________________
પત્રાંક-૬૮૦.
૩૯૩ હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ... ભગવાન અમને મોક્ષ આપે એમ ભગવાનની, તીર્થંકરદેવની ભક્તિ કરવામાં આવે કે હે પ્રભુ ! તમે મોક્ષ પામ્યા અને અમને પણ તમે મોક્ષ આપો. તો કહે છે, તમે આપો અને અમે લઈએ. તમારે દેવાની કડાકૂટ નહિ, અમારે લેવાની કડાકૂટ નહિ હવે. લેવાદેવાનો વ્યવહાર બંધ થઈ જાય છે. કેમ ? કે “તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે.” પરિપૂર્ણ, અબદ્ધસ્પષ્ટ મુક્તતત્ત્વમાં મારો નિવાસ છે. એટલે હવે કાંઈ મોક્ષને પણ લેવાદેવાની એ તત્ત્વની અંદર કોઈ જરૂરિયાત રહેતી નથી. એ પ્રકારથી છૂટા થયા છીએ
અને એ જ અમારો પરમાનંદ છે. એ જ અમારો ઉત્કૃષ્ટ આનંદ છે કે હવે લેવા-દેવાનો, કરવા કારવવાનો વિકલ્પ છે નહિ. સહજ અકૃત્રિમ જે સ્વરૂપ છે, પોતાના સર્વ ગુણોથી સંપન્ન સહજ અને અકૃત્રિમ જે સ્વરૂપ છે એ સ્વરૂપ હું છું, એવા સ્વરૂપે હું છું. એવો જે શ્રદ્ધા-જ્ઞાનમાં પરિણામ ઉત્પન્ન થયો એ પરિણામની અંદર પર્યાયને આમ કરું અને પર્યાયને તેમ કરું, એ પ્રકાર શાંત થઈ જાય છે.
સામાન્ય રીતે પ્રયોજન પર્યાયાશ્રિત હોવાથી અને સુધારો પર્યાયમાં કરવાનો હોવાથી પર્યાયમાં આમ કરવું. આમ કરવું. આમ કરવું. એવું અજ્ઞાનદશામાં મિથ્યાત્વદશામાં કરું. કરુંનું એક પરિણમન ચાલતું હોય છે. એ પ્રકારનું પરિણમન
જ્યારથી પોતાના સ્વભાવનું ભાવભાસન આવે છે કે અરે ! આ તો અકૃત્રિમ પરિપૂર્ણ સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે. પછી આમાં મારે શું કરવાનું છે ? અને આવા સ્વભાવની સ્થિતિએ પરિણમીને સાદિઅનંત રહી જાય એવું તો એનું પરિણમનશીલપણું છે. પછી કરવું કરવું એ વાત ક્યાં રહે છે ?
ચૂલા ઉપર મૂકેલી રોટલી શકાય છે. એ અગ્નિથી સહજ શકાય છે. પણ બીજો જીવ એમ કહે કે હું આને શેકું છું. સાચી વાત છે ? રોટલી બનાવનાર જીવ એ વિકલ્પ કરે કે હું આ રોટલી કરું છું અને શેકું છું. પણ એ તો અગ્નિથી શેકાઈ જ રહી છે. હવે કરવાની ક્યાં વાત છે ? તો એ સહજ જ ચાલે છે.
એમ સહજ પરિણમન શુદ્ધતારૂપે આત્મામાંથી પ્રવાહ શરૂ થયો અને એ સહજ પ્રવાહ પરિપૂર્ણતા સુધી પામવાનો છે. એવી સહજતા જોઈને આમ કરું અને તેમ કરું એ પ્રકારના કર્તુત્વના જે ઉછાળા છે એ સ્વરૂપને જોતા બંધ થઈ જાય છે. અને એ કર્તુત્વના ઉછાળામાં જે આકુળતા છે એ આકુળતા નાશ પામતી હોવાથી શાંતિ અને પરમાનંદ વર્તે છે. એ જ અમારો પરમાનંદ છે.