંતર્મુખ થયેલો જે આત્મા છે એ આત્મા કેવળકોટીને કેવળજ્ઞાનની સાથે સ્વીકારતો નથી. કેવળકોટીની વાત જુદી છે, કેવળજ્ઞાનની વાત જુદી છે, એમ કહે છે.
કેમકે એમની પોતાની હયાતીમાં આવા તત્ત્વજ્ઞાન વિષયક પત્રો છે એ એક મુમુક્ષ, બીજા મુમુક્ષુ, ત્રીજા મુમુક્ષની વચ્ચે નકલો કરીને એનો સ્વાધ્યાય કરે અને એ રીતે Circulate થતા હતા. અને એમની આજ્ઞાથી થતા હતા. એમને પૂછીને કરતા હતા. પૂછ્યા વગર નહિ. કોઈ વખત કોઈ પત્ર એવો હોય તો કોઈના માટે પ્રતિબંધ પણ કરતા હતા કે હાલ તુરત તમારા આટલાએ જ વાંચવો અને બીજાએ આ પત્ર ન વાંચવો.
પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. કેમકે એ પ્રશ્ન હજી બીજા ઘણા પ્રશ્નનો ઉકેલ કર્યા પછી કેવળજ્ઞાનનો પ્રશ્ન હાથમાં લેવા જેવો છે. એટલે અત્યારે તો મૌન રહેવાય તો વધારે સારું એમ પણ રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમ ધારશો.” એટલે એમણે છ પ્રશ્નોના ઉત્તર આમાં આપ્યા છે. અને એ સિવાય પણ એમણે પ્રશ્ન લખ્યા હશે. ફાગણ વદ ૬ના પત્રની અંદર. એમાં છ પ્રશ્નના ઉત્તર આપ્યા છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમ ધારશો.’ રૂબરૂમાં તમે કરશો. એમ કરીને બીજા પ્રશ્નોનો ઉત્તર નથી આપ્યો. એ ૬૭૯મો પત્ર બહુ વિસ્તારથી આવ્યો છે. અને એમાં મુખ્યપણે જે બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે એ મુમુક્ષુ જીવને વર્તમાનમાં ઘણો પ્રયોજનભૂત છે. જ્ઞાનીની વાણી કેવી હોય, અજ્ઞાનીની વાણી કેવી હોય અને જ્ઞાની પણ જ્ઞાનીની
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૨
રાજહૃદય ભાગ-૧૩ વાણીને કેવી રીતે ઓળખે છે ? એ વગેરે.
મુમુક્ષુ -... પૂજ્ય ભાઈશ્રી :- મુખ્યપણે એવી વાત વારંવાર આવે છે. મુમુક્ષુ:
પૂજ્ય ભાઈશ્રી :- આવે છે, એ આવે છે પણ ઓલી વાત વધારે આવે છે. બાહ્યદૃષ્ટિ જીવોને એવું માહાસ્ય દર્શાવવા માટે અને કેવળજ્ઞાન પ્રત્યેનો કોઈ પુરુષાર્થ જગાડવા માટે એ વાત વારંવાર આવે છે. પણ મુમુક્ષુએ એ વાતને ગૌણ કરવા જેવી છે. અને કેવળજ્ઞાનના અંતરંગને મુખ્ય કરવા જેવું છે. એ આ આખા ઉત્તરનો જે મુખ્ય સારાંશ છે એ આ છે. બાહ્યદૃષ્ટિ જીવો માટે ભલે એ વાત હોય પણ હવે જ્યારે તમે કાંઈ આત્મજ્ઞાન માટે વિચારતા થયા છો અને આત્મજ્ઞાન પ્રાપ્તિની ભાવનાવાળા થયા છો તો કેવળજ્ઞાનના સ્વરૂપને એના અંતરંગથી વિચારજો, એના બહિરંગથી નહિ વિચારતા. એ જાણવાનો વિષય કરીને ગૌણ રાખવો. આદરવાનો વિષય અંતર્મુખ થવાનો છે અને મુખ્ય કરજો. એમ કહેવાનો અભિપ્રાય છે.
મુમુક્ષુ – ગુરુદેવે એટલે જ પરને જાણવાનો કડક ભાષામાં નિષેધ કર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. જીવન પરની રુચિ બહુ છે ને ? પરની રુચિ બહુ છે. એટલે પરની રુચિ છોડાવવી છે. જીવને કુતૂહલબુદ્ધિ એટલી બધી છે કે શાસ્ત્રજ્ઞાનના અભ્યાસીઓને પણ ઘણા શાસ્ત્રો વાંચીને ઘણું જાણવાનું મળે તો સારું, આવો જ એક લોભ થાય છે. એ પણ એના જ્ઞાનને વિકાસ થવામાં, પારમાર્થિક દૃષ્ટિએ તો પ્રતિકૂળ છે, અનુકૂળ નથી. આત્મજ્ઞાન ભણી વળાય અને આત્મજ્ઞાન ભણી વળવામાં જે પાયા હાથમાં આવે એ પકડવા જોઈએ. ગુરુદેવની ભાષામાં કહીએ તો પાયા પકડવા અનુભવ થાય એના પાયા પકડવા. તો અનુભવ થાશે. અનુભવ ઉપર જાવું, જાણવા ઉપર ન જાવું. અનુભવ વેદવાનો વિષય છે, જાણવાનો વિષય નથી. જાણવું એમાં ગર્ભિત છે પણ મુખ્યપણે એ વેદવાનો વિષય છે. એના ઉપર જાવું. એ ૬ ૭૯ (પત્ર પૂરો) થયો.
Page #402
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૦
૩૮૩
પત્રાંક-૬૮૦
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૫ર
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો?
હે કૃપાળ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તમાન વિદ્યમાન વરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય?
ઓ દુષમકાળના દુભાંગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુખી થતા જગતના જીવોની પરમ કાર્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
ૐ શ્રી મહાવીર (અંગત)
Page #403
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
૬૮૦. ૬૮૦મો પત્ર અંગત છે. ઘણું કરીને આ લખાણ એમની Dairyનું છે. પણ મિતિ મળી છે એટલે અહીંયાં ગોઠવ્યું લાગે છે. પણ કોઈને ઉદ્દેશીને લખ્યો હોય એવો આ પત્ર નથી. પોતે કોઈ કારુણ્યવૃત્તિથી અને આત્માની મસ્તીથી બે વાત ભેગી કરી છે. આત્માની મસ્તી અને બીજા જીવો, જગતના જીવો ઉ૫૨ કરુણાબુદ્ધિ. એ બે વાતથી પ્રેરાઈને આ લખાણ પોતે Dairyમાં લખ્યું હોય. ચૈત્ર સુદ ૧૩. મહાવીર જ્યંતી, લ્યો. ચૈત્ર સુદ ૧૩ બરાબ૨ મહાવીર જયંતી. ‘ગુરુદેવ’નો પરિવર્તન દિન છે. તે દિવસે એમણે ૧૯૫૨માં લખ્યું છે. ૪૭ ને ૫ = ૫૨. ૯૫ વર્ષ થયા. ૯૫ વર્ષ પહેલાનું આ લખાણ છે.
ૐૐ, જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી...' અમે કેવી રીતે ઉપડ્યા હતા ? ક્યાંથી લીધું ? કે પરિપૂર્ણ શુદ્ધ થવું, એ સિવાય કોઈપણ વસ્તુની પ્રાપ્તિ અમારે કરવી નથી. અમારે કોઈની ઇચ્છા નથી. અહીંથી શરૂઆત કરી હતી. પૂર્ણતાને લક્ષે શરૂઆત કરી હતી. જેની... એટલે પોતાની. પોતાની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી...' શરૂઆત થઈ ત્યારથી જ. અને હવે તો અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે,...’ ઇચ્છા નિવૃત્ત થઈ છે, હોં ! ભાવના તો રહે છે. પણ ઇચ્છા નિવૃત્ત થઈ છે. એટલે એ જાતનો વિકલ્પ નથી. એમ.
૩૮૪
મુમુક્ષુ :– જ્ઞાનીઓને આવા જ ભાવ આવતા હોય છે.
-
પૂજ્ય ભાઈશ્રી :– હા. આ તો સહજ છે ને !
અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે,...' મોક્ષની ચિંતા પણ નિવૃત્ત થઈ છે. તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?” આ બધા ઈશ્વર પાસે, ભગવાન પાસે માંગે છે ને ? તો કહે છે કે હે નાથ ! તું તુષ્ટમાન-પ્રસન્ન થઈને શું આપી દેવાનો હતો ? બહુ બહુ તો તું બધાને મોક્ષ પમાડે છો. પણ હવે અમારે તો મોક્ષની ઇચ્છા પણ નથી રહી. અમને એવો આત્મા મળી ગયો છે અને એ આત્મામાં એવી અમારી રમણતા વર્તે છે, અખંડ સ્વરૂપમાં એવી રમણતા વર્તે છે કે હવે આ પર્યાય આમ થાય તો ઠીક. એવો વિકલ્પ છૂટી ગયો છે.
મુમુક્ષુ :- મોક્ષસ્વરૂપ જ થઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી :- મોક્ષસ્વરૂપ જ છે. અથવા મોક્ષપદથી અનંત ગુણસ્વરૂપ જે આત્મા છે એમાં અમારી રમણતા વર્તે છે. હવે અમારે શું જોઈએ ? આત્મા મળી
Page #404
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦
૩૮૫
ગયા પછી અમારે શું જોઈએ ? અમારા આત્મામાં તો મોક્ષ ક૨વાનો બાકી નથી, એમ કહે છે. જે આત્મામાં અમે રમણતા કરીએ છીએ-પરમપારિણામીકભાવમાં૫૨માત્મતત્ત્વમાં. એમાં કાં મોક્ષ ક૨વાનો છે ? ‘યોગીન્દ્રદેવે’ શું કહ્યું ? કે જે બંધાયો હોય તેનો મોક્ષ થાય. પણ હું તો બંધાયો નથી પછી મારો મોક્ષ કેવી રીતે કરવાનો હતો ? હું તો અબદ્ધસ્પષ્ટ છું. એટલે હવે તારે પ્રસન્ન થઈને પણ શું આપવાનું બાકી રહે છે ? મારે તો કાંઈ લેવાનું બાકી નથી રહ્યું. તારે શું આપવાનું બાકી રહે છે ? શૈલી અસાધારણ શૈલી છે !
હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે...' હવે શુદ્ધાત્માને કૃપાળુ આત્મા કહ્યો છે. એણે પરિણમવાની કૃપા કરી છે ને ! હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે...' હવે તો હું તારા સ્વરૂપમાં વસી ગયો છું, અભેદ સ્વરૂપમાં અભેદ થયો છું. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી....' બે વચ્ચે લેવા દેવાનું હોય. લેવા દેવાનો વ્યવહાર કોની વચ્ચે હોય ? બે જણ હોય તો. પણ હું ને મારું સ્વરૂપ તો એક જ છીએ. એમાં મારે હવે લેવાનું શું ? અને દેવાનું શું ? કાંઈ લેવા દેવાનો પ્રશ્ન મારામાં ઉપસ્થિત થતો નથી.
હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.’ હવે અમને કાંઈ મેળવવાની આકુળતા નથી. એટલે અમે પરમાનંદમાં બિરાજમાન છીએ. આ એમણે પોતાનું નિશ્ચય પરિણમન લીધું છે. દ્રવ્યદૃષ્ટિની વાત કરી છે એમ કહો કે પોતાના નિશ્ચય પરિણમનની વાત કરી છે. અમે તો અભેદસ્વરૂપમાં અભેદ થયા છીએ અને કાંઈ ભેદ અમારા સ્વરૂપ સાથે અમને નહિ વર્તતો હોવાથી અમારે કાંઈ લેવા-દેવાનું હવે કોઈની સાથે બનતું નથી. પરનું લેવા દેવાનું બનતું નથી. અમારા આત્મામાં તો અમારો પરિપૂર્ણ શુદ્ધાત્મા છે. પૂર્ણ આત્મામાં પૂર્ણપણે અમે તો જાણે આવી ગયા છીએ, હવે અમારે કાંઈ લેવા-દેવાનું રહેતું નથી. આટલી નિશ્ચયની વાત સ્થાપ્યા પછી હવે વ્યવહારની વાત કરે છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો,..’ જગતના અજ્ઞાની જીવો છે એ પોતાના આત્મકલ્યાણના માર્ગને અને પોતાના ૫૨માર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહિ સમજનારા છે. તે પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી,...’ પોતાની મતિકલ્પનાથી કલ્યાણના માર્ગને કલ્પે છે. અને એ કલ્પના પ્રમાણે વિવિધ ઉપાયોમાં પ્રવર્તન...' કરે છે. અને તેમ પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૬
રાજહૃદય ભાગ-૧૩ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. આ વ્યવહારની વૃત્તિ કેવી છે ! નિશ્ચયવૃત્તિ કેવી છે? વ્યવહારની વૃત્તિ કેવી છે! અરે.! જગતના જીવો. અને કેટલાક તો એવા ભોળા જીવો છે. સાવ ભોળા. અમારા મહારાજે અમને આ બતાવ્યું કે તમે આ વર્ષમાં વર્ષીતપ કરો અથવા મા ખમણના ઉપવાસ કરો, આટલા વર્ષ સુધી કરો, તમારા તપથી એવી કર્મની નિર્જરા થઈ જશે ને કે તમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. અમારા મહારાજે અમને બતાવ્યું. અને આ તો ચોખ્ખો ત્યાગ છે. દેહને પણ ખોરાક ન આપવો આથી મોટો ત્યાગ કયો હોય ? જેને એમ કહેવાય ને કે ભાઈ ! દેહને ટકવાનું સાધન છે, અન તો પ્રાણ છે. એ અન છોડ્યા અમે. એટલો ત્યાગ કર્યો. પછી તો તપથી કર્મની નિર્જરા થવી જોઈએને. અમે અમારા મહારાજે કહ્યું એ પ્રમાણે એવી નિષ્ઠાથી પાલન કરીએ છીએ. એટલી શ્રદ્ધાથી. ત્યારે જ્ઞાની કહે છે કે, એ બિચારા પોતાની કલ્પના પ્રમાણે ઉપાય કરીને પ્રવર્તન કરે છે. એ મોક્ષ પામવાને બદલે સંસાર વધારે છે. શું કરે છે? જે મોક્ષનો માર્ગ નથી અને મોક્ષનો માર્ગ માને છે એ ગૃહીત મિથ્યાત્વ થયું.
મુમુક્ષુ :- દર્શનમોહ કયારે દૃઢ થઈ જશે...
પૂજ્ય ભાઈશ્રી - ચારિત્રમોહ મંદ થાય અને દર્શનમોહ દઢ થઈ જાય. કેમકે ગૃહીત સુધી વયો જાય.
મોક્ષમાર્ગ નથી એને મોક્ષમાર્ગ માની બિચારા સંસારમાં પરિભ્રમણ કરતા જાણી “નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે. જુઓ ! કાંઈ અમારે કારણ નથી. એને સત્યમાર્ગમાં વાળવા માટે અમારે કોઈ પક્ષાપક્ષી નથી. કે તમે એ પક્ષમાં ગયા છો માટે આ પક્ષમાં આવો એવું કાંઈ નથી. કોઈ કારણ નથી. બિલકુલ નિષ્કારણ. એકલી માત્ર કરુણા છે. તમારું આત્મહિત થાય એ સિવાય બીજી કોઈ કરુણા નથી. અમારા હૃદયમાં સર્વ જગતના જીવોનું આત્મકલ્યાણ થાય એમાં કોઈ બીજું કારણ નહિ. નિષ્કારણપણે એવી ભાવના સર્વ જીવો પ્રત્યે વર્તે છે અને એ કરુણાશીલતાને કારણે અમારું હૃદય તો રડી ઊઠે છે કે અરે.રે.! બિચારા આત્મકલ્યાણનો માર્ગ સમજીને અકલ્યાણને સાધ છે, સંસારને સાધે છે. અમને તો રડવું આવી જાય છે. અમારું હૃદય તો રડી ઊઠે છે. એટલી કરુણા આવે છે.
હવે સાચા માર્ગે આવવા માટે એમ કહે છે કે વર્તમાન વિદ્યમાન વરને ભૂલી જઈ...” વર્તમાનના વિદ્યમાન વીરને ભૂલી જઈને એ પોતાને માટે લખે છે. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન
Page #406
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦
૩૮૭
કાંથી થાય ?” ભૂતકાળમાં જે મહાવી૨’ થયા એનું સ્વરૂપ એ કયાંથી જાણવાના હતા ? સ્વરૂપ જાણે તો સ્વરૂપનું દર્શન થાય ને ? જે પ્રગટ મહાવી૨’ છે એને ઓળખતા નથી. જે વિદ્યમાન છે, પ્રગટ છે, સામે છે એને ઓળખતા નથી અને જે ચાલ્યા ગયા છે એને શોધે છે. કે મહાવીર' કેવા હશે ? આપણા મહાવીર’ કેવા થયા હશે ? કેવા આપણા મહાવીર' હશે ? પણ ક્યાંથી તને પત્તો લાગવાનો હતો ? એ બહુ સારી વાત લીધી છે.
=
મુમુક્ષુ :– પાયધુની રોડ ૫૨... મહાવીર જયંતીને દિવસે વરઘોડો નીકળેલો, ત્યારે નાચતા હતા બધા. ત્યારે એ જોઈને
પૂજ્ય ભાઈશ્રી :- અચ્છા, એમ છે. લ્યો ઠીક ! મુંબઈ’ની અંદરથી પત્ર લખ્યો છે ને ? એટલે મહાવીર જ્યંતીમાં ત્યાં જૈનોની મોટી રથયાત્રા નીકળી હશે એની અંદર બધા ગાજા-વાજા બધું નાચકૂદ થાતી હશે. મહાવીર-મહાવી૨. જ્ય મહાવીર, બોલો મહાવીર, બોલો મહાવીર, મહાવીર ભગવાનનો જ્ય, ફલાણું જ્ય, મહાવી૨ શાસનનો જ્ય. પણ શું મહાવી૨ ? કયા મહાવીરને ગોતે છે ? મહાવી૨ તો અહીંયાં બેઠા છે. કરુણાબુદ્ધિ આવી છે ને ! બહુ સરસ આશય કહ્યો છે.
પત્ર-૫૦૪માં જુઓ ! પાનું-૪૦૬. પત્ર-૫૦૪. ૨૭મું વર્ષ. આ૫ણે કાલે ચાલી ગયું ને ? એની નીચેનો Paragraph. બીજો Paragraph. ‘કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે; અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે.’ આ પત્ર ૧૯૫૦ના વૈશાખમાં લખ્યો છે. કોઈ પ્રગટ કારણને અવલંબી....' એટલે પ્રગટ સમ્યગ્દષ્ટિને ઓળખીને, અવલંબીને, સત્પુરુષને જાણીને, વિચારીને. એના ઉપરથી પોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને...' ભલે એની સર્વજ્ઞતા ન ઓળખાય. પણ એનું સમ્યક્ત્વ ઓળખાય. સમ્યગ્દષ્ટિપણે એની જે ઓળખાણ થાય એનું બહુ મોટું ફળ છે. એનું ફળ નિર્વાણપદ છે. અને જો એમ ન થાય એટલે કે પ્રગટ સત્પુરુષને ન ઓળખાય, તો ભલે મહાવી૨’ ભગવાન સર્વજ્ઞ હતા અને ‘આદિનાથ’ ભગવાન સર્વજ્ઞ હતા, ચોવીસ તીર્થંકર સર્વજ્ઞ હતા એ સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્માસંબંધી ફળ નથી. એમ અમારા અનુભવમાં આવે છે.
હવે બીજી વાત કરે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ... હવે માનો કે કોઈ સર્વજ્ઞ પ્રત્યક્ષ હોય ત્યારે પણ ‘કોઈ કારણે....' પછી બધાને લાગુ પડશે. ‘કોઈ
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૮
રાજહૃદય ભાગ-૧૩
કારણે, કોઈ વિચારે, અવલંબને સમ્યગ્દષ્ટિસ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઈ જાતિ ( ) ભેદ થતો નથી.’ પછી એ સર્વશની ગમે તેટલી સેવા કરે કે સેવા ન કરે, બધું એને માટે સરખું છે. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે.’ આ જરા મહત્વનો વિષય છે.
સર્વજ્ઞને પણ સમ્યગ્દષ્ટિપણે ઓળખ્યા તેં ? સર્વજ્ઞ હોય ત્યારે પણ. અને સમ્યગ્દષ્ટિના પ્રગટ સ્વરૂપથી તેં સર્વજ્ઞને ઓળખ્યા ? તો આત્મપ્રત્યયી કાંઈ ફળ છે. કહેવાનો આશય એ છે કે સમ્યક્ત્વથી માંડીને સર્વજ્ઞપણા સુધીમાં જે સામાન્ય મુદ્દો છે એ સમ્યક્ત્વનો છે. સમ્યક્ત્વ સામાન્ય છે, સમ્યગ્દર્શન સામાન્ય છે. અહીંથી આ માર્ગ શરૂ થાય છે અને અહીંથી આ માર્ગની ઓળખાણ થવી જોઈએ. તો સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણ્યાનું ફળ છે. નહિતર સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણ્યાનું, સેવા કરવાનું કોઈ ફળ નથી. આત્માને એ ફળ નથી આવતું. આત્મલાભમાં કોઈ ફળ નહિ આવે. આ ૫૦૪ પત્રમાં બહુ ગંભીર વાત કરી છે.
:– આ રીતે ન જાણે તો
મુમુક્ષુ
પૂજ્ય ભાઈશ્રી :– એનું અનુસંધાન અહીંયાં મળે છે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને. વીરમાં તો તારે શું જોવાનું હતું ? સમ્યક્ત્વ જોવાનું હતું, સમ્યગ્દર્શન જોવાનું હતું. એ તો અહીંયાં વિદ્યમાન છે. એને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વી૨ને શોધવા માટે આથડે છે. ભગવાન વીરના શાસ્ત્રો કેવા છે ? એની અંદર શું શું વાત કરી છે ? કેવી કેવી વાત કરી છે ? એ જીવોને મહાવી૨’નું દર્શન ક્યાંથી થવાનું હતું ? એને કોઈ રીતે ભગવાન મહાવી૨’ના દર્શન થવાના નથી. મહાવીર... મહાવીર’ કરીને ભલેને ગમે તેટલી ધૂન મચાવે. મુમુક્ષુ ઃવર્તમાન વિદ્યમાન વીર એટલે પોતાનો શુદ્ધ સ્વભાવ....
પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં તો એમણે પોતા માટે લખ્યું છે. કા૨ણ કે વર્તમાન વી૨ને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વી૨ને શોધવા માટે (કયાં આથડો છો) ? પોતાનો આત્મા લઈને એમણે પોતાના માટે કેમ લખ્યું છે કે નીચે એમ લખે છે કે અમે અમૃતસાગર છીએ. તમે અમારા શરણે આવો. અમે અમૃતસાગર છીએ, અમે તમારા માટે કલ્પવૃક્ષ છીએ, અને પરમશાંતિના ધામરૂપ છીએ. કેમકે અમે ૫૨માત્મસ્વરૂપ થયા છીએ. એ બધી વાત નીચે લખી છે. એ પોતા ઉપર વાત લીધી છે, પોતા ઉપર લખી છે.
...
Page #408
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦
૩૮૯
મુમુક્ષુ :– છેલ્લી ત્રણ લીટીમાં ખુલાસો લખ્યો છે. પૂજ્ય ભાઈશ્રી :– હા. સ્પષ્ટ ખુલાસો લખ્યો છે.
‘ઓ દુષમકાળના દુર્ભાગી જીવો !' અત્યારે દુષમકાળ છે એના હૈ દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.’ તમારે જો કલ્યાણ-શ્રેય એટલે કલ્યાણ કરવું હોય તો આ વિદ્યમાન મહાવીર’ બેઠા છે એની નજીક આવો. તમે એને શ૨ણે આવો તો તમારું આત્મકલ્યાણ થાય. ભગવાન મહાવીરે’ જે મોક્ષનો માર્ગ દર્શાવ્યો એ માર્ગ અમે દર્શાવીએ એટલું સામર્થ્ય છે અને એ માર્ગ સ્પષ્ટપણે જાણ્યો છે, વેદ્યો છે, અનુભવ્યો છે અને અત્યારે કોઈ એ માર્ગને પ્રગટપણે કહેનાર જોવામાં આવતા નથી. એમ જાણીને એ વાત અમે કરી છે.
મુમુક્ષુ ઃ– ફાટ ફાટ અનુભવનું જોર આવવું જોઈએ ...
=
પૂજ્ય ભાઈશ્રી :– ઘણું જોર છે. પોતાને ઘણું જોર આવ્યું છે. ઘણું જોર છે. મુમુક્ષુ :- પ્રત્યક્ષ જ્ઞાની...
પૂજ્ય ભાઈશ્રી :– પ્રત્યક્ષ જ્ઞાની પોતે એમ લીધું છે. પ્રત્યક્ષ જ્ઞાની પોતે.
એમ છે, ઘોર અંધકાર હોય. કોઈ જંગલની અંદર એવો ઘોર અંધકાર હોય કે પોતાની હથેળી–હાથ ન દેખાય. આંખની સામે હાથ આવે તો પોતાનો હાથ પોતાને ન દેખાય. હવે માણસ એમાં ભૂલો પડી ગયો હોય. એવા ઘોર અંધકા૨માં ભૂલો પડી ગયો. અને એવો આથડે, પડે, આખડે અને આથડે. એમાં ક્યાંક પ્રકાશની એક કિરણ જોવા મળે તો એને એમ થાય કે અહીંથી રસ્તો મળશે. અત્યારે એવી પરિસ્થિતિ છે. કેમકે ચાંય મોક્ષમાર્ગ નથી. લોપ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ છે. સંપ્રદાયો સાવ અંધકારમાં છે. એમાં આવા કોઈ સત્પુરુષ જાગે ત્યારે પ્રકાશનું એક કિરણ મળે. એને કહે છે કે જો બચવું હોય તો આ બાજુ આવો. બચી જાવું હોય તો આ બાજુ આવો. મોક્ષમાર્ગ ખુલ્લો છે, હજી પણ ખુલ્લો છે. અમે પ્રાપ્ત કર્યો છે અને તમે પ્રાપ્ત કરી શકશો.
મુમુક્ષુ :- ૯૫ વર્ષ પહેલાની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી :- ૯૫ વર્ષ પહેલાની વાત છે. બહુ જબરદસ્ત વાત લખી છે. અને જેવા તેવાનું કામ નથી. એમ લખે કે અમે વર્તમાનના મહાવીર' છીએ. ભૂતકાળના ‘મહાવી૨’ને શોધવા તમે ભ્રમણામાં કચાં પડો ? એમ પત્તો નહિ લાગે, એમ કહે છે. એવી રીતે તમે મહાવીર' ભગવાનના શાસ્ત્રો છે અને એ વાંચીને
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૦
રાજહૃદય ભાગ-૧૩ અમે અંદરથી કાંઈક “મહાવીર ભગવાનને પામી જઈએ, “મહાવીર ભગવાનના માર્ગને પામી જઈએ. એ ભ્રમણામાં તમે નકામા ભટકો નહિ. કાંઈ પત્તો લાગવાનો નથી. કેમકે પ્રગટ સત્પરુષને ઓળખ્યા વગર) કેવી રીતે અજાણ્યા માર્ગની અંદર કોઈ રીતે પ્રવેશ કરે ?
મુમુક્ષુ :-- પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. ૧૬૫ પાનું કેટલામું છે? ૧૬૫ પાને.
૨૦મું વર્ષ છે. “ચત્રભુજ બેચર,....” આ એમના બનેવી છે. તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી.” ૨૦મા વર્ષમાં બહુ વૈરાગ્યમાં છે. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તોપણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઈ. લખી શકું છું. હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું, વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર. મસ્તી તો ઘણી ઊપડી છે.
મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. પાછળમાં પહેલી લીટી છે. હું “મહાવીરનો ધર્મ ચલાવીશ નહિ. “મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. પણ એ ધર્મને હવે સ્થાપન કરીશ. મારો ધર્મ એમણે ચલાવ્યો હતો. આત્માનો ધર્મ ચલાવ્યો હતો. એવી શૈલી તો બહુ કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો.’ કોઈને કહેતા નહિ. આ તો તમને લખું છું. આખી દુનિયામાં ફરીને આ ધર્મ પ્રવર્તાવવો છે. એ વખતે એમને ધર્મ પ્રભાવનાની ભાવના ઘણી આવી છે. બહુ મસ્તીમાં કાગળો લખેલા છે. અહીં સુધી રાખીએ...
મુમુક્ષુ :- આ અનુભવ પહેલાં...
પૂજ્ય ભાઈશ્રી – હા. એકદમ Line નું બહુ સારુ અનુસંધાન થઈ ગયું છે. યથાર્થ વિચારણા આવી છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦
૩૯૧
તા. ૨૬-૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૦ થી ૬૮૨
પ્રવચન નં. ૩૦૯
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક ૬૮૦, પાનું-૪૯૯. ફરીથી પત્ર લઈએ. કોઈને ઉદ્દેશીને નહિ, પોતાના અંગત હૃદયની વાત કરી છે. એક બાજુથી દૃષ્ટિની ખુમારી છે, બીજી બાજુથી જગતના જીવો પ્રત્યેની કારુણ્યવૃત્તિ છે. એક નિશ્ચય પરિણમન છે, એક સાધકદશાનું વ્યવહાર પરિણમન છે. બંને પરિણમન એકસાથે બંને પ્રકાર સાધકદશામાં વર્તે છે એથી એ બંને હોવા યોગ્ય છે, હોવા યોગ્ય છે. એમાં કોઈ વિરોધ નથી પણ અવિરોધપણું છે. એ વિષય લક્ષમાં લેવા જેવો છે.
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી. પહેલેથી. આખું જીવનનું ધ્યેય બદલી નાખેલું છે. આત્માની પરિપૂર્ણ શુદ્ધિ કરવી છે. આત્માની પૂરી શુદ્ધિ કરવા સિવાય જીવનમાં બીજું કોઈ મારે કર્તવ્ય નથી. એવી રીતે જે મુમુક્ષુની ભૂમિકા શરૂ થાય છે, ઉપાડ આવે છે. એટલે પહેલેથી જ જેની
જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી.” જગતની કોઈપણ વસ્તુ ઇચ્છતા નહોતા. સુખ માટે કોઈ સ્પૃહા નહોતી કે આવા સંયોગો હોય તો હું સુખી રહું, મને વાંધો ન આવે. પણ એ સંયોગો પ્રાપ્ત થયા પછી પણ અનેક પ્રકારની આકુળતાથી જીવ ગ્રસિત થયેલો પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. પોતે પણ અને બીજા પણ. એટલે એ બધો તમામ વિવેક કરીને જગતની કોઈ પણ વસ્તુની જેને પહેલેથી સ્પૃહા ને ઇચ્છા નહોતી. અને એ કારણે જેને અખંડ સ્વરૂપમાં રમણતા થઈ. એવું જીવન જેણે બદલી નાખ્યું. અને તેથી પોતાના “અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે... કેમકે મોક્ષ થવાનો છે એ ખ્યાલમાં છે તોપણ વૃત્તિમાં અપેક્ષા નથી. વૃત્તિમાં અપેક્ષા એટલા માટે નથી કે વૃત્તિને એથી અનંતગુણવિશિષ્ટ પોતાનું અખંડ સ્વરૂપ રમણતા માટે મળી ગયું છે. વૃત્તિ સ્વરૂપમાં રમણતા કરે છે. અને સ્વરૂપમાં રમણતા થતી હોવાથી એ વૃત્તિને હવે આથી વધારે કાંઈ જોઈતું નથી. આથી વધારે કોઈ છે પણ નહિ અને આથી વધારે કાંઈ જોઈતું પણ નથી.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૯૨
રાજહૃદય ભાગ-૧૩ મુમુક્ષુ:- તૃપ્ત થઈ ગયા.
પૂજ્ય ભાઈશ્રી - તૃપ્તિ થઈ ગઈ. સ્વરૂપમાં રમણતા થવાથી તૃપ્તિ થાય જ, ન થાય એવું બને નહિ. એટલે મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, મોક્ષની ભાવના નિવૃત્ત નથી થતી પણ ઇચ્છા નિવૃત્ત થાય છે.
ઇચ્છા અને ભાવનામાં શું ફરક છે? કે ભાવનામાં તો મોક્ષ થવાના પુરુષાર્થ સહિતની પરિણતિ વર્તે છે. એને ભાવના કહીએ. અને જેને પુરુષાર્થ નથી વર્તતો પણ માત્ર રાગ થયા કરે છે કે મને મોક્ષ મળે તો સારું. હું મોક્ષમાં જાઉ તો સારું, મોક્ષની પ્રાપ્તિ થાય તો સારું એવો વિકલ્પ, એવો કોરો રાગ તે ઇચ્છા છે.
મુમુક્ષુ - ઓલામાં વલણ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી - પેલામાં તો પ્રયત્ન-પુરુષાર્થ વર્તે છે. અને એ પુરુષાર્થને લઈને એકાગ્રતારૂપ નિશ્ચયભાવના પણ વર્તે છે. નિશ્ચયભાવના સહિતના મોક્ષના વિકલ્પને ભાવનાનો ઉપચાર આવે છે. ખરી ભાવના તો સ્વરૂપમાં એકાગ્રતા થઈ તે છે. પણ પછી જે મોક્ષ પ્રત્યેની ભાવના આવે એને ભાવના કહેવાનો ઉપચાર છે.
મુમુક્ષુ - પુરુષાર્થ મોક્ષનો ચાલે છે? પૂજ્ય ભાઈશ્રી:- હા. મુમુક્ષુ – પણ મોક્ષની ઇચ્છા નથી?
પૂજ્ય ભાઈશ્રી – ઇચ્છા નથી. અને એ પ્રકારે જેનો પુરુષાર્થ ચાલે એને જ મોક્ષની પ્રાપ્તિ થાય. અથવા જેની દૃષ્ટિ આત્મા ઉપર છે અને જેની દૃષ્ટિ વર્તમાન કે ભૂત-ભવિષ્યની એકેય પર્યાય ઉપર નથી. એને સાધકદશા હોય છે. સાધકદશામાં ભૂત-ભવિષ્ય-વર્તમાન કોઈ પર્યાય ઉપર દૃષ્ટિ ન હોય. ભવિષ્યની શુદ્ધ પર્યાયો ઉપરની ભાવના આવે એ ભાવના એટલા માટે કહેવાય કે સ્વરૂપમાં એકાગ્રતારૂપ ભાવના વર્તે છે માટે માટે એ ભાવનાને ભાવના કહેવાય છે. એમ ન હોય અને માત્ર વિકલ્પ થાય તો એમ કહેવાય કે આને રાગ છે, ઇચ્છા છે. પણ એ ઇચ્છા પણ નિવૃત્ત થઈ ગઈ છે.
સર્વોત્કૃષ્ટપદ તો મોક્ષનું છે. હવે એની પણ જ્યાં તમા નથી રહી, દરકાર નથી રહી. તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?' પ્રસન્ન થઈને તે બધાને મોક્ષ આપ છો. પણ હવે અમારે તો એની પણ કાંઈ ઇચ્છા રહી નથી. તો તું શું આપીશ ? એટલે અમે અમારા અખંડ સ્વરૂપની રમણતાથી તૃપ્ત થયા છીએ, એમ કહે છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦.
૩૯૩ હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ... ભગવાન અમને મોક્ષ આપે એમ ભગવાનની, તીર્થંકરદેવની ભક્તિ કરવામાં આવે કે હે પ્રભુ ! તમે મોક્ષ પામ્યા અને અમને પણ તમે મોક્ષ આપો. તો કહે છે, તમે આપો અને અમે લઈએ. તમારે દેવાની કડાકૂટ નહિ, અમારે લેવાની કડાકૂટ નહિ હવે. લેવાદેવાનો વ્યવહાર બંધ થઈ જાય છે. કેમ ? કે “તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે.” પરિપૂર્ણ, અબદ્ધસ્પષ્ટ મુક્તતત્ત્વમાં મારો નિવાસ છે. એટલે હવે કાંઈ મોક્ષને પણ લેવાદેવાની એ તત્ત્વની અંદર કોઈ જરૂરિયાત રહેતી નથી. એ પ્રકારથી છૂટા થયા છીએ
અને એ જ અમારો પરમાનંદ છે. એ જ અમારો ઉત્કૃષ્ટ આનંદ છે કે હવે લેવા-દેવાનો, કરવા કારવવાનો વિકલ્પ છે નહિ. સહજ અકૃત્રિમ જે સ્વરૂપ છે, પોતાના સર્વ ગુણોથી સંપન્ન સહજ અને અકૃત્રિમ જે સ્વરૂપ છે એ સ્વરૂપ હું છું, એવા સ્વરૂપે હું છું. એવો જે શ્રદ્ધા-જ્ઞાનમાં પરિણામ ઉત્પન્ન થયો એ પરિણામની અંદર પર્યાયને આમ કરું અને પર્યાયને તેમ કરું, એ પ્રકાર શાંત થઈ જાય છે.
સામાન્ય રીતે પ્રયોજન પર્યાયાશ્રિત હોવાથી અને સુધારો પર્યાયમાં કરવાનો હોવાથી પર્યાયમાં આમ કરવું. આમ કરવું. આમ કરવું. એવું અજ્ઞાનદશામાં મિથ્યાત્વદશામાં કરું. કરુંનું એક પરિણમન ચાલતું હોય છે. એ પ્રકારનું પરિણમન
જ્યારથી પોતાના સ્વભાવનું ભાવભાસન આવે છે કે અરે ! આ તો અકૃત્રિમ પરિપૂર્ણ સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે. પછી આમાં મારે શું કરવાનું છે ? અને આવા સ્વભાવની સ્થિતિએ પરિણમીને સાદિઅનંત રહી જાય એવું તો એનું પરિણમનશીલપણું છે. પછી કરવું કરવું એ વાત ક્યાં રહે છે ?
ચૂલા ઉપર મૂકેલી રોટલી શકાય છે. એ અગ્નિથી સહજ શકાય છે. પણ બીજો જીવ એમ કહે કે હું આને શેકું છું. સાચી વાત છે ? રોટલી બનાવનાર જીવ એ વિકલ્પ કરે કે હું આ રોટલી કરું છું અને શેકું છું. પણ એ તો અગ્નિથી શેકાઈ જ રહી છે. હવે કરવાની ક્યાં વાત છે ? તો એ સહજ જ ચાલે છે.
એમ સહજ પરિણમન શુદ્ધતારૂપે આત્મામાંથી પ્રવાહ શરૂ થયો અને એ સહજ પ્રવાહ પરિપૂર્ણતા સુધી પામવાનો છે. એવી સહજતા જોઈને આમ કરું અને તેમ કરું એ પ્રકારના કર્તુત્વના જે ઉછાળા છે એ સ્વરૂપને જોતા બંધ થઈ જાય છે. અને એ કર્તુત્વના ઉછાળામાં જે આકુળતા છે એ આકુળતા નાશ પામતી હોવાથી શાંતિ અને પરમાનંદ વર્તે છે. એ જ અમારો પરમાનંદ છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૪
રાજહૃદય ભાગ-૧૩ એ નિશ્ચય દ્રવ્યદૃષ્ટિનું પરિણમન લીધું છે કે અમારા અભેદ સ્વરૂપમાં જ અભેદભાવે ભાવે નિવાસ છે. કેમકે પોતામાં અસ્તિત્વ ત્યાં ગ્રહણ થઈ ગયું છે. અસ્તિત્વ છે તે ગ્રહણ નહોતું થયું એ ગ્રહણ થઈ ગયું. એટલે નિવાસ થયો એમ કહ્યું. પછી કાંઈ લેવા-દેવાનો વ્યવહાર રહેતો નથી અથવા વ્યવહારથી મુક્ત થઈ ગયા છીએ.
મુમુક્ષુ - અસ્તિત્વને પકડ્યું છે એની ખુમારી છે.
પૂજ્ય ભાઈશ્રી - ખુમારી છે. અને ખુમારીમાં એટલો વ્યવહારનો નિષેધ છે કે લેવું દેવું તો વ્યવહાર છે. વ્યવહારથી અમે મુક્ત થઈ ગયા છીએ. બહુ આત્મિયતા હોય ત્યાં વ્યવહાર ન હોય. દાખલા તરીકે ઘરે લગ્ન હોય તો એક ભાઈના લગ્ન હોય તો બીજો ભાઈ ચાંદલો કરવા જાય કાંઈ?જુદો રહે તો ચાંદલો કરવા જાય. ચાંદલો કયારે કરે? જુદો હોય તો કરે. પણ મજીયારો ન વહેંચ્યો હોય, બાપ બેઠા હોય અને બેય છોકરા ઘરમાં ઉછરતા હોય. એકના લગન આવ્યા હોય તો બીજાને ચાંદલો કરવાનો હોય કાંઈ ? અમે તો લગન કરનારા છીએ, અમારે ચાંદલો કે જેનો વ્યવહાર અમે લઈએ. અમારે અંદરોઅંદર દેવાનો પ્રસંગ છે નહિ. છેટું છે ત્યાં વ્યવહાર છે. હવે અમારા સ્વરૂપથી અમારું છેટું નથી. અભેદ સ્વરૂપમાં નિવાસ છે. એટલે અમારા સ્વરૂપમાં અમારે વ્યવહાર શું હોય? અમારી ને અમારી વચ્ચે શું વ્યવહાર હોય ? અમારે કાંઈ વ્યવહાર કરવાનો રહેતો નથી.
મુમુક્ષુ -. બોજારૂપ...
પૂજ્ય ભાઈશ્રી :- લેવા-દેવાનો. એ તો વ્યવહારમાં તો બોજો જ છે ને ? વ્યવહારમાત્ર બધો બોજો જ છે. જગતનો વ્યવહાર હોય કે બીજો આ ધાર્મિક વ્યવહાર હોય એ બધો બોજો જ છે.
હવે કરુણા બતાવે છે. એ એમનો મોક્ષમાર્ગનો જે વ્યવહાર છે એનું પરિણમન છે. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.” આખે આખું એક જ વચન લીધું છે. શું કહે છે? કે જગતના જીવો કેવી રીતે ભ્રમણાથી ધર્મ કરવાને બદલે અથવા સંસારથી મુક્ત થવાને બદલે ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરીને ઉલટા પરિભ્રમણમાં પડે છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૦
૩૯૫
કલ્યાણના માર્ગને.... યથાર્થ નહીં સમજનારા અને આત્માના પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા.” પ્રયોજનભૂત મુદ્દા બે છે-આત્માનું યથાર્થ સ્વરૂપ જેવું છે એવું અને એને પ્રાપ્ત થવું, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રથી અનુભવવું એ કલ્યાણનો માર્ગ છે. એ બંનેને નહિ સમજનારા એ સિવાય બીજું કરે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને છોડીને જે કાંઈ ધર્મને બહાને. ધર્મને નામે જે કાંઈ કરે છે તે બધા કલ્યાણને સાધવાને બદલે, ધર્મને મુક્તિને સાધવાને બદલે સંસાર પરિભ્રમણને સાધે છે. કેમ ? એમાં સાધનની ભૂલ છે. જે ધર્મનું સાધન નથી, ધર્મરૂપ સાધન નથી, મોક્ષમાર્ગરૂપ નથી એને સાધન માને છે. એ મનુષ્યપર્યાયમાં નવું ગ્રહણ કરેલું ગૃહીતમિથ્યાત્વ છે. એમાંથી આ બધા મતભેદો અને સંપ્રદાયો ઊભા થયેલા છે.
એ બંનેને “નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી....” તીર્થંકરદેવની આજ્ઞા અનુસાર નહિ. જુઓ ! શું કીધું ? જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર નહિ. પણ પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી,” મોક્ષમાર્ગની કલ્પના કરે છે કે હું ચાલું છું તે મોક્ષમાર્ગ છે અને તે યથાર્થ મોક્ષમાર્ગ છે. એ કાલ્પનિક મોક્ષમાર્ગને સાચો માનીને વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરે છે. વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા જોવામાં આવે છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ દાન દે છે, કોઈ પૂજા-ભક્તિ કરે છે, કોઈ સ્વાધ્યાય કરે છે. શાસ્ત્ર વાંચે છે. એમ જુદી જુદી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતા છતાં “મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી...' એ મોક્ષ પામવાના નથી. પણ ઉલટાના એ સાધનની ભૂલને લઈને સંસાર પરિભ્રમણ કરતા અમે જોઈએ છીએ. અને તેથી કારણ વગર, અમારે કોઈ કારણ નથી. કોઈ સગું નથી, કોઈ વહાલું નથી, કોઈ દવલું નથી. કોઈની સાથે કાંઈ લેવાનું કે દેવાનું પ્રયોજન નથી. એવું કોઈ કારણ નથી. બાહ્ય કારણ નથી માટે નિષ્કારણપણે “અમારું હૃદય રડે છે. અને એનું કારણ એકલી પોતાની નિષ્કામ કરુણા છે કે અરે.રે.! જીવો દુઃખી થાય છે. એનું દુઃખ જોઈને દયા આવે છે. કરુણા કહો, દયા કહો. એવું અમારું હૃદય રડે છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ?’ વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને. અથવા જે વીર ભગવાનમાં સમ્યત્વ હતું એવું સમ્યકત્વ આજે હોય અને એ રીતે સમ્યકત્વપૂર્વક સર્વજ્ઞ વીર પરમાત્માને ઓળખવા જોઈએ
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૬
રાજહૃદય ભાગ-૧૩ એ ઓળખાણ તો કરતા નથી. એ તો ભૂતકાળના વીરની પણ એ રીતે તો ઓળખાણ કરતા નથી. અને એવું સમ્યકત્વ અહીંયાં પ્રગટ છે. એટલે પોતે વર્તમાન વિદ્યમાન વીર છે. વિદ્યમાન એટલે હાજર. મોજૂદ છે.
એ “વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે...” ભૂતકાળના વીરને. હે ભગવાન ! તમે અમને મળો. અમને વીર ભગવાનના દર્શન થાવ. મહાવીર ભગવાન અમને દર્શન દે તો સારું. અરે....! સ્વપ્નમાં દર્શન દે તો રાજી રાજી થઈ જાય. છે કલ્પના એ બધી. કેમકે એમનો આત્મા સિદ્ધાલયમાં બિરાજે છે. અશરીરપણે બિરાજે છે. સદેહે હવે ત્યાં છે પણ નહિ. એ રીતે ભૂતકાળના ભગવાન મહાવીરને શોધવા મથતા, ભ્રમણાથી શોધવા માટે અથડાતા જીવોને... અથડાય છે કેમકે એને કાંઈ મળવાનું નથી. એને શ્રી મહાવીરનું દર્શન કયાંથી થાય ? મહાવીર કેવા હતા એનું દર્શન પણ ક્યાંથી થાય?
આવા વિષયમાં એક પત્ર વાંચેલો છે. આ જે તત્કાળ મોક્ષ' જે પુસ્તક બહાર પડ્યું છે ને ? આ એક પુસ્તક ઉત્તર ગુજરાતમાં પટેલ લોકો જે “શ્રીમદ્ રાજચંદ્રજી'ના અનુયાયીઓ છે. એણે “સોભાગભાઈના કેટલાક પત્રો છાપ્યા છે અને બહાર પાડ્યા છે. ૨૪-૨૫ પત્રો. એમાં એક પત્ર છે. એમાં એક આવી માર્મિક વાત “સોભાગભાઈએ લખી છે. આશ્ચર્ય અમને એ વાતનું થાય છે કે સંપ્રદાયની અંદર ભૂતકાળના મહાન પુરુષો, સપુરુષોનું લોકો સ્મરણ કરે છે, એની ભક્તિ કરે છે અને એનું બહુમાન કરે છે. પણ આ જીવ વર્તમાન સપુરુષને કેમ ભૂલ્યો છે ? એ જ જીવ પાછો. જે જીવ ભૂતકાળના સપુરુષોનું બહુમાન અને મહિમા કરે છે એ જ જીવ વર્તમાનમાં પુરુષને કાં સ્વીકારતો નથી ? શું આ જીવે દરેક વર્તમાનમાં આમ જ કર્યું છે ? એમ કરીને બહુ માર્મિક ચર્ચા એમણે કાઢી છે. મને એમ લાગે છે કે ભૂતકાળમાં આ જીવે પણ, અત્યારે જે બીજા જીવો આમ કરતા દેખાય છે એવું આ જીવે પણ એમ જ કર્યું હશે. કેમકે વર્તમાનમાં એ નહોતા કરતા. વર્તમાનમાં એમણે શ્રીમદ્જી'ને ઓળખી લીધા હતા. અને એના ઉપરથી એમને ખ્યાલ ગયો કે અરે.! આવા મહાપુરુષ વિદ્યમાન છે. લોકો એની સામું જોતા નથી. અને એ જ લોકો પાછા ભૂતકાળના મહાપુરુષોનો ઉછળી ઉછળીને મહિમા કરે છે અને ગાણા ગાય છે. ગીત ગાતા ગાતા નાચી ઊઠે છે. આવી ભૂલ થતી હશે ? વર્તમાનના જ્ઞાનીને સ્વીકારવા નહિ અને ભૂતકાળના જ્ઞાનીના ગાણા ગાતા ગાતા
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯૭.
પત્રાંક-૬૮૦ જાણે એમ માને ઓહો.અમે તો બહુ ભક્તિ કરીએ છીએ. અમે એના ઘણાં ભક્ત છીએ. જીવે અવારનવાર આવી જ ભૂલ કરી હશે ? એમ કરીને શબ્દો બહુ માર્મિક છે. બહુ સારા શબ્દો છે. એના કોઈ સુવિચારણામાંથી ઊગેલા શબ્દો છે. બહુ સારો ભાવ છે.
મુમુક્ષુ :- આ પત્ર મહાવીર જયંતીનો છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ કહ્યું હતું. ભાઈ કહેતા હતા કે મહાવીર જયંતીને દિવસે ત્યાં મુંબઈમાં રથયાત્રા નીકળી હશે અને પોતે ત્યાં પાયધુની ઉપર પેઢી પર બેઠા હશે અને રથયાત્રા નીકળી હશે અને લોકો મહાવીર ભગવાનનો જય જયકાર કરતા, નાચતા, કૂદતા અને વાજા વગાડતા વગાડતા નીકળ્યા હશે. એ વખતે Dairy માં એ લોકોને જોઈને કરુણાદૃષ્ટિથી આ ટપકાવ્યું છે. એટલે અંગત છે, પોતે લખેલું છે.
મુમુક્ષુ – એટલે કોની ડાયરીમાં ?
પૂજ્ય ભાઈશ્રી :- પોતાની પોતાની ડાયરીમાં. આ લખાણ પોતાની Dairyમાં ટપકાવ્યું છે. એ વખતે એમને જે વિચારો સૂર્યા એ Dairyમાં લખી લીધા છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ? ઓ દુષમકાળના દુભાંગી જીવો ” કેવી કરુણાથી એના દુર્ભાગ્યની વાત કરે છે ! અત્યારે પુરુષ વિદ્યમાન છે. અખંડ મોક્ષમાર્ગ પણ હજી રહી ગયો છે, વિચ્છેદ ગયો નથી અને એ જ ધર્મમાં વિપરીત માર્ગે જનારાના દુર્ભાગ્ય જોઈને એમ કહે છે કે, ઓ દુષમકાળના દુભાંગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.” ભૂતકાળની ભ્રમણાને છોડી દ્યો. મહાવીર આવા હતા... મહાવીર આવા હતા... મહાવીર ભગવાનનો જય હો... ફલાણું. કહે છે કે એ ભ્રમણાને છોડી દઈને, વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો. એટલે સત્વરુષના શરણે આવો. એટલે તમારું કલ્યાણ જ છે. તમારે આત્મકલ્યાણ જ થશે, ચોક્કસ થશે. પણ તમે વર્તમાનના મહાવીરને છોડી દઈને ભૂતકાળના મહાવીરને જો વળગવા જાશો તો તમારા આત્મકલ્યાણનો પત્તો લાગશે નહિ. બહુ કરુણામાંથી નીકળેલી વાત છે. ભલે પોતાને મહાવીર કહ્યા છે પણ એ સમ્યક્ત્વની અપેક્ષાએ કહ્યા છે. અથવા તો મોક્ષમાર્ગ ભગવાનથી પામે,
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૮
રાજહૃદય ભાગ-૧૩
મુનિરાજ શ્રીગુરુથી પામે અને સત્પુરુષથી પામે. પામવામાં બીજો ફેર પડવાનો નથી. પામશે એ સોએ સો ટકા પામશે. એટલે મહાવીર તુલ્ય જ છે.
મુમુક્ષુ :– આમ બહાર નથી પડવું અને પોતાને માટે અતિશયોક્તી નથી લાગતી.
પૂજ્ય ભાઈશ્રી :– એટલે શું છે કે આ તો પોતે અંગત લખ્યું છે. આ તો પછી પાછળથી બહાર પાડ્યું છે. એમણે બહાર પાડવા માટે નથી લખ્યું. એમણે તો કરુણાથી લખ્યું છે. કે અરે..રે..! આ જીવો વર્તમાનના મહાવીરને તો ભૂલ્યા છે. ભૂતકાળના મહાવીર માટે બિચારા ભ્રમણાથી ભટકે છે. એ ભટકે તો ક્યાંથી પત્તો લાગવાનો હતો ? વર્તમાન મહાવીર તો દેખાતા નથી. અને જે અત્યારે નથી એને જોવા માટે ચારે કોર ભટકે છે. આ લ્યોને, જુદા જુદા અતિશયક્ષેત્રમાં, મંદિરોમાં કોઈ એમ કહેને ને કે ભાઈ ! અહીંયાં તો આ ભગવાન બિરાજે છે. અંતરીક્ષ પાર્શ્વનાથ. પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે એમનો અતિશય છે. પાર્શ્વનાથ ભગવાનનો આત્મા સિદ્ધાલયમાં છે. ત્યાં કયાંય નથી. પણ લોકો ભગવાનને ત્યાં જોવા જાય છે.
સર્વજ્ઞને સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખ્યા વિના સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ ફળ નથી. એ એક ઓળખાણ સંબંધીનો બહુ ગંભીર વિષય છે. એટલે એ ભગવાનને ભગવાન તરીકે ખરેખર માનતા નથી. સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે ખરેખર માનતા નથી. મૂર્તિ સ્થાપે તો પણ ભલે, મૂર્તિની પ્રતિષ્ઠા કરે તોપણ ભલે, મંદિરો બંધાવે તો ભલે અને ગમે તે કરે તો પણ ભલે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા ૫રમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.’ આ જરાય અતિશયોક્તિ નથી. મરતો બચે. ઝેર ખાધું હોય એને અમૃત પીવડાવે અને ઝેર ઉતરી જાય તો ? એ તો એક વખત બચે ને. તોપણ એમ કહે કે જિંદગીભર તમારો ગુલામ રહીશ. મરતાને એમ કો'ક બચાવી લે તો કહે જિંદગીભર તમારી સેવાચાકરી (કરીશ), ગુલામ રહીશ, જો તમે મને બચાવો તો. આ અનંત જન્મ-મરણના મિથ્યાત્વના ઝેરના ઉતારવા માટે અમૃતસાગર છે. એટલે એનું મૂલ્ય ન થઈ શકે. કોઈ એની કિંમત થઈ શકે એવી વસ્તુ જગતમાં નથી.
કોને પણ ? કે સંસારના તાપથી ત્રાસ પામેલા...' હોય એને. હજી સંસારમાં જેને મજા આવતી હોય એવા જીવોને અમૃતસાગરની દૃષ્ટિ નહિ થાય. અમૃતસાગર
Page #418
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦
૩૯૯
દૃષ્ટિમાં નહિ આવે. કેમકે એને હજી રખડવાનો કાળ લાંબો છે, એને રખડવાની રુચિ પણ એની પોતાની વર્તમાનમાં વર્તે છે. એટલે જે સંસારના તાપથી ત્રાસ પામેલા છે અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છે છે. રોગ મટાડવા ઇચ્છે છે, નિર્ધનતા મટાડવા ઇચ્છે છે, કોઈ પ્રતિકૂળતાઓ બીજી ઊભી થઈ હોય તો એને મટાડવા ઇચ્છે છે, એ વાત નથી. પણ કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છે છે. જન્મ-મરણથી જે છૂટવા ઇચ્છે છે, સંસારથી ત્રાસ પામીને જે મુક્તિની ભાવનાવાળા છે, પરિપૂર્ણ મોક્ષદશાનું જેને ધ્યેય થઈ ગયું છે એવા જીવોને, એવા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની....' જુઓ ! એટલું વિશેષણ આપ્યું.
એવા આત્મકલ્યાણના પ્રેમી, કામનાવાળા જિજ્ઞાસુ જીવોને ‘ત્રિવિધ...’ આધિ, વ્યાધિ અને ઉપાધિની ‘તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.’ અમે ખરેખર અમૃતસાગર છીએ. આજે પણ એમના વચનોથી એવી તાપાગ્નિમાં તપેલા જીવોને શાંતિ થાય છે. એમનો અક્ષરદેહ રહી ગયો છે તો આજે પણ એમના વચનોથી આધિ, વ્યાધિ, ઉપાધિમાં જે જીવો આવી જાય છે એ કૃપાળુદેવ’ના વચનો વાંચે તો એને શાંતિ થાય છે. તો પ્રત્યક્ષ હતા એ અમૃતસાગર હતા એ સાબિત કરવાની જરૂ૨ રહેતી નથી. ખરેખર અમૃતસાગર હતા. પણ કોને ? આવા ત્રાસ પામેલાને. મોક્ષને ઇચ્છતા જીવો માટે એ અમૃતના સાગર હતા.
મુમુક્ષુજીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.' જેમ કલ્પવૃક્ષ પાસે) કલ્પના કરે તે મળે, ઇચ્છે તે મળે, માગે તે મળે. (એમ) સત્પુરુષ છે એ ખરેખર કલ્પવૃક્ષ છે. જીવનની અંદર જો સત્પુરુષનો યોગ થાય તો મુમુક્ષુજીવને એવું ભાસે છે કે આ તો અમારું એક કલ્પવૃક્ષ છે. અને એ કલ્પવૃક્ષ... ઓલા કલ્પવૃક્ષ કરતા પણ વિશેષ કલ્પના છે. એ તો એથી વધારે ઉપમા જડતી નથી પણ ખરેખર તો તેવા કલ્પવૃક્ષથી પણ એની અંદર એની વિશેષ કલ્પના છે. એવું છે.
મુમુક્ષુજીવોનું કલ્યાણ કરવા માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું ? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.' આ વિષમકાળની અંદર વધારે અમારે શું કહેવું ? આથી વધારે શું કહીએ ? એમ કહે છે. આ વિષમકાળમાં જો કોઈને પરમ શાંતિ જોઈતી હોય તો પરમશાંતિનું ધામ છે. પોતે જ પરમશાંતિનું ધામ છે. એવું દર્શાવવા માટે એ શાંતિના ધામ છે એમ એને ઊપમા આવી, ઉપચાર કરવામાં આવે છે. પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ...’ છીએ.
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૦
રાજહૃદય ભાગ-૧૩ જુઓ ! રામચંદ્રજી જેવું આદર્શ જેમનું જીવન હતું. એ “રામચંદ્ર હતા અને આ રાજચંદ્ર' હતા. મ અને જ જેટલો જ ફેર છે. એવું બહુ શુદ્ધ જીવન જીવ્યા છે. વ્યવહારમાં અને નિશ્ચયમાં જે કાંઈ એમનું આયુષ્ય પસાર થયું એમાં બંને. નિશયજીવન તો પવિત્રતામય હોય જ છે, પણ વ્યવહારજીવન પણ એવું જ પવિત્રમય જીવન છે.
મુમુક્ષુઃ- વ્યવહારજીવન પવિત્રમય જીવે એ જ નિશ્ચય પામી શકે ને?
પૂજ્ય ભાઈશ્રી – એમાં એવું છે કે કોઈ એવી રીતે નિશ્ચય પૂરું પવિત્ર જીવન જીવી શકે નહિ. અથવા તો માન્યતાની ભૂલ હોય અને એનો વ્યવહાર શુદ્ધ હોય, દ્રવ્યલિંગી હોય દાખલા તરીકે તો એ તો બની શકવા યોગ્ય નથી. પણ આમનું તો એમ કહેવું છે કે સાંગોપાંગ...
રામચંદ્રજી જેવું હતું. આજે હજારો વર્ષ પછી રામચંદ્રજીને લોકો યાદ કરે છે. કારણ કે એમના જીવનથી એ એવા પ્રસિદ્ધ થયા. એટલા પુણ્ય લઈને આવેલા. નહિતર તો સામાન્ય રીતે એવી પ્રસિદ્ધિ તીર્થકરોની જ હોય. એવા પુણ્ય તીર્થકરોના જ હોય કે હજારો વર્ષ સુધી એનું નામ ગવાય. અને “રામચંદ્રજી વીસમા “મુનિસુવ્રતનાથ તીર્થકરના સમકાલીન હતા. ભગવાનના સમવસરણમાં પોતે ભગવાનની વાણી પણ સાંભળવા જતા હતા. બીજા પણ કેવળીઓ એમના કાળમાં થયેલા એમની પણ વાણી સાંભળવા જતા હતા. એમનું સમવસરણ રચાતું હતું. એમની વાણી પણ સાંભળવા જતા હતા. પદ્મપુરાણમાં એ વિષય આવે છે.
મુમુક્ષુ:- સકલભુષણ કેવળી.
પૂજ્ય ભાઈશ્રી :- સકલભુષણ કેવળી થયા. જ્યારે એ વનવાસમાં હતા ત્યારે એમના પરિષહને રામચંદ્રજીએ પોતાની ધનુષ વિદ્યાથી મટાડ્યો. એમના ઉપર કોઈ પરિષહ કરનાર જંગલના જંગલી માણસો હશે, રાક્ષસો કહો કે જંગલી માણસો, વ્યંતરો હશે, એનો (ઉપસર્ગ) મટાડેલા. અને એ જ મુનિ કેવળી થયા ત્યારે આ પોતે અયોધ્યામાં રાજ કરતા હતા. એમનું સમવસરણ અયોધ્યાના ઉપવનમાં આવે છે. અને ખબર આપે છે કે આ રીતે આપણા ઉપવનમાં કેવળી પધાર્યા છે. પોતે એમનો ઉપદેશ સાંભળવા જાય છે. (એમનું) એવું પુણ્ય છે કે આજે પણ એમને લોકો યાદ કરે છે. જગત યાદ કરે છે.
એની સાથે પોતાને ઉપમા આપી છે. આજે અત્યારે આ કાળની અંદર કોઈને સંસારથી છૂટવું હોય, જન્મ-મરણથી નાશ પામવું હોય તો આ એક ઠેકાણું છે. માત્ર
Page #420
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦.
૪૦૧ બીજાની કરુણાથી કહીએ છીએ. અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી. ઉપદેશ આપીને કોઈ અપેક્ષા નથી કે મોક્ષમાર્ગ દર્શાવીને કોઈ અપેક્ષા નથી કે આ માર્ગ દર્શાવ્યો. કેમકે જે આ માર્ગના જ્ઞાતા હોય છે એ કદી ઉપદેશને વેચતા નથી. વેચવું એટલે શું ? એક ચીજ આપીને એની સામે પૈસા કે બીજી ચીજ લેવી. કોઈ ચીજ આપીને પૈસા લે, કોઈ ચીજ આપીને ચીજ લે. Barter system જેને કહે છે. બે તોલાની સામે આટલા કીલો ચાંદી મને આપી દ્યો. એક કીલો ચાંદી આપી દો. તો એ વેપાર જ થયો. અને બે તોલા સોનાના આઠ હજાર રૂપિયા લે તો એ વેપાર જ થયો. એમ જ્ઞાની કદી મોક્ષમાર્ગને વેચતા નથી કે હું તમને મોક્ષમાર્ગ સમજાવું એની સામે તમે મને આપો કે મારી અનુકૂળતા સાચવો કે મને તમે માન આપો, મને તમે કાંઈ આમ કરો કે તમે આમ કરો. એ જ્ઞાનીપુરુષ હોઈ શકે નહિ.
કેમકે અમૂલ્ય એવી ચીજને તણખણાના તોલે કરવી હોય એ વેચે. તો એને ખરેખર એ ચીજનું મૂલ્ય આવ્યું નથી. જગતના પદાર્થો માન કહો, અનુકૂળતા કહો, પૈસા કહો, ચીજ કહો, વસ્તુ કહો એ બધા તણખણા છે. જ્ઞાનીની દૃષ્ટિએ તણખલા છે. તો શું મોક્ષમાર્ગને એ તણખલાની સાથે તોળી લે ? એવું બને ખરું ? જેનું મૂલ્ય કોઈ રીતે ન થાય એને તણખલામાં વેંચી દે કાંઈ ? એ વેચી દે તો એ જ્ઞાની નથી. જ્ઞાની હોય એ એવું કદિ કરે નહિ. આ સીધી વાત છે. | મુમુક્ષુ :- રામચંદ્રજીના જમાનામાં હજારો કેવળીઓ અને તીર્થકર હતા. આ તો અત્યારે એક જ છે. “શ્રીમદ્જી' વખતે તો થોડા છે એ વખતે તો ઘણા કેવળી અને એ બધા હતા ને?
પૂજ્ય ભાઈશ્રી – હા. એ વખતે તો અનેક કેવળીઓ, અનેક મુનિઓ, અનેક સમ્યગ્દષ્ટિઓ હતા).
મુમુક્ષુ – કિમત ત્યારે કરતા અત્યારે વધારે હોવી જોઈએ ને ?
પૂજ્ય ભાઈશ્રી :- અત્યારે વધારે જ હોય ને. સીધી જ વાત છે. દુકાળમાં પાણીની કિમત કેટલી ? ધોધમાર વરસાદ પડતો હોય તો નદીની નદી ચાલી જાય, કોઈ સામું ન જોવે. હજારો ટન પાણી ચાલ્યું જાય તો કોઈ સામું જોતું નથી. ઉલટાનું તણાઈ ન જાય એમ જોવે. એની કિમત નથી. પણ જ્યાં એક છાંટો ન પડતો હોય અને નદી, તળાવ, વાવ, કૂવા સુકાઈ ગયા હોય ત્યાં અંદરથી એક મીઠા પાણીની વીરડી નીકળે, પાણીનો સાવ આવે (તો) અમૃત નીકળ્યું એમ કહે. પાણી નીકળ્યું એમ ન કહે, અમૃતની વીરડી છે એમ કહે એવું છે આ. અત્યારના કાળમાં
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૨
રાજહૃદય ભાગ-૧૩ સપુરુષ છે એ શાંતિના ધામરૂપ છે.
અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” અમારા પરમાત્મસ્વરૂપમાં તતૂપ થઈને તદાકાર પરિણામ ઉત્પન્ન થઈ ગયું છે. ૧૪૩ ગાથાની ટીકામાં પક્ષાતીક્રાંત જીવ થયો, નિર્વિકલ્પ સમ્યગ્દર્શનમાં આવે તો કહે પરમાત્મા થયો. પર આત્મા, પરમાત્મા, સમયસાર, આત્મખ્યાતિ બધા એના આચાર્યદેવે નામ આપી દીધા. કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” અથવા અમે અમારા પરમાત્મસ્વરૂપને પરમાત્મસ્વરૂપે અનુભવી રહ્યા છીએ માટે અમે પરમાત્મા થયા છીએ. કોઈને જો પરમાત્મા થાવું હોય તો અમારી પાસે રસ્તો છે. વિના મૂલ્ય, માત્ર કારુણ્યદૃષ્ટિથી નિસ્પૃહભાવે એ રસ્તો બતાવવા અમે તૈયાર છીએ, એમ કહે છે.
આ વાત-આટલી જે વાત લખી તે “આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી.” આવો અનુભવ લખ્યો એ કોઈ પરમાત્મપણાની માન્યતાનું અભિમાન થયું ને લખ્યું છે એમ નથી. શું કહે છે ? બે પ્રકારે પરમાત્મપણું મનાય છે. એક તો એવો પ્રગટ અનુભવ કર્યા વિના હું પરમાત્મા છું... હું પરમાત્મા છું... હું પરમાત્મા છું એમ માન્યતામાં ખોટું માની લે. પ્રગટ અનુભવ કર્યા વિના. એને એ માન્યતાનું અભિમાન વર્તે છે. કેમકે માન્યતામાં એને અહંપણું છે. એવી વિકલ્પકૃત માન્યતામાં એને અહંપણું છે. અને જેને સાક્ષાત્ આત્મા જે પરમાત્મસ્વરૂપ છે એમાં અહંપણું થાય છે એ નિર્વિકલ્પ ભાવે થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે થાય છે એ ખરેખર પરમાત્મા થયા છે. એ પરમાત્મા પ્રગટપણે પરમાત્મા થયા છે. માત્ર વિકલ્પથી માન્યું છે એ વિકલ્પની માન્યતાના અભિમાનથી માન્યું છે. એવા અભિમાનથી ઉદ્ભવ થયેલો આ અનુભવ નથી લખ્યો, એમ કહે છે. અમને ખ્યાલ છે. એમાં ગડબડ શું થાય છે, નિશ્ચયાભાસ શું થાય છે એનો પણ અમને ખ્યાલ છે અને નિશ્ચય પરિણમન શું થાય છે એ પણ અમારા જ્ઞાનમાં જ છે. એમ કરીને ચોખવટ કરી છે.
આ અંતર અનુભવ...” જે લખ્યો છે તે કોઈ “પરમાત્મપણાની માન્યતાના....' ખાલી કોરી માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો.” અનુભવ નથી કે એમનેમ લખી નાખ્યું છે. પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી.” કર્મબંધનને કારણે જગતના જીવો દુઃખમાં સબડી રહ્યા છે. એમના પ્રત્યે નિષ્કારણ કરુણાની કારુણ્યવૃત્તિ ઉત્પન્ન થઈ છે, પરમ કારુણ્યવૃત્તિ-ઉત્કૃષ્ટ
Page #422
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૦.
૪૦૩ કારુણ્યવૃત્તિ ઉત્પન્ન થઈ છે. તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા....” કલ્યાણ કરવાની કરુણા કે ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા ‘એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. અમારા હૃદયનો ચિતાર આ અમે ખોલ્યો છે એ માત્ર કરણાદષ્ટિએ ખોલ્યો છે. બીજી કોઈ કલ્પના કરશો નહિ. અભિમાનની કલ્પના કરશો નહિ. અતિશયોક્તિની કલ્પના કરશો નહિ, બીજી કોઈ કલ્પના નહિ કરતા. એટલી ચોખવટ કરી નાખી છે. જેને પહેલું વાંચતા જ કલ્પના થઈ જાય છે અને પછી છેલ્લી લીટી સમજાતી નથી. પૂર્વગ્રહ થઈ જાય. શરૂઆતના શબ્દો એવા છે કે એ વાંચતા જ પૂર્વગ્રહ થઈ જાય. ઓહો...! આમને તો બહુ અભિમાન આવી ગયું લાગે છે. આ તો બહુ અભિમાનના તોરમાં લખતા લાગે છે. એવો પૂર્વગ્રહ થઈ જાય પછી નીચેની આ ત્રણ લીટી એને અસર ન કરે. વાંચી ન વાંચી થઈ જાય, ગૌણ થઈ જાય. એમણે તો ચોખવટ કરી છે. ૐ શ્રી મહાવીર.’ લ્યો ! છેલ્લે એમ કહ્યું.
મુમુક્ષુ - માર્ગના જાણનાર હોય એને આવી કરુણાવૃત્તિ થાય જ થાય.
પૂજ્ય ભાઈશ્રી – આવી કરુણાબુદ્ધિ થાય. એ તો ગુરુદેવની જેમ કોઈ મોટા ઉપદેશક તરીકે જગતમાં પ્રસિદ્ધ નથી થયા છતાં કેટલી કરુણાવૃત્તિ થઈ છે ! તો ગુરુદેવને તો કેટલી કરુણાવૃત્તિ થઈ હશે ત્યારે આટલી પ્રવૃત્તિ કરી હશે !! એ સમજવા જેવો વિષય છે.
મુમુક્ષુ - જગતના જીવોની દશા જોઈને હૃદય રડે છે. પૂજ્ય ભાઈશ્રી:- હા. બરાબર છે. મુમુક્ષુ :- ગમે તેવો વિરોધી આવે... એકદમ કરુણા...... પૂજ્ય ભાઈશ્રી - એકદમ કરુણા. એમ જ કહે અરે. ભગવાન ! એના મૂળ સ્વરૂપે પહેલા જોવે, પ્રધાનતા એને આપે.
મુમુક્ષુ :- ભૂલેલો પણ ભગવાન છે.
પૂજ્ય ભાઈશ્રી – ભૂલેલો પણ ભગવાન છે. આ તો દુઃખી થવાનો રસ્તો છે, બાપુ ! એમ કહે. આ કાંઈ સુખી થવાનો રસ્તો નથી, આ દુઃખી થવાનો રસ્તો છે. પણ શું થાય એને એમ ભાસે છે. એને એમ લાગે છે. પણ શું થાય ? પણ એને એમ લાગે છે. એમ કરીને ગૌણ કરી નાખતા. અને એ તો સમજે છે કે મારો કોણ વિરોધ કરી શકે ? મારો આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનપિંડ, ચૈતન્યસ્વરૂપનો વિરોધ કોણ કરી શકે ? અને વિરોધ થઈ શકે, કરી શકે એવી કોઈ વસ્તુસ્થિતિ
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૦૪
રાજહૃદય ભાગ-૧૩
જગતમાં છે નહિ. પછી એ કરે છે એવું હું શા માટે ગ્રહણ કરી લઉં કે માથે ઓઢી લઉં ? જે થઈ શકતું નથી અને એ કરે છે એમ હું કેમ માની શકું ? એ પ્રશ્ન જ નથી.
મુમુક્ષુ :– ખરેખર તો પોતાનો વિરોધ કરે છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– પોતે ભૂલીને અમુક પરિણામ ભૂલવાળા કરે છે. ભૂલે છે. મૂળ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એટલે બીજા પણ ભૂલના પરિણામ કરે છે. તો એ કરુણાને પાત્ર છે, દયાને પાત્ર છે. અને એથી કરીને એના પ્રત્યે કાંઈ વિરોધ કરવાનો સવાલ રહેતો નથી. એ ૬૮૦ એમનો અંગત પત્ર થયો.
પત્રાંક-૬૮૧
મુંબઈ, ચૈત્ર વદ ૧, ૧૯૫૨ પત્ર મળ્યું છે. કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દૃષ્ટિ કરતાં હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો. તેઓ અત્રે પુછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું.
કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એ જ વિનંતિ.
૬૮૧મો પત્ર છે ‘શ્રી કુંવરજી મગનલાલ, કલ્લોલ.’ ‘કલ્લોલ'ના ‘કુંવરજીભાઈ’ ઉ૫૨નો છે. પત્ર મળ્યું છે. કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણયોગે...' કેટલાક વખતથી એવું સહેજે બન્યા કરે છે. બન્યા કરે છે એટલે ચાહીને નથી ગમતું પણ સહેજે બન્યા કરે છે કે વિસ્તારથી
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૦૫
પત્રાંક-૬૮૧ કોઈને પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે.
જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે.” તે કારણે પોતાના પરિણમનનું છે. પોતાનું જ પરિણમન છે એ એટલા બાહ્યાકાર વિકલ્પો, બાહ્ય વિકલ્પોમાં આવી શકે એવી સ્થિતિમાં એ પરિણમન નહિ હોવાથી એ કારણનો અહીંયાં યોગ છે, એ કારણ અહીંયાં જોડાયેલું છે કે જેને લઈને બાહ્ય પ્રવૃત્તિમાં અવાતું નથી. જે કરાયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દૃષ્ટિ કરતાં.. એટલે એ કારણયોગને વિચારતાં હજી પણ કેટલીક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે.' હજી આમનેમ આ પરિણતિ ચાલુ રહેશે એમ લાગે છે. કે બહાર નીકળાશે નહિ. બહાર નથી નીકળી શકતા એમ કહે છે. એવી પ્રવૃત્તિમાં અમે આવી શકતા
નથી.
વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે.” એટલે કુંવરજીભાઈ એમ લખે છે કે આપના કલ્યાણકારી વચનો વાંચવાની મને ઘણી જિજ્ઞાસા છે. એમ એમણે પૂછાવ્યું છે. તમને વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા રહે છે. તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થયાસીને તમે જણાવશો.” એટલે “અંબાલાલભાઈને તમે જણાવજો. “ખંભાતમાં “અંબાલાલભાઈ એ પ્રવૃત્તિ સંભાળતા હતા. તો તમે એને જણાવશો. એ પ્રવૃત્તિમાં નથી પોતે. કેમકે ઘણા માણસોની સાથે એ પ્રવૃત્તિ કરવી પડે તો એટલી બધી પ્રવૃત્તિ પોતે કરી શકે એવું હતું નહિ. એ તો કાગળની પહોંચ નહોતા લખી શકતા, બીજી ક્યાં વાત કરવી. એટલે કહે છે, તમે એમને જણાવશો.
તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું. એ પ્રસંગ.. અમે તમને કહીએ છીએ કે ત્યાંથી મગાવી લ્યો. એટલે અમને પૂછાવશે ખરા. કેમકે એ કૃપાળુદેવની આજ્ઞા વગર કોઈને એમના પત્રો મોકલતા નહિ. એ Circulate કરતા પણ એમની આજ્ઞાથી કરતા હતા. એમને પૂછાવશો તો પ્રસંગયોગ્ય એટલે કે લખીશું કે ભાઈ ! અત્યારે એમને આ આપજો, આ નહિ આપતા. પ્રસંગયોગ્યનો અર્થ કે તમારી યોગ્યતા પ્રમાણે લખીશું.
કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો.” આ એક કાગળ છે એમ સમજીને નહિ વાંચતા.
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૬
રાજય ભાગ-૧૩ વિષય ગંભીર છે. જરા ચિત્તની સ્થિરતાથી વાંચજો. ઊંડા ઉતરીને વાંચજો. એમનેમ વાંચતા નહિ. એટલે અત્યારે એમનેમ વાંચી જવા જેવું નથી એમ કહે છે.
મુમુક્ષુ :– પહેલુંવહેલું હાથમાં આવ્યું ત્યારે પત્રો તરીકે જ વાંચી ગયા હતા. પૂજ્ય ભાઈશ્રી :– એમાં આવી રીતે નહોતું આવ્યું કે ચિત્ત સ્થિરતાથી વાંચજો ? એમનેમ વાંચવા જેવું નથી. કાગળની જેમ વાંચી જવા જેવું નથી. ઠીક ભાઈ આના ઉપર કાગળ લખ્યો છે, આના ઉપર કાગળ લખ્યો છે. એમ નથી. અંદર જે માલ ભર્યો છે એ સ્થિર ચિત્તે એમાંથી માલ કાઢીને લેવા જેવો ભર્યો છે.
?
તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો.’ એટલે પ્રસિદ્ધિ કરવા ન માટે તમને નથી મોકલતા કે તમે અમારી પ્રસિદ્ધિ કરો. પાછા પાંચ બીજાને કહો કે જુઓ ! આ વાંચવા જેવું છે, બહુ સારી વાત આવી છે. અત્યારે તમારા પૂરતી વાત રાખજો તમે. પ્રસિદ્ધિ કરવા માટે તમે આ વાતનો ઉપયોગ નહિ કરતા. એ જ વિનંતિ.’જુઓ ! એમને પ્રસિદ્ધિનો જરાય મોહ નહોતો એ પણ આમાંથી સ્પષ્ટ થાય છે. એ ૬ ૮૧ (પત્ર પૂરો) થયો.
પત્રક-૬૮૨
મુંબઈ, ચૈત્ર વદ ૧, સોમ, ૧૯૫૨
બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણવિશેષ પ્રત્યે દષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે.
૬૮૨માં એજ તારીખે એમણે પાછો ‘અંબાલાલભાઈને પત્ર લખ્યો છે. જે
Page #426
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૨
૪૦૭. તારીખે કુંવરજીભાઈને લખ્યો છે તે જ દિવસે એમણે “અંબાલાલભાઈને લખ્યો છે.
બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયા એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે. આગળ જે ૬૮૧માં વાત કરી. તે કારણવિશેષ પ્રત્યે દૃષ્ટિ કરતાં કેટલોક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. એ વાત હજી પણ ચાલુ રહેશે એમ લાગે છે.
“મમક્ષ જીવની વૃત્તિને....' હવે પાછો બીજા પડખાનો અમને ખ્યાલ છે એ આમાં ચોખવટ કરે છે કે જો અમે પત્રનો ઉત્તર લખીએ તો મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય...” અથવા સાધન થાય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે.” એની મુમુક્ષતા છે તે ઉત્કર્ષ પામે. “અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય તો મુમુક્ષુને પણ સદ્વિચારનું બળ વર્ધમાન થાય એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે. એટલે અમે પત્રો લખીએ તો આવો ઉપકાર થાય એ અમે જાણીએ છીએ.
છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. એટલી સહજતા આવી ગઈ છે કે સહેજે લખાય તો લખવું, સહેજે વિકલ્પ ઊઠે તો ભિન્ન રહીને ભલે પ્રવૃત્તિ થાય, નહિતર કોઈપણ પ્રવૃત્તિ ચાહીને કરવી નહિ. આત્મામાં મસ્ત રહેવું. ભલે પત્ર ન લખાય, ભલે મોડો લખાય, ભલે જવાબ ન દેવાય. આત્મામાં સહેજે સહેજે રહેવાય છે તો ત્યાંથી બહાર નીકળવું નથી. છતાં વિકલ્પ ઊઠીને લખાય જાય તો ભલે, ન લખાય જાય તોપણ ભલે. એટલી સહજતા રાખી લીધી છે. ખ્યાલ બધો છે કે પત્ર લખશું, મુમુક્ષુજીવને આટલા લાભનું કારણ છે. પણ આત્મલાભ પહેલા લેવો કે બીજાને લાભ પહેલા દેવો ? શું કરવું ? આ એમના જીવન ઉપરથી સમજાય એવી વાત છે કે જે સાધક છે એ પ્રથમ પોતાનો આત્મલાભ લે છે. આત્મલાભ લેતા લેતા અવકાશ રહે એટલો બીજાને લાભ દે છે. પણ પોતાનો આત્મલાભ છોડીને કે ચૂકીને બીજાનું ભલું કરવા જાય એવું આ માર્ગમાં બનતું નથી. એવું આ માર્ગમાં બનતું નથી.
મુમુક્ષુ - માર્ગ પોતાને માટે છે.
પૂજ્ય ભાઈશ્રી :- માર્ગ પોતાને માટે છે. અને મુખ્યપણે પોતાના હિતની પ્રવૃત્તિ કરવા જ પોતે નીકળ્યો છે. કેવી રીતે એણે માર્ગ પ્રાપ્ત કર્યો ? ચાલો,
Page #427
--------------------------------------------------------------------------
________________
४०८
રાજહૃદય ભાગ-૧૩ આપણે વિચારીએ. કોઈ સાધકજીવ થયા, ધર્માત્મા થયા એણે કેવી રીતે માર્ગ પ્રાપ્ત કર્યો ? કે એ એક આત્મકલ્યાણની તીવ્ર ભાવનામાં આવ્યા. પરિપૂર્ણ શુદ્ધિની ઉત્કૃષ્ટ ભાવનામાં આવ્યા, ઉત્કૃષ્ટ મુમુક્ષતામાં આવ્યા પછી માર્ગ પ્રાપ્ત કર્યો. માર્ગ પ્રાપ્ત કર્યા પછી રસ્તો બદલી નાખે? જે પોતાના ઉત્કૃષ્ટ આત્મકલ્યાણના ધ્યેયથી માર્ગ પ્રાપ્ત થયો, હવે માર્ગ પ્રાત્ય થયો પછી ફેરફાર કરી નાખે ? માર્ગથી ચુત, થઈ જાય. એ માર્ગમાં રહી શકે નહિ. એટલે એ જ માર્ગમાં તો મુમુક્ષુ કહેવા કરતા પણ એથી વધારે અંતર પુરુષાર્થથી એ માર્ગમાં આગળ વધે અને એમાં થોડો અવકાશ રહે તો બીજાને માર્ગ ચીંધે. ભાઈ ! જુઓ ! હું આ માર્ગે ચાલું છું. આ આત્મશ્રેયનો અને આત્મકલ્યાણનો માર્ગ આ પ્રકારે છે. તમને પણ ઠીક લાગે, અનુકૂળ લાગે તો ચાલ્યા આવો. ચાલ્યા આવવા જેવું છે, આત્મકલ્યાણ થાય એવું છે. નહિતર તમારા ભાવ જેવા હોય, તમે જાણો. હું તો મારા રસ્તે ચાલ્યો જાઉં છું. એ રીતે.
તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં. છતાં કરીને વાત લખી છે. જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે. એટલે આત્માની ઉન્નતિનું જે કારણથી આ સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે એ સ્થિતિમાં આત્માને વેદવા યોગ્ય લાગે છે, આત્માના અનુભવમાં રહેવા યોગ્ય લાગે છે, બીજી પ્રવૃત્તિમાં પડવા જેવું અમને લાગતું નથી.
એ ૬૮૨ની અંદર એટલી વાત વિશેષ આવી છે કે પોતાને એક બાજુ દશા છે અને એક બાજુ બીજાનું આત્મકલ્યાણ છે. બંને સુંદર કાર્યો છે. એકમાં સ્વનું કલ્યાણ છે, એકમાં પરનું કલ્યાણ છે. તોપણ પ્રાધાન્ય સ્વના કલ્યાણનું છે, પ્રાધાન્ય પરના કલ્યાણનું નથી. આમ છે. અને જે પરકલ્યાણની મુખ્ય પ્રવૃત્તિ કરતા દેખાય એવા તીર્થકરાદિ પુરુષો હોય, તીર્થંકરદ્રવ્ય હોય તોપણ એમને અંતરમાં તો આમ જ છે.
મુમુક્ષુ – પોતાનું જ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી – એ પોતાની મુખ્ય આત્મકલ્યાણની દશામાં વર્તી રહ્યા છે. પણ પુણ્યયોગે એમને અવકાશ વિશેષ છે. અને એટલું સામર્થ્ય છે કે આત્મકલ્યાણનો ત્યાગ કર્યા વિના એ પરકલ્યાણની પ્રવૃત્તિ પણ કરી શકે છે. એવું એમનું એક સામર્થ્ય પણ છે. જ્યારે બધા જ્ઞાનીઓનું એવું સામર્થ્ય ન પણ હોય. એ બાહ્યપ્રવૃત્તિ કરવા જતા પાછા પોતાને બીક લાગે અથવા પોતાને એમ લાગે કે આ
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૯
પત્રાંક-૬૮૨ પ્રવૃત્તિમાં કાંઈપણ વિશેષ બહારમાં માનપાન મેળવવા જતાં કાંઈપણ લપસવાનું કારણ થાય એવું શા માટે કરવું ? છોડો આપણે. આપણે કાંઈ એમાં જાવું નથી. આપણે તો આત્મકલ્યાણ કરવા નીકળ્યા છીએ. આપણે આપણું કરો. એવો એક પત્ર છે. ઘણું કરીને ૨૩મા વર્ષમાં છે. લીધું હતું ને? કે પ્રભાવના કરો, પ્રભાવના કરી એ વાત આપણે આવે છે ને ? પાનું-૪૨૦. પત્ર છે પર૩. Paragraph પડે છે ત્યારથી. મોટો Paragraph છે ને એમાં.
“અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે કે આને સાચો રસ્તો બતાવવો જોઈએ. અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે...” કે આ ખોટા રસ્તે છે, સાચા રસ્તે આવે તો સારું. “તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે....” એટલે કોઈ એવો માર્ગ ચીંધવાનું પણ જ્યારે બનવાનું હશે ત્યારે બનશે.
કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં.” બીજા જીવોની કરુણાવૃત્તિ ચિંતવતા-ચિંતવતા “આત્મા બાહ્ય માહાસ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી.” કેમકે પોતે બીજાને માર્ગ ચીંધે ત્યારે એનો બહાર નો મહિમા વધી જાય. બીજા મહિમા કરવા લાગે પણ પોતે બાહ્ય માહાભ્યને ભજી જાય કે બીજા મને મોટાઈ આપે. બીજા મને મોટાઈ આપે. બીજા મારો મહિમા કરે “એમ થવા દેવા યોગ્ય નથી; અને એમ થાય તો હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. પોતાનો બહારમાં મહિમા વધી જાય એનો ભય રાખવો યોગ્ય લાગે છે. આ પોતે વિચારી રાખ્યું છે. પોતાને માટે આ એમણે વિચારી રાખ્યું છે કે જરાય લપસવું નથી.
એટલે એ પોતે જે અંતરંગ કારણવિશેષ પ્રગટ્યું છે એવા આત્માના વેદનમાં પડ્યા છે અને એને લઈને બાહ્ય પ્રવૃત્તિ સહેજે સહેજે ઓછી કરે છે તો એ યોગ્ય જ લાગે છે. એમાં કાંઈ અયોગ્ય લાગતું નથી. ભલે બીજાને લાભ ઓછો મળે છે પણ છતાં પણ એ પોતાને યોગ્ય લાગ્યું છે. નહિતર બીજાને ન્યાય ઓછો મળે છે. અન્યાય થાય છે. છતાં પણ પારમાર્થિક ન્યાય પોતાના આત્માને આપે છે. પછી વ્યાવહારિક ન્યાયનો વિચાર કરે છે. એમ છે. બહુ ઊંડાણથી વિચારવા જેવો વિષય છે. (અહીં સુધી રાખીએ.)
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૧૦
રાજય ભાગ-૧૩
પત્રાંક-૬૮૩
મુંબઈ, ચૈત્ર વદ ૭, રવિ, ૧૯૫૨ બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે; અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે.
સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશયાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે.
તા. ૨૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૩ થી ૬૮૭.
પ્રવચન ન. ૩૧૦
પાનું-પ00 બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને કયારેક બને છે; અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયે લખાય છે. આ દિવસોમાં પત્ર લખવાની બાહ્યાકાર વિકલ્પની વૃત્તિ ચાલતી નથી, સહજ ચાલતી નથી. એવી કોઈ અંતર પરિણામની વિશેષતા છે એવા કારણથી એ સ્થિતિ ભલે ચાલુ રહે, પત્રાદિ ન લખાય, એ રીતે એ અભિપ્રાયથી વર્તે છે.
‘સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. બહુ સંક્ષેપમાં પણ મુમુક્ષુને પોતાની ભૂમિકામાં ઓછામાં ઓછું કરવું જોઈએ એટલી વાત કરી છે. “સત્સમાગમના અભાવ પ્રસંગમાં...' સત્સમાગમનો સદ્દભાવ ન હોય અને સત્સમાગમ વગર રહેવું થાય
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૧૧
પત્રક-૬૮૩ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય ત્યારે વિશેષ કરી આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ” રાખવો. શું કહેવું છે ? કે સત્સમાગમ હોય ત્યારે તો કેટલોક સમય સત્સમાગમમાં જાય. પણ જ્યારે સત્સંગ ન હોય ત્યારે પછી બીજા કામ બધા સારી રીતે કરી લેવા એમ ન રાખવું. એ વખતે પણ ‘આરંભપરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી,...” એમ કહેવા માગે છે.
આરંભપરિગ્રહની કેમ વાત લે છે? મુમુક્ષુને કોઈ ત્યાગદશાની ભૂમિકા નથી છતાં આરંભપરિગ્રહનો સંક્ષેપ કરવાની વાત, આરંભપરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે એ વાત પોતે સારી રીતે પ્રદર્શિત કરી છે, દર્શાવી છે. એનું શું કારણ? આ થોડું વિચારવાયોગ્ય છે. મુમુક્ષુની ભૂમિકા એ કોઈ ત્યાગીની ભૂમિકા નથી. શ્રાવકો પંચમ ગુણસ્થાનમાં કેટલોક ત્યાગ કરે, મુનિદશામાં બધું છોડે. એવું તો કાંઈ હજી મુમુક્ષુદશામાં નથી. અને મુમુક્ષુથી આગળ વધીને ચતુર્થ ગુણસ્થાનમાં આવે ત્યારે પણ કોઈ ત્યાગદશાની ભૂમિકા તો નથી. છતાં મુમુક્ષુની ભૂમિકામાં આરંભપરિગ્રહનો સંક્ષેપ કરવો એવી વાત કેમ લે છે ?
મુમુક્ષુની ભૂમિકાનો પ્રારંભ પણ પૂર્ણ શુદ્ધિના ધ્યેયે થાય છે. તો પૂર્ણ શુદ્ધિમાં શું બાકી રહ્યું? પૂર્ણ શુદ્ધિમાં મુનિપણું બાકી રહ્યું ? શ્રાવકપણું બાકી રહ્યું ? શું બાકી રહ્યું ? જે મુમુક્ષુને પોતાની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાની ભાવના હોય, ધ્યેય હોય, જેને કિંચિત્માત્ર દોષ રાખવો નથી એવો અંદરમાં નિર્ણય-નિર્ધાર કર્યો હોય, નિર્ધાર કર્યો હોય, તો એને વર્તમાન પરિસ્થિતિથી પાછું હઠવું પડશે. વર્તમાન પરિસ્થિતિમાં આરંભપરિગ્રહ પૂર્વકર્મ પ્રમાણે દરેકને ઉદયમાં ચાલુ જ છે. પંચેન્દ્રિય મનુષ્યજીવ છે તો પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગવટાના પુણ્ય લઈને આવ્યો છે. પાંચ ઇન્દ્રિય કુદરતી થઈ છે તો પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગવટાના પુણ્ય લઈને આવ્યો છે. ભોગવતી વખતે ભલે પાપ બાંધશે પણ એટલા પુણ્ય લઈને તો આવ્યો છે. તો જે સ્થિતિમાં આવ્યો છે એ સ્થિતિમાંથી પાછું એને હઠવું જોઈએ. કેમકે એને માર્ગ બદલવો છે. સંસાર માર્ગેથી પાછા વળીને મોક્ષમાર્ગે એને જવું છે તો જે આરંભપરિગ્રહમાં ઊભો છે ત્યાંથી એને વૃત્તિ સંક્ષેપ કરવી પડશે. કે મારું મુખ્ય કાર્ય તો મારા મોક્ષાર્થનું છે. આ જે વર્તમાન આરંભપરિગ્રહ છે એમાં તીવ્ર રસે કરીને પ્રવર્તવું એ મારા આત્માને અધોગતિમાં લઈ જવા સિવાય બીજું કોઈ કામ નથી.
એટલે અહીંયાં એની વૃત્તિ સંક્ષેપાવી જોઈએ. પોતાના ધ્યેયને અનુસરીને
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૨
રાજહૃદય ભાગ-૧૩ એની વૃત્તિ સંક્ષેપ થવી જોઈએ અને તો જ એને સત્સંગ માટે સમય મળે. નહિતર જગતમાં વ્યવસાયની પ્રવૃત્તિના પ્રકાર અને પરિસ્થિતિ એવી છે કે માણસ જો એ વધારતો જાય તો એને એમ કહેવું પડે કે, ભાઈ ! મારે જરાય વખત નથી. મારા કામકાજ સિવાય મને કાંઈ વખત નથી. આ પરિસ્થિતિ આવવાની.
હમણાં જ એક બુદ્ધિશાળી મુમુક્ષુ મળ્યા. ઘરે કામકાજમાં રચ્યાપચ્યા (રહે). હાજરી ઓછી દેખાય. કીધું કેમ ? શું વિચાર કર્યો છે ? તો કહે, જો સંસારમાં રહેવું હોય તો પછી સંસારના કાર્યો સરખી રીતે સંભાળવા જ પડે. અને સંસારમાં ન રહેવું હોય અને ત્યાગી થઈ જતું હોય તો બધું મૂકી દેવું જોઈએ. બધું મૂકીને એક આત્માનું જ કરી લેવું. પણ એ તો પરિસ્થિતિ કાંઈ આપણી દેખાતી નથી કે બધું છોડીને ચાલી નીકળીએ. ઘરબાર છોડીને, બધું છોડીને ચાલી નીકળીએ. હવે જ્યારે ઘ૨બા૨માં રહેવું છે તો ઘરબાર તો સરખી રીતે ચલાવવા જ રહ્યા. બે ઘોડે ચડવા જઈએ તો પડી જઈએ એટલે એક ઘોડે બરાબર ચડવું.
મેં કહ્યું, એ વાત તો મને યોગ્ય લાગતી નથી. મુમુક્ષુજીવને પણ કોઈપણ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ઉદય હોય એ પૂર્વકર્મ અનુસાર છે. એ માને છે કે હું મારું ઘરબાર, સંસાર, કારોબાર ચલાવવા માટે પૂરેપૂરો વખત અને પૂરેપૂરી સાવધાની દઉં તો એવું સરખું ચાલે કે સારામા સારું (ચાલે). સંસારની અંદર કોઈ પ્રતિકૂળતાઓ ન આવે અને અનુકૂળતાથી બધી આપણી જીવનની ગાડી ચાલે. એ વાત(માં કાંઈ માલ) નથી. આજે એકદમ સફળતાથી કાર્ય કરતો દેખાતો માણસ આવતીકાલે તે જ માણસ નિષ્ફળ જાય છે. એ જ કાર્યમાં નિષ્ફળ જાય છે, જે કાર્યમાં એ સફળ થયો હોય. કેમકે બીજા સંયોગો એના હાથની વાત નથી.
એટલે મુમુક્ષુએ એ નિર્ધાર કરવો જોઈએ કે કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હો, મારું આત્મકાર્ય કરવાનું હું મુખ્યપણે ચાલુ રાખીશ અને ગૌણપણે આ બધું જે સાંસારિક કાર્ય કરવું પડે છે, કર્યા વિના મારો ઉપાય નથી, મારા પિરણામ જ બગડી જાય. જો એ કાર્યની પ્રવૃત્તિ બિલકુલ છોડી દેતા, હઠથી પણ, જોરજુલમથી, દમનથી અને હઠથી છોડી દઉં તો મારા જ પરિણામ બગડવાના છે, ક્લેશ પામવાના છે. એટલે પરિણામને સમતોલ રાખવા પૂરતી વાત છે.
જેમ માણસ ગમે તેટલો વેપાર-ધંધો કરે પછી એમ કહે ને કે ભાઈ ! થોડીવાર આપણે હરવા-ફરવા કયાંક Mental recreation માટે જઈએ. શું કહે ? માનસિક રાહત-આરામ મળે. માનસિક આરામ મળે. ચાલો ફરવા જઈએ, ચાંય
Page #432
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭
૪૧૩ હરવા જઈએ. કેમ એમ કરે છે? અથવા બાર મહિનામાં અમુક મહિના રજા લઈને ફરવા જાય. કે કામકાજની અંદર માથું એટલું બધું ખરાબ થયું હોય તો થોડીક માનસિક રાહત થઈ જાય. એને એ માનસિક રાહત લેવાને બદલે આ બાજુ આ રસ્તો પકડવાની જરૂર છે. મુખ્યપણે પોતાનું આત્મહિત કરે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પૂર્વકર્મના ઉપાર્જિત કર્મ અનુસાર ગમે તે પ્રકારના હો, સાથે સાથે આ કામ મારે ચાલુ જ રાખવું જોઈએ. હરહંમેશ–નિત્ય. એવો અભ્યાસ રાખવો.
જેને વિષે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થસાધનો ઉપદેશ્યાં છે, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે....' જે ધર્માત્માઓ ત્યાગ-વૈરાગ્યમાં આવીને જેણે પરમાર્થ સાધ્યો, પાછો એકલો બાહ્ય ત્યાગ વૈરાગ્ય નહિ પણ પરમાર્થ સાધનો ઉપદેશ્યાં છે. ત્યાગ-વૈરાગ્ય સાથે જેનો પરમાર્થનો સંબંધ છે. પરમાર્થ વગરના નહિ. તેવા ગ્રંથો વાંચવાનો તે પ્રકારના પુસ્તકો-ગ્રંથો છે એ વાંચવાનો પરિચય કર્તવ્ય છે, એટલે એ ભાવ એને ચાલુ રહે એના માટે આ પરિચય પણ કર્તવ્ય છે.
અને અપ્રમત્તપણે...” એટલે પ્રમાદ વગર. પ્રમાદ વગર એટલે જાગૃતિએ. આત્મજાગૃતિએ પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે.' આત્મજાગૃતિપૂર્વક પોતાના દોષ જોવા, ત્યાગ-વૈરાગ્ય આદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા હોય એવા ગ્રંથોનું અધ્યયન કરવું. શાસ્ત્રોનું અધ્યયન કરવું. અને વર્તમાન કર્મ ઉદયમાંથી રસ છોડી દેવો. આરંભપરિગ્રહનો રસ છોડી દેવો. એ વગેરે પ્રકારે સત્સમાગમનો અભાવ હોય ત્યારે પણ મુમુક્ષુએ પ્રવર્તવું ઘટે છે. આ મુમુક્ષુએ કેમ પ્રવર્તવું એની જ્ઞાનીપુરુષની શિખામણ છે. મુમુક્ષુએ જીવન કેવી રીતે જીવવું ? આ પ્રશ્ન થાય છે ને? શું કરવું? શું કરવું? આ કરવું. લ્યો !
મુમુક્ષુ – અપ્રમત્તપણે પોતાના દોષ જોવા...
પૂજ્ય ભાઈશ્રી:- વારંવાર જોવા. એકદમ જાગૃત રહીને. અપ્રમત્તપણે એટલે પ્રમાદ વગર. એમાં પ્રમાદ ન કરવો. અથવા પ્રમાદ ન કરવો એટલે અજાગૃતિ એમાં ન થવી જોઈએ. ક્યારેક જોવે. પાછો ઉદયમાં એવો લાગી જાય. વળી ક્યારેક એને પોતાના દોષનો વિચાર આવે. એ વિચાર આવે. જોવે શું ? એને વિચાર આવે. વિચારની વાત નથી. (દોષ) ચાલતો હોય ત્યારે એને પકડવો. ઊભો હોય ત્યારે એને પકડવો. એમ વાત છે. દોષ ઊભો હોય ત્યારે, દોષ ચાલતો હોય ત્યારે એને પકડવો. તો એ દોષ છે એનો રસ ગળી જાય. વિચાર આવે એમાં એટલું કામ ન થાય. એ અભ્યાસ રાખવામાં પણ Practice છે અને દોષ જોવામાં પણ Practice
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૪
રાજહૃદય ભાગ-૧૩ છે. એ Practiceનો વિષય થયો. અને ગ્રંથ વાચવો, વિચારવો એમાં વિચારની વાત થઈ. એમ વિચા૨ અને Practice બેય લીધી છે. Theory છે. ગ્રંથોની અંદર તો વ્યાખ્યા છે એટલે Theory છે. અને એને આ બે જગ્યાએ લાગુ કરવી. જ્યાં આરંભપરિગ્રહનો પોતાને ઉદયમાન પ્રસંગ હોય ત્યાં અને જ્યાં પોતાના દોષ ઉત્પન્ન થતા હોય ત્યાં. બસ ! આ બે જગ્યાએ આ Practice ક૨વી. વાંચેલું હોય એને લાગુ કરવું.
આ રીતે મુમુક્ષુની ભૂમિકામાં જીવન જીવવા યોગ્ય છે કે જેને કારણે એને દર્શનમોહનો અનુભાગ ઘટે, મિથ્યાત્વનો રસ ગળે. સાદી ભાષામાં કહીએ તો મિથ્યાત્વનો રસ ગળે. અને પોતાના સ્વરૂપને સમજવા જેટલો પોતાના સ્વરૂપનો ભાવ ભાસે એટલી હદે એનું જ્ઞાન એ ભૂમિકામાં, મુમુક્ષુની ભૂમિકામાં નિર્મળતામાં આવે. બસ ! ત્યાં સુધી એણે આ પ્રયોગ ચાલુ રાખવો, આ પ્રકારનું જીવન ચાલુ રાખવું. જ્યાં સુધી સ્વરૂપનો ભાવ ભાસે નહિ ત્યાં સુધી જિજ્ઞાસાપૂર્વક (ચાલુ રાખવું). સ્વરૂપ કેવું છે એની જિજ્ઞાસાપૂર્વક. પછી જ્યારે ભાવભાસન થાય ત્યારે તો આપોઆપ આગળનો રસ્તો શું કર્તવ્ય છે અને અકર્તવ્ય છે એનો વિવેક આવી જાય છે. એક Postcardની અંદર લખેલું છે.
મુમુક્ષુ ઃ–
પૂજ્ય ભાઈશ્રી :- એ તો જીવે એમ જ કર્યું છે. સાચો રસ્તો નથી મળ્યો એટલે ખોટો ઉપાય એવી રીતે જ કર્યો છે કે વૃત્તિને દમન કર્યું છે. ધાર્મિક પર્વના દિવસો આવે ત્યારે ધર્મ કરવાનો દિવસ માન્યો છે. અને બાકીના દિવસોમાં કર્મ ક૨વાના દિવસો માન્યા છે. રોજ આહાર-પાણી લેવા તો રોજ ધર્મ કરવો એમ ન હોય ? જો શરીરને રોજ આહારની જરૂર છે, નિંદ્રાની જરૂ૨ છે, પાણીની જરૂર છે. એને માટે વખત પણ કાઢે છે. તો પછી આત્માના કલ્યાણ માટે રોજ આત્મભાવનું સિંચન કરવું એવી જરૂર નથી ? દેહને જરૂર છે તો આત્માને જરૂ૨ નથી ? પણ આ જીવે અનાદિકાળથી અનંત કાળ અત્યાર સુધીનો વ્યતીત કર્યો એમાં એકલું દેહાર્થે જ જીવન જીવ્યો છે. આત્માર્થે જીવન જીવ્યો નથી. હવે આત્માર્થે જીવન જીવવાની શરૂઆત કરવાની છે. દેહનું જે થાવું હશે એ થાશે એવી ઉપેક્ષા કરીને. એવી ઉપેક્ષા કરીને એટલે દેહની સાવધાની છોડીને. દેહની સાવધાની છોડીને એટલે દેહાર્થની પણ સાવધાની છોડીને આત્માર્થની સાવધાની આવે તો આત્માર્થની દિશામાં એક ડગલું કાંઈક વિકાસ થવાનો અવકાશ છે. પણ દેહાર્થની સાવધાની
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૧૫
પત્રક-૬૮૭ એવીને એવી રાખવી છે અને આત્માનું સાથે સાથે કરવું છે. અને એ આત્માનું કેવી રીતે કરવું છે ? કે થોડાક પુસ્તકો વાંચીએ, થોડુંક સાંભળી લઈએ, થોડું ધારી લઈએ. પૂજા, ભક્તિ, દયા, દાન કરીએ. ચાલો. એ રીતે અનંત કાળે પણ કોઈ સાધન થાય એવું નથી.
આપણે કોઈવાર લઈએ છીએ કે, ભાઈ ! એટલી મૂડી ભેગી થાય કે જેના વ્યાજમાં મોંઘવારી વધે તોપણ આજીવિકામાં વાંધો આવે નહિ. એટલી મૂડી જો Bank માં Fix માં મૂકી દઈએ તો પછી નિવૃત્તિ લઈને નિરાંતે સોનગઢ' જઈને બેસીએ. પછી “સોનગઢ' જઈને બેસે એ “સોનગઢ' જઈને નથી બેઠો પણ Bank ની Fix deposit ઉપર જઈને બેઠો છે. “સોનગઢમાં નથી બેઠો. એટલે એ સોનગઢમાં જાય કે ગમે ત્યાં જાય પછી કાંઈ પત્તો લાગે એવું નથી. કેમકે આધાર ખોટો છે. આધાર શું લીધો ? કે હવે મને વાંધો નથી. મારી પાસે એટલું છે કે હવે મને વાંધો નથી. એ આધારે એને આત્માનું કાર્ય કરવું છે. આધાર જ્યાં સુધી પોતાના સ્વરૂપનો લેવાનો અભિપ્રાય નહિ થાય ત્યાં સુધી અનાદિનો જે આ આધાર લીધો છે એ મૂકવાનો નથી. દઢ કરશે. ધર્મના બહાને પણ એને દઢ કરશે. નિવૃત્તિના બહાને પણ એને દઢ કરશે. એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ - મૂળમાં જ ભૂલ છે ને? પૂજ્ય ભાઈશ્રી – હા. મૂળમાં જ ભૂલ છે. રસ્તો જ ખોટો છે. એ રસ્તો ખોટો છે. મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :- હા. બરાબર છે. પણ અહીંયાં એમ કહે છે કે સગવડતા ન હોય તો યાચના જ કરવી એવું નહિ. સગવડતા ન હોય તો અગવડતાએ ચલાવી લેવું એમ કેમ નથી આવતું ? અને સગવડતા કેટલી જોઈએ એનું કોઈ જગ્યાએ પૂર્ણવિરામ છે ? કોઈને કોઈની સગવડતાનું પૂર્ણવિરામ દેખાય છે ? કે ભાઈ, આટલી સગવડતા મળી હવે મારે પૂરેપૂરી થઈ ગઈ. હવે મારે વાંધો નથી. પછી તો કાંઈ એનું પૂર્ણવિરામ તો છે નહિ. એ પરિસ્થિતિ કાંઈ બરાબર નથી.
મુદ્દાની વાત એ છે કે કોના આધારે ધર્મ કરવો છે ? સગવડતાના આધારે કરવો છે કે આત્માના આધારે કરવો છે ? સગવડતાના આધારે સગવડિયો ધર્મ થાશે, આત્મધર્મ નહિ થાય. અમારે તો સગવડિયો ધર્મ. સગવડ હોય એ પ્રમાણે, કરીએ. સગવડ ન હોય એ પ્રમાણે અમે ન કરીએ. ૬૮૩ પત્ર પૂરો) થયો.
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૬
રાજદ્રય ભાગ-૧૩
પત્રાંક-૬૮૪
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫ર “અન્ય પુરુષકી દૃષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય.'
-વિહાર-વૃંદાવન.
૬૮૪. એમાં “સોભાગભાઈને કોઈ એક “વૃંદાવન' નામના કવિનું પદ મૂકી દીધું છે. એક કડી લખીને મૂકી છે. છોડી દીધો છે. પત્ર છોડી દીધી છે. આગળપાછળ કોઈ ટીકા-ટિપ્પણી, ઉપદેશ-સૂચના કાંઈ નહિ.
અન્ય પુરુષકી દૃષ્ટિમેં, ગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર,
બતાય.” પોતાની દશા લખી છે. અમે તો આ સ્થિતિમાં છીએ. બીજા લોકોની દૃષ્ટિમાં એમ લાગે છે કે આ જગતના વ્યવહારની વચ્ચે ઊભા છે. દુકાને બેસે છે, લે છે, જે છે. લેવા-દેવાનો બધો વ્યવહાર બરાબર સંભાળીને કરે છે. એ “અન્ય પુરુષકી દષ્ટિમેં, જગ વ્યવહાર લખાય;” લખાય એટલે જ્ઞાનમાં આવે-સમજાય. વાવન...” કહે છે, કવિ પોતે કહે છે કે જબ જગ નહીં. મને તો જગત જ દેખાતું નથી. એકલો આત્મા દેખાય છે. મને તો મારા આત્મા સિવાય કાંઈ દેખાતું નથી. “અર્જુન બાણાવળીને મત્સ્યવેધની અંદર માછલીની એકલી આંખ દેખાતી હતી, બીજું કાંઈ દેખાતું નહોતું.
વૃન્દાવન, જબ જગ નહીં, કીન વ્યવહાર, બતાય.” પછી બતાવો તમે એને વ્યવહાર કેવી રીતે હોય ? આત્મા-આત્માની વચ્ચે તો વ્યવહાર હોતો નથી. અભેદ સ્વરૂપમાં જ્યાં અમે નિવાસ કર્યો છે ત્યાં લેવા-દેવાની કડાકૂટ રહેતી નથી. ૬૮૧માં કહી ગયા. કે હે કૃપાળુ! મેં તારા અભેદ સ્વરૂપમાં નિવાસ કર્યો છે એટલે હવે તો કોઈ લેવા-દેવાની કડાકૂટ રહી નથી. કોની સાથે વ્યવહાર કરવો ? એ રીતે પોતાની આત્માની મસ્તીની એક કડી કોઈ બીજા કવિના આધારે લખી છે. એ ૬૮૪માં તો ખાલી બે પંક્તિ છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૫
પત્રાંક-૬૮૫
૪૧૭
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨
કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગયોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચનો તેમાંથી લખી મોકલશો. સમ્યગ્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે.
વીરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે.
૬૮૫મો પત્ર ‘અંબાલાલભાઈ' ઉપરનો છે. ‘કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી.' આગળ જે ‘કુંવરજી મગનલાલ'નો પત્ર આવી ગયો. એની વાત ‘અંબાલાલભાઈ’ને લખે છે. તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગયોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું.’ અમે એને આ રીતે જ્વાબ લખ્યો છે. કે, ભાઈ ! તમે ખંભાત' લખશો. અને અમે પણ અહીંયાં લખશે તો પૂછાવશે એનો યોગ્ય જવાબ આપશું. પણ એ પૂછાવે એ પહેલા પોતે જ પત્ર લખી નાખ્યો છે, કે ભાઈ ! આ રીતે પૂછાવે, પછી પોતે જવાબ લખે પછી એટલું મોડું ન થાય. પોતે જ લખી નાખ્યું છે કે આ રીતે પત્રવ્યવહાર ચાલ્યો છે.
જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચનો તેમાંથી લખી મોકલશો.' જુઓ ! કેટલી વાત લીધી ! જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય...' એમ. મોટી-મોટી વાતો, ઝીણામાં ઝીણી વાતો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઊંચી-ઊંચી વાતો મોકલજો એમ નથી લખ્યું. અત્યારે એને શું ઉપકારભૂત થાય એવો જરાક ખ્યાલ રાખીને. આ લાઈનદોરી શું આપે છે ? કોઈ મુમુક્ષુ માટે એ
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૮
રાજહૃદય ભાગ-૧૩ જ્યાં ઊભો છે એટલે ઓછા-વત્તા પ્રમાણમાં પરિચયમાં હોય. એને ઉપકારભૂત થાય “એવા કેટલાક વચનો તેમાંથી...” એટલે તમારી પાસે છે એમાંથી “લખી મોકલશો.
એમાં પણ “સમ્યગ્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે.” આ પોતે એમની “કુંવરજીભાઈની યોગ્યતા જોઈ છે. તો એને આ વિષયના વચનો લખીને મોકલજો કે જેમાં સમ્યગ્દર્શનના લક્ષણ એ વગેરે જેની અંદર લખ્યું હોય. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વિષયના જે પત્રો આવ્યા છે એ એમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે.”
વીરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો...” એ પણ એમણે ત્યારપછી જ એ પત્ર “સુખલાલભાઈનો ચાલી ગયો છે. ના પછીનો આવે છે. ૬૮૬માં આવે છે. તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે કે બંનેને એ રીતે તમે એક એક નકલ મોકલજો. એ રીતે “અંબાલાલભાઈને સૂચના આપી છે. અને એમની સૂચના પ્રમાણે એ બધું કાર્ય એ વખતે કરતા હતા.
પત્રાંક-૬૮૬
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૫ર તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ ત્રણ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયાં કોઈક વાર બની શકે છે.
અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપન કરશો. એ જ વિનંતી.
૬૮૬ છે એ “સુખલાલ છગનલાલ, વીરમગામ' ઉપરનો છે. ‘તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. એ દેશમાં આવી ગયા હશે. ત્યારપછી મુંબઈ આવવાનું થયું છે. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ ત્રણ
Page #438
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭.
૪૧૯ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયાં કોઈક વાર બની શકે છે. અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે.” એટલે પત્ર લખવાનું અનિયમિત છે.
પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો....' પ્રતો એટલે નકલો. “શ્રી અંબાલાલ પાસે છે. પહેલા કેટલાક મુમુક્ષુઓને પત્રો લખ્યા છે. એટલે એમણે કોઈ પુસ્તક નથી લખ્યું. જોયું ! પત્રો લખ્યા છે. બહુ શરૂઆતમાં મોક્ષમાળા' લખી એ જુદી વાત છે. પણ પછી જોકે એ વિષયમાં લખવાનો એટલો ઉપયોગ ચાલ્યો પણ નથી અને સમય પણ એમને ઉદયકાર્યો વચ્ચે નથી મળ્યો. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.” જ્ઞાનની નિર્મળતા-ક્ષયોપશમ જ્ઞાનની નિર્મળતા. શુદ્ધિનો અર્થ અહીંયાં નિર્મળતા લેવો. દર્શનમોહનો અનુભાગ ઘટે તો એ નિર્મળતા થાય. આગળ એક જગ્યાએ લખ્યું કે તમે ગંભીરતાથી સ્થિર ચિત્તે વાંચજો. આ પત્રોને તમે સ્થિર ચિત્તે ગંભીરતાપૂર્વક વાંચજો. અને અહીંયાં એમ કહે છે કે આ પત્રો વાંચવા વિચારવાના પરિચયથી તમારા જ્ઞાનની નિર્મળતા વિશેષ થઈ શકવા યોગ્ય છે. એટલી એને એક સાથે સાથે સૂચના કરી દીધી છે.
શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો.” અને અંબાલાલભાઈને તે માટે તમે લખશો ‘એ જ વિનંતી.” છે. એમ કરીને સુખલાલભાઈને પણ આ પત્રો વાંચવા માટેની પોતે સૂચના આપી છે.
પત્રાંક-૬૮૭
મુંબઈ, વૈશાખ સુદ ૧, ભોમ, ૧૯૫૨ ઘણા દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશો.
અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમાં કેટલાક વખત થયાં ઘણું કરીને તથા રૂપ પ્રારબ્ધને લીધે થતું નથી.
કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૦
રાજહૃદય ભાગ-૧૩
ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ત પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કચા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખાણ ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે ?
સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષીણ થયું છે; ‘અનંતાનુબંધી' પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે શાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો.
૬૮૭મો પત્ર ‘સોભાગભાઈ’ ઉ૫૨નો છે. ઘણા દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી.’ એટલે વિકલ્પ જ ચાલતો નથી એમ કહેવું છે. તથારૂપ પ્રારબ્ધ એટલે શું ? કે પત્ર લખવો પણ એક અમારું પ્રારબ્ધ છે. ઉદયભાવ છે ને ? એટલે એ પ્રારબ્ધમાં નાખે છે. પ્રારબ્ધ અને અમે જુદા પડી ગયા છીએ. પૂર્વકર્મ અને અમે જુદા પડી ગયા છીએ. પૂર્વકર્મકૃત કાંઈ થાય તો થાય, ન થાય તો ન થાય. અમે અમારા કામમાં પડેલા છીએ. એમ કહે છે. એટલે થતું નથી. પ્રારબ્ધને લીધે થતું નથી એમ કહેવું છે. હવે આ જે Paragraph છે એ વિષય ઉપર તો આપણે
Page #440
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭
ઘણી ચર્ચાઓ ચાલી છે. એ વિષય છે.
‘કરવા પ્રત્યે વૃત્તિ નથી...' શું કરવા પ્રત્યે ? વ્યવહારની પ્રવૃત્તિ, વ્યવસાયની પ્રવૃત્તિ અથવા ઉદયમાન સંસારિક કાર્યોની પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી એટલે રસ નથી. વૃત્તિમાં શું ? રસ નથી. અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી....’ એટલે એક ક્ષણ પણ એ કર્તવ્ય છે, બીજા ક્ષણે છોડી દેવું. પહેલે ક્ષણે એ કર્તવ્ય છે એમ એ કરવા યોગ્યપણે પણ જેને ભાસતું નથી. તેમ છતાં પ્રવૃત્તિ ‘કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે,' એટલે વેપાર કરતા પૈસાની કમાણી થાય. શું થાય ? પ્રવૃત્તિ કરતા નફો થાય તો એ પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે,...’ જ્ઞાની કેવા હોય છે એની વાત કરે છે.
.
૪૨૧
તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય,...’ (વેપારમાં પૈસાની કમાણી થતી હોય તો એમ જોવે છે) કે એથી મારા આત્મામાં કાંઈ મળ્યું નથી. તેવા કોઈ આપ્તપુરુષ...' આપ્તનો અર્થ થાય છેપારમાર્થિક વિષયમાં જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય. પરમાર્થ એટલે આત્મકલ્યાણ. આત્માના કલ્યાણના વિષયમાં જેના વચનો ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા જે વિશ્વાસને યોગ્ય હોય, વિશ્વસનીય જેને કહેવામાં આવે છે. એવા પુરુષને આપ્તપુરુષ કહેવામાં આવે છે.
જૈનદર્શનમાં આપ્તપુરુષનો મુખ્ય અર્થ અરિહંતદેવને કરવામાં આવ્યો છે. અરિહંતદેવને આપ્તપુરુષ ગણ્યા છે. કેમકે અરિહંતદેવ સંપૂર્ણ નિર્દોષ થયા છે, સંપૂર્ણ વીતરાગ થયા છે. જેમને રાગનો પણ એક અંશ નથી અને જેમને અજ્ઞાનનો પણ એક અંશ નથી. વિપરીત જ્ઞાનનો પણ એક અંશ નથી અને અલ્પજ્ઞત્વનો પણ જેને એક અંશ નથી. એવા જે સંપૂર્ણ નિર્દોષ થયા છે તેમના વચન ઉપર અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી, અવકાશ નથી કે એમના વચનો ઉપ૨ અવિશ્વાસ કરી શકાય. એટલે અરિહંત તીર્થંકરદેવને આપ્તપુરુષ કહેવામાં આવ્યા છે.
પછી બીજો નંબર આવે છે નિથગુરુનો. એ પણ આપ્તપુરુષ છે અને ત્રીજો નંબર આવે છે સત્પુરુષનો-જ્ઞાનીપુરુષનો. સ્વાનુભવ સંપન્ન જે છે એમનો કે જેમના વચનો આત્મકલ્યાણ માટે વિશ્વાસ મૂકવા યોગ્ય છે. આત્મકલ્યાણના વિષયમાં તેઓએ અનુભવથી આત્મકલ્યાણને સિદ્ધ કર્યું હોવાથી, સિદ્ધ નામ પ્રાપ્ત કર્યું હોવાથી, એ રસ્તાના તેઓ અજાણ નહિ હોવાથી, એ રસ્તાના તેઓ અજાણ નહિ હોવાથી એમના વચનો ઉપ૨ વિશ્વાસ મૂકવા યોગ્ય છે. એટલે એમને આપ્તપુરુષ કહેવામાં આવે છે. આ
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૨
રાજહૃદય ભાગ-૧૩
ચાલુ ભાષામાં નથી વપરાતો. જૈનશાસ્ત્રની પરિભાષાનો આ શબ્દ છે. પારિભાષિક શબ્દ છે. તેવા કોઈ આપ્તપુરુષ. કોઈ આપ્તપુરુષ હોય. પછી એ શાની સમ્યગ્દષ્ટિ હોય, નિગ્રંથમુનિ હોય, તીર્થંકરદેવ હોય. પણ અહીંયાં તો સત્પુરુષ લેવા કેમકે અહીંયાં એ પ્રવૃત્તિમાં છે. નિથને પ્રવૃત્તિ નથી, અરિહંતને પ્રવૃત્તિ નથી. એટલે અહીંયાં આપ્તપુરુષનો અર્થ જ્ઞાનીપુરુષ લેવા છે, સત્પુરુષ લેવા છે કે જે ચતુર્થ ગુણસ્થાને બિરાજમાન હોય છે.
તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી..' એટલે એવા પ્રકારના કોઈ પૂર્વકર્મના યોગે પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય,...' એમને એવો સંયોગ હોય કે જેને પરિગ્રહ કહેવાય. ભાઈ ! આ Bank balance એમનું છે. આ ખાતામાં ૨કમ જમે પડી છે એ એમના નામે છે, આ એમના કપડા છે, આ એમનું ઘર છે, આ ઘરની માલિકી એમની ગણાય છે. એ બધો પરિગ્રહ સંયોગાદિમાં વચ્ચે વર્તતા દેખાતા જોવામાં આવતા હોય. તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ?” હવે એમણે એક જ પ્રશ્નને ઉલટાવ્યો છે. ખરી વાત તો. એવા પુરુષને જ્ઞાનદશા છે કે જે પુરુષ પૂર્વ પ્રારબ્ધના યોગથી બીજા સામાન્ય મનુષ્યોની જેમ જ પરિગ્રહ અને સંયોગની વચ્ચે જોવામાં આવતા હોય તો એ પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ?’ કઈ રીતે જાણી શકાય ? એમ કહ્યું. એક તો જાણવાની રીત શું ? આ પ્રશ્ન છે.
જ
બીજો કે તે પુરુષ આપ્ત (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે,...' પરમાર્થ અર્થે એટલે આત્મકલ્યાણ અર્થે પ્રતીતિ ક૨વા યોગ્ય છે, વિશ્વાસ કરવાયોગ્ય છે, ભરોસો કરવા યોગ્ય છે. અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ?” એના લક્ષણ શું ? એક તો કઈ રીતમાં એ એનો પેટા વિભાગ છે. ગમે તે રીત હોય પણ એના લક્ષણ જો ન હોય તો એ લક્ષણ વગરની એ રીત પણ પર્યાપ્ત નથી. માટે એના કયા લક્ષણો હોય કે જે લક્ષણ દ્વારા એને જ્ઞાનદશા છે એમ ઓળખી શકાય ? એટલે રીત અને રીતમાં લક્ષણની વાત પણ સ્પષ્ટ કરી. લક્ષણ વગરની રીત નહિ પાછી. જ્ઞાનદશાના કોઈ લક્ષણો પણ એના તપાસવા જોઈએ, એમ કહે છે.
ત્રીજું, ‘કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું,...' હવે પોતે અજાણ્યો છે પણ કોઈ બીજા મુમુક્ષુએ એમ કહ્યું કે, ભાઈ ! આ જ્ઞાની છે. તમારે જો સત્સંગ કરવો હોય તો આ જ્ઞાનીપુરુષ છે. ભલે એ આરંભપરિગ્રહમાં દેખાતા હોય છે, પણ એ જ્ઞાની છે એમ જાણવામાં આવ્યું, તો તે
Page #442
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭
૪૨૩
ઓળખાણમાં ભાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે,...’ એ વેપાર કરે છે ત્યારે રાગ કરે છે, કોઈ વખત દ્વેષ કરતા જોવામાં આવે છે. અને એ સંબંધીનો ચારિત્રમોહ પણ જોવામાં આવે છે. સામાન્ય માણસ માટે તો દર્શનમોહ અને ચારિત્રમોહ જુદો પાડવો તો મુશ્કેલ છે. પણ મોહ જોવામાં આવે છે. પછી એ કર્યો મોહ ગણવો એ વળી બીજી વાત છે. પણ એમનો રાગ દેખાય છે, એમનો દ્વેષ દેખાય છે. રાગ હોય અને દ્વેષ ન હોય એવું કોઈ દિ’ બને જ નહિ. રાગને બીજી બાજુ એક સિક્કાને જેમ હોય છે એ દ્વેષની છે. રાગ ખસે ત્યાં દ્વેષ આવ્યા વિના રહે નહિ. જેના ઉપર રાગ હોય એના ઉપ૨નો રાગ ખસે ત્યારે સીધો દ્વેષમાં પરિણમી જાય. આ સામાન્ય સંસારીજીવની કુદરતી પરિસ્થિતિ છે, અનિવાર્ય પરિસ્થિતિ છે. કોઈ એમ કહે કે અમને રાગ છે પણ અમે ક્યાંય દ્વેષ નથી કરતા. અમને રાગ ખરો. રાગની ના નથી પાડતા. પણ અમે કચાંય દ્વેષ ન કરીએ, ક્રોધ ન કરીએ, અમે ફલાણું ન કરીએ. ખોટી વાત છે. જેને રાગ છે એને દ્વેષ આવ્યા વિના રહી શકે નહિ. કેમકે પ્રતિપક્ષ છે. એક સિક્કાની બે બાજુ જેવો. ઉલટી બાજુમાં એ ઊભો જ છે. એવું દેખાય છે એટલે ભ્રાંતિમાં પડે. કે આવા રાગ-દ્વેષ, મોહી હોય એ વળી જ્ઞાની કેવી રીતે હોય ? એમ ભ્રાંતિમાં પડે એવો તેનો વ્યવહાર દેખાતો હોય.
2
તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે...’ એ ઓળખવાની રીત કઈ પાછી ? આ એક ત્રીજો પેટા પ્રશ્ન કાઢ્યો છે. કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે ?’ જુઓ ! અહીંયાં પણ લક્ષણની વાત કરી. આમ આ એક Paragraphમાં જ્ઞાનીપુરુષને ઓળખવા અંગેનો વિષય પ્રશ્નચિહ્નમાં એમણે મૂકયો છે. ઉત્તર નથી આપ્યો. પોતે આ વિષયની સમસ્યા ‘સોભાગભાઈ’ માટે લખી છે. ઉત્કૃષ્ટ પાત્ર છે ને ? એ તો ઓળખી શકચા છે. એટલે એમને પૂછે છે કે તમે અમને ઓળખ્યા કે અમે જ્ઞાનીપુરુષ છીએ. વળી અમે પરિગ્રહાદિ સંયોગમાં વર્તીએ છીએ, અમારો રાગ, દ્વેષ અને મોહ દેખાય એવો છે. બીજા સામાન્ય માણસને પણ દેખાય એવો છે. કે આ ઝવેરી બજારની દુકાને બેઠા છે. વેપાર-ધંધો કરે છે. બરાબર ? અને કુટુંબ, પરિવાર અને બૈરા-છોકરાવાળા પણ છે. આ તો બધી ખુલ્લી વાત છે. તો પછી તમે કેવી રીતે માન્યું કે અમે જ્ઞાનીપુરુષ છીએ ? એક તો તમે કઈ રીતે માન્યું ?
બીજું, કે એવી પ્રવૃત્તિમાં દેખાવા છતાં એવા કયા લક્ષણથી તમે માન્યું ? કઈ રીતે માન્યું અને અમે આ ૫રમાર્થ માટેવિશ્વાસ કરવા યોગ્ય જ્ઞાની છીએ એમ કયા લક્ષણથી
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૪
રાજહૃદય ભાગ-૧૩ માન્યું તમે ? આ સીધો એમને જ પ્રશ્ન છે, લ્યો ને. અથવા તમે કોઈ બીજાને કીધું હોય કે આ જ્ઞાની પુરુષ છે અને બીજા પણ માનવા માંડ્યા કે આ જ્ઞાની પુરુષ છે. તો આવા ઓળખાણમાં ભ્રાંતિ લાગે, કે નહિ (આ) જ્ઞાની લાગતા નથી. તો એને શું કરવું? એને કેવી રીતે સમજાવવા કે આ જ્ઞાની છે, એવી કાંઈ તમે એને કોઈ સૂચના આપી છે કે જુઓ ! ભાઈ !વેપાર કરે છે, ધંધો છે, વેપારી જેવા કપડા પહેરે છે. તે દિ તો અંગરખું, પાઘડી ને ખેસ ને બધું રાખતા હતા. એમના ફોટા છે એ પ્રમાણે બુટ પહેરેલા છે. અને ઘરે કુટુંબ-પરિવાર છે. માતા, પિતા, પત્ની, બાળકો બધું છે. એની અંદર પણ એ સપુરુષ છે એવી ભ્રાંતિ નિવૃત્તિ થાય એના માટે તમે એને કાંઈ કહ્યું છે? સમજાવ્યું છે? કે આંખો મીંચીને માની લ્યો એમ જ છે? અથવા એવા વ્યવહારમાં એ વર્તતા હોય ત્યારે પણ એનું જ્ઞાનલક્ષણપણું કેવી રીતે જાણવું એવું કોઈને સમજાવ્યું છે ? કીધું છે કે એમ જકીધું છે કે માની લ્યો. આ ચાર વાત બહુ સારી રીતે એમણે પૂછી છે).
જુઓ ! આ એક જ્ઞાનીને ઓળખવાના પ્રશ્નમાં એ પોતે કેટલા ઊંડાણથી વિચારે છે! જ્ઞાની થયા છે તોપણ. કોઈપણ મુમુક્ષુજીવે આટલા ઊંડાણમાં જઈને જ્ઞાની પુરુષની પરીક્ષા કરીને એને માન્ય કરવા જોઈએ. ઓલ્વે ઓથે માનવાનું કાંઈ ફળ નથી. અનંત કાળથી અનંતા તીર્થકરો મળ્યા. એથી ઝાઝાં નિગ્રંથ ગુરુ મળ્યા અને એથી જાજા સપુરુષ મળ્યા. અનંત વારમાં અનંત વાર તીર્થકર મળ્યા, એથી વધારે વાર નિગ્રંથગુરુ મળ્યા. કેમકે એની સંખ્યા વધારે છે અને એથી વધારે વાર સપુરુષ મળ્યા. કેમકે એની સંખ્યા એથી વધારે હોય. એ ત્રણમાંથી કોઈને ઓળખીને ક્યારે પણ માન્યા નથી. માન્યા છે ખરા.ઓળખીને ક્યારેય માન્યા નથી. એનું મહત્વ શું છે?કઈ વાત ઉપર છે?
ઓળખીને જો એકવાર માનવામાં આવે તો એ જીવનો સંસાર ન રહે. એને નિર્વાણપદની પ્રાપ્તિ થાય. નિર્વાણપદની પ્રાપ્તિ લીધી છે. સત્પરુષને ઓળખવાનું ફળ નિર્વાણપદ છે. પછી સમ્યગ્દર્શન છે એ કહેવાની જરૂર રહેતી નથી. એક જગ્યાએ પોતે લખ્યું છે-નિર્વાણપદનું મુખ્ય કારણ એવા જે સત્પરુષ, એમની ભક્તિ. આગળ આવી ગયું. આ બાજુ, ડાબા હાથ બાજુ ઉપરમાં જ છે. કેટલામું ?
મુમુક્ષુ -૪૦૬ પાનું.
પૂજ્ય ભાઈશ્રી:–૪૦૬ પાનું. બહુ ઝડપથી મળી ગયું. પત્રાંક) ૫૦૪ માં ? તેનું મહત્ત ફળ છે એટલું લીધું છે.
કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહતુ ફળ છે; મહતુ ફળમાં નિર્વાણપદ
Page #444
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭.
૪૨૫ છે એ વાત છે. પણ ઓલામાં તો ચોખ્ખું લખ્યું છે કે એનું ફળ નિર્વાણપદ છે. એમ કરીને બહુ સ્પષ્ટ લખ્યું છે. ડાબા હાથ બાજુ ઉપરમાં લખેલું છે. અથવા એમ લખે કે, ભાઈ ! જ્ઞાનીને ઓળખે તો એનું નિર્વાણપદ સુલભ હોય. એ તો હમણાં આવી ગયું. જો જ્ઞાનીને બધા ઓળખી શકતા હોય તો નિર્વાણપદપણ સુલભ જહોત. એમ કરીને લીધું છે.
મુમુક્ષુ-કેમ ન હોય?
પૂજ્ય ભાઈશ્રી:- હા. કેમ ન હોય, એમ કરીને. ઓલામાં તો સ્પષ્ટ જ લખ્યું છે કે એનું ફળનિર્વાણ છે.
મુમુક્ષુ:- (પત્રાંક) ૬૭૯ પૂજ્ય ભાઈશ્રી:-૬૭૯હમણાં જ ગયો.
મુમુક્ષુ – જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.
પૂજ્ય ભાઈશ્રી :- એ વાત લીધી. ઓલામાં તો એમ જ સીધું લીધું છે, નિર્વાણપદનું કારણ એવા જે સત્પરુષ. એમ કરીને લીધું છે. પત્ર પૂરો થતાં એ વાત લખી છે. ચર્ચામાં હમણાં આવી ગયું, ચર્ચામાં આવી ગયું. એ વાત પછી જોઈ લઈશું.
ચાલતા વિષયમાં એ વાત છે કે થોડોક ઉત્તર તો એમણે આપ્યો છે કે પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી એવી વૃત્તિ જોઈ શકે. પ્રવૃત્તિ કરતા હોવા છતાં જેને પ્રવૃત્તિમાં રસ નથી. કોણ સપુરુષ છે, એ એમણે પોતે વ્યાખ્યા બાંધી છે. પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી કે મારે પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રારબ્ધવશાત કરવી પડે છે એ બીજી વાત છે પણ એને રસ નથી. અથવા રોગમાં કોને રસ હોય ? એમણે દાખલો વરનો આપ્યો છે કે જ્યારાદિ ઉત્પન્ન થતાં કોઈને એમાં રસ આવતો નથી. એમ ઉદયભાવમાં આ રાગરૂપી રોગનો ઉદય થયો એમાં કોને રસ હોય? કે એમાં રસ હોય નહિ.
કરવા પ્રત્યે વૃત્તિ નથી. “એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી. પ્રવૃત્તિ કરવી એવું એક ક્ષણ પણ લાગતું નથી. એવો જેનો અભિપ્રાય છે. એક ક્ષણ પણ પ્રવૃત્તિ જોઈતી નથી. એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો બીજો સમય જ્ઞાનીને, કોઈ જ્ઞાનીને જોઈતો નથી. આ ગુરુદેવશ્રી' કહેતા. અને પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેમની ઉદાસીનતા છે. આ ત્રણ લક્ષણ તો એમણે જ બાંધ્યા છે. તેવા કોઈ આપ્તપુરુષ. ત્રણ વાત તો પોતે જ લખી છે અહીંયાં ને અહીંયાં જ તે. બાકી તો ચર્ચા આપણે હોય.
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૬
રાજહૃદય ભાગ-૧૩ મોટે ભાગે જ્ઞાની પુરુષને ઓળખવામાં એમની વાણી સાધન છે. કેમકે ભાષા છે એ ભાવના નિમિત્તે આવે છે. એટલે ભાષા ઉપરથી ભાવને સમજી શકાય છે, ભાવનું ગ્રહણ કરી શકાય છે કે આ ભાષા કહેનારના ભાવ કેવા હોય. આત્મજ્ઞાન સંબંધીની જે ભાષા છે એની અંદર એક અપૂર્વતા છે, આત્માર્થનો ઉદ્દેશ છે અને પુરુષાર્થનું પ્રેરકપણું છે, પૂર્વાપર અવિરોધપણું છે. જે ૬ ૭૯ની અંદર વિષય ચાલી ગયો. ૬ ૭૯માં એ વાત જે આવી હતી. એ વગેરે જે ભાષાના ચિહ્નો છે એના ઉપરથી પણ ઓળખી શકાય છે. અથવા....
મુમુક્ષુઃ- (પત્રાંક) ૭૨૩.
પૂજ્ય ભાઈશ્રી :- ૭૨૩? લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ તમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી. એ મુમુક્ષુની યોગ્યતાનો વિષય લીધો છે, કે મુમુક્ષુ જ્યાં સુધી લોકષ્ટિ તમે નહિ અથવા લોકદષ્ટિમાં જે અંતવૃત્તિ એટલે એનો અંતરંગનો જે રસ છે-લોકના પ્રસંગનો, લૌકિક વસ્તુઓનો, લૌકિક વાતોનો જ્યાં સુધી એને અંતરંગમાં રસ છે એવું છૂટી ન જાય ત્યાં સુધી તે મુમુક્ષને જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે. એ કેવી અલૌકિક દૃષ્ટિથી વાત કરે છે એ વાત એને સમજાય નહિ. એમાં સંશય નથી. એ વાત ઓળખનારની યોગ્યતા સંબંધીની વાત લીધી છે. અહીંયાં એ વાત પણ અપેક્ષિત છે.
મુમુક્ષુ -જ્ઞાનીને ઓળખનાર મુમુક્ષુની વાત લીધી છે.
પૂજ્ય ભાઈશ્રી:- મુમુક્ષુની વાત લીધી છે કે કેવો મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકે ? લોકદૃષ્ટિવાળો નહિ ઓળખી શકે. જેની સમાજ ઉપર દૃષ્ટિ હશે, સમાજની મુખ્યતાવાળો જીવ હશે એને જ્ઞાનીની દૃષ્ટિ નહિ ઓળખાય. એટલે એને જ્ઞાની પણ નહિ ઓળખાય.
ગુરુદેવે એક વાત લીધી હતી કે જેને એ જોતા આવડે કે આ જીવની દૃષ્ટિ પોતાના અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહિ? એને કોઈ બાહ્ય ચિહ્ન જોવાના રહેતા નથી. પ્રારબ્ધયોગથી પરિગ્રહ, સંયોગાદિ ગમે તેમાં વર્તતા હોય તોપણ એની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોય અને પોતાની આત્મશાંતિ અર્થે જ જેના જીવનના પરિણમનનું વલણ હોય એવું જો કોઈ જીવ પારખી શકે, ઓળખી શકે તો એ જ્ઞાનીને ઓળખી શકે. નહિતર બાળબુદ્ધિજીવો. બાલાનામ પશ્યન્તિલિંગાઃ “ગુરુદેવ કહેતા કે બાળબુદ્ધિ જીવો તો બાહ્ય ચિહ્નોથી આકર્ષિત પામે છે. તે બાહ્ય ચિહ્નોમાં કોઈ ત્યાગ
Page #446
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭.
૪૨૭ જોવે છે. ધર્મબુદ્ધિએ કરેલો ત્યાગ અને ધર્મબુદ્ધિએ કરેલો શાસ્ત્રના જ્ઞાનાદિનો ક્ષયોપશમ. એ બંને બાહ્ય ચિહ્યો છે. અને તે બાળકોને જોવાનો વિષય છે. એ બાળકબુદ્ધિ જીવો એમાં ભ્રમણામાં પડે છે કે આ જ્ઞાની છે અને એ જ્ઞાની માનીને દોરવાઈ જાય છે. ખરેખર એ રીતે જ્ઞાનીની ઓળખાણ થઈ શકતી નથી. ન તો શાસ્ત્રજ્ઞાનથી જ્ઞાનીનું માપ નીકળે છે, ન તો કોઈ પદાર્થોના ત્યાગથી ત્યાગી થયેલાથી જ્ઞાનીનું માપ નીકળી શકે છે. બેમાંથી એકેય રીતે નીકળી શકતું નથી.
એ વિષય છે એ સૂક્ષ્મ પણ છે અને એ સૂક્ષ્મતા ગ્રહણ કરવા માટે પોતાને પણ સૂક્ષ્મ અવલોકન થઈ શકે એવો પ્રકાર હોવો જોઈએ. અથવા એમ પણ નીકળી શકે કે જિજ્ઞાસજીવ મોક્ષમાર્ગની શોધમાં, આત્મકલ્યાણની શોધમાં, જન્મ-મરણથી છૂટવાના માર્ગની શોધમાં પડ્યો હોય અને એ માર્ગ દેખાડનાર જેને મળે, અને એમાં એને એ માર્ગ દેખાય કે આમ છૂટાય છે એમ એ કહે છે. તો એને એના ઉપર પ્રતીતિ આવે છે કે નક્કી આણે માર્ગ જોયો છે. માર્ગ ન જોયો હોત તો એ આ વાત આ રીતે કરી શકત નહિ.
એટલે સંસાર પરિભ્રમણથી છૂટવાની જે વાત છે એ વાત છે એમ નહિ પણ વાત કરવાની જે રીત છે, એ રીત જે સમજી શકે છે અને એ રીતની શોધમાં પડેલાને જ્યારે એ રીત પકડાય છે ત્યારે એને એના વચન ઉપર અને એના પરિણમન ઉપર પ્રતીતિ આવે છે કે ખરેખર આ કહેનાર જ્ઞાની છે. જ્ઞાની હોય તો જ આમ કહી શકે નહિતર આમ કહી શકે નહિ. એ પત્રાંક) ૬૭માં એવો એક સંકેત કર્યો છે એ આ પ્રકારે કર્યો છે.
એમાં જે બગડો કર્યો છે. એમાં ત્રીજો Paragraph જે ત્રણ લીટીવાળો છે. અને ભાનસહિત પુરુષ વિના...” એટલે જ્ઞાની વિના. આત્મભાન જેને છે એ જ્ઞાની છે.
ભાનસહિત પુરુષ વિના....” એટલે જેને આત્મજ્ઞાન ન હોય તે વિના. “આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. આ પ્રકારે ઉપદેશ ન થાય. ઉપદેશ થાવો બીજી વાત છે અને ચોક્કસ અમુક પ્રકારે થવો, ખાસ પ્રકારે થવો તે જુદી વાત છે. એમ સહેજે તે જાણે છે. અથવા એમ સહેજે ઉત્કૃષ્ટ મુમુક્ષુ પણ જાણે છે. મધ્યમ કક્ષાના મુમુક્ષુ હોય કે મંદ દશાવાન મુમુક્ષુ હોય તેને ભાષાથી ભ્રમણામાં પડવાનો સંભવ છે. પણ ઉત્કૃષ્ટ દશાવાન અને જ્ઞાનીઓ એવી ભાષામાં આવીને કદિ ભ્રમણામાં આવતા નથી, અજ્ઞાનીને જ્ઞાની માનતા નથી. વિષય જરા વિશેષ વિચારણીય છે. કાલે ફરીને એ વિષય લઈશું.
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૮
તા. ૨૮-૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૭ પ્રવચન નં. ૩૧૧
રાજહૃદય ભાગ-૧૩
પોતે ગયો હોય કે કોઈના કહેવાથી પરિચયમાં ગયો હોય, કોઈપણ ભેદ હોય. સામે જ્ઞાનીપુરુષ છે એ પરિગ્રહ સંયોગાદિ વચ્ચે છે અને બીજા ઇચ્છક મનુષ્યોની જેમ જ પ્રવૃત્તિ કરતા જોવામાં આવે છે. આટલી વાતમાંથી જ્ઞાનીને ઓળખવા માટેનો એમણે જે વિષય ઉપાડ્યો છે એ વિષય કોઈપણ મુમુક્ષુજીવ માટે ઘણો મહત્વનો છે.
પ્રથમ પ્રશ્ન એ છે કે કઈ રીતે ઓળખવા જોઈએ ? ઓળખવાની રીત કઈ હોવી જોઈએ ? આ એક મહત્વનો વિષય છે. તો જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એની ઓળખવાની રીત એવી હોય છે કે મારે માત્ર જ્ઞાનીપુરુષનું જ્ઞાનીપણું જ જોવું છે અને એ સિવાય બીજું કાંઈ મારે જોવું નથી. કેમકે ઓળખવાની તીવ્રતા જેને વર્તે છે, ઓળખવાની જિજ્ઞાસા જેને વર્તે છે અને એમાં એને માત્ર જ્ઞાનીપણું ઓળખવું છે. બીજું કાંઈ જોવું નથી.
બીજું કાંઈ જોવું નથી એટલે શું ? કે એના ઉદયમાં કેવો ઉદય વર્તે છે એ મારે જોવું નથી. કેવું શરીર છે ? પ્રતિભા સંપન્ન શરી૨ છે ? કે સાવ કોઈપણ જાતનું વ્યક્તિત્વ ન હોય એવું શરીર છે ? પછી ભાષા એની બહુ સારી છે. સારી રીતે સમજાવી શકે એવી ભાષા સારી છે, સૌમ્ય છે કે એ ભાષામાં બરાબર નથી સમજાવી શકે એવો પ્રકાર છે ? નિર્ધન છે કે તવંગર છે ? સુરૂપ છે કે કુરૂપ છે ? પરિગ્રહ છે કે નથી ? ત્યાગી છે કે નથી ? વિદ્વાન છે કે નથી ? આવું કાંઈ જોવું નથી.
જોવાની રીતમાં શું વાત છે... કે એમના ઉદયમાં જેટલું કાંઈ છે એ ઉદયનું જોવાનું સાવ બંધ કરીને કોઈ એવો દૃષ્ટિકોણ અપનાવે છે કે આ પુરુષમાં જ્ઞાનીપણું તે શું પણ ? એના આત્માની દશામાં જ્ઞાનીપણું શું ચીજ છે ! એટલું જ જોવું છે. એ વિષયમાં આપણે એ વિચાર્યું હતું કે એવો ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુજીવ જોવાની રીતમાં જો એવો દૃષ્ટિકોણ અપનાવે, રીતનો વિષય ચાલે છે, કે આ જીવને,
Page #448
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭
૪૨૯
આ આત્માને પોતાના અનંત શાંતિના પિંડ ઉપર દૃષ્ટિ છે કે નહિ ? અને સર્વસ્વપણે એને એ શાંતસ્વરૂપ એક આત્મા જ ઉપાદેય છે એવા પ્રકારમાં એ વર્તે છે કે નહિ ? એવું જોવાની જેની રીત છે. પછી જે જોવું છે એ તો લક્ષણો છે. એમાં અનેક લક્ષણો છે. એનો પણ આપણે થોડો વિચાર કરશું. પણ રીત તો આ હોવી જોઈએ કે મારે મૂળ વાત જોવી છે કે એની આત્મદષ્ટિમાં પોતાનો આત્મા કે જે અનંત શાંતિનો પિંડ છે એ એની દૃષ્ટિનો વિષય છે ? એના દૃષ્ટિનો વિષય મુળ શુદ્ધાત્મા છે ? એના ઉપર એની દૃષ્ટિ છે કે નહિ ? આ મારે તપાસવું છે. અને એ તપાસવાની જેની રીત છે અને એ તપાસવા જતા બધા ઉદયના પ્રસંગોના પ્રકાર જે સાવ બાદ કરે છે. બધું જોવાનું બંધ કરીને જેને એક જ વાત જોવી છે. એવી રીતે જોનાર હોય તો અને જોનાર ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો તે ગમે તે અવસ્થામાં વિચરતા જ્ઞાની પુરુષને ઓળખી શકે છે. આ રીતે જોવે તો અને આમ જોવે તો. પછી એના ગૌણપણે બીજા અનેક લક્ષણો છે પણ મુખ્ય લક્ષણ આ છે કે એની દૃષ્ટિ ક્યાં છે ? જેને ઓળખવા છે એવા સામે કોઈ પુરુષ છે એ જ્ઞાની છે કે નથી ? એની દૃષ્ટિ કયાં છે? એટલું જ જોવાની રીત જેને સાધ્ય હોય, એવો દૃષ્ટિકોણ જેણે અપનાવ્યો હોય અને એ દૃષ્ટિકોણ અપનાવતા બધું બાદ કરી શકતો હોય.
એટલે એનો અર્થ શું થાય છે ? કે અનાદિથી જીવની જે બાહ્યદૃષ્ટિ છે એ બાહ્યદૃષ્ટિથી જોવા માટે ટેવાયેલો જીવ માત્ર બાહ્ય ચિહ્નોને જોઈને જો અનુમાન કરશે તો એ ભ્રાંતિમાં પડવા સંભવ છે. કાં તો જ્ઞાની હશે તો જ્ઞાની નહિ માને એવી ભાંતિ થશે. કાં તો જ્ઞાની નહિ હોય તો જ્ઞાની માનશે એવી ભ્રાંતિ થશે. બંને ભ્રાંતિ પરંપરી નકસાનકારક છે. એકેય ભ્રાંતિ સારી નથી. ભ્રાંતિથી તો પૂરેપૂરું નુકસાન છે. એક વાત તો રીત સંબંધની થઈ.
જ્ઞાનીને ઓળખ્યા વિના તો ત્રણ કાળ, ત્રણ લોકમાં દેશનાલબ્ધિ આવવાની નથી અને કોઈ નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજવાનો નથી કે એ આત્માને ઓળખીને આત્માનો અનુભવ કરી શકે. એ તો વસ્તુસ્થિતિની બહારનો વિષય છે. વસ્તુસ્વરૂપની એ બહારનો વિષય છે. એટલે ઉત્કૃષ્ટ મુમુક્ષુ થઈને આ દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો અવશ્ય જીવ જ્ઞાનીપુરુષને ઓળખી શકે છે. અને જ્યારે એ જ્ઞાની પુરુષને ઓળખે છે ત્યારે એ પુરુષની દશામાં રહેલી કેટલાક પ્રકારની જે વિલક્ષણતાઓ. વિલક્ષણતાઓ એટલે બીજાથી જુદા પડે એવા લક્ષણો, ખાસ લક્ષણો. એવી વિલક્ષણતાઓ એને જોવા મળે છે.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૦
રાજહૃદય ભાગ-૧૩ મુખ્યપણે વધારેમાં વધારે એમને ઓળખવા માટેનું સાધન એમની વાણી છે અને વાણી ઉપરથી પણ જો કાંઈ ઓળખી શકે તો જ્ઞાનીની મુદ્રાથી પણ કેટલોક વિષય ઓળખી શકાય છે, એમની પ્રવૃત્તિની ચેષ્ટઓથી પણ કેટલોક વિષય ગમ્ય થઈ શકે છે અને એમના નેત્રો ઉપરથી પણ કેટલોક વિષય ગ્રહણ કરી શકાય છે. - જ્ઞાનસ્વરૂપી આત્મા છે. જ્ઞાનસ્વભાવી જે આત્મા છે એ વિકલ્પાતીત અને વચનાતીત પદાર્થ છે. તેમ છતાં એ સર્વથા વચનાતીત નથી, કથંચિત વચનગોચર છે. પણ જેના જ્ઞાનમાં એવો આત્મપદાર્થ પ્રત્યક્ષ છે અને જેના જ્ઞાનમાં એ પ્રત્યક્ષ છે એ પૂર્વક એ પદાર્થનો વિષય જેની વાણીમાં આવે છે એની વાણીમાં એ પ્રત્યક્ષતાની ઝલક અછાની રહેતી નથી.
એટલે એ પણ એક મહત્વનો વિષય છે કે જેને આત્મા પ્રત્યક્ષ થયો નથી એ જીવ અંધારામાં ઊભો છે. અંધારામાં ઊભેલો પ્રકાશનું વર્ણન કેવી રીતે કરશે ? કદાચ શાસ્ત્રથી કે બીજા જ્ઞાનીની વાણીથી શીખીને કરે તોપણ શીખવામાં એ વિષયની જે અસલિયત છે એ અસલિયત આવતી નથી. કેમકે વસ્તુ જેને પ્રત્યક્ષ હોય, અનંત પ્રત્યક્ષસ્વરૂપ વસ્તુ જેને પ્રત્યક્ષ હોય અને જે એના ભાનમાં વર્તતા હોય પાછા. પ્રત્યક્ષ હોય અને એવો જ છું એવા જે ભાનમાં વર્તતા હોય, એ ભાનમાં વર્તે છે એવી જે વાણીની ઝલક, એ સંબંધીની ચેષ્ટામાં ઝલક એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ પરખી શકે છે, એ લક્ષણો એને જોવામાં આવે છે અને એ રીતે પણ એને જ્ઞાનીપણાની પ્રતીતિ થાય છે.
બીજું, કે જેને પોતાનો શુદ્ધાત્મા અનુભવગોચર થયો છે એ ક્યારે અનુભવગોચર થયો છે, એનો જો વિચાર કરવામાં આવે તો કે તે આત્મા અનંત મહિમાવંત છે, એ આત્મા પ્રતિભાસતા જેનો એ સંબંધીનો અપૂર્વ રસ, મહિમાપૂર્વકનો જે અપૂર્વ રસ ઉત્પન્ન થયો કે જે મહિમાના ફળસ્વરૂપે અનુભવ આવ્યો. તો એને આત્મરસ કેટલો ગાઢ થયા પછી અનુભવ આવ્યો છે. એ અનુભવરસની રસપ્રગાઢતા જેને કહેવામાં આવે, અનુભવરસની રસપ્રગાઢતા જેને કહેવામાં આવે છે એવો અધ્યાત્મરસ અને આત્મરસ જેની વાણીમાં વ્યક્ત થતો હોય છે. એ પણ એક અસાધારણ લક્ષણ છે.
એ ઉપરાંત, આ વિષય સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અજાણ્યો હોવાથી અવશ્ય એક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રહસ્યભૂત વિષય છે. જે જ્ઞાનીને ઓળખવા માગે છે અને એ જ્ઞાનીના ઓળખવાના દૃષ્ટિકોણને, તીવ્ર દૃષ્ટિકોણને સાધ્ય કરીને જે જોવે
Page #450
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭
૪૩૧ છે, એ જોનાર એ રહસ્યનો ઉકેલ પણ શોધે છે. કેમકે એને આત્મા પ્રાપ્ત કરવો છે. કઈ રીતે પ્રાપ્ત થાય એ એક રહસ્યભૂત વિષય છે. અને પોતે એનાથી અનાદિથી અજાણ્યો છે. કેટલીક વાત શાસ્ત્રો દ્વારા સમજવા મળે છે પણ એનું રહસ્ય પકડાતું નથી. ક્ષયોપશમમાં, ધારણામાં શક્તિ હોવાથી કેટલીક વાત ધારણાગમ્ય, ક્ષયોપશમાગમ થાય છે, બુદ્ધિગમ્ય થાય છે પણ વસ્તુ વિકલ્પાતિત છે અને વસ્તુને પામવાની અવસ્થા પણ વિકલ્પાતીત છે. સમ્યગ્દર્શન અને અનુભવ પણ વિકલ્પાતીત નિર્વિકલ્પ છે. એટલે એ રહસ્યમય છે. એવા રહસ્યને કહેનાર કાંઈક ખોલી શકે છે કે ખોલે છે, આ પણ એ જોવે છે. જે રહસ્યની જિજ્ઞાસામાં હું ઊભો છું, જે વિષયમાં મારી મૂંઝવણ છે, જેને દર્શનપરિષહ કહેવામાં આવે છે એ રહસ્યને કોઈ ખોલે છે અને એ ખોલીને મૂકે છે એવી કોઈ પરિસ્થિતિ છે ? અને પોતાને એ સંબંધીનું કાંઈક મૂંઝવણ ટળવાનો યોગ બને છે એની વાણીથી. એવો કોઈ પ્રકાર નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજે ત્યારે પણ તે ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ જ્ઞાનીપુરુષને ઓળખી શકે છે. એ વખતે એને પ્રતીતિ આવે છે કે અવશ્ય આ કોઈ જ્ઞાનીપુરુષ છે. નહિતર આવું રહસ્ય, અનુભવનું રહસ્ય અનુભવપદ્ધતિથી કહેવું એ જ્ઞાની પુરુષ સિવાય કહી શકે નહિ.
અથવા ઉપાસ્ય એવો જે આત્મા. પોતે દેવ છે ને ? ઉપાસ્ય દેવ છે. ઉપાસ્ય એવો જે આત્મા, એ આત્મા દર્શાવતા જેની ઉપાસના વ્યક્ત થઈ જાય છે. શું થાય છે ? જ્ઞાનદશાની વિલક્ષણતા શું છે ? જે ઉપાસ્ય દેવને દર્શાવતા જેની ઉપાસનાનો ભાવ આવિર્ભાવ થઈ જાય છે. એની લુખ્ખી વાણી નથી આવતી. આત્મરસથી ભીંજાયેલી વાણી આવે છે. અને એ આત્મા અમૃતપિડ હોવાથી એ વાણીમાં પણ અમૃત જેને કહી શકાય એવો કોઈ અપૂર્વ પદાર્થનો અપૂર્વ ભાવ વ્યક્ત કરનારી ભાષાને અપૂર્વ વાણી, પરમકૃત કહેવામાં આવે છે. એ લક્ષણ એમણે આત્મસિદ્ધિ માં બાંધ્યું છે કે, “અપૂર્વ વાણી પરમકૃત સદ્ગુરુ લક્ષણ યોગ. આને અમે સદગુરુ કહીએ છીએ. “આત્મસિદ્ધિમાં એમણે એ લક્ષણ બાંધ્યું છે.
એ પણ જેને લક્ષણ એ પ્રકારનું છે તે પદાર્થ અપૂર્વ છે, સ્વભાવ અપૂર્વ છે. એને વ્યક્ત કરતી વાણી વખતના ભાવો પણ અપૂર્વ છે. અને શ્રવણ કરનાર ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુને પણ અંદરમાં અપૂર્વતા ભાસે છે. પોતાને અપૂર્વતા ભાસે છે કે આ આત્મપદાર્થ વિષેનો આ પ્રકાર મેં કદી સાંભળ્યો નથી. એવી અંતર રહસ્યને લઈને આવતી વાણી, કષાયના અભાવસ્વરૂપે રહેલું જે પોતાનું પરમતત્ત્વ, એની
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૨
રાજહૃદય ભાગ-૧૩ ભીંસમાં એ વાણી નીકળે છે. એના ઉપરના જોરમાં નીકળે છે, એના સંબંધીના અંતર્મુખી પુરુષાર્થમાંથી એ વાણી આવે છે. એ પ્રકારનું લક્ષણ પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને જોવા મળે છે.
એનો પુરુષાર્થ પણ અછાનો રહેતો નથી. એ પુરુષાર્થ વાણીને જોર મારે છે. શબ્દોના જોરવાળો નથી. અંતર્મુખી પુરુષાર્થ (જોર મારે છે). અકષાયસ્વભાવ ઉપરની ભીંસમાંથી પાણી નીકળે છે. મિથ્યાત્વને, ગાઢ મિથ્યાત્વને પણ ગાળે એવી વાણી છે, અજ્ઞાનને પણ ગાળી નાખે એવી વાણી છે, એવી પ્રતીતિ, એવું લક્ષણ એને એ વાણીની અંદર જોવા મળે છે. એટલે એ ભીંસ પણ એની અછાની રહેતી નથી. ભલે એ વિષય ગમે તેટલો અધ્યાત્મનો શીખી લીધો હોય, પણ સ્વભાવ ઉપરની ભીંસ ક્યાંથી કાઢવી?
જે જીવને રાગમાં એકત્વ છે, ભલે વિદ્વતા ગમે તેટલી હોય પણ રાગમાં એકત્વ છે તો એની ભીંસ રાગ ઉપરની આવી જશે. સ્વભાવ ઉપર એની ભીંસ આવશે નહિ. તો રાગ ઉપરની ભીંસ એ કષાય ઉપરની ભીંસ છે અને સ્વભાવની ઉપરની ભીંસ છે એ અકષાયસ્વભાવ ઉપરની ભીંસ છે. એ જુદી પડી જાય છે. વાણીનો રસ છે એ પુદ્ગલનો રસ છે, ભાવનો-અધ્યાત્મભાવનો રસ છે એ આત્મરસ છે. કહેનારને વાણીનો રસ છે, કે વાણીના વિષયભૂત વાચકના વિષયભૂત એવા વાગ્યનો રસ છે ? આ પારખવાની દૃષ્ટિ હોય અને આ દૃષ્ટિકોણથી જેની જોવાની રીત હોય એને એ જુદા જુદા લક્ષણો સમજવામાં આવે છે અને એ જ્ઞાનીને ઓળખી શકે છે.
વળી પોતે ભલે સાધકદશામાં જ્ઞાની છે તો પણ આપણે એમની દશાનો વિષય જોઈએ છીએ કે એ કેટલી જાગૃતિમાં વર્તે છે ! કાલે આપણે ચર્ચામાં આવ્યું કે આમ ને આમ જો પ્રવૃત્તિ ચાલુ રહીને નિવર્તવાનું નહિ બન્યું તો આ ઉપાધિભાવ એવો છે કે અશ્રેય થવાનો ભય જેમાં સંભવિત છે. અશ્રેય એટલે અકલ્યાણ. આટલું તો પોતે જ્ઞાનદશામાં વર્તે છે તોપણ જાગૃતિની વાત કરે છે. તો જેની વાણીમાં આત્મજાગૃતિનો વિષય, પોતાની જાગૃતિપૂર્વક આત્મજાગૃતિનો વિષય વ્યક્ત થતો હોય તોપણ એ વિલક્ષણ પ્રકાર છે, કે જે પ્રકારમાં સાંભળનારને પણ કાંઈક જાગૃતિ ઉત્પન્ન થવા માટે જેમ કોઈ ઊંઘતાને ચોંટીયો ભરે અને જાગી જાય. “ભૂંગી ઇલિકાને ચટકાવે તે ભંગી જગ જોવે રે.” “આનંદઘનજીએ ગાયું. તીર્થકર ભગવાનની સ્તુતિ કરી છે ને ? ચોવીસ સ્તુતિમાં ગાયું છે. ભંગી ઇલિકાને ચટકાવે
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩૩
પત્રાંક-૬૮૭ તે મૂંગી જગ જોવે રે.” એમ ચટકાવે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય, મુમુક્ષુ હોય એને જ્ઞાની ચટકાવે છે-જાગૃત કરે છે. પોતે જાગૃતિમાં ઊભા છે એટલે જાગૃત કરે છે. એવું જે જાગૃત થનારને સામાની જાગૃતિનું અનુસંધાન થાય છે, એ એક જાગૃત ભાવોની Inter link છે. અંદરનું જોડાણ છે, અંદરનો આંતરયોગ છે. ભાવોનો આંતરયોગ જેને કહેવાય. કહેનાર જાગૃત છે, સાંભળનારને જાગૃતિમાં લાવે છે. એની મોહનિંદ્રા ઉડાડે છે. એને એમ થાય છે કે મારી મોહનિંદ્રાને આ ઉડાડે છે. એવો જે પ્રકાર છે એ પણ એક વિલક્ષણ પ્રકાર છે કે જેનાથી એ જ્ઞાનીની જાગૃતદશાને સમજે છે અને સમજનારને જાગૃતિ પાછી આવે છે. એટલે એ ઓળખે છે.
માત્ર બહિર્લક્ષી ક્ષયોપશમથી ઓળખવાનો વિષય નથી. એમાં અંદર (Undertone) શું છે ? કે સામસામો નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજે છે એટલે એ ઓળખવાનું ફળ પણ મહત્ છે. એમ કહ્યું ને ? મહતું ફળ છે. મહતું ફળ એટલે? એનું (ફળ) નિર્વાણપદ છે. જ્ઞાનીને ઓળખવાનું ફળ નિર્વાણપદ છે. સમ્યગ્દર્શન નથી લીધું, નિર્વાણપદ લીધું છે. જેના ફળમાં નિર્વાણપદ આવે એને એનો સંબંધ ઓળખવામાં કેવી રીતે થાય ? કે ચૈતન્યની જાગૃતિમાં ઊભેલા હોય એ ઓળખનારને પણ જાગૃતિને અટકાવે છે. આ તો મને અટકાવે છે એમ લાગે. મને જાગૃત કરે છે, મને અટકાવે છે. નક્કી જ્ઞાની છે. આમાં કાંઈ શંકા પડે એવું નથી. એને શંકા નથી પડતી. ભલે ગમે તે ઉદયમાં ઊભા હોય. એ નજર બંધ કરી દીધી છે. એણે એ આંખ જ બંધ કરી દીધી છે.
એ સિવાય પણ જ્ઞાનીની સરળતા છે એ અછાની ન રહે. કેમકે અલૌકિક સરળતાથી, લોકોત્તર સરળતાથી સમ્યગ્દર્શન થયું છે. સમ્યગ્દર્શનની વિરુદ્ધ જે પ્રકૃતિ છે એ માયાની પ્રકૃતિ છે. માયા કહો કે અસરળતા કહો. માયા કહો કે અસરળતા કહો. એની વિરુદ્ધ પ્રતિપક્ષમાં સરળતા છે અને સરળતાના કોઈ અલૌકિક ઉત્કૃષ્ટ તબક્કે સમ્યગ્દર્શન છે. એટલે જ્ઞાનીપુરુષની સરળતા છે એ પણ કોઈ લોકોત્તર સરળતા હોય છે. એ લક્ષણ પણ જ્ઞાની પુરુષમાં, સત્પષમાં જોવા મળે છે.
મધ્યસ્થતા પણ એમનું એવું જ લક્ષણ છે. આ એક સમ્યજ્ઞાનનો ધર્મ છે કે કોઈપણ પ્રસંગ જ્ઞાનમાં આવે તો જ્ઞાની મધ્યસ્થ થઈને વિચારે છે, પૂર્વગ્રહમાં રહીને વિચારતા નથી. મધ્યસ્થ રહે. મધ્યસ્થ એટલે શું ? જે જેમ છે તે તેમ જોવું. પણ
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૪
રાજહૃદય ભાગ-૧૩
જરાપણ આઘુંપાછું કે ઊણુંઅદકું ન જોવું. જે જેમ છે તેમ જ માત્ર જોવું. એવો જે પ્રકાર છે એ મધ્યસ્થ પ્રકાર છે કે જેની અંદર કાંય પણ પક્ષ કરીને, રાગ કરીને ખેંચાવાનું કે દ્વેષ કરીને, ખેદ કરીને ખેંચાવાનું બને નહિ. એવી એક જ્ઞાનની મધ્યસ્થતા છે.
એક દૃષ્ટાંત આપું તો ગુરુદેવશ્રી'નો બહુ સરસ દૃષ્ટાંત છે. ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશ’ પહેલી આવૃત્તિ પ્રકાશન વખતે છપાઈને તૈયાર થઈ ત્યારે સોગાનીજી” વિષેનો અભિપ્રાય લેવા માટે બે શબ્દો એમના વિષે ગુરુદેવ’ લખી આપે તો એમના જ હસ્તાક્ષરમાં છાપવા, એવા ઉદ્દેશથી (એક મુમુક્ષુ) ગુરુદેવ' પાસે ગયા હતા. ‘ગુરુદેવ’ને વિનંતી કરી કે સાહેબ ! પુસ્તક તૈયાર થઈ ગયું છે અને આપ પણ કાંઈ બે અક્ષર એમના માટે લખી ક્યો તો અમારે પુસ્તકની અંદર મૂકવા છે. એ લખેલા અક્ષર તો આજે મોજૂદ છે કે ‘નિહાલભાઈ સોગાની'નો આત્મા સારા સંસ્કાર લઈને અહીંથી ગયો છે.
‘ગુરુદેવ’ને એ ખબર હતી કે આ લોકો એને જ્ઞાની માને છે. એ વાત થોડી પ્રચલિત થઈ ગઈ હતી. પણ ‘ગુરુદેવ’ના હાથમાં એ પુસ્તક હજી આવ્યું નહોતું. એટલે ખબર હતી છતાં પોતે લખ્યું નહિ કે જ્ઞાની છે. માત્ર અહીંથી સંસ્કાર ગ્રહણ કરીને ગયા છે કે જે ભવિષ્યમાં જ્ઞાની થઈ શકે. એવો જ્ઞાનીનો યોગ ન મળે તોપણ થઈ શકે. અહીંયાં યોગ મળી ગયો છે એમને અને અહીંયાં સંસ્કાર લઈ લીધા છે. ‘ગુરુદેવશ્રી’એ એટલી વાતનો સ્વીકાર આપેલો. વાત સંતોષ થાય એવી તો નહોતી. એટલે વાંચ્યું. વાંચ્યું એટલે ‘ગુરુદેવે’ Mark કર્યું કે વાંચીને આના ચહેરા ઉપર વાત શું આવે છે ? તો અસંતોષ જોયો. (એ ભાઈના) મોઢા ઉ૫૨ અસંતોષ જોયો. બોલે તો નહિ, ‘ગુરુદેવ’ને કહેવાય પણ નહિ કાંઈ. પણ ‘ગુરુદેવ’ તો બહુ વિચક્ષણ હતા. સમજી ગયા કે આ ભાઈને લખી દીધું છે પણ સંતોષ થયો નથી. એટલે પોતે ખુલાસો કરી દીધો. આ જ્ઞાનની મધ્યસ્થતા શું છે ? એ આપણા વિષય અનુસંધાન સાથે વાત અહીંયાં મળે છે. પૂછ્યા વગર ખુલાસો કર્યો, અસંતોષ જોઈને.
?
જુઓ ! અહીં તો જેટલું જ્ઞાનમાં આવે એટલું કહેવાનું હોય. વધારે પણ નહિ અને ઓછું પણ નહિ. એટલું કહી દીધું. વાત પતી ગઈ. પુસ્તક છપાઈ ગયું. ‘ગુરુદેવશ્રી’ના હાથમાં આવી ગયું. વાંચ્યું. વાંચ્યા પછી ‘સોગાનીજી’ના ભાવો એમણે વાંચ્યા. પુસ્તક નથી વાંચ્યું પણ ભૂતકાળમાં જે ભાવોથી એમની વાણીમાં
Page #454
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭
૪૩૫ જ્ઞાનદશા વ્યક્ત થઈ એ ભાવો વાંચ્યા. ખરેખર તો એમણે શબ્દો નથી વાંચ્યા પણ એમના ભાવો વાંચ્યા. એમનો અંતર્મુખી પુરુષાર્થ જોયો. અંતર્મુખી પુરુષાર્થ જોયો નહિ પુરુષાર્થની તારતમ્યતા પણ જોઈ અને એ તારતમ્યતાથી એમ કહ્યું કે અત્યારે દેવલોકમાં ગયા છે, નીકળીને ઝપટ કરશે. બીજા ભવમાં સીધો નિર્વાણ લેશે. એક ભવ આડો છે. એકાવનારી છે. ભવિષ્યમાં તો અમે વંદન કરશું. અમારી દીક્ષા વખતે તીર્થંકરના ભવમાં “નમઃ સિદ્ધેભ્યઃ (એવો ઉચ્ચાર કરશું, ત્યારે તો એને અમારા નમસ્કાર પહોંચશે. તો એ પણ જ્ઞાનમાં આવ્યું એટલું કહ્યું. વાત દબાવી નહિ કે જે મારો શિષ્ય છે અને હું નમસ્કારની વાત કયાં કરું ? એવી રીતે વાત દબાવી નથી.
એ ઉપરથી બે વાત નીકળે છે કે એક તો એમની મધ્યસ્થતા કેટલી ? કે જેટલું જ્ઞાનમાં આવે એટલું કહેવું. ન તો ઓછું કહેવું, ન તો વધારે કહેવું. આમ કહેવાથી કોને શું લાગશે ? એ વિષય રાજનિતીજ્ઞનો છે. રાજનિતીવાળા એવું જોવે કે આમ બોલશે તો ઓલાને આમ લાગશે, ઓલાને આમ લાગશે. વળી જો આમ બોલશું તો ઓલાને આમ લાગશે, ઓલાને આમ લાગશે. હવે જેને જેમ લાગવું હોય. જે જ્ઞાનમાં આવ્યું તે જ પ્રસિદ્ધ કરવું એ સરળતાનું લક્ષણ છે. જ્ઞાનમાં કાંઈક આવે અને પ્રસિદ્ધ કાંઈક કરવું તે અસરળતાનું લક્ષણ છે. જ્ઞાનીપુરુષ એવું કરતા નથી. એમની સરળતા, મધ્યસ્થતા અને નિમનતા. ત્રણ વાત ત્યાંથી પ્રસિદ્ધ થાય છે.
કેટલી વિનમ્રતા છે ! કેટલી નિર્માતા છે ! કે માન-અપમાનના પ્રકારને જાણે પી ગયા છે. માન-અપમાનનો વિકલ્પ એ વખતે આવ્યો નથી કે આમાં એનું માન વધી જશે અને મારું માન ઘટી જશે. હું એને વંદન કરીશ, એવી વાત કરીશ તો. એવો વિકલ્પ જ્ઞાનીને હોય નહિ, એવો વિકલ્પ આવે જ નહિ. સરળતા અને મધ્યસ્થતાને વશ એવો વિકલ્પ જ ન આવે. એવી મધ્યસ્થતા, સરળતા હોય..
» અંતરંગ નિસ્પૃહતા. એટલે શું ? કે બહારમાં નિસ્પૃહ છું એવું દેખાય, ન દેખાય એની સાથે એમને સંબંધ નથી. પણ પોતે અંતરંગથી જ નિસ્પૃહ છે. કેમકે જેને પોતાનું પરિપૂર્ણ આત્મસ્વરૂપ જોયું અને પૂર્ણતામાં બીજી કોઈ જરૂરિયાત ખરી ? અને જરૂરિયાત હોય તો એને પૂર્ણતા ભાસી છે એ વાત રહે છે ખરી? કે એ વાત નથી રહેતી. જ્ઞાનીને વૈરાગ્ય પણ એટલા માટે છે કે પૂર્ણતામાં બીજું કાંઈ સમાય એવું નથી માટે કોઈ ચીજની અપેક્ષા નથી. અપેક્ષા નથી માટે સ્પૃહા નથી. આવા અંતરંગ જે નિસ્પૃહ હોય છે એ નિસ્પૃહતા પણ આવા પ્રસંગે બહાર આવી
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૬
રાજહૃદય ભાગ-૧૩ જાય છે.
અથવા કદીપણ કોઈની સ્પૃહાથી વર્તતા જ્ઞાની મધ્યસ્થતા ખોઈને પક્ષ કરતા નથી. એવી પક્ષાપક્ષીમાં સ્પૃહાવાળા જીવો પડે છે, નિસ્પૃહતા હોય એને એ કાંઈ હોતું નથી. એ તો વસ્તુ જેમ છે તેમ જાણે છે, તેમ જ કહે છે, તેમ જ વર્તે છે. તે સિવાય બીજો પ્રકાર જ્ઞાનીને વિષે હોતો નથી. એવા અનેક પ્રસંગોથી વલણ, વર્તન એ આદિ અનુભવ પ્રસંગોથી આવી બધી વિલક્ષણતાઓ જ્ઞાનીની ઓળખી શકાય છે, સમજી શકાય છે, જો મુમુક્ષતા ઉત્કૃષ્ટ હોય તો. એ વાત તો બધે અપેક્ષિત જ છે.
એ સિવાય. હવે ઉદયનો વિષય લઈએ. કે ઉદયનો વિષય જોવાની આંખ બંધ કરી દીધી છે કે મારે ઉદયને જોવો નથી. પણ જ્યારે જ્ઞાની છે એમ લાગવા માંડે છે તો ઉદયની અંદર તપાસવા જેવી કોઈ વાત હોય તો એક છે ખરી કે જે વાત એમણે અહીંયાં જ લખી છે. પ્રવૃત્તિ કરવાની એમની વૃત્તિ નથી. એટલે વૃત્તિ છે કે નહિ એ જોઈ લે છે. ભલે ઇચ્છકપુરુષની જેમ પ્રવૃત્તિ કરે છે તોપણ પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી. અરે...! એક ક્ષણ પણ જેને એ પ્રવૃત્તિ કરવા જેવી છે એમ ભાસતું નથી, એવો જેનો અભિપ્રાય નથી. એક ક્ષણ સંસારમાં રહેવા એ ઇચ્છતા નથી. અને પ્રવૃત્તિ કરતાં જે ફળ ઉત્પન્ન થયું-પૈસા કમાણા, વેપાર-ધંધો કરતા પૈસા કમાણા, એના પ્રત્યે જેની અપેક્ષાવૃત્તિ નથી પણ ઉદાસીનવૃત્તિ છે. એ એમણે ત્રણ વાત લીધી છે. આ જ પત્રમાં જ્ઞાનદશાની વાત લીધી છે.
એવા કોઈ આપ્તપુરુષ. એ આખપુરુષનું જ વર્ણન કર્યું છે એમણે જ્ઞાનીપુરુષનું જ વર્ણન કર્યું છે કે જ્ઞાની તો આવા હોય. આ પ્રકારની એક વિલક્ષણતા ઉદયને અનુલક્ષીને જ્ઞાની પુરુષમાં જોવા મળે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ પણ જોવા મળે છે કે પ્રવૃત્તિ તો કરે છે પણ પ્રવૃત્તિ કરવી છે અને કરે છે એમ નહિ. આને કરવી પડે છે માટે કરે છે. છૂટવું. છૂટવું... થઈ રહ્યું છે. અંતરથી છૂટવું છે અને છુટવાની પૂરી તૈયારી છે પણ બાહ્ય કારણો એને રોકે છે. તેથી પરાણે-પરાણે વેઠની જેમ કરે છે. એનું અનુકૂળ ફળ આવે કે પ્રતિકૂળ ફળ આવે એના પ્રત્યે એ ઉદાસીન છે. એવી જેની ઉદયમાં ઉદાસીનતા છે અને એ ઉદાસીનતાને જોવા માટે વધારે કોઈ ઝીણી નજર હોય તો એ રીતે પણ જોઈ શકાય છે કે સાવધાની કેટલી છે ?
જે આત્મા સ્વરૂપમાં સાવધાન વર્તે છે એ આત્મા સંયોગમાં અને વ્યવહારમાં
Page #456
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭,
૪૩૭ અસાવધાન વર્તે છે. અજાગૃતદશા છે. જે વ્યવહારમાં જાગૃત છે તે નિશ્ચયમાં સૂતા છે. આવે છે કે નહિ? અને જે નિશ્ચયમાં જાગૃત છે તે વ્યવહારમાં સૂતા છે. જાગૃત અને સૂતા છે એ શબ્દોની પાછળ સાવધાનીનો ભાવ લેવો છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ સામા જીવની સાવધાની ક્યાં વર્તે છે ? પ્રવૃત્તિ કરતા સાવધાની વર્તે છે કે નથી વર્તતી? એ સમજી શકે છે અને એની અસાવધાની એને ત્યાં જણાય છે. અપ્રયત્નદશા એને જણાય છે.
એક બીજી જગ્યાએ એમને એવું લક્ષણ બાંધ્યું છે. એ વિચારતા વિચારતા ખ્યાલમાં આવે છે કે, વિષયનો ભોગવટો છે. જ્ઞાનીને પણ પંચેન્દ્રિયના વિષયનો ભોગવટો છે પણ અપ્રયત્નદશાએ છે. કેવો શબ્દ લીધો છે ? અપ્રયત્નદશાએ છે. એટલે કે બીજા જીવો એ વખતે પ્રયત્નવાન છે. વિષયને ભોગવવાનો એનો એ વખતનો પુરુષાર્થ ચાલે છે. જ્ઞાનીને એથી વિરુદ્ધ દિશાનો પુરુષાર્થ ચાલે છે. ઉદય કાળે એ ઉદયને નિર્જરાવવા માટેનો જે પુરુષાર્થ ચાલે છે ત્યારે વિષય પ્રત્યેની અપ્રયત્નદશા હોય છે અને આત્મા પ્રત્યેની પ્રયત્નદશા હોય છે. એવો જે એક પ્રકાર છે એ પ્રકાર પણ ખાતા-પીતા કે બીજા જે જોઈ શકાય એવા પંચેન્દ્રિયના વિષયો છે એના ઉપરથી અવલોકન કરીને એની અપ્રયત્નદશા અને એ વિષયની એની સાવધાની નથી એ ગ્રહણ કરી શકાય છે. એમની ચેષ્ટામાંથી એ ગ્રહણ કરી શકાય છે.
મુમુક્ષુ – અપ્રયત્નદશાથી રસ તુટે જ.
પૂજ્ય ભાઈશ્રી – રસ તો તૂટી જ જાય ને. ઊંધો પ્રયત્ન કરે... એક દષ્ટાંત લઈએ. એક જણનું વહાણ સમુદ્રના તોફાનમાં ફસાણું છે. સમુદ્રમાં તોફાન પવનને લઈને થાય છે. પવનનો ઝંઝાવાત હોય તો પાણીને ઉછાળે. હવે પવન એવો છે કે વહાણને મધદરિયે ઘસડી જાય અને વહાણમાં બેઠો છે એને જો બચવું હોય તો એને કાંઠે આવવું પડે તો બચે. વહાણ કાંઠે આવે તો વહાણમાંથી ઉતરી જાય. દરિયાના પાણીથી એ આઘો વયો જાય. હવે એ તોફાન વખતે એ નાવિક જે કાંઠા પ્રત્યે આવવાનો જે પ્રયત્ન કરે છે એમાં એને તોફાનમાં કેટલો રસ હોય ? બસ ! આ ઉદય છે એ પૂર્વકર્મનું તોફાન છે અને જ્ઞાની એમાંથી તરીને કિનારે આવવા માગે છે. એનો પુરુષાર્થ બીજી બાજુનો છે. એ પુરુષાર્થ ઉલટી દિશાનો હોય તો આમાં રસ છે એ વાત ક્યાં રહી? એમાં રસ છે એ વાત રહેતી નથી.
મુમુક્ષુ-
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૮
રાજહૃદય ભાગ-૧૩. પૂજ્ય ભાઈશ્રી :- હા, અંદરમાં પડેલાને અનુભાગરસ ઘટી જાય. વર્તમાન પુરુષાર્થને લઈને ઉદયમાન કર્મ તો નિર્જરી જાય પણ સંચિત કર્મના અનુભાગ અને સ્થિતિ ઘટી જાય છે. સાથે સાથે એ બને છે. એ પ્રકાર છે એ પણ ઉદયની અંદર જોવા મળે છે. એવી વિલક્ષણતાનો પ્રકાર પણ ઉદયની અંદર જોવા મળે છે. એટલે એ જોવાની દૃષ્ટિ હોય તો એ પણ એક એવું લક્ષણ છે કે જે સામાન્ય સંસારીજીવોથી ઉદયમાં જુદું પડી જાય એવું લક્ષણ છે.
એ સિવાય અનુભવરસ હોવાને લીધે અનુભવનો વિષય જ્યારે જ્યારે તત્ત્વનું પ્રતિપાદન કરવાના કાળમાં આવે ત્યારે, બધા જ્ઞાનીઓને તત્ત્વનું પ્રતિપાદન કરવાનો યોગ હોય એવું બનતું નથી, ન પણ હોય. એવા અનેક જ્ઞાનીઓ થઈ ગયા કે જેને જગતે જાણ્યા નહિ, જગતે ઓળખ્યા નહિ. એ તો પોતાનું કરીને સિદ્ધાલય સુધી પહોંચી ગયા. એ નુકસાન ગયું એ એમને તો કાંઈ ગયું નથી. ગયું છે જેને લાભ ન મળ્યો એને નુકસાન ગયું એમ વિચારી શકાય. પણ જે કોઈ જ્ઞાનીને તત્ત્વ પ્રતિપાદનનો યોગ હોય તો એમના અનુભવસંબંધીનો ઉત્સાહ જેને અનુભવરસ કહે છે, એ અનુભવ ઉત્સાહદશા દેખાયા વિના રહે નહિ
જેને જે પરમહિતનું કાર્ય હોય એ કાર્ય કરવાનો ઉંમગ અને ઉત્સાહ કેવો હોય ? એ પડખાંથી વિચારીએ તો. એને એ ઉત્સાહ કોઈ જુદી જ જાતનો આવે છે. જેમ પોતાના ઘરે પ્રસંગ હોય, ઇષ્ટ પ્રસંગ હોય તો માણસને એનો રસ એવો જ આવે છે ને ? એકનો એક દીકરો હોય, સારામાં સારા ઘરેથી કન્યા આવવાની હોય, સારામાં સારા વેવાઈ મળ્યા હોય, સારામાં સારી કન્યા મળી હોય, સારામાં સારા સગાવ્હાલા આવવાના હોય. સારામાં સારું દેખાય એવા ખર્ચા કરી શકે એવી પોતાની પરિસ્થિતિ હોય, પછી કેવો રસ પડે? કે એ રસમાં કાંઈ ઓછપ રહે નહિ. આખે આખો ડૂબી જાય એવો રસ પડે. એ તો એક પ્રાસંગિક છે. આ તો અનંત કાળનો પ્રસંગ છે. અનંત કાળનું પરમપિત થવાનો પ્રસંગ છે, એ અનુભવ છે અને એ અનુભવની ઉત્સાહિત દશા દૃષ્ટાંતથી જો વિચારવી હોય તો એ બનારસીદાસજી'ના કેટલાક પદમાંથી મળે છે.
અનુભવ ઉત્સાહદશા. અને એ અનુભવ ઉત્સાહદશા એમણે લખી છે સોભાગભાઈને ૩૦માં વર્ષમાં. એટલા માટે લખી છે કે એ અનુભવને પ્રાપ્ત થઈ ગયા હતા. અને પછી એમને એ ઉત્સાહ રહે એટલા માટે એ પદ એમણે ટાંકયા છે. આગળ જે એમના પત્રો છે. સ્વભાવજાગૃતદશા અને અનુભવઉત્સાહદશા એવું
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૩૯
પત્રાંક-૬૮૭. Heading બાંધીને પદ ટાંક્યા છે. એ “બનારસીદાસજીના બંને પદ છે. પાનું-૬૦૩, પત્રાંક ૭૭૯. પ૭૯, ૬૭૯ બે વંચાણા. આ ૭૭૯ આવ્યો. આ આંકડા સાથે કોઈ પત્રો જ સારા આવ્યા છે. એમાં અનુભવઉત્સાહદશાનું આપણે જાગૃતદશાનો વિષય થોડો ચાલી ગયો. હવે અનુભવઉત્સાહદશાનો આ વિષય છે.
જૈસો નિરભેદરૂપ, નિહી અતીત હતી, તૈસો નિરભેદ અબ, ભેદકી ન ગહૈગો ! દીસ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયી નિથાન ફિર બાહરિ ન બહંગો; કબહું કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ ચચિકે ન પરવસ્તુ ગહૈગી; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયી,
યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગી. આ અનુભવઉત્સાહદશા એટલા માટે એમને લખી છે કે એમના છેલ્લા દિવસો છે. અને એ છેલ્લા દિવસોમાં અનુભવને એ પ્રાપ્ત થયા છે. ૧૭-૧૮ દિવસ પહેલા. હવે એ દશાના ઉત્સાહમાં આવવા માટેના પદ લખે છે. જુઓ ! પ્રસંગોચિત્ત બધો પત્રવ્યવહાર કરેલો છે. જ્યારે જે પ્રસંગ પડ્યો એવો. એમને એમ અદ્ધરથી વાત ઠપકારે રાખે એવું નથી. એને ત્યાં શું જરૂર છે ? અત્યારે એને શેની જરૂર છે? મગના પાણીની જરૂર હોય તો મગનું પાણી આપો અને મૈસુબની જરૂર હોય તો મૈસુબ આપો. પણ મગનું પાણી પચાવે એવી માંડ માંડ સ્થિતિ હોય એને મૈસુબ ખવડાવે નહિ. ખવડાવે તો) મરી જાય, બીજું કાંઈ ન થાય. બહુ સરસ પદ છે !
પહેલા અભેદતાની વાત છે. જેવો પહેલા નિશ્ચયથી અભેદ હતો. અતીત એટલે ભૂતકાળમાં. તેવો જ અભેદ અત્યારે છે. હવે ભવિષ્યમાં ભેદને ગ્રહણ કરશે નહિ. “ભેદકી ન ગઢંગો ” ભવિષ્યમાં ભેદને નહિ ગ્રહણ કરે. “દીસે કર્મરહિત...' પોતાનો આત્મા કર્મથી અબદ્ધસ્પષ્ટ છે. “દીસ કર્મરહિત સહિત સુખ.” સુખથી સહિત છે એટલે સમાધાન આવી ગયું છે. કર્મરહિત હું છું, ઉદયરહિત હું છું. આ મૃત્યુનો ઉદય પણ મને નથી. અરે. આ ભવ જ નથી ને. અનંત કાળના અનંત ભવ મને હતા નહિ. મેં માની લીધી હતી કે મારા ભવ છે. અને આ ભવ પણ મને છે નહિ. હું તો ભવરહિત પદાર્થ છું. એવું સમાધાન જેને સુખસહિત વર્તે છે.
પાયો નિજસ્થાન....” હવે પોતાના અંતરમાં પોતાનું સ્થાન પામ્યો છે. “ફિર
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૦
રાજહૃદય ભાગ-૧૩ બાહરિ ન બહૈગી...” હવે બહારમાં વહેશે નહિ. એનું વહેણ બહારમાં નહિ આવે. કબહું કદાપિ અપની સુભાવ ત્યાગ કરિ... પોતાના વીતરાગસ્વભાવને, ચૈતન્યસ્વભાવનો ક્યારે પણ ત્યાગ કરીને રાગરસમાં રાચીને કયારે પણ પરવસ્તુને ગ્રહણ કરશે નહિ. “અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયી... પોતાનું સ્વરૂપ અમલાન છે, જ્ઞાનસ્વરૂપ છે, અત્યારે હાજરાહજુર પ્રગટ થઈ ગયેલું છે. પાહિ ભાંતિ આગમ અનંતકાલ રહેગી.” હવે આગમ એમ કહે છે કે એ અનંત કાળ સુધી આમ જ રહેવાનો છે. હવે આ ભાન ખોઈને ક્યારે પણ સંસારમાં પરિભ્રમણ કરશે નહિ. આ છેલ્લે ખાટલે પડ્યા છે અને આ અનુભવઉત્સાહદશા અને અનુભવજાગૃતદશાના બે પદ લખ્યા છે. છેલ્લે છેલ્લે.
એવી અનુભવની ઉત્સાહિત દશા એ જ્ઞાનીની વાણીમાં આવે ત્યારે એ જ્ઞાની ભલે ભૂતકાળમાં થઈ ગયા હોય તોપણ જ્ઞાની ઓળખી લે. “ગુરુદેવે’ સોગાનીજી'ને કોઈ ભૂતકાળમાં ચાલ્યા ગયા પછી ઓળખ્યા. કેમકે વિદ્યમાન હતા ત્યારે વાતચીતનો પ્રસંગ ન બન્યો, તત્ત્વચર્ચાનો પ્રસંગ પણ ન બન્યો. પણ એમની વાણી રહી ગઈ, મુખવાણી રહી ગઈ. પત્રો છે એ તો એમની મુખવાણી કહેવાય. ચર્ચા છે એ કોઈએ ઝીલેલી છે. પણ પત્રો છે એ તો મુખવાણી રહી જાય તો આ જ્ઞાની ભલેને ત્રણ વર્ષ પહેલાના હોય કે ચારસો વર્ષ પહેલાના “બનારસીદાસ' હોય કે બે હજાર વર્ષ પહેલાના હોય. જ્ઞાની પુરુષ ઓળખે છે.
શ્રીમદ્જીએ ન કહ્યું? કે “કુંદકુંદાચાર્ય તો આત્મસ્વરૂપમાં ઘણા સ્થિત હતા. એટલે તારતમ્યતા પકડી છે. આત્મસ્થિરતામાં હતા નહિ પણ અત્યંત સ્થિર હતા. એમનું જ્ઞાન સ્વભાવની સ્થિરતા સુધી પહોંચી ગયું છે. એ વિશેષ પ્રજ્ઞાવંત જ્ઞાનીપુરુષ હોય તો ભૂતકાળના જ્ઞાની છે એમ એ જ્ઞાની કેટલી હદે આગળ વધ્યા છે એ પણ એની વાણી ઉપરથી પકડી લે. તારતમ્યતા પણ ગ્રહણ કરી લે. એવી એમની પ્રજ્ઞાની અંદર સામર્થ્ય છે. નિર્મળપ્રજ્ઞા છે. સામર્થ્ય છે એટલે એ જાતની નિર્મળતા છે.
મુમુક્ષ:- “સોગાનીજી'ની...
પૂજ્ય ભાઈશ્રી – હા. (‘ગુરુદેવશ્રી') એ તો એમ કહ્યું, બહુ ગંભીરતાથી વાત કરી હતી. જુઓ ! આ અંદરમાંથી આવેલી વાત છે. એમ કરીને શરૂઆત કરી હતી. પહેલું વચન આ હતું. સીધી વાત થઈ છે ને એટલે. સાંભળી વાત નથી. સીધી જ વાત છે. હાથ પકડીને વાત કરી છે. ચાલતા હતા. બાવડું પકડ્યું. અહીંથી
Page #460
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬ ૮૭
૪૪૧ પકડતા હતા. કોઈને એ રીતે ધ્યાન, કે જુઓ ! ધ્યાન દયો, અમે કહીએ એમાં ધ્યાન દયો જરા એમ કહેવું હોય તો અહીંથી પકડે. સાંભળો જરા. અહીંથી પકડીને વાત કરેલી. જુઓ ! આ અંદરમાંથી આવેલી વાત છે. એટલે આત્મામાંથી ઉગેલી વાત છે. આ કોઈ અદ્ધરથી આવેલી વાત નથી એમ કહેવું છે. કે ફેંક્યા ફેંક રાખે, કોઈ સામાન્ય માણસ કોઈ ફેંકાફેંક રાખે એવી વાત નથી આ. અંદરથી ઉગેલી વાત છે.
એટલે એ અનુભવઉત્સાહદશા છે એ પણ જ્ઞાનીની (એક વિલક્ષણતા છે) જ્યારે એ અનુભવનું પ્રતિપાદન કરે છે ત્યારે એમની ઉપાદેયતા વર્તતી હોવાથી, તે કાળે પણ તેમની ઉપાદેયતા વર્તતી હોવાથી, પરિણતિમાં તો ઉપાદેયપણે પરિણતિ વર્તે જ છે, હવે ઉપયોગ અને સમર્થન કરે છે. ઉપયોગ તો સમર્થન કરે છે પણ ઉપયોગની સાથે સાથે રાગાંશ છે એ પણ ઘસડાઈને એ બાજુ જાય છે. એ આત્માઆત્માનું ભજન કરવા માંડે છે. રાગ પણ આત્માનો વિકલ્પ કરે છે. જુઓ ! રાગ આત્માની ઉપાદેયતાનો વિકલ્પ કરે છે. નહિતર રાગ તો દુશમન છે. પણ એને પણ એ વખતે નમવું પડે છે. દુશમનને પણ નમવું પડે છે. એવો એ બળવાન પ્રકાર જ્ઞાનીના બળનો છે. એ બાબતમાં બીજો પણ કેટલોક વિષય છે. સમય થયો છે, કાલે બાકીનો વિષય લઈશું....
કે જિજ્ઞાસા - જ્ઞાનીપુરુષ પાસે અંગત મુલાકાત)માં મુમુક્ષુએ પોતાના ગુણો દર્શાવવા, અન્ય જીવના દોષો દર્શાવવા કે પોતે કેમ આગળ વધી શકતો નથી, તે બાબતમાં માર્ગદર્શન મેળવવું? યથાર્થતા શેમાં છે ? લાભ-નુકસાન શેમાં છે?
સમાધાન :- પાત્રતાવાન જીવ તો પોતાના ગુણોને ગોપવે અને બીજાના દોષોને ગોપવે અર્થાત ગૌણ કરે. તે પ્રયોજન સાધવામાં અનુકૂળ છે. પરંતુ પરલક્ષીપણાને લીધે અન્યના દોષને મુખ્ય કરવા અને માન કષાયથી પોતાના ગુણોને મુખ્ય કરવા તે પોતાને નુકસાનનું કારણ છે. પોતે કેમ આગળ વધે તે માટે માર્ગદર્શન મેળવવું તે યોગ્ય છે. તેમાં જ યથાર્થતા છે અને લાભ છે.
(અનુભવ સંજીવની-૧૫૩૨)
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૪૨
તા. ૨૯-૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૭ પ્રવચન નં. ૩૧૨
રાજહૃદય ભાગ-૧૩
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૬૮૭. પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગ વચ્ચે વર્તતા જ્ઞાનીપુરુષને શી રીતે ઓળખવા ? અને કયા લક્ષણે ઓળખવા ? એ પ્રશ્ન પૂછ્યો છે. પોતે એ પ્રશ્ન પૂછ્યો છે. એ વિષયમાં કાલે કેટલોક વિષય ચાલી ગયો.
જ્ઞાનીને ઓળખવા છે તો એની પરિણતિથી ઓળખવા છે અથવા એના પિરણામથી ઓળખવા છે. જ્ઞાનીપણું એ એમની દશા છે, એ દશાને ઓળખવી છે. કઈ રીતે ઓળખવું ? અને ઓળખવા માટે ઓળખનારને કેવા લક્ષણો ઓળખવા મળે છે ? અત્યારે એ આપણો વિષય છે.
ઓળખવા માટેના બાહ્ય સાધનોનો જો વિચાર કરવામાં આવે તો સૌથી વધારે સાધન એમની વાણી છે. અને જો વાણી ઉ૫૨થી એમનું જ્ઞાનીપણું પ્રતીતમાં આવે તો એમની મુખમુદ્રા ઉ૫૨થી, એમના નેત્રો ઉ૫૨થી પણ જ્ઞાનીને વિશેષ પ્રતીતપણે સમજી શકાય છે. પણ જો એ વાણી ઉપરથી પ્રતીત આવી હોય તો. નહિતર જ્ઞાની શાંત મુદ્રામાં હોય પણ કોઈવાર અશાંત મુદ્રામાં પણ હોઈ શકે છે. અને એમ તો વાણીનો વિષય પણ એવો છે કે ભળતી વાણી, એવી જ વાણી જ્ઞાની ન હોય એની પણ હોય શકે છે. મુદ્રામાં પણ એવું થઈ શકે છે. નેત્રોનો વિષય તો એથી સૂક્ષ્મ છે. એટલે ભ્રાંતિ થવા યોગ્ય પરિસ્થિતિમાં બ્રાંતિ ક્યારે ન થાય ? કેમ ન થાય ? એ વિચારણીય વિષય છે, વિચા૨ ક૨વા યોગ્ય વાત છે.
એ વાત લીધી કે વાણી દ્વારા, પ્રથમ તો વાણી દ્વારા દેહાદિ સંયોગથી એમનું ભિન્નપણું એમના ભાવમાં વર્તે છે કે નહિ ? તેનું બાહ્ય સાધન તો વાણી છે. પણ વાણી અને ચેષ્ટાથી સંયોગમાં રહેલું જે શરીર અને બીજા સંયોગોથી એમનું ભિન્નપણું વર્તે છે. એવું ભિન્નપણું જો વ્યક્ત થતું હોય તો. વાણીમાં અને ચેષ્ટામાં ભિન્નપણું વ્યક્ત થતું હોય તોપણ જ્ઞાની ભિન્ન રહે છે, જ્ઞાયકપણાને લીધે.
આ વિષય નિર્જરા અધિકારમાં આચાર્યદેવે લીધો છે કે જ્ઞાયકપણાને લીધે
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૩
પત્રાંક-૬૮૭ જ્ઞાની ભિન્ન રહે છે. પોતે માત્ર જ્ઞાતાદ છે. વ્યવહારે પ્રારબ્ધયોગે કહેવાતા દેહાદિ સંયોગો એ ખરેખર પોતારૂપે જણાતા નથી, પોતારૂપે મનાતા નથી. ભિન્નપણું કહે છે એમ નહિ પણ ભાવમાં પણ ભિન્નપણું છે એવું ભાસે, એવું વ્યક્ત થતું ભાસે તો એ એક જ્ઞાનીને ઓળખવાનું બહુ સારું ચિહ્ન છે. આમ ધૂળથી પછી સૂક્ષ્મ સૂક્ષ્મ ઉપર લેતા જઈએ.
બીજું, કે વાણીની અંદર વિરુદ્ધ ધર્મસ્વભાવી આત્મા હોવા છતાં પદાર્થદર્શન હોવાને લીધે, વિરોધ ધર્મવાળો પદાર્થ એનું જ્ઞાનમાં સ્પષ્ટ ભાસવું હોવાથી, એને પદાર્થદર્શન કહે છે, એમની વાણીમાં પરસ્પર અવિરોધપણું છે. આ એક જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીને જુદા પાડવા માટેનું જો ધ્યાન રાખવામાં આવે તો બહુ સારું સાધન છે. કેમકે જે અજ્ઞાનીને પદાર્થદર્શન નથી તે અજ્ઞાની પરસ્પર વિરોધતા ક્યાંયને ક્યાંય પણ પ્રતિપાદન કર્યા વગર રહેશે નહિ. ત્યારે જ્ઞાનીની વાણીમાં એવું વિરોધાભાસી પ્રતિપાદન હોતું નથી. અવિરોધ વાણી હોય છે.
એટલે જે જ્ઞાનીને વાણીનો યોગ ન હોય એને તો ઓળખવા બહુ મુશ્કેલ છે. અને એ પ્રાયઃ નથી ઓળખાતા, જગત એને ઓળખતું નથી. તોપણ એથી એમને કાંઈ બીજો ફરક પડતો નથી. જગત પોતાને ઓળખે કે જગત પોતાને ન ઓળખે એથી જ્ઞાનીને તો કોઈ ફરક પડતો નથી. ફેર પડે છે નહિ ઓળખનારને અને ઓળખનારને. ઓળખનારને એનો લાભ મળે છે, નહિ ઓળખનારને એનો લાભ મળતો નથી. જ્ઞાની તો ઓળખાય તોપણ ભલે, ન ઓળખાય તોપણ ભલે. એને માટે તો બધું જ સરખું છે. પણ ઓળખવા માટે ઉત્કૃષ્ટ પાત્રતા અપેક્ષિત છે. ઉત્કૃષ્ટ પાત્રતા વિના વાણીમાં આ પ્રકારના જે ભિન્નપણાના, અવિરોધપણાના જે અનેક પ્રકારના બીજા લક્ષણો છે એને જુદું પાડવું મુશ્કેલ પડે છે. જુદું તારવવું મુશ્કેલ પડે છે. કેમકે એ એવું બાહ્ય સાધન છે કે એવું ભળતું વાણીપણું બીજા જીવોને પણ હોઈ શકે છે. એટલા માટે.
તોપણ કેટલાક વિષયો એવા છે કે જે અજ્ઞાનીની વાણીમાં આવી શકતા જ નથી, જ્ઞાનીની વાણીમાં આવી શકે છે. જેમ કે સ્વરૂપ પ્રાપ્તિની વિધિનું જે રહસ્ય છે એ અજ્ઞાનીની વાણીમાં તો આવે નહિ. એટલે હદ સુધી વાત કરે કે અંતર્મુખ થવું અને અંતર્મુખ થઈને, અંતર્મુખી શ્રદ્ધા-જ્ઞાનના પરિણામ દ્વારા આત્માનું આરાધન થઈ શકે છે, મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. પણ કેમ અંતર્મુખ થવું? એ વિષય રહસ્યભૂત હોવાથી જ્ઞાનીની વાણીમાં એ આવે છે, અજ્ઞાનીની વાણીમાં એ આવી
Page #463
--------------------------------------------------------------------------
________________
રાજહૃદય ભાગ-૧૩
૪૪૪
શકતો નથી.
જે કોઈ મુમુક્ષુ ઉત્કૃષ્ટ પાત્રતામાં આવીને એટલે હદ સુધી જિજ્ઞાસુ છે. કેટલે હદ સુધી ? કે અહીં સુધી તો એને પણ ખબર છે કે જ્ઞાન અંતર્મુખ થાય ત્યારે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણમનથી આત્માનું આરાધન થાય, સાધના થાય. પણ કેમ અંતર્મુખ થવું એ વાત જે શોધે છે અને એ વાતનો પ્રકાશ જેની વાણીમાં પડે છે એને અનુસંધાન થાય છે કે જે રહસ્ય હતું, જે નહોતું સમજાતું, જે લક્ષ ઉપર નહોતું આવતું એ વાત હવે અહીંથી ખ્યાલમાં આવે છે. અને જ્ઞાનીની વાણીમાં એ પરિણમન એમને સાક્ષાત્ હોવાથી એ વિધિનું રહસ્ય બરાબર ઠામ ઠામ આવે છે. પણ એ એવો સૂક્ષ્મ વિષય છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષય છે, કે એને જોવા માટે તત્પર થયો હોય એને જ દેખાય છે. બીજા ઉપરથી જાય છે. એ જ વખતે એ જ વાણી સાંભળનારા બીજા પણ હોય છે. ધર્મસભામાં તો અનેક માણસો હોઈ શકે. પણ જે એટલે હદ સુધી ઉત્કૃષ્ટ પાત્રતામાં આવીને જિજ્ઞાસામાં આવ્યો નથી એને ઉ૫૨થી જાય છે અને પેલાને બરાબર પકડાય છે. આ વાત ક્યાંય મેં સાંભળી નથી. આ અપૂર્વ પદાર્થને અપૂર્વ ભાવે, અપૂર્વ વાણીથી કહે છે. પોતાને પણ અંદરમાં અપૂર્વતા ભાસે છે.
એમ અનાદિની મૂંઝવણનો ઉકેલ માર્ગપ્રાપ્તિનો જે છે એ માર્ગપ્રાપ્તિનો ઉકેલ જ્યારે મળી જાય છે ત્યારે આ જ્ઞાની છે એવી પ્રતીત આવે છે. કેમકે એ વિષય અનુભવ વિના વ્યક્ત થઈ શકતો નથી, કહી શકાતો નથી, એની નકલ થઈ શકતી નથી. બીજી બધી વાતો શીખી શકાય છે. આ સાંભળીને શીખવાનો વિષય નથી. આ અનુભવીને શીખવાનો વિષય છે. એટલે એવી અનુભવની Line માં પ્રવેશ થયા વિના એ વાત ન આવે એવી ત્યાં પ્રતીત આવે છે. તેથી જ્ઞાનીના અનુભવીપણાની પ્રતીત આવે છે.
બીજું, જે આત્મપદાર્થની ભાનસહિત વાત કરે છે અને જે ભાનરહિત વાત કરે છે, અંધારામાં ઊભો છે, આત્મા કેવો છે એ ખરેખર ખબર નથી. કેટલાક શબ્દોના અર્થોથી, ભાવાર્થોથી જીવે એ વાતની કલ્પના કરી હોય છે પણ સાક્ષાત્ પદાર્થ તો અનંત પ્રત્યક્ષસ્વરૂપ છે અને અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા તે પ્રત્યક્ષતા વિષય થાય છે. એટલે એ પ્રકારનો જે ધ્વનિ છે એવો આંતરધ્વનિ જ્ઞાનીની વાણીમાં આવે છે, બીજાની વાણીમાં આવી શકતો નથી.
વળી આત્મા જ્ઞાનમાં જ્ઞાનીને જણાય છે એટલું જ નથી પણ આ પરમોત્કૃષ્ટ
Page #464
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭.
૪૫ પદાર્થ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ પરમોત્કૃષ્ટપણે ઉપાદેય છે એવી જે ઉપાદેયતા, સર્વોત્કૃષ્ટપણે સર્વસ્વપણે જેની ઉપાદેયતા, સર્વસ્વપણે ઉપાદેયતા (વર્તે છે). જેમ કોઈ માણસ ઉપરથી પડે, કોઈ અગાસીથી, કોઈ ઝાડ ઉપરથી, કોઈ બહુ ઊંચેથી અને એમાં વચ્ચે કાંઈક પકડવાનું આવે તો પોતાની પૂરી શક્તિથી પકડેને? કેમ? ખ્યાલ છે કે નીચે પડીશ તો મરી જઈશ. નીચે પડીશ તો પાણી માગવાનું કોઈ ભાન રહેવાનું નથી. પાણી માગવાની પરિસ્થિતિ નથી રહેવાની. તો જે હાથમાં આવ્યું એ પકડાય ગયું હોય. (એ) કેવી રીતે પકડે ? પૂરી શક્તિથી પકડે છે. (એમ) જેને સર્વસ્વપણે ઉપાદેય છે એમ પોતાનો પદાર્થ ભાસ્યો છે. એવી ઉપાદેયતા વર્તે પણ છે. ભાસ્યો છે એટલે વર્તે પણ છે. અને એ પ્રકાર એની વાણીમાં આવે છે કે સર્વસ્વપણે આ જ ઉપાદેય છે. એ પણ એક લક્ષણ છે. અનેક લક્ષણો માટેનું એ પણ એક લક્ષણ છે.
એ રીતે જ્ઞાનીની વાણીમાં પોતાના સર્વોત્કૃષ્ટ સ્વભાવભાવ ઉપર, સ્વભાવસ્વરૂપ ઉપર ઉપાદેયતાની ભીંસ જે છે એ ભીંસમાંથી નીકળેલી વાણી છે. પ્રબળ કષાય અભાવ રે.... “આનંદઘનજી એ ગાયું. જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ ૨. શ્રી જિનવીરે ભાખીયો પ્રબળ કષાય અભાવ રે...” જે સર્વથા કષાયના અભાવસ્વરૂપ છે એવા અકષાય સ્વભાવની ભીંસમાંથી નીકળેલી વાણી અને રાગના એકત્વમાં પડેલો છે અને રાગ ઉપર આવેલી જે ભીંસ, એને લઈને થયેલું જે એકત્વ, એમાંથી નીકળેલી વાણી, બે વાણીમાં મોટો આંતરો છે. ભલે એકસરખી દેખાતી હોય તોપણ જે ભીંસ સમજી શકે છે એને ખ્યાલ આવે છે.
વસ્તૃત્વકળામાં એવી જોરથી Spirit થી બોલવાની પદ્ધતિ હોય છે ખરી. પણ એ ભીંસ શબ્દો ઉપરની છે, એ ભીંસ દેખ્રતો ઉપરની છે, ભાષા ઉપરની ભીંસ છે કે રાગ ઉપરની ભીંસ છે કે સ્વભાવ ઉપરની ભીંસ છે? આ એક યોગ્યતા સિવાય જુદું પાડવું મુશ્કેલ પડે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષતા વગર એ વાતને જુદી પાડવી કઠણ છે અથવા નથી બની શકતું. એટલે એ પ્રકારે જોનારની સૂક્ષ્મતા આવી છે, જોનારને એ પ્રકારની જે સૂક્ષ્મતા આવી છે તો જ એ જુદું પાડી શકે. નહિતર જુદું ન પાડી
શકે.
બનારસીદાસજી'ના પદ ઉપરની કાલે એક વાત લીધી હતી. અનુભવઉત્સાહદશા. અનુભવનો વિષય આવે, અધ્યાત્મનો વિષય આવે ત્યારે એ પોતાના નિજરસનો વિષય હોવાને લીધે આત્મરસ છે એને એ વખતે વિશેષ
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૬
રાજહૃદય ભાગ-૧૩ આવિર્ભાવ પામે છે. બનારસીદાસજી ઉપરાંત ગુરુદેવનું તો પ્રગટ દૃષ્ઠત છે. એ તો પ્રત્યેક વ્યાખ્યાન જ ત્યાંથી શરૂ કરતા હતા. આ (આત્મા) છે. આત્મા કહેતા તો એકદમ રસવિભોર થતા હોય. આ આત્મા છે, જ્ઞાનાનંદ છે, નિત્યાનંદ છે, નિર્મળાનંદ છે, ચિદાનંદ છે. એમ આનંદના શબ્દો સાથે સાથે કેટલાક તો વિશેષણો ચાલ્યા જાય. એ સ્થાપે કે આવો આત્મા છે. પછી માનો કે બંધ અધિકાર હોય તો એવા આત્માનું ભાન ભૂલે છે, એ જીવ રાગમાં પ્રતિબદ્ધ થાય છે, રાગના વિષયમાં પ્રતિબદ્ધ થાય છે. એમ કરીને પછી બંધતત્ત્વનો વિષય ચાલે. બંધનો અધિકાર હોય તો પહેલા અબંધ સ્વભાવને સ્થાપે. અરે! કોઈપણ અધિકાર ચાલતો હોય. ગુરુદેવની એ એક વિશિષ્ટ શૈલી હતી. એ પ્રકાર પણ અનુભવઉત્સાહદશાનો આવે છે.
જ્ઞાનીઓને એક તૃપ્તિ વર્તતી હોય છે. તૃપ્તિ. પોતાના સ્વરૂપની શાંતિ અને આનંદ, નિરાકુળ સુખ અનુભવમાં આવેલું હોવાથી અને પોતે જ અભેદસ્વરૂપે હોવાથી તેની તૃપ્તિ વર્તે છે). બીજા સુખમાં તૃપ્તિ નથી થતી. ઇન્દ્રિયોના સુખમાં તૃપ્તિ નથી થતી એનું કારણ કે જે ઇન્દ્રિયનો વિષય છે એ ભિન્ન છે અને વિષયી આત્મા ભિન્ન છે. બેય ક્યારેય મળતા નથી, એક થતા નથી. બંનેનું મળવું થઈ શકતું નહિ હોવાથી, મળવાનો ભાવ નિષ્ફળ જવાથી અતૃપ્ત દશા રહે છે. કોઈ જીવને કયારેય ગમે તેટલા ઇન્દ્રિય વિષયો પ્રાપ્ત થવા છતાં કોઈને તૃપ્તિ થઈ નથી, થતી નથી કે ત્રણ કાળ, ત્રણ લોકમાં થવાની નથી. જ્યારે આત્મિક સુખ એક એવી ચીજ છે કે જેની અંદર એક તૃપ્તિનો ભાવ વર્તે છે. એને “શ્રીમદ્જીએ એક પત્રમાં પરિતોષપણું કહ્યું છે. પરિતોષ એટલે સમ્યફ પ્રકારે ચારે બાજુથી એને તૃપ્તિ વર્તે છે. વ્યવહારના પ્રસંગમાં ઉદાસીનતા આવવાનું કારણ એ છે કે તૃપ્તિ વર્તે છે. પોતાના પૂર્ણ શાંતિથી અને પૂર્ણ સુખથી ભરેલા તત્ત્વને લઈને બીજા સુખની અપેક્ષા ગઈ છે અથવા કહેવાતા બીજા સુખની ઉપેક્ષા વર્તે છે. એનું કારણ પરિતૃપ્તપણું છે.
એક જ પરિણામના બે પડખાં છે. નિશ્ચયથી એનું પરિતોષપણું છે, સંતોષપણું છે. પરિતોષને સાદિ ભાષામાં, ચાલતી ભાષામાં સંતોષ આપણે કહીએ છીએ. સાહિત્યની પરિભાષામાં એને પરિતોષપણું કહે છે. તોષ શબ્દ એક જ છે. તુષ્ટ થવું એના ઉપરથી આવે છે ને? તુષ્ટ થવું. મા રુષ, મા તુષ. તું રાગ પણ ન કર અને ષ પણ ન કર. રુષ એટલે દ્વેષ કરવો, રિસાઈ જવું. તુષ એટલે રાગી થઈને. સારું
Page #466
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭
૪૭ થયું. સારું થયું. સારું થયું. એવો રાગ થવો. મૂળ શબ્દ એ છે તુષ્ટ થવું. જ્ઞાનીને તૃપ્તિ વર્તે છે. એ પણ ઝીણો વિષય છે, સૂક્ષ્મ વિષય છે. પણ સમજાય છે કે આને જગતની કોઈ અપેક્ષા નથી.
અનાદિથી વિભિન્ન પ્રકારના જગતના પદાર્થો, જગતની વાતો અને જગતના પ્રસંગોની અપેક્ષામાં ઊભેલો જીવ, એ તો નિર્ણયપૂર્વકની અપેક્ષા છે કે આવી અપેક્ષા હોવી જ જોઈએ, આ અપેક્ષા મારી બરાબર છે, એવી જે અપેક્ષા. નિર્ણય પણ બદલાય ગયો છે, અપેક્ષા પણ રહી નથી. એને લઈને જે પરિતોષપણું વર્તે છે, એમનું મુક્તપણું-ભિન્નપણામાં મુક્તપણે વર્તે છે, પરિતોષપણું વર્તે છે. એક પત્રમાં ત્રણ શબ્દો એક જગ્યાએ લીધા છે. મુક્તપણું, પરિતોષપણું અને ભિન્નપણું. એનાથી પણ ઉત્કૃષ્ટ પાત્રજીવને એ લક્ષણોથી જ્ઞાની ઓળખાય છે.
મુમુક્ષુ - ૩૮૫ પત્ર.
પૂજ્ય ભાઈશ્રી :- ૩૮૫ છે ? પાનું-૩૩૬. નીચેથી પહેલો Paragraph છે એની છેલ્લી લીટી. એ જ વાત છે. માત્ર પ્રસંગની મયદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે....” ઉદયની મર્યાદાથી ઉલંઘીને લોકોનું જ્ઞાન નથી. એટલે કાલે એ વાત આપણે લીધી હતી કે રીત જોવાની એ છે કે ફક્ત મારે જ્ઞાનીપણું જોયું છે. કયા પ્રસંગમાં, કયા સંયોગમાં, કયા પરિગ્રહમાં જ્ઞાની ઊભા છે, એ જોવું નથી. અને સંયોગ જોવા જાય તો તો તીર્થકરને સૌથી વધારે પરિગ્રહ દેખાશે. કેમકે સમવસરણનો વૈભવ બહુ મોટો છે. અને એમણે તિલતુષમાત્ર પરિગ્રહ તો મુનિદશાથી છોડેલો છે. પણ માત્ર જ્ઞાનીપણું જોવું છે, એવી રીતે જે જોવે છે તે, ઉત્કૃષ્ટપાત્રતામાં આવીને, એ રીત છે. એને આ બધા લક્ષણો ઓળખાય છે.
એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા,” નો દૃષ્ટિકોણ જેણે છોડી દીધો છે. માત્ર જ્ઞાનીપણે ઓળખવા માટેનો દૃષ્ટિકોણ જેણે ધારણ કર્યો છે. આ રીત છે. એ જ્ઞાનીને વિષે કાંઈ પણ કલ્પના કરે છે, એવી કલ્પના એ આડશ છે અને જ્ઞાનીને ઓળખવા માટેની આ આડશ છે.
એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું” લ્યો ! આત્મપણું શબ્દ લીધો છે. ભિન્નપણું નથી લીધું પણ બીજું પડખું-આત્મામાં આત્મપણું અથવા આત્મામાં અભેદપણું. લ્યો, એ પણ પ્રતિપાદનની અંદર વિષય આવે છે. આના તો ઘણાં પડખાં છે. કે જ્ઞાની અનેક ભેદ-પ્રભેદથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરતા હોય તોપણ એની અંદર અભેદતાનો ધ્વનિ સળંગ રહેલો હોય છે. આ ભેદોથી જે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૮
રાજહૃદય ભાગ-૧૩ પદાર્થ કહેવાય છે તે ફક્ત ઓળખાવા માટે કહેવાય છે. પણ એવા બધા ભેદો નિરસ્ત જેમાં થયેલા છે એવી જે અભેદતા, એ અભેદતા અમારા અભેદ સ્વરૂપનું ખરેખરું નિશ્ચય સ્વરૂપ છે અને એ જ અમારી આરાધનાનો વિષય છે. તેથી અમારી આરાધનામાં એવા ભેદો વિષયગત થતા નથી, દેખાતા નથી, જોવાતા નથી, અનુભવાતા નથી. ફક્ત તમને અભેદતા નહિ સમજાતી હોવાથી અપેક્ષિત ભેદો મર્યાદિત ભેદોથી એ ઓળખાવવામાં આવે છે. એમાં આત્મપણું છે, લ્યો ! એ અભેદતા છે તે ખરેખર આત્મપણું છે. એનું નામ આત્મપણું છે.
આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું.' જીવનમુક્તતા. જીવે છે પણ બંધાતા નથી. મુક્ત થઈને જીવે છે. આના વગર ન ચાલે. એ તો મુમુક્ષુની દશામાં છૂટી જાય છે. મારે આના વગર ન ચાલે, મારે આટલું તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ, હોય તો જ ચાલે. એ તો મુમુક્ષુની દશામાં છૂટી ગયું છે. એ પત્ર પણ સોભાગભાઈ’નો છે અને જ્ઞાનદશાની ચર્ચા કરતી વખતે એ વાત એમણે લખી છે.
ત્યાં પછી આગળ વાત કરી છે કે અમને જે આ ઉદયના કાર્યો કરવા છે એ બોજો લાગે છે. જેમ રૂના પોલ ઉપર કોઈ વજનદાર ચીજ મૂકે એવું જ્ઞાન તો હળવું છે. જ્ઞાનમાં કષાયનો ભાર નથી. અકષાયસ્વભાવી હોવાથી હળવું છે. એના ઉપર રાગનો બોજો, ઉપાધિનો બોજો પડે છે. જ્ઞાનને દબાવું પડે છે. પરાધિનપણે પણ એ પરિસ્થિતિ સહન કરવી પડે છે. એ વાત એમણે વારંવાર પોતાની દશા કહેતા ઉચ્ચારી છે કે આ ઉપાધિ અમારાથી સહન થઈ શકતી નથી.
બીજું, એમની વાણીમાં સ્વરૂપની મુખ્યતા વર્તતી હોવાને લીધે. સ્વરૂપની મુખ્યતા વર્તતી હોવાને લીધે એની મુખ્યતાવાળી જ વાણી આવે છે અને બાકી બધું ગૌણ રહી જાય છે. મુખ્ય-ગૌણ જેને કહેવામાં આવે છે. પછી ભલે કોઈવાર વ્યવહારનયનો વિષય ચાલતો હોય તો ભાષામાં અને ઉપયોગમાં એમ લાગે કે અત્યારે વ્યવહારને મુખ્ય કરે છે. એવો કોઈ પર્યાયની સ્વતંત્રતાનો વિષય ચાલતો હોય તો એમ પણ કહે કે અત્યારે પર્યાયને જાણે મુખ્ય કરતા હોય. (પ્રવચનસાર’) ૧૭૨ ગાથામાં (અલિંગગ્રહણનો) ૨૦મો બોલ આવે છે ને ? દ્રવ્યસામાન્યને નહિ આલિંગિત શુદ્ધ પર્યાય તે આત્મા છે. શુદ્ધપર્યાય તો દ્રવ્યસામાન્યને અવલંબીને પ્રગટે છે. કોઈ એક પણ શુદ્ધપર્યાય દ્રવ્યસામાન્યના અવલંબન વગર તો પ્રગટતી નથી. તો કહે છે, અવલંબન લે છે તોપણ આલિંગન નથી. કેમકે અલિંગગ્રહણ શબ્દ વાપર્યો છે ને ? સ્પર્શતી નથી, એને અડતી નથી. એમાં ભળતી નથી.
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૯
પત્રાંક-૬૮૭ સામાન્ય સામાન્ય રહે છે, પર્યાય વિશેષ વિશેષ રહે છે. પોતાના સ્વરૂપનો ત્યાગ કોઈ કરતા નથી. એવી શુદ્ધ પર્યાયને આત્મા કહ્યો છે. પર્યાય તે આત્મા છે એમ
ત્યાં કહ્યું છે. ત્યાં પર્યાયનું નિરપેક્ષપણું સ્થાપવું હોય અથવા જે વેદન સામાન્યમાં નથી પણ વિશેષમાં વેદન છે અને વેદન અપેક્ષાએ એની મુખ્યતા છે, અવલંબન અપેક્ષાએ, લક્ષની અપેક્ષાએ ભલે ત્રિકાળી ધ્રુવની મુખ્યતા હોય તોપણ વેદન અપેક્ષાએ વર્તમાન વેદનની મુખ્યતા છે એ વાત ત્યાં સ્થાપતા હોય તોપણ મુખ્યગૌણપણું છે એ મુખ્ય-ગૌણપણું ક્યારે પણ ફરતું નથી. તોપણ સ્વરૂપની મુખ્યતામાં રહીને જ એ વાત કરે છે. એ કેવી રીતે કરતા હશે?
જેમ કોઈ માણસનો નોકર લક્ષાધિપતિ હોય કે કરોડપતિ હોય તો શેઠની સંપત્તિ અબજોપતિની છે એ બતાવવા માટે નોકરથી વાત કરવી પડે. જુઓ તો ખરા ! જેને ત્યાં કરોડપતિ માણસ નોકર તરીકે રહેતા હોય એ માણસની શ્રીમંતાઈ કેટલી હશે !
એમ જેના એક ક્ષણના સ્વસંવેદનથી ભવની અનંતતાનો ભૂક્કો નીકળી જાય. તોપના ગોળાની જેમ કુરચા-ફુરચા ઉડાવી દે. એક ક્ષણ જ, હોં ! પહેલી ક્ષણ ખતમ કરે. પછી બીજી ક્ષણ નહિ. પહેલી જ ક્ષણે અનંત ભવ છૂટી જાય. એ અંદર ત્રિકાળી ભગવાનનું સામર્થ્ય કેટલું એની અંદર ! એવી પર્યાય પણ એને અવલંબે છે, એવી પર્યાય એની સન્મુખ રહે છે, એની સેવા કરે છે. તોપણ વસ્તુનું સ્વરૂપ સ્વતંત્ર છે, એ પર્યાય પણ સ્વતંત્ર થઈને વર્તે છે. એ સ્વતંત્રતા કહેવા માટે એના છ કારકો કહે. બધી વાત આવે તોપણ મુખ્ય-ગૌણપણું છે એ જે છે તે જ રહે છે. એ બદલી જાય છે એવું બનતું નથી. ત્યાં પર્યાયની દૃષ્ટિ કે લક્ષ થઈ જાય અને દ્રવ્યની દૃષ્ટિ કે લક્ષ છૂટી જાય એવું બનતું નથી, એવા પ્રતિપાદન કાળે પણ. એ પણ જોવાનું લક્ષણ છે. એ લક્ષણે પણ મુખ્ય-ગૌણતા સમજાય છે કે એમની મુખ્યતા ક્યાં રહેલી છે.
મુમુક્ષુ – પર્યાયનું ગમે તેટલું જોરથી પ્રતિપાદન કરતા હોય છતાં પણ એમની મુખ્યતા જ્યાં છે ત્યાંથી ખસે નહિ.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ ખસે નહિ. ખસે જ નહિ. કેમકે એટલું વજન પડી ગયું છે. એ તો “સોગાનીજી' કહે છે ને કે ત્રાજવાના એક પલ્લામાં મારો આત્મા મૂકો અને બીજા પલડામાં આખું જગત મૂકો તો મારું પલડું બેસી જાય છે અને જગત આખું ઉલ્લી જાય છે).
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૫૦
રાજહૃદય ભાગ-૧૩ આ વિષય તો ઘણો સૂક્ષ્મ છે. જે વાત ચાલતી હોય એ વાતને જ્યારે પોતે કહે ત્યારે એટલું બધું એ વિષય ઉપર જોર દેખાય તોપણ વસ્તુના સ્વરૂપજ્ઞાનનું ઉલ્લંઘન કરીને કયારે પણ એ કહેતા નથી. પછી એ શ્રદ્ધા અને જ્ઞાનનો વિષય ચાલતો હોય, પુરુષાર્થ અને ભાવનાનો વિષય ચાલતો હોય. દ્રવ્ય અને પર્યાયનો વિષય ચાલતો હોય. આપણે આમાં “તત્ત્વાનુશીલનમાં સંતુલનના દસ ભેદ લીધા છે. એ સંતુલન ક્યારેય ગુમાવતા નથી. નિશ્ચયના વિષયમાં કે વ્યવહારના વિષયમાં પણ પોતાની સમતુલા ગુમાવ્યા વિના મોક્ષમાર્ગમાં ચાલ્યા જાય છે. હમણાં જ આપણે એક પત્ર આવી ગયો. ચર્ચામાં આવ્યો ને એ પત્ર ? ૩૬૬. લ્યોને. ૩૬૬ આવ્યો ને ? પ૬૬ આવ્યો. સર્વસંગપરિત્યાગ કર્યા વિના રાગ પણ આવે અને વીતરાગતા પણ કેળવવી, બે વાત કેવી રીતે બને અમારે ? આ બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે.
મુમુક્ષુ - ભયંકર વ્રત છે. પૂજ્ય ભાઈશ્રી - ભયંકર વ્રત છે. પત્રાંક) ૫૬૬. નીચે.
સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી.” એટલે રાગ અને દ્વેષથી. અહીંયાં પ્રેમ એટલે રાગ લેવો. પ્રેમથી વિરક્ત થયા વિના ષથી છુટય નહીં.... કેમકે એક સિક્કાની બે બાજુ છે. જે વિષય ઉપર રાગ છે એના પ્રતિપક્ષભૂત વિષય ઉપર દ્વેષ આવ્યા વિના રહે જ નહિ. “અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના....” શું કહેવું છે ? રાગમાં રસ નથી અને બહારમાં ઉદયમાં સર્વસંગથી વિરક્તપણું નથી એટલે છૂટા નથી થયા. પ્રારબ્ધોદયમાં સંગ વર્તે છે અને અંદરમાં રાગનો રસ ઊડી ગયો છે. રાગથી વિરક્ત થાય અને સર્વસંગથી વિરક્તપણું ન થયું હોય અને વ્યવહારમાં વર્તવું થાય અને અપ્રેમ દશા રાખવી. અપ્રેમ એટલે અહીંયાં દ્વેષદશા નહિ પણ ઉદાસીન દશા રાખવી, જ્ઞાતાપણું રાખવું. માત્ર જ્ઞાતાપણું રાખવું. વ્યવહારમાં વર્તવું અને જ્ઞાતાભાવે વર્તવું-આ ભયંકર વ્રત છે, આ કઠણ વાત છે. “ધાર તલવારની સોહ્યલી દોહ્યલી ચૌદમા જિનતણી ચરણસેવા.” એ વાત છે.
હવે કહે છે કે જો કેવળ રાગનો ત્યાગ કરવામાં આવે. રસ વગરનો રાગ છે. રાગ કેવો છે ? રાગ છે, રાગ વગર તો વ્યવહાર નહિ થાય. પણ વિરક્તપણે રાગ છે. રાગમાં રસ નથી, રક્તિ નથી. કેવળ રાગનો જો ત્યાગ કરવામાં આવે અને પાછો વ્યવહારમાં પ્રવર્તાય તો પછી કેવી રીતે પ્રવર્તાય ? બની શકે જ નહિ. કાં તો
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૫૧
પત્રક-૬૮૭. અદયાભાવે પ્રવત તો થાય, કાં તો ઉપકાર કર્યો હોય એનો અપકાર કરીને પ્રવર્તી તો થાય અને કાં કોઈને ગમે તેટલું નુકસાન થાય મારે શું ? મારે ક્યાં રાગ કરવો છે ? એ તો રાગ કરવો નથી એ તારો વિકલ્પનો રાગ છે, બીજું કાંઈ નથી.
“અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ એટલે એ તો રાખવું જ પડે એમ છે. અને એ કારણથી પણ જો રાગ રાખવામાં આવે તોપણ વિવેક એમ કહે છે કે નહિ વીતરાગ થવાનું છે. તારે તો વીતરાગ થવાનું છે. આટલો રાગ પણ તારે ન જોઈએ. એ રાગ થાય એ રાગનું દુઃખ, રાગનો ક્લેશ લાગ્યા વિના રહે નહિ. તો પછી હવે કરવું શું ? ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?' આ સમસ્યા ઊભી કરી છે એમણે પોતાના અનુભવ ઉપરથી આ સમસ્યા લખી છે. છતાં પણ એ તો સમસ્યા લખી છે. એ જ્ઞાની તો મોક્ષમાર્ગમાં આગળ વધતા જ જાય છે. મોક્ષમાર્ગમાં એ આગળ નથી વધતા એવું નથી.
મુમુક્ષુ - એ મોક્ષમાર્ગમાં જોર બતાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- એ એમનું સંતુલન બતાવે છે. એ તો પૂછ્યું છે કે આ અવસ્થાને તમે કાંઈ વિચારી શકો છો ? આવી જે સૂક્ષ્મ ભાવે જે સંતુલનતા વર્તે છે એને કાંઈ સમજી શકો છો? કે વ્યવહારમાં વર્તીએ છીએ, વ્યવહારનો રાગ દેખાય છે છતાં અમને રાગની રક્તિ નથી. રાગની વિરક્તિ છે. રાગનો રસ નથી. વિરક્તિ વર્તે છે. એ વગેરે પ્રકારે નિશ્ચય લક્ષણો પણ ઘણા છે. કેટલાક વ્યવહાર લક્ષણો પણ છે. વ્યવહારલક્ષણો એટલે શું? કે ઉદયમાં વર્તતા હોય.
હવે પહેલી વાત નિશ્ચયની એટલા માટે લીધી છે કે ઉદયને જોવાનું બંધ કરીને જ્ઞાનીને ઓળખવા છે. એના સંયોગો, એના ઉદય, ઉદયભાવને બંધ કરીને એકલું જ્ઞાનીનું જ્ઞાનીપણું જોવાની રીત જેણે સાધ્ય કરી છે અને જ્ઞાનીપણાની જો એને પ્રતીત આવે છે તો પછી એને વ્યવહારની અંદર વર્તતા જ્ઞાનીના કેટલાક લક્ષણો સમજાય છે. એ કોઈપણ વ્યવહારમાં વર્તતા હોય તો એની વ્યવહારિક સરળતા, નિશ્ચય સરળતા પ્રગટ થયેલી હોવાથી વ્યવહારિક સરળતા પણ ઘણી હોય છે.
સરળપણું એ મુમુક્ષુતાનો પણ ગુણ છે. બધા ગુણોમાં એ એક સારો ગુણ છે, બહુ વધારે સારો ગુણ છે. અને જ્ઞાની તો એ મુમુક્ષપણાથી આગળ વધીને જે દશાને પામ્યા છે એમાં તો સરળતા હોય, હોય ને હોય જ. એ સરળતા, મધ્યસ્થતા એ વગેરે પ્રકાર લીધા છે. સરળતા, મધ્યસ્થતા, નિર્માતા, નિસ્પૃહતા. ચાર બોલ લીધા હતા.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૫૨
રાજહૃદય ભાગ-૧૩ મધ્યસ્થજ્ઞાનમાં જે વિષય સામે આવે છે (એમાં) જરા પણ પૂર્વગ્રહ વિના કે પક્ષપાત વિના મધ્યસ્થ રહેવું એટલે તટસ્થ રહેવું. જ્ઞાનનો સ્વભાવ જ મધ્યસ્થ રહેવાનો છે, તટસ્થ રહેવાનો છે. એવો જે સમ્યજ્ઞાનનો સ્વભાવ છે એ જ્ઞાનીને સહજપણે વર્તે છે. એટલે ગુણ-દોષના વિષયમાં ક્યાંય ભૂલ કરતા નથી. ગુણને દોષ ન કહે અને ઝીણામાં ઝીણા દોષને ગુણ ન કહે એવી મધ્યસ્થતા એમને વર્તે છે.
એકવાર કહ્યું હતું કે, ન્યાયાધીશ મધસ્થ રહીને ન્યાય તોળે છે ને ? આ તો સામાન્ય રીતે વાત કરીએ છીએ), અત્યારે છે એ પ્રકાર નથી લેવો. પૈસા લઈને ગમે તેવો ન્યાય આપે એ વાત નથી. પણ સામાન્ય રીતે જે ન્યાયાધીશ મધ્યસ્થ રહીને ન્યાય તોળે છે એવી મધ્યસ્થ રહેવાની બુદ્ધિ અને કેળવવી પડે છે. એની Practice કરેલી હોય છે. અમુક Practice કર્યા પછી એની પરીક્ષા લેવાય છે. પછી એને એ ખુરશી ઉપર બેસવાની રજા મળે. એલ.એલ.બી. થાય એટલે ન્યાયાધીશ થઈ જાય એવું નથી. પણ ન્યાયના વિષયમાં સમ્યજ્ઞાનીની તોલે Supreme court નો Judge હોય તોપણ આવી શકે નહિ. એટલો સૂક્ષ્મ ન્યાય કરવાની એની મધ્યસ્થબુદ્ધિ સમ્યજ્ઞાનની અંદર હોય છે.
એવી જે સરળતા, મધ્યસ્થતા, નિઃસ્પૃહતા. નિસ્પૃહતામાં અંતરંગ નિઃસ્પૃહતાનો વિષય લીધો હતો. સળંગપણે જ્ઞાની પોતાની પૂર્ણતા જોતા હોવાથી એને કોની સ્પૃહા હોય? અપૂર્ણને કાંઈક જોઈએ. પૂર્ણને કેમ જોઈએ ? “કૃપાળુદેવે” તો ઈશ્વરવાદીને આ દલીલ આપી છે. ઈશ્વરકર્તા-વાદીને. તમારા ઈશ્વરે જો આ જગતની રચના કરી તો એ જગતની રચના કરવાની એને ઇચ્છા થઈ ત્યારે કરી ? કે ઇચ્છા નહોતી થઈ ને એણે જગતની રચના કરી ? તો કહે, ના, ના. એમને લીલા કરવી હતી માટે એણે ગતની રચના કરી. લીલા કરવાની ઈચ્છા થઈ એ શું બતાવે છે ? એ બહુ સરસ દલીલ આપી છે. ઇચ્છા તેને થાય છે કે જેને પૂર્ણતા ન હોય તેને. અપૂર્ણતામાં ઈચ્છા થાય છે. જે ચીજ જોઈતી હોય એની ઇચ્છા થાય. એનો અર્થ કે એની પાસે નથી. તો ઈશ્વરને અપૂર્ણ તરીકે સ્વીકારવા તૈયાર છો ? તો કહે, ના અમારા ઈશ્વર તો પરિપૂર્ણ છે. તો પરિપૂર્ણતામાં ઈચ્છા ક્યાંથી આવી? એમ કહીને જરાક કડક શબ્દોમાં વાત કરી છે કે જે ક્ષત્રિય પુત્રે... ભગવાન મહાવીર સ્વામીને એવી રીતે લીધા છે. કેમકે તીર્થકરો તો બધા ક્ષત્રિય હોય છે. જે ક્ષત્રિય પુત્રે જગતકર્તાને ધડમૂળથી ઉડાવ્યો. ત્યાં આગળ ભાષા કડક લીધી છે. નહિતર આમ બહુ મૃદુભાષી છે. પણ આવી રીતે કોઈ વાત આવે તો જરાક
Page #472
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭
૪૫૩
સરખાયની ભાષા આવે. જે ક્ષત્રિય પુત્રે જગતકર્તાને એટલે ઈશ્વરને ધડમૂળથી ઉડાડ્યો કે જગતમાં કાંઈ એવું છે જ નહિ. આ લોકોની કલ્પનામાત્ર છે. જગતમાં કોઈ એવો ઈશ્વરકર્તા છે નહિ. એવા નામબાળક પુત્રને એ સૃષ્ટિમાં એણે ઉત્પન્ન શું કરવા કર્યો? કેમકે જગતને ઉત્પન્ન કર્યું તો ભગવાન મહાવીરને એણે ઉત્પન્ન કર્યા એમ નક્કી થાય. તો આવા નામબાળક પુત્રને એ શું કરવા ઉત્પન્ન કરે ? કોઈ કરે ખરું? આ સાબિત કરે છે કે જગતકર્તા કોઈ ઈશ્વર નથી. ઈશ્વરકતવાદી ઉપર બહુ સજ્જડ દલીલ આપી છે.
કહેવાનો મતલબ એ છે કે, અંતરમાં પોતાનું પરિપૂર્ણ ગુણોથી સંપન્ન જે સ્વરૂપ છે એ સ્વરૂપને કારણે કોઈની સ્પૃહા જ્ઞાનીને રહેતી નથી. મને આમ હોય તો ઠીક અને મને આમ હોય તો ઠીક, એ વાત જ્ઞાનીને નથી. ઈષ્ટ-અનિષ્ટપણું અભિપ્રાયમાંથી (નાશ થઈ ગયું છે. કોઈ ચીજ મને ઇષ્ટ નથી, કોઈ ચીજ મને અનિષ્ટ નથી. એ પ્રકારે જે અંતરંગ નિઃસ્પૃહતા છે એ જ્ઞાનીની લોકોત્તર નિઃસ્પૃહતા છે. લૌકિક નિઃસૃતા નથી પણ લોકોત્તર છે. લૌકિકમાં પણ કોઈ નિસ્પૃહ માણસો હોય છે. પણ આ લોકોત્તર નિઃસ્પૃહતા છે.
એવી જ લોકોત્તર નિર્ભયતા પણ જ્ઞાનીને છે. એક બોલમાં નિર્ભયતા લીધી છે. નિર્ભયતા એટલે કે પોતાનું શાશ્વત સ્વરૂપ છે અને અવ્યાબાધ સ્વરૂપ છે. નિર્ભય થવામાં આ બે મુદ્દા છે. પોતાના સ્વરૂપમાં રહેલું જે અવ્યાબાધત્વપણું મને કોઈ બાધા પહોંચાડી શકે નહિ. મારા સ્વરૂપના અભેદ કિલ્લામાં, અભેદ્ય. ભેદી ના શકાય એવો. દવાને યોગ્ય નથી. અભેદ્ય કિલ્લામાં હું અભેદભાવે રહ્યો છું. મારા અભેદ્ય કિલ્લાને ભેદીને કોઈ મને બાધા કરી શકે એવું નથી. અને એવો હું શાશ્વત છું. ક્યારેય મારો નાશ થાય એવો નથી. બાધા ન થાય તો નાશ તો થાય જ ક્યાંથી ? એવા પોતાના સ્વરૂપના ભાનમાં અને અવલંબનને લઈને જ્ઞાની નિર્ભય છે. નિર્ભય છે તે નિઃસંગ છે. એટલે એ નિઃસંગપણે રહી શકે છે. નહિતર જંગલમાં એકલા રહેવું એ મુનિઓને ક્યાંથી બને ? નિઃસ્પૃહમાંથી, નિઃસંગતામાંથી એ નિર્ભયતા આવેલી છે.
એ સિવાય વ્યવહાર ભાવોને જો વિચારવામાં આવે તો જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, આત્મકલ્યાણ થાવ, આત્માના સુખને બધા જ જીવો પામો, એવી એક પરમ કારુણ્યવૃત્તિ જ્ઞાનીને જ્ઞાનદશામાં જીવંતપણે હોય છે. પરમ કારુણ્યવૃત્તિ એટલા માટે લીધી કે કોઈ જીવને બાકી નથી રાખતા. આ મિત્ર છે અને આ શત્રુ છે
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫૪
રાજહૃદય ભાગ-૧૩
એ કલ્પના ચાલી ગઈ છે. અને તેથી જગતના સર્વ જીવો. જૈનો, અજૈનો એવો ભેદ નથી. જૈન-અજૈનનો તો ભેદ નથી પણ ભવ-અભવિનો ભેદ નથી. નહિતર આગમ વાંચ્યું છે એને તો ખબર છે કે અભવી ક્યારે પણ બુઝવાના નથી. પણ એમની કારુણ્યવૃત્તિ એવી છે કે ભવી-અભવી કેવળજ્ઞાનનો વિષય છે. મારી કરુણામાં તો બધાય જીવો પામો. અત્યારે જ પામો, અનવકાશપણે પામો. બધા જ સુખી થાવ, કોઈ દુઃખી ન થાવ. એવી ૫૨મ કારુણ્યવૃત્તિ જ્ઞાનીને એના અંતરમાંથી ઉદ્દભવેલી એક (સહજ વૃત્તિ છે). સહેજે પોતે સુખી થયા છે તો પોતાના જેવા બધા જીવોની અંદ૨ સુખનો ભંડાર છે એ ભંડાર ખોલીને બધા પણ સુખી થાય. મારે તો કાંઈ લેવા-દેવાનું છે નહિ. પોતાના ભંડારની ચાવી ખોઈ બેઠા છે. છે પોતાની પાસે પણ કાં છે એની એને ખબર નથી. એ ચાવી દેખાડે છે કે તારી ચાવી અહીંયાં પડી છે અને ભંડાર અહીંયાં પડ્યો છે. ખોલી નાખ અને થા સુખી. એવી પરમ કારુણ્યવૃત્તિ જ્ઞાનીને હંમેશા હોય છે. સર્વ જ્ઞાનીઓને હોય છે. તીર્થંકરોને તો વિશેષ-વિશેષપણે હોય છે. એ તો એની મુખ્ય પ્રકૃતિ છે. આ તો પ્રકૃતિ છે એટલે વ્યવહારમાં જાય છે.
એ સિવાય વ્યવહાર દશામાં પૂર્ણતાને લક્ષે ઉપડ્યા છે એટલે પૂર્ણતાની ભાવના અને મુનિદશાનો પુરુષાર્થ એક ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન લેવા માટેની સાધકદશા હોવાથી નિગ્રંથદશાની ભાવના પણ જ્ઞાનદશામાં આવ્યા વિના રહેતી નથી. એ એક એમનું વ્યવહારનું પડખું છે કે જે વ્યવહારના પડખેથી એમને આવો પ્રકાર સહેજે સહેજે, નિશ્ચયસ્વરૂપની આરાધના કરતા-કરતા, એ આરાધનાની ઉત્કૃષ્ટ દશારૂપ જે મુનિપણું, એ મુનિપણાની ભાવના આવ્યા વિના રહેતી નથી.
‘કૃપાળુદેવ’નો ‘અપૂર્વ અવસર...' કાવ્ય એનો પુરાવો છે. એ પુરાવો બહુ મોટો છે. એ વખતે દિગંબર મુનિઓના સંબંધમાં કોઈ બીજી વાતો એમણે પ્રસિદ્ધ નહિ કરી હોવા છતાં પોતાની ભાવનામાં એ વાત પ્રસિદ્ધ કરી નાખી છે કે આવો નિગ્રંથ. અંતર-બાહ્ય નિગ્રંથ થવા હું ચાહું છું, એ મારી ભાવના છે અને એવો અપૂર્વ અવસર મને કયારે આવે ? એ પણ વ્યવહારનયના વિષયનું પડખું છે.
એવું જ વ્યવહારનયના વિષયનું પડખું વર્તમાન ઉદયનું હોય છે કે વર્તમાન ઉદયમાં ઉદાસીનતા (હોય છે). એ તો આ પ્રશ્ન ઉઠાવ્યા છે ત્યાં જ લખ્યું છે કે કાંઈ પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી. એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી અને કરવાથી ઉત્પન્ન થતું ફળ જે દુકાનની કમાણી, એના પ્રત્યે જેની ઉદાસીનતા વર્તે છે. એવા જો કોઈ આપ્તપુરુષ છે એ જ્ઞાનીપુરુષ છે. અને એ જ્ઞાનીપુરુષને
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૫૫
પત્રક-૬૮૭. વ્યવહારની ઉદાસીનતામાંથી પણ ઓળખી શકાય છે. પણ એ બધું આટલું જ્ઞાનીપણું સમજ્યા હોય તો. એનો વ્યવહારનો વિષય, એનું પડખું એને ખ્યાલમાં આવે.
નહિતર તો એવા બીજા કોઈપણ વૈરાગી જીવો હોય શકે છે. મુમુક્ષુઓ પણ વૈરાગી હોય છે. પણ જ્ઞાની તો સંયોગમાં વર્તતા હોય. બીજા ઈચ્છકપુરુષની જેમ લખ્યું છે. બીજા ઇચ્છકપુરુષ જેવી રીતે વર્તતા હોય એવી રીતે દેખાતા હોય તોપણ એ ઉદાસીન છે એનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. કેમકે રસ ઊડી ગયા છે ને. જે લોકો સાથે કામ કરે છે એને ખબર પડે છે કે આ જ પ્રસંગમાં આપણો રસ કેટલો હતો અને એનો રસ કેટલો હતો, એ સમજાય જાય છે. જે પ્રસંગ બને માટે Common એટલે સામાન્ય હોય. લાભ થાય અને નુકસાન થાય. વેપારમાં તો બેમાંથી એક વાત બને. કાં લાભ થાય કાં નુકસાન થાય. તો એ લાભ-નુકસાનના પ્રસંગોમાં જેને ઉદાસીનપણું વર્તે છે, વિરક્તપણે વર્તે છે, મુક્તપણું અને ભિન્નપણું વર્તે છે એને ઉદાસીનતા આવ્યા વિના રહે નહિ. એ વ્યવહારનયનું પડખું છે. ઉદયના વિભાગમાં જાય છે માટે. એવી ઉદાસીનતા જ્ઞાનીને વર્તે છે, સારી રીતે વર્તે છે. અને એ રીતે પણ એ ઉદાસ રહે છે.
બીજું એક વ્યવહારનું પડખું એ પણ એમનું બહુ સારું છે કે ગુણપ્રમોદ જેને કહેવામાં આવે છે. ગુણદૃષ્ટિ પ્રગટી હોવાથી. સમ્યગ્દષ્ટિ એટલે સ્વભાવદૃષ્ટિ, સ્વભાવદૃષ્ટિ એટલે સ્વભાવમાં રહેલા ગુણોની દૃષ્ટિ. એ ગુણદષ્ટિ પ્રગટી હોવાથી બીજા કોઈ જીવમાં અલ્પ ગુણ પણ જોવે છે તો એને પ્રમોદ આવે છે. એનું એ અનુમોદન કરે છે. ખરેખર તો ગુણને ટેકો આપે છે. પોતાનો મોટો ગુણ હોય તો દબાવે. જુઓ ! ગુણદૃષ્ટિ શું કામ કરે છે. બીજા કરતા પોતાનો મોટો ગુણ હોય તોપણ દબાવે. એ તો મુમુક્ષની દશામાંથી પાત્રતામાં લીધું છે. છે ને? ૧૦૫ પત્રમાં દસ બોલ લીધા છે. એમાં છેલ્લો બોલ એ લીધો છે. ૨૧૦ પાને છે.
પોતાની ગુરુતા દબાવનાર.” ગુણને લઈને જે મહત્તા છે અને મોટાઈ છે એને દબાવે છે, એને સંતાડે છે. મારી મોટાઈ દેખાશે તો બીજાને નાનપ અનુભવવા જેવું થાશે. એટલે ઊંચ-નીચનો પ્રશ્ન ઊભો થાશે. હું ઊંચો અને તે નીચો. એવી રીતે જ્ઞાની વર્તતા નથી. એ તો પાત્રતામાંથી દબાવે છે. પછી તો જ્ઞાની થયા છે ને. પાત્રતામાંથી આગળ વધીને જ્ઞાની થયા છે. આમાં છે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર...” એટલે મુમુક્ષનો ગુણ હોય તોપણ એના ઉપર એને પ્રમોદભાવ આવે
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૬
રાજહૃદય ભાગ-૧૩ છે તો પછી જ્ઞાનીના ગુણ ઉ૫૨ તો એને પ્રમોદભાવ આવે એ કાંઈ કહેવાની જરૂ૨ રહેતી નથી. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ.' એવો ગુણપ્રમોદ ગુણદૃષ્ટિવાળાને આવે છે. એટલે કોઈ જ્ઞાની જ્ઞાનીની ઈર્ષ્યા કરે એવું નથી બનતું. કે આ મારાથી આગળ વધી જશે તો ? કે આગળ વધી ગયા છે તો ? એ પ્રકાર નથી આવતો.
‘ગુરુદેવ’નું દૃષ્ટાંત લ્યો. ‘સોગાનીજી’ પામ્યા પોતાના ઉપદેશથી પણ આગળ વધી જશે એમ નથી જોતા. પ્રમોદ કરે છે. બાપ હોય એ દીકરો ઘણું ળીને લાવે તો પછી એની ઈર્ષ્યા થાય કે હું તો મારી જિંદગીમાં આટલું રળ્યો પણ નહોતો. આ તો મારા કરતા પણ ઝાઝું રળે છે. રાજી થાય ને ? એમ ગુરુ શિષ્યની કમાણીથી રાજી થાય કે એને ઈર્ષ્યા આવે ? એ તો રાજી થાય કે, વાહ ! આ પણ એક સ્વતંત્ર આત્મા છે. એની શક્તિને ફોરવે છે આ તો. એને પ્રમોદ જ આવે. બીજો પ્રકાર આવે જ નહિ એમ કહેવું છે. યોગ્યતા બહારનો વિષય છે, વસ્તુના સ્વરૂપની બહા૨નો વિષય છે. એવું બનતું જ નથી. એ રીતે ગુણપ્રમોદપણું એ પણ એક વ્યવહારમાં જાય છે. બીજા જીવોના ગુણને એમાં પાત્રતાવાળા જીવોને ખાસ કરીને જ્ઞાની છે એ વધારે આદર કરે છે.
કોઈ જીવ પાત્રતામાં આવતો દેખાય છે ત્યારે એને એમ થાય છે કે પાત્રતા વિના તો પામવાનો નથી. આ જીવ હવે કાંઈક Line માં આવ્યો. ધર્મના નામે બીજું બધું કરતો હતો પણ પાત્રતા નહોતી આવતી. શાસ્ત્રો વાંચે કે બીજી ક્રિયાઓ કરે પણ પાત્રતા ન આવે તો શું કામ લાગે ? પાત્રતા જુદી ચીજ છે. પાત્રતા દેખાય ત્યારે એ વધારેમાં વધારે એને ટેકો આપે છે, આદર કરે છે. અને એ વધારે પાત્રતામાં ઉપર આવે, વધારે ઊંચો આવે અને સામા જીવની પાત્રતા કેળવાય એ જ પ્રકારે એની સાથેનું વલણ અને વર્તન રાખે છે.
એ દૃષ્ટિએ જોઈએ તો ‘કૃપાળુદેવ’ની દૃષ્ટિ એ બાબતમાં ઘણી સૂક્ષ્મ છે અને એટલી બધી યથાર્થ અને યથાયોગ્ય છે કે જે જીવની જેટલી પાત્રતા છે એ જીવની એટલી પાત્રતામાંથી એ વધુ કેમ આગળ આવે. જ્યાં ઊભો છે ત્યાંથી વધુ પાત્ર કેમ થાય ? કેમકે પાત્રતાના ન્યૂનાધિક એવા ઘણા ભેદ છે. કોઈની અધિક પાત્રતા, કોઈની ઓછી પાત્રતા એવા જે ભેદો છે એમાં દરેક ભેદમાંથી એ પાત્રતા વિશેષ પ્રગટે એવું હંમેશા જ્ઞાની વિચારે છે. એવો જ એમનો કુદરતી પ્રકાર હોય છે. તો જ એ એમાંથી સુખી થશે ને ? બધાને સુખી જોવા છે તો એને અનુસરીને એ જ પ્રકાર
જ
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૫૭
પત્રાંક-૬ ૮૭ આવવાનો છે.
એ વગેરે અનેક પ્રકારે જ્ઞાનીના નિશ્ચય લક્ષણો ઉપરાંત કેટલાક વ્યવહાર લક્ષણો પણ છે કે જેના ઉપરથી જ્ઞાની ઓળખી શકાય છે, સમજી શકાય છે અને જો એક વાર જ્ઞાની ઓળખાય તો જીવને એ જ્ઞાનદશા પ્રાપ્ત થયા વિના રહે નહિ. એવું એક સંસ્કારનું બીજ પડી જાય છે. ત્યાં પણ સંસ્કાર પડવાનો અવસર છે. જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની થયા વિના નહિ રહે તો સંસ્કાર તો પડવાના છે. જ્ઞાનદશા પણ આવ્યા વિના રહેવાની નથી. સ્વરૂપને ઓળખ્યા વિના રહેવાનો નથી અને નિર્વાણપદને પણ પામ્યા વિના રહેવાનો નથી. નિર્વાણપદ સુધીનો વિષય લીધો છે એમણે. એ પત્ર મળ્યો નથી પણ એક જગ્યાએ એ વાત બહુ સ્પષ્ટ આવે છે. આ બાજુ છે. ડાબા હાથ બાજુ ઉપર જ લીધું છે. નિર્વાણપદનું કારણ છે. અહીં સુધી રાખીએ.
પૂર્ણતાનું લક્ષ થયા પછી, મોક્ષાર્થીજીવ વિજાવલોકનમાં આવે છે, ત્યારે પ્રથમ તો પોતાના દોષને અપક્ષપાતપણે જોવે છે. - આ પ્રકારના અભ્યાસથી અવલોકન સૂક્ષ્મ થતું જાય છે, ત્યારે પોતાના કાર્યક્ષેત્રની મર્યાદાનો અનુભવ સમજાય છે, તે એવી રીતે કે, હું માત્ર ભાવરૂપી કાર્ય કરું છું, મારું કાર્યક્ષેત્ર અહીં સમાપ્ત થાય છે. પર પદાર્થના કાર્ય કરવાનો ઉદય ભાવ થાય છે. પરંતુ મારી પહોંચે તે પરમાં નથી. તેથી પરનું કાર્ય કરવું અશક્ય દેખાય છે, તેથી તે ઉદય ભાવનું જોર ટી જાય છે. આ પ્રકારના અભ્યાસથી પરની કતબદ્ધિ, ભોક્તાદ્ધિ મોળી પડતી જાય છે, દેહના કાર્યોમાં પણ એવો જ અનુભવ થતો દેખાવાથી દેહાત્મબુદ્ધિ પણ મંદ પડતી જાય છે, સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ પણ મોળી પડવાથી, દર્શનમોહનો અનુભાગ સારા પ્રમાણમાં ઘટતો જાય છે – એકત્વ પાતળું પડતું જાય છે.
(અનુભવ સંજીવની-૧૫૬૩)
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૮
રાજહૃદય ભાગ-૧૩
તા. ૩૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૭
પ્રવચન ન. ૩૧૩
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક-૬ ૮૭, છેલ્લો Paragraph. પાનું-૫૦૧.
સર્વ પ્રકારે જેને...” ઉપરના Paragraph માં જે પ્રશ્નો ઉઠાવ્યા છે. એ પ્રશ્નોના ઉત્તરરૂપે બે દિવસથી વિષય ચાલે છે. સંક્ષેપમાં આજે થોડું લઈ લઈએ. એમણે પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે જ્ઞાની પુરુષ કોઈ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય અને જેમ ઇચ્છકપુરુષ પ્રવૃત્તિ કરે, ઇચ્છકપુરુષ એટલે જગતમાં ઇચ્છાવાન, પરિગ્રહની ઇચ્છાથી, સંયોગો પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જેમ સામાન્ય માણસ પ્રયત્ન કરે, એવી જ રીતે એ પ્રયત્ન કરતા અથવા પ્રવૃત્તિ કરતા દેખાતા હોય, ઉદ્યમ કરતા દેખાતા હોય તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એને જાણવાની એક તો રીત શું છે ? અને જાણવામાં કયા કયા લક્ષણો આવે ? એમને જાણવામાં જાણનારને–ઓળખનારને કેવા લક્ષણોથી ઓળખાય ? આ બે પ્રશ્નો ઉઠાવ્યા છે. અને ત્રીજો પ્રશ્ન તો એ જ છે કે કોઈ એવી રીતે અજાણપણે પ્રથમ જ કોઈને સાંભળતા ઉત્કૃષ્ટ પાત્રને, ઉત્કૃષ્ટ પાત્રતાવાળાને કઈ રીતે ઓળખવું? કયા લક્ષણો એને જોવા જોઈએ ?
બીજો ભેદ એ લીધો છે કે કોઈ બીજા મુમુક્ષુ દ્વારા જ્ઞાની પુરુષ છે એમ જાણવા મળ્યું હોય અને એમ જાણવા મળ્યું હોય ત્યારે ઓળખાણ કરતા ઓળખાણમાં ભ્રાંતિ પડે એવો વ્યવહાર તે પુરુષનો જોવામાં આવે-દેખાય તોપણ એ ભ્રાંતિ ન થાય તે મુમુક્ષુજીને કેવી રીતે ઓળખવા જોઈએ ? એટલે રીત તો બંનેની એક જ છે. જેમકે કોઈએ કહ્યું હોય અને ઓળખવા માટેનો પ્રયત્ન કરે. કોઈએ ન કહ્યું હોય અને પોતાને સાંભળતા, વાતચીત કરતા, ચર્ચા કરતા એવો ખ્યાલ ગયો હોય કે કોઈ અનુભવીપુરુષ લાગે છે. તો એ કઈ રીતે ઓળખે ? બંનેને ઓળખવાની રીતમાં કોઈ બીજો ફરક નથી. અને ઓળખે તો એ વ્યવહારમાં વર્તતા છતાં એનું જ્ઞાનલક્ષણપણું કેવી રીતે એને લક્ષમાં આવે ? એ પણ જ્ઞાનલક્ષણપણું કહો કે જ્ઞાનીપણું કહો, એ બંને એક જ વાત છે.
એટલે આની અંદર પ્રશ્ન તો બે જ છે. ચાર ભેદથી વાત કરી છે પણ પ્રશ્ન બે
Page #478
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭
૪૫૯ છે કે એક તો જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? અને ઓળખવા હોય તો કયા લક્ષણો જણાય તો ઓળખાય ? આ બે પ્રશ્ન છે. એ બંને વાતમાં એક વાત છે ઓળખનારના પક્ષે, એક વાત છે જેને ઓળખવું છે એના પક્ષની. જે રીતે ઓળખવું છે, કઈ રીતે ઓળખવું છે એ વાત ઓળખનારના પક્ષે જાય છે. જેને ઓળખવા છે એ વાત જ્ઞાનીના પક્ષે જાય છે. મુમુક્ષુએ કઈ રીતે ઓળખવા ? બે પ્રશ્નમાં એક પ્રશ્ન મુમુક્ષુને લાગુ પડે છે, એક પ્રશ્ન પુરુષને લાગુ પડે છે. આટલો વિષય ચોખ્ખો છે.
જ્યાં મુમુક્ષુને લાગુ પડે છે ત્યાં એ વાત છે કે ઉત્કૃષ્ટ પાત્ર હોય તો જ ઓળખી શકે. સામાન્ય મુમુક્ષુ કે મધ્યમ કક્ષાના મુમુક્ષુ નહિ ઓળખી શકે. એટલે એ વાત અપેક્ષિત છે કે ઓળખનાર છે એ ઉત્તમ પાત્રતાવાળો જીવ છે. અને એ ઉત્તમ પાત્રતાવાળો જીવ કઈ રીતે ઓળખે છે એટલું જ વિચારવાનું છે.
સપુરુષમાં ઓળખવા માટે બાહ્ય સાધન શું? પુરુષને ઓળખવા માટેનું બાહ્ય સાધન શું ? કે જે સાધન દ્વારા એનું અંતરંગ સમજાય અથવા જ્ઞાનીનું જ્ઞાનીપણું સમજાય કે ઓળખાય. એટલું વિચારતા ત્રણ મુદ્દા એની અંદર સ્પષ્ટ થાય છે. એક તો વાણી દ્વારા એમના ભાવોને સમજી શકાય. વાણી વિના, વાણી દ્વારા જ એમના ભાવોને સમજી શકાય, વાણી વિના એમના ભાવોને સમજી ન શકાય. કોઈપણ જીવના પરિણામને ઓળખવા હોય, પરિણામને સમજવા હોય, એના અભિપ્રાયને સમજવો હોય, એના શ્રદ્ધા-જ્ઞાનને પકડવું હોય તો એની વાણી સિવાય બીજો કોઈ સીધો ઉપાય નથી. વાણી દ્વારા એ ભાવો સમજવામાં આવે અને
એ વાણીથી કાંઈક વિશ્વાસ આવે કે આ અનુભવીપુરુષ છે. તો પછી એની મુદ્રા એ પણ વિશેષ સમજાય છે. પણ એ વિષય તો ત્યારબાદનો છે. સીધો કોઈને આ મુદ્રા ઉપરથી આ જ્ઞાની છે એમ બીજા જ્ઞાનીને પણ ખ્યાલ ન આવી શકે. મુમુક્ષને તો આવવાનો પ્રશ્ન નથી પણ બીજા જ્ઞાનીને પણ ન આવી શકે કે કોઈનો ચહેરો જોઈને, મુદ્રા જોઈને, મુખાકૃતિ જોઈને એ જ્ઞાની છે એમ કહી શકાય. એ તો જ્ઞાની પણ ન કહી શકે.
બીજુંએમના નેત્રોથી પણ જ્ઞાની ઓળખાય છે. પણ એ પણ ત્યારપછીની વાત છે કે જ્યારે વાણી વડે એમના ભાવો સમજાયા હોય, ઓળખાયા હોય તો એમના નેત્રોથી એમને ઓળખી શકાય. એટલે એ તો એથી વધારે સૂક્ષ્મ વિષય છે. વાણી કરતા મુખમુદ્રાનો વિષય સૂક્ષ્મ છે અને નેત્રનો વિષય તો એથી પણ સૂક્ષ્મ છે. એ બંને વાત ત્યારપછીમાં જાય છે. બે કલાક ગઈ કાલે અને પરમદિવસે આ વિષય તો ચાલી ગયો છે. તમે આવ્યા એટલે થોડોક ફરીને લઈએ છીએ.
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૬૦
રાજહૃદય ભાગ-૧૩
એટલે મુખ્ય ચર્ચા એમની વાણી વિષયક (છે). વાણી અને ચેષ્ટાથી, વાણી સાથે વાણી ઉચ્ચારણ કરતી વખતેની જે ચેષ્ટા છે, એ ચેષ્ટાથી એમના ભાવોને ઓળખી શકાય છે. એ મુખ્ય વાત છે. મુખમુદ્રામાં જે ઉપશમભાવ છે, નેત્રની અંદર પણ જે ઉપશમભાવ છે એ તો ઉપશમભાવનો વિષય છે. અને એ વાણીથી પ્રતીત થયેલો ઉપશમભાવ હોય તો ગ્રહણ કરી શકાય છે. સીધો ખ્યાલમાં આવે છે. નહિતર એ સીધો ખ્યાલમાં આવતો નથી. અથવા એવો શાંત ઉદાસીનભાવ તો અન્યમતિની મુદ્રામાં પણ હોઈ શકે છે. એથી પણ કાંઈ સીધું અનુમાન કરવાનો એ વિષય નથી. એટલે મુખ્ય વાત કહી છે એમના ભાવની. અને ભાવને પકડવા માટેનું એક જ સાધન મુખ્ય છે એ વાણી છે અને વાણી વખતની ચેષ્ટા છે. એ પ્રત્યક્ષ હોય તો. પરોક્ષ હોય તો ચેષ્ટાનું સાધન ઉપલબ્ધ નથી, માત્ર વાણીનું સાધન જ ઉપલબ્ધ છે. પણ એ સાધન એક એવું છે કે જ્ઞાની વિદ્યમાન હોય કે જ્ઞાની અવિદ્યમાન હોય, જ્ઞાનીને ઓળખી શકાય છે. એ સંબંધમાં આપણે જે કાંઈ વિસ્તારથી વિષય ચાલ્યો એના કેટલાક મુદ્દાઓ એ છે.
પ્રથમ તો એમનું જે દેહાદિથી અને સંયોગાદિથી જે ભિન્ન ચૈતન્યપણું છે. આત્મામાં જે આત્મપણું છે અને આત્મા સિવાય દેહાદિ સંયોગોમાં જે ભિન્નપણું છે એ એમની વાણીની અંદર જે રીતે આવે છે એ રીતે સામાન્ય વિદ્વાન અને પંડિતની વાણીમાં આવતું નથી. જોકે પહેલો પ્રશ્ન આપણે એ લઈએ કે કઈ રીતે ઓળખે છે. પછી લક્ષણનો વિષય જરા વિસ્તારવાળો છે.
કઈ રીતે ઓળખે છે ? કે જેણે એવો દૃષ્ટિકોણ અપનાવ્યો હોય. ઉત્કૃષ્ટ પાત્ર મુમુક્ષુએ એવો દૃષ્ટિકોણ અપનાવ્યો હોય કે ફક્ત મારે જ્ઞાનીનું જ્ઞાનીપણું શું છે એટલું જ નક્કી કરવું છે, એટલો જ નિશ્ચય કરવો છે, એટલું જ ઓળખવું છે. આ સિવાય મારે કાંઈ જોતું નથી. એટલે કે સંયોગાશ્રિત શરીરથી માંડીને જેટલા કોઈ પરિગ્રહાદિ અને પ્રવૃત્તિના પ્રકારો છે એ બધું જોવાની આંખ એક વાર સાવ બંધ કરી દઈને, સર્વથા બંધ કરી દઈને ઓળખવાની તીવ્રતાથી માત્ર જ્ઞાનીનું જ્ઞાનીપણું જ ઓળખવું છે એવો દૃષ્ટિકોણ સાધ્ય કર્યો હોય, સાધ્ય થયો હોય તો જ એ વિષય ઉપ૨ ઓળખવાનો ઉપયોગ યથાર્થ પ્રકારે કામ કરે. નહિતર બીજી કોઈ રીતે ઓળખાય જાય એવું મુમુક્ષુની ભૂમિકામાં બનવું કઠણ છે.
જ્ઞાનીને તો સહજ સ્વભાવે પોતે ભાનસહિત વર્તતા હોવાથી કોઈ એક વાણીના એવા ચિહ્નથી, પ્રકારથી બીજી બધી વાત પકડી લે. એક વાત ઉપરથી અનેક વાત પકડી લે. કેમકે એ વિષયના પોતે અનુભવી છે. મુમુક્ષુજીવ એ વિષયનો હજી અનુભવી નથી. છતાં પણ એની પાત્રતા ઓળખવાને માટે ક્ષમતા ધરાવે છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭
૪૬૧
એટલે એ ઓળખવા ચાહે તોપણ એને આટલો દૃષ્ટિકોણ અપનાવવો પડે. કઈ રીતે ઓળખે ? કે આ રીતે ઓળખે ? શી રીતે ઓળખે ? એ પ્રશ્ન છે. આ રીત સિવાય બીજી કોઈ રીતે ઓળખી શકે એ બનવાનો સંભવ નથી.
પછી એ ઓળખવાની અંદર એમની વાણી સાંભળે છે તો એ વાણીના અનેક પ્રકાર છે. (પત્રાંક) ૬૭૯માં તો હમણા જ આપણે આવી ગયું. આશયભેદ હોય છે. મુખ્ય જે ચિહ્ન છે એ આશયભેદનો છે. જેની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે એને એ શાંતિની ઉપાદેયતા એટલે સ્વરૂપની ઉપાદેયતા છે. ખરેખર સર્વસ્વપણે સ્વરૂપ ઉપાદેય થયું છે અને એ સર્વસ્વપણે જેને સ્વરૂપની ઉપાદેયતા છે એ બીજા ચિહ્નોને જોવાનું ગૌણ કરે છે. ક્ષયોપશમ કેટલો છે એ પણ નથી જોતો. પરિગ્રહાદિ સંયોગને લઈને ત્યાગ તો નથી જોતો, પણ જ્ઞાનનો પર્યાય જે ક્ષયોપશમ છે એ ક્ષયોપશમનો ઉઘાડ કેવા પ્રકારનો છે ? બાહ્ય ઉઘાડ કેટલોક છે ? ઓછો છે કે વધારે છે ? એ પણ નથી જોતો. એટલું જ નહિ, વાણીની શૈલી વક્તૃત્વકળાવાળી છે એ પણ નથી જોતો. દેહાદિ સંયોગ તો પછી દૂરની વાત છે, પરિગ્રહાદિ સંયોગ તો દૂરની વાત છે. પણ આ બંને પ્રકા૨ને પણ ગૌણ કરીને એકલું જ્ઞાનીનું જ્ઞાનીપણું જોવું છે. બધી વખતે થોડી થોડી તો જુદી વાત આવશે. એક જ વાત આવે એવું નથી.
જેમકે જિનવ૨ કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.’ એક પદ લખ્યું છે. ‘જિનવ૨ કહે છે જ્ઞાન....' એટલે કયું જ્ઞાન ? કે જે જ્ઞાન જન્મ-મરણથી મુક્ત કરે. જ્ઞાનીનું જે જ્ઞાન, એ જ્ઞાન કેવું હોય ? એમ કરીને એક પદ લખ્યું છે. ત્યાં એક બહુ વિશિષ્ટ વાત કરી છે કે બાહ્ય ત્યાગવાળાને તો.... ‘શ્રેણિક’ મહારાજાનું દૃષ્ટાંત આપી દીધું કે જેને કાંઈ પણ વ્રત, નિયમ, તપ કાંઈ નથી. નહિ ત્યાગ વસ્તુ કોઈનો...’ પણ એ તીર્થંકર થશે. ભાવિના, આવતી ચોવીશીના પહેલા તીર્થંકર થશે. એ ઠાણાંગ સૂત્રમાં તમે જોઈ લ્યો. એટલે ઠાણાંગ સૂત્રમાં એ ઉલ્લેખ છે. ભગવાન મહાવીરસ્વામી'ની વાણીમાં એ વાત આવેલી છે. ગણધરદેવે એ સૂત્રમાં ગૂંથેલી છે.
ત્યાં એક બીજી વાત પણ લખી છે કે જ્ઞાન જ્ઞાનીમાં કળો...’ કળવાનો વિષય છે, પહેચાન કરવાનો, ઓળખવાનો વિષય છે. તો અન્યમતની વાત લીધી છે કે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના.' જે અન્યમતીના ચાર વેદ છે. સામવેદ ને યજુર્વેદ ને એ બધા. મૂળ વાત તો અહીંથી નીકળેલી છે. પણ એ લોકોએ ધારણાફેર થયું ને પછી પોતાની મહત્તા વધારવા માટે જે વિષયોનું મિશ્રણ કર્યું એ મિથ્યાત્વના શાસ્ત્રો એટલા માટે કહ્યા કે એમાં ભેળસેળ થઈ ગઈ. ‘શાસ્ત્ર
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૬૨
ચજહૃદય ભાગ-૧૩ સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા એ જ ઠેકાણે ઠરો.” જ્ઞાનીને જ્ઞાન ભાસ્યા એનો અર્થ શું? કે એમાં ભગવાન તીર્થંકરદેવની કહેલી વાત કેટલી ? અને એ સિવાયની વધારાની ભેળવેલી વાત કેટલી ? એ જ્ઞાની સમજે છે. બીજા જીવો એ શાસ્ત્રો વાંચે તો ભાષાની ભભક જોઈને એને એમ થઈ જાય કે નક્કી અધ્યાત્મની ઘણી સારી વાતો આમાં છે. વેદાંતમાં તો ઘણી અધ્યાત્મની વાતો છે. તો એમાં પણ કાંઈક માલ છે. આને મિથ્યાત્વ કહેવાય નહિ. આને પણ જ્ઞાન કહેવું જોઈએ એમ એ માની લે. એવી ભ્રાંતિમાં પડી જાય. વેદાંત વાંચે તો કોઈક કાચો-પોચો હોય તો ભ્રાંતિમાં પડી જાય અને એવા ઘણા કિસ્સાઓ પણ બને છે. એવી ઘણી ભળતી વાતો છે.
જે જૈનદર્શનમાં અધ્યાત્મની વાતો છે એવી ભળતી વાતો છે કે જેને લઈને એ ભ્રાંતિ ઉત્પન્ન થાય. પણ જ્ઞાનીપુરુષને એવું બનતું નથી. એને ખ્યાલ આવી જાય છે. એક જગ્યાએ મૂળ વાતમાં ચૂકે છે. કોઈ એક જગ્યાએ મૂળ વાતમાં ચૂકે છે એ ઉપરથી ખ્યાલ આવે છે કે બીજી પણ અનેક વાતો એ ચૂકીને લખેલી છે. માટે કેટલીક વાતો મૂળ વાતો ધારણાની રહી ગયેલીની સાથે આ ભળેલી વાતો છે. સાંગોપાંગ આ શાસ્ત્ર સમ્યગ્દષ્ટિનું લખેલું હોય તો આ રીતે હોય નહિ. એ રીતે એ જેમ પકડી નોખું પાડી શકે છે એમ એ એકલું જ્ઞાનીપણું જોનારને એ વાત પણ જુદી પડી શકે છે. એમાં આશયભેદ છે આ. મુખ્ય વાત એ ચાલતી હતી.
આશયભેદને લીધે સર્વસ્વ ઉપાદેયતાનો આશય છે. પોતાની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોવાથી સર્વસ્વપણે પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે એવા આશયસહિત એ વાણી પ્રવર્તે છે. એ ચિહ્ન જોવામાં આવે છે, એ લક્ષણ જોવામાં આવે છે. અને એ વાત કોઈ કપોળકલ્પનાથી ક્યાંય પણ કલ્પના ભેળવીને નહિ પણ પ્રત્યક્ષ દૃષ્ટિ છે એટલે જ્ઞાન પણ પ્રત્યક્ષ થયું છે. પોતાના સ્વરૂપને જેણે અતીન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ કર્યું છે અને એ જ્ઞાનનો વિષય પણ સહજ પ્રત્યક્ષ છે. સહજ પ્રત્યક્ષ છે અને અસીમ પ્રત્યક્ષતા જેની અંદર રહેલી છે. એવો તેજસ્વી અનંત પ્રત્યક્ષતાનો સૂર્ય આત્મા જોવામાં આવ્યો હોય અને એ પદાર્થદર્શન સાથે જ્યારે એ વાણી ચાલતી હોય ત્યારે એનો આશય જુદો જ હોય છે. એ આશય અજ્ઞાનીની વાણીમાં ક્યાંય જોવા મળતો નથી. એ આશયભેદની વાત તો એમણે ૬૭૯માં બહુ સારી રીતે સ્પષ્ટ કરી છે.
એક બીજું લક્ષણ લીધું છે-પૂર્વાપર અવિરોધતાનું. પદાર્થ પોતે વિરુદ્ધ ધર્મ સ્વભાવી છે. જેમકે નિત્યત્વ અને અનિત્યત્વ બંને ધર્મ વિરુદ્ધ સ્વભાવી છે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને ધર્મ વિરુદ્ધ છે. એકપણું અને અનેકપણું, ભેદપણું અને
Page #482
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭
૪૬૩
અભેદપણું એ વગેરે અસ્તિત્વ અને નાસ્તિત્વ એ વિરુદ્ધ ધર્મો હોવા છતાં પણ પદાર્થદર્શનને લીધે જેની વાણીમાં એ વિરોધ આવતો નથી પણ અવિરોધપણે બંને ધર્મોને જે સ્થાપી શકે છે. એવું જે પૂર્વાપર અવિરોધપણું પદાર્થદર્શન વિના ગમે તેવો વિદ્વાન હોય તોપણ પોતાની વાતને ચાંક તો કાપ્યા વિના રહે નહિ, ઉડાવ્યા વિના રહે નહિ. એ ભૂલ થઈ જાવી એ બહુ સ્વાભાવિક છે, બહુ સંભવિત છે. પણ જ્ઞાનીપુરુષને એવું બનતું નથી.
એ સિવાય પોતે ભાનસહિત વર્તતા હોવાને લીધે અંતરંગ પરિણતિમાં આત્મા પ્રત્યક્ષ છે અને પરિપૂર્ણ સિદ્ધપદ પ્રત્યક્ષ છે. એટલે એવા ભાનસહિત વર્તતા હોવાથી, એવું ભાન આવે એવી જાગૃતિસહિત જેની વાણી છે કે જેને લઈને સાંભળના૨ને પણ જાગૃતિ આવે કે આ મને જાગૃત કરે છે. પોતે જાગૃત થઈને વર્તે છે તો સામે પણ નિમિત્તનૈમિત્તિક સંબંધે આત્મજાગૃતિ આવી જાય એવો જેનો વાણીનો રણકા૨ છે, એવો જેનો વાણીની Spirit છે. Spirit એટલે આત્મા એમ કહેવાય છે. એ વાણીનો આત્મા એવો છે કે જાગૃતિમાં રહીને કહેનારને સામે પણ જાગૃતિ ઉત્પન્ન કરી દે છે.
એના ઉ૫૨ તો ‘આનંદઘનજી’એ પદ લખ્યું છે, ભૂંગી ઇલિકાને ચટકાવે તે ભૃગી જગ જોવે.’ ભમરી ઇયળને ચટકાવીને ભમરી કરે. એમ શ્રીગુરુ જાગૃતિમાં રહીને શિષ્યને ચટકાવે છે કે તું જાગ રે જાગ ! મોહનિંદ્રા ઉડાડ તારી. હવે થોડીક બાકી રહી છે. પાત્ર મુમુક્ષુ છે ને ! ઉત્કૃષ્ટ પાત્ર છે એટલે એને અલ્પ મોહ છે. મોહનો રસ તીવ્ર નથી. ઘણો ખરો દબાઈ ગયો છે, ઘટી ગયો છે. એને એ ચટકાવે છે, આત્મજાગૃતિમાં લાવે છે. એને અનુસંધાન થાય છે કે પોતે જાગૃત થઈને કહે છે. અજાગૃતિમાં અનુપયોગે બોલતા નથી. સ્વરૂપનો ઉપયોગ વર્તે છે અને બોલે છે. અણઉપયોગે વાત નથી આવતી.
આ વાત ‘ગુરુદેવશ્રી’ને જેણે એ રીતે સાંભળ્યા હશે એને ખ્યાલમાં આવી જશે કે એ અણુપયોગે નહોતા બોલતા. ઉપયોગ કેટલો હતો ! ભલે લીંડીપીપરનું દૃષ્ટાંત હજારવા૨ દીધું હશે તોપણ એક ધ્યાન ખેંચવા જેવી, Mark ક૨વા જેવો વિષય છે કે એમનો ઉપયોગ વિષય ઉપર કેટલો હતો ! આશય ઉપર ઉપયોગ હોય છે. જે આશયથી વાણી ચાલે છે એનો ઉપયોગ ફરતો નથી, એનું લક્ષ ફરતું નથી. એ જાગૃતિનું પણ અનુસંધાન થાય છે.
બહુ સૂક્ષ્મ વિષયનું જે અનુસંધાન થાય છે એ તો વિધિ વિષયક છે. કેમકે એ વિધિનો વિષય વિધિથી અજાણ એવા જીવોની વાણીમાં આવવો કોઈ રીતે સંભવિત નથી. જેણે એ માર્ગ જોયો નથી, જેણે એ રસ્તો જોયો નથી એ વિષય એની વાણીમાં
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૪
રાજહૃદય ભાગ-૧૩
આવે નહિ. ગમે તેટલી વિદ્વતા હોય અને આચાર્યોના, જ્ઞાનીઓના વચનને અડીને ગમે તેવી વાત કરે તોપણ વિધિનો વિષય ન આવે તે ન આવે. જ્ઞાનીની વાણીની આ એક મહત્વની ખૂબી છે. એ વિધિને, એ માર્ગને શોધતા એવા પાત્રજીવને જ્યારે એ માર્ગ સમજાય છે, ખ્યાલમાં આવે છે એ થોડો અંતરલક્ષે ખ્યાલમાં આવે છે. એકલો બહિર્લક્ષે ખ્યાલમાં નથી આવતું પણ થોડું એ વખતે અંતર્ત્યક્ષ થાય છે. કાંઈક પોતાના ભાવો સાથે એની મેળવણી થાય છે. આમ પણ કોઈ વાત સંમત ક૨વી હોય ત્યારે અંદર જ જાવું પડે છે.
કોઈપણ માણસની વાત આવે ત્યારે એ બરાબર હશે કે બરાબર નહિ હોય એને માટે એને મનમાં થોડોક વિચાર કરીને પછી સંમતિ કે અસંમતિ આપવી પડે છે. સામાન્યમાં સામાન્ય બાબત હોય તોપણ. તો આ તો જે વિષયનું રહસ્ય હજી પોતે એક પડદામાં રહીને, અજાણપણાના પડદામાં રહીને શોધે છે. અને એ શોધની તીવ્રતામાં આવેલો ઉત્કૃષ્ટ પાત્ર જીવ છે. એ વખતે તો અપૂર્વ જિજ્ઞાસા છે. બીજું લક્ષ નથી. એને જ્યારે એ વિધિ વાણીમાં આવે છે ત્યારે સહેજ અંદરમાં જોઈ લ્યે છે કે આમ હોવા યોગ્ય છે. માર્ગ આમ હોવા યોગ્ય નથી. આ વિધિ આમ જ હોવા યોગ્ય છે ? તો એને એક અંધારામાં કોઈ પ્રકાશ થતો હોય એવી રીતે એ વાત સમજાય છે.
‘તત્ત્વાનુશીલન’માં ‘સુવિધિમાં એ વિષય લીધો છે. અંધારામાં જેમ પ્રકાશ થાય અને ખબર ન પડે એવું બને નહિ. અંધારામાં પ્રકાશ થાય અને ખબર ન પડે એમ કેમ બને ? એમ પોતે અંધારામાં ઊભો છે એને આ જે માર્ગનો પ્રકાશ થાય અને સહેજ અંતર મેળવણી થઈ એ વાત સંમત થાય છે. થોડુંક તો કાંઈક ફેરફારવાળું આવે છે. ત્યારે અંતર મેળવણીનો વિષય નહોતો લીધો. ત્યારે એને પ્રતીત થઈ જાય છે કે આ માર્ગનો અનુભવીપુરુષ કહે છે. એ વગર આ વાત હોઈ શકે નહિ. એ પણ એના અનુસંધાનનો વિષય છે. જેમ જાગૃતિ એના અનુસંધાનનો વિષય છે એમ આ માર્ગની વિધિનું સૂક્ષ્મ રહસ્ય છે એ પણ એના પોતાના અનુસંધાનનો વિષય છે. અને એનાથી એને વિશ્વાસ આવે છે કે નક્કી આ જ્ઞાનીપુરુષ છે. જ્ઞાનીપુરુષ વિના આ વાત આવી શકે નહિ.
એવા મુખ્ય મુખ્ય જે મુદ્દાઓ છે એના ઉ૫૨થી એના ઉત્તર મુદ્દાઓની પણ એને પ્રતીતિ આવે છે. જેમકે ઉદાસીનપણું છે એ પછી એને સમજાય છે. એ પ્રવૃત્તિ તો કરે છે પણ પ્રવૃત્તિમાં ઉદાસીનપણું છે. અનેક જીવો સાથેનો વ્યવહાર વર્તે છે પણ વ્યવહા૨માં સ૨ળતા ઘણી છે. નિર્દોષતા અને પવિત્રતાની ઉપાદેયતા વર્તતી હોવાથી થોડો પણ ગુણ જોવે તોપણ એને ગુણપ્રમોદ આવે છે. ગમે તે વિષય સામે
Page #484
--------------------------------------------------------------------------
________________
પત્રાંક-૬૮૭
૪૬૫
આવે તોપણ પક્ષાપક્ષીમાં ગયા વિના મધ્યસ્થ થઈને વિચારે છે. સમ્યજ્ઞાનની મધ્યસ્થતાનો આ વિષય છે.
પોતાના પરિપૂર્ણ સ્વરૂપને અને પૂર્ણ સુખનો અંત૨માં ભંડાર ભરેલો જોયો હોવાથી અંતરંગ નિઃસ્પૃહતા છે. બહારમાં કોઈ સ્પૃહા દેખાતી નથી. અંતરંગ નિઃસ્પૃહપણું, સ૨ળતા, મધ્યસ્થતા, નિર્ભયતા. શાશ્વત પોતાનું તત્ત્વ હોવાથી અને અવ્યાબાધત્વની પૂર્ણ પ્રતીત હોવાથી, પ્રતીત અધૂરી હોતી નથી, પોતાને કોઈ ભયનું કારણ નથી. હું અવ્યાબાધ શાશ્વત છું. મારા અભેદ કિલ્લામાં કોઈ ભેદીને પ્રવેશ કરી જાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. એટલા માટે જ્ઞાની હંમેશા નિર્ભય જ હોય છે.
નિગ્રંથદશાની ભાવના પણ ચતુર્થ ગુણસ્થાને આવ્યા વિના રહેતી નથી. એ તો પોતે વારંવાર લખે છે કે નિત્ય સ્વરૂપરમણતા જોઈએ. સ્વરૂપસ્થિતિમાં જ રહેવા ઇચ્છતા હોવાથી એવી સ્થિતિ અમને ક્યારે પ્રગટે ? એવી જે નિગ્રંથદશા છે એની ભાવના પણ એમને આવ્યા વિના રહે નહિ. એ વગેરે પ્રકારે અનેક લક્ષણો બીજા પણ એમને ધ્યાનમાં આવે છે, ખ્યાલમાં આવે છે અને સાંગોપાંગ વિશ્વાસ આવે છે કે આ જ્ઞાનીપુરુષ છે. પછી એમનું જે બહુમાન આવે છે એ અપૂર્વ આવે છે. અપૂર્વ બહુમાનને લઈને પોતાનું જે કાંઈપણ હું સમજું છું, હું જાણું છું, હું પણ મુમુક્ષુ છું, હું પણ કાંઈક આગળ વધ્યો છું એ બધું ભૂંસાઈ જાય છે. કેમકે જ્ઞાનીનો જેણે અંતરંગ પુરુષાર્થ જોયો, એની અંતરંગ પરિણતિ સુધી પહોંચીને જેણે અંતરંગ પુરુષાર્થ જોયો એને પોતાની પામરતા સમજાયા વિના રહે નહિ). અને ત્યારે એને પોતાનું હીનપણું ભાસ્યા વિના રહે નહિ.
એટલે નહિ ઓળખાવામાં સૌથી મોટું જે પ્રતિબંધક કારણ છે એ પોતાના ક્ષયોપશમનું જાણપણાનું અહંપણું છે. એ જ્ઞાનીનો પુરુષાર્થ જોઈને ઓગળી જાય છે. કોઈ પ્રચંડ પુરુષાર્થથી, કોઈ પ્રચંડ પુરુષાર્થના પરાક્રમ વિના, રાગ-દ્વેષના નિમિત્તો પ્રાપ્ત હોવા છતાં સમ પરિણામે રહી શકે છે, એ કોઈ સાધારણ વાત નથી. એટલે પોતાનું દીનપણું, પોતાનું હીનપણું એને સ્પષ્ટ ભાસે છે.
આ પણ સંતુલનનો વિષય પણ જ્ઞાનીની દશાનો છે. ગમે તે પડખેથી મુખ્યતા ગમે તે વાતની કરે. આ પ્રતિમાનો Issue ઊભો થાય. જિનપ્રતિમાની સ્થાપનાનો. .. બિલકુલ અરિહંત પ્રતિમાનો નિષેધ કોઈપણ બહાને, કોઈપણ કા૨ણે એવું કોઈ જગતમાં એથી વિશિષ્ટ અથવા પ્રધાન કારણ નથી કે જેના આડે એનો નિષેધ કરી શકાય. એવી વિશ્વમાં કોઈ મહત્વવાળી ચીજ જ નથી. પરમાત્માથી કોની મહત્તા વિશેષ છે ? એ જ્યારે વાત આવે તો કોઈને એમ લાગે કે આ તો પરદ્રવ્યનો
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૬૬
રાજહૃદય ભાગ-૧૩
આગ્રહ રાખે છે. પરદ્રવ્ય તો રાગનું નિમિત્ત છે. એમ ગમે તે મુખ્યતામાં વર્તતા હોવા છતાં પણ પોતાનું સંતુલન ગુમાવ્યા વિના સ્વરૂપની મુખ્યતામાં જ જ્ઞાની વર્તે છે.
પર્યાયનું દૃષ્ટાંત લઈએ, વેદનની મુખ્યતાનો વિષય, સ્વસંવેદનની મુખ્યતાનો વિષય આવે તોપણ જ્ઞાની સ્વરૂપની મુખ્યતામાં વર્તે છે. શ્રદ્ધા-જ્ઞાનમાં જ્ઞાનની વિશેષતાનો વિષય આવે તોપણ એ શ્રદ્ધાના વિષયભૂત પદાર્થની મુખ્યતામાં જ વર્તે છે. એમ અનેક પડખેથી. ગમે તે મુખ્ય-ગૌણના પડખાં ચાલે તોપણ જ્ઞાની સંતુલન ગુમાવતા નથી. એ વિષય પણ સૂક્ષ્મ છે. અને જ્યારે મુમુક્ષુજીવની નજર પડે છે ત્યારે એને સમજાય છે. ત્યાં સુધી એ વાત પણ એને સમજાતી નથી. એમ એ વિષયની ઘણી ઘણી વાતો છે.
એવા લક્ષણો જ્યારે જોવામાં આવે છે ત્યારે ગમે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં વર્તતા જ્ઞાનીનું જ્ઞાનીપણું ઓળખાય છે અને એક વખત જો એ ઓળખાય ગયું તો એનું ફળ નિર્વાણપદ છે. એવું એનું મહત્ ફળ જાણીને એ વિષયમાં ઓળખાણ થવા અર્થે મુમુક્ષુને ઉત્કૃષ્ટ પાત્રતા કેળવવી ઘટે છે. એ એમાંથી સાર લેવાનો છે. પછી એ લક્ષણો શીખવાની જરૂર નહિ પડે. ઉત્કૃષ્ટ પાત્રતા જો પોતે કેળવી હશે તો એને લક્ષણો યાદ રાખવાની જરૂર નહિ પડે, ધા૨ણા કરવાની જરૂર નહિ પડે, શીખવાની જરૂર નહિ પડે. કેમકે એ પુરુષનું આત્મપણું. ત્રણ બોલ લીધા છે. આત્મપણું, મુક્તપણું અને પરિતોષપણું, જે સ્વરૂપસુખને લઈને અનાકૂળ સુખનું તૃપ્તપણું હોય છે એવું પિરતોષપણું એ ઓળખી શકાય છે, સમજી શકાય છે. એટલે એને એ શીખડાવવાની, ભણવાની એ કોઈ વાત રહેતી નથી.
છેલ્લો Paragraph લઈએ. સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે,...' જુઓ ! કેવા જ્ઞાની હોય છે ? સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે,...' સંયોગમાં વચ્ચે છે, સંયોગની વચ્ચે છે ત્યારે, હોં ! ત્યાગી થયા છે ત્યારે નહિ. અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી...' પોતાપણું થતું નથી. દેહાદિ સંયોગમાં પોતાપણું થતું નથી. એવું અહંપણું, મમપણું, પોતાપણું કોઈ સંયોગો વિષે જેને થતું નથી. અથવા પરિક્ષીણ થઈ ગયું છે;..’ એમ સમજો.
એ ઉપરાંત “અનંતાનુબંધી' પ્રકૃતિથી રહિત...' ચતુર્થ ગુણસ્થાને આવતા અનંતાનુબંધી પ્રકૃતિનો ઉદય રહેતો નથી. “અનંતાનુબંધી” પ્રકૃતિથી રહિત.... ભાવમાં પણ અનંતાનુબંધીનો કષાય નથી. એનો અર્થ એમ છે. ઉદય નથી એટલે અહીંયાં કષાય પણ નથી. એ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો
Page #486
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭.
४६७ હોય.......... માત્ર પ્રારબ્ધના ઉદયના કારણે એ કર્મકૃત છે, સંયોગ છે એ કર્મકૃત છે. જ્ઞાની તો વિષયોના ઉપભોગ કાળે અપ્રયત્નદશાથી વર્તે છે. એ લક્ષણ કાલે લીધું હતું. અપ્રયત્નદશા હોય છે. બીજા જીવોને પ્રયત્નદશા હોય છે. કેમ ? કે એને એમાંથી સુખ લેવું છે. જેને ભ્રાંતિએ કરીને સુખ ભાસ્યું છે એને સુખ લેવાનો પ્રયત્ન છે. જ્ઞાનીએ એ સુખથી રહિત પદાર્થ જોયો છે, સુખ અંતરમાં જોયું છે. પરિપૂર્ણ પાછું. પૂરેપૂરો ભંડાર. એટલે ઉદય કાળે પણ એ અપ્રયત્નદશાથી વર્તે છે. પ્રયત્નદશાથી વર્તતા નથી. કેમકે સુખ છે નહિ. દેખાતું નથી તો લેવાનો પ્રયત્ન ક્યાંથી થાય?
એવા પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય...” અહીં તો એમને પ્રશ્ન ઉઠાવવો છે પાછો. ‘તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય..” અટકાવતો હોય. સામાન્ય મુમુક્ષુ હોય એને તો હજી બાહ્યદૃષ્ટિ છે. અને જ્ઞાનીનો આવો પરિગ્રહ સંયોગાદિ વ્યવહારમાં ઊભેલા જોઈને એને તો ઉપકાર ન થાય. એટલે ઓળખે તો ઉપકાર થાય. ન ઓળખે તો ક્યાંથી ઉપકાર થાય ? એટલે ઉપકાર થવામાં એને વિરુદ્ધ નિમિત્ત પડતું હોય તો. આ તો પોતે કેટલો વિચાર કરે છે. એટલો બધો વિચાર કરે છે, પોતે પ્રવૃત્તિમાં અને વ્યવહારમાં ઊભા છે એટલે કે ઉત્કૃષ્ટ દશાવાળ તો પારખી લે. ઠીક છે, એ તો બહુ કાંઠે આવી ગયેલો જીવ છે એટલે તરી જશે. પણ બીજા જીવોનું શું ? સામાન્ય પાત્રોનું શું ? એને તો અમારી આ પ્રવૃત્તિ અવશ્ય ઉપકાર થવામાં આડી આવશે. નિરોધ થશે એટલે ઉપકાર થવામાં આડી આવશે. એ એવું ઇચ્છતા નથી. કોઈપણ જીવને નુકસાન થાય અને તે પોતાના નિમિત્તે નુકસાન થાય એવું ઇચ્છતા નથી. એ વાત લીધી હતી ને ? પરમકારુણ્યવૃત્તિ. કાલે એ વાત લીધી હતી.
જ્ઞાની પુરુષને એના વ્યવહારિક ભાવોમાં પરમકારુણ્યવૃત્તિ વર્તે છે. આ જગતના સર્વ જીવો અનવકાશપણે એટલે જરાય મોડું થયા વિના, કોઈ સમયનો અવકાશ રહ્યા વિના એટલે અત્યારે જ, બધા જ આત્મિક સુખને પામો, આ માર્ગને પામો, શ્રેયના માર્ગને પામો, કલ્યાણના માર્ગને પામો. એવી પરમકારુણ્યવૃત્તિ સર્વ જીવો પ્રત્યે એકસરખી વર્તે છે. કોઈ જીવ પ્રત્યે ન્યૂનાધિક વૃત્તિ નથી કે આ મને અનુકૂળ વર્તતો નથી, આ મને અનુકૂળ વર્તે છે એ પ્રકાર જ્ઞાનીને ન હોય. એને એવી દૃષ્ટિ નથી.
જોકે ઇષ્ટ-અનિષ્ટપણું, અનુકૂળતા-પ્રતિકૂળતાની નજર જ એની ખલાસ થઈ છે. પણ એના ભાવો જોઈને બાહ્ય દષ્ટિએ કોઈને એમ લાગે કે આ અનુકૂળ છે, આ
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૮
રાજહૃદય ભાગ-૧૩ પ્રતિકૂળ છે, તોપણ પરમકારુણ્યવૃત્તિમાં એને જગ્યા નથી. એ વાતની જગ્યા નથી. ભવિ-અભગિની જગ્યા નથી, બીજી કયાંથી જગ્યા હોય ? એવી પરમકારુણ્યવૃત્તિ વર્તે છે. એટલે એનું અહીંયાં ચિહ્ન છે. એનું અહીંયાં લક્ષણ આવ્યું. જુઓ!
સામાન્ય દશાના મુમુક્ષને...” ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુની વાત હવે હું નથી કરતો. સામાન્ય મુમુક્ષુને મારો વ્યવહાર સંદેહનો હેતુ થાય તો એને ઓળખાણ ન થાય અને ઉપકાર થવામાં એ શું થાય ? મારું કારણ છે. એનું કારણ ગૌણ કર્યું. એને મુમુક્ષુની સામાન્યતા નથી અને ઉત્કૃષ્ટતા કેમ ન આવી એમ ન લીધું. એ હજુ સામાન્યદશામાં આવ્યો છે, સામાન્ય પાત્રતામાં આવ્યો છે તોપણ એનું હિત થાય એમ મારે વિચારવું જોઈએ. ઉત્કૃષ્ટ તો પાત્ર થશે તે દિઓળખશે. મારે શું ? એમ નથી વિચારતા. એને પણ ઉપકારમાં નિરોધરૂપ થતું હોય એવું તો એ જ્ઞાનીપુરુષ દેખે છે. અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે. આવું કોઈને ઊલટું નિમિત્ત થાય. એવું ન થાય તેટલા ખાતર પણ આવો પરિગ્રહાદિનો પ્રકાર મને હોવો ઘટે નહિ.
મુમુક્ષુ -. ,
પૂજ્ય ભાઈશ્રી - એ પણ એક કારણ છે. એ પણ દૃષ્ટિકોણ છે કે સામાન્ય મુમુક્ષને ઓળખાણ થતી નથી અને આ પૂર્વકર્મનો યોગ છે. અમારે ન તો લોભનું નિદાન છે, ન તો વિષયાદિની અનુકૂળતાનું કારણ છે. એક પરેચ્છાથી રહીએ છીએ. કાલ તો કેવી આવી વાત ! કેટલી વેદના છે !
મુમુક્ષુ – દેવું દેવાની.
પૂજ્ય ભાઈશ્રી :- દેવ દેવા માટે રહ્યા છે પણ વેદના થાય છે. ક્ષણે ક્ષણે એ વેદના થાય છે. કેમકે વ્યવહાર ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. ભજવો અને તજવો. પોતે કવિ છે ને ! એટલે બધા શબ્દો એવા જ આવે છે. ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. એમ કે તજવો છે પણ તજી શકાતો નથી. એવો પ્રકાર પ્રારબ્ધના ઉદયનો છે. તો ક્ષણે ક્ષણે ગંભીર વેદના થાય છે.
મુમુક્ષુ - બહારથી જોનારને ક્યાં દેખાય ?
પૂજ્ય ભાઈશ્રી – ક્યાંથી દેખાય? એ પત્રાંક) ૫૮૩ છે એ. કાલે ચર્ચામાં ચાલ્યું ને ?૪૫૮ પાને છે.
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છે. લગભગ આખો
Page #488
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭
૪૬૯
દિવસ વેદાય છે. ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજા વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવતતું નથી, અને તે પ્રસંગો રહ્યા છે. એમાં ભાન રહેતું નથી પણ પ્રસંગો તો પૂર્વકર્મને લઈને ઊભા રહ્યા છે. “આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં...” એટલે વિકાસ થવામાં વચ્ચે આડખીલી એ રૂપ વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુખ રહ્યા કરે છે.'
અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. આ નિગ્રંથ ભાવના છે. અચલિત આત્મસ્વરૂપે રહી જવું. “અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે.” એટલે વચમાં વિક્ષેપ પડતો હોય એને. “કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છેએટલે અમને નિગ્રંથદશા આવશે તો ખરી જ. પણ કેટલોક અત્યારે જે વિયોગ છે. કેટલોક એટલે અત્યારે જે વિયોગ રહ્યા કરે છે. બાકી ભવિષ્યમાં તો એમાં આવવાના જ છીએ. “અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે.” જુઓ ! ત્રણ વખત વેદનાની વાત કરી છે ત્રણ Paragraph લખીને.
એટલે એવી જ્યાં પરિસ્થિતિ અંદરની પણ છે વેદનાની અને બહારમાં બીજાને પણ નુકસાનનું કારણ, સામાન્ય મુમુક્ષુને ઉપકાર ન થાય એવી એક પરિસ્થિતિ નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજે છે. તો પછી એના ઉપર એક પ્રશ્ન છે કે તેમ થતા સુધી. એટલે કે પ્રારબ્ધ ઉદય બંધ થાય એ પહેલા. એવો જે સંયોગ, વ્યવહાર, વેપાર અને પરિગ્રહનો જે વ્યવહાર છે એ પરિક્ષીણ થાય એવું થતાં સુધી. કેવા પ્રકારથી તે પુરુષ.” એટલે જ્ઞાની પુરુષ “વત્ય હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ?” “સોભાગભાઈ પાસે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તો પછી મારે કેવી રીતે વર્તવું તમે કાંઈક કહો. તમે જે ભૂમિકામાં ઊભા છો એમાં બીજા ઘણા સામાન્ય પાત્રો (છે). “સોભાગભાઈ તો ઉત્કૃષ્ટ પાત્રતામાં ઊભા હતા પણ બીજા મુમુક્ષુઓ જે સામાન્ય પાત્રતામાં હતા એ લોકોને ઓળખાણ પડે અને ઉપકાર થવામાં અવરોધ ન થાય એના માટે મારે શું ફેરફાર કરવો ? તમે કહો. કેવી રીતે મારે વર્તવું? તો એને એમ થવામાં હાનિ ન થાય.
આપણે આ વિષય ઉપર ચર્ચા ચાલી ત્યારે એવું વિચાર્યું હતું કે જ્યારે પૂર્વકર્મકૃત ઉદયને દૂર ન કરી શકાય એવી પરિસ્થિતિમાં જ્ઞાની ઊભા છે ત્યારે સામાન્ય મુમુક્ષુએ એ પરિસ્થિતિમાં એના સમાગમમાં નહિ જવું જોઈએ. અથવા પોતે ન આવે એ રીતે એને સૂચના આપવી જોઈએ. અને જ્યારે પોતે નિવૃત્તિમાં હોય ત્યારે એના સમાગમમાં આવે તો વિશેષ ઉપકારનું કારણ થાય. કેમકે
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૭૦
રાજય ભાગ-૧૩
સામાન્ય મુમુક્ષુને બાહ્યદૃષ્ટિ ઊભી હોવાથી અને અંતરદૃષ્ટિ ખુલી નહી હોવાથી એને જ્ઞાનીનું જ્ઞાનીપણું ઓળખાવાને બદલે એને ઊલટાનું કાંઈક બીજી કલ્પના, ઉલટી-સુલટી કલ્પના થઈ જશે કે જે કલ્પનાને લઈને એને નુકસાનનું કા૨ણ થશે. અવિશ્વાસનું, અપ્રતીતનું, અશ્રદ્ધાનું કારણ થશે કે આવા તે કાંઈ શાની હોતા હશે ?
એમ સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય..’ તો કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય ? કે એવા પ્રકારથી વર્ત્યા હોય કે નિવૃત્તિયોગમાં એને સમાગમ આપે, પ્રવૃત્તિયોગમાં સમાગમ ન આપે. તો એને ઉપકાર થવામાં હાનિ ન થાય. આ એક પ્રશ્ન છે એનો ઉત્તર ત્યારે આપણે લગભગ આવો વિચાર્યો હતો.
મુમુક્ષુ :– એ પોતે તો એ રીતે વર્તી રહ્યા છે.
--
-
પૂજ્ય ભાઈશ્રી :– એ પોતે એ રીતે જ વર્તી રહ્યા છે. પોતે એ રીતે જ વર્તે છે. ગમે એને નજીક આવવા દેતા નથી. એટલે એમને તો પૂરો વિવેક છે. એમને કાંઈ અજાણ્યા છે અને પૂછે છે એવું નથી ? એ તો મહાવિચક્ષણ છે અને મહાવિવેક પ્રગટ્યો છે પાછો. એટલે ક્યાંય પોતે અવિવેકથી વર્તે છે એવું નથી. પણ ‘સોભાગભાઈ’ને પ્રશ્ન ઉઠાવીને આ વિષયના ઊંડાણમાં ખેંચી જાય છે. આ બધો વિષય કેવી રીતે વિચારે છે ? શું વિચારે છે ?
મુમુક્ષુ :– જ્ઞાનીને કઈ રીતે ઓળખવા ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. બધાના લખાણ લીધેલા છે, બે-ત્રણ જણાના. બરાબર છે. ઠીક ઠીક ચર્ચાય ગયો છે. ખ્યાલમાં છે. આપણે સારી રીતે ચર્ચાઈ ગયો છે. ઘણા દિવસ એ ચર્ચા ચાલી છે. એ વિષય ઉપર ખૂબ ચર્ચા ચાલી છે. મહત્વનો વિષય છે ને !
મુમુક્ષુ :– ત્રણ દિવસમાં ઘણો આવી ગયો. પૂજ્ય ભાઈશ્રી : :- હા. લગભગ વિષય આવરી લીધો છે. એ ચર્ચાનો વિષય લગભગ આપણે આવરી લીધો છે. કાલે બે કલાક બરાબર ચાલ્યો, આજે પણ ચાલીસ મીનિટ જેવો ચાલ્યો.
મુમુક્ષુ :- ઘણી નવી વાત આવી.
પૂજ્ય ભાઈશ્રી :– હા, કોઈ કોઈ વાત વિચારમાં આવે. પણ એની અંદર એક વાત એ છે કે સોભાગભાઈ'ને પોતે જાણે છે છતાં શું કરવા પૂછે છે ? કાંઈ ‘સોભાગભાઈ’ની પરીક્ષા જ લેવી છે એવું નથી. એમના ખ્યાલમાં છે. પણ ગમે એવી વાતના ઊંડાણમાં વધારે જાવું હોય તો જેને જરૂરત હોય તે જાય. શોધ કોણ કરે ? જરૂરતવાળો. દુનિયામાં જેટલી શોધખોળ થઈ છે, ઘાસતેલ પાણી જેવું દેખાય છે તોપણ એ બળે છે અને દીવો થાય અને પ્રકાશ થાય એ વાત પ્રવાહીમાંથી
Page #490
--------------------------------------------------------------------------
________________
પત્રક-૬૮૭.
૪૭૧
કયારે શોધાણી ? કે અંધારા વખતે પ્રકાશની જરૂર પડી ત્યારે. એમ જરૂરતમાંથી કોઈપણ વિષયની શોધખોળ થાય છે. | મુમુક્ષુ જરૂરતમાં ઊભો છે. તમે આ વાતને કેવી રીતે શોધો છો અને કેવી રીતે વિચારો છો? તમે કાંઈ વધારે ઊંડાણમાં જઈને આ વાત ઉપર કાંઈ વિચારી શકો છો ? કેમકે પોતે ઉત્તર તો ખોલ્યો નથી. પોતે વર્તી રહ્યા છે બીજી વાત છે. પણ પોતે એ ઉત્તર ખોલ્યો નથી. પણ જરૂરિયાતવાળા કેવી રીતે વિચારે છે ? માણસ કહેને કે, ભાઈ ! મારી જરૂરત છે એની રજુઆત આ છે. અને એ રજુઆત જેવી હોય એવી સામાવાળાને ન હોય.
કેટલીક વાર પરમાગમોમાં આચાર્યની ટીકા કરતા જ્ઞાનીપુરુષ એના ભાવાર્થને કેમ વધારે ખોલે છે ? કેમકે એ ભૂમિકામાં એને એ વધારે એ વાત ઊગે છે. કેમકે એની માર્ગની શોધમાં ઊભા છે. આચાર્યદેવ કે મુનિરાજ તો ધોરીમાર્ગમાં વર્તે છે. એક સેકન્ડમાં તો ચૈતન્યગોળો) છૂટો પડીને અંદર વયા જાય છે. હવે એને
ક્યાં લાંબી પંચાત કરવાની જરૂર છે ? જે નીચે વિકલ્પમાં ઊભા છે એને તો વિકલ્પ ચાલવાના છે. એ વિકલ્પની અંદર એ કેટલા ઊંડા જાય છે ? વિચારતા વિચારતા કેટલા ઊંડા જાય છે ? એ વિષય નીકળી પડે છે. મુમુક્ષુને કોકવાર નીકળી પડે પોતાની જરૂરતના કારણે. કે તો પછી આને ? આનુ શું ? ઉત્કૃષ્ટ મુમુક્ષુ તો ચાલો ઓળખી લેશે પણ હવે સામાન્ય મુમુક્ષુનું શું? સામાન્ય મુમુક્ષુ આવા જ્ઞાનીને કેવી રીતે ઓળખે ? અને અનંત કાળમાં અનંત વાર જ્ઞાની મળ્યા છતાં નથી ઓળખાણ થઈ એનું કારણ આ છે. સામાન્ય પાત્રતા તો જીવને આવી છે, વિશેષ પાત્રતા નથી આવી. સામાન્ય પાત્રતા આવી જાય. રસ્તો ન મળે અને પાછો પાછો વળી જાય. વળી પાછો સંસારી થઈ જાય બરાબરનો.
મુમુક્ષુ - અંતરદશાથી. અંતરલક્ષ કર્યું.
પૂજ્ય ભાઈશ્રી :- હા. આજે એ વાત નવી આવી. અંતર મેળવણીથી અનુસંધાન કરે છે કે માર્ગ આમ છે, એમ કહે છે. અને એ વખતે માર્ગની પ્રતીત પણ આવે છે. એટલે એ પણ એને જ્ઞાની થવાનું કારણ છે અથવા નિર્વાણપદનું કારણ એટલા માટે લીધું છે. કેમકે એને સંસ્કાર પડવાના, એને જ્ઞાનદશા આવવાની અને નિર્વાણપદ સુધી એ પહોંચવાનો, પહોંચવાનો ને પહોંચવાનો. એટલા માટે એ વાત લીધી છે કે એ એક મહત્વનો પ્રસંગ છે મુમુક્ષુ માટે કે જે ક્ષણે એ જ્ઞાનીપુરુષને ઓળખે છે. એ પણ એક એવી કોઈ ધન્ય પળ છે કે જ્યાં એનું નિર્વાણપદ સુરક્ષિત થાય છે, આરક્ષિત થઈ જાય છે !
પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૭૨
રાજહૃદય ભાગ-૧૩
વિશેષ મનન કરશો.’ આ પત્ર તમે ખાલી પ્રશ્ન પૂછ્યા છે એમ નહિ (વાંચી જતા), જરાક મનન કરશો અને આ વિષયના ઊંડાણમાં જાજો. જેમ આગળ પણ સૂચના આપી કે પત્રો મોકલ્યા હોય તોપણ એ સ્થિર ચિત્તથી ગંભી૨ ઉપયોગે વિચારજો. અથવા તો યથાર્થપણે એનું અવગાહન કરવાથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. (પત્રાંક) ૬૮૬માં ‘સુખલાલ છગનલાલ’ને એ લખ્યું છે કે તે પત્રો વાંચવા–વિચારવાના પરિચયથી ક્ષયોપશમની એટલે મતિની વિશુદ્ધિ થાશે. તમારી મતિ નિર્મળ થઈ જશે.
આ એક જ્ઞાનીપુરુષોના વચનોનો અતિશય છે કે જો એ આત્મલક્ષે, આત્મહિતના લક્ષે અવગાહન કરવામાં આવે તો અવશ્ય મતિનિર્મળતા, મતિની નિર્મળતા થાય છે. એ ક્ષયોપશમની શુદ્ધિ કહો, વિશેષ શુદ્ધિ કહો કે મતિ નિર્મળ થાય એમ કહો, એ અવશ્ય બને જ છે. અને એ ઉપકાર એટલા માટે જ્ઞાનીપુરુષોનો ઉપકાર ગણવામાં આવે છે. કેમકે વચન નિમિત્ત પડે છે ને ? માટે ઉપકારી કીધા. ?
જેમકે ‘સોગાનીજી’ ચાલ્યા ગયા. કોઈ મુમુક્ષુઓને, ઘણા અનેક મુમુક્ષુઓને એ દૃષ્ટિએ પરિચય થયો નહિ. કેમકે ઓળખે કયાંથી ? સમાગમમાં આવ્યા પણ ઓછા. ઓળખે તો કોણ ? એ સવાલ છે. પણ એમના વચનો રહી ગયા તે ઉપકારભૂત થઈ શકે છે. જો એને આત્મલક્ષે અવગાહન કરવામાં આવે તો એ મતિની નિર્મળતાનું કારણ થાય છે. એટલા માટે એમને ઉપકારી પણ ગણવામાં આવે છે. ભલે પ્રત્યક્ષ ઉપકાર ન થયો હોય તોપણ એ ઉપકારી છે એમ જોવામાં આવે છે. અહીં સુધી રાખીએ....
પરમતત્ત્વ અને સ્વાનુભૂતિ મનાતીત અને વચનાતીત હોવાથી, વચન અગોચર છે, બહુ જ અલ્પ માત્રામાં તેનું કથન આવે છે. પરંતુ તે ધર્માત્મા જ્ઞાનીપુરુષના જ્ઞાનગોચર છે. તેથી ભલે તે વિષયમાં પૂરું ન કહેવાય, તોપણ કહેતાં કહેતાં જ્ઞાનીનું પરિણમન પ્રદર્શિત થઈ જાય છે, તે આત્મભાવોનું દર્શન છે અને એ જ જ્ઞાનીનું દર્શન છે, જે ભાષાથી પાર છે. ભાષાથી પણ અધિક રહસ્ય તેમની ચેષ્ટામાં પ્રદર્શિત થાય છે. જ્ઞાનીના પ્રત્યક્ષ યોગની આ અપૂર્વ ઘટના અપૂર્વ લાભનું કારણ છે. (અનુભવ સંજીવની-૧૫૬૪)
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૭૩
૩૦%0
'
'
વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી) ગ્રંથનું નામ તેમજ વિવરણ
મૂલ્ય ૦૧ અધ્યાત્મિકપત્ર પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રો)
૦૨-૦૦ ૦૨ અધ્યાત્મ સંદેશ પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો)
અનુપલબ્ધ ૦૩ આત્મયોગ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૫૯૬,૪૯૧,૬૦૯પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૦-૦૦ ૦૪ અનુભવ સંજીવની પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વચનામૃત્તોનું સંકલન)
૧૫-૨૦ ૦૫ અધ્યાત્મ સુધા (ભાગ-૧)બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો
૩૦-૦૦ ૦૬ અધ્યાત્મ સુધા (ભાગ-૨)બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો ૦૭ અધ્યાત્મ સુધા (ભાગ-૩)બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
૩૦-૦૦ ૦૮ અધ્યાત્મ પરાગ ૦૯ બીજુ કાંઈ શોધમા (પ્રત્યક્ષ સત્પષવિષયક વચનામૃત્તોનું સંકલન) ૧૦ બૃહદદ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૧) (કાવ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના સળંગપ્રવચનો ૧૧ બૃહદદ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૨)(દ્રવ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના સળંગ પ્રવચનો) ૧૨ ભગવાન આત્મા (દ્રષ્ટિવિષયક વચનામૃત્તોનું સંકલન) ૧૩ દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્દ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત
૦૨-૦૦ ૧૪ દ્રવ્યદૃષ્ટિપ્રકાશ (ભાગ-૩) પૂજ્ય શ્રી નિહાલચંદજી સોગાની તત્ત્વચર્ચા)
૦૪-૦ ૧૫ દસ લક્ષણ ધર્મ ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો પર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો)
૦૬- ૧૬ ધન્ય આરાધના (શ્રીમદ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા વિવેચન)
૧૦૦ ૧૭ દિશા બોધ (શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક-૧૬૬,૪૪૯ અને ૫૭૨ પરપૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા પ્રવચનો)
૧૦-00 ૧૮ ગુરુગુણ સંભારણા પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી સ્ફરિત ગુરુભક્તિ)
૦૫-૦ ૧૯ ગુરુગિરા ગૌરવ પૂજ્ય સૌગાનીજીની અંગત દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો ૨00 ૨૦ ગુરુગિરા ગૌરવ (ભાગ-૧) (દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો)
૨૦ ૨૧ ગુરુગિરા ગૌરવ (ભાગ-૨) દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો)
૨૦ ૨૨ જિણસાસણ સવં (જ્ઞાની પુરુષ વિષયક વચનામૃત્તોનું સંકલન)
૦૮-0
'
'
'
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૭૪ ૨૩ કુટુંબપ્રતિબંધ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦, પર૮, ૫૩૭ તથા ૩૭૪પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૫-૦૦ ૨૪ કહાન રત્ન સરિતા (ભાગ-૧) પરમાગમસારમાંથી ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો)
૨૫-૦ ૨૫ કહાન રત્ન સરિતા (ભાગ-૨) પરમાગમસારમાંથી ક્રમબદ્ધ પર્યાય વિષયક ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો)
૩૦-૦૦ ૨૬ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગપ્રવચનો
૩૦-૦૦ ૨૭ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૨) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગપ્રવચનો
૩૦-૦૦ ૨૮ ક્યુબદ્ધપર્યાય ર૯ મુમુક્ષતા આરોહણ ક્રમ (શ્રીમદ રાજચંદ્રપત્રાંક-૨૫૪પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૧૫-૨૦ ૩૦ નિર્ભતદર્શનની કેડીએ લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)
૧૦૦૦ ૩૧ પરમાત્માપ્રકાશ (શ્રીમયોગીન્દ્રદેવવિરચિત)
૧૫-૦૦ ૩૨ પરમાગમસાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮વચનામૃત્ત)
૧૧-૨૫ ૩૩ પ્રવચનનવનીત (ભાગ-૧) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
અનુપલબ્ધ ૩૪ પ્રવચનનવનીત (ભાગ-૨) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
૨૫-૦૦ ૩૫ પ્રવચનનવનીત (ભાગ-૩) પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય ઉપર ખાસ પ્રવચનો)
૩પ-૦૦ ૩૬ પ્રવચનનવનીત (ભાગ- પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય શક્તિઓ ઉપર ખાસ પ્રવચનો) ૭પ-છ ૩૭ પ્રવચન પ્રસાદ (ભાગ-૧) પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) . ૬૫-૦૦ ૩૮ પ્રવચન પ્રસાદ (ભાગ-૨)પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૩૯ પ્રયોજન સિદ્ધિ લે. પૂજ્યભાઈશ્રી શશીભાઈ)
૦૩-૦૦ ૪૦ પથ પ્રકાશ માર્ગદર્શન વિષયક વચનામૃત્તોનું સંકલન)
૦૬-૦૦ ૪૧ પરિભ્રમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ રાજચંદ્રપત્રક-૧૫, ૧૨૮ તથા ૨૬૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨90 ૪ર પ્રવચન સુધા (ભાગ-૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૪૦-૦૦ ૪૩ પ્રવચન સુધા (ભાગ-૨)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૮૫-૦૦ ૪૪ પ્રવચન સુધા (ભાગ-૩)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૩00 ૪૫ પ્રવચન સુધા (ભાગ-૪)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૪-૦૦ ૪૬ પ્રવચન સુધા (ભાગ-૫)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૩-૦૦ એ (ભાગ-૬)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૩૦-૦૦ ૪૮ પ્રવચન સુધા (ભાગ-૭) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો
૨૦૦ ૪૯ પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨૦-૦૦ ૫૦ પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો ૫૧ પ્રવચન સુધા (ભાગ-૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨00 પર પ્રવચન સુધા (ભાગ-૧૧)પ્રવચનસાર શાસ્ત્રના સળંગપ્રવચનો
૨૦૦૦
૪૭ પ્રવચન.
વા.(ભાગ-૧)
૨%0
Page #494
--------------------------------------------------------------------------
________________
૫૩ પ્રવચનસાર
૫૪ પ્રચાસ્તિકાય સંગ્રહ
૫૫. પદ્મનંદીપંચવિશતી
સમયસા૨ પરમાગમ ઉપર થયેલાં પ્રવચનો)
૬૬ સુવિધિદર્શન (પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત સુવિધિ લેખ ઉપર તેમનાં પ્રવચન) ૬૭ સ્વરૂપભાવના (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૯૧૩, ૭૧૦અને ૮૩૩૫૨
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૬૮ સમક્તિનું બીજ (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સત્પુરુષની ઓળખાણ વિષયક પત્રાંક ઉપ૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૬૯ તત્ત્વાનુશીલન (પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વિવિધ લેખ)
૭૦ વિધિ વિજ્ઞાન (વિધિ વિષયક વચનામૃત્તોનું સંકલન)
૫૬ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય
અનુપલબ્ધ
૫૭ રાજ હૃદય (ભાગ-૧) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨૦-૦૦ ૫૮ રાજ હૃદય (ભાગ-૨) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨૦-૦૦ ૫૯ રાજ હ્રદય (ભાગ-૩) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો) ૨૦-૦૦ ૬૦ રાજહૃદય (ભાગ-૪) (‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગપ્રવચનો)૨૦૦૦ ૬૧ સમ્યજ્ઞાનદીપિકા (લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક)
૬ ૨ જ્ઞાનામૃત્ત (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃત્તો)
૬૩ સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટનિવાસભૂત છ પદનો પત્ર
(શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૯૩૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાપ્રવચનો) ૬૪ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૯૪, ૨૦૦, ૫૧૧, ૫૬૦ તથા ૮૧૯૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાપ્રવચનો)
૬ ૫ સમયસાર દોહન પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના નાઈરોબીમાં
૭૧ વચનામૃત્ત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં બહેનશ્રીના વચનામૃત્ત પર થયેલાં પ્રવચનો)
૭૨ વચનામૃત્તપ્રવચન (ભાગ-૧)
૭૩ વચનામૃત્તપ્રવચન (ભાગ-૨)
૭૪ વચનામૃત્તપ્રવચન (ભાગ-૩)
૭૫ વચનામૃત્તપ્રવચન (ભાગ-૪) ૭૬ યોગસાર
૭૭ ધન્યઆરાધક
૭૮ અધ્યાત્મ સુધા (ભાગ-૪) ‘બહેનશ્રીનાં વચનામૃત’ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
૭૯ અધ્યાત્મ સુધા (ભાગ-૫) ‘બહેનશ્રીનાં વચનામૃત’ ગ્રંથ ઉપ૨
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
૪૭૫
૮૦ છ ઢાળાપ્રવચન (ભાગ-૧)
અનુપલબ્ધ
અનુપલબ્ધ
૧૫-૦૦
૦૬-૦૦
૨૦-૦૦
૨૫-૦૦
૩૫-૦૦
૨૫-૦૦
૨૫-૦૦
૩૦-૦૦
૦૭-૦૦
૨૫-૦૦
અનુપલબ્ધ
૩૦.૦૦
૩૦,૦૦
૨૦-૦૦
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૭૬
८१ छदामा प्रवयन (भाग-२)
20-00
८२ छ दाना प्रवयन (भाग-3)
20-00
२०.००
૮૩ મુક્તિનો માર્ગ (સત્તા સ્વરૂપ ગ્રંથ ૫૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન) ८४ २४हृध्य (भाग-4) ('श्रीभद्दराभ्यंद्र' ग्रंथ उपर पूभ्य लाईश्री शशीलाईना समंग प्रवयनो) २०.०० ८५ राष्ट्रहृध्य (भाग-६) ('श्रीभ६ राभ्यंद्र' ग्रंथ उपर यूभ्य लाईश्री शशीलाई ना समंग प्रवयनो) २०.०० ८६ रा४हृध्य (भाग-७) ('श्रीभ६ राभ्यंद्र' ग्रंथ उपर यूथ्य लाई श्री शशीलाना समंग प्रवयनो) २०.०० ८७ रा४६६य (भाग-८) ('श्रीभ६ राभ्यंद्र' ग्रंथ उपर यूभ्य लाई श्री शशीलाना समंग प्रवयनो) २०.०० ८८ रा४६६य (भाग-८) ('श्रीम६ राभ्यंद्र' ग्रंथ उपर पूभ्य लाई श्री शशीलाईना समंग प्रवयनो) २०.०० ८८ रा४६६य (भाग-१०) ('श्रीभ६ राभ्यंद्र' ग्रंथ उपर यूथ्य लाई श्री शशीलाना समंग प्रवयनो) २०.०० ८९ रा४६६य (भाग-११) ('श्रीभ६ राभ्यंद्र' ग्रंथ उपर यूभ्य लाई श्री शशीलाना समंग प्रवयनी) २०.०० ८९ रा४हृध्य (भाग-१३) ('श्रीम६राभ्यंद्र' ग्रंथ उपर यूभ्य लाई श्री शशीलाना समंग अवयनो) २०.०० ८० रा४हृध्य (भाग-१३) ('श्रीभ६ राभ्यंद्र' ग्रंथ उपर पूभ्य लाई श्री शशीलाना समंग प्रवचनो) २०.०० ૯૧ અધ્યાત્મ સુધા (ભાગ-૬) ‘બહેનશ્રીનાં વચનામૃત’ ગ્રંથ ઉપર
પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો
श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट - उपलब्ध प्रकाशन (हिन्दी)
ग्रंथ का नाम एवं विवरण
०१ अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल)
०२ आत्मयोग ( श्रीमद् राजचंद पत्रांक- ४६९, ४९१, ६०९ पर पूज्य
भाईश्री शशीभाईके प्रवचन)
०३ अनुभव संजीवनी (पूज्य भाई श्री शशीभाई द्वारा लिखे गये वचनामृत्तोंका
संकलन)
०४ आत्मसिद्धि शास्त्र पर प्रवचन ( पूज्य गुरुदेव श्री द्वारा )
०५ आत्म अवलोकन
०६ बृहद द्रव्यसंग्रह
०७ द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग- पूज्य श्री निहालचंदजी सोगानीजीके
पत्र एवं तत्वचर्चा)
०८ दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतों का संकलन) ०९ दंसणमूलो धम्मा (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार ) १० धन्य आराधना (श्रीमद राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा पर रॉ
पूज्य भाई श्री शशीभाई द्वारा विवेचन )
११ दिशा बोध ( श्रीमद राजचंद्र पत्रांक- १६६, ४४९, ५७२ पर
पूज्य भाई श्री शशीभाईके प्रवचन)
१२ धन्य पुरुषार्थी
१३ धन्य अवतार
१४ गुरु गुण संभारणा ( पूज्य बहिन श्री चंपाबहिन द्वारा गुरु भक्ति)
20.00
मूल्य
२०-००
१५०-००
५०-००
अनुपलब्ध
३०-००
०६-००
०६-००
२५-००
१५-००
अ
Page #496
--------------------------------------------------------------------------
________________
४७७
१५ गुरु गिरा गौरव १६ जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन)
०८-०० १७ कुटुम्ब प्रतिबंध (श्रीमद् राजचंद्र पत्रांक-१०३,३३२,५१०, ५२८,५३७ एवं ३७४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० १८ कहान रत्न सरिता (परमागमसारके विभिन्न वचनामृतों पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
३०-०० १९ मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन)
०८-०० २० मुमुक्षुता आरोहण क्रम (श्रीमद राजचंद्र पत्रांक-२५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) २१ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर पूज्य गुरुदेवश्रीके प्रवचन)
१०-०० २२ निभ्रांत दर्शनकी पगडंडी (ले. पूज्य भाईश्री शशीभाई)
१०-०० २३ परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत्त) २४ प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई)
०४-०० २५ परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद राजचंद्र पत्रांक-१९५, १२८, २६४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२०-०० २६ प्रवचन नवनीत (भाग-१)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन)
२०-०० २७ प्रवचन नवनीत (भाग-२)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन)
२०-०० २८ प्रवचन नवनीत (भाग-३) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ नय के खास प्रवचन)
२०-०० २९ प्रवचन नवनीत (भाग-४) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ शक्ति के खास प्रवचन)
२०-०० ३० प्रवचन सुधा (भाग-१)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन)
२०-०० ३१ प्रवचन सुधा (भाग-२)(पूज्य गुरुदेवश्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन)
२०-०० ३२ पथ प्रकाश
२०.०० ३३ प्रवचनसार
अनुपलब्ध ३४ प्रंचास्तिकाय संग्रह
अनुपलब्ध ३५ सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक)
१५-०० ३६ ज्ञानामृत्त (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत्त) ३७ सम्यग्दर्शनके सर्वोत्तकृष्ट निवासभूत छ पदोंका अमृत पत्र (श्रीमद रादचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
१८-०० ३८ सिद्धिपका सर्वश्रेष्ठ उपाय (श्रीमद् राजचंद्र ग्रंथमें से पत्रांक-१४७,१९४, २००,५११,५६० एवं ८१९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५-०० ३९ सुविधि दर्शन (सुविधि लेख पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
४०-०० ४० समयसार नाटक
अनुपलब्ध ४१ समयसार कलश टीका
अनुपलब्ध ४२ समयसार
अनुपलब्ध
Page #497
--------------------------------------------------------------------------
________________
४७८
२०.००
४३ स्मरण संचिका ४४ स्वरूप भावना (श्रीमद् राजचंद्र पत्रांक-९१३, ७१० एवं ८३३
पर पूज्य भाईश्री शशीभाई के प्रवचन) ४५ तत्त्वानुशीलन (भाग-१,२,३) (ले. पूज्य भाईश्री शशीभाई) ४६ तत्थ्य ४७ विधि विज्ञान (विधि विषयक वचनामृत्तोंका संकलन) ४८ वचनामृत्त रहस्य (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके नाईरौबीमें हुए प्रवचन ४९ भगवान आत्मा ५० जिन प्रतिमा जिन सारखी ५१. छः ढाला प्रवचन (भाग-१) ५२. छः ढाला प्रवचन (भाग-२) ५३. छः ढाला प्रवचन (भाग-३) ५४. प्रवचनसुधा (भाग-६)
२०-०० २०-०० अनुपलब्ध १०-०० २०-०० २०.०० २०.०० २०.०० २०.०० २०.०० ३०.००
१५००
४२००
१००० २५०० ३००० २००० २१०० ४१००
वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से
प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या ०१ प्रवचनसार (गुजराती) ०२ प्रवचनसार (हिन्दी) ०३ पंचास्तिकायसंग्रह (गुजराती) ०४ पंचास्तिकाय संग्रह (हिन्दी) ०५ समयसार नाटक (हिन्दी) ०६ अष्टपाहुड (हिन्दी) ०७ अनुभव प्रकाश ०८ परमात्मप्रकाश ०९ समयसार कलश टीका (हिन्दी) १० आत्मअवलोकन ११ समाधितंत्र (गुजराती) १२ बृहद द्रव्यसंग्रह (हिन्दी) १३ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर प्रवचन) (गुजराती) १४ योगसार १५ अध्यात्मसंदेश १६ पद्मनंदीपंचविंशती १७ समयसार १८ समयसार (हिन्दी) १९ अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी सोगानी द्वारा लिखित)
२००० २००० २००० ३००० १००० २००० २००० ३००० ३१०० २५००
३०००
Page #498
--------------------------------------------------------------------------
________________
२० द्रव्यदृष्टि प्रकाश (गुजराती) २१ द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) २२ पुरुषार्थसिद्दिउपाय (गुजराती)
२३ क्रमबद्धपर्याय (गुजराती)
२४ अध्यात्मपराग (गुजराती)
२५ धन्य अवतार (गुजराती)
२६ धन्य अवतार (हिन्दी)
२७ परमामगसार (गुजराती)
२८ परमागमसरा (हिन्दी)
२९ वचनामृत प्रवचन भाग - १-२-३-४
३० अनुभव प्रकाश (हिन्दी)
३१ निभृत दर्शननी केडीए (गुजराती)
३२ निभृत दर्शनकी पगडंडी (हिन्दी)
३३ गुरुगुण संभारणा (गुजराती) ३४ गुरुगुण संभारणा (हिन्दी) ३५ जिण सासणं सव्वं (गुजराती) ३६ जिण सासणं सव्वं (हिन्दी) ३७ द्वादश अनुप्रेक्षा (गुजराती) ३८ दस लक्षण धर्म (गुजराती) ३९ धन्य आराधना (गुजराती)
४० धन्य आराधना (हिन्दी)
४१ प्रवचन नवनीत भाग - १-४ (गुजराती)
४२ प्रवचन प्रसाद भाग-१-२
४३ पथ प्रकाश (गुजराती)
४४ पथ प्रकाश (हिन्दी) ४५ प्रयोजन सिद्धि (गुजराती) ४६ प्रयोजन सिद्धि (हिन्दी) ४७ विधि विज्ञान (गुजराती) ४८ विधि विज्ञान (हिन्दी)
४९ भगवान आत्मा (गुजरात) ५० भगवान आत्मा (हिन्दी)
५१ सम्यक्ज्ञानदीपिका (गुजराती)
५२ सम्यक्ज्ञानदीपिका (हिन्दी)
५३ तत्त्वानुशीलन (गुजराती) ५४ तत्त्वानुशीलन (हिन्दी) ५५ बीजुं कांई शोध मा (गुजराती)
१०,०००
७६००
६१००
८०००
३०००
३७००
८०००
५०००
४४००
५०००
२०००
५०००
७५००
३०००
७५००
२०००
२०००
२०००
२०००
१०००
१५००
५८५०
२३००
२०००
५००
३५००
२५००
२०००
२०००
२०००
१५००
१०००
१५००
४०००
२०००
४०००
૪૭૯
Page #499
--------------------------------------------------------------------------
________________
४८०
५६ दूसरा कुछ न खोज (हिन्दी)
५७ मुमुक्षुता आरोहण क्रम (गुजराती)
५८ मुमुक्षुता आरोहण क्रम (हिन्दी)
५९ अमृत पत्र (गुजराती)
६० अमृत पत्र (हिन्दी)
६१ परिभ्रमणना प्रत्याख्यान (गुजराती)
६२ परिभ्रमणके प्रत्याख्यान (हिन्दी)
६३ आत्मयोग (गुजराती)
६४ आत्मयोग (हिन्दी)
६५ अनुभव संजीवनी (गुजराती)
६६ अनुभव संजीवनी (हिन्दी)
६७ ज्ञानामृत (गुजराती)
६८ ज्ञानामृत (हिन्दी)
६९ वचनामृत रहस्य (गुजराती)
७० वचनामृत रहस्य (हिन्दी)
७१ दिशा बोध ( हिन्दी - गुजराती)
७२ कहान रत्न सरिता (भाग - १ )
७३ कहान रत्न सरिता (भाग - २)
७४ कुटुम्ब प्रतिबंध (गुजराती) ७५ कुटुम्ब प्रतिबंध (हिन्दी)
७६ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (गुजराती)
७७ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (हिन्दी) ७८ गुरु गिरा गौरव ( हिन्दी - गुजराती )
७९ समयसार दोहन (गुजराती)
८० समकितनुं बीज (गुजराती) ८१ स्वरूपभावना (गुजराती)
८२ स्वरूपभावना (हिन्दी) ८३ सुविधि दर्शन (गुजराती)
८४ सुविधिदर्शन (हिन्दी)
८५ आत्मसिद्धि शास्त्र पर प्रवचन
८६ प्रवचन सुधा (भाग-१) (गुजराती)
८७ प्रवचन सुधा (भाग - २) (गुजराती)
८८ प्रवचन सुधा (भाग-३) (गुजराती)
८९ प्रवचन सुधा (भाग-४) (गुजराती)
९० प्रवचन सुधा ( भाग-५) (गुजराती)
९१ प्रवचन सुधा (भाग-६ ) (गुजराती)
२०००
२५००
३५००
२०००
२५००
१५००
४०००
१५००
३०००
१०००
१०००
३५००
१५००
१०००
१०००
३५००
१०००
१०००
१५००
२५००
१५००
२०००
३५००
७५०
१०००
१०००
१०००
१०००
१९००
१२५०
१४००
७५०
१०००
१०००
१०००
१०००
Page #500
--------------------------------------------------------------------------
________________
९२ प्रवचन सुधा (भाग-७) (गुजराती)
९३ प्रवचन सुधा (भाग-८) (गुजराती) ९४ प्रवचन सुधा (भाग-९) (गुजराती) ९५ प्रवचन सुधा ( भाग - १०) (गुजराती) ९६ प्रवचन सुधा (भाग-११) (गुजराती) ९७ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग - १ (गुजराती) ९८ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग - २ (गुजराती)
९९ द्रव्यसंग्रह प्रवचन (भाग - १) (गुजराती) १०० द्रव्यसंग्रह प्रवचन (भाग-२) (गुजराती) १०१ राज हृदय (भाग-१) (गुजराती) १०२ राज हृदय (भाग-२) (गुजराती) १०३ राज हृदय (भाग-३) (गुजराती) १०४ अध्यात्मसुधा (भाग-१) (गुजराती) १०५ अध्यात्मसुधा (भाग-२) (गुजराती) १०६ अध्यात्म सुधा (भाग-३) (गुजराती) १०७ अध्यात्म सुधा (भाग-४) (गुजराती)
१०८ अध्यात्म सुधा (भाग-५) (गुजराती)
१०९ गुरु गिरा गौरव (भाग-१) (गुजराती) (धारावाही प्रवचन) ११० गुरु गिरा गौरव (भाग-२) (गुजराती) (धारावाही प्रवचन) १११ मुक्तिनो मार्ग (गुजराती)
११२ प्रवचन नवनीत ( भाग - १ ) (हिन्दी)
११३ प्रवचन नवनीत (भाग-२) (हिन्दी) ११४ प्रवचन नवनीत (भाग-३) (हिन्दी) ११५ प्रवचन नवनीत (भाग-४) (हिन्दी) ११६ धन्य आराधक (गुजराती) ११७ छः ढाला प्रवचन (गुजराती) ( भाग - १ ) ११८ छः ढाला प्रवचन (गुजराती) (भाग-२) ११९ छः ढाला प्रवचन (गुजराती) (भाग-३) १२० जिन प्रतिमा जीनि सारखी
१२१ स्मरण संचिका
१२ सण मूलो धम्मो
१२३ प्रवचेधा (भाग - १ ) हिन्दी )
१२४ प्रवचन सुधो पग-२) हिन्दी )
हिन्दी)
१२५ प्रवचन सुधा (भागे१२६ प्रवचन सुधा (भाग-४) ह १२७ प्रवचन सुधा (भाग - ५ ) हिन्दी )
७५०
७५०
७५०
७५०
७५०
१०००
१०००
१०००
१०००
. १५००
१५००
७५०
१०००
१०००
१०००
७५०
७५०
१०००
७५०
१०००
१०००
१०००
१०००
१०००
७५०
१०००
१०००
१०००
५००
१५००
३५००
१०००
१०००
१०००
१०००
१०००
૪૮૧
Page #501
--------------------------------------------------------------------------
________________
४८२
१२८ प्रवचन सुधा (भाग-६) (हिन्दी) १२७ धन्य पुरुषार्थी (गुजराती) १२८ धन्य पुरुषार्थी (हिन्दी) १२९ छ: ढाला प्रवचन (हिन्दी) (भाग-१) १३० राज हृदय (भाग-४) (गुजराती) १३१ राज हृदय (भाग-५) (गुजराती) १३२ राज हृदय (भाग-६) (गुजराती) १३३ राज हृदय (भाग-७) (गुजराती) १३४ राज हृदय (भाग-८) (गुजराती) १३५ राज हृदय (भाग-९) (गुजराती) १३६ राज हृदय (भाग-१०) (गुजराती) १३७ राज हृदय (भाग-११) (गुजराती) १३८ राज हृदय (भाग-१२) (गुजराती) १३९ राज हृदय (भाग-१३) (गुजराती) १४० अध्यात्म सुधा (भाग-६) (गुजराती) १४१ अध्यात्म सुधा (भाग-७) (गुजराती)
१००० १५०० ६५०० १००० ५०० ५०० ५०० १५० १५० १५० १५० १०० १०० १०० १५० १५०
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૮૩
પાઠકોની નોંધ માટે
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૪
પાઠકોની નોંધ માટે
Page #504
--------------------------------------------------------------------------
________________ દૃશ્યને અદૃશ્ય કર્યું અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાયું યોગ્ય નથી. (પત્રાંક-૬૪૮) સાહ, પ્રણામ કા સત) Sleep ? ભાવનગ૨ (વીતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર