________________
૪૧૬
રાજદ્રય ભાગ-૧૩
પત્રાંક-૬૮૪
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫ર “અન્ય પુરુષકી દૃષ્ટિમેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય.'
-વિહાર-વૃંદાવન.
૬૮૪. એમાં “સોભાગભાઈને કોઈ એક “વૃંદાવન' નામના કવિનું પદ મૂકી દીધું છે. એક કડી લખીને મૂકી છે. છોડી દીધો છે. પત્ર છોડી દીધી છે. આગળપાછળ કોઈ ટીકા-ટિપ્પણી, ઉપદેશ-સૂચના કાંઈ નહિ.
અન્ય પુરુષકી દૃષ્ટિમેં, ગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર,
બતાય.” પોતાની દશા લખી છે. અમે તો આ સ્થિતિમાં છીએ. બીજા લોકોની દૃષ્ટિમાં એમ લાગે છે કે આ જગતના વ્યવહારની વચ્ચે ઊભા છે. દુકાને બેસે છે, લે છે, જે છે. લેવા-દેવાનો બધો વ્યવહાર બરાબર સંભાળીને કરે છે. એ “અન્ય પુરુષકી દષ્ટિમેં, જગ વ્યવહાર લખાય;” લખાય એટલે જ્ઞાનમાં આવે-સમજાય. વાવન...” કહે છે, કવિ પોતે કહે છે કે જબ જગ નહીં. મને તો જગત જ દેખાતું નથી. એકલો આત્મા દેખાય છે. મને તો મારા આત્મા સિવાય કાંઈ દેખાતું નથી. “અર્જુન બાણાવળીને મત્સ્યવેધની અંદર માછલીની એકલી આંખ દેખાતી હતી, બીજું કાંઈ દેખાતું નહોતું.
વૃન્દાવન, જબ જગ નહીં, કીન વ્યવહાર, બતાય.” પછી બતાવો તમે એને વ્યવહાર કેવી રીતે હોય ? આત્મા-આત્માની વચ્ચે તો વ્યવહાર હોતો નથી. અભેદ સ્વરૂપમાં જ્યાં અમે નિવાસ કર્યો છે ત્યાં લેવા-દેવાની કડાકૂટ રહેતી નથી. ૬૮૧માં કહી ગયા. કે હે કૃપાળુ! મેં તારા અભેદ સ્વરૂપમાં નિવાસ કર્યો છે એટલે હવે તો કોઈ લેવા-દેવાની કડાકૂટ રહી નથી. કોની સાથે વ્યવહાર કરવો ? એ રીતે પોતાની આત્માની મસ્તીની એક કડી કોઈ બીજા કવિના આધારે લખી છે. એ ૬૮૪માં તો ખાલી બે પંક્તિ છે.