________________
પત્રાંક-૬૮૫
પત્રાંક-૬૮૫
૪૧૭
મુંબઈ, ચૈત્ર વદ ૧૪, રવિ, ૧૯૫૨
કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગયોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચનો તેમાંથી લખી મોકલશો. સમ્યગ્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે.
વીરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે.
૬૮૫મો પત્ર ‘અંબાલાલભાઈ' ઉપરનો છે. ‘કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનો તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી.' આગળ જે ‘કુંવરજી મગનલાલ'નો પત્ર આવી ગયો. એની વાત ‘અંબાલાલભાઈ’ને લખે છે. તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગયોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું.’ અમે એને આ રીતે જ્વાબ લખ્યો છે. કે, ભાઈ ! તમે ખંભાત' લખશો. અને અમે પણ અહીંયાં લખશે તો પૂછાવશે એનો યોગ્ય જવાબ આપશું. પણ એ પૂછાવે એ પહેલા પોતે જ પત્ર લખી નાખ્યો છે, કે ભાઈ ! આ રીતે પૂછાવે, પછી પોતે જવાબ લખે પછી એટલું મોડું ન થાય. પોતે જ લખી નાખ્યું છે કે આ રીતે પત્રવ્યવહાર ચાલ્યો છે.
જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચનો તેમાંથી લખી મોકલશો.' જુઓ ! કેટલી વાત લીધી ! જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય...' એમ. મોટી-મોટી વાતો, ઝીણામાં ઝીણી વાતો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઊંચી-ઊંચી વાતો મોકલજો એમ નથી લખ્યું. અત્યારે એને શું ઉપકારભૂત થાય એવો જરાક ખ્યાલ રાખીને. આ લાઈનદોરી શું આપે છે ? કોઈ મુમુક્ષુ માટે એ