________________
૧૫ર
રાજહૃદય ભાગ-૧૩ અહીંયાં જે કાંઈ લાલબત્તી મૂકી છે એ એટલા માટે ચેતવણી આપી છે. જરા સંભાળીને શાસ્ત્રનું અધ્યયન કરજે. આ વાતને સંભાળીને શાસ્ત્રનું અધ્યયન રાખજે. એમનેમ શાસ્ત્રનું અધ્યયન કરવાનો કોઈ અર્થ નથી. અભિનિવેશમાં ચાલ્યો જઈશ. સરી જઈશ. અભિનિવેશની અંદર સરી જાય છે.
સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છેદના નિવહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. એને અપ્રશસ્તમાં લઈ ગયા. જુઓ ! શું કહ્યું ? કે જીવને એક તો સ્વચ્છંદતા ટળી નથી. એટલે જિજ્ઞાસામાં રહેવાને બદલે આ જીવ પોતે ધાર્મિક કારણોમાં, ધાર્મિક કાર્યોમાં પોતાનો નિર્ણય લે છે. જ્ઞાનીના નિર્ણયે ચાલતો નથી. જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તવાને બદલે પોતાના નિર્ણય અનુસાર જે જીવ પ્રવૃત્તિ કરે છે એને સ્વચ્છંદતા હજી ટળી નથી. હું પણ સમજું છું, મને પણ ખબર પડે છે. માટે મારે આમ કરવું જોઈએ, માટે મારે આમ કરવું જોઈએ. એ પોતે સ્વચ્છેદમાં વર્તે છે.
અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, એવો સત્સમાગમ પ્રાપ્ત થઈ શકે તેવું હોવા છતાં તે યોગે પણ સ્વચ્છેદના નિવહિને અર્થે...? શા માટે એને અપ્રશસ્ત કહ્યો ? કે પોતાના સ્વચ્છેદને નભાવવા માટે એ કામ કરે છે. શા માટે શાસ્ત્ર વાંચે છે અને સત્સંગ કરતો નથી ? જ્ઞાની ભલે રહ્યા. અમે તો અહીંયાં શાસ્ત્ર વાંચીએ છીએ. અમારે આ “સમયસાર' જ અમારે જ્ઞાની છે. લ્યો ! છે ? ‘ગ્વાલિયરમાં વિદ્વાન બોલ્યા હતા. ઘણા વર્ષથી આ બાજુ નહોતા આવતા. પછી આપણે તો વાંચનમાં આ બધો વિષય ચાલે. સત્સમાગમની શું મહત્તા છે, શાસ્ત્રની શું મહત્તા છે. તો કહે અમારે તો આ “સમયસાર' છે ને એ જ અમારે સત્સમાગમ છે. અમને કયાંય આવવું જવું હવે ગમતું નથી. એટલે પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થઈ શકવા યોગ્ય હોવા છતાં શાસ્ત્રના અવલંબન લઈને, શાસ્ત્રના વાંચનની ઓથ લઈને જે સત્સમાગમની ઉપેક્ષા કરે છે તેને અપ્રશસ્ત એટલે અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ છે. પ્રશસ્ત એટલે શુભભાવવાળો. આને તો અશુભભાવવાળો છે. એને તો શુભ પણ નથી રહ્યું.
મુમુક્ષુ - સ્વચ્છેદ તો પોતે અશુભ પરિણામ છે. પૂજ્ય ભાઈશ્રી – હા એટલે જ અપ્રશસ્ત કહ્યો. સ્વચ્છેદ પોતે અશુભ