________________
૪૧૨
રાજહૃદય ભાગ-૧૩ એની વૃત્તિ સંક્ષેપ થવી જોઈએ અને તો જ એને સત્સંગ માટે સમય મળે. નહિતર જગતમાં વ્યવસાયની પ્રવૃત્તિના પ્રકાર અને પરિસ્થિતિ એવી છે કે માણસ જો એ વધારતો જાય તો એને એમ કહેવું પડે કે, ભાઈ ! મારે જરાય વખત નથી. મારા કામકાજ સિવાય મને કાંઈ વખત નથી. આ પરિસ્થિતિ આવવાની.
હમણાં જ એક બુદ્ધિશાળી મુમુક્ષુ મળ્યા. ઘરે કામકાજમાં રચ્યાપચ્યા (રહે). હાજરી ઓછી દેખાય. કીધું કેમ ? શું વિચાર કર્યો છે ? તો કહે, જો સંસારમાં રહેવું હોય તો પછી સંસારના કાર્યો સરખી રીતે સંભાળવા જ પડે. અને સંસારમાં ન રહેવું હોય અને ત્યાગી થઈ જતું હોય તો બધું મૂકી દેવું જોઈએ. બધું મૂકીને એક આત્માનું જ કરી લેવું. પણ એ તો પરિસ્થિતિ કાંઈ આપણી દેખાતી નથી કે બધું છોડીને ચાલી નીકળીએ. ઘરબાર છોડીને, બધું છોડીને ચાલી નીકળીએ. હવે જ્યારે ઘ૨બા૨માં રહેવું છે તો ઘરબાર તો સરખી રીતે ચલાવવા જ રહ્યા. બે ઘોડે ચડવા જઈએ તો પડી જઈએ એટલે એક ઘોડે બરાબર ચડવું.
મેં કહ્યું, એ વાત તો મને યોગ્ય લાગતી નથી. મુમુક્ષુજીવને પણ કોઈપણ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ઉદય હોય એ પૂર્વકર્મ અનુસાર છે. એ માને છે કે હું મારું ઘરબાર, સંસાર, કારોબાર ચલાવવા માટે પૂરેપૂરો વખત અને પૂરેપૂરી સાવધાની દઉં તો એવું સરખું ચાલે કે સારામા સારું (ચાલે). સંસારની અંદર કોઈ પ્રતિકૂળતાઓ ન આવે અને અનુકૂળતાથી બધી આપણી જીવનની ગાડી ચાલે. એ વાત(માં કાંઈ માલ) નથી. આજે એકદમ સફળતાથી કાર્ય કરતો દેખાતો માણસ આવતીકાલે તે જ માણસ નિષ્ફળ જાય છે. એ જ કાર્યમાં નિષ્ફળ જાય છે, જે કાર્યમાં એ સફળ થયો હોય. કેમકે બીજા સંયોગો એના હાથની વાત નથી.
એટલે મુમુક્ષુએ એ નિર્ધાર કરવો જોઈએ કે કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હો, મારું આત્મકાર્ય કરવાનું હું મુખ્યપણે ચાલુ રાખીશ અને ગૌણપણે આ બધું જે સાંસારિક કાર્ય કરવું પડે છે, કર્યા વિના મારો ઉપાય નથી, મારા પિરણામ જ બગડી જાય. જો એ કાર્યની પ્રવૃત્તિ બિલકુલ છોડી દેતા, હઠથી પણ, જોરજુલમથી, દમનથી અને હઠથી છોડી દઉં તો મારા જ પરિણામ બગડવાના છે, ક્લેશ પામવાના છે. એટલે પરિણામને સમતોલ રાખવા પૂરતી વાત છે.
જેમ માણસ ગમે તેટલો વેપાર-ધંધો કરે પછી એમ કહે ને કે ભાઈ ! થોડીવાર આપણે હરવા-ફરવા કયાંક Mental recreation માટે જઈએ. શું કહે ? માનસિક રાહત-આરામ મળે. માનસિક આરામ મળે. ચાલો ફરવા જઈએ, ચાંય