________________
૩૯૭.
પત્રાંક-૬૮૦ જાણે એમ માને ઓહો.અમે તો બહુ ભક્તિ કરીએ છીએ. અમે એના ઘણાં ભક્ત છીએ. જીવે અવારનવાર આવી જ ભૂલ કરી હશે ? એમ કરીને શબ્દો બહુ માર્મિક છે. બહુ સારા શબ્દો છે. એના કોઈ સુવિચારણામાંથી ઊગેલા શબ્દો છે. બહુ સારો ભાવ છે.
મુમુક્ષુ :- આ પત્ર મહાવીર જયંતીનો છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ કહ્યું હતું. ભાઈ કહેતા હતા કે મહાવીર જયંતીને દિવસે ત્યાં મુંબઈમાં રથયાત્રા નીકળી હશે અને પોતે ત્યાં પાયધુની ઉપર પેઢી પર બેઠા હશે અને રથયાત્રા નીકળી હશે અને લોકો મહાવીર ભગવાનનો જય જયકાર કરતા, નાચતા, કૂદતા અને વાજા વગાડતા વગાડતા નીકળ્યા હશે. એ વખતે Dairy માં એ લોકોને જોઈને કરુણાદૃષ્ટિથી આ ટપકાવ્યું છે. એટલે અંગત છે, પોતે લખેલું છે.
મુમુક્ષુ – એટલે કોની ડાયરીમાં ?
પૂજ્ય ભાઈશ્રી :- પોતાની પોતાની ડાયરીમાં. આ લખાણ પોતાની Dairyમાં ટપકાવ્યું છે. એ વખતે એમને જે વિચારો સૂર્યા એ Dairyમાં લખી લીધા છે.
વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ? ઓ દુષમકાળના દુભાંગી જીવો ” કેવી કરુણાથી એના દુર્ભાગ્યની વાત કરે છે ! અત્યારે પુરુષ વિદ્યમાન છે. અખંડ મોક્ષમાર્ગ પણ હજી રહી ગયો છે, વિચ્છેદ ગયો નથી અને એ જ ધર્મમાં વિપરીત માર્ગે જનારાના દુર્ભાગ્ય જોઈને એમ કહે છે કે, ઓ દુષમકાળના દુભાંગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.” ભૂતકાળની ભ્રમણાને છોડી દ્યો. મહાવીર આવા હતા... મહાવીર આવા હતા... મહાવીર ભગવાનનો જય હો... ફલાણું. કહે છે કે એ ભ્રમણાને છોડી દઈને, વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો. એટલે સત્વરુષના શરણે આવો. એટલે તમારું કલ્યાણ જ છે. તમારે આત્મકલ્યાણ જ થશે, ચોક્કસ થશે. પણ તમે વર્તમાનના મહાવીરને છોડી દઈને ભૂતકાળના મહાવીરને જો વળગવા જાશો તો તમારા આત્મકલ્યાણનો પત્તો લાગશે નહિ. બહુ કરુણામાંથી નીકળેલી વાત છે. ભલે પોતાને મહાવીર કહ્યા છે પણ એ સમ્યક્ત્વની અપેક્ષાએ કહ્યા છે. અથવા તો મોક્ષમાર્ગ ભગવાનથી પામે,