________________
૩૬૦.
રાજહૃદય ભાગ-૧૧ અસંખ્ય શરીરમાં એક એક શરીરની અંદર અનંતા જીવ. કેટલા અનંતા ? કે સિદ્ધાલયમાં અત્યારે છે તેનાથી અનંતા. કોઈપણ વર્તમાનમાં સિદ્ધાલયમાં હોય એનાથી અનંતા. એ અનંત જીવોમાં એક એક જીવને અનંત ગુણ છે. એક એક જીવને અનંત ગુણ છે. એક એક ગુણને અનંતી પર્યાયો છે. એ અનંતી પર્યાયનો એક સમય છે એને એક સમયને અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. નિગોદમાં જે જીવ પડ્યો છે એની આ સ્થિતિ છે. આ સર્વજ્ઞના જ્ઞાનને સાબિત કરે છે.
મુમુક્ષુ – એ લોકો Computer મૂકે તો...
પૂજ્ય ભાઈશ્રી :- બંધ પડી જાય. એનું Computer બંધ પડી જાય. કેમકે Computer સંખ્યાને બતાવે છે. આ સંખ્યાથી બહાર જાય છે.
આ સર્વજ્ઞતાને સિદ્ધ કરે છે. અને એ સર્વજ્ઞતાને સિદ્ધ કરવા માટે એમ કહે છે કે શુદ્ધોપયોગ વગર સર્વજ્ઞતા નથી. ઉપયોગની શુદ્ધતા વગર સર્વજ્ઞતા નથી અને ઉપયોગની શુદ્ધતા કષાયના અભાવે ઉત્પન્ન થાય છે. શુદ્ધતા કહો કે નિર્મળતા કહો. એ નિર્મળતા કષાયના અભાવે ઉત્પન્ન થાય છે. માટે મૂળ માર્ગ છે એ કષાયનો અભાવ કરવાનો છે.
શું કહ્યું ? “કષાયાદિના અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. એને કેવળજ્ઞાન થાય એમ કહે તે સત્ય છે. જેને એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જ્ઞાન થાય એ કેવળજ્ઞાની હોય એમ કહેવું તે સત્ય છે. “કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી.....” કષાયસહિત હોય અને કેવળજ્ઞાન હોય એવું કદી બને નહિ. એટલે વાતો કરતા કરતા કે વિચાર કરતા કરતા કેવળજ્ઞાન થાય એવું છે નહિ. એને શુક્લધ્યાનના
સ્વરૂપની ખબર નથી. એને શુક્લધ્યાનના સ્વરૂપની ખબર નથી કે શુક્લધ્યાન કેવું નિર્મળ હોય છે !
કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. આવી સૂક્ષ્મતા નિર્મળતા વિના આવે નહિ અને એ નિર્મળતા કષાયના અભાવે ગણી છે, કષાયના સદ્ભાવમાં મલિનતા છે. એ મલિનતા તો જ્ઞાનને આવરણ કરનારી છે.
મુમુક્ષુ – મોટા શાસ્ત્રો લઈને બેઠા હોય......