________________
૧૯૬
રાજહૃદય ભાગ-૧૩
પરિણામમાં આવી ગયા છે. જે માણસને એમ કહેવાય યુવાનીમાં ધંધો-વેપાર અને કમાણી ક૨વા પાછળ સારી રીતે લાગી જાય. એના બદલે એ જ ઉંમરમાં એ છોડવાની પરિસ્થિતિમાં આવ્યા છે. અને ૩૧-૩૧ વર્ષે છોડી દીધું. એટલે એ વિચારો એમને વિશેષ આવ્યા છે. મુમુક્ષુઓને પત્રમાં પણ પોતાને જે વિચારો ચાલે છે એ જ લખે છે.
માટે મુમુક્ષુઓએ અવશ્ય કરીને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર... કરીને. એ વિચારનો અંકુર ઉત્પન્ન કરીને. એમ. કાંઈક એનું ફળ આવે એવું કરવું જોઈએ. એટલે ખાલી વિચાર કરીને ન અટકવું જોઈએ પણ કાંઈક નિવૃત્તિમાં એણે આવવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે... જો તેવો પ્રયત્ન મુમુક્ષુજીવ ન કરે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.' જો એને નિવૃત્તિના વિચારો ન આવતા હોય, એ વિચારો આવીને કાંઈપણ એમાં એ ફેરફાર ન કરતો હોય, એનું ફળ ન લાવે, અંશે પણ ફેરફાર કરીને એનો અવકાશ ન કરે તો એને મુમુક્ષુતા છે જ નહિ એમ જ માનવું રહ્યું. નહિતર મુમુક્ષુતાને ગણવાનો કાંઈ પ્રશ્ન રહેતો નથી.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી...’ એની યોગ્યતાનો, યથાર્થતાનો વિચાર કરીને. પાછું એમનેમ નહિ. આ બીજા જેમ ત્યાગ કરી દે છે એમ નહિ. યથાર્થ પ્રકારે આત્મકલ્યાણના લક્ષે એવી રીતે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી...’ તે પહેલા વિચાર કરવો, પ્રારંભમાં એ વિચાર કરવો, મુખ્યપણે એ વિચાર કરવો. પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે.’ એટલે બહુ વિચારીને વાત છે. એમનેમ સીધો ઉલાળ્યો કરવાની વાત નથી. આત્મકલ્યાણ કેવી રીતે સાધવું છે એ રીતે બરાબર એની યથાર્થતાનો વિચાર કરીને એણે આ ફળ લાવવું જોઈએ
‘તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી.’ એને અત્યારે કોઈ એવો પ્રકા૨નો ઉદય છે કે આ વિષયમાં પોતાને ઘણા વિચારો આવે છે, ઘણા વિસ્તારથી આ વિષયને કદાચ એ લખત પણ અંદરમાં અને બહા૨માં એવો પ્રકાર ઉત્પન્ન થાય છે કે પત્રને પોતે લંબાવી શકતા નથી. ટૂંકાવીને છોડી દે છે. કેટલીક વાત લખાય જાય છે, કેટલીક વાત એમનેમ મનમાં રહી જાય છે. એ પરિસ્થિતિમાં પત્ર પૂરો કર્યો છે. (અહીં સુધી રાખીએ...)