________________
૩૮૬
રાજહૃદય ભાગ-૧૩ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. આ વ્યવહારની વૃત્તિ કેવી છે ! નિશ્ચયવૃત્તિ કેવી છે? વ્યવહારની વૃત્તિ કેવી છે! અરે.! જગતના જીવો. અને કેટલાક તો એવા ભોળા જીવો છે. સાવ ભોળા. અમારા મહારાજે અમને આ બતાવ્યું કે તમે આ વર્ષમાં વર્ષીતપ કરો અથવા મા ખમણના ઉપવાસ કરો, આટલા વર્ષ સુધી કરો, તમારા તપથી એવી કર્મની નિર્જરા થઈ જશે ને કે તમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. અમારા મહારાજે અમને બતાવ્યું. અને આ તો ચોખ્ખો ત્યાગ છે. દેહને પણ ખોરાક ન આપવો આથી મોટો ત્યાગ કયો હોય ? જેને એમ કહેવાય ને કે ભાઈ ! દેહને ટકવાનું સાધન છે, અન તો પ્રાણ છે. એ અન છોડ્યા અમે. એટલો ત્યાગ કર્યો. પછી તો તપથી કર્મની નિર્જરા થવી જોઈએને. અમે અમારા મહારાજે કહ્યું એ પ્રમાણે એવી નિષ્ઠાથી પાલન કરીએ છીએ. એટલી શ્રદ્ધાથી. ત્યારે જ્ઞાની કહે છે કે, એ બિચારા પોતાની કલ્પના પ્રમાણે ઉપાય કરીને પ્રવર્તન કરે છે. એ મોક્ષ પામવાને બદલે સંસાર વધારે છે. શું કરે છે? જે મોક્ષનો માર્ગ નથી અને મોક્ષનો માર્ગ માને છે એ ગૃહીત મિથ્યાત્વ થયું.
મુમુક્ષુ :- દર્શનમોહ કયારે દૃઢ થઈ જશે...
પૂજ્ય ભાઈશ્રી - ચારિત્રમોહ મંદ થાય અને દર્શનમોહ દઢ થઈ જાય. કેમકે ગૃહીત સુધી વયો જાય.
મોક્ષમાર્ગ નથી એને મોક્ષમાર્ગ માની બિચારા સંસારમાં પરિભ્રમણ કરતા જાણી “નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે. જુઓ ! કાંઈ અમારે કારણ નથી. એને સત્યમાર્ગમાં વાળવા માટે અમારે કોઈ પક્ષાપક્ષી નથી. કે તમે એ પક્ષમાં ગયા છો માટે આ પક્ષમાં આવો એવું કાંઈ નથી. કોઈ કારણ નથી. બિલકુલ નિષ્કારણ. એકલી માત્ર કરુણા છે. તમારું આત્મહિત થાય એ સિવાય બીજી કોઈ કરુણા નથી. અમારા હૃદયમાં સર્વ જગતના જીવોનું આત્મકલ્યાણ થાય એમાં કોઈ બીજું કારણ નહિ. નિષ્કારણપણે એવી ભાવના સર્વ જીવો પ્રત્યે વર્તે છે અને એ કરુણાશીલતાને કારણે અમારું હૃદય તો રડી ઊઠે છે કે અરે.રે.! બિચારા આત્મકલ્યાણનો માર્ગ સમજીને અકલ્યાણને સાધ છે, સંસારને સાધે છે. અમને તો રડવું આવી જાય છે. અમારું હૃદય તો રડી ઊઠે છે. એટલી કરુણા આવે છે.
હવે સાચા માર્ગે આવવા માટે એમ કહે છે કે વર્તમાન વિદ્યમાન વરને ભૂલી જઈ...” વર્તમાનના વિદ્યમાન વીરને ભૂલી જઈને એ પોતાને માટે લખે છે. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન