________________
પત્રક-૬૮૭
૪૨૩
ઓળખાણમાં ભાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે,...’ એ વેપાર કરે છે ત્યારે રાગ કરે છે, કોઈ વખત દ્વેષ કરતા જોવામાં આવે છે. અને એ સંબંધીનો ચારિત્રમોહ પણ જોવામાં આવે છે. સામાન્ય માણસ માટે તો દર્શનમોહ અને ચારિત્રમોહ જુદો પાડવો તો મુશ્કેલ છે. પણ મોહ જોવામાં આવે છે. પછી એ કર્યો મોહ ગણવો એ વળી બીજી વાત છે. પણ એમનો રાગ દેખાય છે, એમનો દ્વેષ દેખાય છે. રાગ હોય અને દ્વેષ ન હોય એવું કોઈ દિ’ બને જ નહિ. રાગને બીજી બાજુ એક સિક્કાને જેમ હોય છે એ દ્વેષની છે. રાગ ખસે ત્યાં દ્વેષ આવ્યા વિના રહે નહિ. જેના ઉપર રાગ હોય એના ઉપ૨નો રાગ ખસે ત્યારે સીધો દ્વેષમાં પરિણમી જાય. આ સામાન્ય સંસારીજીવની કુદરતી પરિસ્થિતિ છે, અનિવાર્ય પરિસ્થિતિ છે. કોઈ એમ કહે કે અમને રાગ છે પણ અમે ક્યાંય દ્વેષ નથી કરતા. અમને રાગ ખરો. રાગની ના નથી પાડતા. પણ અમે કચાંય દ્વેષ ન કરીએ, ક્રોધ ન કરીએ, અમે ફલાણું ન કરીએ. ખોટી વાત છે. જેને રાગ છે એને દ્વેષ આવ્યા વિના રહી શકે નહિ. કેમકે પ્રતિપક્ષ છે. એક સિક્કાની બે બાજુ જેવો. ઉલટી બાજુમાં એ ઊભો જ છે. એવું દેખાય છે એટલે ભ્રાંતિમાં પડે. કે આવા રાગ-દ્વેષ, મોહી હોય એ વળી જ્ઞાની કેવી રીતે હોય ? એમ ભ્રાંતિમાં પડે એવો તેનો વ્યવહાર દેખાતો હોય.
2
તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે...’ એ ઓળખવાની રીત કઈ પાછી ? આ એક ત્રીજો પેટા પ્રશ્ન કાઢ્યો છે. કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે ?’ જુઓ ! અહીંયાં પણ લક્ષણની વાત કરી. આમ આ એક Paragraphમાં જ્ઞાનીપુરુષને ઓળખવા અંગેનો વિષય પ્રશ્નચિહ્નમાં એમણે મૂકયો છે. ઉત્તર નથી આપ્યો. પોતે આ વિષયની સમસ્યા ‘સોભાગભાઈ’ માટે લખી છે. ઉત્કૃષ્ટ પાત્ર છે ને ? એ તો ઓળખી શકચા છે. એટલે એમને પૂછે છે કે તમે અમને ઓળખ્યા કે અમે જ્ઞાનીપુરુષ છીએ. વળી અમે પરિગ્રહાદિ સંયોગમાં વર્તીએ છીએ, અમારો રાગ, દ્વેષ અને મોહ દેખાય એવો છે. બીજા સામાન્ય માણસને પણ દેખાય એવો છે. કે આ ઝવેરી બજારની દુકાને બેઠા છે. વેપાર-ધંધો કરે છે. બરાબર ? અને કુટુંબ, પરિવાર અને બૈરા-છોકરાવાળા પણ છે. આ તો બધી ખુલ્લી વાત છે. તો પછી તમે કેવી રીતે માન્યું કે અમે જ્ઞાનીપુરુષ છીએ ? એક તો તમે કઈ રીતે માન્યું ?
બીજું, કે એવી પ્રવૃત્તિમાં દેખાવા છતાં એવા કયા લક્ષણથી તમે માન્યું ? કઈ રીતે માન્યું અને અમે આ ૫રમાર્થ માટેવિશ્વાસ કરવા યોગ્ય જ્ઞાની છીએ એમ કયા લક્ષણથી