________________
૧૬૦
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૬૩
મુંબઈ, પોષ, ૧૯પર ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.
તા. ૧૨-૪-૧૯૯૧, પત્રાંક – ૬૬૩, ૬૬૪
પ્રવચન . ૨૯૭
ફક્ત દોઢ લીટીમાં વાત લખી છે. “ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.” પરમપુરુષ એટલે તીર્થંકરદેવ. જ્ઞાનીઓને પણ આ ઉપદેશ આપતા હતા એમ કહેવું છે. ગૃહાદિ પ્રવૃત્તિના યોગે...” ગૃહસ્થદશામાં અનેક પ્રકારની જે અશુભયોગની પ્રવૃત્તિઓ હોય છે, એના કારણથી ઉપયોગમાં બે પ્રકારના વિભાવ થાય છે. એક તો ચંચળતા વધે છે અને કષાય તીવ્ર થતાં અથવા અશુભભાવ થતાં મલિનતા પણ વધે છે. બંને વિભાવ છે. મલિનપણું પણ વિભાવ છે અને ચંચળપણું પણ વિભાવ છે. એ બંને વિભાવ થવા યોગ્ય છે, હોવા યોગ્ય છે એમ જાણીને પરમપુરુષ એવા તીર્થંકરદેવે જ્ઞાનીઓને પણ સર્વસંગપરિત્યાગ કરવાનો ઉપદેશ કહેલો છે કે હે જ્ઞાનીઓ ! સર્વસંગપરિત્યાગ કરીને કેવળ સ્વરૂપસાધનામાં પ્રવર્તે.
જે કોઈ ગૃહાદિ પ્રવૃત્તિ થાય છે તે ગૃહાદિ પ્રવૃત્તિનું મૂલ્ય અને આત્મસાધનાનું મૂલ્ય એ બંનેનો વિચાર કરવામાં આવે તો જ્ઞાનીઓને પણ એમ જ લાગે છે. કેમકે તેઓ મૂલ્ય કરી જાણે છે કે આ કેવળ અમારો અવિવેક છે. જેનું મૂલ્ય આપવું જોઈએ એનું મૂલ્ય અપાતું નથી. અને સમય અને શક્તિનો વ્યય ગૃહસ્થની પ્રવૃત્તિમાં થાય છે આ વાત પોતે સંમત કરતા નથી.
એમનું પોતાનું ર૯મું વર્ષ છે. મુનિદશાની ભાવના કેવી રીતે જોર કરે છે કે એમના આવા પત્રો ઉપરથી સમજી શકાય છે. મુમુક્ષને એવી વાતનો કોઈ સંબંધ